________________
ભાવતીર્થ - રત્નત્રયી
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । સમયવિસામાં, સાસનું બિળાનું અલિબાનું ||૧||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
આત્માના સર્વ ગુણોનો રત્નત્રયીમાં સમાવેશ :
ભાવતીર્થંકરો કેવળજ્ઞાન પામ્યા ત્યારથી સ્વયં કૃતકૃત્ય છે, હવે તેમને તરવાની કોઈ અપેક્ષા નથી. તેમના આત્મામાં રહેલ તીર્થંકરનામકર્મ તેમની પાસેથી ધર્મતીર્થની સ્થાપનારૂપે ઉત્કૃષ્ટ સત્કાર્ય કરાવે છે. પ્રથમ દેશનામાં જ ગણધરોની સ્થાપના કરી તેમને દ્વાદશાંગીનું પ્રદાન કરી સમગ્ર ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે. જે જે લાયક જીવો ભવચક્રમાંથી તરવા ઇચ્છે તેમને પ્રભુ જીવનભર પૃથ્વીતલ પર વિચરીને રત્નત્રયીનું પ્રદાન કરે છે. આ રત્નત્રયી એ જ છે કે જેનું સેવન કરીને પોતે તીર્થંક૨૫૬ સુધી પહોંચ્યા છે. તે રત્નત્રયી જ સર્વ જીવોને તારનારી છે, એમ જાણતા પ્રભુ સૌને તેનું વિધિપૂર્વક દાન કરે છે. આત્મકલ્યાણના માર્ગમાં આત્માએ વિકસાવવા લાયક જેટલા આધ્યાત્મિક ગુણો છે, તે સૌનો આ રત્નત્રયીમાં સમાવેશ થઈ જાય છે. આમાં કોઈ ગુણનું સીધું નામ નથી, છતાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર આ ત્રણ અનેક ગુણોના સમૂહરૂપ જ છે. આત્માના તમામ ગુણોનું યથાર્થરૂપે હિતકારી દર્શન થાય એટલે સમ્યગ્દર્શન આવે. તે સર્વ ગુણોના પ્રગટીકરણના પૂર્ણ ઉપાયો આદિ સમજાય તે સમ્યજ્ઞાન. અને સર્વ ગુણોનું પુરુષાર્થ દ્વારા પ્રગટીકરણ અને સેવન તે સમ્યક્ચારિત્ર. આત્માના સર્વ ગુણોને પ્રાપ્ત કરવાના આ ત્રણે સાચાં માધ્યમ છે. તેમાં ગતિ કરનાર આત્મા ધીરે ધીરે સર્વ ગુણોને વિકસાવે છે.
૬૩
‘ચૌદ ગુણસ્થાનકરૂપ મોક્ષમાર્ગમાં રત્નત્રયીની ઉત્તરોત્તર પ્રવર્ધમાનતા :
આધ્યાત્મિક ગુણોના વિકાસની ભૂમિકાને જ્ઞાનીઓએ ગુણસ્થાનક કહ્યું છે. સમગ્ર મોક્ષમાર્ગને સંક્ષેપમાં ચૌદ ગુણસ્થાનકોમાં વહેંચી બતાવ્યો. અહીં ખૂબી એ છે કે મોક્ષે પહોંચવા ઇચ્છનારા
१. केवलमनवरतमेतदेव ज्ञानदर्शनचारित्ररूपं त्रयमुत्तरोत्तरक्रमेण विशिष्टं विशिष्टतरं विशिष्टतमं भवता यत्नेनाऽऽ सेवनीयं, एवमाचरतस्ते भविष्यति रागादिरोगोपशमो, नान्यथेति ।
Jain Education International
(૩પમિતિ॰ પ્રસ્તાવ-૨) * तदा भवति गुरोरयमभिप्रायः यथा- कथं पुनरेषोऽस्माद्रोगस्थानीयात् कर्मजालान्मोक्ष्यते ? पर्यालोचयतश्च तात्पर्यपर्याकुलेन चेतसा सुदूरमपि गत्वा पुनरेतदेव ज्ञानदर्शनचारित्ररूपत्रयं भेषजत्रयकल्पं तन्मोचनोपायः प्रतिभासते, नापरः ।
(૩૫મિતિ॰ પ્રસ્તાવ-)
For Personal & Private Use Only
www.jainelibrary.org