________________
ભાવતીર્થ - રત્નત્રયી
સભા ઃ ઇચ્છાનો અભાવ સુખ છે ?
સાહેબજી ઃ માત્ર ઇચ્છાનો અભાવ તો પત્થરમાં પણ છે, છતાં તેને સુખ પણ નથી અને દુઃખ પણ નથી; કારણ કે તે જડ છે. જડમાં સંવેદના હોતી જ નથી. આત્મા ચેતન છે, સતત સંવેદનયુક્ત છે. તમે તમારી ચેતનાનો સતત અનુભવ લઈ રહ્યા છો. માત્ર તે વિકારી હોય તો આવેગજન્ય સંતાપનો અનુભવ કરો, તે નિર્વિકારી હોય તો ઇચ્છાશૂન્ય નિર્મળ જ્ઞાન આદિના આનંદનો અનુભવ કરો. ઇચ્છા રહિત નિર્મળ ચેતનાનો આસ્વાદ એ જ સુખ છે. એને માણવાથી નિર્મળ આનંદનો અનુભવ થાય. રત્નત્રયી દ્વારા આપણી ચેતનાને ક્રમશઃ શુદ્ધ કરવાની છે, જે સતત આંતરિક આનંદનો અનુભવ કરાવે. આ ભાવતીર્થ મહાસુખદાયી છે. ખારા પાણીના સમુદ્રમાં વીરડીરૂપે મીઠું જળ મળે, તેમ આ સંસારરૂપી સાગરમાં રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ મીઠી વીરડી છે. તેને સ્વીકારો તો સાચા સુખનો આંશિક અનુભવ થાય.
શ્રાવકને શૃંગીમત્સ્યની ઉપમા :
શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રાવક ખારા સમુદ્રરૂપ સંસારમાં રહેવા છતાં શૃંગીમત્સ્યની જેમ મીઠું પાણી પીએ. માછલાંની સમુદ્રમાં હજારો જાતો છે. જૈન આગમોમાં કહ્યું છે કે પ્રાણીસૃષ્ટિમાં સૌથી વધારે વૈવિધ્ય મત્સ્યજાતિમાં હોય છે. માત્ર બે આકારનાં જ માછલાં ન મળે, બાકી બધાં મળે. આધુનિક વિજ્ઞાન પણ હવે કબૂલે છે કે માછલાં જેટલી જાતો બીજા કોઈ પ્રાણીઓમાં નથી. તેમાં એક શૃંગી જાતનું મત્સ્ય છે. તેની ખાસિયત એ છે કે તે રહે સદા ખારા પાણીમાં, દરિયામાં, પણ જ્યારે તરસ લાગે ત્યારે સમુદ્રમાં પણ વીરડી ગોતીને મીઠું પાણી પીવે. દરિયામાં પણ નીચે કોઈ કોઈ જગ્યાએ તળમાં મીઠા પાણીના ઝરા ઊછળે. આ મત્સ્ય હોશિયારીપૂર્વક વીરડી ક્યાં છે તે જાણીને મીઠા પાણીનો સ્વાદ લે. તેને અંદરથી instings (સ્ફુરણા) જ એવી થાય કે જનમથી તેનામાં આ જ્ઞાન હોય છે. તેમ શ્રાવક પણ સંસારરૂપી ખારા સમુદ્રમાં ૨હે, છતાં જિનવાણી દ્વારા રત્નત્રયીરૂપ મધુર પાણીનો આસ્વાદ કરે. તેથી તેને સંસાર બહુ સતાવી શકે નહીં. તમે ક્યારેય આત્માના શાંતરસરૂપી મધુર જળનો આસ્વાદ કર્યો છે ? કે હજુ જેટલા માનસિક આવેગ છે તે ઓછા લાગે છે ? અને તેને વધારવાની સાધના ચાલુ છે ? ગાંડો માણસ ઘણા કૂદકા મારે, પછી પગમાં દુખાવો થાય, સોજા આવે, છતાં પણ
૬૧
૧ આગમ છે અવિકારા જિણંદા તેરા આગમ છે અવિકારા. જ્ઞાનજ્યોતિ પ્રકટે ઘટમાંહે, જેમ ચિવિકરણ હજારા, મિથ્યાત્વિ દુર્નય સવિકારા તગ-તગતા નહિ તારા..૧.. સાયરમાં મિઠી મેહેરેવાલ, ગિ મત્સ્ય
આહારા, શરણ વિહીના દીના મીના, ઓર તે સાયર ખારા..૪..
(વીરવિજયજી કૃત ૪૫ આગમની પૂજા અંતર્ગત આવશ્યકસૂત્ર-ઓઘનિર્યુક્તિ આગમની ઢાલ ગાથા-૧, ૪) * ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અચ્છ જી, લવણ જલધિ માંહે મીઠું જળ, પીવે શિંગી મચ્છ જી ||૩|| વી૨૦
(ખીમાવિજયજી કૃત મહાવીર જિન સ્તવન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org