________________
૭૦
ભાવતીર્થ : રત્નત્રયી કહ્યું કે “રત્નત્રયી એ મોક્ષનો અવંધ્ય ઉપાય છે. જેનો ઉપાય હોય તેનું વિશ્વમાં ફળ ન હોય તેવું બને નહીં. તેથી સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રનું અસ્તિત્વ જ મોક્ષના અસ્તિત્વનો પુરાવો છે.” વળી તે ઉપાદાનકારણ હોવાથી તેની પરાકાષ્ઠામાં જ મોક્ષ સમાય છે. રત્નત્રયીની પરાકાષ્ઠા આવે પછી દુઃખનો અંશ ટકી ન શકે. જે અંશમાત્ર દુઃખના અભાવયુક્ત પૂર્ણ સુખમય આત્માનું સ્વરૂપ છે તે જ મોક્ષ છે. આ દૃષ્ટિકોણથી વિચારનારને મોક્ષ ન સમજાય તેવું તત્ત્વ નથી. આંશિક રત્નત્રયી પ્રત્યક્ષ છે, તેના પ્રારંભથી મોક્ષમાર્ગનો પ્રારંભ છે, અને રત્નત્રયીની પૂર્ણતા એ જ મોક્ષ છે.
સભા : રત્નત્રયી શું છે તે જ ખબર નથી, તો મોક્ષ કેવી રીતે ખબર પડે ?
સાહેબજી ઃ ખાલી વાતો કરનારને રત્નત્રયીનો અનુભવ ન થાય. અનુભવ કરવો હોય તો સાધના કરવી પડે. સંસારમાં પણ શ્રેષ્ઠ વસ્તુ એમ ને એમ મળતી નથી. સ્વયં પુરુષાર્થ કરવો પડે. છતાં સમજવા માટે સમ્યગ્દર્શન-મિથ્યાદર્શન, સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાનના ભાવોને compare કરો, (સરખાવો), પછી જાતે નક્કી કરો કે કયો પરિણામ સુખ-શાંતિદાયક છે, અને કયો પરિણામ દુઃખ-અશાંતિદાયક છે.
સભા : મોક્ષનું સુખ કેવું છે ?
સાહેબજી : તે આત્માના અનંત ગુણોનો આસ્વાદ છે. રસ એટલો બધો છે કે પૂરો જ ન થાય, ખૂટે જ નહીં, પરંતુ જેને દોષોમાં મહાલવાની મજા આવતી હોય અને હજી ગુણનું આકર્ષણ જ થયું નથી, તેને સમજાવું શક્ય નથી. મોક્ષના સુખને સમજવા માટે પૂર્વશરત જ વિશુદ્ધ ગુણોનું આકર્ષણ-ગુણાનુરાગ છે.
સભા : દોષો વહાલા નથી લાગતા પણ તેનું આચરણ થઈ જાય છે.
સાહેબજી : પોતાના દોષો વહાલા છે તેનો પુરાવો એ છે કે બીજાના દોષો જુઓ તો ઊછળી પડો છો, નાનો દોષ પણ બીજાનો જોયા પછી અનેકને કહો નહીં ત્યાં સુધી શાંતિ થતી
* अथ प्रत्यासत्तेरेवानन्तरोक्तस्यैव प्रतिविधानमाहपडिवज्ज मण्डिओ इव वियोगमिह कम्म-जीवजोगस्स। तमणाइणो वि कंचण-धाऊण व णाण-किरियाहिं TI૧૨૭૭|| "अणाइणो वि त्ति" अनादेरपि जीव-कर्मसंयोगस्य "तं" इति त्वं प्रतिपद्यस्व वियोगम्, बन्ध-मोक्षवादे मण्डिकवत्। कयोरिव यो वियोगः?। काञ्चन-धातुपाषाणयोरिव। किं निर्हेतुक एव जीव-कर्मणोवियोगः? । न, इत्याह-ज्ञान-क्रियाभ्याम्। इदमुक्तं भवति-नायमेकान्तो यदनादिसंयोगो न भिद्यते, यतः काञ्चन-धातुपाषाणयोरनादिरपि संयोगोऽग्न्यादिसंपर्केण विघटत एव, तद्वज्जीवकर्मसंयोगस्यापि सम्यग्ज्ञान-क्रियाभ्यां वियोगं मण्डिकवत त्वमपीह प्रतिपद्यस्वेति ।।१९७७।।
(વિશેષાવણમાણ મા-૨, વક-૨૨૭૭ ખૂન-ટીવા) * असदुत्पद्यते तद्धि विद्यते यस्य कारणम्। शशशृङ्गाद्यनुत्पत्तिर्हेत्वभावादितीष्यते।।
(યોગશર, બ્રોવર-૭ર ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org