________________
૪૧
ભાવતીર્થ - રત્નત્રયી આદિનો પ્રભાવ છે. બુદ્ધિ જ ઊંધી સુઝાડે, સમજણ પણ ઊંધી જ હોય, પાયામાં શ્રદ્ધા પણ વિપરીત હોય; તેથી આચરણ ઊલટી દિશાનું જ થાય. મનમાં આંધળો વિશ્વાસ રાખીને - ભીંત હોય તે બાજુ ખુલ્લું મેદાન માનીને આંખો મીંચીને - ચાલો અને તેથી માથું ભટકાય કે લોહી નીકળે, તો તેમાં જવાબદાર કારણ તે વ્યક્તિનાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે, તે વ્યક્તિ દુઃખ પામવા યોગ્ય જ છે. તમે પણ જીવનમાં જે દુઃખી થાઓ છો, ત્રાસ અનુભવો છો, તે તમારા અંદરના મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રભાવે છે. તમારા વર્તનનું વિશ્લેષણ કરી શકો તો તમને લાગે કે “મને જે ધોકા પડે છે તેના માટે હું યોગ્ય જ છું'. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી અંદરમાં કોઈને સુખ મળ્યાનો દાખલો નથી. તેની ફલશ્રુતિ દુઃખ જ છે.
સભા ઃ કાઢવાનો ઇલાજ શું ?
સાહેબજી ઃ કાઢવાનો ઇલાજ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર છે. તે સુખના રાજમાર્ગનું જ વર્ણન કરું છું. તેના પર ચડો, આ ભવમાં જ નવા ભવનો અનુભવ થશે.
સભા : કોઈ અમારા પૈસા દબાવી મૂકે અને ન આપતો હોય તેના પર ગુસ્સો કરીએ તો આપી દે છે.
સાહેબજીઃ આવી ગેરલાયક વ્યક્તિને ઓળખ્યા વિના પૈસા આપ્યા તેમાં ભૂલ કોની ? તમે લોભના કારણે વ્યક્તિ પારખી ન શક્યા, જે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનનો જ પ્રભાવ.
સભા : સારા માણસની પણ પરિસ્થિતિ ખરાબ આવે તો ?
સાહેબજી : તો તેની પાસે માંગવા જ ન જવાય અને જાઓ તો તે તમારી નફટાઈ છે. સજ્જન માણસ આટલો આપત્તિમાં હોય ત્યારે તેને બીજી રીતે હેરાન કરવો વાજબી ન કહેવાય, અને જો દુર્જન હોવાથી પૈસા દબાવતો હોય તો ઓળખ્યા વિના આપ્યા તે પહેલી ભૂલ તમારી છે. તમે વ્યવહાર કરતી વખતે માણસને ઓળખ્યો નહીં તે જ તમારી મોટી ભૂલ, એટલે ફસાયા. પણ તમે ભૂલ કબૂલ કરવા તૈયાર ન થાઓ; કારણ કે “કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ' તેવો સ્વભાવ છે. ભૂલ તમે કરો તો ફળ પણ તમારે જ ભોગવવાનું આવે. ‘જુલાબ તમે લો અને ઝાડે બીજા જાય” તે ન બને.
સભા : શકુનિનામાને થાય છે.
સાહેબજી : તેવું જૈન મહાભારતમાં નથી. કુદરતનો નિયમ છે કે “જે ભૂલ કરે તે જ તેનું ફળ ભોગવે'. આમાં કોઈની શેહ-શરમ ન ચાલે. જૈન સિદ્ધાંત પ્રમાણે તીર્થકરના આત્માઓ પણ ભૂલ કરે તો તેમણે પણ ફળ ભોગવવું પડે છે. કુદરતમાં universal justice (સર્વવ્યાપી ન્યાય) છે. તેથી ભૂલ થયા પછી સંકટ આવે ત્યારે આત્માને સમજાવવાનો કે “મારી ભૂલનું જ હું ફળ ભોગવું છું, તેથી ગુસ્સો કરવાનો કોઈ હક્ક રહેતો નથી”. પૈસા આપતી વખતે જ સાવધાનીથી પગલું ભરવાનું હતું, છતાં ન વિચારવાથી ફસાયા. તેમાંથી બહાર નીકળવું હોય તો વિચારો કે હવે આ દબાવેલા પૈસા એમ ને એમ આપે તેમ નથી, અને સંપત્તિનું રક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org