________________
ભાવતીર્થ - રત્નત્રયી
૪૭.
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । jમયવિમાસ, સાWof GoIof AવળOIM IIII.
(મતિત પ્રd) BOTo 15-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મિથ્થાત્રયીથી અનંત દુઃખરૂપ સંસાર :
જીવમાત્ર દુઃખથી મુક્ત થવા માંગે છે, અને સુખની અભિલાષા રાખે છે. આ વાત આપણા માટે પણ સત્ય હોય તો આપણે જીવનમાં દુઃખનાં કારણોમાંથી બહાર નીકળવું જોઈએ, અને સુખના ઉપાયનો પ્રારંભ કરવો જોઈએ. જીવમાત્રને દુઃખનાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર કહ્યાં છે; સુખના ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર કહ્યાં છે. આ બંને પરસ્પર વિરોધી પદાર્થ છે. સમ્યગ્દર્શનનું વિરોધી મિથ્યાદર્શન છે, સમ્યજ્ઞાનનું વિરોધી મિથ્યાજ્ઞાન છે. સમ્યજ્ઞાનનું વિરોધી અજ્ઞાન છે એવી ઘણાની સમજણ છે, ત્યાં પણ અજ્ઞાન શબ્દથી મિથ્યાજ્ઞાન જ લેવાનું છે; કેમ કે શાસ્ત્રમાં અજ્ઞાન શબ્દ પણ મિથ્યાજ્ઞાન માટે વપરાય છે. જેમ કે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન કહ્યું, ત્યાં અજ્ઞાનથી માત્ર જ્ઞાનશુન્યતા નહિ, પરંતુ વિકૃત જ્ઞાન જ અપેક્ષિત છે. હકીકતમાં મિથ્યાજ્ઞાનમાં જ સમ્યજ્ઞાન પ્રત્યેની સીધી વિરોધિતા છે. તે જ રીતે સમ્યક્યારિત્રનું વિરોધી મિથ્યાચારિત્ર સમજવું.
અનંત કાળમાં જીવે પ્રત્યેક ભવમાં તે મિથ્યા ત્રણની સેવા કરી છે. અનુભવરૂપે તે તમારા માટે નવી વસ્તુ નથી, છતાં તેની સાચી ઓળખ જીવને નથી, તેને દુઃખના એકાંત કારણ તરીકે તમે જોતા નથી. જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે, જે જે દુઃખની અનુભૂતિ કરો, ત્યારે ત્યારે આ દુઃખ મારા પોતાના જ ભૂતકાળના મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રનું ફળ છે, તેવો દઢ નિર્ણય નથી. આત્મા સ્વયં ચેતન છે, ચૈતન્યના કારણે જ તેમાં સુખ-દુઃખની અનુભૂતિ થાય છે. આત્માની અહિતકારી પ્રવૃત્તિમાં હિતકારિતાનો વિશ્વાસ તે જ મિથ્યાદર્શન છે, તેવી ઊલટી સમજણ તે મિથ્યાજ્ઞાન છે, આત્માને અહિતકારી પ્રવૃત્તિ તે જ મિથ્યાચારિત્ર છે. તમે સમજી-વિચારીને દુ:ખ ઊભું કરો છો તેવું નથી, પણ ગેરસમજથી પ્રેરિત ઊંધી પ્રવૃત્તિ કરો જે તમને દુઃખ લાવી આપે છે. જેને દુઃખમાત્રનાં કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર દેખાય તે દુઃખના ચક્રને વેધકતાથી જોઈ શકે છે. પુરુષાર્થ અવળો થયા વિના કુદરતમાં કોઈને દુઃખ આવતું નથી. આપણા પુરુષાર્થનું ફળ આપણે જ ભોગવવાનું છે. દરેક આત્મા સ્વપુરુષાર્થના
१. यत्पुनरेतदशेषक्लेशराशिमहाऽजीर्णविरेककारितया परमस्वास्थ्यकारणं ज्ञानदर्शनचारित्रत्रयं ।
(૩મિતિ પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org