________________
૮૦
ભાવતીર્થ - રત્નત્રયી વીરપ્રભુના શાસનમાં મુક્તિ થઈ નથી. તેથી ત્રીજી પાટપરંપરા સુધી સંપૂર્ણ મોક્ષમાર્ગ વહેતો રહ્યો તેમ કહેવાય. આ જ રીતે ઋષભદેવ ભગવાનના શાસનમાં પ્રભુની તીર્થસ્થાપના પછી અંતર્મુહૂર્તમાં મોક્ષ ચાલુ થયો, અને અસંખ્ય પાટ સુધી વહેતો રહ્યો. આ રીતે દરેક તીર્થકરના શાસનમાં પરિપૂર્ણ રત્નત્રયીમાર્ગનો પ્રારંભ અને અંત આગમોમાં દર્શાવ્યો છે, જેનો “યુગાન્તકૃભૂમિ' અને પર્યાયાન્તભૂમિ' શબ્દો દ્વારા વિભાગ કર્યો છે. અહીં અત્તકૃદુ એટલે સંસારના અંતને કરનાર, ભૂમિ એટલે કાળ. યુગ શબ્દનો અર્થ પાટપરંપરા છે, પર્યાય શબ્દનો અર્થ પ્રભુનો કેવલજ્ઞાનપર્યાય છે. પ્રભુના કેવલજ્ઞાન સમયથી મુક્તિગમનનો કાળ તે પર્યાયાન્તકૃભૂમિ છે, અને પ્રભુની પાટપરંપરાની સંખ્યાની અપેક્ષાએ મોક્ષગમનનો કાળ તે યુગાન્તકૃદુભૂમિ છે. આ વ્યવહારનયની અપેક્ષાએ માર્ગ વહેતો થયો અને બંધ થયો તેવાં વિધાન છે. કારણ કે તે નય અધિગમથી પ્રાપ્ત થતા ગુણોની જ વિવક્ષા કરે છે, જ્યારે નિશ્ચયનયની અપેક્ષાએ તો સર્વ કાળમાં માર્ગ ખુલ્લો જ છે. નિસર્ગની સાધનામાં કાળનું બંધન નથી. ચોથા રત્નત્રયીરૂપ ભાવતીર્થની આ સંક્ષેપમાં વિચારણા કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org