________________
ભાવતીર્થ - રત્નત્રયી છે, ધીરતા-ગંભીરતા-સહિષ્ણુતા-ઉદારતા આદિ પરોપકાર કરવા માટેના આવશ્યક સર્વ ગુણો પ્રકૃતિમાં છે, તેથી દેખાવમાં ઉત્તમ મહાત્મા એવા સિંહગુફાવાસી મુનિને યોગ્ય જગા આપી, રોજ ગોચરી-પાણી વહોરાવે છે, યોગ્ય વિનયવ્યવહાર કરે છે, ત્યાં સુધી કે મહારાજે સામેથી બેચેન થઈને અયોગ્ય માગણી કરી તોપણ વિનયવ્યવહાર તોડ્યો નથી.
સભા : સાધુ શય્યાતરની ગોચરી વાપરી શકે ?
સાહેબજી : અપવાદથી વાપરી શકે. સ્થૂલભદ્રજીએ ચાર મહિના શય્યાતરનું જ વાપર્યું છે. સ્થૂલભદ્રજી ગુરુ મહારાજને જ્યારે વિનંતી કરવા ગયા કે આપની આજ્ઞા હોય તો મારે કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવું છે, ત્યારે જ કહેલું કે મારી આ શરતો છે : “હું એકલો જઈશ, ચારે મહિના ત્યાં એકલો રહીશ, કોશા રહેવા જે સ્થાન આપે તે સ્થાને રહીશ, જે વપરાવશે તે વાપરીશ, ચાર મહિના એક જ ઘર, તે પણ શય્યાતરનું, વિગઈઓ પણ વાપરીશ, આયંબિલનું નહીં ખાઉં, સાડા ત્રણ હાથ દૂરથી ગણિકા જેટલો વ્યવહાર કરે તે બધો નિહાળીશ.” કોશા રાતે સ્થૂલભદ્રજી પાસે એકલી આવીને નાચે છે. દિવસે પણ યુવાન સ્ત્રી એકલી ન આવી શકે,
જ્યારે અહીં તો રાત્રે શૃંગાર સજી નાચે છે, આ બધું સાધ્વાચારથી વિરુદ્ધ છે; તોપણ ગુરુએ કહ્યું કે મને મંજૂર છે, તું જા, મારી તને ચાતુર્માસ કરવાની આજ્ઞા છે. પૂર્વધર ગુરુ જ્ઞાની છે, ભાવિ મહાલાભ જુએ છે. તેથી અપવાદે શાસ્ત્રમાં છૂટ છે; પરંતુ આવી છૂટછાટ સ્થૂલભદ્રજીના જ્ઞાની ગુરુ આપી શકે. અમે ચોક્કસ ભાવિ જોઈ શકતા નથી, આ તો નિમિત્તના બળથી ભવિષ્યનો ચોક્કસ નિર્ણય કરી શકે છે. ગુરુ પણ જ્ઞાની છે, શિષ્ય પણ મહાસત્ત્વશાળી છે. તેમને અપવાદથી કોઈ બાધ નથી. શિષ્ય માગણી કરી તે પણ વાજબી છે અને ગુરુએ સ્વીકારી તે પણ વાજબી છે. આવી માગણી પણ આવા ઉત્તમ પાત્ર જ કરી શકે અને સંમતિ પણ આવા મહાસમર્થ, જ્ઞાની ગુરુ જ આપી શકે.
પ્રસ્તુતમાં મારે તો કોશાના ગંભીરતા આદિ ગુણો દર્શાવવા છે. તમારી જાત સાથે કોશાને સરખાવો. આ ગણિકા છે, પણ ધર્મ પામ્યા પછી તેનામાં જે ગુણ પ્રગટ્યા છે, તેનો અંશ પણ તમારામાં મળે ? આવી ગંભીર વ્યક્તિ જ સિંહગુફાવાસી મુનિ જેવા મહાપુરુષનું પણ અવસરે યથાર્થ કલ્યાણ કરી શકે. કોશા રાહ જુએ છે. તક ન મળે ત્યાં સુધી એક અક્ષર પણ બોલતી નથી. મનમાં બધું સમજે છે, તો પણ પોતાનો બહારનો ઉચિત વ્યવહાર જરા પણ તોડતી નથી.
જ્યારે તક મળશે ત્યારે આ જ મહાત્માને તીખું-તમતમતું સંભળાવશે. આવ્યા ત્યારથી જાણે છે કે ખોટા હરિફાઈમાં ઊતરેલા છે. આમને રોકડું પરખાવવાની જરૂર છે. પણ તક ન મળે ત્યાં સુધી એક અક્ષર ન બોલે, ધીરજ ધરે. તમારો દીકરો ભૂલ કરે પણ અવસર ન આવે ત્યાં સુધી ચૂપ રહી શકો ? તમારા દીકરાને તમારા વર્તનથી જ વિશ્વાસ હોય ? કે મારા પિતા ભૂલ વિના કદી કહે નહીં ? બીજાનું હિત કરવું તે રમત નથી, આપણામાં ઘણા ગુણોની પ્રથમ અપેક્ષા રાખે છે. ટૂંકમાં આ ગંભીરતા ગુણનો પ્રભાવ દર્શાવ્યો.
જે આત્મા જેટલા ગુણ કેળવશે તેટલો તે આત્માને પ્રત્યક્ષ લાભ થશે. તમે તમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org