________________
૭૪
ભાવતીર્થ - રત્નત્રયી
સુદર્શન જેવો સદાચારી ગૃહસ્થ મળે નહીં, મેં તેની નજરમાં ક્યારેય વિકાર જોયો નથી. રાજા કહે છે કે વાત બેસતી નથી. ત્યારે સૈનિકો પુરાવાઓની રજૂઆત કરે છે. વળી, પટ્ટરાણી પોતે જ કહે છે, છતાં રાજાના મગજમાં બેસતું નથી. સુદર્શન શેઠ તો પૌષધમાં કાઉસ્સગ્ગધ્યાનમાં ઊભા છે, રાણી કહે છે કે આ ધર્મનો ઢોંગ કરે છે, રાણીએ આક્ષેપ કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, છતાં રાજા હાથ જોડીને સુદર્શન શેઠને પૂછે છે, ‘શેઠ સત્ય શું છે, તે મારે તમારા મોઢે સાંભળવું છે.’ સગી પત્ની કહે છે તોપણ રાજા શેઠને પૂછે છે અને કહે છે કે જે સત્ય હોય તે કહો. મારે એકપક્ષી ન્યાય નથી તોળવો. તમે બચાવપક્ષે જે કહો તે સાંભળવા-વિચારવા હું તૈયાર છું.' પણ સુદર્શનશેઠ કાઉસ્સગ્ગધ્યાનમાં જ રહ્યા, એક અક્ષર પણ બોલતા નથી. રાજાએ એક-બે-ત્રણ વાર પૂછ્યું, પણ કાંઈ જવાબ મળતો નથી, રાજા થાકી ગયો. અહીં રાજનીતિ કહે છે કે વ્યક્તિ અપરાધના પુરાવા સાથે પકડાય તો રાજ્યે દંડ કરવો જ જોઈએ. તેથી રાજા કહે છે કે બધા સાંયોગિક પુરાવાથી સુદર્શનશેઠ ગુનેગાર સાબિત થાય છે. મારે ન છૂટકે કાયદા મુજબ કડકમાં કડક સજા કરવી પડશે, આની સજા દેહાંતદંડ સિવાય બીજી ન હોય. સામાન્ય સ્ત્રી સાથે આવું વર્તન કરે તોપણ કડક સજા થાય, તો આ તો પટ્ટરાણીના મહેલમાંથી પકડાયેલ છે, એટલે શિરચ્છેદની સજા નિશ્ચિત છે, આ સાંભળવા છતાં સુદર્શનશેઠ પોતાના બચાવ માટે એક અક્ષર પણ બોલતા નથી.
સભા : સુદર્શનશેઠના મૌન રહેવાથી ધર્મની નિંદા ન થાય ?
સાહેબજી : સુદર્શન શેઠ સમજે છે કે મોઢેથી બચાવ કરું તેનાથી ધર્મની નિંદા અટકશે નહીં, મારા ચારિત્ર્ય પર આવેલ આળ દૂર નહીં થાય. કારણ અત્યારે બધા જ પુરાવા તેમની વિરુદ્ધમાં છે. રાજાને સુદર્શનશેઠ પ્રત્યે અત્યંત વિશ્વાસ છે. તે માને છે કે આ મારા નગરનો મહાસદાચારી, ગુણિયલ, ધર્માત્મા શ્રાવક છે. આથી તે કદાચ માની જાય, પરંતુ આખી પ્રજા આવા સાંયોગિક પુરાવા પકડાયા પછી ન માને. લોકમાં તો દુર્જનો પણ હોય, જે આળનો સંશય ચગાવે. તેથી કલંકમાંથી અણીશુદ્ધ બહાર ન અવાય. સુદર્શન શેઠને તો સંપૂર્ણ કલંકરહિત બહાર આવવું છે. શેઠ સમજે છે કે હું ધર્મી છું. મારા કારણે ધર્મની નિંદા થાય છે. અંદરથી તેમનું હૃદય કપાઈ જાય છે, પરંતુ સમજે છે કે આવી કટોકટીમાં લૂલા મોઢાના બચાવથી કાંઈ નહીં થાય. તેથી પોતાને દેહાંતદંડની સજા સાંભળવા છતાં બચાવ માટે એક અક્ષર પણ નથી બોલતા.
આખા નગરમાં વાત ચાલુ છે કે ન બને તેવું બન્યું છે. લોકો બોલે છે કે સુદર્શન શેઠના જીવનમાં આવો દુરાચાર હોય તેવું વિચારવું પણ શક્ય નથી. શેઠની ધર્મપ્રિય તરીકે છાપ ગજબની છે. પ્રજા-રાજા સૌ વિમાસણમાં છે. ન છૂટકે રાજાએ હુકમ કર્યો કે મોં પર મેશ લગાડી, ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફે૨વો અને પછી શૂળી પર ચઢાવો.
નગરના માર્ગો પર ફે૨વતા-ફે૨વતા સરઘસ તેમના ઘર પાસેથી નીકળ્યું છે. તેમનાં પત્ની મનોરમા, જે મહાશ્રાવિકા છે, તે સાંભળે છે કે પતિ રંગે હાથે પકડાયા છે, જેથી રાજાએ સજા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org