________________
૨૪
ભાવતીર્થ - રત્નત્રયી શુભ કામના જ છે, તેવો જીવ સ્થિતપ્રજ્ઞ કહેવાય. અત્યારે તમારા મનમાંથી અશુભ કામના નીકળી ગઈ છે તેવું કહી શકો ? ઇચ્છાઓ ઘણી છે, પણ મોટે ભાગે અશુભ ઇચ્છાઓ જ છે, શુભ ઇચ્છાઓનો દુકાળ છે. માટે જ તમારા માટે સ્થિતપ્રજ્ઞપણું દુર્લભ છે.
આટલાં વર્ષો મરુદેવામાતા અંધારામાં રહ્યાં છે, તેમને ખબર જ નથી કે હું એકલી જ દીકરા પર રાગ કરું છું; અને દીકરો મારી સામે જે યોગ્ય વર્તન કરે છે, તે તો ઔચિત્ય તરીકે જ કરે છે. ઋષભદેવ માની લાગણીનો પ્રતિભાવ આપે, અનુકૂળ પ્રવૃત્તિ કરે, પણ તેમાં તેઓને મમત્વભાવ પ્રેરક નથી. વ્યવહાર એવો કરે કે માને મનમાં થાય કે પુત્ર મારી લાગણી-ઇચ્છાને બરાબર માન આપે છે. તીર્થકરો પણ માતા-પિતા સાથે એવો ઉચિત વ્યવહાર કરે કે ભલભલા મોઢામાં આંગળાં નાંખી જાય. સંસારમાં તો નિયમ છે કે સ્નેહ, સ્નેહની અપેક્ષા રાખે જ. રાગ એનું જ નામ કે જેમાં અપેક્ષા પડી હોય. રાગ થયો એટલે સામેથી કાંઈક માંગે જ. ન માંગે એવો રાગ હોતો જ નથી. બધા રાગમાં અપેક્ષા તો હોય જ. અરે ! છેલ્લે એવી ઇચ્છા હોય કે સતત મારી પડખે રહે, તેનું મિલન રહે, મારી સાથે સ્નેહ રાખે.
સભા : નિઃસ્વાર્થ સ્નેહમાં તો અપેક્ષા ન હોય ને ?
સાહેબજી ઃ નિઃસ્વાર્થ સ્નેહમાં પણ આ અપેક્ષા તો હોય જ છે. હું એને ચાહું અને તે મને ન ચાહે તેવો રાગ સંસારમાં હોતો નથી; તેવો રાગ ધર્મમાં હોય, માત્ર ઉચિત કર્તવ્ય કરીને છૂટી જવાનો ભાવ હોય. જોકે અપેક્ષાશૂન્ય પ્રશસ્ત રાગ એ ઉપરની કક્ષા છે, છતાં તેવો રાગ ધર્મના ક્ષેત્રમાં જ સંભવી શકે છે. હા, બધા જ જીવો ધર્મના ક્ષેત્રમાં અપેક્ષાશુન્ય રાગ કરે છે તેવું નથી કહેવું, પણ હોય તો અહીં હોય. તમને સંસારમાં એકપક્ષી રાગ ફાવે જ નહીં.
પુત્રના ઔચિત્યપૂર્ણ વ્યવહારથી મરુદેવામાતા રાગના ભ્રમમાં રહ્યાં છે. તે રાગ તેમનો ઋષભદેવને નિર્લેપ જોઈને તૂટ્યો છે, અને નિસર્ગથી રત્નત્રયીના પરિણામથી શીધ્ર મોક્ષ થયો છે.
સભા : દેવાનંદા અને ઋષભદત્ત પણ મોક્ષે ગયાં ને ?
સાહેબજી : એમણે પ્રભુવીરની દેશના સાંભળી ચારિત્ર સ્વીકારી સામગ્રીથી મોક્ષ મેળવ્યો છે, મરુદેવામાતાએ તો ભગવાનની વાણી પણ સાંભળી નથી.
અત્યંત હળુકર્મી જીવ એક વાર માર્ગ પકડે પછી બાહ્ય સાધન-સામગ્રી વગર એમનો અંદરનો ઉઘાડ જ તેમને આગળ ચડાવી દે, તેનો આ નમૂનો છે. રાગમાંથી વિરાગ આવ્યો, વિરાગનો શુદ્ધ પરિણામ ઘાતિકર્મો પર ફટકો માર્યા વગર ન રહે. તમામ ઘાતિકર્મોમાં અત્યંત
१. उत्तरुत्तरसुहऽज्झवसायारूढसम्मत्ताइगुणट्ठाणाए सहस त्ति पावियाऽपुव्वकरणाए पत्ता खवगसेढी, खवियं मोहजालं, पणासियाणि णाण-दंसणावरणं-उतरायाणि, समासाइयं केवलणाणं । तयणन्तरमेव सेलेसीविहाणेणं खवियकम्मसेसा गयखंधारूढा चेव आउयपरिक्खए अंतगडकेवलित्तणेणं सिद्धा ।
(शीलांकाचार्य विरचित चउपनमहापुरुषचरियं अंतर्गत रिसहदेवचरिय)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org