________________
૭૧
ભાવતીર્થ - રત્નત્રયી નથી. કોઈને કહ્યા વગર ચેન પડે નહીં. જ્યારે તમારા દોષો તેના કરતાં સો ગણા મોટા હોય તોપણ પચાવી જાઓ છો. સતત સાથે રહેનાર બાજુવાળાને પણ ખબર ન પડવા દો. તમારામાં તમારા દોષોને પચાવવાની અખૂટ શક્તિ છે. આ જ બતાડે છે કે તમને તમારા દોષો વહાલા છે.
સભા : અમે અમારા દોષ પચાવવા ગંભીર છીએ.
સાહેબજી : સ્વદોષને છાવરવા તે ગંભીરતા નથી, પણ માયા-કપટ-નિગૂઢતા છે. બીજાના દોષ પચાવવા તે ગંભીરતા છે. યોગ્ય સ્થળે સ્વદોષની જાણ કરી શુદ્ધિ કરવી તે વ્યક્તિત્વ સુધારવા કે જીવનને ઉન્નત કરવાનો ખરો ઉપાય છે.
તમારામાં સમ્યગ્દર્શન હોય તો તમારો આત્મા સહજતાથી કહે કે ગંભીરતામાં સુખ-શાંતિ છે અને ઉછાંછળાપણામાં, શુદ્ર-તુચ્છ વૃત્તિમાં, દુઃખ-અશાંતિ છે. સમ્યગ્દર્શન ગુણોમાં સતત સુખનું દર્શન કરાવે, દોષોમાં દુઃખનું ભાન કરાવે. તે નથી થતું એટલે મિથ્યાદર્શન છે. જોકે લોકવ્યવહારમાં પણ આ વાત પ્રત્યક્ષ છે કે ગંભીર માણસને ભૌતિક દૃષ્ટિએ પણ માનસિક શાંતિ ઘણી હોય છે, જ્યારે ઉછાંછળા બધે ભીંતની જેમ ભટકાય અને દુઃખી થાય. સ્વભાવમાં આ એક ગુણ આવે તોપણ પ્રચુર માનસિક શાંતિ અનુભવાય. ગંભીરતા ગુણ પર વિમલવાહન કુલકરના પૂર્વભવનું દષ્ટાંત :
આ ગંભીરતા ગુણ પર એક સરસ દૃષ્ટાંત યાદ આવે છે : ઋષભદેવ ભગવાનની સાતમી પેઢીએ તેમના પૂર્વજ વિમલવાહન નામના પહેલા કુલકર થઈ ગયા. તે યુગલિક થયા તેના આગલા ભવમાં શ્રેષ્ઠિપુત્ર છે. જોકે જીવનમાં ત્યારે મોટી કોઈ ધર્મ આરાધના કે વિશેષ સાધના નથી, પરંતુ પ્રકૃતિથી એવા સરળ, ધીર, ગંભીર છે કે ઘણું પુણ્ય બાંધે છે. સુંદર શ્રેષ્ઠી કન્યા સાથે તેમના વિવાહ થયા છે, પતિ-પત્ની વચ્ચે પરસ્પર ઘણો અનુરાગ છે, અત્યંત સુખી દાંપત્યજીવન છે. સંસારમાં ઘણાને દાંપત્યજીવન નામનું જ હોય, ખાલી સાથે રહેતાં હોય, પણ સહવાસનું કોઈ સુખ હોય નહીં. આ બંનેને પરસ્પર સંતોષ છે, સંપત્તિની અપેક્ષાએ અબજોપતિ ગૃહસ્થ છે, ભોગ-વૈભવનો પાર નથી. બંને રૂપ-કલા-ચતુરાઈમાં પરિપૂર્ણ છે. આ શ્રેષ્ઠિપુત્રનો એક જીગરજાન જન્મથી લંગોટિયો મિત્ર છે, જે સ્વભાવે શુદ્ર છે. તેને મિત્રતાના નાતે રોજ ઘરે આવવાનું બને. મિત્રપત્નીને પણ રોજ વારંવાર જોવા-મળવાનું થાય. તે રૂપ-કલાથી પરિપૂર્ણ છે, તેથી પેલા મિત્રને આકર્ષણ થયું. મનમાં આવો આવેગ પેદા થયા પછી તેનો સ્વભાવ શુદ્ર છે એટલે વિચારે છે કે જ્યાં સુધી આ મારા મિત્ર અને તેની પત્ની વચ્ચે અંતર ઊભું ન થાય ત્યાં સુધી આ મારી નહીં બને. આકર્ષણ અતિશય છે, તેથી સતત તેને મેળવવાના વિચારો કરે છે. તે માટે બંને વચ્ચે અણબનાવ કરાવવાની તક ગોતે છે. એમાં એક દિવસ એકાંત મળ્યું એટલે મિત્રપત્નીને કહે છે કે તમારા પતિને બીજી સ્ત્રીઓ સાથે રખડતાં મેં નજરોનજર જોયો છે. આમ આ મિત્ર ઘરના સભ્ય જેવો છે, શ્રેષ્ઠિપુત્ર સાથે પડછાયાની જેમ રહેનારો છે, તે જ ખુદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org