________________
ભાવતીર્થ - રત્નત્રયી
૧૭ જ ન શકે; કેમ કે ઓજારો ચલાવીને પણ છેલ્લે બધું ઘડતર તો લાકડા ઉપર જ કરવાનું છે. લાકડામાંથી જ ટેબલ બનવાનું છે. અરે ! લાકડું પોતે જ ટેબલરૂપે પરિવર્તન પામવાનું છે. તેમ તમારા આત્મામાં ગીતાર્થ ગુરુ, શાસ્ત્ર, સંઘ આદિના અવલંબનપૂર્વકની વિશાળ ધર્મપ્રવૃત્તિ કે આરાધના હોય, તમે તેમાં ઓતપ્રોત થઈ જાઓ, પરંતુ જો આત્મા પર બીજ ન હોય, તો શાસ્ત્ર કહે છે કે ફળ પેદા નહીં જ થાય. આપણા આત્માએ અનંતી વાર ધર્મ કર્યો; તે બીજ વગરનો ધર્મ હતો તેથી ફળ્યો નહીં. શાસ્ત્રમાં કહ્યું કે દાન-શીલ-તપની પ્રવૃત્તિ પણ સમ્યગ્દર્શન આદિ દ્વારા જ ફળદાયી છે, તે વિના નહીં. તેથી ફળની guarantee બીજમાં જ છે.
સભા : ઉપાદાન તો આત્મા જ છે ને ?
સાહેબજી : તમે ઉપાદાન આત્માને કહ્યો, મેં આત્માના આધ્યાત્મિક ગુણોને ઉપાદાન કહ્યા. આમાં નયોના અભિપ્રાયોનો જ તફાવત છે. ખાલી આત્મદ્રવ્યને ઉપાદાનકારણ માનીએ તો તે અનાદિથી છે, પરંતુ વિકારી આત્મા, દોષોથી ખદબદતો આત્મા, મોક્ષનું ઉપાદાનકારણ બનતો નથી. તેથી આંશિક શુદ્ધભાવયુક્ત આત્મદ્રવ્ય જ મોક્ષનું ઉપાદાનકારણ સ્વીકારવું પડે. અહીં શુદ્ધભાવયુક્ત આત્મદ્રવ્યને ઉપાદાનકારણ દ્રવ્યાર્થિકનય માનશે, જ્યારે રત્નત્રયીયુક્ત શુદ્ધભાવને જ મોક્ષનું ઉપાદાનકારણ પર્યાયાર્થિકનય માનશે. જેમ વિરતિયુક્ત આત્મા સામાયિક છે એવું દ્રવ્યાર્થિકનયનું વિધાન છે, જ્યારે સાવદ્ય યોગોની વિરતિ એ જ સામાયિક છે તેવું પર્યાયાર્થિકનયનું વિધાન છે. આવા પ્રત્યેક વિષયોમાં નયોના વિભિન્ન અભિપ્રાયો જૈન તત્ત્વજ્ઞાનમાં મળશે, જે વિચારસરણીનું વૈવિધ્ય સૂચવે છે, બાકી નયો કદાગ્રહયુક્ત ન હોવાથી પરસ્પરનો કોઈ વિરોધ નથી. બધા જ નયો આંશિક સાપેક્ષ સત્યને રજૂ કરે છે. આ નયવાદની વિશેષતા છે, મૂંઝાવાની જરૂર નથી. અત્યારે પર્યાયાર્થિકનય ઉસ્થિત નિશ્ચયનયમાન્ય ભાવતીર્થની રજૂઆત ચાલે છે. તેથી રત્નત્રયીને જ આત્માના મોક્ષનું ઉપાદાનકારણ કહું છું. જેને આત્મામાં કણિયા જેટલા પણ १. सम्यक्त्वसहिता एव, शुद्धा दानादिकाः क्रियाः । तासां मोक्षफले प्रोक्ता, यदस्य सहकारिता।।२।।
(મધ્યાત્મિસાર, ગથિયાર-૨૨) ૨. થે વિવાર્યતે ? ત્યાદजीवो गुणपडिवन्नो नयस्स दबट्ठियस्स सामइयं । सो चेव पज्जवट्ठियनयस्स जीवस्स एस गुणो।।२६४३।। जीव आत्मा गुणैः प्रतिपन्न(गुणप्रतिपन्नः) आश्रितः, द्रव्यमेवार्थो यस्य न तु पर्यायाः स द्रव्यार्थिकस्तस्य द्रव्यार्थिकस्य नयस्य मतेन सामायिकम्। इदमुक्तं भवति-गुणाः खल्वौपचारिकत्वादसन्त एव, द्रव्यव्यतिरेकेण तेषामनुपलम्भात्। ततश्च न्यग्भूतगुणग्रामो जीव एव मुख्यवृत्त्या सामायिकं न तु पर्याया इति द्रव्यार्थिकनयो मन्यते। आह- ननु रूपादयो गुणा यदि न सन्ति, तर्हि कथं लोकस्य द्रव्ये तत्प्रतिपत्तिः? उच्यते-भ्रान्तैवेयम्, चित्रे निम्नोन्नतप्रतिपत्तिवत्। इत्यस्य नयस्याभिप्रायः । स एव सामायिकादिगुणः पर्यायार्थिकनयस्य परमार्थतोऽस्ति, न तु जीवद्रव्यम्, यस्माज्जीवस्यैष गुणः, जीव इति तत्पुरुषोऽयम्, स चोत्तरपदप्रधानः, यथा तैलस्य धारा तैलधारेति, न चात्र धारातिरिक्तं किमपि तैलमस्ति। एवं ज्ञानादिगुणातिरिक्तंजीवद्रव्यमपि नास्तीति पर्यायार्थिकनयाभिप्रायः।। इति निर्यक्तिगाथार्थः ।।२६४३।।
(વિશેષાવિષ્યમાણ મા I-૨, સ્નો-ર૬૪૩, મૂત-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org