________________
ભાવતીર્થ - રત્નત્રયી
પ૭
ઇચ્છાપૂર્તિની અપેક્ષાએ મોક્ષસુખની ઝાંખી :
પહેલાં નક્કી કરો : જીવનમાં જ્યારે જ્યારે સુખ મળે છે ત્યારે શેના કારણે મળે છે ? ભૌતિક ક્ષેત્રમાં પણ ઇચ્છાપૂર્તિ થાય ત્યારે સુખ મળે છે ? કે માત્ર ઇચ્છાથી સુખ મળે છે ? તમને લાખ રૂપિયા કમાવાની ઇચ્છા હોય, પરંતુ લાખ ન મળે ત્યાં સુધી દુઃખી રહેશો, જ્યારે લાખ રૂપિયા મળ્યા ત્યારે નાચવા લાગ્યા; કેમ કે ઇચ્છા પૂરી થઈ. આ જ બતાવે છે કે વિશ્વનો સનાતન-શાશ્વત નિયમ એ છે કે સુખ તૃપ્તિમાં છે, ઇચ્છામાં નહીં. ઇચ્છાના નિરાકરણથી કે ઇચ્છાની પૂર્તિથી તૃપ્તિ પેદા થાય છે, જે સુખાનુભવ કરાવે છે. એક ઇચ્છાની પૂર્તિ થાય તો આટલું સુખ, બે ઇચ્છાની પૂર્તિ થાય તો બમણું સુખ, એમ mathematically calculation (ગણિતની રીતે ગણતરી) કરો, અને પછી નિર્ણય કરો કે જેની સર્વ ઇચ્છા પૂરી થાય તેને કેટલું સુખ થાય ? જે calculation આવશે તે મોક્ષનું સુખ હશે; કારણ કે બધી ઇચ્છાઓ પૂરી થાય તેનું નામ જ સિદ્ધ છે. સર્વ સુંદર શક્તિઓની (લબ્ધિઓની) જેને સિદ્ધિ થઈ તે સાચા સિદ્ધ છે. સિદ્ધોને જોઈતું હતું તે સર્વ પામી ગયા છે, તેથી તેમના આત્મામાં હવે કોઈ ઇચ્છા જ રહી નથી. જેની સર્વ ઇચ્છા પૂર્ણ થઈ છે, એક પણ ઇચ્છા અધૂરી નથી, ત્યાંથી મોક્ષના સુખની હદ શરૂ થાય છે. તેથી મોક્ષમાં પૂર્ણ તૃપ્તિનું સુખ આવશે.
સભા : તેને દુઃખોપચાર ન કહેવાય ?
સાહેબજી : ના, ઇચ્છા કરવાની આવશ્યકતા જ નથી, તેથી દુઃખનો અવકાશ જ નથી. તૃષ્ણા વિના આ સૃષ્ટિમાં કદી દુઃખના અસ્તિત્વનો સંભવ નથી. પીડા નથી તેથી ઉપચાર ન રહ્યો. ઉપચારમાં પીડાની રાહત હોય છે. આ તર્ક સમજવા જેવો છે. તમારા જીવનમાં જ સરવાળો માંડો કે એક ઇચ્છાતૃપ્તિથી આટલું સુખ થયું; બેથી, ત્રણથી, ચારથી ક્રમિક વૃદ્ધિનો દર માંડો, તોપણ અંદાજથી જેની સર્વ ઇચ્છા પૂરી થાય તેના સુખનો તાળો મેળવી શકો.
સભા ઃ ઇચ્છા પૂરી થઈ ગઈ, પછી જીવવાનો અર્થ શું ?
સાહેબજી : તમે જીવનનો સાર ઇચ્છાને જ માનો છો ? આમની દૃષ્ટિએ ઇચ્છા એ જ જીવનનું બળ, પ્રાણ, મજા છે. જો આવો જ સિદ્ધાંત હોય તો સતત ઇચ્છા કર્યા કરો, પછી જુઓ કે અંદરથી કેવા દાઝો છો ? એક પણ ઇચ્છા પૂરી ન થાય અને માત્ર ઇચ્છાઓના ઢગલા હૃદયમાં સંઘરીને ફરો તો રીબાઈ રીબાઈને જીવન ઝેર જેવું બની જશે. આ બોલવાની વાત નથી, જાત પર અખતરો કરી પ્રયોગસિદ્ધ કરવા જેવી વાત છે. એક પણ ઇચ્છાપૂર્તિ નહીં થાય તો તમને તમારું જીવન સાર્થક નહીં, પણ દોઝખ જેવું લાગશે. જીવનની સાર્થકતા
१. सिद्धाणि सव्वकज्जाणि जेण ण य से असाहियं किंचि। विज्जासुहइच्छाती, तम्हा सिद्धो त्ति से सद्दो।।६।। दीहकालरयं जं तु, कम्मं सेसियमट्ठहा। सियं धंत त्ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ।।७।।
(સિદ્ધપ્રાકૃત, સ્નો-૬-૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org