________________
ભાવતીર્થ - રત્નત્રયી
૫૮
ઇચ્છામાં નહીં ઇચ્છાપૂર્તિથી થતાં સુખના અનુભવમાં છે. આ સત્ય નાસ્તિક પણ ઇનકારી શકે તેમ નથી. હકીકતમાં તમારા મનમાં મૂંઝવણ એ છે કે સર્વ ઇચ્છાઓ પૂરી થઈ ગયા પછી કરવું શું ? કારણ કે તમને નવરા બેસવું ફાવતું નથી. આમ પણ સ્વભાવથી મજૂર છો, એટલે કંઈક ને કંઈક ઉદ્યમ, પુરુષાર્થ, પરિશ્રમ જોઈએ. મોક્ષમાં સતત નવરા બેસી રહેવાનો તમને ડર છે; પણ અહીં તત્ત્વ સમજ્યા નહીં કે સર્વ ઇચ્છા પૂરી થઈ એટલે જોઈતું સંપૂર્ણ મેળવી લીધું. હવે નવરા બેસવાનું નથી, મેળવેલાને માણવાનું છે. સંસારમાં પણ જે અબજો કમાઈને બેઠા છે, તેમને ગમે તેટલી મોંઘવારી થાય પણ કમાવા જવું પડે તેમ નથી. એમ ને એમ જીવનમાં ઐશ્વર્ય-સત્તા-સંપત્તિ મળી ગયેલ છે. હવે તે બેઠા-બેઠા માખી ઉડાડશે કે મળેલું ભોગવશે ? બસ, મોક્ષમાં પણ મળેલું સતત ભોગવવાનું છે.
સભા : ત્યાં મળે છે શું તે જ ખબર નથી.
:
સાહેબજી ઃ તેને માટે આંતરદૃષ્ટિ જોઈએ. સમ્યગ્દર્શનનો અર્થ આ જ છે ઃ જેને આત્માના ગુણોમાં જ સંપત્તિ-એશ્વર્ય, સુખ-શાંતિ-તૃપ્તિ દેખાય છે, તેમાં જ આનંદ આપવાની શક્તિ જણાય છે, તેનામાં સમ્યગ્દર્શન છે. તમારા મનમાં વિકાર-વાસના-આવેગ-કષાયો હોય તો તમે અંદરથી આકુળ-વ્યાકુળ રહો. તમે ક્રોધ, ઇર્ષ્યા કે રાગમાં રહો છતાં શાંતિ ભોગવો તે ત્રણ કાળમાં બને નહીં. જીવમાત્રને અશાંતિ-ત્રાસ આપનાર તેના દોષો જ છે. જેના આત્મામાંથી દોષો નીકળી ગયા અને ગુણો આવી ગયા, તેને ચોવીસે કલાક મજા જ મજા છે. આત્માના ગુણોના મધુર આસ્વાદની શ્રદ્ધા થાય તેને સમ્યગ્દર્શન છે, આત્માના ગુણોની સ્પષ્ટ સમજણ આવે તે સમ્યાન છે અને આત્માના ગુણોનો અનુભવ ચાલુ થાય તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણેની પરાકાષ્ઠા આવે એટલે મોક્ષ થઈ ગયો. મોક્ષ રત્નત્રયીમય છે. રત્નત્રયીની પરાકાષ્ઠા એ મોક્ષ છે, અને રત્નત્રયીનો પ્રારંભ એ મોક્ષમાર્ગ છે. તેથી જ મોક્ષમાર્ગમાં મોક્ષનું આંશિક સુખ સમાયેલું છે. જેને મોક્ષના સુખનો આંશિક અનુભવ કરવો હોય તેણે અહીં જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રનો અનુભવ કરવો જોઈએ. તે ચાખે તો આપમેળે ખબર પડે. અત્યારે આ ત્રણમાંનો એક પણ ગુણ પ્રગટ્યો નથી, માટે મારે ઇચ્છાતૃપ્તિ આદિના ગુણાકાર આપીને સમજાવવું પડે છે. તમારા જીવનમાં જેટલા પણ શાંતિદાયક પરિણામ અનુભવાય તે શુભ પરિણામ છે, તેના કરતાં સમ્યગ્દર્શન આદિ નિરુપાધિક પરિણામોનો સ્વાદ જુદો જ હોય છે. માટે અત્યારે દાખલા દ્વારા તમને માત્ર વિચારતા કરી શકાય, આંશિક અનુભવ તો અંશથી રત્નત્રયી માગે.
ભાવોથી થતાં સુખ-દુખનું મંથન ખૂબ જરૂરી છે. આમાં કોઈ પર વિશ્વાસ નથી રાખવાનો. તમે તમારા અનુભવને તાવો અને નક્કી કરો કે કયો ભાવ થાય તો મને સુખ-શાંતિનો અનુભવ
૧. મૂર્ત સંજ્ઞેશનાલસ્ય, પાપમંતનુવાદ્ભુતમ્। ન વર્તવ્યમત: પ્રાÌ:, સર્વ યત્વાવારળમ્।।૧।। હિંસાનૃતાવવ: પ, तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ।। २० ।। वर्जनीयाः प्रयत्नेन तस्मादेते मनीषिणा । ततो न નાયતે પાપં, તસ્માત્રો દુ:વસંમવઃ ।।૨।।
(પમિતિ॰ પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org