________________
ભાવતીર્થ-અનુષ્ઠાન વસંતઋતુ વનસ્પતિસૃષ્ટિને ખીલવામાં શ્રેષ્ઠ કાળ કેમ ? તો ત્યાં તેના ગુણધર્મ સિવાય બીજો કોઈ જવાબ નથી. તમે કહો કે આ મુહૂર્ત સારું કેમ ? પાંચમ શુભ અને છઠ્ઠ અશુભ કેમ ? ગ્રહોમાં મંગળ-શનિ અશુભ કેમ ? બુધ-ગુરુ-શુક્ર શુભ ગ્રહ કેમ ? તો આ અષ્ટાંગનિમિત્તશાસ્ત્ર તર્કનો વિષય નથી. શુભાશુભનો નિર્ણય સામાન્ય છબસ્થનો વિષય નથી. તે તો અતીન્દ્રિય જ્ઞાનીનો જ વિષય છે. ધર્મસાધના માટે ઉત્તમ કાળ ચોથો આરો છે અને શ્રેષ્ઠ ક્ષેત્ર મહાવિદેહ છે. તેથી જ મહાવિદેહમાં કાળની અપેક્ષાએ સદા ચોથો આરો પ્રવર્તે છે અર્થાત્ ક્ષેત્ર-કાળ બંને નિર્વાણને અનુકૂળ છે.
સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાન વચ્ચેના સમયમાં ચોથો આરો જ છે. વળી ત્યારે જૈનો જ નાબૂદ થઈ ગયા, કે જૈનધર્મનો કોઈ અનુયાયી વર્ગ જ નહોતો. ટૂંકમાં, જૈન શબ્દ જ વિલોપ થયો હતો; તેવું નથી. ત્યારે જૈનધર્મના અનુયાયીઓ હતા. જૈનધર્મની વાતો, ઉપદેશ પ્રચલિત હતાં. અરે ! જિનમંદિરો, જિનપ્રતિમાઓ, તીર્થો બધું જ હતું. સિદ્ધગિરિ તો શાશ્વત તીર્થ છે, કાયમ રહેવાનું, તેથી તે પણ છે. ટૂંકમાં, જૈન તરીકે જનસમુદાય, ઉપદેશ સાંભળનાર અનુયાયી વર્ગ, જૈનધર્મની વાતો-વિચારો બધું હાજર હતું; છતાં જૈનશાસ્ત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે તીર્થ નાશ પામ્યું, તીર્થનો વિચ્છેદ થયો; કારણ કે ભાવતીર્થ સ્વરૂપ પાંચ વસ્તુ નથી. આવું જ શીતલનાથ ભગવાન અને શ્રેયાંસનાથ ભગવાનના શાસન વચ્ચે પણ થયું, એમ શાંતિનાથ ભગવાન સુધી પુનઃ પુનઃ વિચ્છેદ થયેલ છે. આ દરેક તીર્થંકરના શાસનમાં ધીમે ધીમે ઘસારો પહોંચતાં આ પાંચ વસ્તુ ટકી નથી. તેથી કહેવું પડ્યું કે તીર્થ નાશ પામ્યું; ભલે ચોથો આરો હતો અને ભરતભૂમિ હતી તોપણ. તે હિસાબે અત્યારે આપણે નસીબદાર છીએ કે પાંચમા આરામાં જન્મ્યા તોપણ તીર્થ વિદ્યમાન છે. આ તીર્થ પૂ. શ્રી દુપ્પસહસૂરિ સુધી ચાલવાનું છે, તેમાં પણ આ પાંચ વસ્તુની હાજરી જ કારણ બનવાની છે. આ પાંચ છે ત્યાં સુધી શાસન છે. પાંચમાંથી એક પણ ઓછું થાય તો શાસનનો વિલોપ જ થાય. ભાવાર્થ એ १. सुविधिस्वामिनिर्वाणाद् गते काले कियत्यपि। हुण्डावसर्पिणीदोषात् साधूच्छित्तिरजायत।।१५४ ।। स्थविरश्रावकान् धर्ममथापृच्छन्नतद्विदः । पन्थानं पथसम्मूढाः पथिकान् पथिका इव ।।१५५ ।। किञ्चित् कथयतां तेषां धर्ममात्मानुसारतः । अर्थपूजां विदधिरे ते जनाः श्रावकोचिताम् ।।१५६।। पूजया जातगर्दास्ते शास्त्राण्यासूत्र्य तत्क्षणम्। महाफलानि दानानि विविधान्याचचक्षिरे।।१५७ ।। कन्यादानं महीदानं प्रदानमयसामपि। तिलदानं च कार्पासदानं दानं गवामपि।।१५८ ।। स्वर्णदानं रौप्यदानं प्रदानं सद्मनामपि। अश्वदानं गजदानं शय्यादानमथापरम् ।।१५९।। दानं महाफलं सर्वमत्रामुत्र च निश्चितम्। एवं व्याचख्युराचाीभूय ते गृध्नवोऽन्वहम्।।१६० ।। दानस्य चोचितं पात्रमात्मानं व्याचचक्षिरे। अपात्रं चापरं सर्वमखहादुराशयाः ।।१६१।। अप्येवं वञ्चकास्तेऽयुर्लोकानां गुरुतां तदा। निर्वृक्षदेशे क्रियते धेरण्डस्यापि वेदिका।।१६२।। जज्ञे तीर्थोच्छेद एवं समन्तात्, क्षेत्रेऽस्मिन्नाऽऽशीतलस्वामितीर्थम्। एकच्छत्रं विप्रखेटैस्तदानीं, चक्रे राज्यं निश्युलूकैरिवोच्चैः ।।१६३ ।। मिथ्यात्वमाऽऽशान्तिजिनेशमित्थमन्येष्वभूत् षट्सु जिनान्तरेषु। तीर्थप्रणाशादभवच्च तेषु, मिथ्यादृशामस्खलितः प्रचारः ।।१६४ ।।
(ત્રિષષ્ટિશલ્લાવાપુરુષચરિત્ર પર્વ-રૂ, સ-૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org