________________
૨૦
ભાવતીર્થ - રત્નત્રયી
ઋષભદેવે માની ખબર-અંતર પુછાવી નથી કે સંદેશો મોકલ્યો નથી. મરુદેવામાતાની જગ્યાએ તમે હો તો સંક્લેશો કરી કરીને કર્મો બાંધો. હળુકર્મી જીવના ભાવ તમને નહીં સમજાય. આ તો દીકરાની રિદ્ધિ-સિદ્ધિ જોઈને રાજી રાજી થાય છે. માને મનમાં એવું નથી થતું કે “હું રડી રડીને હેરાન થઈ ગઈ અને આ તો સુખમાં મહાલે છે. તમને તો તમારા રાગનું પાત્ર એકલું ભોગવે તોપણ દ્વેષ થાય, એટલે જ તમારો રાગ જેના પર થાય તેના પણ ભોગ લાગે. મરુદેવામાતાને ઋષભદેવ પ્રત્યે રાગ હતો, છતાં તેમને ભારે નુકસાન ન થયું; કેમ કે તેમના રાગના પરિણામો જ એવા છે કે “નિમિત્ત મળતાં પણ સંક્લેશ ન કરાવે, ઊલટો તેમને સંસાર પ્રત્યે વિરાગ થયો છે'. આ તો નોખી માટીના માનવી કહી શકાય તેવા જીવો છે. આથી માને અલિપ્તતા આવી. પુત્રરાગથી ઘેરાયેલું મન હતું, તે રાગ હવે તૂટ્યો અને વૈરાગ્યના ભાવ થયા. વૈરાગ્યમાં તાકાત છે કે સીધો ઘાતિકર્મો પર જ ઘા કરે. તમારે ઘાતિકર્મ સાથે ભાઈબંધી છે, એટલે જ તમને વૈરાગ્ય ફાવતો નથી. તમારે વાંધો અશાતાદાયક અઘાતિકર્મો સાથે જ છે, અને જેને અશાતાદાયક કર્મોની સાથે જ દુશ્મનાવટ છે, તે સાચો સાધક નથી, તેની પરિચાયક નિશાની છે. મરુદેવામાતાએ જે નિર્લેપતાની ધારા ચલાવી તેમાં ઘાતિકર્મો તૂટ્યાં, એટલે અધિક અધિક વિશુદ્ધ ગુણો પ્રગટ્યાં. શાસ્ત્રમાં લખ્યું છે કે “શુદ્ધ ધર્મનું ફળ ઉત્તરોત્તર શુદ્ધ ધર્મ જ છે. જેમ જેમ ધર્મ કરો તેમ તેમ આગળ આગળનો ધર્મ પ્રગટતો જાય'. તમારા માટે આ નવી વાત છે; કારણ કે તમે ધર્મનું ફળ તુચ્છ ભૌતિક પદાર્થો જ માનો છો, પણ ધર્મનું મુખ્ય ફળ ધર્મ જ છે, તેવી બુદ્ધિ તમને નથી.
સભા : પ્રશસ્ત રાગ વૈરાગ્યનું કારણ બને ?
સાહેબજી : બને, પણ બનશે જ તેવી ગેરંટી નથી. લાયકને પ્રશસ્ત રાગ વૈરાગ્યનું કારણ બની શકે.
સભા : પ્રશસ્ત રાગ કરવા જેવો ?
સાહેબજી : કરવા જેવો, છતાં તેમાં વિશુદ્ધ ગુણાનુરાગ મુખ્ય છે. તે કેળવો તો કામ થઈ જશે. તમને ખબર નથી કે વિશુદ્ધ ગુણાનુરાગ પ્રગટ્યો કે બાકી છે ? તે નિશ્ચિત કરવા જેવું છે.
१. सिद्ध्यन्तरस्य सद्बीजं, या सा सिद्धिरिहोच्यते। ऐकान्तिक्यन्यथा नैव, पातशक्त्यनुवेधतः ।।२३३।।
(ચોવિવુ મૂન) * शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलक्षणा सम्यग्दर्शनादिनिर्वाणबीजलाभफला जीवशुद्धिरेव धर्मः।
(વિવું અધ્યાય-૨, શ્લોવર-ર ટીકા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org