________________
ભાવતીર્થ - રત્નત્રયી
તમામ જીવોએ આ ગુણસ્થાનકોમાંથી પસાર થવું જ પડે, પછી તે વ્યવહારથી જૈનશાસનમાં હોય કે જૈનશાસન બહાર હોય. જે જીવ સીધો સડસડાટ મોક્ષે જાય તેને ચૌદ ગુણસ્થાનકમાંથી અગિયાર ગુણસ્થાનકની જ જરૂર પડે. તેને બીજા-ત્રીજા અને અગિયારમા ગુણસ્થાનકને પામવાની જરૂર નથી. આત્મા વિશુદ્ધિના માર્ગમાં ચડે, પુરુષાર્થમાં કચાશ ન હોય તો સડસડાટ અગિયાર પગથિયાં ચડી જાય; પરંતુ સૌને સળંગ તેવી વિશુદ્ધિ આવે તેવો નિયમ નથી. એટલે ઘણા અટકી-અટકીને ચડે, ઘણા પતન પામીને પુનઃ પુનઃ ચડે. તેમ કોઈ જીવ સાધનામાં side track (આડમાર્ગ) રૂપ બીજા-ત્રીજા કે અગિયારમા ગુણસ્થાનકમાં પણ આવે. આ ત્રણ ગુણસ્થાનકો મોક્ષમાર્ગમાં side track (આડમાર્ગ) છે, છતાં અધ્યાત્મની વિશુદ્ધિથી ભરેલાં છે, તેથી ગુણસ્થાનક કહેવાય છે.
સભા ઃ અધ્યાત્મની વિશુદ્ધિથી ભરેલાં છે, તો side track (આડમાર્ગ) કેમ ?
સાહેબજી : આગળ રસ્તો બંધ છે, એટલે ત્યાંથી પાર પામવાનો અવકાશ નથી. તમે કોઈ નિસરણી ચડો, પરંતુ આગળ રસ્તો બંધ થતો હોય તો તેમાં જેમ પગથિયાં ચડો તેમ ઊંચે ચડશો, પરંતુ ઊંચે ચડ્યા પછી પહોંચવાની દિશા બંધ છે. તેથી ઉપર ન પહોંચી શકો. અધ્યાત્મના ક્ષેત્રમાં પહોંચવાનો સીધો short cut રસ્તો આ અગિયાર ગુણસ્થાનક છે : ૧-૪પ-૬-૭-૮-૯-૧૦-૧૨-૧૩-૧૪. નાકની દાંડીએ સડસડાટ ચાલવા જેવો આ મોક્ષમાર્ગ જ્ઞાનીઓએ બતાવ્યો. જીવ ઝડપથી ચડે કે ધીમે ચડે, જૈનશાસનમાંથી ચડે કે બહારથી ચડે, વચ્ચે-વચ્ચેનાં પગથિયાં કૂદીને ચડે કે તમામ સોપાનને સ્પર્શ કરીને ચડે, પણ ચડવું તો અનિવાર્ય છે જ. શાસ્ત્રોમાં આ દરેક ગુણસ્થાનકના આધ્યાત્મિક ભાવો, ગુણમય વિકાસ, આચારમાર્ગ, તેને પામવાના ઉપાયો-સાધનો આદિનું રજેરજ માહિતી સાથે વિસ્તારથી વર્ણન છે. ચડનારને માર્ગદર્શન માટે કોઈ કચાશ નથી. તે દિશામાં પુરુષાર્થ જોઈએ.
સભા : દીક્ષા લેવી જરૂરી છે ?
સાહેબજી : ભાવચારિત્ર વિના મોક્ષ નથી. દ્રવ્યચારિત્ર કોઈએ ન લીધું તોપણ મોક્ષ થયાના દાખલા છે, પરંતુ છઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શનારૂપ ભાવચારિત્ર વિના મોક્ષે ગયાનો કોઈ દાખલો નથી. તમને ભાવચારિત્ર જ ગમતું નથી, એટલે દીક્ષાનો ડર છે. જેને અહિંસા ગમે તેને અહિંસાના આચાર સાથે શું વાંધો હોય ? દ્રવ્યચારિત્ર તો ભાવચારિત્ર પામવાનું સાધન છે. સાધ્ય જોઈતું હોય એને સાધનની કામના આપમેળે થાય.
આધ્યાત્મિક વિકાસના ક્રમિક સોપાનરૂપ એક-એક ગુણસ્થાનક એવું છે કે તેમાં સમ્યગ્દર્શન* अपुनर्बन्धकाद्यावद्गुणस्थानं चतुर्दशम्। क्रमशुद्धिमती तावत्, क्रियाऽध्यात्ममयी मता।।४।।
(ધ્યાત્મિસાર, ગથિવાર-૨) * अत्र "ओघेन सामान्येन वीतरागवचने-वीतरागप्रतिपादितेऽपुनर्बन्धकचेष्टाप्रभृत्ययोगिकेवलिपर्यवसाने तत्तच्छुद्धसामाचारे,
(1શરદૃશ્ય, નોવ -૨૮ ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org