________________
પડ
ભાવતીર્થ - રત્નત્રયી સુખ છે, સહજ સુખ છે. તેને ભોગવવા કોઈ જડ વસ્તુની જરૂરિયાત-અપેક્ષા નથી. વળી, તે સુખ દુઃખમાં રાહતરૂપ નથી. આત્માના નિર્મળ જ્ઞાનનો અનુભવ કરવા પૂર્વશરતરૂપે કોઈ દુઃખની આવશ્યકતા નથી. ભૌતિક ક્ષેત્રમાં પરાધીન સુખ છે, તેથી ભોગ-ઉપભોગ માટે જડ વસ્તુઓની આવશ્યકતા છે; વળી દુઃખસાપેક્ષ છે, તેથી સંગ્રહરૂપે પહેલાં દુઃખ જરૂરી છે. તે વિના દુઃખોપચારરૂપ સુખ ન સંભવે. આખા સંસારનાં જેટલાં પણ ભૌતિક સુખો છે તે તમામ દુઃખોપચારરૂપ છે. એટલે કે પેદા થયેલા દુઃખનો ઉપચાર છે, ચિકિત્સા છે. પહેલાં આગમાં દાઝો, પછી ઠારવા માટે ઠંડકની દવા લગાવો; તેમ મનમાં વાસના જગાડો, પછી તેને ઠારવા ભોગનો ઉપચાર કરો. આ ભૌતિક સુખોનો સાર્વત્રિક ક્રમ છે. સંસારનાં સુખોમાં દુઃખ વિના સુખ છે જ નહીં. જ્યારે જ્યારે સુખ જોઈતું હોય ત્યારે પૂર્વશરતરૂપે પહેલાં દુઃખ ભોગવવું જ પડે. ગરમી વિના પંખાનું સુખ નહીં, ઠંડી વિના heaterનું સુખ નહીં, ભૂખ વિના ખાવાનું સુખ નહીં, થાક વિના આરામનું સુખ નહીં, દુખાવા વિના માલીશની મજા નહીં. આ ક્રમ ગોઠવાયેલો જ છે. આત્માના સુખમાં આવી શરત જ નથી. ત્યાં તો માત્ર અંતરમાં મધુર સ્વાદવાળો ગુણનો પરિણામ છે, તેને તમારી ચેતના દ્વારા સતત ભોગવ્યા કરો, રસ લીધા જ કરો. બસ, મજા મળ્યા કરશે જે અખૂટ હશે. કોઈને સાપેક્ષ છે જ નહીં, તેથી તકલીફ નથી.
સભા ઃ તે મધુર સ્વાદ કેવો ?
સાહેબજી : તે તો અનુભવે તે જાણે, બીજા તો શબ્દોથી વર્ણન કરે પણ તેમાંય મર્યાદા છે. છતાં વાણીથી શક્ય એટલું મોક્ષના સુખનું વર્ણન શાસ્ત્રમાં દાખલા-દલીલપૂર્વક કરેલ છે, જે સચોટ છે.
સભા : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર મોક્ષમાર્ગ છે, પરંતુ મોક્ષનું સુખ સમજાયા વિના મોક્ષમાર્ગ કેવી રીતે ગમે ?
સાહેબજી : કેરીના ગોટલામાં પણ થોડો કેરીનો સ્વાદ હોય, શેરડીના ગાંઠામાં પણ શેરડીનો અલ્પ રસ હોય, તેમ મોક્ષના કારણમાં પણ મોક્ષનો આંશિક સ્વાદ છે. તમે હવા ખાતા ફરો છો, વાસ્તવમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર કશું ચાખ્યું જ નથી; છતાં ટૂંકમાં, તમારે યોગ્ય દૃષ્ટાંત દ્વારા સમજાવું.
शिरसि विद्विषतां ततः किं कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम्? ।।३।। इत्थं न किञ्चिदपि साधन-साध्यजातं स्वप्नेन्द्रजालसदृशं परमार्थशून्यम्। अत्यन्तनिर्वृतिकरं यदपेतबाधं तद् ब्रह्म वाञ्छत जनाः! यदि चेतनास्ति।।४।।" इत्यादिना। "पुण्णफलं ति दुक्खं ति" यत एवमुक्तप्रकारेण दुःखेऽपि सुखाभिमानः, तस्मात् पुण्यफलमपि सर्वं तत्त्वतो તુમેવેતિ ર૦૦૧ TI
(વિશેષાવળમાણ મા-૨, સ્નો-૨૦૦૧, મૂત-ટીવા) * सर्वं पुण्यफलं दुःखं, कर्मोदयकृतत्वतः । तत्र दुःखप्रतीकारे, विमूढानां सुखत्वधीः ।।६३।।
(અધ્યાત્મસાર, વિવાર-૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org