________________
૩૭
ભાવતીર્થ - રત્નત્રયી
ઓજાર કે સુથારમાંથી ટેબલ નથી બન્યું. સુથાર દ્વારા ટેબલ બન્યું છે, સુથાર પોતે ચેતન છે, તે સ્વયં ટેબલ બનવાનો નથી. ટેબલ જડ છે, પરંતુ લાકડું ઘાટ પામીને ટેબલ બની જાય છે. સુથાર મરી જાય તોપણ ટેબલ ટકી શકે છે, પણ ટેબલમાં રહેલું લાકડું બળી જાય તો ટેબલનું અસ્તિત્વ નહીં ટકે. તેથી લાકડું અને ટેબલ અપેક્ષાએ અવિભાજ્ય અસ્તિત્વ ધરાવે છે. ટેબલ વિના લાકડું હતું, પણ લાકડા વિનાનું ટેબલ નહીં હોય. તેથી ઉપાદાનકારણ સર્વ કારણોમાં મહત્ત્વનું કારણ છે, જે ફળ પેદા કરવામાં પાયારૂપ છે. તે સ્વયં જ પરિવર્તન પામીને ફળ બની જાય છે. જે બીજ પોતે જ કાળાંતરે ફળરૂપે નીપજે છે, તે બીજને ઉપાદાનકારણ કહેવાય છે. આત્માનો મોક્ષ કરવો હોય તો તે મોક્ષ પામવા ગુરુ, શાસ્ત્રો, સંઘ આદિ સર્વ નિમિત્તકા૨ણો છે; જ્યારે ઉપાદાનકારણ આત્માના આધ્યાત્મિક ગુણો છે. સર્વ ગુણોનો પરાકાષ્ઠાનો પ્રાદુર્ભાવ તે આત્માનો મોક્ષ છે. તે પરાકાષ્ઠાના ગુણો પ્રકટાવવા જે બીજરૂપ ગુણો છે, તે ઉપાદાનકારણ કહેવાય.
સભા ઃ ફળ પામવા નિમિત્તકારણ પણ જોઈએ ને ?
સાહેબજી : હું નિમિત્તકારણ છોડવાનું નથી કહેતો, પણ મહત્ત્વ નિમિત્તકારણનું વધારે કે ઉપાદાનકારણનું ? આ ચોથા ભાવતીર્થનું વર્ણન ચાલે છે, જે મોક્ષનું સીધું ઉપાદાનકારણ છે. રત્નત્રયી સ્વયં જ આત્મામાં મોક્ષરૂપે પરિવર્તન પામવાની છે. રત્નત્રયી વિનાનો મોક્ષ નથી. મોક્ષમાં આત્મામાં ક્ષાયિકભાવનું સમ્યગ્દર્શન છે. જેમ માટીમાંથી ઘડો પેદા થાય છે, તો માટી વિના ઘડાનું અસ્તિત્વ ન હોય; તેમ રત્નત્રયીયુક્ત આત્મામાંથી જ મોક્ષ પ્રગટે છે, તેથી મોક્ષ રત્નત્રયીશૂન્ય ન હોય. તમે વર્ષોથી ધર્મ કરો છો, પણ તમારી બુદ્ધિ સ્પષ્ટ નથી કે સાધના દ્વારા શું મેળવવાનું છે ? અને જે મેળવવાનું છે તેના બીજની શરૂઆત ક્યાંથી ? આ ગોટાળો શાસ્ત્રના અભ્યાસુઓમાં પણ ઘણીવાર જોવા મળે છે. સાદી સમજ એ છે કે કેરી પેદા થાય તેમાં બીજરૂપ કારણ તો ગોટલો જ બનશે. માટી, પાણી, આબોહવા, ખાતર, ખેડૂત આ બધા તો સહાયક કારણ બનશે. કેરીને પેદા કરવામાં બીજરૂપે કા૨ણ માટી કે ખેડૂત નહીં બની શકે. માટી સ્વયં પણ કેરી નહીં બનાવી શકે. કેરીનો ગોટલો જ કેરી બનાવી શકશે; કેમ કે તેમાં જ કેરીના geans પડ્યા છે. હા, તે ગોટલાનો વિકાસ કરવા, વૃદ્ધિ કરવા માટી, ખાતર કામ લાગે; પણ બીજ તો કેરીનો ગોટલો જ રહે. જેમ ફળરૂપ કેરી કાળાંતરે કેરીના ગોટલામાંથી જ બને, માટી-ખાતર કે લીંબોળી વગેરેમાંથી ન જ બને; તેમ મોક્ષરૂપી ફળનું બીજ રત્નત્રયીરૂપ ગુણો છે. આ ગુણો જ એવા બીજ છે કે જે વિકસિત થઈ અંતે મોક્ષરૂપ ફળ નીપજાવશે. તેથી આત્મા ગમે તેટલો ધર્મ કરે, પણ જો બીજરૂપ ધર્મ તેના આત્મામાં વવાયો (પ્રગટ્યો) નહીં હોય, તો સમજવાનું કે લાખ પ્રયત્ને પણ ફળ પેદા નહીં થાય. સુથારને ટેબલ બનાવવા માટે બધા જ ઓજાર આપો. સુથાર કલાકો સુધી મહેનત કરે, પણ કહો કે લાકડું નથી, તો ટેબલ બનાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org