________________
૨૫
ભાવતીર્થ – રત્નત્રયી ભારે મિથ્યાત્વ-મોહનીયકર્મ છે, જે સમ્યગ્દર્શનનું વિરોધી છે; તમને સાચી દૃષ્ટિ જ સૂઝવા ન દે. મરુદેવામાતાએ મિથ્યાત્વ પર એવો પ્રહાર કર્યો છે કે કર્મોમાં પડલ તૂટવાના ચાલુ થઈ ગયાં. કોઈ battery (બત્તી) લઈને ચાલે તો તે જેમ જેમ ચાલે તેમ તેમ bateryનો પ્રકાશ પણ આગળ આગળ વધે, અને પ્રકાશ આગળ આગળ વધતો જાય તેમ તેમ આગળનો રસ્તો પણ દેખાતો જાય. Battery હાથમાં હોય એટલે પ્રકાશ પોતાનાથી બે ડગલાં આગળ જ રહે. અહીં મરુદેવામાતાને બધાં આવરણો એક સાથે નથી તૂટ્યાં. આત્મા પર અનંત અજ્ઞાન, અનંત દર્શનાવરણીય, ઘાતી-અઘાતી બધાં કર્મો બેઠાં છે. અત્યારે આઠમાંથી એક પણ કર્મ સંપૂર્ણ તૂટેલું નથી, બધાં તોડવાનાં છે; પણ મહત્ત્વની વાત એ છે કે તેમના આત્મા પર પહેલો વિશુદ્ધ પરિણામ થયો છે તે એવો પ્રકાશના શેરડા જેવો છે કે જ્યાં પડે ત્યાં રહેલું કર્મનું આવરણ તોડી નાંખે, અને જ્યાં આવરણ તૂટે ત્યાં આગળનો રસ્તો દેખાય. આ પરિણામની ધારામાં પુરુષાર્થ એકદમ સીધી દિશા પર છે. આત્મા પર બીજાં કર્મોનાં પડલ ને પડલ પડ્યાં હોય, પણ જે રસ્તે જવું છે તે રસ્તો sharp (સ્પષ્ટ) દેખાય તેવો પ્રકાશ અંદરમાં થાય, તો જીવ ચોક્કસ શાશ્વત-સનાતન રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ પર ચઢી જાય. ગમે તે ધર્મમાં રહેલો કે કોઈ પણ ધર્મને નહીં પામેલો જીવ પણ નિસર્ગથી આ રીતે ચડી શકે છે. આ પ્રક્રિયાની ખૂબી સમજવા જેવી છે. જેમ કોઈને આંખ હોય, તે પણ ચોખ્ખી હોય, છતાં ચાલતી વખતે પગ મૂકવાનો હોય ત્યાં દૃષ્ટિ કેન્દ્રિત ન કરે અને બીજા પગથિયા પર જોયા કરે, તો ઠેસ ખાઈને નીચે પડે; કેમ કે દૃષ્ટિ છે, જ્ઞાન છે, પણ યથાર્થ ઉપયોગ નથી. એમ ઘણી વાર જીવ માટે આંતરજગતમાં આવું જ બને છે કે તેની શક્તિ આડી-અવળી જ જાય. મરુદેવામાતાની દૃષ્ટિ સીધીસટ જાય છે.
X-rays, gama rays, beta rays (એક્સ રેઝ, ગામા રેઝ અને બીટા રેઝ) વગેરે કિરણોમાં તેનાં ઘટક. એવાં photon (ફોટોન) વગેરે અણુઓ આડીઅવળી ગતિ કરે છે; જ્યારે Laser beamમાં (લેસર બીમમાં) તેનાં ઘટકો એકસરખી સીધી લીટીમાં ગતિ કરે છે, માટે તેની તીવ્રતા અન્ય rays (કિરણો) કરતાં કંઈ ગણી વધી જાય છે. હાલમાં તે લેસર કિરણો બધા પ્રકારનાં કિરણોમાં સૌથી powerful rays (શક્તિશાળી કિરણો) ગણાય છે. Laser raysને (લેસર કિરણોને) બરાબર કેન્દ્રિત કરવામાં આવે તો ભીંતમાં પણ કાણું પાડી આપે, પત્થરોને પણ કાપી નાંખે. અણુઓ આડા-અવળા ન જાય એટલે તેની શક્તિ વેધકતાથી સંગઠિત થાય. Laser raysમાં (લેસર કિરણોમાં) ઘટક સંખ્યા અલ્પ હોય, જ્યારે બીજાં raysમાં photon (કિરણોમાં ફોટોન) વધારે હોય, છતાં શક્તિ ઘટી જાય; કેમ કે આડાંઅવળાં ચાલે, એટલે શક્તિ કેન્દ્રિત ન થાય.
તેમ જ્યારે આત્માની વિશુદ્ધ ચેતનાશક્તિનું કેન્દ્રીકરણ થાય અને યોગ્ય દિશામાં ગતિ કરે, તો જીવ થોડી શક્તિથી પણ સડસડાટ ચડી જાય. મરુદેવામાતાની પાસે શાસ્ત્રજ્ઞાન નથી, દેવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org