________________
ભાવતીર્થ - રત્નત્રયી
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं ।
(મમ્મતત$ 930T૦ શ્લોઝ-૧)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
સંસારના તાપથી તપેલા જીવને દુ:ખમાંથી મુક્ત થવા તારક તીર્થની આવશ્યકતા છે. સૌને તારવાની પ્રચંડ તારક શક્તિ ધરાવનાર ગુણમય ભાવતીર્થનું સ્વરૂપ આપણે વિચારી રહ્યા છીએ. - આત્માના આધ્યાત્મિક ગુણો એ જ નિશ્ચયનયથી ભાવતીર્થ છે. ગુણો સ્વાભાવિક તારકશક્તિ ધરાવતા હોવાથી નિશ્ચયનય તેને ભાવતીર્થ કહે છે. સર્વ આધ્યાત્મિક ગુણોનો સંક્ષેપથી રત્નત્રયીમાં સમાવેશ થઈ જાય. મોક્ષમાર્ગની આદિ પણ રત્નત્રયીથી છે અને મોક્ષમાર્ગનો અંત પણ રત્નત્રયીમાં છે. રત્નત્રયીનો પ્રારંભ એ જ મોક્ષમાર્ગનો પ્રારંભ છે, અને રત્નત્રયીની પરિપૂર્ણતા એ જ મોક્ષની પ્રાપ્તિ છે. મોશે પહોંચ્યા પછી પણ રત્નત્રયી ભાગી જવાની નથી. સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એમનામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની કોઈ અધૂરપ નથી. તેમને સ્થિરતારૂપ યથાવાતચારિત્ર છે. સિદ્ધ ભગવંતના આત્મામાં રત્નત્રયી સનાતન-શાશ્વત ઓતપ્રોત પડેલી છે. મોક્ષમાર્ગની આદિથી અંત સુધી રત્નત્રયી હોવાથી જેણે પણ ભવચક્રથી તરવું હોય તેણે રત્નત્રયીનું અવલંબન લેવું જ પડે. બીજાં તીર્થ વ્યવહારનયનાં ભાવતીર્થ હતાં. કદાચ ગીતાર્થ ગુરુનું અનુશાસન ન મળ્યું હોય, શાસ્ત્રનું મનન-ચિંતન જીવનમાં ન મળ્યું હોય, ચતુર્વિધ સંઘનું અવલંબન પણ ન મળ્યું હોય તેવો – આ ત્રણ તીર્થને પ્રાપ્ત કર્યા વગરનો – જીવ પણ રત્નત્રયીને પામીને અવશ્ય મોક્ષ પામી શકે. વળી આગળનાં ત્રણ ભાવતીર્થને પામેલા જીવે પણ અહીં તો આવવું જ પડે. સંસારની ધરી મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, તેની સંપૂર્ણ વિરોધી રત્નત્રયી ?
આ ભવચક્રમાંથી ઉગારવાની પ્રચંડ તાકાત રત્નત્રયીમાં છે, તેનો તાર્કિક ખુલાસો પદાર્થવિજ્ઞાનના નિયમાધારિત છે. સંસાર મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી ચાલે છે. આ સંસારનું १. यत्तदनन्तज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णमक्षयमव्ययमव्याबाधं धाम।
(૩પતિ પ્રસ્તાવ-૨) * चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते। यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये।।८।।
(જ્ઞાનસાર, ગષ્ટ મૂત) २. यद् यस्मात् तारयति पारं प्रापयति तेन तत् संघलक्षणं भावतस्तीर्थमिति संबन्धः । कुतस्तारयति?, इत्याह-तद्विपक्षभावादिति तेषां ज्ञानदर्शनचारित्राणां विपक्षोऽज्ञानमिथ्यात्वाविरमणानि तद्विपक्षस्तल्लक्षणो भावो जीवपरिणामस्तद्विपक्षभावस्तस्मात
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org