________________
ભાવતીર્થ -અનુષ્ઠાન
૮૭
આ પાંચ વસ્તુ જ્યાં સુધી જગતમાં વિદ્યમાન હશે ત્યાં સુધી તીર્થ વિદ્યમાન રહેશે. ભાવનિક્ષેપાનો કેટલો આગ્રહ છે ? તે સમજવા જેવું છે. પાંચ ભાવતીર્થ નાશ પામે પછી કદાચ સ્થાવરતીર્થો હાજર હોય, શ્રાવક-શ્રાવિકારૂપ જનસમુદાય પણ હાજર હોય તોપણ શાસ્ત્ર કહે છે કે તીર્થ વિદ્યમાન નથી. આ પાંચ વસ્તુ પૂરેપૂરી હોય ત્યારે ધર્મતીર્થની શ્રેષ્ઠ જાહોજલાલી હોય. આ પાંચમાંથી કોઈ એક પણ નાશ પામે એટલે તીર્થ નાશ પામે. “પાંચે-પાંચનું તીર્થની હયાતી માટે અસ્તિત્વ અનિવાર્ય છે”. આ જ દર્શાવે છે કે ભાવતીર્થ વિના માત્ર દ્રવ્યતીર્થથી શાસન ચાલતું નથી.
સભા ઃ આમ તો ગીતાર્થ ગુરુમાં જ પાંચે-પાંચ ભાવતીર્થ ઘટવાનાં ને ?
સાહેબજી ઃ છતાં દરેકની વિશેષ પ્રધાનતા અને તારકતા દર્શાવવા જુદાં-જુદાં બતાવ્યાં છે. હકીકતમાં નય અપેક્ષાએ પાંચે-પાંચ જુદાં જ છે; કેમ કે આ શાસનમાં સ્યાદ્વાદ છે. પાંચેપાંચને એકાંતે એક ન માની શકાય. ગુણ અને ગુણી વચ્ચે, વ્યક્તિ અને સમૂહ વચ્ચે અપેક્ષાએ ભેદ અને અપેક્ષાએ અભેદ છે, તેથી સત્ય નયવાદ આધારિત છે. ટૂંકમાં, અહીં એટલું કહેવું છે કે આ પાંચ છે તો તીર્થ છે અને પાંચ નથી તો તીર્થ નથી. પછી ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ધર્મતીર્થની હયાતી સ્વીકારવી હોય તો પાંચના અસ્તિત્વને સ્થાપિત કરવું પડે. સુવિધિનાથ ભગવાન અને શીતલનાથ ભગવાનની વચ્ચેના ગાળામાં તીર્થ વિચ્છેદ પામ્યું. તે વખતે કાળની દૃષ્ટિએ ચોથો આરો છે, અવસર્પિણીનો ઉત્તમ કાળ છે, ક્ષેત્ર પણ કર્મભૂમિ છે, એટલે ધર્મતીર્થને પ્રવર્તવા યોગ્ય દેશ-કાળ છે. અકર્મભૂમિ હોય તો ક્ષેત્ર જ યોગ્ય નથી, અઢી દ્વીપની બહારની જગા હોય તોપણ ક્ષેત્ર યોગ્ય નથી. તેમ અવસર્પિણીના ચોથા આરાના બદલે પહેલો કે છઠ્ઠો આદિ આરો હોય તો પ્રતિકૂળ કાળ કહેવાય; પણ આ તો ચોથો આરો, જે સૌથી શ્રેષ્ઠ કાળ છે. ધર્મ કરવા માટે અવસર્પિણીમાં અનુકૂળ ઉત્કૃષ્ટ કાળ ચોથો આરો છે. ઉત્સર્પિણીમાં અનુકૂળ ઉત્કૃષ્ટ કાળ ત્રીજો આરો છે.
સભા : કારણ શું ?
સાહેબજી ઃ કાળના પણ ગુણધર્મ છે. કાળના ગુણધર્મો જ્ઞાનીએ જોયા છે. કોઈ કહે કે
१. क्रियाक्रियावतोर्गुणगुणिनोः कथञ्चिदभेदवादो जिनस्य सिंहनादो वादान्तराप्रतिहत इत्याहक्रिया भवति कस्यचिन्न च विनिष्पतत्याश्रयात् स्वयं च गतिमान् व्रजत्यथ च हेतुमाकाङ्क्षते । गुणोऽपि गुणवच्छ्रितो न च तदन्तरं विद्यते त्वयैष भजनोर्जितः सुगद ! सिंहनादः कृतः । । २६ ।।
इत्थं क्रियाक्रियावतोरर्थतः कथञ्चिद्भेदाभेदौ समर्थ्य गुणगुणिनोस्तौ समर्थयति - गुणोऽपि यथा स्वाश्रयाश्रिता क्रिया तथागुणः, गुणवच्छ्रितः गुणवदाश्रितः, आश्रयाश्रयिभावस्य भेदनियतत्वाद् गुणतद्वतोर्भेद एतावता सिद्ध्यति, संयुक्तयोर्भिन्नयोरङ्गुलयोरन्तरं समस्ति न च गुणगुणिनोभिन्नयोरपि सतोरन्तरं समस्तीत्यतस्तयोरभेदोऽपीत्याह- तदन्तरं गुणगुणवतोरन्तरं, न च नैव, विद्यते समस्ति, हे सुगद ! सुष्टु गदनं वचनं वाग्विलासो यस्य स सुगदः, तत्सम्बोधने - हे सुगद !, त्वयैव जिनेनैव, भजनोर्जितः केनचिद्रूपेण भेदः केनचिद्रूपेणामेद इत्येवं यः स्याद्वादः, तेनोर्जितः परिपुष्टः सिंहनादः वादिगजेन्द्रवित्रासनहेतुत्वात् सिंहनादसमो वादः कृतः, त्रस्यन्ति सर्वेऽपि वादिप्रवरा भवत्कृतस्याद्वादोद्गारलक्षणसिंहनादेनेत्यर्थः ।।२६।। (सिद्धसेनदिवाकरसूरि विरचित द्वात्रिंशद् द्वात्रिंशिका, बत्रीसी - ३ मूल, लावण्यसूरिकृत टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org