________________
૮૯
ભાવતીર્થ-અનુષ્ઠાન રત્નત્રયી પણ હાલમાં નથી, વળી ઉપરના ગુણસ્થાનકનો પંચાચાર પણ વિદ્યમાન નથી. તેથી પાંચે ભાવતીર્થો વર્તમાનમાં ઘસાયેલાં છે, છતાં આ પાંચ પ્રાણરૂપે ટક્યાં છે તેથી શાસન જયવંતું છે. પૂ. શ્રી દુપ્પસહસૂરિ પછી તે પાંચની ગેરહાજરીના કારણે સંપૂર્ણ નિષ્માણ કલેવર બનશે. આ ઉપમા સમજાય તો ભાવતીર્થ અને દ્રવ્યતીર્થ વચ્ચેનો તફાવત સમજાઈ જશે. ધર્મતીર્થની જીવંતતા ભાવતીર્થ સાથે જ વણાયેલી છે. દ્રવ્યતીર્થ કરતાં ભાવતીર્થમાં તારકતાની અપૂર્વ અચિંત્ય શક્તિ છે. જેના આત્માને પાંચે ભાવતીર્થનો સંગમ થાય તે આ ભવચક્રમાંથી તરે નહીં તેવું ત્રણ કાળમાં બને નહીં. આ પાંચનું આલંબન જેણે લીધું તે સહુ સંસારસમુદ્ર તરી ગયા. ભૂતકાળમાં આપણા આત્માએ પ્રાયઃ દ્રવ્યતીર્થનું જ આલંબન લીધું છે, પરંતુ ભાવતીર્થ સેવ્યા વિના ઉદ્ધાર થાય નહીં. તીર્થકરોએ પાંચ ભાવતીર્થ જગતમાં પ્રવર્તાવીને અનન્ય ઉપકાર કર્યો છે, જે સદા પાત્ર જીવોનું કલ્યાણ કરે છે.
સભા : સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનના સમયમાં દ્વાદશાંગીનો વિચ્છેદ થયો, છતાં શાસ્ત્રોની વાતો ભણેલા શ્રાવકો લોકોને ઉપદેશ આપતાં હતા જ ને ?
સાહેબજી : જૈનશાસ્ત્રોની વાતો તો અન્યધર્મના શાસ્ત્રોમાં પણ ગૂંથાયેલી મળી આવે, પરંતુ માત્ર તેના ઉપદેશથી શાસન ન ચાલે. દ્વાદશાંગીની વેર-વિખેર વાતોથી સાંગોપાંગ કલ્યાણનો માર્ગ દર્શાવી ન શકાય. પાંચમા આરાના અંતમાં થનારા પૂ. શ્રી દુપ્પસહસૂરિજી સુધી સાંગોપાંગ આરાધનાનો માર્ગ દર્શાવી, આચરી શકાય તેવાં આગમ અને આચારનું માળખું ટકશે, તેથી જ તીર્થ ટકશે. શરીર ગમે તેટલું ઘસાય, અત્યંત દુબળું પડી જાય, અરે ! હાથ-પગ પણ કપાઈ જાય; તોપણ માણસ જીવે છે. જ્યાં સુધી અંદરમાં પ્રાણની રક્ષા થાય ત્યાં સુધી જીવન રહે છે. વિજ્ઞાન પણ કહે છે કે life saving organ (જીવનરક્ષક અવયવો) દા.ત. lever, kydney, heart, brain (યકૃત, કીડની, હૃદય, મગજ) કામ કરતાં હોય તો શરીરમાં અનેક રોગો હોવા છતાં પણ માણસ જીવે, વર્ષોનાં વર્ષો કાઢે; પરંતુ આમાંથી એક પણ organ (અવયવ) સંપૂર્ણપણે નિષ્ફળ જાય તો માણસ પરલોકમાં ઊપડી જાય. પછી ભલે ગમે તેટલો હટ્ટો-કટ્ટો
१. पूर्णः पुण्यनयप्रमाणरचनापुष्पैः सदास्थारसैस्तत्त्वज्ञानफलः सदा विजयते स्याद्वादकल्पद्रुमः । एतस्मात् पतितैः प्रवादकुसुमैः षड्दर्शनारामभूर्भूयः सौरभमुद्वमत्यभिमतैरध्यात्मवार्तालवैः ।।२।।
(અધ્યાત્મસાર, હાર-૨૮) २. तेणं इमस्स भव्व-सत्तस्स मणगस्स तत्त-परिन्नाणं भवउ त्ति काऊणं जाव णं दसवेयालियं सुयक्खंधं णिज्जूहेज्जा। तं च वोच्छिण्णेणं तक्काल-दुवालसंगेणं गणिपिडगेणं जाव णं दूसमाए परियंते दुप्पसहे ताव णं सुत्तत्थेणं वाएज्जा। से य सयलागम-निस्संदं दसवेयालिय-सुयक्खंधं सुत्तओ अज्झीहीय गोयमा! से णं दुप्पसहे अणगारे तओ तस्स णं दसवेयालियसुत्तस्साणुगयत्थाणुसारेणं तहा चेव पवत्तेज्जा, णो णं सच्छंदयारी भवेज्जा। तत्थ य दसवेयालियसुयक्खंधे तक्कालमिणमो दुवालसंगे सुयक्खंधे पइट्ठिए भवेज्जा। एएणं अटेणं एवं वुच्चइ जहा तहा वि णं गोयमा! ते एवं गच्छ-ववत्थं नो विलंप्रिंसु।
(महानिशीथसूत्र नवणीयसार नाम पंचम अध्ययन)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org