________________
૪૨
ભાવતીર્થ - રત્નત્રયી
કરવાનું ગૃહસ્થ તરીકે કદાચ કર્તવ્ય પણ બને' તો કડક પગલાં લો ત્યારે પણ અંદરમાં ક્રોધ કરવો વાજબી નથી. ગૃહસ્થ સંપત્તિના રક્ષણ માટે યોગ્ય ઉપાય કરે તેની શાસ્ત્ર કે ધર્મગુરુ નિંદા ન કરે; પરંતુ ક્રોધ કરવાથી સંપત્તિ પાછી મળશે તેવું નથી. માત્ર યોગ્ય પગલાં જ ફળદાયી બને, ક્રોધ કરીને તો તમારે નવું દુઃખ વેઠવાનું આવે. આગલી ભૂલની સજા તો ભોગવો જ છો, તેમાં ગુસ્સે થઈને ફરી બીજાની ભૂલના ભોગ બન્યા. વળી ભાવિ દુર્ગતિના દુઃખની પરંપરા સર્જાશે તે નફામાં. આમ, દુઃખનાં કારણોનું યથાર્થ દર્શન જીવનમાં જરૂરી છે.
સભા : સમ્યગ્દર્શનથી પણ અશુભ કર્મબંધ થાય જ છે ને ?
સાહેબજી : આ ખોટું વિધાન છે. સમ્યગ્દર્શનથી ક્યારેય અશુભ કર્મનો બંધ થાય નહીં. સમ્યગ્દર્શન કર્મક્ષયનું (નિર્જરાનું) જ કારણ છે. આ સંસારમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર ક્યારેય કોઈને કર્મબંધના કારણ બન્યા નથી અને બનવાના પણ નથી. તે તો નિયમાં કર્મક્ષયના જ કારણ છે. જેમાં સંસાર કાપવાની શક્તિ છે, તે કદી સંસારવૃદ્ધિના કારણ ન હોઈ શકે; 'ર ભૂતો ન ભવિષ્યતિ'. હા, સમ્યગ્દર્શનની હાજરીમાં પણ અલ્પ અશુભ કર્મબંધ થઈ શકે છે, પરંતુ તે સમ્યગ્દષ્ટિમાં પણ રહેલા મોહસ્વરૂપ મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન આદિના પ્રભાવથી જ થાય છે. નિશ્ચયનયની અપેક્ષાએ મોહમાત્ર મિથ્યાજ્ઞાન સ્વરૂપ જ છે; કારણ કે જે તત્ત્વથી મારું નથી તેમાં મારાપણાની બુદ્ધિ એ જ મમત્વરૂપ ઊલટું જ્ઞાન છે, વિપરીત દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના આ સૃષ્ટિમાં કોઈને પાપબંધ થાય જ નહિ, અને થાય તો breach of universal law (વૈશ્વિક સિદ્ધાંતનો ભંગ) કહેવાય જે શક્ય નથી.
સભા : ક્રોધની જેમ પાછળના ત્રણ કષાયમાં મિથ્યાજ્ઞાન બેસતું નથી.
સાહેબજી : તમે અહંકારને સુખનું સાધન માન્યું છે, વાસ્તવમાં તો તે માન-પાન એક માનસિક ભૂખ છે. ભૂખને સુખ માનવું એ જ મિથ્યા ભ્રમ છે. તમારાં કોઈ વખાણ કરે કે તમારા માટે સારો અભિપ્રાય આપે, એટલે અંદરમાં ફુલાવાનું ચાલુ થાય, તો અહીં તમે બીજાના અભિપ્રાય પર જ તમારું મૂલ્યાંકન કરો છો; જે સૂચવે છે કે અંદરથી તમે નમાલા નંબર એક છો. જેના જીવનમાં એટલું પણ સત્ત્વ નથી કે હું સારું કરું તો હું સારો, અને હું ખરાબ કરું તો હું ખરાબ; તે માટે વળી પારકાના અભિપ્રાયની જેને જરૂર છે,' તે નિઃસાત્ત્વિક છે. જેને પોતાના આત્માના અવાજની પણ કિંમત નથી, માત્ર બીજાના અભિપ્રાય ઉપર મદાર રાખે છે, તે જીવનમાં કઠપૂતળી જેવો છે. તમારે બીજાની નજરે નાચવું છે, માનકષાય મૂળ સ્વરૂપે ઓળખો તો સુખના સાધન તરીકેનો તેના પરનો આંધળો વિશ્વાસ ઊઠી જાય. કષાયો તમને સુખ અપાવતા હોય તો અમને વાંધો નથી, પણ શાસ્ત્રમાં કષાયોને એકાંતે દુ:ખના કારણ કહ્યા છે. તે દુઃખના કારણ નથી દેખાતા, તેવો અનુભવ નથી હુરતો, તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન પ્રેરિત છે.
સભા : રાવણ જેવા મહાપુરુષમાં માનકષાય કેવી રીતે ઘટે ? સાહેબજી : તેમનામાં પણ જે જે મોહના ભાવો છે, તેટલું નિશ્ચયનયથી વિપરિત જ્ઞાન છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org