________________
ભાવતીર્થ - રત્નત્રયી
૭૫ ફટકારી છે. ત્યારે મનોરમા કહે છે કે મેરુપર્વત ચલાયમાન થાય પણ મારા પતિમાં આવો દુરાચાર ન સંભવે. ત્રણ કાળમાં સુદર્શનના જીવનમાં આવું બને નહીં. પત્નીને આટલો વિશ્વાસ છે. તેથી નક્કી કરે છે કે ધર્માત્મા પતિ પર કોઈ કારસ્તાનથી ખોટો આક્ષેપ થયો છે, ભારે ધર્મસંકટ આવ્યું છે. તેથી પતિના પ્રાણ જાય તે પહેલાં મારે તેમનું રક્ષણ કરવું જોઈએ.
સુદર્શન શેઠે તો જ્યાં સુધી આ કલંકમાંથી પોતે neat & clean થઈને શુદ્ધ બહાર ન નીકળે ત્યાં સુધી “ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્રાણ વોસિરામિ”ના ભાવથી કાઉસ્સગ્ન કર્યો છે, મનમાં બધું વોસિરાવી દીધું છે; આ બાજુ મહાસતી મનોરમાએ પણ પતિ કલંકમાંથી મુક્ત ન થાય અને તેમને આવેલ આ ઉપસર્ગ દૂર ન થાય ત્યાં સુધી ચારે આહારના ત્યાગપૂર્વક કાઉસ્સગ્ન કરેલ છે, બંને પતિ-પત્નીની ધર્મ ઉપર નિશ્ચલ શ્રદ્ધા છે, સત્ત્વશાળી અને દઢ મનોબળવાળા છે.
આ સરઘસ જ્યાં સુદર્શન શેઠને શૂળીએ ચઢાવવાના હતા ત્યાં પહોંચ્યું. સિપાઈઓએ જેવા તેમને શૂળીએ ચડાવ્યા કે તરત જ ત્યાં રહેલી શાસનદેવીએ તે શૂળીના સ્થાને સિંહાસન કરી દીધું, રાજાને પણ સાચી વાતની જાણ થતાં શેઠ પર કલંક કરનાર પટ્ટરાણીને દેશનિકાલ કરી, શાસનની જેટલી નિંદા, હીલના સુદર્શન શેઠના પકડાવાથી થયેલી, તેના કરતાં કાંઈ ગણી પ્રભાવના સુદર્શન શેઠના આ રીતે નિર્દોષ સાબિત થવાથી થઈ; પરંતુ પહેલેથી જ સુદર્શન શેઠનો સ્વભાવ અધીરો કે અગંભીર હોત તો આ પ્રભાવના ન બની શકત. કોશાના ગંભીરતા ગુણથી સિંહગુફાવાસી મુનિનું પતન અટકી ગયું :
બીજાના દોષ પચાવવારૂપ ગંભીરતા ગુણ પોતાને અને બીજાને અનેક રીતે હિતકારી બને १. स्थूलभद्रस्पर्धयेहायाति मन्ये तपस्व्यसौ। भवे पतन् रक्षणीय इत्युत्थाय ननाम सा।।१४७।। वसत्यै याचितां तेन मुनिना चित्रशालिकाम्। कोशा समर्पयामास स मुनिस्तत्र चाविशत्।।१४८।। तं भुक्तषड्रसाहारं मध्याह्नेऽथ परीक्षितुम्। कोशाऽपि तत्र लावण्यकोशभूता समाययौ।।१४९।। चुक्षोभ स पुनर्मक्षु पङ्कजाक्षीमुदीक्ष्य ताम्। स्त्री तादृग्भोजनं तादृग्विकाराय न किं भवेत् ।।१५० ।। स्मराऽऽर्त्या याचमानं तं कोशाऽप्येवमवोचत। वयं हि भगवन्वेश्या वश्याः स्मो धनदानतः ।।१५१।। व्याहार्षीन्मुनिरप्येवं प्रसीद मृगलोचने!। अस्मासु भवति द्रव्यं किं तैलं वालुकास्विव।।१५२ ।। नेपालभूपोऽपूर्वस्मै साधवे रत्नकम्बलम्। दत्ते तमानयेत्यूचे सा निर्वेदयितुं मुनिम्।।१५३।। ततश्चचाल नेपालं प्रत्यकालेऽपि बालवत्। पङ्किलायामिलायां स निजव्रत इव स्खलन्।।१५४ ।। तत्र गत्वा महीपालाद्रत्नकम्बलमाप्य च। स मुनिर्वलितो वर्त्मन्यासंस्तस्मिंश्च दस्यवः ।।१५५ ।। आयाति लक्षमित्याख्यद्दस्यूनां शकुनस्ततः । किमायातीत्यपृच्छच्च दस्युराड़ द्रस्थितं नरम्।।१५६।। आगच्छन्भिक्षुरेकोऽस्ति न कश्चित्तादृशोऽपरः । इत्यशंसद् द्रुमारूढश्चौरसेनापतेः स तु।।१५७।। साधुस्तत्राथ सम्प्राप्तस्तैर्विधृत्य निरूपितः । किमप्यर्थमपश्यद्भिर्मुमुचे च मलिम्लुचैः ।।१५८ ।। एतल्लक्षं प्रयातीति व्याहरच्छकुनः पुनः । मुनि चौरपतिः प्रोचे सत्यं ब्रूहि किमस्ति ते? ।।१५९।। वेश्याकृतेऽस्य वंशस्यान्तः क्षिप्तो रत्नकम्बलः । अस्तीत्युक्ते मुनिश्चौरराजेन मुमुचे च सः ।।१६० ।। स समागत्य कोशायै प्रददौ रत्नकम्बलम्। चिक्षेप सा गृहस्रोतः पङ्के निःशङ्कमेव तम्।।१६१ ।। अजल्पन्मुनिरप्येवमक्षेप्यशुचिकर्दमे। महामूल्यो ह्यसौ रत्नकम्बलः कम्बुकण्ठि! किम्।।१६२ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org