________________
૩૫
ભાવતીર્થ - રત્નત્રયી વિરોધી તત્ત્વ એ જ સંસારમાંથી જીવને બહાર કાઢી શકે. જેમ રોગનું વિરોધી તત્ત્વ આરોગ્ય આપે, રોગને અનુકૂળ વસ્તુ આરોગ્ય ન આપે. અનુકૂળ વસ્તુથી તો રોગ પુષ્ટ થાય, મજબૂત થાય, દઢ થાય. આ સાર્વત્રિક પદાર્થવિજ્ઞાનનો નિયમ છે કે વિરોધી વસ્તુ જ તેની વિરોધી વસ્તુનું મારણ બને, પરસ્પર બે વિરોધી વસ્તુ હોય તો તેમાં એકનો નાશ તેની પ્રતિસ્પર્ધી બીજી વસ્તુ કરી શકે'. અંધારું કાઢવું હોય તો પ્રકાશ લાવવો પડે, અંધકારને સૂપડી લઈને ઉલેચ્યા કરો કે સવારથી સાંજ સુધી ધક્કા મારો તોપણ તે જાય નહીં, પણ સૂર્ય કે દીવાનું એક જ કિરણ અંધકારને ભગાડી મૂકે; કેમ કે તે વિરોધી વસ્તુ છે. આ કાયમનો નિયમ છે. આ નિયમ અનુસાર જ સંસારમાર્ગ અને મોક્ષમાર્ગની વ્યવસ્થા જ્ઞાનીઓ બતાવે છે. પ્રથમ નિર્ણય થવો જોઈએ કે મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ સંસાર છે; કારણ કે તેનાથી જ આખો સંસાર ચાલે છે. આ વાત તમને crystal clear (આરપારો દેખાવી જોઈએ, નજરોનજર પ્રત્યક્ષ તરવું જોઈએ, તમારી બુદ્ધિમાં ગેરસમજ ન ચાલે. સંસારમાં ડગલે ને પગલે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનું જ સામ્રાજ્ય છે. સંસારનું સર્જન, સંચાલન, દઢીકરણ બધું આ જ કરે છે, સંસારની આ જ મુખ્ય ધરી છે. સર્વ દુઃખોનું મૂળ પણ આ ત્રણ જ છે. અરે ! ભૌતિક ક્ષેત્રે પણ તમને ક્યાંય પણ દુઃખ આવે તો તે દુઃખ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્રથી જ આવે છે. તમારા જીવનમાં પણ હજુ સુધી ક્યારેય મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન કે મિથ્યાચારિત્ર વગર દુઃખ આવ્યું હોય તેવો એક પણ પ્રસંગ નથી. દા. ત. તમે સીડી ઊતરતા હો, અને પગ લપસે, જેથી તમે ઊંધે માથે પડ્યા, તો તેમાં કારણ એ જ કે તમે આંધળા વિશ્વાસથી ચાલતા હતા. મનમાં “હું ચાલું છું તે બરાબર છે, હું સાચા પગથિયે જ પગ મૂકું છું, આગળ-પાછળ ખોટી જગ્યાએ પગ નથી મૂકતો' એવા વિશ્વાસથી, તેમ જ ખોટી ગેરસમજથી બેદરકારીપૂર્વક પગ મૂકવાના ગેરવર્તાવથી પડ્યા. અહીં ખોટો વિશ્વાસ તે મિથ્યાદર્શન, ગેરસમજ તે મિથ્યાજ્ઞાન અને
तारयति। कुतः?, इत्याह-ज्ञामदर्शनचारित्रभावतः ज्ञानाद्यात्मकत्वादित्यर्थः। यो हि ज्ञानाद्यात्मको भवति सोऽज्ञानादिभावात् परं तारयत्येवेति भावः। न केवलमज्ञानादिभावात तारयति तथा भवभावतश्च तारयति, भवः संसारस्तत्र भवनं ' भावस्तस्मादित्यर्थः।
(વિશેષાવિયાણ મા-૨, સ્નો-૨૦૩૩, ટીવ) * तदेवं संघो भावतस्तीर्थम्, त्रिस्थम्, व्यर्थं वा, इति प्रतिपाद्य सांप्रतमिदमेव जैनं तीर्थमभिप्रेतार्थसाधकम्, नान्यत्, इति प्रमाणतः प्रतिपादयन्नाहइह जैनमेव तीर्थमभिप्रेतार्थसाधकमिति प्रतिज्ञा, सम्यक्श्रद्धानोपलब्धिक्रियास्वभावत्वात्-सम्यग्दर्शनज्ञानचारित्रात्मकत्वादित्यर्थः, इह यत् सम्यक्श्रद्धानोपलब्धिक्रियात्मकं तदिष्टार्थसाधकं दृष्टम; यथा सम्यक्परिच्छेदवती रोगापनयनक्रिया, यच्चेष्टार्थसाधकं न भवति, तत् सम्यक्श्रद्धानोपलब्धिक्रियात्मकमपि न भवति, यथोन्मत्तप्रयुक्तक्रिया; तथा च शेषतीर्थानि। इदमुक्तं भवति-यथा कस्यचिद् निपुणवैद्यस्य सम्यग् रोगादिस्वरूपं विज्ञाय विशुद्धश्रद्धानवत आतुरस्य सम्यगौषधप्रयोगादिक्रियां कर्वतोऽभिप्रेतार्थसिद्धिर्जायते। एवं जैनतीर्थादपीति ।।१०३८ ।।
(વિશેષાવમાષ્ય, શ્નો-૨૦૨૮,ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org