________________
ભાવતીર્થ - રત્નત્રયી જ; અને તેને અનુસરનારું વર્તન તે મિથ્યાચારિત્ર છે. તેમના જેટલા ગુણ છે તેટલા ગુણનું વર્ણન કરીએ, પરંતુ મહાપુરુષ પણ સર્વ ગુણથી સંપૂર્ણ અને સર્વ દોષથી રહિત નથી હોતા; તેવા તો એકમાત્ર પરમેશ્વર જ હોય છે. રાવણના જીવનમાં પણ છે જે મિથ્યાવર્તન હતું તેનું ફળ તેમના આત્માએ ભોગવ્યું જ છે. આ દુનિયામાં કોઈ ભૂલ કરે અને ફળ ન ભોગવે તે બને જ નહીં. નાનું બાળક પણ આગમાં હાથ નાંખે તો તે દાઝે, કેમ કે તેણે ભૂલ કરી. તમારો પગ લપસે અને બીજાનું માથું ફૂટે તેવું ન બને. ભૂલ – સમજથી કરો કે અણસમજથી કરો, જાણ્યા વગર કરો કે જાણીબૂઝીને કરો - પણ જો ભૂલ તમે કરી તો તેનું ફળ તમારે જ ભોગવવાનું. આ સંસાર ન્યાયથી ચાલે છે, અન્યાયથી નહીં. તમને અન્યાય દેખાય તો તે તમારી બુદ્ધિનો ભ્રમ છે. Rule of causality prevail everywhere & ever. - કાર્યકારણનો સિદ્ધાંત સર્વક્ષેત્રવ્યાપી અને સર્વકાળવ્યાપી છે; તેમાં કોઈ ફેરફાર નથી. તમે તીવ્ર કષાયો કરો તો તમને વધારે પીડા-દુઃખનો અનુભવ અને મંદ કષાયો કરો તો ઓછું દુઃખ થાય; પણ દુઃખ તો અનુભવવાનું આવે છે, તેમાં કોઈ આનાકાની ન ચાલે, બચાવ કે છટકબારીનો chance (તક) જ નથી. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રનું જે જીવ સેવન કરે તેને દુઃખ ન થાય તેવું ન બને. તેના નિવારણનો એક જ ઉપાય છે કે “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રના શરણે જાઓ'. સુખી થવું હોય તો આ જ એક અમોઘ ઉપાય છે, તેથી જ ભગવાને મોક્ષમાર્ગને સુખનો માર્ગ કહ્યો છે, તમે એક અહંકારના આવેગથી જીવનમાં વર્ષોનાં વર્ષો સુધી ફના થઈ જાઓ છો. ઘણાએ નક્કી કર્યું હોય કે આપણા પાડોશી-સગા-સંબંધીઓ કરોડપતિ છે, તેમાં આપણે નાના ગણાઈએ તે ન ચાલે. મનમાં નક્કી કરે કે આ બધાની parityમાં આવવું છે. તે parity પામવા સવારથી સાંજ સુધી મજૂરી કરે, લોહીનાં પાણી કરે, ખાવા-પીવાનાં પણ ઠેકાણાં ન હોય, દિલમાં કષાયની હોળી લઈ ફરે, એક આવેગ પૂરો કરવા જીવનનાં પચ્ચીસ વર્ષ આપી દે. ઘણા શોક-સંતાપ-પરિશ્રમ પછી ભાગ્ય હોય, તો પચ્ચીસ વર્ષે મનનો તે આવેગ પૂરો થાય, પણ ત્યાં સુધીમાં શરીર અને મન એવાં નીચોવાઈ ગયાં હોય કે ચેનથી ભોગવી પણ ન શકે. આવા કિસ્સા સંસારમાં રોજ પ્રત્યક્ષ દેખાય છે ત્યારે તમને વિરાગ થવો જોઈએ. એક માનકષાયથી પણ પ્રેરિત થઈને બીજાના અભિપ્રાયરૂપ આંગળીના ટેરવે નાચતાં આખું જીવન બરબાદ થઈ જાય છે. તેથી એક-એક કષાયમાં મહાદુઃખ-પીડા-સંતાપ પેદા કરવાની અને આત્માને અંદરથી શેકવાની તાકાત છે.
સભા : માનની આકાંક્ષાના કારણે ભૌતિક વિકાસ થયો ને ?
સાહેબજી : ભૌતિક વિકાસ એવો થયો કે કરોડપતિ થતાં સુધીમાં કીડની બગડી ગઈ હોય, હૃદય માંડ-માંડ ચાલતું હોય, તેથી ભોગવવા કરતાં માત્ર જોઈ-જોઈને સંતોષ માનવાનો. મિથ્યાજ્ઞાન ન હોય તેને તો આ મનની આંધળી દોટ લાગે. તમને તુચ્છ આવેગપૂર્તિ માટે જીવનમાં સવારથી સાંજ સુધી દોડવામાં, ઉદ્યમ, પરિશ્રમ કરવામાં થાક નથી લાગતો; કારણ કે મિથ્યાદર્શન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org