________________
૩૮
ભાવતીર્થ - રત્નત્રયી
જાય, અપંગ બનાવી દે, પાંગળા બનાવી દે; આ બધું પ્રત્યક્ષ છે, છતાં તમને વાસ્તવિકતાનો વિશ્વાસ નથી; કેમ કે મિથ્યાદર્શન ઘણું ભર્યું છે. ગાડી-સ્કૂટર પર બેસતાં થાય કે ‘લાખો રૂપિયા ખર્ચીને આ લાવ્યો છું, તેમ છતાં મને જીવતે જીવતાં ઉપાડી લે તેવું આ સાધન છે' ?
સભા : બેઠા સિવાય છૂટકો નથી.
સાહેબજી : અમે બેસતા નથી, તો શું મરી ગયા ?
0:0
સભા : આપે સંસાર છોડ્યો છે, અમે સંસારમાં છીએ.
સાહેબજી : સંસારમાં પણ વાહનોનો ઉપયોગ ન કરતા હોય, તેવા પણ અલ્પ સંખ્યામાં મળે છે. કદાચ તમે છોડી ન શકો પણ વાહનને મોજ-શોખનું સાધન તો ન જ માનો. જે તમારા પ્રાણનું હરણ કરે તેવી સંભાવના છે, અને કદાચ મારી ન નાંખે તોપણ રિબાઈ રિબાઈને જીવવું પડે તેવા અકસ્માતોનું કારણ છે, તેને માત્ર આનંદદાયક તો ન જ મનાય. દેશમાં વાહનોથી અપંગ બન્યાના લાખો દાખલા હાજર છે, છતાં વાહનોની ભયાનકતાને એક વાસ્તવિકતા તરીકે માનવાની તમારી તૈયારી નથી; કેમ કે મોહજન્ય અંધશ્રદ્ધાની ઘેરી પકડ છે.
સભા : કેટલાય બચ્યાં તે પણ દેખાય છે.
સાહેબજી ઃ સાપને પકડ્યા પછી કેટલાય માણસોને સાપ કરડ્યો નથી, તો તમારે અખતરો કરવો છે ? અરે ! કેટલાય લોકો સાપ સાથે રહે છે છતાં જીવે છે, તો તમારે દેખાવમાં મોહક એવા સાપને ઘરમાં રાખી જીવવું છે ? વાહનો માત્ર આકર્ષક અને મોજ-શોખનાં સાધન જ દેખાય, તો તે પણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાનની જ છાયા છે.
તમારા મનમાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રની જબરદસ્ત ગ્રંથિઓ અનેક પાસાંથી ભરેલી છે, જે સમગ્ર દુ:ખનું મૂળ છે. તીર્થંકર ભગવંત દ્વારા પ્રરૂપિત રત્નત્રયી જ તર્કસંગત મોક્ષમાર્ગ છે અને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર તે જ સંસારમાર્ગ છે; તેમાં કોઈ અંશમાત્ર ફેરફાર ન કરી શકે. ખુદ અનંતા તીર્થંકરો ભેગા થાય, તોપણ, આ સનાતન માર્ગને બદલી ન શકે, સદાનો સહજસિદ્ધ આ માર્ગ છે. તીર્થંકરોને પણ તરવા માટે તેનું જ અનુસરણ કરવાનું છે, તો બીજાની ક્યાં વાત ? આ ભાવતીર્થ સદા સૌનું તારક છે. જીવ સંસારમાં ૨ખડે છે અને તરતો નથી, તેનું કારણ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે. આ ત્રણ વિના કોઈ જીવને દુઃખ આવ્યું હોય, ભવિષ્યમાં આવશે કે અત્યારે આવી રહ્યું છે, તેવો એક પણ દાખલો નહીં મળે. સમગ્ર વિશ્વનું આરપાર અવલોકન કરનારા જ્ઞાનીઓનું આ આશ્ચર્યકારી વિશ્લેષણ છે.
૧શાસ્ત્રોમાં સંસારને સમુદ્રની ઉપમા આપી છે. સાગરમાં ચારે બાજુ ખારું પાણી હોય. ત્યાં કોઈ ફરિયાદ કરે કે જ્યાં જઈએ ત્યાં ખારું પાણી જ ભટકાય છે, તો તે માણસ સાગરની १. रागो दोसो मोहो दोसाभिस्संगमादिलिंग त्ति । अतिसंकिलेसरूवा हेतू चिय संकिलेसस्स । । १३७८ । । एतेहऽभिभूयाणं संसारीणं कतो सुहं किंचि? | जम्मजरामरणजलं भवजलहिं परियडंताणं । । १३७९ ।।
(ધર્મસંપ્રતી માન-૨, મૂર્ત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org