________________
ભાવતીર્થ - રત્નત્રયી
૫૩ મિથ્યાદર્શન કહેવું નથી. સમ્યગ્દષ્ટિ પણ દેહમાં રહે, છતાં માને કે આ દેહ મને ગમે ત્યારે દગો દેશે. તેથી જ્યારે મરવાનું આવે તો તેને હતાશા ન થાય. તે તૈયારી કરીને જ બેઠો હોય. પુણ્યથી રહેવા બંગલો મળ્યો હોય, પણ તે મને કાયમ સુખ-શાંતિ આપશે, મારા માટે સદા આશ્રયસ્થાન છે, તેવો આંધળો વિશ્વાસ રાખ્યો હોય, તો તેને ચોવીસે કલાક મમત્વથી બંગલાની ચિંતા રહેશે. જોકે બંગલાને તમારા પર મમત્વ નથી, તેને તમે મરો કે જીવો તેની કોઈ પડી નથી. તે તમારી ઇચ્છાથી ટકવાનો કે તૂટવાનો નથી; છતાં ખોટી માલિકીયતનો આંધળો વિશ્વાસ રાખ્યો, એટલે જીવતાં પણ દુઃખ અને મરતાં પણ અવશ્ય દુઃખી થવાનું. કેટલાકના મકાન તેમની સામે જ સળગીને કે ધરતીકંપથી તૂટીને ખલાસ થઈ ગયાં, પોતે પણ તેમાં શેકાઈને કે દબાઈને મરી ગયા. તમારું પુણ્ય હોય તો તમે બચી જાઓ, અરે ! તમારો બંગલો પણ બચી જાય, આખી જિંદગી બંગલો સલામત રહે, તોપણ મૃત્યુ વખતે તેમાંથી બહાર કાઢશે જ.
સભા : જલદી કાઢો, એમ કહેશે.
સાહેબજી : બધું પ્રત્યક્ષ જ જુઓ છો, છતાં અસર થતી નથી. તમારી શ્રદ્ધાનો સો વાર ભંગ થતો દેખાય તોપણ તમારો વિશ્વાસ અડગ છે, કે “એને જે થયું તે મને નહીં થાય.' જોકે તમને કોણે guarantee આપી તે ખબર જ નથી. મહાભારતમાં લખ્યું છે કે “તળાવ પર તરસથી પાણી પીવા ગયેલ યુધિષ્ઠિરને યક્ષે પૂછ્યું : “આ જગતનું મહાન આશ્ચર્ય શું ?” તો યુધિષ્ઠિર કહે છે : “આ જગતમાં મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે સૌ લોકો બીજાને મરતા જુએ છે, તેમને ઘરની બહાર કાઢે છે, સ્મશાનમાં બાળી આવે છે, છતાં “હું ક્યારેય મરવાનો નથી” એ રીતે જ જીવે છે. તમે કહો કે પ્રત્યક્ષ હોય તો માનીએ. આ બધું પ્રત્યક્ષ જ છે, છતાં મન સ્વીકારતું નથી; કારણ કે મિથ્યાદર્શનની અંધશ્રદ્ધાનાં મૂળિયાં ઘણાં મજબૂત છે.
સભા : આખો દિવસ મરવાનો જ વિચાર કરવાનો ?
સાહેબજી : સતત મરવાનો વિચાર કરવાનું નથી કહ્યું, માત્ર સત્ય છે તેનો નિર્ણય અને સ્વીકાર કરવાનું કહ્યું છે. હજારોના જીવનમાં જે પ્રત્યક્ષ છે તેને અવગણવાથી સુખી નહીં થવાય. કેટલાયે પોતાના જીવનમાં દેહને જીવની જેમ સાચવ્યો, સતત પંપાળીને પૂજ્યો, દિનરાત તેની સેવા-ચાકરી-માવજત કરી; તોપણ દેહે તેમની હાલત શું કરી ? તે વિચારવું જોઈએ. છતાં તમારા જીવનમાં દેહને સર્વસ્વ માનો તે તમારો ખોટો વિશ્વાસ છે. એક માણસ માટે બજારમાં સો કડવા અનુભવ થાય અથવા સો જણા કહે કે આ ગુંડો છે, એવચની છે, તો તમારો તેના પર આંધળો વિશ્વાસ રહે ? તેમ સત્ય વિચારતાં સંસારમાંથી જે દિવસે તમારી શ્રદ્ધા ખસી જશે તે દિવસે આપમેળે સમ્યગ્દર્શન પેદા થશે. તમારા જીવનમાં જેટલા મિથ્યા વિશ્વાસ છે, તે બધા વીણી વીણીને કાઢી નાંખો. જે શરણ છે તેના પર જ શરણની બુદ્ધિ
१. प्रणयविहीने दधदभिषङ्गम्, सहते बहुसन्तापम् । त्वयि नि:प्रणये पुद्गलनिचये, वहसि मुधा ममतातापम् ।।६।।
(૩૫. વિનયવિનયની વિરચિત શાન્તસુધારસ ઢાત્ર-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org