________________
૯0
ભાવતીર્થ -અનુષ્ઠાન હોય. શરીરમાં પ્રાણને ટકાવવા જેમ life saving organ મહત્ત્વના છે, તેમ ધર્મશાસનમાં પાંચ જીવંત ભાવતીર્થ મહત્ત્વનાં છે, પછી તે પૂર્ણ વિકસિત હયાત હોય કે ઘસાયેલાં હયાત હોય, હાજરી અનિવાર્ય છે. અત્યારે દ્વાદશાંગીમાંથી બારમું દૃષ્ટિવાદ અંગ તો સંપૂર્ણ વિચ્છેદ પામ્યું છે, બાકીનાં અગિયાર અંગો પણ વીરપ્રભુના સમયે જેવાં વિશાળ કદવાળાં હતાં, તે અપેક્ષાએ હાલમાં અતિ નાનાં છે. તેથી કહેવું જ પડે કે કાળક્રમે ઘટતાં ઘટતાં ઘણું નાશ પામ્યું, મૂળ દ્વાદશાંગીનો અત્યારે હજારમો ભાગ પણ વિદ્યમાન નથી; પરંતુ ખૂબી એ છે કે જે છે તે ત્રુટક નથી. એમાં પણ પ્રભુ મહાવીરની દ્વાદશાંગીનું રહસ્ય સારરૂપે સમાયેલું જ છે. આને લાડુની ઉપમાથી સમજીએ : એક મોટો લાડુ છે, તો તે આખામાં જે સ્વાદ, પોષકશક્તિ છે, તે જ તેના નાના કણિયામાં પણ છે; માત્ર જથ્થારૂપે ઓછી છે. તેમ અત્યારે શાસ્ત્રોની quantity (જથ્થો) ઘટી છે, પરંતુ જે શાસ્ત્રો છે તે માર્ગદર્શનમાં અધૂરાં નથી. જેને સાધના કરવી હોય તેને આદિથી અંત સુધીનો મોક્ષમાર્ગ સાંગોપાંગ બતાવે તેવાં શાસ્ત્રો અત્યારે હયાત છે. •
સભા : ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિનો તો વિચ્છેદ થઈ ગયો છે ને ?
સાહેબજી : ક્ષપકશ્રેણિ, ઉપશમશ્રેણિ આ કાળમાં પામવી અશક્ય છે, નહીં કે તેનું હાલનાં શાસ્ત્રમાં વર્ણન નથી. અત્યારે પણ ચૌદ-ચૌદ ગુણસ્થાનક, કેવલજ્ઞાન, સામર્થ્યયોગ, સમતા આદિ ભૂમિકાઓનું વર્ણન શાસ્ત્રોમાં છે જ. માત્ર સાધના કરીને પામી શકે તેવું મનોબળ, સંઘયણબળ નથી. માર્ગદર્શક શાસ્ત્રો જ વિચ્છેદ છે, તેવું કહેવાનું તાત્પર્ય નથી. સાધકની શક્તિનો વિચ્છેદ થયો છે. જંબૂસ્વામી નિર્વાણ પામ્યા ત્યારથી આ ભરતભૂમિમાં પહેલું સંઘયણ, કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન વગેરેનો વિચ્છેદ થયો એમ લખ્યું છે, ત્યાં શુક્લધ્યાનની સાધના માટે જરૂરી સંઘયણબળનો અભાવ કારણ કહ્યો છે. અત્યારે જે શાસ્ત્રો છે તેમાં સંક્ષેપમાં પણ સંપૂર્ણ સાધનામાર્ગ મળી રહેશે ત્યાં સુધી શાસન અવિચ્છિન્નપણે ચાલવાનું.
સભા : છેલ્લે એકલું દશવૈકાલિકસૂત્ર જ રહેવાનું છે ?
સાહેબજી : હા, તેમાં પણ સંક્ષેપમાં આખો મોક્ષમાર્ગ આવી જાય છે. અરે ! દશવૈકાલિક કરતાં કદમાં ઘણો નાનો એવો યોગશતક ગ્રંથ, જેના વિવેચનમાં પૂ. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું કે આ ગ્રંથ અલ્પ કદનો હોવાની અપેક્ષાએ શાસ્ત્રના અંશરૂપ છે, છતાં કપૂરની જેમ સમગ્ર યોગમાર્ગને વ્યાપેલો છે; કારણ કે સંક્ષેપમાં સમગ્ર યોગમાર્ગનું તેમાં સાંગોપાંગ બાન છે. તેથી જ દશવૈકાલિકરૂપ શ્રુતના યથાર્થ જ્ઞાતા જીવંત ગીતાર્થના અનુશાસનથી આત્મકલ્યાણ શક્ય છે; કારણ કે તેમાં ઉત્સર્ગ-અપવાદરૂપે યથાર્થ અનુશાસન છે. १. अत आह-'वक्ष्ये' अभिधास्ये। किम्? इत्याह- 'योगलेशं'-योगैकदेशम्, तत्त्वतो व्यापकत्वेऽप्यस्य ग्रन्थाल्पतया एवं व्यपदेशः कर्पूरादिलेशवदविरुद्ध एव।
(ાશિતળ સ્નો-૨, ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org