________________
૩૯
ભાવતીર્થ – રત્નત્રયી છે અને ફળ મોક્ષ છે. વળી આ બીજ અવંધ્ય છે, એટલે નિયમા ફળ ઉત્પન્ન કરશે. અહીં સમ્યગ્દર્શન આદિ ગુણોનો જે અનુપમ સ્વાદ અને આનંદ છે, તે કણિયા જેવો છે; તેના પરથી સર્વાગી આનંદ મોક્ષમાં કેવો હશે, તે અનુમાન કરી શકો છો. વળી મોક્ષ એ કોઈ ચોક્કસ જગ્યા નથી, પરંતુ આત્માની શુદ્ધ અવસ્થા જ મોક્ષ છે. આત્મા સનાતન છે, તેથી જેણે આત્માને માન્યો તેને મોક્ષ માનવા નવા પુરાવાની જરૂર રહેતી નથી. અશુદ્ધ આત્મા તે સંસાર, શુદ્ધ આત્મા તે મોક્ષ. અંશાત્મક રત્નત્રયીયુક્ત આત્મા સાચો સાધક, પરાકાષ્ઠારૂપ રત્નત્રયીયુક્ત આત્મા તે મોક્ષ. જે મોક્ષના ઉપાદાનકારણને સમજશે, તેને મોક્ષ ગહન નહીં લાગે. મોક્ષે ધીમી કે ઝડપી ગતિએ જવા માર્ગ રત્નત્રયી જ છે, તે બીજરૂપે આત્મામાં વાવી દો એટલે કલ્યાણ નિશ્ચિત.
આ દુનિયામાં જેટલી પણ નવી વસ્તુઓ પેદા થાય છે તે સૌનું ઉપાદાનકારણ અવશ્ય હોય છે. સર્વ કારણમાં ઉપાદાનકારણ ફળની સૌથી નજીક છે. ટેબલના જે ગુણધર્મો છે તેની સૌથી વધારે હયાતી લાકડામાં જ મળશે. ઘડામાં જે ગુણધર્મો છે તેમાંના મોટાભાગના ગુણધર્મો માટીમાં મળશે; કારણ કે માટી જ સ્વયં ઘડારૂપે બની છે. ઘડાને પણ સૌથી વધારે નિકટતા માટી સાથે જ રહેશે. તેમ રત્નત્રયી એ મોક્ષનું સૌથી સમીપવર્તી કારણ છે. તેથી પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ અધ્યાત્મસારમાં રત્નત્રયીને જ મોક્ષ કહ્યો. માટી એ જ ઘડો છે, કુંભાર કામે લાગે એટલી વાર છે. તેમ મોક્ષ રત્નત્રયી છે, અને રત્નત્રયી એ જ મોક્ષ છે. અપેક્ષાએ આ વિધાન પણ કરી શકાય. તેથી આ દુનિયામાં મોક્ષ નથી એમ કહેવાનો chance નથી. પ્રત્યક્ષસિદ્ધ રત્નત્રયી, તેની પૂર્ણતા એ મોક્ષ :
આ દુનિયામાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર નથી તેવો કોઈ દાવો ન કરી શકે. અવલોકનથી કબૂલ કરવું જ પડે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર છે. જેમ મિથ્યાદર્શનમિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર પ્રત્યક્ષ દેખાય છે, જેનાથી લોકો જીવનમાં ઊંધે માર્ગે ચડે છે, હેરાન થાય છે, દુઃખ-ત્રાસ પામે છે, દારૂ-સિગારેટ-તમાકુ આદિ વ્યસનો સેવીને ઘણા દુઃખી થાય છે, તેનું પ્રેરકબળ તેમનામાં મિથ્યાજ્ઞાન આદિ અવશ્ય માનવું પડે. તેમ તેનું વિરોધી અને હિતકારી વર્તનનું પ્રેરક સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર પણ અવશ્ય માનવું જ પડે. વીરપ્રભુના ગણધરોમાં છેલ્લા ગણધરને શંકા હતી કે મોક્ષ છે કે નહીં ? પ્રભુએ તેનું સમાધાન આપતાં १. द्रव्यमोक्षः क्षयः कर्म-द्रव्याणां नात्मलक्षणम्। भावमोक्षस्तु तद्धतुरात्मा रत्नत्रयान्वयी।।१७८ ।। ज्ञानदर्शनचारित्रैરાત્મક્ય નમતે યા Íા પિતાનીવ, ભવન્યાશુ તવા પૃથT૭૨ાા તો રત્નત્રયં મોક્ષઃ ... T૨૮૦ના
(મધ્યાત્મસાર, વિહાર-૧૮) २. प्रभुमागात् प्रभासोऽपि तमूचे भगवानपि। निर्वाणमस्ति नो वेति प्रभास! तव संशयः ।।१५६।। मा संशयिष्ठा निर्वाणं मोक्षः कर्मक्षयः स तु। वेदात् सिद्ध कर्म जीवाऽवस्थावैचित्र्यतोऽपि च ।।१५७ ।। क्षीयते कर्म शुद्धस्तु ज्ञानचारित्रदर्शनैः। प्रत्यक्षोऽतिशयंज्ञानभाजां मोक्षस्तदस्ति भोः! ।।१५८।। प्रतिबुद्धः प्रभासोऽपि स्वाम्युपन्यस्तया गिरा।
(faષષ્ટિશતાવાપુરુષચરિત્ર પર્વ-૨૦, સ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org