________________
ભાવતીર્થ - રત્નત્રયી રહેલા જીવો પણ આ રીતે મોક્ષમાર્ગ પર ચડી શકે. મરુદેવામાતાને તરવામાં પહેલાં ત્રણ તીર્થો કામ ન લાગ્યાં, પણ ચોથું ભાવતીર્થ તો કામ લાગ્યું જ છે, તેના બળથી જ તેઓ તર્યા છે. વલ્કલગીરી, કપિલકેવલી : બધા આ પ્રક્રમમાં આવે. તેમણે બીજા ધર્મની જાણકારી મેળવી હોય. અન્ય ધર્મનાં શાસ્ત્રો ચોથી દૃષ્ટિ સુધીનો માર્ગ દર્શાવે છે, પરંતુ ત્યાર પછી તો તેમને નિસર્ગથી જ ચડવું પડે, અથવા જૈનશાસનની સહાય લેવી પડે. જેમ કે પંદરસો તાપસી અન્ય ધર્મનાં શાસ્ત્રો દ્વારા યોગની ચોથી દૃષ્ટિ સુધી પહોંચી ગયા છે, ત્યારબાદ ચડવા માટે ગૌતમ મહારાજાની સહાય લીધી, તેઓ ગૌતમ મહારાજાની સહાય વગર કેવલજ્ઞાન સુધી પહોંચ્યા નથી. અરે ! તેમને સમકિત સુધી પહોંચાડવામાં પણ તીર્થસ્વરૂપ ગણધર ભગવંત સહાયક બન્યા છે, પ્રારંભ બીજા ધર્મના શાસ્ત્રના અવલંબનથી થયો, અને પછીનો માર્ગ ગૌતમ મહારાજાની સહાયથી ચડ્યા, પણ સહાય વગર ચડ્યા નથી.
સભા : તે તો શરણે જ ગયા છે ને ?
સાહેબજી ઃ શરણે ગયા એટલે સ્વયં કોઈ સાધના નથી કરી એવું નહિ. તેમણે ગૌતમસ્વામી મહારાજાના પગ પકડી કહ્યું કે “હવે અષ્ટાપદની યાત્રા નથી કરવી, અમારે તો તમારું અનુશાસન જોઈએ; કારણ કે અમને ખબર છે કે તમે આ ભવમાં જ મોક્ષે જવાના છો'. તાપસોએ નજરોનજર જોયું છે કે “ગૌતમ મહારાજા સ્વશક્તિથી અષ્ટાપદ ચડ્યા છે. તેથી નિર્ણય થયો છે કે “તેઓ મુક્તિગામી છે'. એટલે કહે છે કે “અમે તમારા પગ પકડી લઈશું, અમારે સહાયની જરૂર છે, હવે તમે સમર્થ તારક મળી ગયા છો'; પણ આ ગુરુ એવા છે કે પગ પકડે તેને મૂડીને બેસાડી ના દે, તે તો કહે છે કે “મારું શાસન સ્વીકારી તમે મને ગુરુ માનવા તૈયાર છો, પરંતુ હજુ મારા ગુરુ પણ છે. એવું કહીને તીર્થંકરનું યથાર્થ વર્ણન કરે છે કે જે સાંભળતાં જ. તાપસીને સાચા ઈશ્વરતત્ત્વની ઓળખ થઈ ગઈ, તેમની દેશનાશક્તિ અમોઘ છે, ૪ જ્ઞાન અને ૧૪ પૂર્વના ધણી એવા ગૌતમ મહારાજા પંદરસો તાપસીને દેશના આપે છે, દેવગુરુ-ધર્મની સાચી ઓળખ કરાવી તેમને સમકિત પમાડ્યું. ત્યારબાદ દીક્ષા આપી, અનુશાસનપૂર્વક સંયમજીવનના વિચરણ સાથે પ્રભુ પાસે લાવે છે. સામગ્રીથી તરનારા પણ રત્નત્રયીમાં પુરુષાર્થ તો અવશ્ય કરે, અને રત્નત્રયી દ્વારા જ તરે. તાપસોની અષ્ટાપદ તીર્થ પર યાત્રાની ઇચ્છા અધૂરી રહી. તેમને સ્થાવર તીર્થ ભલે ન મળ્યું, પણ જંગમ તીર્થ એવું મળ્યું કે સીધા તારી દીધા. વળી તેમણે પણ શરણ અનુશાસનપૂર્વકનું સ્વીકાર્યું, તેથી કામ થઈ ગયું. આ પંદરસોએ પંદરસો તાપસી અધિગમથી જ મોક્ષ પામ્યા છે, શરૂઆતનો વિકાસ અન્ય ધર્મનાં શાસ્ત્રો પામીને થયો છે, પછીનો વિકાસ તીર્થસ્વરૂપ આવા ગુરુ મળ્યા ત્યારથી જૈનશાસનના તીર્થની સહાયથી થયો. વળી માર્ગ પામ્યા પછી તેમની ગતિ એટલી શીધ્ર છે કે અપેક્ષાએ કહી શકાય ‘તારક તીર્થ એવા ગુરુ કરતાં પણ ઝડપથી આગળ વધી ગયા', જેનું શરણું સ્વીકાર્યું તેને જ પાછળ મૂકી દીધા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org