________________
૩૭
ભાવતીર્થ - રત્નત્રયી આ બધાં વાહનો પ્રાણઘાતક છે, ગમે ત્યારે જાન લેનાર વસ્તુ છે; જોકે તમને તો મોટર ટેસમજાનું સાધન લાગે છે, આ પણ મિથ્યાજ્ઞાન જ છે.
સભા : ઓચિંતા ભૂકંપથી દુઃખ આવે તો ?
સાહેબજી : જે બંગલા, ફ્લેટોને તમે સ્વર્ગ જેવા માનો છો, તે જ આ રીતે તમને ઘાયલ કરે કે પ્રાણ હરી લે તેવા છે, તેવી સ્પષ્ટ સમજણ જાગ્રત છે ? વાસ્તવમાં આ સંસારમાં દેહધારીને સંપૂર્ણ નિર્ભય સ્થાન છે જ નહીં, તે હકીકતનું ભાન જોઈએ.
સભા : તો પછી બધેથી ભયભીત થઈને રહેવું ક્યાં ?
સાહેબજી : નિર્ભય સ્થાન મોક્ષમાં. હજુ આને અહીં જ ચોંટી રહેવું છે. જ્યાં સુધી રહેવું પડે અને રહો ત્યાં સુધી ભય છે. સંસાર તો ભયથી જ ભરેલો છે. ભયશૂન્ય થવું હોય તો મોક્ષમાં જાઓ. આ કહે છે કે “ચારે બાજુ ભય હોય તો પણ મારે તો અહીં જ રહેવું છે, અને તે પણ નિર્ભયતાથી' ! મકાન બળતું હોય છતાં પણ અંદર જે મજેથી નાચતો રહે તો તેવાને તમે શું કહો ? ખરેખર ભય વચ્ચે હોવા છતાં ભયભીત ન થાય, તે જ મિથ્યાદર્શન અને મિથ્યાજ્ઞાન છે. ચારે બાજુ મૃત્યુ ડોકિયાં કરતું હોય, અગ્નિ ભભૂકતો હોય, છતાં નિશ્ચિતતાથી સંગીત વગાડ્યા કરે, અને નાચ્યા કરે, તો તે સાહસિક કહેવાય કે ગમાર કહેવાય ? દેહ ધારણ કર્યો એટલે આપણે ચોવીસે કલાક અનેક પ્રકારના ભય વચ્ચે જ છીએ; કેમ કે this body is most vulnerable (આ શરીર સૌથી વધુ અસુરક્ષિત છે.) નાનો કાંકરો મારે તોપણ injury (ઈજા) થઈ જાય તેવું છે. ચાલતાં પગ લપસે તોપણ ફેક્યર થઈ શકે છે. તમે લાખો પ્રકારના ભય વચ્ચે જ જીવો છો.
સભા : તમે તો બધાને ભયભીત કરીને જીવવા જ નહીં દો.
સાહેબજી : અમે તો વાસ્તવિકતાનું ભાન કરાવીને કહીએ છીએ કે “જે અભયદાતા છે તેનો આશરો લો, જેની પાસે અભય છે, તેના શરણે જાઓ તો અભય મળશે'. ભયથી છૂટવાનો બીજો સચોટ વિકલ્પ નથી. બાકી, સામેથી ધસમસતી ગાડી આવે છે અને કીડી પણ તે જ બાજુ ધસમસતી જાય છે, તેને નિશ્ચિતતા છે; છતાં હકીકતમાં તે ભય વચ્ચે જ છે. તેવી કીડીને રોડ પર વેગથી ધસમસતી જુઓ તો તમને તેને જોઈને મનમાં થાય કે “સામે ચાલીને મોતના મુખમાં જઈ રહી છે' ? તે વખતે કીડી તમને મૂર્ખ લાગે કે સાહસિક લાગે ? વાહનોમાં બેસીને રોડ પર ધસમસતાં જતાં તમારા અને કીડીના વર્તનમાં કોઈ ફેર ખરો ? કીડીની જેમ તમે પણ રોજ મોતના મુખ સામે ધસી રહ્યા છો. જીવો છો જ એ રીતે કે વહેલા મરો તો નવાઈ નહીં. અત્યારનાં વાહનો એવાં જોખમી છે કે જેમાં રોજ હજારો મરે છે. ખાલી ભારતનાં અકસ્માતો કેટલાં ? અને વિશ્વ આખાનાં અકસ્માતો કેટલાં ? તેનો આંકડો ગણો તો સ્પષ્ટ સમજાય. જ્યારથી તમારો યંત્રવાદ અને ઓટોમેટીક વાહનો આવ્યાં ત્યારથી અકસ્માત અને ઇજાઓનો આંકડો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. આ વાહનો તમને ગમે ત્યારે ભરખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org