________________
૩૨
ભાવતીર્થ - રત્નત્રયી આ બાહ્ય સંસાર છે, જે અંદરના સંસારની by-product (આડપેદાશ) છે. જેના આત્મામાં મિથ્યાત્વનો ગાઢ અંધકાર નથી, મિથ્યાજ્ઞાનરૂપ વિકૃતિ નથી કે અસદ્વર્તનરૂપ કુચારિત્ર નથી, તેને આ બહારનો સંસાર પણ નથી. ખરો સંસાર તો અંદરનો છે, જે છાતીએ વળગ્યો છે. આ બધી તો તેની આડપેદાશ છે.
તમે એકલા બહાર જાઓ તો કુટુંબને મૂકીને જશો, પણ છાતીએ બાંધેલો સંસાર ક્યારેય નહીં મૂકો, ચોવીસે કલાક તે ઝોડની જેમ તમને વળગેલો છે. આ મનમાં બેઠેલા સંસારને જ્ઞાનીઓએ ત્રણ શબ્દોમાં ઓળખાવ્યો, કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને કુચારિત્ર. બધાં કર્મોનું સર્જન આ ત્રણમાં છે. કર્મોથી જન્મ પેદા થયો છે, જન્મથી મૃત્યુ પેદા થયું છે અને તે છે માટે જરારૂપ દુઃખ છે. કુટુંબ-કબીલો વગેરે પણ આ જન્મની આડપેદાશ છે, એકમાંથી બીજી અને બીજામાંથી ત્રીજી, એમ સળંગ ઉપાધિઓ જન્મી છે. ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણરૂપ બાહ્ય સંસારનું મૂળ બીજ તો આત્મા પર રહેલાં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે; અને તેનું વિરોધી તત્ત્વ કોઈ હોય તો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે. આ એવી વાત છે કે પ્રકાશનો વિરોધી અંધકાર અને અંધકારનો વિરોધી પ્રકાશ, આરોગ્યનો વિરોધી રોગ અને રોગનું વિરોધી આરોગ્ય. દુનિયામાં આ સનાતન-શાશ્વત નિયમ છે, ગમે તેવો નાસ્તિક પણ આ વ્યવસ્થામાં ફેરફાર ન કરી શકે. તેની જેમ સમ્યગ્દર્શનનું વિરોધી મિથ્યાદર્શન, સમ્યજ્ઞાનનું વિરોધી મિથ્યાજ્ઞાન અને સમ્યક્યારિત્રનું વિરોધી મિથ્યાચારિત્ર છે. આ ત્રણે સામસામે છે. જીવમાત્રના બાહ્ય સંસારના પરિચાલક બળો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર જ છે. તમે જીવનમાં કુટુંબ, સંપત્તિ, રાચરચીલું, ઘર વગેરે જે લોહીનું પાણી કરીને વસાવ્યું છે અને તેની માવજતમાં પણ જે ઘણો સમય અને શક્તિ હોંશે-હોંશે ખર્ચો છો, તે બધાનું પ્રેરક બળ આ ત્રણમાં જ છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર તે સંસારના પ્રતિસ્પર્ધી ભાવો છે, તેનાથી જ સંસારનો નાશ થાય. ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં આના સિવાય કોઈના સંસારનો નાશ ન થાય.
સભા : દીક્ષા લીધી તેણે સંસાર છોડ્યો કહેવાય ને ?
સાહેબજી : હા, પણ અંદરનો સંસાર ન છોડ્યો હોય, અને માત્ર બહારનો છોડ્યો હોય તો, તેને માટે અમારે ત્યાં લખ્યું કે “તે દીક્ષા હોળીના રાજા જેવી છે'.
સભા ઃ અમને તો તે પણ કઠિન લાગે છે.
સાહેબજી : અંદરનો સંસાર એટલો મજબૂત છે કે તમે બહારના સંસાર વગર એક મિનિટ પણ જીવી શકો તેમ નથી, શ્વાસ ન લઈ શકો તેટલા ફસાયા છો, છતાં છૂટતું નથી. १. भवकारणरागादिप्रतिपक्षमदः खलु। तद्विपक्षस्य मोक्षस्य, कारणं घटतेतराम्।।८३।।
(મધ્યાત્મસાર થાર-૨૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org