________________
ભાવતીર્થ - રત્નત્રયી
૩૯ વાસ્તવિકતા સમજ્યો નથી. તેમ સંસારમાં ચારે બાજુ દુઃખ સિવાય બીજું કાંઈ હોઈ શકે જ નહિ; કેમ કે તેનો પાયો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર જ છે. અથવા સંસારને વૃક્ષની ઉપમા પણ આપી છે. સંસારરૂપી વૃક્ષનું સર્જન પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી જ થાય છે. બીજ કડવું હોય તો ફળ પણ કડવું જ આવે, કારેલાના બીજમાંથી કેરી પાકતી નથી. જેનું બીજ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર હોય, તેની ફળશ્રુતિ દુઃખ જ હોય. આ સત્ય સમજવા પણ થોડો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનનો ક્ષય જરૂરી છે. જીવનના નાના-નાના પ્રસંગોમાં પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન આદિ દુઃખ પેદા કરવામાં કેવો ભાગ ભજવે છે, તે વિચારવા જેવું છે. દા. ત. કોઈ તમારી પાસે આવીને તમને બે-ચાર કઠોર વાક્યો સંભળાવી દે, ત્યારે તમે કહો છો કે “હું આવો વાણીનો તિરસ્કાર સહન ન કરી શકું'. અહીં તમારો કહેવાનો ભાવ એ છે કે આવું દુઃખ મને સહન કરવું ફાવે નહીં', તેથી તેના પ્રત્યાઘાતરૂપે ધૂંઆપૂંઆ થઈ ખીજાઈને તમારી તાકાત પ્રમાણે તેને સંભળાવી દો; પરંતુ જો પેલો પુણ્યશાળી મોટો માણસ હોય તો, તમે હિંમતના અભાવે કે પુણ્યાઈના અભાવે તેને કાંઈ કહી ન શકો, પણ મનમાં ને મનમાં દાઝયા કરો. અહીં તેણે બે કડવાં વેણ સંભળાવ્યાં તે વધારે દુઃખ છે ? કે મનમાં આવેશ સાથે ક્રોધથી દાઝયા તે વધારે દુઃખ છે ? સાચું કહો - કોઈ માણસ એમ કહે કે મારાથી આંગળી પર પડેલા ઊઝરડાની વેદના સહન થતી નથી, અને ત્યારબાદ તે દુઃખના નિવારણ માટે આખી ચામડી છોલી નાંખે – તો તે વર્તન કેવું ગણાય ? ઊઝરડો સહન ન થવાની દલીલ હેઠળ આખી ચામડી છોલી નાંખનાર જેમ ભૌતિક દૃષ્ટિના મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી દુઃખી જ થાય; તેમ બે આકરાં વેણ સહન ન કરી કલાકો સુધી ક્રોધની બળતરા સહન કરે, તે આત્મિક દૃષ્ટિએ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી દુઃખી થનારનો નમૂનો છે.
સભા : ઉપાય બતાવો. ' સાહેબજી : ઉપાય ભગવાન બતાવીને જ ગયા છે. રોજ કહું છું કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર કાઢો, પરંતુ તમને કષાયો પર આંધળી શ્રદ્ધા, વિશ્વાસ છે. તેને - સુખનું સાધન, સફળતાની ચાવી, ધાર્યું કરવાના ઉપાય, ચતુરાઈ, કૌશલ્ય કે કળારૂપે - માનો છો. મનમાં કષાયો અંગેની ગેરસમજ પાર વિનાની છે.
સભા ઃ આવા નિમિત્તમાં શું વિચારવાનું ?
સાહેબજી : વિચારવાનું કે મોઢાનાં બે વેણ શાંતિથી સહન કરવામાં વધારે દુઃખ ? કે આવેશ કરવામાં વધારે દુઃખ ? ટાંકણી વાગે તે સહન ન થાય, તેને હથોડાનો માર સહન કરવો કેમ ફાવે ? તમારાથી ટાંકણી સહન થતી નથી, છતાં જાતે હથોડો મારો છો. આ કેવું બેહૂદું વર્તન છે ? બે કડવાં વેણ સાંભળવાં તે દુઃખ છે, પણ શરીરમાં અણુએ અણુને તપાવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org