________________
૩૮
ભાવતીર્થ - રત્નત્રયી “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પેદા થાય તેણે સમજી લેવાનું કે તેનો બેડો પાર થઈ ગયો; કારણ કે આ વાંઝિયું બીજ નથી. આ બીજ એવું છે કે જેમાં ફળપ્રાપ્તિની guarantee છે.
સભા : અત્યાર સુધી બીજ વિનાનો ધર્મ કર્યો, માટે સંસારમાં રખડ્યા છીએ ?
સાહેબજી : હા, તેમાં શંકાને સ્થાન નથી. જેના આત્મા પર બીજરૂપ ધર્મ વવાય તેનો સંસાર લાંબો ટકે જ નહીં. બીજાધાન પછી પતિત થઈને મહાપાપ કરનારનો પણ ઉત્કૃષ્ટથી પુદ્ગલપરાવર્ત અંદરનો સંસાર કહ્યો છે. બીજ મેળવ્યા પછી ન પડનાર તો સંસારનો મહેમાન છે. કર્મસત્તા હવે તેની સરભરા કરશે. જેણે બીજરૂપ ધર્મ કર્યો છે તેનો પણ ભવ સફળ કહ્યો છે. બીજ વગરનો ધર્મ હોય તો જ દીર્ઘ સંસાર ટકે. બીજ પાડવું પણ સામાન્ય નથી. અનંત કાળમાં જીવે બીજ જ નથી પાડ્યું, તે જ તેની મોટામાં મોટી ખામી છે. બીજ વગરનો ધર્મ તે પ્રાણ વગરનો ધર્મ છે. બીજરૂપ ધર્મ વિકાસ પામી આગળના ધર્મમાં convert (સંક્રમિત) થાય, તે ધર્મ વળી તેનાથી આગળના ધર્મમાં convert થાય, એમ અંતે મોક્ષરૂપી પરમ ફળને પ્રગટાવી વિરામ પામે. અવંધ્ય બીજમાં વિકાસની આ જ પ્રક્રિયા છે. આંશિક રત્નત્રયી પણ ક્યારેય વાંઝિયું ન બને તેવું મોક્ષનું બીજ છે. તેથી બીજપ્રાપ્તિ પણ મહાન યોગ છે. બીજ અને ફળના સંબંધથી મોક્ષની સિદ્ધિ :
અહીં બીજ અને ફળના સંબંધથી મોક્ષને પણ સમજવા જેવો છે. અત્યારે ઘણાને મોક્ષ શું છે ? તે છે તેનો પુરાવો શું ? મોક્ષ કોણે જોયો છે ? ત્યાંથી કોઈ જાણી કહેવા આવતું નથી, ખાતરી માટે આપણી પાસે કોઈ ઉપાય નથી, આવા તર્ક-વિતર્કો થાય છે; કારણ કે તેમને મોક્ષનું ઉપાદાનકારણ જ સમજાયું નથી. જેને ઉપાદાનકારણ ઓળખાય તેને ફળની પણ ઝાંખી ઓળખ થઈ જ જાય. હકીકતમાં ઉપાદાનકારણ એનું નામ છે કે જેમાં ફળના બધા ગુણધર્મો અંશથી હોય. કેરીના બધા અંશો કેરીના ગોટલામાં હોય જ. લીંબોળીનો એક પણ અંશ કેરીના ગોટલામાં હોતો નથી. અરે ! આગળ વધીને રાજાપુરીના ગોટલામાં હાફુસ કેરીના અંશો પણ સંપૂર્ણપણે નથી હોતા. તેથી ફળની તમામ ખાસિયતો, તેના ગુણધર્મો તેના ચોક્કસ બીજમાં જ અંશાત્મક સમાયેલા હોય છે. આ દુનિયામાં જેટલાં પણ ફળદાયી બીજ છે તે બધામાં તે તે ફળના અંશ હોય જ છે. તેથી બીજ દ્વારા ફળનો અંદાજ માંડી શકાય છે. તેથી મોક્ષમાં શું છે ? મોક્ષ છે કે નહીં ? છે તો કેવો છે ? આ બધાનો પ્રત્યક્ષ જવાબ એ જ છે કે આત્મામાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્રરૂપ જે રત્નત્રયી રહેલી છે, જે સંસારી આત્મામાં જ હયાત છે, તેને બરાબર ઓળખી લો, તો તેના પરથી ફળની કલ્પના થઈ શકશે. આ રત્નત્રયી બીજ १. एष-सम्यग्दर्शनकालीन आज्ञायोगः, प्रदीपः कज्जलमिव उत्तरं धर्म-देशविरत्याद्यनुष्ठानम्, अनुबध्नाति संतत्या सन्निधापयति। प्रदीपस्थानीयं हि सम्यग्दर्शनम् प्रकाशकत्वात्, कज्जलस्थानीयं चोत्तरधर्मम् भावचक्षुर्निर्मलताधायकत्वात्; निर्वातस्थाननिवेशोचितश्चाज्ञायोगः, ततः कार्यानुबंधाऽविच्छेदादित्यवधेयम्।।५४ ।।
(ઉપદ્રેશરદી , સ્નો-૬૪, ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org