________________
૨૬
ભાવતીર્થ - રત્નત્રયી
ગુરુ-ધર્મનો પરિચય નથી, કોઈ દિવસ જીવનમાં આધ્યાત્મિક ક્રિયા - પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા વગેરે કશું કર્યું નથી, ધર્મના નામથી કોઈ આરાધના કરી જ નથી; પરંતુ શક્તિને કેન્દ્રિત કરી રત્નત્રયીના માર્ગ પર સરળ ગતિ કરી છે. તેમણે તારક તીર્થરૂપે રત્નત્રયીનું જ આલંબન લીધું છે, પ્રભુએ વ્યવહારથી સ્થાપેલ તીર્થનું આલંબન લીધું નથી, માત્ર નિશ્ચયનયના ભાવતીર્થનું આલંબન લઈને ચડ્યાં છે. નિમિત્તકારણને માનનાર વ્યવહારનય જીવંત તારક સામગ્રીને ભાવતીર્થ તરીકે પ્રધાનતા આપે છે; પરંતુ નિશ્ચયનય તો કહેશે કે “ગીતાર્થ ગુરુ, શાસ્ત્ર, સંઘ પણ ઉપાદાનની શુદ્ધિ વિના ન તારે, અને ઉપાદાનની શુદ્ધિ હોય તો, ગીતાર્થ ગુરુ આદિ વિના પણ માત્ર રત્નત્રયીરૂપ આંતરિક ગુણોથી જ અવશ્ય તરે'. તેથી નિશ્ચયનયથી સાચું તારક તીર્થ રત્નત્રયી જ છે.
સભા : ક્ષણવારમાં બધું પતી ગયું ?
સાહેબજી : અશક્ય નથી, પણ આત્માની શક્તિ સમ્યગુ કેન્દ્રિત થાય તો બને. શુદ્ધ ચેતનાની એકાગ્રતા પર મદાર છે. તમે પાંચ મિનિટ પણ ચંચળતા છોડી શકો તેમ નથી. વાંદરાને સારું કહેવડાવે તેવું તમારું મન છે; કેમ કે વાંદરો તો મદારીના કાબૂમાં પણ રહે, તે બેસાડે તો બેસી જાય, ખવડાવે તો ખાય. મદારીનો વાંદરો સારો કે તમારું મન ? તમારી
ઓળખ શું આપવી ? તમને અંદરમાં થવું જોઈએ કે “આપણે આવા છીએ'. આખો દિવસ ઢંગધડા વગરના વિચારો ચાલ્યા કરે. તમને પોતાને પણ ભાન ન હોય કે હું શું વિચારું છું ? કેવું વિચારું છું ?
સભા : માળા ગણતા હોઈએ તોપણ આડા-અવળા વિચારો આવે છે.
સાહેબજી : કારણ કે માળા હાથથી ગણો છો. ખરેખર તમારા મનના માલિક તમે છો કે બીજા છે ? તમે કદી એકાગ્રતા માટે જીવનમાં ઘડતર કર્યું નથી. તમારી મરજી પ્રમાણે મન વિચારે છે ? કે મનની મરજી પ્રમાણે તમે વિચારો છો ? ઘરમાં તમારી ઇચ્છાવિરુદ્ધ ઘરનો એક પણ સભ્ય વર્તે તો ફાવતું નથી. ત્યાં તમારો આગ્રહ એ છે કે “બધાએ મારી મરજી મુજબ ચાલવું જોઈએ.
સભા : બધા કાબૂમાં ન રહે એટલે જ મન કાબૂમાં ન રહે.
સાહેબજી : આ કહે છે, “આખી દુનિયા મારા કાબૂમાં આવી જાય પછી મારું મન કાબૂમાં રહે'. આને પોતાના મનના બાપ નથી બનવું, પરંતુ દુનિયાના બાપ બનવું છે. તમારે ઘરના १. अथ "तप्पुब्विया अरहये"तिवचनं समर्थयन्नाह "वचनार्थप्रतिपत्तित एव", वचनसाध्यसामायिकाद्यर्थस्य ज्ञानानुष्ठानलक्षणस्य; प्रतिपत्तित एव-अङ्गीकरणादेव, नान्यथा, "तेषामपि" मरुदेव्यादीनाम्, "अपि"शब्दादृषभादीनां च, "तथात्वसिद्धेः"=सर्वदर्शित्वसिद्धेः, "तत्त्वतो"=निश्चयवृत्त्या, न तु व्यवहारतोऽपि, "तत्पूर्वकत्वं"-वचनपूर्वकत्वमिति।
(हरिभद्रसूरिकृत ललितविस्तरा उपरि मुनिसुंदरसूरिकृत पंजिका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org