________________
ભાવતીર્થ - રત્નત્રયી
પ૧ શ્રદ્ધાળુ છો; કારણ કે સંસારમાં શ્રદ્ધા ન રાખો તો જીવી જ ન શકો. ઘરમાં પત્ની પર વિશ્વાસ છે કે રાંધે છે તેમાં ઝેર નહીં નાંખે. જોકે ઘણાની પત્નીઓએ ઝેર નાખીને મારી નાંખ્યાના દાખલા રોજ બને છે, ખાનદાન કુટુંબમાં પણ આવા કિસ્સા બને છે, છતાં વિશ્વાસ રાખો છો એટલે કુટુંબમાં રહ્યા છો; તે જ રીતે વેપારમાં, વ્યવહારમાં વિશ્વાસ રાખીને જ જીવો છો, શ્રદ્ધા વિના તમે સંસારમાં ડગલું પણ ભરી શકો તેમ નથી. દર્શન વિના સંસાર ચાલે જ નહીં. તમે જે રીતે સામાજિક, આર્થિક, કૌટુંબિક જીવન જીવો છો, તે દ્વારા જે લાભ મેળવો છો, તે મેળવવા માટે તમારે પરસ્પર જબરદસ્ત વિશ્વાસ રાખવો જ પડે છે. ઘણી વખત વિશ્વાસ ઠગારો નીવડે તોપણ, મન મનાવી પાછો વિશ્વાસ સ્થિર કરો છો. સંસારના વિશ્વાસને ભગવાન મિથ્યા એ કારણથી કહે છે, કે તે તમામ વિશ્વાસ આજ નહીં તો કાલ, એક રીતે યા બીજી રીતે, ખોટા પડવાના જ છે, ઠગારી નીવડવાના જ છે.
સભા : અમને પત્ની પર વિશ્વાસ છે કે ઝેર નહીં આપે, તો તે ખોટો વિશ્વાસ છે ?
સાહેબજી : તમારું પુણ્ય હશે તો કદાચ બહારનું ઝેર નહીં આપે, પણ અંદરનું ઝેર તો આખો દિવસ આપે જ છે. સુબાહુકુમારને મા કહે છે : “તું દિક્ષા લઈશ તો તારી આ ૫૦૦ યુવાન રાણીઓનું શું થશે ?' ત્યારે સુબાહુકુમાર કહે છે : “ઘરમાં એક નાગણ નીકળે તો ઊંઘ ન આવે, તો ૫૦૦ નાગણો સાથે મા હું કેવી રીતે રહું?” આ ઉપમા સત્ય લાગવી જોઈએ. સુબાહુકુમાર અસત્ય બોલ્યા તેવું શાસ્ત્રમાં કહ્યું નથી. એ જેને નાગણ કહે છે તેને તમે નાગણ માનો છો ? શાસ્ત્ર કહે છે કે પુરુષ માટે સ્ત્રી નાગણ છે અને સ્ત્રી માટે પુરુષ નાગ છે. આખો દિવસ ડંખ મારે તેવો છે. અહીં સમજાવું જોઈએ કે વિજાતીયમાં વાસનાને પ્રદીપ્ત કરવાનું બીજ પડ્યું છે. કાતિલ સાપ કરડે અને તમને ચોવીસ કલાક જે બળતરા થાય, તેના કરતાં કાળજાને કાપી નાંખે તેવી વાસનાની પીડા આ નાગ-નાગણ એકબીજાને કરે છે. કેટલા તો આ સંસારમાં વાસનાની પીડા સહન ન કરી શકવાથી આપઘાત કરીને મરે છે, જીવતાં
૧. હવે સુબાહુકુમાર એમ વિનવે અમે લઈશું સંજમભાર, માડી મોરી રે, મા મેં વીર પ્રભુની વાણી સાંભળી તેથી મેં જાણ્યો અથિર સંસાર, માડી મોરી રે, હવે હું નહીં રાચું રે (આ) સંસારમાં..૧ હાંરે જાયા ! તુજને પરણાવી પાંચસેં નારીઓ રૂપે અપછરા સમાન, જાયા મોરા રે, ઊંચા તે કુળમાં ઉપની રહેવા પાંચશે પાંચશે મહેલ, જાયા મોરા રે, તુજ વિના ઘડીય ન નીસરે...૮ હાંરે માડી ! ઘરમાં જો નીકળે એક નાગણી સુખે નિદ્રા ન આવે લગાર, માડી મોરી રે, તો પાંચશો નાગણીઓમાં કેમ રહું મારું મનડું આકુળ-વ્યાકુળ થાય, માડી મોરી રે, હવે હું નહીં રાચું રે (આ) સંસારમાં...૯
(સૌભાગ્યવિજયની સુબાહુકુમારની સઝાય ગાથા-૧-૮-૯) * स्मराग्निना प्रदग्धानि शरीराणि शरीरिभिः । शमाम्भसा ह्यसिक्तनि निर्वृत्तिं नैव भेजिरे।।९२।। अग्निना तु प्रदग्धानां शमोऽस्तीति यतोऽत्र वै। स्मरवह्निप्रदग्धानां शमो नास्ति भवेष्वपि ।।९३।। मदनोऽस्ति महाव्याधिदुश्चिकित्स्यः सदा बुधैः। संसारवर्धनोऽत्यर्थं दुःखोत्पादनतत्परः ।।९४ ।। यावद्यस्य हि कामाग्निर्हदये प्रज्वलत्यलम्। आश्रयन्ति हि कर्माणि तावत्तस्य निरन्तरम्।।९५ ।। कामाऽहिदृढदष्टस्य तीव्रा भवति वेदना। यया सुमोहितो जन्तुः संसारे परिवर्तते।।९६।।
(ज्योतिविजयजी कृतम् श्री तत्त्वामृतम्)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org