Page #1
--------------------------------------------------------------------------
________________
Biasa die
વિપાકસૂત્ર
શ્રી રત્નપ્રભાચાર્ય
રત્નાકરાવતારિકા
ભાષાંતર ભાગ-૩
SAV – ઉપાદાગ
પ્રષ્નવ્યાકરણ
૪. રત્નાકાવાર્તાશિ
જ્ઞાતાધર્મકથા
ભગવતી
આચારાંગ
કૃત
સૂત્ર કૃતંગ
ઠાણાંગ
સમવાયોગ
દૃષ્ટિવાદ
વિવેચક ઃ- ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #2
--------------------------------------------------------------------------
________________
|| ૩
મર્દ નમ: II.
र श्री वादिदेवसूरीश्वरजीसूत्रितस्य प्रमाणनयतत्त्वालोकस्य ।
(શ્રી રત્નપ્રભાવીર્યવિરત્રિતા તથ્વી ટીા) {GitHerma |
ભાગ - તૃતીય પરિચ્છેદ ૬ થી ૮
-: આશીર્વાદ દાતા - પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
-: અનુવાદક :ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
-: સંશોધક તથા સંપાદક:પ. પૂ. પં. શ્રી કલ્યાણબોધિવિજયજી મ.
-: પ્રકાશક:શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ - સુરત
Page #3
--------------------------------------------------------------------------
________________
1
શ્રી જેનધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૦૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, - સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન: (0261) 2688943
જ
સરસ.
(ઇ,
ઉક્ત
પ્રા
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૦૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, - સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : (0261) 2688943
જે સ્થાન
- શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા. (ઉત્તર ગુજરાત)
સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન : 25356692
સેવંતીલાલ વી. જેના ૨૦, મહાજનગલી. ઝવેરીબજાર, મુંબઇ. ફોન: 2412445
જેન પ્રકાશન મંદિર : ૩૦૯/૪, ખતરીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ફોન : 25356806
ભરત ગ્રાફિક્સ: ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ (O.) (079) 22134176, (R) 22124723
Dr. C. P. Shah 5, Saint Claire Circle, Schaumburg. IL. 60173 T.N. 847-517 3324
જ
વિક્રમ સંવત ૨૦૬૦ - વીર સંવત્ ૨૫૩૦ • ઇસ્વીસન ૨૦૦૪
પ્રથમ આવૃત્તિ
કિંમત રૂા. ૩૦૦-૦૦
કમ્પોઝ હું પ્રિન્ટીંગ બાઇન્ડીંગ
છે
ભરત ગ્રાફિક્સ ન્ય માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (0.) (079) 22134176, (R.) 22124723
છે.
-
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પ્રસ્તાવના
પરમ પૂજ્ય વાદિદેવસૂરિજી મહારાજશ્રી કૃત “શ્રી પ્રમાણ નયતત્તાલોક” નામનો પ્રમાણ અને નયના વિષયને સમજાવતો એક મહાગ્રંથ છે. જેની રચના તેઓશ્રીએ બારમી સદીમાં કરી છે. આ ગ્રંથનો સરળ અને સુંદર અર્થ સમજાવવા માટે તેઓશ્રીએ પોતે જ “સ્યાદ્વાદ રત્નાકર” નામની સ્વોપણ ટીકા બનાવી છે. જે ટીકાગ્રંથ તેના નામ પ્રમાણે સમુદ્રસમાન બન્યો છે.
આ ટીકાગ્રંથ અનેક દાર્શનિક ચર્ચાઓથી ભરપૂર છે. સૂત્રે સૂત્રે આવતા દાર્શનિક ભિન્ન ભિન્ન મંતવ્યોનું ખંડન-મંડન કરવાપૂર્વક સત્યનું સ્થાપન ઠેકાણે ઠેકાણે કરેલ છે. સંસ્કૃતભાષા, દાર્શનિક મંતવ્યો, ઘણી સૂક્ષ્મ ચર્ચા, ખંડન-મંડનની તર્કજાળ, વિવિધ પ્રકારે અનેક પક્ષોની રજુઆત ઈત્યાદિના કારણે ખરેખર આ ટીકાગ્રંથ ભણવો અને તેનો પાર પામવો દુર્ગમ અને દુષ્કર બન્યો છે. જેમ સમુદ્ર ઉંડો ઘણો હોય છે. ભૂજાબળે પાર પામવો દુષ્કર હોય છે. તેમ આ ટીકગ્રંથ પણ ઘણો જ કઠીન અને અન્ય આલંબન વિના તેનો પાર પામવો દુષ્કર છે.
આ જ કારણે તેઓશ્રીના જ શિષ્ય આચાર્યદેવ “શ્રી રત્નપ્રભાચાર્યજીએ સમુદ્રસમાન તે ગ્રંથમાં અભ્યાસી જીવોનો સુખે સુખે પ્રવેશ થઈ શકે તેવા ઉત્તમાશયથી સમુદ્રમાં પ્રવેશવા જેમ નાવ હોય છે. તેમ સમુદ્રસમાન આ ટીકાગ્રંથમાં પ્રવેશ કરી શકાય તે માટે નાવ સમાન સુંદર એક ટીકા બનાવી છે. જેનું નામ છે. “રવાકરાવતારિકા” ત્યાં રત્નાર એટલે સમુદ્ર (સમુદ્રસમાન ટીકાગ્રંથ), તેમાં પ્રવેશવાગવતરિ એટલે નાવ એ જ આ ગ્રંથ છે. “શ્રી રતપ્રભાચાર્યકૃત “રનાકરાવતારિકા”
સ્યાદ્વાદ રત્નાકર કરતાં આ ગ્રંથ ઘણો સરળ-સુગમ અને રસપ્રદ છે. તો પણ તેના કર્તા વિશિષ્ટ કવિ હોવાથી અને સંસ્કૃત ભાષા ઉપર બહુ જ પ્રભુત્વ હોવાથી (૧) ઘણો શબ્દ પ્રાસ, (૨) વિવિધ ગદ્ય-પદ્ય રચના (૩) ઘણા લાંબા લાંબા સમાસો, (૪) સરખે સરખા વર્ણોની રસપ્રદ રચના, (૫) તેર જ વ્યંજનોના પ્રયોગ દ્વારા જગત્કર્તુત્વનું ખંડન ઈત્યાદિ વિષયોના કારણે
ક્યારેક ક્યારેક આ રસાકરાવતારિકાગ્રંથ પણ નાવ સમાન હોવા છતાં સમુદ્ર સમાન લાગે છે. તેથી તેમાં પણ પ્રવેશ કરવા-કરાવવા માટે બાલ જીવોના અનુગ્રહના નિમિત્તે “ગુજરાતી અનુવાદની” અત્યન્ત આવશ્યકતા હતી.
Page #5
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી નીતિસૂરીશ્વરજી મ. શ્રીના સમુદાયમાં થયેલા પૂજ્ય શ્રી મલયવિજયજી મ. શ્રીએ આ રત્નાકરાવતારિકાનું ગુજરાતી વિવેચન કર્યું છે. પરંતુ તે ગુજરાતી વિવેચન સંક્ષિપ્ત અને વિદ્ભોગ્ય હોવાથી વધારે વિસ્તૃત અને બાલભોગ્ય વિવેચન લખવાની અમારી ઈચ્છા થઈ. પાઠશાળામાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. શ્રીઓને વારંવાર આ ગ્રંથ ભણાવતાં વિવેચન લખવાની આ ઈચ્છા વધારે પ્રબળ બની અને સતત ભણાવવાથી વિવેચન લખવાનું કંઈક સરળ પણ બન્યું તથા આ વર્ગમાં અભ્યાસ કરતા પૂજ્ય સાધુ મ. સાહેબો તથા વિશિષ્ટ બુદ્ધિશાળી કેટલાંક સાધ્વીજી મહારાજ સાહેબો, આ ગ્રંથની કઠીન પંક્તિઓના અર્થ ખોલવામાં અતિશય સહાયક થયાં છે. તેઓની સહાયથી જ આ ગ્રંથનું વિવેચન અમે કંઈક અંશે લખી શક્યા છીએ.
૪
આ ગ્રંથના કુલ ૮ પરિચ્છેદ છે. પહેલા-બીજા પરિચ્છેદના વિવેચનવાળો પ્રથમ ભાગ વિક્રમ સંવત ૨૦૫૩માં, ત્રીજા-ચોથા અને પાંચમા પરિચ્છેદના વિવેચનવાળો બીજો ભાગ વિક્રમ સંવત ૨૦૫૬માં પ્રકાશિત કરીને બાકી રહેલા છઠ્ઠા-સાતમા અને આઠમા પરિચ્છેદના વિવેચનવાળો આ તૃતીય ભાગ (ત્રીજો ભાગ) વિક્રમ સંવત ૨૦૬૦માં પ્રકાશિત કરીને પરમ ઉપકારી એવા શ્રી ચતુર્વિધ જૈન સંઘના કરકમળમાં સમર્પિત કરીએ છીએ.
,
મૂળ ગ્રંથના કર્તા શ્રી વાદિદેવસૂરિજીમ.સા.ના જીવન વિષે, તેઓશ્રીએ કરેલી ગ્રંથરચના વિષે, ઘણી વાતો પહેલા ભાગમાં અમે લખી છે. તેથી તેનું પુનરુચ્ચારણ અહીં કરતા નથી. પહેલા ભાગમાં અને બીજા ભાગમાં ઘણા જ વિસ્તારથી પ્રસ્તાવના પણ અમે લખી છે. તેથી અહીં તેનો ઘણો વિસ્તાર કરતા નથી. વિશેષાર્થીને આ બન્ને ભાગોની પ્રસ્તાવના જોઈ લેવા ખાસ વિનંતિ છે.
આ ગ્રંથનું વિવેચન જ્યારે લખાતું હતું ત્યારે વૈરાગ્ય દેશના દક્ષ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ના પ્રશિષ્ય રત), તથા તેઓશ્રીના શિષ્ય૨ત સ૨ળસ્વભાવી પૂજ્ય પન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજ સાહેબનો સમાગમ થયો. તેઓશ્રીને આ વિવેચન સવિશેષપણે ગમી ગયું. તેઓશ્રીના સદુપદેશથી થયેલા ‘શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે” આ પુસ્તક પ્રકાશનના ખર્ચનો બોજ ઉપાડી લીધો. આ રીતે તેઓશ્રીના સહયોગથી અમે ગુજરાતી વિવેચનના પહેલા-બીજા ભાગને પ્રકાશિત કરીને અત્યારે આ ત્રીજો ભાગ પ્રકાશિત કરી રહ્યા છીએ. આ રીતે આ ત્રણ ભાગમાં આ ગ્રંથ સમાપ્ત થાય છે.
તથા અમેરિકામાં-ડીટ્રોઈટ શહે૨માં રહેતા શ્રી મહેશભાઈ હિંમતલાલ વોરા, તથા શ્રી કીર્તિબેન મહેશભાઈ વોરાએ ત્રણે ભાગમાં દોઢસો-દોઢસો નકલોની આર્થિક કિંમત આપીને પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને અભ્યાસ માટે ભેટ આપવાનું સૂચન કરતાં આ વિવેચન લખવામાં અને પ્રકાશિત કરવામાં અમે વધારે ઉત્સાહિત થયા છીએ. આ અવસરે ત્રણે ભાગમાં
Page #6
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
આર્થિક સહયોગ આપવા બદલ અમે શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટનો તથા શ્રી મહેશભાઈ હિંમતલાલ વોરાનો અને શ્રી કીર્તિબેન મહેશભાઈ વોરાનો આભાર માનીએ છીએ.
બરાબર લખાઈને તૈયાર થયેલા મૂળમેટરને આદિથી અંત સુધી ખંત અને લાગણીપૂર્વક ધ્યાનથી વાંચીને યથોચિત સુધારા-વધારા કરી આપવા બદલ (પ્રથમ મુનિપદે બીરાજમાન અને હાલ પંન્યાસપદે બીરાજમાન) પૂજ્યપાદ શ્રી કલ્યાણબોધિવિજ્યજી મહારાજ સાહેબનો આ તબક્કે જેટલો ઉપકાર અને આભાર માનીએ તેટલો ઓછો જ છે. તેઓશ્રીની જો લાગણી ન વરસી હોત તો કદાચ આ ત્રણ ભાગ પૂર્ણ ન પણ થયા હોત.
તથા જૈન શાસનમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજશ્રીઓને ભણાવનારા પંડિતવર્ષોમાં જેઓનું શ્રેષ્ઠ સ્થાન છે. પ્રુફો સુધારવાની બાબતમાં જેઓની કાળજી પ્રશસ્ય છે. અને જેઓનો સુંદર અને સંગીન ધાર્મિક-સંસ્કૃત-પ્રાકૃત-ન્યાય-વ્યાકરણનો અભ્યાસ છે. એવા પંડિતજી “શ્રી રતિભાઈ ચીમનલાલભાઈ લુદરાવાળાએ” આ ત્રીજા ભાગનાં તમામ પ્રુફો લગભગ૩ થી ૪ વાર તપાસી આપ્યાં છે. પ્રુફ તપાસતી વખતે અનેકવિધ સૂચનો પણ જેઓએ કર્યાં છે. આ ગ્રંથ મારો જ છે એવો ભાવ રાખીને જ જેઓએ પ્રુફો તપાસ્યાં છે. તેઓશ્રીનો પણ આ અવસરે અમે આભાર માનીએ છીએ.
‘‘ટાઈપ સેટીંગ” બાબત તથા સુંદર પ્રકાશન કાર્ય કરવા બદલ ભરત ગ્રાફિક્સના માલિક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈનો પણ આ અવસરે આભાર સ્વીકાર કરીએ છીએ. આ વિવેચન લખવામાં, પ્રકાશન કરતાં પહેલાં પ્રુફો સુધારવામાં ઘણી ઘણી કાળજી રાખી છે. છતાં છદ્મસ્થતાના કારણે, અનુપયોગ દશાના કારણે, તથા મતિમત્ત્વતા આદિના કા૨ણે કંઈ પણ શાસ્ત્રવિરુદ્ધ લખાઈ ગયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં આપીએ છીએ. અને વાચકવર્ગને વિનંતિ કરીએ છીએ કે અમારી ભૂલો જલ્દી જલ્દી અમને સૂચવશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો થઈ શકે.
૫
અંતમાં જૈન શાસનમાં દાર્શનિક અભ્યાસ કરતાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા ભાઈઓ અને બહેનો આ ગ્રંથનો વધારેમાં વધારે ઉપયોગ કરી જૈન દર્શનનો વધારેમાં વધારે પ્રસાર-પ્રચાર કરે, અને અમારા ઉપર એવા આશીર્વાદ વરસાવે કે જેનાથી અમે આવા અન્યગ્રંથોનું વિવેચન લખવા સમર્થ બનીએ એજ આશા.... ૭૦૨,રામસા ટાવર્સ, ગંગા-જમના એપા. પાસે,
અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩
લિ.
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #7
--------------------------------------------------------------------------
________________
a yફ રીડિંગની વેળાએ
વદિકુલકિરીટ શ્રી દેવસૂરીશ્વરજી મહારાજાએ શ્રી પ્રમાણનયતત્તાલોક નામના ગ્રંથની રચના કરી છે.અને તેના ઉપર જ સ્યાદ્વાદરત્નાકર નામની સ્વોપણ ટીકા પણ રચી છે. જ્યારે તેઓશ્રીના જ શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજાએ સ્યાદ્વાદ રૂપી રત્નાકર = સમુદ્રમાં અવતરણ કરી શ્રી જૈન શાસનના સિદ્ધાન્તરૂપી મૌક્તિકોની પ્રાપ્તિ માટે સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા નામની મહાટીકા રચી છે.
શ્રી વાદિદેવસૂરિજી મહારાજા જિનશાસનરૂપી નભોગણમાં બારમી સદીના ઉત્તરાર્ધમાં અને તેરમી સદીના પૂર્વાર્ધમાં સહસ્ત્રકિરણ સમ થઈ ગયા છે.
જ્યારે આજે ન્યાયદર્શનમાં પ્રવેશ કરવા શ્રી તર્કસંગ્રહ સિદ્ધાન્તમુક્તાવલિ વ્યાપ્તિપંચક સિદ્ધાન્તલક્ષણી અને વ્યુત્પત્તિવાદ આદિ ગ્રંથોનો અભ્યાસ વધી રહ્યો છે. ત્યારે તે ગ્રંથોમાં દર્શાવેલ પદાર્થો જૈનદર્શન માન્ય છે? યા કયા પદાર્થો જૈનદર્શનથી અસંમત છે. તે જાણવા માટે સ્યાદ્વાદમંજરી, સપ્તપદાર્થ (જૈન) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આદિ ગ્રંથોનો અભ્યાસ કરવો અત્યન્ત જરૂરી છે.
સ્વાવાદ રત્નાકરાવતારિકા આવો જ એક મહાગ્રંથ છે. તેના અધ્યયનથી પ્રમાણ, પ્રમેય પ્રમાણફળ, નય, સપ્તભંગી, આત્મા, તેનું સ્વદેહપ્રમાણત્વ, વાદ, વાદી, પ્રતિવાદી, સભાપતિ, સભ્યો વગેરેનું ઘણું વિશેષ સ્વરૂપ જાણવા મળે છે. જેનાથી ઈતરદર્શનો સંબંધી માન્યતાઓની સત્યતા કેટલી ભ્રામક છે તેનો પણ ખ્યાલ આવે છે.
આ ગ્રંથનો અનુવાદ મારા હિતમિત્ર ભાઈશ્રી ધીરુભાઈએ સરળ ગુજરાતી ભાષામાં કર્યો છે. જેથી અધ્યયન પિપાસુ આત્માઓને સમજવામાં ખૂબ સુગમતા રહેશે. જો કે ક્યાંક વિષયનો સ્પષ્ટ બોધ કરાવવા માટે એક જ વસ્તુને પુનરુક્તિ દોષને અવગણી ફરી ફરી સમજાવવા પ્રયત્ન કર્યો છે. જેથી ગ્રંથ ગૌરવ જણાય છે છતાં ગ્રંથનું સાદ્યત્ત અધ્યયન કરનાર ભાગ્યશાળીને આ જ વસ્તુ સમજવામાં ખૂબ ખૂબ સહાયક બનશે.
આ ત્રીજા ભાગનું મુફ સંશોધન ખૂબ ધ્યાનપૂર્વક ફરી ફરી કરેલ છે. છતાં અજ્ઞાનતા, અનુપયોગદશા આદિના કારણે ભૂલો રહી જતી હોય છે. આ ગ્રંથમાં પણ આવું બનવાનો સંભવ છે તેથી રહી ગયેલ અલનાઓ બદલ ક્ષમા યાચના સહ તે સુધારવા વિદ્વાન વાચકવર્ગને વિનંતિ.
- ૭૦ વર્ષની પાકટ વયે આદરણીય બંધુ શ્રી ધીરુભાઈ ઉત્સાહ સભર અધ્યાપન કાર્ય કરાવવાની સાથે સાથે અભ્યાસોપયોગી દુર્બોધ ગ્રંથોનો સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં સમયનો સદુપયોગ કરી પ્રકાશન કાર્ય કરી રહ્યા છે. અત્યારે પણ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું મુદ્રણકાર્ય ચાલુ જ છે, જેનું પ્રકાશન જ્ઞાનપિપાસુ આત્માઓને અધ્યયનમાં બહૂપયોગી બનશે.
આ ગ્રંથના પ્રકાશનમાં થઈ ગયેલી યા રહી ગયેલી ભૂલો મારી પણ છે તેથી શ્રી સંઘસાક્ષીએ તે બદલ ફરી ફરી ક્ષમાયાચી વિરમું છું. .
રતિલાલ ચીમનલાલ દોશી
Page #8
--------------------------------------------------------------------------
________________
MarwAANE
(भूगसूत्रो)
परिच्छेद-६ यत्प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥६-१॥ तद् द्विविधमानन्तर्येण पारम्पर्येण च ॥६-२॥ तत्रानन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् ॥६-३॥ पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् ॥६-४॥ शेषप्रमाणानां पुनरुपादानहानोपेक्षाबुद्धयः ॥६-५॥ तत्प्रमाणतः स्याद् भिन्नमभिन्नं च प्रमाणफलत्वान्यथानुपपत्तेः ॥ ६-६॥ उपादानबुद्धयादिना प्रमाणाद् भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यभिचार इति न विभावनीयम् ।
॥६-७॥ तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ॥६-८॥ प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः ॥६-९॥ यः प्रमिमीते स एवोपादत्ते परित्यजत्युपेक्षते चैति सर्वसंव्यवहारिभिरस्खलितमनुभवात्
॥६-१०॥ इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लव: प्रसज्येत ॥६-११॥ अज्ञाननिवृत्तिस्वरूपेण प्रमाणादभिन्नेन साक्षात्फलेन साधनस्यानेकान्त इति नाशङ्कनीयम्
॥६-१२॥ कथञ्चित्तस्यापि प्रमाणाद् भेदेन व्यवस्थानात् ॥६-१३॥ साध्यसाधनभावेन प्रमाणफलयोः प्रतीयमानत्वात् ॥६-१४॥ प्रमाणं हि करणाख्यं साधनम् स्वपरव्यवसितौ साधकतमत्वात् ॥६-१५॥ स्वपरव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं फलं तु साध्यम्प्रमाणनिष्पाद्यत्वात्॥६-१६॥ प्रमातुरपि स्वपरव्यवसितिक्रियायाः कथञ्चिद् भेदः ॥६-१७ ॥ कर्तृक्रिययोः साध्य-साधकभावेनोपलम्भात् ॥६-१८॥ कर्ता हि साधकः, स्वतन्त्रत्वात् क्रिया तु साध्या, कर्तृनिर्वय॑त्वात् ॥६-१९॥ न च क्रिया क्रियावतः सकाशादभिन्नैव, भिन्नैव वा, प्रतिनियतक्रियाक्रियावद्भावभङ्गप्रसङ्गात् ॥६-२०॥ संवृत्या प्रमाणफलव्यवहार इत्यप्रामाणिकप्रलापः, परमार्थतः स्वाभिमतसिद्धिविरोधात्
॥६-२१॥ ततः पारमार्थिक एव प्रमाणफलव्यवहारः सकलपुरुषार्थसिद्धिहेतुः स्वीकर्तव्यः
॥६-२२॥
Page #9
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
प्रमाणस्य स्वरूपादिचतुष्टयाद्विपरीतं तदाभासम् ॥६-२३॥ अज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पकसमारोपाः प्रमाणस्य स्वरूपाभासाः॥ ६-२४॥ यथा सन्निकर्षाद्यस्वसंविदितपरानवभासक-ज्ञान-दर्शन-विपर्यय-संशयानध्यवसाया:
॥६-२५॥ तेभ्यः स्वपरव्यवसायस्यानुपपत्तेः ॥६-२६॥ सांव्यवहारिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ॥६-२७॥ यथाऽम्बुधरेषु गन्धर्वनगरज्ञानं, दुःखे सुखज्ञानं च ॥६-२८॥ पारमार्थिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ॥६-२९॥ यथा शिवाख्यस्य राजर्षेरसंख्यातद्वीपसमुद्रेषु, सप्तद्वीपसमुद्रज्ञानम् ॥६-३०॥ अननुभूते वस्तुनि तदितिज्ञानं स्मरणाभासम् ॥६-३१॥ अननुभूते मुनिमण्डले तन्मुनिमण्डलमिति यथा ॥६-३२॥ तुल्ये पदार्थे स एवायमिति, एकस्मिंश्च तेन तुल्य इत्यादिज्ञानं प्रत्यभिज्ञानाभासम्
॥६-३३॥ यमलकजातवत् ॥६-३४॥ असत्यामपि व्याप्तौ तदवभासस्तर्काभासः॥६-३५॥ स श्यामो मैत्रतनयत्वादित्यत्र यावान्मैत्रतनयः स श्याम इति यथा ॥६-३६॥ पक्षाभासादिसमुत्थं ज्ञानमनुमानाभासमवसेयम् ॥६-३७॥ तत्र प्रतीतनिराकृतानभीप्सितसाध्यधर्मविशेषणास्त्रयः पक्षाभासाः ॥६-३८॥ प्रतीतसाध्यधर्मविशेषणो यथाऽऽर्हतान् प्रत्यवधारणवर्ज परेण प्रयुज्यमानः समस्ति जीव इत्यादिः ॥६-३९॥ निराकृतसाध्यधर्मविशेषणः प्रत्यक्षानुमानागमलोकस्ववचनादिभिः साध्यधर्मस्य निराकरणादनेकप्रकारः ॥६-४०॥ प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति भूतविलक्षण आत्मा ॥६-४१॥ अनुमाननिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति सर्वज्ञो वीतरागो वा ॥६-४२॥ आगमनिराकृतसाध्यधर्मविशेषणो यथा जैनेन रजनीभोजनं भजनीयम् ॥६-४३॥ लोकनिराकृतसाध्यधर्मविशेषणो यथा न पारमार्थिकः प्रमाणप्रमेयव्यवहारः ॥६-४४॥ स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो यथा"नास्तिप्रमेयपरिच्छेदकं प्रमाणम्" ॥६-४५॥
Page #10
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
अनभीप्सितसाध्यधर्मविशेषणो यथा स्याद्वादिनः, शाश्वतिक एव कलशादिरशाश्वतिक एव वेति वदतः॥६-४६॥ असिद्धविरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥६-४७॥ यस्यान्यथानुपपत्तिः प्रमाणेन न प्रतीयते सोऽसिद्धः ॥६-४८॥ स द्विविध उभयासिद्धोऽन्यतरासिद्धश्च ॥६-४९॥ . उभयासिद्धो-यथा "परिणामी" शब्दश्चाक्षुषत्वात् ॥६-५०॥ अन्यतरासिद्धो यथाअचेतनास्तरवो विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणमरणरहितत्वात् ॥६५१॥ साध्यविपर्ययेणैव यस्यान्यथानुपपत्तिरध्यवसीयते स विरुद्धः।६-५२। यथा नित्य एव पुरुषोऽनित्य एव वा, प्रत्यभिज्ञानादिमत्त्वात् ॥६-५३॥ यस्यान्यथानुपपत्तिः सन्दिह्यते सोऽनैकान्तिकः॥६-५४॥ स द्वेधा-निर्णीतविपक्षवृत्तिकः, सन्दिग्धविपक्षवृत्तिकश्व॥६-५५॥ निर्णीतविपक्षवृत्तिको यथा-नित्यः शब्दः प्रमेयत्वात् ॥६-५६॥ सन्दिग्धविपक्षवृत्तिको यथा-विवादपदापन्नः पुरुषः सर्वज्ञो न भवति वक्तृत्वात् ॥६-५७॥ साधर्येण दृष्टान्ताभासो नवप्रकारः ॥६-५८॥ साध्यधर्मविकलः साधनधर्मविकल: उभयधर्मविकलः सन्दिग्ध-साध्यधर्मा, सन्दिग्धसाधनधर्मा सन्दिग्धोभयधर्मा अनन्वयोऽप्रदर्शितान्वयो विपरीतान्वयश्चेति ॥६-५९॥ तत्रापौरुषेयः शब्दोऽमूर्तत्वाद् दुःखवदिति साध्यधर्मविकलः ।६-६०। तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव हेतौ परमाणुवदिति साधनधर्मविकलः ॥६-६१॥ कलशवदित्युभयधर्मविकलः ॥६-६२॥ रागादिमानयं वक्तृत्वात् देवदत्तवदिति सन्दिग्धसाध्यधर्मा ॥६-६३॥ मरणधर्माऽयं रागादिमत्त्वात् मैत्रवदिति सन्दिग्धसाधनधर्मा ॥६-६४॥ नायं सर्वदर्शी रागादिमत्त्वात् मुनिविशेषवदिति सन्दिग्धोभयधर्मा ।६-६५। रागादिमान् विवक्षितः पुरुषो वक्तृत्वादिष्टपुरुषवदित्यनन्वयः।६-६६। अनित्यः शब्दः कृतकत्वात् पटवदित्यप्रदर्शितान्वयः ॥६-६७॥ अनित्यः शब्दः कृतकत्वात् , यदनित्यं तत् कृतकं घटवदिति विपरीतान्वयः ॥६-६८॥ वैधर्मेणापि दृष्टान्ताभासो नवधा ॥६-६९॥ असिद्धसाध्यव्यतिरेकोऽसिद्धसाधनव्यतिरेकोऽसिद्धोभयव्यतिरेकः, सन्दिग्धसाध्यव्यतिरेकः, सन्दिग्धसाधनव्यतिरेकः, सन्दिग्धोभयव्यतिरेकोऽव्यतिरेकोऽप्रदर्शितव्यतिरेको विपरीतव्यतिरेकश्च ॥६-७०॥
Page #11
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
तेषु भ्रान्तमनुमानं प्रमाणत्वात्, यत्पुनः भ्रान्तं न भवति न तत्प्रमाणं, यथा स्वप्नज्ञानमिति असिद्धसाध्यव्यतिरेकः स्वप्न - ज्ञानात् भ्रान्तत्वस्यानिवृत्तेः ॥ ६-७१॥ निर्विकल्पकं प्रत्यक्षं प्रमाणत्वाद्, यत् तु सविकल्पकं न तत्प्रमाणं, यथा लैङ्गिकमित्यसिद्धसाधनव्यतिरेको लैङ्गिकात् प्रमाणत्वस्यानिवृत्तेः ॥ ६-७२॥ नित्यानित्यः शब्दः सत्त्वात्, यस्तु न नित्यानित्यः स न संस्तद्यथा स्तम्भ इत्यसिद्धोभयव्यतिरेकः स्तम्भान्नित्यानित्यत्वस्य सत्त्वस्य चाव्यावृत्तेः ॥६-७३ ॥ असर्वज्ञोऽ अनाप्तो वा कपिलोऽक्षणिकैकान्तवादित्वाद्, यः सर्वज्ञ आप्तो वा स क्षणिकैकान्तवादी यथा सुगत इति सन्दिग्धसाध्यव्यतिरेकः सुगतेऽसर्वज्ञतानाप्तत्वयोः साध्यधर्मयोर्व्यावृत्तेः सन्देहात् ॥ ६-७४॥
अनादेयवचनः कश्चिद् विवक्षितपुरुषो रागादिमत्त्वाद्, यः पुनरादेयवचनः स वीतरागस्तद्यथा शौद्धोदनिरिति सन्दिग्धसाधनव्यतिरेकः, शौद्धोदनौ रागादिमत्त्वस्य निवृत्तेः संशयात् ॥६-७५॥
૧૦
न वीतरागः कपिलः करुणास्पदेष्वपि परमकृपयाऽनर्पित-निजपिशितशकलत्वात्, यस्तु वीतरागः स करुणास्पदेषु परमकृपया समर्पितनिजपिशितशकलस्तद्यथा तपनबन्धुरिति सन्दिग्धोभयव्यतिरेक इति तपनबन्धौ वीतरागत्वाभावस्य करुणास्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वस्य च व्यावृत्तेः सन्देहात् ॥६-७६ ॥
न वीतरागः कश्चिद् विवक्षितः पुरुषो वक्तृत्वात्, यः पुन-र्वीतरागो न स वक्ता यथोपलखण्ड इत्यव्यतिरेकः ॥ ६-७७ ॥
अनित्यः शब्दः कृतकत्वादाकाशवदित्यप्रदर्शितव्यतिरेकः ॥ ६-७८ ॥ अनित्यः शब्दः कृतकत्वाद्यदकृतकं तन्नित्यं यथाऽऽकाशमितिविपरीतव्यतिरेकः ॥ ७९ ॥ उक्तलक्षणोल्लङ्घनेनोपनयनिगमनयोर्वचने तदाभासौ ॥ ६-८० ॥
यथा परिणामी शब्दः कृतकत्वाद्, यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च शब्द इति कृतकश्च कुम्भ इति च ॥६-८१ ॥
तस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः शब्द इति, तस्मात् परिणामी कुम्भ इति च ॥ ६-८२ ॥ अनाप्तवचनप्रभवं ज्ञानमागमाभासम् ॥ ६-८३॥
यथा मेलककन्यकायाः कूले तालहिन्तालयोर्मूले सुलभाः पिण्डखर्जुराः सन्ति, त्वरितं
गच्छत गच्छत शावकाः ॥ ६-८४॥
प्रत्यक्षमेवैकं प्रमाणमित्यादिसंख्यानं तस्य संख्याभासम् ॥६-८५ ॥ सामान्यमेव, विशेष एव तद्द्वयं वा, स्वतन्त्रमित्यादिस्तस्य विषयाभासः ॥ ६-८६ ॥ अभिन्नमेव, भिन्नमेव, वा प्रमाणात् फलं तस्य तदाभासम् ॥ ६-८७ ॥
000
Page #12
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
परिच्छेद-७ नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥७-१॥ स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ॥७-२॥ स व्याससमासाभ्यां द्विप्रकारः ॥७-३॥ व्यासतोऽनेकविकल्पः ॥७-४॥ समासस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ॥७-५॥ आद्यो नैगमसङ्ग्रहव्यवहारभेदात् त्रेधा ॥७-६॥ धर्मयोर्धर्मिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः ॥७-७॥ सच्चैतन्यमात्मनीति धर्मयोः ॥७-८॥ वस्तु पर्यायवद् द्रव्यमिति धर्मिणोः ॥७-९॥ क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः ॥७-१०॥ धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिसन्धि गमाभासः ॥७-११॥ यथात्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः ॥७-१२॥ . सामान्यमात्रग्राही परामर्शः संग्रहः ॥७-१३॥ अयमुभयविकल्प: परोऽपरश्च ॥७-१४॥ अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः ॥७-१५॥ विश्वमेकं सदविशेषादिति यथा ॥७-१६॥ सत्ताऽद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः।७-१७। यथा सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ।७-१८ । द्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ॥७-१९॥ धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदादित्यादिर्यथा ॥७-२०॥ द्रव्यत्वादिकं प्रतिजानानस्तविशेषान्निह्नवानस्तदाभासः ॥७-२१॥ यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः ॥७-२२॥ संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः
॥७-२३॥
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
यथा यत् सत्, तद् द्रव्यं पर्यायो वेत्यादिः ॥ ७- २४ ॥
यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति स व्यवहाराभासः ॥ ७-२५ ॥ यथा चार्वाकदर्शनम् ॥७-२६ ॥
રત્નાકરાવતારિકા ભાગ-૩
पर्यायार्थिकश्चतुर्द्धा - ऋजुसूत्रः शब्दः समभिरूढ एवम्भूतश्च । ७-२७।
ऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्राय ऋजुसूत्रः ॥ ७-२८॥ यथा सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः ॥ ७-२९॥
सर्वथा द्रव्यापलापी तदाभासः ॥ ७-३०॥
यथा तथागतमतम् ॥७-३१॥
कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः ॥७-३२॥
यथा - बभूव भवति भविष्यति सुमेरुरित्यादिः ॥ ७-३३ ॥ तद्भेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः ॥ ७-३४ ॥
यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकालाः शब्दा भिन्नमेवार्थमभिदधति भिन्नकालशब्दत्वात् तादृक्सिद्धान्यशब्दवदित्यादिः ॥ ७-३५ ॥
पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः ॥ ७-३६ ॥ इन्दनादिन्द्रः, शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा ॥ ७-३७॥ पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः ॥ ७-३८ ॥
यथेन्द्रः शक्रः पुरन्दर इत्यादयः शब्दाः भिन्नाभिधेया एव, भिन्नशब्दत्वाद् करिकुरङ्गतुरङ्गशब्दवदित्यादिः ॥७-३९॥
शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः ॥ ७-४० ॥ यथेन्दनमनुभवन्निन्द्रः, शकनक्रियापरिणतः शक्रः, पूर्दारणप्रवृत्तः पुरन्दर इत्युच्यते
॥ ७-४१॥
क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः । ७-४२ । यथा विशिष्ट चेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः ॥ ७-४३ ॥
एतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः ॥ ७-४४ ॥ शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः ॥ ७-४५॥ पूर्वः पूर्वो नयः प्रचुरगोचरः, परः परस्तु परिमितविषयः ॥ ७-४६॥
Page #14
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
सन्मात्रगोचरात् संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ॥ ७-४७॥ सद्विशेषप्रकाशकाद्व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ॥ ४८ ॥ वर्तमानविषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ॥७-४९॥ कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृऋजुसूत्रस्तद्विपरीत वेदकत्वान्महार्थः ॥ ७-५० ॥ प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरू ढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः ॥ ७-५१॥
प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात् समभिरूढस्तदन्यथार्थस्थापकत्वान्महागोचरः ॥ ७-५२॥
नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥ ७-५३ ॥ प्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥ ७-५४॥
प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥ ७-५५ ॥
चैतन्यस्वरूपः परिणामी कर्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् ॥ ७-५६ ॥ तस्योपात्तपुंस्त्रीशरीरस्य सम्यग्ज्ञानक्रियाभ्यां कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः ॥ ७-५७॥
000
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
રત્નાકરાવતારિકા ભાગ-૩
परिच्छेद-८ विरुद्धयोधर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थं साधनदूषणवचनं वादः॥८-१॥ प्रारम्भकश्चात्र जिगीषुः, तत्त्वनिर्णिनीषुश्च ॥८-२॥ स्वीकृतधर्मव्यवस्थापनार्थं साधनदूषणाभ्यां परं पराजेतुमिच्छुर्जिगीषुः ॥८-३॥ तथैव तत्त्वं प्रतितिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ॥८-४॥ अयं च द्वेधा स्वात्मनि परत्र च ॥८-५॥ आद्यः शिष्यादिः ॥८-६॥ द्वितीयो गुर्वादिः ॥८-७॥ अयं द्विविधः क्षायोपशमिकज्ञानशाली केवली च ॥८-८॥ एतेन प्रत्यारम्भकोऽपि व्याख्यातः ॥८-९॥ तत्र प्रथमे प्रथमतृतीयतुरीयाणां चतुरङ्ग एव । अन्यतमस्याऽप्यङ्गस्यापाये जयपराजयव्यवस्थादिदौःस्थ्यापत्तेः ॥८-१०॥ द्वितीये तृतीयस्य कदाचिद् व्यङ्गः, कदाचित् त्र्यङ्गः ॥८-११॥ तत्रैव द्वयङ्गस्तुरीयस्य ॥८-१२॥ तृतीये प्रथमादीनां यथायोगं पूर्ववत् ॥८-१३॥ तुरीये प्रथमादीनामेवम् ॥८-१४॥ वादिप्रतिवादिसभ्यसभापतयश्चत्वार्यङ्गानि ॥८-१५॥ प्रारम्भकप्रत्यारम्भकावेव मल्लप्रतिमल्लन्यायेन वादिप्रतिवादिनौ ॥८-१६॥ प्रमाणतः स्वपक्षस्थापनप्रतिपक्षप्रतिक्षेपावनयोः कर्म ॥८-१७॥ वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वधारणाबाहुश्रुत्यप्रतिभाक्षान्तिमाध्यस्थ्यैरुभयाभिमता: सभ्याः ॥८-१८॥ वादिप्रतिवादिनोर्यथायोगं वादस्थानककथाविशेषाङ्गीकारणाऽग्रवादोत्तरवाद-निर्देशः, साधकबाधकोक्तिगुणदोषावधारणम्, यथावसरं तत्त्वप्रकाशनेन कथाविरमणम्, यथासम्भवं सभायां कथाफलकथनं चैषां कर्माणि ॥८-१९॥ प्रज्ञाज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्नः सभापतिः ॥८-२०॥ वादिसभ्याभिहितावधारणं कलहव्यपोहादिकं चास्य कर्म ।८-२१। सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्ती वक्तव्यम् ॥८-२२॥ उभयोस्तत्त्वनिर्णिनीषुत्वे यावत् तत्त्वनिर्णय, यावत् स्फूर्ति च वाच्यम् ।।८-२३॥
000
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારાં લખાયેલ પ્રકાશિત થયેલ પુસ્તકો છે.
(૧) યોગવિંશિકા (૨) યોગશતક (૩) શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત (૪) શ્રી જૈન તત્ત્વ પ્રકાશ (૫) શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર (૬) જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ, (૭) જેન ધાર્મિક પ્રશ્નોત્તર માલા (૮) કર્મવિપાક (૯) કર્મવા (૧૦) બંધસ્વામિત્વ (૧૧) ષડશીતિ (૧૨) શતક (૧૩) પૂજા સંગ્રહ સાથે
(૧૪) સ્નાત્ર પૂજા સાથે (૧૫) સભ્યત્વની સઝાય (૧૬) નવસ્મરણ (૧૦) રત્નાકરાવતારિકા ભાગ-૧ (૧૮) રત્નાકરાવતારિકા ભાગ-૨ (૧૯) રત્નાકરાવતારિકા ભાગ-૩ (૨૦) શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય (૨૧) આઠ દૃષ્ટિની સઝાય (૨૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૨૩) વાસ્તુપૂજા સાથે (૨૪) શ્રાવકનાં બાર વ્રત (૨૫) સવાસો ગાથાનું સ્તવન (૨૬) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ભાવિમાં લખવાની ભાવના (૨૦) સમતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) (૨૮) સમ્મતિ પ્રકરણ (૨૯) જ્ઞાનસાર અષ્ટક
-: વિવેચનકાર :ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #17
--------------------------------------------------------------------------
________________
रत्नाकरावतारिका
ભાગ - તૃતીય પરિરછેદ ૬ થી ૮
o Private
Sale
Salmelerary.org
Page #18
--------------------------------------------------------------------------
________________
अर्हम् છે રત્નારવિતારિક્ષા ,
– अथ षष्ठः परिच्छेदः .. एवं प्रमाणस्य लक्षणसंख्याविषयानाख्याय फलं स्फुटयन्तियत्प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥६-१॥
टीका- यद् वक्ष्यमाणमज्ञाननिवृत्त्यादिकं प्रत्यक्षादिना प्रमाणेन साधकतमेन साध्यते, तदस्य प्रमाणस्य फलमवगन्तव्यम् ॥६-१॥
હવે છઠ્ઠો પરિચ્છેદ શરૂ કરાય છે.
પૂર્વે આવેલા એકથી પાંચ પરિચ્છેદોમાં પ્રમાણનું (૧) લક્ષણ, (૨) સંખ્યા અને (૩) વિષય સમજાવીને હવે આ પરિચ્છેદમાં પ્રમાણનું ફળ સમજાવાય છે.
પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ સમજાવવામાં આવ્યું છે. તે આ પ્રમાણે- “સ્વ અને પરનો વ્યવસાય (નિર્ણય) કરાવનારું એવું જે જ્ઞાન તે જ પ્રમાણ છે” જે ઇષ્ટવસ્તુનો સ્વીકાર કરાવવામાં સમર્થ હોય, અને અનિષ્ટ વસ્તુઓનો પરિહાર કરાવવામાં સમર્થ હોય તે વસ્તુ જ પ્રમાણ કહેવાય છે. આત્માનો એક જ્ઞાનગુણ જ એવો છે કે જે ઇષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર છે. માટે જ્ઞાનગુણ જ પ્રમાણ સ્વરૂપ છે. પરંતુ જડ એવા સન્નિકર્ષાદિ પ્રમાણ નથી.
આવા પ્રકારના જ્ઞાનગુણમાં રહેલી પ્રમાણતા અને અપ્રમાણતા એ પરથી ઉત્પન્ન થાય છે. પરંતુ વિશાળ અનુભવવાળાને પ્રમાણતા તથા અપ્રમાણતા સ્વતઃ જ જણાઈ જાય છે. અને અનુભવ વિનાના પુરુષને પરથી જણાય છે. આ પ્રમાણે લક્ષણનું વર્ણન પ્રથમ પરિચ્છેદમાં કરવામાં આવ્યું છે.
પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ છે. તથા પ્રત્યક્ષ પ્રમાણના પણ સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે ભેદ છે. સાંવ્યવહારિકના ઇન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિય નિમિત્તક ઇત્યાદિ ભેદો છે. તથા પારમાર્થિકના વિકલ અને સકલ ઈત્યાદિ ભેદો છે. આ પ્રમાણે પ્રત્યક્ષ નામના પ્રથમ પ્રમાણના ભેદોનું વર્ણન બીજા પરિચ્છેદમાં કરવામાં આવ્યું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરોક્ષ નામના પ્રમાણના બીજા ભેદનું વર્ણન ત્રીજા પરિચ્છેદમાં છે. પરોક્ષ પ્રમાણના (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞા, (૩) તર્ક, (૪) અનુમાન, અને (૫) આગમ એમ પાંચ ભેદો છે. તે પાંચ ભેદો પૈકી પ્રથમના ચાર ભેદોનું વર્ણન ત્રીજા પરિચ્છેદમાં કરવામાં આવ્યું છે. અને આગમ નામનો પાંચમો ભેદ ઘણો મોટો હોવાથી ચોથા પરિચ્છેદ રૂપે સ્વતંત્રપણે કહેવામાં આવ્યો છે આ પ્રમાણે બીજા-ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં પ્રમાણની સંખ્યા જણાવી છે.
ર
તથા પાંચમા પરિચ્છેદમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે પ્રકારના પ્રમાણભૂત જ્ઞાનથી જાણવા લાયક જે વિષય છે તે વિષય સમજાવવામાં આવ્યો છે. સામાન્ય અને વિશેષ આદિરૂપ અનેકાન્તાત્મક વસ્તુ એ પ્રમાણનો વિષય છે. સામાન્ય એ ઊર્ધ્વતા અને તિર્યક્ રૂપે બે પ્રકારનું છે. અને વિશેષ પણ ગુણ અને પર્યાય રૂપે બે પ્રકારનું છે. ઇત્યાદિ વિષયનું વર્ણન પાંચમા પરિચ્છેદમાં કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે પ્રથમ પરિચ્છેદમાં લક્ષણ, બીજા-ત્રીજા-અને ચોથા પરિચ્છેદમાં સંખ્યા, તથા પાંચમા પરિચ્છેદમાં વિષય, એમ લક્ષણ-સંખ્યા-અને વિષય જણાવીને હવે આ છઠ્ઠા પરિચ્છેદમાં પ્રમાણનું ફળ શું ? તે જણાવે છે.
સૂત્રાર્થ- પ્રમાણ વડે જે સિદ્ધ કરાય, જે પ્રાપ્ત કરાય, તે પ્રમાણનું ફળ કહેવાય છે. ટીકાર્થ– અતિશય સાધકતમ કારણભૂત એવા (એટલે મુખ્ય કારણ સ્વરૂપ એવા) પ્રત્યક્ષ-પરોક્ષાદિ સ્વરૂપ પ્રમાણ વડે હવે પછીના સૂત્રોમાં કહેવાતી અજ્ઞાનની નિવૃત્તિ આદિ જે કંઇ પ્રાપ્ત કરાય છે. તે જ આ પ્રમાણનું ફળ છે. જેમ દીપક પ્રગટાવીએ એટલે સૌ પ્રથમ દીપક પ્રગટાવવાથી અંધકારનો નાશ થાય છે એ તેનું ફળ છે. અને ત્યારબાદ ઇષ્ટ વસ્તુને મેળવવી અને અનિષ્ટ વસ્તુને દૂર કરવી એ ફળ છે. તેમ આ આત્મામાં પ્રત્યક્ષ-અથવા પરોક્ષ પ્રમાણરૂપ જે જ્ઞાન પ્રગટે તેનું સૌથી પ્રથમ ફળ અજ્ઞાનનો નાશ છે. અને ત્યારબાદ ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયમાંથી નિવૃત્તિ કરવી એ જ ફળ છે. આ જ વાત ગ્રંથકારશ્રી બીજા સૂત્રથી જણાવે છે. II ૬-૧
अथैतत्प्रकारतो दर्शयन्ति
तद् द्विविधमानन्तर्येण पारम्पर्येण च ૦૬-૨૦ तत्राद्यभेदमादर्शयन्ति
तत्रानन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् ॥६- ३॥ अज्ञानस्य विपर्ययादेर्निवृत्तिः - प्रध्वंसः -स्वपरव्यवसितिरूपा फलं बोद्धव्यम् ॥६-३ ॥
Page #20
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪
હવે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા પ્રકારનાં જે પ્રમાણો છે. તે પ્રમાણોનું જે ફળ છે. તે ફળને ભેદથી સમજાવે છે.
સૂત્રાર્થ- તે ફળ બે પ્રકારે છે. એક અનન્તરપણે અને બીજું પરંપરપણે. II ૬-ગા ત્યાં પ્રથમ આદ્યભેદ (અનંતર ફળ) જણાવે છે
સૂત્રાર્થ- “અજ્ઞાનની નિવૃત્તિ થવી'' એ સર્વ પ્રમાણોનું અનંતરપણે ફળ છે. II ૬-૩
ટીકાર્થ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રકારના પ્રમાણોનું ફળ અનન્તરપણે (તુરત જ) અને ૫રં૫૨૫ણે (કાળાન્તરે) એમ બે પ્રકારનું છે. ત્યાં પ્રથમ પરિચ્છેદના સૂત્ર૯માં વિપર્યય, સંશય અને અનધ્યવસાય એમ ત્રણ પ્રકારનું અજ્ઞાન જણાવવામાં આવ્યું છે. જે વસ્તુ જેમ હોય તેનાથી વિપરીતપણે તેને જાણવી તે વિપર્યય કહેવાય. જેમશુક્તિકામાં રજતની બુદ્ધિ, એક ધર્મવાળી વસ્તુમાં પરસ્પર વિરોધી અનેક ધર્મવાળાનું જે જ્ઞાન તે સંશય, જેમ-શું આ સર્પ છે કે રજ્જુ ? અને તદન અસ્પષ્ટ જ્ઞાન તે અનધ્યવસાય, જેમ-ચાલતા માણસને થતો તૃણસ્પર્શ. આ ત્રણે અજ્ઞાન છે. કારણકે તેવા પ્રકારના જ્ઞાનથી હિતાહિતની પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. તેથી આવા પ્રકારના વિપર્યય, સંશય અને અનધ્યવસાય સ્વરૂપ જે અજ્ઞાન દશા છે. તે અજ્ઞાનદશાનો પ્રધ્વંસ થવો. અને જે વસ્તુ જેમ છે તે વસ્તુ યથાર્થપણે તેમ જાણવી. એ જ અજ્ઞાન-નિવૃત્તિ રૂપ એટલે કે સ્વ અને પરના વ્યવસાયાત્મક ક્રિયા રૂપ અનંતર ફ્ળ પ્રમાણનું જાણવું. જેમ દીપક પ્રગટે, તે જ સમયે અંધકારનો પ્રધ્વંસ થાય. એટલે અંધકારનો નાશ થવો એ જ દીપકનું અનંતર ફળ છે. તેમ પ્રમાણનું અનંતર ફળ અજ્ઞાનતાનો નાશ અને યથાર્થબોધની ઉત્પત્તિ જ છે. સ્વ એટલે જ્ઞાનનો અને પર એટલે જ્ઞેયનો વ્યવસતિ એટલે યથાર્થ નિર્ણય થવા રૂપ ક્રિયા, મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ અને કેવલ આ પાંચ જ્ઞાનો એ પ્રમાણ છે. તેમાંનું કોઇપણ જ્ઞાન થવાથી અજ્ઞાન જાય અને વસ્તુતત્ત્વનો નિર્ણય થાય એ જ સાચું પ્રમાણનું “અનંતરપણે” ફળ છે. II ૬-૨/૩ ॥
अथापरप्रकारं प्रकाशयन्ति
पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् ॥ ६-४ ॥
टीका - औदासीन्यं साक्षात्समस्तार्थानुभवेऽपि हानोपादानेच्छाविरहान्माध्यस्थ्यमुपेक्षेत्यर्थः । कुत इति चेद् उच्यते, सिद्धप्रयोजनत्वात् केवलिनां सर्वत्रौदासीन्यमेव भवति, हेयस्य संसारतत्कारणस्य हानादुपादेयस्य मोक्षतत्कारणस्योपादानात् सिद्धप्रयोजनत्वं नासिद्धं भगवताम् ॥ ६-४॥
ર
Page #21
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ પાંચ જ્ઞાનો રૂપ પ્રમાણનું “અનંતર પણે” જે ફળ હતું તે કહીને હવે તે પાંચે જ્ઞાન રૂપ પ્રમાણનું બીજા પ્રકારનું “પરંપરાએ ફળ” જે છે તે પ્રકાશિત કરે છે. તેમાં પ્રથમ કેવલજ્ઞાન રૂપ સકલ પ્રત્યક્ષ નામનું જે પ્રમાણ છે. તેનું જ માત્ર પરંપરપણે ફળ જણાવે છે. (મતિ આદિ શેષ ચાર જ્ઞાનોનું પરંપરપણે ફળ પાંચમા સૂત્રમાં જણાવશે.)
સૂત્રાર્થ- પરંપરપણે કેવળજ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. ૬-૪
ટીકાર્થ- ઉદાસીનતા એટલે મધ્યસ્થતા, મધ્યસ્થતા એટલે ઉપેક્ષા, ઉપેક્ષા એટલે પ્રીતિ પણ ન થવી અને અપ્રીતિ પણ ન થવી. અંજાવાપણું પણ નહીં અને વિરોધીપણું પણ નહી. તટસ્થતા એ ઉદાસીનતા કહેવાય છે.
કેવલજ્ઞાન પામેલા તીર્થકર કેવલી ભગવન્તોને અને સામાન્ય અર્થાત્ અતીર્થકર કેવલી ભગવન્તોને જ્યારે કેવલજ્ઞાન પ્રગટ થાય છે. ત્યારથી અજ્ઞાનદશાની સંપૂર્ણપણે નિવૃત્તિ એ જેમ અનંતરપણે ફળ છે. તેમ સર્વ પદાર્થોના ત્રણે કાળના સર્વ ભાવો જાણતા હોવા છતાં-સાક્ષાત્ જ્ઞાનથી અનુભવતા હોવા છતાં પ્રીતિ-અપ્રીતિ ન થવી. માધ્ધથ્યપણે વર્તવું તે પરંપરાએ ફળ છે.
- પ્રશ્ન- સમસ્ત પદાર્થોના સર્વ ભાવો સાક્ષાત્ અનુભવવા છતાં કેવલી ભગવત્તો તેના પાન અને ગ્રહણ તરફ કેમ ખેંચાતા નથી ?
ઉત્તર- હાન અને ઉપાદાનની ઇચ્છાનો વિરહ હોવાથી તે તરફ ખેંચાતા નથી. મોહનીય કર્મ સર્વથા ક્ષીણ હોવાથી ઇચ્છાનો જ વિરહ છે. તેથી હાનની (ત્યાગની) કે ઉપાદાનની (ગ્રહણની) ઇચ્છા જ થતી નથી. માટે ઔદાસીન્ય જ હોય છે.
પ્રશ્ન- કેવલી ભગવન્તોને સર્વત્ર ઔદાસીન્ય જ કેમ હોય છે ?
ઉત્તર- સિદ્ધ પ્રયોજનવાળા હોવાથી કેવલી ભગવન્તો સર્વત્ર ઔદાસીન્યવાળા જ હોય છે. તેઓને જે પ્રયોજન સાધવું હતું તે પ્રયોજન સિદ્ધ થઈ ચૂક્યું છે તેથી ઔદાસીજવાળા છે.
પ્રશ્ન- કેવલી ભગવન્તોને શું પ્રયોજન સાધવાનું હતું ? કે જે પ્રયોજન સિદ્ધ થવાથી તેઓમાં ઉદાસીનતા આવી છે ?
ઉત્તર- જન્મ-જરા-અને મરણ સ્વરૂપ આ સંસાર, તથા તેના કારણભૂત વિષય અને કષાયો એ તજવાનું પ્રયોજન હતું. અને શુદ્ધ આત્મસ્વરૂપાત્મક મુક્તિ અને તેના કારણભૂત રત્નત્રયીની સાધના એ મેળવવાનું પ્રયોજન હતું. પરંતુ હેય એવા સંસાર અને સંસારના કારણોનું હાન (ત્યાગ) થઈ ચૂકેલ હોવાથી, તથા ઉપાદેય એવી મુક્તિ અને મુક્તિનાં કારણોનું ઉપાદાન (ગ્રહણ) પ્રાપ્ત થઈ ચૂક્યું હોવાથી સાધવાનું કંઇ પણ બાકી
Page #22
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫
ન રહ્યું હોવાથી કેવલી ભગવન્તોને સિદ્ધ પ્રયોજનપણું માનવું, તે કંઇ અસિદ્ધ નથી. અર્થાત્ સિદ્ધપ્રયોજનપણું તેઓમાં સિદ્ધ જ છે. માટે ઔદાસીન્ય છે જ. અને ઔદાસીન્ય એ જ કેવલજ્ઞાનનું પારંપરિક ફળ છે. ॥ ૬-૪॥
अथ केवलव्यतिरिक्तप्रमाणानां परम्पराफलं प्रकटयन्ति
शेषप्रमाणानां पुनरुपादानहानोपेक्षाबुद्धयः ॥ ६-५॥
टीका- पारम्पर्येण फलमिति संबन्धनीयम् । तत उपादेये कुङ्कुमकामिनीकर्पूरादावर्थे ग्रहणबुद्धिः, हेये हिममकराङ्गारादौ परित्यागबुद्धिः, उपेक्षणीयेऽर्थानर्थाप्रसाधकत्वेनोपादानहानानर्हे जरत्तृणादौ वस्तुन्युपेक्षाबुद्धिः पारम्पर्येण મિતિ ॥ ૬
૫
હવે કેવલજ્ઞાન સિવાયનાં શેષ મતિ-શ્રુત-અવધિ આદિ ચાર શાનોનું પરંપરાએ ફળ પ્રગટ કરે છે–
સૂત્રાર્થ- શેષ પ્રમાણોનું ફળ વળી ઉપાદાનબુદ્ધિ, હાનબુદ્ધિ, અને ઉપેક્ષાબુદ્ધિ થવી એ છે. II ૬-૫ ||
ટીકાર્થ– આ પાંચમા મૂલસૂત્રમાં “આ પરંપરાએ ફળ છે” એવું સ્પષ્ટ લખ્યું નથી. તેથી ‘‘પારમ્બર્યેળ તમ્'' આટલું પદ પૂર્વના ચોથા સૂત્રમાંથી લાવીને અહીં જોડવું. તેથી આવો અર્થ થશે કે ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ થવી, હેયમાં હેય બુદ્ધિ થવી, અને ઉપેક્ષણીય પદાર્થોમાં ઉપેક્ષા બુદ્ધિ થવી એ જ મતિ-શ્રુતાદિ શેષ પ્રમાણોનું પારંપરિક ફળ છે.
પ્રશ્ન- ઉપાદેય એટલે શું ? અને તે કયા કયા પદાર્થો છે ? એવી જ રીતે હેય એટલે શું ? અને તે ક્યા કયા પદાર્થો છે ? તથા ઉપેક્ષણીય એટલે શું ? અને તે કયા કયા પદાર્થો છે ? તે સમજાવો.
ઉત્તર– સંસારીજીવોને જે સાંસારિક સુખનાં સાધનો છે કે જેના તરફ ગ્રહણ કરવાની બુધ્ધિ થાય છે તે ઉપાદેય કહેવાય છે. જેમ કે કુંકુંમ, કામિની અને કર્પરાદિ પદાર્થો. સંસારી જીવોને સંસાર-સુખમાં જે બાધક સાધનો છે અને દુઃખ આપનારાં છે તે હેય છે. જેમકે હિમ, મકર (મગરમચ્છ), અને અંગારાદિ પદાર્થો.
અર્થના (પ્રયોજનના) કે અનર્થના (અપ્રયોજનના) જે અપ્રસાધક હોવાથી અર્થાત્ હિતાહિતના પ્રસાધક ન હોવાથી ઉપાદાનને (ગ્રહણને) અને હાનને (ત્યાગને) યોગ્ય જે નથી, એટલે કે હિતાહિતના અસાધક હોવાથી ઉપાદાન અને હાનને માટે જે અયોગ્ય છે. તે ઉપેક્ષણીય કહેવાય છે. જેમ કે જીર્ણ થયેલું ઘાસ વગેરે.
Page #23
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ આ પ્રમાણે ઉપાદેય એવા કુંકુમ, કામિની અને કર્પરાદિ પદાર્થો પ્રત્યે ગ્રહણ બુદ્ધિ થવી, હેય એવા હિમ, મકર અને અંગારાદિ પદાર્થો પ્રત્યે પરિત્યાગ બુદ્ધિ થવી, અને પ્રયોજન-અપ્રયોજનના અપ્રસાધક હોવાથી ઉપાદાન અને હાનની બુદ્ધિને માટે જે અયોગ્ય છે એવા જીર્ણ તૃણાદિ પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિ થવી એ સર્વ શેષ પ્રમાણોનું પારંપરિક ફળ છે. પારમાર્થિક વિકલ પ્રત્યક્ષ (અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન), સાંવ્યવહારિક પ્રત્યક્ષ (મતિ-શ્રુત), અને પરોક્ષ (મૃત્યાદિ) એમ શેષ સર્વ પ્રમાણોનું આ પારંપરિક ફળ છે.
જેમકેચક્ષુથી જ્ઞાન થયું કે આ રજ્જુ છે. તો તેને લેવાની બુદ્ધિ થાય છે. અને આ સર્પ છે એવું જો જ્ઞાન થાય તો તેને છોડીને ભાગવાની બુદ્ધિ થાય છે. અને આ બીનજરૂરી કોઈ ચીજ પડી છે. એવું જ્ઞાન થાય તો તેને લેવાની કે તજવાની બુદ્ધિ થતી નથી. પરંતુ ઉપેક્ષા કરવાની બુદ્ધિ થાય છે. આ જ, જ્ઞાનનું પારંપરિક ફળ છે. વસ્તુતત્ત્વને જાણવું એ અનંતરફળ, અને ઉપાદાનાદિની જે બુદ્ધિ થવી તે પારંપરિક ફળ જાણવું. ૬-પી
प्रमाणात् फलस्य भेदाभेदैकान्तवादिनो यौगसौगतान्निराकर्तुं स्वमतं च व्यवस्थापयितुं प्रमाणयन्ति
तत्प्रमाणतः स्याद् भिन्नमभिन्नं च प्रमाणफलत्वान्यथानुपपत्तेः
ટા–તનિતિ પ્રવૃત્તિ નં પરામૃત્ત ૬-૬ |
“પ્રમાણ અને પ્રમાણનું ફળ” આ બન્ને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે ? આ બાબતમાં પ્રમાણથી પ્રમાણના ફળનો એકાન્ત ભેદ માનનારા યોગદર્શનકારોનું (નૈયાયિકવૈશેષિકોનું) તથા એકાન્ત અભેદ માનનારા બૌદ્ધોનું નિરાકરણ (ખંડન) કરવા માટે અને
સ્યાદ્ ભિન્નભિન્ન રૂપ સ્વમતનું (જૈનમતનું) સ્થાપન કરવા માટે પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્નભિન્ન છે. એમ જણાવે છે.
સૂત્રાર્થ- અનંતર અને પરંપર એવું બે પ્રકારનું તે ફળ પ્રમાણથી કથંચિત ભિન્ન પણ છે. અને કથંચિત્ અભિન્ન પણ છે. અન્યથા (એટલે જો એમ ન માનીએ તો) પ્રમાણના ફળમાં “પ્રમાણના ફળપણું” ઘટી શકે જ નહીં / ૬-૬ાા
ટીકાર્થ– મૂલસૂત્રમાં કહેલા “ત” શબ્દથી હમણાં જેનો પ્રસંગ ચાલે છે. તે પ્રસ્તુત એવું પ્રમાણ-ફળ સમજાય છે. અર્થાત્ તે પ્રમાણ-ફળ પ્રમાણથી કથંચિત્ ભિન્ન
Page #24
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૭,૮,૯
અને કથંચિત્ અભિન્ન છે. પરંતુ એકાન્તે ભિન્ન કે એકાન્તે અભિન્ન નથી. કારણકે જો કથંચિત્ ભિન્ના-ભિન્ન ન માનીએ અને એકાન્તે ભિન્ન અથવા એકાન્તે અભિન્ન માનીએ તો આ ફળ એ “પ્રમાણનું ફળ” છે એમ પ્રમાણફળત્વ તેનામાં ઘટે નહિ. જેમકેમાટી અને પટ આ બન્ને એકાન્તે ભિન્ન છે. તો તે બે વચ્ચે કાર્ય-કારણ ભાવ ઘટતો નથી. તેવી જ રીતે ઘટ અને ઘટનું સ્વરૂપ આ બન્ને એકાન્તે અભિન્ન છે. તેથી ત્યાં પણ કાર્ય-કારણભાવ ઘટતો નથી. માટે પ્રમાણ એ કારણ, અને ફળ એ કાર્ય તો જ ઘટે જો તે બન્નેને કથંચિત્ ભિન્ના-ભિન્ન માનવામાં આવે. માટે કચિત્ ભિન્ના-ભિન્ન માનવાં એ જ યથાર્થ વાત છે. અહીં અનુમાન પ્રકાર આ પ્રમાણે છે.
ત્ (તે ફળ, આ પક્ષ છે) સ્થાત્ મિમિત્ર (આ સાધ્ય છે) પ્રમાળતત્વાન્યથાનુષપત્તે (આ હેતુ છે.) ૫૬-૬ા
अथात्राशडक्य व्यभिचारमपसारयन्ति
.
उपादानबुद्ध्यादिना प्रमाणाद् भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यभिचार इति न विभावनीयम् ॥ ६-७ ॥
૭
टीका - प्रमाणफलं च भविष्यति, प्रमाणात् सर्वथा भिन्नं च भविष्यति, यथोपादानबुद्ध्यादिकमिति न परामर्शनीयं यौगैरित्यर्थः ॥६-७॥
अत्र हेतु:
तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ॥ ६-८ ॥ एकप्रमातृतादात्म्यमपि कुतः सिद्धमित्याशङ्क्याहुः
प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः ॥ ६-९॥ टीका - यस्यैवात्मनः प्रमाणाकारेण परिणतिस्तस्यैव फलरूपतया परिणाम इत्येकप्रमात्रपेक्षया प्रमाणफलयोरभेदः ॥ ६-९ ॥
ગ્રંથકારે પ્રમાણ અને પ્રમાણ–ફળને સ્યાદ્ ભિન્ના-ભિન્ન સમજાવવા માટે ઉપરના છઠ્ઠા સૂત્રમાં (પક્ષ-સાધ્ય-હેતુ રૂપ) જે અનુમાન પ્રમાણ રજુ કર્યું છે. એ અનુમાન પ્રમાણમાં એકાન્ત ભેદવાદી તૈયાયિકો અને વૈશેષિકો વ્યભિચાર દોષ લાવે છે. તે વ્યભિચાર દોષની તેઓ તરફથી શંકા ઉપજાવીને તેને દૂર કરતા ગ્રંથકારશ્રી કહે છે કે
Page #25
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૭,૮,૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- પ્રમાણથી એકાન્ત ભિન્ન એવા અને વ્યવહિત (પરંપરા) ફળ સ્વરૂપ એવા “ઉપાદાનબુદ્ધિ આદિ” ની સાથે હેતુ સંભવતો હોવાથી વ્યભિચાર દોષ (નોને) આવશે એમ ન વિચારવું. આ બાબતમાં યુક્તિ જણાવે છે કે- તે પ્રમાણ-ફળ એક પ્રમાતામાં તાદાગરૂપે હોવાથી પ્રમાણથી “અભેદ” ભાવે રહેલું છે. એક પ્રમાતાની સાથે તાદામ્યપણું કેવી રીતે રહેલું છે ? એવી શંકા કરીને કહે છે કે- પ્રમાણ તરીકે પરિણામ પામેલ આત્મા જ ફળપણે પરિણામ પામે છે. આવી પ્રતીતિ થતી હોવાથી તાદાભ્યપણું છે. I૬-૭,૮,૯ll
ટીકાર્થ– પ્રમાણનું ફળ પ્રમાણથી સ્યાદ્ ભિન્ન-ભિન્ન છે. આવા પ્રકારનું અનુમાન સૂત્ર-૬માં જૈનાચાર્યે જણાવ્યું છે. તે અનુમાનને તોડવા માટે તૈયાયિકવૈશેષિકો હેતુને વ્યભિચારી બનાવે છે.
જે હેતુ સાધ્યના અભાવમાં પણ વર્તે તે હેતુ વ્યભિચારી” કહેવાય છે. ગ્રંથકારના અનુમાનમાં “ચા ભિન્ન-ભિન્નત્વ” એ સાધ્ય છે. તેથી એકાન્તભિનત્વ કે એકાન્ત અભિન્નત્વ એ સાધ્યાભાવ કહેવાય છે. અહીં પ્રમUTહત્વાચથાનુપત્તેિ આ હેતુ એકાન્તભિન્ન એવા સાધ્યાભાવમાં વર્તે છે. એટલે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચાર દોષ જૈનોને આવશે, એમ યૌગિકોનું કહેવું છે. અજ્ઞાનનિવૃત્તિ અને ઉપાદાનબુવ્યાદિ એમ બે પ્રકારનાં પ્રમાણનાં ફળ છે. પહેલું ફળ અનંતર છે. અને બીજું ફળ પરંપરાએ છે. ત્યાં અજ્ઞાનનિવૃત્તિ રૂપ અનંતર ફળ આવ્યા પછી ઉપાદાન બુદ્ધયાદિરૂપ પરંપર-ફળ આવે છે. તેથી તે વ્યવહિત ફળ (વ્યવધાનવાળું ફળ) કહેવાય છે. કારણ કે પ્રમાણ અને પરંપર-ફળની વચ્ચે અનંતર ફળ થાય છે તેથી અનંતર ફળ વ્યવધાન રૂપ બનવાથી પરંપર-ફળ પ્રમાણથી દૂર થઈ જાય છે. તેથી પરંપર-ફળ એ પ્રમાણથી એકાન્ત ભિન્ન કહેવાય છે. આમ યૌગિકોનું માનવું છે.
આ પ્રમાણે ઉપાદાનબુઢ્યાદિ રૂપ પરંપર-ફળ એ વ્યવહિત ફળ પણ છે. અને પ્રમાણથી દૂર હોવાથી એકાન્ત ભિન્ન પણ છે. છતાં તેમાં પ્રમાણનું ફળતા કહેવાય જ છે, કારણકે જ્ઞાનરૂપ પ્રમાણ થયું તો જ તેનાથી ઉપાદાન બુદ્ધયાદિ થાય છે. આ પ્રમાણે પ્રમાણફલત્વાન્યથાનુપપત્તિ સ્વરૂપ જૈનોનો હેતુ એકાન્તભિન્ન એવા ઉપાદાન-બુદ્ધયાદિ રૂપ સાધ્યાભાવમાં રહેવાથી વ્યભિચાર દોષ જૈનોને આવશે એમ યૌગિકો અહીં કહી શકે છે.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે અમને=જૈનોને વ્યભિચાર દોષ આવશે એવું યૌગિકોએ ન વિચારવું. કારણ કે ત્યાં પ્રમાણ-ફળતાન્યથાનુપપત્તિ હેતુ છે. પરંતુ સાધ્યાભાવ નથી. પણ સાધ્ય છે. અર્થાત્ ઉપાદાન-બુદ્ધયાદિ રૂપ જે. પરંપરા-ફળ છે તે એકાન્તભિન્ન નથી. પરંતુ સ્વાભિન્ન છે. સારાંશ કે પ્રમાણ અને
Page #26
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૦
પરંપરા-ફળની વચ્ચે અનંતર ફળ વ્યવધાયક હોવા છતાં અને પરંપરા-ફળ એ પ્રમાણથી દૂર હોવાથી વ્યવહિત ફળ થવા છતાં તે ફળ પ્રમાણથી એકાન્ત ભિન્ન નથી પરંતુ સ્થાભિન્ન જ છે. તેથી સાધ્યાભાવ નથી, પણ સાધ્ય જ છે.
પ્રશ્ન- અહીં યૌગિકો પ્રશ્ન કરે છે કે જે વ્યવહિત ફળ હોય અર્થાત્ વ્યવધાન વાળું હોય તે એકાન્નભિન્ન જ કહેવાય. તેને સ્વાભિન કેમ કહેવાય ? તેને સ્થાભિન્ન કહેવામાં શું યુક્તિ છે ?
ઉત્તર- ગ્રંથકાર આઠમા સૂત્રમાં તેની યુક્તિ-હેતુ જણાવે છે. તસ્પ-તે પરંપરાફળ પ્રમાતૃતાવોચ્ચે એક જ પ્રમાતાની સાથે તાદાભ્યસંબંધવાળું હોવાના કારણે પ્રમાદ્િ પ્રમાણથી અમે વ્યવસ્થિતૈઃ અભેદપણે રહેલું છે. પ્રમાણ અને પ્રમાણ-ફળ આ બન્ને, એક પ્રમાતામાં જ તાદાભ્યપણે વર્તે છે. માટે આ પ્રમાણ-ફળ એ પ્રમાણથી અભિન્ન પણ છે. તેથી સ્થાભિન્ન જ કહેવાય છે. પણ એકાન્તભિન્ન નથી.
પ્રશ્ન– પ્રમાણ અને પ્રમાણ-ફળ વચ્ચે એકમમાતાની સાથે તાદાભ્યપણું છે. એ વાત કેવી રીતે સિદ્ધ થાય ?
ઉત્તર- આ શંકાનો ઉત્તર નવમા સૂત્રમાં ગ્રંથકાર આપે છે. “પ્રમાણપણે પરિણામ પામેલ આત્મા જ ફળપણે પરિણામ પામે છે. આ વાત અનુભવસિદ્ધ છે સારાંશ કે જે આત્માને આ રજ્જા છે કે આ સર્પ છે એવું જ્ઞાન થયું છે તે જ આત્માને ઉપાદાન અને હાનાદિની બુદ્ધિ થાય છે જેમ બાલ્ય-યુવા અને વૃદ્ધાવસ્થા ક્રમશઃ બદલાતી હોવા છતાં ત્રણે અવસ્થામાં આત્મ દ્રવ્ય એક જ હોવાથી કથંચિ અભેદ પણ છે. તેમ પ્રમાણ અને પ્રમાણ-ફળ કાળભેદથી પર્યાય રૂપે ભિન્ન હોવા છતાં બન્નેનો આધાર એવો આત્મા (દ્રવ્ય) એક જ હોવાથી અભેદ પણ છે જ. તેથી જ જેને જ્ઞાન થાય છે તેને જ ઉપાદાન અને હાનની બુદ્ધિ પ્રગટે છે. આ વાત અનુભવ-સિદ્ધ છે તેથી પ્રમાણ અને પ્રમાણ-ફળ કથંચિત્ ભિન્ન છે. પરંતુ એકાન્ત ભિન્ન નથી. તેથી વ્યભિચાર દોષ આવતો નથી.” ૬-૭,૮,૯.
एतदेव भावयन्तियः प्रमिमीते स एवोपादत्ते परित्यजत्युपेक्षते चेति सर्वसंव्यवहारिभिरस्खलितमनुभवात् ॥६-१०॥
टीका-न खल्वन्यः प्रमाता प्रमाणपर्यायतया परिणमतेऽन्यश्चोपादानहानोपेक्षाबुद्धिपर्यायस्वभावतयेति कस्यापि सचेतसोऽनुभवः समस्तीत्यर्थः ॥६-१० ॥
Page #27
--------------------------------------------------------------------------
________________
10
પરિચ્છેદ ૬-૧૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉપરના નવમા સૂત્રમાં જે વાત સમજાવવામાં આવી છે. એ જ વાત ગ્રંથકાર દશમા સૂત્રમાં વધારે સ્પષ્ટ સમજાવે છે.
સૂત્રાર્થ- જે આત્મા પ્રમાણ-જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જ આત્મા ઉપાદાન કરે છે. ત્યાગ કરે છે. અને ઉપેક્ષા કરે છે. આ પ્રમાણે વ્યવહાર કુશળ સમસ્ત પુરુષો વડે અખલિતપણે અનુભવ કરાય છે. I ૬-૧૦ ||
ટીકાર્થ- સ્વ-પર વ્યવસાયી એવું જ્ઞાન થયું તે પ્રમાણ છે. અને તે જ્ઞાન થવાથી ઉપાદાનાદિ બુદ્ધિ થવી એ પ્રમાણનું ફળ છે. જે આત્મા રજુ કે સર્પનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે જ આત્મા ઉપાદેય વસ્તુ સમજીને ગ્રહણ કરવા જાય છે. હેય વસ્તુ સમજીને ત્યજવાનો પ્રયત્ન કરે છે. અને ઉપેક્ષણીય વસ્તુ જણાય તો ઉપેક્ષા કરે છે. તેથી પ્રમાણ અને પ્રમાણ-ફળ એ બન્ને પર્યાયોનો આધાર એક જ પ્રમાતા (આત્મા) હોવાથી અવશ્ય કથંચિત્ જ ભિન્ન છે. એકાન્ન ભિન્ન નથી. કારણકે પ્રમાણપણાના પર્યાયરૂપે જે પરિણામ પામે છે તે પ્રમાતા અન્ય હોય, અને ઉપાદાન, હાન તથા ઉપેક્ષા બુદ્ધિના પર્યાય સ્વભાવે જે પરિણામ પામે છે તે આત્મા ભિન્ન હોય, આવો અનુભવ કોઈપણ સમજદાર આત્માને થતો નથી. “આ સર્પ છે એવું જ્ઞાન ચૈત્રને થતું હોય અને ભાગંભાગ મૈત્ર કરતો હોય” આવું કોઇપણ સ્થાને અનુભવાતું નથી. તેથી પ્રમાતા દ્રવ્ય બને અવસ્થામાં એક હોવાથી પ્રમાણ અને પ્રમાણ-ફળ કથંચિત્ અભિન્ન પણ છે. ૬-૧૦
यथोक्तार्थानभ्युपगमे दूषणमाहुः इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लव: प्रसज्येत ॥६-११॥
टीका- इतरथेत्येकस्यैव प्रमातुः प्रमाणफलतादात्म्यानङ्गीकारे इमे प्रमाणफले स्वकीये, इमे च परकीये इति नैयत्यं न स्यादिति भावः । तदित्थमुपादानादौ व्यवहिते फले प्रमाणादभेदस्यापि प्रसिद्धेर्न तेन प्रकृतहेतोर्व्यभिचार इति સિદ્ધમ્ / ૬-૨૨
ઉપર સૂત્ર ૬ થી ૧૦માં સમજાવેલ પ્રમાણ અને પ્રમાણ-ફળનો સ્યાદ્ ભેદભેદ રૂપ અર્થ જો ન સ્વીકારવામાં આવે (અને એકાન્ત ભેદ જ જો સ્વીકારવામાં આવે) તો શું દૂષણ આવે ? તે દૂષણ ગ્રંથકારશ્રી સમજાવે છે
સૂત્રાર્થ- જો આ પ્રમાણે માનવામાં ન આવે તો સ્વસંબંધી અને પરસંબંધી પ્રમાણ તથા પ્રમાણફળની જે વ્યવસ્થા છે. તેનો વિનાશ જ પ્રાપ્ત થાય. ૬-૧૧
Page #28
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૨
ટીકાર્થ- પ્રમાણ અને પ્રમાણ-ફળ કથંચિત્ અભિન્ન પણ છે એમ જો ન માનવામાં આવે, એટલે કે પ્રમાણ અને પ્રમાણ-ફળ આ બન્ને પર્યાયો એક જ પ્રમાતામાં તાદાત્મ્યરૂપે પ્રગટે છે આ વાતનો જો સ્વીકાર કરવામાં ન આવે તો આ પ્રમાણ અને પ્રમાણ-ફળ સ્વકીય છે. અને આ પ્રમાણ અને પ્રમાણ-ફળ પરકીય છે. એવો જે જગત્પ્રસિદ્ધ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. તે ન રહે. તે વ્યવહારનો વિનાશ થાય. અર્થાત્ જે પ્રમાણ-જ્ઞાન પોતાને થાય છે. તેનાથી ઉપાદાનાદિની બુદ્ધિ પણ પોતાને જ થાય છે. આવો જગત્પ્રસિદ્ધ વ્યવહાર વિનાશ પામે. તથા જે પ્રમાણ-જ્ઞાન પરને થયું હોય તેવા પ્રકારના જ્ઞાનથી જે ઉપાદાનાદિ બુદ્ધિ થાય છે, તે પરને જ થાય છે. આ વ્યવહાર પણ વિનાશ પામે.
જો એકાન્તભેદ માનીએ તો, આ સર્પ છે એવું જ્ઞાન પોતાને થાય અને ભાગાભાગ બીજો કરે, એવું પણ થવું જોઇએ. પરંતુ આવું જગત્માં ક્યાંય થતું નથી. “આ આમ્રફળ છે એવું જ્ઞાન દેવદત્તને થાય અને તેને લેવા માટે હાથ યજ્ઞદત્ત લંબાવે' આવું ક્યાંય અનુભવાતું નથી. તે કારણથી પ્રમાણ અને પ્રમાણ-ફળરૂપ ઉપાદાનાદિ બુદ્ધિમાં વ્યવહિત ફળ (પરંપરા-ફળ) હોવા છતાં પણ બન્ને પર્યાયોમાં આત્મદ્રવ્યનું તાદાત્મ્ય (એકત્વ) હોવાના કારણે અભેદની પણ પ્રસિદ્ધિ નિર્દોષ જ હોવાથી અમારા પ્રસ્તુત હેતુમાં અલ્પ પણ વ્યભિચાર દોષ આવતો નથી. એમ સિદ્ધ થયું. ॥૬-૧૧||
अथ व्यभिचारान्तरं पराकुर्वन्ति
૧૧
अज्ञाननिवृत्तिस्वरूपेण प्रमाणादभिन्नेन साक्षात्फलेन साधनस्यानेकान्त इति नाशङ्कनीयम् ॥ ६-१२ ॥
टीका - प्रमाणफलं च स्यात्, प्रमाणात् सर्वथाऽप्यभिन्नं च स्यात्, यथाऽज्ञाननिवृत्तिरित्यनयानैकान्तिकत्वं प्रमाणफलत्वान्यथाऽनुपपत्ते र्हेतोरिति न શઠ્ઠનીય ગાવૈં ॥ ૬-૨ ॥
યૌગિકો (નૈયાયિક-વૈશેષિકો) પ્રમાણથી પ્રમાણનું ફળ એકાન્તે ભિન્ન છે આમ માને છે. તેથી સ્યાદ્ ભિન્ના-ભિન્નત્વ સાધ્યને સાધવા મૂકેલા આ પ્રમાણ-ફલત્વાન્યથા-નુપપત્તિ હેતુમાં તેઓએ વ્યભિચાર દોષ જૈનોને આપ્યો હતો. તેનું ખંડન સૂત્ર ૮ થી ૧૧ વડે કરવામાં આવ્યું. છે.
હવે બૌદ્ધો પ્રમાણથી પ્રમાણનું ફળ એકાન્તે અભિન્ન છે. આમ માને છે. “અજ્ઞાન-નિવૃત્તિ” સ્વરૂપ જે સાક્ષાત્ફળ અર્થાત્ અનંતર ફળ છે. તે પ્રમાણ ઉત્પન્ન
Page #29
--------------------------------------------------------------------------
________________
૧ ૨.
પરિચ્છેદ ૬-૧૩,૧૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ થતાંની સાથે જ થાય છે તેથી બૌદ્ધો તે ફળને પ્રમાણથી અભિન માનીને જૈનોને વ્યભિચાર- દોષ આપે છે. કારણકે જૈનોનું સાધ્ય સ્યાદ્ ભિના-ભિન્નત્વ છે. તેને બદલે એકાન્ત ભિન્નમાં કે એકાન્ત અભિનમાં જો હેતુ વર્તે તો સાધ્યાભાવમાં હેતુની વૃત્તિ થવાથી વ્યભિચાર દોષ આવે. ત્યાં ઉપાદાનબુદ્ધયાદિ પરંપરાફળ વ્યવધાનવાળું હોવાથી એકાતભિન્ન માનીને તૈયાયિકાદિએ જેમ જૈનોને પૂર્વે દોષ આપેલો અને ગ્રંથકારે તેનું ખંડન કરેલું. એ જ રીતે “અજ્ઞાનનિવૃત્તિ” રૂપ જે અનંતરપલ છે સાક્ષાત્કળ છે. તે તો પ્રમાણની સાથે જ પ્રગટ થાય છે. માટે સર્વથા અભિન્ન જ છે. એમ મનમાં સમજીને બૌદ્ધો જૈનોને વ્યભિચાર દોષ આપે છે.
સૂત્રાર્થ-સાક્ષસ્કૂળભૂત એવા અને પ્રમાણથી એકાન્ત અભિન્ન એવા “અજ્ઞાનનિવૃત્તિ સ્વરૂપ સાક્ષા” ફળની સાથે હેતુનો વ્યભિચાર દોષ આવશે એવી પણ શંકા ન કરવી. ૬-૧૨ા.
ટીકાર્થ– જેમ દીપક પ્રગટ કરીએ તે જ ક્ષણે અંધકાર નાશ થાય છે. તેમાં કાળવિલંબ નથી. તેથી તે બન્ને અભિન્ન-એકજ કહેવાય છે. તેવી જ રીતે જે ક્ષણે પ્રમાણ-જ્ઞાન આત્મામાં પ્રગટે છે તે જ ક્ષણે અજ્ઞાનનિવૃત્તિ પણ પ્રગટે છે. તેથી તે પ્રમાણ-ફળ પણ કહેવાશે અને પ્રમાણભૂત જ્ઞાનથી અભિન પણ કહેવાશે. જેમ કે જે સમયે આ સર્પ છે. એવું પ્રમાણ-જ્ઞાન પ્રગટ્યું. તે જ સમયે સર્પસંબંધી અજ્ઞાનતાની નિવૃત્તિ થઈ જ. તેથી પ્રમાણથી સર્વથા અભિન્ન એવી સાક્ષાત્કળ ભૂત જે “અજ્ઞાનનિવૃત્તિ” છે. તેની સાથે પ્રમાણ-ફળ–ાન્યથાનુપપત્તિ હેતુની અનૈકાન્તિકતા થશે. પ્રમાણફલત્વાદિ હેતુ, સ્યાદ્ ભિના-ભિનત્વ એવા સાધ્યમાં વર્તવો જોઇએ. તેને બદલે એકાતે અભિન્ન એવા અજ્ઞાનનિવૃત્તિ રૂપ સાક્ષાત્કળમાં પણ હેતુ વર્તે છે. તેથી સાધ્યાભાવમાં હેતુ વર્તવાથી અનૈકાન્તિક થશે. આવું બૌદ્ધો જૈનોને કહે છે.
ગ્રંથકારશ્રી તેનું ખંડન કરતાં કહે છે કે બૌદ્ધોએ જૈનોને આવો વ્યભિચાર દોષ ન આપવો. કારણ કે તે દોષ ખોટી રીતે રજુ કરાયો છે. તે વાત આગળના સૂત્રમાં સમજાવે છે. I ૬-૧૨
कुत इत्याहकथञ्चित्तस्यापि प्रमाणाद् भेदेन व्यवस्थानात् ॥६-१३॥ ટીલા–ગ્નિતિતિ વિદ્યમાન પ્રવાસે છે. ૬-૨૩. तमेव प्रकारं प्रकाशयन्तिसाध्यसाधनभावेन प्रमाणफलयोः प्रतीयमानत्वात् ॥६-१४॥
Page #30
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૫
૧૩ टीका-ये हि साध्यसाधनभावेन प्रतीयेते, ते परस्परं भिद्यते यथा कुठारच्छिदे, साध्यसाधनभावेन प्रतीयेते च प्रमाणाज्ञाननिवृत्त्याख्यफले ॥ ६-१४ ॥
પ્રમાણ અને અજ્ઞાનનિવૃત્તિ રૂપ અનંતર ફળભૂત પ્રમાણફળ એકાતે અભિન્ન હોવાથી વ્યભિચાર દોષ આવશે. આવા પ્રકારની બૌદ્ધોએ શંકા ન કરવી. એમ ઉપર કહ્યું. તેથી પ્રશ્ન થાય છે કે આવા પ્રકારની શંકા બૌદ્ધોએ જૈનોની સામે કેમ ના ઉઠાવવી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી ૧૩ / ૧૪ સૂત્રમાં જણાવે છે કે
સૂત્રાર્થ- તે અજ્ઞાનનિવૃત્તિ રૂપ અનંતરફળ પણ પ્રમાણથી કથંચિત્ ભિન્નપણે જ રહેલું છે. કારણકે પ્રમાણ અને પ્રમાણફળ સાધ્ય-સાધનભાવે પ્રતીત થાય છે. I ૬-૧૩/૧૪
ટીકાર્ચ- “આ સર્પ છે” એવા પ્રકારનું થયેલું પ્રમાણભૂતજ્ઞાન, અને સર્પના અજ્ઞાનની નિવૃત્તિ રૂપ પ્રમાણફળ આ બન્ને કથંચિત્ ભિન્ન પણ છે. એટલે કે સર્વથા અભિન્ન નથી. કારણ કે જો સર્વથા અભિન્ન જ હોય તો એક કારણ (સાધન) અને એક કાર્ય (સાધ્ય) એ સ્વરૂપે પ્રતીત જ ન થાત. પરંતુ કાર્ય-કારણ સ્વરૂપે પ્રતીત થાય છે. તેથી સર્વથા અભિન્ન નથી. પરંતુ કથંચિત્ જ અભિન્ન છે. તે કથંચિત્ પણું કેવી રીતે છે ? તે સમજાવે છે કે
“આ સર્પ છે” એવું જ્ઞાન પ્રથમ પ્રગટે છે એટલે તેનાથી અજ્ઞાનનિવૃત્તિ થાય છે. એક કારણ બને છે. બીજાં કાર્ય બને છે. જે બે ભાવો કાર્ય-કારણપણે (એટલે સાધ્ય-સાધનપણે) પ્રતીત થતા હોય તે અવશ્ય પરસ્પર ભિન્ન હોય છે. જેમકેકુહાડો અને કુહાડાથી થતી છેદન ક્રિયા. આ બન્ને સાધન-સાધ્યરૂપે જણાય છે. માટે પરસ્પર ભિન્ન છે. એ જ રીતે પ્રમાણભૂતજ્ઞાન, અને પ્રમાણના ફળભૂત અજ્ઞાનનિવૃત્તિ પણ સાધન-સાધ્યભાવે જ પ્રતીત થાય છે. તેથી અવશ્ય એ પણ કથંચિત્ ભિન્ન છે. તેથી અમારો (જૈનોનો) હેતુ સ્યાદ્ ભિન્ન-ભિન્નત્વ સાધ્ય માત્ર વૃત્તિ જ છે, પરંતુ એકાન્ત અભિન્ન એવા સાધ્યાભાવવવૃત્તિ નથી. તેથી તે બૌદ્ધો! અમને (જૈનોને) વ્યભિચાર દોષ આવતો નથી. + ૬-૧૩/૧૪/
अस्यैव हेतोरसिद्धतां परिजिहीर्षवः प्रमाणस्य साधनतां तावत् समर्थयन्तेप्रमाणं हि करणाख्यं साधनम् स्वपरव्यवसितौ साधकतमत्वात् ॥६-१५॥
टीका-यत् खलु क्रियायां साधकतमम् , तत् करणाख्यं साधनम्, यथा પરધ:, સાથ#તમે ઘ વપ૨વ્યવસિત પ્રમાામિતિ || ૬-૬ ૧. અહીં સર્વત્ર સાથ્ય સાધનમાd ની સાથે યથાસંખ્ય ન સમજવું સામાન્યપણે સર્વત્ર વિધાન કરેલ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
પરિચ્છેદ ૬-૧૬
अथ फलस्य साध्यत्वं समर्थयन्ते
स्वपरव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं फलं तु साध्यम् प्रमाणनिष्पाद्यत्वात् ॥६-१६॥
टीका - यत्प्रमाणनिष्पाद्यम्, तत् साध्यं, यथोपादानबुद्ध्यादिकं, प्रमाण - निष्पाद्यं च प्रकृतं फलमिति । तन्न प्रमाणादेकान्तेन फलस्याभेदः साधीयान् । सर्वथा तादात्म्ये हि प्रमाणफलयोर्न व्यवस्था, तद्भावविरोधात् । न हि सारूप्यमस्य प्रमाणम्, अधिगतिः फलमिति सर्वथा तादात्म्ये सिध्यति, अतिप्रसक्तेः । ६-१६।
બૌદ્ધોએ આપેલા વ્યભિચારદોષને ટાળવા જૈનાચાર્યે સૂત્ર ૧૩ અને ૧૪માં જે અનુમાન આપ્યું છે કે
રત્નાકરાવતારિકા ભાગ-૩
प्रमाणप्रमाणफले, कथञ्चिद् -भिन्ने तयोः साधनसाध्यभावेन प्रतीयमानत्वात् જૈનાચાર્યના આ અનુમાનને ખોટું પાડવા માટે બૌદ્ધો અહીં અસિદ્ધ હેત્વાભાસ કરે છે. તેઓનું કહેવું એવું છે કે પ્રમાણ અને પ્રમાણફળમાં સાધનસાધ્યભાવે પ્રતીયમાનતા છે એવી તમારી (જૈનોની) વાત યુક્તિ વિના કેમ માની શકાય ? અર્થાત્ સાધનસાધ્યભાવે પ્રતીયમાનતા રૂપ આ હેતુ પ્રમાણ અને પ્રમાણફળમાં છે જ તેની ખાત્રી શું ? જો તમે કંઇ યુક્તિ ન આપો તો આ હેતુ પક્ષમાં વર્તતો નથી તેથી તમારો હેતુ અસિદ્ધ હેત્વાભાસ થાય છે. એવું કેમ ન કહી શકાય
7
આ પ્રમાણે બૌદ્ધદર્શનકારો આ હેતુને જો અસિદ્ધહેત્વાભાસ કહે તો આ હેતુની અસિદ્ધતાનો પરિહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી સૂત્ર ૧૫/૧૬માં જણાવે છે કે
સૂત્રાર્થ- પ્રમાણ એ સ્વ અને પરનો વ્યવસાય કરવા રૂપ ક્રિયા કરવામાં સાધકતમ હોવાથી કરણ નામનું સાધન છે. અને સ્વ-પરનો વ્યવસાય કરવા સ્વરૂપ અજ્ઞાનની નિવૃત્તિ નામનું જે ફળ છે તે પ્રમાણથી નિષ્પાદ્ય હોવાથી સાધ્ય છે. II ૬-૧૫/૧૬॥
ટીકાર્થ પ્રમાણ (જ્ઞાન) એ સાધકતમ-કરણ હોવાથી સાધન છે. કારણકે કોઇ પણ ક્રિયામાં જે સાધકતમ કરણ હોય છે. તે અવશ્ય સાધન કહેવાય છે. જેમકે- છેદન ક્રિયા કરવામાં છરી, અથવા કુહાડો, તેમ અહીં સ્વ-પરનો નિર્ણય કરવા સ્વરૂપ ક્રિયા કરવામાં પ્રમાણ એ સાધકતમ-કરણ હોવાથી અવશ્ય સાધન છે. તેવી રીતે કરણથી નિષ્પાદ્ય જે હોય તેને અવશ્ય સાધ્ય કહેવાય છે. જેમકે- પરશુથી નિષ્પાદ્ય છેદનક્રિયા એ સાધ્ય છે. એવી રીતે પ્રમાણથી જે નિષ્પાદ્ય છે તેને અવશ્ય સાધ્ય કહેવાય છે.
૧. પર્શ્વધ:- છરી, કુહાડો-કુહાડી.
Page #32
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૬
૧૫
હાનોપાદાનાદિ બુદ્ધિ સ્વરૂપ પરંપરા-ફળ જેમ પ્રમાણથી નિષ્પાદ્ય છે, તેમ અજ્ઞાન-નિવૃત્તિ સ્વરૂપ અનંતર ફળ પણ પ્રમાણથી નિષ્પાદ્ય હોવાથી અવશ્ય સાધ્ય છે.
આ રીતે પ્રમાણ એ સાધન, અને પ્રમાણ-ફળ (અનંતર ફળ) રૂપ અજ્ઞાનનિવૃત્તિ એ સાધ્ય, એમ સાધનસાધ્યભાવ અનુભવસિદ્ધ હોવાથી પક્ષમાં હેતુની વૃત્તિ છે. પરંતુ અવૃત્તિ નથી, માટે અસિદ્ધ હેત્વાભાસ થતો નથી. તેથી પ્રમાણ થકી પ્રમાણ ફળનો એકાત અભેદ (જે બૌદ્ધો કહે છે તે) સિદ્ધ થતો નથી. કારણકે સાધ્યસાધનભાવ હોવાથી કથંચિ ભેદ અવશ્ય છે જ. વળી જો સર્વથા તાદાભ્યપણું (અભેદપણું) માનીએ તો પ્રમાણ અને પ્રમાણ-ફળની વ્યવસ્થા જ ઘટે નહીં. સારાંશ કે જો આ બન્નેનો સર્વથા અભેદ જ હોય તો તેને કાં તો પ્રમાણ કહેવાય કાં'તો ફળ કહેવાય, પરંતુ પ્રમાણ અને પ્રમાણ-ફળ એમ ઉભય ન કહેવાય, જો બન્ને સર્વથા એકરૂપ જ હોય તો પ્રમાણ એ કારણ અને ફળ એ કાર્ય એવો જે કાર્ય-કારણભાવ (સાધ્ય-સાધનભાવી છે. તેનો વિરોધ આવે.
અહીં બૌદ્ધો એવો બચાવ કદાચ કરે કે જ્ઞાનમાં જે સારૂપ્યતા (ય પદાર્થની સદાકારતા) છે તેને અમે પ્રમાણ કહીશું અને તેનાથી થતી અધિગતિ (અર્થાત્ યપદાર્થનો બોધ), તેને અમે ફળ કહીશું. તો તે વાત પણ મિથ્યા છે. એમ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે સારૂપ્યતા (અર્થકારતા) એ પ્રમાણ અને અધિગતિ (જ્ઞયપદાર્થનો બોધ) એ ફળ, એમ પણ – આ બૌદ્ધને સર્વથા તાદાભ્ય માને છતે ઘટશે નહીં. કારણ કે એમ માનવામાં અતિવ્યાતિ આવશે. ઘટ અને ઘટસ્વરૂપમાં પણ તાદાભ્ય (અભેદસંબંધ) છે તેથી ત્યાં પણ કાર્ય-કારણભાવ માનવાની આપત્તિ (અતિવ્યાપ્તિ દોષ) આવશે.
ननु प्रमाणस्यासारूप्यव्यावृत्तिः सारूप्यम्, अनधिगतिव्यावृत्तिरधिगतिरितिव्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत्, नैवम् स्वभावभेदमन्तरेणान्यव्यावृत्तिभेदस्याप्यनुपपत्तेः ॥
कथं च प्रमाणस्याप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत् प्रमाणान्तरफलान्तरव्यावृत्त्या अप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न स्याद् इति ॥१५-१६ ॥
બૌદ્ધ- કોઇપણ વિવક્ષિત એક વસ્તુ અન્યની વ્યાવૃત્તિથી ઉભયાત્મક હોય છે. જેમ માટીનો બનેલો ઘડો” એક જ વસ્તુ છે. છતાં તે પદાર્થ “પટ' થી (પટાદિથી) વ્યાવૃત્ત છે માટે ઘટ પણ કહેવાય છે. અને “મૃત્' થી (જલાદિથી) વ્યાવૃત્ત છે માટે મૃત્ પણ છે. એમ કહેવાય જ છે. તેવી રીતે “પ્રમાણ” જ અસારૂપ્યની વ્યાવૃત્તિ રૂપ હોવાથી સારૂપ્ય પણ કહેવાશે. અને અનધિગતિની વ્યાવૃત્તિ રૂપ હોવાથી અધિગતિ પણ કહેવાશે. એમ એક
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
પરિચ્છેદ ૬-૧૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
જ પ્રમાણમાં સારૂપ્યતા અને અધિગતિતા એમ ઉભયાત્મકતા હોઈ શકે છે. સારાંશ કે પ્રમાણ એવા જ્ઞાનમાં અસારૂપ્યતા (અર્થના આકારના અભાવ)ની વ્યાવૃત્તિ હોવાથી (એટલે કે અર્થનો આકાર નથી એમ નહીં તેથી) સારૂપ્યતા (અર્થાકારતા) છે. તથા અનધિગતિની (એટલે બોધના અભાવની) વ્યાવૃત્તિ હોવાથી અધિગતિ (બોધ) રૂપ પણ છે. એમ એક જ વસ્તુ ઇતરની વ્યાવૃત્તિથી ઉભય રૂપ હોઇ શકે છે. તેથી એક જ પ્રમાણ જ્ઞાનને વ્યાવૃત્તિના ભેદથી પ્રમાણ રૂપ અને ફળરૂપ એમ ઉભયરૂપ માની શકાય છે. માટે સર્વથા અભેદ માનવામાં પણ કાર્યકારણ ભાવ ઘટી શકે છે.
જૈન- આ પ્રમાણે કહેવું નહીં. સ્વભાવભેદ માન્યા વિના અન્યની વ્યાવૃત્તિ માત્રથી ભેદ ઘટી શકતો નથી. માટીના બનેલા ઘટમાં અઘટની વ્યાવૃત્તિથી ઘટપણું અને અમૃની વ્યાવૃત્તિથી મૃપણું જે સમજાવવામાં આવ્યું છે. તે પણ એકમાં હોવા છતાં સ્વભાવભેદને કારણે છે.
મૃદુ એ કારણરૂપ છે અને ઘટ એ કાર્યરૂપ છે. મૃદુ એ વ્યાપક ધર્મ છે અને ઘટ એ વ્યાપ્યધર્મ છે. આ પ્રમાણે સ્વભાવભેદ હોવાથી ત્યાં પણ કથંચિત્ ભેદ છે જ. સર્વથા અભેદ નથી જ. ઘટનો નાશ થવા છતાં મૃનો નાશ થતો નથી. આ રીતે પણ સ્વભાવભેદ છે. તેવી રીતે અસારૂપ્યની વ્યાવૃત્તિ તે સારૂપ્ય સ્વરૂપ પ્રમાણ અને અનધિગતિની વ્યાવૃત્તિ રૂ૫ અધિગતિ તે ફલ એમ માનશો તો પણ તે બન્નેમાં સ્વભાવભેદ તો માનવો જ પડશે. એક કારણ અને એક કાર્ય. અને એમ માનતાં કથંચિ ભેદ તો આવ્યો જ. તથા વળી આ રીતે અન્યની વ્યાવૃત્તિમાત્રથી જ જો વસ્તુ સ્વરૂપ કહીએ તો વિવક્ષિત એવો એક ઘટ, અઘટ (પટાદિ) થી વ્યાવૃત્ત હોવાથી જ જો ઘટ કહેવાતો હોય, તો તે વિવક્ષિત ઘટ, ઘટાન્તરથી (એટલે કે અન્ય ઘટથી) પણ વ્યાવૃત્ત છે માટે અઘટ પણ બનવો જોઈએ. અને માટીનો હોવા છતાં તે વિવક્ષિત મૃદુ તેમાં છે. તેના સિવાયની મૃદન્તરથી વ્યાવૃત્ત પણ છે માટે અમૃ પણ બનવો જોઈએ. પરંતુ અઘટ કે અમૃદુ બનતો નથી. તેવી જ રીતે પ્રમાણને અસારૂપ્યથી અને અનધિગતિથી વ્યાવૃત્ત માનીને જ જો સારૂપ્યતા અને અધિગતિતા કહેવાતી હોય તો તે જ પ્રમાણ ઈતર પ્રમાણોથી (પ્રમાણાન્તરથી) વ્યાવૃત્ત હોવાથી અપ્રમાણ પણ કેમ ન કહેવાય ? તથા ઈતર અધિગતિથી (એટલે કે અધિગત્યારથી-બીજા બોધથી) પણ વ્યાવૃત્ત છે, માટે અબોધ પણ કેમ ન કહેવાય ? આવી અનિષ્ટ આપત્તિ આવશે. તેથી વસ્તુનું સ્વરૂપ વ્યાવૃત્તિમાત્રથી જ નથી. પરંતુ સ્વ-સ્વરૂપથી પણ છે. હવે જો સ્વ-સ્વરૂપથી પ્રમાણ અને ફળ એક જ હોય, (સર્વથા અભિન્ન જ હોય) તો સાધ્ય-સાધનભાવ, કાર્ય-કારણભાવ
Page #34
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૭,૧૮ કેમ ઘટે ? અને ઘટે તો છે જ. માટે કથંચિત્ ભેદ અવશ્ય છે જ. માટે અમારા અનુમાનમાં અસિદ્ધહેત્વાભાસ કે વ્યભિચાર હેત્વાભાસ એમ કોઇપણ દોષ નથી જ. અને પ્રમાણ તથા પ્રમાણ-ફળ સ્યાદ્ ભિન્ન-ભિન્ન જ છે.
અજ્ઞાનનિવૃત્તિ રૂપ જે અનંતર ફળ છે તે પણ, તથા ઉપાદાનબુદ્ધિ-આદિ જે પરંપરાફળ છે તે પણ પ્રમાણથી કથંચિત્ ભિનાભિન જ છે. પરંતુ એકાન્ત ભિન કે એકાન્ત અભિન્ન નથી જ. એ વાત નક્કી સિદ્ધ થાય છે. I ૬-૧૫/૧૬ll
अथ प्रसङ्गतः कर्तुरपि सकाशात् प्रस्तुतफलस्य भेदं समर्थयन्तेप्रमातुरपि स्वपरव्यवसितिक्रियायाः कथञ्चिद् भेदः ॥६-१७ ॥ टीका- कर्तुरात्मनः किं पुनः प्रमाणादित्यपिशब्दार्थः ॥६-१७॥ अत्र हेतुमाहुःÚજિયો: સાધ્વ-
સમાવેનોપત્નશ્માન્ ૬-૨૮ टीका- ये साध्य-साधकभावेनोपलभ्येते,ते भिन्ने, यथा देवदत्तदारुच्छिदिक्रिये, साध्य-साधकभावेनोपलभ्येते च प्रमातृस्वपरव्यवसितिलक्षणक्रिये ॥६-१८॥
જેમ કરણ (સાધન) અને ફળ (સાધ્ય) વચ્ચે ભેદ-ભેદ સમજાવ્યો, તેમ હવે કર્તા અને ફળ વચ્ચે પણ ભેદભેદ જ છે. પરંતુ એકાત્તે ભેદ કે એકાન્ત અભેદ નથી. આ વાત પણ ગ્રંથકારશ્રી સમજાવવા ઈચ્છે છે. તેથી ભેદ-ભેદ સમજાવવાનો આ પ્રસંગ હોવાથી કર્તા (એવા પ્રમાતાથી) પણ સ્વ-પર-વ્યવસાયાત્મક ક્રિયા રૂપ ફળનો કથંચિત્ ભેદ છે. તે સમજાવે છે
સૂત્રાર્થ- પ્રમાતા એવા આત્માથી પણ સ્વ-પરના વ્યવસાયની ક્રિયા રૂપ ફળનો કથંચિત્ ભેદ છે. || ૬-૧૦ ||
આ બાબતમાં યુક્તિ જણાવે છે કેકર્તા અને ક્રિયા સાધ્ય સાધક ભાવે જણાતાં હોવાથી (કથંચિ ભેદ) છે. I૬-૧૮II
ટીકાર્થ- સ્વ-પરનો (જ્ઞાનનો અને શેયનો) નિર્ણય કરાવનારું જે જ્ઞાન થાય છે. “આ સર્પ છે” તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે. અને તેનાથી સર્પના અજ્ઞાનની અને હેયથી નિવૃત્તિ જે થાય છે. તે અનુક્રમે અનંતર અને પરંપર ફળ છે. પ્રમાણજ્ઞાન થવાથી સ્વ-પરના વ્યવસાયાત્મક (નિશ્ચયાત્મક) ક્રિયા થાય છે. આ રીતે જ્ઞાન એ
Page #35
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૧૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પ્રમાણ હોવાથી સાધન છે. અને સ્વ-પર-વ્યવસિતિ રૂપ ક્રિયા કહો કે અજ્ઞાનનિવૃત્તિ આદિ કહો તે ફળ હોવાથી સાધ્ય છે. તેથી જેમ સાધ્ય-સાધનભાવ (કારણ-કાર્ય ભાવ) હોવાથી પ્રમાણ અને પ્રમાણ-ફળ વચ્ચે ભેદા-ભેદ છે. કથંચિદ્ ભેદ છે. અને કથંચિદ્ અભેદ છે. તેવી જ રીતે કર્તા (પ્રમાતા) એવો આત્મા અને સ્વ-પર-વ્યવસિતિ રૂપ ક્રિયાત્મક જે ફળ છે તે બન્ને વચ્ચે પણ સાધ્ય-સાધકભાવ હોવાથી કથંચિભેદ અવશ્ય છે જ. પ્રમાતા એવો આત્મા આ વ્યવસિતિ ક્રિયાનો કર્તા (સાધક) છે. અને વ્યવસિતિ ક્રિયા એ પ્રમાતા એવા આત્માથી કરાતી હોવાથી સાધ્ય છે. માટે તે બન્ને પણ કથંચિદ્ ભિન્ન છે.
૧૮
સત્તરમા મૂલસૂત્રમાં લખેલા અપિ શબ્દનો અર્થ એવો છે કે વ્યવસિતિ ક્રિયા રૂપ ફળના પ્રમાતા એવા આત્માથી પણ કથંચિદ્ ભેદ છે. અર્થાત્ સાધન એવા પ્રમાણથી જ કેવળ ભેદ છે એમ નહીં, પરંતુ સાધક એવા આત્માથી પણ કથંચિદ્ ભેદ છે. જો સાધક એવા કર્તા-આત્માથી ફળનો ભેદ હોય છે. તો સાધન એવા પ્રમાણથી તો ભેદ હોય જ. એમાં વળી વિચારવાનું શું ? એવો પિ શબ્દનો અર્થ છે. સારાંશ કે વ્યવસિતિ ક્રિયા રૂપ ફળ એ સાધન એવા પ્રમાણથી પણ ભિન્નાભિન્ન છે. અને સાધક એવા આત્માથી પણ ભિન્ના-ભિન્ન છે.
સૂત્ર અઢારમામાં સાધક એવા આત્માથી વ્યવસિતિ ક્રિયારૂપ ફળ કથંચિદ્ ભિન્ન છે આ બાબત સિદ્ધ કરવા માટે યુક્તિ સમજાવે છે કે કર્તા અને ક્રિયા વચ્ચે સાધ્ય-સાધકભાવ જણાતો હોવાથી કથંચિદ્ ભેદ છે. આ સંસારમાં જે બે ભાવો સાધ્ય-સાધક રૂપે દેખાય છે તે અવશ્ય કથંચિત્ ભિન્ન હોય જ છે. જેમકે કર્તા એવો દેવદત્ત, અને દેવદત્ત વડે કરાતી કાષ્ઠ છેદવાની ક્રિયા, આ બન્ને જેમ સાધ્યસાધકભાવયુક્ત હોવાથી ભિન્ન છે. તેવી જ રીતે પ્રમાતા એવો આત્મા અને સ્વપરવ્યવસિતિ સ્વરૂપ ક્રિયા પણ સાધ્ય-સાધકભાવ યુક્ત જ દેખાય છે. તેથી અવશ્ય કથંચિત્ ભિન્ન છે. ૬-૫ ૧૭/૧૮॥
एतद्धेत्वसिद्धतां प्रतिषेधन्ति
कर्ता हि साधकः, स्वतन्त्रत्वात्,
ક્રિયા તુ સાધ્યા, તૃનિર્વર્યત્વાત્ ॥ ૬-૧૫
टीका - स्वमात्मा तन्त्रं प्रधानमस्येति स्वतन्त्रस्तद्भावस्तत्त्वं तस्मात् । यः क्रियायां स्वतन्त्रः स साधकः, यथा दारुच्छिदायां व्रश्चनः, स्वतन्त्रश्च स्व-परव्यवसितिक्रियायां प्रमातेति । स्वतन्त्रत्वं कर्तुः कुतः सिद्धम् ? इति चेत् क्रिया -.
Page #36
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૯
सिद्धावपरायत्ततया प्राधान्येन विवक्षितत्वात् । स्व-पर- व्यवसितिलक्षणा क्रिया पुनः साध्या, कर्तृनिर्वर्त्यत्वात्, या कर्तृनिर्वर्त्या क्रिया, सा साध्येतिव्यवहारयोग्या, यथा संप्रतिपन्ना तथा च स्व-पर-व्यवसितिक्रियेति । तदेवं कर्तृक्रिययोः साध्य-साधकभावेन प्रतीयमानत्वादुपपन्नः कथञ्चिद् भेदः ॥ ६-१९॥
પ્રમાતા એવો કર્તા, અને વ્યવસિતિક્રિયા એ ફળ, આ બન્નેના બનેલા પક્ષમાં કથંચિદ્ ભેદ સાધ્ય છે. તેમાં સાધ્ય-સાધકભાવે ઉપલંભ એ હેતુ છે. (જુઓ સૂત્ર ૧૭૧૮) અહીં કોઈ પ્રતિવાદી ગ્રંથકારના આ હેતુને પક્ષમાં અવૃત્તિ છે એમ માનીને અસિદ્ધહેત્વાભાસ કદાચ બનાવે તો તે પ્રતિવાદી અસિદ્ધ બનાવે તે પહેલાં જ ગ્રંથકારશ્રી અસિદ્ધતા દૂર કરે છે.
૧૯
સૂત્રાર્થ- કર્તા (એવો આત્મા) સ્વતંત્ર હોવાથી સાધક છે. અને ક્રિયા એ કર્તાથી નિર્વર્ત્ય (જન્ય) હોવાથી સાધ્ય છે. || ૬-૧૯||
ટીકાર્થ- કોઇપણ કર્તાથી કોઈ પણ ક્રિયા જ્યારે જ્યારે થાય છે. ત્યારે ત્યારે કર્તા એ સ્વતંત્ર હોવાથી સાધક છે. અને ક્રિયા એ કર્તાથી જન્ય (અર્થાત્ પરતંત્ર) હોવાથી સાધ્ય છે. એટલે કે કર્તા અને ક્રિયા વચ્ચે અવશ્ય સાધ્ય-સાધકભાવ (હેતુ) વર્તે જ છે. માટે અમારો હેતુ અસિદ્ધહેત્વાભાસ નથી.
અહીં સ્વતન્ત્ર શબ્દમાં સ્વ એટલે આત્મા, અને તન્ત્ર એટલે પ્રધાન, આત્મા છે પ્રધાન જેમાં—અર્થાત્ પોતે જ પ્રધાન છે જેમાં તે સ્વતન્ત્ર કહેવાય છે. તેવા પ્રકારનું સ્વતન્ત્રપણું તેનું નામ સ્વતન્ત્રતા, ક્રિયા કરનાર આત્મા સ્વતન્ત્રતાવાળો હોવાથી સાધક કહેવાય છે. કારણકે ક્રિયા કરવામાં જે સ્વતંત્ર હોય છે. તેને સાધક કહેવાય છે. જેમકે—લાકડાનું છેદન કાર્ય કરવામાં (વ્રશ્ચન) છરી, કુહાડો. તેવી જ રીતે સ્વ-પરનો વ્યવસાય (બોધ) કરવા સ્વરૂપ ક્રિયા કરવામાં પ્રમાતા (એવો આત્મા) જ સ્વતંત્ર છે. માટે તેને સાધક કહેવાય છે.
પ્રશ્ન- કર્તા એવા આત્માને જ સ્વતંત્ર કેમ કહેવાય ?
ઉત્તર- તે તે ક્રિયાસિદ્ધિમાં (એટલે કે તે તે ક્રિયા કરવામાં) અ-પાયત્તતયા= પરને આધીન ન હોવાથી કર્તા જ પ્રધાનપણે વિવક્ષાય છે. જેમકે- લાકડાની છેદનક્રિયામાં કર્મકારક કાષ્ઠ, કરણકારક કુહાડો, અને અન્યકારક અપાદાનાદિ, આ સર્વકા૨કોને સુથાર મેળવી શકે છે. પરંતુ કાષ્ઠાદિ બધાં કારકો મળ્યાં હોય અને કર્તા સુથાર જો ન હોય, તો તેઓ સુથારને મેળવી શકતાં નથી. માટે કર્તા સુથાર જેમ
Page #37
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૨૦
રત્નાકરાવતારિકા ભાગ-૩
પ્રધાન છે અને તેથી જ તે સ્વતંત્ર છે. તેવી રીતે પ્રમાતા એવો આત્મા પ્રધાન હોવાથી સ્વતંત્ર છે. અને સ્વતંત્ર હોવાથી સાધક છે. તથા સ્વ-પર-વ્યવસિતિરૂપ જે
ક્રિયા છે તે કર્તા એવા પ્રમાતાથી જન્ય છે. માટે પરતંત્ર છે. અને પરતંત્ર હોવાથી સાધ્ય છે. જે જે કર્તાજન્ય ક્રિયા હોય છે. તે કર્તાને આધીન હોવાથી 'સાધ્ય' છે એવા વ્યવહારનો વિષય બને છે. જેમ કે વર્તમાન-કાલીન ઓદનાદિની પાક ક્રિયા આદિ કોઈ પણ ક્રિયા, કર્તા એવા પાચકને આધીન હોવાથી પરતંત્રતાના કારણે “સાધ્ય” કહેવાય જ છે. તેવી જ રીતે સ્વ-પરના બોધરૂપ ક્રિયા પણ પ્રમાતાને પરવશ હોવાથી સાધ્ય કહેવાય જ છે. ।। ૬-૧૯૫
૨૦
આ પ્રમાણે કર્તા એવો પ્રમાતા સ્વતન્ત્ર હોવાથી સાધક છે અને વ્યવસિતિ ક્રિયા કર્તુજન્ય હોવાથી સાધ્ય છે. તેથી પ્રમાતામાં અને ફળમાં સાધ્ય-સાધકભાવ ઘટતો હોવાથી હેતુ અસિદ્ધહેત્વાભાસ ન બનવાથી અમારું (જૈનોનું) અનુમાન સાચું જ છે અને તેથી પ્રમાતા અને ફળ વચ્ચે કથંચિદ્ ભેદ સંભવે જ છે.
एनमेवार्थं द्रढयन्ति
न च क्रिया क्रियावतः सकाशादभिन्नैव, भिन्नैव वा, प्रति-नियतक्रियाक्रियावद्भावभङ्गप्रसङ्गात् ॥६-२०॥
टीका-अभिन्नैवेत्यनेन सौगतस्वीकृतमभेदैकान्तं, भिन्नैवेत्यनेन तु वैशेषिकाद्यभिमतं भेदैकान्तं प्रतिक्षिपन्ति - क्रियायाः क्रियावत एकान्ताभेदे हि क्रियावन्मात्रमेव (क्रियामात्रमेव वा) तात्त्विकं स्यात्, न तु द्वयम्, अभेद-प्रतिज्ञाविरोधात् । एकान्तभेदे तु क्रियाक्रियावतोर्विवक्षितपदार्थस्यैवेयं क्रियेति सम्बन्धावधारणं न स्याद् । भेदाविशेषादशेषवस्तूनामप्यसौ किं न भवेत् ? ।
न च समवायोऽत्र नियामकतया वक्तुं युक्तः, तस्यापि व्यापकत्वेन तन्नियामकतायामपर्याप्तत्वात् । तस्माद् भेदाभेदैकान्तपक्षयोः प्रतिनियतक्रिया - क्रियावद्भावभङ्ग-प्रसङ्गः सुव्यक्त इति कथञ्चिदविष्वग्भूतैव क्रिया क्रियावतः સાગાવડી તુંમુચિતા ॥ ૬-૨૦ ॥
કર્તા એવો પ્રમાતા અને સ્વ-પર-વ્યવસિતિ રૂપ ક્રિયા આ બન્ને વચ્ચે સાધ્યસાધકભાવ હોવાથી કથંચિદ્ ભેદાભેદ છે. આ વાત બરાબર મજબૂત કરતા (અને એકાન્ત માનારાઓનું ખંડન કરતા) એવા ગ્રંથકારશ્રી જણાવે છે કે—
,
Page #38
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૨૦
૨૧
સૂત્રાર્થ- કોઈપણ ક્રિયા ક્રિયાવાન (એવા પદાર્થ) થી એકાન્ત અભિનન જ છે કે ભિન્ન જ છે. આ પક્ષ ઉચિત નથી. કારણકે એમ માનવામાં પ્રતિનિયત એવો ક્રિયા અને ક્રિયાપાનના સંબંધનો ભંગ જ થવાનો પ્રસંગ આવે. || ૬-૨થા.
ટીકાર્થ- કોઈપણ વિવક્ષિત ક્રિયા, ક્રિયાવાન્ પદાર્થથી અભિન્ન જ છે. એમ બૌદ્ધદર્શન માને છે. અને ભિન્ન જ છે એમ વૈશેષિકાદિદર્શન માને છે. અને ભિન્નાભિન્ન છે એમ સ્યાદ્વાદી એવા જૈનદર્શનકાર માને છે. તેથી મૂલસૂત્રમાં ન મરૈવ આ પદ લખવા વડે બૌદ્ધ સ્વીકારેલ એકાન્ત અભેદવાદનું અને મિરૈવ આ પદ લખવા વડે વૈશેષિકાદિએ સ્વીકારેલ એકાન્ત ભેદવાદનું ગ્રંથકારશ્રી ખંડન કરતાં કહે છે કે
જો ક્રિયાથી ક્રિયાવાન્ (એવા પદાર્થ)નો એકાત્ત અભેદમાત્ર જ માનીએ તો કાં તો ક્રિયાવાન્ એવો પદાર્થ માત્ર જ રહે અથવા ક્રિયામાત્ર જ રહે. આ બે માંથી કોઈપણ એક જ પારમાર્થિકપણે કહેવાય, પરંતુ “બે છે” એમ ન કહેવાય. જો ક્રિયા અને ક્રિયાવાન્ એમ બે છે એવું કહીએ તો, તત્ત્વદ્રય સ્વીકારવાથી એકાન્ત માનેલા અભેદનો વિરોધ આવે, તત્ત્વ છે માનો તો એકાન્ત અભેદ માન્યો ન કહેવાય. તત્ત્વ બે થવાથી કથંચિત્ ભેદ આવે જ. (આ એકાન્તાભેદનું ખંડન થયું).
હવે જો ક્રિયા અને ક્રિયાવાની વચ્ચે એકાના ભેદમાત્ર જ માનો તો આ ક્રિયા વિવક્ષિત અમુક પદાર્થની જ થઈ છે. એમ ક્રિયા અને ક્રિયાવાની વચ્ચે સંબંધનું અવધારણ થઈ શકશે નહીં. કારણકે એકાન્ત ભેદ પ્રત્યેક વસ્તુઓની સાથે અવિશેષ (સમાન) હોવાથી વિવક્ષિત એવી આ ક્રિયા સર્વ વસ્તુઓની કેમ ન કહેવાય ? ઉદાહરણ તરીકે કાષ્ઠમાં થયેલી છેદન ક્રિયા જો કાષ્ઠથી સર્વથા ભિન્ન જ હોય તો તે ક્રિયા જેમ કાષ્ઠમાં થઈ છે એમ કહેવાય છે, તેમ ઘટ-પટાદિ સર્વમાં થઈ છે એમ કેમ નથી કહેવાતું ? મગમાં થયેલી પચનક્રિયા તો મગથી એકાતે ભિન્ન હોય અને છતાં મગ પાક્યા એમ કહેવાતું હોય તો તે પાચનક્રિયા ઘટ-પટાદિ શેષ સર્વ પદાર્થોમાં પણ છે. એમ કેમ ન કહેવાય ? કાષ્ઠ-છેદનક્રિયામાં અને મગપચનક્રિયામાં જેવો એકાત્ત ભેદ છે. તેવો જ એકાત્ત ભેદ અન્યપદાર્થો સાથે પણ અવિશેષ (સમાન) જ છે. માટે ક્રિયા અને ક્રિયાવાન્ વચ્ચે કથંચિ અભેદ પણ અવશ્ય છે જ. (આ એકાન્ત ભેદનું ખંડન થયું).
પ્રશ્ન- ક્રિયા અને ક્રિયાવાન્ પદાર્થની વચ્ચે એકાત્ત ભેદ હોવા છતાં, જે બેની વચ્ચે “સમવાય સંબંધ'' હોય, તે ક્રિયા તે પદાર્થની છે. એમ કહેવાશે. અર્થાત્ એકાન્ત ભેદ હોવા છતાં આ ક્રિયા આ પદાર્થની જ છે. અને આ પદાર્થની જ આ
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
પરિચ્છેદ ૬-૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
ક્રિયા છે. એવો સંબંધ જણાવવામાં તે બેની વચ્ચે રહેલો સમવાય-સંબંધ નિયામક થશે. જેથી કંઈ દોષ આવશે નહિં.
ઉત્તર- અહીં નિયામક તરીકે સમવાય-સંબંધ કહેવો તે ઉચિત નથી. કારણકે જેઓ સમવાય સંબંધ માને છે. તેઓના મતે સમવાય-સંબંધ એક જ છે અને સર્વત્ર વ્યાપક છે. હવે સર્વત્ર વ્યાપક હોવાથી અને એક હોવાથી કાષ્ઠ-અને છેદનક્રિયામાં જે સમવાય છે. તે જ સમવાય સંબંધ ઘટ-પટમાં પણ છે જ. તથા મગ અને પચનક્રિયામાં જે સમવાય છે તે જ સમવાય સંબંધ ઈતર પદાર્થોમાં પણ છે જ. તો છેદનક્રિયા કાષ્ઠમાં જ છે અને પાચનક્રિયા મગમાં જ છે એવા પ્રકારની નિયામકતામાં તે સમવાય-સંબંધ અસમર્થ જ થશે. કારણકે આવા પ્રકારના એક અને વ્યાપક એવા સમવાય-સંબંધને તો સર્વ પદાર્થો સરખા છે. તો તે સર્વની સાથે સંબંધ કેમ ન જણાવે ? તેથી સમવાય સંબંધની કલ્પના મિથ્યા છે. આ રીતે એકાત્ત ભેદ પક્ષ સ્વીકારવામાં કે એકાન્ત અભેદ પક્ષ સ્વીકારવામાં “પ્રતિનિયતક્રિયાક્રિયાવભાવ”નો (આ ક્રિયા આ પદાર્થની જ છે. અને આ પદાર્થની જ આ ક્રિયા છે એવા પ્રકારનો) જે વ્યવહાર થાય છે. તેનો ભંગ થવાનો જ પ્રસંગ આવશે. એટલે કે પ્રતિનિયત વ્યવહારના નાશનો પ્રસંગ જ સારી રીતે જણાય છે. માટે ક્રિયાવાન્ પદાર્થ થકી કથંચિ અવિષ્યભૂત (અર્થાત્ કથંચિત્ અભિન) જ ક્રિયા સ્વીકારવી ઉચિત છે. આ પ્રમાણે આ સૂત્રમાં બને એકાન્તપક્ષોનો પરિહાર કરીને ક્રિયા, એ ક્રિયાવાન્ પદાર્થથી કથંચિત્ ભિન્ન-ભિન્ન જ છે. એમ સિદ્ધ કર્યું. તથા પહેલાં સાધન એવા પ્રમાણથી સાધ્ય એવી ક્રિયા (રૂપ ફળ) ભિન્ન-ભિન્ન છે. એમ સિદ્ધ કરેલું છે. /૬-૨૦
कश्चिदाह- कल्पनाशिल्पिनिर्मिता सर्वाऽपि प्रमाणफलव्यवहतिरिति विफल एवायं प्रमाणफलालम्बनः स्याद्वादिनां भेदाभेदप्रतिष्ठोपक्रम इति तन्मतमिदमपाकुर्वन्ति
संवृत्या प्रमाणफलव्यवहार इत्यप्रामाणिकप्रलापः, परमार्थतः स्वाभिमतसिद्धिविरोधात् ॥६-२१॥
टीका- अयमर्थः सांवृतप्रमाणफलव्यवहारवादिनाऽपि सांवृतत्वं प्रमाणफलयोः परमार्थवृत्त्या तावदेष्टव्यम् । तच्चासौ प्रमाणादभिमन्यते, अप्रमाणाद् वा । न तावदप्रमाणात, तस्याकिञ्चित्करत्वात्, अथ प्रमाणात, तन्न, यतः सांवृतत्वग्राहकं प्रमाणं सांवृतं, असांवृतं वा स्यात्? यदि सांवृतम् , कथं तस्मादपारमार्थिकात् पारमार्थिकस्य सकलप्रमाणफलसांवृतत्वस्य सिद्धिः? तथा च पारमार्थिक एव समस्तोऽपि प्रमाण-फलव्यवहारः प्राप्तः ॥
Page #40
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૨૧ अथ प्रमाणफलसांवृतत्वग्राहकं प्रमाणं स्वयमसांवृतमिष्यते, तर्हि क्षीणा सकलप्रमाणफलव्यवहारसांवृतत्त्वप्रतिज्ञा, अनेनैव व्यभिचारात् । तदेवं सांवृतसकलप्रमाणफलव्यवहारवादिनो व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोध રૂતિ ૫ ૬-૨૨
અહીં કોઇક વાદી પ્રશ્ન કરે છે કે– જ્ઞાન એ પ્રમાણ છે અને અજ્ઞાનનિવૃત્તિ તથા હાનોપાદાનાદિ બુદ્ધિ એ તેનું ફળ છે. આવા પ્રકારનો પ્રમાણ અને ફળનો સમસ્ત પણ વ્યવહાર કાલ્પનિક માત્ર જ છે. અર્થાત્ કલ્પના રૂપ શિલ્પિ વડે નિર્માણ કરાયેલ છે. માટે સર્વથા મિથ્યા જ છે. જેમ મૃગજળમાં પાણી ન હોવા છતાં તદાભાસ માત્ર જ થાય છે. તેમ આવા વ્યવહારનું તાત્ત્વિક કોઈ સ્વરૂપ ન હોવા છતાં ભ્રમમાત્ર જ થાય છે. તેથી માત્ર કલ્પના રૂપ જ છે. હવે જો પ્રમાણ અને પ્રમાણ-ફળનો વ્યવહાર જ અવાસ્તવિક હોય તો તે પ્રમાણ અને ફળના આલંબને કરાતી “બેટા-ભેદની” સ્થાપનાની સ્યાવાદી એવા જૈનોની આ રજુઆત (ચર્ચા) સર્વથા નિરર્થક જ છે. નકામો સમય ગુમાવવા જેવું છે. આવું યોગાચારવાદી અને માધ્યમિક બૌદ્ધ કહે છે. કારણકે યોગાચારવાદી સર્વભાવો જ્ઞાનમાત્ર રૂપ જ છે. શેયરૂપે કંઈ છે જ નહીં એમ માને છે. અને માધ્યમિક બૌદ્ધો સર્વ શૂન્ય માનનારા છે. તેઓ આમ કહે છે. તેના આ મતને દૂર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
સૂત્રાર્થ- પ્રમાણ અને ફળનો વ્યવહાર કલ્પના વડે કરાયેલો છે. આવું કહેવું તે અપ્રામાણિક પુરુષોનો પ્રલાપ છે. કારણકે જો એમ માનીએ તો પરમાર્થથી પોતાના મતની સિદ્ધિનો પણ વિરોધ આવે છે. II ૬-૨૧
ટીકાર્થ– ભાવાર્થ આ પ્રમાણે છે કેપ્રમાણ અને ફળના વ્યવહારને કલ્પના માત્ર છે એવું કહેનારા વાદી વડે પણ પ્રમાણ અને ફળના વ્યવહારનું “કાલ્પનિકપણું" તો પરમાર્થવૃત્તિએ જ (સાચું જ) માનવું પડશે. કારણકે અમે એ વાદીને પૂછીએ છીએ કે તે તે કાલ્પનિકપણું મન આ વાદી શું પ્રમાણથી માનશે કે અપ્રમાણથી માનશે ? પ્રમાણ અને ફળનો આ સર્વ વ્યવહાર કલ્પનામાત્ર જ છે આવું તે વાદી અપ્રમાણથી તો (એટલે કે પ્રમાણ વિના તો) નહીં જ કહી શકે કારણકે તચંતે અપ્રમાણ તો અકિંચિત્કર જ હોય છે. સારાંશ કે અપ્રમાણથી (પ્રમાણ વિના) કહેવાયેલી વાત તો ગાંડા માણસ વડે કહેવાયેલા વાક્યની જેમ તુચ્છ-અસાર અર્થાત્ અકિંચિત્કર હોય છે. વિદ્વાનોની સભામાં પ્રમાણ વિનાનાં વાક્યો બોલાતાં નથી. “આ સર્વ વ્યવહાર કલ્પના માત્ર છે” એમ પ્રમાણ વિના બોલાશે નહીં.
Page #41
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
હવે પ્રમાણ અને ફળના વ્યવહારની કાલ્પનિકતાને જો પ્રમાણથી કહે તો પણ તન-તે બરાબર નથી, યત: કારણકે પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિકમાત્ર જ છે. એવું કાલ્પનિકતાને જણાવનારું તેઓનું પ્રમાણ (કાલ્પનિકતાને કહેનારું તેઓનું વાક્ય) શું સાંવૃત (કાલ્પનિક) છે ? કે અસાંવૃત (અકાલ્પનિક-સાચું) છે? જો તેઓનું વાક્ય સાંવૃત (કાલ્પનિક) છે તો અપારમાર્થિક (કલ્પનામાત્રકૃત) એવા તસ્મા-તેઓના વાક્યથી પારમાર્થિક એવું સર્વ પ્રમાણ-ફળના વ્યવહારનું કાલ્પનિકત્વ કેમ સિદ્ધ થાય ? આશય એ છે કે જૈનોએ કહેલો પ્રમાણ-ફળનો વ્યવહાર કલ્પનામાત્ર છે એવું તે વાદીનું કહેવું છે. એટલે પ્રમાણ-ફળના વ્યવહારની કાલ્પનિકતા તો સાચી જ છે. તેને સમજાવવા તે વાદીએ જે પ્રમાણ આપ્યું તે વાક્ય જો સાંવૃત હોય એટલે મિથ્યા હોય= કાલ્પનિક માત્ર જ હોય તો તેવા મિથ્યા-કાલ્પનિક વાક્યથી આ કાલ્પનિકતા યથાર્થ કેમ સિદ્ધ થાય ? તેથી વાદીનું વાક્ય કાલ્પનિકમાત્ર થવાથી તે કંઈ સાધી શકશે નહીં, માટે પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે એ સાબિત થશે નહિં. તેથી સમસ્ત એવો પ્રમાણ-ફળનો વ્યવહાર પારમાર્થિક જ સિદ્ધ થશે. સાચો જ છે એમ સાબિત થશે. (કારણકે આ વ્યવહાર જુઠો જ છે એમ કહેનારાનું વાક્ય જુદું ઠરે તો તેનો અર્થ એ કે આ વ્યવહાર સાચો છે).
૨૪
હવે જો તે વાદી એમ કહે કે પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે એવી
કાલ્પનિકતાને જણાવનારૂં મારું વાક્ય સ્વયં અસાંવૃત (સાચું જ છે. પ્રમાણભૂત જ) છે. તર્દિતો સર્વ પ્રમાણ-ફળનો વ્યવહાર કાલ્પનિક છે. આવી કાલ્પનિકતાને જણાવનારી તમારી પ્રતિજ્ઞા ખંડિત જ થઇ. કારણ કે બીજો બધો વ્યવહાર ભલે કાલ્પનિક હોય. પરંતુ કાલ્પનિકતાને જણાવનારું તમારું વાક્ય તો સાચું જ છે એટલે અકાલ્પનિક જ છે. તેથી “સર્વ વ્યવહાર કાલ્પનિક છે” એ વાત, અસાંવૃત (અકાલ્પનિક) એવા તમારા વાક્યની સાથે વ્યભિચાર પામે છે. સર્વવ્યવહારોની સાંવૃતતાનું ગ્રાહક એવું તમારું વાક્ય અસાંવૃત તમે માન્યું. તેથી તે અસાંવૃત થવાથી તેની સાથે વ્યભિચાર આવ્યો. આ પ્રમાણે પ્રમાણ અને ફળના સર્વ વ્યવહારોને સાંવૃત (કાલ્પનિક) કહેનાર વાદીને પોતે માનેલી માન્યતાની સિદ્ધિનો પરમાર્થથી વિરોધ અત્યન્ત સ્પષ્ટ જ છે.
સારાંશ કે સર્વને કાલ્પનિક કહેનારું પોતાનું પ્રમાણભૂત વાક્ય જો કાલ્પનિક માને તો કાલ્પનિક એવા તે પ્રમાણ વાક્યથી સર્વ વ્યવહારોની કાલ્પનિક્તા સિદ્ધ ન થાય. અને જો પોતાના પ્રમાણ વાક્યને પારમાર્થિક માને તો એક પણ પ્રમાણ વાક્ય પારમાર્થિક તો થયું જ. એટલે સર્વ વ્યવહાર કાલ્પનિક છે. એ વાત વ્યભિચારવાળી જ બની. આ રીતે સર્વને શૂન્ય માનનારા વાદીઓ પોતાની વાતને શૂન્ય માને તો તેનાથી શૂન્યતા સિદ્ધ ન થાય. અને પોતાની વાતને અશૂન્ય માને તો વ્યભિચારદોષ આવે. એમ કોઇ પણ રીતે પોતે માનેલી કાલ્પનિક્તાની વાત સિદ્ધ થતી નથી. માટે અમારો પ્રમાણ
Page #42
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૨૨,૨૩
ફળનો વ્યવહાર પારમાર્થિક છે. તેથી તેના ભેદા-ભેદની ચર્ચા પણ આવશ્યક જ છે. કંઇપણ ખોટું નથી. ॥ ૬-૨૧॥
प्रस्तुतमेवार्थं निगमयन्ति
ततः पारमार्थिक एव प्रमाणफलव्यवहारः सकलपुरुषार्थसिद्धिहेतुः स्वीकर्तव्यः ॥ ૬-૨૨૫
टीका - एवं प्रमाणं स्वरूपादिभिः प्ररूप्य इदानीं हेयज्ञाने सति तद्धानादुपादेयं सम्यगुपादातुं पार्यते, अतः तत्स्वरूपाद्याभासमप्याहुः
प्रमाणस्य स्वरूपादिचतुष्टयाद्विपरीतं तदाभासम् ॥६-२३॥
टीका - पूर्वपरिच्छेदप्रतिपादितात् प्रमाणसम्बन्धिनः स्वरूपादिचतुष्टयात् स्वरूपसङ् ख्याविषयफललक्षणाद् विपरीतमपरं स्वरूपादिचतुष्टयाभासं स्वरूपाभासं, सङ्ख्याभासं विषयाभासं फलाभासं चेत्यर्थस्तदाभासत इति कृत्वा ૫૬-૨૨-૨૩॥
૨૫
પ્રમાણ અને ફળનો સમસ્ત વ્યવહાર કાલ્પનિક માત્ર જ છે. એમ કહેનાર વાદીની વાત કાલ્પનિક હોય તો સમસ્ત વ્યવહાર પારમાર્થિક છે એમ સિદ્ધ થાય છે. અને જો વાદીની વાત અકાલ્પનિક છે એમ માને તો વ્યભિચાર દોષ તે વાદીને આવે છે. તેથી ફલિતાર્થ (સાર) શું થયો ? તે હવે કહે છે—
સૂત્રાર્થ-તેથી પ્રમાણ અને પ્રમાણ ફળનો વ્યવહાર પારમાર્થિક જ છે. અને ધર્મઅર્થ-કામ તથા મોક્ષાદિ સર્વ પુરુષાર્થની સિદ્ધિનો હેતુ છે. એમ સ્વીકારવું જ જોઇએ.
|| ૬-૨૨ ||
ટીકાર્થ-કોઇપણ શેયને જણાવનારું જે જ્ઞાન છે. તે પ્રમાણ છે. અને તે પણ પારમાર્થિક જ છે. અને તેનાથી થતી અજ્ઞાનનિવૃત્તિ અને હાનોપાદાનાદિ બુદ્ધિ પણ પારમાર્થિક જ છે. એમ જ સ્વીકારવું જોઇએ. અને એમ સ્વીકારીએ તો જ ધર્મ-અર્થ આદિ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે. આ સો રૂપિયાની નોટ છે એવું જે જ્ઞાન થાય છે. તે જો પારમાર્થિક હોય તો જ તેને લેવા માટે ઉપાદાનાદિ બુદ્ધિ થાય છે. અને આ સર્પ છે એવું જે જ્ઞાન થાય છે તે પારમાર્થિક (સત્ય) હોય છે, તો જ તેનાથી દૂર રહેવાની હાનાદિ બુદ્ધિ થાય છે. માટે પ્રમાણજ્ઞાન અને તેના ફલાદિનો વ્યવહાર કાલ્પનિક નથી પરંતુ પારમાર્થિક છે. માટે જ અમે કરેલી ભેદાભેદની ચર્ચા યથાર્થ જ છે.
૪
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
પરિચ્છેદ ૬-૨૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
આ પ્રમાણે (૧) સ્વરૂપ (૨) સંખ્યા (૩) વિષય અને (૪) ફલ એમ ચાર પ્રકારે પ્રમાણનું યથાર્થ (સાચું) સ્વરૂપ સમજાવીને હવે હેયનું જ્ઞાન હોય તો જ હેયનો ત્યાગ કરીને ઉપાદેયનો સમ્યપ્રકારે સ્વીકાર કરી શકાય એટલા માટે તે પ્રમાણના સ્વરૂપાભાસાદિ ચાર આભાસોને પણ જણાવે છે
સૂત્રાર્થ-પ્રમાણના સ્વરૂપાદિ ચારથી જે જે વિપરીત છે. તે તે તદાભાસ કહેવાય છે. I ૬-૨૩ |
ટીકાર્થ-(૧) પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું સ્વરૂપ (લક્ષણ) જણાવ્યું છે સ્વ-પર વ્યવસાયી એવું જે જ્ઞાન તે પ્રમાણ. (૨) બીજા, ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં પ્રમાણની સંખ્યા જણાવી છે. તે પ્રમાણના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદ છે. તથા તેના સાંવ્યવહારિક-પારમાર્થિક-વિલ-સલ-સ્મરણ-પ્રત્યભિજ્ઞાન-તર્ક-અનુમાન અને આગમ આદિ અનેક ભેદો છે. આ સંખ્યા જણાવી છે. (૩) પાંચમા પરિચ્છેદમાં તે પ્રમાણથી જાણવા લાયક શેય એટલે કે વિષય જણાવ્યો છે. સામાન્ય અને વિશેષાદિ અનેકત્તાત્મક વસ્તુ જે છે. તે પ્રમાણનો વિષય છે ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યગ્સામાન્ય તથા ગુણ અને પર્યાય તેના ભેદો છે. (૪) આ છઠ્ઠા પરિચ્છેદમાં અજ્ઞાન-નિવૃત્તિ, ઔદાસીન્ય અને હાનોપાદાનાદિબુદ્ધિ એ અનંતર અને પરંપરા રૂપ ફળ જણાવેલ છે.
આ પ્રમાણે પૂર્વે આવી ગયેલા ૧ થી ૬ સુધીના પરિચ્છેદોમાં પ્રતિપાદન કરેલા પ્રમાણ સંબંધી સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફળ એમ સ્વરૂપાદિ ચારથી વિપરીત (પોતપોતાની માન્યતા મુજબ, ગમે તેમ, યુક્તિ, આગમ અને અનુભવ વિરુદ્ધ) જે કોઇ અપર સ્વરૂપાદિ માનવામાં આવે છે તે સ્વરૂપાભાસાદિ કહેવાય છે. ઉપરછલી રીતે સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફળ જેવું માત્ર દેખાય. પણ વાસ્તવિકપણે સાચું તેવું હોય નહીં તે તે તદાભાસ કહેવાય છે. એટલે કે સ્વરૂપાભાસ-સંખ્યાભાસ-વિષયાભાસ અને ફલાભાસ કહેવાય છે.
હવે આ મિથ્યા સ્વરૂપ-સંખ્યા-વિષય અને ફળનું હેય તરીકે જ્ઞાન જો ન મેળવ્યું હોય તો મિથ્યા સ્વરૂપ શું ? અને સમ્ય સ્વરૂપ શું ? એ જ્ઞાન થઈ જ ન શકે, અને તેવા જ્ઞાન વિના સમ્યક્ સ્વરૂપાદિનું ગ્રહણ થઇ ન શકે તેથી સાચાનું જ ઉપાદાન થાય, અને ખોટાથી બચી જવાય તેટલા માટે ખોટાને પણ જાણવું જરૂરી છે. સાચી અને ખોટી નોટો ભેગી થયેલી હોય ત્યારે જો ખોટી નોટોને આ નોટ ખોટી છે. એ તરીકે ઓળખતાં ન આવડે તો સાચી નોટોનું જ માત્ર ગ્રહણ કેમ થઈ શકે ? અને તેના વિના સુખ પ્રાપ્તિ પણ કેમ થાય ? તેથી સાચી નોટોનું જ માત્ર ગ્રહણ થાય, એટલા માટે સાચી નોટોની જેમ ખોટી નોટો પણ જાણવી પડે છે. તેમ
Page #44
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
परि १६-२४,२५,२६
સાચા સ્વરૂપાદિની ઉપાદાનબુદ્ધિ કરવા માટે ખોટાં સ્વરૂપાદિ પણ હેયભાવે જાણવા જોઇએ. એટલે આ છએ પરિચ્છેદોમાં સ્વરૂપાદિનાં જે જે લક્ષણો કહ્યાં છે. તે ચારેથી જે જે વિપરીત છે. તે તે તદાભાસ કહેવાય છે. અહીં સ્વરૂપાભાસ, સંખ્યાભાસ, વિષયાભાસ અને ફલાભાસ આ ચારે આભાસોનું વર્ણન ગ્રંથકાર પોતે જ આ પરિચ્છેદના સૂત્ર ૨૪ થી કરે જ છે. એટલે અહીં અમે વધારે વિવેચન લખતા નથી. ॥६-२२-२३ ॥
तत्र स्वरूपाभासं तावदाहुःअज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पकसमारोपाः प्रमाणस्य स्वरूपाभासाः ॥६-२४॥
टीका- अज्ञानात्मकं च, अनात्मप्रकाशकं च, स्वमात्रावभासकं च, निर्विकल्पकं च, समारोपश्चेति प्रमाणसम्बन्धिनः स्वरूपाभासाः प्रमाणाभासाः प्रत्येयाः ॥६-२४॥
कथं ? क्रमेण दृष्टान्तानाचक्षतेयथा सन्निकर्षाद्यस्वसंविदितपरानवभासकज्ञान-दर्शन-विपर्यय-संशयानध्यवसायाः ॥६-२५॥
टीका-अत्र सन्निकर्षादिकमज्ञानात्मकस्य दृष्टान्तः, अस्वसंविदितज्ञानमनात्मप्रकाशस्य, परानवभासकज्ञानं बाह्यार्थापलापिज्ञानस्य, दर्शनं निर्विकल्पस्य, विपर्ययादयस्तु समारोपस्येति ॥६-२५ ॥
कथमेषां तत्स्वरूपाभासता ? इत्यत्र हेतुमाहुःतेभ्यः स्वपरव्यवसायस्यानुपपत्तेः ॥६-२६॥ टीका-यथा चैतेभ्यः स्वपरव्यवसायो नोपपद्यते, तथा प्रागुपदर्शितमेव ।६-२६ ।
ચાર પ્રકારના આભાસમાંથી સૌથી પ્રથમ “સ્વરૂપાભાસ” હવે સમજાવે છે. આ સ્વરૂપાભાસ આ પરિચ્છેદના આ ૨૪મા સૂત્ર થી ૮૪ મા સૂત્ર સુધી ચાલશે. ૮૫માં સૂત્રમાં સંખ્યાભાસ, ૮૬માં સૂત્રમાં વિષયાભાસ, અને ૮૭માં સૂત્રમાં ફલાભાસ સમજાવીને આ પરિચ્છેદ પૂર્ણ કરશે. ત્યાં પ્રથમ સ્વરૂપાભાસ સમજાવે છે
Page #45
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૨૪,૨૫,૨૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- (૧) અજ્ઞાનાત્મક, (ર) અસ્વપ્રકાશક, (૩) સ્વરૂપમાત્ર પ્રકાશક, (૪) નિર્વિકલ્પક, અને (૫) સમારોપ એ બધા સ્વરૂપાભાસ છે. II ૬-૨૪||
ટીકાર્થ–“સ્વપ૨વ્યવસાયિ જ્ઞાનું પ્રમUP' આવા પ્રકારનું પ્રમાણનું સ્વરૂપ અર્થાત્ લક્ષણ પ્રથમપરિચ્છેદના બીજા સૂત્રમાં આવ્યું છે. તેનાથી જે કંઈ પણ વિપરીત હોય તેને સ્વરૂપાભાસ કહેવાય છે. તે સૂત્રમાં જ્ઞાનને જ પ્રમાણ જણાવ્યું છે તેથી અજ્ઞાન એ સ્વરૂપાભાસ છે. તથા આ જ્ઞાન સ્વનું (જ્ઞાનનું) અને પરનું (જ્ઞયનું) પ્રકાશક હોય તો જ પ્રમાણ કહ્યું છે. તેથી જે જ્ઞાન સ્વનો પ્રકાશ ન કરતું હોય, અર્થાત્ પરનો જ પ્રકાશ કરતું હોય અથવા જે જ્ઞાન સ્વનો જ માત્ર પ્રકાશ કરતું હોય પરંતુ પરનો પ્રકાશ ન કરતું હોય તે જ્ઞાન સ્વરૂપાભાસ છે. તથા વ્યવસાયવાળું (નિર્ણયાત્મક) જે જ્ઞાન તે પ્રમાણ કહ્યું છે તેથી સામાન્યમાત્રનો બોધ કરાવનારું નિર્વિકલ્પજ્ઞાન (દર્શનાત્મકબોધ) તે સ્વરૂપાભાસ છે. તથા આવું નિર્ણયાત્મક જે જ્ઞાન તે પ્રમાણ કહ્યું છે. તેથી નિર્ણયાત્મક જ્ઞાનને બદલે સમારોપ (ભ્રમાત્મક જ્ઞાન-સંશય, વિપર્યય અને અનધ્યવસાયાત્મક જ્ઞાન) તે સ્વરૂપાભાસ છે. આ જ વાત હવે પછીના સૂત્રમાં ઉદાહરણો આવવાથી સ્પષ્ટ સમજાશે. / ૬-૨૪ /
આ પાંચને કેમ સ્વરૂપાભાસ કહેવાય છે? તે સમજાવવા તેનાં અનુક્રમે દષ્ટાન્ત આપે છે.
સૂત્રાર્થ- (૧) સન્નિકર્ષાદિ, (૨) અસ્વસંવિદિત, (૩) પરનું અપ્રકાશક જ્ઞાન, (૪) દર્શન, અને (૫) વિપર્યય-સંશય તથા અનધ્યવસાય આ સર્વે અનુક્રમે સ્વરૂપાભાસ છે. I ૬-૨પII
ટીકાર્થ– જ્ઞાન જ હેયથી નિવૃત્તિ, ઉપાદેયમાં પ્રવૃત્તિ, અને ઉપેક્ષણીયથી ઉપેક્ષાબુદ્ધિ કરાવે છે. માટે જ્ઞાન જ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી પ્રમાણ ગણાય છે. તેથી તૈયાયિક અને વૈશેષિકાદિ જે જે દર્શનકારો જડ એવા સન્નિકર્ષાદિને પ્રમાણ માને છે. તે ઉચિત નથી. કારણ કે ઈન્દ્રિયો અને પદાર્થોનો સન્નિકર્ષ હોવા છતાં પણ જો જ્ઞાન ન હોય તો પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. મૃતક-શરીરમાં વિષયોનો યોગ કરાવવામાં આવે તો પણ જ્ઞાન ન હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ હોતી નથી. તેથી સગ્નિકર્ષો તો ઇન્દ્રિય અને પુગલોના સંયોગાત્મક હોવાથી જડ છે. તેને પ્રમાણ કહેવાય નહીં. છતાં નૈયાયિકાદિ દર્શનકારો સગ્નિકર્ષાદિને જે પ્રમાણ માને છે. તે અજ્ઞાનાત્મક (જડાત્મક)ને પ્રમાણ માનવું તે પ્રથમ સ્વરૂપાભાસનું ઉદાહરણ છે.
કેટલાક દર્શનકારો જ્ઞાનને પ્રમાણ માને છે. પરંતુ જ્ઞાન પોતે પોતાનો બોધ કરાવતું નથી. ઘટ-પટાદિ પરનો જ બોધ કરાવે છે. એમ માને છે. એટલે જ્ઞાન એ અસ્વપ્રકાશક
Page #46
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૨૪,૨૫,૨૬
૨૯
છે. અથવા ક્ષણાત્તરવર્તીિ અન્ય જ્ઞાન વડે પ્રકાશિત થાય છે. અથવા શેય વડે જ્ઞાનનો બોધ થાય છે. અથવા અર્થપત્તિ વડે જ્ઞાનનો બોધ થાય છે. ઇત્યાદિ માને છે. તે પણ ખોટું હોવાથી જ્ઞાનને અસ્વસંવિદિત માનવું એ અનાત્મપ્રકાશકનું ઉદાહરણ છે. આ બીજું સ્વરૂપાભાસનું ઉદાહરણ છે.
કેટલાક દર્શનકારો જ્ઞાનને પ્રમાણ માને છે. પરંતુ માત્ર સ્વપ્રકાશક જ માને છે. પરને નથી જણાવતું, અથવા પર એવું જોય જ સંસારમાં નથી, ઇત્યાદિ માને છે. એટલે પર એવા શેયનો અનવભાસ કરતું જ્ઞાન છે. આ પ્રમાણે બાહ્ય ઘટ-પટાદિ પદાર્થોનો અપલાપ કરનારા યોગાચાર અને માધ્યમિક બૌદ્ધોનું સ્વરૂપાભાસનું ત્રીજું ઉદાહરણ છે.
“આ કંઇક છે” આવા પ્રકારનો સામાન્ય માત્રનો બોધ કરાવનાર દર્શન એ પણ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક નથી માટે પ્રમાણ નથી. છતાં કેટલાક દર્શનકારો નિર્વિકલ્પકને જ પ્રમાણ માને છે. તેથી દર્શનાત્મકશાનને પ્રમાણ માનવું એ નિર્વિકલ્પક રૂપે સ્વરૂપાભાસનું ચોથું ઉદાહરણ છે
તથા વિપર્યય-સંશય અને અનધ્યવસાયાત્મક જે જ્ઞાન છે તે પણ ભ્રમાત્મક હોવાથી પ્રમાણ ગણાય નહીં. તેથી આવા ભ્રમાત્મક જ્ઞાનને પ્રમાણ માનવામાં આવે તો તે સમારોપ સ્વરૂપે સ્વરૂપાભાસ છે. તે પાંચમું ઉદાહરણ છે. ૫ ૬-૨૫ /
અહીં કોઈક એવો પ્રશ્ન કરી શકે છે કે- અજ્ઞાનને, અસ્વપ્રકાશકને, સ્વમાત્ર પ્રકાશકને, નિર્વિકલ્પક-જ્ઞાનને અને સમારોપને શા માટે સ્વરૂપાભાસતા કહેવાય છે ? તો તેમાં યુક્તિ જણાવતાં કહે છે કે
સૂત્રાર્થ- ઉપરોક્ત પાંચે ભાવોથી સ્વ-પરનો નિર્ણય કરાવે એવા પ્રમાણભૂતા જ્ઞાનની અનુપપત્તિ છે. માટે તે સાચું સ્વરૂપ નથી પરંતુ સ્વરૂપાભાસ છે. I૬-૨દા
ટીકાર્થ- ઉપરોક્ત પાંચે ભાવોથી જ્ઞાનનો અને શેયનો એમ ઉભયનો યથાર્થ નિર્ણય જે રીતે થતો નથી. તે રીતે સૂત્ર ૨૪-૨૫માં બતાવી ગયા જ છીએ.
(૧) જે સન્નિકર્ષાદિ અજ્ઞાનાત્મક (જડ) છે. તે અજ્ઞાનાત્મક હોવાથી સ્વપરનો નિર્ણય કરાવતા નથી. સન્નિકર્ષને પ્રમાણ માનીએ તો પણ જ્ઞાનને જ પ્રમાણ માનવું પડે છે. કારણકે વિષયના જ્ઞાન વિના સન્નિકર્ષ પણ અબોધક જ છે. જેમ અપરિચિત માણસની સાથે ચક્ષુનો સનિકર્ષ થાય, તો પણ બોધ થતો નથી તેથી જ્ઞાનને જ પ્રમાણ માનવું જોઈએ.
(૨) જો જ્ઞાન અસ્વપ્રકાશક હોય તો તે ઘટ-પટની જેમ પર પ્રકાશ આપી શકે નહીં. તથા જેમ દીપક પોતાને જણાવતો છતો પરનો પ્રકાશક થાય છે. તેમ જ્ઞાન પણ
Page #47
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૨૭,૨૮
રત્નાકરાવતારિકા ભાગ-૩ પોતાનો પ્રકાશ કરતું છતું ઘટ-પટનો પ્રકાશ કરે છે. માટે જે પોતાનો પ્રકાશ ન કરે તે તો જડ જ હોય અને તેનાથી સ્વ-પર વ્યવસાય ન થાય.
(૩) જે પરનો પ્રકાશ ન કરે, કેવલ આત્મમાત્ર પ્રકાશક જ હોય, એવું પણ ક્યાંય બનતું નથી. દીપક-સૂર્યપ્રભા-ચંદ્રપ્રભા-રત્નો ઈત્યાદિ સ્વપ્રકાશક હોતે છતે અવશ્ય પર પ્રકાશક પણ છે જ. તથા પર એવું પગલાદિ દ્રવ્ય પણ સંસારમાં છે જ. તેથી પરનો પણ પ્રકાશ કરે તે જ પ્રમાણ કહેવાય,
(૪) અત્યન્ત સામાન્ય બોધાત્મક દર્શન તે અસ્પષ્ટ બોધરૂપ હોવાથી સ્વ-પરનો વ્યવસાય કરાવવામાં અસમર્થ છે. તેથી નિર્વિકલ્પક જ્ઞાન પણ પ્રમાણ મનાતું નથી.
(૫) વિપર્યય-સંશય-અને અનધ્યવસાય તો મિથ્યાજ્ઞાનાત્મક જ હોવાથી યથાર્થ પણે સ્વ-પરનો વ્યવસાય કરાવી શકતા નથી. આ કારણથી આ પાંચમાં પ્રમાણનું યથાર્થ સ્વરૂપ (એટલે કે સ્વ-પર વ્યવસાયિ જ્ઞાનરૂપે જે લક્ષણ છે) તે ઘટતું નથી. છતાં જે જે દર્શનકારો તેને પ્રમાણ માને છે. તેમાં પ્રમાણનું સ્વરૂપ ન હોવા છતાં પ્રમાણનું સ્વરૂપ કહ્યું છે માટે તે સઘળું “સ્વરૂપાભાસ” છે. / ૬-૨૬ /
सामान्यतः प्रमाणस्वरूपाभासमभिधाय विशेषतस्तदभिधित्सवः सांव्यवहारिकप्रत्यक्षाभासं तावदाहुः
सांव्यवहारिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ॥६-२७॥
टीका-सांव्यवहारिकप्रत्यक्षमिन्द्रियानिन्द्रियनिबन्धनतया द्विप्रकारं प्रागुપતિસ્વરૂપમ્ ૬-ર૭ |
उदाहरन्तियथाऽम्बुधरेषु गन्धर्वनगरज्ञानं, दुःखे सुखज्ञानं च ॥६-२८॥
टीका-अत्राद्यं निदर्शनमिन्द्रियनिबन्धाभासस्य, द्वितीयं पुनरनिन्द्रियाभासस्य अवग्रहाभासादयस्तु तद्भेदाः स्वयमेव प्राज्ञैर्विज्ञेयाः ॥६-२८॥
સામાન્યથી “સ્વપરવ્યવસાયિ એવું જે જ્ઞાન” તે પ્રમાણ કહેવાય છે. તેનાથી વિપરીત તે પ્રમાણનું યથાર્થ સ્વરૂપ ન હોવાથી સામાન્યપણે સર્વે પ્રમાણોને “સ્વરૂપાભાસ” અર્થાત્ પ્રમાણાભાસ કહેવાય છે. એમ પ્રમાણ માત્રના સ્વરૂપાભાસ
Page #48
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૨૭,૨૮
૩૧ સમજાવીને હવે તે પ્રમાણના સાંવ્યવહારિક પ્રત્યક્ષ, પારમાર્થિક પ્રત્યક્ષ, વિક્લ, સક્લ, પરોક્ષપ્રમાણ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન તર્ક, અનુમાન, અને આગમ ઇત્યાદિ ઉત્તરભેદાત્મક જે જે વિશેષ પ્રમાણો છે તેના પણ આભાસને જણાવવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી “સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ”ને પ્રથમ સમજાવે છે
સૂત્રાર્થ-જે જ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ હોય નહીં. પરંતુ તેના જેવું હોય એમ લાગે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. / ૬-૨l
ટીકાર્થ–સાંવ્યવહારિક પ્રત્યક્ષજ્ઞાન ઇન્દ્રિયનિબન્ધનપણે અને અનિન્દ્રિય (મન) નિબન્ધનપણે બે પ્રકારનું છે. જેનું સ્વરૂપ બીજા પરિચ્છેદમાં પહેલાં સમજાવાઈ ગયું છે. જે જ્ઞાન ઇન્દ્રિય અને અનિદ્રિય (મન) દ્વારા થતું હોય. જાણે સાચું (યથાર્થ) જ છે એમ દેખાતું હોય. પરંતુ વાસ્તવિકપણે યથાર્થ ન હોય, ભ્રમ માત્ર હોય, સ્વ-પરનો યથાર્થ વ્યવસાય કરાવનારું ન હોય તેવા ભ્રમજ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. તેનાં ઉદાહરણો હવે પછીના સૂત્રમાં ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. / ૬-૨૭ II
સૂત્રાર્થ-જેમ કે વાદળોમાં ગંધર્વનગરનું જ્ઞાન થાય તે, તથા દુઃખમાં સુખબુદ્ધિ થાય તે અનુક્રમે બન્ને સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ છે. || ૬-૨૮ II
ટીકાર્થ–આકાશમાં વાદળો સહજ રીતે ભિન્ન-ભિન્ન આકારે બનતાં હોય છે. તેમાં આ ગંધર્વ (જાતિના દેવોનાં) નગરો છે આવી બુદ્ધિ થાય તે વાસ્તવિકપણે નગર ન હોવા છતાં ચક્ષુરાદિ ઇન્દ્રિયો દ્વારા આ જ્ઞાન થતું હોવાથી સાંવ્યવહારિક ઇન્દ્રિય પ્રત્યક્ષાભાસ કહેવાય છે. એવી જ રીતે પિત્તળમાં સુવર્ણ બુદ્ધિ, ઝાંઝવાના જળમાં જળ બુદ્ધિ, છીપમાં રજતની બુદ્ધિ, શુક્લવર્ણમાં પીતવર્ણની બુદ્ધિ આ બધાં ઇન્દ્રિયનિબંધન પ્રત્યક્ષાભાસનાં ઉદાહરણો જાણવાં.
તથા દુઃખ હોય પરંતુ મોહવશ તેમાં આ જીવ સુખ-બુદ્ધિ કરે તે મનથી માનવામાં આવે છે માટે સાંવ્યવહારિક અનિન્દ્રિય પ્રત્યક્ષાભાસ કહેવાય છે. જેમકે ખસના રોગવાળો ખણજ ખણે ત્યારે પીડા વધે છે તો પણ તેમાં સુખ-બુદ્ધિ કરે છે. તેવી જ રીતે સંસારના ભોગોની પ્રાપ્તિ-રક્ષણ અને વિયોગમાં દુઃખ હોવા છતાં મોહવશ આ જીવ સુખ-બુદ્ધિ કરે છે તે સર્વે અનિન્દ્રિય પ્રત્યક્ષાભાસનાં ઉદાહરણો સમજવાં.
તથા ઇન્દ્રિય-અને અનિષ્ક્રિય એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષના પેટાભેદ રૂપ અવગ્રહઇહા-અપાય અને ધારણા આદિ જે ભેદો છે. તથા અવગ્રહના પણ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહાદિ જે જે ભેદો છે. તેનું યથાર્થ સ્વરૂપ બીજા પરિચ્છેદમાં જણાવ્યું જ છે. તેનાથી વિપરીત સ્વરૂપ જે કંઇપણ માનવામાં આવે તે પણ અવગ્રહાભાસ, ઈહાભાસ,
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૨
પરિચ્છેદ ૬-૨૯,૩૦
રત્નાકરાવતારિકા ભાગ-૩ અપાયાભાસ, ધારણાભાસ આદિ કહેવાય છે. આવા પ્રકારના ભેદ-પ્રભેદના સ્વરૂપાભાસો પ્રાજ્ઞ પુરુષોએ ઉપર સમજાવેલી રીતિ-નીતિ મુજબ સ્વયં સમજી લેવા. I ૬-૨૭-૨૮
पारमार्थिकप्रत्यक्षाभासं प्रादुष्कुर्वन्तिपारमार्थिकप्रत्यक्षमिव यदाभासते तत्तदाभासम् ॥६-२९॥ टीका-पारमार्थिकप्रत्यक्षं विकलसकलस्वरूपतया द्विभेदं प्रागुक्तम् ॥६-२९॥ उदाहरन्ति
यथा शिवाख्यस्य राजर्षेरसंख्यातद्वीपसमुद्रेषु, सप्तद्वीपસમુદ્રજ્ઞાનમ્ ૬-૩૦ |
टीका-शिवाख्यो राजर्षिः स्वसमयप्रसिद्धः, तस्य किल विभङ्गापरपर्यायमवध्याभासं तादृशं वेदनमाविर्बभूवेत्याहुः सैद्धान्तिकाः । मनःपर्यायकेवलज्ञानयोस्तु विपर्ययः कदाचिन्न सम्भवति, एकस्य संयमविशुद्धिप्रादुर्भूतत्वात्, अन्यस्य समस्तावरणक्षयसमुत्थत्वात् । ततश्च नात्र तदाभासचिन्तावकाशः ॥६-३०॥
ઇન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધન એમ બે પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ સમજાવીને હવે પારમાર્થિક પ્રત્યક્ષાભાસ સમજાવે છે.
સૂત્રાર્થ- પારમાર્થિક પ્રત્યક્ષના જેવું જે જ્ઞાન જણાય તે જ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષાભાસ કહેવાય છે. જેમ કે શિવ નામના રાજર્ષિને અસંખ્યાત દ્વીપ-સમુદ્રો હોવા છતાં માત્ર સાત હીપ-સમુદ્રોનું જ જ્ઞાન થયું હતું. I ૬-૨૯-૩૦ ||
ટીકાર્થ- ઉપરનાં સત્ર-૨૨૮માં “સાંવ્યવહારિક” પ્રત્યક્ષપ્રમાણના આભાસનું સ્વરૂપ સમજાવી હવે સૂત્ર ૨૯/૩૦માં “પારમાર્થિક” પ્રત્યક્ષ પ્રમાણના આભાસનું સ્વરૂપ સમજાવે છે. બીજા પરિચ્છેદમાં પારમાર્થિક પ્રત્યક્ષના વિક્લ અને સક્લ એમ બે ભેદ સમજાવ્યા છે. ત્યાં વિકલના અવધિ અને મન:પર્યવ એમ બે ભેદ અને સલનો કેવલજ્ઞાન એક ભેદ સમજાવેલ છે. ત્યાં અવધિજ્ઞાન નામના વિક્લ-પારમાર્થિક પ્રત્યક્ષના પ્રથમભેદનો આભાસ સમજાવે છે કે જેટલું દેખાયું હોય તેટલું જ માને, શેષ ન દેખાયું હોય છતાં હશે અથવા છે એમ જે ન માને તે અવધ્યાભાસ જાણવો. જેમ કે “શિવ” નામના રાજર્ષિ પૂર્વે થયા હતા. એમ જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તે રાજર્ષિને વિર્ભાગજ્ઞાન છે બીજું નામ જેનું એવું અવધ્યાભાસરૂપ જ્ઞાન થયું હતું. એમ સિદ્ધાન્તકારો કહે છે. તેઓ
Page #50
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૩૧,૩૨
૩૩
અવધિજ્ઞાનથી સાત ટીપ-સમુદ્રોને જોઈ શક્તા હતા. વાસ્તવિકપણે તિસ્કૃલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. પરંતુ તેમને અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ આટલો જ આવિર્ભત થયો હતો, પણ મિથ્યાત્વના ઉદયથી “સાત જ” દ્વીપ-સમુદ્ર છે એમ માનીને શેષ તપસમુદ્રો તિસ્કૃલોકમાં હોવા છતાં “ન દેખાવાથી, નથી જ” એમ માની લીધું. તે અવધ્યાભાસ એટલે વિર્ભાગજ્ઞાન કહેવાય છે.
વિક્લપ્રત્યક્ષનો જે બીજો ભેદ મન:પર્યવજ્ઞાન, તથા સક્લપ્રત્યક્ષનો જે કેવલજ્ઞાન નામનો એક ભેદ છે. તે બન્ને ભેદોનું વિપરીતપણું અર્થાત્ આભાસપણું કદાપિ થતું નથી. કારણકે તે બે ભેદમાંથી પ્રથમનો એક ભેદ જે મન:પર્યવજ્ઞાન છે. તે ચારિત્રની અત્યન્ત નિર્મળતાથી પ્રગટ થયેલ છે. અને બીજો ભેદ જે કેવલજ્ઞાન છે. તે આવરણના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ છે. તેથી આ બે પ્રમાણ-જ્ઞાનોમાં તદાભાસની ચિંતા કરવાનો કોઇ અવકાશ નથી. અહીં સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બન્ને પ્રકારના પ્રત્યક્ષ પ્રમાણના સ્વરૂપાભાસ સમજાવ્યા. હવે ૩૧મા સૂત્રથી પરોક્ષાભાસ સમજાવશે. + -૨૯-૩૦
अथ परोक्षाभासं विवक्षवः स्मरणाभासं तावदाहुःअननुभूते वस्तुनि तदिति ज्ञानं स्मरणाभासम् ॥६-३१॥ टीका-अननुभूते-प्रमाणमात्रेणानुपलब्धे ॥६-३१॥ उदाहरन्तिअननुभूते मुनिमण्डले तन्मुनिमण्डलमिति यथा ॥६-३२॥
પરોક્ષપ્રમાણના સ્વરૂપાભાસ સમજાવવાના છે. ત્યાં પ્રથમ પરોક્ષપ્રમાણના પાંચ ભેદ છે. (૧) સ્મરણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન, (૫) આગમ, આ પાંચે ના આભાસો ક્રમશઃ સમજાવે છે. તેમાં સૌથી પ્રથમ આ સૂત્રામાં “સ્મરણાભાસ” સમજાવે છે.
સૂત્રાર્થ- જે વસ્તુ ભૂતકાળમાં કદાપિ ન અનુભવી હોય, છતાં આ તે છે એવું સ્મરણ થઇ આવે તે સ્મરણાભાસ. જેમકે “મુનિઓનું મંડલ કોઇ દિવસ અનુભવ્યું ન હોય અને તે મુનિમંડલ છે એવું સ્મરણ મનમાં થાય તે. I ૬-૩૧-૩રા
ટીકાર્થ–ત્રીજા પરિચ્છેદના પ્રારંભમાં “સ્મરણ”નું સ્વરૂપ આવે છે. ત્યાં જે વસ્તુ ભૂતકાળમાં અનુભવી હોય તેનું જ સ્મરણ થાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
પરિચ્છેદ ૬-૩૩,૩૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ આ વાત સર્વ-જન-વિદિત છે. પરંતુ જે વસ્તુનો પૂર્વકાળમાં કોઇપણ વખત અનુભવ ન કર્યો હોય (એટલે કે પ્રમાણપૂર્વક યથાર્થ ઉપલંભ ન કર્યો હોય) અને ભ્રમમાત્રથી અનુભવ કર્યો હોય તેનું કાલાન્તરે સ્મરણ થઇ આવે તે સ્મરણાભાસ કહેવાય છે. જેમકે- જે સાચા-યથાર્થ મુનિઓ ન હોય, પરંતુ માત્ર મુનિવેષધારી જ મુનિ હોય, અને તેમાં મુનિપણાનો ખોટો અનુભવ કર્યો હોય. ત્યાર બાદ કાળાન્તરે પ્રસંગવશાત્ તે મુનિમંડળનું સ્મરણ થઈ આવે. તેને સ્મરણાભાસ કહેવાય છે. પિત્તળમાં સોનાનો ભ્રમ થયા પછી કાલાન્તરે સુવર્ણનું સ્મરણ થાય, ઝાંઝવાના જળમાં જલબુદ્ધિ થયા બાદ કાલાન્તરે જલનું સ્મરણ થાય. ઇત્યાદિ ઉદાહરણો સ્મરણાભાસનાં જાણવાં. સર્વથા જેનો “મનનુભૂતિ' એ પદનો અર્થ પ્રમાણપૂર્વક ઉપલંભ કરેલો નહીં પરંતુ અપ્રમાણતા પૂર્વક ભ્રમાત્મક પણે ઉપલંભ કરેલો એવો અર્થ કરવો. તેથી જ ટીકામાં “પ્રમા-માત્ર ITનુપનધ્યેઃ' એમ લખ્યું છે. | ૬-૩૧-૩૨I/
प्रत्यभिज्ञाभासं प्ररूपयन्ति
तुल्ये पदार्थे स एवायमिति, एकस्मिंश्च तेन तुल्य इत्यादिज्ञानं પ્રત્યfમજ્ઞમસન્ + ૬-૩રૂ
टीका-प्रत्यभिज्ञानं हि तिर्यगूर्ध्वतासामान्यादिगोचरमुपवर्णितं, तत्र तिर्यक्सामान्यालिङ्गिते भावे स एवायमिति, ऊर्ध्वतासामान्यस्वभावे चैकस्मिन् द्रव्ये तेन तुल्य इति ज्ञानम्, आदिशब्दादेवंजातीयकमन्यदपि ज्ञानं प्रत्यभिज्ञानाમાણમિતિ દ્-રૂરૂ I
उदाहरन्तिયમર્તવનીતવત્ / ૬-૩૪
टीका-यमलकजातयोरेकस्याः स्त्रिया एकदिनोत्पन्नयोः पुत्रयोर्मध्यादेकत्र द्वितीयेन तुल्योऽयमिति जिज्ञासिते स एवायमिति, अपरत्र स एवायमिति बुभुत्सिते तेन तुल्योऽयमिति च ज्ञानं प्रत्यभिज्ञाभासम् ॥६-३४॥
સ્મરણાભાસ” સમજાવીને હવે પરોક્ષપ્રમાણનો બીજો ભેદ જે પ્રત્યભિજ્ઞા છે. તેનો આભાસ સમજાવે છે
સૂત્રાર્થ– તુલ્ય એવાં પદાર્થમાં ““આ તે જ છે” એમ માનવું. તથા એક જ પદાર્થમાં “આ તેની તુલ્ય છે.” એમ માનવું. તે બન્ને પ્રત્યભિજ્ઞાભાસ કહેવાય છે. જેમકે- બે બાળકોનું સાથે જન્મેલું યુગલ. II૬-૩૩-૩૪
Page #52
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૩૫,૩૬
૩૫ ટીકાર્થ-ત્રીજા પરિચ્છેદમાં પ્રત્યભિજ્ઞા બે જાતની સમજાવી છે એક તિર્યસામાન્યના વિષયવાળી, અને બીજી ઊર્ધ્વતા સામાન્યના વિષયવાળી. ત્યાં એક સરખા બે પદાર્થોમાં આ પણ ઘટ છે. આ પણ ઘટ છે. આ ઘટ પેલા ઘટની સાથે સદશ છે. ઈત્યાદિ ભિન્ન-ભિન્ન દ્રવ્યોમાં એકતા અથવા સમાનતાની જે બુદ્ધિ થાય તે તિર્યક સામાન્ય કહેવાય છે. અને એકનો એક જ પદાર્થ કાળક્રમે જુદી જુદી અવસ્થા પામે છતાં આ તે જ વસ્તુ છે. તે જ વસ્તુ છે એમ કાળભેદે થયેલા પર્યાયભેદમાં પણ દ્રવ્યની એકતા જાણવી તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. જો આવા પ્રકારનું તિર્ય અને ઊર્ધ્વતાનું જ્ઞાન થાય તો તો તે પ્રત્યભિજ્ઞા પ્રમાણ જ્ઞાન કહેવાય છે. પરંતુ તેનાથી વિપરીત જે જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાભાસ જ્ઞાન કહેવાય છે. જેમકે- કોઈ એક સ્ત્રીને એક જ દિવસે સરખા રૂપમાન વાળાં બે બાળકો જમ્યાં હોય, ત્યારે આ બે પુત્રોમાં એક પુત્ર બીજા પુત્રની સાથે તુલ્ય છે. એમ જાણવાની જિજ્ઞાસા હોવા છતાં “સ વાત''- તે જ આ છે એવું જાણવું તે તિર્યસામાન્યાભાસ છે. કારણકે તિર્યસામાન્યનો વિષય બે પદાર્થોમાં સદેશતા જાણવાનો છે એક્તા જાણવાનો નથી. તેને બદલે એક્તા જાણવી તે ખોટું જ્ઞાન હોવાથી આભાસ કહેવાય છે. તેવી જ રીતે તે બે બાળકમાં કોઇપણ એક બાળકને પ્રથમ જોયા પછી બીજીવાર જોતાં “તે જ આ બાળક છે” એમ એક્તા જાણવી જોઇએ. તેને બદલે પૂર્વે જોયેલાની સાથે આ બાળક સમાન છે એમ સદશતા જાણવી તે ઊર્ધ્વતાસામાન્યાભાસ છે કારણકે એક્તા જાણવી એ ઊર્ધ્વતાનો વિષય છે. તેને બદલે સમાનતા જાણવી એ ખોટું જ્ઞાન હોવાથી આભાસ કહેવાય છે.
તિર્યસામાન્યનો વિષય બધા ઘટ ઘટપણે સમાન છે. આ ઘટ બીજા ઘટની સાથે તુલ્ય છે. એમ સદશતા જાણવાનો છે. તેને બદલે બધા ઘટ એ એક જ ઘટ છે એમ દ્રવ્યની એક્તા જાણવી તે આભાસ છે. તેવી રીતે ઊર્ધ્વતા સામાન્યનો વિષય એક્તા જાણવાનો છે તેને બદલે સંદેશતા જાણવી તે ઊર્ધ્વતાભાસ છે. મૂલ સૂત્ર-૩૩માં લખેલા આદિ શબ્દથી આવા આવા પ્રકારના પ્રત્યભિજ્ઞાભાસ બીજા પણ સમજી લેવા. ૬-૩૩-૩૪||
तर्काभासमादर्शयन्तिअसत्यामपि व्याप्तौ तदवभासस्ताभासः॥६-३५॥ ટીલા-વ્યાતિવિનામાવ: ૬-૩ उदाहरन्ति
स श्यामो मैत्रतनयत्वादित्यत्र यावान्मैत्रतनयः स श्याम इति યથ ૬-૩૬ .
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬
પરિચ્છેદ ૬-૩૫,૩૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
टीका-न हि मैत्रतनयत्वहेतोः श्यामत्वेन व्याप्तिरस्ति, शाकाद्याहारपरिणतिपूर्वकत्वाच्छ्यामतायाः । यो हि जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तनयः स एव श्याम इति सर्वाक्षेपेण यः प्रत्ययः स तर्क इति ॥६-३६॥
સ્મરણાભાસ, પ્રત્યભિજ્ઞાભાસ સમજાવીને હવે તકભાસ સમજાવે છે–
સૂત્રાર્થ- વ્યાપ્તિ ન થતી હોવા છતાં પણ વ્યામિનું જ્ઞાન કરવું તે તકભાસ (અર્થાત્ વ્યાત્વાભાસ) કહેવાય છે. જેમકે-“તે પુત્ર મિત્રાતનય હોવાથી શ્યામ છે.” અહીં જે કોઇ મિત્રાતનય હોય તે શ્યામ છે. આવું કહેવું તે તકભાસ છે. I ૬-૩૫-૩૬
ટીકાનુવાદ–પરોક્ષપ્રમાણના આભાસો સમજાવે છે. ત્યાં સ્મરણાભાસ અને પ્રત્યભિજ્ઞાભાસ કહીને હવે તકભાસ કહે છે. “સાધ્ય હોય ત્યાં જ હેતુ હોય તે અન્વયવ્યાપ્તિ છે. અને સાધ્ય ન હોય ત્યાં હેતુ ન હોય તે વ્યતિરેક વ્યક્તિ છે” તેને બદલે સાધ્ય ન હોય ત્યાં પણ હેતુ હોય એવો હેતુ મૂકીને (એટલે સાધ્યાભાવવર્તિવ્યભિચારી હેતુ મૂકીને) વ્યામિ જણાવવી તે વ્યાતિઆભાસ-તકભાસ કહેવાય છે. જેમકે
તે પુત્ર, શ્યામ છે, મિત્રાપુત્ર હોવાથી.
અહીં જે જે મિત્રાના પુત્ર હોય તે બધા શ્યામ હોય એવો નિયમ નથી. અર્થાત્ શ્યામત્વ સાધ્ય વિના પણ (અષ્ટમપુત્ર ગૌર હોવાથી ત્યાં પણ) મિત્રાતનયત્વ હેતુ છે. તેથી મિત્રાતનયત્વ હેતુની શ્યામત્વ સાધ્યની સાથે વ્યાપ્તિ થતી નથી. કારણકે પુત્રમાં આવેલી શ્યામતા એ (તેવા વર્ણવાળા) શાકાદિ આહારના પરિણામ પૂર્વકની છે. તેથી મિત્રાસ્ત્રીના આઠ પુત્રોમાંથી જે જે પુત્રોના ગર્ભસ્થકાળે શાકાદિ આહાર વધારે લેવામાં આવ્યો છે. એટલે કે જનની દ્વારા વધારે લેવાયેલા શાકાદિ આહારના પરિણામ પૂર્વકનું જે જે બાલક છે તે તે બાળક જ શ્યામ છે. પ્રથમના સાત પુત્રોના ગર્ભકાળે શાકાદિનો આહાર પરિણામ છે. તેથી તે શ્યામ છે. પરતું આઠમા પુત્રના ગર્ભકાળે શાકાદિ આહારનો પરિણામ નથી. તેથી તે શ્યામ નથી. છતાં ત્યાં મિત્રાતનયત્વ તો છે. માટે હેતુ સાધ્યાભાવમાં વર્તનારો હોવાથી ખોટો છે. છતાં હેતુ તરીકે પ્રયોગ કરીને જે વ્યામિ જણાવવામાં આવે છે તે વ્યાખ્યાભાસ-તર્કભાસ છે.
શાકાદિ આહાર-પરિણામપૂર્વકનું મિત્રાતનયત્વ (સાત પુત્રોમાં) જ્યાં છે ત્યાં જ શ્યામવ સાધ્ય છે. પરંતુ શાકાદિ આહાર પરિણામ રહિત કેવલ એકલું મિત્રાતનયત્વ (આઠમા પુત્રમાં) જ્યાં છે. ત્યાં શ્યામત્વ નથી. આમ હોવા છતાં શાકાદિઆહાર પરિણામવાળા અને શાકાદિઆહાર પરિણામ વિનાના એમ “સ ” સર્વનો (૧થી૮ આઠ પુત્રોનો) સમાવેશ કરીને જે શ્યામત્વનો “પ્રત્યય" બોધ કરવામાં આવે છે. તે તર્ક સાચો તર્ક નથી પરંતુ ત = તકભાસ છે. તે ૬-૩૫-૩૬ો.
Page #54
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૩૭
૩૭
अनुमानाभासमाख्यान्तिपक्षाभासादिसमुत्थं ज्ञानमनुमानाभासमवसेयम् ॥६-३७॥
टीका-पक्षाभासो वक्ष्यमाण आदिर्येषां हेत्वाभासादीनां भणिष्यमाणस्वरूपाणां-तेभ्यः समुत्था समुत्पत्तिरस्येति पक्षाभासादिसमुत्थं ज्ञानमनुमानाभासमभिधीयते, एतच्च यदा स्वप्रतिपत्त्यर्थं तदा स्वार्थानुमानाभासं, यदा तु परप्रतिपत्त्यर्थं पक्षादिवचनरूपापन्नं तदा परार्थानुमानाभासमवसेयमिति ॥६-३७॥
પરોક્ષપ્રમાણના આભાસોમાં હવે ચોથો “અનુમાનાભાસ” સમજાવે છે–
સૂત્રાર્થ-પક્ષાભાસાદિથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે અનુમાનાભાસ કહેવાય છે. I ૬-૩ell
ટીકાર્થ- આ જ પરિચ્છેદના સૂત્ર ૩૮ થી ૪૬ સુધીમાં પક્ષાભાસ, સૂત્ર ૪૭થી ૫૭માં હેત્વાભાસ, સૂત્ર ૫૮ થી ૭૯માં દૃષ્ટાંતાભાસ, સૂત્ર-૮૦-૮૧માં ઉપનયાભાસ અને સૂત્ર-૮૨માં નિગમનાભાસ આગળ સમજાવવાના છે. અનુમાન પ્રમાણનાં મુખ્ય પાંચ અંગ (અવયવ) છે. તે પાંચ અંગોનું સ્વરૂપ (લક્ષણ) ત્રીજા પરિચ્છેદમાં સમજાવ્યું છે. તે સ્વરૂપથી વિપરીત સ્વરૂપ જેનું છે. તે અંગો તદાભાસ કહેવાય છે. આ પ્રમાણે ૩૮ સૂત્રથી ૪૬ સૂત્રમાં કહેવાતો પક્ષાભાસ છે આદિમાં જેઓને, એટલે કે આગળ સમજાવાતા સ્વરૂપવાળા હેત્વાભાસાદિને, તે (સર્વ) પાંચે આભાસોને પક્ષાભાસાદિ કહેવાય છે. તે પાંચે આભાસોથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે “અનુમાનાભાસ” કહેવાય છે. તે પાંચે આભાસોનો પ્રયોગ જો સ્વબોધ માટે કરાતો હોય તો તે સ્વાર્થનુમાનાભાસ કહેવાય છે. અને જો પરના બોધ માટે કરાતો હોય તો તે પરાર્થાનુમાનાભાસ કહેવાય છે.
અનુમાનાભાસ
પક્ષાભાસ હેત્વાભાસ દૃષ્ટાન્તાભાસ ઉપનયાભાસ નિગમનાભાસ સૂત્ર સૂત્ર સૂત્ર
સૂત્ર સૂત્ર ૩૮થી૪૬ ૪૭થી૫૭ ૫૮થી૭૯ ૮૦થી૮૧ ૮૨
આ પ્રમાણે અનુમાનાભાસ પાંચ પ્રકારે સમજાવીને ત્યારબાદ ૮૩-૮૪ સૂત્રમાં આગમાભાસ, ૮૫મા સૂત્રમાં પ્રમાણ સંખ્યાભાસ, ૮૬મા સૂત્રમાં વિષયાભાસ અને ૮૭માં સૂત્રમાં ફલાભાસ સમજાવાશે. તે ૬-૩૭ી.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
પરિચ્છેદ ૬-૩૮
રત્નાકરાવતારિકા ભાગ-૩
पक्षाभासांस्तावदाहुः
तत्र प्रतीतनिराकृतानभीप्सितसाध्यधर्मविशेषणास्त्रयः पक्षाમાસા: ૬-૩૮
टीका-प्रतीतसाध्यधर्मविशेषणः, निराकृतसाध्यधर्मविशेषणः, अनभीप्सितसाध्यधर्मविशेषणश्चेति त्रयः पक्षाभासा भवन्ति । अप्रतीतानिराकताभीप्सितसाध्यधर्मविशिष्टधर्मिणां सम्यक्पक्षत्वेन प्रागुपवर्णितत्वादेतेषां च तविपरीतવાત્ ૬-૩૮
અનુમાનાભાસના પાંચ ભેદોમાંથી સૌથી પ્રથમ “પક્ષાભાસ”ના ત્રણ ભેદો છે. તે સમજાવે છે
સૂત્રાર્થ-ત્યાં પ્રતીત, નિરાકૃત, અને અનભીસિત સાધ્યધર્મથી યુક્ત એવા ત્રણ જાતના પક્ષાભાસો છે. I ૬-૩૮
ટીકાનુવાદ- આ જ શાસ્ત્રના ત્રીજા પરિચ્છેદના સૂત્ર ૧૪ થી ૧૭માં સાચા (યથાર્થ) પક્ષનું સ્વરૂપ સમજાવ્યું છે કે– જ્યાં અપ્રતીત (અપ્રસિદ્ધ), અનિરાકત (જેનો નિષેધ થયો નથી તે) અને અભીસિત (ઇષ્ટ) એવું સાધ્ય સધાતું હોય તો તેવા સાધ્યયુક્ત પક્ષને સમ્યકપક્ષ કહેવાય છે. જેમકે પર્વતમાં વદ્ધિ સાધ્ય હોય ત્યારે જે સધાય છે તે વહ્નિ પર્વતમાં છે કે નહીં ? એવો સંદેહ હોવાથી પ્રતીત નથી, પણ અપ્રતીત છે. તથા વતિનો સંભવ (વૃક્ષાદિ હોવાથી) હોઇ શકે છે. સમુદ્રમાં જેમ વહ્નિ ન હોય તેમ અહીં પર્વતમાં નિષેધ નથી માટે અનિરાકૃત છે. તથા જાણવાની જિજ્ઞાસા (તમન્ના) હોવાથી અભીસિત પણ છે. આવા ત્રણ ગુણવાળા સાધ્યથી યુક્ત જે પક્ષ તે જ સમ્યક્ષક્ષ કહેવાય. એવું પૂર્વે વર્ણન કરેલ હોવાથી તેનાથી જે જે પક્ષ વિપરીત હોય તે પક્ષાભાસ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે.
(૧) પ્રતીતસાધ્યધર્મવિશેષણ, પ્રસિદ્ધસાધ્યધર્મયુક્ત પક્ષ. (૨) નિરાકૃતસાધ્યધર્મવિશેષણ, નિષિદ્ધસાધ્યધર્મયુક્ત પક્ષ. (૩) અનભીસિતસાધ્યધર્મવિશેષણ, અનિષ્ટસાધ્યધર્મયુક્ત પક્ષ.
આ ત્રણે પક્ષાભાસો છે. કારણ કે સમ્યપક્ષનું જ સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે. તેનાથી વિપરીત છે. તે ત્રણેનાં ઉદાહરણો આપવા પૂર્વક ગ્રંથકાર પોતે જ આ ત્રણ ભેદ આગળ સમજાવે છે. જે ૬-૩૮
Page #56
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૩૯
तत्राद्यं पक्षाभासमुदाहरन्ति - प्रतीतसाध्यधर्मविशेषणो यथाऽऽर्हतान् प्रत्यवधारणवर्जं परेण प्रयुज्यमानः समस्ति जीव इत्यादिः ॥ ६-३९॥
टीका - अवधारणं वर्जयित्वा परोपन्यस्तः समस्तोऽपि वाक्प्रयोग आर्हतानां प्रतीतमेवार्थं प्रकाशयति । ते हि सर्वं जीवादिवस्त्वनेकान्तात्मकं प्रतिपन्नाः, ततस्तेषामवधारणरहितं प्रमाणवाक्यं सुनयवाक्यं वा प्रयुज्यमानं प्रसिद्धमेवार्थमुद्भावयतीति व्यर्थस्तत्प्रयोगः, सिद्धसाधनः प्रसिद्धसम्बन्ध इत्यपि संज्ञाद्वयमस्या - વિરુદ્ધમ્ ॥૬-રૂ॰૧૫
પક્ષાભાસના ત્રણ ભેદ પૈકી પ્રતીતસાધ્યધર્મવિશેષણ એ નામના પ્રથમભેદને ગ્રંથકારશ્રી સમજાવે છે–
૩૯
સૂત્રાર્થ-‘“જીવ છે” ઇત્યાદિ અવધારણ વિનાનો પરવાદી વડે જૈનો પ્રત્યે કરાતો વાક્યપ્રયોગ તે પ્રતીતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. II૬-૩૯લા
ટીકાનુવાદ–પક્ષમાં અપ્રતીત સાધ્યને સાધીએ તો જ તે પક્ષને સાચો પક્ષ કહેવાય. કારણકે પક્ષનું સાચું લક્ષણ તે છે. પરંતુ જે પક્ષમાં જે વાત પ્રતીત (પ્રસિદ્ધ) જ છે. સર્વ જન સાધારણ અનુભવસિદ્ધ જ છે. છતાં તે પક્ષમાં તે સાધ્યને સાધીએ તો જણાવેલ લક્ષણથી (સ્વરૂપથી) વિપરીત છે. માટે પ્રથમ પક્ષાભાસ કહેવાય છે. જેમકે આર્હતો (જૈનો)ને સર્વ વસ્તુઓ સ્યાદ્વાદ (અનેકાન્તવાદ) યુક્ત હોવાથી તેઓ સ્યાદ્ભિન્ન, સ્યાદ્ અભિન્ન, સ્યાનિત્ય, સ્યાદ્ગનિત્ય જ માને છે. આ વાત જૈનોમાં તથા અન્યદર્શનકારોમાં પણ જાણીતી જ છે. છતાં અન્યદર્શનકારો જૈનોની સામે વાદવિવાદમાં ઉતરે ત્યારે તેઓ ‘“નીવ: (સ્યાદ્) મસ્તિ'' જીવ કથંચિદ્ છે. અર્થાત્ સ્વદ્રવ્યાદિથી છે. અને પરદ્રવ્યાદિથી નથી. એમ એવકાર વિના પ્રયોગ કરે તો આવી વાત જૈનોને તો પ્રતીત છે જ, માટે પ્રતીત સાધ્યને સાધવું તે પક્ષના લક્ષણ (સ્વરૂપ)થી વિપરીત છે. માટે તેને પ્રતીતસાધ્યધર્મ વાળો પક્ષાભાસ કહેવાય છે.
આ પ્રમાણે અવધારણ વર્જીને પરે કહેલો સમસ્ત પણ વચનપ્રયોગ જૈનોની સામે તો પ્રસિદ્ધ જ અર્થને કહેનાર બને છે. કારણકે તે-તે જૈનો જીવાદિ સર્વવસ્તુને અનેકાન્તાત્મક સ્વીકારે છે. તેથી તે જૈનોની સામે અવધારણ વિનાનું બોલાયેલું પ્રમાણવાક્ય કે સુનયવાળું વાક્ય પોતાના માન્ય પ્રસિદ્ધ અર્થને જ પ્રકાશિત કરે છે. તેથી પરવાદીનો આ વાક્યપ્રયોગ વ્યર્થ જ છે. માટે પ્રતીતસાધ્યવાળો પક્ષાભાસ બને છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૪૦
રત્નાકરાવતારિકા ભાગ-૩
આ પ્રતીતધર્મવાળા પક્ષાભાસની જ “સિદ્ધસાધન” અથવા “પ્રસિદ્ધસમ્બન્ધ” એવી બીજી બે સંજ્ઞા છે. તે અવિરુદ્ધ (બરાબર) જ છે. કારણકે પ્રતીતને સાધવું એટલે કે સિદ્ધને સાધવું છે, અથવા જેનો જેમાં સંબંધ પ્રસિદ્ધ જ છે તે સાધવું. એમ બન્ને નામોના અર્થ વિવક્ષિત નામની સાથે સમાન જ છે. માટે અવિરુદ્ધ છે. ૬-૩૯થી
द्वितीयपक्षाभासं भेदतो नियमयन्ति -
૪૦
निराकृतसाध्यधर्मविशेषण: प्रत्यक्षानुमानागमलोकस्ववचनादिभिः साध्यधर्मस्य निराकरणादनेकप्रकारः ॥६-४०॥
टीका - प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणः, अनुमाननिराकृतसाध्यधर्मविशेषणः, आगमनिराकृतसाध्यधर्मविशेषणः, लोकनिराकृतसाध्यधर्मविशेषणः, स्ववचननिराकृतसाध्यधर्मविशेषणः, आदिशब्दात् स्मरणनिराकृतसाध्यधर्मविशेषणः, प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशेषण:,, तर्कनिराकृतसाध्यधर्मविशेषणश्चेति ॥ ६-४०॥
પ્રતીતસાધ્યવાળા પ્રથમ પક્ષાભાસને સમજાવી હવે નિરાકૃતસાધ્યવાળા દ્વિતીયપક્ષાભાસને સમજાવતાં તેના ભેદ જણાવવાપૂર્વક સમજાવે છે—
સૂત્રાર્થ-નિરાકૃતસાધ્યધર્મ વિશેષણવાળો આ બીજો પક્ષાભાસ પ્રત્યક્ષથી, અનુમાનથી, આગમથી, લોકથી અને સ્વવચન આદિથી સાધ્યધર્મનું નિરાકરણ કરવાથી અનેકપ્રકારનો છે. || ૬-૪૦ના
ટીકાનુવાદ-જે પક્ષમાં જે સાધ્ય નથી જ, આવી પ્રસિદ્ધિ પ્રત્યક્ષ-અનુમાન અને આગમ આદિ પ્રમાણોથી થઇ ચૂકી હોય. છતાં તે પક્ષમાં તે સાધ્ય સાધવા જે પ્રયત્ન કરવામાં આવે તે નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ દ્વિતીય પક્ષાભાસ કહેવાય છે. પક્ષમાં સાધ્ય નથી જ એ વાત પ્રત્યક્ષાદિ જે પ્રમાણોથી કરવામાં આવી છે. તે પ્રમાણો ઉપરથી તેનાં નામો તથા ભેદો પાડવામાં આવે છે. તેના કુલ ભેદો ૮ છે. તે આ પ્રમાણે—
(૧) પ્રત્યક્ષ પ્રમાણ વડે જેમાં સાધ્યનો નિષેધ સિદ્ધ જ હોય છતાં ત્યાં સાધ્ય સાધવામાં આવે તે પ્રથમભેદ ‘પ્રત્યક્ષનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.”
(૨) અનુમાન પ્રમાણ વડે જેમાં સાધ્યનો નિષેધ સિદ્ધ હોય, છતાં સાધ્ય ત્યાં સાધવામાં આવે બીજો ભેદ “અનુમાનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.' (૩) એવી જ રીતે “આગમનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.’ (૪) લોકથી જ્યાં સાધ્ય નિષિદ્ધ હોય તે “લોકનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.'
Page #58
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪૧
(૫) પોતાના જ વચનોથી જ્યાં સાધ્યનો નિષેધ સિદ્ધ હોય છતાં સાધ્ય-સધાય તે સ્વવચન નિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.”
મૂલસૂત્રમાં લખેલા આદિ શબ્દથી (૬) સ્મરણનિરાકૃત, (૭) પ્રત્યભિજ્ઞાન-નિરાકૃત, (૮) તર્કનિરાકૃત ભેદો જાણવા. આ સર્વે ભેદોનાં ઉદાહરણો હવે પછીના મૂળ સૂત્રોમાં આવે જ છે. એટલે અમે અહીં વધારે વિવેચન લખતા નથી. ।।૬-૪૦॥
एषु प्रथमं प्रकारं प्रकाशयन्ति
प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति भूतविलक्षण
आत्मा ॥ ૬-૪૬ ॥
टीका - स्वसंवेदनप्रत्यक्षेण हि पृथिव्यप्तेजोवायुभ्यः शरीरत्वेन परिणतेभ्यो भूतेभ्यो विलक्षणोऽन्य आत्मा परिच्छिद्यते इति तद्विलक्षणात्मनिराकरणप्रतिज्ञा तेन बाध्यते, यथाऽनुष्णोऽग्निः इति प्रतिज्ञा बाह्येन्द्रियप्रत्यक्षेण ॥ ६-४१॥
૪૧
પક્ષાભાસના નિરાકૃતસંબંધી બીજાભેદમાં ક્રમશઃ ઉદાહરણો આપે છે. ત્યાં પ્રથમભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે
સૂત્રાર્થ-આત્મા એ ભૂતોથી વિલક્ષણ (ભિન્ન) નથી'' આવો પક્ષ એ પ્રત્યક્ષ પ્રમાણથી નિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ છે. ॥ ૬-૪૧॥
ટીકાર્થ-શરીરસ્વરૂપે પરિણામ પામેલાં પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુ, ઇત્યાદિ ભૂતોથી આ આત્મા વિલક્ષણ છે અર્થાત્ અન્ય છે. આ વાત સ્વસંવેદન પ્રત્યક્ષ વડે (પોતપોતાના અનુભવ પ્રમાણ વડે) જ સૌને જણાય છે. ભૂતો એ જડ વસ્તુ છે. આત્મા એ ચેતનવસ્તુ છે. મૃત્યુકાળે ભૂતો અહીં જ રહે છે. આત્મા ભવાન્તરમાં જાય છે. એક-એક ભૂત, આત્મા સ્વરૂપ નથી તો બધાં ભૂતો સાથે મળીને પણ આત્મા સ્વરૂપ કેમ બને ? ઇત્યાદિ અનેક યુક્તિઓથી સૌ કોઇને આ સ્વયં અનુભવાય જ છે કે આત્મા ભૂતોથી વિલક્ષણ છે. તેથી ઉપર કહેલ પક્ષ “આત્મા ભૂતોથી વિલક્ષણ નથી” આવા પ્રકા૨ની વિલક્ષણ આત્માના નિષેધસ્વરૂપ જે પ્રતિજ્ઞા કરવામાં આવી છે. તે પ્રતિજ્ઞા તેન-તે સ્વાનુભવ વડે (આત્મા ભૂતોથી વિલક્ષણ છે એવા અનુભવ વડે) બાધિત થાય છે. જેમ “અગ્નિ ઉષ્ણ નથી” આવી પ્રતિજ્ઞા સ્પાર્શનેન્દ્રિય પ્રત્યક્ષ વડે
(અગ્નિ ઉષ્ણ અનુભવાતો હોવાથી) બાધિત થાય છે. તેમ આ પ્રતિજ્ઞા પણ સ્વાનુભવ-પ્રત્યક્ષ વડે બાધિત થાય છે. માટે આવાં ઉદાહરણો તે પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ કહેવાય છે. ॥ ૬-૪૧॥
૬
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
પરિચ્છેદ ૬-૪૨
द्वितीयप्रकारं प्रकाशयन्ति
अनुमाननिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति सर्वज्ञो
રત્નાકરાવતારિકા ભાગ-૩
वीतरागो वा ॥ ૬-૪૨॥
टीका - अत्र हि यः कश्चिन्निर्ह्रासातिशयवान्, स कश्चित् स्वकारणजनितनिर्मूलक्षयः यथा कनकादिमलो, निहूसातिशयवती च दोषावरणे इत्यनेनानुमानेन सुव्यक्तैव बाधा । एतस्मात् खल्वनुमानाद् यत्र क्वचन पुरुषधौरेये दोषावरणयोः सर्वथा प्रक्षयप्रसिद्धि:, स एव सर्वज्ञो वीतरागश्चेति । एवमपरिणामी शब्द इत्यादिरपि प्रतिज्ञा " परिणामी शब्दः कृतकत्वान्यथाऽनुपपत्तेः" इत्याद्यनुमानेन વાધ્યમાના-ત્રોનાહરીયા ૫૬-૪૨॥
નિરાકૃતસાધ્યધર્મ પક્ષાભાસનો બીજો ભેદ સમજાવે છે–
સૂત્રાર્થ- આ સંસારમાં સર્વજ્ઞ કોઇ નથી અથવા વીતરાગ કોઇ નથી. આવી પ્રતિજ્ઞા એ અનુમાન નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ છે. ૬-૪૨ા
ટીકાનુવાદ– “આ સંસારમાં કોઇપણ પુરુષ સર્વજ્ઞ નથી અથવા વીતરાગ નથી” આવું અનુમાન જો કોઇ વાદી કહે તો આ અનુમાનમાં કરેલી “સર્વજ્ઞ નથી’ કે “વીતરાગ નથી’” તે પ્રતિજ્ઞા તેની સામે વિરોધી એવા પ્રતિસ્પર્ધી અનુમાન વડે બાધિત થાય છે. તે પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે—
અહીં જે કોઇ પદાર્થ નિશ્ચિતપણે હ્રાસ (હાનિ) અને અતિશય (વૃદ્ધિ)વાળો હોય છે. અર્થાત્ અપકર્ષ અને ઉત્કર્ષવાળો હોય છે. તે પદાર્થ અવશ્ય પોતાના કારણોથી થયેલા પૂર્ણ ક્ષયવાળો પણ હોય જ છે. જેમ કે સુવર્ણનો મેલ. સારાંશ કે સુવર્ણમાં મળેલો મેલ ઓછા-વધતા પ્રમાણમાં ક્ષય થતો દેખાય જ છે. તેથી તે મેલને દૂર કરવાનાં પૂર્ણ કારણો મળે તો તે પૂર્ણ કારણોથી કરાયેલા પૂર્ણ મેલક્ષયવાળું પણ સુવર્ણ બની શકે છે. તેવી જ રીતે સંસારી જીવોમાં રહેલા મોહના દોષો, અને જ્ઞાનનાં આવરણો પણ નક્કી હ્રાસ અને અતિશયવાળાં જ છે. તેથી તે દોષોનો અને આવરણોનો પણ સંપૂર્ણપણે ક્ષય થઇ શકે છે. અને ક્ષયનાં કારણો પૂર્ણપણે જેને પ્રાપ્ત થયાં છે. ત્યાં તે દોષ અને આવરણોનો પૂર્ણપણે ક્ષય થાય જ છે તેથી આ અનુમાન વડે સર્વજ્ઞ કે વીતરાગ કોઇ નથી” એવા અનુમાનને સારી રીતે બાધા આવે જ છે. આ અનુમાનથી જે કોઇ પુરુષ વિશેષમાં દોષો અને આવરણોનો ક્ષયવિશેષ થયેલો અર્થાત્ સર્વથા પ્રક્ષય થયેલો પ્રસિદ્ધ છે. તે જ પુરુષવિશેષ સર્વજ્ઞ પણ છે અને વીતરાગ પણ છે જ.
Page #60
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩.
પરિચ્છેદ ૬-૪૩
૪૩
સારાંશ કે સંસારમાં જે જે વસ્તુઓ હાનિ-વૃદ્ધિવાળી હોય છે. તેનો ક્યાંક સર્વથા અંત પણ હોય જ છે. જેમ સુવર્ણમાં રહેલો મેલ અગ્નિદ્વારા દૂર કરાતો જોવાય જ છે. તેથી સંપૂર્ણ પણે મેલ દૂર કરવાનાં કારણો સાથે તપાવવામાં આવે તો મેલ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. તેમ આત્મામાં રહેલ મોહના દોષો અને જ્ઞાનનાં આવરણો પણ વ્યક્તિએ વ્યક્તિએ વધ-ઘટ થતાં અનુભવાય જ છે. તેથી તે સંપૂર્ણપણે પણ ક્ષય કરી શકાય જ છે. માટે જેમાં સંપૂર્ણપણે ક્ષય થાય છે તે પુરુષ સર્વજ્ઞ અને વીતરાગ છે. આવા પ્રકારના સર્વજ્ઞ અને વીતરાગની સિદ્ધિના અનુમાનથી “સર્વજ્ઞ નથી” કે “વીતરાગ નથી''નું જે અનુમાન હતું તેની બાધા સુવ્યક્ત જ છે. માટે તે અનુમાનનો પક્ષ અનુમાનનિરાકૃત સાધ્ય ધર્મવાળો કહેવાય છે.
એવી જ રીતે “શબ્દ એ અપરિણામી” છે. એમ કોઇએ કહ્યું, તેની સામે બીજા વાદીએ પ્રતિસ્પર્ધી આવા પ્રકારનું અનુમાન રજુ કર્યું કે શબ્દ એ પરિણામી છે કારણ કે અન્યથા (જો પરિણામી ન હોત તો) કૃતકત્વ તે શબ્દમાં ઘટી શકે નહી. આવા અનુમાન વડે પૂર્વનું અનુમાન બાધા પામે જ છે. ઇત્યાદિ બીજાં ઉદાહરણો પણ અહીં સમજી લેવાં. || ૬-૪૨.
अथ तृतीयं भेदमाहुः
आगमनिराकृतसाध्यधर्मविशेषणो यथा जैनेन रजनीभोजनं મનનીયમ્ ! ૬-૪રૂ I टीका-अत्थं गयंमि आइच्चे, पुरत्था य अणुग्गए ।
આહારમાદ્ય સબં, મUસા વિ જ પત્થઈ છે ? इत्यादिना हि प्रसिद्धप्रामाण्येन परमागमवाक्येन क्षपाभक्षणपक्षः प्रतिक्षिप्यमाणत्वान्न साधुत्वमास्कन्दति । एवं जैनेन परकलत्रमभिलषणीयમિત્યાઘુતાદિરીયમ્ + ૬-૪રૂ I
નિરાકૃતસાધધર્મ પક્ષાભાસના ત્રીજા ભેદને સમજાવે છે
સૂત્રાર્થ-“જેનોએ રાત્રિ-ભોજન કરવું જોઇએ” આ આગમથી નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ છે. ૬-૪૩
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૪
પરિચ્છેદ ૬-૪૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ ટીકાનુવાદ–કોઈ વાદી એવું કહે કે-“જૈનોએ રાત્રિ-ભોજન કરવું જોઇએ” તો આ પક્ષ આગમપ્રમાણથી નિરાકૃત (નિષેધયુક્ત) સાધ્યધર્મવાળો છે. કારણકે આગમમાં આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે કે – આદિત્ય (સૂર્ય) અસ્તપણાને પામે છતે અને પૂર્વદિશામાં બીજો સૂર્ય ઉગ્યો ન હોય ત્યારે આહાર-પાણી આદિ સર્વ મનથી પણ ઇચ્છવું નહી, ઇત્યાદિ આગમવચનો કે જેની પ્રમાણતા અતિશય પ્રસિદ્ધ છે. તેવાં આ આગમવચનો દ્વારા જૈનોને રાત્રિભોજનનો પક્ષ નિષેધ કરાતો હોવાથી શોભાસ્પદતાને ધારણ કરતો નથી. તેથી “જૈનોએ રાત્રિભોજન કરવું જોઈએ” આ પક્ષ આગમવચનો દ્વારા નિરાકૃત (નિષિદ્ધ) સાધ્યધર્મવાળો હોવાથી પક્ષાભાસ છે. આજ પ્રમાણે કોઈ વાદી એમ કહે કે- “જૈનોએ પરસ્ત્રીસેવન કરવું જોઇએ” આવાં વાક્યો પણ આગમપ્રમાણથી નિરાકૃત જ છે. ઇત્યાદિ ઉદાહરણો સમજી લેવાં. ૬-૪૩
चतुर्थं प्रकारं प्रथयन्ति
लोकनिराकृतसाध्यधर्मविशेषणो यथा न पारमार्थिकः प्रमाणપ્રમેયવ્યવહાર: | ૬-૪૪.
टीका-लोकशब्देनात्र लोकप्रतीतिरुच्यते । ततो लोकप्रतीतिनिराकृतसाध्यधर्मविशेषण इत्यर्थः । सर्वा हि लोकस्य प्रतीतिरीदृशी यत्पारमार्थिकं प्रमाणं, तेन च तत्त्वातत्त्वविवेकः पारमार्थिक एव क्रियते ।
ननु लोकप्रतीतिरप्रमाणं प्रमाणं वा? अप्रमाणं चेत् ? कथं तया बाधःकस्यापि कर्तुं शक्यः? । प्रमाणं चेत्, प्रत्यक्षाद्यतिरिक्तं तदन्यतरद् वा ? न तावदाद्यः पक्षः, प्रत्यक्षाद्यतिरिक्तप्रमाणस्यासम्भवात् । अन्यथा "प्रत्यक्षं च परोक्षं च" इत्यादिविभागस्यासमञ्जस्यापत्तेः । द्वितीयपक्षे तु प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणादिपक्षाभासेष्वेवास्यान्तर्भूतत्वात् न वाच्यः प्रकृतः पक्षाभास इति चेत्
सत्यमेतत्, किन्तु लोकप्रतीतिरत्रोत्कलितत्वेन प्रतिभातीति विनेयमनीषोन्मीलनार्थमस्य पार्थक्येन निर्देशः । एवं शुचि नरशिर:कपालप्रमुखं, प्राण्यङ्गत्वात् शङ्खशुक्तिवत् । इत्याद्यपि दृश्यम् ॥६-४४॥
નિરાકૃત સાધ્યધર્મ યુક્ત પક્ષાભાસનો ચોથો ભેદ સમજાવે છે
સૂત્રાર્થ-પ્રમાણ-પ્રમેયનો વ્યવહાર એ પારમાર્થિક નથી. ઇત્યાદિ કહેવું તે લોકપ્રતીતિનિરાકૃત સાધ્યધર્મ યુક્ત ચોથો પક્ષાભાસ છે. I ૬-૪૪
Page #62
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪૪
ટીકાર્થ-આ ચોથા ભેદમાં લોકનિરાકૃતપદમાં જે લોકશબ્દ છે. તેનો અર્થ લોકપ્રતીતિ કરવો. અર્થાત્ લોકોની પ્રતીતિથી (અનુભવથી) જે સાધ્યનો નિષેધ સિદ્ધ હોય છતાં સાધ્ય સાધીએ તે લોકપ્રતીતિથી નિરાકૃત એવા સાધ્યધર્મવાળો પક્ષાભાસ કહેવાય છે. કારણકે સર્વ લોકની પ્રતીતિ આવી જ હોય છે કે જે પ્રમાણ છે. એ પારમાર્થિક છે. અને પારમાર્થિક એવા તે પ્રમાણ વડે કરાતો તત્ત્વાતત્ત્વનો જે વિવેક તે પ્રમેય પણ પારમાર્થિક જ કરાય છે. એટલે કે પ્રમાણ-પ્રમેયનો વ્યવહાર પારમાર્થિક જ છે. એવી સર્વ લોકપ્રતીતિ છે છતાં પ્રમાણ-પ્રમેયનો વ્યવહાર પારમાર્થિક નથી. આવું જે બોલવું કે સાધવું તે પક્ષ લોકપ્રતીતિથી નિરાકૃત હોવાથી પક્ષાભાસ છે. પ્રશ્ન-અહીં તમે જે લોકપ્રતીતિ કહો છો શું પ્રમાણ ભૂત છે કે– અપ્રમાણભૂત છે ? જો આ લોકપ્રતીતિ અપ્રમાણભૂત હોય તો અપ્રમાણ એવી તે લોકપ્રતીતિ વડે કોઇનો પણ બાધ કરવો કેમ શક્ય ગણાય ? અપ્રમાણભૂત જ્ઞાન અકિંચિત્કર જ હોય છે. હવે જો તમે લોકપ્રતીતિને પ્રમાણભૂત કહો તો શું પૂર્વોક્ત પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણોથી અતિરિક્ત (ભિન્ન) પ્રમાણ છે કે તેનાથી અન્યતર (એટલે કે પ્રત્યક્ષ-પરોક્ષમાંનું કોઈ પ્રમાણ) સ્વરૂપ છે? ત્યાં પ્રથમ પક્ષ (પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણોથી અતિરિક્ત પ્રમાણ છે એમ કહેવું તે) તો ઉચિત નથી જ. કારણકે પ્રત્યક્ષાદિથી અતિરિક્ત પ્રમાણોનો અસંભવ જ છે. અન્યથા=જો એમ ન માનીએ તો પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે જ પ્રમાણો છે. એવું જે કથન દ્વિતીયાદિ પરિચ્છેદોમાં કર્યું છે. તે સઘળું અસમંજસતાને (અસત્યપણાને) જ પામે. જો અધિક પ્રમાણો હોત તો ગ્રંથકારે ત્યાં જ લખ્યાં હોત. હવે જો બીજો પક્ષ કહો તો એટલે કે પ્રત્યક્ષ-પરોક્ષ એવા પ્રમાણસ્વરૂપ જ લોકપ્રતીતિ છે. તો આ લોકપ્રતીતિ નિરાકૃતવાળો ભેદ પ્રત્યક્ષનિરાકૃત અથવા પરોક્ષ-નિરાકૃત (અનુમાન નિરાકૃત) આદિ પક્ષાભાસોમાં જ લોકપ્રતીતિ નિરાકૃતનો અંતર્ભાવ થઇ જ જાય છે. તો જુદો ભેદ કરવાની જરૂર શું ? આ પ્રસ્તુત પક્ષાભાસ જુદો ન કહેવો જોઇએ.
અન્ય-આ
ઉત્તર- તમારો પ્રશ્ન સાચો છે. આ લોકપ્રતીતિ પ્રમાણભૂત પણ છે. અને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણ સ્વરૂપ જ છે. તેથી તેનો પ્રત્યક્ષ-અનુમાનાદિ પક્ષાભાસોમાં સમાવેશ અવશ્ય થઈ જ જાય છે. તો પણ જ્યાં લોકનો અનુભવ વધારે સ્પષ્ટપણે (અતિશય અધિકપણે) પ્રતિભાસિત થાય છે. ત્યાં આ ભેદનો શિષ્યોની બુદ્ધિનો વિકાસ વધારે કરવા માટે ભિન્નપણે ઉલ્લેખ કર્યો છે. આ જ પ્રમાણે બીજાં ઉદાહરણો પણ સમજી લેવાં. જેમકે “માણસના માથાની ખોપરી વિગેરે શારીરિક ભાગ પવિત્ર છે. પ્રાણીનું અંગ હોવાથી, જેમ શંખ પવિત્ર છે તેમ. તથા શુક્તિ (છીપ) પવિત્ર છે તેમ. અહીં લોક અનુભવ જ પ્રમાણ છે કે માથાની ખોપરીવાળાં અંગો અપવિત્ર જ છે. તેથી પવિત્ર
૪૫
Page #63
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૪૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
કહેનારો પક્ષ લોકપ્રતીતિથી નિરાકૃત છે. ઇત્યાદિ અન્ય ઉદાહરણો પણ સ્વયં સમજી લેવાં. ॥ ૬-૪૪||
पञ्चमप्रकारं कीर्तयन्ति
૪૬
स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो यथा “नास्ति प्रमेय
परिच्छेदकं प्रमाणम्”
|| ૬-૪ ્ ॥
टीका - सर्वप्रमाणाभावमभ्युपगच्छतः स्वमपि वचनं स्वाभिप्रायप्रतिपादनपरं नास्तीति वाचंयमत्वमेव तस्य श्रेयः, ब्रुवाणस्तु नास्ति प्रमाणं प्रमेयपरिच्छेदकमिति स्ववचनं प्रमाणीकुर्वन् ब्रूत इति स्ववचनेनैवासौ व्याहन्यते, एवं निरन्तरमहं मौनीत्याद्यपि दृश्यम् ।
ननु स्ववचनस्य शब्दरूपत्वात् तन्निराकृतसाध्यधर्मविशेषणः पक्षाभासः प्राग्गदितागमनिराकृतसाध्यधर्मविशेषण एव पक्षाभासेऽन्तर्भवतीति किमर्थमस्य भेदेन कथनमिति चेत् ? ॥
एवमेतत्, तथापि शिष्यशेमुषीविकाशार्थमस्यापि पार्थक्येन कथनमिति न दोषः નિરાકૃતસાધ્યધર્મયુક્ત પક્ષાભાસનો પાંચમો ભેદ સમજાવે છે–
સૂત્રાર્થ-પ્રમેચભાવોને જણાવનારૂં કોઇ પ્રમાણ છે જ નહીં આવું કહેવું. તે સ્વવચન નિરાકૃતસાધ્યધર્મયુક્ત પક્ષાભાસ કહેવાય છે. II ૬-૪૫]
ટીકાનુવાદ–માત્ર જ્ઞાનવાદી, સર્વશૂન્યવાદી અથવા નાસ્તિકવાદી આદિ જે એમ માને છે. કે પ્રમેયને જણાવનારાં કોઇ પ્રમાણો સંસારમાં છે જ નહીં” આ પ્રમાણે પ્રમાણોનો સર્વથા અભાવ સ્વીકારનારા વાદીને પોતાનું બોલાયેલું (ઉપરોક્ત) વચન પણ પોતાના અભિપ્રાયને (સર્વ પ્રમાણોનો અભાવ જે કહેવો છે તેને) પ્રતિપાદન કરવામાં સમર્થ થશે નહીં જ. આવો વાદી જે કાંઇ બોલશે તે વચનોથી તેવો અર્થ સિદ્ધ થશે જ નહીં. તેથી તે વાદીને તો વાચંયમ (મૌન) રહેવું એ જ કલ્યાણકારી બનશે. અને જો બોલે તો એટલે કે “પ્રમેયને જણાવનારું કોઇ પ્રમાણ નથી જ” આવા પ્રકારના પોતાના વચનને પ્રમાણ તરીકે સ્વીકારીને જો બોલે તો બોલતા એવા તે વાદીને પોતાના વચનની સાથે જ અસૌ-આ પ્રતિજ્ઞા વ્યાઘાત પામે છે. કારણકે પ્રમેયને જણાવનારું કોઇ પ્રમાણ નથી' એવી પ્રતિજ્ઞા કરે છે. અને આવી પ્રતિજ્ઞાને જણાવનારા સ્વ-વચનને પાછું પ્રમાણ માને છે. તેથી બન્ને વાતો પરસ્પર વિરોધ પામે છે. આવી જ રીતે “હું સતત
Page #64
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪૫
૪૭
મૌન સેવી છું આવું બોલવું તે પણ સ્વવચન-વિરોધી છે. કારણ કે સતત મૌની છું. એમ કહે છે. છતાં આવું મૌનપણાના કથનને જણાવતું વાક્યોચ્ચારણ તો કરે જ છે. તેથી પરસ્પર વિરોધી છે. તથા બે માતા વચ્ચે ઈત્યાદિ ઉદાહરણો પણ અહીં સમજવાં.
પ્રશ્ન–આ સ્વવચનનિરાકૃત વાળો પાંચમો ભેદ જે જણાવવામાં આવ્યો છે. તે પૂર્વે જણાવેલ આગમનિરાકૃત નામના ત્રીજા ભેદમાં સમાઇ જ જાય છે. કારણકે સ્વવચન એ પણ શબ્દાત્મક ભાષા જ હોવાથી આગમસ્વરૂપ જ ગણાય. તેથી તનિરd સ્વવચન નિરાકૃત સાથ્થવાળો આ પક્ષ પૂર્વે જણાવેલા આગમનિરાકૃતમાં અંતર્ભત થઈ જ જાય છે. તો પછી શા માટે કરો આ સ્વવચનનિરાકૃતનો ભિન્નપણે ઉલ્લેખ કર્યો ?
ઉત્તર- આ એમ જ છે અર્થાત્ સ્વવચનનિરાકૃતિવાળો આ પાંચમો ભેદ આગમનિરાકૃતવાળા ભેદમાં સમાઈ જ જાય છે. તો પણ શિષ્યોની શેમુષી (બુદ્ધિ)ના વિકાસ માટે જ આ ભેદનો પણ પૃથક્ષણે ઉલ્લેખ કર્યો છે. માટે તેમાં કોઈ દોષ નથી.
__ आदिशब्दसूचितास्तु पक्षाभासास्त्रयः स्मरणप्रत्यभिज्ञानतर्कनिराकृतसाध्यधर्मविशेषणाः । तत्र स्मरणनिराकृतसाध्यधर्मविशेषणो यथा, सः सहकारतरुः फलशून्य इति, अयं पक्षः कस्यचित् सहकारतरुं फलभरभ्राजिष्णुं सम्यक् स्मर्तुः स्मरणेन बाध्यते । प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशषणो यथा, सदृशेऽपि क्वचन वस्तुनि कश्चन कञ्चनाधिकृत्योर्ध्वतासामान्यभ्रान्त्या पक्षीकुरुते, तदेवेदमिति । तस्यायं पक्षस्तिर्यक्सामान्यावलम्बिना तेन सदृशमिदमिति प्रत्यभिज्ञानेन निराक्रियते । तर्कनिराकृतसाध्यधर्मविशेषणो यथा, यो यस्तत्पुत्रः स श्याम इति व्याप्ति: समीचीनेति अस्यायं पक्षे यो जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तत्पुत्रः, स: श्यामः, इति व्याप्तिग्राहिणा સવિતા નિરાયિત ૬-૪, .
આ જ પરિચ્છેદના ૪૦મા સૂત્રમાં સૂચવેલા દ્રિ શબ્દથી બીજા પણ ત્રણ ભેદો આ નિરાકૃતસાધ્ય ધર્મયુક્ત પક્ષાભાસના થાય છે. તે આ પ્રમાણે- (૧) સ્મરણનિરાકૃત સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ, (૨) પ્રત્યભિજ્ઞાનનિરાકૃત સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ, (૩) તર્કનિરાકૃત સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ, તે ત્રણેના અર્થો તથા ઉદાહરણો આ પ્રમાણે છે.
(૧) સાધ્યયુક્ત પક્ષની જે પ્રતિજ્ઞા કરવામાં આવી હોય તેનો નિષેધ સ્મરણ દ્વારા કરવામાં આવે તો તે સ્મરણનિરાકૃત-સાધ્યધર્મયુક્ત પક્ષાભાસ કહેવાય છે. જેમકેકોઈ એક પુરુષે કોઈ એક અરણ્યમાં શરદાદિ જેવી ઋતુમાં એક સહકારતરુને (આંબાના વૃક્ષને શરદાદિ ઋતુ હોવાથી) ફળોથી શૂન્ય જોયું. જોયા પછી કાળાન્તરે,
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
પરિચ્છેદ ૬-૪૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ ક્ષેત્રાન્તરે તેનું સ્મરણ થયું. એ જ પ્રમાણે કોઈ બીજા પુરુષે તે જ સહકારતરુને વસંતગ્રીષ્મ ઋતુમાં ફળોથી ભરપૂર જોયું. કાળાન્તરે તેનું સ્મરણ થયું. અહીં પ્રથમ પુરુષે ફળશૂન્ય જોયું હોવાથી બીજાની સામે એવી પ્રતિજ્ઞા કરે છે કે તે સહકારતરુ ફળશૂન્ય જ છે. તેની સામે બીજો પુરુષ કહે છે કે ના, તારી વાત મિથ્યા છે. કારણકે તે સહકારતરુ ફળોથી ભરેલું મેં જોયું હતું, એવું મને સ્મરણમાં આવે છે. આ પ્રમાણે ફળોના ભારથી શોભતા સહકારતરુને સ્મરણ કરનારાના સ્મરણ વડે “સહકારતરુ ફળ શૂન્ય” છે. આ પ્રતિજ્ઞા બાધિત થાય છે. આ સ્મરણ દ્વારા પક્ષ બાધિત થયો છે માટે સ્મરણ નિરાકૃત સાધ્યધર્મવિશિષ્ટ પક્ષાભાસ કહેવાય છે.
ધારો કે કોઈક સ્થાને એક સરખા સ્વરૂપવાળી બે વસ્તુઓ છે. (જેમ એક જ ઘરે સાથે જન્મેલાં બે બાળકો) હવે હકીક્ત એવી છે કે- એક વસ્તુ બીજી વસ્તુ સાથે (સમાન) છે. પરંતુ બન્ને વસ્તુ એક નથી. અર્થાત્ વસ્તુપણે ભિન્ન છે. ત્યાં સરખે સરખી કોઈ એક વસ્તુમાં કોઈક પુરુષ તે કોઈ એક વસ્તુને આશ્રયી (સાચી રીતે એમ માનવું જોઈએ કે આ વસ્તુ તેની સાથે સમાન છે. તેને બદલે) ઊર્ધ્વતાસામાન્યનો ભ્રમ થવાથી “આ તે જ વસ્તુ છે” આવું જ કહે તો તેની આ પ્રતિજ્ઞા તિર્ય સામાન્યના આલંબનવાળા બીજા પુરુષમાં થયેલા “આ તે જ છે” એમ નહીં પરંતુ “આ તેની સાથે સમાન છે” એવા પ્રત્યભિજ્ઞાન વડે બાધિત થાય છે. તેથી આ પ્રત્યભિજ્ઞાનનિરાકૃતસાધ્યધર્મવિશિષ્ટ પક્ષાભાસ કહેવાય છે.
જે જે તેણીનો (મિત્રાનો) પુત્ર છે. તે તે સર્વે શ્યામ છે” આ અમારી વ્યામિ સાચી જ છે. એવું કોઈ એક વાદીએ કહ્યું. ત્યારે તેની સામે બીજા વાદીએ કહ્યું કે ના, તમારી વાત ખોટી છે. કારણ કે માતા (મિત્રા) દ્વારા શાકાદિ આહારનો ઉપભોગ કરવાના પરિણામ પૂર્વકનો જે જે તેણીનો પુત્ર છે. તે તે જ શ્યામ છે. પરંતુ તેણીના બધા પુત્રો શ્યામ નથી. અહીં બીજીવારના વ્યાતિગ્રાહક સાચા તર્ક વડે પ્રથમનો જે પક્ષ છે. તે બાધિત થાય છે. માટે આ તર્કનિરાકૃતસાધ્ય ધર્મયુક્ત પક્ષાભાસ કહેવાય છે. આ પ્રમાણે નિરાકૃતપક્ષાભાસના પ+ =કુલ આઠે ભેદો સવિસ્તરપણે સમજાવ્યા. / ૬-૪પા
द्वितीयं पक्षाभासं सभेदमुपदर्श्य तृतीयमुपदर्शयन्तिअनभीप्सितसाध्यधर्मविशेषणो यथा स्याद्वादिनः शाश्वतिक एव कलशादिरशाश्वतिक एव वेति वदतः॥६-४६॥
Page #66
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪૬
टीका - स्यावादिनो हि सर्वत्रापि वस्तुनि नित्यत्वैकान्तः, अनित्यत्वैकान्तो वा नाभीप्सितः, तथापि कदाचिदसौ सभाक्षोभादिनैवमपि वदेत् । एवं नित्य शब्द इति ताथागतस्य वदतः प्रकृतः पक्षाभासः ॥
પ્રતીતસાધ્યયુક્ત અને નિરાકૃતસાધ્ય યુક્ત એમ બે પ્રકારના પક્ષાભાસમાં બીજા નિરાકૃત સાધ્યયુક્ત પક્ષાભાસને પાંચ (આઠ) ભેદ દ્વારા સમજાવીને હવે અનભીપ્સિતસાધ્યયુક્ત એ નામના ત્રીજા પક્ષાભાસને ગ્રંથકાર સમજાવે છે. ૬-૪૬॥
સૂત્રાર્થ-સ્યાાદી એવા જૈનદર્શનાનુયાયી કોઇ પુરુષ ઘટાદિ શાશ્વત જ છે અથવા અશાશ્વત જ છે. એમ બોલે, તો તેવું બોલતા તે પુરુષને અનભીપ્સિત સાધ્યધર્મયુક્ત ત્રીજો પક્ષાભાસ થાય છે. [૬-૪૬ા
૪૯
ટીકાનુવાદ–સ્યાદ્વાદને અનુસરનારા જૈનદર્શનાનુયાયી આત્માઓને સર્વ પણ વસ્તુઓમાં એકાન્તનિત્યત્વ અથવા એકાન્ત અનિત્યત્વ ઇષ્ટ નથી. છતાં સભાક્ષોભાદિ કોઇ કારણના વશથી કદાચ આ જૈન આવું પણ (સંભ્રમથી) બોલી જાય કે ઘટ-પટાદ શાશ્વત (નિત્ય) જ છે. અથવા ઘટ-પટાદિ અશાશ્વત (અનિત્ય) જ છે. તો તેવું બોલતા તે જૈનને પોતાના દર્શનને અનભીપ્સિત સાધ્ય સાધવા જતાં અનભીપ્સિત સાધ્યધર્મયુક્ત નામનો ત્રીજો પક્ષાભાસ દોષ લાગે છે. આ જ પ્રમાણે ધારો કે બોલનાર બૌદ્ધદર્શનાનુયાયી હોય કે જે સર્વ વસ્તુઓને ક્ષણિક જ માત્ર માને છે. તે ભૂલથી અથવા સભાક્ષોભાદિ અન્ય કારણોથી “શબ્દ નિત્ય છે” આવું જો બોલી જાય તો તે પણ પોતાને અમાન્ય વસ્તુને બોલતો પ્રસ્તુત પક્ષાભાસ દોષવાળો જ બને છે. એમ સર્વત્ર સમજવું. જે જે દર્શનકારોને જે જે સિદ્ધાન્ત અમાન્ય હોય તે જ સિદ્ધાન્ત જો સભામાં સ્વમુખે બોલાઇ જાય તો તે અનભીપ્સિતસાધ્યધર્મ યુક્ત પક્ષાભાસ બને છે.
ये त्वप्रसिद्धविशेषणाप्रसिद्धविशेष्याप्रसिद्धोभयाः पक्षाभासाः परैः प्रोचिरे, नामी समीचीनाः, अप्रसिद्धस्यैव विशेषणस्य साध्यमानत्वात्, अन्यथा सिद्धसाध्यताऽवतारात् अथात्र सार्वत्रिकः प्रसिद्ध्यभावो विवक्षितो न तु तत्रैव धर्मिणि, यथा साङ्ख्यस्य विनाशित्वं क्वापि धर्मिणि न प्रसिद्धम्, तिरोभावमात्रस्यैव सर्वत्र तेनाभिधानात्, तदयुक्तम् । एवं सति क्षणिकतां साधयतो भवतः कथं नाप्रसिद्धविशेषणत्वं दोषो भवेत् ? क्षणिकतायाः सपक्षे क्वाप्यप्रसिद्धेः । विशेष्यस्य तु धर्मिणः सिद्धिर्विकल्पादपि प्रतिपादितेति कथमप्रसिद्धताऽस्य ? एतेनाप्रसिद्धो भयोऽपि परास्तः ॥ ६-४६॥
પક્ષાભાસના મૂલ ત્રણ ભેદ-પ્રતીત, નિરાકૃત, અને અનભીપ્સિત સાધ્યને સાધવાના સમજાવ્યા. તેથી અહીં પક્ષાભાસનું પ્રકરણ સમાપ્ત થાય છે. એટલે આ પક્ષાભાસમાં
૭
Page #67
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૪૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
બીજા દર્શનકારો આ ત્રણ ભેદથી વધારે પક્ષાભાસના બીજા કેટલાક ભેદો માને છે તે યુક્તિયુક્ત નથી. આ સમજાવવા માટે ગ્રંથકાર કહે છે કે—
૫૦
અપ્રસિદ્ધવિશેષણ, અપ્રસિદ્ધવિશેષ્ય, અને અપ્રસિદ્ધોભય, એવા બીજા પણ જે પક્ષાભાસો પરદર્શનકારો (બૌદ્ધો) વડે કહેવાયા છે. તે સમીચીન (યુક્તિસંગત) નથી. કારણ કે અપ્રસિદ્ધ જે વિશેષણ હોય છે. તેને જ સાધવાનું હોય છે. અન્યથા એટલે જો પ્રસિદ્ધને જ સાધવાનું હોય તો સિદ્ધસાધ્યતા નામના દોષનો જ અવતાર થાય. જે સિદ્ધ જ હોય, તેને સાધવું તે ઉચિત નથી. અસિદ્ધ હોય તો જ સાધવાની જરૂરિયાત રહે. જેમ પર્વતમાં વિહ્ન હોય અથવા ન પણ હોય. એટલે પ્રસિદ્ધ ન હોવાથી સાધવાની આવશ્યક્તા રહે. પરંતુ વહ્નિમાં ઉષ્ણતા પ્રસિદ્ધ જ છે. તેને સાધવા કોઇ પ્રયત્ન કરતું નથી. માટે આવા પક્ષાભાસો કલ્પવા તે યુક્તિસંગત નથી.
પ્રશ્ન– (બૌદ્ધ)– હે જૈનો ! તમે અમારી વાત બરાબર સમજ્યા નથી. વહ્નિનું હોવાપણું અને ન હોવાપણું પર્વતમાં પ્રસિદ્ધ નથી. તેથી ત્યાં (પક્ષમાં) તે ભલે અપ્રસિદ્ધ હોય. પરંતુ જગમાત્રમાં તો વહ્નિ પ્રસિદ્ધ જ છે. એટલે જગમાં સર્વત્ર જે પ્રસિદ્ધ હોય અને માત્ર વિવક્ષિત એવા પક્ષમાં જ અપ્રસિદ્ધ હોય તેવા સાધ્યને સાધે ત્યારે
પક્ષાભાસ કહેવાતો નથી. પરંતુ સર્વત્ર (સંસારમાત્રમાં-પક્ષ-સપક્ષ અને વિપક્ષ એમ ત્રણેમાં) જે પ્રસિદ્ધ ન હોય અર્થાત્ અપ્રસિદ્ધ જ હોય એવા પ્રકારના સાર્વત્રિક પ્રસિદ્ધચભાવને અમે અહીં પક્ષાભાસ તરીકે કહીએ છીએ. પરંતુ પક્ષમાત્ર રૂપ તે ધર્મિમાં અપ્રસિદ્ધ જે સાધ્ય હોય તેને અમે પક્ષાભાસ કહેતા નથી. કહેવાનો આશય એ છે કે પક્ષ-સપક્ષ અને વિપક્ષ એમ સાધ્ય માટેનાં ત્રણ સ્થાનો હોય છે. ત્યાં વિપક્ષમાં તો સાધ્યની અવિધમાનતા જ હોવાથી અપ્રસિદ્ધ છે જ. પક્ષમાં સંદેહ હોવાથી અપ્રસિદ્ધ છે જ. ફક્ત સપક્ષમાં સાધ્ય નિશ્ચિતપણે હોવું જોઇએ. તેને બદલે જો ત્યાં પણ અપ્રસિદ્ધ જ હોય તો સાર્વત્રિક અપ્રસિદ્ધિ થવાથી અન્વયવ્યાપ્તિમાં સપક્ષનું ઉદાહરણ ન મળવાથી હેતુ ખોટો ઠરે. એટલે આવા સાર્વત્રિક અપ્રસિદ્ધ સાધ્યવાળા પક્ષને જ અમે પક્ષાભાસ કહીએ છીએ. જેમકે– સાંખ્યદર્શન સર્વ વસ્તુઓને નિત્ય માને છે. એટલે તેઓના મતે વિનાશિત્વ કોઇપણ ધર્મીમાં પ્રસિદ્ધ નથી. (વિપક્ષ અને પક્ષમાં ન હોય તો તો ચાલે. પરંતુ સપક્ષમાં પણ ક્યાંય નથી). કારણકે તેઓએ પૂર્વાવસ્થાનો તિરોભાવ માત્ર જ કહ્યો છે. વિનાશિપણું ક્યાંય માન્યું જ નથી. તેથી સર્વત્ર અપ્રસિદ્ધ એવું (વિશેષે કરીને સપક્ષમાં અપ્રસિદ્ધ એવા) વિનાશિત્વ સાધ્યને સાધતાં તેઓને પક્ષાભાસ દોષ થશે. એમ અમારું (બૌદ્ધોનું) કહેવું છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૪૭,૪૮
૫૧
- ઉત્તર- બૌદ્ધે કહેલી ઉપરોક્ત વાત બરાબર નથી. કારણકે આ પ્રમાણે સાર્વત્રિક અપ્રસિદ્ધિને જો અપ્રસિદ્ધ વિશેષણતાદિ પક્ષાભાસ કહેશો તો તે દોષ તમને પણ આવશે. કારણકે- “સર્વ ક્ષળિવં સર્વાત્' આવા પ્રકારનું તમારું અનુમાન છે. આ અનુમાનથી તમે સર્વત્ર ક્ષણિકતા સાધો છે. એટલે કે કોઈપણ જગ્યાએ ક્ષણિકતા પ્રસિદ્ધ નથી. જો પ્રસિદ્ધ હોત તો સાધવાની હોત જ નહીં. વળી સર્વવસ્તુઓ પક્ષરૂપે સ્થાપી હોવાથી આ ક્ષણિકતા કોઇપણ સપક્ષમાં પ્રસિદ્ધ નથી. આ રીતે સપક્ષમાં ક્યાંય પ્રસિદ્ધ ન હોવાથી અને પક્ષ-વિપક્ષમાં સિદ્ધ ન હોવાથી તમારા અનુમાનમાં ક્ષણિકતા જે સધાય છે તે અપ્રસિદ્ધ-વિશેષણ રૂપ જ થઈ. તેને આમ માનવાથી તમને જ દોષ આવશે. અને વિશેષ્યની (એટલે કે પક્ષની-અર્થાત્ ધર્મીની) પ્રસિદ્ધિ તો વિકલ્પમાત્રથી પણ થાય છે એમ પૂર્વે પ્રતિપાદન કરેલું જ છે તો પછી આ વિશેષ્યની અપ્રસિદ્ધિ કેવી રીતે કહેવાય? કારણકે વિલ્પથી તો વિશેષ્યની પ્રસિદ્ધિ હોઈ શકે છે.
આ પ્રમાણે અપ્રસિદ્ધ વિશેષણ અને અપ્રસિદ્ધ વિશેષ્ય એમ આ બન્ને પક્ષો ઉડી જવાથી ઉભય અપ્રસિદ્ધવાળો ત્રીજો પક્ષ તો આપોઆપ જ ખંડિત થઈ જાય છે. ૬-૪૬ll
पक्षाभासान्निरूप्य हेत्वाभासानाहु:
असिद्धविरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥६-४७॥
टीका-निश्चितान्यथाऽनुपपत्त्याख्यैकहेतुलक्षणविकलत्वेन अहेतवोऽपि हेतुस्थाने निवेशाद्धेतुवदाभासमाना हेत्वाभासाः ॥६-४७॥
तत्रासिद्धमाभिदधतियस्यान्यथानुपपत्तिः प्रमाणेन न प्रतीयते सोऽसिद्धः ॥६-४८॥
टीका-अन्यथाऽनुपपत्तेर्विपरीताया अनिश्चितायाश्च विरुद्धानैकान्तिकत्वेन कीर्तयिष्यमाणत्वादिह हेतुस्वरूपाप्रतीतिद्वारैकैवान्यथानुपपत्त्यप्रतीतिरवशिष्टा द्रष्टव्या हेतुस्वरूपाप्रतीतिश्चयमज्ञानात्, सन्देहान् विपर्ययाद् वा विज्ञेया ॥६-४८॥
અનુમાનાભાસનું આ પ્રકરણ ચાલે છે. અનુમાનમાં પક્ષ, હેતુ, દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન એમ પાંચ અંગ હોય છે. ત્યાં જે પાંચ અંગો ખોટી રીતે જોડવામાં આવ્યાં હોય તેને આભાસ કહેવાય છે. પાંચ પ્રકારના આ આભાસોમાંથી પ્રથમ “પક્ષાભાસ” છે. કે જેના (૧) પ્રતીત સાધ્ય, (૨) નિરાકૃત સાધ્ય, અને (૩) અનભીપ્સિત સાધ્ય એમ ત્રણ ભેદો સમજાવ્યા. આ પ્રમાણે પક્ષાભાસ સમજાવીને હવે “હેતાભાસ” સમજાવવાનો અવસર છે. તે કહે છે
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૨
પરિચ્છેદ ૬-૪૭,૪૮
રત્નાકરાવતારિકા ભાગ-૩ સૂત્રાર્થ- (૧) અસિદ્ધ, (૨) વિરુદ્ધ, અને (૩) અકાન્તિક એમ ત્રણ હેત્વાભાસ છે. I૬-૪ની
ટીકાર્ચ- “જે હેતુ સાધ્ય વિના ન જ હોય” આનું નામ નિશ્ચિતાન્યથાનુપપત્તિ. આ જ સહેતુનું સાચું લક્ષણ છે. અને આ એક જ સાચું લક્ષણ છે. આવા પ્રકારના નિશ્ચિતાન્યથાનુપપત્તિ સ્વરૂપ હેતુનું જે એક (યથાર્થ) લક્ષણ છે. તેનાથી વિક્લ (રહિત) જે હેતુ હોય તે પારમાર્થિકપણે અહેતુ જ છે. મિથ્યા હેતુ જ છે. છતાં પણ હેતુના સ્થાને તેનો પ્રયોગ કરવાથી “હેતુની જેવો” દેખાતો છતો તે હેત્વાભાસ કહેવાય છે. નિશ્ચિતાન્યથાનુપપત્તિ એ એક જ લક્ષણવાળો હેતુ છે. એમ કહેતા ગ્રંથકાર બૌદ્ધોએ માનેલાં પક્ષવૃત્તિ સપક્ષસત્ત્વ, અને વિપક્ષવ્યાવૃત્તિ આ ત્રણ લક્ષણો, અને નૈયાયિકોએ કરેલાં અબાધિતવિષય અને અસત્યતિપક્ષ સાથે જે પાંચ લક્ષણો છે. તે મિથ્યા છે. એમ પણ જણાવે છે. હેતુનું સાચું લક્ષણ આ એક જ છે કે નિશ્ચિતાન્યથાનુપપત્તિ. આ લક્ષણ જે હેતુમાં ન હોય, છતાં હેતુ તરીકે તેનો પ્રયોગ કરાય તો તે હેતુ જેવો દેખાતો હોવાથી હેત્વાભાસ કહેવાય છે. તેના મુખ્યત્વે ત્રણ ભેદ છે. (પેટાભેદ ઘણા જ છે. અને તે ક્રમશઃ આગળ આવવાના જ છે.) (૧) અસિદ્ધ, (૨) વિરુદ્ધ, અને (૩) અનૈકાન્તિક. એ ત્રણેનું સ્વરૂપ ગ્રંથકાર પોતે આગળ સમજાવે જ છે. ૬-૪૭
સર્વ પ્રથમ “અસિદ્ધ” હેત્વાભાસ સમજાવે છે
સૂત્રાર્થ- જેની અન્યથાનુપપત્તિ પ્રમાણ વડે સિદ્ધ ન થાય (અર્થાત્ યથાર્થ પ્રતીતિ થતી ન હોય) તે “અસિદ્ધ” હેત્વાભાસ કહેવાય છે. II ૬-૪૮ાા
ટીકાનુવાદ– “નિશ્ચિત અન્યથાનુપપત્તિ” આ હેતુનું સાચુ લક્ષણ છે. પરંતુ જ્યાં આવી અન્યથાનુપપત્તિ વિપરીત હોય તે વિરુદ્ધહેત્વાભાસ, અને જ્યાં આવી અન્યથાનુપપત્તિ અનિશ્ચિત હોય તે અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. આવું ગ્રંથકાર પોતે જ આગળ કહેવાના છે તેથી અહીં હેતુના યથાર્થ સ્વરૂપની પક્ષમાં “અપ્રતીતિ” થવા સ્વરૂપ એક જ અપ્રતીતાન્યથાનુપપત્તિ શેષ જાણવી. તેને જ અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. આ અસિદ્ધ હેત્વાભાસમાં અન્યથાનુપપત્તિની પક્ષમાં જે અપ્રતીતિ થાય છે. તે અજ્ઞાનથી, સંદેહથી અથવા વિપર્યયથી થાય છે. એમ જાણવું.
- સારાંશ એ છે કે- નિશ્ચિતાન્યથાનુપપત્તિ એ સહેતુનું લક્ષણ છે. પરંતુ આ નિશ્ચિતાન્યથાનુપપત્તિ સાધ્યની સાથે હેતુની હોવી જોઇએ, તેને બદલે સાધ્યાભાવની સાથે હોય, એમ વિપરીતપણે હેતુની જ્યારે અનુપપત્તિ હોય તો તે વિરુદ્ધ હેત્વાભાસ બને છે. તથા આ અન્યથાનુપપત્તિ સાધ્યની સાથે હેતુની નિશ્ચિતપણે હોવી જોઈએ તેને બદલે
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૪૯,૫૦,૫૧ સાધ્યની સાથે પણ હોય અને સાધ્યાભાવની સાથે પણ હોય. એમ અનિશ્ચિતપણે અન્યથાનુપપત્તિ હોય ત્યારે તે અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. તથા હેતુની અન્યથાનુપપત્તિ પક્ષમાં પ્રતીત જ થતી ન હોય, પરંતુ અપ્રતીત જ જણાતી હોય તો તે અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. તેનાં ઉદાહરણો આગળ સૂત્રોમાં આવે છે. / ૬-૪૮૫
अथामुं भेदतो दर्शयन्तिस द्विविध उभयासिद्धोऽन्यतरासिद्धश्च ॥६-४९॥
टीका- उभयस्य वादिप्रतिवादिसमुदायस्यासिद्धः, अन्यतरस्य वादिनः, ત્તિવાોિ વાસિદ્ધ ૬-૪૨
तत्राद्यभेदं वदन्ति૩માસિબ્બો યથા “પUિામ' શબ્દશ્ચક્ષુષત્વાન્ ૬-૧૦ |
टीका- चक्षुषा गृह्यत इति चाक्षुषस्तस्य भावश्चाक्षुषत्वं, तस्मात् । अयं च वादिप्रतिवादिनोरुभयोरप्यसिद्धः श्रावणत्वाच्छब्दस्य ॥६-५०॥
પક્ષમાં હેતુની અન્યથાનુપપત્તિની અપ્રતીતિને ભેદથી જણાવે છે કે
સૂત્રાર્થ- તે અસિદ્ધ હેત્વાભાસ બે પ્રકારનો છે. (૧) ઉભયાસિદ્ધ, અને (ર) અન્યતરાસિદ્ધ. ત્યાં ઉભચાસિદ્ધનું ઉદાહરણ આ પ્રમાણે છે કે શબ્દ પરિણામી છે. ચાક્ષુષ હોવાથી. I ૬-૪૯-૫-ગાં
ટીકાનુવાદ–આ અસિદ્ધહેત્વાભાસના બે ભેદ છે. (૧) ઉભયાસિદ્ધ અને (૨) અન્યતરાસિદ્ધ. ઉભયાસિદ્ધ એટલે કે વાદી અને પ્રતિવાદી એમ બન્નેનો જે સમુદાય તે ઉભય, તે બન્નેને અપ્રતીત (અમાન્ય) તે ઉભયાસિદ્ધ કહેવાય છે. જેમકે “શબ્દ એ પરિણામી છે, ચાક્ષુષ હોવાથી” આ ઉદાહરણમાં ચાક્ષુષત્વ હેતુ પક્ષમાં વાદીને પણ અપ્રતીત છે અને પ્રતિવાદીને પણ અપ્રતીત છે. કારણકે શબ્દ શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય છે. માટે ચક્ષુથી અગ્રાહ્ય જ છે. અહીં ચક્ષુથી જે ગ્રહણ કરાય તે ચાક્ષુષ કહેવાય. તે પણું એમ ભાવમાં 4 પ્રત્યય થવાથી ચાક્ષુષત્વ કહેવાય છે. આ ચાક્ષુષત્વ હેતુ વાદી અને પ્રતિવાદી એમ બન્નેને શબ્દમાં અપ્રતીત છે. માટે ઉભયાસિદ્ધ છે. // ૬-૪૯-૫oll
द्वितीयं भेदं वदन्ति
अन्यतरासिद्धो यथा अचेतनास्तरवो विज्ञानेन्द्रियायुर्निरोधનક્ષURUાદિતાત્ | ૬-૧૨
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૪
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
टीका- ताथागतो हि तरूणामचैतन्यं साधयन् विज्ञानेन्द्रियायुर्निरोधलक्षणमरणरहितत्वादिति हेतूपन्यासं कृतवान् । स च जैनानां तरुचैतन्यवादिनामसिद्धः । तदागमे द्रुमेष्वपि विज्ञानेन्द्रियायुषां प्रमाणतः प्रतिष्ठितत्वात् । इदं च प्रतिवाद्यसिद्ध्यपेक्षयोदाहरणम् ।
वाद्यसिद्ध्यपेक्षया तु "अचेतनाः सुखादयः, उत्पत्तिमत्त्वात्' इति । अत्र हि वादिनः सांख्यस्योत्पत्तिमत्त्वमसिद्धम् , तेनाविर्भावमात्रस्यैव स्वीकृतत्वात् ॥६-५१॥
ઉભયાસિદ્ધનું ઉદાહરણ આપીને હવે અન્યતરાસિદ્ધનું ઉદાહરણ આપે છે
સૂત્રાર્થ– “વૃક્ષો એ અચેતન છે. વિજ્ઞાન-ઇન્દ્રિય અને આયુષ્યની સમાપ્તિ થવા સ્વરૂપ જે મરણ છે. તેનાથી રહિત હોવાથી. આ અન્યતરાસિદ્ધનું ઉદાહરણ છે. II ૬-૫વા
ટીકાનુવાદ–બૌદ્ધદર્શનકારો વૃક્ષોને ચેતના રહિત માને છે. તે બૌદ્ધો જૈનોની સામે પોતાના પક્ષને સિદ્ધ કરતાં નીચે મુજબ અનુમાન કરે છે કે–“તરવા, મતના:, વિજ્ઞાનેક્રિયાપુર્નિરોથનક્ષURહતી આ પ્રમાણેના અનુમાનથી તરુઓનું અચેતનપણું સાધતો એવો બૌદ્ધ ઉપરોક્ત હેતુ જૈનોની સામે મૂકે છે. પરંતુ તેમની સામે પ્રતિવાદી એવા જૈનો તમાં ચૈતન્ય માનનારા છે. તેથી તેમાં ચૈતન્ય માનનારા એવા પ્રતિવાદી જૈનોને આ હેતુ
અસિદ્ધ થાય છે. કારણકે તેઓના આગમમાં વૃક્ષોમાં પણ વિજ્ઞાન, ઇન્દ્રિય અને આયુષ્યની વિદ્યમાનતા પ્રમાણ પૂર્વક સિદ્ધ કરેલી છે. આ ઉદાહરણ પ્રતિવાદીને જ (જૈનને જ) માત્ર અસિદ્ધ હોવાથી અન્યતરાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. અને તે પણ “પ્રતિવાદીને અસિદ્ધ” હેત્વાભાસ છે. હવે વાદીને અસિદ્ધ હોય તેનું ઉદાહરણ સમજાવે છે.
“સુખ-દુઃખાદિ ગુણો અચેતન છે. ઉત્પત્તિમાન હોવાથી. આવા પ્રકારનું અનુમાન જો સાંખ્યદર્શનકારે જૈનોની સામે કહે તો તે સાંખ્ય વાદી કહેવાય અને જૈન પ્રતિવાદી કહેવાય. પરંતુ અનુમાન રજુ કરતા એવા વાદી સાંખ્યને આ “ઉત્પત્તિમત્ત્વ” હેતુ અસિદ્ધ છે. કારણકે તેઓ દરેક વસ્તુને નિત્ય માનનારા છે. એટલે સુખ-દુઃખાદિ ગુણો પણ તેઓના મતે નિત્ય જ છે. ઉત્પત્તિવાળા નથી. જયારે સુખ ન હોય ત્યારે તે સુખ તિરોભૂત થયું છે. અને જ્યારે સુખ હોય ત્યારે તે સુખ આવિર્ભત માત્ર થયું છે. એમ તે સાંખ્યો માને છે. આ પ્રમાણે સુખ-દુઃખાદિનો આવિર્ભાવ-તિરોભાવ માત્ર માનતા હોવાથી ઉત્પત્તિમત્ત્વ નથી સ્વીકારાયું. આ રીતે જે વાદી ઉત્પત્તિમત્ત્વ હેતુ રજુ કરે છે તે જ વાદીને આ હેતુ અમાન્ય હોવાથી અસિદ્ધ છે. અને આ વાદીને અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. આ પ્રમાણે પ્રતિવાદીને અસિદ્ધ અથવા વાદીને અસિદ્ધ આ બન્ને હેત્વાભાસો અન્યતરાસિદ્ધ કહેવાય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧
૫૫ ગ્રંથકારશ્રી વાદી દેવસૂરિજી મહારાજને અસિદ્ધ હેત્વાભાસના ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ એમ બે જ ભેદ માન્ય છે. પરંતુ બૌદ્ધ-નૈયાયિક-સાંખ્ય આદિ અન્યદર્શનકારોને સ્વરૂપાસિદ્ધ, વ્યાપ્યત્વાસિદ્ધ, આશ્રયાસિદ્ધ ઇત્યાદિ અનેક ભેદો અસિદ્ધના માન્ય છે. તેથી તે વાદીઓ તરફથી કોઈ પ્રશ્ન કરે છે કે સ્વરૂપાસિદ્ધાદિ બીજા પણ અસિદ્ધ હેત્વાભાસના ઘણા ભેદો છે. તે તમે કેમ કહેતા નથી ? તેના ઉત્તરમાં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે કે ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધમાં જ સર્વે ભેદો સમાઈ જાય છે. તેથી જુદા કહેવાના રહેતા જ નથી. આ ચર્ચા જાણવા જેવી છે. તેથી સૌ પ્રથમ અન્યદર્શનકારો કયા કયા અસિદ્ધ હેત્વાભાસ માને છે. તે સમજાવે છે. અંતે તેના ઉત્તર અપાશે.
१. नन्वित्थमसिद्धप्रकारप्रकाशनं परैश्चक्रे-स्वरूपेणासिद्धः, स्वरूपं वाऽसिद्धं यस्य सोऽयं स्वरूपासिद्धः, यथा अनित्यः शब्दः, चाक्षुषत्वादिति । ननु चाक्षुषत्वं रूपादावस्ति तेनास्य व्यधिकरणासिद्धत्वं युक्तम्, न, रूपाद्यधिकरणत्वेनाप्रतिपादितत्वात् । शब्दधर्मिणि चोपदिष्टं चाक्षुषत्वं न स्वरूपतोऽस्तीति स्वरूपासिद्धम् ॥१॥
હે જૈનાચાર્ય ! અસિદ્ધ હેત્વાભાસના બે જ ભેદ તમારા વડે કેમ કહેવાય છે? પરદર્શનકારો વડે તો અસિદ્ધ હેત્વાભાસના ભેદોનું પ્રકાશન આ પ્રમાણે બતાવાયું છે. (અર્થાત્ ઘણા ભેદ કહેવાયા છે.) તે ભેદો આ પ્રમાણે છે.
૧. સ્વરૂપાસિદ્ધ- સ્વરૂપ માત્ર વડે જે અસિદ્ધ છે, અથવા અસિદ્ધ છે સ્વરૂપ જેનું તે આ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે-“શબ્દ એ અનિત્ય છે. ચક્ષુર્ગોચર હોવાથી” આ અનુમાનમાં કહેલ “ચાક્ષુષત્વ” હેતુ શબ્દપક્ષમાં વર્તમાન નથી. તેથી ચાક્ષુષત્વ હેતુ પોતાના સ્વરૂપ દ્વારા પક્ષમાં ન હોવાથી સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. અહીં કોઇક શિષ્ય પ્રશ્ન કરે છે કે આ ચાક્ષુષત્વ હેતુ રૂપગુણમાં અને ઘટ-પટાદિમાં વર્તે છે. પરંતુ શબ્દમાં વર્તતો નથી. તેથી રૂપગુણ અને ઘટ-પટ એ હેતુનાં અધિકરણ કહેવાય છે. અને શબ્દ એ હેતુનું વ્યધિકરણ કહેવાય છે. માટે આ હેતુને સ્વરૂપાસિદ્ધ કહેવાને બદલે વ્યધિકરણાસિદ્ધ જ કહેવો જોઈએ. સ્વરૂપાસિદ્ધ શા માટે કહેવાય છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે શિષ્યની ઉપરોક્ત વાત બરાબર નથી. અહીં ચાક્ષુષત્વ હેતુના અધિકરણ તરીકે રૂપાદિ જણાવાયાં નથી. એટલે કે રૂપાદિ છે અધિકરણ જેનાં એ સ્વરૂપે ચાક્ષુષત્વ હેતુનું પ્રતિપાદન કર્યું નથી. પરંતુ શબ્દ નામના ધમીમાં (પક્ષમાં) ચાક્ષુષત્વ જણાવેલું છે. અને તે ચાક્ષુષત્વ (ચક્ષુ દ્વારા ગ્રાહ્યપણું) શબ્દ-ધર્મીમાં સ્વરૂપથી જ વિદ્યમાન નથી. માટે સ્વરૂપાસિદ્ધ જે કહ્યું છે તે યુક્તિસંગત છે. ૧.
२. विरुद्धमधिकरणं यस्य स चासावसिद्धश्चेति व्यधिकरणासिद्धो यथा, अनित्यः शब्दः पटस्य कृतकत्वादिति । ननु शब्देऽपि कृतकत्वमस्ति, सत्यं, न तु तथा
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૬
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
प्रतिपादितम् । न चान्यत्र प्रतिपादितमन्यत्र सिद्धं भवति । मीमांसकस्य वा कुर्वतो व्यधिकरणासिद्धम् ॥२॥
૨. જે હેતુનું અધિકરણ પક્ષ ન હોય, પણ પક્ષથી વિરુદ્ધ (અર્થાત્ પક્ષભિન્ન) હોય તે આ અસિદ્ધ હેત્વાભાસને વ્યધિકરણાસિદ્ધ કહેવાય છે. જેમકે શબ્દ એ અનિત્ય છે- પટમાં કૃતકપણું હોવાથી. આવા પ્રકારના અનુમાનમાં હેતુરૂપે કહેવાયેલું કૃતકત્વ, પક્ષભૂત શબ્દથી ભિન્ન એવા પટમાં જણાવાયું છે. તેથી વિરુદ્ધ અધિકરણ હોવાથી વ્યધિકરણાસિદ્ધ કહેવાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે શબ્દથી ભિન્ન એવા પટાદિમાં ભલે કૃતકત્વ જણાવાયું હોય, પરંતુ પક્ષભૂત એવા શબ્દમાં પણ કૃતકત્વ છે તો ખરું જ. એટલે અધિકરણમાં પણ હોવાથી વ્યધિકરણસિદ્ધ કેમ કહેવાય ? તેનો ઉત્તર એ છે કે-શબ્દમાં (પક્ષમાં) કૃતકત્વ છે. એ વાત અવશ્ય સાચી છે. પરંતુ આ અનુમાનમાં તેમ જણાવાયું નથી. આ અનુમાનમાં તો કૃતકત્વ એ શબ્દથી ભિન્ન એવા પટાદિમાં જણાવાયું છે. માટે વ્યધિકરણાસિદ્ધ જ કહેવાય છે. કારણ કે અન્ય સ્થાને પ્રતિપાદન કરેલું (કૃતકત્વ) એ કંઈ અન્યસ્થાને સિદ્ધ થઇ જતું નથી. માટે વ્યધિકરણસિદ્ધ જ છે.
અથવા આવા અનુમાનને કરતા એવા મીમાંસકને આ હેતુ વ્યધિકરણસિદ્ધ જાણવો. કારણકે મીમાંસકો શબ્દને અપરિણામી એટલે કે નિત્ય માને છે. એટલે કૃતકત્વ હેતુ (શબ્દ નિત્ય માનેલ હોવાથી) ત્યાં રહેતો નથી જ. અન્ય ઘટ-પટાદિમાં જ રહે છે. તેથી વ્યધિકરણાસિદ્ધ જ છે. સ્વરૂપાસિદ્ધ એટલે પક્ષમાં હેતુનું ન હોવું. અને વ્યધિકરણસિદ્ધ એટલે પક્ષભિન્નમાં હેતુનું હોવું. આ પ્રમાણે બન્ને હેત્વાભાસમાં તફાવત જાણવો. પક્ષમાં હેતુ ન હોય તે સ્વરૂપાસિદ્ધ અને પક્ષભિન્નમાં હેતુ હોય તે વ્યધિકરણસિદ્ધ હેતુ કહેવાય છે. ૨.
३. विशेष्यमसिद्धं यस्यासौ विशेष्यासिद्धो, यथा अनित्यः शब्दः, सामान्यवत्त्वे सति चाक्षुषत्वात् ॥३॥
૪. વિશેષ સિદ્ધ યથા, નિત્ય , ચાક્ષુષત્વે સતિ સામાન્ચવત્તાત્ ા
અસિદ્ધ હેત્વાભાસના સ્વરૂપાસિદ્ધ અને વ્યધિકરણાસિદ્ધ એમ બે ભેદ સમજાવીને હવે ત્રીજા અને ચોથા ભેદને સમજાવે છે.
૩. વિશેષ્યાસિદ્ધ, ૪ વિશેષણાસિદ્ધ. જ્યારે હેતુમાં બે પદો હોય કે જે બે પદોમાં એક પદ વિશેષ હોય અને બીજાં પદ વિશેષણ હોય ત્યારે તે બે પદોમાંથી જો વિશેષ્યવાચી પદ પક્ષમાં ન સંભવતું હોય તો વિશેષ્યાસિદ્ધ કહેવાય છે. અને વિશેષણવાચી પદ જો પક્ષમાં ન સંભવતું હોય તો વિશેષણાસિદ્ધ કહેવાય છે. આ બન્ને હેત્વાભાસ બે પદોવાળા હેતુમાં જ સંભવે છે. જેમકે- શબ્દ એ અનિત્ય છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
૫૭
સામાન્ય ધર્મવાન્ હોતે છતે ચર્ચાહ્ય હોવાથી. આ અનુમાનમાં સામાન્ય ધર્મવાળાપણું એ વિશેષણપદ છે. અને ચાક્ષુષત્વ એ વિશેષ્ય પદ છે. સામાન્યવાળાપણું (સપણું) એ વિશેષણપદ શબ્દમાં ઘટે છે. પરંતુ ચાક્ષુષત્વ એ વિશેષ્યપદ શબ્દમાં સંભવતું નથી. માટે આ હેતુ વિશેષ્યાસિદ્ધ છે અને આ હેતુ એવી રીતે જણાવવામાં આવે કે“શબ્દ એ અનિત્ય છે. ચાક્ષુષ હોતે છતે સામાન્યવાન્ હોવાથી. આવા પ્રકારના આ અનુમાનમાં સામાન્યધર્મ વાળાપણું એ વિશેષ્ય છે. તે પક્ષમાં સંભવે છે. પરંતુ ચાક્ષુષત્વ એ પદ વિશેષણ છે તે સંભવતું નથી. માટે વિશેષણાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. ||૩-૪||
५. पक्षैकदेशासिद्धपर्याय: पक्षभागेऽसिद्धत्वात् भागासिद्धो यथा, अनित्यः शब्दः, प्रयत्नानन्तरीयकत्वात् । ननु च वाय्वादिसमुत्थशब्दानामपीश्वरप्रयत्नपूर्वकत्वात् कथं भागासिद्धत्वम् ? नैतत्, प्रयत्नस्य तीव्रमन्दादिभावानन्तरं शब्दस्य तथाभावो हि प्रयत्नानन्तरीयकत्वं विवक्षितम्, न चेश्वरप्रयत्नस्य तीव्रादिभावोऽस्ति नित्यत्वात् । अनभ्युपगतेश्वरं प्रति वा भागासिद्धत्वम् ॥५॥
પ. ભાગાસિદ્ધ–પક્ષના એક ભાગમાં જે હેતુ ન વર્તતો હોય તે ભાગાસિદ્ધ કહેવાય છે. તેનું જ બીજું નામ “પક્ષએકદેશાસિદ્ધ” પણ છે. પક્ષના એક ભાગમાં જે હેતુ ન વર્તે તેને ભાગાસિદ્ધ અથવા પક્ષકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે–“શબ્દ એ અનિત્ય છે. પ્રયત્નજન્ય હોવાથી” અહીં પ્રયત્નપૂર્વકત્વ (કંઠ-ઓષ્ઠ-તાલ આદિના પ્રયત્નપૂર્વકત્વ) આ હેતુ છે. તે મનુષ્યાદિ ચેતનજન્ય શબ્દપક્ષમાં સંભવે છે. પરંતુ મેઘગર્જના-વાયુના સુસવાટા આદિ જન્ય શબ્દમાં પ્રયત્નજન્યત્વ હેતુ સંભવતો નથી. તેથી પક્ષના એકદેશમાં હેતુ છે અને એકદેશમાં હેતુ નથી. તેથી ભાગાસિદ્ધ છે.
અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે વાયુ આદિથી ઉત્પન્ન થયેલા શબ્દો પણ ઇશ્વરીય પ્રયત્નપૂર્વક છે. એમ સમજીએ તો ત્યાં પણ પ્રયત્નજન્યત્વ હેતુ વર્તે જ છે તેને ભાગાસિદ્ધ કેમ કહેવાય ? તેનો ઉત્તર આપતાં કહે છે કે આ વાત બરાબર નથી. કારણકે શબ્દમાં પ્રયત્નપૂર્વકત્વ તે કહેવાય કે જે શબ્દ તીવ્ર-મંદ એવા પ્રયત્ન કરવાથી ઉત્પન્ન થાય છે. અને તેવા પ્રકારનું (એટલે કે તીવ્ર-મંદ આદિ પ્રયત્ન વડે ઉત્પન્ન થવા પણું) એવું પ્રયત્નાનન્તરીય અહીં અમે વિવસ્યું છે. તેવું પ્રયત્નાનન્તરીયક્ત (પ્રયત્નજન્યત્વ) ઇશ્વરથી જન્ય શબ્દ હોય તો તેમાં ન સંભવે. કારણકે ઈશ્વરનો પ્રયત્ન નિત્ય માનેલો છે. જે નિત્ય હોય તે તીવ્ર-મંદાદિ ભાવવાળો સંભવતો નથી. તેથી ઇશ્વરીય પ્રયત્નજન્ય શબ્દ જો માનીએ તો તીવ્ર-મંદાદિ ભાવે જે શબ્દ અનુભવાય છે. તે ન ઘટે. માટે મેઘગર્જના-અને વાયુના સુસવાટામાં આ હેતુ ન સંભવતો હોવાથી ભાગાસિદ્ધ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
અથવા જે વાદીઓ ઇશ્વરને જ માનતા નથી. અનીશ્વરવાદી જ છે. તેઓની
અપેક્ષાએ આ હેતુ પક્ષના એકભાગમાં ન ઘટતો હોવાથી ભાગાસિદ્ધ છે. કારણકે તેઓના મતે ઇશ્વર જ નથી તેથી ઇશ્વર-જન્યત્વ સંભવતું જ નથી.
૫૮
६. आश्रयासिद्धो यथा, अस्ति प्रधानं, विश्वस्य परिणामिकारणत्वात् । ७. आश्रयैकदेशासिद्धो यथा, नित्याः प्रधानपुरुषेश्वराः, अकृतकत्वात् । अत्र जैनस्य पुरुषः सिद्धो न प्रधानेश्वरौ ।
૬. આશ્રયાસિદ્ધ← અનુમાનમાં કહેવાયેલો આશ્રય (પક્ષ) જ સંસારમાં અસિદ્ધ હોય, જેમકે “પ્રધાન (પ્રકૃતિતત્ત્વ) છે. વિશ્વની સમસ્ત વસ્તુઓનું તે પ્રકૃતિ પરિણામી (ઉપાદાન) કારણ હોવાથી. આ અનુમાનમાં “પ્રધાન (પ્રકૃતિતત્ત્વ)” જે પક્ષ મૂકવામાં આવ્યો છે. તે જૈનોની અપેક્ષાએ સંસારમાં નથી જ. માટે આશ્રય જ અસિદ્ધ છે. ॥૬॥
૭. આશ્રયૈકદેશાસિદ્ધ— અનુમાનમાં કરાયેલા પક્ષનો એક દેશ આ સંસારમાં અસિદ્ધ હોય. (અર્થાત્ ન જ હોય) તે આશ્રયૈકદેશાસિદ્ધ. જેમકે “પ્રકૃતિ, આત્મા, અને ઇશ્વર આ ત્રણ પદાર્થો નિત્ય છે. અકૃતક (અકૃત્રિમ-વાસ્તવિક) હોવાથી. આ અનુમાનમાં જૈનોને પુરુષ (આત્મા) પક્ષ માન્ય છે. પરંતુ પ્રકૃતિ અને ઇશ્વર (જગતના સંહારક સ્વરૂપ મહાદેવાદિ) માન્ય નથી. માટે પક્ષનો એકભાગ અસિદ્ધ છે. ગા
પક્ષ હોય, પરંતુ પક્ષમાં હેતુ ન હોય તો પ્રથમ નંબરનો સ્વરૂપાસિદ્ધ. તથા પક્ષ સંસારમાં હોય, પરંતુ પક્ષના એક ભાગમાં હેતુ ન હોય તો તે પાંચમા નંબરનો પક્ષકદેશાસિદ્ધ. પરંતુ પક્ષ જ સંસારમાં ન હોય તો છઠ્ઠા નંબરનો આશ્રયાસિદ્ધ. અને પક્ષનો એકભાગ સંસારમાં ન હોય તો આશ્રયૈકદેશાસિદ્ધ કહેવાય છે. એમ પરસ્પર ભેદ જાણવો.
८. सन्दिग्धाश्रयासिद्धो यथा, गोत्वेन सन्दिह्यमाने गवये आरण्यकोऽयं गौः, जनदर्शनोत्पन्नत्रासत्वात् ॥८॥
९. सन्दिग्धाश्रयैकदेशासिद्धो यथा, गोत्वेन सन्दिह्यमाने गवये गवि च आरण्यकावेतौ गावौ जनदर्शनोत्पन्नत्रासत्वात् ॥९॥
૮ સન્દિગ્ધાશ્રયાસિદ્ધ— જે પક્ષ સંદેહાત્મકપણે મૂકવામાં આવ્યો હોય (છટ્ઠા હેત્વાભાસની જેમ નિર્ણયાત્મકભાવે રજુ કરવામાં ન આવ્યો હોય) છતાં સંદેહાત્મકપણે રજુ કરાયેલો તે પક્ષ સંસારમાં અસિદ્ધ હોય. ત્યારે આ સન્દિગ્ધાશ્રયાસિદ્ધ હેત્વાભાસ થાય છે. જેમકે સામે દેખાતું પ્રાણી વાસ્તવિકપણે ગવય જ છે. ગાય નથી. પરંતુ ગાયની સર્દશ હોવાથી તે જાણે ગાય જ હોય શું ? એવો સંદેહ કરવામાં આવ્યો હોય અને પછી આવું અનુમાન કરવામાં આવે કે ગાયપણાનો સંદેહ
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ છે જેમાં એવું “આ પ્રાણી જંગલી ગાય જ છે. માણસોને દેખતાંની સાથે જ ત્રાસ ઉત્પન્ન થતો હોવાથી. અહીં ગાયપણે સંદેહ કરાયેલું આ પ્રાણી ખરેખર ગાય સ્વરૂપે તો અસિદ્ધ જ છે. માટે સન્દિધાશ્રયાસિદ્ધ થાય છે. || ૮ ||
૯ સંદિગ્ધાશ્રમૈનદેશસિદ્ધ- સંદેહાત્મક રૂપે કરાયેલા પક્ષનો એકભાગ જ જ્યાં અસિદ્ધ હોય છે. જેમકે- આ જાણે ગાય જ હશે એવો સંદેહ કરાતો ગવાય પણ છે અને ત્યાં બીજી યથાર્થ ગાય પણ છે. તે બન્નેમાં આ બન્ને જંગલી ગાયો જ છે. કારણકે માણસોને જોતાંની સાથે જ ત્રાસ ઉત્પન્ન થાય છે માટે. આ અનુમાનમાં પક્ષમાં સંદેહાત્મક ગાય અસિદ્ધ છે અને યથાર્થ ગાય સિદ્ધ છે. માટે સદિગ્ધાશ્રર્યકદેશાસિદ્ધ આ હેત્વાભાસ કહેવાય છે. જે
१०. आश्रयसन्दिग्धवृत्त्यसिद्धो यथा, आश्रयहे त्वोः स्वरूपनिश्चये आश्रये हेतुवृत्तिसंशये मयूरवानयं प्रदेशः, केकायितोपेतत्वात् ॥१०॥
११. आश्रयैकदेशसन्दिग्धवृत्त्यसिद्धो यथा, आश्रयहे त्वोः स्वरूपनिश्चये सत्येवाश्रयैकदेशे हेतुवृत्तिसंशये "मयूरवन्तावेतौ" सहकारकर्णिकारौ, तत एव ॥११॥
૧૦. આશ્રયસન્દિષ્પવૃન્યસિદ્ધઅનુમાનમાં કહેવાયેલો હેતુ પણ સંસારમાં હોય, અને પક્ષ પણ સંસારમાં હોય, પક્ષ અને હેતુ આ બન્ને સ્વરૂપથી હોવા છતાં પક્ષમાં હેતુ છે જ એવો નિર્ણય ન હોય પરંતુ પક્ષમાં હેતુ હોય એમ ભાસે છે. એવો સંદેહ જ્યાં હોય એટલે કે આશ્રયમાં હેતુની વૃત્તિનો સંદેહ હોવાથી જે અસિદ્ધ હેત્વાભાસ થાય, તે આ ભેદ જાણવો. (છઠ્ઠા-સાતમામાં પક્ષ અને પક્ષનો એકદેશ સંસારમાં હોય જ નહીં. અને આઠમા-નવમામાં પક્ષ અને પક્ષનો એકદેશ સંસારમાં સંદેહાત્મકભાવવાળા હોય. જ્યારે આ દશમા-અગિયારમામાં પક્ષ અને પક્ષની એકદેશ તો છે જ. પરંતુ તેમાં હેતુની વૃત્તિનો સંદેહ છે. એમ પરસ્પર ભેદ જાણવો)
| ભાવાર્થ એવો છે કે– આશ્રય અને હેતુ બન્ને સંસારમાં સ્વરૂપથી તો છે જ. એવો નિર્ણય હોવા છતાં આશ્રયમાં હેતુની વૃત્તિનો સંદેહ હોય તે આ હેત્વાભાસ જાણવો. જેમકે “આ પ્રદેશ મયૂરવાળો છે.” કેકાના જેવો (મોરના ટહુકા જેવો) અવાજ લાગતો હોવાથી. અહીં આ પ્રદેશરૂપ પક્ષમાં મોરના ટહુકા જેવો અવાજ કહેવાથી કેકાની વૃત્તિ જ છે એવો નિર્ણય નથી. પરંતુ કેકાની વૃત્તિની શંકા છે.
૧૧. તેવી જ રીતે પક્ષના એક ભાગમાં હેતુની વૃત્તિનો સંદેહ હોય તો આશ્રર્યકદેશ-સદિગ્ધનૃત્યસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. આશ્રય અને હેતુનું સ્વરૂપ
Page #77
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
નિર્ણીત હોવા છતાં પક્ષના એકભાગમાં હેતુની વિદ્યમાનતાનો સંશય હોય તે આ આશ્રર્યકદેશ-સન્દુિગ્ધવૃત્ત્તસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે- આ સહકાર અને કર્ણિકાર વૃક્ષવાળા પ્રદેશો મયૂરવાળા છે. “કેકાના જેવો અવાજ સંભળાતો હોવાથી’ અહીં આ હેતુ તથા સહકાર અને કર્ણિકાર બન્ને વૃક્ષો નશ્ચિતપણે છે. તથા મયૂરના ટહુકા જેવો અવાજ પણ આવે જ છે. એટલે કે પક્ષ અને હેતુનું સ્વરૂપ નિશ્ચિત છે. પરંતુ પ્રમાતાને મનમાં સંદેહ અવશ્ય છે કે આ બન્ને વૃક્ષોમાં કેકાના જેવો અવાજ છે કે માત્ર એક વૃક્ષ ઉપરથી જ આ અવાજ આવે છે ? એમ પક્ષના એકભાગમાં હેતુની વૃત્તિનો સંદેહ હોવાથી આ હેત્વાભાસ બને છે. ૧૦-૧૧॥
१२. व्यर्थविशेषणासिद्धो यथा, अनित्यः शब्दः, सामान्यवत्त्वे सति कृतकत्वात् ॥१२॥ १३. व्यर्थविशेष्यासिद्धो यथा, अनित्यः शब्दः कृतकत्वे सति सामान्यवत्त्वात् ॥१३॥
§Ο
૧૨. અનુમાનમાં મૂકાયેલા હેતુમાં બે પદ હોય, એક પદ વિશેષણ, અને એક પદ વિશેષ્ય. તે બે પદોમાં એક્લા વિશેષ્યપદ માત્રથી સાધ્યની સિદ્ધિ નિર્દોષ થતી હોય, છતાં તે હેતુમાં વિશેષણ મૂકવામાં આવે તો તે વ્યર્થવિશેષણાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે શબ્દનું અનિત્યત્વરૂપ સાધ્ય સાધવામાં કૃતકત્વ હેતુ સમર્થ જ છે. છતાં સામાન્યવત્ત્વે મતિ આવું જો વિશેષણ મૂકવામાં આવે તો તે વિશેષણ નિરર્થક જોડેલું હોવાથી વ્યર્થવિશેષણાસિદ્ધ કહેવાય છે. ॥ ૧૨॥
૧૩. એવી જ રીતે હેતુમાં વિશેષણવાચી પદ સમર્થ હોવા છતાં નિરર્થક વિશેષ્યપદ મૂકવામાં આવે તો તે વ્યર્થવિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે શબ્દની અનિત્યતા સાધવામાં તત્ત્વે સતિ સામાન્યવત્ત્તાત્ આવો હેતુ મૂકવામાં આવે તો કૃતકત્વ એ વિશેષણ જ સાધ્ય સાધવામાં સમર્થ છે. તેથી વધારાનું વિશેષ્ય પદ કહેવું તે વ્યર્થવિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
१४. सन्दिग्धासिद्धो यथा, धूमबाष्पादिविवेकानिश्चये कश्चिदाह - वह्निमानयं प्रदेशः, ધૂમવત્ત્વાત્ ॥૪॥
१५. सन्दिग्धविशेष्यासिद्धो यथा, अद्यापि रागादियुक्तः कपिलः, पुरुषत्वे सत्यद्याप्यनुत्पन्नतत्त्वज्ञानत्वात् ॥१५॥
१६. सन्दिग्धविशेषणासिद्धो यथा, अद्यापि रागादियुक्तः कपिलः, सर्वथा तत्त्वज्ञानरहितत्वे सति पुरुषत्वात् ॥ १६ ॥
૧૫. જે પ્રમાતાને અનુમાન દ્વારા સાધ્ય સાધવામાં મૂકાયેલા હેતુનું વાસ્તવિક સ્વરૂપ સંદેહાત્મક હોય, એટલે કે હેતુ બરાબર નિશ્ચિત ન હોય, અર્થાત્ બરાબર
Page #78
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧
૬ ૧ હેતુ ઓળખાયો ન હોય ત્યારે સન્દિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થાય છે. જેમકે- પર્વત ઉપરથી ધૂમાડા જેવું કંઈક દેખાય, પરંતુ તે ધૂમ છે કે બાષ્પ (વરાળમાત્ર) છે. અથવા ધૂમસ છે. તેનો વિવેક બરાબર થયો ન હોય, મનમાં ધૂમ છે કે બાષ્પ (વરાળમાત્ર) છે એવો સંદેહ જ ચાલતો હોય, છતાં બહારથી ધૂમ છે એમ માનીને કોઈક વક્તા આવું બોલે કે “આ પ્રદેશ વહ્નિવાળો છે. ધૂમવાળો હોવાથી” અહીં હેતુનું સ્વરૂપ નિર્ણત ન હોવાથી સંદિગ્ધાસિદ્ધ કહેવાય છે. [૧૪]
૧૫ અનુમાનમાં મૂકાયેલા હેતુમાં બે પદ હોય. તે બે પદોમાં વિશેષ્યવાચી જે પદ છે. તેનું સ્વરૂપ સંદેહાત્મક હોય. અર્થાત્ વિશેષ્ય યથાર્થ નિણત ન હોય ત્યારે સંદિગ્ધવિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ થાય છે. જેમ કે આ કપિલ હજુ પણ રાગાદિ-યુક્ત છે. કારણકે પુરુષ હોવા છતાં પણ હજુ ઉત્પન્ન તત્ત્વજ્ઞાનવાળો નથી. આ અનુમાનમાં જે પુરુષત્વ વિશેષણ છે તે તો બાધેન્દ્રિયગોચર હોવાથી નિશ્ચિત છે. પરંતુ અનુત્પન્નતત્ત્વજ્ઞાન એ વિશેષ્ય સંદેહાત્મક છે. કારણકે કોઈને પણ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું છે કે નથી ઉત્પન્ન થયું. તે બાદ્રિયનો અવિષય હોવાથી શંકાસ્પદ છે. ૧૫
૧૬. એવી જ રીતે જે હેતુનું વિશેષ્ય નિશ્ચિત હોય. પરંતુ જેના વિશેષણમાં શંકા હોય તે સન્દિગ્ધવિશેષણાસિદ્ધ કહેવાય છે. આ જ હેતુમાં વિશેષણ-વિશેષ્ય ઉલટી રીતે જોડવાથી વિશેષ્ય એવા પુરુષત્વનો નિર્ણય છે. પરંતુ વિશેષણનો સંદેહ છે. માટે તે સંદિગ્ધ વિશેષણાસિદ્ધ કહેવાય છે. જે ૧૬
१७. एकदेशासिद्धो यथा, प्रागभावो वस्तु विनाशोत्पादधर्मकत्वात् ।
१८. विशेषणैकदेशासिद्धो यथा, तिमिरमभावस्वभावं, द्रव्यगुणकर्मातिरिक्तत्वे सति कार्यत्वात् । अत्र जैनान् प्रति तिमिरे द्रव्यातिरेको न सिद्धः॥१८॥
१९. विशेष्यैकदेशासिद्धो, यथा, तिमिरमभावस्वभावं, कार्यत्वे सति द्रव्यगुणकर्मातिरिक्तत्वात् ॥१९॥
૧૭. અનુમાનમાં જે હેતુ મૂકવામાં આવ્યો હોય, તેનો એકદેશ (એટલે હેતુનો એક ભાગ પક્ષમાં અસિદ્ધ હોય. તે એકદેશાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકેપ્રાગભાવ એ એક વસ્તુ (ઘટ-પટની જેમ પદાર્થવિશેષ) છે. વિનાશ અને ઉત્પત્તિ ધર્મયુક્ત હોવાથી. અહિં હેતુમાં જે વિનાશ પદ છે. તે પ્રાગભાવપક્ષમાં સિદ્ધ છે. કારણકે તે અનાદિસાત્ત છે. પરંતુ ઉત્પત્તિ-ધર્મયુક્તપણું જે કહ્યું. તે એકદેશ (હેતુનો એકભાગ) પ્રાગભાવ પક્ષમાં સંભવતો નથી. માટે એકદેશાસિદ્ધ કહેવાય છે. તે ૧૭ll
૧૮. અનુમાનમાં હેતુપણે મૂકાયેલા બે પદોમાંથી જે વિશેષણવાચી પદ હોય, તે પદનો એકભાગ, પક્ષમાં અસિદ્ધ હોય તો વિશેષણ એકદેશાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે
Page #79
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ તિમિર (અંધકાર) એ અભાવાત્મક (શૂન્યાત્મક) છે. દ્રવ્ય-ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોથી અતિરિક્ત હોતે છતે કાર્યરૂપ (ઉત્પત્તિમાન) હોવાથી. આ અનુમાનમાં “દ્રવ્ય-ગુણકર્માતિરિક્તત્વ” આ પદ વિશેષણવાચી રૂપે હેતુમાં છે. તેમાં જૈનો તિમિરને પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય માનતા હોવાથી જૈનોને આશ્રયી દ્રવ્યથી અતિરિક્તત્વ અંધકારમાં ઘટતું નથી. ગુણ-કર્મથી અતિરિક્તત્વ ઘટે છે. તેથી વિશેષણના એકભાગનું અસિદ્ધત્વ થયું. // ૧૮
૧૯. એવી જ રીતે વિશેષ્યના એકભાગનું પક્ષમાં અસિદ્ધત્વ હોય તે વિશેષ્યકદેશાસિદ્ધત્વ કહેવાય છે. આ જ અનુમાનમાં હેતુ ઉલટી રીતે જોડવાથી “દ્રવ્યગુણકર્માતિરિક્તત્વ' આ પદ વિશેષ્ય બનશે, તેનો એકદેશ દ્રવ્યાતિરિક્તત્વ તિમિરમાં જૈનોને આશ્રયી સંભવતો નથી. તેથી આ હેત્વાભાસ થાય છે. ૧૯ો.
२०. संदिग्धैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः, रागवक्तृत्वोपेतत्वात् , अत्र ફિનિશ્ચિત રત્વે સન્તઃ ૨૦ |
२१. संदिग्धविशेषणैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः, रागवक्तृत्वोपेतत्वे सति पुरुषत्वात् ॥२१॥
२२. सन्दिग्धविशेष्यैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः, पुरुषत्वे सति रागवक्तृत्वोपेतत्वात् ॥२२॥
૨૦. અનુમાનમાં જે હેતુવાચી પદ છે, તેનો એક ભાગ પક્ષમાં સંદેહાત્મક હોય. નિશ્ચિત ન હોય તે સંદિગ્ધકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે “આ પુરુષ સર્વજ્ઞ નથી, કારણકે રાગ તથા વક્નત્વ ધર્મથી યુક્ત છે.” અહીં વન્નુત્વ ધર્મ પ્રત્યક્ષગોચર હોવાથી તે અંશમાં સંદેહ નથી. પરંતુ “રાગ” એ ઇન્દ્રિયનો વિષય ન હોવાથી વિવક્ષિત એવા આ વક્તામાં છે કે નહીં તેનો સંદેહ વર્તે છે. માટે હેતુના એક ભાગનો સંદેહ થયો. તેથી સંદિગ્ધકદેશાસિદ્ધ કહેવાય છે. ૨૦
૨૧. અનુમાનમાં હેતુવાચી પદમાં જે વિશેષણ હોય, તેનો એકભાગ પક્ષમાં નિશ્ચિતપણે ન ઘટતો હોવાથી સંદેહાત્મક હોય, પરંતુ સિદ્ધ ન હોય, ત્યારે સંદિગ્ધવિશેષર્ણકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે “આ પુરુષ સર્વજ્ઞ નથી. રાગ અને વઝૂત્વ હોતે છતે પુરુષ હોવાથી. આ હેતુમાં વિશેષ્યવાચી પુરુષત્વ પદ તો દેખાય જ છે. પરંતુ વિશેષણવાચી પદમાં “રાગ” સ્વરૂપ જે એક અંશ વિશેષણનો છે. તેનો તે વિવક્ષિત પુરુષમાં સંદેહ છે. માટે વિશેષણના એક અંશનો સંદેહ કહેવાય છે. ll ૨૧II.
૨૨. આ જ અનુમાનમાં આ જ હેતુ ઉલટી રીતે જોડવાથી વિશેષણવાચી પુરુષપદ સિદ્ધ છે. પરંતુ વિશેષ્યવાચી પદમાંનો “રાગ” એવો એક અંશ સંદેહાત્મક છે.રરો
Page #80
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧
૬૩ २३. व्यर्थैकदेशासिद्धो यथा, अग्निमानयं पर्वतप्रदेशः, प्रकाशधूमोपेतत्वात् ॥२३॥
२४. व्यर्थविशेषणैकदेशासिद्धो यथा, गुणः शब्दः, प्रमेयत्वसामान्यवत्त्वे सति बायैकेन्द्रियग्राह्यत्वात् । अत्र बाह्मैकेन्द्रियग्राह्यस्यापि रूपत्वादिसामान्यस्य गुणत्वाभावाद् व्यभिचारपरिहाराय "सामान्यवत्त्वे सति" इति सार्थकम्, प्रमेयत्वं तु व्यर्थम् ॥२४॥
२५. व्यर्थविशेष्यैकदेशासिद्धो यथा, गुण: शब्दो बाौकेन्द्रियग्राह्यत्वे सति प्रमेयत्वसामान्यवत्त्वात् ॥२५॥
અનુમાનમાં જે હેતુ મૂકવામાં આવ્યો હોય, તે હેતુનો એક ભાગ નિરર્થક જ મૂકવામાં આવે. તેને મૂકવાની કોઈ જરૂરિયાત ન હોય, છતાં વ્યર્થપણે જે એક ભાગ મૂકાય તે આ વ્યર્થે કદેશાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે પર્વતનો આ પ્રદેશ વહ્નિવાળો છે. કારણકે પ્રકાશ અને ધૂમથી યુક્ત છે. અહીં ધૂમોપેતત્વ એટલો જ હેતુ વહ્નિરૂપ સાધ્ય સાધવા માટે પૂરતો છે. છતાં “પ્રકાશ” એવું જે પદ મૂકાયું છે તે એક ભાગ વ્યર્થ છે. ર૩ છે.
૨૪. અનુમાનમાં હેતુ બે પદવાળો હોય, તેમાં જે વિશેષણવાચી પદ હોય તેનો એકભાગ વ્યર્થપણે મૂકવામાં આવ્યો હોય, આવશ્યક્તા ન હોય છતાં મૂક્યો હોય તે વ્યર્થવિશેષર્ણકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે શબ્દ એ ગુણ છે. પ્રમેયત્વધર્મ અને સામાન્યવત્ત્વ ધર્મવાળો શબ્દ હોતે છતે બાહ્ય એક ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી. આ હેતુમાં બાહ્ય એક ઇન્દ્રિયગ્રાહ્યત્વ એટલું વિશેષ્યવાચી એકલું પદ જો મૂકવામાં આવ્યું હોત તો રૂપત્ય, રસત્વ, ગંધત્વ, શબ્દત્વ, આદિ જે જાતિઓ છે. જે સામાન્ય છે. તે પણ તે તે એક જ બાલ્વેન્દ્રિયથી ગ્રાહ્ય છે. તેથી રૂપત્યાદિ સામાન્યમાં (ગુણ એવું સાધ્ય ત્યાં ન હોવા છતાં બાહ્યકેન્દ્રિય-ગ્રાહ્યત્વ હેતુ હોવાથી) વ્યભિચાર દોષ આવે છે. તે દોષના પરિહાર માટે વિશેષણવાચી પદની આવશ્યક્તા છે. પરંતુ તે વિશેષણવાચી પદમાં
સામાન્યવત્તે તિ' એટલું જ માત્ર પદ જો મૂકવામાં આવે તો પણ રૂપસ્વાદિ જાતિઓમાં વ્યભિચારનો પરિહાર થઈ જ જાય છે. કારણકે રૂપલ્વાદિ જાતિઓ પોતે સામાન્યરૂપ છે. સામાન્યાત્મક છે. પરંતુ સામાન્યવાનું નથી. જાતિમાં જાતિ સ્વીકારાઈ નથી. તેથી વ્યભિચાર પરિહાર થઈ જતો હોવા છતાં “પ્રયત્ન' એવું જે પદ વિશેષણમાં વધારે મુક્યું છે તે વ્યર્થ છે. માટે વિશેષણનો એકભાગ વ્યર્થ હોવાથી આ હેત્વાભાસ થાય છે. |||
૨૫. એજ રીતે આ જ અનુમાનમાં આ જ હેતુ ઉલટી રીતે રજુ કરવામાં આવે તો બાહ્યકેન્દ્રિયગ્રાહ્યત્વ એ વિશેષણવાચી પદ સંભવે છે. પરંતુ વિશેષ્યવાચી આ
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૪
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
જે પદ “યત્વસામાન્યજ્વતિ' છે. તેમાં પ્રમેયત્વ પદ વ્યર્થ બને છે. તેથી વ્યર્થવિશેષ્યક-દેશાસિદ્ધ હેત્વાભાસ થાય છે. રિપો
एवमन्येऽप्येकदेशासिद्ध्यादिद्वारेण भूयांसोऽसिद्धभेदाः, स्वयमभ्यूह्य वाच्याः । उदाहरणेषु चैतेषु दूषणान्तरस्य सम्भवतोऽप्यप्रकृतत्वादनुपदर्शनम् । त एते भेदाः भवद्भिः વાર્થ નામિહિતી: ? |
उच्यते, एतेषु ये हेत्वाभासतां भजन्ते ते यदोभयवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते, तदोभयासिद्धेऽन्तर्भवन्ति, यदा तु अन्यतरासिद्धत्वेन तदाऽन्यतरासिद्ध इति ॥
આ પ્રમાણે ઉપર અસિદ્ધ હેત્વાભાસના જેમ ૨૫ ભેદો સમજાવ્યા, તેમ એકદેશની અસિદ્ધિ, એકદેશના એકદેશની અસિદ્ધિ આદિ દ્વારા અસિદ્ધ હેત્વાભાસના બીજા પણ ઘણા ભેદો સંભવે છે. તે બધા ભેદો સ્વયં વિચારીને સમજી લેવા. તે બીજા ભેદોનો અહીં હવે અમે વિસ્તાર કરતા નથી. તથા ઉપર અસિદ્ધહેત્વાભાસના ૨૫ ભેદોનાં જે રપ ઉદાહરણો આપ્યાં છે. તે ઉદાહરણોમાં તે તે હેત્વાભાસના દૂષણ ઉપરાંત બીજા હેત્વાભાસ થવા રૂપ દૂષણાન્તર પણ સંભવે છે. છતાં પણ એકેક ઉદાહરણોમાં કેટલાં કેટલાં દૂષણો સંભવે? તે બધું અપ્રસ્તુત (અપ્રાસંગિક) હોવાથી અહીં તેનું અનુપદર્શન કર્યુ છે. અર્થાત્ અહીં જણાવેલ નથી.
હવે અહીં એવો પ્રશ્ન ઉઠે છે કે અસિદ્ધ હેત્વાભાસના આટલા બધા ભેદો હોવા છતાં આપશ્રી વડે (ગ્રંથકારશ્રી વાદિદેવસૂરિજી વડે) આ ગ્રંથમાં તે બધા ભેદો કેમ કહેવાયા નથી ? માત્ર ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ એમ બે જ ભેદો કેમ કહેવાયા ? આ પ્રશ્ન સમજાવવા માટે જ ઉપરોક્ત ભેદોનો વિસ્તાર કર્યો છે.
ઉત્તર- ઉપરોક્ત આ ઉદાહરણોમાં જે જે સાચેસાચ હેત્વાભાસ છે. તે જો વાદી અને પ્રતિવાદી એમ ઉભયને અસિદ્ધ તરીકે માન્ય હોય તો તે ઉભયાસિદ્ધમાં અન્તર્ભત થઇ જાય છે. અને જો વાદી અથવા પ્રતિવાદી એમ બેમાંથી કોઈપણ એકને જ અમાન્ય હોય તો અન્યતરાસિદ્ધમાં તે અંતર્ભત થઈ જાય છે. માટે અધિક ભેદો કરવાની જરૂર નથી. વળી અન્ય દર્શનકારોએ ઉપરોક્ત જે ૨૫ અસિદ્ધહેત્વાભાસના ભેદો જણાવ્યા છે. તેમાં કેટલાક તો હેત્વાભાસ જ નથી. સહેતુ (સાચા હેતુ) છે. અને હેત્વાભાસરૂપે તે તે દર્શનકારોએ ગણી લીધા છે. તેની થોડીક ચર્ચા આ પ્રમાણે–
व्यधिकरणासिद्धस्तु हेत्वाभासो न भवत्येव । व्यधिकरणादपि पित्रोर्ब्राह्मण्यात् पुढे ब्राह्मण्यानुमानदर्शनात् । नटभटादीनामपि ब्राह्मण्यं कस्मान्नायं साधयतीति चेत्, पक्षधर्मोऽपि पर्वतद्रव्यता, तत्र चित्रभानु किमिति नानुमापयति ? इति समानम् । व्यभिचाराच्चेत्, तदपि तुल्यम्, तत्पित्रोर्ब्राह्मण्यं हि तद्गमकम् । एवं तर्हि प्रयोजकसम्बन्धेन
Page #82
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
सम्बद्धो हेतुः कथं व्यधिकरणः ? इति चेत्, ननु यदि साध्याधिगमप्रयोजकसम्बन्धाभावाद् वैयधिकरण्यमुच्यते तदानीं सम्मतमेवैतदस्माकं दोषः, किन्तु प्रमेयत्वादयोऽपि व्यधिकरणा एव वाच्याः स्युर्न व्यभिचार्यादयः, तस्मात् पक्षान्यधर्मत्वाभिधानादेव व्यधिकरणो हेत्वाभासस्ते सम्मतः, स चागमक इति नियमं प्रत्याचक्ष्महे ।
આ ૨૫માં બે નંબરનો જે વ્યધિકરણાસિદ્ધ” હેત્વાભાસ કહ્યો છે. તે હેત્વાભાસ જ હોય એવું બનતું નથી. સહેતુ પણ હોય છે. તેઓ પક્ષધર્માદિ પાંચ લક્ષણો સહેતુનાં માને છે. તેમાં પહેલું લક્ષણ પક્ષધર્મતા છે. એટલે હેતુનું પક્ષમાં હોવું તે પક્ષધર્મતા. જેમ પર્વતમાં વહ્નિ સાધવો હોય તો ધૂમનું પર્વતમાં હોવું આવશ્યક છે. તેને બદલે જો ધૂમ પર્વતને બદલે અન્યસ્થાનમાં હોય તો તે ધૂમ પર્વતમાં વહ્નિ કેવી રીતે સાધે ? તેથી પક્ષ વિનાના બીજા અધિકરણમાં જો હેતુ વર્તે તો વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ થાય એમ તેઓનું કહેવું છે. પરંતુ હેતુ અને સાધ્યની સાથે જો અવિનાભાવ (અન્યથાનુપપત્તિ) બરાબર સંભવતો (સંભવતી) હોય તો હેતુ પક્ષમાં ન હોય પરંતુ વિરુદ્ધ અધિકરણમાં હોય તો પણ સાધ્યને સાધતો હોવાથી સહેતુ હોય છે. જેમકે
૬૫
સ પુત્ર: બ્રાહ્મા, પિત્રોદ્રંાળાત્ । આ છોકરો બ્રાહ્મણ છે. તેનાં માતા-પિતા બ્રાહ્મણ હોવાથી.
पूर्वस्थले वृष्टो मेघः, नदीपूरस्यात्र दर्शनात्, देशान्तरस्थस्तत्पतिः मृत्युं प्राप्तो માતિ, તસ્યા વિશિષ્ટરુવનયાત્ર શ્રવણાત્। આવાં અનેક ઉદાહરણો છે કે જ્યાં સાધ્ય અને હેતુનો અવિનાભાવ સંબંધ બરાબર છે. અને હેતુ પક્ષવૃત્તિ ન હોય પરંતુ પક્ષથી વિરુદ્ધ અધિકરણવૃત્તિ હોય તો પણ તે સાધ્યનો ગમક બને છે. પ્રથમ ઉદાહરણમાં માત-પિતાનું બ્રાહ્મણ્ય એ પુત્રના બ્રાહ્મણ્યનું ગમક બને જ છે. સાધ્યભૂત બ્રાહ્મણ્ય પુત્રમાં હોવાથી પુત્ર એ પક્ષ છે અને હેતુભૂત બ્રાહ્મણ્ય માત-પિતામાં હોવાથી તે પક્ષથી વ્યધિકરણ છે. છતાં પુત્રના બ્રાહ્મણ્યને જણાવનારું અનુમાન થતું દેખાય છે. તે જ પ્રમાણે મેઘની વૃષ્ટિ પૂર્વદેશમાં અનુમાન કરાય છે. અને હેતુભૂત નદીનું પૂર અહીં દેખાય છે. તથા પરદેશમાં રહેલા પતિમાં મૃત્યુ સિદ્ધ કરાય છે. અને વિશિષ્ટ રુદન અહીં રહેલી તે પતિની સ્ત્રીમાં દેખાય છે. એમ હેતુ પક્ષવૃત્તિ ન હોય અને વ્યધિકરણવૃત્તિ હોય તો પણ (જો અવિનાભાવ સંબધ બરાબર હોય તો) સાધ્યનો ગમક બને જ છે. માટે વ્યધિકરણ હેત્વાભાસ એ હેત્વાભાસ નથી.
પ્રશ્ન—જો હેતુ પક્ષધર્મતા વાળો ન હોય અને વ્યધિકરણવૃત્તિ હોય તો પણ સાધ્યનો ગમક બની શકતો હોય તો પક્ષમાં જ સાધ્યની સિદ્ધિ કેમ કરે? અન્યત્ર પણ
૯
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૬
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ સાધ્યની સિદ્ધિ કરનાર તે હેતુ બનવો જોઇએ. તેથી માત-પિતાનું બ્રાહ્મણ્ય એ હેતુ, પુત્ર નામના પક્ષમાં ન હોય છતાં પુત્રપક્ષમાં જેમ બ્રાહ્મણત્વ સિદ્ધ કરે છે. તેમ નટ અને ભટ આદિ ગમે તે પુરુષોમાં પણ આ હેતુ બ્રાહ્મણત્વ સાધ્યને કેમ સિદ્ધ કરતો નથી ? પૂછનારનો આશય એ છે કે જો હેતુને પક્ષવૃત્તિ ન માનો અને વ્યધિકરણવૃત્તિ હોય તો પણ તે સાધ્યનો ગમક બને છે એમ માનશો તો જેમ પક્ષમાં હેતુ ન હોવા છતાં પક્ષમાં સાધ્ય સિદ્ધ કરે છે તેમ વિપક્ષમાં પણ સાધ્યનો ગમક બનવો જોઇએ. અને તે હેતુ પક્ષની જેમ અન્યત્ર (વિપક્ષમાં) પણ સાધ્ય-સાધક થવો જોઇએ.
ઉત્તર-પુત્રના બ્રાહ્મણ્યને અને માત-પિતાના બ્રાહ્મણ્યને જેવો અવિનાભાવ-સંબંધ છે. તેવો નટ-ભટમાં અવિનાભાવ સંબંધ નથી. માટે આ હેતુ ત્યાં બ્રાહ્મણત્વ સાધ્યને સિદ્ધ કરતો નથી. જો ત્યાં પણ માત-પિતાનું બ્રાહ્મણત્વ હોય તો સિદ્ધ કરે જ. અર્થાત્
જ્યાં હેતુ અને સાધ્યનો અવિનાભાવ-સંબંધ હોય ત્યાં પક્ષવૃત્તિ ન હોય તો પણ સાધ્યસાધક થાય છે. આ સાચો ઉત્તર છે.
પરંતુ નિયાયિકાદિ) આ દર્શનકાર પક્ષધર્મતાને બહુ મહત્ત્વ આપે છે. અને તેને હેતુનું લક્ષણ માને છે. અને તેના જ કારણે વ્યધિકરણમાં રહેનારા હેતુને હેત્વાભાસ માની લે છે. તેથી “પક્ષધર્મતા”એ આવશ્યક નથી એ સમજાવવા ઉપરોક્ત પ્રશ્ન કરનારાને જ ગ્રંથકાર સામો પ્રશ્ન પૂછે કે–“જો” “પક્ષધર્મતા” જ સાધ્યની ગરમક બનતી હોય તો “મળે પર્વતો વદ્વિમાન, પર્વતવ્યતાવત્તા' પર્વતીય દ્રવ્યતા આ પર્વતમાં હોવાથી આ પર્વત વહ્નિવાળો છે. આવું અનુમાન કેમ સિદ્ધ થતું નથી ? પર્વતીય દ્રવ્યતા વિવક્ષિત પર્વતમાં વિદ્યમાન હોવાથી “પક્ષધર્મતા” છે જ. અને જ્યાં પક્ષધર્મતા હોય ત્યાં હેતુ સાધ્યનો ગમક હોય છે. એવો તમારો મત છે. તો અહીં પક્ષધર્મતા રૂપ બનેલો આ દ્રવ્યતાહેતુ તે પર્વતમાં ચિત્રભાનુને (વહિને) કેમ સિદ્ધ કરતો નથી ? માત-પિતાનું બ્રાહ્મણત્વ એ હેતુમાં પક્ષધર્મતા નથી માટે ગમક ન બનવો જોઈએ એમ તમે અમને (જૈનોને) પૂછો છો એટલે પક્ષધર્મતા હોય તે જ ગમક બને એમ તમારું માનવું થયું, તો પર્વતગત દ્રવ્યતામાં પક્ષધર્મતા છે. તો તે હેતુ વતિનો ગમક બનવો જોઈએ. પ્રશ્ન તો બન્ને સ્થાને સમાન જ છે. જો પક્ષધર્મતા હોય તે જ હેતુ ગમક માનો તો પર્વતીય દ્રવ્યતાને પણ વહ્નિની ચમક માનો. અને પક્ષધર્મતા એ ગમક નથી એમ માનો તો માત-પિતાનું બ્રાહ્મણત્વ એ પણ સાધ્યમમક હોઈ શકે છે એમ માનો. ઉત્તર તો બન્ને બાજુ સમાન જ છે.
પ્રશ્ન– મવાળે, પક્ષધર્મતા હોવા છતાં પણ વ્યભિચારવાળી હોવાથી દ્રવ્યતા એ વહ્નિની ગમક ન બને. અર્થાત્ વહ્નિ સાધ્ય વિના પણ દ્રવ્યતા પર્વતોમાં હોય
Page #84
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ છે. એટલે દ્રવ્યતાહેતુને અને વહ્નિ સાધ્યને વ્યભિચાર આવતો હોવાથી (અર્થાત્ અવિનાભાવ-સંબંધ ન હોવાથી) પક્ષધર્મતા હોવા છતાં વદ્વિનો ગમક તે હેતુ બનતો નથી.
ઉત્તર- તપ તુ તો તે વાત અહીં પણ તુલ્ય જ છે. તત્વિત્રોાથે-તે માત-પિતાનું જે બ્રાહ્મણત્વ છે. તે જ બ્રાહ્મણત્વ તામ્ પુત્રના બ્રાહ્મણત્વનું ગમક બને છે. નટ-ભટાદિમાં પિતૃબ્રાહ્મણત્વ ન હોવાથી પુત્રીય બ્રાહ્મણત્વ સિદ્ધ થતું નથી. સારાંશ કે વિવક્ષિતપુત્રમાં અને નટ-ભટાદિમાં એમ બન્ને સ્થાને પક્ષધર્મતા ન હોવા છતાં એકસ્થાને અવિનાભાવ છે. ત્યાં સાધ્યસિદ્ધિ થાય છે. અને બીજા સ્થાને અવિનાભાવસંબંધ નથી. માટે સાધ્યસિદ્ધિ થતી નથી. એથી પક્ષધર્મતા હોય ત્યાં સાધ્યસિદ્ધિ થાય. અને પક્ષધર્મતા ન હોય ત્યાં સાધ્યસિદ્ધિ ન થાય. આવો નિયમ નથી. પુર્વ તારું -આમ હોવાથી અવિનાભાવ સંબંધથી યુક્ત એવો જે હેતુ હોય તે સહેતુ છે. તેથી તેને વ્યધિકરણ હેત્વાભાસ કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય.
પ્રશ્ન- હેતુ પક્ષવૃત્તિ ન હોય છતાં જો અવિનાભાવસંબંધ હોય તો જ તે હેતુ સાધ્યનો ગમક બને છે. પરંતુ વ્યધિકરણ હેત્વાભાસ બનતો નથી. તેથી વ્યધિકરણ હેત્વાભાસનું લક્ષણ જો આવા પ્રકારનું કરવામાં આવે કે આધ્યાધિHપ્રયોગશ્ચ સાધ્યના નિર્ણયનો બોધ કરાવે જ એવો જે અવિનાભાવ સંબંધ માવા=સંબંધ, તેનો જ્યાં જ્યાં અભાવ હોય, સારાંશ કે સાધ્યનો બોધક એવો જે નિશ્ચિત અવિનાભાવ સંબંધ, તેનો અભાવ જ્યાં જ્યાં હોય છે તે વ્યધિકરણ હેત્વાભાસ તેનું કહેવાય. તો તો વ્યધિકરણહેત્વાભાસ સંભવેને ?
ઉત્તર- તવાન સમ્મતવિવુિં રોષ = જો તમે વ્યધિકરણહેત્વાભાસનું લક્ષણ આવા પ્રકારનું કરો કે “જ્યાં અવિનાભાવ સંબંધ ન હોય ત્યાં આ વ્યધિકરણહેત્વાભાસ કહેવાય. તો તેવો હેત્વાભાસ રૂપ દોષ અમને (જૈનોને) માન્ય છે. અમે તો તેને હેત્વાભાસ માનીશું. પરંતુ આવી વ્યાખ્યા કરવાથી “પ્રમેયત્વ” વગેરે (વ્યભિચારી) દોષવાળા હેતુઓ પણ વ્યધિકરણ જ થશે. પરંતુ વ્યભિચારી કહેવાશે નહીં, એવો તમને વાંધો આવશે. કારણકે-“પર્વતો વહ્નિમાન પ્રમેયાત્' આ અનુમાનમાં પ્રમેયત્વ હેતુની સાધ્યભાવમાં વૃત્તિ હોવાથી વ્યભિચારી હેત્વાભાસ છે. આ વાત સર્વ દર્શનકારોને સમ્મત છે. પરંતુ તમે વ્યધિકરણ હેત્વાભાસની જે વ્યાખ્યા બાંધી કે “જ્યાં જ્યાં અવિનાભાવ સંબંધ ન હોય તે હેતુ વ્યધિકરણ હેત્વાભાસ કહેવાય.” હવે અહીં પ્રયત્ન હેતુ પણ અવિનાભાવ સંબંધ વિનાનો છે જ. તેથી વ્યધિકરણ જ કહેવાશે. પરંતુ વ્યભિચારી કહેવાશે નહી, આવી તમને તકલીફ પડશે. તેથી જ્યાં જ્યાં અવિનાભાવ ન હોય તે બધા વ્યધિકરણ કહેવાય છે. તે વ્યાખ્યા પણ ખોટી છે. માટે વ્યધિકરણ
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
હેત્વાભાસ નથી એમ અમે સમજાવી રહ્યા છીએ. અને તમે જે આવું માનો છો કે “પક્ષથી અન્યધર્મતા (એટલે કે પક્ષધર્મતાનો અભાવ) માત્ર કહેવાથી વ્યધિકરણ હેત્વાભાસ કહેવાય એવી જે તમારી માન્યતા છે. અને તેવો હેતુ સાધ્યનો અગમક હોય છે એવી જે તમારી માન્યતા છે. તેનું જ અમે આ ખંડન કરી રહ્યા છીએ.
अथ प्रतिभोहशक्त्याऽन्यथाभिधानेऽपि ब्राह्मणजन्यत्वादित्येवं हेत्वर्थं प्रतिपद्यते इति चेत्, एवं तर्हि प्रतिभोहशक्त्यैव पटस्य कृतकत्वादित्यभिधानेऽपि पटस्य कृतकत्वादनित्यत्वं दृष्टम् , एवं शब्दस्यापि तत एव तदस्त्विति प्रतिपत्तौ नायमपि व्यधिकरण: स्यात्, तस्माद् यथोपात्तो हेतुस्तथैव तद्गमकत्वं चिन्तनीयम् । न च यस्मात् पटस्य कृतकत्वं तस्मात्तदन्येनाप्यनित्येन भवितव्यमित्यस्ति व्याप्तिः । अतोऽसौ व्यभिचारादेवागमकः । एवं काककाष्र्णादिरपि । कथं वा व्यधिकरणोऽपि जलचन्द्रो नभश्चन्द्रस्य, कृत्तिकोदयो वा शकटोदयस्य गमकः स्यात् ? इति नास्ति व्यधिकरणो हेत्वाभासः ॥
પિતૃબ્રાહ્મણત્વ દ્વારા પુત્રનું બ્રાહ્મણત્વ સાધવામાં હેતુ પક્ષવૃત્તિ થતો નથી. એટલે વ્યધિકરણ હેત્વાભાસ માનવો કે ન માનવો. તેની ચર્ચા આપણે ચાલે છે. અન્યદર્શનકારો તેને વ્યધિકરણ કહેવા ઇચ્છે છે. જૈનદર્શનકારો આવા હેતુને વ્યધિકરણ ન કહેવાય તેમ સમજાવે છે. એટલે અન્ય દર્શનકારો પોતાનો બચાવ કરવા માટે હેતુમાં “પક્ષવૃત્તિતા” તો હોવી જ જોઈએ. જો હેતુ પક્ષમાં ન વર્તે તો પક્ષમાં સાધ્ય કેમ સમજાવે ? આવી શંકાથી હેતુમાં પક્ષધર્મતાનો આગ્રહ રાખતા પ્રશ્ન કરે છે કે
પ્રશ્ન- પુત્રમાં બ્રાહ્મણત્વ સાધ્ય સાધવા માટે કહેવાયેલો “પિતૃબ્રદિપવિત્'' એવો જે હેતુ છે. તે હેતુનો અર્થ “માત-પિતા બ્રાહ્મણ હોવાથી” એવો જ જો કે થાય છે. પરંતુ (એવો અર્થ કરીએ તો તે બ્રાહ્મણત્વ માતા-પિતાસંબંધી હોવાથી પક્ષધર્મતા આવતી નથી માટે) તેવો અર્થ ન કરતાં પ્રતિભા દ્વારા (અપૂર્વકલ્પના દ્વારા) “પિતૃબ્રાદત્વિોત્' અથવા પદશક્તિદ્વારા (તર્કશક્તિ દ્વારા) એવું પદ (આગળ જે અર્થ કરવાનો છે. તેની અપેક્ષાએ) અન્યથા બોલવા છતાં પણ “બ્રદિા/ગ ત્વત્િ” “બ્રાહ્મણ વડે જન્ય હોવાથી' એવો જ હેતુનો અર્થ કરવો જોઈએ. જેથી પક્ષધર્મતા મળી જાય. કારણ કે માતા-પિતા બ્રાહ્મણ હોવાથી એવો અર્થ કરીએ તો તે બ્રાહ્મણતા માત-પિતામાં વર્તે છે. એટલે પક્ષભૂત એવા પુત્રથી અન્યત્ર વર્તે છે. એટલે વ્યધિકરણતા થાય છે. અને તેનો અર્થ જો બ્રાહ્મણજન્યત્વ કરીએ તો જન્યપણું પુત્રમાં જ વર્તે છે. તેથી હેતુ પક્ષવૃત્તિ મળી જાય છે. તેથી વ્યધિકરણતા રહેતી નથી. માટે પ્રતિભા અને તર્કશક્તિ દ્વારા આવો અર્થ હેતુનો કરવો જોઇએ.
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ ઉત્તર– આ પ્રમાણે જે હેતુ જેમ રજુ કરાયો હોય તેમ લેવાતો ન હોય. અને દોષ ન આવે તે રીતે અર્થાતર જો કરી શકાતું હોય તો “પદ: નિત્ય: ટચ #તલવાત્' અહીં આ અનુમાનમાં પટની અનિત્યતા સાધવામાં “પટનું કૃત્રિમપણું હોવાથી” આ હેતુ સહેતુ છે. પરંતુ તે જ હેતુ શબ્દની અનિત્યતા સાધવામાં “શબ્દ
નિત્ય: પટી તવાતુપક્ષધર્મતા ન હોવાથી (તથા અવિનાભાવ સંબંધ પણ ન હોવાથી) વ્યધિકરણહેત્વાભાસ બને છે. તેને બદલે પ્રતિભાશક્તિ દ્વારા તથા તર્કશક્તિ દ્વારા અર્થ બદલવાથી “પટસ્થ તત્વ' એમ કહેવા છતાં પણ જેમ પટની અનિત્યતા સિદ્ધ થાય છે. તેમજ તતઃ પૂર્વતે પટી તંત્વાન્ આ જ હેતુથી શબ્દસ્થાપિ શબ્દની પણ તતુ તે અનિત્યતા સિદ્ધ થાઓ. અને એમ પ્રતિપૌ=અર્થાન્તર સ્વીકારવામાં આ (વ્યધિકરણ) હેતુ પણ વ્યધિકરણ રહેશે નહીં અર્થાત્ સહેતુ જ બની જશે.
ભાવાર્થ એવો છે કે પટની અનિત્યતા સાધવામાં “પટની કૃતકતા” એ પક્ષવૃત્તિ અને અવિનાભાવસંબંધ હોવાથી જેમ સહેતુ બને છે અને સાધ્યનો ચમક પણ બને છે. (કારણકે જ્યાં જ્યાં પટની કૃતકતા હોય છે. ત્યાં ત્યાં પટની અનિત્યતા પણ હોય જ છે. એમ વ્યાપ્તિ સંભવે છે.) તેમ શબ્દની અનિત્યતા સાધવામાં પણ “પટની કૃતકતા હોવાથી” એમ બોલવા છતાં તેનો અર્થ માત્ર કૃતકતા કરીને અનિત્યની સાથે વ્યાપ્તિ થઈ જવાથી સહેતુ અને સાધ્યનો ગમક બની જશે “શબ્દ નિત્યઃ પટી તત્વી” અહીં શબ્દ એ પક્ષ છે. તેમાં પટીયકૃતકત્વ હોતું નથી. તેથી પક્ષવૃત્તિ નથી. પટીયકૃતકત્વ એ માત્ર પટમાં જ હોય છે. આ અનુમાનમાં પટ એ પક્ષ નથી. તેથી પક્ષથી ભિન્ન એવો પટ છે. તેમાં હેતુની વૃત્તિ છે. એટલે વ્યધિકરણ છે જ. છતાં પ્રતિભા શક્તિ દ્વારા અને તર્કશક્તિ દ્વારા પદસ્થ તત્વોત્ આ હેતુનો અર્થ પટીયકૃતકતાને બદલે એકલી “કૃતકતા” જ જો કરીએ તો જેમ પટની અનિત્યતા સિદ્ધ થાય તેમ શબ્દની અનિત્યતા પણ સિદ્ધ થશે જ. તેથી આ હેતુ સહેતુ થશે. પરંતુ વ્યધિકરણ રહેશે નહી. આ રીતે પ્રતિભા અને તર્કશક્તિથી હેતુના અર્થ બદલીએ તો કોઈ હેત્વાભાસ થાય જ નહી. બધા જ સાચા જ હેતુ થઈ જાય. તેથી અનુમાનમાં યથા ૩પત્તિ: હેતુઃ જેવા શબ્દપ્રયોગવાળો હેતુ કહ્યો હોય તથૈવ તામસ્વ=તેવા જ શબ્દપ્રયોગવાળો સાધ્યનો ગમક (છે કે નહીં તે) પણાનો ચિત્તનીય વિચાર કરવો જોઈએ. પરંતુ અર્થ બદલવો જોઈએ નહીં. તેથી પિતૃન્નાહાત્વ હેતુનો અર્થ બદલીને બ્રાહUTબન્યત્વે કરીને બળજબરીથી પક્ષધર્મતા લાવવાની કંઈ જ જરૂર નથી. જે અર્થ છે તે જ અર્થ રાખીને અવિનાભાવસંબંધ હોવાથી પક્ષવૃત્તિ ન હોવા છતાં સાધનો ગમક બને છે એમ માનવું જોઇએ. એવી જ રીતે પદચ વૃadવત્તાત્ હેતુનો અર્થ બદલ્યા વિના જ પટીયકૃતકતા જ અર્થ કરવો
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૦
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ જોઈએ. અને તે પટીયકૃતકતાની અનિત્ય સાધ્યની સાથે વ્યાતિ સંભવતી નથી. કારણકે “યાત્ પરશુ તત્વ, તક્ષાત્ તનાવ્યનચેન વિતવ્યનિતિ ન'= જેથી પટમાં કૃતકતા છે તેથી તે (પટ વિનાના) અન્ય પણ સર્વ અનિત્ય હોવા જોઈએ” એવી વ્યાપ્તિ થતી નથી, પટીયકૃતકતા હોય એટલે અન્યપદાર્થો અનિત્ય હોય એમ વ્યાપ્તિ સંભવતી નથી. જો આવી વ્યાતિ માનીએ તો પટીયકૃતકતા હોવાથી જેમ અન્ય એવો શબ્દ અનિત્ય બને છે. તેમ પરમાણુ અને આકાશાદિ અન્યપદાર્થો પણ અનિત્ય થવા જોઈએ. પરંતુ પટમાં કૃતકતા હોય તેથી કંઈ પરમાણુ અને આકાશાદિ અન્યપદાર્થો અનિત્ય બનતા નથી. તેમ શબ્દ પણ પટીયકૃતકતા હોય તેથી અનિત્ય છે. એમ કહેવાય નહીં.
- આ રીતે જે જેમ કહ્યો હોય તેમજ લેવો જોઇએ. અર્થ બદલવો જોઇએ નહીં. તો સૌ આ કારણથી આ પટમાં વર્તતી કૃતકતા પરમાણુ-આદિમાં અનિત્યતા ન હોય તો પણ (સાધ્યાભાવ કાલે પણ) વર્તે જ છે. એમ વ્યભિચાર દોષવાળો હોવાથી જ સાધ્યનો અગમક છે, એમ જાણવું જોઇએ. પરંતુ વ્યધિકરણ છે એમ ન સમજવું. તથા કાકની કૃષ્ણતા વગેરે હેતુઓ પણ વ્યભિચારી હોવાથી સાધ્યના અગમક જાણવા. જેમ કે- “શ: નિત્ય, વાવસ્થ " અહીં કાગડાની કાળાશ એ અનિત્યસાધ્યની સાથે વ્યાતિ પામતી નથી. શબ્દ અને ઘટાદિમાં અનિત્યતા હોય તો જેમ કાકની કૃષ્ણતા સંસારમાં હોય છે. તેમ પરમાણુ અને આકાશાદિ નિત્ય હોય ત્યારે પણ સંસારમાં કાકની કૃષ્ણતા તો વર્તે છે. માટે વ્યધિકરણ હેત્વાભાસ માનવાની જરૂર નથી. જો વ્યધિકરણને હેત્વાભાસ જ માનીએ તો જલમાં વર્તતું ચંદ્રનું બિંબ આકાશના ચંદ્રનું જે ગમક બને છે. તથા કૃત્તિકા નક્ષત્રનો ઉદય શકટ (રોહિણી) નક્ષત્રના ઉદયનો જે ગમક બને છે. તે પણ ગમક ન બનવો જોઈએ. કારણ કે સાધ્ય ચંદ્રબિંબ ગગનમાં છે. અને હેતુભૂત ચંદ્રબિંબ જલમાં છે. અહીં સાધ્યવાળા અધિકરણમાં હેતુ નથી પરંતુ વિપરીત અધિકરણમાં હેતુ છે. છતાં પણ અવિનાભાવ હોવાથી સાધ્યનો ગમક થાય જ છે. એવી જ રીતે કૃત્તિકાનો ઉદય પૂર્વકાલમાં છે. શકટનો ઉદય પશ્ચાત્કાલમાં છે. એટલે વિપરીત અધિકરણ છે. છતાં પણ અવિનાભાવ હોવાથી સાધ્યનો ગમક બને જ છે. માટે વિપરીત અધિકરણમાં હેતુ રહે એટલા માત્રથી તેને હેત્વાભાસ કહેવાય નહીં તેથી વ્યધિકરણ હેત્વાભાસ નથી.
૬. આશ્રયાસિદ્ધ હેત્વાભાસનું ખંડન आश्रयासिद्धतापि न युक्ता । अस्ति सर्वज्ञः, चन्द्रोपरागादिज्ञानान्यथानुपपत्तेरित्यादेरपि गमकत्वनिर्णयात् । कथमत्र सर्वज्ञधर्मिणः सिद्धिः ? इति चेत्, असिद्धिरपि
Page #88
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ कथमिति कथ्यताम् ? प्रमाणागोचरत्वादस्येति चेत्, एवं तर्हि तवापि तत्सिद्धिः कथं स्यात् ? ननु को नाम सर्वज्ञधर्मिणमभ्यधात् , येनैष पर्यनुयोग: सोपयोग: स्यादिति चेत्, नैवम् , प्रमाणागोचरत्वादित्यतः सर्वज्ञो धर्मी न भवतीति सिषाधयिषितत्वात् । अन्यथेदमम्बरं प्रति निशिततरतरवारि व्यापारप्रायं भवेत् ॥ एवं च
आश्रयासिद्धता तेऽनुमाने न चेत्, साऽनुमाने मदीये तदा किं भवेत् ? आश्रयासिद्धता तेऽनुमानेऽस्ति चेत्, साऽनुमाने मदीये तदा किं भवेत् ?
यदि त्वदीयानुमाने न आश्रयासिद्धिरस्ति तदा प्रकृतेऽप्यसौ मा भूद्, धर्मिण उभयत्राप्यैक्यात्, अन्यस्यास्य प्रकृतानुपयोगित्वात् अथास्ति तत्राश्रयासिद्धिः तदा बाधकाभावात् एषा कथं मदीयेऽनुमाने स्यादिति भावः ।
નૈયાયિક-વૈશેષિકાદિ દર્શનકારો પૂર્વે કહેલા અસિદ્ધહેત્વાભાસના ૨૫ ભેદોમાં આશ્રયાસિદ્ધ” નામનો પણ હેત્વાભાસ સાતમા નંબરનો કહે છે. પરંતુ તે હેત્વાભાસ સંભવતો નથી. તેની ચર્ચા હવે શરૂ કરે છે. અનુમાનમાં રજુ કરાયેલ આશ્રય (પક્ષ અર્થાત્ ધર્મી) જ અસિદ્ધ હોય (સંસારમાં પક્ષ જ ન હોય) તે હેતુ આશ્રયાસિદ્ધ કહેવાય છે. એમ તેઓનું કહેવું છે. તેની સામે અહીં ગ્રંથકાર કહે છે કે,
આશ્રયાસિદ્ધતા” પણ યુક્તિયુક્ત નથી. કારણ કે જે આશ્રય (પક્ષ) સંસારમાં છે કે નહીં તેનો વાદી-પ્રતિવાદી વચ્ચે વિધિ કે નિષેધ જણાવવો હોય ત્યારે મનની કલ્પનાથી કલ્પીને પણ અર્થાત્ મનના વિકલ્પમાત્રથી પણ પક્ષ મૂકવો જ પડે છે. તેથી સંસારમાં જે વસ્તુ ન જ હોય તેના નિષેધ માટે, અને જે સંશયાત્મક હોય તેના વિધિ-નિષેધ માટે, અને જે વસ્તુ વાદી-પ્રતિવાદીમાંથી એકને માન્ય હોય અને એકને માન્ય ન હોય તો તેને સમજાવવા માટે વિકલ્પમાત્રથી પણ પક્ષ મૂકવામાં આવે છે. તેથી આશ્રયાસિદ્ધ હેત્વાભાસ કહેવાતો નથી. જેમકે
“સર્વઃ સ્ત, ચોપરા વિજ્ઞાનાન્યથાનુરૂપ ” આ અનુમાનમાં જે સર્વજ્ઞા પક્ષ મૂકવામાં આવ્યો છે. તેમાં હેતુ સાધ્યની સિદ્ધિનો ગમક બને જ છે. માટે આશ્રયાસિદ્ધ હેત્વાભાસ નથી.
તૈયાયિક– થમત્ર સર્વથર્ષિઃ સિદ્ધિઃ? ઉપર કહેલા જૈનોના અનુમાનમાં “સર્વજ્ઞ” એવા ધર્મીની અર્થાત્ પક્ષની સિદ્ધ કેવી રીતે થાય ? વહ્નિ આદિના અનુમાનકાલે પર્વતાદિ પક્ષ સાક્ષાત ઇન્દ્રિયગોચર હોવાથી સિદ્ધ થાય છે. તેમ “સર્વજ્ઞ” એવા આ પક્ષની સિદ્ધિ કેમ થાય ? પ્રત્યક્ષ તો કંઇ દેખાતા નથી.
જૈનસિદ્ધિfપ ાથમિતિ વાતામ્ ? ઉપરોક્ત પ્રશ્ન પૂછતા નૈયાયિકને
Page #89
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
જૈનાચાર્ય પણ સામે જ પ્રશ્ન કરે છે કે તે અનુમાનમાં “સર્વજ્ઞ''ની અસિદ્ધિ પણ (એટલે કે સર્વજ્ઞ નથી એવું પણ) કેવી રીતે સિદ્ધ થાય છે ? તે સમજાવો.
૭૨
નૈયાયિક પ્રમાળાનોવરત્વાસ્થેતિ ચૈત્, સર્વજ્ઞ નામની કોઇપણ વ્યક્તિ ઇન્દ્રિય જન્ય પ્રત્યક્ષ, અનુમાન, તથા આગમાદિ સર્વ પ્રમાણોનો અવિષય હોવાથી અર્થાત્ કોઇપણ પ્રમાણોથી સિદ્ધ થતો ન હોવાથી તે સર્વજ્ઞની અસિદ્ધિ છે જ.
જૈન—– હે નૈયાયિક ! જો પ્રમાણનો અવિષય હોવાથી સર્વજ્ઞની અસિદ્ધિ જ છે. ત્ત્વ તર્ફેિ તવાપિ-આ પ્રમાણે જો તું કહે છે. તો તારે પણ સર્વજ્ઞનું નાસ્તિ-સાધ્ય સિદ્ધ કરવા માટે મૂકાયેલા તઋિદ્ધિઃ થં સ્થાત્ ?– તે સર્વજ્ઞપક્ષની સિદ્ધિ કેમ થશે ? આ સંસારમાં સર્વજ્ઞ જેવી કોઇ વ્યક્તિ નથી. એમ તું અમારી સામે જ્યારે બોલીશ ત્યારે તું અનુમાન તો આવું કરીશ જ. સર્વજ્ઞ: ‘નાસ્તિ પ્રમાળોચરત્નાત્ ગાગૃવત્'' આ અનુમાનમાં મૂકાયેલ પક્ષ તો તારે સિદ્ધ કરવો જ પડશે, તે કેમ કરીશ ? કારણકે જો પક્ષ છે એમ તું સિદ્ધ ન કરે તો તારૂં જ આ અનુમાન આશ્રયાસિદ્ધ જ બની જાય. માટે કહે કે તે પક્ષની સિદ્ધિ તું તારા અનુમાનમાં કેમ કરીશ ?
नैयायिङ को नाम सर्वज्ञधर्मिणमभ्यधात्, येनैष पर्यनुयोगः सोपयोगः स्यादिति ચેહે જૈનાચાર્ય ! “સર્વજ્ઞ” નામના ધર્મીને (પક્ષને) કહ્યો જ છે કોણે ? કે જેથી તમારો આ પ્રશ્ન ઉચિત કહેવાય ? અમે સર્વજ્ઞધર્મીનું ઉચ્ચારણ જ કર્યું નથી અને તમે અમને કેમ પકડો છો ?
જૈન—નૈવમ્, હૈ તૈયાયિક ! આવા પ્રકારનું મિથ્યાભાષણ ન કરવું. કારણ કે પ્રમાળાનોઘરાવિત્યત: સર્વજ્ઞો ધર્મી ન મવતીતિ સિાિિષતત્વાન્ । પ્રમાણનો અવિષય હોવાથી' આવા પ્રકારના હેતુને જણાવવા દ્વારા તારે સર્વજ્ઞ નામના ધર્મી આ સંસારમાં નથી એમ સાધવાની ઇચ્છા હોવાથી જ્યારે આ હેતુથી તે નથી એમ સાધીશ ત્યારે પક્ષનું ઉચ્ચારણ તો કર્યું જ. અને પક્ષ સ્થાપવો જ પડે. માટે “અમે પક્ષનું ઉચ્ચારણ કરતા નથી'' એમ મિથ્યાભાષણ ન કર. અને વિકલ્પમાત્રથી પણ પક્ષ સ્થપાય છે. એમ સ્વીકાર કર.
અન્યથા મ્-સમ્વર પ્રતિ- જો તું પક્ષની સ્થાપના ન જ માને, તો પક્ષ વિનાનું તારું આ અનુમાન પ્રમાણાગોચર હોવાથી” આ હેતુ દ્વારા નાસ્તિ-સાધ્ય કયાં સાધશે ? અનુમાન નિષ્ફળ જ જશે. તેથી તારું આ પક્ષ વિનાનું અનુમાન આકાશમાં કરાયેલા તિક્ષ્ણતર ધારવાળી તરવારના ઘા તુલ્ય (નિષ્ફળ) જ બનશે. વં ==આમ બનવાથી
Page #90
--------------------------------------------------------------------------
________________
૭૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ તને બન્ને બાજુ દોષ આવશે. પક્ષ ન મૂકે તો પક્ષ વિના નાસ્તિ કયાં સાધીશ? અને જો પક્ષ મૂકીશ. તો નાસ્તિ સાધ્ય સાધવા માટે સર્વજ્ઞધમ નામનો પક્ષ રજુ કરાય જ છે. એમ સિદ્ધ થવાથી આશ્રયાસિદ્ધહેત્વાભાસ થતો જ નથી. તે આ પ્રમાણે
જે “સર્વજ્ઞ નીતિ પ્રમUરવા" આવા પ્રકારના તારા અનુમાનમાં વિકલ્પ માત્રથી જો પક્ષ સ્થાપી શકાય છે અને આશ્રયાસિદ્ધતા આવતી નથી.
સર્વજ્ઞ: પ્રતિ ચોપરા વિજ્ઞાનાન્યથાનુપપ:' આવા પ્રકારના અમારા અનુમાનમાં પણ સકતે આશ્રયાસિદ્ધતા કેમ કહેવાય ?
અને જો ઉપરોક્ત તારા અનુમાનમાં સર્વજ્ઞ એવો જે પક્ષ રજુ કરાયો છે તે નારવિન્દ્ર કુમ કવિન્દ્રવીત્” આવા અનુમાનની જેમ પક્ષ અવિદ્યમાન હોવાથી જો આશ્રયાસિદ્ધતા છે. તો મારા અનુમાનને તોડનારું તારું અનુમાન આશ્રયાસિદ્ધ હત્વાભાસવાળું બનેલ હોવાથી ખોટું છે. તેથી મતીયે અનુમાને મારા અનુમાનમાં સી તા વિ ભવેત્ તે આશ્રયાસિદ્ધતા હવે કેમ થશે ? કારણકે મારા અનુમાનને ખંડિત કરનાર તારું અનુમાન આશ્રયાસિદ્ધ બનવાથી મારું અનુમાન સાચું જ રહેશે.
વરિયાનુને “સર્વજ્ઞ: રાતિ પ્રમUTોવરત્વ' આવા પ્રકારના તારા અનુમાનમાં ૧ પ્રાથસિદ્ધિતિ જો આશ્રયાસિદ્ધિ હેત્વાભાસ ન થતો હોય તો પ્રોડગણી પ્રસ્તુત એવા મારા અનુમાનમાં પણ આ આશ્રયાસિદ્ધિ હેત્વાભાસ મા મૂકન થાઓ. “સર્વજ્ઞ” નામનો ધમ (પક્ષ) તો બન્ને અનુમાનોમાં એક જ છે.
ચાચ પ્રતાનુપયોજિત્વા સર્વજ્ઞ નામના પક્ષને બદલે અહીં બીજો કોઇ અન્ય પક્ષ મૂકો તો તે પ્રસ્તુતમાં બીન ઉપયોગી હોવાથી મૂકી શકાય નહીં. તમારે પણ “સર્વજ્ઞ” પક્ષ જ મૂકવો પડે. તેથી નાસ્તિ સમજાવવા જેમ તમે સર્વજ્ઞ પક્ષ મૂકી શકો છો, તેમ અસ્તિ સમજાવવા અમે પણ સર્વજ્ઞ પક્ષ મૂકી શકીએ છીએ. માટે અમારા અનુમાનમાં પણ તમારી જેમ જ આશ્રયાસિદ્ધતા નથી.
૩થતિ તત્રાશ્રયદ્ધિ =હવે ત્યાં (તમારા અનુમાનમાં) ગગનારવિંદની જેમ સર્વજ્ઞ નામનો પક્ષ સંસારમાં ન હોવાથી જો આશ્રયાસિદ્ધતા છે. તો તમારું તે અનુમાન દોષવાળું થવાથી અમારા અનુમાનને બાધ કરી શકતું નથી. તેથી વાધાભાવા=બાધક કોઈ ન હોવાથી મતીયે મનુમાને અમારા અનુમાનમાં હવે અષા થે
િિત ભાવ: આ આશ્રયસિદ્ધિતા નામનો દોષ કેમ લાગશે ? કારણકે અમને દોષિત કરનારું તમારું જ અનુમાન દોષિત તમે માન્યું. આ પ્રમાણે ભાવાર્થ જાણવો.
૧0
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
પરિચ્છેદ ૬-૫૧
તથા ત્ર
विकल्पाद् धर्मिणः सिद्धिः क्रियतेऽथ निषिध्यते । द्विधापि धर्मिणः सिद्धिर्विकल्पात् ते समागता ॥ १ ॥
द्वयमपि नास्मि करोमीत्यप्यनभिधेयम्, विधिप्रतिषेधयोर्युगपद् विधानस्य प्रतिषेधस्य चासम्भवात् । यदि च द्वयमपि न करोषि तदा व्यक्तममूल्यक्रयी कथं नोपहासाय जायसे ? तथातायामाश्रयासिद्ध्युद्भावनाघटनात् ॥
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉપર કહેલી ચર્ચા પ્રમાણે હવે વિકલ્પમાત્રથી (મનમાં કરેલી કલ્પના માત્રથી) ધર્મીની (પક્ષની) સિદ્ધિ કરી શકાય છે. અથવા ધર્મનો (પક્ષનો) નિષેધ કરી શકાય છે. એમ નક્કી થયું. આ પ્રમાણે વિધાનકાલે અથવા નિષેધકાલે એમ બન્ને રીતે પણ વિક્લ્પમાત્રથી ધર્મની સિદ્ધિ તારે (બળાત્કારે પણ) સ્વીકારવી જ રહી. ચન્દ્રોપરામવિજ્ઞાનાન્યથાનુ૫૫ત્તે: આ હેતુથી ધર્મીના અસ્તિત્વની (વિધાનની) સિદ્ધિ કરો કે, પ્રમાળોચરત્વાત્ હેતુથી ધર્મીના નાસ્તિત્વની (નિષેધની) સિદ્ધિ કરો. પરંતુ બન્ને કાલે
પક્ષની સિદ્ધિ તો વિક્લ્પમાત્રથી માનવી જ રહી.
નૈયાયિક— હું વિધિનો પણ આશ્રય નહીં કરૂં અને નિષેધનો પણ આશ્રય નહીં કરૂં. અર્થાત્ અસ્તિ કે નાસ્તિ સાધ્ય સાધવા માટે ધર્મનું વિધાન કે ધર્મનો નિષેધ એમ બન્ને પણ હું નહીં કરૂં.
જૈનાચાર્ય– હે નૈયાયિક ! આમ જો તું કહે તો તારે આવું ન કહેવું જોઇએ. કારણકે વિધિ અને પ્રતિષેધ બન્ને પરસ્પર વિરોધી હોવાથી બન્નેને અમે માનીએ છીએ એમ યુગપદ્વિધાન, કે બન્નેને અમે માનતા નથી. એમ યુગપનિષેધ કહેવો સંભવિત નથી. કારણકે એક ન માનો તો બીજો પક્ષ હોય જ. અને બીજો પક્ષ ન. માનો તો પ્રથમપક્ષ હોય જ છે. હવે હૈ નૈયાયિક જો તમે ધ્રુવપન રોષિ=પક્ષનું વિધાન કે પક્ષનો નિષેધ એમ બન્ને પણ નહીં કરો તો પક્ષની સ્થાપના વિના વાદીઓની સભામાં તમારા અનુમાનની રજુઆત કેમ કરી શકશો. ત્યારે તો મૂલ્ય (પૈસા) લીધા વિના વસ્તુ ખરીદ કરવા જનારાના જેવો તું પંડિતોની સભામાં મશ્કરી માટે કેમ નહી થાય ? અને તથાતાયામ્-જો વિકલ્પમાત્રથી પક્ષ હોઇ શકે છે. તેવા પ્રકારનું વચન સ્વીકારાય તો આશ્રયાસિદ્ધિ દોષનું ઉદ્દ્ભાવન સંભવતું જ નથી.
ननु यदि विकल्पसिद्धेऽपि धर्मिणि प्रमाणमन्वेषणीयम्, तदा प्रमाणसिद्धेऽपि प्रमाणान्तरमन्विष्यताम्, अन्यथा तु विकल्पसिद्धेऽपि पर्याप्तं प्रमाणान्वेषणेन, अहमहमिकया प्रमाणलक्षणपरीक्षणं परीक्षकाणामकक्षीकरणीयं च स्यात् । तावन्मात्रेणैव
Page #92
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
सर्वस्यापि सिद्धेः । तथा च चाक्षुषत्वादिरपि शब्दानित्यत्वे साध्ये सम्यग्धेतुरेव भवेदिति चेत् ?
રૈયાયિક– મનની કલ્પના માત્ર સ્વરૂપ વિકલ્પથી સિદ્ધ કરાતા એવા પણ ધર્મીમાં જો પ્રમાણ શોધવાનું હોય, તો પ્રમાણસિદ્ધ એવા ધર્મમાં પણ તેની સિદ્ધિ માટે પ્રમાણાન્તર (બીજું પ્રમાણ) લગાડવું પડશે. સારાંશ એવો છે કે જો અનુમાનમાં મૂકાયેલા બધા પક્ષોને પણ પ્રમાણથી જ સાબિત કરવા પડતા હોય તો જેમ વિ‚સિદ્ધ પક્ષને માટે પ્રમાણ જોઇએ, તેવી જ રીતે પ્રમાણસિદ્ધ પક્ષ માટે પણ અન્ય પ્રમાણ લગાવવું જ પડે. અન્યથા એટલે જો એમ ન માનીએ તો પ્રમાણસિદ્ધ ધર્મી માટે જેમ અન્ય પ્રમાણ ન જોઇએ, તેમ વિકલ્પસિદ્ધ ધર્મી માટે પણ પ્રમાણની ગવેષણા કરવા વડે સર્યું. તથા જે પક્ષ વિકલ્પમાત્રથી જ મૂકાય છે. તે વિકલ્પમાત્ર સ્વરૂપ હોવાથી ગગનારવિંદ તુલ્ય જ છે. તેથી તેને સિદ્ધ કરવા પ્રમાણની ગવેષણા વડે સર્યું. તથા “વિક્લ્પસિદ્ધ ધર્મી પણ હોય છે.' એ માન્યતાની સિદ્ધિ માટે હું પ્રથમ સિદ્ધ કરૂં. હું પ્રથમ સિદ્ધ કરૂં. એવી સ્પર્ધા દ્વારા પ્રમાણના લક્ષણની પરીક્ષા કરવાનું પણ પરીક્ષક પુરુષોને રહેશે નહીં. કારણકે તાવનાત્રજૈવ-તેવા વિકલ્પમાત્રથી જ સર્વજ્ઞાદિ પક્ષોસંસારમાં છે જ, એમ તમારા કહેવા મુજબ સિદ્ધ થઇ જ જાય છે. અને આ રીતે જો મનના વિકલ્પમાત્રથી જ પક્ષાદિની સિદ્ધિ થતી હોય તો રાષ્ટ્ર: અનિત્ય: ચાક્ષુષાત્ ઇત્યાદિ (મિથ્યા) અનુમાનોમાં પણ સાધ્યસિદ્ધિ થાઓ. અને જે હેતુ છે. તે સાધ્યનો ગમક થવાથી સમ્યગ્ હેતુ જ બનો. આ પ્રમાણે બધું અવ્યવસ્થિત થશે.
तदत्यल्पम्, विकल्पाद्धि सत्त्वासत्त्वसाधारणं धर्मिमात्रं प्रतीयते, न तु तावन्मात्रेणैव तदस्तित्वस्यापि प्रतीतिरस्ति । यतोऽनुमानानर्थक्यं भवेत्, अन्यथा पृथिवीधरसाक्षात् - कारे कृशानुमत्त्वसाधनमप्यपार्थकं भवेत् । तस्याग्निमतो वा प्रत्यक्षेणैव प्रेक्षणात् । જૈન–ઉપરોક્ત નૈયાયિકની વાત પણ સાર વિનાની છે. કારણ કે વિકલ્પમાત્રથી તો સત્ત્વ (અસ્તિત્વ) અને અસત્ત્વ (નાસ્તિત્વ) એમ બન્ને ધર્મોમાં સાધારણ એવો ધર્મમાત્ર પ્રતીત થાય છે. પરંતુ તેટલા માત્રથી જ ધર્મનું અસ્તિત્વ સાધ્ય પણ સમજાઇ જતું નથી કે જેથી તેના અનુમાનની નિરર્થકતા કહેવાય. વિકલ્પથી ધર્મીમાત્રની સિદ્ધિ થવા છતાં પણ પ્રમાણ આપ્યા વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. તેથી સાધ્યસિદ્ધિ માટે અનુમાન પ્રમાણ આપવું જ પડે છે. માટે અનુમાન નિરર્થક નથી. જો સામાન્ય ધર્મીમાત્રની પ્રતીતિ થયે છતે સાધ્યની (સર્વજ્ઞાદિના અસ્તિત્વ કે નાસ્તિત્વની) પ્રતીતિ પણ જો થઇ જતી હોય તો પૃથિવીધર (પર્વત)નો સાક્ષાત્કાર કરાયે છતે કૃશાનુમત્ત્વ (અગ્નિવાળાપણું) સાધવું તે પણ નિરર્થક જ થશે. કારણકે પક્ષની સાથે (પર્વતની સાથે)
૭૫
Page #93
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ સાધ્ય (અગ્નિ) પણ જણાઇ જ જશે. અથવા તેનો સાર એ કે અગ્નિવાળી પર્વત પ્રત્યક્ષ વડે જ જણાઈ જશે. માટે ત્યાં પણ અનુમાન અપાર્થક જ બનશે.
(ननु) अग्निमत्त्वानग्निमत्त्वविशेषशून्यस्य शैलमात्रस्य प्रत्यक्षेण परिच्छेदाद् नानुमानानर्थक्यमिति चेत्, तर्हि अस्तित्वनास्तित्वविशेषशून्यस्य सर्वज्ञमात्रस्य विकल्पेनाऽऽकलनात् कथमत्राप्यनुमानानर्थक्यं स्यात् ?
अस्तित्वनास्तित्वव्यतिरेकेण कीदृशी सर्वज्ञसिद्धिरिति चेत्, अग्निमत्त्वानग्निमत्त्वव्यतिरेकेण क्षोणिधरमात्रसिद्धिरपि कीदृशी? इति वाच्यम् । क्षोणीधरोऽयमित्येतावन्मात्रज्ञप्तिरेवेति चेत्, इतरत्रापि सर्वज्ञ इत्येतावन्मात्रज्ञप्तिरेव साऽस्तु, केवलमेका प्रमाणलक्षणोपपन्नत्वात् प्रामाणिकी, तदन्या तु तद्विपर्ययाद् वैकल्पिकीति ।।
તૈયાયિક– હે જૈન ! જ્યારે ચાક્ષુષપ્રત્યક્ષથી પર્વત દેખાય છે. ત્યારે આ પર્વત અગ્નિમાનું છે કે અનગ્નિમાન્ય છે. એવા વિશેષાપૂર્વક જણાતો નથી. પરંતુ આવા વિશેષોથી શૂન્ય એવા શૈલમાત્રનો જ પ્રત્યક્ષ પ્રમાણ વડે પરિચ્છેદ થતો હોવાથી અગ્નિમત્ત્વ છે કે અનગ્નિમત્ત્વ છે એ જાણવા માટે ત્યાં તો અનુમાન પ્રમાણ કરવું જ પડે છે. તેથી નિરર્થક કેમ કહેવાય ?
જૈન તો હે તૈયાયિક ! એ જ પ્રમાણે અસ્તિવ અને નાસ્તિત્વ એવા વિશેષાથી શૂન્ય સર્વજ્ઞમાત્રની કલ્પના વિકલ્પ દ્વારા કરવાથી તેના અસ્તિત્વ-નાસ્તિત્વને જાણવા માટે અનુમાન પ્રમાણની આવશ્યક્તા હોવાથી અહીં પણ અનર્થક કેમ કહેવાય ?
નૈયાયિક હે જૈન ! અસ્તિત્વ અને નાસ્તિત્વ વિશેષો વિના સર્વશની સિદ્ધિ તો વળી કેવી હોય ! અર્થાત્ સર્વજ્ઞ છે અથવા સર્વજ્ઞ નથી. એમ અસ્તિ-નાસ્તિ સાથે જ સિદ્ધિ હોય. તે ધર્મ વિના એકલા ધમીની સિદ્ધિ વળી કેવી હોય ?
જૈન– હે નૈયાયિક ! તમારા અનુમાનમાં અગ્નિમત્ત્વ અને અનગ્નિમત્ત્વ એવા વિશેષણ વિનાના કેવલ એક્લા પર્વતપક્ષની સિદ્ધિ ચાક્ષુષપ્રત્યક્ષથી કેવી હોય ? તે કહો.
નૈયાયિક- હે જૈન ! “આ પર્વત છે” એટલી જ માત્ર જ્ઞપ્તિ થાય છે. એટલે કે પર્વતમાત્ર છે. એટલી જ પ્રતીતિ ચાક્ષુષપ્રત્યક્ષથી થાય છે. પછી અગ્નિમત્ત્વ અને અનગ્નિમત્ત અનુમાનથી કરાય છે.
જૈન– હે નૈયાયિક ! તન્નાઈપ અન્ય સ્થાને પણ એટલે કે અમારા જૈનોના અનુમાનમાં પણ “સર્વજ્ઞ” એટલો જ માત્ર બોધ વિકલ્પથી થાય છે. ત્યારબાદ તેના અસ્તિત્વ અને નાસ્તિત્વનો નિર્ણય અનુમાનથી થાય છે. ફક્ત તમારા અનુમાનમાં
Page #94
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ પર્વતપક્ષનો બોધ ચાક્ષુષાદિ પ્રત્યક્ષ પ્રમાણ જન્ય છે. અને અમારા અનુમાનમાં ર્વિજ્ઞ પક્ષનો બોધ (છે કે નહીં તે નિર્ણય ન હોવાના કારણે તથા) તવિપર્યથા–ચાક્ષુષાદિ પ્રત્યક્ષ પ્રમાણ જન્ય ન હોવાથી વિકલ્પથી થાય છે.
नन् किमनेन दुर्भगाभरणभारायमाणेन विकल्पेन प्रामाणिकः कुर्यादिति चेत् ? तदयुक्तम् , यतः प्रामाणिकोऽपि षट्तर्कोपरितर्ककर्कशशेमुषीविशेषसङ्ख्यावद्विरा जिराजसभायां खरविषाणमस्ति नास्ति वेति केनापि प्रसर्पद्दोद्धरकन्धरेण साक्षेपं प्रयाहतोऽवश्यं पुरुषाभिमानी किञ्चिद् ब्रूयाद्, न तुष्णीमेव पुष्णीयात् , अप्रकृतं च कि.मपि प्रलपन् सनिकारं निस्सार्येत, प्रकृतभाषणे तु विकल्पसिद्धं धर्मिणं विहाय काऽन्यागतिरास्ते ? ॥
નૈયાયિક– દૌર્ભાગ્યવાળી (વિધવા) સ્ત્રીના શરીર ઉપર આભરણોના ભાર તુલ્ય એવા આ વિકલ્પસિદ્ધ પક્ષ વડે પ્રામાણિક પુરુષને શું કામ ? અર્થાત્ જે સ્ત્રી વિધવા છે, તેને ગમે તેટલાં આભરણોનો ભાર હોય તો પણ કંઈ કામનો નથી. તેવી જ રીતે પ્રામાણિક પુરુષો આ વિકલ્પમાત્રથી રજા કરાતા પક્ષને શું કરે ? અર્થાત્ પ્રમાણસિદ્ધ પક્ષ હોય તો જ પક્ષ કહેવાય છે. વિકલ્પસિદ્ધ પક્ષ સંભવતો નથી.
જૈન– નૈયાયિકની ઉપરોક્ત વાત ઉચિત નથી. કારણ કે કોઇપણ પ્રામાણિક પુરુષને પર્ત છ એ દર્શનશાસ્ત્રોની ૩પર ઉપર ત =અતિશય અભ્યાસ દ્વારા વશ સૂક્ષ્મ શમૂવિશેષ એવી તીવ્ર બુદ્ધિ વિશેષવાળા નંદ્યાવત્ વિદ્વાન પુરુષો વડે વિનિ-વિશેષ શોભાયમાન એવી રાનમાં રાજ્યસભામાં “ખરવિષાણ છે કે નથી” આવો પ્રશ્ન વધતા અભિમાનથી અદ્ધર બનેલી છે ડોક જેની એવા કોઈ વાદી વડે આક્ષેપપૂર્વક તાડન કરાવે છતે (તાડુકીને પૂછાયે છતે) પુરુષાભિમાની (પોતાને કંઈક વિશિષ્ટ સમજનાર અને આથી જ રાજ્યસભામાં વાદમાં ઉતરેલ) એવા તે પ્રામાણિક પ્રતિવાદીએ અવશ્ય કંઈક તો ઉત્તર બોલવો જ પડે. પરંતુ કંઈ મૌન ન રહેવાય. અને અપ્રસ્તુત પણ ગમે તેમ ન બોલાય. કારણ કે જો મૌન રહે તો તે પ્રામાણિક પ્રતિવાદીને કંઈ આવડતું નથી એમ સિદ્ધ થતાં હાર થાય. અને અપ્રસ્તુત કંઇપણ બોલે તો પણ (જાતિ અને નિગ્રહસ્થાનોથી હાર તો થાય જ તદુપરાંત) નિરંપરાભવ કરવા પૂર્વક રાજ્યસભામાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવે. અર્થાત્ બહાર કાઢવામાં આવે. એટલે મૌન તો ન જ રહેવાય અને અપ્રસ્તુત પણ ન બોલાય. તેથી પ્રસ્તુત જ બોલવું પડે.
જ્યારે પ્રસ્તુત જ ભાષણ કરે ત્યારે “ખરવિષાણ નથી જ, અસત્ હોવાથી વધ્યાપુત્રવત્” આ ભાષણમાં વિકલ્પસિદ્ધ પક્ષને રજુ કરવા વિના અન્ય બીજો કયો રસ્તો હોઈ શકે ? અર્થાત્ બીજો કોઈ રસ્તો નથી. વિકલ્પસિદ્ધ ધર્મી જ સ્વીકારવો પડે.
Page #95
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
अप्रामाणिके वस्तुनि मूकवावदूकयोः कतरः श्रेयान् इति स्वयमेव विवेचयन्तु तार्किकाः । इति चेत्, ननु भवान् स्वोक्तमेव तावद् विवेचयतु, मूकतैव श्रेयसीति च पूत्करोति निष्प्रमाणके वस्तुनि इति विकल्पसिद्धं धर्मिणं विधाय मूकताधर्मं च विदधातीत्यनात्मज्ञशेखरः । तस्मात् प्रामाणिकेनापि स्वीकर्तव्यैव क्वापि - विकल्पसिद्धिः । न च सैव सर्वत्रास्तु कृतं प्रमाणेनेति वाच्यम् । तदन्तरेण नियतव्यवस्थाऽयोगात् । एको विकल्पयति अस्ति सर्वज्ञोऽन्यस्तु नास्तीति किमत्र प्रतिपद्यताम् ? । प्रमाणमुद्राव्यवस्थापिते त्वन्यतरस्मिन् धर्मे दुर्द्धरोऽपि कः किं कुर्यात् । प्रमाणसिद्ध्यनर्हे तु धर्मिणि खपुष्पादौ विकल्पसिद्धिरपि साधीयसी । तार्किकचक्रचक्रवर्त्तिनामपि तया व्यवहारदर्शनात् ।
७८
નૈયાયિ← હે જૈન ! થોડોક વિચાર તો કરો કે અપ્રામાણિક વસ્તુમાં મૌનતા અને વાવદૂકતા આ બેમાં શું હિતકારી હોય ? તે તમે સ્વયં જ વિચારોને, સારાંશ કે જ્યાં ધર્મી પ્રમાણસિદ્ધ નથી. એટલે કે અપ્રમાણભૂત વસ્તુ છે. તેવી વસ્તુમાં તો મૌન જ ૨હેવું વધારે શ્રેયસ્કર છે. બોલવાથી તો બંધાઈ જ જવાનો અને પરાભવ પામવાનો જ પ્રસંગ આવે. આટલું પણ હે જૈન શું તમને નથી સમજાતું ?
જૈન– હે નૈયાયિક ! તમે પોતે જ પોતાની કહેલી વાતનું આટલું બધું લાંબું લાંબું વિવેચન તો કરો છો. અને મૌનતા જ રાખવી જોઇએ એવા પોકાર કર્યા કરો છો. તેથી મૂર્ખશિરોમણિ હો તેમ લાગે છે. ‘‘નિષ્ઠમાળ વસ્તુનિ મૂળવાવપૂર્વીયો: મૂđવ શ્રેયસી'' આવું જે બોલ બોલ કરો છો, ત્યાં સપ્તમી વિભક્તિવાળા નિષ્પ્રમાણકવસ્તુ એવા વિકલ્પસિદ્ધ ધમ્મ (પક્ષ)ને સ્થાપો છો. આવા વિકલ્પસિદ્ધ ધર્મની સ્થાપના કરીને (વાદીઓની સભામાં બોલી બોલીને) મૌનતા જ રાખવી શ્રેયસ્કર છે. આવું કહો છો. તેથી તમે બોલો છો કે મૌનતા જ સારી અને પોતાના પક્ષને સિદ્ધ કરવા બોલો છો ઘણું. માટે જે શાખા ઉપર બેઠેલો પુરુષ હોય તે પુરુષ તે જ શાખાને કાપે, તેની જેમ તમે પણ અનાત્મજ્ઞ (મૂર્ખ) પુરુષોમાં અગ્રેસર (જેવા) છો. તેથી પ્રામાણિક પુરુષોએ પણ ક્યાંક ક્યાંક વિકલ્પસિદ્ધિ સ્વીકારવી જ જોઇએ.
રૈયાયિક— જો આ રીતે પ્રમાણ વિના મનના વિકલ્પ માત્રથી પક્ષની સિદ્ધિ થતી હોય તો પછી સર્વ સ્થાને તે જ હો. વિક્બસિદ્ધ ધર્મી જ હો. પ્રમાણવડે હવે સર્યું. પ્રમાણ શોધવાની ઉપાધિ કરવાની શું જરૂર !
જૈન− હે નૈયાયિક ! આવું ન કહેવું. કારણકે પ્રમાણમુદ્રા વિના પ્રતિનિયત વ્યવસ્થા સંભવતી નથી. તે આ પ્રમાણે- જ્યારે વાદવિવાદમાં કોઇ એક વાદી “સર્વજ્ઞ છે” એમ જ બોલે અને બીજો વાદી “સર્વજ્ઞ નથી” એમ જ બોલે, ત્યારે
ત્ર=આ
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ અસ્તિ-નાસ્તિ લક્ષણવાળા બે ધર્મમાં કિયો ધર્મ સ્વીકારવો ? આ પ્રશ્ન થાય જ. તેના નિવારણ માટે અસ્તિ અથવા નાસ્તિ ધર્મ સિદ્ધ કરવા અનુમાન કરવું જ પડે. તે અનુમાનમાં (અસ્તિ-નાસ્તિ હજા સિદ્ધ થયું ન હોવાથી) વિક્મસિદ્ધધામ (પક્ષ) રજુ કરવો જ પડે. અને એમ કરવાથી પક્ષમાં આ બે ધર્મોમાંથી કોઇપણ અન્યતર (એક) ધર્મ પ્રમાણ મુદ્રા દ્વારા વ્યવસ્થાપિત થાય જ છે. એટલે આવી બાબતમાં હવે દુર્ધર (બોલવામાં તોફાની-અભિમાની) એવો પણ કોઈ વાદી શું કરે? કારણ કે પ્રમાણ મુદ્રાથી સિદ્ધિ જેની થઈ નથી કે જેની સિદ્ધિ થઈ શક્તી નથી તેવા ધર્મી ખ-પુષ્પાદિમાં પણ અસ્તિ-નાસ્તિમાંથી કોઈપણ એક ધર્મ સિદ્ધ કરવા માટે વિક્મસિદ્ધિ જ સ્વીકારવી એ કલ્યાણકારી છે. ખ-પુષ્પ, વધ્યાપુત્ર, શશશૃંગ આદિ પદાર્થો છે કે નહીં ? આવું પૂછવામાં આવે ત્યારે તેના નાસ્તિની સિદ્ધિ કરવા માટે પણ વિક્મસિદ્ધિ સ્વીકારવી પડે છે. આ પ્રમાણે તાર્કિક પુરુષોના સમૂહમાં ચક્રવર્તી ગણાતા વાદીઓએ પણ તેવી વિલ્પ સિદ્ધિ વડે જ વ્યવહાર કરવો પડે છે. માટે વિક્મસિદ્ધ પક્ષ હોય જ છે. તેથી આશ્રય (પક્ષ) અસિદ્ધ હોય (કે ન હોય, તો પણ અનુમાન થાય છે અને સાધ્યસિદ્ધિ થાય છે. તેથી આશ્રયાસિદ્ધિતા એ હેત્વાભાસ નથી.
एवं शब्दे चाक्षुषत्वमपि सिद्धयेत् इति चेत्, सत्यम्, तद् विकल्पसिद्धं विधाय यदि तत्रास्तित्वं प्रमाणेन प्रसाधयितुं शक्यते तदानीमस्तु नाम तत्सिद्धिः, न चैवम्, तत्र प्रवर्तमानस्य सर्वस्य हेतोः प्रत्यक्षप्रतिक्षिप्तपक्षत्वेनाकक्षीकारार्हत्वात्, ततः कथमस्तित्वाप्रसिद्धौ शब्दे चाक्षुषत्वसिद्धिरस्तु ? एवं च नाश्रयासिद्धो हेत्वाभासः समस्तीति सिद्धम् ॥
न चैवं विश्वस्य परिणामिकारणत्वादित्यस्यापि गमकता प्राप्नोति । अस्य स्वरूपासिद्धत्वात् प्रधानासिद्धौ विश्वस्य तत्परिणामित्वासिद्धेः ॥
નિયાયિક–આ પ્રમાણે જો વિકલ્પમાત્ર દ્વારા પણ ધર્મીની (પક્ષની) સિદ્ધિ (સ્થાપના) કરી શકાતી હોય તો શબ્દ નામના ધમીમાં ચાક્ષુષત્વ નામનો ધર્મ (સાધ્ય) પણ સિદ્ધ થાઓ. કારણ કે પક્ષ તો વિકલ્પમાત્રથી જ કરાય છે. પ્રમાણ પૂર્વક તો કરાતો નથી. તો તેવા પક્ષમાં પ્રમાણથી સિદ્ધ ભલે ન હો. તો પણ વિકલ્પમાત્રથી ચાક્ષુષાદિ સાધ્ય પણ સિદ્ધ થઈ જવું જોઇએ.
જૈન– હે નૈયાયિક ! તારો પ્રશ્ન સાચો છે. શબ્દના તે ચાક્ષુષત્વને વિલ્પથી સિદ્ધ કરીને જો ત્યાં અસ્તિત્વધર્મ પ્રમાણપૂર્વક સાધવા શક્તિમાન થવાય તો તે સમયે અવશ્ય તે ચાક્ષુષત્વની સિદ્ધિ થાય જ. પરંતુ શબ્દ સંબંધી ચાક્ષુષમાં અસ્તિત્વ-ધર્મ કોઇપણ પ્રમાણો વડે સિદ્ધ કરી શકાતો નથી જ. કારણકે અસ્તિત્વને સિદ્ધ કરવા
Page #97
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
માટે ત==ત્યાં શબ્દસંબંધી ચાક્ષુષમાં પ્રવર્તતા સર્વે પણ હેતુઓ પ્રત્યક્ષ પ્રમાણ વડે જ ખંડિત પક્ષ હોવાથી ન સ્વીકારવાને યોગ્ય જ છે. તેથી અસ્તિત્વની જ સિદ્ધિ જો ન થાય તો ચાક્ષુષત્વની સિદ્ધિ કેમ થાય ?
८०
સારાંશ એ છે કે જે વસ્તુ જગતમાં નથી જ. અથવા છે કે નથી તેનો સંદેહ છે. અથવા છે કે નથી તેનો વિવાદ છે. એવા સમયે વસ્તુના માત્ર અસ્તિત્વ કે નાસ્તિત્વ ધર્મને જ સાધવા પૂરતો વિકલ્પસિદ્ધ ધર્મી પક્ષ હોય છે. સર્વસ્થાને વિક્લ્પસિદ્ધ ધર્મી પક્ષ કરાતો નથી. પરંતુ અસ્તિ-નાસ્તિમાંથી કોઇપણ એકધર્મને સાધવા માટે પક્ષ હજુ અસ્તિરૂપે (કે નાસ્તિરૂપે) સિદ્ધ ન હોવા છતાં મનથી કલ્પીને અસ્તિ-નાસ્તિ સાધવા રજુ કરાય છે. અસ્તિ-નાસ્તિમાંથી એક ધર્મ સિદ્ધ થયા પછી જ બીજા ધર્મની સિદ્ધિ કે અસિદ્ધિ માટે આ સિદ્ધપક્ષ રજુ કરાય છે. ખ-પુષ્પાદિ સંસારમાં નથી. તેથી તેના નાસ્તિત્વને સાધવા માટે વિક્લ્પસિદ્ધ પક્ષ મૂકાય છે. સર્વશ છે કે નહીં એ વિવાદનો વિષય છે. એટલે તેના અસ્તિત્વ અથવા નાસ્તિત્વને સાધવા માટે વિ‚સિદ્ધ પક્ષ મુકાય છે. આ પ્રમાણે અસ્તિત્વ અથવા નાસ્તિત્વ સાધવા પૂરતો જ વિકલ્પસિદ્ધ પક્ષ હોય છે. એકવાર વિક્લ્પસિદ્ધ પક્ષમાં અસ્તિ અથવા નાસ્તિ ધર્મ સિદ્ધ થઇ જાય ત્યારબાદ તે પક્ષમાં બીજા ધર્મો સાધવા માટે જે પક્ષ રજી કરાય તે પ્રમાણસિદ્ધ પક્ષ કહેવાય છે. જેમકે
સર્વજ્ઞઃ અસ્તિ ચદ્રોપાળાવિજ્ઞાનાન્યથાનુપપત્તે: આ જૈનના અનુમાનમાં સર્વજ્ઞ: નાસ્તિ પ્રમાળાનોવરાત્ આવા મીમાંસકના અનુમાનમાં પ્રથમ અસ્તિ અથવા નાસ્તિ સાધવા માટે જે “સર્વજ્ઞ” પક્ષ કહેવાયો છે. ત્યાં વિક્લ્પસિદ્ધિવાળો પક્ષ છે. પરંતુ તેનું અસ્તિત્વ સિદ્ધ થયા પછી સર્વજ્ઞ: યથાર્થવતા વીતાવાત્ આ અનમાનમાં “સર્વજ્ઞ” પક્ષ વિક્લ્પસિદ્ધ નથી. પરંતુ પ્રમાણસિદ્ધ છે. કારણકે તેનું અસ્તિત્વ પ્રથમ અનુમાન વડે (અથવા આગમાદિ પ્રમાણો વડે) સિદ્ધ થઇ ચૂકેલું છે. એવી જ રીતે ધારો કે સર્વજ્ઞનું નાસ્તિત્વ સિદ્ધ થઇ જાય ત્યાર બાદ આવું કહેવાય કે સર્વજ્ઞ: વવસ્તા ન મતિ અમત્ત્વાર્ તો તે પ્રમાણસિદ્ધ પક્ષ કહેવાય છે. એવી જ રીતે શબ્દમાં ચાક્ષુષનું અસ્તિત્વ કે નાસ્તિત્વ માત્ર સાધવું હોય તો અવશ્ય વિ‚સિદ્ધ પક્ષ બને જ છે. શબ્દે ચાક્ષુષત્વ, નાસ્તિ, સ્ય શ્રવળવિષયત્વાત્, અથવા પ્રત્યક્ષપ્રમાણેન વાધિતાત્ આવા અનુમાનોમાં નાસ્તિત્વ માત્ર સિદ્ધ કરવા વિક્લ્પસિદ્ધ પક્ષ બને જ છે. પરંતુ તેનાથી નાસ્તિત્વ જ સિદ્ધ થાય છે. અસ્તિત્વ સિદ્ધ થતું નથી. આ પ્રમાણે અસ્તિત્વની અપ્રસિદ્ધિ હોતે છતે ચાક્ષુષત્વની સિદ્ધિ કેવી રીતે થાય ?
Page #98
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ વૈવં આ પ્રમાણે વિકલ્પસિદ્ધધર્મી સ્વીકારવાથી અને તેને આશ્રયાસિદ્ધ હેત્વાભાસ ન માનવાથી “પ્રકૃતિ નત્યા, વિશ્વી પર મારત્વત્' આવા સાંખ્યદર્શનમાં કહેવાયેલા અનુમાનોથી પ્રકૃતિમાં આ પરિણામિકારણત્વ હેતુ પણ સાધ્યનો ગમક થઈ જશે એવી શંકા ન કરવી. કારણકે આ હેતુ પક્ષમાં જ અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ છે. તેથી પ્રધાનતત્ત્વની (પ્રકૃતિની) જ સિદ્ધિ ન હોવાથી વિશ્વના પરિણામિકારણત્વરૂપ હેતુની પણ સિદ્ધિ થતી નથી. સાંખ્યોને પ્રકૃતિતત્ત્વ માન્ય છે. ઇતરદર્શનકારોને તે માન્ય નથી. તેથી પ્રકૃતિના અસ્તિત્વ અને નાસ્તિત્વનો જ હજુ વિવાદ હોવાથી જ્યાં સુધી તેનું અસ્તિત્વ સિદ્ધ થવા દ્વારા પ્રકૃતિ જ સિદ્ધ ન થાય ત્યાં સુધી તેમાં પરિણામિકારણત્યાદિ હેતુની સિદ્ધિ કેમ થાય? આ રીતે હેતુનું સ્વરૂપ જ અસિદ્ધ હોવાથી આ હેતુ સ્વરૂપાસિદ્ધ થાય છે. સાધ્યનો ચમક થતો નથી. આ પ્રમાણે પૂર્વે જણાવેલા અસિદ્ધ હેત્વાભાસના ૨૫ ભેદોમાંથી ૬ નંબરનો આશ્રયાસિદ્ધ હેત્વાભાસ એ હેત્વાભાસ નથી એ સમજાવ્યું. હવે ૭ નંબરનો આશ્રર્યકદેશાસિદ્ધ હેત્વાભાસ પણ હેત્વાભાસ નથી હોતો. તે સમજાવે છે.
एवमाश्रयैकदेशासिद्धोऽपि न हेत्वाभासः । तर्हि प्रधानात्मानौ नित्यावकृतकत्वादित्ययमप्यात्मनीव प्रधानेऽपि नित्यत्वं गमयेत् , तदसत्यम्, नित्यत्वं खल्वाद्यन्तशून्यसद्रूपत्वं आद्यन्तविरहमानं वा विवक्षितम् । आद्येऽत्यन्ताभावेन व्यभिचारः, तस्याकृतकस्याप्यतद्पत्वात् । द्वितीये सिद्धसाध्यता, अत्यन्ताभावरूपतया प्रधानस्याद्यन्तरहितत्वेन तदभाववादिभिरपि स्वीकारात् । तर्हि देवदत्तवान्ध्येयौ वकावन्तौ वक्तृत्वादित्येवं हेतुरस्तु । नैवम्, न वान्ध्येयो वक्त्रवान् असत्त्वादित्यनेन तद्बाधनात् । तदसत्त्वं च साधकप्रमाणाभावात् सुप्रसिद्धम् ।
૭. આશ્રર્યકદેશાસિદ્ધ હેત્વાભાસનું ખંડન જેમ આશ્રયાસિદ્ધ હેત્વાભાસ એ હેત્વાભાસ નથી તેમ આશ્રયનો એકદેશ અસિદ્ધ હોવાથી કરાતો આશ્રર્યકદેશાસિદ્ધ એ નામનો (૭) સાત નંબરનો હેત્વાભાસ એ પણ અસ્તિ-નાસ્તિ સાધવા માટે વિકલ્પસિદ્ધ ધર્મી રૂપે પક્ષ બની શકે છે. માટે હેત્વાભાસ નથી.
તૈયાયિક– જો આશ્રર્યકદેશાસિદ્ધ એ હેત્વાભાસ ન હોય અને સાધ્યનો ગમક (સહેતુ) બનતો હોય તો “પ્રધાનાત્માન નિત્ય તત્વ" આ પ્રમાણેના અનુમાનમાં રજુ કરાયેલ આ અકૃતકત્વ હેતુ જેમ આત્મામાં નિત્યત્વને જણાવે છે. તેમ પ્રધાનમાં પણ નિત્યત્વનો ગમત થાઓ. આત્માની જેમ પ્રધાનમાં પણ નિત્યત્વ જણાવનાર હો.
૧૧
Page #99
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
જૈન– હે નૈયાયિક ! તારી આ વાત મિથ્યા છે. આત્મા છે જ, એમ અસ્તિત્વ આસ્તિક એવા સર્વ દર્શનવાદીઓ વડે પ્રથમ સ્વીકારાયું છે જ. પછી જ નિત્ય-અનિત્યની ચર્ચા ચાલે છે. જ્યારે અહીં પ્રધાનતત્ત્વમાં તો હજુ સાંખ્ય વિનાના સર્વદર્શનકારોને તેના અસ્તિત્વની શંકા જ છે. “નથી જ” એમ માનનારા છે. એટલે જ્યાં સુધી તેનું અસ્તિત્વ જ સિદ્ધ ન થાય ત્યાં સુધી નિત્ય કે અનિત્યાદિ બીજા ધર્મોની સિદ્ધિ કેમ થાય ? માટે હે નૈયાયિક ! તમે આ અનુમાનમાં “નિત્યત્વ” જે સાધ્ય કહ્યું છે. તે કેવું સિદ્ધ કરવા ઇચ્છો છો ? (૧) શું આદિ અને અંત વિનાની પણ વસ્તુ અસ્તિસ્વરૂપ છે. એવું નિત્યત્વ કહો છો કે (૨) માત્ર આદિ-અંતનો વિરહ, એ જ નિત્યત્વ કહો છો ? પછી ભલે તે વસ્તુ સરૂપ હોય કે અસદ્ગુરૂપ હોય. આ બે પક્ષમાંથી કહો કેવું નિત્યત્વ તમે અકૃતત્વ હેતુથી સિદ્ધ કરવા ઇચ્છો છો ?
૮૨
આઘે=જો પ્રથમ અર્થવાળો પક્ષ કહો તો અત્યન્નાભાવની સાથે વ્યભિચાર દોષ આવશે. કારણકે અત્યન્તાભાવ એ નિત્ય હોવાથી આદિ-અંતથી શૂન્ય છે. પરંતુ અભાવસ્વરૂપ હોવાથી સરૂપ નથી. છતાં અનાદિ-અનંત હોવાથી અકૃતક અવશ્ય છે. એટલે કે એ અત્યન્તાભાવ અકૃતક હોવા છતાં પણ ઉપરોક્ત સપત્વ અર્થવાળા અતપાત્-નિત્યત્વરૂપ નથી. માટે સાધ્યાભાવ હોવા છતાં હેતુની વૃત્તિ થવાથી વ્યભિચાર દોષ આવ્યો. હવે બીજો પક્ષ કહો તો તે અમોને સિદ્ધસાધ્યતારૂપ છે. “આદિ અંતથી માત્ર શૂન્ય” આટલો જ અર્થ કરો, પરંતુ તે સપ કે અસરૂપ એ અર્થ ન કરો તો અસદ્પ અર્થ પણ લઇ શકાય. અર્થાત્ આ પ્રધાનતત્ત્વ આદિ-અંત વિનાનું અસદ્પ (નાસ્તિરૂપ) છે. અકૃતક હોવાથી. આવો અર્થ થશે. જે અમને માન્ય છે. કારણકે તમાવવાિિમ:-તે પ્રકૃતિના અભાવને (નાસ્તિને) માનનારા એવા વાદીઓ (જૈનો) વડે આ પ્રધાનતત્ત્વ આદિ-અંતરહિતપણે અત્યન્તાભાવસ્વરૂપે સ્વીકારાયું જ છે. જો આ અકૃતકત્વહેતુ પ્રધાનતત્ત્વના નાસ્તિરૂપ નિત્યત્વને સિદ્ધ કરતો હોય તો તો બહુ જ સારૂં. એવું તો અમે માનીએ જ છીએ. તેનાથી પ્રકૃતિનું અસદ્પત્વ (નાસ્તિત્વ) જ સિદ્ધ થશે. પછી નિત્યાનિત્યની ચર્ચા રહેતી જ નથી.
નૈયાયિક તમે (જૈનો) પ્રધાનતત્ત્વને માનતા નથી. જેથી ઉપરોક્ત અનુમાનમાં નાસ્તિરૂપ સાધ્યસિદ્ધ થઇ જવાથી તમને સિદ્ધસાપ્યતા આવી જાય છે. તો જો આ રીતે આશ્રયના એકદેશની અસિદ્ધિ રૂપ હેત્વાભાસ ન હોય તો દેવદત્ત અને વન્ધ્યાપુત્ર મુખવાળા છે. વક્તા હોવાથી” એવા અનુમાનમાં મુકાયેલો હેતુ પણ સહેતુ હો. અને સાધ્યનો ગમક બનો. જેમ દેવદત્તમાં વક્તૃત્વ હોવાથી વક્તવાળાપણું સિદ્ધ થાય છે. તેવી જ રીતે વાવ્યેયમાં પણ સિદ્ધ થાઓ. કારણકે તમારે એકદેશાસિદ્ધ હેતુ એ હેત્વાભાસ નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧
- ૮૩ જૈનહે તૈયાયિક ! આવું ન કહેવું. કારણ કે જે પક્ષમાં પ્રથમહેતુથી જે સાધ્ય સિદ્ધ કરાતું હોય તે જ પક્ષમાં તે જ સાધ્યનો અભાવ જો બીજા પ્રમાણોથી (પ્રમાણાન્તરોથી) સિદ્ધ કરાય તો તે પ્રથમહેતુ બાધિત હેત્વાભાસ કહેવાય છે. જેમકે
વઢિ મનુષ્ય: દ્રવ્યત્વ" આ અનુમાનમાં વ્યત્વાન્ હેતુ બાધિત છે. કારણકે વહ્નિ ૩UT: પાર્થ પ્રત્યક્ષનચાનુમવિષયવત્ આવા પ્રકારના પ્રત્યનુમાન વડે તે બાધિત છે. તેની જેમ તારા અનુમાનનો હેતુ પણ પ્રત્યનુમાન વડે બાધિત છે. તે આ પ્રમાણે વાગ્યેય: વવત્રવીર્ વવવૃત્વા આવું તમારું અનુમાન છે. તેની સામે ર વાગ્યેયો વન્નવાન સર્વી, એટલે કે, વાગ્યેયો વેત્રવાન્ ૩ સાત્ આવું પ્રત્યનુમાન થાય છે. રૂતિ મને આ પ્રમાણે આ પ્રત્યનુમાન વડે તન્નાથનાત્ તમારો તે વસ્તૃત્વત્ હેતુ બાધિત થાય છે. માટે આશ્રયનો એકદેશ અસિદ્ધ હોય તેને હેત્વાભાસ ન માનીએ તો પણ તે હેતુ બાધિત હોવાથી સાધ્યનો ગમક થતો નથી. તેના માટે આશ્રર્યક-દેશાસિદ્ધ હેત્વાભાસ માનવાની જરૂર નથી.
નિયાયિક– હે જૈન ! તમે કરેલું આ “વચ્ચે વવાર ન કરવામાં અનુમાન એ અનુમાન સાચું હોય તો તે અમારા અનુમાનને અવશ્ય બાધ કરે. પરંતુ તમારા અનુમાનનો હેતુ પક્ષવૃત્તિ જ છે. સાધ્યનો ગમક જ છે. અને અનુમાન સાચું જ છે. તેની શું સાબીતિ ?
જૈન- હે તૈયાયિક ! તત્ત્વ તે વધ્યાપુત્રનું અસત્પણું સાધક પ્રમાણોના અભાવથી સર્વદર્શનકારોમાં સુપ્રસિદ્ધ જ છે. વચ્ચે નાતિ, અતિસાથhપ્રમUTમાવાત્ આવા અનુમાનથી અસત્ત્વ સિદ્ધ થાય છે. અને તે અસત્ત્વથી “વત્રવાન્ નથી” તે સિદ્ધ થાય અને તે સિદ્ધ થવાથી વત્રવાનું છે તે અનુમાન બાધિત થાય છે. આ પ્રમાણે સાત નંબરવાળા આશ્રર્યકદેશાસિદ્ધ હેત્વાભાસનું ખંડન થયું. હવે આઠ નંબરવાળા સંદિગ્ધાશ્રયાસિદ્ધ, નવ નંબરવાળા સંદિગ્ધાશ્રર્ય કદેશાસિદ્ધ, તથા દશ નંબરવાળા આશ્રયસંદિગ્ધવૃજ્યસિદ્ધ આ ત્રણે હેત્વાભાસો પણ હેવાભાસો થતા નથી. એમ સમજાવતાં તે ત્રણેનું ખંડન કરે છે.
૮. સંદિગ્ધાશ્રયાસિદ્ધ ૯ સંદિગ્ધાશ્રયે દેશસિદ્ધ, તથા
૧૦. આશ્રયસંદિગ્ધનૃત્યસિદ્ધ આ ત્રણનું ખંડન संदिग्धाश्रयासिद्धिरपि न हेतुदोषः । हेतोः साध्येनाविनाभावसम्भवात् । धर्म्यसिद्धिस्तु पक्षदोषः स्यात् । साध्यधर्मविशिष्टतया प्रसिद्धो हि धर्मी पक्षः प्रोच्यते । न च सन्देहास्पदीभूतस्यास्य प्रसिद्धिरस्तीति पक्षदोषेणैवास्य गतत्वान्न हेतोर्दोषो वाच्यः।
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪
પરિચ્છેદ ૬-૫૧
सन्दिग्धाश्रयैकदेशासिद्धोऽपि तथैव ।
आश्रयसन्दिग्धवृत्त्यसिद्धोऽपि न साधुः, यतो यदि पक्षधर्मत्वं गमकत्वाङ्गमङ्गीकृतं स्यात् तदा स्यादयं दोषः, न चैवम् । तत्किमाश्रयवृत्त्यनिश्चयेऽपि केकायितान्नियतदेशाधिकरणमयूरसिद्धिर्भवतु ? नैवम्, केकायितमात्रं हि मयूरमात्रेणैवाविनाभूतं निश्चितमिति तदेव गमयति । देशविशेषविशिष्टिमयूरसिद्धौ तु देशविशेषविशिष्टस्यैव के कायितस्याविनाभावावसाय इति के कायितमात्रस्य तद्व्यभिचारसम्भवादेवागमकत्वम् ।
રત્નાકરાવતારિકા ભાગ-૩
હવે આઠમા નંબરના “સંદિગ્ધાશ્રયાસિદ્ધતા” એ હેતુદોષનું ખંડન કરતાં ગ્રંથકાર કહે છે કે આ પણ હેતુદોષ નથી. (અર્થાત્ પક્ષદોષ છે. પરંતુ હેતુનો દોષ ન હોવાથી હેત્વાભાસ નથી). કારણકે હેતુનો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ સંપૂર્ણપણે ઘટે જ છે તો હેત્વાભાસ કેમ કહેવાય ? આ હેત્વાભાસનું જ્યારે પૂર્વ વર્ણન પૃષ્ઠ-૫૮માં આવેલું. ત્યારે તેમાં એવું એક ઉદાહરણ આપ્યું છે કે મયં, આયો શૌ:, નનવર્શનોત્પન્નામવાત્ ગવય નામનું જંગલી પ્રાણી જ છે. તેમાં કોઇ એક પુરુષને ગ્રામ્યગાયનો સંદેહ થયો. તેથી આ ગ્રામ્યગાય જ છે. એમ માનીને તેની નજીક જાય છે. હાથથી સ્પર્ધાદિ કરવા જાય છે. એવામાં તે આરણ્યક ગાય હોવાથી તોફાને ચડે છે. મારવા ધસે છે. ત્યારે તે પુરુષ આ અનુમાન કરે છે. અહીં જે જે જનદર્શનોત્પન્ન ત્રાસવાન્ હોય (લોકોને દેખતાં જ ત્રાસ ઉત્પન્ન થાય તેવું) તે તે આરણ્યક ગાય હોય એમ હેતુનો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ બરાબર સંભવે જ છે. તેથી સાધ્યસિદ્ધિ થાય જ છે. અને હેતુ સાધ્યનો ગમક પણ બને જ છે. માટે સહેતુ છે. હેત્વાભાસ નથી. ફક્ત અહીં આ પ્રાણી જંગલી ગાય હોવા છતાં તેમાં ગ્રામ્યગાયનો સંદેહ તે પુરુષ જે કર્યો તે પક્ષદોષ કહેવાય છે. કારણકે સૂત્રમાં કહેલા લક્ષણવાળા ધર્મની અપ્રસિદ્ધિ તે પક્ષદોષ કહેવાય છે. સૂત્રમાં પક્ષનું લક્ષણ ત્રીજા પરિચ્છેદના ૨૦મા સૂત્રમાં આવા પ્રકારનું કહ્યું છે. સાધ્યધર્મ વિશિષ્ટ પણે જે પ્રસિદ્ધ ધર્મી હોય તેને જ પક્ષ કહેવાય છે. સંદેહાત્મક એવા આ ધર્મીમાં ઉપરોક્ત પ્રસિદ્ધિ નથી. તેથી પક્ષદોષ હોવાથી જ આ ગતાર્થ થઇ જ જાય છે. માટે હેતુદોષ છે એમ ન વિચારવું.
સંદિગ્ધાશ્રયાસિદ્ધ એ જો હેત્વાભાસ નથી તો તે જ પ્રમાણે તેના પછીનો નવ નંબરવાળો સંદિગ્ધાશ્રયૈકદેશાસિદ્ધ એ પણ હેત્વાભાસ નથી પરંતુ માત્ર પક્ષદોષ જ છે તે સ્વયં સમજી લેવું. જેમ શોત્વન સન્દ્રિદ્યમાને વયે વિશ્વ સરન્યાવતો ગાવી નનવર્ગનોત્વનત્રાસાત્ અહીં વય તથા ો બન્નેનો સંયુક્ત તો શબ્દથી પક્ષ બનાવ્યો
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ છે. બન્નેમાં જે પણાની બુદ્ધિ કરીને નજીક જતાં બન્નેનો એકદેશ જે ગવય તે ત્રાસ આપનાર બનવાથી મારાય છે એવો બોધ થાય છે. તેથી તેમાં પ્રથમ કરેલો ગાયપણાનો સંદેહાત્મક બોધ તે પક્ષદોષ છે.
તેવી જ રીતે દશ નંબરવાળો આશ્રય-સંદિગ્ધવૃત્તિ અસિદ્ધ નામનો હેત્વાભાસ પણ હેત્વાભાસ નથી. તેના અર્થમાં પ્રથમ એવું કહેવામાં આવ્યું છે કે આશ્રયમાં સંદેહાત્મક વૃત્તિવાળો હેતુ હોય એટલે કે આશ્રયમાં હેતુ છે કે નહીં તેનો સંદેહ હોય તે હેતુ આ હેત્વાભાસ કહેવાય છે. પરંતુ હેતુ પક્ષમાં હોવો જ જોઈએ એવી પક્ષધર્મતા એ જો સાધ્યનું જ્ઞાન કરવામાં અંગ અમે માન્યું હોત તો તો પક્ષમાં હેતુની વૃત્તિના સંદેહને હેત્વાભાસ માનવાનો દોષ આવે. પરંતુ હેતુ પક્ષમાં ન જ હોય, અથવા હેતુ પક્ષમાં સંદેહાત્મક હોય તો પણ સાધ્યની સાથે જ અવિનાભાવવાળો હોય તો ગમક થાય જ છે. જેમ કુરિવારે વૃષ્ટો મેષ:, નવીપૂરસ્થીત્ર નાર્ અહીં હેતુ પક્ષમાં નથી જ, છતાં અવિનાભાવ હોવાથી ગમક થાય જ છે. 4. વિવારે વિષ્યતિ, માં શનિવારંવત્ અહીં પણ હેતુની પક્ષવૃત્તિ નથી છતાં સાધ્યનો ગમક થાય જ છે. તેવી રીતે હેતુની આશ્રયમાં (પક્ષમાં) શંકા હોય તો પણ અવિનાભાવ હોય ત્યાં હેતુ સાધ્યનો ગમક બને જ છે. હેત્વાભાસ થતો નથી. માટે કેકાનો અવાજ સંભળાવાથી મયૂરની સિદ્ધિ થાય જ છે. તેની તેની સાથે અવશ્ય અવિનાભાવ છે. જ્યાં જ્યાં કેકાવાણી હોય ત્યાં ત્યાં મયૂર હોય જ. એવી વ્યાપ્તિ બરાબર થાય છે. માટે કેકાવાણી દૂરથી સંભળાતી હોવાથી કયા પ્રદેશમાં સંભળાય છે તે બરાબર સ્પષ્ટ ન હોવાથી પ્રદેશાશ્રયી સંદેહ છે. તો પણ કેકાવાણી સંભળાતી હોવાથી તે બાજુના કોઈ પ્રદેશમાં અવશ્ય મયૂર છે એમ જ્ઞાન થાય જ છે. અમે પક્ષધર્મતાને સાધ્યસિદ્ધિનું જો અંગ માનીએ તો જ આ તહેવાભાસનો) દોષ આવે. પરંતુ પક્ષધર્મતા માનવી જરૂરી નથી. પક્ષમાં હેતુનો સંદેહ કે અભાવ હોય તો પણ સાધ્યની સાથે અવિનાભાવ હોય તો હેતુ સાધ્યનો ગમક થાય જ છે. નૈયાયિક-
તમાશ્રયવૃન્દનિશ.પિકહે જૈન ! જો આશ્રયમાં હેતુની વૃત્તિનો અનિશ્ચય (સંદેહ અથવા અભાવ) હોય તો પણ જો સાધ્યનો નિર્ણય થતો હોય તો કેકાયિત માત્રથી (કેકાવાણી સાંભળવા માત્રથી) નિયત દેશના અધિકરણયુકત મયૂરની સિદ્ધિ શું થાય ? સારાંશ એમ છે કે હેતુ ત્યાં હોવો જ જોઈએ એવો આગ્રહ જો ન રાખીએ તો ગમે તે બીજા ક્ષેત્રમાં કેકાવાણી સાંભળી હોય તો વિવક્ષિત ચાલુ ક્ષેત્રમાં પણ મયૂરની સિદ્ધિ થવી જોઇએ. તે શું થાય ?
Page #103
--------------------------------------------------------------------------
________________
૬
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
જૈન– જૈવ-હે તૈયાયિક ! આમ ન કહેવું. કેકાયિતતા એ માત્ર મયૂરની સાથે અવિનાભાવ સંબંધવાળી નિશ્ચિત છે. તેથી જ્યાં જ્યાં કેકાવાણી સંભળાય, ત્યાં ત્યાં મયૂર હોય જ. એમ મયૂરમાત્રની સાથે અવિનાભાવ હોવાથી તેને જ જણાવે છે. પરંતુ જો વિવક્ષિત ક્ષેત્ર-વિશિષ્ટ મયૂર જાણવો હોય તો તેવા પ્રકારના દેશ-વિશેષથી વિશિષ્ટ એવી કેકાયિતતાની સાથે તેના અવિનાભાવનો નિર્ણય લેવો પડે. ભાવાર્થ એવો છે કે કેકાયિતતા માત્ર હેતુ લો તો મયૂરવત્તા જ માત્ર જણાય. કારણકે તે બન્નેનો અવિનાભાવસંબંધ છે. પરંતુ જો મયૂરવત્તા ફક્ત ન જાણવી હોય પણ વિવક્ષિત દેશ-વિશેષથી વિશિષ્ટ એવી મયૂરવત્તા જાણવી હોય તો તેની સિદ્ધિ કરવામાં માત્ર કેકાયિતતા ન ચાલે પરંતુ વિવક્ષિત દેશ-વિશેષથી વિશિષ્ટ એવી જ કેકાયિતતાના અવિનાભાવનો નિર્ણય હેતુ બને છે. તેથી સાધ્ય જો દેશ-વિશેષ-વિશિષ્ટ મયૂર હોય, અને હેતુ જો કેકાયિતતા માત્ર જ હોય તો તે હેતુ વ્યભિચારવાળો બને છે. તેથી કેવળ એકલો કેકાયિતતા હેતુ (મયૂર માત્રની સિદ્ધિ કરાવતો હોવા છતાં) વિવક્ષિતદેશ-વિશેષ-વિશિષ્ટ મયૂરની સિદ્ધિનો અગમક જ બને છે. આ પ્રમાણે આશ્રયસંદિગ્ધકદેશવૃત્તિવાળો અસિદ્ધ હેતુ હેત્વાભાસ નથી.
૧૧. આશ્રર્યકદેશસદિગ્યવૃસિદ્ધ, ૧૨. વ્યર્થવિશેષણાસિદ્ધ ૧૩. વ્યર્થવિશેષ્યાસિદ્ધ
૨૩. વ્યર્થંકદેશાસિદ્ધ ૨૪. વ્યર્થવિશેષર્ણકદેશાસિદ્ધ, ૨૫. વ્યર્થવિશેષ્યકદેશાસિદ્ધ
આદિ હેત્વાભાસોનું ખંડન. एवमाश्रयैकदेशसंदिग्धवृत्तिरप्यसिद्धो न भवतीति । व्यर्थविशेषण-विशेष्यासिद्धावपि नासिद्धभेदौ, वक्तुरकौशलमात्रत्वाद् वचनवैयर्थ्यदोषस्य, एवं व्यर्थैकदेशासिद्धादयोऽपि वाच्याः। ततः स्थितमेतद् एतेष्वसिद्धभेदेषु सम्भवन्त उभयासिद्धान्यतरासिद्धयोरन्तर्भवन्ति ।
- દશ નંબરવાળો આશ્રયસંદિગ્ધવૃત્તિ ઉપર કરેલ ચર્ચા પ્રમાણે જેમ હેત્વાભાસ નથી. તેમ અગિયાર નંબરવાળો આશ્રર્યકદેશ-સંદિગ્ધવૃત્તિવાળો હેત્વાભાસ પણ ઉપર મુજબ જ અસિદ્ધ હેત્વાભાસ નથી. જેમ આશ્રયમાં સંદિગ્ધવૃત્તિવાળો કેકાયિતતા હેતુ મયૂરની સાથે અવિનાભાવવાળો હોવાથી પક્ષમાં સંદેહ હોવા છતાં હેત્વાભાસ નથી, તેવી જ રીતે સહકાર અને કર્ણિકાર બન્ને વૃક્ષો ઉપર કેકાયિતતાથી મયૂરવત્ત્વની સિદ્ધિ કરવામાં અવિનાભાવસંબંધ હોવાથી હેતુ પક્ષમાં સંદિગ્ધવૃત્તિ હોવા છતાં સાધ્યનો ગમક બને જ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧ તથા વ્યર્થવિશેષણાસિદ્ધ બાર નંબર, વ્યર્થવિશેષ્યાસિદ્ધ તેર નંબર, તથા વ્યર્થંકદેશાસિદ્ધ ત્રેવીસ નંબર આદિ હેત્વાભાસો પણ અસિદ્ધ હેત્વાભાસના ભેદો નથી. હેતુમાં આવશ્યક પદોથી સાધ્યસિદ્ધિ થતી હોવા છતાં બીનજરૂરી વિશેષણ અથવા વિશેષ્યાદિ જે કંઈ વધારાનાં પદો બોલાયાં છે. તે હેતુના દોષ નથી. પરંતુ વક્તાની અકુશળતા હોવાથી વ્યર્થ વચન બોલવાનો દોષ માત્ર છે. હેતુ દોષિત નથી. પરંતુ વક્તાનો દોષ છે. આ પ્રમાણે બીજા હેત્વાભાસોમાં પણ સ્વયં સમજી લેવું.
તેથી આ પ્રમાણે નક્કી થયું કે અસિદ્ધના ઉપર કહેલા પચ્ચીસ આદિ ભેદોમાં કેટલાક તો હેત્વાભાસના ભેદો જ નથી. અને જે જે અસિદ્ધના ભેદો સંભવે છે. તે પણ ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ આ બેમાંથી ગમે તે એકમાં અંતર્ભત થાય છે. માટે અમે (જૈનોએ) પાડેલા બે ભેદો જ બરાબર છે.
नन्वन्यतरासिद्धो हेत्वाभास एव नास्ति । तथाहि-परेणासिद्ध इत्युद्भाविते यदि वादी न तत्साधकं प्रमाणमाचक्षीत तदा प्रमाणाभावादुभयोरप्यसिद्धः । अथाचक्षीत, तदा प्रमाणस्यापक्षपातित्वादुभयोरप्यसौ सिद्धः । अथवा यावन्न परं प्रति प्रमाणेन प्रसाध्यते तावत् तं प्रत्यसिद्ध इति चेत्, गौणं तहसिद्धत्वम् । न हि रत्नादिपदार्थस्तत्त्वतोऽप्रतीयमानस्तावन्तमपि कालं मुख्यतस्तदाभासः । किं च अन्यतरासिद्धो यदा हेत्वाभासस्तदा वादी निगृहीतः स्यात्, न च निगृहीतस्य पश्चादनिग्रह इति युक्तम् , नापि हेतुसमर्थनं पश्चाद्युक्तम्, निग्रहान्तत्वाद् वादस्येति ॥
નૈયાયિક–હે જૈન ! તમે અમારા અસિદ્ધ હેત્વાભાસના ૨૫ ભેદોનું ખંડન કરો છો. અને વ્યધિકરણાસિદ્ધાદિ ભેદો ઘટી શકતા નથી ઇત્યાદિ કહો છો. તેમ અમે પણ તમારા ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધનું ખંડન કરી શકીએ છીએ. “અન્યતરાસિદ્ધ” પણ તમારો કહેલો જે હેત્વાભાસ તે હેત્વાભાસ રૂપે ઘટતો નથી. તે આ પ્રમાણે
કોઇ વાદીએ એક અનુમાન રજુ કર્યું, તેમાં પક્ષ-સાધ્ય-હેતુ અને ઉદાહરણાદિ કહ્યાં. તે જ અનુમાનમાં “પરે સિદ્ધઃ” પર વાદી વડે (એટલે પ્રતિવાદી વડે) તમારો આ હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે. એમ ઉદ્ભાવના (ઉઘોષણા) કરાવે છતે હવે જો વાદી મારો હેતુ સમ્યહેતુ જ છે. એમ તેનું સાધક પ્રમાણ ન કહે તો પોતાના હેતુને સહેતુ કહેનારું કોઈ પ્રમાણ ન બતાવવાથી (વાદીને પણ આ હેતુ અસિદ્ધ જ થઈ જવાથી) પ્રતિવાદી અને વાદી એમ બન્નેને પણ આ હેતુ અસિદ્ધ જ થયો. એટલે ઉભયાસિદ્ધમાં અંતર્ગત થયો. પરંતુ અન્યતરાસિદ્ધ ન રહ્યો. થાવક્ષત (પ્રમ) હવે જો વાદી હેતુને સહેતુ કરનારું કોઇ પ્રમાણ કહે તો પ્રમાણભૂત વાત તો સર્વને માટે સ્વીકાર્ય જ
Page #105
--------------------------------------------------------------------------
________________
८८
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
હોવાથી કોઇનો પણ તેમાં પક્ષપાત ન હોવાથી પ્રતિવાદીને પણ સ્વીકારવી જ પડે છે. તેથી વાદીએ પ્રમાણ જણાવ્યું અને પ્રતિવાદીને પ્રમાણયુક્ત હોવાથી હેતુ સ્વીકારવો જ પડ્યો, તેથી બન્નેને પણ આ હેતુ સહેતુ જ સિદ્ધ થયો. અસિદ્ધ રહ્યો જ નહીં. માટે ઉભયાસિદ્ધ હેત્વાભાસ છે. પરંતુ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ નથી.
અહી કદાચ જૈનો પોતાનો પક્ષ સિદ્ધ કરવા માટે આવું કહે કે યાવન્ન પર પ્રતિક પ્રતિવાદી વડે વાદીનો હેતુ અસિદ્ધ છે એમ કહેવાયું, ત્યારબાદ જ્યાં સુધી વાદી દ્વારા પર એવા પ્રતિવાદી પ્રત્યે પ્રમાણ આપવા પૂર્વક એ હેતુ સહેતુ છે એમ સિદ્ધ કરાતું નથી. ત્યાં સુધી તો (અલ્પકાલ પૂરતો તો) તે હેતુ તે પ્રતિકતે પ્રતિવાદીને આશ્રયી અન્યતરાસિદ્ધ થાય જ છે. આવો અલ્પકાલીન અન્યતરાસિદ્ધ લઈને કદાચ જૈનો બચાવ કરે તો તે યોગ્ય નથી. કારણકે તે અસિદ્ધત્વ ગૌણ થયું. તુચ્છ થયું. જ્યાં સુધી પ્રમાણ જણાવે નહી ત્યાં સુધી ભલે તમે તેને અસિદ્ધ હેતુ કહો. પરંતુ વાદી પ્રમાણ જણાવવાનો જ છે. અને તે હેતુ અસિદ્ધને બદલે સિદ્ધ થવાનો જ છે. એનો અર્થ એ કે તે હેતુ સિદ્ધ જ છે (સહેતુ જ છે.) માત્ર પ્રમાણ નથી જણાવ્યું. ત્યાં સુધી તેની સત્તા જણાતી નથી. તેથી પ્રતિવાદી અથવા સભાના લોકો તેને અસિદ્ધ માની લે છે, પરંતુ તે વાસ્તવિક પણ નથી. અને દીર્ઘકાળ તે અસિદ્ધતા રહેવાની પણ નથી. માટે ગૌણ છે. જેમ રત્નાદિ પદાર્થ તત્ત્વસ્વરૂપે (રત્નસ્વરૂપે) કદાચ ન ઓળખાયો હોય તો તેટલા કાળ પૂરતો પણ આ કાચનો ટુકડો જ છે એમ તદાભાસ (રત્નાભાસ) થઈ જાય, પરંતુ કાળાન્તરે સત્ય સમજાઈ જવાથી અને આ અજ્ઞાન દીર્ઘકાળ ન રહેતું હોવાથી આ રત્નાભાસતા એ મુખ્યપણે કહેવાતી નથી.
વળી પ્રતિવાદી દ્વારા વાદીનો હેતુ અસિદ્ધ છે. એમ જેવું કહેવાયું. ત્યારે જ વાદીને ભલે અસિદ્ધ તરીકે માન્ય ન હોય તો પણ પ્રતિવાદીને આ હેતુ અસિદ્ધ હોવાથી અમાન્ય ઠર્યો. આ પ્રમાણે તે હેતુ અન્યતરાસિદ્ધ થયો. તે હેતુ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થવાથી જ (અનુમાન રજુ કરનાર) વાદી નિગૃહીત થઈ જ જાય છે. એટલે કે પરાભવ પામી જ જાય છે. અને રાજ્યસભામાં એકવાર નિગૃહીત થયેલાનો (પરાભવ પામલાનો) ફરીથી અનિગ્રહ (વિજય) થાય તે યોગ્ય નથી. કારણ કે પછીથી પોતાના હેતુને સહેતુ તરીકે સમર્થન કરવું તે ઉચિત નથી. જ્યારે વાદીનો પરાભવ થયો ત્યારે જ ત્યાં વાદવિવાદનો અંત જ આવી ગયો ગણાય. વાદી અથવા પ્રતિવાદી બેમાંથી કોઈપણ એક પરાભવ પામે એટલે ત્યાં જ વાદ સમાપ્ત થાય છે. માટે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ એ હેત્વાભાસ નથી.
अत्रोच्यते- यदा वादी सम्यग्घेतुत्वं प्रतिपद्यमानोऽपि तत्समर्थनन्यायविस्म
Page #106
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
૮૯
रणादिनिमित्तेन प्रतिवादिनं प्राश्निकान् वा प्रतिबोधयितुं न शक्नोत्यसिद्धतामपि नानुमन्यते, तदाऽन्यतरासिद्धत्वेनैव निगृह्यते । तथा स्वयमनभ्युपगतोऽपि परस्य सिद्ध इत्येतावतैवोपन्यस्तो हेतुरन्यतरासिद्धो निग्रहाधिकरणम् । यथा-सांख्यस्य जैनं प्रत्यचेतनाः सुखादयः उत्पत्तिमत्त्वाद् घटवदिति ॥
જૈનઉપર કહેલા નૈયાયિકના પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે- જ્યારે અનુમાન રજુ કરનાર વાદી પોતે પોતાના હેતુને સાચો હેતુ છે એમ માનતો હોવા છતાં પણ તે હેતુની સત્યતાનું સમર્થન કરનારો જે ન્યાય હોય, તે ભૂલી જવાથી અથવા આદિ શબ્દથી સભાક્ષોભ, ચિત્તની વ્યગ્રતા વગેરે નિમિત્તોથી પ્રતિવાદીને અથવા પ્રાશ્નિકોને (સભામાં બેઠેલા પુરુષોને) સમજાવવા સમર્થ ન બને, અને પ્રતિવાદીએ આપેલી અસિદ્ધતાને પણ ન સ્વીકારે ત્યારે વાદીનો આ હેતુ (ભલે પોતાને સમ્યહેતુ તરીકે માન્ય હોય તો પણ) પ્રતિવાદીને અમાન્ય હોવાથી અન્યતરાસિદ્ધ થવાથી જ આ વાદી પરાભવ પામે છે. તે કાળે હેતુ અન્યતરાસિદ્ધ જ બને છે. ઉપરોક્ત ચર્ચામાં હેતુ વાદીને માન્ય અને પ્રતિવાદીને અમાન્ય એવો અન્યતરાસિદ્ધ સમજાવ્યો. હવે તેથી ઉલટું વાદીને અમાન્ય અને પ્રતિવાદીને માન્ય એવો અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થાય છે. તે સમજાવે છે.
વાદી જે હેતુ બોલે તે હેતુ પોતે સ્વયં ન માનતો હોય તો પણ પર એવો પ્રતિવાદી તો માને જ છે. એમ સમજીને વાદી જે હેતુ રજુ કરે તે હેતુ પ્રતિવાદીને માન્ય હોવા છતાં વાદીને (પોતાને) અમાન્ય હોવાથી અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થાય છે. (વાદી પોતે આવો હેતુ ન માનતો હોવા છતાં પણ પ્રતિવાદી તો માને જ છે. એટલે પ્રતિવાદીને જે સાધ્ય સમજાવવું છે. તે સમજાવાઈ શકાશે, એમ માનીને વાદી આવો હેતુ રજા કરે છે.) જેમકે સાંખ્યદર્શનકારો કે જે નિત્યવાદી છે, કોઇપણ પદાર્થનો કે પર્યાયનો ઉત્પત્તિ-વ્યય માનતા નથી. કેવલ આવિર્ભાવ-તિરોભાવ માત્ર જ માને છે. તેવા તે એકાન્ત નિત્યવાદી સાંખ્યો જૈનોને આ પ્રમાણે કહે છે કે
સુખ-દુઃખાદિ ગુણો અચેતન છે. ઉત્પત્તિવાળા હોવાથી, ઘટની જેમ. આ અનુમાનમાં ઉત્પત્તિમત્તાત્ હેતુ પ્રતિવાદી એવા જૈનોને માન્ય છે. પરંતુ વાદી એવા સાંખ્યોને માન્ય નથી. તેથી અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થવાથી વાદી સાંખ્ય નિગૃહીત થાય છે. માટે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ છે.
ननु कथं तर्हि प्रसङ्गसाधनं सूपपादं स्यात् ? तथा च प्रमाणप्रसिद्धव्याप्तिकेनवाक्येन परस्यानिष्टत्वापादनाय प्रसञ्जनं प्रसङ्गः, यथा-यत्सर्वथैकं तन्नानेकत्र वर्तते, यथैकः परमाणुस्तथा च सामान्यमिति कथमनेकव्यक्तिवर्ति स्यात् ? अनेकव्यक्ति
૧ ર
Page #107
--------------------------------------------------------------------------
________________
૯)
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
वर्तित्वाभावं व्यापकमन्तरेण सर्वथैक्यस्य व्याप्यस्यानुपपत्तेः । अत्र हि वादिनः स्याद्वादिनः सर्वथैक्यमसिद्धमिति कथं धर्मान्तरस्यानेकव्यक्तिवर्तित्वाभावस्य गमकं स्यादिति चेत् ?
નિયાયિક– હે જૈન ! વાદીને અમાન્ય અને પ્રતિવાદીને માન્ય એવા હેતુવાળું જે અનુમાન કરાય, તે જો ઉપર કહ્યા મુજબ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ કહેવાય, તો તે અસહેતુ થવાથી તેનાથી સાધ્યસિદ્ધિ ન થવી જોઇએ. અને પ્રસંગસાધન તો તેના દ્વારા જ થાય છે. અને તે સૂપપાદ એટલે યુક્તિપૂર્વકનું કથન કહેવાય છે. તે કેમ ઘટશે ?
પ્રમાણ પૂર્વકની પ્રસિદ્ધ (યથાર્થ) એવી વ્યાપ્તિવાળા વાક્ય વડે પરને અનિષ્ટતા (પરના મતનું ખંડન કરવા) માટે જે પ્રસંજન (રજુઆત-અર્થાત્ બોલવું.) તે પ્રસંગસાધન કહેવાય છે. ભાવાર્થ એવો છે કે વાદી પ્રતિવાદીના મતના ખંડન (અનિષ્ટતા) માટે જે વાક્ય બોલે તે ભલે પોતાને માન્ય ન હોય, પરંતુ પ્રમાણયુક્ત વ્યાપ્તિવાળું હોય તો તેનાથી પર એવા પ્રતિવાદીનો પરાભવ થાય જ છે. તેને પ્રસંગસાધન કહેવાય છે. તે હે જૈન ! તમારા મતે કેમ થશે ? કારણકે પ્રમાણપૂર્વકની વ્યાપ્તિવાળું વાક્ય હોવા છતાં તે હેતુ વાદીને પોતાને માન્ય ન હોવાથી તમારા કહેવા પ્રમાણે તો અન્યતરાસિદ્ધ થવાથી અસહેતુ બનશે.
જેમકે- કોઇ જૈનદર્શનાનુયાયી વાદી ન્યાયદર્શનાનુયાયી પ્રતિવાદી સામે આ પ્રમાણે અનુમાન કરે કે “સામાન્ય, નાનેવિતવર્તિ, સર્વઐક્યત્, પરમાણુવત્” અહીં વ્યાપ્તિ આ પ્રમાણે થાય છે કે જે જે સર્વથા એક છે તે તે અનેકવ્યક્તિવૃત્તિ સંભવતું નથી. જેમકે પરમાણુ એક જ છે. તેથી તે અનેક વ્યક્તિમાં વર્તનાર નથી. તેવી જ રીતે સામાન્ય પણ હે નૈયાયિક ! સર્વથા એક છે. એમ તમે માન્યું છે. માટે તે અનેક વ્યક્તિમાં રહેનારું કેમ બને ? જેમ વ્યાપક એવા વહ્નિ વિના વ્યાપ્ય એવો ધૂમ કેમ હોય ? એવી જ રીતે હે તૈયાયિક ! અનેક વ્યક્તિવર્તિત્વાભાવરૂપ વ્યાપક વિના સર્વથૈયરૂપ વ્યાપ્યની પણ અનુપપત્તિ જ થશે. એટલે કે જે વસ્તુ અનેક વ્યક્તિમાં વર્તનારી ન હોય=અનેક વ્યક્તિ-વર્તિત્વાભાવવાળી હોય તે જ વસ્તુ એક હોઈ શકે છે. જેમ કે પરમાણુ. પરંતુ સામાન્ય તો અનેક વ્યક્તિમાં વૃત્તિવાળું તમે માન્યું છે. તેથી સામાન્ય નામની વસ્તુ અનેક વ્યક્તિ વૃત્તિત્વના અભાવવાળી નથી. તેથી આ વ્યાપક વિના “સર્વથા ઐક્ય” રૂપ વ્યાપ્ય કેમ ઘટશે ? એટલે વ્યાપક વિના વ્યાપ્યની સર્વથા અનુપપત્તિ જ થશે.
અહીં આ અનુમાન કહેનાર વાદી એવા (સ્યાદ્વાદીક) જૈનો છે. તેઓને
Page #108
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧
૯૧ પોતાને “સર્વશ્થક્ય" હેતુ અમાન્ય છે. (અસિદ્ધ છે, કારણકે જૈનો સ્યાવાદી છે. પરંતુ પ્રતિવાદી એવા તૈયાયિકોને માન્ય છે. તેથી તે હેતુ દ્વારા તૈયાયિકોનું માનેલું સામાન્ય સંબંધી અનેક વ્યક્તિવૃત્તિનું ખંડન (અનિષ્ટતાપત્તિ) જૈનો કરે છે જે પ્રસંગસાધન કહેવાય છે. તે કેમ થશે ? કારણ કે “સર્વર્થક્ય” આ હેતુ ઉપર કહ્યા પ્રમાણે તમારા સમજાવવા મુજબ અન્યતરાસિદ્ધ નામનો અસિદ્ધ હેત્વાભાસ થવાથી વ્યાપક એવા ધર્માન્તરનો એટલે “અનેકવ્યક્તિવર્તિત્વાભાવ”રૂપ સાધ્યનો ગમક કેમ બનશે ?
જેમ ધૂમ હેતુ વહ્નિસાધ્યનો ગમક બને છે. તેમ અહીં “સર્વશ્થક્ય" હેતુ નામનો ધર્મ “નાનેશ્વત્ર વર્ત” “અનેકમાં વર્તે નહીં” એવા સાધ્યરૂપ ધર્માન્તરનો ગમક બની શકશે નહીં. કારણકે વક્તા એવા જૈનને પોતાને આ હેતુ અમાન્ય હોવાથી અન્યતરાસિદ્ધ કહેવાશે. અને સાધ્યનો ગમ તો બને જ છે. જૈનો પોતે આવા અનુમાન દ્વારા નૈયાયિકોએ માનેલ સામાન્યના અનેકવ્યક્તિવૃત્તિત્વનું ખંડન પણ કરે જ છે. અને જૈનોના આ અનુમાનમાં વ્યાતિ પ્રમાણપૂર્વકની પ્રસિદ્ધ છે. અર્થાત્ નિર્દોષ છે. હવે જો હેતુને અન્યતરાસિદ્ધ માની લઇએ તો અનેક-વ્યક્તિવૃત્તિત્ત્વાભાવરૂપ સાધ્યનો આ હેતુ ગમક કેમ થાય ? “પોતાને અમાન્ય પરંતુ પરને માન્ય એવા હેતુથી વ્યાપ્તિ પૂર્વક પરનું ખંડન કરવું” તે સ્વરૂપ પ્રસંગસાધન યુક્તિયુક્ત (સૂપપાદ) કેમ કહેવાશે ?
तदयुक्तम्- एकधर्मोपगमे धर्मान्तरोपगमसंदर्शनमात्रतत्परत्वेनास्य वस्तुनिश्चायकत्वाभावात्, प्रसङ्गविपर्ययरूपस्यैव मौलतोस्तन्निश्चायकत्वात् । प्रसङ्गः खल्वत्र व्यापकविरुद्धोपलब्धिरूप: । अनेकव्यक्तिवर्तित्वस्य हि व्यापकमनेकत्वम्, एकान्तैकरूपस्यानेकव्यक्तिवर्तित्वविरोधात् । एकान्तकरूपस्य सामान्यस्य प्रतिनियतपदार्थाधेयत्वस्वभावादपरस्य स्वभावस्याभावेनान्यपदार्थाधेयत्वासम्भवात् तद्भावस्य तदभावस्य चान्योन्यपरिहारस्थितलक्षणत्वेन विरोधादिति सिद्धमनेकत्रवृत्तेरनेकत्वं व्यापकम्, तविरुद्धं च सर्वथैक्यं सामान्ये सम्मतं तवेति नानेकवृत्तित्वं स्याद् विरोध्यैक्यसद्भावेन व्यापक स्यानेकत्वस्य निवृत्त्या व्याप्यस्यानेक वृत्तित्वस्यावश्यं निवृत्तेः। न च तन्निवृत्तिरभ्युपगतेति लब्धावसरः प्रसङ्गविपर्ययाख्यो विरुद्धव्याप्तोपलब्धिरूपोऽत्र मौलो हेतुः यथा-यदनेकवृत्ति तदनेकम् । यथा-अनेकभाजनगतं तालफलं, अनेकवृत्ति च सामान्यमिति एकत्वस्य विरुद्धमनेकत्वम्, तेन व्याप्तमनेकवृत्तित्वम्, तस्योपलब्धिरिह मौलत्वं चास्य एतदपेक्षयैव प्रसङ्गस्योपन्यासात्। न चायमुभयोरपि न सिद्धः, सामान्ये जैनयोगाभ्यां तदभ्युपगमात् । ततोऽयमेव मौलो हेतुरयमेव च वस्तुनिश्चायकः ॥
Page #109
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉત્તર- તહુવ=પ્રશ્ન કરનારાએ ઉપરની ચર્ચામાં “પ્રસંગસાધન એ સૂપપાદ કેમ થાય ? '' એવો જે પ્રશ્ન કર્યો છે તે પ્રશ્ન અયોગ્ય છે. કારણ કે અન્ય=આ પ્રસંગસાધન તો ધર્મોપમે=જો તમે એક ધર્મ સ્વીકારશો તો ધર્માન્તરોપમસંદર્શનમાત્રતત્પરત્વેન=બીજો ધર્મ પણ તમારે સ્વીકારવો જ પડશે એવું બતાવવામાં જ માત્ર લયલીન હોવાના કારણે અસ્ય=એ પ્રસંગસાધન વસ્તુનિશ્ચાયજામાવા-કંઇ વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવનાર થતો નથી.
૯૨
સારાંશ એ છે કે હે નૈયાયિકો ! જો તમે સામાન્યમાં સર્વથા ઐક્ય માનશો તો તે સામાન્ય અનેકવ્યક્તિમાં વર્તે છે. એમ નહી માની શકો. જો સર્વથૈક્ય નામનો એકધર્મ માનશો તો તેની સાથે સંકળાયેલો અનેકવ્યક્તિવૃત્તિત્વાભાવ નામનો ધર્માન્તર પણ તમારે સ્વીકારવો જ પડશે. આટલું જ માત્ર સમજાવવા માટે આ પ્રસંગસાધન છે. પરંતુ કોઇપણ સાધ્યવસ્તુનો નિશ્ચય કરાવનાર તરીકે આ પ્રસંગસાધન નથી. પ્રસવૃવિપર્યય પથૈવ મૌતહેતોસ્તનિશ્ચાયવા-કારણ કે સાધ્યભૂત વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવનાર તો વાસ્તવિક “પ્રસંગવિપર્યય જ છે. અને તે જ સાચો મૂલહેતુ છે.
પ્રશ્ન- “પ્રસંગવિપર્યય એટલે શું ? તે સ્પષ્ટ સમજાવો.
ઉત્તર- ‘પ્રસઽ: સ્વત્વત્ર વ્યાપવિરુદ્ધોપધિરૂપઃ ।'' વ્યાપકથી વિરુદ્ધની જે ઉપલબ્ધિ તે પ્રસંગ નામનો દોષ કહેવાય છે જ્યાં જ્યાં વિવક્ષિત વ્યાપ્યનું વ્યાપક હોય ત્યાં જ વ્યાપ્યના અસ્તિત્વની સિદ્ધિ થાય. તેને બદલે વિવક્ષિતવ્યાપ્યના વ્યાપકથી વિરુદ્ધ વસ્તુ દેખાય. તો વિવક્ષિતવ્યાપ્ય ત્યાં ન જ હોય એમ જાણવું. જેમકે-‘પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્'' અહીં ધૂમ વ્યાપ્ય છે. તેનો વ્યાપક વહ્નિ છે. હવે વ્યાપ્ય એવા ધૂમનો વ્યાપક એવો વહ્નિ જો હોય તો વ્યાપ્ય એવા ધૂમનું હોવું સંભવિત છે. પરંતુ વ્યાપ્ય એવા ધૂમના વ્યાપક એવા વહ્નિથી વિરુદ્ધ એવો જળનો જ ભંડાર દેખાય તો ત્યાં (વ્યાપક એવો વહ્નિ ન હોવાથી) વ્યાપ્ય એવો ધૂમ ન જ હોય. એવી જ રીતે અહીં પ્રસંગદોષ આવે છે. તે આ પ્રમાણે
‘‘સામાન્ય અનેòાત્મ અનેવ્યક્તિવૃત્તિાત્'' અનુમાન જૈનો નૈયાયિકાદિની સામે રજી કરે છે. અહીં “અનેકવ્યક્તિઓમાં વર્તવાપણું” એ હેતુ હોવાથી વ્યાપ્ય છે. અને અનેાત્મતા સામાન્ય અનેકાત્મક છે. એ સાધ્ય હોવાથી વ્યાપક છે. ટીકાના પદોમાં કહ્યું છે કે અનેવ્યક્તિત્તવર્તિત્વસ્ય હિ વ્યાપમનેઋત્વમ્=અનેક વ્યક્તિઓમાં વર્તવાપણા રૂપ વ્યાપ્યનું વ્યાપક અનેકાત્મકપણું છે. કારણકે જ્યાં વહ્નિ હોય ત્યાં જ ધૂમ હોઇ શકે
Page #110
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
૯૩
છે. તેમ જ્યાં અને કાત્મતાક હોય ત્યાં જ અનેકવ્યક્તિ-વૃત્તિત્વ સંભવે છે. જેમકે યણુક, ચણુક, ચતુરણુકાદિ પદાર્થો અનેકાત્મક છે. તો જ તે અનેક પ્રદેશાત્મક વ્યક્તિઓમાં વૃત્તિયુક્ત છે. પરંતુ વ્યાપક એવા વહ્નિનો અભાવ (જળનો ભંડાર) માનવો તે ધૂમનો વિરોધી છે. તેવી રીતે વ્યાપક એવા “માત્મતા''નો અભાવ એટલે કે “સર્વથક્ય" માનવું તે અનેકવ્યક્તિવૃત્તિત્વનું વિરોધી છે. એટલે કે જે જે વસ્તુ સર્વથક્યરૂપ હોય તે તે વસ્તુ અનેકવ્યક્તિવૃત્તિ હોઈ શકે જ નહીં. જેમકે પરમાણુ. આ પરમાણુ સર્વચૈ ક્ય છે. તેથી અનેક વ્યક્તિઓમાં (અનેક પ્રદેશોમાં) વર્તવાવાળો નથી. ટીકામાં આ જ વાત કહે છે કે નૈરૂપથ વિતવર્તિત્વવિરોથાત્ |
પરમાણુ સર્વશ્થક્ય છે. તેથી અનેકવ્યક્તિવતી નથી. અને યણુકાદિ અનેકાત્મક છે. તેથી અનેક વ્યક્તિવર્તી છે. આ વાત અનુભવ સિદ્ધ છે. તે તૈયાયિકો ! તમે સામાન્યને સર્વથા ઐકય માન્યું છે. તેથી તે સામાન્ય પ્રતિનિયત (અમુક ચોક્કસ) એવા કોઈપણ એક જ પદાર્થમાં આધેયપણે રહેવાના સ્વભાવવાળું જ થવાથી (એટલે કે “#ાર્તરૂપ સીમચી પ્રતિનિતિપરાર્થોપેથર્વસ્વભાવસ્” આવા સ્વભાવવાળું હોવાથી) તેનાથી (કપરી સ્વભાવસ્થામવેર) વિપરીત સ્વભાવનો તે સામાન્યમાં અભાવ હોવાથી “મચપાથધેયત્વીમવત્' તે વિવક્ષિત એક પદાર્થથી અન્ય એવા અનેક પદાર્થોમાં આધેયપણે રહેવાપણાના સ્વભાવનો તે સામાન્યમાં અસંભવ જ હોય છે.
જે વસ્તુ એકપદાર્થમાં આધેયસ્વભાવવાળી હોય તે અનેકપદાર્થના આધેયસ્વભાવવાળી ન હોય અને જે અનેકપદાર્થના આધેયસ્વભાવવાળી હોય તે એકપદાર્થમાં આધેયસ્વભાવવાળી ન હોય” કારણકે તાવી તબાવી રોચપરિદારસ્થિતનક્ષત્વેિન વિથાતિ તદ્માવચ એટલે પ્રતિનિયત એવા અમુક ચોક્કસ એક જ પદાર્થમાં આધેયસ્વભાવત્વ, અને તમારી સ્ત્ર તેના અભાવાત્મક એવા અનેકપદાર્થોમાં આધેયત્વ સ્વભાવ, આ બન્ને પરસ્પર પરિહારે જ રહેવાવાળા હોવાથી પરસ્પરવિરોધી છે. તેથી જે સર્વથા ઐક્ય હોય તે અનેક વ્યક્તિવૃત્તિ ન હોઈ શકે અને જે અનેક
વ્યક્તિવૃત્તિ હોય તે સર્વથા ઐક્ય ન હોઈ શકે. આમ હોવાથી સિદ્ધમત્રવૃત્તરનિર્વ વ્યાપા-આ વાત સિદ્ધ થાય છે કે જે જે અનેકવ્યક્તિવૃત્તિ હોય છે તે તે નિયમ અનેકાત્મક જ હોય છે. આ પ્રમાણે અહીં મનેત્રવૃત્તિ એ વ્યાપ્યા, અને તેનું વ્યાપક છે. નેત્મિવત્વ એમ સિદ્ધ થયું.
તરુદ્ધ ચ સર્વદૈવ સામાન્ય સમ્પનં તવેતિ નાવૃત્તિવં ચત અનેકાત્મક્તા એ વ્યાપક સિદ્ધ થયું છે અને “સર્વશ્થક્ય" એ તે વ્યાપકથી સર્વથા વિરુદ્ધ
Page #111
--------------------------------------------------------------------------
________________
८४
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
છે. આ પ્રમાણે વ્યાપક એવા અનેકાત્મકતાથી વિરુદ્ધ એવું સર્વર્થક્ય તમે નૈયાયિકોએ સામાન્યમાં માન્યું છે. માટે (વ્યાપકના વિરુદ્ધની ઉપલબ્ધિ હોવાથી) વ્યાપ્ય એવું નાવૃત્તિત્વ અનેક વ્યક્તિવૃત્તિત્વ હવે સંભવી શકતું નથી.
વ્યાપ્ય એવા ધૂમના વ્યાપક એવા વહ્મિનો વિરોધી જળભંડાર જ ઉપલબ્ધ છે તો વ્યાપ્ય એવા ધૂમની નિવૃત્તિ જ હોઈ શકે છે. તેવી રીતે વિરોઐક્ય સન્માન વ્યાપક્ષસ્થાને નિવૃન્યા (વ્યાપક એવી અનેકાત્મતાનું) વિરોધી એવું સર્વથા ઐક્ય તમારા મતે વિદ્યમાન હોવાથી વ્યાપક એવી અનેકાત્મકતાની નિવૃત્તિ જ થશે અને વ્યાપક એવી અનેકાત્મક્તાની નિવૃત્તિ થવાથી વ્યાપ્યથાને વૃત્તિવશ્ય નિવૃત્ત =વ્યાપ્ય એવી અનેકવ્યક્તિવૃત્તિત્વની પણ અવશ્ય નિવૃત્તિ જ થશે. જેમ વિરોધી એવો જળભંડાર દેખાવાથી વ્યાપક એવા વહ્નિની નિવૃત્તિ થાય છે. અને વ્યાપકની નિવૃત્તિથી વ્યાપ્ય એવા ધૂમની નિવૃત્તિ થાય છે. તેવી રીતે અનેકાત્મકતાની વિરોધી એવી સર્વથા એક્યતા જ સ્વીકારવાથી વ્યાપક એવી અનેકાત્મકતા નિવૃત્તિ પામે છે અને તેની નિવૃત્તિથી વ્યાપ્ય એવી અનેકવ્યક્તિવૃત્તિત્વ પણ અવશ્ય નિવૃત્તિ જ પામે છે. સર્વચૈ ચે હોવાથી અને કાત્મક્તા નથી. અને અનેકાત્મકતા નથી એટલે અનેકવ્યક્તિવૃત્તિતા નથી. એમ સિદ્ધ થાય છે.
न च तन्निवृत्तिरभ्युपगतेति लब्धावसरः प्रसङ्गविपर्ययाख्यो विरुद्धव्याप्तोपવ્યરૂપોન્ન મૌત્નો હેતુ યથા યવૃત્તિ ત =ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ હોવા છતાં પણ તે તૈયાયિકો ! તમે નિવૃત્તિ એટલે અનેકવ્યક્તિવૃત્તિત્વની નિવૃત્તિ સામાન્યમાં માની નથી. સારાંશ કે વ્યાપક એવી અનેકાત્માત્મક્તાનું સર્વઐક્ય એ સર્વથા વિરોધી જ છે. અને જ્યાં વ્યાપકનું વિરોધી તત્ત્વ હોય ત્યાં વ્યાપકની નિવૃત્તિ જ હોય, તથા વ્યાપકની નિવૃત્તિ થયે છતે વ્યાપ્યની પણ નિવૃત્તિ જ હોવી જોઇએ. છતાં તમે વ્યાપકનું વિરોધી સર્વથક્ય પણ સામાન્યમાં માન્યું અને વ્યાપ્ય એવું અનેકવ્યક્તિવૃત્તિત્વ પણ માન્યું તેની નિવૃત્તિ ન માની. તેથી વિરુદ્ધવ્યાતોપલબ્ધિ સ્વરૂપવાળો પ્રસંગવિપર્યય નામનો મૂળ હેતુ અહી પ્રાપ્ત-અવસરવાળો બન્યો.
- ભાવાર્થ આ પ્રમાણે છે કે- જે સર્વર્થક્ય હોય તે પ્રતિનિયત એક વ્યક્તિવૃત્તિ રૂપ જ હોય. પરંતુ સામાન્યમાં તેનાથી વિદ્ધ એવું અનેકવ્યક્તિવૃત્તિત્વ વ્યાપ્તપણે ઉપલબ્ધ થાય છે. તેથી સર્વર્થક્ય નથી જ, પરંતુ અનેકત્વ છે. એમ પ્રસંગ વિપર્યય નામનો મૂળહેતુ છે કે જે સામાન્યના સર્વથે કયનો નિષેધ સિદ્ધ કરે છે. અને અનેકાત્મકતાને ઘોષિત કરે છે. જેમકે જે જે વસ્તુ અનેક પદાર્થોમાં વૃત્તિવાળી હોય છે તે તે વસ્તુ અનેકાત્મક હોય છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
- यथा- अनेकभाजनगतं तालफलं-अनेकवृत्ति च सामान्यमिति एकत्वस्य વિરુદ્ધમત્વમ્, તેર વ્યાપ્ત વૃત્તિત્વમ્ જે વસ્તુ અનેકપદાર્થોમાં વર્તતી હોય તે અનેકાત્મક હોય. જેમ કે અનેક ભાજનોમાં રહેનારૂં તાડનું ફળ. તાડનું ફળ મોટું હોવાથી અંશોની કલ્પના કરવાથી અનેક છે માટે અનેક ભાજનમાં વર્તે છે. અથવા કલીંગર મોટું ફળ હોવાથી એક છે. પરંતુ અંશો કરવાથી અનેક ડીસોમાં વર્તે છે. તેથી અનેકાત્મક પણ છે. માટે સર્વથક્ય નથી. અથવા શેરડીનો સાંઠો લાંબો હોવાથી એક છે. પરંતુ અંશો કરવાથી અનેક ભાજનમાં વર્તે છે. તેથી અનેકાત્મક પણ છે માટે સર્વથક્ય નથી. તેવી રીતે તમે (નૈયાયિકોએ) સામાન્યને અનેક દ્રવ્ય-ગુણ-કર્મમાં વર્તનારૂં માન્યું છે. સર્વર્થિક્યનું વિરુદ્ધ અનેકત્વ હોય છે. અને તે અનેકત્વની સાથે વ્યાપ્ત અનેકવ્યક્તિવૃત્તિત્વ છે.
તોપત્નથિરિદ નવં વાક્ય અતિક્ષચૈવ પ્રસચોપચારાત્'' સામાન્ય નામના પદાર્થમાં તે અનેક વ્યક્તિવૃત્તિત્વની ઉપલબ્ધિ થાય છે. ઘટવ નામનું સામાન્ય અનેક ઘડામાં રહેલું જણાય છે. આ અનેક વ્યક્તિવૃત્તિત્વની ઉપલબ્ધિ એ જ સામાન્યના સર્વથૈકયનો નિષેધ કરવામાં અને અનેકત્વ સ્થાપવામાં મૂલહેતુ છે. જેમ જળ અને વહ્નિ પરસ્પર વિરુદ્ધ છે. તેમ સર્વથક્ય અને અનેકત્વ પરસ્પર વિરુદ્ધ છે. હવે જો વિરુદ્ધ એવા વહ્નિનો વ્યાપ્ય ધૂમ સાક્ષાત્ ઉપલબ્ધ થતો હોય તો ધૂમની ઉપલબ્ધિ હોવાથી વહ્નિ છે જ, અને વહ્નિ હોવાથી જળ નથી, એમ જળનો નિષેધ સિદ્ધ થાય જ છે. એ રીતે સર્વચૈ અને અનેકત્વ પરસ્પર વિરુદ્ધ છે. અને સામાન્ય નામના પદાર્થમાં વિરુદ્ધ એવા અનેકત્વનું વ્યાપ્ય જે અનેકવ્યક્તિવૃત્તિત્વ છે. તેની ઉપલબ્ધિ જો થાય છે. તો વ્યાપ્ય એવી અનેક વ્યક્તિવૃત્તિત્વની ઉપલબ્ધિ હોવાથી વ્યાપક એવું અનેકત્વ પણ છે જ એમ સિદ્ધ થાય છે. આ રીતે સામાન્યમાં સર્વથા ઐક્યનો નિષેધ કરવામાં વ્યાપ્ય એવા અનેકવ્યક્તિવૃત્તિત્વની ઉપલબ્ધિ એ જ મૂલકારણ (મૂલ હેતુસ્વરૂપ) છે. આ પ્રમાણે મૌત્નત્યં વાચકઆ અનેકવ્યક્તિવૃત્તિત્વનું જ અનેકત્વ સાધવામાં તથા સર્વર્થક્યના પ્રતિષેધમાં મૂલહેતુપણું જાણવું.
પત્તપેક્ષવ પ્રકોપન્યાસી “અનેકવ્યક્તિવૃત્તિત્વ” નામના આ મૂલહેતુની અપેક્ષાએ જ પ્રસંગદોષનો ઉપવાસ કર્યો છે. અનેકવ્યક્તિવૃત્તિત્વ નામનો મૂળહેતુ હે નૈયાયિકો ! સામાન્યમાં તમે માનો છો, માટે અનેકત્વ ન માનવામાં અને સવર્થક્ય માનવામાં તમને પ્રસંગ નામનો દોષ લાગશે. એમ વાત રજુ કરી છે. ન થાય!भयोरपि न सिद्धः सामान्ये जैनयोगाभ्यां तदभ्युपगमात् । ततोऽयमेव मौलो हेतुरयमेव
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૬
પરિચ્છેદ ૬-૫૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
ત્ર વસ્તુનિશ્ચાય ! આ “અનેકવ્યક્તિવૃત્તિત્વ” નામનો મૂળહેતુ સામાન્યમાં બન્નેને પણ માન્ય નથી એમ નથી અર્થાત્ બંનેને માન્ય છે. કારણકે જૈન અને નૈયાયિક એમ બન્ને વડે સામાન્યમાં અનેક વ્યક્તિવૃત્તિત્વ સ્વીકારાયેલું જ છે. તેથી સામાન્યમાં અનેકત્વ સિદ્ધ કરવામાં કે સવર્થક્યનો પ્રતિષેધ કરવામાં અનેક વ્યક્તિવૃત્તિત્વ આ જ મૂલહેતુ છે. અને આ હેતુ જ વસ્તુતત્ત્વનો નિશ્ચય કરાવનાર છે.
આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવાથી પ્રશ્ન કરનારાએ ઉપરના પ્રશ્નમાં જે એમ કહેલું કે “સામચિં નાનેશ્વત્ર વર્તત સર્વથૈયા” “જે સર્વથા ઐક્ય હોય તે તે અનેક વ્યક્તિવૃત્તિ ન હોઈ શકે” એવું જૈનો નૈયાયિકોની સામે કેમ રજુ કરી શકશે ? કારણકે સર્વથક્ય નામનો હેતુ વાદી એવા જૈનોને તો માન્ય જ નથી. અને પોતાને અમાન્ય એવા હેતુથી પ્રતિવાદીનું ખંડન કરવામાં વાદીને અમાન્ય અને માત્ર પ્રતિવાદીને જ માન્ય હેતુ હોવાથી અન્યતરાસિદ્ધ થશે. જે હેતુ વાદી એવા જૈનને જ જો અમાન્ય હોય તો તે હેતુથી ધર્માન્તર એવા અનેકવ્યક્તિવૃત્તિત્વાભાવ કેમ સિદ્ધ થશે ? અને આ રીતે જૈનો નિયાયિકોને પ્રસંગદોષ આવવાનું જે કહે છે તે પણ સૂપપાદ=સારી રીતે યુક્તિસિદ્ધ કેમ થશે ? ઇત્યાદિ જે કંઈ કહેવામાં આવ્યું છે. તે બધુ જ અયુક્ત ઠરે છે. કારણકે જૈનો સર્વગૅજ્યને હેતુરૂપે રજુ કરતા નથી પરંતુ વ્યવિવૃત્તિત્વ એ નામનો હેતુ મૂલમાં છે. એ હેતુ જૈનોને પણ માન્ય છે કારણ કે જૈનો સામાન્યને અનેકપદાર્થમાં રહેવાવાળો માને છે તેથી અન્યતરાસિદ્ધ હેત્વાભાસ થતો નથી.
જૈનોએ નેવવ્યવિત્તવૃત્તિત્વ હેતુ એ મૂળહેતુ માન્યો છે. તેના દ્વારા તૈયાયિકોને “પ્રસંગદોષ” આપે છે કે જો તમે સામાન્યમાં સર્વશ્થક્ય માનશો તો સર્વથૈકયનું વ્યાપક નાનેત્રવૃત્તિ, તેનાથી વિરુદ્ધ નેવિતવૃત્તિત્વ તેની ઉપલબ્ધિ થાય છે. તે હે નૈયાયિકો ! તમે કેમ ઘટાવશો ? અર્થાત્ નહીં ઘટે આ રીતે વ્યાપકવિરુદ્ધ પોલબ્ધિ થવાથી તમને પ્રસંગદોષ આવશે. એમ જૈનો કહે છે. પરંતુ સામાન્યમાં અનેકત્વ સાધવામાં કે સર્વથક્યના પ્રતિષેધમાં મૂલહેતુ તો વિતવૃત્તિત્વ જ છે અને તે જૈનોને માન્ય છે. તેથી કંઈ દોષ નથી.
ननु यद्ययमेव वस्तुनिश्चायकः कक्षीक्रियते, तर्हि किं प्रसंगोपन्यासेन? प्रागेवायमेवोपन्यस्यताम् । निश्चयाङ्गमेव ब्रुवाणो वादी वादिनामवधेयवचनो भवतीति चेत्, मैवम् । मौलहेतुपरिकरत्वादस्य । अवश्यमेव हि प्रसङ्गं कुर्वतोऽर्थः कश्चिन्निश्चाययितुमिष्टो, निश्चयश्च सिद्धहेतुनिमित्त इति यस्तत्र सिद्धो हेतुरिष्टस्तस्य व्याप्यव्यापकसाधने प्रकारान्तरमेवैतत् । यत् सर्वथैकं तन्नानेकत्र वर्तते इति व्याप्तिदर्शनमात्रमपि
Page #114
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૧
हि बाधकं विरुद्धधर्माध्यासमाक्षिपति-इत्यन्योऽयं साधनप्रकारः । एवं च नान्यतरासिद्धस्य कस्यापि गमकत्वमिति ॥५१॥
પ્રશ્ન- જો વ્યક્તિવૃત્તિત્વ એ જ મૂલહેતુ હોય અને આ હેતુ જ અનેકાત્મકતા નામના સાધ્યને સિદ્ધ કરતો હોય. અર્થાત્ આ હેતુ જ સાધ્યતત્ત્વરૂપ વસ્તુનો નિશ્ચય કરાવનાર છે. એમ તે જૈનો ! જો તમારા વડે સ્વીકારાય છે. તો “પ્રસંગ" દોષ નૈયાયિકની સામે ઉપન્યાસ (રજુ) કરવાની શું જરૂર ? તૈયાયિકોને પ્રસંગોપત્તિ આપવાની શું જરૂર ? પહેલેથી જ આ અનેકવ્યક્તિવૃત્તિત્વ જ હેતુ રજુ કરાઓને ?
“નનુ શું તëિ પ્રાથર્ન સૂપપર્વ ચાત્ ' ઇત્યાદિ ફકરાઓમાં જૈનોએ નિયાયિકોને જે પ્રસંગસાધન કહેલું કે “સામાન્ય નાનેત્ર વર્તતે સર્વદૈવત્ પરમાણુવત્' આવા પ્રસંગસાધનનો ઉપન્યાસ કરીને તૈયાયિકનું ખંડન કરવાની જરૂર શું ? પહેલેથી જ જે મૂલહેતુ હોય, વસ્તુતત્ત્વનો નિશ્ચાયક હોય તે જ હેતુ કેમ રજુ કરાતો નથી ! જૈનોએ નૈયાયિકોની સામે “સામાન્ય માત્મવં વ્યક્તિવૃત્તિત્વી'' આવું અનુમાન રજુ કરવું જોઇએ. આડું, વાંકું, અને વ્યંગ વચન બોલવાની શું જરૂર ? “નિJથાવ વ્રુવાજી વાવી વાદ્રિનામવધેયવરનો મવતીતિ ચે-સાધ્યતત્ત્વનો નિશ્ચય કરાવે એવું નિશ્ચયના અંગભૂત (કારણભૂત) વચનને બોલતો જ વાદી પુરુષ વાદીઓની સભામાં ગ્રાહ્ય વચનવાળો બને છે. માટે જૈનોએ પ્રસંગસાધનને બદલે મૂલહેતુ જ રજુ કરીને અનુમાન આપવું જોઇએ.
ઉત્તર- વિFઆ પ્રશ્ન કરવો નહીં. મૌહેતુપરિરત્વવિચ=૩ી આ પ્રસંગસાધન એ મનેવિતવૃત્તિ નામના મૂલહેતુનો જ પરિવાર છે. તેનું જ એક અંગ છે. અર્થાત્ ભિન્ન નથી. અવશ્યમેવ જીદ પ્રસવું ર્વતોડW: નિશ્રાવિપિન્ટો નિશ્ચય સિદ્ધિનિમિત્ત રૂતા “પ્રસંગસાધનને” સભામાં રજુ કરતા એવા વાદી જૈનને કોઈને કોઈ અર્થ (કોઇક સાધ્ય)નો સભ્યોને નિશ્ચય કરાવવાનું ઇષ્ટ છે. અને તે વસ્તુતત્ત્વનો નિશ્ચય સિદ્ધ થઈ ચૂકેલા હેતુના નિમિત્તે હોય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જે હેતુ સિદ્ધ થયેલો હોય તે સિદ્ધ હેતુ જ સાધ્યનો ગમક બને છે. અહીં સામાન્ય એવુ ઘટત્વ અનેકઘટમાં વર્તે છે. અને સામાન્ય એવું દ્રવ્યત્વ નવે દ્રવ્યોમાં વર્તે છે. ઇત્યાદિ ઉદાહિરણોમાં પ્રત્યક્ષથી, અનુમાનથી અને આગમથી સિદ્ધ જ છે કે સામાન્ય એ અનેકવ્યક્તિવૃત્તિ છે. આ સિદ્ધ એવો મૂળહેતુ જ સામાન્યમાં અનેકાત્મકતા સિદ્ધ કરે છે.
યતંત્ર સિદ્ધી દેતરિષ્ટતચ વ્યાપ્યવ્યાપસાથને પ્રાન્તરતિત્ | સામાન્ય
૧૩.
Page #115
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ નામના પદાર્થમાં અનેકાત્મકતાને સમજાવનારો પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ એવો અને વ્યક્તિવૃત્તિત્વ નામનો જે મૂલ હેતુ ઇષ્ટ છે. તેના જ વ્યાપ્યવ્યાપકભાવ સમજાવવામાં (અવિનાભાવ સમજાવવામાં-અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ સમજાવવામાં) આ પ્રસંગસાધન એ બોલવાની જુદી નીતિ-રીતિ માત્ર જ છે. જેમ અન્વયવ્યાપ્તિથી આપણે સિદ્ધ કરીએ કે જો ધૂમ છે તો વિદ્ધ હોય જ. તેમ અનેકદ્રવ્યવૃત્તિ છે. તેથી સામાન્ય અનેકાત્મક છે જ. આ પ્રમાણે જેમ અન્વયવ્યાપ્તિથી સિદ્ધ કરાય છે. તેવી જ રીતે. જો આ પર્વતની ખીણમાં વહ્નિ ન હોય તો આ દેખાતો એ ધૂમ હોઇ શકે નહીં, આવું બોલીને ધૂમ દ્વારા અન્ને તો વહ્નિ જ સિદ્ધ કરાય છે તેવી રીતે યંત્ સર્વથ तन्नानेकत्र वर्तते इति व्याप्तिदर्शनमात्रमपि हि बाधकं विरुद्धधर्माध्यासमाक्षिपति = " વસ્તુ (અનેકાત્મક ન હોય એટલે કે) સર્વથા ઐક્ચરૂપ જ હોય, તે તે વસ્તુ અનેકમાં વર્તનવાળી ન જ હોય” આવા પ્રકારની વ્યાપ્તિ બતાવવી. એ પણ વ્યતિરેક વ્યાપ્તિની જેમ બાધકરૂપ જ થાય છે. કારણકે જો સર્વથૈક્ય હોય, તો તે અનેકમાં વર્તી શકે નહીં. અને સામાન્ય અનેકમાં વર્તે છે એ પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી તે સર્વમૈક્સનું બાધક બને છે. અને તેનાથી વિરુદ્ધધર્મ જે અનેાવતા છે. તેનો અધ્યાસ (યોગ) સાબિત કરે છે. એટલે જેમ અન્વયવ્યાપ્તિ અથવા વ્યતિરેકવ્યાપ્તિ એ સાધ્ય સાધવાના પ્રકાર છે. તેમ “જો તમે અનેભતાડભાવરૂપ સાધ્યાભાવાત્મક એવું સર્વથૈચ માનશો તો અનેવ્યન્તિવૃત્તિત્વ રૂપ હેતુનો પણ અભાવ જ થશે. આ પણ સાધ્ય સાધવા માટેની બોલવાની એક પ્રકારાન્તર રૂપે રીત જ છે. અને આ હેતુ તો પ્રત્યક્ષ જણાય જ છે. તે સર્વઐક્ય માનવામાં બાધક થશે અને તેનાથી વિરુદ્ધધર્મ અનેકાત્મકતા રૂપ સાધ્યને સિદ્ધ કરશે.
૯૮
આ રીતે અસિદ્ધહેત્વાભાસના ૪૯મા મૂલસૂત્રમાં ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ એવા જે બે ભેદ સમજાવ્યા છે. અને અન્યદર્શન શાસ્ત્રોમાં પાડેલા અસિદ્ધહેત્વાભાસના અનેકભેદો ઉપરોક્ત ભેદમાં સમાઇ જાય છે. તે બે ભેદમાંથી ઉભયાસિદ્ધ જેમ સાધ્યનો ગમક બનતો નથી તે ૫૦મા સૂત્રમાં સમજાવ્યું છે. એ જ રીતે અન્યતરાસિદ્ધ નામનો આ હેત્વાભાસ પણ કોઇપણ સાધ્યનો ગમક થતો નથી. તે અત્યન્ત વિસ્તારથી આ ૫૧મા સૂત્રમાં સમજાવ્યું છે. ॥ ૬-૫૧॥
अधुना विरुद्धलक्षणमाचक्षते
साध्यविपर्ययेणैव यस्यान्यथानुपपत्तिरध्यवसीयते स विरुद्धः । ६-५२ ।
Page #116
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૩ અસિદ્ધ હેત્વાભાસનું વર્ણન કરીને હવે વિરુદ્ધ હેત્વાભાસનું લક્ષણ સમજાવે છે
સૂત્રાર્થ- સાધ્યના અભાવની સાથે જ જેની અન્યથાનુપપત્તિ જણાય છે. તે હેતુ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. ૬-પશા
टीका-यदा केनचित् साध्यविपर्ययेणाविनाभूतो हेतुः साध्याविनाभावभ्रान्त्या प्रयुज्यते तदाऽसौ विरुद्धो हेत्वाभासः ॥६-५२॥
ટીકાનુવાદ– જે હેતુનો અવિનાભાવસંબંધ સાધ્યની સાથે જ માત્ર હોય, સાધ્યાભાવમાં કયાંય ન હોય, તે સાચો હેતુ (સહેતુ) કહેવાય છે. તેને બદલે સાધ્યાભાવની સાથે જ જે હેતુનો અવિનાભાવસંબંધ છે. તેવા હેતુનો “સાધ્યની સાથે જ અવિનાભાવસંબંધ છે” એવી ભ્રાન્તિ થવાથી તેવી રીતે પ્રયોગ કરાય તે હેતુ વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. જેમકે શબ્દ નિત્ય વાર્થત્વા અહીં કાર્યત્વ હેતુ સાધ્યાભાવ એટલે કે નિયાભાવ= અનિત્યની સાથે જ અવિનાભાવ સંબંધવાળો છે. છતાં ભ્રમથી નિત્યની સાથે પ્રયોગ કરાયો છે. માટે વિરુદ્ધહેત્વાભાસ છે. ગ્રંથકારશ્રી પણ પછીના સૂત્રમાં ઉદાહરણ આપે જ છે. તે ૬-પરા.
अत्रोदाहरणम्यथा नित्य एव पुरुषोऽनित्य एव वा, प्रत्यभिज्ञानादिमत्त्वात् ॥६-५३॥
અહીં વિરુદ્ધહેત્વાભાસનું ઉદાહરણ આ પ્રમાણે છે કે
સૂત્રાર્થ- પુરુષ (આત્મા) નિત્ય જ છે. અથવા અનિત્ય જ છે. કારણકે પ્રત્યભિજ્ઞાનાદિ (પ્રત્યભિજ્ઞાન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાભાસ અને સ્મરણાભાસ)વાળો હોવાથી. I ૬-૫૩
टीका- आदि शब्दात् स्मरण-प्रमाणतदाभासादिग्रहः । अयं च हेतुः प्राचि साध्ये साङ्ख्यादिभिराख्यातः । स्थिरैकस्वरूपपुरुषसाध्यविपरीतपरिणामिपुरुषेणैव व्याप्तत्वात् विरुद्धः । तथाहि-यद्येष पुरुषः स्थिरैकस्वरूप एव, तदा सुषुप्तावस्थायामिव बाह्यार्थग्रहणादिरूपेण प्रवृत्त्यभावात् प्रत्यभिज्ञानादयः कदाचिन्न स्युः । तद्भावे वा स्थिरैकरूपत्वहानिः । अवस्थाभेदादयं व्यवहार इत्यप्ययुक्तम् । तासामवस्थातुर्व्यतिरेकाव्यतिरेकविकल्पानुपपत्तेः । व्यतिरेके तास्तस्येति सम्बन्धाभावः । अव्यतिरेके पुनरवस्थातैवैति तदवस्थस्तदभावः, कथं च तदेकान्तैक्ये अवस्थाभेदोऽपि भवेत् ? ॥६-५३॥
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ ટીકાનુવાદ– “પ્રત્યfમજ્ઞાનાદિમસ્વીત્' આ પદમાં જે માત્ર શબ્દ છે. તેનાથી મરા નામનું પ્રમાણ, તથા તમાસ એટલે પ્રત્યભિજ્ઞાનાભાસ અને સ્મરણાભાસ પણ સમજી લેવાં. આ સૂત્રમાં બે અનુમાનો આપેલાં છે. એક સાંખ્યવડે કહેવાયેલું અને બીજું બૌદ્ધવડે કહેવાયેલું જાણવું.
સાંખ્યો નિત્યવાદી છે. અને બૌદ્ધો ક્ષણિકવાદી એટલે અનિત્યવાદી છે. પોતપોતાના ઇષ્ટ સાધ્ય સાધવા તેઓ આ પ્રકારનાં અનુમાનો કરે છે. પુરુષ: નિત્ય:
વ, પ્રત્યfમજ્ઞાનાદ્દિવી આ સાંખ્યકૃત અનુમાન છે. પુરુષ:, નિત્યઃ પવ, પ્રત્યfમજ્ઞાનાદ્ધિમત્તાતુ-આ બૌદ્ધકૃત-અનુમાન છે.
સાંખ્યોનું કહેવું એમ છે કે પ્રત્યભિજ્ઞાન અને સ્મરણાદિ થતાં હોવાથી અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થામાં વર્તનારો જીવ એક જ છે. તેથી સ્થિર અને એકરૂપવાળો આત્મા છે. જો બન્ને અવસ્થામાં આત્મા ભિન્ન હોય તો અનુભવ કરે કોઈ અને સ્મરણ કરે કોઈ એવું થઇ જાય, જે યુક્તિસંગત નથી. તેથી પ્રત્યભિજ્ઞાનાદિ જ્ઞાનવાળો હોવાથી આ આત્મા સ્થિરેકરૂપવાળો છે. અને બૌદ્ધોનું કહેવું છે કે, અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થા ભિન્ન-ભિન્ન છે. માટે બન્ને અવસ્થામાં આત્મા બદલાય છે. તેનો તે જ જો રહે, તો અનુભવાત્મક જ રહે, માટે આત્મા બદલાતો હોવાથી અનિત્ય છે. અને અનિત્ય માનીએ તો જ જે પ્રત્યભિજ્ઞાનાદિ થાય છે તે સંભવે.
હવે જૈનાચાર્યશ્રી ઉપરોક્ત બન્ને વાદીઓને સમજાવતાં પહેલાં સાંખ્ય પ્રત્યે કહે છે કે આ પ્રત્યભિજ્ઞાન અને સ્મરણાદિ આત્મામાં તો જ સંભવે કે આત્માને પરિણામી નિત્ય માનો. કારણકે આત્મા દ્રવ્યથી બન્ને અવસ્થામાં વર્તે જ છે માટે કથંચિત્ નિત્ય પણ છે. અને અવસ્થાઓ બદલાતી હોવાથી આ જ આત્મા કથંચિત્ અનિત્ય પણ છે. તેથી પરિણામી નિત્ય નામના સાધ્યની સાથે પ્રત્યભિજ્ઞાનાદિ-મત્ત્વ હેતુ સંભવી શકે છે. કે જે તમારા માનેલા સ્થિરૈકસ્વરૂપ=એકાનત નિત્ય સ્વરૂપ પુરુષની અપેક્ષાએ સાધ્યાભાવરૂપ છે. તમે “નિત્ય પ્રવ” સાથે મૂકીને પ્રત્યભિજ્ઞાનાદિ-મત્ત્વ હેતુ કહ્યો છે. પરંતુ હકીકતથી આ હેતુ સ્થિરેકસ્વરૂપવાળા એટલે કે “એકાતે નિત્યસ્વરૂપવાળા પુરુષ” એવા સાધ્ય કરતાં સાધ્યાભાવ સ્વરૂપ જે “પરિણામિ નિત્યત્વ” છે ત્યાં જ હેતુ સંભવે છે. આ પ્રમાણે તમારા સાધ્યની અપેક્ષાએ સાધ્યાભાવની સાથે વ્યાસ એવો હેતુ તમે તમારા વિવક્ષિત “નિત્ય પવ" એવા સાધ્ય માટે જે મૂક્યો તે વિરુદ્ધહેત્વાભાસ થાય છે.
સ્થિરેકસ્વરૂપવાળો પુરુષ એટલે એકાન્તનિત્ય આત્મા એવા સાથથી વિપરીત
Page #118
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૩
૧ ૦ ૧
અર્થાત્ આવા સાધ્યના અભાવાત્મક એવા “પરિણામિ પુરુષ” અર્થાત્ પરાવર્તનશીલ એવા આત્માની સાથે (કથંચિત્ જ નિત્ય એવા આત્માની સાથે) જ આ હેતુ વ્યાપ્ત છે. માટે તમારો હેતુ વિરુદ્ધહેત્વાભાસ છે. તે આ પ્રમાણે
યોપ-જો આ આત્મા સ્થિરે કસ્વરૂપ (એકાન્ત નિત્ય-પરિવર્તન વિનાનો) જ હોય તો જેમ નિદ્રાવસ્થામાં બાહ્ય પદાર્થનો બોધ કરવો ઇત્યાદિ પ્રવૃત્તિનો અભાવ હોવાથી કોઈ અનુભવ જ નથી, માટે નિદ્રાવસ્થામાં પ્રત્યભિજ્ઞાનાદિ ક્યારેય થતાં નથી. તેની જેમ જાગૃતાવસ્થામાં પણ આત્મા સ્થિરેકસ્વરૂપવાળો હોવાથી નિદ્રાવસ્થા જેવો જ રહેવો જોઇએ. બાહાપદાર્થના બોધાદિની પ્રવૃત્તિ ન થવી જોઇએ. અને તેથી પ્રત્યભિજ્ઞાનાદિ પણ ન થવાં જોઇએ. જો સુષુપ્તાવસ્થામાં બાહ્યર્થ ગ્રહણની પ્રવૃત્તિ અને તજ્જન્ય પ્રત્યભિજ્ઞાનાદિ થાય તો આત્માની અવસ્થા બદલાઈ ગણાય. તેથી સ્થિરૅકત્વ (એકાન્ત નિત્યત્વ)ની તમારી જે માન્યતા છે. તેની હાનિ થવાનો પ્રસંગ આવે.
અહીં કદાચ સાંખ્ય આવો બચાવ રજા કરે કે આત્મા તો સ્થિરૅક-સ્વરૂપવાળો અર્થાત્ એકાન્ત નિત્ય જ છે. માત્ર તે આત્માની સુષુપ્તાવસ્થા અને જાગૃતા-વસ્થા એમ અવસ્થામાત્રના ભેદથી બાહ્યર્થને ગ્રહણ કરવા અને ન કરવાનો આ વ્યવહાર થાય છે. જ્યારે આત્માની સુષુપ્તાવસ્થા ચાલતી હોય ત્યારે બાહ્યાર્થને ન ગ્રહણ કરવાનો અને જાગૃતાવસ્થા ચાલતી હોય ત્યારે ગ્રહણ કરવાનો વ્યવહાર હોય છે. એમ ઘટશે.
જૈનાચાર્ય- ઉપરોકત સાંખ્યની દલીલ પણ અયુક્ત જ છે. તમામ તે અવસ્થાઓ અવસ્થાતા એવા આત્માથી વ્યતિરેક (ભિન્ન) માનશો તો તે વિકલ્પ (પક્ષ) અને જો અતિરેક (અભિન્ન) માનશો તો તે વિકલ્પ (પક્ષ) પણ યુક્તિયુક્તપણે ઘટતા નથી. તે આ પ્રમાણે–જો તે અવસ્થાઓ અવસ્થાતા એવા આત્માથી વ્યતિરેક એકાન્ત ભિન્ન માનશો તો “તા: તી તિ' તે અવસ્થાઓ તે અવસ્થાતાની (આત્માની) છે. એવો સંબંધ સંભવશે નહીં. કારણકે જે જેનાથી એકાન્ત ભિન્ન હોય છે. તેનો તેની સાથે સંબંધ સંભવતો નથી. તેથી તે વસ્તુ તેની છે એમ કહેવાતું નથી. જેમ માટીનો બનેલો ઘટ એ તત્ત્વનું કાર્ય કહેવાતો નથી. હવે જો વ્યતિરે અવસ્થાઓ અને અવસ્થાતા એવો આત્મા અભિન્ન માનશો તો મવથતા જીવ તિ-અવસ્થાતા એવો એક આત્મા જ થશે. અવસ્થાઓ જેવું કોઈ તત્ત્વ રહેશે નહીં. જેમ ઘટ અને ઘટનું સ્વરૂપ એક જ છે. તેમ અહીં થશે. એટલે કે અવસ્થાતા અને અવસ્થાઓ એમ બે તત્ત્વ થશે નહીં અને એમ થવાથી તવસ્થતમા તે અવસ્થાઓનો અભાવ તો તેવો ને તેવો જ રહ્યો. અર્થાત્ અવસ્થા જેવું કોઈ સ્વરૂપ રહ્યું જ નહીં કે જેથી એક અનુભવાવસ્થા અને
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
બીજી સ્મરણાવસ્થા એમ તમે બોલી શકો. આ રીતે તવેળાનૈયે “તે અવસ્થાઓ અને આત્મા” આ બન્નેનું ઐક્ય અર્થાત્ સર્વથા અભિપણું માને છતે પૂર્વકાલીન આ અનુભવા-વસ્થા છે અને ઉત્તરકાલીન આ સ્મરણાવસ્થા છે. એમ અવસ્થા ભેદ પણ કેમ થાય? કારણકે તે આત્માને એકાન્ત નિત્ય માન્ય છતે જેવો હોય તેવો જ સદા રહે. તેથી સુષુપ્તાવસ્થા અને જાગૃતાવસ્થા એમ અવસ્થા ભેદ જેમ ન ઘટે તેમ અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થા અથવા પ્રત્યભિજ્ઞાનાવસ્થા પણ કેમ ઘટે ? અર્થાત્ ન જ ઘટે. (આ વાત આચાર્યશ્રીએ સાંખની સામે કરી).
तथैकान्तानित्यत्वेऽपि साध्ये सौगतेन क्रियमाणेऽयं हेतु विरुद्धः । परिणामिपुरुषेणैव व्याप्तत्वात् । तथाहि-अत्यन्तोच्छेदधर्मिणि पुरुषे पुरुषान्तरचित्तवदेकान्तसन्तानेऽपि स्मृतिप्रत्यभिज्ञाने न स्याताम् । नित्यानित्ये पुंसि पुनः सर्वमेतदवदातमुपपद्यते । विरोधादेः सामान्यविशेषवच्चित्रज्ञानवच्चासम्भवात् । तथा तुरङ्गोऽयं शृङ्गसङ्गित्वाद्यप्यत्रोदाहर्तव्यम् ॥
બૌદ્ધદર્શનવાળા આત્માને એકાત્તે અનિત્ય (ક્ષણમાત્રસ્થાયી) માને છે. અને તેની સિદ્ધિ માટે પ્રત્યfમજ્ઞાનાદ્ધિમત્ત્વ હેતુ કહે છે. માત્મા (પુE: ), નિત્ય પવ, પ્રત્યમજ્ઞાનામિત્રીત્ પ્રત્યભિજ્ઞાન એટલે “તે જ આ છે” એમ સ્મરણયુક્ત અનુભવાવસ્થા.
હવે બૌદ્ધ કહે છે કે જો આત્મા નિત્ય જ હોય તો સ્મરણ એ ભૂતકાળના વિષયનું થાય છે અને અનુભવ એ વર્તમાનકાળનો વિષય છે. તે બન્ને નિત્ય આત્મામાં કેમ ઘટે ? નિત્ય તો સદા સ્થિરેક્યરૂપ જ હોય. આ તો બદલાતી અવસ્થા છે. વળી સ્મરણ જે થાય છે તે પણ પૂર્વે અનુભવેલાનું થાય છે. એટલે અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થા પણ ભિન્ન ભિન્ન અવસ્થા છે તેથી આત્મા પણ બદલાય જ છે. સ્થિર એક સ્વરૂપ નથી. માટે ક્ષણિક જ છે.
જૈનાચાર્યશ્રી- ઉપરોક્ત બૌદ્ધના કથનની સામે આચાર્યશ્રી કહે છે કે એકાન્ત અનિયત્વ સાધ્ય સાધવામાં પણ બૌદ્ધવડે પ્રયોગ કરાતો આ હેતુ તે સહેતુ નથી. પરંતુ વિરુદ્ધહેત્વાભાસ જ થાય છે. કારણકે બૌદ્ધવડે “પ્રાસ્તાનિત્યત્વ' સાધ્ય-સાધવા માટે આ હેતુ વપરાયો છે. પરંતુ તેઓના સાધ્યના અભાવ સ્વરૂપ એવા “પરામિનિત્ય' નામના સાધ્યાભાવાત્મક પુરુષની સાથે જ આ હેતુ વ્યાપ્ત છે. તે આ પ્રમાણે જો આત્મા અત્યન્ત ઉચ્છેદધમી જ હોય, એટલે કે એકાને અનિત્યકક્ષણમાત્રવર્તી જ હોય તો પ્રત્યેક ક્ષણે ભિન્ન-ભિન્ન આત્મા થવાથી જેણે પૂર્વે અનુભવ કર્યો છે તે આત્મા તો સ્મરણ કાળે છે જ નહીં. તેથી જેમ ચૈત્રે કરેલો અનુભવ મૈત્રને
Page #120
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૩
સ્મરણમાં આવતો નથી. તેમ બન્ને ક્ષણનો આત્મા અત્યન્ન ભિન્ન હોવાથી પ્રત્યભિજ્ઞાન અને સ્મરણ આદિ ઘટે જ નહીં.
બૌદ્ધ–ચૈત્ર અને મૈત્ર જેમ અત્યન્ત ભિન્ન છે, તેમ પ્રત્યેક ક્ષણે બદલાતો આત્મા પણ અત્યન્ત ભિન્ન જ છે. પરંતુ એકસંતાનવી (એકધારાવાહી-પરંપરામાં વર્તતા) હોવાથી સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન થઇ શકશે.
૧૦૩
જૈનાચાર્યશ્રી તમારી તે વાત ખોટી છે એમ કહેતાં જણાવે છે કે, પુરુષાનરચિત્તવત્-ચૈત્રના ચિત્તથી મૈત્રનું ચિત્ત જેમ અત્યન્ત ભિન્ન છે. તેથી ચૈત્રે કરેલા અનુભવનું ચૈત્રમાં સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન સંભવતું નથી. તેવી જ રીતે સન્તાનેવિ એક સંતાન માનશો તો પણ પૂર્વક્ષણવર્તી અને ઉત્તરક્ષણવર્તી એવા બન્ને આત્મા અત્યન્ત ભિન્ન માન્યા હોવાથી સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન તેમાં પણ ઘટશે જ નહીં. કારણકે પૂર્વક્ષણવર્તી આત્મા જે અનુભવી હતો તે અત્યન્ત ઉચ્છેદ ધર્મ માન્યો એટલે સર્વથા નષ્ટ જ થયો અને ઉત્તરક્ષણવર્તી જે આત્મા આવ્યો તે પૂર્વકાળના વિષયનો અનનુભવી હોવાથી સ્મરણાદિ સંભવશે નહીં.
જો પૂર્વક્ષણવર્તી અને ઉત્તરક્ષણવર્તી આત્મા વચ્ચે દ્રવ્યથી તેનો તે જ આત્મા વર્તે છે. માટે કર્થંચિત્ નિત્ય છે. અને પર્યાયથી અવસ્થા બદલાય છે મટે આ જ આત્મા કથંચિત્ અનિત્ય છે. એમ નિત્યાનિત્ય (અર્થાત્ પરિણામી નિત્ય) માનો તો જ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાનાદિ સર્વમેત ્આ સર્વે ભાવો અવાતમુવપદ્યતે–નિર્દોષપણે ઘટી શકે છે. પરંતુ એમ માનવા જતાં બૌદ્ધનો ક્ષણિકવાદ નષ્ટ જ થઇ જાય છે. કારણકે એકાન્તાનિત્યત્વ નામના સાધ્યને સાધવા જે હેતુનો પ્રયોગ કર્યો છે તે હેતુ એકાન્તાનિત્યત્વ નામના સાધ્યની સાથે ન ઘટતાં સાધ્યાભાવાત્મક એવા પરિણામિનિત્યની સાથે વ્યાપ્તપણે વર્તે છે. તેથી બૌદ્ધને પણ આ હેતુ વિરુદ્ધ જ થાય છે.
ઉપરોક્ત ચર્ચાથી સમજાય છે કે આત્માને એકાન્તનિત્ય તથા એકાન્ત અનિત્ય માનવામાં સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન સર્વથા સંભવતાં નથી. તેથી પ્રત્યમિજ્ઞાનતિમત્ત્વાત્ આ હેતુ નિત્ય એકાન્ત સાધવામાં જો સાંખ્ય કહે તો અને અનિત્ય એકાન્ત સાધવામાં જો બૌદ્ધ કહે તો તે બન્ને સ્થાને વિરુદ્ધ હેત્વાભાસ જ થાય છે. કારણકે તેઓના બન્નેના એકાન્તનિત્ય અને એકાન્તે અનિત્ય એવા સાધ્યથી સર્વથા વિપરીત એવા અર્થાત્ તેઓના સાધ્યના અભાવાત્મક એવા ‘‘પરિમિપુરુષ''માં જ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન સંભવે છે.
પ્રશ્ન– જો નિત્યાનિત્ય એટલે કે સ્યાદ્વાદ (પરિગામિપુરુષ) માનવામાં સર્વ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ વસ્તુ નિર્દોષ ઘટતી હોય અને એકાન્તનિત્ય કે એકાન્ત અનિત્યમાં દોષો જ આવતા હોય તો સાંખ્ય અને બૌદ્ધ આદિ દર્શનકારો આ વાત કેમ નહી સમજતા હોય ?
ઉત્તર- સ્યાદ્વાદના વિરોધીઓ પાસેથી સ્યાદ્વાદમાં ખોટી રીતે રજા કરાયેલા “વિરોધ” આદિ અનેક દોષો સાંભળીને તેઓ સ્યાદ્વાદને સ્વીકારતા નથી. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ન હોય અને જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ ન હોય. પ્રકાશ અને અંધકારને એકત્ર માનવામાં પરસ્પર “વિરોધદોષ” જેમ દેખાય છે. તેમ નિત્ય હોય ત્યાં અનિત્ય ન હોય અને અનિત્ય હોય ત્યાં નિત્ય ન હોય. આ બન્નેને સાથે માનવા (એટલે કે સ્યાદ્વાદ માનવો) તે વિરોધદોષથી યુક્ત છે. ઇત્યાદિ દોષો સાંભળીને તેઓ સ્યાદ્વાદ પ્રત્યે અપ્રીતિ (અરુચિ)ભાવ રાખે છે.
પ્રશ્ન-વિરોધાદિ દોષો સાંભળીને નિત્યાનિત્યમાં અપ્રીતિભાવ રાખનારા સાંખ્ય અને બૌદ્ધને સમજાવી શકાય તેવો તેઓએ પોતાના ઘરમાં માનેલો કોઈ દાખલો છે કે પરસ્પરવિરોધવાળી બે વસ્તુને તેઓએ એક જ સ્થાને માની હોય ?
ઉત્તર- સાંખ્યોએ ઘટ-પટાદિ વસ્તુઓને “સામાવિષવત્' સામાન્ય અને વિશેષવાળી માની છે. અને બૌદ્ધોએ “વિત્રજ્ઞાનવત્' ભિન્ન-ભિન્ન અનેક વર્ષોથી મિશ્ર એવું ચિત્રરૂપ” માન્યું છે. તેના જ્ઞાનની જેમ સ્યાદ્વાદમાં વિરોધાદિ દોષોનો અસંભવ છે.
બધી જ ગાયો શોત્વ ધર્મથી સમાન (સામાન્ય) છે. અને શાબલેય તથા બાહુલેયપણે વિશેષ છે. તથા બધા જ ઘડા ઘટપણે સમાન છે. અને માટીના, સોનાના, રૂપાના ઇત્યાદિ ભાવે વિશેષ છે. એમ જગતના પ્રત્યેક પદાર્થો “સામાન્યવિરોણાત્મા' છે એમ સાંખ્યો એમ માને છે. તેમાં પરસ્પર વિરુદ્ધધર્મો સાથે હોવા છતાં અપેક્ષાભેદ હોવાથી સાંખ્યોને વિરોધાદિ દોષો દેખાતા નથી. તેમ સ્યાદ્વાદમાં પણ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્યત્વ અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્યત્વ એમ અપેક્ષાભેદ હોવાથી વિરોધાદિ કોઈપણ દોષો સંભવતા નથી.
તથા નીલ, પીત, શ્વેત આદિ ભિન્ન-ભિન્ન વર્ગોનું બનેલું એક ચિત્રરૂપ છે. અને તેનું જ્ઞાન થાય છે. એમ બૌદ્ધો માને છે. અહીં ભિન્ન-ભિન્ન વર્ષે એક જ વસ્ત્ર દ્રવ્યમાં સાથે રહે છે. અને તેનું જ્ઞાન પણ થાય છે. એમ બૌદ્ધો માને છે. છતાં તેમાં વિરોધાદિ કોઈ દોષો આવતા નથી. એવું જેમ સમજે છે. તેવી જ રીતે સ્યાદ્વાદમાં પણ અપેક્ષાભેદ હોવાથી વિરોધાદિ કોઇ પણ દોષો નથી. એમ સમજવું જોઈએ. આ બન્ને ઉદાહરણો આપવાનું કારણ એ છે કે સાંખ્યો સામાન્ય અને
Page #122
--------------------------------------------------------------------------
________________
૨નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૩
૧૦ ૫
વિશેષવાળી વસ્તુ માને છે. તથા વસ્તુ આવા પ્રકારની છે. તે અનુભવસિદ્ધ છે. તેથી તેઓને સમજાવવા પ્રથમ ઉદાહરણ છે. અને બૌદ્ધો સામાન્યવાદી નથી, ફક્ત વિશેષવાદી જ છે. તેથી તેઓ માટે પ્રથમ ઉદાહરણ ન સમજતાં તેઓને સમજાવવા "यित्रशान"(तेसोमे मानेगुं) पीj२५॥ आपेर छ.
तथा अयं, तुरङ्गः, शृङ्गसङ्गित्वात् ॥ घोडी छ, शीगानो संयो। डोपाथी. આવું અનુમાન જો કોઈ કરે તો આ હેતુ વિરુદ્ધહેવાભાસ છે. કારણકે કૃ ત્વ હેતુ સાધ્ય એવા તુરંવાની સાથે વ્યાપ્ત નથી પરંતુ સાધ્યના વિપર્યય એવા (એટલે કે साध्याभावात्म अवा) तुरंगाभावनी साथे ४ व्यास जे. त्या प्रसिद्ध २५॥ પણ વિરુદ્ધહેત્વાભાસનાં જાણવાં.
ये च सति सपक्षे पक्षविपक्षव्यापक इत्यादयो विरुद्धभेदास्तेऽस्यैव प्रपञ्चभूताः । तथाहि- सति सपक्षे चत्वारो विरुद्धाः ।।
(१) पक्षविपक्षव्यापको यथा-नित्यः शब्दः कार्यत्वात् । सपक्षश्चात्र चतुर्ध्वपि व्योमादिनित्यः स्वकारणसमवायः कार्यत्वं, उभयान्तोपलक्षिता सत्ताऽनित्यत्वमित्येके, तदभिप्रायेण प्रागभावस्यापि नित्यत्वाद्युक्तमेव विरुद्धोदाहरणम् । अन्यथा न विपक्षव्यापि कार्यत्वं स्यात् । यदा त्वादिमत्त्वमेव कार्यत्वं तदा प्रध्वंसस्य नित्यत्वेऽपि कार्यत्वमस्तीत्यनैकान्तिकं स्यात् , न विरुद्धमिति । अयं च पक्षे शब्दे विपक्षे घटादौ व्याप्य वर्तते ॥१॥
(२) विपक्षैकदेशवृत्तिः पक्षव्यापको यथा-नित्यः शब्दः सामान्यवत्त्वे सत्यस्मदादिबाह्येन्द्रियग्राह्यत्वात् । अर्हत्यर्थे कृत्याभिधानात् ग्रहणयोग्यतामानं ग्राह्यत्वमुक्तम्, तेनास्य पक्षव्यापकत्वं, विपक्षे तु घटादावस्ति, न सुखादौ ॥२॥
(३) पक्षविपक्षैकदेशवृत्तिर्यथा-नित्यः शब्दः प्रयत्नानन्तरीयकत्वात् । अयं हि पुरुषादिशब्दे पक्षेऽपि न वाय्वादिशब्दे, घटादौ च विपक्षे, न विद्युदादौ ॥३॥ .
(४) पक्षैकदेशवृत्तिर्विपक्षव्यापको यथा-नित्या पृथिवी कृतकत्वात् । कृतकत्वं व्यणुकादावस्ति पृथिव्यां, न परमाणौ, विपक्षे तु घटादौ सर्वत्रास्ति ॥४॥
અન્યદર્શનકારોએ વિરુદ્ધ હેત્વાભાસના “સપક્ષ હોતે છતે” પક્ષવિપક્ષવ્યાપક વગેરે નામવાળા ચાર ભેદો, અને “સપક્ષ ન હોતે છતે” એવા જ નામવાળા ચાર ભેદો એમ બન્ને મળીને કુલ આઠ ભેદો છે એમ જે કહેલ છે તે સર્વ ભેદો ગ્રંથકારશ્રીએ બાવનમાં મૂલ સૂત્રમાં કરેલા લક્ષણવાળા એક જ વિરુદ્ધહેત્વાભાસના ભેદમાં સમાઈ જાય છે. તે આ પ્રમાણે
૧૪
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ જે અનુમાનમાં મૂકાયેલા હેતુનો “સપક્ષ” જગતમાં પ્રાપ્ત હોય, તેવા વિરુદ્ધહેત્વાભાસના ચાર ભેદો છે. (૧) પક્ષવિપક્ષવ્યાપક, (૨) પક્ષવ્યાપકવિપક્ષેકદેશવૃત્તિ, (૩) પક્ષવિપક્ષકદેશવૃત્તિ, (૪) પક્ષકદેશવૃત્તિવિપક્ષવ્યાપક એમ જે દર્શનકારો કહે છે તે સર્વે ભેદો એકલક્ષણવાળા વિરુદ્ધમાં અંતર્ગત થઈ જાય છે. તે આ પ્રમાણે
જે હેતુ પક્ષમાં પણ સંપૂર્ણપણે વ્યાપીને વર્તતો હોય અને વિપક્ષમાં પણ વ્યાપીને વર્તતો હોય (અર્થાત્ સપક્ષ હોવા છતાં તેમાં કયાંય જે હેતુ ન વર્તે) તે હેતુ પક્ષવિપક્ષવ્યાપવા નામનો પ્રથમ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે નિત્ય: શબ્દઃ વાર્યત્વાન્ આ અનુમાનમાં વ્યોમાદિ (વ્યોમ, દિશા, કાળ, આત્મા અને પરમાણુઓ) નિત્ય છે. તેથી સપક્ષ વિદ્યમાન છે. હવે કહેવાતા આ વિરુદ્ધ હેત્વાભાસના ચારે ભેદોમાં વ્યોમાદિ નિત્ય પદાર્થો સ્વરૂપ સપક્ષ વિદ્યમાન છે. અને અર્થત્વ હેતુ તે સપક્ષમાં ક્યાંય નથી. પરંતુ કંઠતાલુજન્ય એવા શબ્દપક્ષમાં અને ઘટ-પટાદિ વિપક્ષમાં સર્વત્ર વર્તે છે. માટે સપક્ષની વિદ્યમાનતાવાળા આ અનુમાનનો હેતુ પક્ષ અને વિપક્ષમાં સર્વત્ર વ્યાપક છે. એમ પ્રથમભેદનું આ ઉદાહરણ છે.
પ્રગ્ન– આ વાર્યત્વ હેતુ પક્ષીભૂત એવા શબ્દમાં અને વિપક્ષીભૂત એવા ઘટપટાદિમાં અવશ્ય સર્વત્ર વ્યાપક છે. પરંતુ તૈયાયિક અને વૈશેષિકોના મતે ધ્વસતિયત્વે નિત્યમ્ અને áસપ્રતિયોગિતં નિત્યઆવું નિત્ય-અનિત્યનું લક્ષણ છે. જેનો ભાવિકાળે ધ્વંસ થવાનો ન હોય એટલે કે જે વસ્તુ ધ્વસની અપ્રતિયોગી હોય તે નિત્ય, અને જેનો ભાવિકાળે ધ્વંસ થવાનો હોય એટલે જે વસ્તુ ધ્વંસની પ્રતિયોગી હોય તે અનિત્ય એમ તેઓ કહે છે. આ વ્યાખ્યા પ્રમાણે જેમ પક્ષીભૂત શબ્દ અને વિપક્ષીભૂત ઘટ-પટાદિ ભાવિકાળે ધ્વસવાળા હોવાથી અનિત્ય છે. અને તેમાં કાર્યત્વ હેતુ વર્તે છે. તેમ પ્રાગભાવ પણ અનાદિ-સાત્ત હોવાથી ભાવિકાળે ધ્વસવાળો જ છે. તેથી અનિત્ય જ છે. વિપક્ષ જ થશે. અને તેમાં ઉત્પત્તિમત્ત્વ એવું કાર્યત્વ અનાદિ હોવાથી નથી. તેથી આ વાર્યત્વ હેતુ વિપક્ષ એવા ઘટ-પટાદિમાં છે. પરંતુ વિપક્ષ એવા પ્રાગભાવમાં નથી. તેથી પક્ષ-વિપક્ષવ્યાપકમાં વિપક્ષની અંદર સર્વત્ર વ્યાપક્તા સિદ્ધ થતી નથી.
ઉત્તર- દ્વસંપ્રતિનિત્વમ્ નિત્ય-જેનો ભાવિકાળે ધ્વંસ થવાનો હોય તે અનિત્ય અને ઉત્પત્તિમાન્ જે હોય તે કાર્યત્વ એવી વ્યાખ્યા અમે અહીં લીધી નથી. પરંતુ
સ્વાર સમવાય. પર્યત્વ, માન્તોપત્નક્ષતા સત્તાનિત્યત્વમત્યેકપોતાના કારણોમાં (અથવા અવયવોમાં) સમવાય સંબંધથી જે વર્તે તે કાર્યત્વ અમે અહીં લીધું છે. જેમકે કપાલદ્વયમાં ઘટકાર્ય અને અનેક તતુ અવયવમાં પટકાર્ય વર્તે છે. તેવું કાર્યત્વ અમે
Page #124
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૩
૧૦૭
લીધું છે. તથા આદિ અને અંત એમ ઉભયબાજુ (બ) બાજુ જે વસ્તુનો અંત છે. તેનાથી જણાતી (સાદિ-સાન્તવાળી) વસ્તુની જે સત્તા તે અનિત્ય કહેવાય, એવું જે કેટલાક દર્શનકારો કહે છે. તે વ્યાખ્યાઓ કાર્યની અને અનિત્યની અમે સ્વીકારી છે.
તમyTM પ્રભવી નિત્યસ્વાલ્ યુવમેવ વિરુદ્ધોલાદ તેઓના અભિપ્રાય પ્રમાણે પ્રાગભાવ અનાદિ-સાગત હોવાથી અત્તવાળો ભલે છે. પરંતુ આદિવાળો નથી. એટલે ઉભય બાજુ અંતવાળો નથી તેથી “ઉભય બાજુ અંત હોય તે અનિત્ય” આ વ્યાખ્યા પ્રાગભાવમાં લાગુ પડતી નથી. તેથી પ્રાગભાવ નિત્ય જ સિદ્ધ થાય છે. માટે સપક્ષ જ છે. વિપક્ષ છે જ નહીં. વિપક્ષ ન હોવાથી સ્વકારણ સમવાય એવા અર્થવાળું કાર્યત્વ તેમાં નથી તો પણ વિપક્ષ-વ્યાપકતાને કંઈ આંચ આવતી નથી. કારણકે જો પ્રાગભાવ અનિત્ય હોય તો વિપક્ષ થાય. અને તેમાં કાર્યત્વ નથી. એટલે ઘટ-પટાદિ વિપક્ષમાં કાર્યત્વ છે. અને પ્રાગભાવરૂપ વિપક્ષમાં કાર્યત્વ નથી. તેથી કાર્યત્વ એ વિપક્ષમાં વ્યાપક છે. એ અર્થ સિદ્ધ ન થાય. પરંતુ પ્રાગભાવ નિત્ય છે. તેથી સપક્ષ છે. વિપક્ષ છે જ નહીં. કાર્યત્વને વિપક્ષ વ્યાપકતા કરવામાં કોઈ આંચ આવતી નથી. માટે આ વિરુદ્ધ હેત્વાભાસનું ઉદાહરણ જે કહ્યું છે તે યોગ્ય જ છે.
જો અનિત્યની વ્યાખ્યા ઉભયાન્તોપલક્ષિતાવાળી ન લઇએ અને મચથી જો ઉભયાન્સ ઉપલક્ષિતા સત્તા તે અનિત્ય. એવી અનિત્યની પરદર્શનકારોએ કરેલી વ્યાખ્યા ન લઇએ પરંતુ “અનાદિ અનંત હોય તે નિત્ય જેમ આકાશાદિ” તેનાથી વિપરીત તે અનિત્ય. આવી જૈનદર્શનકારો સમ્મત અનિત્યની વ્યાખ્યા કરીએ તો અથવા ધ્વંસપ્રતિયોગિત્વનિત્યમ્ આવી અનિત્યની વ્યાખ્યા કરીએ તો પ્રાગભાવ અનિત્ય જ થાય. એટલે વિપક્ષ જ બને. તેથી સાથે જે નિત્ય છે. તેનાથી વિરુદ્ધ અનિત્ય એવા ઘટપટાદિ અને પ્રાગભાગ બન્ને વિપક્ષ જ થાય ત્યાં ઘટ-પટાદિ વિપક્ષમાં કાર્યવહેતુ વર્તે છે પરંતુ પ્રાગભાવરૂપ વિપક્ષમાં કાર્યવહેતુ વર્તતો નથી. તેથી હેતુ વિપક્ષના એકદેશમાં વૃત્તિ અને એકદેશમાં અવૃત્તિવાળો બને છે. પરંતુ વિપક્ષમાં વ્યાપક હેતુ થતો નથી. આ રીતે ઉભયાન્તોપલક્ષિતા વાળું અનિત્યનું લક્ષણ ન સ્વીકારવાથી કાર્યત્વ હેતુ વિરુદ્ધહેત્વાભાસના પ્રથમભેદરૂપ વિપક્ષવ્યાપક્તા વાળો સિદ્ધ થતો નથી. માટે ઉભયાન્તોપલક્ષિતા વાળી જ અનિત્યની વ્યાખ્યા અમે અહીં સ્વીકારી છે.
પ્રશ્ન- ઉપરોક્ત ચર્ચા વિચારતાં “મવાતોપતિ સ” તે અનિત્ય એવી અનિત્યની વ્યાખ્યા ભલે સ્વીકારો. પરંતુ વારમવારઃ પર્યત્વમ્ એવી કાર્યની વ્યાખ્યા શા માટે સ્વીકારો છો. કાર્યત્વ એટલે જે કરાય, જે ન હોય અને થાય,
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ અર્થાત્ આદિવાળું હોય તે કાર્ય તેથી મિત્ત્વમ્ આવું જ લક્ષણ કાર્યનું સ્વીકારીએ તો શું દોષ આવ ? પ્રાગભાવ ઉભયાન્તવાળો ન હોવાથી અનિત્ય નથી. તેથી વિપક્ષ નથી અને આદિવાળો નથી તેથી કાર્યત્વ પણ ત્યાં નથી. આ રીતે કાર્યવને વિપક્ષવ્યાપી માનવામાં કંઈ આંચ આવવાની નથી. તેથી કાર્યત્વની વ્યાખ્યા સવારસમવાય: ન કરતાં ગાલિબત્ત આવું જ લક્ષણ કાર્યત્વનું સ્વીકારો ને ?
ઉત્તર- યે તુ મિત્ત્વમેવ વાર્યત્વે તા=જો અમે કાર્યત્વની વ્યાખ્યા આવિમર્વ સાદિયુક્ત હોય તે કાર્ય એવી સ્વીકારીએ તો પ્રાગભાવ નિત્ય જ થવાથી વિપક્ષવ્યાપિતાને કંઈ કલંક ન આવે. પરંતુ “yāસી નિત્યપિ વાર્થવસ્તીત્વનૈઋત્તિ રચાત્, ર વિરુદ્ધમ્" પ્રધ્વંસ સાદિ છે પરંતુ અનંત છે. એટલે ઉભયાત્તાપલક્ષિત નથી, તેથી નિત્ય જ થશે. અર્થાત્ સપક્ષ જ થશે વિપક્ષ નહી બને. અને મિત્તે અર્થવાળું કાર્યત્વ વિપક્ષ એવા ઘટ-પટાદિમાં પણ વર્તે છે અને સપક્ષ એવા (એટલે કે નિત્ય એવા) પ્રધ્વસમાં પણ વર્તે છે. તેથી આ કાર્યત્વ હેતુ સપક્ષ-વિપક્ષ એમ ઉભયવૃત્તિ થવાથી “અનૈકાનિતક” હેત્વાભાસનું ઉદાહરણ થઈ જાય છે. પણ વિરુદ્ધ હેત્વાભાસનું ઉદાહરણ બનતું નથી. અને આ પ્રકરણ વિરુદ્ધ હેત્વાભાસનું ચાલે છે. તેથી મામિત્તે એવું કાર્યત્વ ન સ્વીકારતાં સ્થRUવા: પોતાના કારણમાં સમયવાયસંબંધથી રહેવાવાળું આવો અર્થ કાર્યત્નો કરવાથી પ્રધ્વસમાં આ હેતુ જતો નથી. કારણ કે પ્રધ્વસ એ અભાવ છે. તે સ્વરૂપસંબધથી વર્તે છે. તેથી ૩ ૪ પક્ષે શત્રે, વિપક્ષે પટાતૌ વ્યાપ્ય વર્તતે આ અર્થવાળો આ કાર્યત્વ હેતુ પક્ષ એવા શબ્દાદિમાં અને વિપક્ષ એવા ઘટાદિમાં વ્યાપીને વર્તે છે. જેથી પક્ષ-વિપક્ષ વ્યાપકતાને કોઈ બાધા આવતી નથી. (૧)
(૨) વિપક્ષેદ્દેશવૃત્તિ: પક્ષવ્યાપ વથ હવે વિરુદ્ધહેત્વાભાસના બીજા ભેદનું ઉદાહરણ સમજાવે છે. જે હેતુ પક્ષમાં સર્વત્ર વ્યાપક હોય, પરંતુ વિપક્ષમાં એકદેશમાં જ માત્ર વર્તતો હોય (અને એકદેશમાં ન વર્તતો હોય) તે બીજો વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. જેમકે પક્ષ શબ્દઃ, સાધ્ય નિત્ય , હેતુ સામાન્યવત્તે સત્યસ્મવાદ્રિય-પ્રાઇવાન્ શબ્દ એ નિત્ય છે. સામાન્યવાન્ (શબ્દત્ય જાતિવાનું) હોતે છતે અમારા લોકો વડે બાલ્વેન્દ્રિયથી ગ્રહણ કરવા યોગ્ય છે તેથી. આ અનુમાનમાં શબ્દ નામનો જે પક્ષ છે. ત્યાં આ હેતુ સર્વત્ર વ્યાપકપણે વર્તે છે. કારણકે શબ્દ માત્ર શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણને યોગ્ય છે. જો કે બધા જ શબ્દો શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થાય જ એવો નિયમ નથી. કારણકે દૂર દૂર દેશોમાં બોલાતા શબ્દો, ભૂતકાળમાં બોલાયેલા શબ્દો અને ભાવિમાં બોલનારા શબ્દો
Page #126
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૩
૧૦૯
અત્યારે વર્તમાનકાળે શ્રોત્રેન્દ્રિયથી ગોચર નથી. તથાપિ તે સર્વે શબ્દો તે તે કાળે અને તે તે ક્ષેત્રે શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય તો છે જ. આ કારણથી પક્ષવ્યાપકતા નિર્દોષપણે છે. તથા સાધ્ય નિત્ય હોવાથી જે જે પદાર્થો અનિત્ય છે તે સર્વે વિપક્ષ કહેવાય છે. તેમાં ઘટ-પટાદિ જે પદાર્થો અનિત્ય હોવાથી વિપક્ષ છે ત્યાં બાધેન્દ્રિયગ્રાહ્યત્વ એવો આ હેતુ વર્તે છે. અને સુખ-દુઃખાદિ જે આત્મગુણો છે. તે અનિત્ય હોવાથી વિપક્ષ છે. પરંતુ ત્યાં બાધેન્દ્રિયગ્રાહ્યત્વ હેતુ સંભવતો નથી. તેથી આ હેતુ વિપક્ષમાં સર્વત્ર વ્યાપક નથી. પરંતુ એકદેશવૃત્તિ થયો. આ વિરુદ્ધહેવાભાસનું બીજું ઉદાહરણ છે. (૨)
(૩) પક્ષવિપક્ષેશવૃત્તિ =જે હેતુ પક્ષના પણ એકદેશમાં અને વિપક્ષના પણ એકદેશમાં માત્ર વર્તે છે. તે આ નામનો હેતુ કહેવાય છે. જેમકે શબ્દઃ નિત્ય પ્રયત્નતરીયત્વત્ (પ્રયત્નનન્યત્વ) શબ્દ એ નિત્ય છે. કંઠ-તાલ ઓષ્ઠ આદિના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે માટે. અહીં શબ્દ નામનો પક્ષ છે તેમાં પુરુષો (આત્મા) વક્તા હોવાથી તજ્જન્ય જે જે શબ્દો છે ત્યાં પ્રયત્નજન્યત્વ હેતુ વર્તે છે. પરંતુ વાયુ આદિના ઘર્ષણથી ઉત્પન્ન થનારા વાંસળી-વાજું-નગારૂ, વરસાદની ગાજવીજ, વિજળીના તડાકા, વાયુનું તોફાન વગેરે શબ્દોમાં આ હેતુ નથી. તેથી પક્ષના એકદેશમાં વૃત્તિ થઇ. તથા નિત્ય સાધ્ય હોવાથી અનિત્ય એ વિપક્ષ થાય છે. ત્યાં વિપક્ષ=(અનિત્ય) એવા ઘટપટાદિમાં પ્રયત્નજન્યત્વ હેતુ વર્તે છે. પરંતુ વાદળ અને વિજળી વગેરે વિપક્ષમાં આ હેતું નથી. તેથી વિપક્ષના પણ એક દેશમાં જ વર્તનાર આ હેતુ થાય છે. (૩)
(૪) પક્ષેશવૃત્તિર્વિવ્યાપ: જે હેતુ પક્ષના એકદેશમાં વસ્તું પરંતુ વિપક્ષમાં સર્વત્ર વ્યાપક હોય તે આ નામનો ચોથો વિરુદ્ધ હેતુ કહેવાય છે. જેમકે પૃથ્વી, નિત્યા, તસ્વીત્, આ હેતુ થશુક-ચણકાદિ પૃથ્વીપક્ષમાં વર્તે છે. પરંતુ પરમાણુ આત્મક પૃથ્વીપક્ષમાં વર્તતો નથી. તેથી પક્ષના એક દેશમાં વૃત્તિવાળો થયો. તથા નિત્ય સાધ્ય હોવાથી અનિત્ય એવા વિપક્ષમાં સર્વત્ર કૃતકત્વ હેતુ વ્યાપકપણે છે જ. તેથી વિપક્ષવ્યાપક પણ થયો. આ રીતે આ કૃતજ્ય હેતુ પક્ષના એકદેશમાં વૃત્તિવાળો અને વિપક્ષમાં વ્યાપક્તાવાળો થયો. (૪)
આ રીતે વિરુદ્ધહેત્વાભાસના અન્યદર્શનકારો માને છે તે પ્રમાણે ૪ ભેદો સપક્ષ હોતે છતે જણાવ્યા. હવે સપક્ષ ન હોતે છતે પણ વિરુદ્ધહેવાભાસના જે ૪ ભેદો થાય છે તે જણાવે છે.
असति सपक्षे चत्वारो विरुद्धाः । पक्षविपक्षव्यापको यथा-आकाशविशेषगुण:
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પરિચ્છેદ ૬-૫૩ - રત્નાકરાવતારિકા ભાગ-૩ शब्दः प्रमेयत्वात् । येषु चतुर्ध्वप्याकाशे विशेषगुणान्तरस्याभावात् सपक्षाभावः । अयं च पक्षे शब्दे विपक्षे च रूपादौ व्याप्य वर्तते ॥५॥
(६) पक्षविपक्षैकदेशवृत्तिर्यथा-तत्रैव पक्षे प्रयत्नान्तरीयकत्वात् अयं पक्षे पुरुषादिशब्दे एव, विपक्षे च रूपादावेवास्ति, न वाय्वादिशब्दे विद्युदादौ च ॥६॥
(७) पक्षव्यापको विपक्षैकदेशवृत्तिर्यथा-तत्रैव पक्षे बाह्येन्द्रियग्राह्यत्वात् । अयं शब्दं पक्षं व्याप्नोति, विपक्षे तु रूपादावस्ति, न सुखादौ ॥७॥
(८) विपक्षव्यापकः पक्षैकदेशवृत्तिर्यथा-तत्रैव पक्षे अपदात्मकत्वात् । अयं पक्षैकदेशेऽवर्णात्मकेऽस्ति, नान्यत्र विपक्षे तु रूपादौ सर्वत्रास्ति ॥८॥
જે અનુમાનમાં “સપક્ષ નથી” તેવા અનુમાનમાં વિરુદ્ધહેત્વાભાસના બીજા ચાર ભેદો છે. તે હવે જણાવે છે.
(૫) પક્ષવિપક્ષવ્યાપક– જે હેતુ પક્ષમાં પણ વ્યાપક હોય તથા વિપક્ષમાં પણ વ્યાપક હોય છે. જેમકે “શઃ મછાશવિશેષ:આ અનુમાનમાં શબ્દ એ પક્ષ છે. અને આકાશનો વિશેષગુણ એ સાધ્ય છે. તે આ ઉદાહરણમાં અને હવે પછીના ત્રણ ઉદાહરણોમાં એમ ચારે ઉદાહરણોમાં સરખો જ સમજવાનો છે. માત્ર ચારે સ્થાનોમાં હેતુ બદલી બદલીને સમજાવાશે. આકાશમાં એક શબ્દ જ વિશેષગુણ છે. બીજા કોઈપણ રૂપ-રસાદિ વિશેષગુણો આકાશમાં નથી. તેથી જે હવે કહેવાતા આ ચારે ઉદાહરણોમાં આકાશમાં વિશેષ ગુણાન્તર ન હોવાથી સપક્ષનો અભાવ છે. તેથી અતિ સપક્ષેનાં આ ચારે ઉદાહરણો કહેવાય છે. આ પ્રમેયત્વ હેતુ પક્ષ એવા શબ્દમાં અને વિપક્ષ એવા રૂપાદિમાં (રૂપ-રસ-ગંધ-સ્પર્શદિમાં) વ્યાપીને જ વર્તે છે. માટે પક્ષવિપક્ષવ્યાપક એવો આ વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે.
(૬) પક્ષવિપક્ષેવાવૃત્તિ =જે હેતુ પક્ષના પણ એકદેશમાં જ વર્તે અને વિપક્ષના પણ એક દેશમાં જ વર્તે તે પક્ષવિપક્ષેકદેશવૃત્તિ કહેવાય છે. જેમકે આ જ પક્ષ અને સાધ્યમાં “પ્રયત્નોત્તરીયત્વ'' હેતુ મૂકવામાં આવે તો આ ભેદ થાય છે. કારણકે પ્રયત્નજન્યત્વ એવો આ હેતુ પુરુષાદિના શબ્દમાં જ ઘટે છે. પરંતુ વાયુ આદિના શબ્દમાં સંભવતો નથી. માટે પક્ષકદેશવૃત્તિ કહેવાય છે. તથા વિપક્ષ એવા રૂપાદિમાં (જે આકાશના વિશેષગુણ રૂપ નથી તેમાં) જ આ હેતુ વર્તે છે. પરંતુ વિઘુદાદિ દ્રવ્યમાં (કે જે વિપક્ષાત્મક છે છતાં તેમાં) આ હેતુ વર્તતો નથી. માટે પક્ષ અને વિપક્ષ એમ બન્નેના એક દેશમાં જ વૃત્તિવાળો એવો આ હેતુ વિરુદ્ધહેત્વાભાસ થયો. આ સપક્ષ ન હોય તેવા બીજા ભેદનું ઉદાહરણ થયું. ////
Page #128
--------------------------------------------------------------------------
________________
૨નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬૫૩
૧ ૧ ૧
(૭) પક્ષવ્યાપ વિપક્ષેશવૃત્તિ: =જે હેતુ પક્ષમાં વ્યાપક હોય પરંતુ વિપક્ષના એકદેશમાં જ માત્ર વૃત્તિ હોય તે આ ભેદ કહેવાય છે. જેમ કે આ જ અનુમાનમાં બાધેન્દ્રિયગ્રાહ્યત્વ હેતુ કહેવામાં આવે તો શબ્દ નામના પક્ષમાં સર્વત્ર વ્યાપક છે. પરંતુ વિપક્ષના એકદેશ એવા રૂપાદિમાં છે. પરંતુ વિપક્ષના જ એકદેશ એવા સુખાદિમાં નથી. તેથી વિપક્ષેકદેશવૃત્તિ કહેવાય છે. ૭
(૮) વિપક્ષવ્યાપો પક્ષેશવૃત્તિ =જે હેતુ વિપક્ષમાં વ્યાપક હોય અને પક્ષના એકદેશમાં જ વૃત્તિવાળો હોય તે વિપક્ષવ્યાપક અને પક્ષેકદેશવૃત્તિ કહેવાય છે. જેમ કે આ જ અનુમાનમાં “અપદાત્મકત્વ” (પદો અને વાક્યોની રચના સ્વરૂપ ન હોવું તે) હેતુ કહેવો તે. આ હેતુ અવર્ણાત્મક એવા વાયુ આદિના શબ્દમાં છે. પરંતુ અન્યત્ર એટલે દેવદત્તાદિ પુરુષકૃત શબ્દમાં નથી. માટે પૌકદેશવૃત્તિ થયો. અને વિપક્ષ એવા રૂપાદિમાં સર્વત્ર આ હેતુ છે જ, તેથી વિપક્ષવ્યાપક કહેવાય છે. તો
આ પ્રમાણે સપક્ષ હોય ત્યારે ૪, અને સપક્ષ ન હોય ત્યારે ૪, એમ કુલ૮ વિરુદ્ધહેત્વાભાસના ભેદો અન્યદર્શનકારો જે જણાવે છે. તે સર્વે ભેદો ગ્રંથકારે બતાવેલા આ સૂત્રના એક જ લક્ષણથી સંગૃહીત થઈ જાય છે.
ननु चत्वार एव विरुद्धभेदा ये पक्षव्यापका नान्ये, ये पक्षैकदेशवृत्तयस्तेषामसिद्धलक्षणोपपन्नत्वात् । तदसत्, उभयलक्षणोपपन्नत्वेनोभयव्यवहारविषयत्वात्, तुलायां प्रमाणप्रमेयव्यवहारवत् ।
- અહીં કોઈ શિષ્ય પ્રશ્ન કરે છે કે વિરુદ્ધ હેત્વાભાસના ઉપર કહ્યા પ્રમાણે જે આઠ ભેદો પાડવામાં આવ્યા. તેમાં જે પક્ષવ્યાપક એવા (એટલે પક્ષની વ્યાપકતાવાળા) ચાર ભેદ છે. તે જ ચાર ભેદ વિરુદ્ધહેત્વાભાસના વાસ્તવિકપણે સંભવી શકે છે. નાચે પરંતુ બીજા જે ચાર પક્ષના એકદેશની વૃત્તિવાળા છે તે વિરુદ્ધ હેત્વાભાસના ભેદ તરીકે સંભવતા નથી. કારણકે પક્ષના એકભાગમાં જ હેતુની જો વૃત્તિ હોય તો પક્ષના બીજા ભાગમાં હેતુની વૃત્તિ ન હોવાથી તે ભેદો અસિદ્ધહેત્વાભાસ લક્ષણ યુક્ત થયા. તેથી તે હેતુને વિરુદ્ધ ન કહેવાય, પરંતુ અસિદ્ધ જ કહેવાય.
ઉત્તર – આવો જો કોઈ પ્રશ્ન કરે તો તે બરાબર નથી. કારણકે વિરુદ્ધ અને અસિદ્ધ એ ઉભય હેત્વાભાસના લક્ષણથી તે પક્ષેકદેશવૃત્તિવાળા ૪ ભેદો યુક્ત છે તેથી તે હેતુઓ ઉભય (હેત્વાભાસ)ના વ્યવહારનો વિષય બને છે. જેમ તુલામાં (ત્રાજવામાં) પ્રમાણ અને પ્રમેય એમ ઉભયનો વ્યવહાર થાય છે. તેમ અહીં સમજવું. જેમ તુલા એ ગોળ-ખાંડ ઘી આદિ અન્ય દ્રવ્યોના માપનું સાધન હોવાથી તુલા સ્વયં પ્રમાણ રૂપ પણ છે. તેમજ પોતે જ્ઞાનનો વિષય હોવાથી પ્રમેય પણ છે. તેમ પક્ષના એકદેશમાં
Page #129
--------------------------------------------------------------------------
________________
૧ ૧ ૨
પરિચ્છેદ ૬-૫૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ વૃત્તિવાળા હેત્વાભાસો વિપક્ષમાં વ્યાપક હોવાથી વિરુદ્ધ પણ છે અને પક્ષના એકદેશમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધ પણ છે. આ પ્રમાણે વિરુદ્ધહેત્વાભાસના જે આઠ ભેદો માને છે. તે વિરુદ્ધના ઉપરોક્ત લક્ષણમાં અંતર્ગત હોવાથી એક ભેદમાં જ સમાઈ જાય છે.
धर्मिस्वरूपविपरीतसाधन-धर्मिविशेषविपरीतसाधनौ तु सौगतसंगतौ हेत्वाभासावेव न भवतः। साध्यस्वरूपविपर्ययसाधकस्यैव विरुद्धत्वेनाभिधानात् । अन्यथा समस्तानुमानोच्छेदापत्तिः । तथाहि-अनित्यः शब्दः कृतकत्वादिति हेतुरनित्यतां साधयन्नपि यो यः कृतकः सः शब्दो न भवति, यथा घटः, यो यः कृतकः सः श्रावणो न भवति यथा स एवेति धर्मिण: स्वरूपं विशेषं च बाधते एवेत्यहेतुः स्यात् , न चैवं યુવમિતિ દ્-કરૂ છે
જૈનદર્શનકાર તથા નૈયાયિક-વૈશેષિકાદિ કેટલાક અન્ય દર્શનકારો જે હેતુ સાધ્યના વિપર્યયને સાધતો હોય તે હેતુ સાધ્યના સાધક તરીકે જો મુકાય તો તેને વિરુદ્ધ-હેત્વાભાસ કહેવાય એમ માને છે. તેને બદલે બૌદ્ધો કંઇક જુદું માને છે. તેથી પ્રથમ તેની વાત રજુ કરીને પછી તેનું ખંડન ગ્રંથકારશ્રી કરે છે.
ધર્મિના (પક્ષના) સ્વરૂપથી વિપરીતને જે સાધે તે તથા ધર્મિના (પક્ષના) વિશેષધર્મથી વિપરીતને જે સાધે છે, બન્ને વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. આવા બૌદ્ધ માનેલા જે બે વિરુદ્ધહેત્વાભાસ છે. તે હેત્વાભાસ જ થતા નથી. કારણ કે માત્ર સાધના સ્વરૂપના વિપર્યયના જે સાધક હોય તેને જ દર્શનકારો વિરુદ્ધહેત્વાભાસ કહે છે. મચથી=જો એમ માનવામાં ન આવે અને પક્ષના સ્વરૂપના વિપર્યયને સાથે તેને, તથા પક્ષનો જે વિશેષ ધર્મ તેના વિપર્યયને સાધે તેને વિરુદ્ધહેત્વાભાસ જો કહેવામાં આવે તો સમસ્ત અનુમાનોનો પણ ઉચ્છેદ થવાની જ આપત્તિ આવે. સર્વે સાચાં અનુમાનો પણ ખોટાં જ થઈ જશે. તે આ પ્રમાણે
શઃ (પક્ષ), નિત્ય: (સાધ્ય), વૃતંત્વાન્ત (હેતુ) પદવત્ આ અનુમાનનો કૃતકત્વ હેતુ હેત્વાભાસના સમસ્ત દોષોથી રહિત હોવાથી અનિત્યતા નામના પોતાના સાધ્યને બરાબર સાધતો હોવાથી સહેતુ જ છે. છતાં વિરુદ્ધહેત્વાભાસની વ્યાખ્યા જો ઉપરોક્ત બૌદ્ધ-માન્ય સ્વીકારવામાં આવે તો આ સહેતુ પણ વિરુદ્ધહેત્વાભાસ જ થાય છે. “જે જે કૃતક હોય તે તે બધા શબ્દ જ હોય” એવું નથી, જેમકે ઘટ કૃતક છે. પરંતુ શબ્દાત્મક નથી. આ પ્રમાણે કૃતકત્વ હેતુ શબ્દાત્મક પક્ષના સ્વરૂપથી વિપરીત શબ્દાભાવાત્મકને પણ સાથે જ છે. તેથી પ્રથમ વ્યાખ્યા પ્રમાણે વિરુદ્ધ જ થઈ જશે. તથા “જે જે કૃતક હોય તે તે શ્રોત્રગ્રાહ્ય હોતા નથી” જેમકે તે જ ઘટ. અહીં કૃતક
Page #130
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૪
૧ ૧ ૩
હેતુ છે. પરંતુ પક્ષ જે શબ્દ છે, તેનો વિશેષ ધર્મ જે શ્રાવણત્વતેના વિપર્યયને ઘટના ઉદાહરણથી સાધે છે. તેથી બીજી વ્યાખ્યા પ્રમાણે વિરુદ્ધ થઈ જ જશે. આ પ્રમાણે આ કૃતકત્વ હેતુ ધર્મિના (શબ્દના) સ્વરૂપનો અને ધર્મિના વિશેષ સ્વરૂપનો બાધ કરે જ છે. એટલે કે તેના અભાવને પણ સાધે જ છે. તેથી આ સહેતુ પણ અહેતુ (હેત્વાભાસ) થઈ જશે. આવું માનવું તે યુક્ત નથી. તથા “પર્વતો વદ્વિષાર્ ધૂમાત્ આ અનુમાનમાં ધૂમહેતુ વહ્નિ સાધ્યને સાધતો હોવાથી સહેતુ જ છે. છતાં જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં પર્વત હોતો નથી. તથા જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં પર્વતનો જે પાષાણમયવરૂપ વિશેષધર્મ તે સંભવતો નથી. ઘાસના અગ્નિમાં ધૂમ છે. પરંતુ પર્વત પક્ષ પણ નથી અને પાષાણમયત્વ એ પક્ષનો વિશેષધર્મ પણ નથી. આમ થવાથી આ સહેતુ પણ વિરુદ્ધહેત્વાભાસ થઈ જશે. તેથી બૌદ્ધની વ્યાખ્યા ઉચિત નથી.
આ પ્રમાણે વિરુદ્ધ હેત્વાભાસની ચર્ચા સમાપ્ત થઈ. I ૬-પ૩. अनैकान्तिकस्वरूपं प्ररूपयन्तियस्यान्यथानुपपत्तिः सन्दिह्यते सोऽनैकान्तिकः॥६-५४॥
टीका- साध्यसद्भावे क्वचिद्धेतोर्विभावनात् क्वचित् तु तदभावेऽपि विभावनादन्यथानुपपत्तिः सन्दिग्धा भवति ॥६-५४॥
હવે અનૈકાતિક હેત્વાભાસનું સ્વરૂપ સમજાવે છે
સૂત્રાર્થ- જે હેતુની અન્યથાનુપપત્તિ સંદેહવાળી હોય તે હેતુ અને કાન્તિક કહેવાય છે. || ૬-૫૪ll
ટીકાનુવાદ– કોઈ કોઈ ઉદાહરણોમાં સાધ્ય હોતે છતે હેતુ જણાવાથી, અને કોઈ કોઈ ઉદાહરણોમાં સાધ્યના અભાવમાં પણ હેતુ જણાવાથી જે હેતુની સાધ્યની સાથેની અન્યથાનુપપત્તિ સંદેહાત્મક બની છે. તે હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. જેમકે “પર્વતો વહ્નિાન્ પ્રયા '' અહીં પ્રમેયત્વ હેતુની વૃત્તિ વહ્નિ એવા સાધ્યની સાથે પણ મહાન સાદિમાં છે. તથા વહ્નિના અભાવાત્મક એવા સમુદ્રાદિમાં પણ છે. તેથી પ્રમેયત્વ હેતુ વહ્નિ સાધ્યની સાથે અન્યથાનુપપન્ન જ છે. આ વાત નિશ્ચિત રહેતી નથી. કારણકે પ્રમેયત્વ હેતુ હોતે છતે મહાન સાદિમાં વઢિ છે અને સમુદ્રાદિમાં નથી. તેથી પ્રમેયત્વ હોતે છતે વદ્ધિ હોય જ એવો નિર્ણય ન થવાથી સાધ્યની સિદ્ધિમાં શંકા ઉભી થાય છે. આ રીતે આ હેતુ શંકાશીલ થાય છે. માટે અનૈકાન્તિક છે. તે ૬-૫૪ો.
૧૫
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પરિચ્છેદ ૫૫-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ एतद्भेदसङ्ख्यामाख्यान्तिस द्वेधा-निर्णीतविपक्षवृत्तिकः, सन्दिग्धविपक्षवृत्तिकः ॥६-५५॥
टीका-निर्णीता विपक्षे वृत्तिर्यस्य स तथा, सन्दिग्धा विपक्षे वृत्तिर्यस्य स तथोक्तः । अयं च सन्दिग्धविपक्षव्यावृत्तिकः सन्दिग्धान्यथानुपपत्तिकः, सन्दिग्धव्यतिरेक इति नामान्तराणि प्राप्नोति ॥६-५५॥
तत्राद्यभेदमुदाहरन्तिनिर्णीतविपक्षवृत्तिको यथा-नित्यः शब्दः प्रमेयत्वात् ॥६-५६॥
टीका-प्रमेयत्वं हि सपक्षीभूते नित्ये व्योमादौ यथा प्रतीयते, तथाविपक्षभूतेऽप्यनित्ये घटादौ प्रतीयत एव, ततश्चोभयत्रापि प्रतीयमानत्वाविशेषात् किमिदं नित्यत्वेनाविनाभूतम् , उताहो अनित्यत्वेन ? इत्येवमन्यथानुपपत्तेः सन्दिह्यमानत्वादनैकान्तिकतां स्वीकुरुते । एवं वह्निमानयं पर्वतनितम्बः पाण्डुद्रव्योपेतत्वादित्याद्यप्युदाहार्यम् ॥६-५६॥
આ અનેકાન્તિક હેત્વાભાસના ભેદોની સંખ્યા હવે કહે છે
સૂત્રાર્થ- તે અનેકાન્તિક હેત્વાભાસ બે પ્રકારે છે. (૧) નિર્ણતવિપક્ષવૃત્તિક, (ર) અને સંદિગ્ધવિપક્ષવૃત્તિક / ૬-પપા
ટીકાનુવાદ– જે હેતુની વિપક્ષમાં વૃત્તિ નિશ્ચિત સિદ્ધ થયેલી છે. તે નિર્ણતવિપક્ષવૃત્તિક કહેવાય છે. તથા વિપક્ષમાં જે હેતુની વૃત્તિ સંદેહાત્મક છે. તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક કહેવાય છે. એમ અનેકાન્તિકના બે ભેદો છે. તેમાં આ (બીજો) ભેદ કે જે મૂલસૂત્રમાં સંદિગ્ધવિપક્ષવૃત્તિન્ના નામે કહ્યો છે. તેના જ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક, સંદિગ્ધાન્યથાનુપપત્તિક, અને સંદિગ્ધ વ્યતિરેક ઇત્યાદિ ભિન્ન-ભિન્ન નામો છે. જે હેતુ વિપક્ષમાં છે જ એમ ચોક્સાઇપૂર્વક કહી શકાતું નથી. પરંતુ વિપક્ષમાં હોવાનો સંદેહ છે. (કદાચ હોય) તે આ બીજો ભેદ છે. તેથી વિપક્ષમાં તે હેતુ હોવાનો સંદેહ હોવાથી “વિપક્ષમાં આ હેતુ નથી જ” એમ પણ નિર્ણયાત્મકપણે કહી શકાતું નથી. તેથી તે હેતુની વિપક્ષમાં વ્યાવૃત્તિ પણ સંદેહવાળી જ થઈ. માટે તેનું નામ સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિક પણ પડેલ છે. તથા વિપક્ષમાં તે હેતુ હોવાની શંકા હોવાથી “સાધ્ય વિના આ હેતું અનુપપન્ન જ છે” એમ પણ નિર્ણયપૂર્વક કહી શકાતું નથી. તેથી સંદિગ્ધાન્યથાનુપપન્ન એવું પણ તેનું જ નામ છે. તથા આ હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) હોવાની શંકા
Page #132
--------------------------------------------------------------------------
________________
૨ત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૭
૧ ૧૫
છે. તેથી “વિપક્ષમાં હેતુનો વ્યતિરેક (અભાવ) જ છે.” એમ પણ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. તેથી સંદિગ્ધવ્યતિરેક નામ પણ આ જ હેતુનું પ્રવર્તે છે. એમ ત્રણે નામો આ બીજા ભેદરૂપ હેત્વાભાસનાં છે. || ૬-પપપ
ત્યાં હવે પ્રથમભેદ નિણીતવિપક્ષવૃત્તિકનું ઉદાહરણ આપે છે
સૂત્રાર્થ શબ્દ એ નિત્ય છે. પ્રમેય હોવાથી આ નિર્ણતવિપક્ષવૃત્તિક નામનો પ્રથમ અર્નકાન્તિક હેત્વાભાસ જાણવો. ||૬-૫૬II
ટીકાનુવાદ– શબ્દઃ નિત્ય: પ્રમેયનું આ અનુમાનમાં પ્રમેયત એ હેતુ છે. નિત્ય એ સાધ્ય છે. તેથી નિત્યસ્વધર્મવાળાં વ્યોમાદિ ચાર દ્રવ્યો સપક્ષ કહેવાય છે. હવે આ પ્રમેયવહેતુ નિત્યત્વધર્મવાળા સપક્ષસ્વરૂપ એવા વ્યોમાદિ ચારે દ્રવ્યોમાં તો છે જ એવી પ્રતીતિ જેમ થાય છે. તેવી જ રીતે નિયત્વ સાધ્યના અભાવવાળા એવા વિપક્ષસ્વરૂપ અનિત્ય ઘટ-પટાદિ દ્રવ્યોમાં પણ આ પ્રમેયત્વ હેતુ છે જ, એમ પણ પ્રતીત થાય જ છે. કારણકે તેમ પ્રસિદ્ધ જ છે. તેથી નિત્ય એવા વ્યોમાદિમાં અને અનિત્ય એવા ઘટ-પટાદિમાં એમ ઉભયસ્થાને પણ પ્રમેયત્વ હેતુનું પ્રતીય માનપણું સમાન હોવાથી આ પ્રમેયત્વ હેતુ શું નિત્યત્વની સાથે અવિનાભાવી છે? કે શું અનિત્યત્વની સાથે અવિનાભાવી છે? તેનો યથાર્થ બોધ ન થતો હોવાથી આ હેતુની અન્યથાનુપપત્તિ સંદિશ્યમાન બનવાથી અનેકાન્તિકતાને પામે છે. આ જ પ્રમાણે પર્વતનો આ નિતંબભાગ વહ્નિવાળો છે. કારણકે ઉજ્વળ દ્રવ્યોથી યુક્ત છે અહીં ઉજ્વલદ્રવ્યથી યુક્તપણું તો વદ્વિવામાં પણ સંભવે અને વહ્નિરહિત રૂપાના અલંકારો વેચનારની દુકાનોમાં પણ સંભવે. તથા રત્નોની બનેલી દેવવિમાનોની દિવાલોમાં પણ સંભવે. માટે સપક્ષ અને વિપક્ષ એમ બન્નેમાં હેતુની પ્રતીતિ હોવાથી સાધ્યની સાથેની અન્યથાનુપપત્તિ સંદેહાત્મક જ બને છે. આવાં આવાં બીજાં પણ ઉદાહરણો નિર્ણતવિપક્ષવૃત્તિક એવા અનૈકાન્તિકના પ્રથમભેદનાં જાણવાં. I ૬-૫૬ll
अथ द्वितीयभेदमुदाहरन्तिसन्दिग्धविपक्षवृत्तिको यथा-विवादपदापन्नः पुरुषः सर्वज्ञो न भवति वक्तृत्वात् ॥६-५७॥
___ टीका-वक्तृत्वं हि विपक्षे सर्वज्ञे सन्दिग्धवृत्तिकम् । सर्वज्ञ: किं वक्ता, आहोस्विन्न वक्ता ? इति सन्देहात् । एवं स श्यामो मैत्रपुत्रत्वादित्याद्यप्युदाहरणीयम् । सोपाधिरयमिति नैयायिकाः । उपाधिः खल्वत्र शाकाद्याहार
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પરિચ્છેદ ૬-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
परिणामः, साधनाव्यापकत्वे सति साध्येन समव्याप्तिकत्वात् । साधनव्यापकः खलूपाधिन भवति, अन्यथा वह्नि सम्बन्धोऽपि धूमस्य सोपाधिः स्यात् । आर्टेन्धनसम्बन्धस्य तथाभूतस्य सम्भवात् ॥६-५७॥
હવે સંદિગ્ધવિપક્ષવૃત્તિક નામના બીજા ભેદનું ઉદાહરણ કહે છે
સૂત્રાર્થ- વિવાદાસ્પદ એવો પુરુષ સર્વજ્ઞ નથી, વક્તા હોવાથી. આ સંદિગ્ધવિપક્ષવૃત્તિક હેત્વાભાસ કહેવાય છે. I૬-૫oll
ટીકાનુવાદ– આ અનુમાનમાં સર્વજ્ઞાભાવ એ સાધ્ય છે. તેથી સર્વશ એ વિપક્ષ કહેવાય છે. તે વિપક્ષમાં એટલે કે સર્વજ્ઞમાં વવતૃત્વ નામનો આ હેતુ સંદેહાત્મકવૃત્તિવાળો છે. કારણકે શું સર્વજ્ઞ વક્તા છે ? કે વક્તા નથી ? એવો સંદેહ વર્તે છે. કેટલાક દર્શનકારો સર્વજ્ઞને સશરીરી માને છે એટલે વષ્નત્વ હોઈ પણ શકે છે, અને કેટલાક દર્શનકારો સર્વજ્ઞને અશરીરી જ માને છે એટલે વકતૃત્વ ન પણ હોઈ શકે. તેથી વક્નત્વ હેતુ અસર્વજ્ઞ એવા સપક્ષમાં તો દેવદત્તાદિની જેમ છે જ. પરંતુ વિપક્ષ એવા સર્વજ્ઞમાં તે વસ્તૃત્વ હોય કે ન હોય એ વાત સંદેહાત્મક છે. માટે આ હેતુ સંદિગ્ધવિપક્ષવૃત્તિક કહેવાય છે.
આ જ પ્રમાણે : શ્યામ: મૈત્રપુત્રવત્ તે છોકરો શ્યામ છે. કારણ કે મિત્રા નામની સ્ત્રીનો પુત્ર હોવાથી. (અહીં મિત્રા શબ્દથી તચેમ્ અર્થમાં મન્ પ્રત્યય હોવાથી મિત્રા શબ્દના મિની વૃદ્ધિ, અને મવવધારો થી માનો લોપ થયેલ છે) આવાં આવાં અન્ય ઉદાહરણો પણ આ હેત્વાભાસનાં સમજી લેવાં. અહીં મિત્રાના પુત્રપણું શ્યામ એવા સાત પુત્રોમાં તો છે જ. પરંતુ શ્યામ ન હોય એવા આઠમા પુત્રમાં પણ મિત્રાનું પુત્રપણું હોઈ શકે છે. એવો સંદેહ છે. માટે સંદિગ્ધવિપક્ષવૃત્તિમાં જ તેનો સમાવેશ કરવો. સારાંશ કે મિત્રાના પુત્રપણું હોય એટલે શ્યામપણું હોય જ એવો નિયમ નથી. શ્યામ પણ હોઇ શકે અને ગૌરવર્ણ પણ હોઇ શકે. એમ સંદેહાત્મક હોવાથી આ હેતુ સંદિગ્ધવિપક્ષવૃત્તિ કહેવાય છે.
નૈયાયિકો આ હેતુને સોપાધિક માનીને વ્યાપ્યતાસિદ્ધ કહે છે. આ અનુમાનમાં “શાકાદિ આહારનો પરિણામ” એ ઉપાધિ લાવે છે. જે સાધનની સાથે અવ્યાપક હોતે છતે સાધ્યની સાથે વ્યાપક હોય તેને ઉપાધિ કહેવાય એમ તેઓ કહે છે. ઉપાધિનું આ લક્ષણ શાકાદિ આહાર-પરિણામમાં સંભવતું હોવાથી તે ઉપાધિ બને છે. કારણકે શાકાદિઆહાર-પરિણામ એવી જે ઉપાધિ છે તે સાધનભૂત એવા મિત્રાપુત્રની સાથે અવ્યાપક છે. આઠમા પુત્રમાં મિત્રાપુત્રત્વ છે. પરંતુ સાવદ્રિ-મહારપરિણામ નથી. તેથી
Page #134
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૭
૧ ૧ ૭
આ ઉપાધિ સાધનની સાથે અવ્યાપક થઇ. તથા મિત્ર/પુત્વાવછિન (એટલે કે મિત્રાના પુત્રપણા સંબંધી) એવું મિત્ર સાધ્ય જ્યાં જ્યાં છે (સાતપુત્રોમાં) ત્યાં ત્યાં શાદ્રિમહારપરિધામ વ્યાપકપણે છે જ. કારણ કે તેવા પ્રકારના કાળા રંગવાળાં ઘણાં શાકાદિનો આહાર કરવાથી જ સાત પુત્ર શ્યામ બન્યા છે. તેથી આ ઉપાધિ જેમ સાધનની અવ્યાપક છે તેમ સાધ્યની વ્યાપક પણ આ ઉપાધિ છે. આ રીતે આ શાકાદિ આહાર પરિણામ રૂપ ઉપાધિ સાધનાવ્યાપક અને સાધ્યવ્યાપક થવાથી મિત્રાતત્વાર્ એવો જે હેતુ છે. તે સોપાધિક થવાના કારણે વ્યાપ્યત્વાસિદ્ધ છે. એમ તૈયાયિકોનું કહેવું છે.
જે સાધ્યની સાથે વ્યાપક હોતે છતે “સાધનની સાથે અવ્યાપક” હોય તે જ ઉપાધિ કહેવાય છે. આમ હોવાથી “સાધનની સાથે જે વ્યાપક” હોય છે તે ઉપાધિ બની શકતી નથી. ટીકામાં સ્પષ્ટ લખે છે કે સઘનવ્યાપ: ઘનૂપથર્ન મવતિ, અન્યથા જો આ વાત ન સ્વીકારીએ અને સાધનની સાથે વ્યાપક હોય તેને પણ ઉપાધિ કહેવાય એમ માની લઇએ તો સાચા અનુમાનોમાં મૂકાયેલો સહેતુ પણ ઉપાધિવાળો થાય અને વ્યાપ્યત્યાસિદ્ધહેત્વાભાસ બની જાય. જેમકે પર્વતો વહ્નિાન ધૂમાત્ આ અનુમાન તથા તેમાં કહેલ હેતુ સાચો હોવા છતાં જો સઘનવ્યાપને ઉપાધિ માનો તો આ હેતુ પણ સોપાધિક થાય. વહ્નિની સાથે (અવિનાભાવના) સંબંધવાળો એવો પણ આ ધૂમહેતુ સોપાધિક થાય છે. તથા મૂતર્થ તેવા પ્રકારના એટલે કે સાધન (એવા ધૂમ)ની સાથે વ્યાપક (પણે રહેનારા) એવા આર્દ્રધનનો સંબંધ પણ ત્યાં ઉપાધિ તરીકે સંભવી શકે છે આવી ઉપાધિ મળવાથી સહેતુ પણ હેત્વાભાસ થઇ જાય. તે ન થાય તેટલા માટે સાધનવ્યાપક ન લેતાં સાધનાવ્યાપક જે હોય તે ઉપાધિ કહેવાય એમ સમજવું જોઇએ. આર્કે ધનસંયોગ તે ધૂમની સાથે વ્યાપક જ છે. પરંતુ અવ્યાપક નથી. તેથી સાધના વ્યાપ લક્ષણ કરવાથી આર્દ્રધનસંયોગ એ ઉપાધિ બનતી નથી. અને સહેતુ એ હેત્વાભાસ થતો નથી.
ननु शाकाद्याहारपरिणामोऽपि मैत्रपुत्रत्वाख्यसाधनस्य व्यापक एव । तमन्तरेणाऽस्य हेतोः क्वचिददर्शनात् । परिदृश्यमानकतिपयतत्पुत्रेषु तद्भाव एव तद्भावात् इति चेत्, नैवम् , क्वचित्तद्भावभावित्वावलोकनेऽपि सर्वत्र मैत्रपुत्रता शाकाद्याहारपरिणामसमन्वितैवेति निर्णेतुमशक्तेः । तत्सम्बन्धस्यापि सोपाधिकत्वात् , श्यामत्वरूपस्योपाधेर्विद्यमानत्वात् । मैत्रपुत्रोऽपि हि स एव शाकाद्याहारपरिणतिमान् यः श्याम इति, साधनाव्याकोऽपि यः साध्यस्याप्यव्यापको नासावुपाधिः । यथा धूमानुमाने खादिरत्वम् । तद्धि यथा-धूमस्य, एवं वह्वेरप्यव्यापकमेवेति नोपाधिः ।
પ્રશ્ન- તમે જે શાકાદ્યાહાર પરિણામ નામની આ ઉપાધિ મિત્રાપુત્રત્વ નામના
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પરિચ્છેદ ૬-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
હેતુની અવ્યાપક છે. એટલે કે સાધનાવ્યાપક છે. એવું જે ઉપર સમજાવ્યું. તે અમને યોગ્ય લાગતું નથી. કારણકે શાકાઘાહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ પણ મિત્રાપુત્રત્વ નામના હેતુની સાથે સર્વત્ર વ્યાપક જ હોય એમ જણાય છે. કારણકે તમન્તરે તે શાકાદિઆહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ વિના અસ્ય દેતો આ મિત્રાતનયત્વ નામનો હેતુ વષિવવર્શનાત્ અન્યત્ર ક્યાંય જણાતો નથી. શાકાદ્યાહાર પરિણામ અને મિત્રાપુત્રત્વ આ બન્ને સાથે જ હોય એમ જણાય છે. કારણકે સામે દેખાતા એવા કેટલાક (સાતે) પણ તે મિત્રાના પુત્રોમાં તદ્ભવે ત્ત્વ-શાકાદ્યાહાર પરિણામ હોતે છતે જ તદ્ભાવાત્= મિત્રાપુત્રતા હોય છે. જણાય છે. માટે જ્યાં જ્યાં શાકાઘાહાર પરિણામ સ્વરૂપ ઉપાધિ છે. ત્યાં ત્યાં મિત્રાપુત્રતા રૂપ હેતુ છે. તેથી આ ઉપાધિ સાધનની વ્યાપક જ થાય છે.
ઉત્તર-રૂતિ ચૈત્, નૈવમ્, ઉપર પ્રમાણે જો પ્રશ્ન કરવામાં આવે તો તે પ્રશ્ન બરાબર નથી. કારણકે ચિત્તદ્ભાવમાવિાવોનેપિ સર્વત્ર ચૈત્રપુત્રતા શાળાઘાહારપરિામસમન્વિતૈવેતિ નિfતુમશક્તે । તદ્ભાવ-કોઇ કોઇ તે (સાત) પુત્રોમાં શાકાઘાહાર પરિણામનું હોવાપણું અને તમાવિત્વ મિત્રાપુત્રપણાનું હોવાપણું એમ બન્નેનું સાથે અવલોકન કરવા છતાં પણ સર્વ એવા તે પુત્રોમાં રહેલી મિત્રાપુત્રતા શાકાઘાહારપરિણામ વાળી જ હોય એવો નિર્ણય કરવો આપણાથી અશક્ય છે. મિત્રાપુત્રતા હોવા છતાં પણ શાકાઘાહાર પરિણામ હોય પણ ખરો, અને ન પણ હોય, કારણકે આ બન્નેની વચ્ચે વહ્રિ-ધૂમની જેમ કાર્યકારણાદિ કોઇ સંબંધ નથી. પરંતુ-
तत्सम्बन्धस्यापि सोपाधिकत्वात् । श्यामत्वरूपस्योपाधेर्विद्यमानत्वात् । मैत्रપુત્રોપિ ફ્રિ સ વ શાળાઘાહારરિતિમાન્, ય: શ્યામ કૃતિ । મિત્રાપુત્રત્વ નામનો તે સંબંધ પણ સોપાધિક છે. અર્થાત્ મિત્રાપુત્રત્વ ધર્મ હોવા છતાં પણ શાકાઘાહારપરણિત હોવામાં શ્યામરૂપત્ય એ ઉપાધિ બને છે. મિત્રાપુત્ર (આઠ પુત્રો) હોવા છતાં પણ શાકાઘાહાર પરિણામ પણ શ્યામત્વ ઉપાધિયુક્ત હોવાથી આઠમા પુત્રમાં મિત્રાતનયત્વ હોવા છતાં પણ શાકાદ્યાહાર પરિણતિવાળો તે જ પુત્ર છે કે જ્યાં શ્યામ રૂપ વર્તે છે. તેથી શાકાઘાહાર પરિણામ પણ શ્યામત્વ ઉપાધિયુક્ત હોવાથી આઠમા પુત્રમાં મિત્રાતનયત્વ હોવા છતાં પણ શાકાઘાહાર પરિણામ અને તેના ઉપાધિભૂત શ્યામરૂપત્વ એમ બન્નેનો અભાવ છે. તેથી શાકાઘાહાર પરિણામ એ મિત્રાતનયત્વની સાથે વ્યાપક બનતો નથી. સાધનાવ્યાપક્ત્વ એવું લક્ષણ શાકાઘાહાર પરિણામ સ્વરૂપ ઉપાધિમાં બરાબર સંભવે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૭
૧ ૧૯
પ્રશ્ન- જે “સાધનાવ્યાપક” હોય તે જ ઉપાધિ. આટલું જ લક્ષણ રાખોને ? સાધ્યવ્યાપક પદ લખવાની શું જરૂર ? સાધન અવ્યાપક હોતે છતે સાધ્યનો પણ જે અવ્યાપક હોય તેને શું ઉપાધિ ન કહેવાય ?
ઉત્તર- જે સાધનની અવ્યાપક હોતે છતે સાધ્યની પણ અવ્યાપક હોય એ ઉપાધિ બનતી નથી. ટીકામાં જ કહ્યું છે કે– સાધના વ્યાપો પિ ય: સાધ્યથાર્થવ્યાપવો નાસાનુપાધિ | જેમકે- પર્વતમાં ધૂમ દ્વારા કરાતા વહ્નિના અનુમાનમાં ખાદિરત્વ” ખેરના લાકડાનું હોવાપણું એ ઉપાધિ બનતી નથી. પર્વતો વદ્ધિમાન શૂHI આ અનુમાનમાં “ખાદિત્ય” ખેરનાં લાકડાં હોવાં. આ ઉપાધિ કોઈ બનાવે તો તે ઉપાધિ બની શકતી નથી. કારણકે “ખાદિરત્વ” જેમ ધૂમહેતુની સાથે અવ્યાપક છે. (જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં બધે ખેરનાં લાકડાં હોય જ એવો નિયમ નથી, બાવળનાં લાકડાં પણ હોઇ શકે છે, તેવી જ રીતે આ ખાદિરત વહ્નિનામના સાધ્યની સાથે પણ અવ્યાપક જ છે. આ પ્રમાણે “ખાદિરત્વ” એ સાધનાવ્યાપક હોવા છતાં પણ સાધ્યા-વ્યાપક હોવાથી (સાધ્યવ્યાપક નથી માટે) ઉપાધિ બનતી નથી. અને ઘૂમ હેતુ સોપાધિક થતો નથી તેથી વ્યાપ્યત્વાસિદ્ધ કહેવાતો નથી. આ રીતે તૈયાયિકો સંદિધવિપક્ષવૃત્તિક નામના અનૈકાન્તિક હેત્વાભાસને વ્યાપ્યત્યાસિદ્ધ હેત્વાભાસમાં લઈ જાય છે.
__ अप्रयोजकोऽयं हेत्वाभास इत्यपरे । परप्रयुक्तव्याप्त्युपजीवी हि हेतुरप्रयोजकः, परश्योपाधिः, स चात्रास्तीति । न चैवमपि नामभेदे कश्चिद् दोषः, सन्दिग्धविपक्षवृत्तिकत्वानतिक्रमात् । ये तु पक्षसपक्षविपक्षव्यापकादयोऽनैकान्तिकभेदास्तेऽस्यैव प्रपञ्चभूताः । तथाहि- पक्षसपक्षविपक्षव्यापको यथा-अनित्यः शब्दः प्रमेयत्वात् । अयं पक्षे शब्दे, सपक्षे घटादौ, विपक्षे व्योमादौ चास्ति ॥१॥
કેટલાક દર્શનકારો (ઉપર બતાવેલા નૈયાયિકોની માન્યતા પ્રમાણે વ્યાપ્યતા-સિદ્ધને અને જૈનદર્શનકારની માન્યતા પ્રમાણે સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિ એવા) આ હેતુને સાયોના અપ્રયોજક નામનો હેત્વાભાસ કહે છે. અપ્રયોજક હેત્વાભાસની વ્યાખ્યા તેઓ આ પ્રમાણે આપે છે કે-પર એટલે ઉપાધિ, પરyયુ ઉપાધિથી યુક્ત એવી વ્યાવુપીવી-વ્યાપ્તિના સહારે જીવંત રહેનારો હેતુ=પ્રોન =એવો હેતુ તે અપ્રયોજક કહેવાય છે. એટલે કે જે હેતુને સાધ્યની સાથે વ્યાપ્તિ કરવામાં ઉપાધિ મળતી હોય તે ઉપાધિવાળા હેતુને અપ્રયોજક કહેવાય છે. આ પ્રમાણે અર્થ કરવા છતાં પણ ભાવાર્થ ઉપરની સાથે સમાન હોવાથી વ્યાપ્યત્વાસિદ્ધ કે અપ્રયોજક એવા પ્રકારના નામમાત્રનો ભેદ હોતે છતે પારમાર્થિકપણે કોઈ
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પરિચ્છેદ ૬-૧૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ ભેદ નથી. અથવા એવો નામભેદ માત્ર કરવામાં કોઈ દોષ નથી. કારણકે અત્તે તો સાર એ જ છે કે હેતુ જો સાધ્યની સાથે વ્યાપક એવી ઉપાધિને છોડીને ઉપાધિના અભાવમાં વર્તે છે. તો ઉપાધિથી વ્યાપ્ય એવા સાધ્યને છોડીને એટલે કે સાધ્યાભાવમાં વિપક્ષમાં) આ હેતુ વર્તે છે. કારણ કે જે હેતુ ઉપાધિનો વ્યભિચારી હોય, તે હેતુ ઉપાધિના વ્યાણનો વ્યભિચારી હોય જ એવી સંદિગ્ધતા (શંકાશીલતા) તો ઉભી જ રહે છે. સંદિગ્ધતા (શંકાશીલતા) ટળી જતી નથી. “સંદિગ્ધવિપક્ષવૃત્તિત્વ” એવું જૈનદર્શનકારે કરેલું લક્ષણ તેમાં વર્તે જ છે. દૂર થતું નથી. તેથી તેમાં તે હેત્વાભાસ સમાઇ જાય છે.
વળી જે તે જે અન્યદર્શનકારો પક્ષસપક્ષવિપક્ષવ્યાપ વગેરે અનેકનિતક હેત્વાભાસના અનેક ભેદો પાડે છે. તે સર્વે ભેદો મચૈવ આ સંદિગ્ધવિપક્ષવૃત્તિત્વમાં જ અંતર્ભત થઈ જાય છે. તે સર્વે આ ભેદના જ વિસ્તાર સ્વરૂપ છે. તે આ પ્રમાણે
(૧) ક્ષરપવિપક્ષવ્યાપવો જે હેતુ પક્ષમાં પણ વ્યાપ્ત હોય, સપક્ષમાં પણ વ્યાપ્ત હોય અને વિપક્ષમાં પણ વ્યાપ્ત હોય તે આ પ્રથમ ભેદ છે. જેમકે શબ્દઃ નિઃ વિસ્વાઆ અનુમાનમાં કહેલો પ્રયત્ન નામનો આ હેતુ શબ્દ નામના પક્ષમાં, ઘર પદ તર વગેરે સપક્ષમાં અને વ્યોમાની આકાશ, કાળ, દિશા અને આત્મા આદિ વિપક્ષમાં સર્વત્ર વ્યાપીને વર્તે છે. ત્રણેમાં વ્યાપીને જે હેતુ વર્તે તે પ્રથમભેદ જાણવો.
(२) पक्षव्यापकः सपक्षविपक्षैकदेशवृत्ति र्यथा-अनित्यः शब्दः प्रत्यक्षत्वात् । अस्मदादीन्द्रियग्रहणयोग्यतामात्रं प्रत्यक्षत्वमत्राभिप्रेतं, ततो नास्य पक्षत्रयव्यापकत्वं पक्षैकदेशवृत्तित्वं वा प्रसज्यते । पक्षे हि शब्देऽयं सर्वत्रास्ति, न सपक्षविपक्षयोः, घटादौ सामान्यादौ च भावात्, व्यणुकादौ व्योमादौ चाभावात् ॥२॥
જે હેતુ પક્ષમાં સર્વત્ર વ્યાપક હોય, પરંતુ સપક્ષ અને વિપક્ષમાં સર્વત્ર વ્યાપક ન હોય, પરંતુ તે બન્નેના એક દેશમાં જ માત્ર હોય (અર્થાત્ બીજા એકદેશમાં ન હોય) તે. જેમકે શબ્દઃ નિત્ય: પ્રત્યક્ષતા આ હેતુ મેઘગર્જના, માનવકૃત શબ્દ, સમુદ્રનો અવાજ, કે પશુ-પક્ષીનો શબ્દ એમ શબ્દ નામના પક્ષમાં સર્વત્ર પ્રત્યક્ષત્વે (શ્રોત્રગ્રાહ્યત્વ) વર્તે છે માટે પક્ષવ્યાપક છે. પરંતુ સપક્ષ-વિપક્ષમાં વ્યાપક નથી. આંશિક છે. અને આંશિક નથી. ઘટ-પટ અનિત્ય હોવાથી સપક્ષ છે અને કચણુક ચણુક પણ સંયોગ-જન્ય હોવાથી અનિત્ય છે માટે સપક્ષ છે પરંતુ પ્રત્યક્ષદેતુ (ઈન્દ્રિયગ્રાહ્યત્વહેતુ) સપક્ષ એવા ઘટ-પટમાં વર્તે છે પરંતુ સપક્ષ એવા ચણકાદિમાં નથી. માટે સપક્ષના એકદેશમાં વૃત્તિ છે એવી જ રીતે સામાન્યાદિ તથા વ્યોમાદિ આ બધા પદાર્થો નિત્ય હોવાથી વિપક્ષ છે. પરંતુ સામાન્યાદિમાં પ્રત્યક્ષહેતુ વર્તે છે અને વ્યોમાદિમાં નથી. તેથી વિપક્ષના એકદેશમાં વૃત્તિ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૨નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૭
૧ ૨ ૧
અહીં એક સ્પષ્ટતા ટીકાકારશ્રીએ કરી છે. પ્રત્યક્ષાત્ એવો જે હેતુ છે. તેનો અર્થ શ્રોત્ર આદિ પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા માત્ર એવું અમારા લોકોનું પ્રત્યક્ષત્વ લેવું. તેથી જો ઈશ્વરીય પ્રત્યક્ષત્વ લઈએ તો પક્ષ, સપક્ષ અને વિપક્ષ એમ ત્રણેમાં સર્વથા વ્યાપક હોવાથી પહેલા ભેદમાં આ આવી જાય. અથવા એકલું ઇન્દ્રિયગ્રાહ્યત્વ જ માત્ર લઇએ તો દૂર દૂર ક્ષેત્રમાં બોલાતા શબ્દોમાં અને ભૂત-ભાવિ એવા દૂર દૂરના કાળમાં બોલાયેલા અને બોલનારા શબ્દોમાં શ્રોત્રગ્રાહ્યત્વ ન હોવાથી પક્ષની પણ એકદેશવૃત્તિતા થઈ જાય. જેથી પક્ષ-સપક્ષ-વિપક્ષની એકદેશવૃત્તિવાળો હેતુ થવાથી હવે સમજાવાતા પાંચમા ભેદમાં તે ચાલ્યો જાય. તેમ ન બને તેથી શ્રોત્રગ્રાહ્યનો અર્થ ગ્રહણની યોગ્યતા માત્ર લેવી. જેથી ગ્રહણયોગ્યતા તો વિપ્રકૃષ્ટ (દૂર દૂર) એવા પણ સર્વ શબ્દોમાં છે. તેથી પક્ષવ્યાપક્તા સ્વીકારવામાં કંઈ આંચ આવતી નથી. III
(३) पक्षसपक्षव्यापको विपक्षैकदेशवृत्तिर्यथा-गौरयं विषाणित्वात् । अयं हि पक्षं गां, सपक्षं च गवान्तरं व्याप्नोति, विपक्षे तु महिष्यादावस्ति, न तु तुरङ्गादौ ॥३॥
જે હેતુ પક્ષમાં અને સપક્ષમાં વ્યાપક હોય પરંતુ વિપક્ષના એકદેશમાં વૃત્તિ હોય (અને એકદેશમાં વૃત્તિ ન હોય) તે. જેમકે– : વિપત્વિ –આ સામે જે દેખાય છે તે ગાય છે. શિંગડાવાળી હોવાથી, અહીં સામે દેખાતી વિવક્ષિત એવી એક ગાય તે પક્ષ છે. અને બાકીની ગાયો સપક્ષ છે. આ બન્ને સ્થાનોમાં વિપત્વિ હેતુ વર્તે છે. પરંતુ ગાયથી ભિન્ન પશુઓ તે વિપક્ષ કહેવાય ત્યાં જે મહિષ્યાદિ છે. તેમાં વિષાણિત્વ છે પરંતુ જે તુરંગાદિ છે. તેમાં વિષાણિત્વ નથી. માટે વિપક્ષના એકદેશમાં વૃત્તિવાળો આ હેતુ થયો.
(४) पक्षविपक्षव्यापकः सपक्षकदेशवृत्तिर्यथा-नायं गौः विषाणित्वात् । अयं पक्षं गवयं, विपक्षं च गां व्याप्नोति, सपक्षे तु महिष्यादावस्ति, न तु तुरङ्गादौ ॥४॥
જે હેતુ પક્ષમાં અને વિપક્ષમાં સર્વત્ર વ્યાપક હોય. પરંતુ સપક્ષના એકદેશમાં હોય અને એકદેશમાં વૃત્તિ ન હોય તે. જેમકે- મ જ વિષત્વિી સામે દેખાતું જે પ્રાણી, તે ધારો કે ગવાય છે. ગાય નથી. અને આ અનુમાન કરાય છે કે ૩યં આ ગવાય પ્રાણી જે છે. તે જ નૌ: ગાય નથી. કારણકે શિંગડાવાળું હોવાથી. અહીં પક્ષ ગવાય (રોઝ) છે. ગવયને સર્વેને શીંગડાં હોય છે. તેથી પક્ષમાં વિષાધિત્વ હેતુ વ્યાપક છે. તથા : સપક્ષ છે. તેનો અભાવ એટલે જ એ વિપક્ષ છે. તે સર્વે ગાયોમાંવિપક્ષમાં વિષાણિત્વ હેતુ વર્તે છે. તેથી પક્ષ અને વિપક્ષમાં આ હેતુ વ્યાપકપણે વર્તે છે. પરંતુ ર : એ સપક્ષ છે. એટલે કે ગાયનો અભાવ એ સપક્ષ છે ત્યાં
૧૬
Page #139
--------------------------------------------------------------------------
________________
૧ ૨ ૨
પરિચ્છેદ ૬-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
મહિષ્યાદિમાં વિષાણિત્વ છે. અને તુરંગાદિમાં વિષાણિત નથી. માટે સપક્ષના એકદેશમાં વૃત્તિ થઇ. l૪
(५) पक्षसपक्षविपक्षैकदेशवृत्तिर्यथा-नित्या पृथिवी, प्रत्यक्षत्वात् । अयं पक्षे घटादावस्ति, न परमाण्वादौ, सपक्षे सामान्यादावस्ति, नाकाशादौ, विपक्षे बुद्बुदादावस्ति, नाप्यव्यणुकादौ, अयोग्यक्षविषयत्वमेवात्र प्रत्यक्षत्वं द्रष्टव्यम् ॥५॥
જે હેતુ પક્ષ, સપક્ષ અને વિપક્ષ એમ ત્રણેના એકદેશમાં હોય અને ત્રણેના એકદેશમાં ન હોય) તે. જેમકે- પૃથિવી નિત્ય પ્રત્યક્ષત્રી–પૃથ્વી નિત્ય છે. ઇન્દ્રિય પ્રત્યક્ષને યોગ્ય હોવાથી. અહીં પૃથ્વી પક્ષ છે ત્યાં ઘટ-પટાદિમાં આ હેતુ વર્તે છે. પરંતુ પાર્થિવ પરમાણુઓમાં આ હેતુ નથી. આ પક્ષકદેશવૃત્તિ થઈ. નિત્ય એ સપક્ષ છે. તેથી સામાન્યાદિ સપક્ષમાં ( Tળો વિન્દ્રિયગ્રાહ્ય ઇત્યાદિ ન્યાયથી) પ્રત્યક્ષત્વ હેતુ વર્તે છે. પરંતુ આકાશાદિ સપક્ષમાં નથી. આ સપક્ષ એકદેશવૃત્તિ થઈ. તથા નિત્ય ન હોય તેવા એટલે કે અનિત્ય એ વિપક્ષ થાય. ત્યાં પાણીના પરપોટા આદિ વિપક્ષમાં આ હેતુ વર્તે છે. પરંતુ જલીય-ક્યણુકાદિ વિપક્ષમાં આ હેતુ વર્તતો નથી. (નાસ્થયપુૌ માં મપિ મજુતી એમ સન્ધિ છુટી ન પાડવી. પરંતુ માપ્ય ચિબુતો એમ સન્ધિ છુટી પાડવી) અહીં માધ્ય=એટલે જલસબંધી એવા દ્યણુકાદિમાં એવો અર્થ કરવો. તથા અહીં અયોગી (જે યોગી મહાત્મા નથી એવા) આપણા જેવા સંસારી જીવોનું મક્ષ ઇન્દ્રિયોના વિષયપણું એ સ્વરૂપ પ્રત્યક્ષત જાણવું. પી.
(६) पक्षसपक्षैकदेशवृत्तिर्विपक्षव्यापको यथा-द्रव्याणि दिक्कालमनांसि, अमूर्त्तत्वात् । अयं पक्षे दिक्कालयोर्वर्तते, न मनसि, सपक्षे व्योमन्यस्ति, न घटादौ, विपक्षे तु गुणादिकं व्याप्नोति ॥६॥
જે હેતુ પક્ષ અને સપક્ષના એકદેશમાં વર્તે પરંતુ વિપક્ષમાં વ્યાપકપણે વર્તે છે. જેમકે દિવાનનાંતિ, દ્રવ્ય, મમૂર્તિત્વાન્ આ અનુમાનમાં દિશા, કાળ અને મન આ ત્રણે પક્ષ છે. દિશા અને કાળ એ પક્ષમાં અમૂર્તત્વ હેતુ વર્તે છે પરંતુ મન નામના પક્ષમાં અમૂર્તત્વ હેતુ નથી. કારણકે મન ગતિક્રિયાવાન્ હોવાથી મૂર્તિ છે. આ પક્ષના એકદેશમાં વૃત્તિ થઈ. દ્રવ્ય એ સપક્ષ છે ત્યાં આકાશ દ્રવ્યમાં આ હેતુ છે. પરંતુ ઘટ-પટ-દ્રવ્યોમાં આ હેતુ નથી. આ સપક્ષના એકદેશમાં વૃત્તિ થઈ. પરંતુ વિપક્ષ એવા ગુણ-કર્મ-સામાન્યાદિ પદાર્થો ક્રિયાવાનું ન હોવાથી અમૂર્ત જ છે. તેથી અમૂર્તિત્વ હેતુ વિપક્ષમાં સર્વ વ્યાપક છે. તે ૬ll
(७) पक्षविपक्षैकदेशवृत्तिः सपक्षव्यापको यथा- न द्रव्याणि दिक्कालमनांसि, अमूर्तत्वात् । प्राक्तनवैपरीत्येन सुगममेतत् ॥७॥
Page #140
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૭
૧ ૨ ૩
જે હેતુ પક્ષ અને વિપક્ષના એક દેશમાં વર્તે અને સપક્ષમાં સર્વત્ર વ્યાપક હોય તે. જેમકે દિવાનનાંતિ, ર કવ્ય, મૂર્તવા અહીં પક્ષમાં દિશા-કાલમાં હેતુ છે, મનમાં નથી. વિપક્ષ એટલે દ્રવ્ય, ત્યાં વ્યોમમાં હેતુ છે, ઘટ-પટાદિમાં નથી. અને સપક્ષ * એટલે દ્રવ્યાભાવ=ગુણાદિ, તેમાં આ હેતુ વ્યાપકપણે વર્તે છે. આ પ્રમાણે ઉપરોક્ત ૬ઠ્ઠા હેત્વાભાસથી સપક્ષ અને વિપક્ષમાં વિપરીતપણે આ જોડવાથી સુગમ છે. એક
(८) सपक्षविपक्षव्यापकः पक्षैकदेशवृत्तिर्यथा-न द्रव्याणि आकाशकालदिगात्ममनांसि, क्षणिकविशेषगुणरहितत्वात् । अयं पक्षे कालदिग्मनःसु वर्तते, नाकाशात्मसु, सपक्षं गुणादिकं विपक्षं च पृथिव्यप्तेजोवायुरूपं व्याप्नोति ॥८॥
જે હેતુ સપક્ષ અને વિપક્ષ એમ બન્નેમાં વ્યાપક હોય અને પક્ષમાં એકદેશ વૃત્તિ હોય છે. જેમકે- આકાશ, કાળ, દિશા, આત્મા અને મન આ પાંચ પદાર્થો, તે દ્રવ્યો નથી. ક્ષણમાત્રવૃત્તિવાળા એવા વિશેષગુણથી રહિત હોવાથી. અહીં જે પાંચ પદાર્થોનો પક્ષ કર્યો છે. તે પૈકી કાળ, દિશા અને મન આ ત્રણમાં હેતુ વર્તે છે. કારણકે તે ત્રણ પદાર્થો વિશેષગુણથી રહિત જ છે. પરંતુ આકાશ અને આત્મા આ બે પદાર્થોરૂપ જે પક્ષ છે. તેમાં આ હેતુ વર્તતો નથી. કારણકે આકાશ ક્ષણિકવિશેષગુણ એવા શબ્દગુણવાળું છે અને આત્મા ચૈતન્યગુણવાળો છે એટલે વિશેષગુણરહિતત્વ હેતુ તે બેમાં નથી. તેથી પક્ષકદેશવૃત્તિવાળો હેતુ થયો. તથા “ન કવ્યાણ" સાધ્ય છે. તેથી દ્રવ્યાભાવ એ સપક્ષ થયો. સપક્ષ એવા ગુણ-કર્મ આદિ પદાર્થોમાં આ હેતુ વ્યાપકપણે વર્તે છે. કારણ કે ગુણ પોતે સદા નિર્ગુણ જ હોય છે. તથા “દ્રવ્ય' એ સપક્ષ હોવાથી “વ્ય" એ વિપક્ષ થાય છે. પૃથ્વી-જલતેજ અને વાયુ આ ચારે દ્રવ્યોમાં જો કે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ વિશેષગુણો છે. એટલે “વિષપુનરહિતત્વ' એ હેતુ વર્તતો નથી. પરંતુ આ ચારે ગુણો ચારે દ્રવ્યોમાં દીર્ઘકાળવતી છે. ક્ષણિક નથી. તેથી ક્ષણિક એવા વિશેષગુણવાળાપણું ચાર દ્રવ્યોમાં નથી. તેથી ક્ષણિકવિશેષગુણરહિતત્વ હેતુ ત્યાં ઘટે છે. Iટા
અન્ય દર્શનકારોએ “અનૈકાન્તિક” હેત્વાભાસના ઉપર સમજાવ્યા પ્રમાણે જે ભેદો પાડ્યા છે. તે સર્વે ભેદો “સંદિગ્ધવિપક્ષવૃત્તિ” નામના જૈનદર્શનકારે બતાવેલા અને કાન્તિક હેત્વાભાસના આ બીજા ભેદમાં સમાઈ જ જાય છે. કારણકે આઠે ભેદોનો સાર એ છે કે હેતુ વિપક્ષમાં વ્યાપકપણે કે દેશપણે પણ હોવાની શંકા છે. અને જે હેતુ વિપક્ષમાં વર્તે, તે હેતુથી સાધ્યની સિદ્ધિ થાય નહીં “નિશ્ચિતન્યથાનુપત્તિ' આ લક્ષણ તે હેતુમાં સંભવતું નથી. આ ૮ ભેદો યાદ રાખવા માટે સંક્ષિપ્ત એવો આ ઉપાય છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
પરિચ્છેદ ૬-૧૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
૧
|
નં. પક્ષમાં | સપક્ષમાં | વિપક્ષમાં / નં. ટીકામાં કહેલા ભેદ ૧. | સર્વથા વ્યાપક | સર્વ-વ્યાપક | સર્વ-વ્યા.
પક્ષસપક્ષવિપક્ષવ્યાપક ૨. | સર્વથા વ્યાપક | સર્વ-વ્યા. દેશથી-વ્યા.|| ૩. પક્ષસપક્ષવ્યાપક, વિપક્ષે દેશવૃત્તિ. ૩. | સર્વથા વ્યાપક દેશથી-વ્યા. સર્વ-વ્યા. ૪. પક્ષવિપક્ષવ્યાપક, સપêકદેશવૃત્તિ. ૪. | સર્વથા વ્યાપક દેશથી-વ્યા. દેશથી-વ્યા.|| ૨. પક્ષવ્યાપક, સપક્ષવિપક્ષે દેશવૃત્તિ. ૫. દેશથી વ્યાપક | સર્વથી-વ્યા. | સર્વ-વ્યા. | ૮. સપક્ષવિપક્ષવ્યાપક, પક્ષેક દેશવૃત્તિ. ૬. દેશથી વ્યાપક | સર્વથી-વ્યા. દેશથી-વ્યા. ૭. પક્ષવિપકદેશવૃત્તિ, સપક્ષવ્યાપક. ૭. | દેશથી વ્યાપક દેશથી-વ્યા. સર્વથા-વ્યા.૬. પક્ષસપક્ષવ્યાપક, વિપક્ષેકદેશવૃત્તિ. [૮. દેશથી વ્યાપક દિશથી-વ્યા. દેશથી-વ્યા.|| પ. પક્ષસપક્ષવિપક્ષેકદેશવૃત્તિ.
यच्च “नित्यः शब्दः श्रावणत्वादित्यादि" सपक्षविपक्षव्यावृत्तत्वेन संशयजनकत्वादसाधारणानैकान्तिकः सौगतैः समाख्यायते, नैष सूक्ष्मतामञ्चति, श्रावणत्वाद्धि शब्दस्य सर्वथैव नित्यत्वं यदि साध्यते, तदाऽयं विरुद्ध एव हेतुः, कथञ्चिदनित्यत्वसाधनात् । प्राच्याश्रावणत्स्वभावत्यागेनोत्तरश्रावणत्वस्वभावोत्पत्तेः कथञ्चिदनित्यत्वमन्तरेण शब्देऽनुपपत्तेः । अथ कथञ्चिन्नित्यत्वम् अस्माच्छब्दे साध्यते, तदाऽसौ सम्यग्घेतुरेव, कथञ्चिन्नित्यत्वेन सार्द्धमन्यथाऽनुपपत्तिसद्भावादिति नायमनैकान्तिकः ॥
વળી બૌદ્ધો વડે “મસીથારનૈક્ષત્તિÉ' નામનો બીજો નવો કોઇ ભેદ અનૈકાન્તિકહેત્વાભાસનો જે કહેવાય છે. તે તેઓની બુદ્ધિની સૂક્ષ્મતાને સૂચવનાર નથી. તેઓનું આ પ્રમાણે જે કહેવું છે કે
“શબ્દ નિત્ય: શ્રવત્વિ' ઇત્યાદિ અનુમાનોની જેમ જે હેતુ સપક્ષ અને વિપક્ષમાંથી સર્વથા વ્યાવૃત્ત હોય અને પક્ષમાત્રમાં જ વર્તતો હોય તે અસાધારણ અનૈકાન્તિક કહેવાય છે. તર્કસંગ્રહમાં પણ “સપક્ષવિપક્ષ વ્યાવૃત્તઃ પક્ષમાત્રવૃત્તિ: ધાર:' આવું સૂત્ર છે. પરંતુ સૂક્ષ્મતાથી અહીં વિચાર કરવામાં આવ્યો નથી.
આ અનુમાનમાં કહેલો “શ્રાવUત્વ" હેતુ સર્વથા નિત્ય એવા સાધ્યને સાધે છે? કે નિત્ય એવા સાધ્યને સાધે છે ? જો સર્વથા નિત્ય સાધ્યને સાધતો હોય તો વિરુદ્ધહેત્વાભાસ છે. અને કથંચિન્નિત્ય એવું સાધ્ય સાધતો હોય તો આ હેતુ સમ્યક્ હેતુ છે. હેત્વાભાસ છે જ નહીં. તેથી “અસાધારણ” ભેદ પાડવાની જરૂર જ નથી.
શબ્દ ખરેખર છે કથંચિત્ નિત્ય જ છે. જ્યાં સુધી ભાષા રૂપે પરિણાવીને
Page #142
--------------------------------------------------------------------------
________________
૧ ૨૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫ બોલાય નહીં ત્યાં સુધી “મશ્રાવUત્વ' સ્વભાવવાળો છે. અને બોલાયા પછી શ્રાવણત્વ સ્વભાવવાળો છે તેથી પૂર્વકાલીન એવા શ્રાવUાત્ર સ્વભાવનો ત્યાગ કરવા દ્વારા અને ઉત્તરકાલીન એવા શ્રાવUત્વ સ્વભાવની ઉત્પત્તિ થવાથી “કથંચિ અનિત્યત્વ” માન્યા વિના શબ્દની ઉત્પત્તિ જ અસંભવિત છે. આ રીતે અશ્રાવણત્વ અને શ્રાવણત્વ પર્યાયપણે કથંચિત્ અનિત્ય, અને શબ્દમાત્ર પણે કથંચિત્ નિયત્વ આવું સ્વરૂપ શબ્દનું છે. હવે જો શ્રાવણત્વ હેતુથી સર્વથા નિત્યત્વ જ બૌદ્ધો વડે સધાતું હોય તો શ્રાવણત્વ હેતુ કથંચિત્ નિત્ય (નામના વિપક્ષ) માત્રવૃત્તિ હોવાથી વિરુદ્ધ હેત્વાભાસ જ થયો. અનૈકાન્તિકનો ભેદ જ નથી.
૩- હવે જો મશ્ન આ હેતુથી કથંચિત્ નિયત્વ બૌદ્ધો વડે સધાતું હોય તો હેતુ વિપક્ષવ્યાવૃત્તિ જ હોવાથી સાચો છે. હેત્વાભાસ જ નથી. કારણકે કથંચિ નિત્યત્વની સાથે તે હેતુની “અન્યથાનુપપત્તિ” રૂપ વ્યાપ્તિ બરાબર સંભવે જ છે. તેથી આ હેતુ અનૈકાતિક હેત્વાભાસ જ થતો નથી. માટે આવા આવા અનૈકાનિતક હેત્વાભાસના ભેદો જે અન્ય દર્શનકારોએ પાડ્યા છે. તે સર્વે નિરર્થક છે. ___यं च विरुद्धाव्यभिचारिनामानमनैकान्तिकविशेषमेते व्यतानिषुः । यथा- शब्दः अनित्यः कृतकत्वात् घटवत् । नित्यः शब्दः श्रावणत्वात् शब्दत्ववदिति । सोऽपि नित्यानित्यस्वरूपानैकान्तसिद्धौ सम्यग्घेतुरेव, तदपरपरिणामित्वादिहेतुवद् । सर्वथैकान्तसिद्धये पुनरुपन्यस्तोऽसौ भवत्येव हेत्वाभासः । स तु विरुद्धो वा संदिग्धविपक्षवृत्तिरनैकान्तिको वेति न कश्चिद्विरुद्धाव्यभिचारी नाम । एवं च- असिद्धविरुद्धानैकान्तिकास्त्रय एव हेत्वाभासा इति स्थितम् ॥
આ બૌદ્ધ દર્શનકારો “વિરુદ્ધાવ્યભિચારી” નામના જે હેત્વાભાસને જણાવે છે. તે આ પ્રમાણે– "શઃ નિત્ય: તવા પટેવ, શવઃ નિત્ય: શ્રાવUાવાત્ શબૂત્વવત્” આ બે અનુમાનો છે. જે એક હેતુ પોતાના સાધ્યને સાધતો હોય. તે જ પક્ષમાં તે જ સાધ્યથી વિશ્વ એવું સાધ્ય સાધનારો બીજો હેતુ પણ અવ્યભિચારી પણ પ્રાપ્ત થતો જ હોય. તે વિરુદ્ધાવ્યભિચારી હેતુ કહેવાય છે. સાધ્ય પણ સાધે અને સાધ્યથી વિરુદ્ધને પણ સાધે. આવો હેત્વાભાસ બૌદ્ધો માને છે.
- ઉપરોક્ત માન્યતાનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે- જો શબ્દ નામના પક્ષમાં જે નિત્ય અને અનિત્યની સિદ્ધિ કરનારા હેતુ તમે કહો છો તે જો કથંચિ નિત્ય અને કથંચિત્ અનિત્ય અર્થાત્ નિત્યાનિત્ય સ્વરૂપવાળા અનૈકાતિક સાધ્યની સિદ્ધિમાં જોડાયા હોય તો તે સમ્યહેતુ જ છે. હેત્વાભાસ છે જ નહીં. જેમ તે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પરિચ્છેદ ૬-૧૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
હેતુઓથી અનૈકાન્તિક સાધ્યની સિદ્ધિ થાય છે. તેવી જ રીતે તે નિત્યાનિત્ય શબ્દથી
પર ભિન્ન એવા પરિપત્ર આદિ સાધ્યને સાધનારા હેતુઓની જેમ આ હેતુ સખ્ય હેતુ છે. જેમકે શબ્દઃ પરિપાપી તત્વત્ પદવ જે પરિણામી હોય તે કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય જ હોય. ઘટ-પટાદિ જે જે પદાર્થો કૃતક છે તે તે સર્વે પરિણામી છે. અહીં કૃતકત્વ હેતુથી જેમ પરિણામ આદિ સાધ્ય સિદ્ધ થાય છે. તેવી જ રીતે કૃતકત્વ હેતુથી કથંચિત્ નિત્ય કે કથંચિત્ અનિત્ય સાધ્ય સિદ્ધ થાય તો કંઈ ખોટું નથી. આ હેતુઓ સમ્યહેતુઓ જ છે.
પરંતુ જો સર્વથા એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્યની સિદ્ધિ માટે જ રજુ કરાયા હોય તો વિરુદ્ધ હેત્વાભાસ છે. અથવા સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિ નામનો અનૈકાતિક હેત્વાભાસ છે, પરંતુ વિરુદ્ધાવ્યભિચારી નામનો જુદો કોઈ હેત્વાભાસ નથી. જો કૃતકત્વ હેતુથી એકાન અનિત્ય સિદ્ધ કરવા માગતા હોય તો આ કૃતકત્વ હેતુ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં એકાત નિત્ય (આકાશાદિ) કોઇ જ નથી. પરંતુ પર્યાયથી અનિત્ય અને દ્રવ્યથી નિત્ય એવા કથંચિત્ અનિત્ય ઘટ-પટાદિ જ હોય છે. તેથી હેતુ સાધ્યના અભાવમાં જ વર્તવાથી વિરુદ્ધહેત્વાભાસ થશે. એવી જ રીતે શ્રાવણત્વ હેતુ શબ્દમાં એકાન્તનિત્યત્વ સિદ્ધ કરવા માટે રજુ કરાયો હોય તો શબ્દ પણ અશ્રાવણત્વ અને શ્રાવણત્વ પર્યાયવાળો હોવાથી કથંચિત્ નિત્ય જ છે. તેમાં હેતુ વર્તવાથી વિપક્ષવૃત્તિ થવાથી વિરુદ્ધ જ થાય છે.
અથવા કૃતકત્વ હેતુ અને શ્રાવણત્વ હેતુ એકાન્ત અનિત્ય અને એકાન્ત નિત્ય એવા તમારા માનેલા સાધ્ય (અપક્ષ)થી વિપરીત કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય એવા સાધ્યાભાવ સ્વરૂપ વિપક્ષમાં પણ ઘટ-પટાદિમાં અને શબ્દ-શબ્દતમાં પણ હોઈ શકે છે. એટલે હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ શંકાવાળી થવાથી સંદિગ્ધવિપક્ષવ્યાવૃત્તિ નામના અનૈકાન્તિક હેત્વાભાસમાં તે અંતર્ગત થઈ જાય છે માટે આવો કોઇ જુદો વિરુદ્ધવ્યભિચારી નામનો અનૈકાતિક હેત્વાભાસ નથી.
આ પ્રમાણે (૧) અસિદ્ધ (૨) વિરુદ્ધ અને (૩) અનૈકાન્તિક એમ ત્રણ જ હેત્વાભાસ છે. તે ત્રણ તથા તેના યથોચિત પેટાભેદો સમજાવ્યા. તે વિના અન્ય દર્શનકારો આ ત્રણના જે બીન જરૂરી પેટાભેદો કહ્યું છે. તેનું નિરસન પણ કર્યું. તથા આ ત્રણ વિના નૈયાયિક-વૈશેષિકાદિ દર્શનકારો બાધિત (કાલાત્યયાપદિષ્ટ) અને સત્યતિપક્ષ (પ્રકરણસમ) વગેરે અન્ય હેત્વાભાસો માને છે. તથા બીજા કોઈ અકિંચિત્કર નામનો પણ હેત્વાભાસ માને છે. કે જે જરૂરી નથી. તેનું ખંડન હવે સમજાવે છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૭
नन्वन्योऽप्यकिञ्चित्कराख्यो हेत्वाभासः परैरुक्तः । यथा- प्रतीते प्रत्यक्षादिनिराकृते च साध्ये हेतुरकिञ्चित्करः । प्रतीते यथा - शब्दः श्रावणः शब्दत्वात् । प्रत्यक्षादिनिराकृते યથા-અનુા: કૃષ્ણવર્મા, દ્રવ્યાત્, યતિના વનિતા સેવનીયા, પુરુષત્વાવિત્યાદ્રિ । સ कथं नात्राभिहित इति चेत्
પ્રશ્ન- તમે કહેલા અસિદ્ધ, વિરુદ્ધ અને અવૈકાન્તિક નામના આ ત્રણ હેત્વાભાસ વિના અન્ય “અકિચિત્કર” નામનો એક બીજો પણ હેત્વાભાસ પરદર્શનીયો વડે તેઓના શાસ્ત્રોમાં કહેવાયો છે. તો હે આચાર્યશ્રી ! તમે તે કેમ લખતા નથી ? તેઓએ કહેલો અકિંચિત્કર હેત્વાભાસ આ પ્રમાણે છે- (૧) પ્રતીત એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવા સાધ્યમાં જે હેતુનો પ્રયોગ થાય તે અકિંચિત્કર છે કારણકે સાધ્ય સાધવા માટે હેતુનો પ્રયોગ હતો, પરંતુ સાધ્ય તો સ્વયં પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પૂર્વે જ સિદ્ધ થઇ ચૂક્યું છે. એટલે હેતુને આવીને કંઇ કરવાનું રહેતું જ નથી. માટે “અકિંચિત્કર' નામ છે. તથા (૨) જે પક્ષમાં જે સાધ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણોથી નિરાકૃત (ખંડિત=અર્થાત્ અહીં સાધ્ય નથી જ) એમ સિદ્ધ થઇ ચૂક્યું હોય, છતાં ત્યાં સાધ્યસિદ્ધિ માટે જે હેતુ વપરાય તે સાધ્યનું નાસ્તિત્વ સિદ્ધ થઇ ચૂકેલું હોવાથી અકિંચિત્કર હેતુ છે. તેનાં ઉદાહરણો આ પ્રમાણે—
૧ ૨૭
(૧) શબ્દ: શ્રાવળ: શાત્ (૨) òષ્ણવર્મા અનુ: દ્રવ્યાત્ અગ્નિ શીતળ છે. દ્રવ્ય હોવાથી. (૩) યતિના વનિતા સેવનીયા પુરુષાત્ સાધુએ સ્ત્રીનું સેવન કરવું જોઇએ, પુરુષ હોવાથી.
હે આચાર્યશ્રી ! ઉપરોક્ત ત્રણ જ હેત્વાભાસ જણાવતા એવા તમે આ “અકિંચિત્કર” હેત્વાભાસ અત્ર-અહીં થં=કેમ નામિતિ: ન કહ્યો ? તમે આ હેત્વાભાસ કેમ લખતા નથી ?
શ્રોત્રપ્રત્યક્ષથી સાધ્ય સિદ્ધ જ છે. સ્પાર્શનપ્રત્યક્ષથી સાધ્યનું નિરાકરણ સિદ્ધ થયેલું છે. આગમપ્રમાણથી સાધ્યનું નિરાકરણ સિદ્ધ થયેલું છે.
उच्यते- नन्वेष हेतुर्निश्चितान्यथानुपपत्त्या सहितः स्याद् रहितो वा ? प्रथमपक्षे, हेतोः सम्यक्त्वेऽपि प्रतीतसाध्यधर्मविशेषणप्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणागमनिराकृतसाध्यधर्मविशेषणादिपक्षाभासानां निवारयितुमशक्यत्वात् तैरेव दुष्टमनुमानम् । न च यत्र पक्षदोषस्तत्रावश्यं हेतुदोषोऽपि वाच्यः, दृष्टान्तादिदोषस्याप्यवश्यं वाच्यत्वप्रसक्तेः । द्वितीयपक्षे तु यथोक्तहेत्वाभासानामन्यतमेनैवानुमानस्य दुष्टत्वम् । तथाहि
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પરિચ્છેદ ૬-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
अन्यथानुपपत्तेरभावोऽनध्यवसायाद् विपर्ययात् संशयाद् वा स्यात्, प्रकारान्तरासम्भवात्, तत्र च क्रमेण यथोक्तहेत्वाभासावतार इति नोक्तहेत्वाभासेभ्योऽभ्यधिकः कश्चिदकिञ्चित्करो नाम ।
ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે કે- તમારા વડે કહેવાયેલો આ અકિંચિત્કર હેતુ શું અન્યથાનુપપત્તિ એવા સહેતુના લક્ષણથી સહિત છે કે રહિત છે ? જો પ્રથમપક્ષ કહો એટલે કે સહેતુના લક્ષણથી સહિત હોય તો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધવાળો હોવાથી ભલે સહેતુ હોય. પરંતુ આખું અનુમાન (૧) પ્રતીતસાધ્યધર્મવિશેષણ, (૨) પ્રત્યક્ષનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ અને (૩) આગમનિરાકૃત સાધ્યધર્મવિશેષણ વગેરે પક્ષસંબંધી દોષો વડે દુષ્ટ હોવાથી “પક્ષાભાસોનું નિવારણ કરવું અશક્ય છે, કારણ કે તે તે દોષો વડે આ અનુમાન દુષિત બનેલું છે.
આ જ મૂલગ્રંથ “પ્રમાણનયતત્તાલોક”ના ત્રીજા પરિચ્છેદના ૧૪ થી ૧૭ સુધીના સૂત્રમાં પક્ષ કેવો હોવો જોઈએ તે સ્પષ્ટ કહ્યું છે. (૧) અપ્રતીત, (૨) અનિરાકૃત, અને (૩) અભીસિત. તમે કહેલા આ ત્રણે ઉદાહરણોમાં “શબ્દ શ્રાવUT:” એ પ્રથમ અનુમાનમાં પક્ષ પ્રતીત હોવાથી “પ્રતીત-સાધ્યધર્મવિશેષણ” નામના દોષથી દુષ્ટ છે. કારણકે પક્ષ “અપ્રતીત” જ હોવો જોઈએ એવું પક્ષના લક્ષણમાં કહેલું છે. તથા “Mવિ મનુષ્યT:” આ બીજા અનુમાનમાં પણ પક્ષ નિરાકૃત-ખંડિત-પ્રત્યક્ષવિરુદ્ધ હોવાથી “પ્રત્યક્ષનિરાકૃતસાધ્ય-ધર્મવિશેષણ” નામના દોષથી દુષ્ટ છે. કારણકે પક્ષના લક્ષણમાં “અનિરાકૃત” લખેલું છે. તથા “તના વનિતા સેવનવા" આ ત્રીજા અનુમાનમાં પણ પક્ષ આગમથી નિરાકૃત હોવાથી “આગમનિરાકૃતસાધધર્મવિશેષણ” નામના દોષથી દુષ્ટ છે. કારણકે પક્ષના લક્ષણમાં “અનિરાકૃત” બન્ને જાતનું લીધેલું છે. આ રીતે આ સર્વે અનુમાનો પક્ષના દોષોથી જ દુષ્ટ હોવાથી હેતુના દોષોની ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી.
એવો પણ પ્રશ્ન ન કરવો કે જ્યાં પક્ષના દોષો હોય ત્યાં હેતુના દોષોનો પણ વિચાર કરવો જોઇએ. આવી યુક્તિ ઉચિત નથી. કારણ કે પક્ષના દોષો હોવાથી જ અનુમાન દૂષિત થઈ જ ગયું. છતાં જો હેતુ-દોષો વિચારાય તો દેખાજોના દોષો અને આદિ શબ્દથી ઉપનયના દોષો અને નિગમનના દોષો પણ અવશ્ય કહેવા જ જોઇએ એવો પ્રસંગ આવશે. માટે પક્ષ-દોષોથી જ દૂષિત થતું અનુમાન દૂષિત છે. મરેલાને મારવાનું હોતું નથી.
હવે જો બીજો પક્ષ કહો એટલે કે “અન્યથાનુપપત્તિ” નામના હેતુના લક્ષણથી
Page #146
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૫૭
૧૨૯
રહિત આ અનુમાનો છે. તો યોક્ત=ઉપર કહેલા ત્રણ પ્રકારના હેત્વાભાસોમાંથી જ કોઇપણ એક હેત્વાભાસ વડે જ અનુમાનનું દુષ્ટપણું સમજી લેવું. તે આ પ્રમાણે— અન્યથાનુપપત્તિનો (વ્યાપ્તિનો) અભાવ કાં'તો અનધ્યવસાયથી થાય ? કાં'તો વિપર્યયથી થાય ? કાં'તો સંશયથી થાય ? આ ત્રણ વિના પ્રકારાન્તરનો અસંભવ છે. ત્યાં જો અનધ્યવસાયથી વ્યાપ્તિ ન થતી હોય તો અસિદ્ધ, વિપર્યય હોવાથી વ્યાપ્તિ ન થતી હોય તો વિરુદ્ધ, અને સંશય હોવાથી જો વ્યાપ્તિ ન થતી હોય તો સંદિગ્ધાનૈકાન્તિક. એમ અનુક્રમે ઉપરોક્ત ત્રણ હેત્વાભાસમાંનો જ સંભવ છે. તેથી ઉપરોક્ત ત્રણથી અધિક “અકિંચિત્કર” નામનો કોઇ હેત્વાભાસ માનવો જરૂરી નથી.
અન્ય હેત્વાભાસો પણ જે માને છે. તેનું ખંડન હવે આગળ સમજાવે છે–
एवमेव न कालात्ययापदिष्टोऽपि । तथाहि अस्य स्वरूपं कालात्ययापदिष्टः कालातीत इति, हेतोः प्रयोगकालः प्रत्यक्षागमानुपहतपक्षपरिग्रहसमयस्तमतीत्य प्रयुज्य - मानः प्रत्यक्षागमबाधिते विषये वर्तमानः कालात्ययापदिष्टो भवतीति । अयं चाकिंञ्चित्करदूषणेनैव दूषितोऽवसेयः ॥
આ જ પ્રમાણે “કાલાત્યયાપદિષ્ટ” હેત્વાભાસ પણ આવશ્યક નથી એમ જાણવું. કારણ કે તેનું સ્વરૂપ કાલાત્યયાપદિષ્ટ એટલે કે કાલાતીત અર્થાત્ કાલને ઓળંગીને જે પ્રયોગ કરાય તે કાલાત્યયાપદિષ્ટ કહેવાય છે. જ્યારે જ્યારે સાધ્ય સાધવા માટે હેતુનો પ્રયોગ કરતા હોઇએ. ત્યારે ત્યારે તે પ્રયોગવાળો કાળ કેવો હોવો જોઇએ ? તો કહે કે પ્રત્યક્ષ પ્રમાણ અને આગમ પ્રમાણવડે અખંડિત એવા પક્ષને સમજાવનારો કાળ તે પ્રયોગકાળ હોવો જોઇએ.
તેને બદલે તેવા કાળને ઓળંગીને પ્રયોગ કરાતો એટલે કે પ્રત્યક્ષ અને આગમવડે બાધિત (ખંડિત) એવા વિષયવાળા પક્ષમાં વર્તતો જે હેતુ તે હેતુ કાલાત્યયાપદિષ્ટ થાય છે. જેમકે વહ્નિઃ અનુાઃ દ્રવ્યત્ત્તાત્-વૃદ્ધિ શીતળ નથી, પરંતુ ઉષ્ણ જ છે. આ વાત સ્પાર્શનપ્રત્યક્ષથી જગત્પ્રસિદ્ધ છે. છતાં તેવા પ્રકારના પ્રત્યક્ષથી સિદ્ધસ્વરૂપને ઓળંગીને વહ્નિમાં અનુષ્યતા સાધવા માટે પ્રયોગ કરાતો આ હેતુ બાધિત બને છે. એવી જ રીતે ‘“સાધૂનાં રત્નનીમોનનું ર્તવ્ય મોનના ''. આ આગમબાધિત પક્ષમાં પ્રયોગ કરાતો હેતુ છે માટે બાધિત છે. આવા પ્રકારના બધા જ બાધિત (કાલાત્યયાપદિષ્ટ) હેતુઓ હમણાં જ સમજાવેલા ‘િિશ્ચત' નામના હેતુના દૂષણવડે દૂષિત જ છે. એમ જાણવું. આવા હેતુઓ સાધ્યની સિદ્ધિમાં કંઇ કામ કરતા નથી. प्रकरणसमोऽप्यप्रकटनीय एव । अस्य हि लक्षणं यस्मात् प्रकरणचिन्ता स
..
૧૭
Page #147
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
निर्णयार्थमपदिष्टः प्रकरणसमः इति । यस्मात् प्रकरणस्य पक्षप्रतिपक्षयोश्चिन्ता विमर्शात्मिका प्रवर्तते । कस्माच्चासौ प्रवर्तते ? विशेषानुपलम्भात् स एव विशेषानुपलम्भो यदा निर्णयार्थमपदिश्यते तदा प्रकरणमनतिवर्तमानत्वात् प्रकरणसमो भवति, प्रकरणे पक्षे प्रतिपक्षे च समस्तुल्य इति । यथा अनित्यः शब्दो नित्यधर्मानुपलब्धेरित्येकेनोक्ते, द्वितीय आह यद्यनेन प्रकारेणानित्यत्वं साध्यते, तर्हि नित्यतासिद्धिरप्यस्तु, अन्यतरानुपलब्धेस्तत्रापि सद्भावात् । तथाहि - नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरिति ॥
૧૩૦
“પ્રકરણસમ” નામનો પણ એક હેત્વાભાસ કે જેનું બીજું નામ સત્પ્રતિપક્ષ છે. તે પણ માનવા જેવો નથી. કારણકે તેનું લક્ષણ આ પ્રમાણે છે જે હેતુથી પ્રકરણની ચિંતા પ્રવર્તે, તે હેતુ વસ્તુતત્ત્વનો નિર્ણય કરવા-કરાવવામાં અપવિષ્ટઃ-વિચારાય, પણ નિર્ણય માટે જે અસમર્થ છે. તુચ્છ છે. તેથી તે હેતુને પ્રકરણસમ કહેવાય છે. સારાંશ કે જે હેતુથી ચાલુ પ્રકરણના પક્ષની અને પ્રતિપક્ષની વિચારણાત્મક ચિંતા પ્રવર્તે તે હેતુ પ્રકરણસમ. પક્ષ સાચો છે? કે પ્રતિપક્ષ સાચો છે? આવી ચિંતા જ્યાં પ્રવર્તે તે હેતુ પ્રકરણસમ જાણવો.
સ્માાસૌ પ્રવર્તતે આ ચિંતા કેમ પ્રવર્તતી હશે ? એવી શંકા થાય. તેનો ઉત્તર એ છે કે વિશેષાનુપત્નમાત્-જે પક્ષની સિદ્ધિમાં અને પ્રતિપક્ષની સિદ્ધિમાં કોઇ વિશેષતા ન દેખાતી હોય તેથી આ શંકા બળવાન બને છે. જ્યારે નિર્ણય માટે વિચાર કરાય ત્યારે પક્ષનું પ્રકરણ અને પ્રતિપક્ષનું પ્રકરણ એક સરખું સમાન જણાતું હોવાથી તે બન્નેમાં રહેલો તે જ વિશેષાનુપલંભ ચાલુ પ્રકરણનું ઉલ્લંઘન કરનાર ન હોવાથી, તેમાં જ જીવ અટવાયા કરતો હોવાથી “પ્રકરણસમ” હેત્વાભાસ કહેવાય છે. કારણકે જ્યારે પક્ષાત્મક પ્રકરણ તરફ દૃષ્ટિ કરે ત્યારે પણ અને જ્યારે પ્રતિપક્ષાત્મક પ્રકરણ તરફ દૃષ્ટિ કરે ત્યારે પણ સમાનતા જ જણાય છે. તેથી તે પ્રકરણસમ કહેવાય છે જેમકે
શબ્દઃ અનિત્ય: નિત્યધર્માનુપનઘ્યેઃ શબ્દ એ નિત્ય છે. નિત્યના જે ધર્મો અનાદિ-અનંતતા, અનુત્પત્તિ-અવિનાશક્તા ઇત્યાદિ દેખાતા ન હોવાથી. આ પ્રમાણે એક વાદી શબ્દને અનિત્ય સિદ્ધ કરવા માટે ઉપરોક્ત પ્રકરણ રજા કરે. તેટલામાં આ વાત સાંભળીને બીજો વાદી કહે છે કે– જો આ પ્રકાર વડે શબ્દનું અનિત્યપણું સધાતું હોય (અર્થાત્ સિદ્ધ કરી શકાતું હોય) તો તેવી જ રીતે નિત્યતાની પણ સિદ્ધિ હો. (અમને પણ આવું બોલતાં અને જોડતાં આવડે છે કે) શદ્ધુ: નિત્ય: અનિત્યધર્માનુપત્નઘ્યે: શબ્દ એ નિત્ય છે. કારણકે અનિત્યના જે ધર્મો ઉત્પત્તિ-વિનાશવાળાપણું. સાદિ-સાન્તપણું તે જણાતું નથી. કારણકે આકાશ નિત્ય છે. તેથી તેનો ગુણ પણ સદા છે જ. અર્થાત્ નિત્ય
Page #148
--------------------------------------------------------------------------
________________
૨નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૧૭
૧ ૩૧
જ છે. આ પ્રમાણે શબ્દમાં નિત્યતાની સિદ્ધિ કરવામાં અન્યતરાનુપલબ્ધ (બીજાના ધર્મોની અનુપલબ્ધિ) તે શબ્દમાં પણ જણાય જ છે. આ પ્રમાણે આ બન્ને અનુમાનોમાં પ્રથમ પક્ષમાં અને બીજા પ્રતિપક્ષમાં સમાન યુક્તિઓ હોવાથી કયો પક્ષ સાચો ? તેની વિચારણા-ચિંતા સરખી જ પ્રવર્તે છે. માટે આ “પ્રકરણસમ” નામનો પણ એક જુદો હેત્વાભાસ છે. તે તમારે કહેવો જોઈએ. તો કેમ કહ્યો નથી ?
अयं चानुपपन्नः, यतो यदि नित्यधर्मानुपलब्धिनिश्चिता, तदा कथमतो नानित्यत्वसिद्धिः? अथानिश्चिता, तर्हि संदिग्धासिद्धतैव दोषः । अथ योग्यायोग्यविशेषणमपास्य नित्यधर्माणामनुपलब्धिमानं निश्चितमेव तत्तर्हि व्यभिचार्येव । प्रतिवादिनश्चासौ नित्यधर्मानुपलब्धिः स्वरूपासिदैव नित्यधर्मोपलब्धेस्तत्रास्य सिद्धेः । एवमनित्यधर्मानुपलब्धिरपि परीक्षणीया, इति सिद्धं त्रय एव हेत्वाभासः (नातिरिक्ताः) ॥६-५७॥
અર્થ આ પ્રકરણસમ હેત્વાભાસ પણ નાનુપપ: યુક્તિપૂર્વકનો નથી. માનવાની જરૂર નથી. કારણકે શબ્દ નામના પક્ષમાં અનિત્યતા સિદ્ધ કરવા માટે મૂકાયેલી નિત્ય ધર્મની અનુપલબ્ધિ જો ખરેખર નિશ્ચિત જ હોય, સાચી જ હોય તો હેતુ સાચો-યથાર્થ હોવાથી તેનાથી અનિયત્વની સિદ્ધિ કેમ ન થાય? અને જો નિત્ય ધર્મની અનુપલબ્ધિ અનિશ્ચિત હોય તો તે હેતુની પક્ષમાં શંકાશીલતા હોવાથી “સંદિગ્ધાસિદ્ધતા” નામનો જ દોષ લાગે. વધારે ભિન્ન દોષ કલ્પવાની શું જરૂર ?
આ બન્નેમાં યોગ્ય શું ? અને અયોગ્ય શું ? એવી વિશેષ ચર્ચાને છોડીને જોઈએ તો પ્રથમ વાદીએ જે અનુમાન કર્યું છે કે– નિત્ય નિત્યનુપત્નપ્લેઃ આ અનુમાનમાં મૂકેલો “નિત્યથનુપત્નશ્ચિ'' હેતુ વાદીને પોતાને વ્યભિચારી થાય છે. અને પ્રતિવાદીને સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ જ થાય છે. તે આ પ્રમાણે- અનુમાનમાં વાદી વડે રજુ કરાયેલો નિત્ય-ધર્માનુપલબ્ધિ નામનો આ હેતુ જો પક્ષમાં (શબ્દમાં) નિશ્ચિત જ હોય. તો નિત્યતાના ધર્મો કોઈને પણ ન જ દેખાવા જોઈએ. જેમ પર્વતમાં વાદીએ જોએલો ધૂમ એ જો નિશ્ચિત ધૂમ જ હોય (વાદીને જો ભ્રમ થયો ન હોય) તો પ્રતિવાદી આદિ સમસ્ત જીવોને તે ધૂમ જ દેખાવો જોઇએ. આ ધૂમસ છે. એમ કોઈને પણ ન દેખાવું જોઈએ. પરંતુ જો બીજા લોકોને આ ધૂમસ છે, એમ દેખાતું હોય તો વાદીને થયેલું ધૂમનું જ્ઞાન ભ્રમાત્મક છે. એમ નક્કી થાય છે. તે જ રીતે અહીં વાદીને થયેલ નિત્ય-ધર્માનુપલબ્ધિ હેતુ જો નિશ્ચિત જ હોય (સંપૂર્ણ સાચી જ હોય) તો પ્રતિવાદી આદિને પણ નિત્ય-ધર્મની ઉપલબ્ધિ ન થવી જોઇએ. અનુપલબ્ધિ જ થવી જોઈએ. પરંતુ પ્રતિવાદીને તો નિત્ય-ધર્મોની ઉપલબ્ધિ થાય છે. તેથી શબ્દ નિત્ય હોઈ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પરિચ્છેદ ૬-૫૮
રત્નાકરાવતારિકા ભાગ-૩ શકે છે. અને વાદી અનિત્ય તરીકે સાધે છે. તેથી તેણે રજુ કરેલો નિત્ય-ધર્માનુપલબ્ધિ હેતુ, પ્રતિવાદીએ નિત્ય માનેલા એવા શબ્દમાં વાદીને તે હેતુ વર્તતો દેખાય છે. સાધ્યાભાવ =અનિયાભાવ (વિપક્ષ)માં હોઈ શકે છે. માટે વાદીનો હેતુ વ્યભિચારી જ થાય છે. અને તે જ હેતુ પ્રતિવાદીને સ્વરૂપાસિદ્ધ છે. કારણકે પ્રતિવાદીની દૃષ્ટિએ
શબ્દ” નામના પક્ષમાં નિત્ય-ધર્મોની અનુપલબ્ધિ આવા પ્રકારનો વાદીએ કહેલો હેતુ ઘટતો નથી. કારણકે નિત્યપત્નશ્વેતંત્રી સિદ્ધ તેની દૃષ્ટિએ તો શબ્દ નામના પક્ષમાં નિત્ય-ધર્મની ઉપલબ્ધિ જ વિદ્યમાન છે. તેથી શબ્દમાં અનિત્ય ધર્મની અનુપલબ્ધિ છે. એટલે “નિત્ય-ધર્માનુપલબ્ધિ” હેતુ પક્ષમાં ન ઘટવાથી સ્વરૂપાસિદ્ધ થશે. આ રીતે આ હેતુ કાં તો વ્યભિચારીમાં અથવા સ્વરૂપાસિદ્ધમાં અંતર્ગત થાય છે. માટે “પ્રકરણસમ” માનવાની જરૂર નથી.
આ જ પ્રમાણે પ્રતિવાદી દ્વારા જે અનુમાન રજુ કરાયું છે. કે શબ્દઃ નિત્યઃ મનથનુપતળે. અહીં જે અનિત્ય-ધર્માનુપલબ્ધિ હેતુ કહ્યો છે તે પણ જો નિશ્ચિત જ છે તો શબ્દમાં નિત્યત્વ સિદ્ધ થશે જ. અને હેતુ સમ્યહેતુ જ બનશે. અને જો અનિશ્ચિત હશે તો સંશયાસ્પદ થવાથી સંદિગ્ધાસિદ્ધ થશે. ઇત્યાદિ ચર્ચા દ્વારા પ્રથમની જેમ આ હેતુ પણ પરીક્ષા કરવા યોગ્ય છે. આ રીતે વિચારતાં અકિચિત્કર, બાધિત (કાલાત્યયાપદિષ્ટ) અને પ્રકરણસમ (સત્યતિપક્ષ) હેત્વાભાસો માનવાની જરૂર નથી. તેથી સિદ્ધ થયું કે અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્તિક એમ ત્રણ જ હેત્વાભાસી છે. ૬-૫૭
अथ दृष्टान्ताभासान् भासयन्तिसाधर्म्यण दृष्टान्ताभासो नवप्रकारः ॥६-५८॥
હવે દૃષ્ટાન્તાભાસ જણાવે છે. “સાધર્મ્સ દ્વારા થનારા દૃષ્ટાન્તાભાસ નવા પ્રકારે હોય છે. ૬-૫૮
दृष्टान्तो हि प्राग द्विप्रकारः प्रोक्तः । साधर्म्यण वैधhण च । ततस्तदाभासोऽपि तथैव वाच्य इति साधर्म्यदृष्टान्ताभासस्तावत्प्रकारतो दर्शितः ॥६-५८॥
દૃષ્ટાન્ત બે પ્રકારનાં હોય છે એક સાધર્મવાળું અને બીજાં વૈધર્મવાળું એવું પૂર્વે (પરિચ્છેદ-૩ સૂત્ર ૪૩ થી ૪૮)માં કહ્યું છે. તેથી તદાભાસ (દૃષ્ટાન્તાભાસ) પણ તર્થવ તેમજ છે. અર્થાત્ બે જ પ્રકારે કહેવાય છે. ત્યાં પ્રથમ સાધર્મે દૃષ્ટાન્નાભાસ નવ પ્રકારે છે. // ૬-૫૯
Page #150
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ परिच्छे ६-५८, ६०, ६१,६२
प्रकारानेव कीर्तयन्ति
साध्यधर्मविकलः साधनधर्मविकलः उभयधर्मविकलः सन्दिग्धसाध्यधर्मा, सन्दिग्धसाधनधर्मा सन्दिग्धोभयधर्मा अनन्वयोप्रदर्शितान्वयो विपरीतान्वयश्चेति ॥ ६-५९॥
સાધર્મી દૃષ્ટાન્તાભાસના નવ ભેદો જણાવે છે. સાધ્ય ધર્મવિકલ, સાધનધર્મવિકલ, ઉભયધર્મવિકલ, સન્દિસાધ્યધર્મા સન્દિગ્ધસાધનધર્મા, સન્દિગ્ધોભયધર્મા, અનન્વય, અપ્રદર્શિતાન્વય અને વિપરીતાન્વય એમ નવ પ્રકારે છે. II ૬-૫૯॥ इतिशब्दः प्रकारपरिसमाप्तौ एतावन्त एव साधर्म्यदृष्टान्ताभासप्रकारा इत्यर्थः ॥ ६-५९॥
મૂલસૂત્રમાં અંતે લખેલો કૃતિ એવો શબ્દ દૃષ્ટાન્તાભાસના પ્રકારોની સમાપ્તિ સૂચક छे. आरसा ४ (नव४) प्रहारो साधर्म्य द्वारा थनारा दृष्टान्ताभासना छे. ॥ ६-८ ॥ क्रमेणामून् उदाहरन्ति -
१३३
तत्रापौरुषेयः शब्दोऽमूर्तत्वाद् दुःखवदिति साधर्म्यधर्मविकलः । ६-६०। तस्यामेव प्रतज्ञायां तस्मिन्नेव हेतौ परमाणुवदिति साधनधर्मविकलः ॥६-६१॥
कलशवदित्युभयविकलः ॥६-६२ ॥
અનુક્રમે આ નવે ઉદાહરણો સમજાવે છે. ત્યાં શબ્દ એ અપૌરુષેય છે. અમૂર્ત होवाथी, हुःजनी प्रेम. मा साध्यधर्मनी विश्वतापानुं प्रथम उहाहरण छे. ॥६-६०॥ તેની તે જ પ્રતિજ્ઞામાં, તેના તે જ હેતુમાં, પરમાણુની જેમ. આવું ઉદાહરણ ते साधनधर्मनी विलतानुं जीभुं उधाहरण छे. ॥६-६१॥
કળશની જેમ. આવું ઉદાહરણ તે
તેની તે જ પ્રતિજ્ઞામાં, તેના તે જ હેતુમાં ઉભયવિકલતાનું ત્રીજું ઉદાહરણ છે. II૬-૬૨ા
पुरुषव्यापाराभावे दुःखानुत्पादेन दुःखस्य पौरुषेयत्वात्, तत्रापौरुषेयत्वसाध्यस्यावृत्तेरयं साध्यधर्मविकल इति ॥६-६०॥
परमाणौ हि साध्यधर्मोऽपौरुषेयत्वमस्ति साधनधर्मस्त्वमूर्तत्वं नास्ति, मूर्तत्त्वात् परमाणोः ॥६-६१॥
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પરિચ્છેદ ૬-૬૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव च हेतौ कलशदृष्टान्तस्य पौरुषेयत्वान्मूर्तत्वाच्च साध्यसाधनोभयधर्मविकलता ॥६-६२॥
હવે નવે પ્રકારના દૃષ્ટાન્નાભાસનાં ક્રમશઃ ઉદાહરણો આપે છે. (૧) : ગરુપેય: અમૂર્તસ્વીત્ દુઃર્વવત્ અહી અન્વય વ્યાપ્તિમાં જે જે અમૂર્ત હોય તે તે પુરુષવડે કરાયેલું ન હોય, જેમકે આકાશ. એમ આકાશનું ઉદાહરણ આપ્યું હોત તો દૃષ્ટાન્નાભાસ દોષ લાગત નહીં. પરંતુ અહીં દુઃખનું ઉદાહરણ આપેલું છે. દુઃખ એ કોઈને કોઈ પુરુષવડે કરાયેલું છે. મૂર્તાિ તરીકે પોતાના આત્માએ જ દુઃખપ્રાપ્તિનું પૂર્વભવોમાં કર્મ બાંધેલું છે. જેના ઉદયથી દુઃખ આવ્યું છે. તેથી સ્વકતૃક છે. અને વ્યવહારનયથી દુઃખ આપવામાં નિમિત્ત થનાર પરપુરુષ તરફથી આવેલા શસ્ત્રાદિથી દુઃખ આવેલું છે, તેથી પરકતૃક છે. પરંતુ અથવા પર એવા પુરુષવડે કરાયેલું હોવાથી પૌરુષેય છે. જો સ્વ અથવા પર એવા પુરુષના વ્યાપારનો અભાવ હોત તો દુઃખની જ અનુત્પત્તિ હોવાના કારણે દુઃખ એ પૌરુષેય છે. તેથી તે ઉદાહરણમાં “ગણેયત્વ' નામના સાધ્યની અવૃત્તિ હોવાથી આ દૃષ્ટાત સાધ્યધર્મથી વિક્લ (રહિત) થયું.
જો કે આ સાધર્મના દૃષ્ટાન્નાભાસ ચાલે છે. એટલે વૈધર્મનાં દૃષ્ટાતો વિચારવાં તે અપ્રાસંગિક છે. પરંતુ જાણવા પૂરતું વિચારવું હોય તો જ્યાં જ્યાં અપૌરુષેય ન હોય (અર્થાત્ પરુષેય હોય) તે તે અમૂર્ત ન હોય (મૂર્ત હોય) જેમકે ઘટ-પટ. આ વ્યતિરેક વ્યાપ્તિ તથા તેનું ઉદાહરણ થયું. | ૬-૬oll
(૨) શબ્દ મૌરુષેય અમૂર્તત્વાન્ પરમાણુવત્ આવું અનુમાન કરવામાં આવે તો અહીં આપેલું આ પરમાણુનું દૃષ્ટાન્ત સાધનધર્મવિકલ છે. કારણકે “પરમાણુમાં” સાધ્યધર્મ જે અપૌરુષેયપણું છે તે સંભવે છે. પરમાણુ અનાદિ નિત્ય હોવાથી કોઇપણ પુરુષ વડે કરાયેલો નથી, પરંતુ સાધન ધર્મ જે “અમૂર્તત્વ” છે, તે તેનામાં નથી. કારણકે- પરમાણુ અમૂર્ત નથી પરંતુ મૂર્તિ છે. “મૂર્તિનો અર્થ જૈન દર્શનકાર પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાપણું, તે તેનામાં છે. અને નૈયાયિકાદિ દર્શનકારો પ્રમાણે મૂર્તત્વ દિવ=મૂર્તત્વ એટલે ગમનાગમનાદિ ક્રિયાવાળાપણું. તે પણ પરમાણમાં છે. જો મૂર્તત્વનો અર્થ વાક્ષુષત્વ હોત તો પરમાણુમાં અમૂર્તત્વ છે એમ કહેવાત. પરંતુ મૂર્તત્વનો અર્થ વળતિમત્ત્વ અથવા જ્યિાવિત્ત્વ છે. તે પરમાણુમાં સંભવે છે. આ પ્રમાણે પ્રથમ અનુમાનમાં કરેલી જે પ્રતિજ્ઞા, અને જે હેતુ છે તે જ પ્રતિજ્ઞા અને તે જ હેતુ હોતે છતે “પરમાણુ''નું દૃષ્ટાન્ત એ સાધનધર્મવિકલ નામના બીજા દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. ૬-૬ ૧||
Page #152
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૬૩,૬૪,૬પ
૧ ૩૫ (૩) દ્રિ મોપેડ નમૂર્તત્વ નવત્ (પટેવ) ઉપરના સૂત્રોમાં કહેલી તેની તે જ પ્રતિજ્ઞામાં અને તેનો તે જ હેતુ હોતે છતે નાનું (એટલે ઘટનું) દૃષ્ટાન આપવું તે ઉભય વિકલનું ઉદાહરણ જાણવું. કારણકે ક્લશ એ પુરુષવડે કરાયેલો પણ છે અને વર્ણાદિમાનું તથા ગતિક્રિયાવાનું હોવાથી મૂર્તિ છે. તેથી અપૌરુષેત્યવ એવું સાધ્ય અને અમૂર્તત્વ એવો હેતુ એમ બન્ને તેમાં ઘટતું નથી તેથી મવિલન એવા ત્રીજા દૃષ્ટાન્નાભાસનું તે ઉદાહરણ છે. ૬-૬રા/ रागादिमानयं वक्तृत्वात् देवदत्तवदिति सन्दिग्धसाध्यधर्मा॥६-६३॥ मरणधर्माऽयं रागादिमत्त्वात् मैत्रवदिति सन्दिग्धसाधनधर्मा॥६-६४॥ नायं सर्वदर्शी रागादिमत्त्वात् मुनिविशेषवदिति सन्दिग्धोभयधर्मा ।६-६५।
સૂત્રાર્થ- આ પુરુષ રાગાદિવાળો છે. વક્તા હોવાથી, દેવદત્તની જેમ, તથા આ પુરુષ મૃત્યુ પામવાના ધર્મવાળો છે. રાગાદિવાળો છે માટે, મૈત્રની જેમ. તથા આ પુરુષ સર્વદર્શી છે. કારણકે રાગાદિ દોષોવાળો છે માટે, સાધુની જેમ. આ ત્રણે દૃષ્ટાન્તોમાંનું એક એક અનુક્રમે સદિગ્ધસાધ્ય ધર્મવાળું, સદિગ્ધસાધન ધર્મવાળું અને સદિગ્ધ ઉભયધર્મવાળું છે. અનુક્રમે તે ત્રણ દૃષ્ટાન્તાભાસ જાણવા. II ૬-૬૩, ૬૪, ૬પી
टीका-देवदत्ते हि रागादयः सदसत्त्वाभ्यां सन्दिग्धाः परचेतोविकाराणां परोक्षत्वाद् रागाद्यव्यभिचारिलिङ्गादर्शनाच्च ॥६-६३॥
मैत्रे हि साधनधर्मो रागादिमत्त्वाख्यः सन्दिग्धः ॥६-६४॥
मुनिविशेषे सर्वदर्शित्व-रागादिमत्त्वाख्यौ साध्यसाधनधर्मों सन्दिह्येते, तदव्यभिचारिलिङ्गादर्शनात् ॥६-६५॥
વિવેચન–દષ્ટાન્નાભાસનાં પ્રથમના ત્રણ ભેદનાં ઉદાહરણો જણાવીને હવે ૪-૫૬ એમ ત્રણ ઉદાહરણો સમજાવે છે.
(૪) ૩ (પુરુષ), વિમાન, વવવૃત્વત્ તેવદ્રત્તવઃ આ પુરુષ રાગ-દ્વેષ આદિ દોષોવાળો છે. વક્તા હોવાથી, દેવદત્તની જેમ. આ ઉદાહરણમાં જે દેવદત્ત છે. તેમાં રાગ-દ્વેષ આદિ દોષો હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એમ સર પણ વડે અને સન પણા વડે શંકાશીલ છે. કેમકે રાગાદિ દોષો “છે જ” એમ સર પણ ન કહી શકાય અને “નથી જ' એમ પણ ન કહી શકાય, માટે સન્દિધુ છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પરિચ્છેદ ૬-૬૬,૬૭,૬૮
રત્નાકરાવતારિકા ભાગ-૩
કારણકે પર પુરુષના ચિત્તમાં રહેલા વિકારો સાક્ષાત્ ચક્ષુર્ગોચરાદિ પ્રત્યક્ષનો વિષય નથી પરંતુ પરોક્ષ છે. તથા તે દેવદત્તમાં રાગાદિ છે જ એવું સિદ્ધ કરનારાં અવ્યભિચારી ચિહ્નો કોઈ દેખાતાં નથી. આ બે કારણોથી રાગાદિનું હોવાપણું અને ન હોવાપણું શંકાશીલ છે. પરંતુ વવતૃત્વ નામનો હેતુ ચક્ષુર્ગોચર તથા શ્રવણગોચર હોવાથી છે જ. આ પ્રમાણે આ દૃષ્ટાન્તમાં સાધ્યધર્મની માત્ર શંકા છે. તેથી તે સદિગ્ધસાધ્યધર્મા એવું ચોથા દૃષ્ટાન્તાભાસનું ઉદાહરણ જાણવું. . ૬-૬૩
(૫) ૩યં (પુરુષ), મUTથમ, રાતિમત્તાત્ મૈત્રવત્ આ ઉદાહરણમાં મૈત્રમાં મરણધર્મ નામનું સાધ્ય નિશ્ચિત જ છે. પરંતુ રાતિપર્વ નામનો સાધનધર્મ પરોક્ષ હોવાથી પરચિત્તવૃત્તિ જાણી શકાય તેમ ન હોવાથી અને રાગાદિને જણાવનારાં બાહ્ય કોઈ પ્રતિકો ન હોવાથી સંદેહાત્મક છે. આ સદિગ્ધસાધન ધર્મવાળું પાંચમું દૃષ્ટાન્તાભાસ છે.
(૬) ગર્વ (પુરુષ), સર્વ ર, ક્વિાન્ વિશેષ અહીં ઉદાહરણ રૂપે મુકાયેલા “કોઈ મુનિવિશેષ” સર્વજ્ઞ અને સર્વદર્શી નથી. એમ જે કહ્યું તે સર્વજ્ઞત્વ કે સર્વદર્શિત્વ નામનું સાધ્ય તથા રાગાદિમત્ત્વ નામનો હેતુ આ બન્ને સાધ્ય-સાધન ધર્મો તે મુનિ વિશેષમાં શંકાશીલ છે. કારણકે જ્ઞાન-દર્શનાદિ ગુણો અને રાગ-દ્વેષાદિ દોષો પરોક્ષ છે. તથા તેને જણાવનારાં અવ્યભિચારી લિંગો જણાતાં નથી. તેથી આ સાધ્ય-સાધન એમ ઉભયના સંદેહવાળું સંદિગ્ધોભયધર્મા નામનું છઠું દૃષ્ટાન્નાભાસ જાણવું. // ૬-૬પી रागादिमान् विवक्षितः पुरुषो वक्तृत्वादिष्टपुरुषवदित्यनन्वयः।६-६६। अनित्यः शब्दः कृतकत्वात् पटवदित्यप्रदर्शितान्वयः ॥६-६७॥ अनित्यः शब्दः कृतकत्वात् , यदनित्यं तत् कृतकं घटवदिति विपरीतान्वयः ॥६-६८॥
સૂત્રાર્થ-વિવક્ષિત પુરુષ રાગાદિ દોષોવાળો છે. વક્તા છે માટે, ઇષ્ટ એવા અન્યપુરુષની જેમ. તથા શબ્દ એ અનિત્ય છે. કૃતક (કૃત્રિમ) છે માટે, પટની જેમ. તથા શબ્દ એ અનિત્ય છે. કૃત્રિમ હોવાથી. જે જે અનિત્ય હોય છે તે તે કુતક (કૃત્રિમ) હોય છે. જેમકે ઘટ, આ ત્રણે ઉદાહરણો અનુક્રમે અનન્વય, અપ્રદર્શિતાન્વય અને વિપરીતાન્વય સ્વરૂપે દૃષ્ટાન્નાભાસનાં ૭-૮-૯ એમ ત્રણ ઉદાહરણો જાણવાં. II ૬-૬૭, ૬૭, ૬૮
Page #154
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવાતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૬૮
૧૩૭ टीका-यद्यपीष्टपुरुषे रागादिमत्त्वं च वक्तृत्वं च साध्यसाधनधर्मों दृष्टौ, तथापि यो यो वक्ता स स रागादिमानिति व्याप्त्यसिद्धेरनन्वयत्वम् ॥६-६६॥
अत्र यद्यपि वास्तवोऽन्वयोऽस्ति तथापि वादिना वचनेन न प्रकाशित इत्यप्रदर्शितान्वयत्वम् । यद्यप्यन्यत्र वस्तुनिष्ठो न कश्चिद्दोषस्तथापि परार्थानुमाने वचनगुणदोषानुसारेण वक्तृगुणदोषौ परीक्षणीयाविति भवत्यस्य वाचनिकं दुष्टत्वम् । एवं विपरीतान्वयाप्रदर्शितव्यतिरेकविपरीतव्यतिरेकेष्वपि द्रष्टव्यम् ॥६-६७॥
प्रसिद्धानुवादेन ह्यप्रसिद्ध विधेयम् । प्रसिद्धं चात्र कृतकत्वं हेतुत्वेनोपादानात्, अप्रसिद्धं त्वनित्यत्वं साध्यत्वेन निर्देशात् । इति प्रसिद्धस्य कृतकस्यैवानुवादसर्वनाम्ना यच्छब्देन निर्देशो युक्तः, न पुनरप्रसिद्धस्यानित्यत्वस्य, अनित्यत्वस्यैव च विधिसर्वनाम्ना तच्छब्देन परामर्श उपपन्नो, न तु कृतकत्वस्य ॥६-६८॥
વિવેચન– (૭) જે વિવક્ષિત ઇષ્ટ પુરુષ (દૃષ્ટાના રૂપે) કહેલ છે. તેવા પુરુષમાં જો કે “રાગાદિવાળાપણું” એવું સાધ્ય, અને “વક્તાપણું” એ સાધન એમ બન્ને સાધ્ય-સાધન ધર્મો જોએલા છે. અર્થાત્ છે જ. તો પણ જે જે વક્તા હોય તે તે સર્વ રાગાદિવાળા જ હોય એવો નિયમ નથી. એટલે કે વકતૃત્વસાધનની સાથે રાગાદિમત્ત્વ સાધ્ય વ્યાપકપણે વર્તતું હોય, એવી વ્યાપ્તિ થતી નથી. આ પ્રમાણે વ્યાપ્તિની અસિદ્ધિ હોવાથી અન્વયવ્યાપ્તિ ઘટતી નથી. તેથી “અનન્વય” નામનું આ સાતમું ઉદાહરણ જાણવું. / ૬-૬૬ll
(૮) શબ્દઃ નિત્ય: તત્વ ધવત્ આ અનુમાનમાં સાધન અને સાધ્યની અન્વયવ્યાપ્તિ બરાબર જ છે. જે જે કૃતક હોય છે. તે તે તમામ વસ્તુઓ અનિત્ય જ હોય છે. એમ અવયવ્યાપ્તિ વાસ્તવિકપણે છે જ. કોઈ દોષ નથી. તો પણ આવા પ્રકારનું અનુમાન રજા કરનાર વાદીએ પોતના સ્વવચન દ્વારા (પોતાના કરાયેલા અનુમાનમાં શબ્દોચ્ચારણ કરવા પૂર્વક આવી વ્યાપ્તિ પ્રકાશિત કરવી જોઇએ. તે પ્રકાશિત કરી નથી. તેથી “અપ્રદર્શિત” અન્વય નામનો આ આઠમો દૃષ્ટાન્નાભાસનો દોષ છે.
જો કે ઘટ-પટ-કટ આદિ અન્ય પદાર્થોમાં કતત્વ અને અનિયત્વનો સાથે રહેવાપણાનો વસ્તુમાં રહેલો કોઈ દોષ નથી. કારણ કે પ્રત્યેક વસ્તુઓમાં આ બન્ને ધર્મો સાથે રહે જ છે. તો પણ પરાર્થાનુમાન રજુ કરવામાં બોલવા યોગ્ય વચનના ગુણદોષને અનુસારે વક્તાના ગુણ-દોષો પરીક્ષા કરવા યોગ્ય હોય છે. તેથી જો વ્યાપ્તિ માટેનો
૧૮
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પરિચ્છેદ ૬-૬૯
રત્નાકરાવતારિકા ભાગ-૩ વચનોચ્ચાર ન કરાય તો તે વચનોમાં શું ગુણ-દોષ છે ? તે જણાય જ નહીં. તેથી વાદીનો આ વાચનિક (વચનસંબંધી) દોષ ગણાય છે. તેથી આ “ઈષ્ટપુરુષ”નું ઉદાહરણ તે અપ્રદર્શિતાન્વય દોષનું ઉદાહરણ જાણવું.
આ જ પ્રમાણે “વિપરીતાન્વય” નામના હવે સૂત્ર-૬૮માં કહેવાતા નવમા અન્વયદેષ્ટાન્તમાં, તથા “અપ્રદર્શિતવ્યતિરેક” અને “વિપરીત વ્યતિરેક” નામના હવે પછી સૂત્ર ૭૮-૭૯માં જણાવાતા વ્યતિરેક દૃષ્ટાન્તના દોષોમાં પણ “વચનસંબંધી દોષો છે” એમ જાણવું. / ૬-૬૭ll
(૯) દ્ધિઃ નિત્યઃ વૃદ્ધત્વાન્ આ અનુમાનમાં જે જે કૃતક હોય છે. તે તે નિયમા અનિત્ય જ હોય છે. આ વ્યાપ્તિ સાચી છે. તેથી અનુમાન પણ સાચું છે. પરંતુ કોઈપણ અનુમાનમાં સાધ્ય સિદ્ધ થયેલું નથી તેથી પ્રસિદ્ધ હોય છે. જ્યારે સાધ્યને સાધનારૂં સાધન સિદ્ધ થયેલું છે. તેથી તે પ્રસિદ્ધ કહેવાય છે. જેમ પર્વતમાં રહેલો વહ્નિ, ખીણમાં હોવાથી અપ્રસિદ્ધ છે. પરંતુ ધૂમ આકાશમાં હોવાથી અને ચક્ષુગોચર હોવાથી પ્રસિદ્ધ છે. આ કારણે પ્રસિદ્ધ એવા ધૂમદ્વારા અપ્રસિદ્ધ એવો વહ્નિ સમજાવાય છે. તેવી રીતે અહીં પણ પ્રસિદ્ધ એવા તત્વ હેતુના અનુવાદ (પ્રથમકથન કરવા) વડે અપ્રસિદ્ધ એવા નિત્યન્દિનું વિધાન (અનિયત્વની સિદ્ધિ) કરવી જોઈએ. કારણકે આ અનુમાનમાં વૃતત્વ એ હેતુ તરીકે ઉપાદાન કરેલ હોવાથી પ્રસિદ્ધ છે અને નિત્યત્વ એ સાધ્ય તરીકે ઉપાદાન કરેલ હોવાથી અપ્રસિદ્ધ છે. આ કારણથી અનુવાદના સૂચક એવા “સત્' સર્વનામ રૂપ શબ્દ દ્વારા પ્રસિદ્ધ એવા કૃતકત્વનો જ ઉલ્લેખ કરવો ઉચિત છે. અને વિધાન સૂચક એવા “ત'' સર્વનામ રૂપ શબ્દ દ્વારા અપ્રસિદ્ધ એવા અનિત્યત્વનો જ ઉલ્લેખ કરવો જોઇએ. પરંતુ વિધિરૂપે કૃતકત્વનો ઉલ્લેખ કરવો ઉચિત નથી. જ્યારે આ અનુમાનમાં જે અન્યય વ્યાપ્તિ વચનોચ્ચાર દ્વારા જણાવી છે. તે “યત્ર યત્ર નિત્ય તત્ર તત્ર તમ્ યથા પર:' એમ વિપરીત પણે જણાવી છે. માટે આ વિપરીતાન્વય નામનો નવમો સાધર્મપણે દૃષ્ટાનતાભાસ જાણવો. આ પ્રમાણે સાધર્મ દ્વારા જણાવાતા નવે દૃષ્ટાન્નાભાસ અહીં સમાપ્ત થાય છે. / ૬-૬૮
अथ वैधर्म्यदृष्टान्ताभासमाहुः, तानेव प्रकारानुद्दिशन्तिवैधhणापि दृष्टान्ताभासो नवधा ॥६-६९॥ असिद्धसाध्यव्यतिरेकोऽसिद्धसाधनव्यतिरेकोऽसिद्धोभयव्यतिरेकः
Page #156
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૬૯ થી ૭૩
सन्दिग्धसाध्यव्यतिरेकः, सन्दिग्धसाधनव्यतिरेकः, सन्दिग्धोभयव्यतिरेकोऽव्यतिरेकोऽप्रदर्शितव्यतिरेको विपरीतव्यतिरेकश्च ॥६-७०॥
હવે વૈધર્મ દ્વારા થનારા દૃષ્ટાન્તભાસ કહે છે. અને અનુક્રમે તે ભેદોને समभवे छे -
સૂત્રાર્થ- વૈધર્મી દ્વારા થનારા દૃષ્ટાન્તાભાસ પણ નવ પ્રકારના છે. તે આ પ્રમાણે છે
(१) असिद्धसाध्यव्यतिरेङ, (२) असिद्धसाधन व्यतिरे5, (3) असिद्धोलयव्यतिरेड, (४) सन्दिग्धसाध्यव्यतिरेड, (प) सन्दिग्धसाधनव्यतिरेड, (६) सन्हिग्धोलयव्यतिरेड, (७) अव्यतिरे5, (८) अप्रहर्शितव्यतिरेऽ, याने (C) विपरीतव्यतिरे5 खेम वैधर्म्य द्वारा नव प्रकारे दृष्टान्तालास भरावो ॥ ६-६७, ७० ॥
આ બન્ને સૂત્રો અત્યન્ત સ્પષ્ટ હોવાથી ટીકા નથી. अथैतान् क्रमेणोदाहरन्ति
૧૩૯
तेषु भ्रान्तमनुमानं प्रमाणत्वात्, यत्पुनः भ्रान्तं न भवति न तत्प्रमाणं, यथा स्वप्नज्ञानमिति असिद्धसाध्यव्यतिरेकः स्वप्नज्ञानात् भ्रान्तत्वस्यानिवृत्तेः ॥६-७१॥
निर्विकल्पकं प्रत्यक्षं प्रमाणत्वाद्, यत् तु सविकल्पकं न तत्प्रमाणं, यथा लैङ्गिकमित्यसिद्धसाधनव्यतिरेको लैङ्गिकात् प्रमाणत्वस्यानिवृत्तेः ॥६-७२॥
नित्यानित्यः शब्दः सत्त्वात्, यस्तु न नित्यानित्यः स न संस्तद्यथा स्तम्भ इत्यसिद्धो भयव्यतिरेकः स्तम्भान्नित्यानित्यत्वस्य सत्त्वस्य चाव्यावृत्तेः ॥६-७३॥
હવે વૈધર્મ દ્વારા થનારાં નવ પ્રકારનાં જે દૃષ્ટાન્તો છે. તેને ક્રમશઃ જણાવે છે.
સૂત્રાર્થ- તે પ્રમાણોમાં અનુમાન એ ભ્રાન્ત છે. પ્રમાણ હોવાથી. અહીં જે જે ભ્રાન્ત ન હોય તે તે પ્રમાણ પણ ન હોય, જેમકે સ્વપ્નજ્ઞાન. આ અસિદ્ધસાધ્યવ્યતિરેક छे. असे स्वप्नज्ञानमांथी भ्रान्तत्वनी निवृत्ति (अभाव) थयेल नयी. ॥ ६-७१॥
Page #157
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૬-૬૯ થી ૭૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
પ્રત્યક્ષજ્ઞાન નિર્વિકલ્પક હોય છે. પ્રમાણ હોવાથી. અહીં જે જે (નિર્વિકલ્પક નથી એટલે કે) સવિકલ્પક છે તે તે પ્રમાણ નથી. જેમકે લૈડ્રિંકજ્ઞાન (અનુમાન પ્રમાણ). આ અસિદ્ધસાધન વ્યતિરેક છે. કારણ કે વૈકિજ્ઞાનમાંથી પ્રમાણત્વની નિવૃત્તિ થયેલી નથી. (અનુમાનમાં પ્રમાણત્વ છે.) ||૬-૦૨
શબ્દ એ નિત્યાનિત્ય પદાર્થ છે. સતઙ્ગ હોવાથી. અહીં જે જે વસ્તુ નિત્યાનિત્ય નથી. તે તે સતર્કી પણ નથી. જેમકે સ્તંભ. આ અસિદ્ધોભયવ્યતિરેક છે. કારણકે સ્તંભમાંથી નિત્યાનિત્ય એવું સાધ્ય, અને સત્ત્વ એવો હેતુ અનિવૃત્તિવાળો છે. II ૬-૩]] ટીા—વ્યક્તમતત્ સૂત્રત્રયત્તિ ૫૬-૭૨, ૭૨, ૭૩॥
૧૪૦
વિવેચન– આ ત્રણે સૂત્રો ઉપર ટીકા નથી. કારણકે ત્રણે પણ સૂત્રો સરળ છે. સમજાઇ જાય તેમ છે. છતાં સંક્ષિપ્ત વિવેચન આ પ્રમાણે
પ્રત્યક્ષાદિ ચારે પ્રમાણોમાં જે અનુમાન પ્રમાણ છે, તે ભ્રાન્ત છે. કારણકે તે પ્રમાણ છે, અનુમાનં પ્રાન્ત પ્રમાળત્વાત્, આ વૈધર્મનાં ઉદાહરણો ચાલે છે. એટલે વ્યતિરેક વ્યાપ્તિ જ માત્ર જણાવાય છે. યત્ યત્ વ્રાનં 7 મતિ તત્ તત્ પ્રમાળપ ન મતિ આ વ્યતિરેક વ્યાપ્તિ છે. જેમકે સ્વપ્નજ્ઞાનમ્ આ વ્યતિરેક ઉદાહરણ છે. આ વ્યતિરેક ઉદાહરણમાંન્તામાવ સ્વરૂપ સાધ્યનો અભાવ ઘટતો નથી. કારણકે સ્વપ્નજ્ઞાન ભ્રાન્ત જ હોવાથી તેમાં ભ્રાન્તત્વનો અભાવ (નિવૃત્તિ) સિદ્ધ નથી. તેથી “અસિદ્ધસાધ્યવ્યતિરેકનું આ ઉદાહરણ છે. ॥ ૬-૭૧॥
‘‘પ્રત્યક્ષ નિર્વિવત્વ પ્રમાળાત્” “આ અનુમાનમાં” જે જે નિર્વિકલ્પક હોતું નથી (અર્થાત્ સવિકલ્પક હોય છે) તે તે પ્રમાણ હોતું નથી. જેમકે “અનુમાનજ્ઞાન” આ ઉદાહરણમાં નિર્વિકલ્પકાભાવ એટલે સાધ્યાભાવ છે. પરંતુ પ્રમાણાભાવ સ્વરૂપ સાધનાભાવ નથી. કારણકે અનુમાનજ્ઞાન પ્રમાણરૂપ છે. તેથી અનુમાનજ્ઞાનમાં પ્રમાણપણાની નિવૃત્તિ થયેલી નથી. પ્રમાણાત્મક છે. આ રીતે આ ઉદાહરણ અસિદ્ધસાધનવ્યતિરેક નામના બીજા વૈધર્મનું ઉદાહરણ થયું. ॥૬-૭૨॥
44
‘શબ્દઃ નિત્યાનિત્વ: સત્ત્વત્'' આ અનુમાનમાં જે જે નિત્યાનિત્ય હોતું નથી તે તે સત્ પણ હોતું નથી, જેમકે (થાંભલો). આ સ્તંભ ઉદાહરણમાં નિત્યાનિત્યનો અભાવ (એટલે કે સાધ્યાભાવ) તથા સત્ત્વનો અભાવ (એટલે કે હેતુનો અભાવ) એમ બન્નેની વ્યાવૃત્તિ છે. એટલે કે નિત્યાનિત્યાભાવ અને સત્ત્વાભાવ ઘટતો નથી. કારણકે સ્તંભમાંથી નિત્યાનિત્ય સાધ્ય અને સત્ત્વરૂપ સાધન અવ્યાવૃત્તિરૂપ છે. જો આ
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪ ૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૭૪ થી ૩૬ સાધ્ય અને સાધનની વ્યાવૃત્તિ થઈ હોય તો સાધ્યાભાવ અને સાધનાભાવ સંભવે, પરંતુ એમ નથી. આ અસિદ્ધભયવ્યતિરેક નામના ત્રીજા વૈધર્મેનું ઉદાહરણ છે. એમ જાણવું. . ૬-૭૩
___ असर्वज्ञोऽ अनाप्तो वा कपिलोऽक्षणिकैकान्तवादित्वाद् , यः सर्वज्ञ आप्तो वा स क्षणिकैकान्तवादी यथा सुगत इति सन्दिग्धसाध्यव्यतिरेकः सुगतेऽसर्वज्ञतानाप्तत्वयोः साध्यधर्मयोावृत्तेः સાત્ એ દ્દ-૭૪
__ अनादेयवचनः कश्चिद् विवक्षितः पुरुषो रागादिमत्त्वाद् , यः पुनरादेयवचन: स वीतरागस्तद्यथा शौद्धोदनिरिति सन्दिग्धसाधनव्यतिरेकः, शौद्धोदनौ रागादिमत्त्वस्य निवृत्तेः संशयात् ॥६-७५॥
न वीतराग: कपिल: करुणास्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात्, यस्तु वीतरागः स करुणास्पदेषु परमकृपया समर्पितनिजपिशितशकलस्तद्यथा तपनबन्धुरिति सन्दिग्धोभयव्यतिरेक इति तपनबन्धौ वीतरागत्वाभावस्य करुणास्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वस्य च व्यावृत्तेः सन्देहात् ॥६-७६ ॥
સૂત્રાર્થ- કપિલબષિ અસર્વજ્ઞ છે. અથવા અનામ છે. કારણ કે અક્ષણિક (નિત્ય) એકાન્તવાદી હોવાથી, જે જે અસર્વજ્ઞ નથી, અનામ નથી અર્થાત૬ સર્વજ્ઞા અને આમ છે. તે તે ક્ષણિર્કકાન્તવાદી છે. જેમકે “સુગત'' (બૌદ્ધ). આ સંદિગ્ધસાધ્ય-વ્યતિરેકનું ઉદાહરણ છે. કારણ કે બૌદ્ધમાં અસર્વજ્ઞતા અને અનામતારૂપ સાધ્યધર્મના અભાવની શંકા રહેલી છે. I ૬-૦૪ll
આ (સામે ઉભેલો) કોઇ વિવક્ષિત પુરુષ અનાદેય વચનાવાળો છે. કારણ કે તે રાગાદિવાળો છે. અહીં જે જે અનાદેય વચન વાળા નથી. અર્થાત આદેય વચનવાળા છે. તે તે રાગાદિવાળા હોતા નથી, અર્થાત વીતરાગ હોય છે. જેમકે શૌદ્ધોદનિ (બો). આ ઉદાહરણ સંદિગ્ધસાધન વ્યતિરેકનું છે. કારણકે બોદ્ધમાં અનાદેયવચનાભાવ અર્થાત આદેયવચનતા હજુ હોઇ શકે છે. પરંતુ રાગાદિનો અભાવ (એટલે કે વીતરાગતા)નો સંદેહ છે. II ૬-૦પ
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પરિચ્છેદ ૬-૭૪ થી ૩૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
કપિલાષિ વીતરાગ નથી. કારણકે કરુણાને યોગ્ય એવા જીવોને વિષે (અતિશય દુઃખીને વિષે) પણ પરમ કરુણાથી અંજાઇને પોતાના શરીરના માંસના ટુકડા આપ્યા નથી માટે. જે જે વીતરાગ હોય છે. તે તે કરુણાપાત્ર જીવોને વિષે પરમ કૃપાવાળા થઇને પોતાના માંસના ટુકડાનું સમર્પણ કરનાર હોય છે. જેમકે તપનબંધુ (બૌદ્ધ). આ સંદિગ્ધોભચવ્યતિરેકનું ઉદાહરણ છે. કારણકે તપનબંધુમાં વીતરાગતાના અભાવની અને કરુણાપાત્ર જીવોને વિષે પણ પરમ કણાવાળા થઇને પોતાના માંસના ટુકડાઓના સમણિપણાના અભાવની વ્યાવૃત્તિ સંદેહવાળી છે. II૬-૦૬ll
टीका-अयं च परमार्थतोऽसिद्धसाध्यव्यतिरेक एव, क्षणिकैकान्तस्य प्रमाणबाधितत्वेन तदभिधातुरसर्वज्ञतानाप्तत्वप्राप्तेः केवलं तत्प्रतिक्षेपकप्रमाणमाहात्म्यपरामर्शनशून्यानां प्रमातृणां सन्दिग्धसाध्यव्यतिरेकत्वेनाभास इति तथैव कथितः ॥६-७४॥
વિવેચન- લાલપત્નઃ સર્વ પ્રાપ્તઃ વી મક્ષત્તિવાલિત્વી આ અનુમાનમાં અસર્વજ્ઞતા અથવા અનાસતા સાધ્ય છે. અને અક્ષણિક (નિત્ય) એકાન્તવાદિતા એ સાધન છે.
“જે જે અસર્વજ્ઞ અથવા અનામ નથી (અર્થાત્ સર્વજ્ઞ અને આત છે). તે તે અક્ષણિક (નિત્ય) એકાન્તવાદી નથી, અર્થાત્ ક્ષણિક એકાન્તવાદી છે. જેમકે “સુગતિ'' (બૌદ્ધ) આ ઉદાહરણમાં ક્ષણિક એકાન્તવાદિતા હોવાથી અક્ષણિકૈકાત્તવાદિત્વ એ સાધનનો અભાવ નિશ્ચિત છે. પરંતુ કોઇની સર્વજ્ઞતા અને આતતા ઇન્દ્રિયજ્ઞાનનો વિષય ન હોવાથી બૌદ્ધમાં પણ અસર્વજ્ઞતાનો અભાવ (એટલે સર્વજ્ઞતા) અને અનાસતાનો અભાવ (એટલે આતતા) છે કે નહીં આ વાત સંદેહવાળી છે. અસર્વજ્ઞતાની વ્યાવૃત્તિ અને અનાપ્તતાની વ્યાવૃત્તિ જાણી શકાતી નથી, માટે સાધ્યધર્મની વ્યાવૃત્તિ શંકાશીલ છે. તેથી આ સંદિગ્ધસાધ્યવ્યતિરેક નામના ચોથા વૈધર્યનું ઉદાહરણ છે.
પરમાર્થથી વિચારીએ તો “અસિદ્ધસાધવ્યતિરેક” નામના પ્રથમ વૈધર્મના ઉદાહરણમાં આનો સમાવેશ થાય છે. કારણકે બૌદ્ધ જણાવેલો “ક્ષણિકૈકાન્તવાદ” પ્રત્યક્ષાદિ પ્રમાણોથી ખંડિત થઈ જાય છે. તેથી તેવા મિથ્યા ક્ષણિકકાન્તવાદને કહેનારા બૌદ્ધ ઋષિ અસર્વજ્ઞ છે અને અનાપ્ત છે. આ વાત યુક્તિથી પ્રાપ્ત થઈ જ જાય છે. ફક્ત તે બૌદ્ધની સર્વજ્ઞતા અને આતતાનું ખંડન કરનારાં પ્રમાણોના રહસ્યને (સારનેમાહાભ્યને) સમજવાની શૂન્યતાવાળા સર્વથા અલ્પજ્ઞ એવા પ્રમાતાઓને આશ્રયી આ “સદિગ્ધસાધ્યતિરેક”પણા વડે ચોથા આભાસરૂપે જણાવ્યો છે. પરમાર્થથી પ્રથમમાં જ સમાઈ જાય છે. તે ૬-૭૪ો.
Page #160
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૭૪ થી ૩૬
૧૪૩ - टीका- यद्यपि तद्दर्शनानुरागिणां शौद्धोदनेरादेयवचनत्वं प्रसिद्धं, तथापि रागादिमत्त्वाभावस्तन्निश्चायकप्रमाणवैकल्यतः सन्दिग्ध एव ॥६-५॥
વિવેચન- “વત્ વિવશત: પુરુષ: મનાયવરની, રીતિમત્ત્વત્અનુમાનમાં વ્યતિરેક વ્યાપ્તિ આ પ્રમાણે થાય છે કે “જે જે અનાદેય વચનવાળા નથી એટલે કે આદેય વચનવાળા છે. તે તે પુરુષ રાગાદિવાળા પણ નથી. અર્થાત વિતરાગ છે. જેમકે શૌદ્ધોદનિ (બૌદ્ધ). આ બૌદ્ધના ઉદાહરણમાં અનાદેય વચનતાનો અભાવ (એટલે કે આદેયવચનતા) હજુ હોઈ શકે છે. પરંતુ રાગાદિમત્ત્વનો અભાવ એટલે કે વીતરાગતા ઇન્દ્રિયગોચર જ્ઞાનથી જાણી શકાતી નથી. તેથી રાગાદિમત્ત્વની નિવૃત્તિ (રાગાદિમત્ત્વનો અભાવ) શંકાશીલ છે. તેથી આ સંદિગ્ધસાધન-વ્યતિરેક નામના પાંચમા વૈધર્યનું ઉદાહરણ થાય છે.
ટીકાકારશ્રી પણ જણાવે છે કે બૌદ્ધનું ક્ષણિકેકાત્તવચન પ્રમાણ બાધિત હોવાથી આદેય નથી. તો પણ તેમના દર્શનના અનુરાગી આત્માઓમાં બૌદ્ધનું આદેયવચનપણું પ્રસિદ્ધ હોઈ શકે છે. પરંતુ રાગાદિમત્તાભાવ તો તેને જણાવનારા પ્રમાણોની વિકલતાના કારણે સંદેહાત્મક જ રહે છે. પ્રસિદ્ધ નથી. માટે આ સંદિગ્ધસાધન વ્યતિરેકનું ઉદાહરણ યથાર્થ જ છે. તે ૬-૭પો
टीका-तपनबन्धुर्बुद्धो वैधर्म्यदृष्टान्ततया यः समुपन्यस्त: स न ज्ञायते किं रागादिमानुत वीतरागः, तथा करुणास्पदेषु परमकृपया निजपिशितशकलानि समर्पितवान्नवा, तन्निश्चायकप्रमाणापरिस्फुरणात् ॥६-७६ ॥
વિવેચન– પિન્નઃ ર વીતર, UTIષ્ય પરમપથી નર્વનિનfપશિતશત્નત્થાત્ તપનવન્યવત્ આવા પ્રકારનું આ અનુમાન છે. અહીં તપનબધુને (બૌદ્ધને) વ્યતિરેક વ્યાપ્તિના (વૈધર્યના) ઉદાહરણ તરીકે જે કહેવામાં આવ્યા છે. તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો વિષય ન હોવાથી જણાતું નથી કે આ બૌદ્ધ રાગાદિવાળા છે કે વીતરાગ છે? તેથી વીતરાગતાના અભાવરૂપ જે સાધ્ય છે. તેના અભાવની એટલે કે વિતરાગતાની શંકા જ રહે છે. તથા કરુણાસ્પદ જીવો ઉપર પરમ કરુણા કરીને પોતાના માંસના ટુકડાઓ સમર્પિત કર્યા છે કે નથી કર્યા ? તે પણ તેને જણાવનારાં પ્રમાણોના અભાવના કારણે જાણી શકાતું નથી. તેથી “અનર્પિત નિજ-માંસ-પિશિત”ના અભાવની પણ શંકા છે. આ રીતે સાધ્યાભાવ અને સાધનાભાવની શંકામાત્ર જ હોવાથી નિર્ણય ન હોવાથી આ સંદિગ્ધોભયવ્યતિરેક નામના છઠ્ઠા વૈધર્યનું ઉદાહરણ થયું. || ૬-૭૬/l.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પરિચ્છેદ ૬-૭૭ થી ૭૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ न वीतरागः कश्चिद विवक्षितः पुरुषो वक्तृत्वात्, यः पुनवीतरागो न स वक्ता यथोपलखण्ड इत्यव्यतिरेकः ॥६-७७॥
अनित्यः शब्दः कृतकत्वादाकाशवदित्यप्रदर्शितव्यतिरेकः I૬-૭૮
अनित्यः शब्दः कृतकत्वाद् यदकृतकं तदनित्यं यथाऽऽकाशमिति विपरीतव्यतिरेकः ॥६-७९॥
સૂત્રાર્થ- સામે દેખાતો કોઇ વિવક્ષિત પુરુષ વીતરાગ નથી. કારણ કે વક્તા છે જે જે વીતરાગ હોય છે તે તે વક્તા હોતા નથી. જેમકે પથ્થરનો ટુકડો. આ અવ્યતિરેકનું ઉદાહરણ છે. I૬-છoll
શબ્દ એ અનિત્ય છે. કૃત્રિમ હોવાથી, આકાશની જેમ. આ અપ્રદર્શિત વ્યતિરેકનું ઉદાહરણ છે. I૬-૦૮II
શબ્દ એ અનિત્ય છે. કૃત્રિમ હોવાથી. જે જે અકૃત્રિમ હોય છે, તે તે. અનિત્ય હોય છે. જેમકે આકાશ. આ વિપરીત વ્યતિરેક છે. I૬-૦૯ll
___टीका-यद्यपि किलोपलखण्डादुभयं व्यावृत्तं, तथापि व्याप्त्या व्यतिरेकासिद्धेरव्यतिरेकत्वम् ॥६-७७॥
अत्र यदनित्यं न भवति, तत्कृतकमपि न भवति इति विद्यमानोऽपि व्यतिरेको वादिना स्ववचनेन नोद्भावित इत्यप्रदर्शितव्यतिरेकत्वम् ॥६-७८॥
वैधर्म्यप्रयोगे हि साध्याभावः साधनाभावाक्रान्तो दर्शनीयो न चैवमोति વિપરીત વ્યક્તિત્વમ્ ૬-૭૧
વિવેચન- વિક્ષત: શપુરુષ:, ર વીતરા:, વવતૃત્વાન્ ૩૫ત્ન વડવત્ આવા પ્રકારના આ અનુમાનમાં ૩પત્ન-guદુ નું જે ઉદાહરણ છે તે “અવ્યતિરેકનું ઉદાહરણ છે. જો કે ઉપખંડમાં વ્યતિરેક વ્યાપ્તિ લાગુ પડે છે. જે જે વીતરાગ નથી એમ નહીં. તે તે વક્તા હોતા નથી. જેમકે ઉપલખંડ. અહીં પત્થરનો ટુકડો નિર્જીવ હોવાથી વીતરાગાભાવરૂપ સાધ્યનો અભાવ અર્થાત્ વીતરાગાભાવાભાવ=વીતરાગતા તેમાં છે. કારણકે જીવ હોય તેને જ રાગાદિ થાય. પત્થરનો ખંડ નિર્જીવ છે એટલે રાગાદિ
Page #162
--------------------------------------------------------------------------
________________
૧ ૪ ૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૭૭ થી ૭૯ નથી. માટે વીતરાગ છે. એટલે સાધ્યાભાવ ત્યાં છે. તથા વક્નત્વ નામના સાધનનો પણ અભાવ છે. કારણકે જીવ હોય તો જ વક્તા હોઇ શકે, આ રીતે પત્થરના ટુકડાના ઉદાહરણમાં જો કે સાધ્યાભાવ અને સાધનાભાવ બન્ને વર્તે છે. એટલે સાધ્ય પણ વ્યાવૃત્ત છે. અને સાધન પણ વ્યાવૃત્ત છે. પરંતુ સંસારમાં સર્વત્ર વ્યાપકપણે વ્યતિરેકવ્યાપ્તિની સિદ્ધિ નથી. કારણકે જે જે વીતરાગાભાવાભાવ એટલે (વીતરાગ) હોય તે સર્વે વસ્તૃત્વાભાવવાળા જ હોય, એવો નિયમ નથી. વીતરાગતા હોતે છતે શરીર અને મુખાદિ હોવાથી વક્તા હોઈ પણ શકે છે. એટલે વ્યાપકપણે વ્યતિરેકવ્યાપ્તિ ન હોવાથી આ “અવ્યતિરેક” નામના સાતમા વૈધર્મનું ઉદાહરણ જાણવું. / ૬-૭૮
શબ્દ નિત્ય તત્વી, વ્યતિરેદષ્ટાન્ન માવત્' આ અનુમાનમાં જે જે અનિત્ય ન હોય તે તે કૃતક પણ ન જ હોય, જેમકે આકાશ. આ રીતે વ્યતિરેકવ્યાપ્તિ થાય છે. બરાબર ઘટે પણ છે. અને અનુમાન સાચું પણ છે. પરંતુ વિદ્યમાન એવી પણ આ વ્યતિરેક વ્યાપ્તિ વાદીવડે પોતાના ઉચ્ચારણ કરાયેલા શબ્દાત્મક વચનવડે સભામાં બતાવાઈ ન હોય તો “અવ્યતિરેક” નામના આ વૈધર્મ દૃષ્ટાન્નાભાસથી તે હારી જાય છે. એટલે આ ઉદાહરણ “અવ્યતિરેક” નામના આઠમા વૈધર્મેના દૃષ્ટાન્તાભાસ રૂપ છે. | ૬-૭૮
શઃ નિત્ય તત્વ, પવિત્” આ અન્વયેદાન્ત અને સાશિવ આ વ્યક્તિરેકદૃષ્ટાન્ત આ પ્રમાણે અનુમાન સાચું છે અને બરાબર છે. છતાં વ્યતિરેકવ્યાપ્તિ જે સાધ્યાભાવથી શરૂ કરવી જોઇએ. તેને બદલે ભૂલથી સાધના ભાવથી જો બોલાઈ જાય તો આ દૃષ્ટાન્નાભાસ થાય છે. જેમકે જ્યાં જ્યાં કૃતકાભાવ હોય ત્યાં ત્યાં અનિત્યાભાવ હોય, જેમ કે આકાશ. આવું જો ભૂલથી બોલવામાં આવે તો તે ઉચિત નથી. કારણકે વ્યતિરેક વ્યાપ્તિમાં સાધ્યાભાવ જે હોય છે તે સાધનાભાવથી વ્યાપ્ત હોય છે. એમ બતાવવાનું હોય છે. તેને બદલે અહીં તેનાથી ઉલટું બતાવ્યું છે. તેથી આ “વિપરીત વ્યતિરેક” નામના નવમા વૈધર્મનું ઉદાહરણ જાણવું. . ૬-૭૯
अथोपनयननिगमनाभासौ प्रभाषन्तेउक्तलक्षणोल्लङ्घनेनोपनयनिगमनयोर्वचने तदाभासौ ॥६-८०॥
આ પ્રમાણે પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાતાભાસ સમજાવીને હવે ઉપનયનાભાસ અને નિગમનાભાસ સમજાવે છે
સૂત્રાર્થ- ઉપરોક્ત લક્ષણોનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમનનું જે જે વચન બોલાય તે તદાભાસ (ઉપનયાભાસ અને નિગમનાભાસ) કહેવાય છે. I ૬-૮ના
૧૯
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પરિચ્છેદ ૬-૮૧,૮૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
ટી–હેતોઃ સાધ્યuffક્યુપસંદUામુપનય: “રૂત્યુની નક્ષત્'' "साध्यधर्मस्य पुनर्निगमनम्" इति निगमनस्येति ॥६-८०॥
વિવેચન- ઉપનય અને નિગમનનાં લક્ષણો પૂર્વે ત્રીજા પરિચ્છેદના સૂત્ર ૪૯૫૦-૫૧-૫રમાં કહ્યાં છે. તે આ પ્રમાણે
દેતો સાથ્થથર્ષિક્યુપસંહUકુપન હેતુનું સાધ્યધર્મીમાં (પક્ષમાં) જે પ્રતિપાદન કરવું તે ઉપનય કહેવાય છે. જેમકે ધૂમક્ષત્ર પ્રવેશે અથવા ઘૂમવાન પર્વતઃ આ પ્રમાણે “હેતુ પક્ષમાં” છે એવું જે પ્રતિપાદન થાય તે ઉપનય કહેવાય છે. આ લક્ષણને ઓળંગીને પક્ષમાં હેતુને બદલે સાધ્યનું પ્રતિપાદન થાય તો, અથવા હેતુનું પ્રતિપાદન પક્ષને બદલે દૃષ્ટાન્તમાં થાય તો એમ હતુ જે આધેય છે અને પર્વત જે આધાર છે. તે બદલવામાં આવે તો લક્ષણનું ઉલ્લંઘન થવાથી ઉપનયાભાસ થાય છે.
એવી જ રીતે સાધ્યધર્મનો નિર્ણય પક્ષમાં સિદ્ધ કરવો તે નિગમન કહેવાય છે. તેના બદલે હેતુનો નિર્ણય પક્ષમાં સિદ્ધ કરાય અથવા સાધ્યનો નિર્ણય દૃષ્ટાન્તમાં સિદ્ધ કરાય એમ ઉલટસુલટ સિદ્ધિ કરાય તે નિગમનાભાસ કહેવાય છે. તે ૬-૮૦
उपनयाभासमुदाहरन्ति-निगमनाभासमुदाहरन्ति
यथा परिणामी शब्दः कृतकत्वाद्, यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च शब्द इति कृतकश्च % રૂતિ ૬-૮૨
तस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः शब्द इति, तस्मात् પરિણામી મે રૂતિ ૬-૮ર છે
હવે ઉપનયાભાસ અને નિગમનાભાસ એમ આ બન્નેનાં ઉદાહરણો સમજાવે છે–
સૂત્રાર્થ- જેમકે શબ્દ એ પરિણામી છે કૃતક હોવાથી. જે જે કૃતક હોય છે તે તે પરિણામી હોય છે. જેમ કે કુંભ (ઘટ). અહીં હવે જો “પરિણામી શબ્દ છે'' એમ બોલવામાં આવે અથવા “કુંભ એ કૂતક છે” એમ બોલવામાં આવે તો આ બન્ને રીતમાં ઉપનયાભાસ થાય છે. I ૬૮૧ાા
Page #164
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૮૧, ૮૨
૧૪૭
આ જ અનુમાનપ્રયોગમાં જો આ પ્રમાણે બોલવામાં આવે કે “તેથી શબ્દ એ કૃતક છે” તથા “તેથી કુંભ એ પરિણામી છે” આ બન્ને રીતમાં નિગમનાભાસ થાય છે. II ૬-૮૨
टीका - इह साध्यधर्मं साध्यधर्मिणि, साधनधर्मं वा दृष्टान्तधर्मिणि उपसंहरत उपनयाभासः ૬-૮૬
अत्रापि साधनधर्मं साध्यधर्मिणि, साध्यधर्मं वा दृष्टान्तधर्मिणि उपसंहरतो निगमनाभासः । एवं पक्षशुद्ध्याद्यवयवपञ्चकस्य भ्रान्त्या वैपरीत्यप्रयोगे तदाभासपञ्चकमपि तर्कणीयम् ॥६-८२ ॥
વિવેચન— હેતુનો પક્ષમાં ઉપસંહાર (કથન) કરવો તે ઉપનય” આવું લક્ષણ ત્રીજા પરિચ્છેદના ૪૯મા સૂત્રમાં કહ્યું છે. જેમકે ધૂમશ્ચાત્ર પ્રવેશે સૂત્ર-૫૦, આ પ્રદેશમાં ધૂમ છે. ‘ઘૂમવાનાં પર્વતઃ '' વહ્નિથી વ્યાપ્ય એવા ધૂમવાળો આ પર્વત છે. આવું કથન કરવું તે ઉપનય છે. સારાંશ કે હેતુનું જ કથન હોવું જોઇએ અને પક્ષમાં જ કહેલું હોવું જોઇએ. “હેતુ આધેય અને પક્ષ આધાર” આ પ્રમાણે જે પ્રતિપાદન થાય તે ઉપનય કહેવાય છે.
..
તેના બદલે સાધ્યધર્મનું (સાધ્યનું) જો પક્ષમાં પ્રતિપાદન થાય તો ઉપરોક્ત લક્ષણનું ઉલ્લંઘન થયું. જેમકે વૃદ્ઘિમાનવં પર્વતઃ આ ઉપનયાભાસ કહેવાય. અથવા સાધનધર્મનું જ (હેતુનું જ ) કથન કરાય, પરંતુ પક્ષને બદલે દૃષ્ટાન્ત ધર્મીમાં કહેવાય તો પણ લક્ષણનું ઉલ્લંઘન થવાથી ઉપનયાભાસ કહેવાય, જેમકે ઘૂમવાનયં મહાન : આ વાતને ધ્યાનમાં રાખીને ગ્રંથકારશ્રી એક સુંદર દૃષ્ટાન્ત આપે છે કે
શબ્દઃ પરિણામી વૃતત્વાત્ અહીં શબ્દ એ પક્ષ છે. પરિણામી એ સાધ્ય છે. કૃતકત્વાત્ એ હેતુ છે. ય: ત: સ: રિગામી યથા વુક્ષ્મ: જે જે કૃતક છે તે તે પરિણામી (અનિત્ય) છે. જેમકે ઘટ, અહીં સુધી આ અનુમાન બરાબર છે. હવે વૃતવવાનાં શબ્દઃ આ પ્રમાણે સાધનધર્મનું સાધ્ય ધર્મીમાં પ્રતિપાદન કરવા રૂપે ઉપનય કહેવો જોઇએ, તેને બદલે ભૂલથી ‘રળામી ચ શબ્દ” આમ જો બોલાઇ જાય તો શબ્દનામના પક્ષમાં સાધનધર્મને બદલે સાધ્યધર્મનું પ્રતિપાદન કર્યું. માટે ઉપનયાભાસ. અથવા તા મ્મ: આ પ્રમાણે જો બોલાઇ જાય તો સાધન ધર્મનો જે સાધ્ય ધર્મમાં ઉલ્લેખ કરવાનો હતો તેને બદલે દૃષ્ટાન્ત ધર્મીમાં ઉલ્લેખ થઇ જવાથી આ પણ ઉપનયાભાસ કહેવાય છે. ૬-૮૧॥
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પરિચ્છેદ ૬-૮૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ આ જ અનુમાન પ્રયોગમાં સાધ્યધર્મ જે પરિણામી છે તેનો જ સાધ્યધમી એવા પક્ષમાં ઉલ્લેખ કરવો જોઈએ, તે જ સાચું નિગમન છે. આવું જ લક્ષણ તથા દૃષ્ટાના ત્રીજા પરિચ્છેદના સૂત્ર ૫૧-પરમાં આપ્યું છે. તેથી પરિપામી ગયે શબ્દ રૂતિ સિદ્ધમ્ એમ કહેવું જોઇએ. તેને બદલે તે અર્થ શબ્દ એમ બોલાઈ જાય તો સાધ્ય ધર્મને બદલે સાધનધર્મનો પક્ષમાં ઉલ્લેખ થવાથી નિગમનાભાસ થાય છે. તથા “તમત્ત પરિણામ શુધ્ધ તિ' આવું જો ભૂલથી બોલાઈ જાય તો પણ સાધ્યધર્મનો પક્ષને બદલે દૃષ્ટાન્તધમીમાં ઉલ્લેખ થવાથી નિગમનાભાસ થાય છે. આ પ્રમાણે પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાન્તાભાસ, અને નિગમનાભાસ સમજાવીને અનુમાનાભાસનું વર્ણન સમાપ્ત કર્યું. પક્ષ-હેતુ-દૃષ્ટાન્ત ઉપનય અને નિગમન આ પાંચ વસ્તુ ખોટી રીતે રજુ કરાય તો જેમ તે તે આભાસ કહેવાય છે. તેમ યથાર્થ રીતે રજા કરાય તો અથવા ખોટી રજા કરાયેલામાંથી દોષો દૂર કરાય તો પક્ષશુદ્ધિ, હેતુશુદ્ધિ, દૃષ્ટાન્તશુદ્ધિ, ઉપનયશુદ્ધિ અને નિગમનશુદ્ધિ એમ પાંચ પ્રકારની શુદ્ધિ પણ સમજવી. તે અવયવ પંચકની શુદ્ધિનો જો વિપરીત રીતે પ્રયોગ કરીએ તો શુદ્ધિના આભાસો પણ પાંચ થાય છે. તે સ્વયં સમજી લેવા. ૬-૮૨ા
इत्थमनुमानाभासमभिधायागमाभासमाहुःअनाप्तवचनप्रभवं ज्ञानमागमाभासम् ॥६-८३॥
टीका-अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते, यथाज्ञानं चाभिधत्ते स आप्त उक्तस्तद्विपरीतोऽनाप्तस्तद्वचनसमुत्थं ज्ञानमागमाभासं ज्ञेयम् ॥६-८३॥
આ પ્રમાણે અનુમાનાભાસને સવિસ્તરપણે કહીને હવે આગમાભાસ કોને કહેવાય ? તે સમજાવે છે કે
સૂથાર્થ- અનાપ્તપુરુષોના વચનોથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે આગમાભાસ છે. I ૬-૮all
વિવેચન- અનુમાનનાં જે જે અંગો છે તેના આભાસો સવિસ્તરપણે સમજાવીને હવે “આગમાભાસ” સમજાવે છે. ત્યાં ચોથા પરિચ્છેદના ચોથા સૂત્રમાં “માતા” કોને કહેવાય ? તે સમજાવ્યું છે. જે વસ્તુ જે રીતે સંસારમાં છે તે વસ્તુને તે રીતે જ જે જાણે છે. અને જેમ જાણે છે તેમજ જે કહે છે તે આપ્ત કહેવાય છે. તેનાથી જે વિપરીત છે. અર્થાત્ વસ્તુને જે યથાર્થપણે જાણતા નથી તે, તથા જે જાણે છે પરંતુ વિપરીતપણે કહે છે તે બન્ને જાતના પુરુષો “અનામ” છે. તેમનાં બોલાયેલાં તેવાં તેવાં અયથાર્થ અથવા
Page #166
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૮૪,૮૫
૧૪૯ મશ્કરીભાવ આદિથી યુક્ત જે વચનો છે અને તેનાથી થનારૂં જે જ્ઞાન તે આગમાભાસ કહેવાય છે. આ વિષયનું ઉદાહરણ આગળના સૂત્રમાં સમજાવે જ છે. II૬-૮૩.
अत्रोदाहरिन्तयथा मेलककन्यकायाः कूले तालहिन्तालयोर्मूले सुलभाः पिण्डखर्जुराः सन्ति, त्वरितं गच्छत गच्छत शावकाः ॥६-८४॥
टीका-रागाक्रान्तो ह्यनाप्तः पुरुषः क्रीडापरवशः सन्नात्मनो विनोदार्थं किञ्चन वस्त्वनन्तरमलभमानः शावकैरपि समं क्रीडाऽभिलाषेणेदं वाक्यमुच्चारयति ૬-૮૪
આગમાભાસનું ઉદાહરણ સમજાવે છે કે
સ્વાર્થ- જેમ મેલકકન્યા (નર્મદા નદી-રેવા નદીના કાંઠે તાલ અને હિન્તાલ વગેરે વૃક્ષોના મૂલમાં ઘણી ઘણી પિંડરૂપે ખજુર મળવી સુલભ છે. હે બાળકો ! જલ્દી જલ્દી તમે ત્યાં જાઓ, તમે ત્યાં જાઓ. I ૬-૮૪ના
વિવેચન- છોકરાઓને દોડાવવામાં અને તેઓની મજાક જ કરવામાં મશગુલ એવા રાગથી વ્યાપ્ત અને મશ્કરીયા સ્વભાવવાળા કોઈ પુરુષે શેરીમાં રમતા અને આનંદ કલ્લોલ કરતા બાળકોને જોઇને મજાકની ક્રીડા કરવામાં જ પરવશ અને પોતાને ક્ષણિક વિનોદ મેળવવા માટે જ (વિનોદ માણી શકાય એવી) બીજી કોઈ વસ્તુ હાથમાં ન આવવાથી બાળકોને જ ઉદેશીને જોરથી કહ્યું કે- હે બાળકો ! જલ્દી કરો જલ્દી કરો, દોડો દોડો, આજે નર્મદા નદીના કાંઠે તાલ અને હિન્તાલના ઝાડોની છાયામાં ઘણા ઘણા ખજારના ટોપલા આવ્યા છે, જેને જેમ ખજાર લેવી હોય તેમ (વગર પૈસે) મળે છે. તમે જલ્દી કરો અને દોડો. આવા પ્રકારનું કેવળ બાળકોને દોડાવવા અને લલચાવવા માટે જ બાળકોની સાથે મશ્કરીની ક્રીડા કરવાના અભિલાષથી જ જે પુરુષ આવું વાક્ય ઉચ્ચારિત કરે તે અનામવચન અને તેનાથી થનારો જે મિથ્થાબોધ તે આગમાભાસ કહેવાય છે. ||૬-૮૪
एवमुक्तः प्रमाणस्य स्वरूपाभासः, सम्प्रति संख्याऽऽभासमाख्यान्ति प्रत्यक्षमेवैकं प्रमाणमित्यादिसंख्यानं तस्य संख्याभासम्॥६-८५॥
આ પ્રમાણે પ્રમાણનું સ્વરૂપાભાસ સમાપ્ત કર્યું. હવે સંખ્યાભાસ જણાવે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ ૮૪,૮૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે, ઇત્યાદિ જે સંખ્યાની બાબતનો વિપરીત આગ્રહ તે સંખ્યાભાસ કહેવાય છે. II૬-૮૫]I
૧૫૦
टीका - प्रत्यक्षपरोक्षभेदाद्धि प्रमाणस्य द्वैविध्यमुक्तम्, तद्वैपरीत्येन प्रत्यक्षमेव, प्रत्यक्षानुमाने एव, प्रत्यक्षानुमानागमा एव, प्रमाणमित्यादिकं चार्वाकवैशेषिकसौगतसांख्यादितीर्थान्तरीयाणां संख्यानं, तस्य प्रमाणस्य संख्याऽऽभासम् ॥
प्रमाणसंख्याभ्युपगमश्च परेषामितोऽवसेयः
चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशब्दम् । तद्वैतं पारमर्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः ॥ अर्थापत्त्या प्रभाकृद् वदति च निखिले मन्यते भट्ट एतत् । साभावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ॥ १॥ ॥ ६-८५॥
વિવેચન– ‘‘તદ્ધિમેન્દ્ પ્રત્યક્ષ = પોક્ષ ચ'' પરિચ્છેદ-૨, સૂત્ર-૧માં પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી પ્રમાણના બે ભેદ પૂર્વે બીજા પરિચ્છેદના પ્રથમસૂત્રમાં કહ્યા છે. જે જે સ્પષ્ટ બોધ થાય તે પ્રત્યક્ષ કહેવાય છે. તેના સાંવ્યવહારિકપ્રત્યક્ષ અને પારમાર્થિકપ્રત્યક્ષ એવા બે ભેદ છે. (જુઓ પરિચ્છેદ-૨ સૂત્ર-૪) જે અસ્પષ્ટ બોધ હોય તે પરોક્ષ છે. તેના પાંચ ભેદ છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ (જુઓ પરિચ્છેદ-૩ સૂત્ર ૧-૨)
આ પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બેની સંખ્યા પ્રમાણની છે. તેનાથી વિપરીતપણે જે જે દર્શનકારો માને છે તે સર્વે સંખ્યાની દૃષ્ટિએ આભાસ (ખોટી કલ્પના માત્ર) છે. સંખ્યાનો ભેદ માનવો તે મિથ્યા છે. તેમાં કંઇ પણ તથ્યાંશ નથી.
પ્રશ્ન- અન્ય અન્ય દર્શનકારો પ્રમાણોના કેટલા-કેટલા ભેદો માને છે ? અને કયા કયા ભેદો માને છે. તે સમજાવોને ?
ઉત્તર- કોઇ દર્શનકાર પ્રત્યક્ષ જ એક પ્રમાણ છે, બીજાં કોઇ પ્રમાણ નથી એમ માને છે. કોઇ દર્શનકાર પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ છે. એમ માને છે. કોઇ દર્શનકાર પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણો છે એમ માને છે. એકની સંખ્યા ચાર્વાક, બેની સંખ્યા વૈશેષિક અને બૌદ્ધ, ત્રણની સંખ્યા સાંખ્ય માને છે. નૈયાયિકો વગેરે તીર્થાન્તરીયોએ જે જે કપોલકલ્પિત કલ્પનાઓ સંખ્યા બાબત કરેલી છે. તે સર્વે સંખ્યા સંબંધી આભાસ (મિથ્યા) માત્ર જાણવો.
પરદર્શનકારોએ કરેલો પ્રમાણની સંખ્યાનો સ્વીકાર આ શ્લોકથી જાણવો.
Page #168
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૮૫,૮૬
૧૫ ૧ (૧) ચાર્વાકદર્શન એક પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. (૨) બૌદ્ધ અને વૈશેષિકો અનુમાન સહિત (પ્રત્યક્ષ એમ) બે પ્રમાણ માને છે. (૩) પામર્ષ એટલે સાંખ્યો શબ્દ (આગમ) પ્રમાણ સહિત તે બે, એમ કુલ ત્રણ, પ્રમાણ માને છે. (૪) ઉપમા નામના પ્રમાણથી સહિત ઉપરોકત ત્રણ એમ કુલ ચાર પ્રમાણો અક્ષપાદઋષિ (નૈયાયિકો) માને છે. (૫) અર્થપત્તિ સહિત કુલ પાંચ પ્રમાણો છે એમ પ્રભાકર (પૂર્વમીમાંસકો) માને છે. તથા (૬) અભાવ સહિત આ સઘળાં પૂર્વોક્ત પાંચ એટલે કુલ-૬ પ્રમાણો છે એમ કુમારિલ્લભટ્ટ (ઉત્તર મીમાંસકો) માને છે. (૭) જિનેશ્વર પ્રભુના શાસનમાં સ્પષ્ટ (પ્રત્યક્ષ) અને અસ્પષ્ટ (પરોક્ષ) એવા ભેદથી પ્રમાણના બે જ ભેદો છે. એમ કહેલ છે.
ઉપરોક્ત હકીક્તથી સમજાશે કે સ્પષ્ટાત્મક પ્રત્યક્ષ અને અસ્પષ્ટાત્મક પરોક્ષ આ બે પ્રમાણોથી ભિન્ન જે કોઈ સંખ્યા મનાય છે તે સર્વે સંખ્યાભાસ માત્ર જ છે. //૬-૮પી
अथ विषयाभासं प्रकाशयन्तिसामान्यमेव, विशेष एव, तद्वयं वा, स्वतन्त्रमित्यादिस्तस्य વિષયોમાસ: . ૬-૮૬ .
टीका-सामान्यमानं सत्ताऽद्वैतवादिनो, विशेषमात्रं सौगतस्य, तदुभयं च स्वतन्त्रं नैयायिकादेरित्यादिरेकान्तस्तस्य प्रमाणस्य विषयाभासः । आदि-शब्दान्नित्यमेवानित्यमेव तद्वयं वा परस्परनिरपेक्षमित्याद्येकान्तपरिग्रहः ॥६-८६॥
પ્રમાણોનો સ્વરૂપાભાસ, સંખ્યાભાસ જણાવીને હવે વિષયાભાસ જણાવે છે.
સૂવાથં- પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાણવા લાયક વિષય સ્વરૂપે (૧) એક સામાન્ય માત્ર જ છે. એમ કોઇ માને છે. (૨) વિશેષો જ માત્ર છે, એમ કોઇ માને છે. (૩) સામાન્ય અને વિશેષ એમ બન્ને છે. પરંતુ તે બન્ને સ્વતંત્ર રૂપે જ છે. ઇત્યાદિ જે જે એકાન્ત માન્યતાઓ છે. તે સર્વે માન્યતાઓ છે તે પ્રમાણના વિષયની જે છે તે વિષયાભાસ જાણવા. II ૬-૮૬ll
વિવેચન- પ્રમાણનો વિષય સત્તા માત્ર જ છે. સર્વ જગત્ માત્ર બ્રહ્મરૂપ છે. બ્રહ્મ એટલે અસ્તિ, સત્ વિના બીજાં કંઈ છે જ નહી, સત્ થી ભિન્ન હોય છે તે આકાશ-પુષ્પની જેમ અસત્ હોય છે. ઈત્યાદિ યુક્તિઓ બતાવી સત્તાદ્વૈતવાદને માનનારા વેદાન્ત-દર્શનકારો વિષયને માત્ર સામાન્યરૂપ જ માને છે. બૌદ્ધો ક્ષણે ક્ષણે સર્વે વસ્તુઓ
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પરિચ્છેદ ૬-૮૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ સર્વથા બદલાય જ છે. પ્રત્યેક સમયે ભિન્ન-ભિન્ન પદાર્થ હોવાથી આ જગત્ વિશેષમય જ છે. એમ સમજાવીને વિશેષોને જ વિષય કહે છે. અને સામાન્ય તથા વિશેષ એમ બન્ને પ્રમાણનો વિષય છે. પરંતુ જૈનો માને છે તેમ ભિન્ન-ભિન્ન નહી. પણ સર્વથા ભિન્ન જ છે. સ્વતંત્ર જ છે. એમ તૈયાયિક-વૈશેષિકાદિ માને છે. જેમ કે સામાન્ય એ એકીકરણ કરનાર ધર્મ છે. દ્રવ્ય-ગુણ-કર્મમાં વર્તનાર છે. અને વિશેષ એ પૃથક્કરણ કરનાર ધર્મ છે. અને માત્ર નિત્યદ્રવ્ય આકાશ-કાલ-દિશા આત્મા અને પરમાણુઓમાં જ રહે છે. એમ બન્નેનાં લક્ષણો સર્વથા ભિન્ન હોવાથી ભિન્ન-ભિન્ન સામાન્ય-વિશેષ છે. આવી માન્યતા નૈયાયિક અને વૈશેષિકાદિની છે.
ઉપરોક્ત સર્વે માન્યતાઓ પ્રમાણના વિષયને ઉલટ સમજાવનાર હોવાથી વિષયાભાસ છે. કારણકે સર્વે પદાર્થો દ્રવ્યાર્થિકનયથી સ્વયં પોતે જ સામાન્યાત્મક પણ છે અને તે જ સર્વે પદાર્થો પર્યાયાર્થિકનયથી સ્વયં પોતે જ વિશેષાત્મક પણ છે. “સામાન્ય-વિશેષ” નામના ભિન્ન પદાર્થો પણ નથી. અને તે બે પરસ્પર અત્યન્ત ભિન્ન પણ નથી.
તથા મૂલસૂત્રમાં લખેલા ટિ શબ્દથી એક નિત્ય જ વસ્તુ છે. અથવા એકાન્ત અનિત્ય જ વસ્તુ છે. અથવા પૃથ્વી, જલ, તેજ અને વાયુ પરમાણુ સ્વરૂપ હોય તો નિત્ય જ અને કાર્યસ્વરૂપ હોય તો અનિત્ય જ એમ એકાને ભિન્ન નિત્ય-અનિત્ય અર્થાત્ પરસ્પરનિરપેક્ષ એવા નિત્ય-અનિત્ય છે. ઇત્યાદિ જે જે એકાન્ત સ્વીકાર છે તે સર્વે પણ વિષયાભાસ માત્ર જ છે.
એ જ રીતે એકવસ્તુથી બીજી વસ્તુ એકાતે ભિન્ન, એકાન્ત અભિન્ન અથવા સ્વતંત્ર ભિન્ન-ભિન્ન, એકાન્ત સમાન, એકાન્ત અસમાન, અને સ્વતંત્ર સમાનાસમાન, ઇત્યાદિ સર્વ એકાન્ત માન્યતાઓ વિષયાભાસ જાણવી. / ૬-૮૬
अथ फलाभासमाहुःअभिन्नमेव, भिन्नमेव, वा प्रमाणात् फलं तस्य तदाभासम्॥६-८७॥
___टीका-अभिन्नमेव प्रमाणात् फलं बौद्धानां, भिन्नमेव नैयायिकादीनां, तस्य प्रमाणस्य तदाभासं फलाभासं, यथा फलस्य भेदाभेदैकान्तावकान्तावेव तथा सूत्रत एव प्रागुपपादितमिति ॥६-८७॥
સૂત્રાર્થ- હવે ફલાભાસ સમજાવે છે. પ્રમાણથી પ્રમાણનું ફળ અભિન્ન જ છે. અથવા ભિન્ન જ છે. એવી માન્યતા તે ફળાભાસ છે. ૬-૮ll
Page #170
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ ૬-૮૭
૧૫ ૩
વિવેચન- પ્રમાણના ફળનો આભાસ તે ફળાભાસ જણાવે છે. આ જ ગ્રંથના છઠ્ઠા પરિચ્છેદના છઠ્ઠા સૂત્રમાં કહ્યું છે કે- તમાતા ચાન્ fમન્નમમ૨ પ્રમાણપત્રવાચાઇનુપત્તેિ ૬-૬ આ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે જેમ દીપક અને દીપકનો પ્રકાશ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. તેવી જ રીતે પ્રમાણ અને પ્રમાણનું ફળ ભિન્નાભિન્ન છે. તેને બદલે પ્રમાણથી પ્રમાણનું ફળ અભિન્ન જ છે એમ બૌદ્ધો માને છે. ભિન્ન જ છે. એમ તૈયાયિકાદિ માને છે. તે પ્રમાણનું ફળ આ રીતે એકાન્ત ભિન્ન અથવા એકાન્ત અભિન્ન અન્યદર્શનકારો જે માને છે તે તદાભાસ એટલે પ્રમાણાભાસ છે.
અન્યદર્શનકારોએ કરેલી પ્રમાણની અને પ્રમાણના ફળની એકાત્ત ભેદની કલ્પના અને એકાન્ત અભેદની કલ્પના માન્ત પર્વ અમનોહર જ છે યુક્તિયુક્ત નથી જ, આ વાત અમે પૂર્વે મૂળસૂત્રથી જ આ જ ગ્રન્થના છઠ્ઠા પરિચ્છેદના જ સૂત્ર ૭ થી ૧૬માં સવિસ્તરપણે યુક્તિપૂર્વક સમજાવેલી છે. વિશેષાર્થીએ ત્યાંથી જોઈ લેવી. | ૬-૮૭
॥ इति प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीरलप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्य-लघुटीकायां प्रमाणफलस्वरूपाद्याभास
નિજો નામ પઝક પરિવર: સમાપ્ત: |
આ પ્રમાણે “પ્રમાણનયતત્તાલોકાલંકાર” નામના આ મૂલગ્રંથ ઉપર શ્રીરત્નપ્રભાચાર્ય વડે રચાયેલી શ્રીરત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં ફળ અને પ્રમાણના સ્વરૂપ આદિને કહેનારો તથા તેના આભાસ આદિના સ્વરૂપને સમજાવનારો
આ છઠ્ઠો પરિચ્છેદ સમાપ્ત થયો.
૨૦
Page #171
--------------------------------------------------------------------------
________________
श्रीवादिदेवसूरिसूत्रितस्य प्रमाणनयतत्त्वालोकस्य
श्रीरत्नप्रभाचार्यविरचिता लघ्वी टीका
श्री रत्नाकरावतारिका
-सप्तमः परिच्छेदःएतावता प्रमाणतत्त्वं व्यवस्थाप्येदानीं नयतत्त्वं व्यवस्थापयन्ति
ઉપરોક્ત છ પરિચ્છેદો દ્વારા “પ્રમાણનું સ્વરૂપ” યથાર્થ સ્થાપન કરીને હવે "नयोनु स्व३५" यथार्थ रीते. समवे छे. नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥७-१॥
શ્રુતજ્ઞાન નામનું જે આગમપ્રમાણ છે. તેનાથી જાણવા લાયક એટલે કે આગમ પ્રમાણના વિષયભૂત એવા કોઇપણ પદાર્થનો એક અંશ, બીજા અંશની ઉદાસીનતા પૂર્વક જે અભિપ્રાય દ્વારા જણાય, તે વક્તા-જ્ઞાતાનો જે અભિપ્રાયવિશેષ तेने नय उवाय छे.॥ ७-१॥
टीका-अत्रैकवचनमतन्त्रं तेनांशावांशा वा, येन परमार्थविशेषेण श्रुतप्रमाणप्रतिपन्नवस्तुनो विषयीक्रियन्ते, तदितरांशौदासीन्यापेक्षया स नयोऽभिधीयते । तदितरांशप्रतिक्षेपे तु तदाभासता भणिष्यते । प्रत्यपादयाम च स्तुतिद्वात्रिंशति
अहो चित्रं चित्रं तव तव चरितमेतन्मुनिपते । स्वकीयानामेषां विविधविषयव्याप्तिवशिनाम् ॥ विपक्षापेक्षाणां कथयसि नयानां सुनयतां ।
विपक्षक्षेप्तृणां पुनरिह विभो ! दुष्टनयताम् ॥१॥ पञ्चाशति च
निःशेषांशजुषां प्रमाणविषयीभूयं समासेदुषां । वस्तूनां नियतांशकल्पनपराः सप्त श्रुतासङ्गिनः ॥
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧
औदासीन्यपरायणास्तदपरे चांशे भवेयुर्नयाश्चेदेकान्तकलङ्कपङ्ककलुषास्ते स्युस्तदा दुर्नयाः ॥१॥
વિવેચન- એકથી છ પરિચ્છેદ સુધીમાં પ્રમાણનું સ્વરૂપ, પ્રમાણના ભેદ-પ્રતિભેદો, પ્રમાણનો વિષય અને પ્રમાણનું ફળ, તથા તેના પ્રસંગમાં તે સર્વેની જે વિપરીતતા, તેવી તેવી આભાસતા ઇત્યાદિ રીતે પ્રમાણનું વર્ણન છ પરિચ્છેદમાં સમજાવ્યું.
વસ્તુમાં રહેલા અનંત ધર્મોમાંથી કોઈને પણ ગૌણ કર્યા વિના જેમ છે તેમ સર્વ ધર્મોને જાણવા તે પ્રમાણ કહેવાય છે. હવે આ પરિચ્છેદમાં નયોનું વર્ણન સમજાવે છે. કારણ કે આ ગ્રંથનું “પ્રમાનિયતાનોનિકુર'' નામ છે. પ્રમાણ અને નયનું જે તત્ત્વ (સ્વરૂપ) છે. તેનો આલોક (પ્રકાશ) કરવામાં અલંકારરૂપ જે ગ્રંથ છે તે “પ્રમાણનય-તત્ત્વાલોકાલંકાર” કહેવાય છે. તેથી પ્રમાણનું સવિસ્તરપણે સ્વરૂપ જેમ સમજાવ્યું. તેમ હવે નયોનું સ્વરૂપ આ પરિચ્છેદમાં સમજાવે છે.
કેવળજ્ઞાનથી જાણેલી અથવા કેવલીના વચનોના અનુસાર શ્રુતજ્ઞાનાદિથી જાણેલી વસ્તુ, બીજાને સમજાવવા માટે શબ્દ પ્રયોગરૂપે જ્યારે બોલાય છે, ત્યારે યથાર્થ સમજેલા અને યથાર્થ સમજાવનારા એવા તે પુરુષોને આપ્ત કહેવાય છે. કારણકે તે પુરુષોએ અસત્યના કારણભૂત એવા રાગ-દ્વેષાદિ દોષોનો ક્ષય કર્યો છે. અથવા અતિશય કાબુમાં રાખ્યા છે. તેથી તે પુરુષો આપ્ત કહેવાય છે. રાગ અને દ્વેષનો ઐકાન્તિક અને આત્મત્તિક જે ક્ષય તે આમિ કહેવાય છે. અને આવા પ્રકારની આમિ છે જેને તે આપ્ત કહેવાય છે.
આવા પ્રકારના આત પુરુષોથી બોલાયેલાં કે બોલાતાં જે વાક્યો તે કૃતાન્ય (આગમ) નામનું પ્રમાણ કહેવાય છે. તેવા કૃતાન્ય પ્રમાણ (આપ્તવચનરૂપ આગમપ્રમાણ)થી જે વિષયો સમજી શકાય છે. જાણી શકાય છે. તે વિષયો શ્રુતાખ્યપ્રમાણના વિષયીકૃત પદાર્થ કહેવાય છે.
તે પદાર્થોમાં પરમાર્થથી અનંતા ધર્મો હોય છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ પરમાર્થથી અવિરુદ્ધપણે રહેલા આ ધર્મો હોય છે. જેમકે કટક, કેયૂર અને કંકણ પર્યાયથી ભિન્ન છે પરંતુ સુવર્ણપણે અભિન્ન છે. અર્થાત્ ભિન્ન અંશ પણ છે. અને અભિન્ન અંશ પણ છે. તેમાંથી જ્યાં જે જરૂરી અંશ હોય ત્યાં તે અંશને પ્રધાન કરીને અને ઇતર અંશને (તેનો અપલાપ કર્યા વિના) ગૌણ કરીને વસ્તુ સ્વરૂપને જાણનારા અને જણાવનારા એવા વક્તા-જ્ઞાતાનો હૃદયગત જે આશય વિશેષ તેને નય કહેવાય છે.
અહીં મૂલસૂત્રમાં વિષથી અર્થ સંશઃ પદમાં જે એકવચન કર્યું છે. તે મતત્ર સામાન્યપણે કહ્યું છે. તેના અંશ સંશા વા, તેથી બે અંશો કે ઘણા અંશો ગૌણ-મુખ્યપણે જે જણાય તેને પણ નય કહેવાય છે. શ્રુત નામના પ્રમાણથી (આત
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પુરુષોના વચનોથી) જાણેલી વસ્તુના બે અંશો, બહુ અંશો અથવા એક અંશ, જે વિચાર વિશેષથી પ્રયોજન સાધક એવા ગૌણ-મુખ્યપણે જણાય-વિષયરૂપે કરાય તે વિચાર વિશેષ જો ઇતર અંશો તરફ ઉદાસીનતાવાળો હોય તો નય કહેવાય છે. જો તે વિચારવિશેષ ઇતર અંશનો અપલાપ કરનાર હોય છે, તો તદાભાસ=નયાભાસ કહેવાય છે. જે આગળ ઉપર સમજાવાશે.
જેમકે કટક, કેયૂર કે કંકણ આ ત્રણે વસ્તુઓ આકારવિશેષથી અવશ્ય ભિન્નભિન્ન અંશવાળી છે. તેથી તે ત્રણેને આકારવિશેષથી ભિન્ન-ભિન્ન છે એમ જાણે તો તે નય કહેવાય છે, પરંતુ તે ત્યાં સુધી જ નય કહેવાય છે કે જ્યાં સુધી સુવર્ણરૂપે રહેલી અભિન્નતાનો પ્રતિક્ષેપ (અપલાપ) કરવામાં ન આવે. સુવર્ણની અપેક્ષાએ રહેલી અભિન્નતા હાલ અભેદ જાણવા-જણાવવાનું કોઈ પ્રયોજન ન હોવાથી ભલે ગૌણ કરાય, પરંતુ તે અભિન્નતા નિષિદ્ધ થવી ન જોઈએ, તો જ તે નય કહેવાય છે. જો ઇતર અંશનો નિષેધ જ કરવામાં આવે અને વિવક્ષિત એક અંશ જ છે. એમ એકાન્તભાવ પૂર્વક પ્રતિપાદન કરવામાં આવે તો તે નયાભાસ કહેવાય છે. એકાન્તપણે વસ્તુનું જ સ્વરૂપ કહેવાય છે, તેવું વસ્તુનું સ્વરૂપ છે નહીં અને કહેવાય છે. માટે નયના જેવા દેખાય છે. પરંતુ વાસ્તવિકપણે નય છે નહીં. તેથી નયાભાસ કહેવાય છે. એમ જાણવું. સ્તુતિદ્વાત્રિશત્ નામના અમારા જ બનાવેલા ગ્રંથમાં અમે જ કહ્યું છે કે
હે જિનેશ્વર પ્રભુ ! તમારું આ ચરિત્ર ખરેખર અહો ! આશ્ચર્ય કરનારું છે. આશ્ચર્ય કરનારું છે. પોતપોતાના જુદા જુદા નિયત વિષયોનું જ સમર્થન કરવામાં તત્પર બનેલા એવા આ નયો પોતે જો વિપક્ષની (ઇતર નયની) અપેક્ષા રાખે તો જ તે નયોની તમે સુનયતા કહો છો. અને જો વિપક્ષનો (ઇતર નયનો) તિરસ્કાર કરે તો તે જ નયોની હે પ્રભુ ! તમે દુર્નયતા કહો છો. સંસારમાં એવો નિયમ છે કે વિવિધ એવા પોતાના વિષય= દેશોનું રાજ્યપાલન કરવામાં તન્મય બનેલા પોતાના રાજાઓ (અને સૈનિકો) જો વિપક્ષની (શત્રુરાજાની) અપેક્ષા રાખે, એટલે તેનાથી મિત્રતા રાખે તો તે દુષ્ટ કહેવાય. અને વિપક્ષનો (શત્રુ રાજાનો) પ્રતિક્ષેપ (વિનાશ) કરે, તેની અપેક્ષા ન રાખે તો તે સુરાજા અને સુસૈન્ય કહેવાય છે. જ્યારે તમારે ત્યાં પરની અપેક્ષા રાખે તો સુનય અને પરની અપેક્ષા ન રાખે અને જો તિરસ્કાર કરે તો દુર્નય કહેવાય. આવું તમારું લોકોત્તર ચરિત્ર છે. માટે કો બદો વિત્ર ચિત્ર આશ્ચર્ય છે. આશ્ચર્ય છે.
તથા પંચાશ નામના ગ્રંથમાં પણ અમે કહ્યું છે કે(૧) સ્તુતિહાત્રિશત્ અને પંચાશત્ આ બન્ને ગ્રંથો પણ આ જ ટીકાના કર્તા પૂજય શ્રીરત્નપ્રભાચાર્યશ્રીના જ ,
હોય એમ જણાય છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧ | સર્વ અંશોથી યુક્ત એવા તથા શ્રુતા પ્રમાણના વિષયભાવને (યભાવને) પામેલા એવા સમસ્ત પદાર્થોના વિવક્ષિત (પ્રયોજનભૂત) એવા કોઈપણ એક નિયત અંશને સમજાવવામાં તત્પર, અને બીજા અંશ તરફ ઉદાસીનતામાં પરાયણ એવા શ્રુતજ્ઞાનના સંબંધવાળા કુલ સાત ગયો છે. તે જ ગયો જ્યારે એકાન્તવાદના કલંકરૂપી કાદવથી લૂષિત થાય છે ત્યારે તે જ નયો દુર્નય બને છે.
સારાંશ કે અનંત અંશોથી યુક્ત એવી વસ્તુમાંથી જ્યાં જે અંશ (ધર્મ) ઉપકારક હોય ત્યાં તે અંશને પ્રધાનપણે ગ્રહણ કરે અને શેષ અંશને ગૌણપણે ગ્રહણ કરે તે નય (સુનય) કહેવાય છે. અને તે એકજ અંશને ગ્રહણ કરે અને શેષ અંશનો તિરસ્કાર કરે (અપલાપ) કરે તો તે દુર્નય કહેવાય છે.
ननु नयस्य प्रमाणाद् भेदेन लक्षणप्रणयनमयुक्तम् । स्वार्थव्यवसायात्मकत्वेन तस्य प्रमाणस्वरूपत्वात् । तथाहि-नयः प्रमाणमेव, स्वार्थव्यवसायात्मकत्वादिष्टप्रमाणवत् , स्वार्थव्यवसायकस्याप्यस्य प्रमाणत्वानभ्युपगमे प्रमाणस्यापि तथाविधस्य प्रमाणत्वं न स्यादिति कश्चित् ।
तदसत्, नयस्य स्वार्थैकदेशनिर्णीतिलक्षणत्वेन स्वार्थव्यवसायकत्वासिद्धेः ॥ .
પ્રશ્ન- વારંવ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ્ પ્રથમ પરિચ્છેદના બીજા સૂત્રમાં કરેલા આવા પ્રમાણના લક્ષણથી આ સાતમા પરિચ્છેદના પ્રથમસૂત્રમાં કરાયેલું નયનું લક્ષણ ભિન્ન લક્ષણ તરીકે કરવાની જરૂર નથી. અર્થાત્ નયનું પ્રમાણથી ભિન્નપણે લક્ષણ રચવું તે અયુક્ત છે. કારણકે જેમ પ્રમાણજ્ઞાન સ્વનો (પ્રમાણાત્મક જ્ઞાનનો) અને પરનો (ઘટ-પટાદિ પદાર્થનો) વ્યવસાય (નિર્ણયાત્મક બોધ) કરાવનાર હોવાથી પ્રમાણ કહેવાય છે. તેવી જ રીતે નયજ્ઞાન પણ સ્વાર્થવ્યવસાયાત્મવેકસ્વનો (નયાત્મકજ્ઞાનનો) અને પરનો (ઘટ-પટાદિ પદાર્થનો) નિર્ણય કરાવનાર હોવાથી તે નય પણ પ્રમાણ સ્વરૂપ જ છે. આ કારણે પ્રમાણથી ભિન્ન એવું નયનું લક્ષણ કરવું તે અયુક્ત છે આ જ વાત અનુમાન પ્રયોગ કરવા દ્વારા પૂર્વપક્ષકાર સિદ્ધ કરે છે કે
નથ: (પક્ષ), પ્રમાામેવ (સાધ્ય), વાર્થવ્યવસાયાત્મવાન્ પુષ્ટપ્રવત્ | નય એ પ્રમાણ જ છે. સ્વાર્થ વ્યવસાયાત્મક હોવાથી. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા માનેલા બન્ને ઈષ્ટ પ્રમાણોની જેમ, આ અનુમાન પ્રયોગથી નયો પ્રમાણાત્મક છે. એમ સિદ્ધ કર્યું. અર્થાત્ નો પણ પ્રમાણ સ્વરૂપ જ છે. માટે ભિન્ન લક્ષણ કરવાની જરૂર નથી.
નયો “સ્વાર્થવ્યવસાયાત્મક” હોવા છતાં પણ જો તેને પ્રમાણ પણે નહી સ્વીકારો
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ તો પ્રમાણ પણ તથાવિધઃસ્વાર્થ વ્યવસાયાત્મક જ છે. તેથી તેનું પણ પ્રમાણપણું નહી સ્વીકારાય, આવો કોઈ વાદી પ્રશ્ન કરે છે.
ઉત્તર– તત્વ- તે પ્રશ્ન ઉચિત નથી. નયો તે સ્વનો (નયજ્ઞાનનો) અને પર (એવા ઘટ-પટાદિ અર્થ)ના એ કદશનો નિર્ણય કરાવનાર છે. તેથી સર્વાશે સ્વાર્થવ્યવસાયકતા તેમાં ઘટતી નથી. ભાવાર્થ એમ છે કે પ્રમાણ એ સ્વનો અને અર્થનો સર્વીશે વ્યવસાય કરાવનાર છે અને નય એ સ્વનો અને અર્થના એક દેશનો આંશિકપણે વ્યવસાય કરાવનાર છે. આ પ્રમાણે નય એ અર્થના એકદેશના વ્યવસાયને કરાવનાર હોવાથી સર્વ ધર્મયુક્ત એવા અર્થનું સર્વાશે વ્યવસાયાત્મકપણું તેમાં ન હોવાથી નયો એ પ્રમાણ સ્વરૂપ નથી. માટે નયોનું ભિન્નલક્ષણ કરવું, તે ઉચિત છે.
___ ननु नयविषयतया सम्मतोऽर्थैकदेशोऽपि यदि वस्तु तदा तत्परिच्छेदी नयः प्रमाणमेव, वस्तुपरिच्छेदलक्षणत्वादिति प्रमाणस्य । स न चेद् वस्तु तर्हि तद्विषयो नयो मिथ्याज्ञानमेव स्यात्, तस्यावस्तुविषयत्वलक्षणत्वादिति चेत्, तदवद्यम् , अर्थैकदेशस्य वस्तुत्वावस्तुत्वपरिहारेण वस्त्वंशतया प्रतिज्ञानात् । तथा चावाचि
પ્રશ્ન- નયો અર્થના જે એકદેશનો બોધ કરાવે છે. તે નયના વિષય તરીકે માનેલો અર્ધોકદેશ પણ જો “વહુરૂપ” હોય તો તે વસ્તુનો (અર્થનો) પરિચ્છેદ કરાવનારો આ નય પણ પ્રમાણપણાને જ પામશે. કારણકે “વસ્તુનો (પરનો-અર્થનો) બોધ કરાવવો” એ જ પ્રમાણનું લક્ષણ છે. અને તે લક્ષણ નયમાં લાગુ પડ્યું જ. હવે જો નવડે જણાવાતો જે અર્થેકદેશરૂપ વિષય છે તેને અંશ હોવાથી અવસ્તુ કહેશો તો
અવસ્તુને જણાવનારો આ નય ઝાંઝવાના જળને જળ તરીકે જણાવનારા જ્ઞાનની જેમ મિથ્યાજ્ઞાન જ છે. એમ સિદ્ધ થશે. કારણ કે “અવસ્તુને જણાવવું” તે મિથ્યાજ્ઞાનનું જ લક્ષણ છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે નયો વસ્તુના પરિચ્છેદક થવાથી પ્રમાણ બનવા જોઈએ. પૃથવ્યપદેશ નિરર્થક છે. અને જો વસ્તુનો એક અંશ એ અવસ્તુ રૂપ છે. એમ જો કહેશો તો અવસ્તુરૂપ અંશને જણાવતા નયો મિથ્યાજ્ઞાન ઠરશે.
ઉત્તર– તવદર્ભે ઉપરોક્ત પ્રશ્ન યોગ્ય નથી. કારણકે નય વસ્તુના જે એકદેશને જણાવે છે. તે એકદેશમાં વસ્તુત્વ પણ નથી અને અવસ્તુત્વ પણ નથી. એમ વસ્તુત્વ તથા અવાસ્તુત્વને ત્યજીને વસ્તુના અંશપણું જ તેમાં સ્વીકારેલું છે. જેમ “મુખ” એ શરીરરૂપ પણ નથી, તથા અશરીરરૂપ પણ નથી, પરંતુ શરીરના એક અંશરૂપ છે. તેમ વસ્તુનો અંશ એ વસ્તુ રૂપ પણ નથી અને અવસ્તુ રૂપ પણ નથી પરંતુ વસ્તુના અંશરૂપ છે. આ વાત ઉપર શાસ્ત્રોમાં કહ્યું છે કે
Page #176
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭: સૂત્ર-૧
૧૫૯
नायं वस्तु न चावस्तु वस्त्वंशः कथ्यते बुधैः । नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथैव हि ॥१॥ तन्मात्रस्य समुद्रत्वे शेषांशस्यासमुद्रता । समुद्रबहुता वा स्यात्, तत्त्वे क्वास्तु समुद्रवित् ॥२॥
यथैव हि समुद्रांशस्य समुद्रत्वे शेषसमुद्रांशानामसमुद्रत्वप्रसङ्गात् समुद्रबहुत्वापत्तेर्वा, तेषामपि प्रत्येकं समुद्रत्वात् । तस्यासमुद्रत्वे वा शेषसमुद्रांशानामप्यसमुद्रत्वात् क्वचिदपि समुद्रव्यवहारायोगात् । समुद्रांशः समुद्रांश एवोच्यते, तथा स्वार्थैकदेशो नयस्य न वस्तु, स्वार्थैकदेशान्तराणामवस्तुत्व-प्रसङ्गात्, वस्तुबहुत्वानुषक्तेर्वा । नाप्यवस्तु, शेषांशानामप्यवस्तुत्वेन क्वचिदपि वस्तुव्यवस्थाऽनुपपत्तेः । किं तर्हि ? वस्त्वंश एवासौ तादृक्प्रतीतेर्बाधकाभावात् , ततो वस्त्वंशे प्रवर्तमानो नयः स्वार्थैकदेशव्यवसायलक्षणो न प्रमाणं, नापि मिथ्याज्ञानमिति ॥७-१॥
જે આ અર્થે દેશ છે. તે વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી. પરંતુ તેને પંડિત પુરુષોવડે “વસ્તુનો અંશમાત્ર છે” એમ કહેવાય છે. જેમ સમુદ્રનો એક અંશ (સમુદ્રની એક ખાડી દા.ત. વસઈની ખાડી) અસમુદ્ર પણ નથી અને સમુદ્ર પણ નથી, તેમ અહીં જાણવું. જો અંશમાત્રને (ખાડીમાત્રને) “સમુદ્ર જ છે” એમ માની લઇએ તો તે એક અંશ માત્ર જ સંપૂર્ણ સમુદ્ર બની જવાથી શેષ અંશોવાળા ભાગને અસમુદ્ર જ માનવો પડે, જે બરાબર નથી અને જો આ એક અંશને સમુદ્ર કહીએ તો તેની જેમ શેષ સઘળા અંશો પણ સમુદ્ર જ કહેવા પડે, અને એમ માનીએ તો “ઘણા સમુદ્રો છે” એમ અર્થ સિદ્ધ થાય. તથા તથા સમુદ્રત્વે વા=જો તે સમુદ્રના અંશને “અસમુદ્ર” જ છે એમ માનીએ તો તેની જેમ બીજા પણ સઘળા અંશો મનાશે. એમ આ વિવક્ષિત અંશની જેમ શેષ અંશો પણ સમુદ્ર થતાં “આ સમુદ્ર જ છે” એવું સમુદ્રને જણાવનારું જ્ઞાન કયાં થશે? અર્થાત્ કયાંય પણ સમુદ્ર મનાશે નહીં. ll૧-૨/
આ જ વાત ટીકાના પદોથી સ્પષ્ટ કરે છે કે સમુદ્રના એક અંશને “આ સમુદ્ર છે.” એમ માનવાથી શેષ અંશો કાં તો અસમુદ્રપણાને પામશે. કારણકે એક વિવક્ષિત અંશમાં જ સમુદ્રતા આવી ગઈ. અથવા તો એક અંશની જેમ શેષ અંશો પણ સમુદ્ર તરીકે મનાવાથી સમુદ્રની બહુલતા માનવાની આપત્તિ આવશે. કારણકે વિવક્ષિત એવો આ એક અંશ જેમ સમુદ્ર કહેવાય તેમ બીજા પણ તે સર્વે અંશો સમુદ્રરૂપ જ મનાશે. તેથી સમુદ્રની બહુલતા થઈ જશે. અને જો વિવક્ષિત એવા આ એક અંશને “અસમુદ્ર જ છે” એમ માની લઇએ તો સમુદ્રના શેષ અંશો પણ વિવક્ષિત અંશની જેમ જ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
અસમુદ્રપણાને પામશે. અને એમ થવાથી સર્વે અંશો અસમુદ્ર જ બનવાથી “આ સમુદ્ર છે” એવો વ્યવહાર ક્યાંય પણ સંભવશે નહીં. તેથી સમુદ્રનો એક અંશ એ પૂર્ણ સમુદ્ર પણ નથી તથા અસમુદ્ર પણ નથી, પરંતુ સમુદ્રનો એક અંશ છે તે અંશ માત્ર છે. એમ જેમ કહેવાય છે. તેવી જ રીતે નયથી થનારો સ્વનો અને અર્થના એકાંશનો વ્યવસાય “વસ્તુરૂપ પણ નથી” કારણ કે જો એક અંશમાત્રને પૂર્ણ વસ્તુરૂપ માની લઇએ તો જે અન્ય અન્ય સ્વાર્થે દેશો હોય તે સર્વે “અવસ્તુપણાને” જ પામે અથવા આ એક અંશ જેમ પૂર્ણ વસ્તુરૂપ બને તેમ બીજા બીજા અંશો પણ પૂર્ણ વસ્તુરૂપ બનવાથી અનેકવસ્તુરૂપ આ વિવક્ષિત વસ્તુ છે એવી આપત્તિ આવે. તેથી અંશ એ વસ્તુરૂપ મનાતો નથી.
તથા તે એક અંશ સર્વથા અવતુરૂપ પણ નથી. કારણ કે જો આ એક અંશ અવસ્તુરૂપ કહીએ તો તેની જેમ શેષ અંશો પણ અંશમાત્ર હોવાથી અવસ્તુ સ્વરૂપ જ બને. અને તેમ થવાથી કોઈપણ ભાગમાં “આ વસ્તુ છે” એવી વ્યવસ્થાનો અયોગ થાય. અર્થાત્ “આ વસ્તુ છે” એવી વ્યવસ્થા ન ઘટે. હવે પ્રશ્ન થાય છે કે જો વસ્તુનો એક અંશ એ વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી તો હું શું ? તેનો ઉત્તર આપતાં કહે છે કે “વવંશ વાસી'' આ અર્થે દેશ જે છે તે વસ્તુનો અંશમાત્ર જ છે. એમ જાણવું જેમ મુખ એ સંપૂર્ણ શરીર પણ નથી. જો મુખને જ શરીર માની લઇએ તો શેષ અંગો કાં તો અશરીરરૂપ બને અથવા મુખની જેમ શેષ એક એક અંગ પણ શરીર રૂપ બનવાથી અનેક શરીર બનવાની આપત્તિ આવે. તથા જો મુખને અશરીર જ છે એમ કહીએ તો શેષ અંગો પણ અંશમાત્ર હોવાથી અશરીરરૂપ જ બને. તેથી “ આ શરીર છે” એવો વ્યવહાર ક્યાંય થાય જ નહીં. તેથી મુખ એ શરીર પણ નથી અને અશરીર પણ નથી. પરંતુ શરીરના એક અંશરૂપ છે. તેવી જ રીતે નયનો વિષય અર્થનો એકદેશ જે છે. તે વસ્તુરૂપ પણ નથી અને અવસ્તુરૂપ પણ નથી. પરંતુ વસ્તુના એક અંશ માત્ર રૂપ છે. અને પ્રતીતિ પણ તેવી જ થાય છે. તેવી પ્રતીતિ થવામાં કોઈ બાધકભાવ જણાતો જ નથી.
આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાના અનુસાર વસ્તુના એક અંશમાત્રમાં પ્રવર્તમાન એવો જે નય છે. તે સ્વનો અને અર્થના એક અંશનો વ્યવસાયાત્મક હોવા છતાં પણ સંપૂર્ણ અર્થનો વ્યવસાય કરનાર ન હોવાથી “સ્વપરવ્યવસાયિત્વ” લક્ષણ ન લાગવાથી પ્રમાણ પણ નથી. તેમજ આંશિકપણે વ્યવસાયાત્મક હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ પણ નથી. આ કારણે નયનું પણ લક્ષણ ભિન્ન કરવું આવશ્યક છે. ૭-૧/
नयसामान्यलक्षणमुक्त्वा नयाभासस्य तदर्शयितुमाहुः
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬ ૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૨ થી ૫
“નય"નું સામાન્યપણે લક્ષણ કહીને હવે નયાભાસનું લક્ષણ કહે છેस्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ॥७-२॥
पुनःशब्दो नयात् व्यतिरेकं द्योतयति । नयाभासो नयप्रतिबिम्बात्मा दुर्नय इत्यर्थः । यथा तीर्थकानां नित्यानित्यायेकान्तप्रदर्शकं सकलं वाक्यमिति ॥७-२॥
સૂત્રાર્થ-પોતાના માનેલા અંશથી ઇતર અંશનો અપલાપ કરનારો જે નય તે દુર્નચ કહેવાય છે. II -રા
વિવેચન–પહેલા સૂત્રમાં નયની વ્યાખ્યા જણાવી. બીજા સૂત્રમાં નયાભાસની વાત જણાવે છે. નયથી નયાભાસ એ વિપરીત સ્વરૂપવાળો હોવાથી ભિન્ન છે. તેથી મૂલ સૂત્રમાં લખેલો પુનઃ એવો શબ્દ આ નયાભાસને નયથી ભિન્નપણે જણાવે છે. નયામાસ એટલે શું? નયનું પ્રતિબિંબ માત્ર છે જેમાં તે, અર્થાત્ જે નયસ્વરૂપ નથી. પરંતુ જાણે નય હોય નહીં શું ? એવું જે દેખાય તે નયાભાસ અર્થાત્ દુર્નય કહેવાય છે. જેમ તોફાને ચડેલી અને બન્ને કાંઠે ભરપૂર પાણીથી વહેતી નદીને “જાણે સમુદ્ર હોય નહીં શું” એમ કહેવાય છે. એટલે સમુદ્ર જેવી છે. પરંતુ વાસ્તવિક સમુદ્ર નથી તેવી રીતે નયાભાસ પણ નય જેવા દેખાય છે. પરંતુ વાસ્તવિકપણે તે નય નથી પરંતુ નયાભાસ અર્થાત્ દુર્નય છે. જેમકે “આકાશાદિ પદાર્થો નિત્ય જ છે.” તથા ઘટ-પટાદિ પદાર્થો અનિત્ય જ છે. આ પ્રમાણે નિત્ય અને અનિત્યાદિને એકાન્તરૂપે જણાવનારાં અન્ય તીર્થિકોએ માનેલાં સકળ વાક્યો તે દુર્નય છે એમ જાણવું. કારણકે તેવા તેવા એકાન્તવાદી પોતાના માનેલા ધર્મથી ઇતરધર્મનો સર્વથા અપલાપ કરીને પોતાને માન્ય ધર્મનો એકાન્તપણે સ્વીકાર કરનારા છે. અને પદાર્થોનું તેવું સ્વરૂપ નથી. તેથી તે દુર્નય કહેવાય છે. . ૭-રો
नयप्रकारसूचनायाहुःનયોના ભેદો જણાવવા માટે કહે છે કેस व्याससमासाभ्यां द्विप्रकारः ॥७-३॥ व्यासतोऽनेकविकल्पः ॥७-४॥ समासस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ॥७-५॥ સૂત્રાર્થ- તે નય વ્યાસ (વિસ્તાર)થી અને સમાસ (સંક્ષેપ)થી એમ બે પ્રકારે
૨૧
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨ થી ૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
છે. ત્યાં વિસ્તારથી (વ્યાસથી) તે નયોના અનેકભેદો છે. પરંતુ (સમાસ)થી સંક્ષેપથી નયોના બે ભેદ છે. ૧. દ્રવ્યાર્થિકનય અને બીજો પર્યાયાર્થિક નય. I ૦-૩, ૪-પા
टीका-स प्रकृतो नय: व्यासो विस्तरः, समासः संक्षेपस्ताभ्यां द्विभेदः व्यासनयः समासनयश्चेति ॥७-३॥
व्यासनयप्रकारान् प्रकाशयन्ति-एकांशगोचरस्य हि प्रतिपत्रभिप्रायविशेषस्य नयस्वरूपत्वमुक्तं, ततश्चानन्तांशात्मके वस्तुन्येकैकांशपर्यवसायिनो यावन्तः प्रतिपत्तृणामभिप्रायास्तावन्तो नयाः, ते च नियतसंख्यया संख्यातुं न शक्यन्त इति व्यासतो नयस्यानेकप्रकारत्वमुक्तम् ॥७-४॥
समासनयं भेदतो दर्शयन्ति “नय" इत्यनुवर्तते, द्रवति द्रोष्यति अदुद्रुवत् तांस्तान् पर्यायानिति द्रव्यं, तदेवार्थः, सोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः । पर्येत्युत्पादविनाशौ प्राप्नोति इति पर्यायः, स एवार्थः सोऽस्ति यस्याऽसौ पर्यायार्थिकः । एतावेव च द्रव्यास्तिकपर्यायास्तिकाविति, द्रव्यस्थितपर्यायस्थिताविति, द्रव्यार्थपर्यायार्थाविति च प्रोच्यते ॥
વિવેચનવસ્તુમાં રહેલા અનેક અંશો પૈકી જ્યાં જે ઉપકારક અંશ હોય તેને પ્રધાનપણે ગ્રહણ કરે અને શેષ અંશને ગૌણ કરે તે નય કહેવાય છે. હવે તે નયના ભેદો કેટલા ? તે સૂચવવા માટે જણાવે છે કે
નયના ભેદો (પ્રકારો) બે રીતે હોય છે એક વ્યાસથી (વિસ્તારથી) અને બીજા સમાસથી (સંક્ષેપથી), વિસ્તારથી જે ભેદો જણાવાય તે વ્યાસ નય અને સંક્ષેપથી જે નય જણાવાય તે સમાસ ન કહેવાય છે. જે ૭-૩
હવે વ્યાસ નયના પ્રકારો (ભેદો) કેટલા ? તે જણાવે છે કે કોઇપણ વિવક્ષિત વસ્તુના અનંત ધર્મો છે. તેમાંથી જ્યાં જે ઉપકારક ધર્મ (અંશ) હોય તે એક અંશને ગ્રહણ કરનારો પ્રતિપત્તાનો (જ્ઞાતાનો) જે આશય વિશેષ તે નય કહેવાય, એવું નયનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. અને સર્વે પણ વસ્તુઓ અનંત અંશ (ધર્મ) વાળી છે. તેથી અનંત અંશાત્મક એવી કોઈપણ એક વસ્તુમાં એક એક અંશને પ્રયોજનાનુસાર જણાવનાર પ્રતિપત્તાના જે અભિપ્રાય વિશેષ તે નય કહેવાય છે. આ પ્રમાણે હોવાથી વસ્તુમાત્રમાં ધર્મો અનંતા છે. તેથી તે અનંત અંશોને જણાવનારા નયો પણ તેટલા (અનંતા) થાય છે. તેથી તે સર્વે નયો નિશ્ચિત સંખ્યાવડે ગણી શકાવાને શક્ય નથી. માટે વ્યાસથી વિચારીને નયોનું અનેક પ્રકારત્વ કહેલું છે. અર્થાત્ વ્યાસથી વિચારીએ તો અનંત ગયો છે. એમ જાણવું. . ૭-જા
Page #180
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨ થી ૫
હવે સમાસ નયને ભેદથી સમજાવે છે. સમાસથી નયના બે ભેદ છે. એક દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક, આ પાંચમા સૂત્રમાં ‘“નય:'' એવો શબ્દ મૂલમાં નથી. પરંતુ પ્રથમ સૂત્રમાં કહેલો નવ શબ્દ ત્રીજા સૂત્રમાં સ: શબ્દથી આવ્યો. તે જ નય શબ્દ ત્રીજાસૂત્રથી અહીં ચોથા-પાંચમા સૂત્રમાં પણ લાવવો. નથ શબ્દની આ રીતે અહીં અનુવૃત્તિ ચાલે છે. સંક્ષેપથી નયના બે ભેદ છે. (૧) દ્રવ્યાર્થિક નય અને (૨) પર્યાયાર્થિક નય. હવે દ્રવ્યાર્થિક નય સમજાવવા માટે “વ્ય' કોને કહેવાય ? તે સમજાવે છે કે
જે પદાર્થ તે તે પર્યાયોને (પરિવર્તનોને) પામે છે, પામશે અને પામ્યા તે દ્રવ્ય કહેવાય છે. (દુ ધાતુથી ય પ્રત્યય થયો છે). દ્રવ્યાત્મક એવો જે પદાર્થ છે. તે પદાર્થ જ જ્ઞાનના વિષય પણે અર્થ-પ્રયોજન ભૂત છે જ્યાં તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. એટલે કે દ્રવ્યને (મૂળ પદાર્થને) પ્રધાનપણે ગ્રહણ કરનારી જ્ઞાતા એવા આત્માની જે દૃષ્ટિ વિશેષ તે દ્રવ્યાર્થિક નય છે. કટક હોય, કેયૂર હોય કે કંગન હોય પરંતુ આખરે તે બધું કંચનમાત્ર છે. એમ જાણવું તે.
૧૬૩
પરિવર્તન પામે, ઉત્પાદ-વિનાશ પામે, તે પર્યાય કહેવાય છે. આવા પર્યાયો જ્ઞાનના વિષયપણે પ્રયોજન ભૂત જ્યાં તે પર્યાયાર્થિકનય કહેવાય છે. પર્યાય તરફની પ્રધાનપણે જે દૃષ્ટિ વિશેષ તે પર્યાયાર્થિક નય. જેમકે જે કટક છે તે કિટભાગ ઉપર ધારણ કરાય છે, જે કેયૂર છે તે ભૂજાની બાજુએ ધારણ કરાય છે અને જે કંગન છે તે કાંડાના ભાગે ધારણ કરાય છે. માટે આ ત્રણે કંચનપણે એક હોવા છતાં પણ પોતપોતાના સ્વરૂપથી ભિન્ન-ભિન્ન છે એમ જાણવું તે.
આ જ બન્ને નયોને દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક નય પણ કહેવાય છે. તથા દ્રવ્યસ્થિત અને પર્યાસ્થિત નય પણ કહેવાય છે. તથા દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ નય પણ કહેવાય છે. પરંતુ બહુ પ્રચલિતપણે વ્યાર્થિક અને પર્યાયાર્થિક નય જાણવા.
ननु गुणविषयस्तृतीयो गुणार्थिकोऽपि किमिति नोक्त इति चेत्- गुणस्य पर्याय एवान्तर्भूतत्वेन पर्यायार्थिकेनैव तत्संग्रहात् । पर्यायो हि द्विविधः - क्रमभावी सहभावी च, तत्र सहभावी गुण इत्यभिधीयते । पर्यायशब्देन तु पर्यायसामान्यस्य स्वव्यक्तिव्यापिनोऽभिधानान्न दोषः ॥
પ્રશ્ન- જેમ દ્રવ્યવિષયક જે નય તે દ્રવ્યાર્થિકનય અને પર્યાયવિષયક જે નય તે પર્યાયાર્થિક નય એમ બે પ્રકારે નયો કહો છો, તેમ ત્રીજો ગુણ એ પણ પદાર્થનું એક સ્વરૂપવિશેષ છે. તેથી ત્રીજો ગુણના વિષયને જણાવનારો ગુણાર્થિક નય પણ કહેવો જોઇએ. તે નય કેમ કહ્યો નથી ?
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૨ થી ૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉત્તર- ગુણનો પર્યાયમાં જ સમાવેશ થતો હોવાથી પર્યાયાર્થિક નય વડે જ તે ગુણાર્થિકનયનું ગ્રહણ થઈ જાય છે. કારણકે દ્રવ્યની અંદર રહેલા પર્યાયો બે પ્રકારના હોય છે. એક ક્રમભાવી અને બીજા સહભાવી. ત્યાં જે સહભાવી પર્યાય છે તેને જ ગુણ કહેવાય છે. જેમકે આત્મદ્રવ્યની દેવ-માનવ-નરક-તિર્યંચાદિ-ક્રમભાવી અવસ્થાઓ તે પર્યાય છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ આત્માના જે સહભાવી ધર્મો છે. તે ગુણાત્મક પર્યાયો કહેવાય છે. અહીં “પર્યાયાર્થિકનય” શબ્દમાં વપરાયેલ પર્યાય શબ્દ વડે ક્રમભાવી પર્યાયો અને સહભાવી એવા ગુણાત્મક પર્યાયો, એમ બન્ને જાતના પર્યાયોનું ગ્રહણ થાય છે. આ રીતે સ્વ-વ્યક્તિવ્યાપી=પોતાના (ગુણ-પર્યાયના) આધારભૂત મૂલદ્રવ્ય-સ્વરૂપ વ્યક્તિમાં વ્યાપકપણે વર્તનારા એવા “પયામાચી” સામાન્ય (ઉભયપ્રકારવાળા) પર્યાયનું અહીં અભિધાન કરેલ હોવાથી ક્રમભાવી પર્યાયોની સાથે સહભાવી પર્યાયોનું પણ ગ્રહણ થઈ જવાથી કંઈ પણ દોષ આવતો નથી. માટે ગુણાર્થિક નામનો ત્રીજો નય નથી.
પ્રશ્ન- જો “ગુણ” નામનો ત્રીજો સ્વતંત્ર પદાર્થ ન હોત તો “દ્રવ્ય-ગુણ અને પર્યાય એમ ત્રણ નામો કેમ બોલાય છે ? પૂ. યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજશ્રીએ
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ” આદિ ત્રણના નામવાળા ગ્રન્થો બનાવ્યા જ છે. ત્યાં ગુણનો પર્યાયથી ભિન્નપણે ઉલ્લેખ કરેલો જ છે.
ઉત્તર- “ગુણ” એ ત્રીજો સ્વતંત્ર પદાર્થ નથી. દ્રવ્યના પર્યાય સ્વરૂપ જ છે. માત્ર વિવેક્ષાકૃત જ ભેદ છે. જેમ તૈયે ધારી પતિ તેલની ધારા પડે છે. મેષ વાં વિધતિ તે પવન વાદળની ઘટાને વિખેરે છે. ઇત્યાદિ વાક્યોમાં તેલ પોતે જ ધારારૂપ બને છે. મેઘ પોતે જ ઘટારૂપ બને છે. છતાં વિવક્ષા માત્ર વડે ષષ્ઠી દ્વારા ભેદ બતાવવામાં આવે છે. એવી જ રીતે ગુણ અને પર્યાયો એમ બન્ને પર્યાયો હોવા છતાં પણ સહભાવી અને ક્રમભાવી પણાના લક્ષણની વિવક્ષા માત્ર વડે ભેદની કલ્પના કરાય છે. પરમાર્થથી ભેદ નથી.
ननु द्रव्यपर्यायव्यतिरिक्तौ सामान्यविशेषौ विद्येते ततस्तद्-गोचरमपरमपि नयद्वयं प्राप्नोतीति चेत् , नैतदनुपद्रवम्, द्रव्यपर्याभ्यां व्यतिरिक्तयोः सामान्यविशेषयोरप्रसिद्धेः, तथाहि-द्विप्रकारं सामान्यमुक्तम्-ऊर्ध्वतासामान्यं तिर्यक्सामान्यं च । तत्रोतासामान्य द्रव्यमेव, तिर्यक्सामान्यं तु प्रतिव्यक्तिसदृशपरिणामलक्षणं व्यञ्जन-पर्याय एव । स्थूला: कालान्तरस्थायिनः शब्दानां सङ्केतविषया व्यञ्जन-पर्याया इति प्रावचनिकप्रसिद्धेः। विशेषोऽपि वैसदृश्यविवर्तलक्षण: पर्याय एवान्तर्भवतीति नैताभ्यामधिकनयावकाशः ॥७-५॥
Page #182
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨ થી ૫
પ્રશ્ન- સામાન્ય અને વિશેષ આવા પણ બે ભાવો દ્રવ્યથી અને પર્યાયથી ભિન્નપણે વર્તે છે. તેથી જેમ દ્રવ્ય અને પર્યાયના વિષયને સમજાવનારા આશયવિશેષને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે નયો કહો છો. તેમ સામાન્ય અને વિશેષને સમજાવનારા આશયવિશેષને પણ બે નય કહેવા પ્રાપ્ત થાય છે. અર્થાત્ સામાન્ય અને વિશેષના વિષયવાળા પણ બે નયો કહેવા જોઇએ. તે કેમ કહેતા નથી ?
ઉત્તર- ઉપરોક્ત આ પ્રશ્ન ઉપદ્રવથી (દોષથી) મુક્ત નથી, અર્થાત્ દોષિત છે. કારણકે પદાર્થમાં સામાન્ય અને વિશેષ ધર્મ અવશ્ય છે જ. પરંતુ દ્રવ્ય અને પર્યાયથી વ્યતિરિક્તિપણે (ભિન્નપણે) લોકમાં અને લોકોત્તરમાર્ગમાં પ્રસિદ્ધ નથી. તે આ પ્રમાણે-પૂર્વે સામાન્ય બે પ્રકારે કહ્યું છે. પાંચમા પરિચ્છેદના ત્રીજાસૂત્રમાં ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યક્સામાન્ય એમ બે પ્રકારનું સામાન્ય કહેલું છે.
૧૬૫
તે બેમાં જે ઊર્ધ્વતાસામાન્ય છે તે તો કાળ-ક્રમવર્તી પર્યાયોમાં દ્રવ્યની એક્તારૂપ હોવાથી દ્રવ્યરૂપ જ છે. તેથી ઊર્ધ્વતાસામાન્ય તો દ્રવ્યમાં જ અંતર્ગત થતું હોવાથી દ્રવ્યાર્થિક નયમાં સમાય છે.
પાંચમા પરિચ્છેદના ચોથા સૂત્રમાં કહેલું તિર્યસામાન્ય પણ અનેકવ્યક્તિવૃત્તિ હોવાથી સામાન્યરૂપ છે. પરંતુ પ્રતિવ્યક્તિઓમાં રહેલી જે સદેશ પરિણતિ છે. તે સદશપરિણતિ લક્ષણવાળું આ સામાન્ય તે તે વ્યક્તિના વ્યંજન-પર્યાય સ્વરૂપ જ છે. કારણકે પ્રાવચનિક પુરુષો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય એમ બે પ્રકારના પર્યાયો સમજાવે છે. જે એક સમય જેવા સૂક્ષ્મકાલ ભાવી અને વચનથી અગોચર પર્યાયો હોય છે તે અર્થ પર્યાય કહેવાય છે. પરંતુ જે સ્થૂલ હોય છે. કંઇક કાલાન્તર સ્થાયી (થોડોક લાંબો કાળ રહેનારા) હોય છે તથા શબ્દો દ્વારા સંકેતના વિષયવાળા (શબ્દોથી સમજાવી શકાય તેવા) હોય છે તે સર્વે વ્યંજનપર્યાયો કહેવાય છે. એમ આગમના જાણકાર મહાત્માઓ શાસ્ત્રોમાં જણાવે છે.
તેથી અનેક વ્યક્તિમાં રહેનારી એવી ગોત્વ-ઘટત્વ-પટત્વ આદિ જાતિ અનેક વ્યક્તિઓમાં વર્તતી હોવાથી જેમ તિર્યક્સામાન્ય કહેવાય છે. તેમ આ ઘટત્વ-પટત્વાદિ ધર્મો તે તે વ્યક્તિઓના સ્થૂલ કાલાન્તર સ્થાયી અને શબ્દ-વાચ્ય એવા પર્યાય વિશેષ હોવાથી વ્યંજન-પર્યાયમાં જ અંતર્ભૂત થાય છે. તથા વિશેષ પણ વિસર્દશતા સ્વરૂપે (વિલક્ષણતા સ્વરૂપે) પદાર્થનું રૂપાન્તર થવા રૂપે પર્યાયાત્મક જ છે. તેથી તિર્યક્સામાન્ય એ વ્યંજન-પર્યાયમાં અંતર્ગત થાય છે. અને વિશેષ એ વિવક્ષા વશથી અર્થ-પર્યાયમાં અંતર્ગત થાય છે આ રીતે સામાન્ય અને વિશેષ પણ દ્રવ્ય અને પર્યાયમાં સમાઇ જતા હોવાથી આ બે નયથી અધિક નય માનવાની કોઇ જરૂર
Page #183
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૬ થી ૧૦
રત્નાકરાવતારિકા ભાગ-૩
નથી. ઊર્ધ્વતા સામાન્યનો દ્રવ્યમાં, તિર્યક્સામાન્યનો વ્યંજનપર્યાયમાં, અને વિશેષોનો વિવક્ષા બળે અર્થપર્યાયમાં સમાવેશ થાય છે. તેથી સામાન્ય અને વિશેષ આ દ્રવ્યપર્યાયથી ભિન્ન નથી.
द्रव्यार्थिक भेदानाहुः
હવે પ્રથમ દ્રવ્યાર્થિક નયના ભેદ સમજાવે છે–
आद्यो नैगमसङ्ग्रहव्यवहारभेदात् त्रेधा ॥ ७-६॥
ટીા—આઘો દ્રવ્યાર્થિન
૧૬૬
૭-૬ ॥
સૂત્રાર્થ- પહેલો દ્રવ્યાર્થિક નય, ૧. નૈગમ ૨. સંગ્રહ અને ૩. વ્યવહારનયના ભેદથી ત્રણ પ્રકારે છે. અહીં આઘ:=એટલે પહેલો દ્રવ્યાર્થિકનય એવો અર્થ કરવો. ॥ ૭-૬॥
વિવેચન—સંક્ષેપથી નયોના જે બે ભેદો છે. એક દ્રવ્યાર્થિક નય અને બીજો પર્યાયાર્થિક નય. આ બે નયોમાંથી આદ્ય એવો જે દ્રવ્યાર્થિકનય છે. તેના નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એમ કુલ ત્રણ ભેદો છે. તે ત્રણે ભેદોની વ્યાખ્યા (લક્ષણ), તેના પ્રતિભેદો અને ઉદાહરણો ગ્રંથકાર પોતે જ મૂલસૂત્રમાં તથા ટીકાકારશ્રી ટીકામાં કહે જ છે. તેથી અમે અહીં વધારે વિવેચન કરતા નથી. || ૭-૬।।
तत्र नैगमं प्ररूपयन्ति
ત્યાં પ્રથમ નૈગમનયનું સ્વરૂપ સમજાવે છે કે
धर्मयोर्धर्मिणोर्धर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स
नैकगमो नैगमः
|| ૭-૭ |
अथास्योदाहरणाय सूत्रत्रयीमाहुः -
આ ત્રણે સ્થાનોનાં ઉદાહરણો આપવા માટે ત્રણ સૂત્રો કહે છેसच्चैतन्यमात्मनीति धर्मयोः || ૭-૮૫
वस्तु पर्यायवद् द्रव्यमिति धर्मिणोः ॥७-९॥ क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः ॥७ - १० ॥
સૂત્રાર્થ- બે ધર્મમાં, બે ધર્મી એવા પદાર્થોમાં, અને ધર્મ-ધર્મીમાં આ પ્રમાણે ત્રણ સ્થાને એકની પ્રધાનપણે અને બીજાની ગૌણપણે જે વિવક્ષા કરવી. તે નૈગમનય
Page #184
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
परिच्छे६-७ : सूत्र - ६ थी १०
છે. અને તે બોધનો માર્ગ (વસ્તુનું સ્વરૂપ જાણવાનો માર્ગ) એક રૂપ નથી. પરંતુ जने ३५ छे तेथी ते नैगमनय इहेवाय छे. ॥ ७-७॥
આ
“આત્મામાં ચૈતન્ય સત્ छे" जा जे धर्भोभां भुण्य-गोानुं BEाहरण छे. પર્યાયવાળી જે વસ્તુ તે દ્રવ્ય છે. અથવા પર્યાયવાળું જે દ્રવ્ય તે વસ્તુ છે. બન્ને રીતે બોલવામાં બે ધર્મીની વચ્ચે મુખ્ય-ગૌણભાવ વર્તે છે. વિષયોમાં આસક્ત આ પ્રમાણે બોલવામાં ધર્મી-ધર્મી વચ્ચે મુખ્ય
એવો જીવ એક ક્ષણ માત્ર સુખી છે. गौराभाव प्रवर्ते छे. ॥७-८, ९, १० ll
૧૬૭
टीका–पर्याययोर्द्रव्ययोर्द्रव्यपर्याययोश्च मुख्यामुख्यरूपतया यद् विवक्षणं स एवंरूपो नैके गमा बोधमार्गा यस्यासौ नैगमो नाम नयो ज्ञेयः ॥ ७-८ ॥
प्रधानोपसर्जनभावेन विवक्षणमितीहोत्तरत्र च सूत्रद्वये योजनीयम् । अत्र चैतन्याख्यस्य व्यञ्जनपर्यायस्य प्राधान्येन विवक्षणम्, विशेष्यत्वात् । सत्त्वाख्यस्य तु व्यञ्जनपर्यायस्योपसर्जनभावेन, तस्य चैतन्यविशेषणत्वादिति धर्मद्वयगोचरो नैगमस्य प्रथमो भेदः ॥ ७-८॥
अत्र हि पर्यायवद् द्रव्यं वस्तु वर्तत इति विवक्षायां पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यम्, वस्त्वाख्यस्य तु विशेषणत्वेन गौणत्वम् ।
यद्वा किं वस्तु ? पर्यायवद् द्रव्यमिति विवक्षायां वस्तुनो विशेष्यत्वात् प्राधान्यम्, पर्यायवद् द्रव्यस्य तु विशेषणत्वात् गौणत्वमिति धर्मियुग्मगोचरोऽयं नैगमस्य द्वितीयो भेदः ॥७-९ ॥
अत्र हि विषयासक्तजीवाख्यस्य धर्मिणो मुख्यता, विशेष्यत्वात्, सुखलक्षणस्य तु धर्मस्याप्रधानता, तद्विशेषणत्वेनोपात्तत्वादिति धर्मधर्म्यालम्बनोऽयं नैगमस्य तृतीयो भेदः । न चास्यैवं प्रमाणात्मकत्वानुषङ्गो धर्मधर्मिणोः प्राधान्येनात्र ज्ञप्तेरसम्भवात् तयोरन्यतर एव हि नैगमनयेन प्रधानतयाऽनुभूयते । प्राधान्येन द्रव्यपर्यायद्वयात्मकं चार्थमनुभवद्विज्ञानं प्रमाणं प्रतिपत्तव्यं नान्यत् ॥७-१० ॥
विवेशन- नथी जोषमार्ग खेड भेनो ते नैगमनय, "न एके गमाः यस्य स नैगम" वस्तुतत्त्व भावा भाटेना भने ज्ञान भार्गो छे भां, अर्थात् खनेड रीते વસ્તુતત્ત્વની વિવક્ષા નયમાં કરાય છે તે નૈગમનય કહેવાય છે. દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદમાંનો આ નૈગમનય એ પ્રથમ ભેદ છે. તે નૈગમનય ત્રણ રીતે હોય છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૬ થી ૧૦
રત્નાકરાવતારિકા ભાગ-૩
થયો =બે ધર્મોમાં, અર્થાત્ પદાર્થના બે પર્યાયોમાંથી એક પર્યાયને ગૌણ કરવામાં આવે અને એક પર્યાયને મુખ્ય કરવામાં આવે છે. ૧.
થઈ =બે ધર્મી પદાર્થોમાં, એટલે કે ધર્મી એવા બેમાં એકને ગૌણ કરવામાં આવે. અને એકને મુખ્ય કરવામાં આવે છે. ૨.
થર્મળિો : એક પર્યાય અને એક દ્રવ્ય અર્થાત્ એક ધર્મ અને એક ધર્મી એમ બેમાં જ્યાં એકને ગૌણ કરવામાં આવે અને બીજાને મુખ્ય કરવામાં આવે છે. ૩.
આ પ્રમાણે ત્રણ જાતનો નૈગમનાય છે. અહીં એક પ્રશ્ન થાય કે ગૌણ કોને કહેવું ? અને મુખ્ય કોને કહેવું ? તો તેનો ઉત્તર એ છે કે માધ્યાતિપથરVi પ્રઘાનં, ઉપસર્ગનું તરિત્ ! ક્રિયાપદની સાથે જે સમાનાધિકરણ હોય તે મુખ્ય, અને ક્રિયાપદની સાથે જે સમાનાધિકરણ ન હોય તે ગૌણ. હવે ક્રમશઃ આ ત્રણેનાં દૃષ્ટાન્તો કહે છે. આ સૂત્રમાં તથા હવે પછી આવનારાં બન્ને સૂત્રોમાં આ પ્રમાણે પ્રધાનભાવે અને ઉપસર્જનભાવે વિવક્ષા કરવી.
(૧) “આત્મામાં” જે ચૈતન્ય છે” તે કેવું છે ? તો સત છે” અ રિત ક્રિયાપદ છે. તિમાં થયેલ તિ પ્રત્યય કર્તા કારમાં થયો છે. તેથી તચ પદમાં રહેલું કર્તુત્વ ઉક્તનામ બનવાથી નામાર્થે પ્રથમ વિભક્તિ નપુંસક લિંગમાં થયેલ છે. આ રીતે ચૈતન્ય પદ કર્તા હોવાથી પ્રતિ ક્રિયાપદની સાથે ઉક્ત બનવાથી ક્રિયાપદની સાથે સમાનાધિકરણ થયું છે માટે વ્યંજનપર્યાયાત્મક એવા ચૈતન્યની પ્રધાનપણે વિવક્ષા થયેલી છે. કારણકે આખ્યાતની સાથે સમાનાધિકરણ. છે માટે વિશેષ્ય છે. જ્યારે “સત્ત્વ' નામના તેના વિશેષણીભૂત વ્યંજનપર્યાયની ગૌણભાવે વિવક્ષા કરાયેલી છે. કારણકે તચ=તે સત્ત્વપર્યાયનો ચૈતન્યના વિશેષણ સ્વરૂપે પ્રયોગ કરાયો છે. આત્મામાં જે ચૈતન્યશક્તિ છે. તે ચૈતન્ય શક્તિ કેવી છે ? “તુ" છે. આ પ્રમાણે સત એ વિશેષણ અને ચૈતન્ય એ વિશેષ્ય હોવાથી સત્ ઉપસર્જનીભાવે અને ચૈતન્ય પ્રધાનભાવે અહીં કહેવાયું છે. ચૈતન્ય એ પણ આત્માનો ધર્મ જ છે. દીર્ઘકાળવતી પર્યાયવિશેષ હોવાથી વ્યંજન-પર્યાયરૂપ ધર્મ છે. અને સર્વ એ પણ દીર્ઘકાળવર્તી પર્યાયવિશેષ હોવાથી વ્યંજન-પર્યાય સ્વરૂપ ધર્મ જ છે. આમ ચૈતન્ય અને સત્ત્વ આ બન્ને આત્મધર્મ હોવા છતાં અહીં ચૈતન્ય વિશેષ્યપણે અને સત્ત્વ વિશેષણપણે કહેલ છે. તેથી તે બે ધર્મમાં ગૌણ-મુખ્યતાવાળો નિગમનયનો આ પ્રથમભેદ સમજાવ્યો. ૭-૮
યત્ પર્યાવત્ વસ્તુ, તત્ દ્રવ્ય વર્તતેના પર્યાયવાળી જે વસ્તુ છે તે દ્રવ્ય છેઃ તે દ્રવ્ય કહેવાય છે. અહીં વર્તતે અથવા મતિ વગેરે જે ક્રિયાપદ અધ્યાહારથી ગમ્ય
Page #186
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૬ થી ૧૦
૧૬૯
છે. તેની સાથે સમાનાધિકરણપણે ક્યું પદ છે. તેથી તે દ્રવ્ય નામનો ધર્મી અહીં પ્રધાનપણે છે. કારણકે “તે દ્રવ્ય છે” આ વિધેયપણે વાક્ય છે તેથી દ્રવ્યનું વિધાન કરવાનું હોવાથી ક્રિયાપદની સાથે સમાનાધિકરણ હોવાથી દ્રવ્ય એ મુખ્ય છે. હવે તે દ્રવ્ય કેવું છે ? એમ પ્રશ્ન કરવાથી જે ઉત્તર આવે છે કે જે પર્યાયવાળી વસ્તુ છે તે દ્રવ્ય છે આમ વસ્તુ શબ્દ દ્રવ્યનું વિશેષણ થવાથી ગૌણ છે. ક્રિયાપદની સાથે જે સમાનાધિકરણ હોય તે પ્રધાન અને શેષ ગૌણ કહેવાય છે. અહીં દ્રવ્ય નામનો ધમી, ક્રિયાપદ સાથે સમાનાધિકરણ હોવાથી પ્રધાન છે. અને તેથી જ દ્રવ્યાખ્ય એટલે કે દ્રવ્ય નામનો ધર્મી વિશેષ્ય છે. કેવો, કેવી અને કેવું વગેરે પ્રશ્નો પૂછવાથી જે ઉત્તર આવે તે અથવા અનંતરપણે સમાનાધિકરણ ન હોય તે વિશેષણ બને છે અને વિશેષણ હંમેશાં ગૌણ કહેવાય છે. તેથી પથાર્થવ વસ્તુ આ પદ વિશેષણ બનવાથી ગૌણ થાય છે. અહીં પર્યાયવાળી જે વસ્તુ છે તે દ્રવ્ય છે એમ દ્રવ્યની પ્રધાનતા વાળો અર્થ થાય છે.
અથવા ઘટ-પટાદિ જે જે વસ્તુઓ છે તે શું છે ? આવા પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં કહીએ કે “પર્યાયવેત્ દ્રવ્ય” પર્યાયવાળું જે દ્રવ્ય છે. તે વસ્તુ છે. આવી વિવક્ષા કરવામાં ય વસ્તુ તત્ વીદશે ? “પર્યાયવદ્ દ્રવ્યમ્' જે ઘટ-પટાદિ વસ્તુ દેખાય છે. તે કેવી છે ? પર્યાયવાળા દ્રવ્યસ્વરૂપ છે. અહીં સ્તિ અથવા વર્તતે ક્રિયાપદની સાથે સમાનાધિકરણ પણે વસ્તુ શબ્દ જોડવામાં આવ્યો છે. માટે વસ્તુ આ શબ્દ વિશેષ્ય થવાથી મુખ્ય છે. અને તે વસ્તુ કેવી છે ? આમ પૂછાયેલા પ્રશ્નના ઉત્તરરૂપે “પર્યાયવેત્ દ્રવ્યમ્'' આવો શબ્દ આવે છે. તેથી દ્રવ્ય પદ વિશેષણ બનવાથી ગૌણ છે. આ રીતે વિશેષણ અને વિશેષ્યની વિવક્ષા વક્તાને આધીન છે. આ દષ્ટાન બન્ને ધર્મની વચ્ચે ગૌણ-મુખ્યતા જણાવનારું છે. કારણકે વસ્તુ કહો કે દ્રવ્ય કહો પરંતુ આ બન્ને શબ્દો ધર્મીના વાચક છે. તેથી ધર્મીયમના વિષયવાળો નૈગમનયનો આ બીજો ભેદ થયો. | ૭-૯
વિષયાસક્તો નીવો વર્તત (તિ) : સૌદશઃ ? ક્ષત્રિસુલુવા–" “પાંચ ઇન્દ્રિયોના સુખમાં આસક્ત એવો જે જીવ વર્તે છે. તે કેવો છે ? ક્ષણ માત્ર સુખવાળો છે” અહીં વર્તતિ (અથવા તિ) ક્રિયાપદની સાથે નીવ શબ્દ સમાનાધિકરણ પણે જોડવામાં આવ્યો છે તેથી વિશેષ્ય હોવાથી મુખ્ય છે. તે વિષયાસક્ત જીવ કેવો છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં ક્ષણમાત્ર સુખવાળો પદ આવે છે. આ રીતે સામે સુધી એ વિશેષણ બનવાથી ગૌણ છે. Íવ એ ધર્મીપદ મુખ્ય છે. અને સુખ એ ધર્મવાચી પદ ગૌણ છે. આ રીતે ધર્મ-ધર્મના આલંબનવાળો આ નૈગમનયનો ત્રીજો ભેદ જાણવો.
૨ ૨
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પરિચ્છેદ-૭ : સૂત્ર-૧૧-૧૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
ર વાગૈર્વ ઉપરના ત્રણે દૃષ્ટાન્નો જોતાં નૈગમનયામાં એકવાર બે ધર્મોમાં એક ધર્મ પ્રધાન હોય છે. બીજીવાર બે ધર્મમાં એક ધર્મી પ્રધાન હોય છે. અને ત્રીજીવાર ધર્મ-ધર્મીમાં ધમ પ્રધાન અને ધર્મ ગૌણ ઇત્યાદિ હોય છે. વિસ્તારથી ઉપર જે સમજાવવામાં આવ્યું છે. તે જોતાં એક પ્રશ્ન થાય કે આ નૈગમનયમાં ધર્મ પણ પ્રધાન બન્યો અને ધર્મી પણ પ્રધાન બન્યો. નયની વ્યાખ્યા તો એવી હોય કે જ્યાં ગૌણ-મુખ્યભાવ હોય. અહીં તો બન્નેને પ્રધાન થવાનો અવકાશ મળે છે. મચ=તેથી આ નૈગમનયને વં આ રીતે વિચારતાં તો પ્રમાત્મિત્વ-પ્રમાણ સ્વરૂપપણાની મનુષપ્રાપ્તિ થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ ધર્મ અને ધમી એમ બન્નેની પ્રધાનતાવાળો આ નય બનવાથી આ નય શું પ્રમાણ ન કહેવાય ? ? એવો પ્રશ્ન કરવો નહીં. કારણકે આ ત્રણે ઉદાહરણોમાં ધર્મ અને ધર્મી એમ બન્નેનો એકસાથે પ્રધાનપણે બોધ થતો નથી. એકી સાથે પ્રધાનપણે બોધ થવાનો અસંભવ છે. કારણકે ત્રણે ઉદાહરણોમાં ધર્મ-ધમી એમ બેમાંથી કોઈપણ એકનો જ નૈગમનય વડે પ્રધાનપણે અનુભવ કરાય છે. જ્યારે કોઈપણ એકનો પ્રધાનપણે વ્યવહાર કરાતો હોય ત્યારે બીજાનો બોધ અવશ્ય ગૌણપણે જ થાય છે. તેથી નૈગમનયને નય જ કહેવાય છે. પ્રમાણપણાની પ્રાપ્તિ થતી નથી.
દ્રવ્ય અને પર્યાય (ધર્મ અને ધર્મી) એમ બન્ને ભાવોવાળા અર્થને પ્રધાનપણે અનુભવ કરતું જે જ્ઞાન થાય તે જ પ્રમાણ કહેવાય- એમ સ્વીકારવું જોઇએ. જ્યાં દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક અર્થ પ્રધાન હોય તો જ પ્રમાણ કહેવાય છે. તે અહીં નથી. માટે નૈગમનય તે નય જ કહેવાય છે. પ્રમાણ નહીં. ૭-૧ot
अथ नैगमाभासमाहुः
હવે નૈગમ નયાભાસ સમજાવે છેधर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिसन्धि गमाभासः ॥७-११॥
अत्रोदाहरन्तियथात्मनि सत्त्वचैतन्ये परस्परमत्यन्तं पृथग्भूते इत्यादिः ॥७-१२॥
સૂત્રાર્થ- બે ધર્મો આદિમાં (એટલે કે બે ધર્મમાં, બે ધર્મોમાં, અને ધર્મધર્મીમાં) એકાન્ત ભેદ સ્વીકારનારો જે જ્ઞાતાનો અભિપ્રાયવિશેષ તે નૈગમ નયાભાસ કહેવાય છે. જેમકે “આત્મામાં સત્ત્વ અને ચેતન્ય પરસ્પર એકાન્ત ભિન્ન . છે.' ઇત્યાદિ. || -૧૧-૧રવા
Page #188
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧૧-૧૨
૧૭૧ टीका-आदिशब्दाद् धर्मिद्वय-धर्मधर्मिद्वययोः परिग्रहः । ऐकान्तिकपार्थक्याभिसन्धिरैकान्तिकभेदाभिप्रायो नैगमदुर्नय इत्यर्थः ॥७-११॥
आदिशब्दाद् वस्त्वाख्यपर्यायवद्रव्याख्ययो धर्मिणोः सुखजीवलक्षणयोधर्मधर्मिणोश्च सर्वथा पार्थक्येन कथनं तदाभासत्वेन द्रष्टव्यम् । नैयायिकवैशेषिकदर्शनं चैतदाभासतया ज्ञेयम् ॥७-१२॥
વિવેચન- બે ધર્મોમાં, બે ધર્મોમાં, અને ધર્મ-ધર્મીમાં એકની ગૌણતા અને એકની પ્રધાનતા એ પ્રમાણે સાપેક્ષ એવો વક્તાનો જે અભિપ્રાય તે નૈગમનય કહેવાય છે. પરંતુ આ જ સ્થાનોમાં નિરપેક્ષ અર્થાત્ એકાન્ત ભિન્નતાવાળો વક્તાન જે અભિપ્રાય તે નૈગમનયાભાસ કહેવાય છે.
બે ધર્મોમાં એકાન્ત ભેટવાળો જે અભિપ્રાય તે જેમ નૈગમ નયાભાસ કહેવાય છે. તેમ મૂલસૂત્રમાં કહેલા મરિ શબ્દથી બે ધર્મોમાં અને ધર્મ-ધર્મીમાં પણ આવો જ એકાન્તભેદયુક્ત જે અભિપ્રાય તે નૈગમ નયાભાસ કહેવાય છે એમ સમજી લેવું. સારાંશ કે એકાન્તપૃથકતા વાળો જે અભિપ્રાય=એકાત્ત ભેદ યુક્ત જે આશયવિશેષ તે નિગમ નયાભાસ અર્થાત્ નિગમ નામનો દુર્નય છે. જેમકે “આ આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય છે. અહીં “સત્ત્વ અને ચૈતન્ય” એમ બન્નેને ભિન્ન લેવાથી સત્ત્વ એ ચૈતન્યનું વિશેષણ થતું નથી. અને ચૈતન્ય એ સત્ત્વનું વિશેષ્ય થતું નથી. બન્ને પદો સ્વતંત્ર રહે છે. તેથી ગૌણ-મુખ્યતા થતી નથી. તથા બન્ને ધર્મો સર્વથા પૃથર્ લેવાથી ચૈતન્ય પણ સથી ભિન્ન અર્થાત્ અસરૂપ બની જાય છે. અને “સત્ત' પણ ચૈતન્યથી ભિન્ન
અર્થાત જડ સ્વરૂપ બની જાય છે. આવો એ કાનત ભેદનો જે આગ્રહ તે નિગમનયાભાસ (ખોટો નૈગમનય-દુર્નય) કહેવાય છે.
આવી જ રીતે બારમા મૂલસૂત્રમાં કહેલા આદિ શબ્દથી વસ્તુ નામનો ધર્મી પદાર્થ અને “પર્યાયવાળું દ્રવ્ય” એ નામનો ધમ પદાર્થ એમ બન્ને ધમ પદાથોમાં, તથા “સુa” ગુણરૂપ ધર્મ અને નવ નામના ધર્મમાં, અર્થાત્ સુખ અને જીવ લક્ષણરૂપ ધર્મ તથા ધમમાં, અત્યન્ત પૃથપણાના ભાવે જે કથન કરવું તે પણ નૈગમ નયાભાસ તરીકે જાણવું. છ દર્શનોમાં જે. નિયાયિક દર્શન તથા વૈશેષિકદર્શન છે. તે આ નૈગમ નયાભાસ તરીકે જાણવાં. કારણ કે તે દર્શનકારો ગુણ અને ગુણીનો, ધર્મ અને ધર્મીનો, સત્તા-સામાન્ય અને ચૈતન્યાદિ-ગુણોનો સર્વથા ભેદ જ માને છે. એકાન્ત ભેદ માનવાથી ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ આદિ થાય છે. તે દોષોના નિવારણ માટે તેઓ ત્યાં “સમવાય સંબંધ” કહ્યું છે. તે કલ્પના પણ અનવસ્થા દોષથી ભરેલી છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૧૩-૧૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ જ્યાં તાદાભ્યસંબંધ હતો, કથંચિત્ ભેદ અને કથંચિ અભેદ હતો ત્યાં એકાન્ત ભેદ માન્યો આ મોટી ભૂલ કરી. ત્યારબાદ આવી ખોટી માન્યતાથી ઊભા થયેલા ગુણ-ગુણી ભાવના ઉચ્છેદાદિ દોષોને નિવારવા “સમવાય સંબંધ” આદિની કલ્પનાઓ કરવી પડી. આ એકાન્તવાદ એ જ દુર્નય છે.
નૈગમાદિ નયોનું સ્વરૂપ તત્ત્વાર્થસૂત્રની સિદ્ધસેનગણિકૃત ટીકામાંથી તથા વિશેષાવશ્યક ભાષ્યની મલ્લધારીય ટીકામાંથી વધારે જાણવું.
अथ संग्रहस्वरूपमुपवर्णयन्तिહવે સંગ્રહાયનું સ્વરૂપ જણાવે છેसामान्यमात्रग्राही परामर्शः संग्रहः ॥७-१३॥
સૂત્રાર્ચ- “સામાન્ય માત્રને જ મુખ્યપણે ગ્રહણ કરનારો (અને વિશેષને ગૌણ કરનારો) વક્તાનો જે અભિપ્રાય' તે સંગ્રહનચ કહેવાય છે. I ૦-૧૩ના
अमुं भेदतो दर्शयन्तिતે સંગ્રહનયના ભેદ કરીને સમજાવે છેअयमुभयविकल्प: परोऽपरश्च ॥७-१४॥
સૂથાર્થ- તે સંગ્રહનયના બે ભેદો છે. એક પર અને બીજો અપર સંગ્રહનચ. || -૧૪
टीका-सामान्यमात्रमशेषविशेषरहितं सत्त्वद्रव्यत्वादिकं गृह्णातीत्येवंशीलः, समेकीभावेन पिण्डीभूततया विशेषराशिं गृह्णातीति संग्रहः । अयमर्थ:-स्वजातेदृष्टेष्टाभ्यामविरोधेन विशेषाणामेकरूपतया यद् ग्रहणं स संग्रह इति ॥७-१३,१४॥
- વિવેચન- મોષ-સર્વે વિશેષોથી રહિત એવું “સર્વિ” અથવા “દ્રવ્યત્વ'' ઇત્યાદિ રૂપ સામાન્યમાત્રને જે ગ્રહણ કરે એવા સ્વભાવવાળો જે અભિપ્રાય તે સંગ્રહનય. સ=એકી સાથે પિંડીભૂતરૂપે વિશેષધર્મોની રાશિને પૃદ્ધાંતતિ ગ્રહણ કરવાવાળો જે આશયવિશેષ તે સંગ્રહનય.
Page #190
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧૫ થી ૧૮
૧૭૩ ભાવાર્થ આ પ્રમાણે છે કે- દેઈ=પ્રત્યક્ષની સાથે, તથા રૂદ અનુમાનની સાથે વિરોધેન-વિરોધ ન આવે તે રીતે સ્વનાતે પોતાની જાતિના વિવામિસર્વે વિશેષોનું રૂપયા એકરૂપપણે જે ગ્રહણ કરવું તે સંગ્રહનય કહેવાય છે. જેમકે એકેન્દ્રિય જીવો હોય કે વિકસેન્દ્રિય જીવો હોય કે પંચેન્દ્રિય જીવો હોય. પરંતુ તે સર્વે
જીવો છે” તે સર્વમાં જીવપણે શું વિશેષતા છે ? અર્થાત્ બધા સમાન છે. તથા બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય પરંતુ બધા માનવમાત્ર છે. માનવપણે શું ફરક છે ? આખરે છે તો બધા મનુષ્યો જ છે ને ? આવા આવા એકીકરણ તરફ ઢળતા અધ્યવસાયવિશેષવાળો જે નય, તે સંગ્રહનય કહેવાય છે.
આવા પ્રકારના આ સંગ્રહનયના બે ભેદ છે. (૧) પરસંગ્રહનય અને (૨) અપરસંગ્રહનય. આ બન્ને નયોના અર્થો આગળ ગ્રંથકારશ્રી આપે છે. / ૭-૧૩,૧૪ો.
तत्र परसंग्रहमाहुः
ત્યાં પ્રથમ પસંગ્રહનય સમજાવે છે
अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यમો: પરર્સ + ૭-૨ /
उदाहरन्ति
ઉદાહરણ આવે છેविश्वमेकं सदविशेषादिति यथा ॥७-१६॥
एतदाभासमाहुः
હવે પરસંગ્રહાભાસ જણાવે છેसत्ताऽद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान्निराचक्षाणस्तदाभासः।७-१७।
उदाहरन्ति
પરસંગ્રહાભાસનું ઉદાહરણ આપે છે– यथा सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ।७-१८ । (૧) દૃષ્ટ=પ્રત્યક્ષ અને ઇષ્ટ-અનુમિત, અથવા દૃષ્ટ એટલે પોતે સ્વયં અનુભવેલું અને ઈષ્ટ એટલે પ્રમાણોથી
જાણેલું (જુઓ અંજલી) અથવા દૃષ્ટ=ઇન્દ્રિગોચર અને ઇષ્ટ=મોક્ષમાર્ગની સાથે અવિરોધી.
Page #191
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૧૩-૧૪
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- ત્યાં પરસંગ્રહ સમજાવે છે કે-સર્વવિશેષોમાં ઉદાસીનતા રાખનારો અને શુદ્ધ એવું દ્રવ્ય સત્તામાત્ર રૂપ છે એવું સ્વીકારનારો જે અભિપ્રાય વિશેષ તે “પરસંગ્રહ'' નય કહેવાય છે. જેમકે “આ સમસ્ત વિશ્વ એકરૂપ છે'' કારણ કે “સત્'' પણે બધું જ સમાન છે માટે. આ વી માન્યતા તે પરસંગ્રહનય.
૧૭૪
પરસંગ્રહાભાસ કોને કહેવાય તે સમજાવે છે કે “સત્તા જ માત્ર છે'' બીજું કંઇ જ નથી, એવો સત્તા અદ્વૈતને સ્વીકારનારો અને સક્તવિશેષોનો અપલાપ કરનારો જે આશયવિશેષ તે પરસંગ્રહનયાભાસ. જેમકે “સત્તા” એ જ યથાર્થ તત્ત્વ છે, સત્તાથી પૃથભૂત એવા વિશેષો આ સંસારમાં દેખાતા ન હોવાથી. II -૧૫, ૧૬, ૧૦, ૧૮ll
ટીા—પરામર્શ કૃત્યવ્રતનેપિ યોનનીયમ્ ।।૭-૨
अस्मिन् उक्ते हि सदितिज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वेनैकत्वमશેષાર્થાનાં સંવૃદ્ઘતે ॥૭-૨૬૫
अशेषविशेषेष्वौदासीन्यं भजमानो हि परामर्शविशेषैः परसंग्रहाख्यां लभते, न चायं तथेति तदाभासः ૫૭-૨૭૫
अद्वैतवादिदर्शनान्यखिलानि सांख्यदर्शनं चैतदाभासत्वेन प्रत्येयम् । अद्वैतवादस्य सर्वस्यापि दृष्टेष्टाभ्यां विरुद्ध्यमानत्वात् ॥७-१८ ॥
વિવેચન— “પરામર્શ” એવો શબ્દ આ સૂત્રમાં તથા આગળના સૂત્રોમાં પણ જોડવો. ઉપરના સૂત્રોમાંથી અનુવૃત્તિરૂપે લઇ આવવો. તેથી આવો અર્થ થાય છે કે— જગતના ઘટ-પટ-પશુ-પક્ષી-માનવ-કંચન-કટક-કેયૂર-પત્થર આદિ સઘળા પદાર્થો સામાન્ય અને વિશેષ એમ ઉભયાત્મક ધર્મવાળા છે. કારણ કે ઉપરોક્ત, ઘટ, પટ, પશુ આદિ સઘળા પદાર્થો તે તે રૂપે વિશેષ છે. ઘટનું જલાધારાદિ જે સ્વરૂપ છે તે પટમાં નથી. અને પટમાં શરીરાચ્છાદનાદિ જે સ્વરૂપ છે તે ઘટમાં નથી. તેથી સર્વે પદાર્થો પોતપોતાના પ્રતિનિયત સ્વરૂપથી વિશેષ છે. છતાં તે જ સઘળા પદાર્થો “સત્’પણે (અસ્તિસ્વરૂપે-હોવાપણે) સમાન પણ છે. આ રીતે જગત્ના પદાર્થો ઉભયાત્મક હોવા છતાં પણ જ્યારે સામાન્યપણે જાણવાનું પ્રયોજન હોય અને તેના કારણે “સર્વ વિશ્વ સત્ રૂપે એક છે” કારણકે સર્વે પદાર્થોમાં સત્ પણે કોઇ વિશેષતા નથી આવું જાણવું તે, અર્થાત્ આવા અભિપ્રાયવાળો જે આશયવિશેષ તે પરસંગ્રહનય કહેવાય છે. આ ત્ છે આ સત્ છે. એવું જ્ઞાન સર્વ પદાર્થોમાં પ્રવર્તે છે. તથા એવું
Page #192
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૧૯
૧૭૫
કથન (વ્યવહાર) પણ સર્વ પદાર્થોમાં પ્રવર્તે છે. એટલે “મા સત્ રૂપિ સન્'' આવું જ્ઞાન અને આવા વ્યવહારનું હોવું સર્વત્ર છે. તે બન્નેની અનુવૃત્તિરૂપ લિંગ દ્વારા અનુમાન કરાઇ છે સત્તા જેની એવા સક્લ પદાર્થો હોવાથી તે રૂપે સક્લ પદાર્થોને એકપણે ગ્રહણ કરનારો આ નય છે. તેથી તેને સંગ્રહનય અને તે પણ પરસંગ્રહનય કહેવાય છે. વધારેમાં વધારે વિશાળતાવાળો આ જ નય છે. તેથી તેને “પર” કહેવાય છે. ૭-૧૫-૧૬ll
ઘટ-પટ આદિ સર્વે પદાર્થો પોતપોતાના પ્રતિનિયત સ્વરૂપે વિશેષ અને “સ સ્વરૂપે સામાન્ય એમ ઉભયાત્મક હોતે છતે સર્વ પદાર્થોના પ્રતિનિયત સ્વરૂપાત્મક વિશેષમાં ઉદાસીનતા રાખનારો અને “આ સત્ છે” “આ સત્ છે” એવા જ માત્ર વિચારવિશેષો વડે સામાન્યરૂપે વસ્તુ સ્વરૂપને સ્વીકારનારો જ્ઞાતાનો જે અભિપ્રાય વિશેષ-આશયવિશેષ તે “પસંદ' નામનો નય કહેવાય છે પરંતુ જ્યારે આ અભિપ્રાય વિશેષ ન તથા તેવો ન હોય, પરંતુ એકાત્તવાદ તરફ હોય. એટલે કે વિશેષોનો અપલાપ કરીને સામાન્ય માત્રને જ સ્વીકારનારો હોય ત્યારે તેને પરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે વેદાન્ત આદિ દર્શનોને માન્ય “આ સમસ્ત વિશ્વ એક બ્રહ્મરૂપ જ છે” વિશેષો છે જ નહી, આવી આવી માન્યતા તે પરસંગ્રહાભાસ. “સંત” માનનારાં સર્વે દર્શનો તથા સાંખ્યદર્શન. આ સર્વે પરસંગ્રહનયાભાસ સ્વરૂપ છે. કારણકે અદ્વૈત માત્ર માનવાથી તે તે પદાર્થોમાં છતા પણે રહેલા એવા વિશેષોનો તે તે દર્શનકારોએ અપલાપ કર્યો છે. માટે નયાભાસરૂપ છે. પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ વડે તે સર્વે અદ્વૈતવાદો મિથ્યાવાદ રૂપ હોવાથી સ્વીકારવા યોગ્ય નથી. કારણકે જગતના સર્વે પદાર્થો સામાન્ય અને વિશેષાત્મક છે. એમ પ્રત્યક્ષથી પણ જણાય છે અને અનુમાનથી પણ સિદ્ધ થાય છે. તેથી અદ્વૈતવાદનો વિરોધ કરાય છે. અદ્વૈતવાદ ત્યાજ્ય છે. સ્વીકાર કરવા યોગ્ય નથી. / ૭-૧૭, ૧૮|
अथापरसंग्रहमाहुःહવે અપરસંગ્રહનય સમજાવે છેद्रव्यत्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमीलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ॥७-१९॥
उदाहरन्तिદૃષ્ટાન્ત આપે છે કે
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૨૦ થી ૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्याणामैक्यं द्रव्यत्वाभेदादित्यादिर्यथा ॥७-२०॥
एतदाभासमाहुः
હવે અપરસંગ્રહનયાભાસ સમજાવે છેद्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान्निह्ववानस्तदाभासः ॥७-२१॥
उदाहरन्तिदृष्टान्त मापे छ :यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः ॥७-२२॥
સૂત્રાર્થ- હવે અપરસંગ્રહનય સમજાવે છે કે દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ આદિ અવાન્તર સામાન્યને માનનારો અને તેના વિશેષોમાં ઉપેક્ષાનું અવલંબન લેનારો જે અભિપ્રાય વિશેષ તે અપરસંગ્રહનય કહેવાય છે, જેમકે ધમસ્તિકાય, અધમસ્તિકાચ, આકાશાસ્તિકાય, કાળ, પુદગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય આ છએ દ્રવ્યો “એકરૂપ છે” કારણકે દ્રવ્યપણે અભેદ હોવાથી (દ્રવ્યપણે સમાન હોવાથી). હવે અપરસંગ્રહ-નગાભાસ સમજાવે છે કે દ્રવ્યત્વાદિ સામાન્યમાત્રને જ માનનારો અને તેના વિશેષોનો અપલાપ કરનારો એવો જે અભિપ્રાય-વિશેષ તે અપરસંગ્રહનયાભાસ કહેવાય છે. જેમકે દ્રવ્યત્વ એ જ એક વાસ્તવિક તત્ત્વ છે. કારણકે તેનાથી ભિન્ન એવા ધમસ્તિકાયાદિ દ્રવ્યો ક્યાંય દેખાતાં નથી. ઇત્યાદિ GENEPer Meidi. ॥७-१९, २०, २१, २२॥
टीका-द्रव्यत्वमादिर्येषां पर्यायत्वप्रभृतीनां तानि तथा, अवान्तरसामान्यानि सत्ताख्यमहासामान्यापेक्षया कतिपयव्यक्तिनिष्ठानि तद्भेदेषु द्रव्यत्वाद्याश्रयभूतविशेषेषु द्रव्यपर्यायादिषु गजनिमीलिकामुपेक्षाम् ॥७-१९॥
अत्र द्रव्यं द्रव्यमित्यभिन्नज्ञानाभिधानलक्षणलिङ्गानुमितद्रव्यत्वात्मकत्वेनैक्यं षण्णामपि धर्मादिद्रव्याणां संगृह्यते । आदिशब्दाच्चेतनाचेतनपर्यायाणां सर्वेषामेकत्वम् पर्यायत्वाविशेषादित्यादि दृश्यम् ॥७-२०॥
तदाभासोऽपरसंग्रहाभासः ॥७-२१॥
Page #194
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૨૦ થી ૨૨
૧૭૭ - अयं हि द्रव्यत्वस्यैव तात्त्विकतां प्रख्यापयति, तद्विशेषभूतानि तु धर्मादिद्रव्याण्यपह्नत इत्यपरसंग्रहाभासनिदर्शनम्, सर्वत्र संग्रहाभासत्वे कारणं प्रमाणविरोध एव, सामान्यविशेषात्मनो वस्तुनस्तेन प्रतीतेरभिहितत्वात् ॥७-२२॥
વિવેચન– દ્રવ્યત્વ છે આદિમાં જેઓને તે વ્યત્યાદ્રિ આ પ્રમાણે બહુવ્રીહિ સમાસ થવાથી પર્યાયત્વ વગેરે પણ સમજી લેવા. “સત્તા” નામનું જે સામાન્ય છે તે સર્વ દ્રવ્ય, સર્વ ગુણ અને સર્વ પર્યાયમાં વિદ્યમાન હોવાથી મહાસામાન્ય છે. તેની અપેક્ષાએ દ્રવ્યત્વ એ માત્ર પર્ દ્રવ્ય વૃત્તિ જ છે. અને પર્યાયત્વ એ પર્યાય માત્રવૃત્તિ છે. તેથી દ્રવ્યત્વ અને પર્યાયત્વ, કેટલીક વ્યક્તિઓમાં (કેટલાક-પ્રતિનિયત પદાર્થોમાં) જ રહેનાર છે. અને સત્તા સર્વે સત્પદાર્થોમાં રહેનાર છે. તેથી સત્તા નામના મહાસામાન્યની અપેક્ષાએ અવાન્તર સામાન્ય સ્વરૂપ છે. તેની જ પ્રધાનતા કરનારો અને તેના ઉત્તરભેદ સ્વરૂપ જે જે વિશેષો છે. તેમાં ગજનિમીલિકાનો (ઉપેક્ષા કરવાનો) આશ્રય લેનારો જે અભિપ્રાયવિશેષ તે અપર સંગ્રહ નય જાણવો.
સારાંશ કે - તે “સત્તા” નામના મહાસામાન્ય કરતાં જે અવાન્સરસામાન્ય સ્વરૂપ છે. તથા “સત્તા” જેટલામાં રહે છે તેના કરતાં અલ્પવ્યક્તિમાં (ન્યૂનપદાર્થોમાં) જે રહે છે. એવા દ્રવ્યત્વ-પર્યાયત્વ વગેરે ધર્મોને ગ્રહણ કરનારો અને તે દ્રવ્યત્વ, પર્યાયત્વે આદિ ધર્મોના આધારભૂત એવા દ્રવ્ય-પર્યાયના પેટાવિશેષ ધર્મ-અધર્મ-આકાશ, તથા સ્થાસ કોશ-કુશૂલ ઘટ આદિમાં ગજનિમીલિકા (ઉપેક્ષા) કરનારો જે આશયવિશેષ તે અપરસંગ્રહનય છે.
મહાસામાન્ય કરતાં લઘુસામાન્યને જે પ્રધાન કરે અને તેના પેટા વિભાગ સ્વરૂપ વિશેષોમાં જે ઉદાસીનતા રાખે તે અપરસંગ્રહનય છે. જેમકે ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ આ છએ દ્રવ્યો એકરૂપ જ છે. કારણકે આ છએ દ્રવ્યોમાં “દ્રવ્યપણે” અભેદ જ છે. આ છએ દ્રવ્યોમાં “આ પણ દ્રવ્ય છે. આ પણ દ્રવ્ય છે” એવુ એક સરખું ભેદભાવ વિનાનું “જ્ઞાન પણ થાય છે. અને ઉચ્ચારણ પણ થાય છે. આ રીતે દ્રવ્ય દ્રવ્યપણે અભિન્ન જ્ઞાન અને અભિધાન થવા સ્વરૂપ લિંગવડે અનુમાન કરાય છે કે આ છએ “દ્રવ્યત્યાત્મકપણે” એક જ છે. આ પ્રમાણે ધર્માદિ છએ દ્રવ્યોની દ્રવ્યત્યાત્મકપણે સમાનતાને ગ્રહણ કરનારો જે અભિપ્રાય વિશેષ (આશય વિશેષ) તે અપરસંગ્રહનય.
જેમ આ છએ દ્રવ્યો દ્રવ્યપણે એક છે-તેવી જ રીતે મારિ શબ્દથી ચેતન એ જીવનો પર્યાય છે. અને અચેતન એ ધર્માદિ શેષ પાંચ દ્રવ્યોનો પર્યાય છે. એટલે ચેતન અને અચેતન એમ બન્ને પર્યાયો પરસ્પર વિલક્ષણ હોવાથી ભિન્ન-ભિન્ન છે, તો
૨૩
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ પણ તે ચેતન અને અચેતન પર્યાયોને “પર્યાયત્વ સ્વરૂપે” એકપણું લેનારો જે અભિપ્રાય વિશેષ તે અપર સંગ્રહાય છે. કારણકે તે બન્નેમાં પર્યાયત્વપણે કંઈ ભેદ નથી. જેમ ધર્માદિ છ દ્રવ્યોમાં દ્રવ્યપણે એકતા છે. તેમ જુદા જુદા પર્યાયોમાં પર્યાયપણે પણ એકતા છે. આ પ્રમાણે દ્રવ્યત્વ-પર્યાયત્વ આદિની અપેક્ષાએ એકતાને જાણનારો જે આશયવિશેષ તે અપર સંગ્રહનય કહેવાય છે. I૭-૧૯, ૨૦ll
અપર સંગ્રહનય સમજાવીને તેનો જ આભાસ” એટલે અપર સંગ્રહનયાભાસ કોને કહેવાય ? તે સમજાવે છે. સત્તા કરતાં લઘુ એવા “દ્રવ્યત્વ” “પર્યાયત્વ” વગેરે સામાન્યને જ સ્વીકારે અને તેના ઉત્તરભેદો રૂપ વિશેષોનો અપલાપ જ કરે તેવો અભિપ્રાય તે અપર સંગ્રહનયાભાસ. જેમ કે ધર્મ-અધર્માદિ છે એ દ્રવ્યોમાં “દ્રવ્યત્વ” એ જ સાચું તત્ત્વ છે તેના વિશેષભૂત એવા ધર્મદ્રવ્ય કે અધર્મદ્રવ્યત્વ કંઈ છે જ નહિ. કારણકે “દ્રવ્યત્વ સામાન્ય”થી તે છએ વ્યાપ્ત છે. તેને છોડીને ધર્મત કે અધર્મત એવું છે શું ? અર્થાત્ કંઈ જ નથી. એમ કહી તે વિશેષોનો અપલાપ કરનારો જે આશય વિશેષ તે અપર સંગ્રહનયાભાસ કહેવાય છે એમ તેનું ઉદાહરણ જાણવું. આવી જ રીતે ચેતન એ પણ એક પર્યાય છે અને અચેતન એ પણ એક પર્યાય છે એમાં પર્યાયત્રપણે બન્નેની જે સમાનતા છે. તે એકતા જ સ્વીકારવી, પરંતુ ચેતન તથા અચેતન પણે જે વિશેષતા છે. તેનો અપલાપ કરવો તે અપર સંગ્રહનયાભાસ છે.
આ સર્વે ઉદાહરણોમાં “સંગ્રહાભાસ” કહેવાનું કારણ એ છે કે તેમ માનવામાં “પ્રમાણનો વિરોધ” આવે છે એ જ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ આદિ સર્વ પ્રમાણો વડે ઘટ-પટ આદિ સમસ્ત વસ્તુઓ “સામાન્ય અને વિશેષ” એમ ઉભયાત્મક છે. આવું જણાય પણ છે. અને શાસ્ત્રોમાં પણ આમ જ કહેલું છે તથા એમ જ અનુભવાય છે. આ રીતે સમસ્ત પદાર્થો બે ભાવવાળા હોવા છતાં તેમાંથી એક ભાવને માનવો અને બીજા ભાવનો અપલાપ કરવો તે સંગ્રહાભાસ માત્ર જ છે. // ૭-૨૧, ૨૨I
अथ व्यवहारनयं व्याहरन्तिહવે વ્યવહારનય સમજાવે છે.
संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः ॥७-२३॥
उदाहरन्तिઉદાહરણ આપે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
परिच्छे६-७ : सूत्र- २४ थी २६
यथा यत् सत्, तद् द्रव्यं पर्यायो वेत्यादिः ॥७-२४॥
एतदाभासं वर्णयन्ति
વ્યવહારાભાસ સમજાવે છે.
यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति स व्यवहाराभासः ॥ ७२५॥
રત્નાકરાવતારિકા ભાગ-૩
उदाहरन्ति
વ્યવહારાભાસનું ઉદાહરણ આપે છે. यथा चार्वाकदर्शनम् ॥७-२६ ॥
સૂત્રાર્થ- હવે વ્યવહાર નય જણાવે છે. સંગ્રહ નયવડે (એકપણે) સ્વીકારાયેલા પદાર્થોનું વિધિપૂર્વક જે અભિપ્રાયથી વિભાજન કરાય તે વ્યવહારનય. જેમકે- જે જે સત્ છે તે કાં'તો દ્રવ્યાત્મક છે અથવા કાં'તો પર્યાયાત્મક છે ઈત્યાદિ વ્યવહારનય સમજાવીને વ્યવહારનયાભાસ સમજાવે છે કે વળી જે અભિપ્રાય દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક (એટલેકે કલ્પનાકૃત) स्वीकारे ते व्यवहारालास छे. भेमई यार्या हर्शन. ॥७-२३-२४-२५-२६॥
૧૭૯
टीका - संग्रहगृहीतान् सत्त्वाद्यर्थान् विधाय, न तु निषिध्य यः परामर्शविशेषस्तानेव विभजते, स व्यवहारनयस्तज्ज्ञैः कीर्त्यते ॥७-२३॥
1
आदिशब्दापरसंगृहीतार्थगोचरव्यवहारोदाहरणं दृश्यम् । यद् द्रव्यं तद् जीवादि षड्विधं, यः पर्यायः सद्विविधः - क्रमभावी सहभावी चेति । एवं यो जीवः स मुक्तः संसारी च । यः क्रमभावी पर्यायः स क्रियारूपोऽक्रियारूपश्चेत्यादिः ॥ ७- २४॥
य पुनः परामर्शविशेषः कल्पनाऽऽरोपितद्रव्यपर्यायप्रविवेकं मन्यते सोऽत्र व्यवहारदुर्नयः प्रत्येयः ।
चार्वाको हि प्रमाणप्रतिपन्नं जीवद्रव्यपर्यायादिप्रविभागं कल्पनाऽऽरोपितत्वेनापह्नुते, अविचारितरमणीयभूतचतुष्टयप्रविभागमात्रं तु स्थूललोकव्यवहारानुयायितया समर्थयत इत्यस्य दर्शनं व्यवहारनयाभासतयोपदर्शितम् ॥७-२५-२६॥
વિવેચન– સંગ્રહનય દ્વારા જે જે પદાર્થોનું જે જે વિવક્ષાએ એકીકરણ કરાયું છે. તે તે પદાર્થોનું તે તે વિવક્ષાએ એકીકરણ સ્વીકારીને (એટલે કે તે એકીકરણનો નિષેધ કર્યા વિના) જે વિચારવિશેષથી તેઓનું પૃથક્કરણ કરાય. એટલે કે તેઓનો
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨૪ થી ૨૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
વિભાગ કરાય તે વિચારવિશેષને વ્યવહારનય કહેવાય છે. એમ વ્યવહારનયના સ્વરૂપને જાણનારા પુરુષોનું કહેવું છે.
જેમકે દ્રવ્ય હોય કે પર્યાય હોય, પરંતુ બધા સત્ છે. અર્થાત્ સત્ પણે બધા એક છે. આમ સંગ્રહનયનું કહેવું છે. પરંતુ વ્યવહારનયવાળો આશય સંગ્રહનયે જણાવેલા આ અભેદને તોડ્યા વિના જણાવે છે કે જેમ દ્રવ્ય અને પર્યાય ત્ પણે એક છે તેમ જે કોઈ તુ છે તે કાં'તો દ્રવ્યસ્વરૂપ છે અથવા કાં'તો પર્યાયસ્વરૂપ છે. આ પ્રમાણે સત્યણાનું એકત્વ સાચવીને દ્રવ્ય-પર્યાયપણાનો ભેદ મુખ્યતાએ વ્યવહારનય કહેવાય છે.
સૂચવે તે
આ જ રીતે ૨૪મા મૂલસૂત્રમાં કહેલા અતિ શબ્દથી અપરસંગ્રહનય વડે સંગૃહીત જે અર્થવિશેષ છે. તેમાં પણ વ્યવહારનયનું ઉદાહરણ સમજી લેવું. તે આ પ્રમાણે- જે જે દ્રવ્ય છે તે પણ જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલરૂપે છ પ્રકારનું છે. તથા જે જે પર્યાયો છે તે પણ ક્રમભાવી અને સહભાવી રૂપે બે પ્રકારના છે. આ જ પ્રમાણે જે જે જીવ છે. તે પણ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના છે. તથા જે ક્રમભાવી પર્યાયો છે તે પણ ક્રિયારૂપ અને અક્રિયારૂપ એમ બે પ્રકારના છે. જેમકે નિષ્પન્ન ઘટમાં કંબુ-ગ્રીવાકારનું ધારણ કરવાપણું જે છે તે સદા તેમને તેમ જ રહેતું હોવાથી ફરી ફરી કરાતું નથી. માટે કંબુગ્રીવાદિઆકાર-ધારિત્વ” એ અક્રિયારૂપ છે. અને જલાધારાદિ ક્રિયા તેવા તેવા પ્રયોજનના અર્થી જીવો વડે તે તે કાળે કરાય છે. માટે જલાધારત્વાદિ ક્રિયારૂપ પર્યાય છે આ પ્રમાણે ભેદને પ્રધાન કરવો તે વ્યવહારનય.
કોઇપણ વસ્તુમાં એકીકરણવાળી જે દૃષ્ટિ તે સંગ્રહનય અને પૃથક્કરણ વાળી જે દૃષ્ટિ તે વ્યવહારનય કહેવાય છે. જેમકે ધર્મ હોય, અધર્મ હોય કે આકાશ હોય પરંતુ આખરે એ સર્વે દ્રવ્યો છે. આમ એકીકરણ તરફ ઢળતો પરિણામ તે સંગ્રહનય છે. અને દ્રવ્યના છ ભેદ છે ૧ ધર્મ, ૨ ધર્મ, આકાશ ઇત્યાદિ, આવા પ્રકારનો ભેદ તરફ ઢળતો પરિણામ તે વ્યવહારનય કહેવાય છે.
ત્રસ હોય કે સ્થાવર હોય પરંતુ તે બધા જીવ છે આમ બોલવું તે સંગ્રહનય. અને જીવોના બે ભેદ છે. (૧) ત્રસ અને (૨) સ્થાવર તે વ્યવહારનય છે. એવી જ રીતે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય પરંતુ બધા જીવપણે સમાન છે એમ જાણવું તે સંગ્રહનય. અને જીવોના પાંચ ભેદ (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય વગેરે તે વ્યવહારનય. આ રીતે વિભાગનો અપલાપ કર્યા વિના જે એકીકરણની મનોવૃત્તિ તે સંગ્રહનય. અને
Page #198
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨૭-૨૮
૧૮૧
એકીકરણનો અપલાપ કર્યા વિના જે વિભાગ તરફની મનોવૃત્તિ તે વ્યવહારનય છે.
|| ૭-૨૩-૨૪ ||
પરંતુ જે વિચાર વિશેષ દ્રવ્ય અને પર્યાયના આ વિભાગવિશેષને કલ્પનાકૃત જ માને, ધર્મ-અધર્મ, આકાશ આદિ દ્રવ્યોના વિભાગો કલ્પનાકૃત જ માને. એવી રીતે પર્યાયોના ક્રમભાવી-અક્રમભાવી વિભાગને કલ્પનાકૃત માને. આ બધા વિભાગો અપારમાર્થિક છે. મિથ્યા છે. કલ્પના માત્રથી જ કરાયા છે ઇત્યાદિ જે માને તે આશયવિશેષને વ્યવહારનયાભાસ કહેવાય છે. જેમકે ચાર્વાકદર્શન.
કારણ કે ચાર્વાક દર્શનાનુયાયી જીવો પ્રત્યક્ષાદિ સર્વે પ્રમાણોથી સિદ્ધ થયેલો જીવ, તેના પર્યાયો તથા જીવદ્રવ્યોના અને તેના પર્યાયોના જે વિભાગો છે તથા ધર્મ, અધર્મ, આકાશ આદિ સ્વરૂપ દ્રવ્યો, અને તેનો વિભાગ આ સઘળું કલ્પના માત્ર જ છે. એમ કહીને તે ચાર્વાક તે તે વિભાગોનો અપલાપ કરે છે. માટે વ્યવહારનયાભાસ રૂપ છે. જો કે આ ચાર્વાકદર્શન પણ પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ચાર ભૂતચતુષ્ટય માને છે. પરંતુ આ ભૂતચતુષ્ટયનો પ્રવિભાગ પણ સ્થૂલ લોકવ્યવહારને અનુસરવા પૂરતો જ માને છે. તાત્ત્વિક રીતે વિચારીએ તો તુચ્છસ્વરૂપ જ છે માત્ર ઉપર ઉપરથી જ રમણીય છે. એમ તેઓ કહે છે. આ કારણથી આ ચાર્વાકનું દર્શન વ્યવહારનયાભાસ તરીકે જણાવ્યું છે. આ પ્રમાણે જે જે એકાન્તવાદ છે તે સર્વે નયાભાસ છે. ।। ૭-૨૫-૨૬॥
द्रव्यार्थिकं त्रेधाऽभिधाय पर्यायार्थिकं प्रपञ्चयन्ति
દ્રવ્યાર્થિકનયના ત્રણ વિભાગો સમજાવીને હવે પર્યાયાર્થિક નય સમજાવે છેपर्यायार्थिकश्चतुर्द्धा ऋजुसूत्रः शब्दः समभिरूढ एवम्भूतश्च ॥७-२७।
एषु ऋजुसूत्रं तावद्वितन्वन्ति
આ ચારમાં પ્રથમ ઋજીસૂત્રનયને કહે છે
ऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्राय
ખુસૂત્રઃ
૫૭-૨૮ ॥
उदाहरन्ति
દૃષ્ટાન્ત આપે છે કે
Page #199
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૨૮
यथा सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः ॥ ७-२९॥
સૂત્રાર્થ- પર્યાયાર્થિકનય ચાર પ્રકારે છે. (૧) ઋજીસૂત્રનય. (ર) શબ્દનય, (૩) સમભિરૂઢનય અને (૪) એવંભૂતનય. નુ એટલે ફક્ત વર્તમાન એક ક્ષણ સ્થાયી એવા પર્યાયમાત્રને પ્રધાનપણે સૂચવનારો જે અભિપ્રાય વિશેષ તે ૠાસૂત્રનય, જેમકે હમણાં સુખપર્યાય વર્તે છે. ઇત્યાદિ ઉદાહરણ જાણવાં. આ પ્રમાણે વર્તમાનપર્યાયને પ્રધાનપણે સૂચવનારો જે અભિપ્રાય વિશેષ તે ૠાસૂત્રનય જાણવો. II ૭-૨૭-૨૮-૨૯॥
૧૮૨
टीका - ऋजु अतीतानागतकालक्षणकौटिल्यवैकल्यात् प्राञ्जलम् । अयं ह द्रव्यं सदपि गुणीभावान्नार्पयति, पर्यायांस्तु क्षणध्वंसिनः प्रधानतया दर्शयतीति
।।૭-૨૭-૨૮૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
अनेन हि वाक्येन क्षणस्थायिसुखाख्यं पर्यायमात्रं प्राधान्येन प्रदर्श्यते, तदधिकरणभूतं पुनरात्मद्रव्यं गौणतया नार्प्यते । आदिशब्दाद् दुःखपर्यायोऽधुनाऽस्तीत्यादिकं प्रकृतनयनिदर्शनम् अभ्यूहनीयम् ॥७- २९ ॥
વિવેચન– નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એમ દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદો યથાર્થ રીતે સમજાવીને હવે પર્યાયાર્થિક નય સમજાવે છે– પર્યાયાર્થિક નય ચાર પ્રકારે છે. (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ અને (૪) એવંભૂત. ત્યાં પ્રથમ ઋજુસૂત્રનય સમજાવે છે.
મુ એટલે પ્રાઙ્ગલ અર્થાત્ સરળ, એટલે વક્રતા વિનાનું. અતીતકાળની વસ્તુ નષ્ટ થઇ ચૂકેલી હોવાથી અને અનાગતકાળની વસ્તુ હજી ઉત્પન્ન થયેલી ન હોવાથી અસત્ છે. મિથ્યા છે. છતાં તેને માનવી તે કૌટિલ્ય એટલે વક્રતા કહેવાય છે. તેનાથી વૈકલ્પ એટલે રહિત અર્થાત્ પ્રાઞ્જલ=સરળ. અતીત-અનાગત કાળના ક્ષણોને માનવા રૂપ કુટિલતા (વક્રતા)ની વિકલતાના (અભાવના) કારણે જે માત્ર વર્તમાનકાળમાં જેમ હોય અને જગતને જેમ વર્તમાનમાં દેખાય છે. તે વસ્તુને તેમ સૂત્રયન્=જણાવનારો જે અભિપ્રાયવિશેષ તે ઋજુસૂત્ર નય જાણવો.
જીવ-પુદ્ગલાદિ સર્વે દ્રવ્યો દ્રવ્યપણે સત્ હોવાથી અનાદિ-અનંતકાળ સ્થાયી ધ્રુવ છે. નિત્ય છે. આમ સત્ હોવા છતાં પણ આ નય તે સત્પણાની વિવક્ષાને મુળીમાવાત્ ગૌણ કરવાથી નાપતિ તેની પ્રધાનપણે વિવક્ષા કરતો નથી. પરંતુ ક્ષણે ક્ષણે બદલાનારા પરિવર્તશીલ એવા પર્યાયોને જ પ્રધાન કરે છે. વર્તમાનકાળવર્તી પર્યાયોને પ્રધાન કરે
Page #200
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૩૦-૩૧
૧૮૩
અને ત્રિકાળવત દ્રવ્યને જે ગૌણ કરે તે ઋજાસૂત્રનય કહેવાય છે. જેમકે અત્યારે મારે સુખપર્યાય વર્તે છે. અથવા અત્યારે મારે દુઃખપર્યાય વર્તે છે. ઈત્યાદિ વર્તમાનકાળવતી પર્યાયને પ્રધાન કરનારો જે અભિપ્રાય તે ઋજાસૂત્રનય કહેવાય છે.
વિવર્તિ સમૃત” આવા પ્રકારના વાક્ય વડે ક્ષણમાત્ર રહેનારો સુખ નામનો જે પર્યાયવિશેષ છે. તેની જ પ્રધાનપણે જે વિવક્ષા કરાય અને સુખપર્યાયના આધારવાળું ત્રિકાળવાર્તા જે આત્મદ્રવ્ય છે તેને ગૌણ કરાય તે ઋજાસૂરાનય. વર્તમાનકાળનો આ સુખપર્યાય જેમ જણાવ્યો છે તેમ કહિ શબ્દથી વર્તમાનકાળનો દુઃખપર્યાય અત્યારે મારે છે એમ પણ સમજી લેવું. આ પણ પ્રસ્તુત એવા ઋજુસૂત્રનયનાં જ દૃષ્ટાન્તો છે. એમ જાણવું.
વર્તમાનકાળમાં જે દ્રવ્યની જેવી અવસ્થા હોય. તેને જ પ્રધાનપણે દેખે. તેની ભૂત-ભાવિકાળની અવસ્થાને જે નય ગૌણ કરે તે આ ઋજુસૂત્રનય કહેવાય છે. તે ૭૨૭-૨૮-૨૯ો.
ऋजुसूत्राभासं ब्रुवतेહવે ઋજુસૂત્રનયાભાસ સમજાવે છે– सर्वथा द्रव्यापलापी तदाभासः ॥७-३०॥ उदाहरन्तिઉદાહરણ આપે છે કેयथा तथागतमतम् ॥७-३१॥
સૂત્રાર્થ દ્રવ્યનો સર્વથા અપલાપ કરનારો વક્તાનો જે અભિપ્રાય વિશેષ તે જુસૂત્રનયાભાસ કહેવાય છે. જેમકે બૌદ્ધદર્શનનો મત. I -૩૦-૩૧
टीका-सर्वथा गुणप्रधानभावाभावप्रकारेण तदाभास ऋजुसूत्राभासः तथागतो हि प्रतिक्षणविनश्वरान् पर्यायानेव पारमार्थिकतया समर्थयते, तदाधारभूतं तु प्रत्यभिज्ञादिप्रमाणप्रसिद्धं त्रिकालस्थायि द्रव्यं तिरस्कुरुत इत्येतन्मतं तदाभासતયોહૃતમ્ I૭-૨૦-૨૨
વિવેચન- ભૂત-ભાવી કાળવર્તી એટલે કે ત્રિકાળવાર્તા એવા દ્રવ્યને જે ગૌણ કરે અને માત્ર વર્તમાનકાળસ્થાયી પર્યાયને પ્રધાન કરે તે જેમ ઋજુસૂત્રનય કહેવાય છે. તેવી
Page #201
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૩૨-૩૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
જ રીતે ભૂત-ભાવી કાળવર્તી દ્રવ્યને ગૌણ કરવાના અને વર્તમાન કાળવર્તી પર્યાય માત્રને પ્રધાન કરવાના અભાવના પ્રકારે પ્રવર્તનારો જે આશય વિશેષ. તે ઋજાસૂત્રનયાભાસ કહેવાય છે. સારાંશ કે “ગૌણભાવ અને પ્રધાનભાવ' કરવાના અભાવપૂર્વક કેવળ એકાન્ત વર્તમાનકાળ ગ્રાહી અને દ્રવ્યનો સર્વથા અપલાપ કરનારો જે અભિપ્રાયવિશેષ તે ઋજુસૂત્રનયાભાસ જાણવો. જેમકે બૌદ્ધદર્શન.
૧૮૪
બૌદ્ધદર્શનના મતે ‘સર્વ ક્ષળિમ્'' સર્વે પણ વસ્તુઓ ક્ષણ માત્ર જ રહેનારી છે. ક્ષણે ક્ષણે સર્વથા બદલાનારી જ છે. એટલે કે ત્રિકાળવર્તી સ્થિર-ધ્રુવ કોઇ દ્રવ્ય જ નથી એમ માને છે. અને તેથી જ ક્ષણે ક્ષણે વિનાશ પામનારા પર્યાયો જ પારમાર્થિક તત્ત્વ છે. એવું તે દર્શન સમર્થન કરે છે. પરંતુ તે પર્યાયો વર્તે છે જેમાં, એવું તેના આધારભૂત દ્રવ્ય બૌદ્ધદર્શનાનુયાયી જીવો માનતા નથી. વાસ્તવિક રીતિએ જે દ્રવ્ય પ્રત્યભિજ્ઞા આદિ પ્રમાણો વડે પ્રસિદ્ધ છે (કારણકે જો સ્થિર-ધ્રુવ દ્રવ્ય ન હોય તો ‘‘સોડ્યું પુરુષઃ '' ઇત્યાદિ પૂર્વાપર સંકલનાવાળી પ્રત્યભિજ્ઞા કેમ થાય ? તથા ભૂતકાળના વિષયવાળું સ્મરણ કેમ ઘટે ? સ્મરણ વિના અનુમાન કેમ સંભવે ? ઇત્યાદિ દોષોના કારણે દીર્ઘકાળ-સ્થાયી ધ્રુવ દ્રવ્ય છે જ.) છતાં તેવા સ્થિર-ધ્રુવત્રિકાળસ્થાયી એવા દ્રવ્યનો તિરસ્કાર કરનારી વિચારસરણીવાળા એવા તે બૌદ્ધદર્શનના મતને તદાભાસ અર્થાત્ ઋજુસૂત્રાભાસ કહેવાય છે. જે જે દર્શનો પોતાની માન્યતાના એકાન્તવાદી છે. તે સર્વે દર્શનો તેનાથી વિલક્ષણ એવા બીજા પક્ષની અપેક્ષા ન રાખતાં હોવાથી અને તેનો અપલાપ કરતાં હોવાથી તે સર્વે નયાભાસો છે. દુર્નય છે. સુનય નથી. ॥૭-૩૦-૩૧॥
शब्दनयं शब्दयन्ति
હવે શબ્દય સમજાવે છે–
कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः || ૭–૩૨૫
उदाहरन्त
શબ્દનયનું ઉદાહરણ આપે છે–
यथा - बभूव
भवति भविष्यति सुमेरुरित्यादिः ॥७-३३॥
સૂત્રાર્થ-કાલાદિના ભેદથી શબ્દના અર્થભેદને સ્વીકારતો જે નય તે શબ્દ નય છે. ઉદાહરણ તરીકે જે સુમેરુ હતો, જે સુમેરુ છે અને જે સુમેરુ હશે તે ત્રણે ભિન્નભિન્ન છે. ઇત્યાદિ ઉદાહરણો જાણવાં. ॥ ૭-૩૨-૩૩][
Page #202
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૩૨-૩૩
૧૮૫ टीका-कालादिभेदेन कालकारकलिङ्गसङ्ख्यापुरुषोपसर्गभेदेन ॥७-३२॥ अत्रातीतवर्तमानभविष्यल्लक्षणकालत्रयभेदयात् कनकाचलस्य भेदं शब्दनयः प्रतिपद्यते । द्रव्यरूपतया पुनरभेदममुष्योपेक्षते । एतच्च कालभेदे उदाहरणम् । करोति क्रियते कुम्भ इति कारकभेदे, तटस्तटी तटमिति लिङ्गभेदे, दारा: कलत्रमित्यादि सङ्ख्याभेदे, एहि मन्ये, रथेन यास्यसि, न हि यास्यसि, यातस्ते पितेति पुरुषभेदे, सन्तिष्ठते अवितष्ठत इत्युपसर्गभेदे ॥७-३३॥
વિવેચન- ઋજુસૂત્ર નય તથા ઋજુસૂત્રનયાભાસ સમજાવીને હવે “શબ્દનય” સમજાવાય છે. એકના એક શબ્દનો કાલાદિના ભેદથી જે નય અર્થભેદ સ્વીકારે તે નય શબ્દનય કહેવાય છે. “ક્ષત્રિાદ્ધિ''માં કાલ શબ્દનો તો ઉલ્લેખ છે જ. પરંતુ માઃિ શબ્દથી વાર, ત્નિ, સંસ્થા, પુરુષ અને ૩પક્ષ દ્વારા પણ એક જ શબ્દના અર્થભેદો થાય છે તે આ નય માને છે તે દરેકના ક્રમશઃ ઉદાહરણો આ પ્રમાણે છે.
(૧) અતીત, વર્તમાન અને ભવિષ્યકાળ એમ ત્રણ પ્રકારના કાળના ભેદથી સુમેરુ (એટલે મહાવિદેહ ક્ષેત્રવર્તી કનકાચલ પર્વત અર્થાત્ મેરુપર્વત)નો પણ ભેદ છે એમ આ શબ્દનય સ્વીકારે છે. અને મનુષ્ય આ જ મેરૂપર્વતનો “વ્યરૂપ''પણા વડે જે અભેદ છે એ અભેદની આ નય ઉપેક્ષા કરે છે. ભાવાર્થ એવો છે કે ભૂતકાળમાં જે મેરૂપર્વત હતો અને વર્તમાનકાળમાં જે મેરૂપર્વત છે અને ભાવિમાં જે મેરૂપર્વત હશે તે ત્રણે મેરૂપર્વત કાળના ભેદથી ભિન્ન-ભિન્ન છે. જો કે દ્રવ્ય તરફ દૃષ્ટિ રાખીએ તો મેરૂપર્વત તેનો તે જ દેખાય છે. એટલે ત્રણે કાળના મેરૂનો અભેદ (એકત્વ) છે. છતાં ભૂતકાળમાં આ મેરૂપર્વત જે જે પુદ્ગલ સ્કંધોનો બનેલ હતો, તે પુગલ સ્કંધો વર્તમાનમાં નથી. કારણ કે પૂરણ-ગલન થવાનો પુગલાસ્તિકાયનો સ્વભાવ જ છે. તેવી જ રીતે વર્તમાનકાળમાં આ મેરૂપર્વત જે પુદ્ગલ સ્કંધોનો છે. તે ભાવિમાં નથી જ રહેવાનો. કારણકે પુગલ સ્કંધો બદલાવાના જ છે. તેથી કાલભેદે પુદ્ગલ સ્કંધો બદલાતા હોવાથી ત્રણે કાળે મેરૂપર્વત ભિન્ન-ભિન્ન છે. એવી જે દૃષ્ટિ તે આ શબ્દનયની છે. આ કાલભેદે અર્થભેદનું ઉદાહરણ થયું. ૧.
હવે કારક ભેદે અર્થ ભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે- મુશ્મ: કવિ, અને કુમ: દિયતે આવા પ્રકારનાં બે વાક્યો છે. પ્રથમ પ્રયોગ કર્તરિ કારક છે. અને બીજો પ્રયોગ કર્મણિ કારક છે. પ્રથમ પ્રયોગમાં “કુંભ જલાધારાદિ અર્થક્રિયાને કરે છે.” એવો અર્થ છે. અને બીજા પ્રયોગમાં કુંભકાર વડે કુંભ કરાય છે. એવો અર્થ છે. બન્ને પ્રયોગોમાં “કુંભ” પદ એક જ છે અને એકસરખું સમાન
૨૪
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-૩૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ પ્રથમ વિભક્તિના એકવચનવાળું જ છે તો પણ પ્રથમ પ્રયોગમાં લુમ: કર્તા છે.
ત્તિ ન ર પ્રત્યયવડે કર્તુત્વ ઉક્ત થવાથી નામાર્થે પ્રથમા છે. અને બીજા પ્રયોગમાં લુમ એ કર્મ છે. અને કર્મકારકમાં થયેલા વન્ય પ્રત્યયવડે કર્મ ઉક્ત બનવાથી નામાર્થે પ્રથમ છે. એકમાં કુંભ એ í, અને બીજામાં કુંભ એ કર્મ છે. એમ í અને કર્મ નામના કારકના ભેદથી બન્ને સ્થાનોમાં રુમ પદનો અર્થ ભિન્ન-ભિન્ન છે. એમ શબ્દનય માને છે. (૨)
તથા તટ: તટી તટસ્ આ ત્રણેમાં તદ નો અથ કાંઠો થાય છે. પરંતુ ત્રણેનું લિંગ ભિન્ન-ભિન્ન હોવાથી ત્રણે પદોનો અર્થ ભિન્ન-ભિન્ન છે એમ શબ્દનય માને છે. તળાવ કે સમુદ્રનો કાંઠો હોય તો તટ, નદીનો કાંઠો હોય તો તદી, અને સરોવર કે ખાબોચીયાનો કાંઠો હોય તો તટસ્ આ રીતે લિંગભેદે અર્થભેદ શબ્દનય કહે છે. (૩)
તારી, નત્રમ્ આ બન્ને શબ્દોનો અર્થ સ્ત્રી થાય છે. પરંતુ પ્રથમ શબ્દ બહુવચનમાં છે અને બીજો શબ્દ એકવચનમાં છે તેથી વચનભેદથી આ બન્ને શબ્દમાં અર્થ ભેદ છે. પહેલાનો અર્થ ઘણી સ્ત્રીઓ અને બીજાનો અર્થ એક સ્ત્રી. એમ શબ્દનય કહે છે. (૪)
एहि मन्ये रथेन यास्यसि न हि यास्यसि यातस्ते पिता इति पुरुषभेदे
આ પદના અર્થ આ પ્રમાણે છે. આવ, હું માનું છું (કે) તું રથવડે જઇશ. ખરેખર તું રથવડે જઈ નહિ શકે, (કારણકે) તારા પિતા ગયા છે.
ત્તિ મવતિ આ દૃષ્ટાન્તમાં એકનો એક થા ધાતુ છે. પરંતુ પહેલામાં સન્ અને બીજામાં આવે એવા ઉપસર્ગો જુદા જુદા લાગવાથી બન્ને શબ્દોનો અર્થભેદ થાય છે. એવી જ રીતે માદાર, વિહાર, નિહાર સંહાર અને હાર આ શબ્દોમાં પણ ઉપસર્ગના ભેદે અર્થભેદ થાય છે. એમ શબ્દનય શબ્દભેદે અર્થભેદ માને છે. (૫).
ઋજાસૂત્ર નય જેમ કાળ ભેદે અર્થભેદ માને છે. તેવી જ રીતે આ શબ્દનય લિંગાદિ ભેદે પદોનો અર્થભેદ કરે છે. ૭-૩૨-૩૩ • તામારં વૃવતે –
હવે શબ્દનયાભાસ સમજાવે છે– तभेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः ॥७-३४॥
उदाहरन्ति
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૩૫ શબ્દનયાભાસનું ઉદાહરણ આપે છે
यथा बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति भिन्नकालशब्दत्वात् तादृसिद्धाચશવદિત્યાદિ ૭-રૂપ છે
સૂત્રાર્થ- તે કાલાદિના ભેદવડે તે તે શબ્દોના અર્થભેદને જ સ્વીકારનારો જે આશયવિશેષ છે. તે શબ્દનચાભાસ કહેવાય છે. જેમ કે સુમેરુ હતો, સુમેરુ છે. અને સુમેરુ થશે. આ ભિન્ન-ભિન્ન કાલવાચી ત્રણે શબ્દો ભિન્ન-ભિન્ન અર્થના જ વાચક છે. કારણ કે ભિન્ન-ભિન્ન કાળવાચી શબદ હોવાથી, તેવા પ્રકારના અર્થભેદવાળા પ્રસિદ્ધ અન્ય શબ્દની જેમ. || -૩૪-૩૫TI
टीका-तभेदेन-कालादिभेदेन, तस्य ध्वनेस्तमेवार्थभेदमेव, तदाभासः શબ્દામાસ: ૭-૩૪
अनेन हि तथाविधपरामर्शोत्थेन वचनेन कालादिभेदाद् भिन्नस्यैवार्थस्याभिधायकत्वं शब्दानां व्यञ्जितम् । एतच्च प्रमाणविरुद्धमिति तद्वचनस्य शब्दनयाभासत्वम् आदिशब्देन करोति क्रियते कट इत्यादिशब्दनयाभासोदाहरणं સૂચિતમ્ I૭-રૂક
વિવેચન- શબ્દનયાભાસનું સ્વરૂપ સમજાવે છે કે- તમેàન=કાળ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગના ભેદથી તર્થ તે તે શબ્દના તવ=તેવા તેવા અર્થભેદને જ સમર્થયાનક સ્વીકાર કરનારો જે આશયવિશેષ તે શબ્દનયાભાસ કહેવાય છે. જો કે કાલાદિના ભેદથી કંઈક કંઇક અર્થભેદ પણ જરૂર છે જ. પરંતુ તે કાલાદિના ભેદની અવિવક્ષા કરીએ તો સામાન્યથી એક અર્થતા પણ હોઈ શકે છે. એટલે એકાર્થતાને ગૌણ કરી ભિન્નાર્થતાને પ્રધાન કરનારો જે નય છે તે શબ્દનય કહેવાય છે. કારણકે જે ગૌણ-મુખ્યભાવ કરનારો હોય તેને જ નય કહેવાય છે. પરંતુ
જ્યારે કાલાદિના ભેદથી થતા અર્થભેદને જ સ્વીકારે અને એનાર્થતાનો અપલાપ કરે ત્યારે તે એકાન્તવાદ થવાથી અને અન્યવિવક્ષાનો અપલાપ કરનાર બનવાથી શબ્દનયને બદલે શબ્દનયાભાસ કહેવાય છે. જેમકે
વમૂવ, મવતિ અને ભવિષ્યતિ સુપેર: ઈત્યાદિ શબ્દો ભિન્ન-ભિન્ન કાળવાચી થયા છતા ભિન્ન-ભિન્ન અર્થને જ કહેનારા છે. જેમ ચૈત્ર અને મૈત્ર, ઘટ અને પટ,
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૩૬-૩૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ દેવદત્ત અને યજ્ઞદત્ત ઇત્યાદિ શબ્દોમાં શબ્દભેદ હોવાથી અર્થભેદ છે. તેવી જ રીતે વમૂત્ર, મતિ અને ભવિષ્યતિમાં કાલાદિ ભેદને લીધે શબ્દભેદ છે. અને શબ્દભેદ હોવાથી અર્થભેદ પણ અવશ્ય હોય છે. એકાર્થતા કદાપિ હોતી નથી આવા પ્રકારના રામઘેર મને વન વિચારોથી ઉત્પન્ન થયેલાં આવાં વચનોથી કાલાદિના ભેદથી શબ્દોમાં રહેલું ભિન્ન-ભિન્ન અર્થનું જ અભિધાયકપણું સ્વીકારવું તે શબ્દનયાભાસ છે. એવો ભાવ વ્યંજિત થાય છે. આવો આગ્રહ તે શબ્દનયાભાસ છે.
શબ્દનયાભાસનું ર્તિ આવું એકાત્ત ભિન્નાર્થવાળું કથન એ પ્રમાણવિરુદ્ધ વાત છે. કારણકે જ્યાં એક અપેક્ષાએ ભિન્નાર્થતા હોય છે ત્યાં જ બીજી વિવક્ષાએ એકાWતા પણ હોઈ શકે છે. તેથી શબ્દોના અર્થોમાં એકાન્ત ભિન્નાર્થતા છે જ નહી. અને આ નય આવો પ્રમાણ-વિરુદ્ધ અર્થનો આગ્રહ રાખે છે. તેથી આ શબ્દનય એ નય ન બનતાં શબ્દનયાભાસ થઈ જાય છે.
ઉપરોક્ત ચર્ચાને અનુસાર જ વર: રોતિ અને : શિય? આ બન્ને વાક્યોમાં કારકભેદથી થતો અર્થભેદ જો અનેકાન્ત રૂપે સ્વીકારે તો શબ્દનય, પરંતુ એકાન્ત જો અર્થભેદ જ છે. એમ સ્વીકારવામાં આવે તો શબ્દનયાભાસ થાય છે. તેવી જ રીતે તદ: તો તટમ્ શબ્દોમાં, ફાર: વનત્રમ્ શબ્દોમાં, વગેરે પદોમાં સાપેક્ષપણે જો અર્થભેદ લેવામાં આવે તો નય અને નિરપેક્ષપણે જો અર્થભેદ લેવામાં આવે તો નયાભાસ જાણવો. આ રીતે તે તે અન્ય ઉદાહરણો પણ શબ્દનયાભાસનાં જાણી લેવાં. ૭-૩૪-૩૫ //
समभिरूढनयं वर्णयन्तिહવે સમભિરૂઢ નય સમજાવે છેपर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः છે ૭-૩૬ /
उदाहरन्तिસમભિરૂઢ નયનું ઉદાહરણ કહે છેइन्दनादिन्द्रः, शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा | ૭-૩૭T.
Page #206
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૩૬-૩૭
સૂત્રાર્થ- પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિના ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને સ્વીકારતો જે નય તે સમભિરૂઢ નય. જેમ (૧) ઐશ્વર્યવાળો હોવાથી ઇન્દ્ર, (ર) શક્તિમાન હોવાથી શક્ર, (૩) (શત્રુના) નગરનું વિદારણ કરનાર હોવાથી પુરન્દર કહેવાય છે. II -૩૬-૩||
રત્નાકરાવતારિકા ભાગ-૩
टीका - शब्दनयो हि पर्यायभेदेऽप्यर्थाभेदमभिप्रैति, समभिरूढस्तु पर्यायभेदे भिन्नानर्थानभिमन्यते, अभेदं त्वर्थगतं पर्यायशब्दानामुपेक्षत इति ॥७-३६ ॥
૧૮૯
इत्यादिषु पर्यायशब्देषु यथा निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन्नभिप्रायविशेषः समभिरूढस्तथाऽन्येष्वपि घटकुटकुम्भादिषु द्रष्टव्यः
૫૭-૨૭૫
વિવેચન– શબ્દનય કાળભેદે, કારકભેદે, લિંગભેદે, સંખ્યાભેદે, પુરુષભેદે અને ઉપસર્ગભેદે જેવો ભેદ માને છે. તેવો પર્યાયવાચી શબ્દોમાં પર્યાય ભેદ હોવા છતાં પણ અર્થનો ભેદ હોય એવું આ નય નથી કહેતો. અર્થાત્ પર્યાયવાચી શબ્દોમાં પર્યાયભેદ હોવા છતાં પણ અર્થનો અભેદ શબ્દનય સ્વીકારે છે. તેનો સમભિરૂઢ નય નિષેધ કરે છે. સમભિરૂઢ નયનું કહેવું છે કે જો કાલાદિ ભેદે શબ્દોમાં અર્થભેદ હોય છે. એવું હે શબ્દનય ! જો તું માને છે. તો પર્યાય ભેદે પણ શબ્દોમાં ભિન્ન અર્થ હોય છે. એમ પણ તારે માનવું જોઇએ. આ નય પર્યાયવાચી શબ્દોમાં
અર્થસંબંધી અભેદની ઉપેક્ષા કરે છે. અર્થસંબંધી ભેદની પ્રધાનતા અને અભેદની ગૌણતા કરનારો આ નય હોવાથી સુનય કહેવાય છે. જેમકે
દેવોના રાજાને ઇન્દ્ર કહેવાય છે. તે ઇન્દ્રના ફન્દ્ર, શ અને પુરન્તર વગેરે પર્યાયવાચી શબ્દો છે. તે પર્યાયવાચી શબ્દોમાં આ નય વ્યુત્પત્તિ ભેદથી દરેક શબ્દોનો અર્થ જાદો જુદો કરે છે. જેમકે ઐશ્વર્યવાળા હોવાથી તે ઇંદ્ર છે. ઘણી શક્તિવાળા હોવાથી તે શક્ર છે. શત્રુના નગરનું વિદારણ કરનાર હોવાથી તે પુરંદર છે. ઇત્યાદિ રીતે પ્રત્યેક પર્યાયવાચી શબ્દોમાં ધાતુ અને પ્રત્યયની વ્યુત્પત્તિ પ્રમાણે ભિન્ન-ભિન્ન અર્થ કરે છે. નૃત્પાતીતિ નૃપ:, મુવં પાતીતિ ધૂપઃ અને રાખતે કૃતિ રાનામનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ, અને રાજચિહ્નોથી શરીરને શોભાવે તે રાજા. આ પ્રમાણે વ્યુત્પત્તિ ભેદે અર્થભેદ કરનારો જે આશયવિશેષ તે સમભિરૂઢ નય છે. [૭-૩૬-૩૭॥
एतदाभासमाभाषन्ते
સમભિરૂઢ નયાભાસ સમજાવે છે–
Page #207
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
पर्यायध्वनीनामभिधेयनानात्वमेव कक्षीकुर्वाणस्तदाभासः ॥ ७-३८ ॥
૧૯૦
પરિચ્છેદ-૭ : સૂત્ર-૩૮-૩૯
उदाहरन्ति
સમભિરૂઢાભાસનું ઉદાહરણ આપે છે
यथेन्द्रः शक्रः पुरन्दर इत्यादयः शब्दाः भिन्नाभिधेया एव भिन्नशब्दत्वाद् करिकुरङ्गतुरङ्गशब्दवदित्यादिः ॥ ७-३९ ॥
સૂત્રાર્થ- પર્યાયવાચી શબ્દોના વાચ્ય અર્થને ભિન્ન-ભિન્નપણે જ સ્વીકારનારો જે આશયવિશેષ તે સમભિરૂઢ નયાભાસ છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે- જેમકે ઇન્દ્ર, શક્ર અને પુરંદર ઇત્યાદિ શબ્દો, ભિન્ન-ભિન્ન વાચ્ય અર્થવાળા જ છે. કારણકે શબ્દો ભિન્નભિન્ન છે જેમ કરિ, કુરંગ અને તુરંગ શબ્દો પણ ભિન્ન-ભિન્ન છે. અને તે શબ્દોના અર્થો પણ ભિન્ન-ભિન્ન છે ઇત્યાદિ ઉદાહરણોની જેમ અહીં જાણવું. || ૭-૩૮-૩૯લા
ટીા—ત માસ: સમિઢામાસઃ ।।૭-૨૮-૩૨॥
વિવેચન– જેમ સમભિરૂઢ નય સમજાવ્યો. તેમ હવે સમભિરૂઢ નયાભાસ નામનો તેનો જે વિરોધી એવો દુર્નય તે પણ ગ્રંથકારશ્રી સમજાવે છે. જે જે પર્યાયવાચી શબ્દો હોય તે પ્રત્યેક શબ્દોનો અર્થ વ્યુપત્તિ પ્રમાણે અવશ્ય ભિન્ન-ભિન્ન થાય છે. અને જો વ્યુત્પત્તિની ઉપેક્ષા કરીએ તો અભિન્ન અર્થ પણ થાય છે. તેમાંથી જ્યારે અભિન્ન અર્થ ગૌણ કરવામાં આવે. અને ભિન્ન અર્થ પ્રધાન કરવામાં આવે ત્યારે તે સમરૂિઢનય કહેવાય છે. પરંતુ જ્યારે વ્યુત્પત્તિસિદ્ધ અર્થને જ સ્વીકારવામાં આવે અને અભિન્ન અર્થનો અપલાપ જ કરવામાં આવે. અર્થાત્ શબ્દે શબ્દે અર્થ ભિન્ન-ભિન્ન જ છે. એમ કહીને એકાર્થતાનો નિષેધ-તિરસ્કાર કરવામાં આવે ત્યારે તે નય એકાન્તવાદી બનવાથી
દુર્નય કહેવાય છે. આ વાત અનુમાનના એક પ્રયોગ દ્વારા સિદ્ધ કરે છે કે
ઇન્દ્ર, શક્ર અને પુરંદર ઇત્યાદિ શબ્દો, ભિન્ન-ભિન્ન વાચ્ય અર્થવાળા જ છે. કારણકે ભિન્ન-ભિન્ન શબ્દો છે, જેમ કર(હાથી) કુરંગ (હરણ) તુરંગ (ઘોડો) આ સર્વે શબ્દો ભિન્ન-ભિન્ન હોવાથી ભિન્ન-ભિન્ન અર્થવાળા છે. તેમ અહીં ઇન્દ્ર-શુક્ર અને પુરંદર શબ્દો પણ જુદી જુદી વ્યુત્પત્તિવાળા છે. તેથી જુદા જુદા જ શબ્દો છે. અને તેથી ભિન્ન-ભિન્ન અર્થવાળા જ છે એમ જાણવું. તે સમભિરૂઢ નયાભાસ છે. ૫૭-૩૮-૩૯॥
Page #208
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૦-૪૧
૧૯૧
एवम्भूतनयं प्रकाशयन्तिહવે એવંભૂત નય સમજાવે છે
शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाविष्टमर्थं वाच्यत्वेनाभ्युपगच्छन्नेवम्भूतः ॥७-४०॥
उदाहरन्तिએવંભૂતનયનાં ઉદાહરણ આપે છેयथेन्दनमनुभवन्निन्द्रः, शकनक्रियापरिणतः शक्रः, पूर्दारणप्रवृत्तः पुरन्दर इत्युच्यते ॥७-४१॥
સૂત્રાર્થ- પોતપોતાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત એવી ક્રિયાથી યુક્ત એવા અર્થને તે તે શબ્દોના વાચ્ય તરીકે સ્વીકારનારો જે અભિપ્રાય તે એવંભૂત નચ કહેવાય છે. ઉદાહરણ તરીકે- જેમકે ઇજમહારાજા જ્યારે એશ્વર્યનો અનુભવ કરતા હોય ત્યારે ઇન્દ્ર, યજ્ઞાદિ કરાવતા હોય ત્યારે શક્ર, (શત્રુઓના એટલે કે દાનવોના) નગરનું વિદારણ કરવાની ક્રિયામાં તત્પર હોય ત્યારે પુરંદર કહેવાય છે. Io-૪૦-૪ના
टीका- समभिरूढनयो हीन्दनादिक्रियायां सत्यामसत्यां च वासवादे रर्थस्येन्द्रादिव्यपदेशमभिप्रैति, पशुविशेषस्य गमनक्रियायां सत्यामसत्यां च गोव्यपदेशवत्, तथा रूढेः सद्भावात् । एवम्भूतः पुनरिन्दनादिक्रियापरिणतमर्थं तत्क्रियाकाले इन्द्रादिव्यपदेशभाजमभिमन्यते न हि कश्चिदक्रियाशब्दोऽस्यास्ति, गौरश्व इत्यादिजातिशब्दाभिमतानामपि क्रियाशब्दत्वात्-गच्छतीति गौः, आशुगामित्वादश्व इति, शुक्लो नील इति गुणशब्दाभिमता अपि क्रियाशब्दा एव-शुचिभवनात् शुक्लो नीलनाद् नील इति । देवदत्तो यज्ञदत्त इति यदृच्छाशब्दाभिमता अपि क्रियाशब्दा एव-देव एनं देयात्, यज्ञ एनं देयादिति । संयोगिद्रव्यशब्दाः समवायिद्रव्यशब्दाश्चाभिमताः क्रियाशब्दा एव दण्डोऽस्यास्तीति दण्डी, विषाणमस्यास्तीति विषाणीत्यस्तिक्रियाप्रधानत्वात् । पञ्चतयी तु शब्दानां व्यवहारमात्रात्, न निश्चयादित्ययं नयः स्वीकुरुते ॥७-४०-४१॥
વિવેચન- પૂર્વે જે સમભિરૂઢનય કહ્યો તે નય પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પરિચ્છેદ-૭ : સૂત્ર-૩૨-૩૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ ભેદે અર્થભેદ ભલે માનતો હતો. પરંતુ પોતાની જે વ્યુત્પત્તિ થતી હોય અને તે વ્યુત્પત્તિથી વાચ્ય જે ક્રિયા હોય તે ક્રિયા તે નામવાળી વ્યક્તિમાં ચાલતી હોય કે ન ચાલતી હોય તો પણ તે વસ્તુ તે તે શબ્દથી વાચ્ય કહેવાય એમ સમભિરૂઢનય માને છે. જેમકે ઈન્દ્રમહારાજા વગેરે પોતે ઐશ્વર્યનો અનુભવ કરવા રૂપ ઇન્દનાદિ ક્રિયા કરતા હોય તો પણ અને તેવી ક્રિયા હાલ વર્તમાનકાળે ન કરતા હોય તો પણ વાસવ (ઇન્દ્ર) વગેરે પદાર્થોને રૂદ્ર વગેરે નામોથી વ્યપદેશ કરી શકાય અર્થાત્ શબ્દ વાચ્ય અર્થ તેમાં હોવો જોઇએ, પરંતુ તેવી ક્રિયા વર્તમાનકાળે હોવી જ જોઈએ એમ નહીં આવું સમભિરૂઢ નય ઇચ્છે છે. ઈચ્છતીતિ નૌ: =ગમન ક્રિયા કરે તે ગાય. આવો નો શબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ હોવા છતાં પણ તે “ગાય” નામના પશુવિશેષમાં ગમન નામની ક્રિયા ચાલુ હોય કે ચાલુ ન હોય તો પણ (એટલે કે ગાય બેઠી હોય, સૂતી હોય કે ચાલતી હોય તો પણ) તેને નો શબ્દથી જેમ વ્યવહાર કરાય છે. તેમ ક્રિયા હોય કે ક્રિયા ન હોય તો પણ તેવા પ્રકારની રૂઢિવિશેષ હોવાથી વ્યુત્પત્તિમાત્ર જેમાં હોય તેમાં તે શબ્દપ્રયોગ થઈ શકે એમ સમભિરૂઢનય માને છે.
જ્યારે એવંભૂતનય તો ઐશ્વર્યનો અનુભવ કરવા સ્વરૂપ પોતપોતાની પ્રતિનિયત ક્રિયાથી પરિણત (યુક્ત) થયેલા એવા પદાર્થને જ તે તે રૂદ્ર વગેરે શબ્દોથી વાગ્યે માને છે. તેથી આ નયની દૃષ્ટિએ કોઈપણ શબ્દો ક્રિયાવાચક જ છે. એટલે કે અક્રિયાવાચક કોઈ પણ શબ્દ નથી. અર્થાત્ પોતાનાથી વાચ્ય ક્રિયા પોતાનામાં ન હોય અને છતાં તે પદાર્થને તે નામથી બોલાવાય તેવું નથી.
નૌ, અશ્વ વગેરે જે જાતિવાચક શબ્દો છે. એટલે કે આખી જાતિને લાગુ પડતા આવા આવા જાતિવાચક તરીકે માનેલા જે જે શબ્દો છે. તે પણ ક્રિયા યુક્ત હોય તો જ તે તે શબ્દોનો પ્રયોગ થાય છે માટે તે પણ ક્રિયાને જણાવનારા જ છે. જેમકે કચ્છતીતિ : ગાય નામનું પ્રાણી ચાલે છે માટે ગાય કહેવાય છે. મારા મિત્વાશ્વ વેગ પૂર્વક ગતિ ક્રિયા કરે છે. માટે ઘોડો (%) કહેવાય છે. આ પ્રમાણે જાતિવાચક શબ્દો પણ ગમનક્રિયા અને આશુ સંચારિપણાની ક્રિયાયુક્ત હોવાથી ક્રિયાવાચક જ છે.
તથા વસ્ત્રો, નીત્ર વગેરે ગુણવાચક શબ્દ તરીકે માનેલા શબ્દો પણ ક્રિયાવાચી શબ્દો જ છે. ભવનાત્ જીવ7:=પવિત્ર હોવાથી શુક્લ, નીત્રના નીત્ર રૂતિ નીલા રંગવાળા થવાની ક્રિયાયુક્ત હોવાથી નીલ. એમ ગુણવાચક શબ્દો પણ ક્રિયાવાચક જ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૪૨-૪૩
તથા તેવત્ત અને યજ્ઞ વગેરે પોતપોતાની ઇચ્છાનુસારે કોઈપણ જાતના અર્થની અપેક્ષા વિના કરાયેલાં નામોવાળા શબ્દો પણ ક્રિયાવાચી શબ્દો જ છે. તેવ નં રે, યજ્ઞ અને રેિિત દેવે આ પુત્રને આપ્યો છે માટે તે દેવદત્ત છે. યજ્ઞ આ પુત્રને આપ્યો છે માટે તે યજ્ઞદત્ત છે. દેવ દ્વારા પ્રાપ્ત થયેલો પુત્ર તે દેવદત્ત અને યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયેલો પુત્ર તે યજ્ઞદત્ત. આ પ્રમાણે આ યાદૃચ્છિક શબ્દો પણ ક્રિયાયુક્ત અર્થવાળા હોવાથી ક્રિયાવાચક શબ્દો જ છે.
તથા અન્ય અન્ય દ્રવ્યના સંયોગથી થનારા સાંયોગિક શબ્દો તથા તાદાભ્ય સંબંધથી બનેલા સમવાયશબ્દો પણ પોતપોતાનાથી વાચ્ય એવી ક્રિયાથી યુક્ત છે માટે તે શબ્દો પણ ક્રિયાવાચક શબ્દો જ કહેવાય છે જેમકે ઘોડાપ્તરિ રી-દંડ જેને વર્તે છે તે દંડી કહેવાય છે. આ દંડના સંયોગથી દંડી શબ્દ બન્યો છે માટે સંયોગિશબ્દ હોવા છતાં પણ દંડની વિદ્યમાનતારૂપ (અસ્તિત્વ સ્વરૂ૫) ક્રિયાયુક્ત હોવાથી ક્રિયાવાચક શબ્દ જ છે. તથા વિરામચિહ્નતિ વિશાળft=અહીં વિષાણ એટલે શીંગડાં, અને વિષાણી એટલે શીંગડાંવાળું પ્રાણી. એમ અવયવ-અવયવીભાવ હોવાથી તાદાભ્ય સંબંધથી સંબંધિત એવો શબ્દ હોવા છતાં પણ ત્યાં વિષાણના અસ્તિત્વની પણ ક્રિયાયુક્તતા છે. માટે તે ક્રિયાવાચી જ શબ્દ છે.
તેથી લોકવ્યવહારમાં જે (૧) દ્રવ્યવાચક, (૨) જાતિવાચક, (૩) ક્રિયાવાચક, (૪) ગુણવાચક, અને (૫) યદચ્છાવાચક એમ પાંચ પ્રકારના શબ્દો કહેવાય છે તે સઘળું વ્યવહારમાત્રથી જાણવું. પરંતુ પરમાર્થથી શબ્દો પાંચ પ્રકારના નથી. (માત્ર ક્રિયાવાચક જ છે.) કારણ કે ક્રિયાયુક્ત હોય તો જ તે શબ્દ ત્યાં યથાર્થ છે અન્યથા અયથાર્થ છે. તેથી સર્વે શબ્દો ક્રિયાવાચક જ છે. એમ આ એવંભૂતનય માને છે. ૭-૪૦-૪૧|
एवम्भूताभासमाचक्षते
હવે એવંભૂત નયાભાસનું સ્વરૂપ કહે છેक्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः ।७-४२।
उदाहरन्तिએવંભૂત નયાભાસનું ઉદાહરણ કહે છેयथा विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घट
૨૫
Page #211
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
शब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात् पटवदित्यादिः ॥ ७-४३ ॥
સૂત્રાર્થ-ક્રિયા રહિત એવી તે વસ્તુ તેવા તેવા શબ્દો વડે વાચ્ય નથી. એવું સ્વીકારનારો જે આશય વિશેષ તે એવંભૂત નયાભાસ કહેવાય છે. ઉદાહરણ આપે છે કે જલાહરણાદિ વિશિષ્ટ એવી ક્રિયાથી શૂન્ય એવી ઘટનામની વસ્તુને “આ ઘટ છે” એમ ઘટ શબ્દનો પ્રયોગ કરવો એ ઉચિત નથી. કારણકે ઘટ શબ્દનો પ્રયોગ કરવામાં હેતુભૂત એવી જલાહરણાદિ જે અર્થ ક્રિયા છે. તેનાથી તે શૂન્ય છે માટે, પટની જેમ. ઇત્યાદિ. || -૪૨-૪૩॥
૧૯૪
પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૩
टीका- क्रियाऽऽविष्टं वस्तु ध्वनीनामभिधेयतया प्रतिजानानोऽपि यः परामर्शस्तदनाविष्टं तत्तेषां तथा प्रतिक्षिपति न तूपेक्षते स एवम्भूतनयाभासः પ્રતીતિવિષાતાત્ ।૫૭-૪૨॥
अनेन हि वचसा क्रियाऽनाविष्टस्य घटादेर्वस्तुनो घटादिशब्दवाच्यतानिषेधः क्रियते स च प्रमाणबाधित इति तद्वचनमेवंभूतनयाभासोदाहरणતોત્તમ્ ॥9-૪રૂ।
વિવેચન– આવિષ્ટ એટલે યુક્ત, સહિત, અને નાવિષ્ટ એટલે રહિત, વિના. ક્રિયાનાવિષ્ટ એટલે ક્રિયા રહિત. જે જે વસ્તુઓનાં જે જે નામો હોય તે તે વસ્તુઓ જો તે તે નામોથી વાચ્ય (અભિધેય) છે. એમ જાણવા છતાં પણ જે આશયવિશેષ (વિચારધારા) તે તે ક્રિયાથી રહિત એવું તત્ તે તે નામ તેમાં તે તે પદાર્થોનું છે. તથા તેવી વાતનો પ્રતિક્ષેપ=નિષેધ કરે એટલે કે તિરસ્કાર કરે અર્થાત્ અપલાપ જ કરે. પરંતુ ઉપેક્ષા (ગૌણતા) ન કરે તે એવંભૂત નયાભાસનું ઉદાહરણ જાણવું.
જ્યારે વક્તાના મનની વિચારધારા એવી એકાન્તવાદ તરફ ઢળેલી હોય કે જે જે વસ્તુઓ જે જે નામોથી બોલાવાતી હોય તે તે નામોનો વ્યુત્પત્તિસિદ્ધ જે જે અર્થ થતો હોય તેવા તેવા અર્થવાળી ક્રિયા જ્યારે તે તે પદાર્થોમાં વર્તતી હોય ત્યારે જ તે તે શબ્દોથી તે તે વસ્તુને બોલાવી શકાય. અર્થાત્ જ્યારે તેવો ક્રિયાકાળ હોય ત્યારે તે તે પદાર્થો તે તે શબ્દવડે વાચ્ય બને, જ્યારે ક્રિયાકાળ ન હોય ત્યારે તે પદાર્થ તે શબ્દથી વાચ્ય બનતો નથી. જેમકે ઘટ શબ્દનો અર્થ પતિ ચેષ્ટતિ-જે જલાહરણાદિ ચેષ્ટાવાળો હોય તે ઘટ કહેવાય છે. ઘટ શબ્દનો આવો અર્થ હોવાથી જ્યારે જલાહારણાદિ ક્રિયા થતી હોય ત્યારે જ ઘડાને ઘટ કહેવાય. અન્યથા એટલે કે જ્યારે
Page #212
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૪૪-૪૫
૧૯૫ જલાહરણાદિ અર્થક્રિયા ન થતી હોય ત્યારે તે ઘડાને ઘટ કહેવાતો નથી. કારણકે જો જલાહરણાદિ અર્થક્રિયા ન કરતા એવા પણ પદાર્થને ઘટશબ્દથી વાચ્ય માનીએ તો પટકટ-શકટ આદિ અન્ય પદાર્થો (કે જે જલાહરણાદિ ઘટપદાર્થની અર્થક્રિયા કરતા નથી તેવા પદાર્થો)ને પણ ઘટ શબ્દથી વાચ્ય માનવાની આપત્તિ આવે.
ઉપરોક્ત યુક્તિ કહેવા પૂર્વક આવા પ્રકારના વચનવિન્યાસ દ્વારા જલાહરણાદિ ક્રિયાથી રહિત એવી ઘટાદિ વસ્તુને ઘટાદિ શબ્દ દ્વારા “વાચ્ય” તરીકે આ એવંભૂતાભાસ નિષેધ કરે છે. તે વાત પ્રમાણથી બાધિત છે. કારણકે હાલ જલાહરણાદિ ક્રિયા ન કરતો, ખુણામાં અધોમુખે મૂકેલો ઘડો ભલે વર્તમાનકાળે ક્રિયા કરતો નથી. પરંતુ ભૂતકાળમાં તેમાં જ જલાહરણ થયું હતું અને ભવિષ્યમાં પણ તેમાં જ જલાહરણ આદિ થવાનું છે. તેવું ભૂતકાળમાં પટ, કટ કે શકટમાં જલાહરણ થયું પણ નથી અને ભવિષ્યમાં થવાનું પણ નથી. તથા જલાહરણનો અર્થ જીવ ખાલી એવા પણ ઘટને લેવા પ્રવૃત્તિ કરશે. પરંતુ પટ, કટ કે શકટને લેવા પ્રવૃત્તિ કરશે નહીં. માટે એવંભૂતની ક્રિયાયુક્ત વસ્તુને જ તે તે શબ્દથી વાચ્ય વસ્તુ કહેવાની જે વાત છે. તે પ્રમાણથી બધિત છે. તેથી આવું એકાન્ત આગ્રહવાળું આ વચન એવંભૂત નયાભાસના ઉદાહરણ તરીકે કહ્યું છે. એમ જાણવું. | ૭-૪૨-૪૩
के पुनरेषु नयेष्वर्थप्रधानाः के च शब्दनया इति दर्शयन्तिएतेषु चत्वारः प्रथमेऽर्थनिरूपणप्रवणत्वादर्थनयाः ॥७-४४॥ शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः ॥७-४५॥
આ સાત નિયામાં કેટલા અને કયા કયા નયો અર્થનું (પદાર્થનું-વસ્તુનું) નિરૂપણ કરવામાં પ્રધાનતાવાળા છે. અને કેટલા તથા કયા કયા નયો શબ્દની પ્રધાનતાવાળા છે. તે વાત હવે સમજાવે છે.
સૂત્રાર્થ- આ સાત નસોમાં પ્રથમે પહેલા ચારનયો અર્થનું (પદાર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણ (તત્પર) હોવાથી અર્થ નવ કહેવાય છે. એટલે કે અર્થની પ્રધાનતાવાળા છે. અને શેષ (બાકીના) ત્રણ નવો શબ્દની પ્રધાનતા વડે વાચ્ય અર્થને વિષય રૂપે કરતા હોવાથી અર્થાત શબ્દની પ્રધાનતાવાળા છે. તેથી એ ત્રણને શબ્દનય કહેવાય છે. IT -૪૪-૪પા
આ બે સૂત્રો અત્યંત સ્પષ્ટ હોવાથી સંસ્કૃત ટીકા તેના ઉપર નથી. સારાંશ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૬-૪૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
આ પ્રમાણે છે કે નૈગમાદિ પ્રથમના ચાર નયો પદાર્થના નામને (એટલે કે શબ્દને) પકડવાનો અતિશય આગ્રહ રાખતા નથી. પરંતુ વસ્તુનું ઉપચરિત (આરોપિત) સ્વરૂપ અર્થાત્ વિશેષણ-વિશેષ્યની ગૌણ-મુખ્યતાવાળું સ્વરૂપ તથા એકીકરણની પ્રધાનતા વાળું સ્વરૂપ અને પૃથક્કરણની પ્રધાનતાવાળું સ્વરૂપ તથા વર્તમાનકાળની અને તે પણ સ્વકીયતાની પ્રધાનતાવાળું સ્વરૂપ પ્રધાન કરે છે. આ રીતે અર્થની પ્રધાનતા હોવાથી અર્થનય કહેવાય છે. અને શાબ્દિક લિંગ-વચનની, શબ્દોની વ્યુત્પત્તિની તથા શબ્દથી જણાતી ક્રિયાની પ્રધાનતા કરીને તેને અનુસારે પોતાના વાચ્ય અર્થને વિષયરૂપે કરે છે. તેથી તે ત્રણ શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય છે. સારાંશ કે પ્રથમના ચાર નયો શબ્દને ગૌણ કરે છે. અને અર્થને પ્રધાન કરે છે. તેથી પ્રથમના ચાર નયો તે અર્થ નય છે. અને પાછળના ત્રણ નયો (શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતનય). શાબ્દિક લિંગ-વચન-જન્યભેદ, શાબ્દિક વ્યુત્પત્તિજન્યભેદ અને શાબ્દિક ક્રિયા પરિણત અર્થ જન્ય ભેદને જ વધારે મહત્ત્વ આપે છે તેથી તે સર્વે શબ્દની પ્રધાનતાવાળા હોવાથી શબ્દનય છે. ૭-૪૪-૪૫ા
कः पुनरत्र बहुविषयः, को वाऽल्पविषयो नय इति विवेचयन्ति - पूर्वः पूर्वो नय: प्रचूरगोचरः, परः परस्तु परिमितविषयः ॥ ७-४६ ॥ तत्र नैगमसंग्रहयोस्तावन्न संग्रहो बहुविषयो नैगमात् परः, किं तर्हि, नैगम एव संग्रहात् पूर्व इत्याहुः -
सन्मात्रगोचरात् संग्रहान्नैगमो भावाभावभूमिकत्वाद् भूम
વિષય:
૭-૪૭૫
આ સાત નયોમાં કયો કયો નય બહુ-વિષયવાળો છે. એટલે કે ઘણા વિશાળ અર્થને ગ્રહણ કરવાવાળો છે. અને કર્યો કર્યો નય અલ્પ વિષયવાળો=થોડા અર્થને ગ્રહણ કરવાવાળો છે. તે હવે સમજાવે છે.
સૂત્રાર્થ- પહેલાં પહેલાંનો નય પ્રચૂર વિષયવાળો છે અને પછી પછીનો નય (તે તે પૂર્વના નય કરતાં) પરિમિત વિષયવાળો છે. II ૦-૪૬॥
“સત્તા'' માત્રને જણાવનારા સંગ્રહનય કરતાં ભાવ અને અભાવને (એટલે કે સત્તા અને અસત્તા) એમ બન્ને વિષયને સમજાવનારો નૈગમનય વિશાળ વિષયવાળો છે. II -૪૭॥
Page #214
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૬-૪૭
टीका- भावाभावभूमिकत्वाद् भावाभावविषयत्वात्, भूमविषयः ॥ ७-४६-४७॥
વિવેચન– નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ પ્રમાણે જે સાત નય છે. તે સાત નયમાં કયો નય બહુ-વિષયવાળો છે ? અને કયો નય અલ્પ-વિષયવાળો છે? તે હવે સમજાવે છે કે પૂર્વ-પૂર્વનો નય બહુ વિષયવાળો છે. અને પછી પછીનો નય અલ્પ-વિષયવાળો છે. પૂર્વ-પૂર્વ નય વિશાળ અર્થને કહેનાર છે. અને પછી પછીના નય પૂર્વના નય કરતાં પરિમિત અર્થને કહેનારા છે. જેમકે
રત્નાકરાવતારિકા ભાગ-૩
નૈગમ નય અને સંગ્રહનય” આ બે નયોમાં નૈગમનય વિશાળ છે. અને સંગ્રહનય સંક્ષિપ્ત છે. કારણકે જે વસ્તુમાં વસ્તુનો “સદંશ” કંઇક પણ અંશ વિદ્યમાન હોય તો જ સંગ્રહનય તે વસ્તુને તેવી માને છે. જેમકે જીવનો સદંશ “ચૈતન્ય” છે જે જે જીવોમાં ચૈતન્યાત્મક આત્મ-ધર્મ વિદ્યમાન હોય તે જ જીવોને જીવ' કહે છે. પછી તે જીવો ભલે એકેન્દ્રિય હોય, વિક્લેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય. તથા ચૈતન્ય વ્યક્ત હોય, કે ભલે અવ્યક્ત હોય, પરંતુ તે જીવોમાં જીવનો સદંશ ચૈતન્ય ધર્મ હોવો જોઇએ. એટલે સર્વે જીવોને જીવ માને, પરંતુ અજીવને જીવ ન માને. જ્યારે નૈગમ નય તો જે પદાર્થોમાં ચૈતન્ય ગુણરૂપ આત્મ-ધર્મ વિદ્યમાન હોય તેવા સર્વે જીવોને, અને જે પદાર્થોમાં ચૈતન્ય ગુણરૂપ આત્મ-ધર્મ અવિમાન છે. માત્ર પ્રાણીના આકારો જ છે. તેવા હાથી ઘોડા-વાઘ-સિંહ-માણસોના પૂતળાને પણ “આ જીવ છે” એમ માને છે. તેવા પ્રકારના પ્રાણીઓના નિર્જીવ આકારોને પણ ભાંગવા-તોડવા-ફોડવામાં હિંસા માને છે. અને પૂજવામાં ભક્તિ માને છે. આ પ્રમાણે નૈગમનય ભાવ અને અભાવ એમ બન્ને વિષયવાળો હોવાથી અને સંગ્રહનય માત્ર ભાવાત્મક અંશના વિષયને ગ્રહણ કરનાર હોવાથી નૈગમનય બહુ-વિષયવાળો છે. અને સંગ્રહનય તેના કરતાં અલ્પ-વિષયવાળો છે.
૧૯૭
મહાવીરસ્વામી પરમાત્માના જીવમાં મરીચિના ભવમાં તીર્થંકરપણાનો સદંશ (જિનનામકર્મની સત્તા) હજી આવેલ નથી તો પણ “આ જીવ તીર્થંકર થશે” એવો ઉલ્લેખ નૈગમનય કરે છે. જ્યારે સંગ્રહનય તો નંદન ઋષિના ભવમાં (એટલે ૨૫મા ભવમાં) તીર્થંકરનામકર્મ બાંધવાના કારણે જ્યારથી તે નામકર્મની સત્તા આવી ત્યારથી “આ જીવ તીર્થંકર થશે” એમ કહે છે આ પ્રમાણે સંગ્રહનય સદંશરૂપ ભાવાત્મક અંશના વિષયવાળો અને નૈગમનય ભાવ-અભાવ એમ ઉભયાત્મક વિષયવાળો છે. તેથી (ટીકાનાં પદો આ રીતે બેસાડવાં કે) નૈમાત્ પર: સંગ્રહ: વિષયો ન, િતદ્િ। સંપ્રાત્ પૂર્વ: નૈનમ: વ હત્યાદુ:-નૈગમનયથી પાછળ આવનારો એવો જે સંગ્રહનય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૪૮-૪૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
તે બહુ-વિષયવાળો નથી. ત્યારે શું છે? સંગ્રહનય કરતાં પૂર્વે આવેલો એવો જે નૈગમનય છે. તે જ બહુ-વિષયવાળો છે. એમ પૂર્વાચાર્ય પુરુષો કહે છે. ॥ ૭-૪૬-૪૭॥ संग्रहाद् व्यवहारो बहुविषय इति विपर्ययमपास्यन्ति
૧૯૮
सद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ॥ ७-४८ ॥
व्यवहाराद् ऋजुसूत्रो बहुविषय इति विपर्यासं निरस्यन्तिवर्तमानविषयादृजुसूत्राद् व्यवहारस्त्रिकालविषयावलम्बित्वादनल्पार्थः ॥ ૭-૪૬ ॥
અવતરણાર્થ-સંગ્રહનય કરતાં વ્યવહારનય બહુ-વિષયવાળો છે આવો ઉલટો અર્થ કોઇ કરે તો તેવા વિપરીત અર્થને દૂર કરતાં કહે છે કે
સૂત્રાર્થ- સત્તા''ના ભેદવિશેષને પ્રકાશિત કરનારા એવા વ્યવહારનયથી સંગ્રહનય સમસ્ત એવા સત્તા અંશને જણાવનાર હોવાથી ઘણા અર્થવાળો (અર્થાત્ વિશાળ) છે.
અવતરણાર્થ– વ્યવહારનયથી ઋજુસૂત્રનય બહુ-વિષયવાળો છે એવું વિપરીત કોઇ સમજે તો તે વિપરીત સમજને દૂર કરતાં કહે છે કે
સૂત્રાર્થ- માત્ર વર્તમાનકાળના વિષયવાળા ૠજુસૂત્રનયથી ત્રણે કાળના વિષયોના અવલંબનવાળો હોવાના કારણે વ્યવહારનય અનલ્પ (ઘણા) અર્થવાળો છે. || ૭-૪૮-૪૯ા
टीका - व्यवहारो हि कतिपयान् सत्प्रकारान् प्रकाशयतीत्यल्पविषयः, संग्रहस्तु सकलसत्प्रकाराणां समूहं ख्यापयतीति बहुविषयः ॥ ७-४८ ॥
वर्तमानक्षणमात्रस्थायिनमर्थमृजुसूत्रः सूत्रयतीत्यसावल्पविषयः, व्यवहारस्तु कालत्रितयवर्त्यर्थजातमवलम्बत इत्ययमनल्पार्थ इति ॥ ७- ४९ ॥
વિવેચન– ત્રીજો વ્યવહારનય સત્તાના જ વિશેષ અંશોને (ભેદોને) એટલે કે સત્તાના જ કેટલાક પ્રકારોને પ્રકાશિત કરે છે તેથી તે વ્યવહારનય અલ્પ-વિષયવાળો
છે. જ્યારે સંગ્રહનય તો સત્તાના સક્લ ભેદોના સમૂહને જણાવે છે. તેથી તે બહુ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૯
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૦ વિષયવાળો છે. જેમકે જીવોના એકેન્દ્રિય, વિક્લન્દ્રિય અને પંચેન્દ્રિય એમ કુલ પાંચ ભેદો છે. આ વ્યવહારનયનું વાક્ય છે. કારણ કે જીવવ-નામની સત્તાથી સંગૃહીત સર્વે સંસારી જીવો છે. તેના કેટલાક પ્રકારો (ભેદો) જ આ નયે જણાવ્યા. એકેન્દ્રિયથી વિક્લેન્દ્રિય ભિન્ન છે. અને વિશ્લેન્દ્રિય કરતાં પંચેન્દ્રિય ભિન્ન છે. એમ એકેન્દ્રિયત્વ, વિક્લેન્દ્રિયત્વ અને પંચેન્દ્રિયવરૂપ ભેદોને આ વ્યવહાર નય સમજાવે છે. માટે જુદા જુદા બતાવેલા ભેદો પરિમિત વિષયવાળા થવાથી અલ્પ-વિષયવાળો આ નય છે. પરંતુ સંગ્રહનય તો સત્તા નામના અંશના જેટલા જેટલા પ્રકારો છે. તે સર્વે પ્રકારોના સમૂહને સ્વીકારીને સામાન્યપણે પ્રતિપાદન કરે છે. તેથી બહુ-વિષયવાળો સંગ્રહનય છે. જેમકે એ કેન્દ્રિય હોય કે વિક્લેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય પરંતુ આખર તો સર્વ જીવો “જીવમાત્ર” જ છે. આ પ્રમાણે વ્યવહારથી સંગ્રહનય બહુ વિષયવાળો છે. વ્યવહારનય ભેદગ્રાહી હોવાથી કોઈપણ એક ભેદને જણાવે છે. જ્યારે સંગ્રહનય અભેદગ્રાહી હોવાથી સર્વભેદોનું એકીકરણ કરે છે.
ચોથો ઋજુસૂત્રનય વસ્તુની વર્તમાન કાળવત અવસ્થાને માત્ર ગ્રહણ કરે છે. જ્યારે ત્રીજો વ્યવહારનય ત્રિકાળવર્તી વસ્તુ સમૂહરૂપ પદાર્થને સ્વીકારે છે. તેથી ઋજુસૂત્રનય કરતાં વ્યવહારનય ઘણા વિષયવાળો છે. જેમકે- કેવલજ્ઞાન પામ્યા પછી ભગવંતો મોક્ષે ન જાય ત્યાં સુધીની વર્તમાનાવસ્થામાં વર્તનારા અરિહંત તીર્થકરોને “તીર્થકર” તરીકે આ ઋજુસૂત્ર માને છે. કારણકે તે કાળે જ તીર્થકર નામકર્મનો ઉદય સંભવે છે. પરંતુ વ્યવહાર નય તો ગર્ભ-પ્રવેશથી જ તીર્થકરના જીવને તીર્થકર માને છે. તેથી જ ચ્યવન, જન્મ આદિ પ્રસંગોને કલ્યાણક કહે છે. જન્મોત્સવ માટે દેવોનું આગમન તથા ચૌદ સ્વપ્ન દર્શનાદિ અભુત ભાવો પણ સંભવે છે. તીર્થકર નામકર્મના ઉદય પૂર્વે અને પછી પણ વ્યવહારનય તીર્થકર કહે છે. આ રીતે વ્યવહાર નય નજીકના ત્રણે કાળવતી પદાર્થને તે તે રૂપ માને છે. માટે ઋજાસૂત્ર નય કરતાં વ્યવહાર નય બહુ-વિષયવાળો છે. વ્યવહારનય ત્રણે કાળ માને છે. પરંતુ નિકટના ત્રણેકાળ માને છે. જ્યારે નૈગમન તો ઘણા લાંબા (ઉપચારનો વિષય હોય હોય તેવા) ત્રણ કાળને સ્વીકારે છે. આટલી વ્યવહાર અને નૈગમમાં પણ વિશેષતા છે. | ૭-૪૮-૭૯ો.
ऋजुसूत्राच्छब्दो बहुविषय इत्याशङ्कामपसारयन्तिकालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दाजुसूत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थः ॥७-५०॥
Page #217
--------------------------------------------------------------------------
________________
२००
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૧-૫ર રત્નાકરાવતારિકા ભાગ-૩ शब्दात् समभिरूढो महार्थ इत्यारेका पराकुर्वन्तिप्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः॥७-५१॥ ___समभिरूढादेवम्भूतो भूमविषय इत्यप्याकूतं प्रतिक्षिपन्ति
प्रतिक्रियं विभिन्नमर्थं प्रतिजानानादेवम्भूतात् समभिरूढस्तदन्यथार्थस्थापकत्वान्महागोचरः ॥७-५२॥
અવતરણાર્થ– ચોથા ઋજુસૂત્રથી પાંચમો શબ્દનય બહુ-વિષયવાળો છે. એવી माशंसने दू२ ४२ छे. -
સૂત્રાર્થ-કાલાદિ ભેદથી ભિન્ન-ભિન્ન અર્થને જણાવતા એવા શબ્દનય કરતાં તેનાથી વિપરીત અર્થને જણાવનારો હોવાથી જુસૂત્ર નય મહાન અર્થવાળો છે. I-૫ના
અવતરણાર્થ– પાંચમા શબ્દનય કરતાં છઠ્ઠો સમભિરૂઢનય મહા અર્થવાળો છે એવી શંકાને દૂર કરે છે–
સૂત્રાર્થ- પ્રત્યેક પચયિવાચી શબ્દોમાં અર્થભેદને ઇચ્છતા એવા સમભિરૂઢ નયથી શબ્દનચ તેનાથી વિપરીત માન્યતાના અનુસરણવાળો હોવાથી ઘણા વિષયવાળો છે. I ૦-૫વા
અવતરણાર્થ– છટ્ટા સમભિરૂઢ નય કરતાં સાતમો એવંભૂતનય ઘણા વિષયવાળો छ मेवी (आकूत)-पातनुं उन ४२ छ
સૂત્રાર્થ- પ્રત્યેક ક્રિયાએ ભિન્ન-ભિન્ન અર્થને સ્વીકારનારા એવા એવંભૂતનય કરતાં સમભિરૂઢનચ અન્યથા અર્થનો સ્થાપક હોવાથી મહા-વિષયવાળો છે. I G-પરા
टीका-शब्दनयो हि कालादिभेदाद् भिन्नमर्थमुपदर्शयतीति स्तोकविषयः, ऋजुसूत्रस्तु कालादिभेदतोऽप्यभिन्नमर्थं सूचयतीति बहुविषय इति ॥७-५०॥
समभिरूढनयो हि पर्यायशब्दानां व्युत्पत्तिभेदेन भिन्नार्थतामर्थयत इति तनुगोचरोऽसौ, शब्दनयस्तु तेषां तद्भेदेनाप्येकार्थतां समर्थयत इति समधिकविषयः ॥७-५१॥
___ एवम्भूतनयो हि क्रियाभेदेन भिन्नमर्थं प्रतिजानीत इति तुच्छविषयोऽसौ, समभिरूढस्तु तद्भदेनाप्यभिन्नं भावमभिप्रैतीति प्रभूतविषयः ॥७-५२॥
Page #218
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૧-૫૨
૨૦૧
વિવેચન– હવે ઋજુસૂત્રનય અને શબ્દનય વચ્ચે અલ્પ-બહુતા જણાવે છે– શબ્દનય કાલભેદ અને આદિ શબ્દથી લિંગભેદ, વચનભેદ, જાતિભેદ, કારકભેદ, સંખ્યાભેદ વગેરેથી પદાર્થ ભિન્ન-ભિન્ન છે. એવો ઉપદેશ આપે છે. અર્થાત્ એવી માન્યતા ધરાવે છે. તેથી તે અલ્પ-વિષયવાળો છે. અને ઋજીસૂત્રનય તો કાલ, લિંગ, વચન, જાતિ, કારક અને સંખ્યા આદિનો ભેદ હોવા છતાં પણ તે સર્વને અભિન્ન અર્થરૂપે (એક અર્થ રૂપે) જ સૂચવે છે તેથી તે ઋસૂત્રનય બહુ-વિષયવાળો છે. જેમકે—
જે મેરૂ છે. હતો અને હશે તે ત્રણે મેરૂપર્વત કાળના ભેદથી જુદા છે. તદ:, તટી, તટમ્ આ ત્રણે લિંગભેદવાળા હોવાથી ભિન્ન-ભિન્ન છે. ભેદપ્રધાન દૃષ્ટિ હોવાથી આ શબ્દનય અલ્પ વિષયવાળો થાય છે. જ્યારે ઋજીસૂત્રનય તો શબ્દનયથી વિપરીત બુદ્ધિવાળો હોવાથી એટલે કે કાલાદિ ભેદથી અર્થભેદ હોવા છતાં પણ વર્તમાનકાળમાં તેનો અભેદ માને છે. તેથી આ નય બહુ-વિષયવાળો છે. જેમકે- વર્તમાનકાળના મેરૂ-પર્વતમાં સમયે સમયે થતા પૂરણ-ગલનથી શબ્દનય મેરૂપર્વતને જેવો જુદો જુદો જુએ છે તેવો જુદો જુદો મેરૂપર્વત વર્તમાનકાળમાં ઋજીસૂત્રનય જોતો નથી. તથા તદ:, તટી, તટમાં લિંગભેદથી શબ્દનય જેવો ભેદ દેખે છે. તેવો ભેદ ઋસૂત્ર નય કરતો નથી. ઇત્યાદિ રીતે અભેદપ્રધાન હોવાથી બહુ-વિષયવાળો છે. ૭-૫૦ા
નૃપ,
આ જ પ્રમાણે સમભિરૂઢનય પર્યાયવાચી શબ્દોમાં વ્યુત્પત્તિ ભેદ પ્રમાણે ભિન્નભિન્ન અર્થ સ્વીકારે છે. જેમકે રૃપ, મૂત્ર અને ચા મનુષ્યોનું પાલન કરે પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ, અને માત્ર મુગટાદિ રાજ-ચિહ્નોથી શરીરને શોભાવે તે રાજા. આવા ભિન્ન-ભિન્ન કરેલા અર્થો અમુક અમુક વ્યક્તિઓમાં જ હોવાથી પરિમિત વિષયવાળો આ નય બને છે. જ્યારે શબ્દનય તો તેષાં=નૃપ-ભૂપ-રાજા આદિ પર્યાયવાચી શબ્દોનો તમેવેનાપિ વ્યુત્પત્તિ ભેદવડે અર્થ ભેદ હોવા છતાં પણ આખર તો તે સર્વે શબ્દો “સ્વામિત્વપણા’રૂપાર્થતાં સમર્થયતે-એક અર્થતાને જણાવે છે.
એમ શબ્દનય કહે છે. તેથી અધિક-વિષયવાળો છે. ૭-૫૧||
આ જ પ્રમાણે એવંભૂતનય ક્રિયા ભેદ દ્વારા શબ્દોનો ભિન્ન-ભિન્ન અર્થ સ્વીકારે છે તેથી જ્યારે ક્રિયા પ્રવર્તતી હોય ત્યારે જ તે પદાર્થ માને તેથી અલ્પવિષયવાળો આ એવંભૂતનય છે. તેના કરતાં સમભિરૂઢનય તમેàનાપિ-તે ક્રિયા ભેદ હોવા છતાં પણ અભિન્ન ભાવં=અભિન્નાર્થતા= એકાર્થતા સ્વીકારે છે. તેથી ઘણા વિષયવાળો છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ નય મોટા ક્ષેત્રમાં વ્યાપ્ત છે. તેની અપેક્ષાએ પાછળ પાછળના નય અલ્પ-ક્ષેત્રવ્યાપી છે. એમ ભાવાર્થ જાણવો.
૨૬
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
परिच्छे-७ : सूत्र-43
રત્નાકરાવતારિકા ભાગ-૩
-
સૂત્ર ૪૭ થી પર એમ ૬ સૂત્રોમાં લગભગ સરખો જ વિષય સમજાવવાનો છે. છતાં શિષ્યોની બુદ્ધિના વિકાસ માટે ગ્રંથકારશ્રીએ એક સરખા સમાન અર્થને સમજાવનારા ભિન્ન-ભિન્ન શબ્દોનો પ્રયોગ કર્યો છે. તે નીચેના ચિત્રથી સમજાશે. ગ્રંથકારશ્રીની આ અપૂર્વ રચનાથી તેઓશ્રીની કુશળતા ધ્વનિત થાય છે. I૭-પરા
सूत्र-४७ / गोचरात् । भूमिकत्वाद् । भूमविषयः सूत्र-४८ | प्रकाशकाद् | उपदर्शकत्वाद् | बहुविषयः सूत्र-४९ विषयाद् अवलम्बित्वाद् | अनल्पार्थः सूत्र-५० | उपदर्शिनः वेदकत्वाद् । महार्थः सूत्र-५१ । अभीप्सितः अनुयायित्वात् प्रभूतविषयः सूत्र-५२ प्रतिजानानाद् | स्थापकत्वाद् । महागोचरः ।।
अथ यथा नयवाक्यं प्रवर्तते तथा प्रकाशयन्तिહવે આ નયવાક્ય જે રીતે પ્રયોગમાં વપરાય છે. તે રીતે જણાવે છે કેनयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥७-५३॥
સુત્રાર્થ- નયોનું વાક્ય પણ પોતપોતાના વિષયમાં પ્રવર્તતું છતું વિધિ અને प्रतिषेध द्वारा सHinीने मनुसरे छ. ||७-43||
टीका- नयवाक्यं प्राग्लक्षितविकलादेशस्वरूपं, न केवलं सकलादेशस्वभावं प्रमाणवाक्यमित्यपिशब्दार्थः । स्वविषये स्वाभिधेये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां परस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधाननिषेधाभ्यां कृत्वा सप्तभङ्गीमनुगच्छति, प्रमाणसप्तभङ्गीवदेतद्विचारः कर्तव्यः ।
नयसप्तभङ्गीष्वपि प्रतिभङ्गं स्यात्कारस्यैवकारस्य च प्रयोगसद्भावात् । तासां विकलादेशत्वादेव सकलादेशात्मिकायाः प्रमाणसप्तभङ्ग्या विशेषव्यवस्थापनात् । विकलादेशस्वभावा हि नयसप्तभङ्गी वस्त्वंशमात्रप्ररूपकत्वात् सकलादेशस्वभावा तु प्रमाणसप्तभङ्गी संपूर्णवस्तुस्वरूपप्ररूपकत्वादिति ॥७-५३॥
Page #220
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૩
૨૦૩ વિવેચન- સર્વે વસ્તુ અનંત અંશાત્મક (ધર્માત્મક) છે. જ્યારે જ્યારે કોઇપણ વિવક્ષિત વસ્તુને કોઈપણ એક અંશથી (બીજા અંશોનો અપલાપ કર્યા વિના) સાપેક્ષપણે જાણવામાં આવે છે. ત્યારે તેને નય કહેવાય છે. તેને જ વિક્લાદેશ પણ કહેવાય છે. તથા તે જ વિવક્ષિત વસ્તુને જયારે અનેક ધર્મોથી જાણવામાં આવે છે ત્યારે તેને પ્રમાણ કહેવાય છે, તેને જ સલાદેશ પણ કહેવાય છે. આ રીતે આંશિક ધર્મને સમજાવનારા વાક્યને નયવાક્ય અને વિક્લાદેશ કહેવાય છે. અને સર્વ અંશોને સમજાવનારા વાક્યને પ્રમાણવાક્ય અને સક્લાદેશ કહેવાય છે.
આ બન્નેની સપ્તભંગી થાય છે. જેમ પ્રમાણવાક્યની સમભંગી થાય છે. તેવી જ રીતે નયવાક્યની પણ સપ્તભંગી થાય છે. બન્ને વાક્યોની બોલાતી સપ્તભંગીમાં નીચે મુજબ તફાવત છે.
(૧) પ્રમાણવાક્યની સપ્તભંગીમાં સર્વ અંશોની પ્રધાનપણે વિવક્ષા હોવાથી આગળ ચાત્ શબ્દ બોલાય છે. પરંતુ કોઈ એકધર્મની જ પ્રધાનતા ન હોવાથી પાછળ વ શબ્દનો પ્રયોગ થતો નથી. તેથી અસ્તિ-નાસિત ઉપર આ પ્રમાણે સપ્તભંગી થાય છે. (૨) સ્થાપ્તિ, (૨) ાનાતિ, (૩) વાવ વક્તવ્ય, (૪) થાપ્તિનાસ્તિ, (૬) સ્થાતિ મવવક્તવ્ય, (૬) પાનાતિ વવક્તવ્ય, અને (૭) થાતિનાસ્તિ-વક્તવ્ય આ જ પ્રમાણે ભિન્ન-ભિન્ન, સામાન્ય-વિશેષ, નિત્યા-નિત્ય, આદિ યુગલધર્મોમાં સ્યાત્કારથી લાંછિત અને એવકારથી રહિત જે જે સપ્તભંગી થાય છે. તે તે પ્રમાણસપ્તભંગી અર્થાત્ સક્લાદેશ કહેવાય છે.
(૨) નયવાક્યની બોલાતી સપ્તભંગીમાં સર્વધર્મોની વિવક્ષા છે (અપલાપ નથી) માટે આગળ ત્િ શબ્દ જરૂર આવે છે. પરંતુ વિવક્ષિત એવા એકધર્મની પ્રધાનતા અને શેષધર્મોની ગૌણતા જરૂર છે. તેથી જે ધર્મની પ્રધાનતાએ વિવક્ષા કરી હોય તે જણાવવા પાછળ શબ્દનો પૂર્વ પ્રયોગ અવશ્ય થાય છે. તેથી અતિ-નાતિ ઉપર નયની સપ્તભંગી આ પ્રમાણે થાય છે. (૨) ચાર્યેવ, (૨) ચાનાવ, (૩) ચાવવક્તવ્ય ઇવ, (૪) -નાચેવ, () ચાચવવત્તવ્ય હવ, (૬) ચાનાર્યવવાર્થ પવ, અને (૭) દ્વિ-માર્યવક્તવ્ય પર્વ | આ જ પ્રમાણે ભિન્ન-ભિન્ન, સામાન્ય-વિશેષ અને નિત્યા-નિત્ય આદિ યુગલધર્મોમાં સ્વાત્કારથી પણ લાંછિત અને એવકારથી પણ લાંછિત એવી અનંત સપ્તભંગી થાય છે. તે તે નયસપ્તભંગીને વિક્લાદેશ કહેવાય છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ યાતિ આ પ્રમાણવાક્ય છે. દ્વિફ્લેવ આ નયવાક્ય છે. સત્યેવ આ દુનર્યવાક્ય છે.
(જુઓ અન્યયોગવ્યવચ્છેદિકા-સ્યાવાદમંજરી શ્લોક-૨૮) પ્રમાણ-સપ્તભંગીવાળું વાક્ય વિવાર વાળું નહી હોવાથી એક જ વાક્યમાં વિધિ-નિષેધવાળા બન્ને ધર્મો જેમ સમાયેલા છે. એટલે કે એક એક વાક્યમાં વિધાન અને નિષેધવાળા ભાવો સાથે કહેવાય છે. તેવી જ રીતે નય-સપ્તભંગીવાળું વાક્ય પણ ભલે વાર વાળું હોવાથી એકીસાથે પ્રધાનતાએ વિધિ-નિષેધ ન જણાવે તો પણ પોતપોતાના અભિધેય વિષયમાં પ્રવર્તતું છતું વિધિ-નિષેધને ક્રમશઃ જણાવવા દ્વારા પરસ્પર ભિન્ન-ભિન્ન અર્થને જણાવનારા બે નયોથી ઉત્પન્ન થયેલા વિધાન અને નિષેધવડે કરીને તે વાક્ય પણ સપ્તભંગીને અનુસરે છે. પ્રમાણ-સપ્તભંગીની જેમ જ નય-સપ્તભંગીનો પણ વિચાર કરવા જેવો છે.
સારાંશ કે પ્રક્ષd=પૂર્વે જણાવેલા વિક્લાદેશ સ્વભાવવાળું નયવાક્ય પણ પ્રમાણવાક્યની જેમ સપ્તભંગીને અનુસરે છે. કેવળ એ કલું પ્રમાણવાક્ય જ સપ્તભંગીવાળું બને છે. એમ નથી. તેથી નય-સપ્તભંગીના સર્વે વાક્યોમાં પણ એટલે કે પ્રતિભંગે અવાર નો અને ચાર નો પ્રયોગ સંભવે છે. સ્તિ-નાતિ, ઉપનામન આદિ ધર્મો ઉપર વિચારાતી તે બધી જ નય-સપ્તભંગીઓ વિક્લાદેશ સ્વભાવવાળી હોવાથી સક્લાદેશના સ્વભાવવાળી એવી સપ્તભંગીની જ એક વિશેષ વ્યવસ્થા સ્વરૂપ છે. જેમ પંજાની પાંચ આંગળીઓ એ પંજાના એક અંશરૂપ છે. પરંતુ પંજાથી સર્વથા ભિન્ન નથી. તેમજ એક એક આંગળી કંઇ પંજારૂપ પણ નથી. તેવી જ રીતે વિક્લાદેશ સ્વભાવવાળી આ નય-સપ્તભંગી વસ્તુના એક અંશની પ્રરૂપક હોવાથી પ્રમાણરૂપ પણ નથી, તથા પ્રમાણથી એકાતે ભિન્ન પણ નથી, પરંતુ પ્રમાણસપ્તભંગીના અવયવ-સ્વરૂપે વિશેષ વ્યવસ્થાપક છે.
જ્યારે સક્લાદેશ સ્વભાવવાળી પ્રમાણ-સપ્તભંગી સંપૂર્ણ વસ્તુ-સ્વરૂપની પ્રકાશક હોવાથી પંજાની તુલ્ય અવયવીરૂપ છે. તે પણ નય-સપ્તભંગીથી એકાતે ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. માત્ર તે પૂર્ણ વસ્તુ-સ્વરૂપની પ્રકાશક છે. અને નયસપ્તભંગી આંશિક વસ્તુ-સ્વરૂપની પ્રકાશક છે. ૭-૫૩||
एवं नयस्य लक्षणसङ्ख्याविषयान् व्यवस्थाप्येदानी फलं स्फुटयन्तिप्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥७-५४॥
Page #222
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૪
અવતરણાર્થ- આ પ્રમાણે નયોનાં લક્ષણ, સંખ્યા અને વિષયો સમજાવીને હવે તે જ સાતે નયોનું ફળ સમજાવે છે કે—
સૂત્રાર્થ- આ નોનું ફળ પ્રમાણની જેમ જ (અનંતર અને પરંપર વગેરે) સમજી લેવું. ॥ ૭-૫૪||
૨૦૫
टीका - प्रमाणस्येव प्रमाणवत्, अस्येति नयस्य, यथा खलु आनन्तर्येण प्रमाणस्य संपूर्णवस्त्वज्ञाननिवृत्तिः फलमुक्तम् तथा नयस्यापि वस्त्वेकदेशाज्ञाननिवृत्तिः फलमानन्तर्येणावधार्यम् । यथा च पारम्पर्येण प्रमाणस्योपादानहानोपेक्षाबुद्धयः सम्पूर्णवस्तुविषयाः फलत्वेनाभिहितास्तथा नयस्यापि वस्त्वंशविषयास्ताः परम्पराफलत्वेनावधारणीयाः । तदेतद् द्विप्रकारमपि नयस्य फलं ततः कथञ्चिद्भिन्नमभिन्नं वाऽवगन्तव्यम् । नयफलत्वान्यथाऽनुपपत्तेः कथञ्चिद्भेदाभेदप्रतिष्ठा च नयफलयोः प्रागुक्तप्रमाणफलयोरिव कुशलैः कर्तव्या ॥ ७-५४ ॥
વિવેચન– પ્રમાણની જેમ ફળ જાણવું તેને પ્રમળવત્ કહેવાય છે મૂળસૂત્રમાં લખેલા અસ્ય શબ્દનો અર્થ આ નયનું ફળ પણ પ્રમાણની જેમ જ જાણવું. એવો અર્થ કરવો.
આ જ ગ્રંથના છઠ્ઠા-પરિચ્છેદના સૂત્ર ૧ થી ૧૬ સૂત્રમાં પ્રમાણ અને પ્રમાણ ફળની ચર્ચા ગ્રન્થકારશ્રીએ જણાવી છે. તે જ પ્રમાણે આનન્તર્ય અને પારંપર્ય એમ બે પ્રકારનું ફળ, તથા નય અને ફળની વચ્ચે ભેદાભેદ વગેરે તમામ ચર્ચા પ્રમાણ અને પ્રમાણના ફળની જેમ અહીં પણ જાણવી. તે આ પ્રમાણે
(૧) નયો દ્વારા જે સિદ્ધ કરાય (જે જણાય) અર્થાત્ સાપેક્ષપણે એક અંશનો જે બોધ કરાય છે. તે આ નયનું ફળ છે.
(૨) નયોનું તે ફળ બે પ્રકારનું છે. આનાર્ય અને પારંપર્ય.
(૩) સર્વે નયોનું આનન્તર્ય ફળ (તુરતનું ફળ) અંશધર્મવિષયક અજ્ઞાન નિવૃત્તિ છે. તે તે ધર્મવિષયક અજ્ઞાનને દૂર કરવું તે આનન્તર્ય ફળ છે.
(૪) નયોનું પારંપર્ય ફળ કેવળજ્ઞાનકાળે ઉદાસીનતા છે.
(૫) નયોનું પારંપર્ય ફળ મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન પ્રસંગે વસ્તુના એક અંશવિષયક ઉપાદાન, હાન અને ઉપેક્ષા બુદ્ધિઓ છે.
(૬) તે આનન્તર્યફળ અને પારંપર્ય ફળ નયોથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિદ્ અભિન્ન છે. અન્યથા તે ફળને નયોનું ફળ કહેવાય નહીં દ્વિપ્રારમપિનયસ્ય
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ હને (પક્ષ) તતઃ (નયજ્ઞાના) થગ્નિદ્ મનમfમનું વાવાન્તવ્યમ્ (સાધ્ય), નયનત્વાડથાનુપ. (હેતુ) આવા પ્રકારનું જે અનુમાન ટીકામાં આપ્યું છે. તેમાંના હેતુને પાજો મન અથવા મિત્ર એવા સાધ્યાભાવમાં લઈ જઈને આ હેતુને વ્યભિચારી બનાવે, તેના ખંડન માટે કહે છે કેનયો દ્વારા થનારી ઉપાદાનાદિ બુદ્ધિ પારંપર્ય ફળવાળી છે. એટલે કે વ્યવહિતફળવાળી છે. તેથી એકાત્તે ભિન્ન જ છે. પરંતુ ભિન્ન-ભિન્ન નથી. એમ થવાથી નયપત્નીચેથાડનુરૂપ આ હેતુ કથંચિત્ ભિન્ન-ભિન્નમાં રહેવાને
બદલે એકાન્ત ભિન્નમાં રહેતો હોવાથી વ્યભિચારી બનશે. એમ ન કહેવું. (૮) કારણકે નય જ્ઞાનકાળે અને તેના પારંપર્ય-ફળકાલે એક જ પ્રમાતા છે. જે
પ્રમાતા નયજ્ઞાન કરે છે તે જ પ્રમાતા પારંપર્ય-ફળરૂપે પરિણામ પામે છે. એમ
તાદાભ્ય હોવાથી નયોથી નયોનું ફળ કથંચિત્ અભેદપણે પણ રહેલું છે. (૯) કારણકે જે પ્રમાતા નયજ્ઞાનરૂપે પરિણામ પામે છે. તે જ પ્રમાતા ઉપાદાનાદિ
બુદ્ધિસ્વરૂપ ફળપણે પણ પરિણામ પામે છે. (૧૦) નયો દ્વારા જે પ્રમાતા વસ્તુના એક અંશને જાણે છે તે જ પ્રમાતા ઉપાદાન,
ત્યાગ, અને ઉપેક્ષા બુદ્ધિ કરે છે. ઉપાદેયનો આદર, હેયનો ત્યાગ, અને ઉપેક્ષણીય ભાવોની ઉપેક્ષા કરતો તે પ્રમાતા સર્વ વ્યવહારી જીવો વડે
અસ્મલિતપણે અનુભવાય જ છે. (૧૧) જો નયજ્ઞાન અને ઉપાદાનાદિ બુદ્ધિસ્વરૂપ-ફળમાં એકાન્ત ભેદ જ છે. એમ
માનીએ તો નયજ્ઞાન અને ઉપાદાનાદિ-બુદ્ધિની વચ્ચે નય અને ફળપણાની વ્યવસ્થાનો જ વિનાશ થાય, અર્થાત્ કાર્યકારણ ભાવ સંભવે જ નહીં, એટલે કે નયજ્ઞાન એ કારણ છે. અને ઉપાદાનાદિ બુદ્ધિરૂપ ફળ તેનું કાર્ય છે.
આવી વ્યવસ્થા એકાન્ત ભેદ હોવાથી. ઘટે નહીં. (૧૨) “અજ્ઞાનનિવૃત્તિ” સ્વરૂપ આનન્તર્યફળ (અર્થાત્ સાક્ષાત્કળ) નયજ્ઞાનથી એકાન્ત
અભિન્ન જ છે. તેથી ભિન્ન-ભિન્ન સાધ્ય સાધવાવાળો હેતુ વ્યભિચારી છે એમ
પણ ન માનવું. (૧૩) તે આનન્તર્યફળ સ્વરૂપ અજ્ઞાનનિવૃત્તિ પણ નયજ્ઞાનથી કથંચિત્ ભિન્નપણે પણ
છે. એટલે કે એકાન્ત અભિન્ન નથી જ. (૧૪) નયજ્ઞાન એ કારણ છે. સાધન છે. અને અજ્ઞાનનિવૃત્તિરૂપ સાક્ષાત્કળ એ કાર્ય
Page #224
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૪
છે. સાધ્ય છે. આ રીતે નયજ્ઞાન અને સાક્ષાત્ફળ પણ કારણ-કાર્ય હોવાથી કથંચિત્ ભિન્ન પણ અવશ્ય છે જ. જો એકાન્ત અભિન્ન હોત તો આ કારણ છે અને આ કાર્ય છે એવો ભેદ થાત જ નહીં.
(૧૫) નયોનું જ્ઞાન એ આંશિક વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં કારણ છે. કારણકે વસ્તુના આંશિક-સ્વરૂપને સમજાવવા રૂપે સ્વ-પરનો વ્યવસાય કરાવવામાં સાધક્તમ કારણ છે.
૨૦૭
(૧૬) સ્વ-પરનો આંશિક નિર્ણય કરવો એટલે કે અજ્ઞાન-નિવૃત્તિ કરવી. એ કાર્ય છે. ફળ છે. સાધ્ય છે. કારણકે તે ફળ નયજ્ઞાનવડે થાય છે.
આ પ્રમાણે કાર્ય-કારણ હોવાથી ભિન્ન, અને એક જ પ્રમાતા નયજ્ઞાનરૂપે અને ફળરૂપે પરિણામ પામે છે. માટે અભિન્ન પણ છે. અર્થાત્ ભિન્ના-ભિન્ન છે.
જેમ પ્રમાણજ્ઞાન એ વસ્તુના સર્વધર્મોને સમજાવનારૂં એક પ્રકારનું જ્ઞાન છે. અને અજ્ઞાનનિવૃત્તિ તથા ઉપાદાનાદિ બુદ્ધિ થવી તે તેનું બે પ્રકારનું ફળ છે એ જ રીતે નયોનું પોતપોતાના પ્રતિનિયત એક અંશમાં (ઇતર અંશનો અપલાપ કર્યા વિના) થનારું જ્ઞાન એ કારણ છે. અને આંશિક અજ્ઞાનનિવૃત્તિ અને આંશિકવિષયવાળી ઉપાદાનાદિ-બુદ્ધિ થવી એ નયજ્ઞાનનું બે પ્રકારનું ફળ છે. જેમ સંપૂર્ણ ધર્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ એ પ્રમાણનું આનન્તર્ય ફળ કહ્યું છે. તેમ વસ્તુના એક અંશવિષયક અજ્ઞાનની નિવૃત્તિ એ નયજ્ઞાનનું પણ આનન્તર્ય ફળ કહ્યું છે. તથા સંપૂર્ણ વસ્તુ વિષયક એવી ઉપાદાન, હાન અને ઉપેક્ષા ભાવવાળી બુદ્ધિઓ જેમ પ્રમાણનું પારંપર્ય ફળ પૂર્વે કહ્યું છે તેજ રીતે વસ્તુના એક અંશવિષયક એવી તે જ ઉપાદાનાદિ ત્રિવિધ બુદ્ધિઓ એ નયજ્ઞાનના પારંપર્યફળરૂપે જાણવી જોઇએ.
આ પ્રમાણે આનન્તર્ય અને પારંપર્ક એમ બન્ને પ્રકારનું પણ નયનું આ ફળ તે નયથી કથંચિદ્ ભિન્ન અથવા કથંચિદ્ અભિન્ન જાણવું જોઇએ. એમ જો કથંચિત્ ન જાણીએ અને એકાન્તે ભિન્ન અથવા એકાન્તે અભિન્ન કહીએ તો નય એ કારણ અને ફળ એ નયોનું કાર્ય એવી નયતત્વ વ્યવસ્થા ઘટે નહીં.
નયજ્ઞાન અને તેના ફળની વચ્ચે કથંચિદ્ ભેદાભેદની વ્યવસ્થા કરવાનું કાર્ય પૂર્વે કહેલા પ્રમાણ અને પ્રમાણ ફળની જેમ જ કુશળ પુરુષોએ કરી લેવું. ||૭-૫૪॥
तदित्थं प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य सम्प्रति तेषां तत्र कथंचिदविष्वग्भावेनावस्थितेरखिलप्रमाणनयानां व्यापकं प्रमातारं स्वरूपतो व्यवस्थापयन्ति
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥७-५५॥
અવતરણાર્થ- તે આ પ્રમાણે પ્રમાણ અને નયનું સ્વરૂપ વ્યવસ્થિતપણે સમજાવીને હવે તેષાં તે પ્રમાણો અને નયોરૂપ જ્ઞાનમાત્રા તત્ર તે આત્મામાં કથંચિ અભેદ ભાવે રહેલી હોવાથી તે સર્વે પ્રમાણો અને નયોની સાથે વ્યાપક એવા પ્રમાતા “આત્મા”ને સ્વરૂપથી સિદ્ધ કરે છે. સારાંશ કે તે સર્વે નયો અને પ્રમાણો તે આત્મતત્ત્વમાં (ર્તા અને કરણભાવે) કથંચિત્ અભેદભાવે રહેલ છે. તેથી તેની સાથે વ્યાપક એવા પ્રમાતાને સમજાવે છે–
સૂસાર્થ- પ્રત્યક્ષાદિ (સર્વ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો આત્મા એ જ પ્રમાતા છે.
II
-પપII
टीका-प्रमिणोतीति प्रमाता, किम्भूतः क इत्याह-प्रत्यक्षादिप्रसिद्धः प्रत्यक्ष-परोक्षप्रमाणप्रतीतः अतति अपरापरपर्यायान् सततं गच्छतीत्यात्मा जीवः ।
इहात्मानं प्रति विप्रतिपेदिरे परे । चार्वाकास्तावच्चर्चयाञ्चक्रुः-कायाकारपरिणामदशायामभिव्यक्तचैतन्यधर्मकाणि पृथिव्यप्तेजोवायुसंज्ञकानि चत्वार्येव भूतानि तत्त्वम्, न तु तद्व्यतिरिक्तिः कश्चिद् भवान्तरानुसरणव्यसनवानात्मा । यदुवाच बृहस्पतिः-"पृथिव्यप्तेजोवायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरविषयेन्द्रिय-संज्ञाः । तेभ्यश्चैतन्यम्" इति प्रत्येकमदृश्यमानचैतन्यान्यपि च भूतानि समुदितावस्थानि चैतन्यं व्यञ्जयिष्यन्ति मदशक्तिवत्, यथा हि काष्ठपिष्टादयः प्रागदृश्यमानामपि मदशक्तिमासादितसुराकारपरिणामा व्यञ्जयन्ति तद्वदेतान्यपि चैतन्यमिति ॥
વિવેચન- વસ્તુતત્ત્વને જે જાણે તે પ્રમાતા કહેવાય છે. આ પ્રમાતા કેવો છે ? અને કોણ છે? ત્યાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર જણાવે છે કે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ છે. અર્થાત્ આ આત્મા કેવો છે? તો કહે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રમાણોથી પ્રસિદ્ધ છે. બન્ને પ્રમાણો દ્વારા આત્મા અનુભવ-ગમ્ય છે. બીજા પ્રશ્નનો ઉત્તર કહે છે કે- અતિ નવા નવા પર્યાયોને નિરંતરપણે જે પામે છે તે આત્મા, અર્થાત્ જીવ એ જ પ્રમાતા છે. શરીરમાં રહેલા અસંખ્યપ્રદેશાત્મક, અરૂપી, ચૈતન્યાત્મક એવો જે જીવ નામનો સ્વતંત્ર પદાર્થ છે. તે જ પ્રમાતા છે.
અહીં આ આત્મતત્ત્વની બાબતમાં પર દર્શનકારો ભિન્ન-ભિન્ન રીતે અનેક પ્રકારે વાદવિવાદ કરે છે. ત્યાં સૌથી પ્રથમ ચાર્વાક દર્શનવાળાઓ આત્મતત્ત્વની બાબતમાં આ પ્રમાણે ચર્ચા કરે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૦૯
- પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એમ ચાર ભૂતો એ જ તત્ત્વ છે. તથા આ ચાર ભૂતો જ જયારે કાયાના આકારે પરિણામ પામે છે. ત્યારે તે ભૂતો જ વ્યક્ત ચૈતન્ય ધર્મવાળાં બને છે. અર્થાત્ આ ચાર ભૂતો કાયાકારે પરિણામ પામે ત્યારે તે ભૂતોમાં જ ચૈતન્યધર્મ અભિવ્યક્ત થાય છે. પરંતુ ચૈતન્યધર્મવાળો તે ચાર ભૂતોથી વ્યતિરિક્ત એવો અને ભવાન્તરાનુયાયી અર્થાત્ પરભવ-ગામી એવો જીવ નામનો કોઈ પદાર્થ નથી. અમારા બૃહસ્પતિ નામના ધર્મગુરુએ કહ્યું છે કે–પૃથ્વી, પાણી, તેજ અને વાયુ આ ચાર જ તત્ત્વ છે. તે ચાર ભૂતોનો જ્યારે સમુદાય થાય ત્યારે જ (તે સમુદાયને જ) શરીર એવી સંજ્ઞા, વિષય એવી સંજ્ઞા, અને ઇન્દ્રિય એવી સંજ્ઞા પ્રવર્તે છે. અને તે ભૂતોના સમુદાયને જ્યારે શરીરાદિ સંજ્ઞા પ્રવર્તે છે. ત્યારે જ તે ભૂતોમાં ચૈતન્ય પ્રગટ થાય છે. જો કે એક એક ભૂતમાં ચૈતન્ય દેખાતું નથી. તો પણ તે ચારે ભૂતોની સમુદાયવાળી અવસ્થા જ્યારે બને છે. ત્યારે તેઓ મદશક્તિની જેમ ચૈતન્યને વ્યક્ત કરે છે.
જેમ કાષ્ઠપિષ્ટાદિમાં રાષ્ટતાડાદિ અને પિષ્ટ જુનો લોટ, એટલે કે તાડના ઝાડનાં કાષ્ઠ અને આદિ શબ્દથી ધાવડીનાં ફૂલ, મહુડાનાં ફૂલ તથા જુનો લોટમાં પૂર્વકાળમાં (ઉકાળ્યા પૂર્વે) મદશક્તિ અદશ્યમાન છે. તો પણ ઉકાળવા દ્વારા એકરસ કરાયે છતે પ્રાપ્ત કર્યો છે સુરાકાર-પરિણામ (દારૂપણાના આકારનો પરિણામ) જેણે એવા તે સર્વે પદાર્થો સાથે મળીને મદશક્તિને વ્યંજિત કરે છે. તેની જેમ આ ચાર ભૂતો પણ જ્યારે કાયાકારે પરિણામ પામે, ત્યારે તેની પૂર્વે અદશ્યમાન ચૈતન્ય શક્તિવાળાં હોવા છતાં પણ કાયાકારે પરિણામ પામવાથી જ વ્યક્ત ચૈતન્ય શક્તિવાળાં બને છે. તેથી ભૂતોનો કાયાકારે પરિણામ પામેલો સમુદાય એ જચૈતન્ય છે. તેનાથી અતિરિક્ત ચૈતન્યધર્મવાળો સ્વતંત્ર કોઇ આત્મા નામનો પદાર્થ જૈનો વગેરે જે માને છે. તે પદાર્થ નથી. આ પ્રમાણે ચાર્વાકો કહે છે
तदेतत् तरलतरमतिविलसितम्, कायाकारपरिणतभूतैश्चैतन्याभिव्यक्तेरसिद्धेः, सतः खल्वभिव्यक्तिर्युक्ता, न च देहदशायाः प्राग भूतेषु चैतन्यसत्तासाधकं प्रत्यक्षमस्ति तस्यैन्द्रियकस्यातीन्द्रिये तस्मिन्नप्रवर्तनात्, अनैन्द्रियकस्य तस्य त्वयाऽनङ्गीकाराच्च । नाप्यनुमानम्, तस्याप्यनङ्गीकारादेव । अथ स्वीक्रियत एव लोकयात्रानिर्वाहणप्रवणं धूमाद्यनुमानम्, स्वर्गापूर्वादिप्रसाधकस्यालौकिकस्यैव तस्य तिरस्कारादिति चेत्, तर्हि कायाकारहेतुष्वकायाकारभूतेषु भूतेषु चैतन्यानु
૨૭
Page #227
--------------------------------------------------------------------------
________________
૨ ૧૦
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ मानमप्यलौकिकं स्याद् , लौकिकैस्तत्र तस्याननुमीयमानत्वाद् , स्वर्गापूर्वादिप्रसाधकमपि वा तद् लौकिकं भवेत् ॥
ચાર્વાકદર્શનવાળાઓની “આત્માની બાબતમાં” ઉપરોક્ત જે ચર્ચા છે તે આ અતિશય અસ્થિર બુદ્ધિનો વિલાસમાત્ર જ છે. ઉપરછલ્લી બુદ્ધિથી ઉપજાવી કાઢેલો તર્કમાત્ર જ છે. પરંતુ વાસ્તવિક સત્ય નથી. કારણકે આ ચાર ભૂતો કાયાના આકારે પરિણામ પામે ત્યારે તેમાં ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે. આ વાત યુક્તિથી સિદ્ધ થતી નથી. તે આ પ્રમાણે- તલને ઘાણીમાં પીલ્યા પહેલાં તે તલની અંદર તેલ સત્ છે તો પીલવાથી અભિવ્યક્ત થાય છે. તથા ઘટ બન્યા પૂર્વે માટીમાં ઘટ સત્ છે તો ચક્ર-દંડાદિના યોગે તે ઘટ અભિવ્યક્ત થાય છે. તેવી રીતે જે પદાર્થ પૂર્વકાળમાં – હોય, તેની જ ઉત્પાદક કારણોના યોગે અભિવ્યક્તિ થાય છે. કારણકાલમાં જે અસત્ વસ્તુ છે. તે વસ્તુની અભિવ્યક્તિ કદાપિ થતી નથી. તેમ અહિં દેહાકારે પરિણામ પામેલાં આ ચાર ભૂતોમાં તેના પૂર્વકાળમાં ચૈતન્ય સર નથી જ. તો પછી સમુદાય થવા છતાં પણ અભિવ્યક્તિ કેવી રીતે થાય ? સદ્ પણાની સિદ્ધિ કા'તો પ્રત્યક્ષ પ્રમાણથી થાય અથવા અનુમાન પ્રમાણથી થાય. અહીં પૂર્વકાળમાં ચૈતન્યના સત્પણાની સિદ્ધિ કરવામાં તે બન્નેમાંથી એક પણ પ્રમાણ ઘટતું નથી. તે આ પ્રમાણે
દેહાકાર પરિણામ પામવાની દશાના પૂર્વકાળે આ ચારે ભૂતોમાં ચૈતન્યના અસ્તિત્વને સાધનારૂં “પ્રત્યક્ષપ્રમાણ” તો તમારી પાસે નથી જ. કારણકે ઇન્દ્રિયજન્ય જે પ્રત્યક્ષપ્રમાણ છે. તેનાથી અતીન્દ્રિય અને અભિવ્યક્ત એવા તે ચૈતન્યની સત્તા સિદ્ધ થઈ શકે નહીં. તથા ઈન્દ્રિયવિષયક એવા પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન એવું જે અનૈન્દ્રિયક (અર્થાત્ અતીન્દ્રિય) એવું જે (કેવલજ્ઞાનાદિરૂ૫) પ્રત્યક્ષ પ્રમાણ છે. તે તમારા વડે સ્વીકારાયું જ નથી. સારાંશ કે અતીન્દ્રિયપ્રત્યક્ષ પ્રમાણ તમે માનતા જ નથી. અને ઇન્દ્રિયપ્રત્યક્ષપ્રમાણ આ અતીન્દ્રિયવિષયમાં ઘટી શકે નહીં. તેથી ચાર ભૂતોમાં ચૈતન્ય સત્ છે એ તમે પ્રત્યક્ષથી સિદ્ધ કરી શકશો નહીં. હવે કદાચ કાયાકારે પરિણામ પામેલા ભૂતોમાં પૂર્વકાળે ચૈતન્ય સત્ છે. આ બાબત સિદ્ધ કરવામાં તમે અનુમાન પ્રમાણ કહો તો તે અનુમાન પ્રમાણ પણ અહીં કામ આવતું નથી. કારણકે પહેલી વાત તો એ છે કે તમે તો તે અનુમાન પ્રમાણ સ્વીકાર્યું જ નથી. આ કારણે તમે અનુમાન પ્રમાણને પ્રમાણ તરીકે ન માનતા હોવાથી સાધ્યસિદ્ધિમાં તેને પ્રમાણ તરીકે કેમ રજુ કરી શકાય?
હવે કદાચ તમે આવો બચાવ કરો કે- ધૂમથી અગ્નિનું હોવું, શબ્દશ્રવણથી
Page #228
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પપ
૨૧૧ માણસનું હોવું, મેઘગર્જારવ શ્રવણથી આકાશમાં વાદળવાળું હોવું. ઇત્યાદિ લોક પ્રસિદ્ધ એવાં જે જે અનુમાનો છે. અર્થાત્ લોકોની બુદ્ધિમાં ઇન્દ્રિયજન્ય બોધ કરાવવાની યાત્રાનું નિર્વહણ કરવામાં સમર્થ એવાં જે જે લૌકિક અનુમાન છે. તેને અમે પ્રમાણ માનીએ છીએ. પરંતુ સ્વર્ગ (દેવલોક-નરકાદિ) અને અપૂર્વ (મુક્તિ) આદિ ઇન્દ્રિયોથી અગમ્ય એવા અતીન્દ્રિયભાવોને સમજાવનારાં અલૌકિક અનુમાનોનો જ અમે તિરસ્કાર કરીએ છીએ. એટલે કે જે અનુમાનો દ્વારા સિદ્ધ થતું સાધ્ય ત્યાં જઈને ઇન્દ્રિયોથી જોઇએ તો પ્રત્યક્ષ જાણી શકાય એવાં જે જે અનુમાનો છે તે લૌકિક અનુમાનો કહેવાય છે. તે અમે માનીએ છીએ. પરંતુ જે જે અનુમાનો દ્વારા સિદ્ધ કરાતાં સાધ્ય ત્યાં જઈને ઇન્દ્રિયો દ્વારા જોઈ શકાતાં નથી. સાક્ષાત્ સાધ્ય જાણી શકાતું કે જોઈ શકાતું નથી તે તે અનુમાનો લોકોત્તર અનુમાનો કહેવાય છે. તેવા સ્વર્ગ-અપૂર્વ આદિ તત્ત્વોને સમજાવનારાં માત્ર લોકોત્તર અનુમાનોને જ અમે (ચાર્વાકો) માનતા નથી. એટલે સર્વથા અનુમાન પ્રમાણ અમે માનતા નથી એમ નથી. પરંતુ લૌકિક અનુમાન માનીએ છીએ અને લોકોત્તર અનુમાન માનતા નથી. આવો બચાવ હે ચાર્વાક ! જે તમે કરો તો કાયાના આકારે પરિણામ પામનારા ભૂતોના કારણભૂત (પૂર્વકાલવર્તી કાષ્ઠ-પિષ્ટ આદિમાં સિદ્ધ કરાતી મદશક્તિની જેમ, જે ચૈતન્યશક્તિની સત્તાને સિદ્ધ કરનારું અનુમાન તમારા વડે કરાશે તે પણ પાછળથી ઇન્દ્રિય-ભોગ્ય વિષયવાળું ન હોવાથી અલૌકિક જ (લોકોત્તર જ) અનુમાન બનશે. તેથી કાયાકારે પરિણામ પામવામાં કારણભૂત એવા અકાયાકારવાળા ભૂતોમાં “ચૈતન્ય સત્ છે” આ અનુમાન તમે અલૌકિક હોવાથી કરી શકશો નહીં અને માની શકશો નહીં. અને તેથી જ
જ્યારે ભૂતો કાયાકારે બને છે. ત્યારે ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. એમ કહી શકશો નહીં. અને જો આ વાત લોકોત્તર અનુમાન હોવા છતાં પણ માન્ય રાખશો તો સ્વર્ગ અને અપૂર્વ (મુક્તિ) આદિને સાધનારાં લોકોત્તર અનુમાનોને પણ લૌકિક છે એમ સમજીને તમારે માન્ય રાખવાં પડશે.
સારાંશ એ છે કે લૌકિક અનુમાનોને તમે માન્ય રાખો છો અને લોકોત્તર અનુમાનોને તમે અમાન્ય રાખો છો. આ વાત બરાબર છે ? હવે કાયાકારે પરિણામ પામવામાં હેતુભૂત એવાં અકાયાકારભૂતોમાં ચૈતન્ય છે. એવું સમજાવનારાં જે જે અનુમાન છે. તેને જો લોકોત્તર માનશો તો ચૈતન્યની અભિવ્યક્તિ જે તમે માનો છો તે ઘટશે નહીં. કારણકે લોકોત્તર અનુમાનો તમને અમાન્ય છે. અને તમે જો તે અનુમાનોને લૌકિક છે એમ કહીને માન્ય રાખશો તો સ્વર્ગ-અપૂર્વાદિના પ્રસાધક અનુમાનોને પણ લૌકિક જ છે એમ સમજીને માન્ય રાખવાની આપત્તિ આવશે.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
अथोक्तं प्राक्काष्ठपिष्टप्रभृतिषु प्रत्येकमप्रतीयमानाऽपि मदशक्तिः समुदायदशायां यथाऽभिव्यज्यते, तथा कायाकारे चैतन्यमपीति चेत्, तदसत्यम्, यतः केयं मदशक्तिमि, वस्तुस्वरूपमेव, अतीन्द्रिया वा काचित् । न प्राच्यः पक्षः, काष्ठपिष्टादिवस्तुस्वरूपस्यासमुदायदशायामपि सत्त्वेन तदानीमपि मदशक्तेरभिव्यक्तिप्रसक्तेः । अतीन्द्रियायास्तु तस्यास्तदानीमन्यदा वा न ते स्वीकारः सुन्दरः, प्रत्यक्षातिरिक्तप्रमाणस्य तत्साधकस्य भवतोऽभावात् । जैनैस्तदानीं स्वीकृतैव तावदियम् । समुदायदशायामभिव्यक्तिस्वीकारादिति चेत्, तदसत्, तस्यास्तदानीं तैरुत्पाद्यत्वेन स्वीकारात्, मृत्पिण्डदण्डकुलालादिसामग्रयां घटवत् । सति वस्तुनि ज्ञानजननयोग्यं ह्यभिव्यञ्जकमुच्यते प्रदीपादिवद्, न च काष्ठपिष्टादीनि मदशक्तौ तथा, तस्याः साधकप्रमाणाभावात्, इति कथं तदृष्टान्तेन चैतन्यव्यक्तिः सिध्येत् ॥
હે ચાર્વાક ! હવે જો તમે એમ કહો કે અમે (ચાર્વાક દર્શનનુયાયીઓએ) પૂર્વે કહ્યું જ છે કે કાષ્ઠ, પિષ્ટ આદિ મદિરાના એક એક અવયવોમાં દરેકમાં નહી જણાતી એવી પણ મદશક્તિ જેમ તે અવયવોના સમુદાયમાં અભિવ્યંજિત થાય છે. તેવી જ રીતે (કાયાના આકારે પરિણામ ન પામેલા ભૂતોમાં ન દેખાતું એવું પણ) ચૈતન્ય કાયાના આકારે પરિણામ પામેલા ભૂતોમાં અભિવ્યંજિત થાય છે. કાષ્ઠ, પિષ્ણદિમાં અસત એવી મદશક્તિ જેમ પ્રગટ થાય છે. તેમ કાયાકારે પરિણામ પામેલ ભૂતોમાં પણ પૂર્વે અસત્ એવું ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમ અમે માનીશું. આ પ્રમાણે જો તમે (ચાર્વાકદર્શનાનુયાયી) કહેશો તો તમારી તે વાત અસત્ય છે.
કારણકે આ મદશક્તિ' એ શું છે? કાષ્ઠ, પિષ્ટાદિ વસ્તુઓનું સ્વરૂપ માત્ર જ છે? કે તેમાં કોઈ અતીન્દ્રિય એવી શક્તિવિશેષ છે? જો તમે પ્રથમ પક્ષ કહો તો તે ઉચિત નથી. કારણ કે જો આ મદશક્તિ તે કાષ્ઠ, પિાદિ પદાર્થોનું પોતાનું સ્વરૂપ જ હોય તો (જેમ સમુદાયાવસ્થામાં અભિવ્યક્ત થાય છે. તેની જેમ જ) અસમુદાય વાળી અવસ્થામાં પણ સ્વરૂપપણે વિદ્યમાન હોવાના કારણે તલામપિ તે અસમુદાયવાળી અવસ્થામાં પણ આ મદશક્તિ અભિવ્યક્ત થવી જ જોઈએ. આવા પ્રકારના દોષનો પ્રસંગ આવશે. કારણકે વસ્તુનું જ સ્વરૂપ હોય તે વસ્તુથી ભિન્ન કદાપિ ન હોવાથી સમુદાયાવસ્થાની જેમ જ અસમુદાયાવસ્થામાં પણ તે વસ્તુ-સ્વરૂપ હોવું જ જોઇએ.
હવે જો આ મદશક્તિ એ કોઈ અતીન્દ્રિય (ઈન્દ્રયોથી ન જાણી શકાય તેવી) શકિતવિશેષ જ છે. એમ (હે ચાર્વાક !) જો તમે કહેશો તો તદ્દાનીમા વ= સમુદાયવાળી અવસ્થામાં કે અસમુદાયવાળી અન્યાવસ્થામાં પણ તા: અતીન્દ્રિયાયા
Page #230
--------------------------------------------------------------------------
________________
-
----
-
-
-
-
-
--
-
-
-
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨ ૧૩ ચી તે અતીન્દ્રિય શક્તિનો સ્વીકાર કરવો તે તે (તવ) સુર = તમારા માટે સુંદર નથી કારણકે જે વસ્તુ અતીન્દ્રિય હોય છે, તે ઇન્દ્રિયગમ્ય ન હોવાથી, ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ-પ્રમાણથી ગ્રાહ્ય બનતી નથી. કારણકે અતીન્દ્રિય વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણ વિના શેષ અનુમાન-પ્રમાણ કે આગમ-પ્રમાણથી જ ગ્રાહ્ય બને છે. એટલે કે અનુમાનાદિ પ્રમાણથી અતીન્દ્રિય શક્તિ સાધી શકાય છે. પરંતુ તત્કાયસ્થ તે અતીન્દ્રિય શક્તિને સિદ્ધ કરી આપે એવાં પ્રત્યક્ષાતિપિત્તનાપસ્થિ-પ્રત્યક્ષ વિનાનાં અનુમાન અને આગમપ્રમાણ મતોડમાવાતમારી દૃષ્ટિએ તો છે જ નહીં. તેથી તમે “અતીન્દ્રિયશક્તિ છે” એમ માનો તે ઉચિત નથી. અર્થાત્ તમે તે મદશક્તિને માની શકશો નહીં.
ચાર્વાક - અમે (ચાર્વાક) ભલે અનુમાનાદિ પ્રમાણો ન માન્યાં હોવાથી “અસમુદાય” વાળી અવસ્થામાં મદશક્તિ ન માનતા હોઇએ. પરંતુ ર્નિસ્તાન જૈનો વડે તો તે અસમુદાયવાળી અવસ્થામાં સ્ત્રીત્તેર તાવિય-આ મદશક્તિ તો સ્વીકારાઇ જ છે. કારણકે સમુદાયાવસ્થાથામfમવ્યકિતસ્વીવારા=સમુદાયવાળી અવસ્થામાં તે મદશક્તિની અભિવ્યક્તિ જૈનો વડે તો સ્વીકારાઈ જ છે.
સારાંશ કે સમુદાયવાળી અવસ્થામાં મદશક્તિની અભિવ્યક્તિ જૈનોએ માનેલી હોવાથી તે હેતુ દ્વારા અસમુદાયવાળી અવસ્થામાં મદશક્તિનું અનુમાન થશે અને જૈનો તો અનુમાનનું પ્રમાણ માને જ છે. તેથી અમે માનીએ કે ન માનીએ પરંતુ અમારે જેને સમજાવવું છે તે જૈનો તો અનુમાન પ્રમાણને પ્રમાણ માનતા હોવાથી કાર્યમાં શક્તિ અભિવ્યક્ત થતી માનેલી હોવાથી તે હેતુ દ્વારા કારણવાળી અવસ્થામાં પણ જૈનોએ તો મદશક્તિનું અસ્તિત્વ સ્વીકારેલું જ થયું.
તસ-જૈનાચાર્યશ્રી કહે છે કે ઉપરોક્ત ચાર્વાકની જે વાત છે તે મિથ્યા છે. કારણકે તલાનીંગતે સમુદાયવાળી અવસ્થામાં તે જૈનો વડે તથા =તે અતીન્દ્રિયશક્તિનો ઉત્પાદ્યત્વે સ્વા૨ાત્sઉત્પાદ્ય તરીકે સ્વીકાર કરાયેલો છે. પણ અભિવ્યક્તિ તરીકે નહીં. જેમ મૃપિંડ, દંડ, ચક્ર અને કુલાલ આદિ સામગ્રી મળે છતે તેમાં ઘટ ઉત્પન્ન થાય છે. તેમ કાષ્ઠ, પિષ્ટાદિ સામગ્રી મળે છતે મદશક્તિ ઉત્પન્ન થાય છે. એમ અમે જૈનોએ સ્વીકાર્યું છે. માટી કાળે ઘટ ઘટપણે અવિદ્યમાન છે. અને સામગ્રી મળવાથી જન્મ પામે છે. તેમ કાષ્ઠ, પિષ્ટાદિ કાળે મદશક્તિ અસત્ (અવિદ્યમાન) છે. અને સામગ્રી મળવાથી જન્મ પામે છે. એમ અમે ઉત્પાદ્ય તરીકે શક્તિ સ્વીકારી છે. પરંતુ અભિવ્યક્તિ તરીકે નહીં.
ઉત્પાદ્ય તરીકે અને અભિવ્યક્તિ તરીકેમાં આ પ્રમાણે તફાવત છે. જે વસ્તુ
Page #231
--------------------------------------------------------------------------
________________
૨ ૧૪
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પહેલેથી વિદ્યમાન હોય અને તેને દેખાડનારી કોઈ સામગ્રી આવે ત્યારે તે દેખાય તેને અભિવ્યક્તિ કહેવાય છે. અર્થાત્ સતિ વસ્તુનિ જે વસ્તુ પહેલેથી જ વિદ્યમાન હોતે છતે દેખાડનારી સામગ્રી આવવાથી જે દેખાય તે અભિવ્યક્તિ કહેવાય છે. જેમ કે અંધારામાં પડેલો ઘટ છે પરંતુ અંધકાર હોવાથી દેખાતો નથી. તેવા તે ઘટને પ્રદીપાદિનો પ્રકાશ જે દેખાડે તે અભિવ્યક્તિ કહેવાય છે. જ્ઞાનનનનોર્વે દિ મમવ્યમુચ્યતે જે પ્રદીપાદિનો પ્રકાશ જ્ઞાન-જનનને (છતી વસ્તુને દેખાડવાને) યોગ્ય હોય છે તે પ્રદીપાદિના પ્રકાશને અભિવ્યંજક કહેવાય છે. અને ઘટ-પટાદિ પદાર્થોની અભિવ્યક્તિ થઈ એમ કહેવાય. વિશવર્તી રાષ્ટ-પિષ્ટીિનિ ન તથા પરંતુ મદશક્તિ પહેલેથી હોય જ અને કાષ્ઠ, પિષ્ટાદિ તેને અભિવ્યક્ત કરતાં હોય તેવું ત્યાં નથી. અર્થાત્ મદશક્તિની બાબતમાં કાષ્ઠ, પિષ્ટાદિ અભિવ્યંજક બનતાં નથી. કારણકે પહેલેથી મદશક્તિની સત્તા સિદ્ધ કરવામાં કોઇપણ પ્રમાણ નથી. તેથી તે મદશક્તિના (અઘટિત) દૃષ્ટાન્નવડે ભૂતોમાં ચૈતન્યની અભિવ્યક્તિ કેમ સિદ્ધ થાય?
ભાવાર્થ આ પ્રમાણે છે કે ઘટજનક એવી મૃત્યિંડાદિ સામગ્રીમાં પહેલેથી જ ઘટ ઘટપણે વિદ્યમાન હોય અને ભૂતલ ઉપરના ઘટને જેમ પ્રદીપ પ્રકાશિત કરે તેમ આ મૃતિંડાદિ સામગ્રી ઘટને પ્રકાશિત કરતી હોય તો અભિવ્યક્તિ કહેવાય. પરંતુ તેમ નથી. પહેલેથી ઘટ છે જ નહીં. તેથી સામગ્રી દ્વારા તે ઘટ પ્રકાશિત થતો નથી પરંતુ ઉત્પન્ન થાય છે. તેમ અહીં પણ ચાર ભૂતોમાં પ્રથમથી ચૈતન્ય છે જ નહીં, તેથી સમુદાયવાળી અવસ્થામાં અભિવ્યક્તિ કેમ માની શકાય ? અને ચાર ભૂતોને ચૈતન્યનાં અભિવ્યંજક કેમ કહી શકાય ? મૃતિંડાદિ એ ઘટનાં ઉત્પાદક છે. પરંતુ અભિવ્યંજક નથી. તેથી ઘટ એ ઉત્પાદ્ય છે. અભિવ્યંગ્ય નથી. માટે અહીં ઘટના ઉદાહરણથી ચૈતન્યની વ્યક્તતા (અભિવ્યક્તિ) કેમ સિદ્ધ થાય ?
अथ भूतेभ्यश्चैतन्यमुत्पद्यमानमिष्यते, नैतदपि प्रशस्यम्, पृथगवस्थेभ्योऽपि तेभ्यस्तदुत्पत्तिप्रसक्तेः । भूतसमुदयस्वभावात् कायात्तदुत्पाद इति चेद्-ननु समस्ताद् व्यस्ताद् वा तस्मात् तदुत्पद्येत । न तावत् समस्तात्, अङ्गल्यादिच्छेदेऽपि पञ्चताप्रसङ्गात् । अन्यथा शिरश्छेदेऽप्यपञ्चत्वप्राप्तेः । नापि व्यस्ताद् एकस्मिन्नेव कायेऽनेकचैतन्योत्पत्तिप्रसङ्गात् । अथ एकः शरीरावयवी, तत एकमेव चैतन्यमुत्पद्यते, तदप्यसूक्ष्मम्, अक्षपादमत एव तादृशावयविस्वीकारात् । त्वन्मते तु समुदयमात्रमिदं कलेवरम् इत्यभिधानात् ॥
હવે ચાર્વાક પોતાના પક્ષનો બચાવ કરવા માટે કદાચ આ પ્રમાણે કહે કે-જેમ
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૩ સૂત્ર-૫૫ તમે (જૈનોએ) મૃતિંડાદિ સામગ્રીમાંથી ઘટની અભિવ્યક્તિ નથી સ્વીકારી પરંતુ ઉત્પત્તિ સ્વીકારી છે. તેમ અમે પણ આ ચાર ભૂતોથી ચૈતન્યની (અભિવ્યક્તિ થાય છે એમ નહી કહીએ પરંતુ) ઉત્પત્તિ થાય છે એમ કહીશું. અર્થાત્ ભૂતોથી ઉત્પન્ન થતું ચૈતન્ય છે. એમ અમારા વડે કહેવાશે. તો તો અમને કંઈ દોષ નહી આવે ને ?
જૈનો– તમારી આ વાત પણ પ્રશંસનીય (યુક્તિયુક્ત) નથી. કારણકે તેમ માનવાથી પૃથર્ પૃથમ્ (ભિન્ન-ભિન્ન) અવસ્થાવાળા એવા પણ તે ભૂતોથી તે ચૈતન્યની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. સમૂહથી જે કાર્ય થાય તે એક એક અવયવથી પણ આંશિક રીતે થતું હોય તો જ થાય.
પ્રશ્ન- હવે કદાચ ચાર્વાક એવો બચાવ કરે કે ચારે ભૂતોના સમુદાયવાળી કાયાકારતાથી જ તે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એમ કહે તો અમે (જૈનો) તેમને પૂછીએ છીએ કે સમસ્ત એવાં તે ચારે ભૂતોની બનેલી સમસ્ત એવી કાયાથી અર્થાત્ અખંડકાયાથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે કે વ્યસ્ત એવી કાયાથી અર્થાત્ કાયાના એક એક અવયવમાત્રથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે ? ત્યાં જ તાવત્સત, સમસ્ત એવી કાયાથી (અર્થાત્ અખંડ કાયાથી) તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે આ વાત ઉચિત નથી. કારણકે જો અખંડ કાયાથી ચૈતન્ય થાય છે. એમ હોય તો અંગુલી આદિ કોઈપણ એક અંગમાત્રનો છેદ કર્યો છતે પણ (અખંડકાયા ન રહેવાથી) ચૈતન્યનું પંચત્વ (મૃત્યુ) થવાની જ આપત્તિ આવે. અને આવા પ્રકારનો કોઈ એક અવયવ છેદાયે છતે ચૈતન્ય નાશ પામતું હોય એવું જગતમાં ક્યાંય દેખાતું નથી. અને હવે અંગુલી આદિ એકાદ-બે અવયવોનો છેદ થાય પણ કાયાનો બીજો ઘણો મોટો ભાગ અખંડ હોવાથી ચૈતન્યનો નાશ ન થાય. એમ જો કહો તો ગળાના ભાગથી શિરચ્છેદ (મસ્તકનો છેદ) થાય તો પણ ધડનો ઘણો ભાગ અખંડ હોવાથી ચૈતન્યનું અપંચત્વ જ થવું જોઈએ. (એટલે કે ચૈતન્યના મૃત્યુનો અભાવ જ થવો જોઈએ) પરંતુ તેમ થતું નથી. તેથી સમસ્ત વાળો આ પક્ષ બરાબર નથી.
નપિ વ્યતા તથા કાયાકારે બનેલા ભૂત-સમુદાયમાં એક એક ભૂત અવયવથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. એમ જો કહો તો તે પણ ઉચિત નથી. કારણકે જો એમ માનશો તો આ કાયા ઘણા ભૂત અવયવોની બનેલી છે. તેથી એક કાયામાં પણ અનેક ચૈતન્યની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. આ રીતે અવયવોના સમૂહરૂપ અખંડકાયાથી ચૈત્યોત્પત્તિ માનીએ તો અંગુલ્યાદિના છેદમાં પંચત્વની પ્રાપ્તિનો અને એક એક અવયવથી ચૈતન્ય માનીએ તો અનેક ચૈતન્યોની ઉત્પત્તિ માનવાનો દોષ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
આવે છે. એટલે હવે કદાચ ચાર્વાક પોતાનો આવો બચાવ કરે કે અમે સર્વ અવયવોથી કે એક એક અવયવથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એમ નહી માનીએ, પરંતુ અનેક અવયવોની અંદર રહેલો શરીર નામનો જે અવયવી પદાર્થ છે. તે પદાર્થ એક છે. અને તે એક અવયવીથી જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ અવયવોથી ચૈતન્યની ઉત્પત્તિ થતી નથી. પરંતુ અનેક અવયવોમાં રહેલા અને અવયવોથી એકાતે - ભિન્ન એવા શરીર નામના એક અવયવી પદાર્થથી એક જ ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. તો આવી ડાહી ડાહી ચાર્વાકની વાત પણ અસૂક્ષ્મ છે અર્થાત્ નિરર્થક છે. બુદ્ધિ વિનાની છે. કારણ કે અક્ષપાદ ઋષિના મતમાં જ (ન્યાય-વૈશેષિક દર્શનોમાં જ) અવયવોમાં તેવા પ્રકારનો સમવાયસંબંધથી રહેલો અવયવી સ્વીકારવામાં આવ્યો છે. તમારા મતે તો “દયમાત્રામરં દિ નેવર'' ચાર ભૂતોનો (અર્થાત્ અનેક અવયવોનો) આ સમુદય માત્ર, એ જ ક્લેવર (શરીર) છે. એટલે કે અવયવો એ જ શરીર છે. અવયવ અને અવયવી એમ બે વસ્તુ તમારા મતે જુદી જુદી નથી.
किञ्च, शरीरस्यावैकल्याद् मृतशरीरेऽपि चैतन्योत्पत्तिः स्यात् । अथ वातादिदोषैर्वैगुण्याद् न मृतशरीरस्य चैतन्योत्पादकत्वम्, नैतद् युक्तम् , यतो मृतस्य समीभवन्ति दोषास्ततो देहस्यारोग्यलाभः, तथा चोक्तम्-तेषां समत्वमारोग्यं क्षयवृद्धौ विपर्यये इति। ततश्च पुनरुज्जीवनं स्यात् । अथ समीकरणं दोषाणां कुतो ज्ञायते ! ज्वरादिવિક્ષાર વર્ણનાત્ |
વળી અવયવોથી ચૈતન્ય ઉત્પન્ન થતું નથી. પરંતુ અવયવોમાં રહેલા એવા શરીર નામના અવયવીથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. હે ચાર્વાક ! જો તમે આમ માનશો તો મરેલા શરીરમાં (મડદામાં) શરીરની પરિપૂર્ણતા જ હોવાથી તે મૃતકશરીરમાં પણ ચૈતન્ય ઉત્પન્ન થવું જોઇએ આવા દોષનો પ્રસંગ પણ આવશે. હવે કદાચ ચાર્વાક એમ કહે કે મૃત શરીરમાં વાતાદિના (વાત, કફ અને પિત્તના) દોષોની વિગુણતા (હીનાધિકતા) હોવાથી તે મૃત શરીરની અંદર ચૈતન્યની ઉત્પત્તિ નથી. તો આ વાત પણ યુક્તિ-સિદ્ધ નથી. કારણકે મૃતક શરીરમાં વાત-પિત્ત અને કફના દોષો શમી જાય છે. મૃત શરીરમાં આવા વાતાદિના દોષો હોતા જ નથી. જે પૂર્વે હતા તે પણ શાના થઈ જાય છે. તેથી મૃતદેહને તો સુંદર આરોગ્યની પ્રાપ્તિ થવી જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે : વાતાદિ-દોષોની સમાનતા તે જ આરોગ્ય કહેવાય છે. અને વાતાદિ-દોષોમાં એકની હાનિ અને બીજાની વૃદ્ધિ તે જ વિપર્યય (એટલે અનારોગ્યતા) કહેવાય છે. આ પ્રમાણે હોવાથી મૃત-શરીરમાં વાતાદિ-દોષોની
Page #234
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-પપ
૨૧૭ સમાનતા હોવાથી આરોગ્યનો લાભ થશે. અને તેથી તે શરીરમાં પુનઃ ચૈતન્યની ઉત્પત્તિ થવાથી ફરીથી સજીવન થવાની આપત્તિ આવશે.
કદાચ તમે એમ પૂછો કે, મૃત-શરીરમાં વાતાદિ-દોષોની સમાનતા જ હોય છે તે કેવી રીતે જણાય ? તો મૃત શરીરમાં શ્વર (તાવ)=ગરમી વગેરે દોષોરૂપ કારણો ન દેખાતાં હોવાથી વાતાદિ વિકારોની વિષમતારૂપ કાર્ય હોતું નથી તેથી સમાનતા જણાય છે.
__ अथ वैगुण्यकारिणि निवृत्तेऽपि नावश्यं तत्कृतस्य वैगुण्यस्य निवृत्तिः, यथा वह्निनिवृत्तावपि न काष्ठे श्यामिकाकौटिल्यादिविकारस्य । तदप्यसूपपादम् । यतः किञ्चित् क्वचिदनिवर्त्यविकारारम्भकं दृष्टम् , यथा काष्ठे वह्निः श्यामिकादेः । क्वचिच्च निवर्त्यविकारारम्भकम्, यथा सुवर्णे द्रवतायाः । तत्र यदि दोषविकारोऽनिवर्त्यः स्यात् , चिकित्साशास्त्रं वृथैव स्यात् , ततो दौर्बल्यादिविकारस्येव महतोऽपि मरणविकारस्य निवृत्तिः प्रसज्येत ॥
હવે કદાચ ચાર્વાક એમ કહે કે વૈગુણ્યને કરનારા એટલે કે વાતાદિ વિકારોની વિષમતારૂપ કાર્યને ઉત્પન્ન કરનારા જ્વર આદિ દોષારૂપ કારણ નિવૃત્ત થવા છતાં પણ તે જ્વરાદિ દોષોવડે કરાયેલા વૈગુણ્યની (વાતાદિ વિકારોની વિષમતાની) નિવૃત્તિ અવશ્ય થાય જ એવો નિયમ નથી. કારણકે જેમ વતિ નિવૃત્ત થવા છતાં પણ વહ્નિ દ્વારા કાષ્ઠમાં થયેલી શ્યામિકા (કાળાશ) અને કુટિલતા (વક્રતા) આદિ વિકારોની નિવૃત્તિ કંઈ થઈ જતી નથી. અગ્નિથી કોઈ મોટા કાષ્ઠને બાળવામાં આવે અને પછી પાણી અથવા પવનાદિના કારણે અગ્નિ બુઝાઈ જાય તો પણ તે અગ્નિવડે કરાયેલી શ્યામતા અને કુટિલતા જેમ જતી નથી. તેમ વરાદિ દોષારૂપ કારણ મૃતકશરીરમાંથી ચાલ્યા જવા છતાં પણ તે દોષોથી થયેલા વાતાદિના વિકારોની વિષમતારૂપ કાર્યની નિવૃત્તિ થતી નથી.
આવા પ્રકારની દલીલ જો ચાર્વાક કરે તો તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે કોઈ કોઈ કારણો એવાં હોય છે કે તેનાથી થનારા વિકારો, કારણ નિવર્તન પામવા છતાં પણ નિવર્તન પામતા નથી. કારણ નષ્ટ થવા છતાં કાર્ય નષ્ટ થતું નથી. જેમકે વહ્નિ નિવર્તન પામે તો પણ તજ્જન્ય શ્યામિકાદિ નિવર્તન પામતા નથી. એટલે કે આવાં કેટલાંક કારણો અનિવાર્યમાન વિકારારંભક કહેવાય છે. અને બીજાં કેટલાંક કારણો એવાં હોય છે કે તેનાથી થનારા વિકારો, તે કારણો નિવર્તન પામે છતે તુરત જ નિવર્તન પામે છે. જેમકે સુવર્ણમાં રહેલી દ્રવીભૂતતા. આ દ્રવીભૂતતા અગ્નિથી થાય
૨૮
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ છે. પરંતુ સુવર્ણમાં જ્યાં સુધી અગ્નિરૂપ કારણ રહે ત્યાં સુધી જ દ્રવીભૂતતા નામનો વિકાર રહે છે. જ્યારે અગ્નિ નિવૃત્તિ પામે છે, ત્યારે દ્રવીભૂતતા પણ નિવૃત્તિ પામે છે. આ રીતે કેટલાંક કારણો એવાં હોય છે કે જે નિવર્તમાનવિકારારંભક કહેવાય છે.
આ બન્ને પ્રકારનાં કારણો જગતમાં પ્રસિદ્ધ હોવાથી એકલાં અનિવાર્યમાનવિકારારંભક જ કારણ હોય એવો નિયમ નથી. જો અનિવાર્યમાનવિકારરંભક માત્ર જ કારણ માનીએ અને તેના કારણે જ્વરાદિ દોષોની મૃતક-શરીરમાં નિવૃત્તિ થવા છતાં પણ જો તે દોષોથી થયેલા વાતાદિ વિકારોની નિવૃત્તિ નથી થતી. અને વિષમતા જ રહે છે એમ માનીએ તો ચિકિત્સાશાસ્ત્ર નિરર્થક જ થઈ જાય. આયુર્વેદ આદિ ચિત્સિા -શાસ્ત્રોમાં કહેલું ઔષધનુ સર્વ વિધાન વ્યર્થ જ થાય. કારણકે દોષો જવા છતાં દોષજન્ય વિકારો જો શાન્તિ પામતા ન જ હોય તો ઔષધોનું સેવન અને તેનું કથન વ્યર્થ જ જાય. તેથી તતોગચિકિત્સાશાસ્ત્ર વ્યર્થ છે. એમ માનવાથી સાધ્ય રોગો પણ અસાધ્ય બને અને અસાધ્ય રોગો પણ સાધ્ય બને આવી આપત્તિ આવે. એટલે કે ચિકિત્સા-શાસ્ત્રમાં ઔષધથી દૂર થઈ શકે તેવા રોગોને દૂર કરવા ઔષધો બતાવ્યાં છે અને દૂર ન થઈ શકે તેવા રોગોને અસાધ્ય કહ્યા છે. પરંતુ ચિકિત્સાશાસ્ત્ર અપ્રમાણ થવાથી આ વ્યવસ્થા રહેતી નથી. તેથી સાધ્ય રોગ પણ ઔષધોથી અસાધ્ય અને અસાધ્ય રોગ પણ સાધ્ય બનવાની આપત્તિ જ આવે અને જો એમ જ હોય તો ઔષધોથી સાથે એવી શારીરિક દુર્બળતા આદિ વિકારોની નિવૃત્તિ જેમ થઈ શકે છે. તેમ મહાન્ એવા અર્થાત્ અસાધ્ય એવા પણ મૃત્યુ પ્રાપ્તિરૂપ વિકારની નિવૃત્તિ થવાની પણ આપત્તિ આવે. એટલે કે ઔષધોથી જેમ દુર્બળતા અટકાવી શકાય છે. તેમ અસાધ્ય એવું મૃત્યુ પણ અટકાવી શકાય એવી આપત્તિ આવે.
સારાંશ કે જો ચિકિત્સાશાસ્ત્ર સર્વથા વ્યર્થ હોય અને અસાધ્ય રોગ સાધ્ય બની શકતો હોય તો જેમ દુર્બળતાદિ દૂર કરી શકાય છે. તેમ ભાવિમાં આવનારા મૃત્યુને પણ દૂર કરાવી શકાવું જોઇએ. એટલે કે અટકાવી શકાવું જોઈએ પરંતુ એમ થતું નથી. તેથી કોઇક વિકારો દૂર કરી શકાય છે. જેમકે દુર્બળતાદિ. અને કોઈક વિકારો દૂર કરી શકાતા નથી જેમકે- મૃત્યુ વગેરે. અને તેથી જ ચિકિત્સા-શાસ્ત્ર સાર્થક છે. આ રીતે અગ્નિ-જન્ય કૂતતા અગ્નિના વિયોગે દૂર કરી શકાય છે. પરંતુ અગ્નિજન્ય શ્યામતા અગ્નિ દૂર થવા છતાં દૂર કરી શકાતી નથી. આમ, અનૈકાન્તિક છે. તેથી મૃત શરીરમાં પણ જવરાદિ દોષો દૂર થવાથી તજજન્ય વિષમતા અગ્નિની કુતતાની જેમ દૂર થાય જ છે અને સમત્વ જ હોય છે. આ પ્રમાણે સમજવું જોઇએ.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૧૯
રત્નાકરાવારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ - अथ चिकित्साप्रयोगाद् दौर्बल्यादिनिवृत्त्युपलब्धेरपनेयविकारत्वम् , असाध्यव्याधेरुपलब्धेरनपनेयविकारत्वं चेत्युभयथादर्शनाद् मरणानिवृत्तिः, तदसत् यत औषधा-. देरलाभात् आयुःक्षयाद् वा कश्चिदसाध्यो विकारो भवति, दोषे तु केवले विकारकारिणि नास्त्यसाध्यता, तथाहि-तेनैव व्याधिना कश्चिद् म्रियते, कश्चिद् न, इति नेदं दोषे केवले विकारकारिणि घटते, तस्मात् कर्माधिपत्यमेवाऽत्र सुसूत्रम् ।
न चैतत् परलोकादागतमात्मानं विनेति, तथाहि-एतस्योत्पादे देहः सहकारिकारणम् , उपादानकारणं वा भवेत् , प्राचि विकल्पे कलेवरस्य सहकारिभावे किमुपादानं चैतन्यस्य स्यात् ? तद्व्यतिरेकेण तत्त्वान्तराभावात् । न चानुपादाना कस्यचित् कार्यस्योत्पत्तिरुपलब्धचरी । शब्दविद्युदादीनामप्यनुपादानत्वे तत्त्वचतुष्टयानन्तर्भावो भवेत् , देहाधिकोपादानाभ्युपगमे तु चैतन्यस्य निष्प्रत्यूहात्मसिद्धिः । कायसहकृतादात्मोपादानात् तथाविधचैतन्यपर्यायोत्पादप्रसिद्धेः ॥
ચાર્વાક– અમે એમ કહીએ છે કે ચિકિત્સા (ઔષધાદિ)ના પ્રયોગથી શારીરિક દુર્બળતા આદિ વિકારોની નિવૃત્તિ થતી જગતમાં દેખાય છે. તેથી તેવા કેટલાક વિકારો અપનેય (દૂર કરી શકાય તેવા) માનવા જોઇએ. અને ચિકિત્સાનો પ્રયોગ કરવા છતાં પણ કેટલાક વિકારો દૂર થતા નથી. આ રીતે અસાધ્ય વિકારોની પણ જગતમાં ઉપલબ્ધિ દેખાય છે. તેથી તેવા વિકારો અનપનેય (દૂર ન કરી શકાય તેવા) માનવા જોઇએ. આ પ્રમાણે અપનેય અને અનપનેય એમ ઉભય પ્રકારના વિકારો જગતમાં દેખાતા હોવાથી
મરણ” નામનો વિકાર અસાધ્ય છે એમ માનીશું અને તેથી તેની અનિવૃત્તિ થાય છે. એમ પણ અમે કહીશું. તો તો અમને કોઈ દોષ નહી આવે ને ?
જૈન– તન્હે ચાર્વાક ! તારી આ વાત ખોટી છે. મિથ્યા છે. કારણકે વિકારો અસાધ્ય અને સાધ્ય એમ બે પ્રકારના હોય છે. એવું જે તમે કહો છો. ત્યાં જે વિકારોને દૂર કરવા માટે કાં તો ઔષધાદિનો અલાભ હોય તો તે વિકારો અસાધ્ય બને, અથવા (ઔષધાદિ હોવા છતાં પણ) આયુષ્યનો ક્ષય થાય તો મૃત્યુ નામનો વિકાર અસાધ્ય બને. આ બે કારણોથી જ વિકારો અસાધ્ય બને છે. પરંતુ આ બે કારણ વિના કેવળ એકલા દોષને જ વિકારકારક માનવામાં આવે તો દોષ જો નિવાર્ય હોય તો તજ્જન્ય વિકાર પણ અવશ્ય નિવાર્ય જ હોય, અનિવાર્ય ન હોય. કારણકે વિકારનું કારણ દોષ જ માનેલો છે. તેથી તે જો દૂર થાય તો બીજાં કોઇ કારણ નહી હોવાથી તજન્ય વિકાર પણ જાય છે. તેથી વિકારોમાં અસાધ્યતા સંભવતી જ નથી. માટે મૃત્યુરૂપ વિકાર પણ નિવૃત્તિ પામવો જ જોઈએ.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
એકજ વ્યાધિ બે-ચાર વ્યક્તિઓને થઈ હોય, છતાં તે જ વ્યાધિવડે કોઈ વ્યક્તિ (ઔષધાદિ કરવા છતાં પણ) મૃત્યુ પામે છે. અને બીજી વ્યક્તિઓ મૃત્યુ નથી પણ પામતી. આવું જગતમાં સાક્ષાત્ દેખાય છે. જો દોષમાત્ર જ કેવળ વિકારને કરનાર હોત તો ઔષધોના (ચિકિત્સાના) પ્રયોગથી દોષ દૂર કરી શકાય તેમ હોવાથી દોષજન્ય વિકાર પણ નિવારી જ શકાય. તેથી મરણ પણ અટકાવી જ શકાવું જોઈએ. પરંતુ એમ બનતું નથી. તેથી “મૃત્યુ” એ દોષજન્ય અસાધ્ય વિકાર માત્ર જ નથી. પરંતુ “મૃત્યુ”ની પાછળ આયુષ્યના ક્ષય સ્વરૂપ કર્મોની પરવશતા એ જ સાચું કારણ છે. આ પ્રમાણે માનવું એ જ મુસૂત્ર—ઉત્તમ વિચાર (નિર્દોષ વિચાર) છે.
આ પ્રમાણે-“મૃત્યુ” નામના વિકારમાં કેવળ દોષરૂપ એક કારણ જ ન હોય અને કર્માધિપતિત્વ કારણ હોય તો સરળ રીતે સમજાય તેમ છે કે ર ચૈતઆ કર્માધિપતિત્વ પરલોકથી આવનારા આત્મતત્ત્વ વિના સંભવે નહીં. એટલે ચાર ભૂતથી અતિરિક્ત આત્મતત્ત્વ માન્યા વિના ચાલશે નહીં. આ રીતે આત્મતત્ત્વ છે. એમ જ માનવું જોઇએ. તે આ પ્રમાણે– તિર્થ આ ચૈતન્યની ઉત્પત્તિમાં શરીર એ સહકારિકારણ છે કે ઉપાદાન કારણ છે ? જો પ્રથમપક્ષ કહેશો તો, એટલે કે શરીર એ ચૈતન્યની ઉત્પત્તિમાં સહકારિતારણ છે એમ માનશો તો ચૈતન્યનું ઉપાદાન કારણ કોણ? એ પ્રશ્ન તો ઉભો જ રહેશે. કારણકે જે આ શરીર છે તે તો પૃથ્વી આદિ ચાર ભૂતો જ છે. કારણકે તે ચાર ભૂતો જ દેહાકારે પરિણામ પામેલા છે. તવ્યતિ
પર તે દેહ વિના એટલે કે ચાર ભૂતો વિના તત્ત્વોત્તરમાવા=ભિન્ન એવો બીજો કોઈ પદાર્થ (આત્મા જેવો) તમારા મતે છે જ નહી, એટલે કે ચાર ભૂતોની બનેલી કાયાકાતાને જો સહકારિકારણ માનો તો ચાર ભૂતોની બનેલી કાયાકારતા વિના બીજું કોઇ ઉપાદાન કારણ હોવું જોઇએ, કે જેને આ સહકારિકારણ સહકાર આપે. અને તમારા મતે આ ચાર કારણ વિના તત્ત્વાન્તર તો કોઈ છે જ નહી કે જે ઉપાદાનકારણ બની શકે અને કાયાકારતા તેનું સહકારિકારણ બને.
વાનપાના અને ઉપાદાનકારણ વિના કોઇપણ કાર્યની ઉત્પત્તિ આ સંસારમાં ઉપલબ્ધ થતી નથી. જેમકે દંડ-ચક્રાદિ સહકારિ કારણો હોવા છતાં પણ માટી નામના ઉપાદાન કારણ વિના ઘટ-કાર્યની ઉત્પત્તિ થતી નથી. તુરી-વેમાદિ સહકારિકારણ હોવા છતાં પણ તનુ નામના ઉપાદાન કારણ વિના પટ-કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી. તેવી જ રીતે ચૈતન્યની ઉત્પત્તિ ઉપાદાનકારણ એવા આત્મા વિના કેવળ એકલા કાયાકાતા રૂપ સહકારિકારણ માત્રથી થઈ શકતી નથી.
Page #238
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
૨ ૨૧
ચાર્વાક- ઉપાદાન કારણ ભૂત આત્મતત્ત્વ વિના જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમ માનીએ તો શું દોષ આવે ? કારણ કે શબ્દ અને વિજળી વગેરે કેટલાક પદાર્થો એવા છે કે જે અનુપાદાને પણ જન્મે છે. વક્તા વડે જે શબ્દોચ્ચારણ થાય છે. અને શ્રોતા સુધી જે જાય છે. તે શબ્દરૂપે પરિણામ પામનારૂં કોઈ દ્રવ્ય દૃષ્ટિગોચર થતું જ નથી. તેથી વિના ઉપાદાને જેમ શબ્દ ઉત્પન્ન થયો તથા આકાશમાં થતી વિજળીમાં કોઈ ઉપાદાન કારણ દેખાતું નથી. એટલે અનુપાદાને જેમ વિજળી નામનું કાર્ય થાય છે. તેમ ચૈતન્યની ઉત્પત્તિ પણ ઉપાદાન કારણ વિના જ થાય છે. એમ માનીએ તો ચાર ભૂતોથી અતિરિક્ત આત્મા માનવાની આવશ્યકતા રહેતી નથી.
જૈન- વિદ્યાવીનાજો કે શબ્દ અને વિજળીમાં પણ તે તે ભાવે શબ્દપણે અને વિજળીપણે પરિણામ પામનારું ભાષાવર્ગણા અને ઔદારિકવર્ગણારૂપ પુગલદ્રવ્ય ઉપાદાનકારણ છે જ. છતાં માની લો કે આ શબ્દ અને વિજળી આદિ પદાર્થો અનુપાદાને થાય છે. તો પણ તેની અનુપાદાનપણે ઉત્પત્તિ માને છતે પૃથ્વી આદિ ચાર ભૂતતત્ત્વોમાં તેનો અંતર્ભાવ થશે નહીં. કારણકે તે ચારે ભૂતતત્ત્વો ઉપાદાન-કારણરૂપ છે. અને શબ્દ-વિજળી આદિ કેટલાક પદાર્થો તમારા કહેવા મુજબ અનુપાદાનરૂપ છે. તેથી તે શબ્દ અને વિજળી આદિનો તેમાં સમાવેશ થશે નહીં. આ કારણથી તમારી કરેલી ચાર ભૂતતત્ત્વો જ છે. આવી તત્ત્વ વ્યવસ્થા વિલુપ્ત થશે. (તૂટી જશે) તથા તમે દેહને સહકારિકારણ માન્યું છે. માટે તેનાથી અધિક (એટલે કે દેહથી ભિન્ન) એવું કોઈ ઉપાદાનકારણ ચૈતન્યનું માનશો તો નિર્વિને આત્મતત્ત્વની સિદ્ધિ થઈ જ જાય છે. તે આ પ્રમાણે
ચાર ભૂતોની બનેલી કાયાકાતા સ્વરૂપ સહકારિકરણવાળા એવા આત્મા નામના ઉપાદાનકારણમાંથી તેવા પ્રકારના ચૈતન્ય સ્વરૂપ પર્યાયાત્મક કાર્યની ઉત્પત્તિ સિદ્ધ થાય છે. આ રીતે શરીરને જો સહકારિકારણ માનશો તો ઉપાદાનકારણ સ્વરૂપે આત્મતત્ત્વની અવશ્ય સિદ્ધિ થશે જ. તથા કોઈપણ કાર્યનું ઉપાદાનકારણ હોય તો જ તેને સહકાર આપવા રૂપે બીજાં સહકારી કારણ થાય. વિના ઉપાદાને તો સહકારી કારણ પણ ન સંભવે. તેથી ચૈતન્યના ઉપાદાનકારણ રૂપે આતમતત્ત્વની અવશ્ય સિદ્ધિ થાય જ છે.
नाप्युपादानकारणं कायश्चैतन्योपादेयस्य, परस्परानुयायि विकारवत्त्वं खलूपादानोपादेययोर्लक्षणम्, यथा पटानुयायिनीलिमवत्त्वं तन्तूनाम्, तन्त्वनुयायिनीलिमवत्त्वं च पटस्य, तथाहि-नीलतन्तुपटलपरिघटितमूर्तिः पटो नील एव भवति, शुक्लश्च पटो
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨ ૨
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ नीलीद्रवादिना रज्यमानो नीलतन्तुसन्तान एव भवतीति । तत्र न तावत् तनोरुपादानत्वोपपत्तिः, उपादानभावाभिमततनुभाजः शस्त्रसम्पातादिजनितस्य विकारस्य वासीचन्दनकल्पानामन्यत्र गतचित्तानां वा चैतन्येऽनुपलम्भात्, यस्तु शस्त्रसंपाताद्यनन्तरं कस्यापि मूर्छादिचैतन्यविकारः, स रुधिरसंदर्शनपीडाभयादिसम्भव एव, न तु कायविकारकारणकः, पररुधिरसंदर्शनव्याघ्रादिभयोत्पन्नमूर्छादिवत् । अस्तु वा कायविकारकारणकोऽसौ, तथापि नोपादानकारणं कायः, तस्मिन्नवस्थामात्रकारणतया तस्य सहकारिकारणत्वस्यैवोपपत्तेः, सुवर्णद्रवतायां दहनवत् ॥
ચાર્વાક– “ચૈતન્ય સ્વરૂપ ઉપાદેયની ઉત્પત્તિનું ઉપાદાન કારણ આ કાયા જ છે. એમ અમે (ચાર્વાકો) કહીશું તો કેમ ? ચાર ભૂતોની બનેલી કાયાકારતા જ ચૈતન્યનું ઉપાદાનકારણ છે. તે કાયાકાતામાંથી જ ચૈતન્ય પ્રગટ થાય છે. આમ અમે હવે કહીશું તો શું દોષ ?
- સારાંશ કે કાયાકારતાને ચૈતન્યનું સહકારિકારણ માનીએ તો ઉપરોક્ત દોષ આવે છે. માટે તે પક્ષ છોડીને હવે અમે તેને ઉપાદાનકારણ માનીએ તો તો અમને કંઈ દોષ નહી આવે ?
જૈન- નાથુપાલાનરVi-આ કાયા ઉપાદેય એવા ચૈતન્યનું ઉપાદાનકારણ પણ કહી શકાતું નથી. કારણકે પરસ્પર “અનુયાયિવિકારવાળાપણું” એ જ ઉપાદાનઉપાદેયનું લક્ષણ છે. અર્થાત્ ઉપાદેયમાં થયેલો વિકાર ઉપાદાનમાં હોય છે અને ઉપાદાનમાં રહેલો વિકાર ઉપાદેયમાં જાય છે. બન્નેનો વિકાર એકરૂપ હોય છે. જેમકે ઉપાદેયભૂત એવા પટની અંદર રહેલું નીલિમવસ્વ (નીલવર્ણવાળાપણું) તખ્તઓમાં હોય જ છે. અને તન્દુઓની અંદર રહેલું નીલિમહત્ત્વ (નીલવર્ણવાળાપણું) પટની અંદર જાય છે. તે આ પ્રમાણે–
નીલવર્ણવાળા તખ્તસમૂહથી બનાવેલ છે આકાર જેનો એવો પટ નીલ જ થાય છે. અહીં તજુગતનીલિમતા વિકારી ભૂત એવા પટમાં અનુવૃત્તિ પામે છે. તથા શુક્લ એવો પટ નીલવર્ણવાળા દ્રવીભૂત રંગથી રંગાયો છતો (પટ તો નીલ થાય જ છે. પરંતુ સાથે સાથે, તનુસંતાન પણ નીલ થાય છે. એટલે કે નીલવર્ણવાળા બનેલા તસ્તુઓના સંતાનવાળો જ પટ થાય છે. અહીં પટગતનીલતા તેની સાથે જ તખ્તઓમાં પણ અનુવૃત્તિ પામે છે. આ રીતે ઉપાદાન-ઉપાદેયભાવ ત્યાં જ હોય છે કે જ્યાં એક-બીજાના વિકારો એક-બીજામાં અનુવૃત્તિ પામતા હોય. નીલવર્ણવાળા તતુ
Page #240
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
૨ ૨૩
સમૂહથી બનતો પટ પણ નીલ બને છે. અને શુક્લ પટને નીલ બનાવો ત્યારે તે નીલિમતા તખ્તમાં પણ વ્યાપે છે. તેથી ઉપાદાન-ઉપાદેયની એક વિકારકતા હોય છે.
ઉપરોક્ત ચર્ચા વિચારણા જોતાં તત્ર તાવચૈતન્યગુણ માટેની શરીરની ઉપાદાનતા ઘટી શક્તી નથી. સારાંશ કે શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ સંભવતું નથી. કારણકે જો શરીરને ચૈતન્યનું ઉપાદાનકારણ માનીએ તો ઉપાદાનકારણ રૂપે મનાયેલા શરીરની અંદર શસ્ત્રાદિના સંપાતાદિ (શસ્ત્રોના ઘા આદિ) દ્વારા થયેલા વિકારો (શરીરચ્છેદાદિ) વાસીચંદન તુલ્યચિત્તવાળા મુનિઓના, અથવા અન્યત્ર= (શસ્ત્ર જન્ય પીડાથી અન્ય સ્થાને) આત્મધ્યાનમાં લીન-ચિત્તવાળા મુનિઓના ચૈતન્યમાં એવા છેદાદિ વિકારો દેખાતા નથી. સારાંશ કે વાસીચંદનતુલ્ય ચિત્તવાળા અને સમાધિમાં મગ્ન ચિત્તવાળા મહામુનિઓના શરીરનો શસ્ત્રાદિથી ઉચ્છેદ કરવા છતાં ચૈતન્યમાં તે ઉચ્છેદરૂપ વિકાર જણાતો નથી. માટે ચૈતન્યનું ઉપાદાનકારણ શરીર નથી.
શસ્ત્રના સંપાતાદિ થયા પછી કોઈ કોઈ પુરુષમાં મૂચ્છ આવી જવા રૂપ જે કંઇ ચૈતન્યમાં વિકાર દેખાય છે. તે પણ રુધિરાદિ જોવાથી અને પીડાજન્ય-ભયાદિના કારણે આવે છે. પરંતુ કાયાનો ઉચ્છેદ થવા રૂ૫ વિકારના કારણે તે મૂરૂપ વિકાર થતો નથી. માર્ગમાં કોઈ મનુષ્યનું ખૂન થયું હોય, તેનાં રુધિર, ચરબી, હાડકાં વગેરે અસ્ત-વ્યસ્તપણે માર્ગ ઉપર જેમ તેમ વિખરાયેલાં પડ્યાં હોય તો તે પરપુરુષનાં રુધિરાદિ પડેલાં જોઈને અથવા વ્યાધ્રાદિના ભયથી પણ જેમ મૂછ ઉત્પન્ન થાય છે. તેમ આ મહાત્માઓને રુધિરાદિ બીભત્સ સ્વરૂપ જોઈને અથવા પીડાજન્ય-ભયથી મૂછ આવવા રૂપ ચૈતન્યમાં વિકાર થાય છે. પરંતુ શરીરનો ઉચ્છેદ થવા રૂ૫ વિકારના કારણે ચૈતન્યમાં વિકાર થતો નથી.
અથવા ઘડીભર માની લો કે આ મૂર્છા આવવા રૂપ ચૈતન્યનો જે વિકાર છે. તે શરીરના ઉચ્છેદ-રૂપ વિકારના કારણે જ છે. તો પણ કાયા એ ચૈતન્યનું ઉપાદાન કારણ બનતી નથી. કારણકે તસ્મિતે ચૈતન્યમાં જેમ કોઈ કોઈ કાલે હર્ષ, કોઈ કોઈ કાલે ક્રોધ, અને કોઈ કોઈ કાલે ઉદાસીનતા આદિ ભિન્ન-ભિન્ન અવસ્થાઓ તેવા તેવા પ્રસંગોના કારણે આવે છે. અને તેવી અવસ્થામાં શરીર સહકારી કારણ માત્ર જ બને છે. તેવી જ રીતે તે ચૈતન્યમાં મૂછદિ આવવા રૂપ ભિન્ન અવસ્થાનું શરીર સહકારી કારણ હોવાને લીધે તeતે શરીરની સહકારી કારણતા જ સિદ્ધ થાય છે. પરંતુ ઉપાદાનકારણતા સિદ્ધ થતી નથી. જેમ સુવર્ણમાં દ્રવીભૂતાવસ્થા થવામાં અગ્નિ સહકારી કારણ છે. તેમ અહીં ચૈતન્યમાં મૂર્વાવસ્થા થવામાં શરીર સહકારી કારણ માત્ર જ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ नापि चैतन्यस्योपादेयत्वोपपत्तिः, उपादेयभावाभिमतचैतन्यजुषो हर्षविषादमूर्छानिद्राभीतिशोकानेकशास्त्रप्रबोधादेर्विकारस्य कायेऽनुपलम्भादिति नोक्तमुपादानलक्षणं देहस्योपपद्यते । यवृद्धौ यदात्मनः कार्यस्य वृद्धिस्तत्तस्योपादानम्, यथा तन्तवः पटस्य, इत्यप्युपादानलक्षणं न तनोश्चैतन्यं प्रति युज्यते योजनशतादिशरीरप्रमाणानामपि मत्स्यादीनामल्पतमबुद्धित्वात्, कृशतरशरीराणामपि केषांचिद् नृणां सातिशयप्रज्ञाबलशालित्वात् ॥
તથા શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ જેમ સંભવતું નથી. તેમ ચૈતન્યની શરીરમાંથી ઉપાદેયપણે ઉત્પત્તિ પણ સંભવતી નથી. કારણ કે ઉપાદેય ભાવ સ્વરૂપે માનેલા ચૈતન્યમાં હર્ષ, વિષાદ, મૂછ, નિદ્રા, ભય, શોક, અનેક-શાસ્ત્રબોધ વગેરે જે વિકારો દેખાય છે. તે કાયામાં દેખાતા નથી. કાયા જેવી છે તેવીને તેવી જ રહે છે છતાં ચૈતન્ય એક કાળે હર્ષવાળું અને બીજા કાળે શોકવાળું હોય છે. તથા મૃતકદેહમાં શરીર હોવા છતાં હર્ષ-શોકાદિ કંઈપણ હોતા નથી. માટે શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ અને ચૈતન્ય એ શરીરનું ઉપાદેય કાર્ય સિદ્ધ થતું નથી.
ચાર્વાન્ યવૃદ્ધી જે કારણની વૃદ્ધિ થયે છતે યાત્મિઃ જે સ્વરૂપાત્મક કાર્યની વૃદ્ધિ થાય છે. તે જ કારણ તે કાર્યનું ઉપાદાનકારણ કહેવાય છે. જેમકે વસ્તુઓ એ પટનું ઉપાદાનકારણ છે. કારણકે તન્દુઓ અલ્પ હોય તો પટ પણ નાનો બને છે. અને તજુઓ બહુ હોય તો તે વસ્તુઓથી બનનાર પટ પણ મોટો બને છે. તેથી તખ્ત-પટમાં ઉપાદાન-ઉપાદેયભાવ છે. તેવી જ રીતે શરીર અને ચૈતન્યમાં પણ જાણવું.
જૈન- આવા પ્રકારનું લક્ષણ ચૈતન્યને પ્રગટ કરવામાં શરીરની અંદર ઘટતું નથી. એટલે કે જેનું શરીર અધિક, તેનું ચૈતન્ય અધિક અને જેનું શરીર અલ્પ, તેનું ચૈતન્ય પણ અલ્પ. આવું સંસારમાં દેખાતું નથી. સો, બસો, પાંચસો આદિ યોજનના પ્રમાણવાળાં શરીરો છે જેઓનાં એવાં માછલાં આદિ પ્રાણીઓમાં અલ્પ બુદ્ધિમત્તા, અને અતિશય કૃશતર (પાતળા-એકવડીયા બાંધા યુક્ત) શરીરવાળા એવા પણ કેટલાક મનુષ્યોમાં સાતિશય બુદ્ધિમત્તાનું બળ દેખાતું હોવાથી, શરીર વધે ત્યાં ચૈતન્યની વૃદ્ધિ અને શરીર ઘટે ત્યાં ચૈતન્ય ઘટે આવું ન દેખાતું હોવાથી પણ શરીરમાં ચૈતન્ય પ્રતિ ઉપાદાનકારણતા ઘટતી નથી.
या पुनरेषा बालकादेर्विग्रहवृद्धौ चैतन्यवृद्धिः, सा शरीरस्य चैतन्यं प्रति सहकारिभावाद्, उदकवृद्धावङ्करवृद्धिवत् । उपादानभावे हि नियमेन चैतन्यस्य तवृद्ध्यनुयायित्वं स्याद्, न चैवं, तथाऽनुभवाभावात् । पूर्वाकारपरित्यागाजहवृत्तोत्तराकारो
Page #242
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૨૫ पादानलक्षणं तनोश्चैतन्यं प्रति नास्त्येव, उपादानभावाभिमतशरीरप्राक्तनाकारपरित्यागाभावेऽपि प्रादुर्भवन्नानाप्रकारप्रकर्षरूपचैतन्यविकारोपलम्भादिति न चैतन्यं प्रति उपादानभावोऽपि वपुषः सूपपादः ॥
તથા બાળક આદિમાં શરીરની વૃદ્ધિ થયે છતે જે આ ચૈતન્યની વૃદ્ધિ દેખાય છે. ત્યાં પણ ચૈતન્ય પ્રત્યે શરીર સહકારિકરણ છે. પરંતુ ઉપાદાનકારણ નથી. જેમ અલ્પ જળથી અંકુરાની વૃદ્ધિ અલ્પ થાય છે અને બહુ જળથી અંકુરાની વૃદ્ધિ બહુ થાય છે. ત્યાં અંકુરાની વૃદ્ધિમાં જળ એ સહકારિકારણ છે. ઉપાદાનકારણ નથી. ઉપાદાનકારણ તો બીજ છે. તેમ અહીં ચૈતન્યની વૃદ્ધિમાં શરીર એ સહકારિતારણ છે. કારણકે જો શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ હોય, તો ચૈતન્યમાં શરીરની વૃદ્ધિને અનુસરવાપણું નિયમ હોવું જોઈએ. અને એમ સંસારમાં દેખાતું નથી. કારણકે તેવો અનુભવ થતો નથી. જેનું શરીર વધે તેનું ચૈતન્ય વધે જ, અને જેનું શરીર ઘટે તેનું ચૈતન્ય ઘટે જ એવું સંસારમાં દેખાતું નથી. જો એમ જ હોય તો જાડા અને ઉંચા માણસો જ બહુ બુદ્ધિવાળા અને પાતળા તથા ઠીંગણા માણસો અલ્પ બુદ્ધિવાળા દેખાવા જોઈએ. પરંતુ આવો અનુભવ થતો નથી. માટે શરીર એ ચૈતન્યનું સહકારિતારણ માત્ર છે.
વળી “જે પૂર્વના આકારનો પરિત્યાગ કરવા દ્વારા, પોતાના મૂલસ્વરૂપને નહીં ત્યજતું છતું જે દ્રવ્ય ઉત્તર આકારને ગ્રહણ કરે” તે ઉપાદાનકારણ કહેવાય. જેમકે કડા-કુંડલ પ્રત્યે કંચન. અહીં કંચન પૂર્વકાર એવા કડાપણાનો ત્યાગ કરવા દ્વારા અને પોતાના મૂળ સ્વરૂપભૂત કંચનપણાનો ત્યાગ નહી કરતું છતું ઉત્તરાકાર એવા કુંડલપણાને ધારણ કરે છે. માટે કડા-કુંડલપણું એ ઉપાદેય છે. અને કંચન એ ઉપાદાનકારણ છે. તેવી રીતે પણ ઉપાદાનનું જે આ લક્ષણ છે. તે ચૈતન્ય પ્રગટ કરવામાં શરીરની અંદર સંભવતું જ નથી. કારણકે ઉપાદાનકારણ તરીકે માનેલા શરીરના પૂર્વ આકારનો ત્યાગ ન થવા છતાં પણ (એટલે કે શરીર એવું ને એવું જ રહેવા છતાં) તે શરીરમાં જ પ્રગટ થતા વિવિધ પ્રકારના વૃદ્ધિ પામેલા ચૈતન્યના વિકારો આ સંસારમાં પ્રગટપણે દેખાય જ છે. ઘણા માણસોના શરીરનો બાંધો ૩૫૪૦ વર્ષની ઉંમર સુધી વૃદ્ધિ પામે છે ત્યારબાદ ૪૦ વર્ષથી ૬૫-૭૦ વર્ષની ઉંમર સુધી શરીરનો બાંધો તેવો ને તેવો જ રહે છે. હાનિ કે વૃદ્ધિ પામતો દેખાતો નથી. છતાં સંસારમાં તે જ વ્યક્તિને જુદા જુદા વિષયોના અનેક પ્રકારના અનુભવો થવા રૂપ જ્ઞાનની વૃદ્ધિ થતી જગતમાં સાક્ષાત્ દેખાય જ છે. તેથી ચૈતન્ય પ્રત્યે શરીરનો ઉપાદાનભાવ કહેવો એ વાત સૂપપાદ=સારા વિચારરૂપ (અર્થાત્ યુક્તિયુક્ત) નથી.
૨૯
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-પપ
રત્નાકરાવતારિકા ભાગ-૩
किञ्च, यथा काष्ठाद्यन्तः प्रतिष्ठादव्यक्ताज्वलनाज्ज्वलनः, चन्द्रकान्तार्तगताद् वा तोयात् तोयं व्यक्तीभवदभ्युपगतं भवता, तथाऽव्यक्तात् चैतन्यात् कुतोऽपि पाश्चात्याद् व्यक्तचैतन्यमभ्युपगम्यताम् , तथा चात्मसिद्धिः । अथ दृश्यमानकाष्ठेन्दुकान्तादेरेव पार्थिवाज्ज्वलनोदकाद्युत्पादोऽभ्युपगम्यते, नादृश्यमानात् कुतोऽपि, तर्हि क्षीणस्ते तत्त्वचतुष्टयवादः, सर्वेषां भूम्यादीनामुपादानोपादेयभावप्रसङ्गेन जैनाभिप्रेतपुद्गलैकतत्त्ववादप्रसङ्गादिति न भूतेभ्यश्चैतन्योत्पादः सद्वादः ।
વળી હે ચાર્વાક ! કાષ્ઠની અંદર રહેલા અવ્યક્ત અગ્નિમાંથી વ્યક્ત અગ્નિ, અને ચંદ્રકાન્ત મણિમાં રહેલા અવ્યક્ત જળમાંથી વ્યક્ત જળ પ્રગટ થતું જેમ દેખાય છે તેવી જ રીતે અવ્યક્ત ચૈતન્યવાળા કોઇપણ પાછળ (ગુપ્તપણે) રહેલા પદાર્થમાંથી વ્યક્ત ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમ જો તું આ વાત સ્વીકારે તો તે જ અવ્યક્ત અને વ્યક્ત ચૈતન્યવાળો ગુપ્તપણે રહેલો જે પદાર્થ છે. તે પદાર્થ જ આત્મા છે. આ રીતે આત્માની સિદ્ધિ થાય છે.
ચાર્વાક– અમે કાષ્ઠ અને ચંદ્રકાન્તમાં રહેલા અવ્યક્ત અગ્નિ અને અવ્યક્ત જળમાંથી અનુક્રમે વ્યક્ત અગ્નિ અને વ્યક્ત જળની ઉત્પત્તિ માનતા નથી. કારણકે જે પ્રત્યક્ષ નથી તે કોઈ પદાર્થ નથી. તેથી અમે તો પ્રત્યક્ષપણે દશ્યમાન એવા કાષ્ઠસ્વરૂપ પાર્થિવમાંથી જ અગ્નિની ઉત્પત્તિ, અને પ્રત્યક્ષપણે દૃશ્યમાન એવા ચંદ્રકાન્ત મણિ સ્વરૂપ પાર્થિવમાંથી જ ઉદકની ઉત્પત્તિ થાય છે. એમ માનીશું. અર્થાત્ પ્રત્યક્ષપણે જે કાષ્ઠ અને ચંદ્રકાન્ત મણિ દેખાય છે તે પાર્થિવ છે. અને તેમાંથી જ અગ્નિ અને જળની ઉત્પત્તિ થાય છે. એમ માનીશું. પરંતુ કાષ્ઠ અને ચંદ્રકાન્તમાં રહેલા અદશ્યમાન (ન દેખાતા એવા) અગ્નિમાંથી અગ્નિની ઉત્પત્તિ અને જળમાંથી જળની ઉત્પત્તિ અમે માનતા નથી. સારાંશ કે અમે પ્રત્યક્ષવાદી હોવાથી અવ્યક્તપદાર્થને માનતા જ નથી.
જૈન– જો તમે આ પ્રમાણે કહેશો તો તમારો માનેલો “આ સંસારમાં ચાર ભૂતો એ જ તત્ત્વ છે” એવો તત્ત્વચતુષ્ટયવાદ જ ક્ષીણ થાય છે. કારણકે ભૂમિ (પૃથ્વી) આદિ સર્વે (ચાર) તત્ત્વોમાં પણ ઉપાદાન-ઉપાદેયભાવ જ માનવાનો પ્રસંગ આવ્યો. એટલે કે ચાર ભૂતો એ સ્વતંત્ર ચાર પદાર્થો જ છે. આમ ન બનતાં આ ચાર પર્યાયો (રૂપાન્તર) માત્ર છે. મૂલદ્રવ્ય તો કોઈ એક જ છે. આમ અર્થ થશે. અને આવો અર્થ થવાથી એક કંચન દ્રવ્ય જ જેમ કડું, કુંડલ, કંકણ રૂપે પરિણામ પામે છે. એટલે કે મૂળ એક કંચન દ્રવ્ય જ છે. કડું, કુંડલ, કંકણ તેના પર્યાયો માત્ર જ છે. સ્વતંત્ર પદાર્થો નથી. તેવી જ રીતે પૃથ્વી-પાણી અગ્નિ-વાયુ આ ચાર પણ પર્યાયો જ (રૂપાન્તરો જ)
Page #244
--------------------------------------------------------------------------
________________
૨ ૨૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૫ માત્ર છે. મૂલદ્રવ્ય તો જૈનોએ માનેલું પુદ્ગલાસ્તિકાય સ્વરૂપ કોઈ એક તત્ત્વ જ છે. એવો પ્રસંગ આવશે. અર્થાત્ તત્ત્વ ચતુષ્યવાદ ક્ષીણ થઈ જશે. સારાંશ કે કડું, કુંડલ અને કંકણની અંદર જેમ કંચન એક દ્રવ્ય છે. તેમ પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુમાં પુદગલ એક દ્રવ્ય છે. એવું જ માનવાનો પ્રસંગ આવ્યો કે જે જૈનો માને છે. અને એમ માનવાથી “ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે” આ વાત સદ્વાદ=સત્યકથનરૂપ રહેતી નથી. કારણકે ભૂતો પોતે પણ પદાર્થરૂપ નથી. પુદ્ગલના પર્યાયરૂપ છે એવો જ અર્થ થયો. માટે ચૈતન્યની ઉત્પત્તિનું જે ઉપાદાનકારણ છે. તે આત્મા જ છે.
ननु ज्ञानं भूतान्वयव्यतिरेकानुविधायि दृश्यते, तथाहि-भूतेष्वन्नपानोपयोगतुष्टेषु पटवी चेतना भवति, तद्विपर्यये विपर्ययः, ब्राह्मीघृताद्युपयोगसंस्कृते च कुमारकशरीरे पटुप्रज्ञता प्रजायते, वर्षासु च स्वेदादिना नातिदवीयसैव, कालेन दध्यवयवा एव चलन्तः पूतरादिकृमिरूपा उपलभ्यन्ते, इति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यत इति चेत्
नैतच्चारु, यतश्चेष्टेन्द्रियार्थाश्रयः शरीरं प्रसिद्धम् , तदनुग्रहात् तत्सहकारीन्द्रियानुग्रहे पटुकरणत्वाद् विषयग्रहणमपि पटुतरमेव भवति । न च विषयग्रहणादन्यच्चैतन्यं नाम, एतेन ब्राह्मीघृतोपयोगोऽपि व्याख्यातः । आत्मनो भोगायतनत्वेन शरीरस्य कदाचित् केषाञ्चिद् भूतावयवानामुपादानम्, अतः शुक्रशोणितवद् दध्यवयवान् विकृतानुपादास्यते । तथा च स्वेदजादिभेदेन बहुभेदो भूतसर्गः प्रवर्तते विचित्रकर्मविपाकापेक्षयेति यत्किञ्चिदेतत् ॥
ચાર્વાક– હે જૈનીઓ ! ચૈતન્ય પૃથ્વી આદિ ચાર ભૂતોની સાથે જ અન્વય વ્યતિરેકને અનુસરનારૂં દેખાય છે. તે આ પ્રમાણે–ભોજન અને પાણી આદિના ઉપયોગ દ્વારા સંતુષ્ટ (ખુશખુશ-પ્રસન્ન) થયેલા એવા ભૂતોમાં (એટલે કે ભૂતોના બનેલા શરીરમાં) વિશિષ્ટ ચૈતન્ય દેખાય છે. અને તfપર્થ તદ્વિપર્યયઃ=ભોજન પાણી આદિના અભાવમાં ગ્લાનિ પામેલા ભૂતોમાં તેવું વિશિષ્ટ ચૈતન્ય દેખાતું નથી. અર્થાત્ ભોજનાદિ દ્વારા શરીરરૂપે બનેલું ભૂત તત્ત્વ પ્રસન્ન હોય ત્યારે જ્ઞાન સારું પ્રાપ્ત થાય છે. અને ભોજનાદિ ન કર્યું હોય ત્યારે ભૂતાત્મક શરીર થાકેલું, ગ્લાનિ પામેલું અને અશક્ત બનવાથી તેવું વિશિષ્ટ જ્ઞાન પામી શકતું નથી. માટે ભોજનાદિ દ્વારા ભૂતાત્મક શરીરની વૃદ્ધિમાં ચૈતન્યની વૃદ્ધિ અને તેના વિરહમાં ચૈતન્યની હાનિ દેખાય છે. તેથી ચૈતન્ય એ ભૂતોને અન્વય-વ્યતિરેક ભાવે અનુસરનારું છે. તથા બ્રાહ્મી આદિ ઔષધિઓ અને વૃત (ઘી) આદિ ઉત્તમ પદાર્થોના સતત સેવનથી સંસ્કાર પામેલા એવા બાળકુમારના શરીરમાં વિશિષ્ટ બુદ્ધિમત્તા પ્રગટ થતી દેખાય
Page #245
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
છે. બ્રાહ્મી ઔષધી અને ધૃતાદિ એ ભૂતો છે તેનાથી ચૈતન્ય વૃદ્ધિ પામ્યું. માટે ચૈતન્ય એ ભૂતધર્મ છે.
૨૨૮
તથા વર્ષા ઋતુમાં (અતિત્ત્વીયસા એટલે ઘણો લાંબોકાળ, અને નાતિવીયસા-ઘણો લાંબો કાળ નહીં. અર્થાત્) અત્યન્ત અલ્પકાળમાં જ પાણીનાં બિન્દુઓ આદિ દ્વારા દહીના અવયવો જ પોરા આદિ રૂપે (સ્વેદજ અને ઉદ્ભિજ્ર પ્રકારના ચૈતન્યવાળા પણે) હાલતા-ચાલતા ચૈતન્યવાળા પદાર્થો રૂપે ઉત્પન્ન થતા દેખાય છે. એટલે દહીના જે અવયવો પૃથ્વી આદિ ભૂત સ્વરૂપ છે. તેમાંથી જ પોરા આદિ ચૈતન્યગુણવાળા પદાર્થો બને છે. માટે ચૈતન્ય એ ભૂતોનો જ ધર્મ છે અને અમારો આ પક્ષ જ યુક્તિયુક્ત જણાય છે.
જૈન− હે ચાર્વાક ! તારી આ વાત સારી નથી. કારણકે જે આ શરીર છે. તે ચેષ્ટા-ઇન્દ્રિય-અને વિષયગ્રહણના આશ્રયવાળું (આધારવાળું) છે. આ વાત જગત્પ્રસિદ્ધ છે. શરીર દ્વારા જ ગમના-ગમનની ચેષ્ટા થાય છે. શરીરમાં જ યથાસ્થાને ચક્ષુ, ઘ્રાણ આદિ ઇન્દ્રિયો હોય છે. અને શરીરમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા જ વિષય-બોધ કરાય છે. એટલે આ સર્વે ક્રિયાઓનો મૂળ આધાર શરીર છે. અન્ન-પાન આદિ દ્વારા (એટલે ભોજનાદિ દ્વારા) તવનુપ્રજ્ઞા-તે શરીરનો અનુગ્રહ (ઉપકાર-લાભ) થવાથી, તત્વહારીન્દ્રિયાનુપ્રદે-તે શરીરના સહકારવાળી એવી ઇન્દ્રિયોનો અનુગ્રહ (ઉપકાર) થાય છે. તેમ થયે છતે ઇન્દ્રિયો નિર્મળતર થવાથી તેના દ્વારા થનારો વિષયનો બોધ પણ ત્વરિત અને નિર્મળ થાય છે. જે આ વિષય-બોધ થાય છે તે જ ચૈતન્ય છે. તે વિષય-બોધથી બીજું કોઇ ચૈતન્ય નથી. આ રીતે ભોજન-પાણી આદિ સ્વરૂપ પૃથ્વી વગેરે ભૂતોથી શરીરનો અનુગ્રહ થાય છે. અને શરીર તથા ઇન્દ્રયો સબળ થવાના કારણે તેના સહકારથી વિષય-બોધ ત્વરિત થાય છે. આ પ્રમાણે વિષય-બોધ કરવામાં શરીર અને ઇન્દ્રિયો સહકારી કારણ માત્ર છે. અને શરીર તથા ઇન્દ્રિયોને સબળ કરવામાં ભોજન-પાણી સહકારી કારણ છે. પરંતુ ઉપાદાનકારણ નથી. તેથી ભૂતોમાંથી ચૈતન્ય પ્રગટ થતું નથી.
જેમ ભોજન-પાણીનો ઉપયોગ શરીર અને ઇન્દ્રિયોને સબળ અને પ્રસન્ન કરનાર છે. તેવી જ રીતે બ્રાહ્મી આદિ ઔષધિઓનું સેવન અને ધૃતાદિનું સેવન પણ શરીર અને ઇન્દ્રિયોને જ સતેજ કરનારૂં છે. પરંતુ ચૈતન્યને નહીં. ફક્ત સતેજ થયેલા તે શરીર અને ઇન્દ્રિયોના સહકારથી (સહકારી કારણથી) વિષયબોધ ત્વરિત થાય છે. આ વાત પણ ઉપરની જેમ જ સમજી લેવી. આ શરીર એ આત્માનું ભોગાયતન (ભોગ
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૨૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ભોગવવાનું સાધન) છે. એટલે આ જીવ જ ક્યારેક ક્યારેક કેટલાક કેટલાક ભૂતના અવયવોનું ગ્રહણ કરે છે. અને એ ભૂતાવયવોનું પોતે જ શરીર બનાવે છે. શરીર બનાવનાર જીવ જ છે. તેથી શરીર બનાવવા માટે જેમ આ જીવ ગર્ભકાળે શુક્ર અને શોણિત સ્વરૂપ ભૂતાવયવોને ગ્રહણ કરે છે. અને તેનું રૂપાન્તર કરીને શરીર બનાવે છે. એટલે તે શરીરનો જીવ છે. શુક્ર-શોણિત એ શરીરનું ઉપાદાનકારણ છે. અને શરીર તેનું ઉપાદેય (કાર્યો છે. તેવી જ રીતે વિકૃત થયેલા દહીંના અવયવોને પણ આ જીવ જ ગ્રહણ કરશે. એટલે કે જેમ ગર્ભજ જીવ ઉત્પન્ન થાય છે. તેમ સ્વદજઉભેદજ આદિ ભેદવડે અનેક પ્રકારનો એવો જીવવર્ગ છે કે જે કોઈક જીવવર્ગ વિકૃત એવા દધિ અવયવોનું શરીર બનાવે છે. કોઇક જીવવર્ગ (જે વિષ્ટામાં કીડા આદિ થાય છે તે) વિષ્ટારૂપ ભૂતાવયવોનું શરીર બનાવે છે. કોઇક જીવવર્ગ ગોમયના અવયવોનું શરીર બનાવે છે. આ પ્રમાણે ચિત્ર-વિચિત્ર કર્મના જ વિપાકોદયની અપેક્ષાએ જીવો જ ભૂતાવયવોનું શરીરરચના રૂપ કાર્ય કરે છે. ત્યાં ભૂતાવયવો એ ઉપાદાન કારણ છે અને શરીરરચના એ ઉપાદેય છે. જીવ એ ર્તા છે. ચૈતન્ય એ જીવનું ઉપાદેય છે. માત્ર તે ચૈતન્યની વૃદ્ધિનહાનિ થવામાં શરીર એ સહકારિતારણ છે. આવી પરિસ્થિતિ હોવાથી ચાર્વાકની ઉપરોક્ત વાતો-માન્યતાઓ (કલ્પના માત્રથી કલ્પેલી) દલીલો યત્કિંચિત્ છે. અર્થાત્ નિરર્થક છે. યથાર્થ નથી.
आत्मप्रतीतौ किं प्रमाणमिति चेत् प्रत्यक्षमेव तावत्, तथाहि-सुखी-दुःखी वाऽहमित्याद्यहंप्रत्ययश्चेतनातत्त्वमात्माख्यमर्पयत्येव । न चायं भ्रान्तिभ्राता, विसंवादापवादवन्ध्यत्वात् । नापि लैङ्गिकादिः, लिङ्गादितत्तत्कारणकलापोपनिपातमन्तरेणैवोत्पादात् । ततः स्पष्टप्रतिभासस्वरूपत्वेन प्रत्यक्षलक्षणोऽयमन्तर्मुखाकारतया परिस्फुरन्नात्मानमुद्द्योतयति ॥
ભૂતાતિરિક્ત આત્મા નથી જ, આવું માનનારો, ચાર્વાક અત્યાર સુધી પોતાના પક્ષનું ખંડન કરવામાં જ દલીલો કરતો હતો. તે હવે થાકીને શિષ્યભાવ ધારણ કરીને ભૂતાતિરિત આત્મા કઇ યુક્તિઓથી છે એમ જ્યારે જૈનને પૂછે છે. ત્યારે જૈન સમજાવે છે.
હે ચાર્વાક ! કદાચ તમે એમ કહો કે આત્માની સિદ્ધિમાં (આત્મા નામનું કોઈ ભૂતાતિરિક્ત તત્ત્વ છે. એમ સાબિત કરવામાં) તમારી (જૈનીઓની) પાસે શું પ્રમાણ છે ? તો અમે (જૈનીઓ) કહીએ છીએ કે પ્રથમ તો “પ્રત્યક્ષ જ પ્રમાણ” છે. (અને જ્યાં પ્રત્યક્ષ-પ્રમાણ હોય છે ત્યાં બીજાં પ્રમાણોની અપેક્ષા રખાતી પણ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ નથી) તે આ પ્રમાણે-“હું સુખી છું હું દુઃખી છું” આવા પ્રકારનો અહંપ્રત્યય જ ચૈતન્યતત્ત્વમય એવા આત્મા નામના તત્ત્વને સિદ્ધ કરે છે. હું સુખી છું, હું દુઃખી છું. આવા પ્રકારનો જે અહં પ્રત્યય થાય છે. તે ભ્રમનો જ ભાઈ છે, અર્થાત્ ભ્રમાત્મક જ છે. મિથ્યા છે. એમ ન સમજવું. કારણ કે તેવા પ્રકારના જ્ઞાનમાં કોઇપણ પ્રકારનો વિસંવાદ રૂપ (અપવાદ એટલે) દોષ નથી. અર્થાત્ આ જ્ઞાન વિસંવાદ રૂપ દોષથી રહિત છે. અવિસંવાદી જ્ઞાન છે. તેથી યથાર્થ છે.
તથા આ “અહંપ્રત્યય” એ અનુમાનાદિ ઇતર પ્રમાણરૂપ પણ નથી (અર્થાત્ પ્રત્યક્ષ પ્રમાણ જ છે, કારણકે અનુમાનાદિ જે જે ઇતર પ્રમાણો છે, તેમાં લિંગાદિ (લિંગ-વ્યાપ્તિ પરામર્શ તથા આગમ પ્રમાણમાં આપ્તવાક્ય આદિ) જે જે કારણોના સમૂહનો ઉપનિપાત હોવો જોઇએ તેના વિના જ આ અહંપ્રત્યય થાય છે. અનુમાન કરવામાં લિંગ, અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ, અન્વયવ્યતિરેક ઉદાહરણ, ઉપનય, નિગમન, ઇત્યાદિ જે કારણ-સામગ્રી જોઈએ. આગમપ્રમાણમાં આપ્તવાક્યાદિ જે કારણ-સામગ્રી જોઇએ તે અહંપ્રત્યયમાં નથી. તેથી તે અહંપ્રત્યય રૂપ બોધ અનુમાનાદિ પ્રમાણ રૂપ નથી. પરંતુ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે.
વળી પ્રત્યક્ષ પ્રમાણનું સ્પષ્ટ પ્રત્યક્ષ “સ્પષ્ટ બોધ થવો” એવું જે લક્ષણ છે. તે અહીં અહંપ્રત્યયમાં યથાર્થ અનુભવાય છે. તેથી સ્પષ્ટ પ્રતિભાસ (સ્પષ્ટબોધ) થવા સ્વરૂપ હોવાના કારણે પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણવાળો આ અહંપ્રત્યયનો અન્તર્મુખાકારપણે (હૃદયની અંદર જ અનુભવાત્મક સ્વરૂપે) સ્કુરાયમાન થતો બોધ જ આત્મા નામના તત્ત્વની ઉદ્ઘોષણા (સિદ્ધિ) કરે છે.
ननु मूर्तिमात्रमन्त्रणप्रवण एवैष प्रत्ययः, स्थूलोऽहं, कृशोऽहमित्यादिप्रत्ययवत् , न खल्वेषोऽप्यात्मालम्बनः, तस्य स्थूलतादिधर्माधारत्वाभावादिति चेत्, तत्किमिदानीमुन्दुरवृन्दं विद्यत इति मन्दिरमादीपनीयम् । न हि नीलः स्फटिक इत्यादि वेदनं सत्यं न सम्भवतीत्येतावता शुक्लः स्फटिक इत्यपि मा भूत् । स्थूलोऽहमित्याद्यपि हि ज्ञानं स्थूलशरीरवानहमित्येवं शरीरोपाधिकमुत्पद्यमानमात्मालम्बनतया सत्यमेव, यदि तु भेदं तिरस्कुर्वदुत्पद्यते तदा भ्रान्तमेव, नीलः स्फटिक इत्यादिज्ञानवत् । अस्ति च भेदेनापि प्रतिपत्तिः स्थूलं कृशं वा मम शरीरमिति ॥
ચાર્વાક હે જૈનો ! આ “અહંપ્રત્યય” તો મૂર્તિ માત્રને જ (શરીર માત્રને જ) જણાવવામાં તત્પર છે. એટલે કે અહંપ્રત્યયથી તો શરીર જ જણાય છે, આત્મા જણાતો નથી. કારણકે હું સ્કૂલ છે. હું કૃશ છું આવા પ્રકારનો બોધ જેમ થાય છે
Page #248
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૩૧ તેમ અહંપ્રત્યય પણ થાય છે. સ્થૂલાદિ બોધ જેમ શરીરવિષયક છે. તેની જેમ સુખી દુઃખીનો અહંપ્રત્યય પણ માત્ર શરીરવિષયક જ હોઈ શકે છે. તથા હું સ્કૂલ છું હું કૃશ છું ઇત્યાદિ જે બોધ થાય છે. તે આત્માના આલંબને થતો નથી (પરંતુ શરીરવિષયક જ થાય છે.) કારણકે તે આત્મા તો અમૂર્ત હોવાથી સ્થૂલતા-કૃશતાનો આધાર જ નથી. તેથી જેમ શરીરવિષયક સ્થૂલતાદિનો અનુભવ થાય છે. તેમજ અહંપ્રત્યયનો અનુભવ પણ શરીરવિષયક જ હો. આ રીતે આ અહંપ્રત્યયના બોધ માત્રથી આત્માની સિદ્ધિ થતી નથી.
જૈન–હે ચાર્વાક ! તારી આ વાત સાચી નથી. અત્યારે ઘરમાં ઉદરોનો સમૂહ છે એટલે શું ઘરને બાળી નખાય છે ? અર્થાત્ જે ઉપદ્રવકારી ઉદરોનો સમૂહ છે તેને દૂર કરાય, પરંતુ મૂલાધારભૂત ઘર કંઈ બાળી નખાતું નથી. તેમ જે મિથ્યાજ્ઞાન હોય તેને દૂર કરાય, પરંતુ જ્ઞાનના મૂલાધારભૂત આત્માને ઉડાડી દેવાતો નથી. એક દોષિત હોય એટલે બીજાને પણ દોષિત માનવું આ ઉચિત નથી. જેમકે “આ સ્ફટિક નીલ છે” આ જ્ઞાન (મિથ્યા છે) સત્ય નથી. એટલા માત્રથી “આ સ્ફટિક શુક્લ છે” આ જ્ઞાન પણ સત્ય ન હોય. એવું બનતું નથી. “હું સ્કૂલ છું” આવા પ્રકારનું જે આ જ્ઞાન પ્રવર્તે છે. તે પણ “હું સ્કૂલ શરીરવાળો છું” એવા પ્રકારના શરીરાત્મક ઉપાધિવાળાપણે પ્રગટ થતું છતું આત્માના આલંબને જ કરવામાં આવે તો સત્ય જ છે. એટલે કે શરીર સ્કૂલ છે. અને તે સ્થૂલ શરીરવાળો હું (આત્મા) છું એમ શરીર અને આત્માનો ભેદ કરીને સ્થૂલતા શરીરમાં, અને શરીરવાળાપણું આત્મામાં એમ ભેદપૂર્વક જો બોધ કરવામાં આવે તો તેમાં કશું જ ખોટું નથી. સાચું જ છે. પરંતુ શરીર અને આત્મા વચ્ચેના ભેદનો અપલાપ કરીને શરીર એ જ આત્મા, અને તેમાંજ સ્થૂલતા એવું જ્ઞાન જો ઉત્પન્ન કરવામાં આવે તો તે જ્ઞાન ભ્રાન્ત જ છે. જેમ નીલ સ્ફટિક છે, આ જ્ઞાન ભ્રાત છે. તેમ શરીર અને તદ્વાન આત્માનો અભેદ કરી ધૂનોટ્ટ=એવું કરાતું જ્ઞાન મિથ્યા છે. અને આ જ જ્ઞાન ભેદપૂર્વક પણ થઈ શકે છે કે “મારું શરીર સ્કૂલ છે. મારું શરીર કૃશ છે” અહીં સ્થૂલતા અને કૃશતા શરીરમાં જ જણાય છે. અને “મારું” શબ્દથી શરીરવાન એવો આત્મા પદાર્થ શરીરથી ભિન્ન છે એવો સ્પષ્ટ બોધ થાય જ છે. તેથી સ્થૂલતાદિનો બોધ જો અભેદપણે કરાય તો દોષિત છે. અને ભેદપણે કરાય તો નિર્દોષ છે. આ રીતે સ્થૂલતાદિ ધર્મો શરીરમાં જણાવે છતે તે શરીરવાળાની (આત્માની) સિદ્ધિ થાય છે.
ननु मदीय आत्मेत्येषापि प्रतिपत्तिरस्ति, न च मच्छब्दवाच्यमात्मान्तरमत्राभ्युपगतं
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ त्वया । यद्येवम्, प्रतिपन्न आत्मा तर्हि त्वयाऽप्येतदात्मशब्दाभिधेयः, मच्छब्दवाच्ये तत्र विवादात् । प्रतिपन्ने च विवादः सापवादः, स्ववचनविरोधबाधितत्वात् ॥
ચાર્વાક– હે જૈન ! વીરઃ માત્મા (દુલ્લી મુઠ્ઠી વા) આજે “મારો આત્મા” બહુ દુઃખી છે. બહુ સુખી છે. મારો આત્મા પ્રસન્ન છે. મારો આત્મા અપ્રસન્ન છે. અર્થાત્ આજે મારો જીવ બહુ બળે છે. ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં પણ કુષ આ ભેદ પ્રતીતિ તો થાય જ છે. ત્યાં તમે જૈનો મત શબ્દથી ષષ્ઠી વિભક્તિ હોવા છતાં, તે મત્ શબ્દથી વાચ્ય એવો બીજો આત્મા તો માનતા જ નથી. એટલે કે માત્મા શબ્દથી વાચ્ય જે પદાર્થ છે. તે જ પદાર્થ મન શબ્દથી લો છો. કારણકે “મારો આત્મા સુખી છે. “આ વાક્યમાં મારા શબ્દથી અને આત્મા શબ્દથી કંઇ બે આત્મા સમજાતા નથી. પરંતુ એક જ આત્મા મ શબ્દથી અને માત્મન્ શબ્દથી લેવાય છે. એવી જ રીતે મીર્થ રીરમ્ ઇત્યાદિ સ્થલોમાં પણ શરીરમ્ શબ્દથી વાચ્ય જે પદાર્થ હોય તે જ પદાર્થ મલય શબ્દથી પણ લેવો જોઇએ. ન્યાય તો સર્વત્ર સમાન જ હોય. આ રીતે મલય શરીર (ામ શરીર) ઇત્યાદિ વાક્યોમાં પણ અભેદ જ સિદ્ધ થાય છે. આત્મા સિદ્ધ થતો નથી.
જૈન- યહિ વ જો તું આ પ્રમાણે કહે છે તો તારા વડે પ્રતિકાત્મ જામય: =આ આત્મા નામના શબ્દવડે વાચ્ય એવો “આત્મા” નામનો પદાર્થ તો સ્વીકારાયો જ છે. ફક્ત મ શબ્દથી શું લેવું તેમાં જ વિવાદ બાકી રહે છે. આત્મા તો સ્વીકારાઈ ગયો હોવાથી તેમાં તો વિવાદ રહેતો જ નથી. કારણકે સ્વીકાર કરી લીધેલી વસ્તુમાં વિવાદ કરવો એ સાવિત્ (સદોષ) છે. પોતાના અને પોતાના જ વચનનો તેમાં વિરોધ આવે. એક બાજુ આત્મા સ્વીકારી લો છો અને બીજી બાજુ તેમાં વિવાદ કરો છો. આ ઉચિત નથી.
___अथ मम शरीरमित्यादिषु शरीरव्यतिरिक्तमालम्बनं ममेति ज्ञानस्याभ्युपगच्छतो ममात्मेत्यत्राप्यात्मव्यतिरिक्तमालम्बनं प्रसज्यत इत्यनिष्टापादनार्थत्वाददोषोऽयमिति चेत्, तदचतुरस्त्रम् , अप्रतिभासनाद् । न हि ममायमात्मेति प्रत्यये शरीरादिवद् मत्प्रत्ययविषयादन्य आत्मा प्रतिभाति । किन्त्वहमित्यात्मानं प्रत्यक्षतः प्रतिपद्यात्मान्तरव्यवच्छेदेन परप्रतीत्यर्थं ममात्मेति निर्दिशति, ममात्मा अहमेवेत्यर्थः । यदा पुनः शरीरमात्मशब्देन निर्देष्टुमिच्छति तदा ममात्मेति भेदाभिधानमेवेदम्, शरीरस्यात्मोपकारकत्वेनात्मत्वेनोपचारात्, अत्यन्तोपकारके भृत्येऽहमेवायमितिवत् ॥
ચાર્વાક હે જૈન ! “મન કીર” આ મારું શરીર છે.” એવા વાક્ય
Page #250
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૩૩ પ્રયોગમાં શરીરથી ભિન્ન એવો આત્મા નામનો સ્વતંત્ર જે પદાર્થ તમે જૈનો માનો છો તેના આલંબને “મા” શબ્દનો પ્રયોગ થાય છે. મમ શબ્દથી આત્મા, અને શરીર શબ્દથી શરીર સમજીને આવું જ્ઞાન તેવા વાક્યથી થાય છે. આવું માનતા તમને જૈનોને માત્મા આવું વાક્ય જ્યારે બોલશો ત્યારે પણ આત્મા નામના તમે માનેલા પદાર્થથી ભિન્ન એવા કોઇ અન્ય પદાર્થ (બીજા આત્માની પ્રતીતિ માનવી પડશે અને તે બીજા આત્માની જ અપેક્ષાએ શબ્દનો પ્રયોગ સંગત થશે. જેથી તમારે જૈનોને જેમ મ શરીરમમાં આત્મા અને શરીર એમ બે પદાર્થ સમજાય છે. તેમ મમ આત્મામાં પણ બે આત્મા માનવાની તમને આપત્તિ આવશે. આવી નિષ્ઠાપનીર્થત્વ= (તમે જૈનો જે બે આત્મા એક શરીરમાં નથી માનતા, તે માનવાની તમને આપત્તિ આવશે.) આવી તમને અનિષ્ટપત્તિનો દોષ આપવાના પ્રયોજનથી જ અમે (ચાર્વાકોએ) પૂર્વે માત્મા શબ્દમાં આત્માનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ અમે આત્મા નામનું તત્ત્વ સ્વીકારી લીધું છે, માટે આ પ્રયોગ કર્યો છે. એમ નથી. અર્થાત્ “ માત્મા' શબ્દમાં અમે જે માત્મ-શબ્દનો પ્રયોગ કર્યો છે તે તમને આપત્તિ આપવાના પ્રયોજનથી જ કર્યો છે. પરંતુ અમે કંઈ આત્મા સ્વીકારી લીધો નથી. માટે અમારો કરાયેલો મમ માત્મા આ પ્રયોગ નિર્દોષ જ છે.
જૈન– હે ચાર્વાક ! તારી આ વાત અમનોહર છે. કારણકે “કમ માત્મા" આ વાક્યપ્રયોગમાં આત્માથી ભિન્ન એવો બીજો આત્મા ૫૫ શબ્દથી પ્રતિમાસના જણાતો ન હોવાથી. અર્થાત્ શબ્દથી અન્ય આત્મા લેવાનો નથી. નદિ મમાયમતિ કારણકે મમ શરીરનું આ વાક્યપ્રયોગમાં શરીરથી ભિન્ન એવો “આત્મા” જેમ જણાય છે. તેની જેમ “મમાયમાત્મા” આ વાક્યપ્રયોગસંબંધી જ્ઞાનમાં મમ શબ્દના વિષયવાળા એક આત્માથી માત્મા શબ્દવડે ભિન્ન આત્મા જણાતો નથી. અર્થાત્ તેવો અનુભવ થતો નથી. બન્ને શબ્દોથી વાચ્ય એક જ આત્મા છે. પરંતુ “અદ્દે ટુકી સુઘી વા" હું જ દુઃખી છું અથવા સુખી છું. એમ કહ્યું પદથી પોતાના અનુભવ સિદ્ધ એવા એક આત્માને માનસપ્રત્યક્ષ-પ્રમાણ દ્વારા સ્વીકારીને બીજો કોઈ આત્મા (દુઃખી-સુખી) નથી. પરંતુ મારો જ આત્મા દુઃખી-સુખી છે. આ પ્રમાણે અન્ય આત્માનો વ્યવચ્છેદ કરવા દ્વારા સાંભળનારા અન્ય જીવોને સમજાવવા માટે જ “મ માત્મા” એવો ભેદ પ્રયોગ કરીને જણાવવામાં આવે છે. સારાંશ કે અહીં માત્મા મારો આત્મા એવું જે વાક્ય બોલાય છે. તેનો મદમાત્મા “હું પોતે જ” એવો અર્થ કરવો જોઈએ. અને એવો જ અર્થ થાય છે.
૩0
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
જેમ તૈનચ થારા પતિ આ વાક્યમાં ષષ્ઠી હોવાથી ભેદ જણાય છે. પરંતુ હકીક્તથી જે તૈલ છે તે જ ધારા રૂપે પડે છે. તેવી રીતે જે મમ શબ્દથી વાચ્ય છે. તે જ માત્મન્ શબ્દથી વાચ્ય છે. પરંતુ બે આત્મા નથી.
વળી માત્મા આ વાક્યમાં માત્મા શબ્દ હોવા છતાં અને તેનો અર્થ ચેતનઆત્મા થતો હોવા છતાં ક્યારેક ઉપચારથી શરીર અર્થ પણ થાય છે. અને જ્યારે માત્મા શબ્દનો ઉપચારથી શરીર અર્થ કરીએ ત્યારે અમનો અર્થ આત્મા થઈ શકે છે. આ વિધાન ભેદની પ્રધાનતાએ કરેલ છે. અને એટલે મારું (આત્માનું) અને માત્મા એટલે શરીર. મારું શરીર દુઃખે છે. ઇત્યાદિમાં ષષ્ઠી દ્વારા ભેદ કહેવામાં આવે છે.
અહીં કદાચ એક પ્રશ્ન થાય કે માત્મા શબ્દનો શરીર અર્થ ઉપચારથી જે કરવામાં આવ્યો. તે કેમ થઈ શકે ? તેનો ઉત્તર એ છે કે શરીરસ્થાપવાન્ટેન શરીર એ આત્માને અત્યન્ત ઉપકારક હોવાથી શરીર એ જ જાણે આત્મા છે એવો ઉપચાર કરવામાં આવે છે. જેમ અત્યન્ત ઉપકારક એવા સેવકમાં પણ “આ હું જ છું” એવો ઉપચાર કરાય છે. આપણા સેવકનું કોઇ અપમાન કરે, તો તે આપણું જ અપમાન છે એમ જીવ માને છે. આ જેમ ઉપચાર છે. તેમ શરીરમાં આત્મત્વનો ઉપચાર પણ ક્યારેક કરવામાં આવે છે.
किञ्च, ममात्मेति मत्प्रत्ययविषयाद् भेदेनात्मज्ञानं बाध्यमानत्वाद् भ्रान्तं भवतु, शरीरभेदज्ञानं तु कस्माद् भ्रान्तम् ? न ह्येकत्र केशादिज्ञानस्य भ्रान्तत्वे सर्वत्र भ्रान्तत्वं युक्तम्, भ्रान्ताभ्रान्तविशेषाभावप्रसङ्गात् । ततः प्रत्यक्षादात्मा सिद्धिसौधमध्यमध्यासामास ।
ननु आत्मनः किं रूपं यत् प्रत्यक्षेण साक्षात्क्रियते ? यद्येवम्, सुखादेरपि किं रूपं यद् मानसप्रत्यक्षसमधिगम्यमिष्यते ?। नन्वानन्दादिस्वभावं प्रसिद्धमेव रूपं सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु भवान् ।
सुखादि चेत्यमानं हि, स्वतन्त्रं नानुभूयते । मतुबर्थानुवेधात् तु, सिद्धं ग्रहणमात्मनः ॥१॥ इदं सुखमितिज्ञानं, दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥२॥
વળી “મમ માત્મા” આ વાક્યપ્રયોગમાં ધારો કે બન્ને પદોથી બે આત્મા સમજાય છે અને બે આત્માનું હોવું એ બાધિત છે. માટે, અથવા અમે માત્મા શબ્દમાં માત્મા શબ્દનો અર્થ ઉપચારથી શરીર કરીએ છીએ અને તે પણ બાધિત છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૩ સૂત્ર-૫૫ માટે હે ચાર્વાક ! મમ માત્મા આ વાક્ય ભિન્ન એવા બીજા આત્માને કહેતું હોવાથી અને ભિન્ન એવો બીજો આત્મા માનવો એ વાત બાધિત (પ્રત્યક્ષવિરુદ્ધ) હોવાથી એવી જ રીતે માત્મન્ શબ્દનો અર્થ ઉપચારથી શરીર કરવો એ પણ બાધિત હોવાથી ધારો કે કદાચ તારા સમજવા મુજબ ભારત (અયથાર્થ) છે. તો પણ “મમ શારીણિતમ્' આ વાક્યમાં મમ શબ્દથી એક આત્મા, અને શરીર શબ્દથી શરીર એમ જે ભેદ જ્ઞાન થાય છે તે તો અબાધિત હોવાથી ભ્રાન્ત કેમ મનાય ! અર્થાત્ આ જ્ઞાન તો સાચું જ જ્ઞાન છે. તેમાં વપરાયેલા ૫૫ શબ્દથી તો શરીરથી ભિન્ન એવો આત્મા સિદ્ધ જ થાય છે.
એવો પણ કોઈ નિયમ નથી કે એકસ્થાને કેશાદિનું જ્ઞાન ભાન થયું હોય એટલે સર્વસ્થાનોએ તે જ્ઞાન ભ્રાન્ત જ હોય છે. સારાંશ કે કોઈ સ્થાન ઉપર કેશાદિ ન હોય છતાં કૃષ્ણવર્ણવાળી કોઈ અન્ય વસ્તુમાં કેશનો ભ્રમ થાય એટલે જ્યાં સાચા કેશ પડેલા હોય ત્યાં થનારૂં કેશ-જ્ઞાન પણ ભ્રાન્ત જ હોય એવો કોઈ નિયમ નથી. જેમ ઝાંઝવાના જળમાં થનારૂં જલજ્ઞાન ભ્રાત છે. તેથી નદી-સરોવર કે સમુદ્રમાં થનારૂં જલજ્ઞાન કંઈ ભ્રાન્ત હોતું નથી. જો એક સ્થાને જે જ્ઞાન ભ્રાન્ત હોય તે સર્વત્ર ભ્રાન્ત જ ગણાતું હોય તો ઝાંઝવાના જલમાં થનારું જલજ્ઞાન અને નદી-સમુદ્રાદિમાં થનારું જલજ્ઞાન સમાન જ થવાથી કોઇપણ જાતની વિશેષતાનો (ભેદનો) અભાવ જ થવાથી આ જ્ઞાન ભ્રાત અને આ જ્ઞાન અભ્રાન્ત એવો ભ્રાન્તાબ્રાન્તનો વિવેક જ રહેશે નહીં. ભ્રાન્તાબ્રાન્તમાં વિશેષતાના અભાવનો જ પ્રસંગ આવશે. તેથી “આત્મા છે જ” આ વાત પ્રત્યક્ષ-પ્રમાણ દ્વારા સિદ્ધિરૂપી મહેલના મધ્યભાગમાં આશ્રય લેનારી થઈ. સારાંશ કે તમારા જ માનેલા પ્રત્યક્ષપ્રમાણ દ્વારા આત્મા સિદ્ધ થયો.
ચાર્વાક– તમે (જૈનોએ) સિદ્ધ કરેલા આત્માનું એવું તે શું સ્વરૂપ છે ? કે જે માનસ પ્રત્યક્ષ દ્વારા સાક્ષાત્ અનુભવાતું હોય ?
જૈન- યવમ્ = જો આવો પ્રશ્ન હે ચાર્વાક ! તમે અમને કરો છો. તો અમે (જેનો) તમને પણ પૂછીએ છીએ કે સુખ-દુઃખ વગેરેનું પણ એવું શું સ્વરૂપ છે ? કે જે માનસ પ્રત્યક્ષ દ્વારા જણાય છે. એવું તમારા વડે મનાય છે (ઇચ્છાય છે) ?
ચાર્વાક– આનંદ થવો એ સુખનું રૂપ છે. અને ગ્લાનિ તથા દીનતા થવી એ દુ:ખનું રૂપ છે. આ રીતિએ આનંદાદિ સ્વભાવવાળું રૂપ સુખાદિનું છે. આ વાત જગતમાં પ્રસિદ્ધ જ છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગજૈનતર્દ તો મર્દ સુઘી, મધું સુઘી ઇત્યાદિ વાક્ય-પ્રયોગોમાં આવતા મતુબર્થવાળા રૂર્ પ્રત્યય દ્વારા તાધારતે સુખ-દુઃખ, આનંદ અને ગ્લાનિ વગેરે ભાવોના આધારવાળાપણું એવું આત્માનું રૂપ છે એમ પણ (હવે ડાહ્યા થઇને) આપ જાણીને ! શાસ્ત્રોમાં જ (નીચે જણાવાતા શ્લોકો દ્વારા) કહ્યું છે કે
ચેત્યાનં અનુભવમાં આવતા એવા સુખ-દુઃખ-આનંદાદિ ગુણો (ગુણો હોવાથી) સ્વતંત્રપણે અનુભવાતા નથી. તેથી મનુઅર્થવાળા રૂર્ વગેરે પ્રત્યયોનું તેમાં અનુસરણ હોવાથી તે ગુણોવાળા એવા આત્માનું ગ્રહણ આપોઆપ સિદ્ધ થાય છે.
આ ઘટ છે” ઇત્યાદિ ચાક્ષુષ જ્ઞાનની જેમ “આ સુખ છે” એવું જ્ઞાન ભલે ચાક્ષુષાદિ બાધેન્દ્રિયજન્ય દેખાતું નથી. તો પણ “હું સુખી છું” એવું માનસપ્રત્યક્ષ (મધુપ્રત્યયના અર્થથી યુક્ત) જે જ્ઞાન થાય છે તે જ્ઞાન આત્મતત્ત્વને પ્રકાશ કરનારું (જણાવનારું) છે. આ પ્રમાણે ટીકાકારશ્રીએ વિસ્તૃત ચર્ચા કરવા દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ કરી. અત્યાર સુધી ચાર્વાકની સામે આત્માની સિદ્ધિ કરી. ચાર્વાક કેવળ એકલું પ્રત્યક્ષ પ્રમાણ જ માનતો હોવાથી પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ કરી. હવે બૌદ્ધાદિ અન્ય દર્શનકારો અનુમાનાદિ પ્રમાણોને પણ માને છે. તેથી તેઓની સામે અનુમાનાદિથી આત્માની સિદ્ધિ સમજાવે છે.
___ अनुमानतोऽप्यात्मा प्रसिध्यत्येव, तथाहि-चैतन्यं तन्वादिविलक्षणाश्रयाश्रितम् , तत्र बाधकोपपत्तौ सत्यां कार्यत्वान्यथानुपपत्तेः । न तावदयं हेतुर्विशेष्यासिद्धः, कटकूटपटज्ञानादिविचित्रपरिणामपरम्पराया: कादाचित्कत्वेन पटादिवत् तत्र कार्यत्वप्रसिद्धेः । नापि विशेषणासिद्धः, न शरीरेन्द्रियविषयाश्चैतन्यधर्माण: रूपादिमत्त्वाद् भौतिकत्वाद् वा घटवत्, इत्यनेन तत्र तस्य बाधनात् । नाप्ययं व्यभिचारी विरुद्धो वा, तन्वादिलक्षणाश्रयाश्रितत्वाद् विपक्षात् तन्वादिवर्तिनो रूपादेः शरीरत्वसामान्याद् वा सविशेषणकार्यत्वहेतोरत्यन्तं व्यावृत्तत्वात् । इत्यनुमानतोऽपि आत्मा प्रासिध्यत् ।
અનુમાન પ્રમાણથી પણ આત્મા સારી રીતે સિદ્ધ થાય છે જ. તે આ પ્રમાણેચૈતન્ય એ શરીરાદિ (શરીર-ઇન્દ્રિય અને વિષય આ) ત્રણે પદાર્થોથી વિલક્ષણ એવા કોઈ અન્ય આશ્રયમાં (આત્મામાં) આશ્રિત (રહેનાર) છે. કારણકે ત્યાં (શરીરાદિ એ જ ચૈતન્યનો આશ્રય છે. એમ માનવામાં) બાધકતા આવતે છતે અન્યથા (એટલે આત્મા માન્યા વિના) ચૈતન્યમાં કાર્યવ જ સંભવતું નથી. સંસ્કૃતભાષાની નીતિ-રીતિ મુજબ અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે- ચૈતન્યમ્ (પક્ષ), તન્યાલિવિત્નક્ષUત્માશ્રયાશ્રિતમ્
.
Page #254
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૩૭
(સાધ્ય), તત્ર વાધોપાત્ત સત્ય (વિશેષણ) ાર્યત્વચાનુપ (વિશેષ્ય)- (હેતુ). આ અનુમાનમાં મૂકેલા હેતુમાં બે પદ છે. સતિ સપ્તમી વિભક્તિવાળું પદ વિશેષણરૂપ છે. અને પશ્ચમ્યા પદ વિશેષ્યરૂપ છે. આ હેતુ નિર્દોષ હોવાથી સાધ્યસિદ્ધિ કરવામાં સમર્થ છે. તેથી અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન- આ હેતુ વિશેષ્યાસિદ્ધ છે. કારણકે ચૈતન્ય (નામના પક્ષ)માં એવો કાર્યત્વ હેતુ સંભવતો નથી.
ઉત્તર– ૪ તાવયં અમારો (જૈનોનો) આ હેતુ વિશેષ્યાસિદ્ધ નથી. કારણકે તસ્તુઓમાંથી તુરી-વેમાદિ દ્વારા પટની ક્યારેક ઉત્પત્તિ પણ થાય છે. અને અગ્નિ આદિ દ્વારા કયારેક પટનો વિનાશ પણ થાય છે. તેથી પટ એ કદાચિક હોવાથી જેમ કાર્યસ્વરૂપ છે. તેવી જ રીતે આ ચૈતન્ય પણ ક્યારેક ર (સાદડી) સંબંધી વર્તતું હોય, ક્યારેક તૂર (શિખર) સંબંધી વર્તતું હોય, અને કયારેક પદ (વસ્ત્ર) સંબંધી જ્ઞાન વર્તતું હોય છે. આ પ્રમાણે ચિત્ર-વિચિત્ર જ્ઞાનોની પરંપરા વર્તતી હોવાથી ક્ષણે ક્ષણે વિષયભેદે ચૈતન્ય પરિવર્તન પામતું હોવાના કારણે કદાચિત્ક થવાથી ત્યાં વાર્યત્વ હેતુ સારી રીતે સિદ્ધ થાય છે.
પ્રશ્ન- આ હેતુ વિશેષણાસિદ્ધ છે. કારણકે શરીર, ઇન્દ્રિય અને વિષયો આ પદાર્થો જ ચૈતન્યના આધાર છે. એમ માનવામાં કોઈ બાધકતા આવતી નથી. એમ માનીએ તો વિશેષણ પક્ષમાં ન સંભવતું હોવાથી વિશેષણાસિદ્ધ હેત્વાભાસ થશે.
ઉત્તર- નાવિ વિશેષસિદ્ધ અમારો આ હેતુ વિશેષણાસિદ્ધ પણ નથી. કારણકે શરીર, ઇન્દ્રિયો અને ઘટ-પટાદિ વિષયો આ સર્વે પદાર્થો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોવાથી અથવા ભૂતોમાંથી બનેલા હોવાથી ઘટ-પટાદિની જેમ ચૈતન્ય ધર્મવાળા નથી. આવા પ્રકારના અનુમાન વડે શરીરાદિમાં ચૈતન્યની બાધકતા સિદ્ધ થાય છે. તેથી વાધોપત્તિ સત્ય આ વિશેષણ ચૈતન્ય નામના પક્ષમાં બરાબર સંભવે છે. તેથી આ હેતુ વિશેષણાસિદ્ધ પણ નથી.
પ્રશ્ન- આ હેતુ સાધ્યાભાવમાં વિપક્ષમાં) પણ વર્તે છે. માટે વ્યભિચારી હત્યાભાસ છે. અથવા સાધ્યાભાવમાં જ વર્તે છે. એમ માનીને વિરુદ્ધ છે. એમ અમે કહીશું.
ઉત્તર– નાથ મારો વિરુદ્ધો વા=અમારો જૈનોનો આ હેતુ વ્યભિચારી પણ નથી અને વિરુદ્ધ પણ નથી. કારણકે જો હેતુ સાધ્યાભાવવાળામાં (વિપક્ષમાં) રહેતો હોય તો આ બન્ને હેત્વાભાસ થાય. પરંતુ અમારો આ હેતુ વિપક્ષથી અત્યન્ત વ્યાવૃત્ત
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ છે. કારણકે શરીરાદિથી વિલક્ષણ એવા આશ્રયને સાધ્ય બનાવીએ, તો વિલક્ષણ નહી એવા શરીરાદિ જ વિપક્ષ થાય. તે આ પ્રમાણે– તન્વાદિ (શરીરાદિ)થી વિલક્ષણ એવો જે આશ્રય (આત્મા) તેમાં રહેનારું એવું અહીં સાધ્ય છે. તેથી “તત્ત્વાદિ (શરીરાદિ) લક્ષણ (રૂપ) જે આશ્રય છે તેમાં રહેનારું” એ જ વિપક્ષ થશે. તેથી શરીરાદિ રૂપે જે આશ્રય છે તેમાં રહેનારા એવા રૂપાદિ (શરીરાદિમાં રહેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ)થી બાધકોડપત્તિ નામના વિશેષણથી યુક્ત એવું કાર્યત્વ અત્યન્ત વ્યાવૃત્ત છે કારણકે શરીરાદિમાં રહેલા રૂપાદિ ધર્મોમાં કાર્યત્વ માનવામાં કોઈ જ બાધા આવતી નથી. નિબંધકપણે કાર્યત્વ તેમાં વર્તે છે. નિબંધકપણે કાર્યત્વ હોવાથી બાધક્તા (રૂપ વિશેષણ) યુક્ત એવું કાર્યત્વ તે રૂપાદિ ધર્મોથી અત્યન્ત વ્યાવૃત્ત છે. અથવા શરીરાદિમાં રહેનારા શરીરત્વ નામના સામાન્યથી પણ કાર્યત્વ હેતુ અત્યન્ત વ્યાવૃત્ત છે. કારણકે શરીરત્વ એ જાતિ હોવાથી નિત્ય છે તેથી તેમાં કાર્યત્વ સંભવતું જ નથી.
આ રીતે સાધ્યના અભાવરૂપ બે વિપક્ષો બતાવવામાં આવ્યા છે. શરીરાદિના આશ્રયે રહેનારા રૂપાદિ ધર્મો અને શરીર–સામાન્ય (શરીરત્વ જાતિ). તે બન્ને વિપક્ષોમાંથી સવિશેષણ એવો કાર્યત્વ હેતુ અત્યન્ત વ્યાવૃત્ત છે. રૂપાદિ ધર્માત્મક જે પ્રથમ વિપક્ષ છે. તેમાં કાર્યવાત્મક વિશેષ્ય સંભવી શકે છે. તેથી તેની એકલાની વ્યાવૃત્તિ નથી. પરંતુ નિબંધકપણે કાર્યત્વ હેતુની વૃત્તિ હોવાથી બાજક્તાયુક્ત એવા કાર્યત્વની વ્યાવૃત્તિ છે. અર્થાત્ એકલા વિશેષ્યની વ્યાવૃત્તિ નથી. વિશેષણની એકની જ વ્યાવૃત્તિ છે. તેથી વિશેષણના અભાવના કારણે વિશેષUTTમાવે વિશેષ્યથાણુમાવ: એ ન્યાયથી તેવા પ્રકારના વિશેષણવાળા વિશેષ્યનો અભાવ કલ્પીને કાર્યત્વની વ્યાવૃત્તિ જણાવી છે. જ્યારે શરીરત્વ નામનો જે બીજો વિપક્ષ છે તે નિત્ય છે. અને કાર્યત્વ એ અનિત્ય છે. તેથી તેની વ્યાવૃત્તિ માનવામાં કોઈ બાધક્તા ન હોવાથી બાધકયુક્તતા રૂપ વિશેષણની અને કાર્યત્વ રૂ૫ વિશેષ્યની એમ ઉભયની અત્યન્ત વ્યાવૃત્તિ છે. આ રીતે સવિશેષણ એવા કાર્યત્વ હેતુની રૂપાદિ સ્વરૂપ પ્રથમ વિપક્ષથી અને શરીર–સ્વરૂપ બીજા વિપક્ષથી એમ બન્ને વિપક્ષથી અત્યત વ્યાવૃત્તિ હોવાથી અમારો જૈનોનો હેતુ વ્યભિચારી પણ નથી અને વિરુદ્ધ પણ નથી. આ રીતે અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે.
"उपयोगलक्षणो जीवः" इत्यागमप्रदीपोऽप्यात्मानमुद्द्योतयति । अनुमानागमयोश्च प्रामाण्यं प्रागेव प्रसाधितमित्यात्मसिद्धिः ॥
ઉપયોગ લક્ષણવાળો જીવ છે. ૩૫યો નક્ષમ્ (તત્ત્વાર્થસૂત્ર ૨-૮) ઇત્યાદિ આગમ પ્રમાણ રૂપ દીપક પણ આત્માના અસ્તિત્વને જ ઉદ્ઘોષિત કરે છે. જો કે
Page #256
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૩૯
આત્માના અસ્તિત્વની સિદ્ધિની આ ચર્ચા સર્વથા આત્મા ન માનનારા ચાર્વાકદર્શન સામે ચાલે છે. અને ચાર્વાકદર્શન પ્રત્યક્ષ પ્રમાણ વિના શેષ પ્રમાણોને અપ્રમાણ જ માને છે. એટલે તેઓની સામે અનુમાન અને આગમ પ્રમાણ જણાવવાં નિરર્થક છે. તથાપિ અનુમાનની અને આગમની પ્રમાણતા અમે પૂર્વે ત્રીજા અને ચોથા પરિચ્છેદમાં સાધેલી છે. એટલે આ પ્રમાણોથી પણ આત્માની સિદ્ધિ કરવી તે શ્રોતાવર્ગને આશ્રયીને તો સાર્થક જ છે. આ રીતે ચાર્વાકદર્શની સાથે આત્માની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. અને અન્ને આત્માના અસ્તિત્વની સિદ્ધિ ઉદ્ઘોષિત થાય છે. હવે જે આત્માનું અસ્તિત્વ માને છે પરંતુ દ્રવ્યપણે અનાદિ-અનંત એવું નિત્યપણું માનતા નથી તેવા બૌદ્ધોની સાથે ચર્ચા શરૂ થાય છે.
बौद्धास्तु बुद्धिक्षणपरम्परामात्रमेवात्मानमाम्नासिषुः । न पुनमौक्तिककणनिकरनिरन्तरानुस्यूतैकसूत्रवत् तदन्वयिनमेकम् । ते लोकायतलुण्टाकेभ्योऽपि पापीयांसः, तद्भावेऽपि तेषां स्मरणप्रत्यभिज्ञानाद्यघटनात् । तथाहि-पूर्वबुद्ध्याऽनुभूतेऽर्थे नोत्तरबुद्धीनां स्मृतिः सम्भवति, ततोऽन्यत्वात् , सन्तानान्तरबुद्धिवत्, न ह्यन्यदृष्टोऽर्थोऽन्येन स्मर्यते अन्यथैकेन दृष्टोऽर्थः सर्वैः स्मर्येत । स्मरणाभावे च कौतस्कुतो प्रत्यभिज्ञाप्रसूतिः ? । तस्याः स्मरणानुभवोभयसम्भवत्वात्, पदार्थप्रेक्षणप्रबुद्धप्राक्तनसंस्कारस्य हि प्रमातुः स एवायमित्याकारेणेयमुत्पद्यते ॥
ગ્રંથકારશ્રી હવે બૌદ્ધદર્શનનુયાયીઓની સામે “આત્મતત્ત્વ'ની ચર્ચા શરૂ કરે છે. બૌદ્ધો બુદ્ધિની ક્ષણ પરંપરા માત્રને જ આત્મા માને છે. અર્થાત્ પ્રતિસમયે નાશ પામતી એવી જ્ઞાનધારા એ જ આત્મા છે. પરંતુ તે પ્રતિક્ષણે નાશ પામતી જ્ઞાનધારામાં અન્વયી (ધ્રુવ) એવું મોતીઓના મણકાના સમૂહમાં નિરતર પરોવેલા એક દોરાની જેવુ ધ્રુવ આત્મદ્રવ્ય નથી એમ બૌદ્ધો માને છે. ક્ષણે ક્ષણે જ્ઞાનદશા સર્વથા નાશ જ પામે છે. પ્રતિસમયે અપૂર્વ અપૂર્વ જ જ્ઞાનદશા જન્મે છે. આવી ધારાવાહી પરંપરા એ જ આત્મા છે. પરંતુ તે પ્રતિક્ષણ ઉત્પાદ-વિનાશ શાલી એવી જ્ઞાનધારામાં અન્વયી એવું ધ્રુવ આત્મદ્રવ્ય નથી. એમ આ બૌદ્ધો માને છે.
ચાર્વાકદર્શની આત્માના અસ્તિત્વને જ માનતા નથી તેથી આત્મતત્ત્વરૂપી ધનને લુંટનારા હોવાથી લુંટારા કહેવાય છે. અને આ બૌદ્ધો તો આત્માને માને છે પરંતુ તેના સ્વરૂપને બદલે છે. માટે આ બૌદ્ધો લુંટારા સરખા લોકાયતથી (ચાર્વાકથી) પણ અધિક પાપી છે. કારણકે ચાર્વાક તો આત્મદ્રવ્ય માનતા જ નથી, તેથી તેઓમાં તો મૂલતત્ત્વ જ ન હોવાથી સ્મરણ અને પ્રત્યભિજ્ઞા આદિ ભાવો ન ઘટે એ વાત સ્વાભાવિક છે
Page #257
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
૨૪૦
પરંતુ આ બૌદ્ધના મતમાં તો તદ્ભાવેવ તે જ્ઞાનધારારૂપ આત્મતત્ત્વ માનેલું હોવા છતાં પણ તેષાં=તે બૌદ્ધોને સ્મરણ અને પ્રત્યભિજ્ઞા ઘટતાં નથી.
કહેવાનો સાર એ છે કે જેની પાસે ધન નથી તે તો દાન, પુણ્ય અને વિષયસુખનો અનુભવ ન કરે એ વાત સ્વાભાવિક છે. તેમાં કંઇ આશ્ચર્ય હોતું નથી. પરંતુ જેની પાસે ઘણું ધન છે. છતાં દાનાદિ પુણ્યકાર્યો પણ ન કરે અને કંજુસાઇથી અથવા શારીરિક રોગાદિથી વિષયસુખ પણ ન માણી શકે તે માણસ વધારે પાપિષ્ટ અને આશ્ચર્યકારી કહેવાય. તેમ અહીં લોકાયતિક એટલે કે ચાર્વાક તો આત્મા માનતો જ નથી માટે સ્મરણાદિ ન ઘટે આ વાત સ્વાભાવિક છે. પરંતુ બૌદ્ધો આત્મદ્રવ્ય માનતા હોવા છતાં ત્યાં યુક્તિયુક્ત રીતે સ્મરણાદિ ઘટતાં નથી. એથી એ મહાપાપી છે. તે આ પ્રમાણે છે
પૂર્વ ક્ષણની બુદ્ધિ દ્વારા જે અનુભવ કરાયો છે. તે વિષયની સ્મૃતિ ઉત્તરક્ષણની બુદ્ધિઓમાં થશે નહીં. કારણકે પૂર્વક્ષણવર્તી બુદ્ધિથી ઉત્તરક્ષણની બુદ્ધિ સર્વથા ભિન્ન છે. જેમ સન્તાનાન્તરની બુદ્ધિ અત્યન્ત ભિન્ન છે તેમ. ચૈત્રની બુદ્ધિથી મૈત્રની બુદ્ધિ જેમ અત્યન્ત ભિન્ન હોવાથી ચૈત્રે કરેલા અનુભવનું ચૈત્રને સ્મરણ થતું નથી. તેવી જ રીતે કેવળ એકલા ચૈત્રની પણ પ્રતિસમયે પૂર્વ પૂર્વ ક્ષણવર્તી સર્વે બુદ્ધિઓ અત્યન્ત નાશ પામતી હોવાથી અને ઉત્તર ઉત્તર ક્ષણવર્તી સર્વે બુદ્ધિઓ અપૂર્વ જ ઉત્પન્ન થતી હોવાથી એકાન્તે ભિન્ન થવાથી ત્યાં પણ સ્મરણાદિ ઘટશે નહીં. કારણકે ભિન્ન એવા ચૈત્રવડે જોવાયેલો પદાર્થ તેનાથી ભિન્ન એવા ચૈત્રવડે સ્મરણ કરાતો નથી. આ વાત જગત્પ્રસિદ્ધ છે. અને જો આ રીતે સ્મરણ કરાય તો એક વ્યક્તિએ જોયેલા પદાર્થનું સર્વવ્યક્તિઓ વડે સ્મરણ કરાવું જોઇએ. પરંતુ એમ થતું નથી. તેવી જ રીતે ચૈત્ર નામની એક વ્યક્તિ માત્રમાં પણ પૂર્વ ક્ષણવર્તી બુદ્ધિ દ્વારા જે અનુભવ કરવામાં આવ્યો, તેનું સ્મરણ ઉત્ત૨ક્ષણવર્તી બુદ્ધિને થશે નહીં અને સ્મરણ ન થવાથી પ્રત્યભિજ્ઞાનો જન્મ તો સંભવે જ કેમ ?
કારણકે પ્રત્યભિજ્ઞાની ઉત્પત્તિ જ સ્મરણ અને અનુભવ એમ ઉભયવડે થાય છે. તે આ પ્રમાણે-પદાર્થ માત્રને જોવાં દ્વારા (અનુભવવા દ્વારા) આત્મામાં જામેલા પૂર્વ સંસ્કારવાળા એવા પ્રમાતાને તે જ આ પદાર્થ છે'' એવા આકારે આ પ્રત્યભિજ્ઞા ઉત્પન્ન થાય છે. હવે પ્રતિક્ષણવર્તી બુદ્ધિઓ અત્યન્ત ભિન્ન-ભિન્ન હોવાથી સ્મરણ પણ ન ઘટે અને સ્મરણ તથા અનુભવ એમ ઉભય વડે થનારી પ્રત્યભિજ્ઞા પણ ન ઘટે. બૌદ્ધોને આ દોષ આવશે.
Page #258
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
अथ स्यादयं दोषो यद्यविशेषेणान्यदृष्टमन्यः स्मरतीत्युच्यते किन्त्वन्यत्वेऽपि कार्यकारणभावादेव स्मृतिः, भिन्नसंतानबुद्धीनां तु कार्यकारणभावो नास्ति, तेन सन्तानान्तराणां स्मृतिर्न भवति, न चैकसन्तानिकीनामपि बुद्धीनां कार्यकारणभावो नास्ति, येन पूर्वबुद्धयनुभूतेऽर्थे तदुत्तरबुद्धीनां स्मृतिर्न स्यात् ।
तदपि अनवदातम् एवमपि नानात्वस्य तदवस्थत्वात् । अन्यत्वं हि स्मृत्यसम्भवे साधनमुक्तम्, तच्च कार्यकारणभावाभिधानेऽपि नापगतम्, न हि कार्यकारणभावाभिधाने तस्यासिद्धत्वादीनामन्यतमो दोषः प्रतिपद्यते । नापि स्वपक्षासिद्धिरनेन क्रियते, न हि कार्यकारणभावात् स्मृतिरित्यत्रोभयप्रसिद्धोऽस्ति दृष्टान्तः ॥
"
બૌદ્ધ સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાનો અભાવ થશે” આ તમે (જૈનોએ) આપેલો દોષ અમને તો જ આવે કે જો અમે (બૌદ્ધૌ) કોઇપણ જાતની વિશેષતા વિના સામાન્યમાત્રથી એમ કહીએ કે અન્ય (બુદ્ધિક્ષણે) જોએલો પદાર્થ તેનાથી સર્વથા અન્ય (એવી બીજી) બુદ્ધિક્ષણને સ્મરણમાં આવે છે. તો જ સ્મરણ અને પ્રત્યભિશાનો અભાવ થવાનો દોષ આવે. પરંતુ અમે બૌદ્ધો આવું કહેતા નથી. તમે (જૈનીઓ) અમારા કથનનો ભાવાર્થ સમજ્યા વિના જ નિરર્થક ખંડન કરો છો.
૨૪૧
અમે (બૌદ્ધો) એમ કહીએ છીએ કે સર્વે વસ્તુઓ ક્ષણિક (ક્ષણમાત્ર સ્થાયી) હોવાથી અન્ય અન્ય તો (ભિન્ન-ભિન્ન તો) છે જ. પરંતુ અન્યત્વ (ભિન્નત્વ) હોવા છતાં પણ જે બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણ ભાવ હોય છે ત્યાં જ સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞા થાય છે. કાર્ય-કારણ ભાવથી જ સ્મૃતિ (અને પ્રત્યભિજ્ઞા) સંભવે છે. ચૈત્ર અને મૈત્ર આ બન્ને ભિન્ન સંતાન છે. દેવદત્ત અને યજ્ઞદત્ત આ બંને ભિન્ન સંતાન છે. તેવા પ્રકારના ભિન્ન સંતાનવર્તી બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણભાવ નથી. તેથી એકસંતાનવર્તી બુદ્ધિક્ષણે જે અનુભવ કર્યો હોય તેની સ્મૃતિ સન્તાનાન્તરવર્તી બુદ્ધિક્ષણોને થતી નથી. પરંતુ એકસંતાનવર્તી (ચૈત્ર માત્રમાં ક્ષણે ક્ષણે આવનારી અપૂર્વ અપૂર્વ બુદ્ધિક્ષણોમાં) કાર્ય-કારણ ભાવ નથી એમ નથી. કે જેથી પૂર્વ ક્ષણવર્તી બુદ્ધિક્ષણે જે પદાર્થ અનુભવ્યો હોય તેની સ્મૃતિ ઉત્તરક્ષણવર્તી બુદ્ધિને ન થાય. પરંતુ ત્યાં (એકસંતાનવર્તી) બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણભાવ છે. માટે તેમાં સ્મૃતિ ઘટશે. અને સન્તાનાન્તરવર્તી બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણભાવ નથી. માટે ત્યાં સ્મૃતિ ઘટશે નહીં. આ રીતે તમારો દોષ અમને આવશે નહીં.
૩૧
જૈન— તપિ=બૌદ્ધની ઉપરોક્ત જે વાત છે તે વાત પણ અનવવાતમ્ (અવવાત=સ્વચ્છ) સ્વચ્છ નથી. નિર્દોષ નથી. અર્થાત્ ખોટી છે. જેમ ચૈત્ર અને મૈત્રાદિ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ ભિન્ન-ભિન્ન સંતાનાન્તરવર્તી બુદ્ધિક્ષણોમાં “અન્યત્વ” એટલે કે જેવું એકાન્ત ભિન્નત્વ છે. તેવું જ નાનાચ-એકાન્ત ભિન્નત્વ ચૈત્ર નામની વ્યક્તિમાં સમયે સમયે ઉત્પન્ન થતી ભિન્ન-ભિન્ન બુદ્ધિક્ષણોમાં પણ તવસ્થાના[eતેવું ને તેવું જ છે. અન્યત્વ (અર્થાત્ એકાત ભિન્નત્વ) જેમ ચૈત્ર-મૈત્રની બુદ્ધિક્ષણોમાં છે તેવું જ અન્યત્વે (એકાત ભિશત્વ) ચિત્રગત ક્રમશઃ થનારી બુદ્ધિક્ષણોમાં પણ છે. અને અન્યત્વ (એકાત ભિન્નત્વ) એ જ સ્મૃતિના અસંભવમાં કારણ તમે કહેલું છે. અર્થાત જ્યાં જ્યાં અન્યત્વ હોય ત્યાં ત્યાં સ્મૃતિનો અસંભવ હોય તેવું તમે કહ્યું છે. તેથી તે અન્યત્વ ચૈત્ર અને મૈત્રમાં (સંતાનાન્તરમાં) જેવું રહેલું છે. તેવું જ ચૈત્રગત બુદ્ધિ-ક્ષણોમાં (વિવક્ષિત સંતાનમાં) પણ રહેલું જ છે. કાર્ય-કારણ ભાવ કહેવા છતાં પણ તે અન્યત્વ કંઈ ચાલ્યું ગયું નથી. અન્યત્વ સંતાનાન્તરમાં અને વિવક્ષિત સંતાનમાં પણ એક સરખું સમાન છે. તેથી કાર્ય-કારણભાવ કહેવા છતાં પણ તોડત્વ હેતુ સરખો જ હોવાથી સ્મૃતિના અસંભવરૂપ સાધ્યની સિદ્ધિ થાય જ છે.
તે અનુમાન આ પ્રમાણે છે. “પૂર્વવૃદ્ધાનુભૂગર્ભે નોત્તરવુદ્ધીનાં મૃત્તિ સમવતિ' “તતોડત્વી" સત્તાનાન્તરવુદ્ધિવત્ આ અનુમાનમાં કહેલા (તતો ન્યત્વ નામના) તસ્ય તે હેતુને અસિદ્ધત્વ વગેરે (અસિદ્ધતા, વિરુદ્ધતા કે અનૈકાતિક્તા) હેત્વાભાસના કોઈપણ દોષો લાગતા નથી. “તતોડત્વ" હેતુ હેત્વાભાસના બધા જ દોષોથી રહિત હોવાથી તેવો ને તેવો જ (નિર્દોષ) છે. તેથી કાર્ય-કારણ માનવા છતાં પણ સ્વપક્ષની સિદ્ધિ (તમારા બૌદ્ધપક્ષની સિદ્ધિ) નાપિ અને ક્રિયતે આ કાર્ય-કારણ ભાવથી સિદ્ધ કરી શકાતી નથી. કારણકે એકાન્તભિન્નત્વ હોતે છતે કાર્ય-કારણભાવ માત્ર હોવાથી સ્મૃતિ સંભવી શકે એવું ઉભય માન્ય (વાદી અને પ્રતિવાદી એમ બન્નેને માન્ય) કોઈ ઉદાહરણ નથી. ઉલટું તેનાથી વિરુદ્ધ ઉદાહરણ છે. એકાન્તભિન્નત્વ હોય ત્યાં કાર્યકારણભાવ હોવા છતાં સ્મૃતિ ન થાય એવું ઉદાહરણ છે. જેમ ગુરુ-
શિષ્ય, ગુરુ દ્વારા શિષ્યને ભણાવવામાં આવે છે. ત્યાં કાર્ય-કારણભાવ હોવા છતાં પણ અત્યન્ત ભિન્નત્વ હોવાથી ગુરુમાં જે અનુભવ છે તેની સ્મૃતિ શિષ્યને થતી નથી. अथ-"यस्मिन्नेव हि सन्ताने आहिता कर्मवासना ।
નં તસૈવ સંધજો પણે વતતા યથા "
इति कर्पासरक्ततादृष्टान्तोऽस्तीति चेत् । तदसाधीयः, साधनदूषणासम्भवात् । अन्वयाद्यसम्भवान्न साधनम्, न हि कार्यकारणभावो यत्र तत्र स्मृतिः, कर्पासे रक्ततावदित्यन्वयः सम्भवति, नापि यत्र न स्मृतिस्तत्र न कार्यकारणभाव इति व्यतिरेकोऽस्ति । असिद्धत्वाद्यनुद्भावनाच्च न
Page #260
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
૨૪૩
दूषणम्, न हि ततोऽन्यत्वादित्यस्य हेतोः कर्पासे रक्ततावदित्यनेन कश्चिद् दोषः પ્રતિપાદ્યતે ।
બૌદ્ધ– હે જૈન ! જે (એક) સંતાનમાં કર્મવાસના ઉત્પન્ન કરાઇ હોય ત્યાં જ ફળપ્રાપ્તિ થાય છે. (સંતાનાન્તરમાં નહીં) જેમકે કપાસમાં રક્તતા. આવું કપાસની રક્તતાનું ઉદાહરણ વાદી-પ્રતિવાદી એમ ઉભયપ્રસિદ્ધ મળે છે. સારાંશ કે અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ એક સંતાનમાં સ્મૃતિ ઘટશે. કારણકે જેમ કપાસના બીજથી કપાસ અત્યન્ત ભિન્ન છે. છતાં એક સંતાન હોવાથી (બીજ કારણ અને તજ્જન્ય કપાસ એ કાર્ય છે. આમ કાર્ય-કારણભાવ હોવાથી) બીજમાં રક્તતા છે. તે જ રક્તતા ફલીભૂત કપાસમાં જણાય છે. આવું ઉભયને માન્ય દૃષ્ટાન્ત છે. તેવી રીતે એક-સંતાનવર્તી બુદ્ધિક્ષણોમાં કાર્ય-કારણભાવ હોવાથી અત્યન્ન-ભિન્ન હોવા છતાં પણ બીજ-કપાસની રક્તતાની જેમ સ્મૃતિ ઘટશે. માટે હે જૈન ! તમારી વાત બરાબર નથી.
જૈન-તસાથીય:-બૌદ્ધની આ વાત પણ સત્ય નથી. બૌદ્ધના પોતાના પક્ષની સિદ્ધિ કરે તેવું સાધન (હેતુ) અને અમારા જૈનના પક્ષનું ખંડન કરે એવું દૂષણ સંભવતું નથી. સાધનસૂબળા,મવત્ આ પદનો અર્થ આવો કરવો કે બૌદ્ધપક્ષની સિદ્ધિ કરે તેવું સાધન અને જૈન પક્ષનું ખંડન થાય એવું દૂષણ અહીં સંભવતું નથી. તે આ પ્રમાણે–
બૌદ્ધે કહેલી વાતમાં અન્વય-વ્યતિરેક વ્યાપ્તિનો અસંભવ હોવાથી તેના પોતાના પક્ષની સિદ્ધિ કરે તેવું સાધન (સદ્વેતુ) નથી. યંત્ર યંત્ર ાર્યારામાવ:, તંત્ર તંત્ર સ્મૃતિ: મવત્યેવ, વર્વાસે રવતતાવત્ આવી અન્વયવ્યાપ્તિ થવી જોઇએ પરંતુ થતી નથી. ગુરુ-શિષ્ય વચ્ચે તથા માટી-ઘટ વચ્ચે, તન્તુ અને પટ વચ્ચે કાર્ય-કારણભાવ હોવા છતાં સ્મૃતિ સંભવતી નથી. આ અન્વયવ્યાપ્તિ થતી નથી તે સમજાવ્યું. યંત્ર યંત્ર ન સ્મૃતિઃ તંત્ર તંત્ર ન હાર્યારળમાવ: જ્યાં જ્યાં સ્મૃતિ ન થતી હોય, ત્યાં ત્યાં કાર્ય-કારણભાવ ન હોય એવી વ્યતિરેકવ્યાપ્તિ પણ સંભવતી નથી. જેમકે તન્તુ-પટમાં, માટી-ઘટમાં, ગુરુશિષ્યમાં સ્મૃતિ નથી છતાં કાર્ય-કારણભાવ છે. આ રીતે વ્યતિરેક વ્યાપ્તિ પણ થતી નથી. માટે બૌદ્ધની વાતમાં અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ થતી ન હોવાથી તેના પોતાના પક્ષની સિદ્ધિ થાય તેવું આ અનુમાન સ્વપક્ષની સિદ્ધિના સાધનભૂત નથી.
તથા અમે જૈનોએ બૌદ્ધોની સામે અનુમાન કર્યું છે. અને તેમાં તોન્ધાત્ એવો જે હેતુ મૂક્યો છે. તેમાં અસિદ્ધતા, વ્યભિચારિતા કે અનૈકાન્તિકતા આદિ કોઇપણ દોષો ઉદ્ભવતા ન હોવાથી અમારા પક્ષમાં કોઇ દૂષણ આવતું નથી. કારણકે કપાસમાં કાર્ય-કારણભાવ છે. પરંતુ સ્મૃતિ નથી. તેથી કપાસની રક્તતાનું દૃષ્ટાન્ત આપવા છતાં
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૪
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ તોડત્વાન્ એવા અમારા હેતુમાં તેના વડે કોઈ દોષ આપી શકાતો નથી. વળી કપાસમાં જે રક્તતા ઘટે છે. તે પણ કથંચિત્ અન્યત્વ અને કથંચિ અનન્યત્વ છે. તો જ ઘટે છે. સર્વથા અન્યત્વ નથી. કારણકે બીજ પોતે જ ફણગા ફૂટવા દ્વારા અંકુરારૂપ બન્યું છતું કપાસ રૂપ બને છે. તેથી ત્યાં તતોડવેવ વાસ્તવિકપણે છે જ નહીં, માટે બૌદ્ધની આ દલીલ તેના પોતાના પક્ષની સિદ્ધિ કરનારી પણ નથી અને અમારા (જૈનોના) પક્ષને દૂષિત કરનારી પણ નથી.
किञ्च, यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिबुद्धीनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादिः स्यात् । अथ नायं प्रसङ्गः, “एकसन्तानत्वे सति" इति विशेषणादिति चेत्-तदयुक्तम्, भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीणत्वात् । क्षणपरम्परातस्तस्याभेदे हि क्षणपरम्परैव सा, तथा च सन्तान इति न किञ्चिदतिरिक्तमुक्तम् । भेदे तु अपारमार्थिकः पारमार्थिको वा असौ स्यात् ?। अपारमार्थिकत्वे त्वस्य तदेव दूषणम् । पारमार्थिकत्वे स्थिरो वा स्यात्, क्षणिको वा?। क्षणिकत्वे सन्तानिनिर्विशेष एवायमिति किमनेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणकारिणा ॥
स्थिरमथ सन्तानमभ्युपेयाः प्रथयन्तं परमार्थसत्स्वरूपम् । अमृत पिब पूतयाऽनयोक्त्या स्थिरवपुषः परलोकिनः प्रसिद्धेः ॥१॥
વળી હે બૌદ્ધ ! જો એકાતભિશત્વ હોવા છતાં પણ જ્યાં જ્યાં કાર્યકારણભાવમાત્ર હોય ત્યાં ત્યાં સ્મૃતિની ઉત્પત્તિ થતી હોય તો શિષ્ય અને આચાર્ય વગેરેની બુદ્ધિઓમાં પણ કાર્ય-કારણભાવ હોવાના કારણે સ્મૃતિ આદિ થવાં જોઇએ. ત્યાં પણ કાર્ય-કારણભાવ તો છે જ. માટે હે બૌદ્ધ ! તમારી આ વાત સાચી નથી કે જ્યાં જ્યાં કાર્ય-કારણ ભાવ હોય ત્યાં ત્યાં સ્મૃતિ હોય.
બૌદ્ધ- હે જૈન ! તમારા વડે અપાયેલો આ દોષનો પ્રસંગ અમને (બૌદ્ધોને) આવતો નથી. કારણકે અમે હેતુમાં “સત્તાનત્વે સતિ' એવું પદ ઉમેરીએ છીએ. ગુરુ અને શિષ્યમાં ભિન્ન સંતાન છે. એકસત્તાનતા નથી. માટે અમને કોઈ દોષ આવતો નથી. અમારું કહેવું એમ છે કે જ્યાં એકસંતાનતા હોતે છતે કાર્ય-કારણભાવ હોય ત્યાં સ્મૃતિ થાય. સન્તીનત્વે સતિ કાર્યકારભાવો યત્ર, તત્ર તત્ર મ્યુતિઃ |
જૈન- હે બૌદ્ધ ! તમારી આ વાત પણ સાચી નથી. ભેદભેદ નામના બે પક્ષો દ્વારા અમારા વડે તી તે સંતાન નામના તત્ત્વનું ખંડન કરાતું હોવાથી. તે આ પ્રમાણે–તમોએ સમયે સમયે જે ક્ષણિક બુદ્ધિતત્ત્વ માન્યું છે. તે ક્ષણપરંપરા છે અને
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૪૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ચૈત્ર અથવા મૈત્ર આદિ એક વ્યક્તિ કે જેમાં આ ક્ષણ-પરંપરા પ્રવર્તે છે તે એકસંતાન છે. એમ તમે જે કહો છો ત્યાં અમે તમને પૂછીએ છીએ કે આ ક્ષણપરંપરાથી તે એકસંતાન નામનું તત્ત્વ ભિન્ન છે કે અભિન્ન છે? જો ક્ષણ-પરંપરાથી તે એક-સંતાનને અભિન્ન (એટલે કે એકરૂપ) માનશો તો તે અભિન્ન માનવાથી ક્ષણપરંપરા જ થઈ. સંતાન જેવું કોઈ અતિરિક્ત તત્ત્વ રહ્યું જ નહીં. કે જેનાથી તમે સ્મૃતિ આદિ સાધી શકો.
હવે જો ક્ષણ-પરંપરાથી તે એક-સંતાનને ભિન્ન માનશો તો ભિન્ન માનેલું એવું આ એક-સંતાન શું કોઈ પારમાર્થિક (સાચો) પદાર્થ છે કે અપારમાર્થિક (કલ્પનામાત્ર રૂ૫) છે ? જો આ એક સંતાન અપારમાર્થિક છે. (કલ્પનામાત્ર રૂપ છે) વાસ્તવિક કોઈ પદાર્થ જ નથી. તો તે જ દૂષણ આવશે, અર્થાત્ સ્મૃતિ ઘટશે નહીં. કારણકે “સ્મૃતિ ઘટશે નહીં” એવા અમે આપેલા દૂષણને દૂર કરવા માટે જ તમે એક-સંતાનની કલ્પના કરી. પરંતુ તે એક-સંતાન ઝાંઝવાના જળની જેમ કાલ્પનિક માત્ર હોવાથી તેના દ્વારા કંઇ ન કરી શકાવાથી સ્મૃતિનું અઘટમાનકતાનું દૂષણ તો તેવું ને તેવું જ ઉભું રહે છે.
હવે જો એક સંતાન એ પારમાર્થિક તત્ત્વ છે એમ કહેશો તો તે સ્થિર એટલે કે નિત્ય (સદાકાળ રહેનાર) છે કે તે પણ ક્ષણિક માત્ર જ છે ? જો ક્ષણિક છે. એમ કહેશો તો ક્ષણ-પરંપરા એ ક્ષણિક હતી એટલે તો સ્મૃતિ ઘટતી ન હતી, તે ઘટાવવા માટે તમે સંતાન લઇ આવ્યા. પરંતુ તે સંતાન પણ ક્ષણિક જ માન્યું. એટલે સંતાની (સંતાનમાં થનારી) એવી ક્ષણ-પરંપરા અને આ સંતાન એ બન્ને નિર્વિશેષ (સમાન) જ થયાં. તેથી આવા સંતાનને માનવાથી શું સિદ્ધ થવાનું ? અર્થાત્ કંઈ જ નહીં.
કારણકે ક્ષણ-પરંપરા પણ ક્ષણિક છે અને એમ માનવામાં સ્મૃતિનું અઘટમાનકપણું આવતું હતું તે દૂર કરવા જે સંતાન માન્યું. તે પણ ક્ષણિક જ માન્યું, સ્થિર તત્ત્વ કોઈ માન્યું જ નહીં તો સ્થિર તત્ત્વ વિના સ્મૃતિ કેમ ઘટે ! તેથી એક ચોરથી (પોતાનો માલ) ચોરાઈ ન જાય તેથી તે માલને બચાવવા ભય પામીને બીજાનું શરણું લીધું. પરંતુ તે બીજો પણ લુંટનાર જ નીકળ્યો. તેના જેવું થયું. તેથી એક ચોરથી ભયભીત થઈને અન્ય ચોરના શરણને સ્વીકાર કરવા તુલ્ય એવા આ સંતાનને માનવાથી શું સિદ્ધિ થવાની છે ! અર્થાત્ કંઈ જ નહીં.
હવે તે બૌદ્ધ ! જો તું આ એક સંતાનને ક્ષણ-પરંપરાથી ભિન્ન, પારમાર્થિક અને સ્થિર (નિત્ય) માનીશ એટલે કે પરમાર્થથી તે પણ એક સ્વતંત્ર સ્વરૂપવાળો
Page #263
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
પદાર્થ જ છે અને સ્થિર છે. આમ સંતાનનો સ્વીકાર જો તું કરીશ તો પવિત્ર એવી તારી ઉક્તિ (વાણી) વડે સ્થિર શરીરવાળો, પરલોકગામી એવો આત્મા જ પ્રસિદ્ધ થતો હોવાથી તું અમૃતને પીનારો થા. તારા મુખમાં અમૃત હો. સાકર હો. કારણકે અમારે જે તને સમજાવવું હતું. તે તેં જ સ્વયં સ્વીકાર્યું.
૨૪૬
उपादानोपादेयभावप्रबन्धेन प्रवर्तमानः कार्यकारणभाव एव सन्तान इति चेत्, तदवद्यम्, अविष्वग्भावादिसम्बन्धविशेषाभावे कारणत्वमात्राविशेषादुपादानेतरविभागानुपपत्तेः । सन्तानजनकं यत् तदुपादानमिति चेत्, न, इतरेतराश्रयत्वप्रसङ्गात्, सन्तानजनकत्वेनोपादानकारणत्वम्, उपादानकारणजन्यत्वेन च सन्तानत्वमिति ॥
બૌદ્ધ— જ્યાં જ્યાં ઉપાદાન-ઉપાદેય ભાવ હોય, ત્યાં ત્યાં પ્રવર્તતો જે કાર્યકારણભાવ છે એ જ સંતાન કહેવાય છે. અર્થાત્ ઉપાદાન-ઉપાદેય ભાવના સંબંધ વડે પ્રવર્તતો એવો જે કાર્ય-કારણભાવ તે જ સંતાન છે. અને ત્યાં જ સ્મૃતિ ઘટે છે. ગુરુ-શિષ્યાદિમાં કાર્ય-કારણભાવ છે. પરંતુ ઉપાદાન-ઉપાદેયભાવ નથી, તેથી સ્મૃતિ સંભવતી નથી. આ રીતે ઉપાદાન-ઉપાદેયભાવ પૂર્વક પ્રવર્તતો કાર્ય-કારણભાવ જ્યાં હોય ત્યાં એક સંતાન કહેવાય અને સ્મૃતિ આદિ સંભવે એમ અમારુ કહેવું છે.
જૈન– તવવદ્યમ્ હે બૌદ્ધ ! તારી આ વાત પણ દોષિત છે. “અવિષ્વભાવ’ (એટલે કથંચિત્ અભેદ ભાવ અર્થાત્ તાદાત્મ્યભાવ) આદિ સંબંધવિશેષ જો ન માનો અને કેવલ કારણત્વ માત્ર જ માનો તો કારણત્વ માત્રપણું સર્વત્ર સમાન હોવાથી “અહીં ઉપાદાન-ઉપાદેયભાવ છે” અને અહીં તેનાથી ઇતર નિમિત્ત-નિમિત્તીભાવ છે. આવો વિભાગ થઇ શક્તો નથી. અર્થાત્ કાર્ય-કારણ વચ્ચે “કથંચિત્ અભેદસંબંધ= તાદાત્મ્યભાવ હોય તો જ ઉપાદાન ઉપાદેય ભાવ ઘટે, નહીતર એકાન્ત ભેદમાં ઉપાદાન-ઉપાદેયભાવ ન ઘટે. તાદાત્મ્યભાવ માન્યા વિના એકલો કાર્ય-કારણભાવ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં ઉપાદાન-ઉપાદેયભાવ માનશો તો ઉપાદાનકારણની જેમ નિમિત્તકારણમાં પણ કારણત્વ સમાન જ હોવાથી ત્યાં પણ ઉપાદાન-ઉપાદેય ભાવ માનવાની આપત્તિ આવશે. તેથી આ ઉપાદાનકારણ છે. અને આ નિમિત્તકારણ છે. આવો વિભાગ કરી શકાશે નહીં. તેથી ઘટથી માટી પણ ભિન્ન છે અને દંડ-ચક્ર પણ ભિન્ન છે. છતાં માટીમાં ઉપાદાનકારણતા છે અને દંડ-ચક્રમાં સહકારીકારણતા છે. આ વાત ઉડી જશે. તેવી જ રીતે પટથી જેમ તન્તુ ભિન્ન છે તેમજ તુરી-વેમાદિ પણ ભિન્ન જ છે. છતાં તન્તુ ઉપાદાન છે અને તુરી-વેમાદિ સહકારી છે આવો વિભાગ પણ સંભવશે નહીં. આ રીતે કારણત્વમાત્રની અવિશેષતા (સમાનતા) હોવાથી આ
Page #264
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-પપ
૨૪૭
ઉપાદાનકારણ અને આ નિમિત્તકારણ આવો વિભાગ તાદાભ્યસંબંધ માન્યા વિના સંભવશે નહીં.
બૌદ્ધ-હે જૈન ! જે સંતાનનું જનક હોય તે ઉપાદાન કહેવાય. આવો નિયમ છે. તેથી માટી એ જેવું ઘટ-સંતાનનું જનક છે તેવું દંડ-ચક્રાદિ ઘટ-સંતાનનું જનક નથી. માટે માટી એ ઉપાદાન કહેવાય પરંતુ દંડ-ચક્રાદિ એ ઉપાદાન ન કહેવાય. તેવી જ રીતે તન્તુ એ પટ-સંતાનનું જેવું જનક છે તેવું તુરી-વેમાદિ નથી. માટે તખ્તને ઉપાદાન કહેવાશે. પણ તુરી-વેમાદિને નહી કહેવાય. એમ અમે વિભાગ કરીશું.
જૈન – હે બૌદ્ધ ! તમારી આ વાત પણ યુક્તિયુક્ત નથી. કારણકે ઇતરેતરાશ્રય (અર્થાત્ અન્યોન્યાશ્રય) દોષ આવે છે તે આ પ્રમાણે- માટીમાં ઘટસંતાનની જનકતા છે માટે સંતાન માનો છો કે ઘટમાં ઉપાદાન કારણથી જન્યતા છે, માટે સંતાન માનો છો ? સારાંશ કે ઉપાદાનકારણ એ સંતાનનું જનક બને તો જ ઉપાદાનકારણ બને, અને સંતાન એ ઉપાદાનકારણથી જન્ય બને તો જ સંતાન બને. આ બન્નેમાં પહેલું કોણ થશે ! આ બન્ને કથંચિત્ અભેદભાવ (તાદાસ્યભાવ) માન્યા વિના પરસ્પર આશ્રિત હોવાથી અન્યોન્યાશ્રય દોષ યુક્ત છે. અર્થાત્ અત્યન્ત-ભિન્નત્વ માનેલું હોવાથી જન્ય-જનકભાવ પણ ઘટતો નથી. તેથી કથંચિત અભેદ ભાવ (તાદામ્ય ભાવ) માન્યા વિના કેવી રીતે ઉપાદાન-ઉપાદેય ભાવ ઘટાવશો.
लोके तु समानजातीयानां कार्यकारणभावे सन्तानव्यवहारः । तद्यथा-ब्राह्मणसन्तान इति, तत्प्रसिद्ध्या चास्माभिरपि शब्दप्रदीपादिषु सन्तानव्यवहारः क्रियते, तवापि यद्येवमभिप्रेतः सन्तानस्तदा कथं न शिष्याचार्यबुद्धीनामेकसन्तानत्वम् ?। न ह्यासां समानजातीयत्वम् , कार्यकारणभावो वा नास्ति, ततः शिष्यस्य चिरव्यवहिता अपि बुद्धयः पारम्पर्येण कारणमिति तदनुभूतेऽप्यर्थे यथा स्मृति भवति तथोपाध्यायबुद्धयोऽपि जन्मप्रभृत्युत्पन्ना: पारम्पर्येण कारणमिति तदनुभूतेऽप्यर्थे स्मृतिर्भवेत् ॥
હે બૌદ્ધ ! લોકમાં અત્યન્ત ભિન્ન હોવા છતાં પણ સમાન-જાતિવાળા હોય ત્યાં કાર્ય-કારણભાવ હોતે છતે સંતાન શબ્દનો વ્યવહાર થાય છે. જેમકે આ બ્રાહ્મણનું સંતાન છે. ત્યાં બ્રાહ્મણ-પિતા અને બ્રાહ્મણ-પુત્ર આ બન્ને અત્યંત ભિન્ન છે. પરંતુ બ્રાહ્મણત્વ-ધર્મની અપેક્ષાએ સમાન-જાતિ હોવાથી અને કાર્ય-કારણભાવ છે માટે આ બ્રાહ્મણ-સંતાન છે. આ ક્ષત્રિય-સંતાન છે. એવો વ્યવહાર લોકમાં થાય છે. અને તેવી પ્રસિદ્ધિને અનુસાર અમે જૈનો પણ આ શબ્દ-સંતાન છે આ પ્રદીપ-સંતાન છે એવો સંતાનશબ્દનો વ્યવહાર શબ્દ અને પ્રદીપાદિમાં કરીએ છીએ. વક્તાના મુખથી શ્રોતાના
Page #265
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
કાન સુધી એક પછી એક પ્રગટ થતા શબ્દોમાં ભિન્નતા હોવા છતાં પણ એક-જાતિ રૂપ સમાનતા અને કાર્ય-કારણભાવ હોવાથી આ શબ્દની પરંપરા છે તેવી જ રીતે આ દીપકની પરંપરા છે આવા વ્યવહારો થાય છે. અને અમે (જૈનો) અત્યન્ત ભિન્ન એવા ભાવોમાં પણ એક-જાતીયતાના કારણે સંતાન શબ્દનો પ્રયોગ કરીએ છીએ.
૨૪૮
હવે હું બૌદ્ધ ! તને પણ જો આવા પ્રકારનો સંતાન શબ્દનો વ્યવહાર માન્ય હોય (ઇષ્ટ હોય) તો શિષ્ય અને આચાર્યની બુદ્ધિઓ વચ્ચે પણ એક-સંતાનતા કેમ નહી આવે ? અર્થાત્ ત્યાં પણ એક-સંતાનતા આવશે જ. શિષ્ય અને આચાર્યોની આ બુદ્ધિઓમાં સમાન-જાતીયતા અને કાર્ય-કારણભાવ નથી એમ નહીં. પરંતુ છે જ. તેથી શિષ્યની પોતાની જ ભૂતકાળમાં લાંબાકાળ પૂર્વે પ્રવર્તેલી એવી વ્યવધાનવાળી બુદ્ધિ પણ પરંપરાએ વર્તમાનકાળની બુદ્ધિનું કારણ છે. તેથી તે બુદ્ધિ દ્વારા અનુભવાયેલા અર્થની જેમ સ્મૃતિ થાય છે. તેવી જ રીતે આચાર્યની બુદ્ધિઓ પણ જ્યારથી ઉત્પન્ન થઇ ત્યારથી જ શિષ્યોની બુદ્ધિનું પરંપરાએ કારણ બને જ છે. તેથી તનુસૂતેઽર્થે-તે આચાર્યની બુદ્ધિ દ્વારા અનુભવાયેલા અર્થોની પણ શિષ્યોને સ્મૃતિ થવી જોઇએ. કારણ કે આચાર્યની બુદ્ધિઓ અને શિષ્યની બુદ્ધિઓ વચ્ચે બુદ્ધિત્વધર્મથી સમાનતા અને કાર્યકારણભાવ એમ બન્ને હોવાથી એકસંતાનતા છે જ. માટે ત્યાં સ્મૃતિ થવી જોઇએ. किञ्च, धूमशब्दादीनामुपादानकारणं विनैवोत्पत्तिस्तव स्याद् न हि तेषामप्यनादिप्रबन्धेन समानजातीयं कारणमस्तीति शक्यते वक्तुम्, तथा च ज्ञानस्यापि गर्भादावनुपादानैवोत्पत्तिः स्यादिति परलोकाभावः । अथ धूमशब्दादीनां विजातीयममप्युपादानमिष्यते, एवं तर्हि ज्ञानस्याप्युपादानं गर्भशरीरमेवास्तु, न जन्मान्तरज्ञानं कल्पनीयम्, यथादर्शनं ह्युपादानमिष्टम्, अन्यथा धूमशब्दादीनामप्यनादिः सन्तानः कल्पनीयः स्यादिति सन्तानाघटनाद् न परेषां स्मृत्यादिव्यवस्था, नापि परलोकः कोऽपि प्रसिद्धिपद्धतिं दधाति परलोकिनः कस्यचिदसम्भवात् ॥
હે બૌદ્ધ ! ‘બ્રાહ્મણ, શબ્દ અને પ્રદીપ આદિમાં જેમ” સમાન-જાતિ અને કાર્ય-કારણભાવ હોવાથી સંતાન શબ્દનો જો વ્યવહાર તમે માનશો. તો જ્યાં આવી સમાન-જાતિ નથી ત્યાં તમારે “સંતાન” ઘટશે નહીં. જેમકે ધૂમ જે ઉત્પન્ન થાય છે તે અગ્નિથી થાય છે. છતાં તેમાં સમાન-જાતિ નથી, તેથી ત્યાં સંતાનનો વ્યવહાર થશે નહીં. તથા કેટલાક શબ્દો (વાદળાંનો ગર્જા૨વ, વીણા-મૃદંગનો શબ્દ આ બધા શબ્દો) સમાન-જાતિમાંથી ઉત્પન્ન થતા નથી. તેથી પૂર્વકાળમાં કોઇ ઉપાદાનકારણ તમારા મતે ઘટશે નહીં આ રીતે ધૂમ અને મેઘ-ગર્જા૨વાત્મકાદિના શબ્દોની ઉત્પત્તિ
Page #266
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૪૯
(સજાતીય સંતાન દ્વારા ન હોવાથી) ઉપાદાનકારણ વિના જ તમારા મતે થશે. કારણકે તે ધૂમ અને શબ્દાદિને અનાદિકાળના સંબંધવાળું સમાન-જાતીય કોઈ દ્રવ્ય કારણ છે. એવું કહેવું શક્ય નથી. આ પ્રમાણે પૂર્વેક્ષણના કાળમાં જો કોઈ ઉપાદાન કારણ ન હોય અને એમને એમ ઉપાદાનકારણ વિના જ ધૂમ અને શબ્દાદિની ઉત્પત્તિ થાય છે. આમ જો કહેશો તો તથા ર જ્ઞાનપિ તેવી જ રીતે ચૈતન્યની ઉત્પત્તિ પણ ઉપાદાનકારણ (એવા આત્મ-તત્ત્વ) વિના જ ગર્ભાદિ-કાલે થશે. અને જો તમે “હા એમ જ છે” એમ કહો તો પરભવનો સર્વથા અભાવ જ થશે. અને જો પરભવ જ ન હોય તો તમારા જ શાસ્ત્રોમાં આ પ્રમાણે જે કહ્યું છે કે, પૂર્વે એકાણુમાં ભવે જે હિંસા કરેલી તેના પાપે હું પગમાં કાંટાથી વિંધાયો. તે વાક્યનું શું કરશો ? તથા જો પરલોક ન હોય તો મોક્ષ પણ ઘટશે નહીં. તથા મોક્ષ માટેની સાધના પણ ઘટશે નહીં તેથી તમને ઘણા દોષો આવશે.
ઉપર કહેલા દોષમાંથી બચવા માટે બૌદ્ધ કહે છે કે હે જૈન ! અમે ધૂમાદિમાં અને મેઘ-ગર્જરવાદિ શબ્દમાં સમાન-જાતીય ઉપાદાનકારણ નથી. પરંતુ વિજાતીય એવું (અનુક્રમે અગ્નિ અને વાદળ) ઉપાદાનકારણ છે એમ માનીશું. એટલે કે ઉપાદાનકારણ વિના ધૂમ અને મેઘ-ગર્જરવરૂપ શબ્દાત્મક કાર્ય થાય છે. એમ અમારું કહેવું નથી, પરંતુ ઉપાદાનથી જ થાય છે આમ કહેવું છે. છતાં તે ઉપાદાનકારણ સજાતીય જ હોવું જોઇએ એવો નિયમ નહીં. વિજાતીય ઉપાદાનથી પણ કાર્યોત્પત્તિ થાય એમ અમે માનીશું. ઘટ-પટાદિમાં સજાતીય તથા ધૂમ અને શબ્દાદિમાં વિજાતીય ઉપાદાનકારણ અમે માનીશું જેથી અમને (બૌદ્ધોને) કોઈ દોષ આવશે નહીં.
જૈન- પર્વ તર્દિ જો એમ (વિજાતીય ઉપાદાનથી પણ કાર્ય થાય છે એમ) માનશો તો ગર્ભમાં થનારા ચૈતન્યનું પણ ઉપાદાનકારણ ગર્ભમાં બનેલા પૌગલિક શરીરને જ (વિજાતીય હોવા છતાં પણ) ઉપાદાનકારણ માની લો ને ! શા માટે ઉત્તર-ક્ષણવર્તી ચૈતન્યનું ઉપાદાનકારણ પૂર્વક્ષણવર્તી ચૈતન્ય એટલે જન્માત્તરવર્તી અર્થાત્ પૂર્વભવવર્તી ચૈતન્યને જ ઉપાદાનકારણ કલ્પો છો. જો વિજાતીય ઉપાદાનથી પણ કાર્યોત્પત્તિ થતી હોય તો ગર્ભમાં જ બનેલા પાંચ ભૂતોના આ શરીરથી જ ચૈતન્ય થાય છે. એમ જ માની લેવું જોઇએ ! તમારે તો યથાત દિ ૩પતાનમિષ્ટF=જ્યાં જે જેમ દેખાય ત્યાં તેને તે રીતે ઉપાદાનકારણ કહેવાનું છે. પછી આટલી ચિંતા કરવાની શી જરૂર ! સજાતીય પણ ઉપાદાનકારણ હોય અને વિજાતીય પણ ઉપાદાનકારણ હોય એમ જ માની લો ને ! અન્યથા જો આમ નહી માનો અને સજાતીય
૩૨
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
હોય તેને જ જો ઉપાદાનકારણ કહેવાય. આવો આગ્રહ રાખશો તો ધૂમાદિમાં અને શબ્દાદિમાં પણ સજાતીયકારણ પણે અનાદિકાળનું કોઈક “સંતાન” કલ્પવું પડશે. અને ધૂમાદિમાં તથા શબ્દાદિમાં પૂર્વકાળવાર્તા સજાતીય “સંતાન' કોઈને પણ દેખાતું નથી. આ રીતે ઉપાદાન-ઉપાદેય ભાવ માનો તો પણ સંતાન ન ઘટવાથી સ્મૃતિ તથા પ્રત્યભિજ્ઞાદિની વ્યવસ્થા પરવાદીઓના મતમાં ઘટતી નથી. અને પરલોકમાં ગમન કરનારો એવો આત્મા નામનો કોઈ પદાર્થ સંભવતો ન હોવાથી પરલોક જેવો પદાર્થ પણ પ્રસિદ્ધિની પદ્ધતિને (યુક્તિ યુક્ત રીતિને) ધારણ કરતો નથી (યુક્તિ યુક્તતાને અનુસરતો નથી). પરલોકગામી એવું જીવદ્રવ્ય ન માનવાથી પરલોકનો અભાવ અને સ્મૃતિ તથા પ્રત્યભિજ્ઞાનો અભાવ થવાની આપત્તિ પરવાદીઓના મતમાં આવશે.
सत्यपि वा परलोके कथमकृताभ्यागमकृतप्रणाशौ पराक्रियेते । येन हि ज्ञानेन चैत्यवन्दनादि कर्म कृतम् , तस्य विनाशाद् न तत्फलोपभोगः । यस्य च फलोपभोगः, तेन न तत्कर्मकृतमिति ॥
અથવા હે બૌદ્ધ ! જ્ઞાનોની ક્ષણ-પરંપરા માનીને કોઈપણ રીતે જો પરલોક છે એમ તમે માનશો તો પણ અકૃતાભ્યાગમ (અકૃતાગમ) અને કૃતપ્રણાશ આ બે દોષો તો તમને આવશે, જે દોષો તમારા વડે કેવી રીતે દૂર કરાશે ? અર્થાત્ આ બે દોષો દૂર કરી શકાશે નહીં. કારણકે પ્રથમ-જ્ઞાનક્ષણ વડે જે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયા કરાઈ. તે પ્રથમ-જ્ઞાનક્ષણ સર્વથા વિનાશ પામનાર હોવાથી તેના ફળનો ઉપભોગ તેને પ્રાપ્ત થશે નહિં, અને જે ઉત્તર-ક્ષણને તેના ફળનો ઉપભોગ પ્રાપ્ત થાય છે. તે જ્ઞાનક્ષણ વડે તે કર્મ કરાયું જ નથી કારણકે પૂર્વેક્ષણમાં તે જ્ઞાનક્ષણ હતો જ નહીં. પ્રથમ-જ્ઞાનક્ષણે જે કાર્ય કર્યું અને ફળ ન અનુભવ્યું તેથી કૃતપ્રણાશ. અને બીજા-જ્ઞાનક્ષણે કર્યું જ નથી અને ફળનો અનુભવ આવી પડ્યો તે અકૃતાગમ. આવા દોષો તમને આવશે.
अथ नायं दोषः, कार्यकारणभावस्य नियामकत्वात् , अनादिप्रबन्धप्रवृत्तो हि ज्ञानानां हेतुफलभावप्रवाहः । स च सन्तान इत्युच्यते, तद्वशात् सर्वो व्यवहारः संगच्छते । नित्यस्त्वात्माऽऽभ्युपगम्यमानो यदि सुखादिजन्मना विकृतिमनुभवति तदयमनित्य एव चर्मादिवदुक्तः स्यात्, निर्विकारकत्वे तु सताऽसता वा सुख-दुःखादिना कर्मफलेन कस्तस्य विशेषः ! इति कर्मवैफल्यमेव । तदुक्तम्
वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् । चर्मोपमश्चेत् सोऽनित्य: खतुल्यश्चेदसत्समः ॥१॥ तस्मात्त्यज्यतामेष मूर्धाभिषिक्त: प्रथमो मोह आत्मग्रहो नाम, तन्निवृत्तावात्मीय
Page #268
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
૨૫૧ ग्रहोऽपि विरंस्यति, -"अहमेव न, किं मम" ? इति, तदिदमहङ्कारममकारग्रन्थिप्रहाणेन नैरात्म्यदर्शनमेव निर्वाणद्वारम्, अन्यथा कौतस्कुती निर्वाणवार्ताऽपि । ।
બૌદ્ધ- હે જૈન ! તમે ઉપર જે અકતાભાગમ અને કતપ્રણાશ દોષો અમને (બૌદ્ધને) ક્ષણિકવાદ માનવામાં આવશે એવું કહ્યું, પરંતુ તે દોષો અમને આવતા નથી. કારણકે ગમે તે કોઈ અન્ય વ્યક્તિએ કરેલું કર્મ હોય અને ગમે તે કોઈ અન્ય વ્યક્તિને ભોગવવાનું આવે તો આ દોષ આવે. પરંતુ અમે એમ કહેતા નથી. “કાર્યકારણભાવ” એનો નિયામક છે. જ્ઞાનક્ષણોની અંદર રહેલો આ હેતુ-ફલભાવ (કાર્યકારણભાવ)નો પ્રવાહ અનાદિકાળની પરંપરાથી પ્રવર્તેલો છે. અને તેને જ “સંતાન” કહેવાય છે. આ સંતાનવડે જ સર્વે વ્યવહારો સંભવે છે. જે પ્રથમ-જ્ઞાનક્ષણે ચૈત્યવન્દનાદિ કાર્ય કર્યું તેના સ્થાને તેના કાર્યરૂપે જે ઉત્તર-જ્ઞાનક્ષણ આવે તેને જ તેના ફળનો અનુભવ કરવાનો રહે. પરંતુ સત્તાના તરવત અન્ય-જ્ઞાનક્ષણોને તેના ફળનો અનુભવ ન કરવો પડે. એટલે અનિત્ય (સર્વથા ક્ષણિક) આત્માને માનીએ તો પણ કાર્ય-કારણ ભાવરૂપ સત્તાન નિયામક (વ્યવસ્થા કરનાર) હોવાથી અકૃતાભ્યાગમ કે કૃતનાશ આદિ દોષો આવતા નથી.
અમારો મત સર્વથા નિર્દોષ છે. અન્યથા=જો એમ નહી માનો અને આત્મા નિત્ય છે એમ માનશો તો સુખ-દુઃખ આદિના જન્મ દ્વારા જો આ આત્મા વિકારને અનુભવે તો આ આત્મા અનિત્ય જ થયો. ચામડાની જેમ, જેમ ચામડું વરસાદ અને આતપ વડે સંકોચ અને વિસ્તાર પામતું હોવાથી અનિત્ય છે તેમ આત્મા પણ સુખદુઃખાદિ થવા છતાં નિર્વિકારી જ રહે છે એમ માનશો તો સુખ-દુઃખાદિ સ્વરૂપ પૂર્વબદ્ધ કર્મોનાં ફળ પ્રાપ્ત થવા વડે કે ન પ્રાપ્ત થવા વડે તે આત્માને શું લાભ ? પુણ્યોદય થાય તો પણ સુખનો અનુભવ થવાનો નથી અને પાપોદય થાય તો પણ દુઃખનો અનુભવ થવાનો નથી. તેથી કર્મોનો ઉદય નિષ્ફળ જ થશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
“વરસાદ થાય કે આતપ થાય, તેનાથી આકાશમાં શું વિશેષતા ? ચામડામાં તે બન્ને દ્વારા ફળપ્રાપ્તિ થાય છે. (આકાશ નિત્ય હોવાથી તેમાં પરિવર્તન થતું નથી. અને ચામડું અનિત્ય હોવાથી તેમાં પરિવર્તન થાય છે.) હવે આત્મા જો ચર્મના જેવો માનશો (પરિવર્તન પામે છે એમ માનશો) તો તે અનિત્ય થશે. અને આકાશતુલ્ય માનશો તો (પરિવર્તન પામતો નથી. એમ માનશો) તો કર્મ નિષ્ફળ જ થશે. (મલ્લિમના સ્થાને સવન: એવો પાઠ છે.) કર્મોનો ઉદય કંઈ ફળ આપનાર બનશે નહીં.
ઉપરોક્ત ચર્ચા પ્રમાણે આત્માને નિત્યદ્રવ્ય માનવામાં કર્મોની નિષ્ફળતા અને અનિત્ય માનીએ તો અકૃતાભ્યાગમ અને કૃતપ્રણાશ આદિ દોષો લાગે છે. માટે
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
“આત્મા નામનું એક તત્વ છે” આવો આ આત્મગ્રહ જ હે જૈન ! તમારા વડે ત્યાગ કરાઓ. ખૂથfffષવક્ત= સર્વગ્રહોના અધિપતિ મોહરાજા સ્વરૂપ આ આત્મગ્રહ છે. અમારું (બૌદ્ધોનું) કહેવું માનો. તમારામાંથી આત્મા છે એવો મોહ નિવૃત્તિ પામે છતે આત્મીયગ્રહ (મારાપણાનો આગ્રહ) પણ વિરામ પામશે જ. તેથી “હું કોઈ નથી, અને મારું કંઈ નથી” આ રીતે અહંકાર અને મમકાર સ્વરૂપ ગ્રન્થિનો નાશ થવાથી નૈરાગ્યદર્શન (આત્મા જેવું કોઈ તત્ત્વ જ નથી એવું દર્શન) જ મુક્તિનું પ્રવેશદ્વાર છે. અન્યથા અહંકાર અને મમકારની ગ્રન્થિથી ગ્રસ્ત આત્મા હોતે જીતે નિર્વાણની વાત પણ કેમ સંભવશે ? “આત્મા છે” આવો આગ્રહ રાખવાથી ગ્રન્થિ મજબૂત થશે. અને તે ગ્રન્થિ હોતે છતે મુક્તિ થવાની નથી. તેથી તે જૈનો ! હવે આત્મદ્રવ્ય માનવાનો આગ્રહ છોડો. અને અહંકાર-મમકારની ગ્રન્થિ વિનાના થાઓ કે જેથી મુક્તિમાં જવાનું બને.
तदपि वार्तम् , हेतुफलभावप्रवाहस्वभावस्य सन्तानस्यानन्तरमेव नियामकत्वेन निरस्तत्वात् । यत् पुनः सुखादिविकाराभ्युपगमे चर्मादिवदात्मनोऽनित्यत्वं प्रसञ्जितम् । तदिष्टमेव, कथञ्चिदनित्यत्वेनात्मनः स्याद्वादिभिः स्वीकारात्, नित्यत्वस्य कथञ्चिदेवाभ्युपगमात् । यत्तु नित्यत्वेऽस्यात्मीयग्रहसद्भावेन मुक्त्यनवाप्तिदूषणमभाणि, तदप्यनवदातम्, विदितपर्यन्तविरससंसारस्वरूपाणां परिगतपारमार्थिकैकान्तिकाऽऽत्यन्तिकानन्दसन्दोहस्वभावापवर्गोपनिषदां च महात्मनां शरीरेऽपि किम्पाकपाकोपलिप्तपायस इव निर्ममत्वदर्शनात् ॥
જૈન–હે બૌદ્ધ ! તમે કરેલી ઉપરોક્ત ચર્ચા એ વાર્તા માત્ર જ છે. અર્થાત્ નિરર્થક બોલવા માત્ર રૂપ (બબડવા સ્વરૂપ) જ છે. હેતુ-ફલભાવના પ્રવાહ સ્વભાવવાળું અર્થાત્ કાર્ય-કારણભાવે નિરન્તર પ્રવર્તવાના સ્વરૂપવાળું “સંતાન” નામનું તમે (બૌદ્ધોએ) માનેલ તત્વ હમણાં જ (ભેદભેદ પક્ષો કરવા દ્વારા) વસ્તુતત્વના વ્યવસ્થાપકપણે ઘટી શકતું નથી એમ ખંડન કરેલું જ છે. એટલે કે સંતાન નામનું એવું કોઈ તત્ત્વ જ ઘટતું નથી કે જે તત્ત્વ કાર્ય-કારણભાવની વ્યવસ્થા કરે. એકાન્ત ભિન્ન-ભિન્ન જ્ઞાનક્ષણો જ માત્ર છે. તે વિના તમારા મતે બીજાં કોઈ કંઈ તત્ત્વ છે જ નહી કે જે મણકાઓને કાર્ય-કારણભાવે જોડવાનું કામ કરે. માટે હે બૌદ્ધ ! તારી વાત સર્વથા ખોટી છે.
વળી સુખ-દુઃખ આદિ ઉત્પન્ન થવા દ્વારા આત્મામાં વિકાર થશે અને વિકાર (ફેરફાર) સ્વીકારશો તો આત્માનું ચર્માદિની જેમ અનિત્યપણું આવી જશે. ઇત્યાદિ
Page #270
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫
- ૨૫૩ દોષો તમારા વડે (બૌદ્ધ વડે) અમને (જૈનોને) જે કહેવાયા. તદ્વિમેવ=તે અમને ઇષ્ટ જ છે. કારણકે સ્વાદ્વાદી એવા જૈનોએ (અમે) આત્માનું કથંચિત્ અનિત્યપણું પણ સ્વીકારેલું જ છે. કારણકે તમારી સામે તમારા ખંડન માટે અમે આત્માનું નિત્યપણું જે કહીએ છીએ તે કથંચિત્ જ કહીએ છીએ. એકાતે નિત્યપણું અમે માનતા જ નથી.
વળી આત્માને તમે (જૈનો) જો નિત્ય માનશો તો આત્મત્વનો અને આત્મીયત્વનો આગ્રહ હોવાના કારણે (હું અને મારું એવી આગ્રહ-ગ્રન્થિ હોવાના કારણે) મુક્તિદશાની અપ્રાપ્તિ થશે. વગેરે જે જે દૂષણો તમારા વડે અમને અપાયાં. તે પણ તમારું કહેવું સાચું નથી. કારણકે પ્રારંભમાં મનોહર પરંતુ પર્યન્ત વિરસ (અત્યન્ત દુઃખદાયી) આવું સંસારનું સ્વરૂપ જેણે જાણ્યું છે એવા, તથા પારમાર્થિક (સાચા-યથાર્થ), ઐકાન્તિક અને આત્મત્તિક આનંદના સમૂહના સ્વભાવવાળી મુક્તિનું રહસ્ય (સ્વરૂપ) જે મહાત્માઓએ જાણ્યું છે (જીવનમાં વ્યાપ્ત કર્યું છે.) એવા મહાત્મા પુરુષોને કિપાકના ફળના રસથી યુક્ત એવી ખીરમાં જેમ મમતા હોતી નથી, તેની જેમ પોતાના શરીર ઉપર પણ મમતા હોતી નથી. તો પછી આત્માના નિત્યત્વની માન્યતાના અહં કે મમરૂપ પ્રથ્યાત્મક મમતા તો સંભવે જ શી રીતે ? એટલે કે આવા મહાત્માઓને અહં અને મમ હોતા જ નથી. પરંતુ યથાર્થ તત્ત્વ માનવાનું, જાણવાનું અને આચરવાનું જ્ઞાનમાત્ર જ છે.
नैरात्म्यदर्शने पुनरात्मैव तावन्नास्ति, कः प्रेत्य सुखीभवनार्थं यतिष्यते । ज्ञानक्षणोऽपि संसारी कथमपरज्ञानक्षणसुखीभवनाय घटिष्यते ? । न हि दुःखी देवदत्तो यज्ञदत्तसुखाय चेष्टमानो दृष्टः ? एकक्षणस्य तु दुःखं स्वरसनाशित्वात् तेनैव सार्थं दध्वंसे, सन्तानस्तु न वास्तवः कश्चिदिति प्ररूपितमेव । वास्तवत्वे तस्य निष्प्रत्यूहाऽऽत्मसिद्धिरिति ॥७-५५॥
વળી હે બૌદ્ધ ! આત્માને કથંચિત્ નિત્ય (અને કથંચિત્ અનિત્ય) માનીએ તો કોઇપણ દોષ આવતો નથી. આવી સુંદર વાત નહી સમજીને કેવળ એકલો નિત્ય માનશો તો સુખ-દુઃખાદિ દ્વારા વિકાર નહી ઘટે, માટે નિત્ય માનવાનો અત્યન્ત આગ્રહ આ એક મોહ-રાગ માત્ર જ છે તેથી હું છું અને મારું છે. આવો આગ્રહ મુક્તિનો પ્રતિબંધક છે. તેને છોડો. આમ કહીને આત્માને અનિત્ય જ માનવો જોઈએ અને તેથી “નૈરાગ્યદર્શન” જ મુક્તિ પ્રવેશનું દ્વાર છે. ઇત્યાદિ તમે જે ઉપર ઉપરથી ડાહ્યું ડાહ્યું કહ્યું. ત્યાં અમે તમને કહીએ છીએ કે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૪ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ નૈરાભ્યદર્શનમાં (જ્ઞાનક્ષણો જ માત્ર છે. ધ્રુવ આત્મદ્રવ્ય જેવો કોઈ પદાર્થ જ નથી આવુ માનવામાં) આત્મા જેવું સ્થાયી કોઈ તત્ત્વ જ નથી, તો પરભવમાં સુખી થવા માટેનો પ્રયત્ન કોણ કરશે ? એકસમય માત્ર રહેવાવાળો સંસારવત એવો પ્રથમનો જ્ઞાન-ક્ષણ પણ (ઉત્તરોત્તર આવનારા) એવા અન્ય અન્ય જ્ઞાન-ક્ષણો સુખી થાય તે માટે કેમ પ્રયત્ન કરે ? અર્થાત્ પ્રયત્ન ન જ કરે. કારણકે દુઃખી એવો દેવદત્ત (પોતાના દુઃખને દૂર કરવા અને સુખને મેળવવા પ્રયત્ન કરતો દેખાય છે પરંતુ) યજ્ઞદત્તના સુખ માટે ચેષ્ટા કરતો દેખાતો નથી. એટલે કોઇપણ એક જ્ઞાન-ક્ષણ બીજા જ્ઞાન-ક્ષણના સુખ માટે અને દુઃખનાશ માટે પ્રયત્ન કરશે આ વાત અસંભવિત છે. અને જે પ્રથમણને પોતાનું જે દુઃખ-સુખ છે તે તો પ્રથમક્ષણ પોતે જ સ્વયં નાશવંત હોવાથી તેની સાથે જ નાશ પામવાનું જ છે. એટલે પ્રથમક્ષણ અને તેનું દુઃખ-સુખ એમ બન્ને ક્ષણમાત્રવતી હોવાથી બીજા ક્ષણે નાશ પામવાનાં જ છે. તેના નાશ માટે પ્રયત્ન કરવાનો રહેતો જ નથી. આવા પ્રકારના આવતા દોષને નિવારવા તમે જે વારંવાર “સંતાન” કલ્પો છો. તે સંતાન પણ કોઈ પદાર્થ જ નથી. એવું પહેલાં સમજાવવામાં આવ્યું જ છે. અને જો સંતાનને તમે વાસ્તવિક પદાર્થ માનશો તો તે નિર્દોષપણે (આત્મા જ સ્વીકાર્યો થશે એટલે) આત્મતત્ત્વની સિદ્ધિ જ થઈ. આ રીતે ચાર્વાક અને બૌદ્ધમતનું ખંડન થયું. અને પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા “પ્રમાતા” એવો આત્મા છે. એ સિદ્ધ થયું. મેં ૭-૫૫ll अथात्मनः परपरिकल्पितस्वरूपप्रतिषेधाय स्वाभिमतधर्मान् वर्णयन्ति
चैतन्यस्वरूप: परिणामी कर्ता साक्षाद्भोक्ता स्वदेहपरिमाणः प्रतिक्षेत्रं भिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् ॥७-५६॥
અવતરણાર્થ– હવે પરવાદીઓએ (અન્યદર્શનકારોએ) માનેલું આત્માનું જે સ્વરૂપ છે. તેના નિષેધ કરવા માટે પોતે માનેલા આત્મ-ધર્મોને વર્ણવે છે.
સૂત્રાર્થ- ચેતન્યસ્વરૂપવાળો, પ્રતિસમયે પરિણામ (પચ) પામનારો, કત્વસ્વભાવવાળો, સાક્ષાહ્મોસ્પૃત્વ સ્વભાવવાળો, પોતાના શરીર જેટલા જ પરિમાણ (માન)વાળો, શરીરે શરીરે જુદો જુદો અને પુદ્ગલના બનેલા પુણ્ય-પાપાત્મક અદૃષ્ટવાળો એવો આ આત્મા છે. Io-પદા
टीका - चैतन्यं साकारनिराकारोपयोगाख्यं स्वरूपं यस्यासौ
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ चैतन्यस्वरूपः, परिणमनं प्रतिसमयमपरापरपर्यायेषु गमनं परिणामः स नित्यमस्यास्तीति परिणामी, करोत्यदृष्टादिकमिति कर्ता, साक्षादनुपचरितवृत्त्या भुङ्क
सुखादिकमिति साक्षाद्भोक्ता, स्वदेहपरिमाणः स्वोपात्तवपुर्व्यापकः प्रतिक्षेत्रं प्रतिशरीरं भिन्नः पृथक् , पौद्गलिकादृष्टवान् पुद्गलघटितकर्मपरतन्त्रः, अयमित्यनन्तरं प्रमातृत्वेन निरूपित आत्मेति ॥
વિવેચન- આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ આ સૂત્રમાં સમજાવ્યું છે. તથા અન્ય અન્યદર્શનકારોની આત્મતત્ત્વને વિષે જે જે ભ્રામક માન્યતાઓ છે. તે દૂર કરવા માટે પ્રધાનપણે અમુક અમુક શબ્દપ્રયોગ સૂત્રકારે કર્યો છે. આ વાત શબ્દપ્રયોગ સાંભળતાં જ સમજાય તેમ છે. તે આ પ્રમાણે
(૧) ચૈતન્યસ્વરૂપ =કોઇપણ પદાર્થને જાણવો-સમજવો અને તેના વિષે જ્ઞાન કરવું તે ઉપયોગ. આ ઉપયોગ બે પ્રકારનો છે. એક સાકારોપયોગ અને બીજો નિરાકારોપયોગ. વસ્તુતત્ત્વને વિશેષથી જાણવું તે સાકારોપયોગ. અને તે જ વસ્તુતત્ત્વને સામાન્યપણે જાણવું તે નિરાકારોપયોગ. સાકારોપયોગના જ વિશેષોપયોગ અને જ્ઞાનોપયોગ એવાં બીજાં બે નામો છે. અને નિરાકારોપયોગનાં જ સામાન્યોપયોગ અને દર્શનોપયોગ એવાં બીજાં બે નામો છે. આવા પ્રકારના બન્ને ઉપયોગો એ જ છે સ્વરૂપ જેનું તે આત્મા. એટલે કે આત્મા ચૈતન્ય-સ્વરૂપવાળો છે. અર્થાત્ સાકારોપયોગવાળો અને નિરાકારોપયોગવાળો છે. છઘસ્થાવસ્થામાં પહેલો નિરાકારોપયોગ પછી સાકારોપયોગ આવે છે. અને કેવલી અવસ્થામાં પહેલાં સાકારોપયોગ અને પછી નિરાકારોપયોગ આવે છે. (આ શબ્દપ્રયોગથી પંચ ભૂતાત્મક જડ આત્મા છે. આવી ચાર્વાકની માન્યતાનું ખંડન થાય છે.) . (૨) રબારી સમયે સમયે નવા નવા પર્યાયોમાં પરિણામ (પરિવર્તન) પામવું. તે પરિણામ કહેવાય છે. આવું પરિણમન સતત (નિત્ય-દરરોજ-પ્રતિસમયે) છે જે દ્રવ્યમાં તે આત્મ-દ્રવ્ય પરિણામી છે. પરંતુ પરિણામ વિનાનું કૂટસ્થ નિત્ય નથી. આ શબ્દપ્રયોગથી કૂટસ્થનિત્ય માનનાર તૈયાયિક-વૈશેષિક અને સાંખ્યનું ખંડન થાય છે.
(૩) ઊં=શુભ-અશુભ કર્મોને અદૃષ્ટ કહેવાય છે. એટલે કે શુભકર્મ જે પુણ્ય કહેવાય છે અને અશુભકર્મ જે પાપ કહેવાય છે. તે બન્ને પુણ્ય-પાપ જે કર્મો છે તેને જ અદૃષ્ટ કહેવાય છે. તેના કરનાર આ આત્મા છે. અર્થાત્ આત્મા પ્રતિસમયે પુણ્ય-પાપ કર્મોનો કર્તા છે. આ શબ્દપ્રયોગથી અકર્તા માનનારા એવા સાંખ્ય દર્શનનું ખંડન થાય છે.
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
(૪) સાક્ષાત્ મોવત્તપોતે જ બાંધેલાં પુણ્ય-પાપ કર્મોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલાં સુખ અને દુઃખ વગેરેને આ આત્મા જ સાક્ષાત્ ભોગવે છે એટલે કે ઉપચાર રહિત વૃત્તિથી ભોગવે છે. આશય એવો છે કે ભોગવતું હોય શરીર, અને શરીરનો સંબંધ આત્માની સાથે હોવાથી આત્મામાં ઉપચાર કરાતો હોય એવું નથી. પરંતુ આત્મા પોતે જ સુખ અને દુઃખને ભોગવે છે. આ શબ્દપ્રયોગ પણ સાંખ્યની માન્યતાના નિરસન માટે છે.
(૫) સ્વરિષT: પોતાનું ગર્ભાદિ ત્રણ પ્રકારના જન્મથી પ્રાપ્ત થયેલું જે શરીર, તેમાં વ્યાપ્તપણે રહેનારો છે. પરંતુ શરીરમાં અને શરીરની બહાર આમ આખા જગત માત્રમાં રહેનારો નથી. આ પ્રમાણે સ્વ-દેહવ્યાપી આ આત્મા છે. આ શબ્દપ્રયોગ આત્માને વિભુ માનનારા નૈયાયિક-વૈશેષિકના મતના નિરસન માટે છે.
(૬) પ્રતિક્ષેત્રે મિત્ર: પ્રતિક્ષેત્ર એટલે પ્રતિશરીર, અર્થાત્ શરીરે શરીરે આત્મા ભિન્ન-ભિન્ન છે. સામાન્યથી શરીરે શરીરે ભિન્ન-ભિન્ન એક એક જીવ છે. કોઈક જગ્યાએ એક-શરીરમાં (કંદમૂળાદિમાં) અનંત જીવો પણ છે. પરંતુ સર્વ શરીરોમાં મળીને રહેનારો એક જીવ તો નથી જ. આ શબ્દપ્રયોગ અદ્વૈતવાદ માનનાર વેદાન્તદર્શન આદિના નિરસન માટે છે.
(૭) નિનાદEવાન = કાશ્મણવર્ગણા નામની આઠમીવર્ગણાસ્વરૂપ જે પુગલદ્રવ્ય છે. તેનાં જ બનેલાં કર્મો જ પુણ્ય-પાપ (શુભ-અશુભ) કહેવાય છે તે કર્મવાળો આ આત્મા છે. પોતે જ પોતાના અધ્યવસાયને અનુસારે બાંધેલાં, અને કાર્મણવર્ગણાના પુગલોનાં બનેલાં એવાં કર્મોને પરતંત્ર એવો આ આત્મા છે. આ શબ્દપ્રયોગ આત્માને એકાતે શુદ્ધ, બુદ્ધ, સ્ફટિક જેવો નિર્મળ જ છે. આવી માન્યતાવાળાં દર્શનોના નિરસન માટે છે.
(૮) આ આત્મા છે. કે જેનો પ્રમાતા તરીકે આ જ પરિચ્છેદના અનન્તરપણે કહેલા પ૫ મા સૂત્રમાં ઉલ્લેખ કરેલો છે. જે પ્રત્યક્ષ-અનુમાન આદિ પ્રમાણોથી પ્રસિદ્ધ છે. તે આ આત્મા ઉપરોક્ત વિશેષણો વાળો છે. આમ કહેવાથી આવાં વિશેષણોથી વિરુદ્ધ એવું આત્માનું જે કોઈ સ્વરૂપ અન્ય અન્ય દર્શનકારો માને છે તેનો આમાં નિષેધ થાય છે.
ચાર્વાક પાંચ ભૂતાત્મક જ આત્મા છે. તેનાથી ભિન્ન આત્મદ્રવ્ય નથી. ઇત્યાદિ જે માને છે. તથા નૈયાયિક અને વૈશેષિક દર્શનકારો આત્માને જડ-સ્વરૂપ માને છે અને
Page #274
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬,
૨૫૭ આત્માથી એકાન્ત ભિન્ન એવું જ્ઞાન “સમવાયસંબંધ વડે” આ આત્મામાં જોડાયેલું છે. એટલે આત્મા ચૈતન્યવાળો જણાય છે. ગુણ અને ગુણી અત્યન્ત ભિન્ન છે. માટે આત્મા ચૈતન્ય-સ્વરૂપ નથી પરંતુ સમવાય-સંબંધથી ચૈતન્યવાળો છે. આવું માને છે તેનું ખંડન કરવા માટે ચૈતન્યસ્વર: એવું પ્રથમ વિશેષણ છે. તે હવે સમજાવે છે. તથા આ જ બન્ને દર્શનકારો (અનુક્રમે અક્ષપાદઋષિ અને કણાદ ઋષિ) આ આત્માને પરિવર્તનવાળો પરિણામી નહી પરંતુ એકાત્તે નિત્ય (કૂટસ્થ નિત્ય) માને છે. તેના ખંડન માટે બીજાં રિપામી એવું વિશેષણ છે. તથા કપિલઋષિએ બતાવેલા સાંખ્યદર્શનના અનુયાયીઓ પણ આત્માને અપરિણામી (કૂટસ્થ નિત્ય) માને છે. તેના ખંડન માટે મૂલસૂત્રમાં પરિણી પદનો ઉલ્લેખ કરેલ છે. તે પદ પણ હવે સમજાવે છે.
__ अथ चैतन्यस्वरूपत्वपरिणामित्वविशेषणाभ्यां जडस्वरूपः कुटस्थनित्यो नैयायिकादिसम्मतः प्रमाता व्यवच्छिद्यते । यतो येषामात्माऽनुपयोगस्वभावस्तावत्, तेषां नासौ पदार्थपरिच्छेदं विदध्याद्, अचेतनत्वाद् आकाशवत् । अथ नोपयोगस्वभावत्वं चेतनत्वम्, किन्तु चैतन्यसमवायः, स चात्मनोऽस्तीत्यसिद्धमचेतनत्वमिति चेत्, तदनुचितम्, इत्थमाकाशादेरपि चेतनत्वापत्तेः । चैतन्यसमवायो हि विहायःप्रमुखेऽपि समानः, समवायस्य स्वयमविशिष्ट स्यैकस्य प्रतिनियमहे त्वभावादात्मन्येव ज्ञानं समवेतं नाकाशादिष्विति विशेषाव्यवस्थितेः ॥
હવે પ્રથમનાં બે વિશેષણો સમજાવે છે કે ચૈતન્ય સ્વરૂપત્ય અને પરિણામિત્વ આવા પ્રકારનાં મૂળસૂત્રમાં કહેલાં આત્માનાં લક્ષણાત્મક એવાં બે વિશેષણો દ્વારા નૈયાયિકાદિ દર્શનકારોને માન્ય એવા પ્રમાતાનો (પ્રમાતાના સ્વરૂપનો) વ્યવચ્છેદ (ખંડન) કરાય છે. નૈયાયિક અને વૈશેષિક દર્શનકારો આત્માને ઉપયોગ સ્વભાવથી રહિત એટલે જડ-સ્વરૂપવાળો અને કૂટસ્થનિત્ય માને છે તેનું આ બે વિશેષણથી ખંડન થાય છે. આત્મા જડ-સ્વરૂપ નથી પરંતુ ચૈતન્યસ્વરૂપ છે. અને કૂટસ્થનિત્ય નથી પરંતુ પરિણામી છે.
આવા કથનથી જેઓ ચૈતન્ય-સ્વરૂપ અને પરિણામી નથી માનતા. તેઓનું ખંડન થાય છે. કારણકે જેઓના મતે આ આત્મા અનુપયોગ સ્વભાવવાળો છે. તેઓના મતે આત્મા પદાર્થોનો બોધ કરી શકશે નહીં. તેનું અનુમાન આ પ્રમાણે છે. असौ पदार्थपरिच्छेदं न कुर्यात्, अचेतनत्वात् आकाशवत् ॥
નૈયાયિક– હે જૈનો ! ચેતન એટલે ઉપયોગ-સ્વભાવાત્મક એવો અર્થ નથી. અર્થાત્ આ આત્મા ઉપયોગ-સ્વભાવાત્મક છે માટે ચેતન છે એમ નથી. પરંતુ ચેતન
૩૩
Page #275
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
એટલે ચૈતન્યગુણનો સમવાય-સંબંધ એવો અર્થ છે. તે ચૈતન્યગુણનો સમવાય-સંબંધ છે જે આત્માને તે આત્મા ચૈતન્યના સમવાય-સંબંધવાળો છે. એટલે ચેતન છે. માટે “અમે નૈયાયિકો આત્માને અચેતન માનીએ છીએ' એવી તમારી જૈનોની વાત ખોટી છે. આત્મામાં અચેતનત્વ હેતુ સિદ્ધ થતો નથી, એટલે અસિદ્ધહેત્વાભાસ તમારા અનુમાનમાં થાય છે. અમે નૈયાયિકો તો આત્માને ચૈતન્ય-સ્વરૂપવાળો એવો ચેતન અર્થાત્ ચૈતન્યતામય માનતા નથી. પરંતુ ચૈતન્યના સમવાય-સંબંધવાળો એવો આ ચેતન છે એમ કહીએ છીએ. જેથી અચેતનત્વ હેતુ આત્મામાં અસિદ્ધ છે.
૨૫૮
જૈન– તદ્દનુચિતમ્=તે વાત ઉચિત નથી. જો આત્મા સ્વયં જડ-સ્વરૂપ હોય અને સમવાય-સંબંધથી ચૈતન્ય તેમાં આવેલ હોય તો આ રીતે તો આકાશાદિ જડદ્રવ્યોને પણ ચેતનતાની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. કારણકે ચૈતન્યધર્મને જોડનારો એવો સમવાય-સંબંધ તો આકાશ વગેરે જડ-દ્રવ્યોમાં પણ સમાન જ રહેલો છે. કારણકે “સમવાય” આખા જગતમાં તે પોતે અવિશિષ્ટપણે (એટલે કે એકસરખો સમાનપણે) રહેલો છે. એટલે કે કોઇપણ જાતની વિશેષતા (ભેદભાવ) વિના સર્વત્ર સમાનપણે વિદ્યમાન છે. વળી તે એક જ છે. તેથી તે સમવાય જ્ઞાનગુણને આત્મામાં જ જોડે અને આકાશાદિ અન્ય જડ-દ્રવ્યોમાં ન જોડે એવું પ્રતિનિયત (અમુક દ્રવ્યમાં જ જ્ઞાનને જોડવાનું) કારણ તેમાં ન હોવાથી આ સમવાય તો જ્ઞાનને આત્મામાં પણ જોડશે. અને આકાશાદિ અન્ય-દ્રવ્યોમાં પણ જોડશે. એમ સર્વત્ર જોડશે. તેથી પ્રતિનિયમન કરનારૂં બીજું કોઇ કારણ ન હોવાથી આ સમવાય-સંબંધ જ્ઞાનને આત્મામાં જ સમવેત કરે અને આકાશ આદિ અન્ય-દ્રવ્યમાં સમવેત ન કરે એવી વિશેષ વ્યવસ્થા ઘટી શક્તી નથી. માટે સર્વત્ર જ્ઞાન સમવેત થવું જોઇએ. અને આમ માનવાથી આકાશાદિમાં પણ ચૈતન્યમય સ્વરૂપતાની પ્રાપ્તિ આવશે.
ननु यथेह कुण्डे दधीति प्रत्ययाद् न तत्कुण्डादन्यत्र तद्दधिसंयोगः शक्यसम्पादन:, तथेह मयि ज्ञानमितीहेदंप्रत्ययाद् नात्मनोऽन्यत्र गगनादिषु ज्ञानसमवाय इति चेत्, तदयौक्तिकम्, यतः खादयोऽपि ज्ञानमस्मास्विति प्रतियन्तु स्वयमचेतनत्वात्, आत्मवत् । आत्मनो वा मैव प्रतिगुः, तत एव खादिवत् । इति जडात्मवादिमते सन्नपि ज्ञानमिहेतिप्रत्ययः प्रत्यात्मवेद्यो न ज्ञानस्यात्मनि समवायं नियमयति, विशेषाभावात् ॥
રૈયાયિક—“આ કુંડામાં દધિ છે” એવું જે જ્ઞાન થાય છે. તેનાથી સમજાય છે કે ધિ કુંડામાં જ છે. કુંડાથી અન્યત્ર નથી. આવા પ્રકારનો પ્રત્યય (આ અહીં જ છે) વાળો બોધ જ વસ્તુને એક-સ્થાને છે અને અન્યત્ર નથી એમ નિયમિત કરે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
૨૫૯
તેથી ૪ વુડે વધિ ઇત્યાદિમાં પ્રત્યય થી “કુંડામાં જ દહી છે.’ તેનાથી અન્યત્ર દહીનો સંયોગ શક્યસંપાદન (સિદ્ધ કરવો શક્ય) નથી. આ જેમ સમજાય છે. તેમ ‘‘ યિ જ્ઞાનમ્'' “અહીં મારામાં જ્ઞાન છે” આવા પ્રકારનો ‘‘રૂદેવંપ્રત્યય'' થવાથી આત્મામાં જ જ્ઞાન સમવાય છે. પરંતુ આત્માથી અન્યત્ર એવા ગગનાદિમાં જ્ઞાન-સમવાય નથી એવું સમજાવે છે. તેથી આત્માની જેમ આકાશાદિમાં જ્ઞાનસમવાય સિદ્ધ થતો નથી.
જૈન-તૌવિતમ્=નૈયાયિક આવા પ્રકારનું જો કહે તો તે નૈયાયિકની વાત યુક્તિરહિત છે. કારણકે જેમ જડ-સ્વરૂપવાળો આત્મા ‘“ફન્નેમ્’” “અહીં મારામાં જ્ઞાન છે.” આવો પ્રત્યય કરે છે. અને તેનાથી તેનામાં જ્ઞાનનો સમવાય આવવાથી ચૈતન્યતાવાળો બને છે. તેવી જ રીતે વાયોપિ આકાશ વગેરે બીજા અચેતનદ્રવ્યો પણ ‘“જ્ઞાનમસ્માસુ’’. અમારામાં જ્ઞાન છે. એવો હેતું નો બોધ કરનારાં બનવાં જોઇએ. કારણકે સ્વયં પોતે અચેતન હોવાથી, આત્માની જેમ. એટલે કે જે જે સ્વયં પોતે અચેતન હોય તે તે પદાર્થો હેતું અહીં અમારામાં જ્ઞાન છે. આવો બોધ કરે છે. જેમ આત્મા. આ રીતે સ્વયં અચેતન હોવાથી આત્મા જેમ દેવં નું જ્ઞાન કરે છે. તેમ આકાશાદિ પણ કરો. તેથી જેમ આત્મામાં જ્ઞાન-સમવાય આવ્યો. તેમ આકાશાદિ જડદ્રવ્યોમાં પણ જ્ઞાન-સમવાય આવો. અથવા આકાશાદિ દ્રવ્યો સ્વયં અચેતન હોવાથી જો તેમાં જ્ઞાનનો સમવાય આવતો નથી તો, તત્ત વ ગ્રાવિત્ આત્મનો વા મા વ પ્રતિસ્તુ:-તે જ કારણથી સર્વે આત્માઓ પણ સ્વયં અચેતનસ્વરૂપ તમે માન્યા હોવાથી આકાશાદિ જડ દ્રવ્યોની જેમ જ્ઞાન-સમવાયવાળા ન થાઓ. બોધ કરનારા ન બનો. કાં'તો આત્માની જેમ આકાશાદિમાં પણ જ્ઞાનનો સમવાય હો. અને તેથી આકાશાદિ પણ બોધ કરનારા થાઓ. અથવા આકાશાદિની જેમ આત્મામાં પણ જ્ઞાનનો સમવાય ન હો. અને બોધ કરનાર ન બનો. કારણકે આકાશ અને આત્મા બન્ને દ્રવ્યો તમારા મતે તો સમાન સ્વરૂપવાળાં=સ્વયં જડાત્મક જ છે. તેથી આત્મા જડ-રૂપ છે એવું માનનારા વાદીઓના મતમાં જ્ઞાનમિદ્દ= અહીં મારામાં જ્ઞાન છે કૃતિપ્રત્યયઃ-આવા પ્રકારનો બોધ પ્રત્યાત્મવેદ્ય સર્વ આત્માઓને અનુભવસિદ્ધ સપિ હોવા છતાં પણ જ્ઞાનયાત્મનિ ન સમવાય નિયમતિ-તે રૂદેવુંનો પ્રત્યય જ્ઞાનનો સમવાય આત્મામાં જ હોય (અને અન્ય એવા આકાશાદિમાં ન હોય) એવો નિયમ કરી શક્તો નથી. કારણકે જડપણે આકાશ અને આત્મા બન્ને પદાર્થો તમારા મતે સમાન હોવાથી વિશેષતા નથી. આત્મા પોતે જ સ્વયં જ્ઞાનમય હોવા છતાં પણ અને આ વાત અનુભવસિદ્ધ હોવા છતાં પણ તેવું ના બોધથી આત્મામાં જ્ઞાનસમવાય માનવો તે આકાશાદિ અન્ય-દ્રવ્યોમાં પણ અતિવ્યાપ્તિ લાવનાર છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬0
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
ननु एवमिह पृथिव्यादिषु रूपादय इति प्रत्ययोऽपि न रूपादीनां पृथिव्यादिषु समवायं साधयेत् , यथा खादिषु । तत्र वा स तं साधयेत् पृथिव्यादिष्विव, इति न क्वचित् प्रत्ययविशेषात् कस्यचिद्-व्यवस्थेति चेत्, सत्यम्, अयमपरोऽस्य दोषोऽस्तु, पृथिव्यादीनां रूपाद्यनात्मकत्वे खादिभ्यो विशिष्टतया व्यवस्थापयितुमशक्तेः ॥ ' વૈયાયિક- જો રૂદ્ર ના પ્રત્યયથી આત્મામાં જ્ઞાનસમવાય ન માનવામાં આવે તો તે જ પ્રમાણે જ્યાં જ્યાં દે નો પ્રત્યય (બોધ) હશે, ત્યાં ત્યાં તે તે ગુણોનો સમવાય સિદ્ધ થશે નહીં. તેથી પૃથ્વી, જલ, તેજ અને વાયુ વગેરેમાં પણ “રૂદ પૃથિવ્યતિપુ રૂપતિ:" અહીં પૃથ્વી આદિ ચાર દ્રવ્યોમાં જ રૂપાદિ ગુણો છે એવો રૂદેવં નો જે પ્રત્યય થાય છે. તે રૂપાદિ ગુણોનો સમવાય પૃથ્વી આદિમાં જ હોય એવી સિદ્ધિ કરી આપશે નહીં. જેમ આકાશાદિમાં રૂપાદિનો સમવાય સિદ્ધ થતો નથી. તેમ પૃથ્વી આદિ દ્રવ્યોમાં પણ સમવાય સિદ્ધ થશે નહીં.
અથવા જેમ પૃથ્વી આદિ ચાર દ્રવ્યોમાં “પૃથિવ્યાતિષ્યિવ" સ્વયં રૂપાદિ ગુણો ન હોવા છતાં પણ દે ના બોધથી રૂપાદિનો સમવાય સિદ્ધ થાય છે. તેમ તત્ર તે આકાશાદિ દ્રવ્યોમાં પણ સકતે હેન્દ્ર નો પ્રત્યય કરાશે. અને તે પ્રત્યય તંતે રૂપાદિના સમવાયને સાધનારો બનવો જોઇએ. અને જો આમ થાય તો જ વવરિત્ પ્રત્યથવિશેષાત્ વરદ્ વ્યવસ્થા કોઈપણ દ્રવ્યોમાં પ્રત્યયવિશેષથી કોઇપણ ગુણો સંબંધી સમવાયની વ્યવસ્થા થશે નહીં. પૃથ્વી આદિના ગુણોનો સમવાય આકાશમાં, અને આત્માના ગુણોનો સમવાય પણ આકાશમાં થવો જોઇએ. અને જો આમ થાય તો કોઈ વ્યવસ્થા જ રહે નહીં. અને વ્યવસ્થા તો જગતમાં દેખાય છે. માટે અમારી વાત રૂ ના બોધથી સમવાય નિયંત્રિત થાય છે. આ વાત માનવી જોઇએ.
જૈન- સત્યમહે તૈયાયિક ! તમારી વાત તદન સત્ય છે. મચ તમારા માનેલા સમવાય-સંબંધ સ્વીકારવાવાળા આ પક્ષને મમરો આ બીજો પણ કોષોડસ્તુ દોષ આવશે. એટલે કે આત્માને ચૈતન્ય-સ્વરૂપ ન માનવાથી અને સ્વયં જડાત્મક છે પરંતુ જ્ઞાનના સમવાય-સંબંધથી જ્ઞાનવાળો છે એમ માનવાથી આકાશને પણ જ્ઞાનસમવાય દ્વારા ચૈતન્યવાળું માનવાનો એક દોષ જેમ પહેલાં સમજાવ્યો. તેવો જ આ બીજો દોષ પણ તમારી માન્યતાવાળાને આવશે કે
જો પૃથ્વી આદિ ચાર દ્રવ્યોમાં સમવાય-સંબંધ દ્વારા જ રૂપ, રસ, ગંધ, સ્પર્શ ગુણો રહેલા છે તો પૃથ્વી આદિ આ ચારે દ્રવ્યો સ્વયં પોતે તો રૂપાદિ ગુણાત્મક નથી જ, પરંતુ રૂપાદિ ગુણોથી રહિત છે એવો અર્થ થશે. અને એમ થવાથી જેમ
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૬૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ પૃથ્વી આદિ ચારે દ્રવ્યો સ્વયં પોતે રૂપાદિ અનાત્મકપણે છે. એટલે કે સ્વરૂપથી રૂપાદિ રહિતપણે છે. તેમ આકાશ પણ સ્વયં પોતે તો રૂપાદિના અનાત્મકપણે છે જ. અને જે સ્વયં રૂપાદિ આત્મક ન હોય તેને રૂપાદિના સમવાયથી જો રૂપાદિ ગુણોવાળા મનાતા હોય તો તેવી જ રીતે આકાશ આદિ દ્રવ્યોને પણ રૂપાદિના સમવાય-સંબંધ દ્વારા રૂપાદિ ગુણવાળા થવાની (માનવાની) આપત્તિ તમને આવશે જ.
આ રીતે પૃથ્વી આદિ ચારે દ્રવ્યોને સ્વયં પોતે રૂપાદિ-ગુણાત્મક નથી. પરંતુ રૂપાદિથી અનાત્મક છે એમ માન્ય છતે (આકાશાદિ પણ તેવાં જ હોવાથી) આકાશાદિ અરૂપી દ્રવ્યોથી વિશિષ્ટપણે (ભિન્નપણે) સ્થાપન કરવાને તમે અસમર્થ બનવાથી તમને આ બીજો દોષ પણ આવશે. પૃથ્વી આદિની જેમ આકાશ પણ રૂપાદિના સમવાયવાળું હો. અથવા આકાશ આદિની જેમ પૃથ્વી આદિ ચાર દ્રવ્યો રૂપાદિના સમવાય રહિત હો.
स्यान्मतम्, आत्मानो ज्ञानमस्मास्विति प्रतियन्ति, आत्मत्वात् , ये तु न तथा नात्मानः, यथा खादयः, आत्मानश्चैतेऽहं प्रत्ययग्राह्याः, तस्मात्तथा, इत्यात्मत्वमेव खादिभ्यो विशेषमात्मनां साधयति, पृथिव्यादिवत्, पृथिव्यादीनां पृथिवीत्वादियोगाद्धि पृथिव्यादयः, तद्वदात्मत्वयोगादात्मान इति, तदयुक्तम् । आत्मत्वादिजातीनामपि जातिमदनात्मकत्वे तत्समवायनियमासिद्धेः । प्रत्ययविशेषात् तत्सिद्धिरिति चेत्, स एव विचारयितुमारब्धः, परस्परमत्यन्तभेदाविशेषेऽपि जातितद्वताम्, आत्मत्वजातिरात्मनि प्रत्ययविशेषमुपजनयति, न पृथिव्यादिषु, पृथिवीत्वादिजातयश्च तत्रैव प्रत्ययमुत्पादयन्ति, नात्मनि, इति कोऽत्र नियमहेतुः ?। समवाय इति चेत्, सोऽयमन्योऽन्यसंश्रयः, सति प्रत्ययविशेषे जातिविशेषस्य जातिमति समवायः, सति च समवाये प्रत्ययविशेष इति । प्रत्यासत्तिविशेषादन्यत एव तत्प्रत्ययविशेष इति चेत्, स कोऽन्योऽन्यत्र कथञ्चित्तादात्म्यपरिणामात् ? इति स एव प्रत्ययविशेषहेतुरेषितव्यस्तदभावे तदघटनात्, जातिविशेषस्य क्वचिदेव समवायासिद्धरात्मादिविभागानुपपत्तेरात्मन्येव ज्ञानं समवेतमिहेदमिति प्रत्ययं कुरुते, न पुनराकाशादिषु इति प्रतिपत्तुमशक्तेर्न चैतन्ययोगादात्मनश्चेतनत्वं सिद्धयेत् ॥
હવે તૈયાયિકો પોતાના પક્ષનો બચાવ કરવા માટે કદાચ આ પ્રમાણે કહે કેસર્વે આત્માઓ “અમારામાં જ્ઞાન છે” એવી પ્રતીતિ કરે છે. આત્મા હોવાથી, જેઓ આવી પ્રતીતિ કરતા નથી તેઓ આત્મા નથી. જે મ આકાશાદિ જડ દ્રવ્યો, અહંપ્રત્યયથી ગ્રાહ્ય (હું આત્મ-દ્રવ્ય છું એવો અનુભવ જેને જેને થાય છે. તેઓ આવા અનુભવથી) આ સર્વે આત્માઓ છે. તેમા તેથી તે સર્વે આત્માઓ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬ ૨
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
“અમારામાં જ્ઞાન છે” તથા તેવી પ્રતીતિ કરે છે. આ પ્રમાણે સર્વે આત્માઓમાં રહેલું માત્મત્વ જ આકાશાદિથી સર્વે આત્માઓની વિશેષતા (ભિન્નતા) સિદ્ધ કરે છે. જેમ પૃથિવી આદિ દ્રવ્યોની ભિન્નતા આકાશાદિથી છે તેમ. અર્થાત્ પૃથિવી, જલ, તેજ અને વાયુ આદિ દ્રવ્યોમાં અનુક્રમે પૃથિવીત્વ, જલત્વ, તૈજસત્વ અને વાયુત્વ જાતિનો સંબંધ હોવાથી તે ચારે દ્રવ્યો અનુક્રમે પૃથિવી, જલ, તેજ અને વાયુ કહેવાય છે. પરંતુ આકાશ આદિને પૃથિવી આદિ કહેવાતાં નથી. તેવી જ રીતે સર્વે આત્માઓમાં માત્મત્વ જાતિનો સંબંધ હોવાથી સર્વે આત્માઓ આત્મા કહેવાશે. પરંતુ આકાશાદિ આત્મા કહેવાશે નહીં. કારણકે તેમાં આત્મત્વ જાતિનો યોગ નથી.
જૈન– હે તૈયાયિક ! તમારી આ વાત યુક્તિ-વિનાની છે. કારણકે માત્મત્વ આદિ જાતિઓનો પણ નાતિ આત્મત્વ જાતિવાળા એવા આત્માઓથી અનાત્મહત્વેએકાત્ત ભેદ માને છત તત્સમવનિયમ-તે જાતિને જોડનાર સમવાય-સંબંધ આત્મામાં જ હોય અને આકાશાદિમાં ન હોય” એવા નિયમની “સિદ્ધ” સિદ્ધિ થઈ શકતી નથી. કારણકે તમે આત્મત્વ આદિ જાતિઓ પણ જાતિવાન્ એવા આત્માઓથી એકાન્ત ભિન્ન માનો છો. તેથી આત્માઓ પોતે તો સ્વયં આત્મત્વ-જાતિવાળા નથી એ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે. અને જે દ્રવ્યો સ્વયં પોતે આત્મત-જાતિવાળા ન હોય અને સર્વથા આત્મત્વ-જાતિથી શૂન્ય જ હોય એવા આત્માઓમાં જેમ સમવાયસંબંધ આત્મત્વ-જાતિને જોડી આપે છે તેમ સર્વથા આત્મત્વ-જાતિથી શૂન્ય એવા આકાશાદિમાં પણ તે સમવાય-સંબંધ (એક અને વ્યાપક હોવાથી) આત્મત્વ જાતિને જોડનાર કેમ નહી બને? અર્થાત્ આકાશાદિમાં પણ આત્મત્વ જાતિને જોડનાર બનશે જ. તેથી આત્મત્વ-જાતિને આત્મામાં જ જોડે અને આકાશાદિમાં ન જોડે એવા નિયમની સિદ્ધિ થશે નહીં.
નૈયાયિક– પ્રત્યવિષાર્ તત્સદ્ધિ =હે જૈનીઓ ! પ્રત્યય વિશેષથી તે નિયમની સિદ્ધિ થશે. એટલે કે “રૂદાનિ સાતમત્વ' અહીં આત્માઓમાં જ આત્મત્વ-જાતિ છે. અન્યત્ર નથી. એવા પ્રકારનો જે રૂદ્રનો પ્રત્યયવિશેષ (એટલે કે બોધ વિશેષ) થાય છે. તેનાથી તે આત્મત્વ જાતિને આત્મામાં જ સમવાય-સંબંધ જોડશે. અને આકાશાદિને આવો રૂદ્ધનો પ્રત્યયવિશેષ થતો નથી. તેથી સમવાય-સંબંધ ત્યાં (આકાશાદિમાં) આત્મત્વ જાતિને જોડશે નહીં. આ રીતે રૂદ્રના પ્રત્યયવિશેષથી સમવાયના નિયમનની સિદ્ધિ થશે.
જૈન– હે નૈયાયિક ! તે પ્રત્યયવિશેષની જ (દ્ર એવા બોધવિશેષની જ)
Page #280
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
૨૬૩ વિચારણા કરવાનો આ આરંભ કરેલો છે. નાતિતત્વતિઆત્મત્વ અને પૃથ્વીત્વ આદિ જાતિઓ તથા તે જાતિવાળા આત્મા અને પૃથિવ્યાદિ પદાર્થો, આમ જાતિ અને પદાર્થનો પરસ્પર અત્યન્ત એકાત્ત ભેદ (તમારા મત પ્રમાણે) એકસરખો સમાન (અવિશેષ) હોતે છતે આત્મત્વજાતિ આત્મામાં જ રૂદ્રનો પ્રત્યય વિશેષ ઉત્પન્ન કરે પરંતુ પૃથ્વી આદિમાં ન કરે, અને પૃથ્વીત્યાદિ જાતિઓ પૃથ્વી આદિમાં જ રૂદ્રનો પ્રત્યય ઉત્પન્ન કરે, પરંતુ આત્મામાં ન કરે આ બાબતમાં આ નિયમન કરવામાં કારણ શું ?
સારાંશ કે આત્માથી આત્મત્વ અને પ્રથિવ્યાદિથી પૃથિવીત્વ એકાન્ત ભિન્ન તમે માન્યું છે. એટલે આત્મા પોતે આત્મત્વ જાતિ વિનાનો છે અને પૃથિવી આદિ પદાર્થો પૃથિવીત્વ આદિ જાતિ વિનાના છે. હવે જાતિને જોડનારો સમવાય-સંબંધ સર્વત્ર વ્યાપક છે અને એક જ છે. તો આત્મત્વ-જાતિને આત્મામાં જ, અને પૃથિવીત્વ-જાતિને પૃથિવીમાં જ જોડે આવું કેમ બને ? આત્મત્વ-જાતિ વિનાના એવા આત્મામાં જેમ સમવાય-સંબંધ આત્મત્વ-જાતિને જોડે છે તેમ આત્મત્વ-જાતિ વિનાનાં પૃથિવી આદિ દ્રવ્યોમાં પણ તે સમવાય-સંબંધ આત્મત્વને જોડનાર બનવો જોઈએ. એવી જ રીતે પૃથિવીત્વ-જાતિ વિનાની એવી પૃથિવીમાં સમવાય-સંબંધ જેમ પૃથિવીત્વ-જાતિને જોડે છે. તેમ તે જ સમવાયસંબંધ પૃથિવીવ-જાતિને આત્મામાં પણ જોડનાર બનવો જોઇએ. એકમાં જ જોડે અને અન્યમાં ન જોડે તેવું વિશેષ નિયમન કરનાર કોણ ? અર્થાત્ કોઈ જ નથી.
નૈયાયિક– “સમવાય-સંબંધ” નિયામક છે. એમ અમે માનીશું. અર્થાત્ આત્મા અને પૃથિવી એમ બન્ને પદાર્થો, આત્મત્વ જાતિ વિનાના છે તેથી સમાન છે. પરંતુ આત્મત્વજાતિને જોડનારો સમવાય-સંબંધ આત્મામાં છે. પણ પૃથિવી આદિમાં નથી. તેથી આત્મત્વજાતિ આત્મામાં જ જોડાય છે. પણ પૃથિવી આદિમાં જોડાતી નથી. આવી જ રીતે આત્મા અને પૃથિવી આ બન્ને પદાર્થો પૃથિવીત્વ-જાતિ વિનાના સમાન જ છે. પરંતુ પૃથિવીત્વ જાતિને જોડનારો સમવાય-સંબંધ પૃથિવીમાત્રમાં છે. આત્મામાં નથી. તેથી પૃથિવીત્વ-જાતિ પૃથિવીમાં જ જોડાય છે. આત્મામાં જોડાતી નથી. આ રીતે “સમવાય-સંબંધ” એ વિશેષ નિયામક છે એમ અમે માનીશું.
જૈન–આમ માનવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણકે રૂદ્રનો પ્રત્યય વિશેષ થયે છતે જ (એટલે કે તે થયા પછી જ) આત્મત્વ જાતિને આત્મામાં જ જોડનારો સમવાય સિદ્ધ થશે. અને આત્મત્વ-જાતિને આત્મામાં જોડનારો સમવાય-સંબંધ આવ્યું છતે જ (તે આવ્યા પછી જ) રૂદ્રનો પ્રત્યય વિશેષ થશે. આ રીતે “સમવાય-સંબંધ અને રૂદ્ધનો પ્રત્યયવિશેષ” આ બન્ને ભાવો એક બીજા ઉપર આધારિત હોવાથી પહેલાં
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૪
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ કોણ? અને પછી કોણ ? આ વાત સિદ્ધ થશે નહીં. તેથી આ બધું કથન આકાશને વલોવવા જેવું થશે.
નૈયાયિક– જો ના પ્રત્યય-વિશેષથી સમવાય, અને સમવાયથી પ્રત્યય-વિશેષ થાય છે એમ અમે માનીએ તો અમને આ અન્યોન્યાશ્રય દોષ આવે. પરંતુ હવે તેમ ન માનતાં “પ્રયાસત્તિવિશેષ” નામનો એક અન્ય સંબંધ અમે માનીશું અને તેનાથી રૂદ્રનો પ્રત્યય-વિશેષ થાય છે. એમ માનીશું. પરંતુ સમવાયથી પ્રત્યયવિશેષ થાય છે, એમ નહી માનીએ, એટલે અન્યોન્યાશ્રય દોષ અમને નહી આવે. સૌથી પ્રથમ પ્રયાસત્તિ સંબંધ, તેનાથી રૂદ્રનો પ્રત્યય-વિશેષ, અને તેનાથી સમવાય-આમ માનીશું.
જૈન– અન્યોન્યાશ્રય દોષથી ભયભીત થઇને જે આ “પ્રત્યાત્તિ” નામનો સંબંધવિશેષ કહો છો તે શું છે ? આત્મત્વજાતિ અને આત્મ-દ્રવ્ય (તેવી જ રીતે પૃથિવીત્વ-જાતિ અને પૃથિવીદ્રવ્ય આદિનો) અત્યન્ત ભેદ તમે માન્યો હોવાથી આવા પ્રકારનો પ્રત્યયવિશેષ કરાવવામાં જે આ નવો “પ્રત્યાત્તિસંબંધ” કપ્યો છે. તે કંઈક સ્પષ્ટ કરો કે આ સંબંધ છે શું ?
નૈયાયિક- પ્રત્યાત્તિવષાદ્રચૂત પુત્ર તwત્યવિશેષ = પ્રયાસત્તિવિશેષ (અત્યન્ત નિકટવર્તિત્વ એવા) નામવાળા અન્ય જ કોઈ અપૂર્વસંબંધથી જ અમે રૂટું એવા તે પ્રત્યય-વિશેષનો બોધ થાય છે. પરંતુ સમવાયથી નહીં એમ માનીશું. સારાંશ કે આત્મા અને ઘટ-પટાદિ પૃથિવી એમ બન્નેથી આત્મત્વ-જાતિ અત્યન્ત ભિન્ન તો છે જ, છતાં આત્માની સાથે જે પ્રયાસત્તિવિશેષ (નિકટવર્તિત્વ) છે. તેવું નિફ્ટવર્તિત્વ આત્મત્વ-જાતિનું ઘટ-પટાદિ પૃથિવીની સાથે નથી. આ કારણે પ્રત્યાત્તિવિશેષથી (નિકટવર્તિત્વના કારણે) આત્મત્વ-જાતિ આત્મામાં જ જોડાશે, ઘટ-પટમાં નહીં, તેનાથી આત્મામાં જ રૂદ્રનો બોધવિશેષ થશે, ઘટ-પટમાં નહીં, તેનાથી જાતિને જોડનારો સમવાય પણ આત્મામાં જ સિદ્ધ થશે, ઘટ-પટાદિમાં નહીં, આ રીતે પ્રયાસત્તિવિશેષ (અત્યન્તનિફ્ટવર્તિત્વ) નામનો કોઈ જુદો જ સંબંધ અમે માનીશું. એટલે અમને અન્યોન્યાશ્રયાદિ દોષો લાગશે નહીં.
જૈનહે નૈયાયિક ! આત્મત્વજાતિ ઘટ-પટાદિ પૃથિવી થકી જેમ અત્યા ભિન્ન છે. તેવી જ રીતે તમારા મતે આત્માથી પણ અત્યન્ત ભિન્ન જ છે. તો વળી આ “પ્રત્યાસત્તિવિશેષ” સંબંધ એ શું છે ? અમે (જૈનોએ) માનેલા કથંચિત્તાદામ્ય (કથંચિદભેદ) નામના સંબંધ મચત્ર વિના ન રોડ: જુદો તે છે શું ? અર્થાત્ કથંચિત્ અભેદ જ થયો. તમે છેવટે થાકીને અમારા જ માનેલા કથંચિત્ અભેદાત્મક
Page #282
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
૨૬૫ સંબંધને જ બીજા નામથી સ્વીકાર્યો છે. નિફ્ટવર્તિત્વ એટલે કે આત્મત્વ-જાતિનો આત્મા સાથે જેવા પ્રકારનો કથંચિત્ અભેદ છે તેવો ઘટ-પટાદિ પૃથિવી સાથે નથી. માટે ખરેખર તો આડા અવળાં ગોથાં ખાધા વિના કથંચિ અભેદ પરિણામ નામનો જે સંબંધ છે. ૪ પત્ર પ્રત્યવિશેષતુ તે સંબંધને જ એવા પ્રત્યય-વિશેષનું કારણ પતવ્ય:=માનવો જોઈએ. કારણકે તમારે તે કથંચિ અભેદ પરિણામ ન માનો તો તદ્રવદન=ાં આવો તે પ્રત્યય-વિશેષ ઘટતો જ નથી.
આ રીતે કથંચિત્ અભેદ એટલે કે તાદાભ્યસંબંધ આત્મા અને જ્ઞાનનો, આત્મા અને આત્મત્વ-જાતિનો છે જ. તેના કારણે એકાન્તભેદ છે જ નહીં. કે જેને જોડવા સમવાય-સંબંધ માનવો પડે. માટે સમવાય-સંબંધની માન્યતા તદન ખોટી છે. વાસ્તવિકપણે ગુણ અને ગુણીનો તથા જાતિ અને જાતિમાનો કથંચિ અભેદસંબંધ જ છે. જે છેવટે તમારે પ્રત્યાસત્તિસંબંધ એવા નવા નામથી સ્વીકારવો પડ્યો છે.
આ પ્રમાણે હે નૈયાયિક ! આત્મા અને આત્મત્વ તથા પૃથિવી અને પૃથિવીત્વની વચ્ચે તે તે જાતિવિશેષ સંબંધી (એટલે કે તે તે જાતિવિશેષને ત્યાં ત્યાં જ સંયોજન કરનારો) એવો સમવાય-સંબંધ કયાંય પણ સિદ્ધ થતો ન હોવાથી, આત્મામાં જ તેનો સમવાય હોય અને પૃથિવી આદિમાં ન હોય એવો વિભાગ પણ પડી શકતો ન હોવાથી “આ જ્ઞાન આત્મામાં જ સમવેત છે. પરંતુ આકાશાદિમાં સમવેત નથી.” એમ માનવું શક્ય ન હોવાથી “ચૈતન્યનો સમવાય-સંબંધ વડે યોગ થવાથી આત્માનું ચેતનપણું બન્યું છે. આ તમારી સઘળી વાત સિદ્ધ થતી નથી. પરંતુ આત્મા તાદાભ્ય-સંબંધથી ચૈતન્ય-સ્વરૂપ છે. ચૈતન્યમય છે. એમ જાણવું જોઇએ. આ જ માર્ગ યથાર્થ છે. અને આ માર્ગને જ “પ્રજ્યાસત્તિ-સંબંધ” નામ આપીને છેવટે પાછલા બારણે તમારે અમારો જ માર્ગ સ્વીકારવો પડ્યો છે.
___ अथ किमपरेण? प्रतीयते तावच्चेतनासमवायादात्मा चेतन इति चेत्, तदयुक्तम् , यतः प्रतीतिश्चेत् प्रमाणीक्रियते, तर्हि निष्प्रतिद्वन्द्वमुपयोगात्मक एवात्मा प्रसिद्धयति । न हि जातुचित् स्वयमचेतनोऽहं चेतनायोगाच्चेतनः, अचेतने वा मयि चेतनायाः समवाय इति प्रतीतिरस्ति, ज्ञाताऽहमिति समानाधिकरणतया प्रतीतेः। भेदे तथा प्रतीतिरिति चेत् , न, कथञ्चित्तादात्म्याभावे तददर्शनात् । यष्टिः पुरुष इत्यादिप्रतीतिस्तु भेदे सत्युपचाराद् दृष्टा, न पुनस्तात्विकी । तथा चात्मनि ज्ञाताऽहमिति प्रतीतिः कथञ्चिच्चेतनात्मतां गमयति, तामन्तरेणानुपपद्यमानत्वात्, कलशादिवत्, न हि कलशादिरचेतनात्मको ज्ञाताऽहमिति प्रत्येति ।
૩૪
Page #283
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
चैतन्ययोगाभावादसौ न तथा प्रत्येतीति चेत्, न, अचेतनस्यापि चैतन्ययोगाच्चेतनोऽहमिति प्रतिपत्तेरनन्तरमेव निरस्तत्वात् इत्यचेतनत्वं सिद्धमात्मनो जडस्यार्थपरिच्छेदं पराकरोति, तं पुनरिच्छता चैतन्यस्वरूपताऽस्य स्वीकरणीया ॥
"
૨૬ ૬
નૈયાયિક હૈ જૈનીયો ! આવા પ્રકારનો અપર=અપૂર્વ જ=અર્થાત્ નવો જ તાદાત્મ્યનામનો સંબંધ માનવાની શી જરૂર ? કારણકે આ આત્મા પોતે સ્વયં (અચેતન હોવા છતાં પણ) ચેતનાના સમવાય-સંબંધના યોગથી “હું ચેતન છું” એવી પ્રતીતિ (એટલે કે એવો અનુભવ) કરે જ છે. જેમ લાકડીથી ભિન્ન એવો પુરુષ લાકડીના યોગથી હું લાકડીવાળો છું આમ જેમ જાણે છે તેમ ચેતનાના સમવાયથી હું ચેતન છું એમ જાણે છે.
જૈન- તવયુક્તમ્=તમારી ઉપરોક્ત વાત યુક્તિ વિનાની છે. જો તમે પ્રતીતિને (એટલે કે અનુભવને) જ પ્રમાણ માનતા હો તો તો નિષ્પતિદ્વન્દ્વ પણે (કોઇપણ જાતના વિરોધ વિના) ઉપયોગાત્મક જ આ આત્મા સિદ્ધ થાય છે. આ આત્મા ચૈતન્યમય છે. એવો જ અનુભવ થાય છે. કારણકે ક્યારેય પણ “હું સ્વયં અચેતન છું પરંતુ ચેતનાના યોગથી હું ચેતન બન્યો છું'' એવો અનુભવ, અથવા “અચેતન એવા મારામાં ચેતનાનો સમવાય છે' એવો અનુભવ થતો નથી. જેમ ઘડામાં પાણી છે. કુંડામાં દહી છે. ઘરમાં પુરુષ છે. ઇત્યાદિ પ્રયોગોમાં ભિન્નાધિકરણ-પણે અનુભવ થાય છે. તેવી રીતે મારામાં ચેતનાનો સમવાય છે. અથવા મારામાં ચેતના છે. એવો ભિન્નાધિકરણપણે અનુભવ કોઇને પણ ચારે પણ થયો નથી અને થતો નથી. પરંતુ ‘‘જ્ઞાતા અન્નપ્’'હું પોતે જ્ઞાતા છું. હું પોતે સ્વયં ચૈતન્યાત્મક છું. એમ સમાનાધિકરણપણે જ અનુભવ થાય છે. સમાનાધિકરણપણે થતો આ અનુભવ જ કથંચિદ્ અભેદ અર્થાત્ તાદાત્મ્યસંબંધ સિદ્ધ કરે છે.
નૈયાયિક મેન્દ્રે તથાપ્રતીતિ:-આત્મા અને ચેતનાનો અત્યન્ત ભેદ માન્યે છતે પણ ‘“હું જ્ઞાતા છું' એવી પ્રતીતિ થાય છે. એમ અમે કહીશું. અર્થાત્ આત્મા અને ચેતનામાં અત્યન્ત વાસ્તવિક ભેદ છે જ, પરંતુ ક્યારેક અભેદપ્રતીતિ પણ થઇ જાય છે. જેમકે શરીર અને આત્માથી વસ્ત્ર ભિન્ન હોવા છતાં પણ વસ્ત્ર બળતે છતે “હું બળ્યો, હું બળ્યો'' એવી અભેદપ્રતીતિ થાય છે. તેમ અહીં અભેદ છે નહીં, પણ અભેદમય પ્રતીતિ થાય છે.
જૈન− હૈ નૈયાયિક ! તમારી આ વાત સત્ય નથી. કથંચિદ્ તાદાત્મ્ય (અભેદ)ના અભાવમાં સમાનાધિકરણપણાનો તે અનુભવ સંસારમાં કાંય દેખાતો
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૬૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ નથી. શરીર અને વસ્ત્રનો પણ સંયોગસંબંધથી કથંચિત્ અભેદ થયો છે. તો જ “હું બળ્યો” એમ બોલાય છે. જે વસ્ત્રો દુકાનમાં કે ઘરમાં પડ્યાં છે. શરીર ઉપર ધારણ કર્યા નથી તે બળતે છતે હું બળ્યો, આમ કહેવાતું નથી. માટે ધારણ કરેલાં વસ્ત્રોમાં કથંચિત્ અભેદ છે જ.
“દિ: પુરુષ:” લાકડી એ જ પુરુષ છે. આવો ભેદ હોવા છતાં પણ સમાનાધિકરણપણે જે અનુભવ થાય છે. તે ઉપચાર કરવા દ્વારા થાય છે. તાત્વિકરૂપે થતો નથી. તેથી આ આત્મામાં “હું જ્ઞાતા છું” આવા પ્રકારની જે સમાનાધિકરણપણાની પ્રતીતિ થાય છે. તે આ આત્માની કથંચિત્ ચેતનાત્મકતાને જ જણાવે છે. આ આત્માની કથંચિત્ ચેતનાત્મકતા વિના “હું જ્ઞાતા છું” એવી સમાનાધિકરણપણે પ્રતીતિ કદાપિ ઘટી શકતી નથી. કળશાદિની જેમ, અર્થાત્ અચેતન સ્વરૂપ એવા કળશાદિ “હું જ્ઞાતા છું” એવી ક્યારેય પણ પ્રતીતિ કરતા નથી. તેમ જો ચૈતન્ય આત્માથી એકાતે ભિન્ન હોય અને આ આત્મા પોતે સ્વયં અચેતન હોય તો આવી સમાનાધિકરણપણે પ્રતીતિ કદાપિ થાય નહીં.
નૈયાયિક–કળશાદિ અચેતન છે. અને આત્મા પણ અચેતન છે. પરંતુ આત્મામાં ચેતનાના સમવાયનો યોગ થવાથી ચેતનાનો યોગ થયો છે. તેથી હું જ્ઞાતા છું એમ જાણે છે. પરંતુ કળશાદિમાં ચેતનાના સમવાયનો યોગ ન થવાના કારણે ચેતનાના યોગનો પણ અભાવ હોવાથી મરી આ ક્લશાદિ ન તથા પ્રતિ હું જ્ઞાતા છું તેવો અનુભવ કરતા નથી.
જૈન– હે નૈયાયિક ! આ તમારી વાત બરાબર નથી. કારણકે સ્વયં જે પદાર્થ અચેતન હોય. અને તેને ચેતનાના સમવાયથી ચેતનાનો યોગ થતો હોય, અને તેનાથી “હું ચેતન છું” આમ તે પદાર્થ જાણતો હોય આ વાત બરાબર નથી. તેનું ખંડન હમણાં જ અમે પૂર્વેની ચર્ચામાં આત્મા-આકાશના ઉદાહરણથી સમજાવ્યું છે.
આ પ્રમાણે “ગૌ પાર્થરિએ વિધ્યાત્, મતત્વત્ નવરાતિ' આવા પ્રકારનું અનુમાન આ સૂત્રના પ્રારંભમાં જ અમે મૈયાયિકોનું ખંડન કરતાં કહ્યું હતું. તેમાં કરેલો તનત્વ એવો અમારો હેતુ બરાબર સિદ્ધ થાય છે. નૈયાયિકોએ જે અસિદ્ધ હેત્વાભાસ કર્યો હતો તે થતો નથી.
- આ રીતે આત્મા અને ચૈતન્યનો એકાન્તભેદ માનવાથી ઘટ-પટ-આકાશાદિની જેમ આત્મામાં અચેતનપણું જ સિદ્ધ થાય છે. અને સિદ્ધ થયેલું તે અચેતનવ જડ એવા આ આત્મામાં અર્થપરિચ્છેદનો (અર્થબોધનો) નિષેધ જ સિદ્ધ કરે છે. એટલે આત્મા
Page #285
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
૨૬૮
પણ ઘટ-પટ અને આકાશાદિની જેમ સ્વયં જડ-સ્વરૂપ બનવાથી અર્થબોધ કરી શકશે નહી. અને જો તં પુરચ્છતા-આત્મામાં તે અર્થપરિચ્છેદ છે એમ તમારે માનવું હોય તો આત્મામાં તે અર્થપરિચ્છેદ માનતા એવા તમારે આ આત્માની ચૈતન્ય-સ્વરૂપતા (અનિચ્છાએ પણ) સ્વીકારવી જ પડશે.
ननु ज्ञानवानहमिति प्रत्ययादात्मज्ञानयोर्भेदः, अन्यथा धनवानिति प्रत्ययादपि धनतद्वतोर्भेदाभावानुषङ्गादिति कश्चित्, तदप्यसत्, यतो ज्ञानवानहमिति नात्मा प्रत्येति जडत्वैकान्तरूपत्वाद् घटवत् । सर्वथा जडश्च स्यादात्मा, ज्ञानवानहमिति प्रत्ययश्चास्य स्याद्, विरोधाभावात्, इति मा निर्णैषीः, तस्य तथोत्पत्त्यसम्भवात् ज्ञानवानहमति ह प्रत्ययो नाऽगृहीते ज्ञानाख्ये विशेषणे विशेष्ये चात्मनि जातूत्पद्यते, स्वमतविरोधात् "नागृहीतविशेषणा विशेष्ये बुद्धिः" इति वचनाद् । गृहीतयोस्तयोरुत्पद्यत इति चेत्, कुतस्तद्गृहीति: ? न तावत् स्वतः, स्वसंवेदनानभ्युपगमात्, स्वसंविदिते ह्यात्मनि ज्ञाने च स्वतः सा युज्यते, नान्यथा, सन्तानान्तरवत् । परतश्चेत्, तदपि ज्ञानान्तरं विशेष्यं नागृहीते ज्ञानत्वविशेषणे ग्रहीतुं शक्यमिति ज्ञानान्तरात् तद्ग्रहणेन भाव्यमित्यनवस्थानात् कुतः प्रकृतप्रत्ययः । तदेवं नात्मनो जडस्वरूपता संगच्छते ॥
નૈયાયિક—હું જ્ઞાન-ગુણવાળો છું” આવી ભેદ પ્રતીતિ થતી હોવાથી આત્મા અને જ્ઞાનનો ભેદ છે. જ્યાં જ્યાં વત્ પ્રત્યયવાળી પ્રતીતિ થાય છે. ત્યાં ત્યાં ભેદ જણાય છે. જેમકે ધનવાન દેવત્ત:-દેવદત્ત ધનવાળો છે. જેમ દેવદત્ત અને ધનનો ભેદ છે. અને તેથી “વાળા”ની પ્રતીતિ થાય છે. તેમ જ્ઞાનવાન્ શબ્દ પ્રયોગમાં પણ વત્ પ્રત્યયથી “તે વાળો” એવો અનુભવ હોવાથી આત્મા અને જ્ઞાન-ભિન્ન છે. જો વત્ પ્રત્યય હોવા છતાં આત્મા અને જ્ઞાનની વચ્ચે ભેદ નહી માનીએ અને જ્ઞાનમય આત્મા છે. આમ અભેદ માનીશું તો ધનવાન્ વેવત્તઃ-ધનવાળો દેવદત્ત છે. ત્યાં પણ સમાન જ પ્રતીતિ (અનુભવ) હોવાથી ધન અને ધનવાનની વચ્ચે પણ ભેદાભાવ જ માનવાનો પ્રસંગ આવશે. એટલે કે ધન એ જ દેવદત્ત છે. અર્થાત્ દેવદત્ત ધનમય છે. આવી પ્રતીતિ થવાની આપત્તિ આવશે. કૃત્તિ શ્ચિત્ આવું જો કોઇ (નૈયાયિક) કહે તો.
જૈન— તવવ્યસત્-તે વાત પણ સત્ય નથી. કારણકે તમારા મતે તો હું જ્ઞાનવાળો છું” એવું આત્મા જાણી શકશે નહીં. કારણકે તમે આત્માને જડતાની એકાન્તતા રૂપ એટલે કે એકાન્તે જડ-રૂપ માન્યો છે. માટે જેમ ઘટ એકાન્તે જડ હોવાથી ‘હું જ્ઞાનવાળો છું” એમ જાણી શકતો નથી. તે જ રીતે આત્મા પણ તમારા મતે એકાન્તે જડરૂપ હોવાથી “હું જ્ઞાનવાન છું' એમ જાણી શકશે નહીં.
Page #286
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
નૈયાયિક— અમે આત્માને સર્વથા જડ પણ માનીશું. અને તેમ છતાં ‘હું જ્ઞાનવાળો છું” એવો બોધ પણ આ આત્માને થાય છે. એમ પણ અમે માનીશું. જડ એવા પણ આત્મામાં જ્ઞાનનો સમવાય હોવાથી “જ્ઞાનવાન્ હું છું” એવો બોધ તે કરશે. ઘટ-પટમાં જ્ઞાનનો સમવાય નથી, તેથી તે આવો બોધ નહી કરે. આમ માનવામાં કંઇ વિરોધ આવતો નથી. જ્ઞાન સમવાય-સંબંધથી આત્મામાં વર્તે છે. તેથી જ્ઞાન એ વિશેષણ અને હું એ વિશેષ્ય એમ વિશેષણ-વિશેષ્યનો બોધ આત્માને થશે.
જૈન- વૃત્તિ મા નિઊઁી-હે નૈયાયિક ! તમે તમારા મનમાં મન ફાવે તેમ ઉપરોક્ત નિર્ણય ન કરી લેશો. કારણકે તસ્ય સર્વથા જડાત્મક એવા તે આત્માને તથોત્પત્તિ: =હું જ્ઞાનવાન્ છું તેવા બોધની (પ્રત્યયની) ઉત્પત્તિ સન્મવાત્=સંભવતી નથી. “હું જ્ઞાનવાળો છું' એવો પ્રત્યય (એટલે આવો બોધ) જ્ઞાનાન્દ્રે વિશેષને અગૃહીતે-જ્ઞાન નામના વિશેષણને જાણ્યા વિના, અને વિશેષ્યે ચાત્મનિ=આત્મા નામના વિશેષ્યને જાણ્યા વિના ન ખાતૃત્વદ્યતે-કોઇ દિવસ ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી. કારણકે તેમ માનવામાં તમને તમારા પોતાના મતનો જ વિરોધ આવશે. તમારા શાસ્ત્રોમાં જ કહ્યું છે કે નાગૃહીતવિશેષ વિશેષ્યે બુદ્ધિઃ જ્યાં સુધી વિશેષણનો બોધ થયો ન હોય ત્યાં સુધી વિશેષણના બોધ વિના વિશેષ્યમાં પણ જ્ઞાન થતું નથી. જેમકે અર્થ તખ્તી પુરુષ:=આ લાકડીવાળો પુરુષ છે. આવો બોધ તેને જ થાય છે કે જેને લાકડીનો બોધ છે. અર્થાત્ લાકડી નામના વિશેષણીભૂત પદાર્થને જાણનારો માણસ જ “આ લાકડીવાળો પુરુષ છે” આમ લાકડીવાળા પુરુષ રૂપ વિશેષ્યભૂત પદાર્થને જાણી શકે છે. “મુગટવાળો રાજા” આવો બોધ તે જ કરી શકશે કે જે મુગટને જાણતો હોય. તેવી રીતે અહીં “જ્ઞાન” નામના વિશેષણને જાણ્યા વિના “જ્ઞાનવાળો હું” એવી વિશેષ્યની બુદ્ધિ ઉત્પન્ન થશે નહીં.
૨૬૯
નૈયાયિક વૃદ્દીતયોસ્તયોરુત્વદ્યુત કૃતિ-જ્ઞાન એ વિશેષણ અને જ્ઞાનવાનાત્મા એ વિશેષ્ય એમ વિશેષણ વિશેષ્ય ગ્રહણ કરાયે છતે (અર્થાત્ તે બન્નેનો પ્રથમ બોધ થયે છતે) ત્યારબાદ “હું જ્ઞાનવાળો છું” એવી વિશેષણથી વિશિષ્ટ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એમ અમે માનીશું.
જૈન-તસ્તĮહીતિ:-આ વિશેષણ છે. અને આ વિશેષણ-વિશિષ્ટ-વિશેષ્ય છે. તેવો બોધ કોના વડે કરશો ! શું જ્ઞાન પોતે જ પોતાની વિશેષણતા અને આત્માની વિશેષ્યતા જણાવે ? કે જ્ઞાન અને આત્માની વચ્ચે રહેલી વિશેષણ-વિશેષ્યતા બીજા કોઇ પરથી (બીજા જ્ઞાનથી) જણાય ?
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૦
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ તવસ્વત =જ્ઞાન અને આત્મા વચ્ચે રહેલી વિશેષણ-વિશેષ્યતા સ્વયં વિવક્ષિત જ્ઞાનથી પોતાનાથી જ જણાય. એમ તમે કહી શકશો નહીં. કારણ કે જ્ઞાન સ્વયં સંવેદન રૂપ છે એમ તમે તૈયાયિકોએ સ્વીકાર્યું નથી. વિષયનો બોધ જ્ઞાનથી થાય, અને જ્ઞાનનો બોધ (એ પણ ઘટ-પટની જેમ ય બને ત્યારે) જ્ઞાનાન્તરથી થાય. અર્થાત્ બીજા જ્ઞાનથી થાય એમ તમે માન્યું છે. જેમ ગમે તેવો સુશિક્ષિત નટ-બટુ પોતાની જાતને પોતાના ખભા ઉપર આરૂઢ કરી શકતો નથી, તેમ જ્ઞાન પોતે પોતાની જાતને જણાવી શકતું નથી. એમ તમે નૈયાયિકોએ માનેલું છે. આ રીતે વિચારતાં જ્ઞાનને સૂર્યની પ્રભા અને દીપકની પ્રજાની જેમ જો સ્વયં સંવિદિત માનો તો તો વાંવિત્તેિ ત્મિનિ જ્ઞાને ૨ સ્વતઃ સ યુન્યતેતે વિશેષણ-વિશેષ્યની ગૃહીતિ (ગ્રહણ) યુખ્યત્વે ઘટી શકે. પરંતુ નાથા=અન્યથા એટલે કે જ્ઞાનને સ્વયં પ્રકાશક ન માનીએ તો વિશેષણ-વિશેષ્યનું ગ્રહણ ઘટી શકે નહીં. જેમ ચૈત્રને થયેલો અનુભવ મૈત્ર ન જાણી શકે તેમ.
પરત=હે તૈયાયિક ! “જ્ઞાનવાળો હું” આ વાક્યમાં “દંડી પુરુષ”માં જેમ દંડ વિશેષણને જાણ્યું હોય તો જ દંડવિશિષ્ટ પુરુષનો બોધ થાય છે. તેમ જ્ઞાનવિશેષણને જાણ્યું હોય તો જ જ્ઞાનવાનદમ્ આવા પ્રકારના વિશેષ્યનો બોધ થાય છે. તેથી નવીન જાણવા માટે જ્ઞાન નામના વિશેષણને પ્રથમ જાણવું જ પડે છે. પરંતુ તે જ્ઞાન-વિશેષણ સ્વયં જણાતું નથી કારણકે જ્ઞાનને તમે સ્વસંવિદિત માન્યું નથી. તેથી જ્ઞાન-વિશેષણને તમે પરત: બીજા જ્ઞાન દ્વારા સંવિદિત થાય છે એમ જો કહેશો તો જ્ઞાનવાનદમ્ આ પ્રયોગમાં રહેલા જ્ઞાનને સંવેદિત કરાવનારું જે બીજું જ્ઞાન અર્થાત્ જ્ઞાનાતર માન્યું તે જ્ઞાનાન્તરરૂપ વિશેષ્ય પણ તેના જ્ઞાનત્વરૂપ વિશેષણને ગ્રહણ કર્યા વિના જણાશે નહીં એટલે જ્ઞાનાના રાત્ તદ્દન ભાવ્યત્રીજા જ્ઞાનાન્તર વડે આ બીજા જ્ઞાનાન્સરનું ગ્રહણ થવાનું રહ્યું. એમ ત્રીજા જ્ઞાનાન્તરનું ચોથા વડે અને ચોથા જ્ઞાનાન્તરનું ગ્રહણ પાંચમા વડે કરતાં માનવસ્થાના ક્યાંય અંત નહી આવવાથી કેવી રીતે પ્રકૃતિ પ્રત્યય થશે એટલે કે જ્ઞાનવાનદમ્ એ પ્રથમ વિશેષણવિશેષ્યનો પણ બોધ કેમ થશે ? આ રીતે વિચારતાં આત્માની જડ-સ્વરૂપતા કોઈ પણ રીતે સંગત થતી નથી. માટે આત્માને ચૈતન્ય-સ્વરૂપ માનવો જોઇએ. આ પ્રમાણે “ચૈતન્યસ્વરૂપ:' આત્માનું આ પ્રથમ-વિશેષણ સમજાવ્યું.
नापि कूटस्थनित्यता, यतो यथाविधः पूर्वदशायामात्मा, तथाविध एव चेज्ज्ञानोत्पत्तिसमयेऽपि भवेत् , तदा प्रागिव कथमेष पदार्थपरिच्छेदकः स्यात् ? प्रतिनियतस्वरूपाप्रच्युतिरूपत्वात् कौटस्थ्यस्य, पदार्थपरिच्छेदे तु प्रागप्रमातुः प्रमातृरूपतया परिणामात् कुतः कौटस्थ्यमिति ?।
Page #288
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
૨૭૧ “ચૈતન્ય-સ્વરૂપ આત્મા છે” આ પ્રથમ-વિશેષણની સવિસ્તર ચર્ચા કરીને હવે “રિમ' એવા બીજા પદની ચર્ચા ગ્રંથકારશ્રી શરૂ કરે છે. નૈયાયિક, વૈશેષિક અને સાંખ્યો આત્માની કૂટસ્થનિત્યતા અર્થાત્ એકાન્ત-નિત્યતા માને છે. તેની સામે ગ્રંથકારશ્રી કહે છે કે આ આત્માની કૂટનિત્યતા (એકાન્ત-નિત્યતા) પણ નથી. કારણકે આત્મા જ્યારે ઘટ-પટાદિ પદાર્થોને જાણવા પ્રવર્તે છે. ત્યારે તે જાણવાની પ્રવૃત્તિ શરૂ કરે તેના પૂર્વકાળમાં જેવો (તે તે પદાર્થનો અપરિચ્છેદક) આત્મા હતો, તેવો જ તે આત્મા જો જ્ઞાનોત્પત્તિ સમયે પણ રહેતો હોય તો પૂર્વકાળની જેમ જ આ આત્મા (પદાર્થનો અપરિચ્છેદક જ રહેવાથી) પદાર્થનો પરિચ્છેદક કેમ થશે ? કારણકે તમારા મતે આત્મા કૂટસ્થનિત્ય છે. અને કૂટસ્થનિત્ય પદાર્થનું જે પ્રતિનિયત (અમુક ચોક્કસ) સ્વરૂપ હોય છે. તેમાંથી તેનુ રૂપ પ્રસ્મૃતિ પામતું નથી. અર્થાત બદલાતું નથી. અને જો તે આત્મા પદાર્થનો બોધ કરે તો પૂર્વકાળમાં જે અપ્રમાતા હતો તે જ આત્મા હવે પ્રમાતા રૂપપણે પરિણામ પામ્યો. એટલે પરિવર્તનતા થઈ જ. તેથી ફૂટસ્થનિત્યતા ક્યાંથી કહેવાય ? આ પ્રમાણે આ આત્મા પ્રતિસમયે અપૂર્વ અપૂર્વ પદાર્થોને જાણવાના ઉપયોગાત્મક પર્યાયરૂપે પરિવર્તન પામતો હોવાથી અવશ્ય પરિણામી જ છે. પરંતુ કૂટસ્થ નિત્ય નથી. આ બીજા પદની ચર્ચા થઈ.
कर्ता साक्षाद्भोक्तेतिविशेषणयुगलकेन कापिलमतं तिरस्क्रियते, तथाहिकापिलः कर्तृत्वं प्रकृतेः प्रतिजानीते, न पुरुषस्य, "अकर्ता निर्गुणो भोक्ता" इति वचनात्, तदयुक्तम्, यतो यद्ययमकर्ता स्यात् , तदानीमनुभविताऽपि न भवेत् , द्रष्टुः कर्तृत्वे मुक्तस्यापि कर्तृत्वप्रसक्तिरिति चेत्, मुक्तः किमकर्तेष्टः ? विषयसुखादेरकत्तैवेति चेत् कुतः स तथा ? तत्कारणकर्मकर्तृत्वाभावादिति चेत् तर्हि संसारी विषयसुखादिकारणकर्मविशेषस्य कर्तृत्वाद् विषयसुखादेः कर्ता, स एव चानुभविता किं न भवेत् ? संसार्यवस्थायामात्मा विषयसुखादितत्कारणकर्मणां न कर्ता, चेतनत्वाद् , मुक्तावस्थावत्, इत्येतदपि न सुन्दरम् , स्वेष्टविघातकारित्वात् । संसार्यवस्थायामात्मा न सुखादेर्भोक्ता, चेतनत्वाद्, मुक्तावस्थावत्, इति स्वेष्टस्यात्मनो भोक्तृत्वस्य विघातात् । प्रतीतिविरुद्धमिष्टविघातसाधनमिति चेत्, कर्तृत्वाभावसाधनमपि किं न तथा ? पुंसः श्रोताऽऽघ्राताऽहमिति स्वकर्तृत्वप्रतीतेः ॥
હવે આત્મા કર્યાદિનો કર્યા છે અને તેના ફળનો સાક્ષાત્ ભોક્તા છે. એ પ્રમાણેનું ત્રીજું અને ચોથું પદ સમજાવે છે
મૂલસૂત્રમાં કહેલા વર્તા અને સાક્ષાત્ મોવતા આ બન્ને વિશેષણો વડે કપિલ
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૨ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ ઋષિના મતનો (સાંખ્યદર્શનનો) ગ્રંથકારશ્રી પ્રતિષેધ કરે છે. તે આ પ્રમાણે– કપિલમુનિના મતમાં (સાંખ્યદર્શનમાં) પ્રકૃતિ નામના તત્ત્વનું જ કર્તૃત્વ માનેલું છે. પણ પુરુષનું (આત્મતત્ત્વનું) કર્તૃત્વ માનેલું નથી. તેમના શાસ્ત્રનો પાઠ આ પ્રમાણે છે કે“મર્તા નિનુ મોવતા” આ પુરુષ (આત્મા) અકર્તા છે. નિર્ગુણ છે. અને (પ્રકૃતિ દ્વારા પરંપરાએ કર્મફળનો) ભોક્તા છે. પરંતુ સાક્ષાત્ ભોક્તા નથી. આવું કપિલમુનિના અનુયાયી વર્ગ માને છે.
તયુક્ત કપિલમુનિની તે વાત યુક્તિ-સિદ્ધ નથી. કારણકે જો આ આત્મા કર્મોનો અકર્તા હોય એટલે કે કર્તા ન હોય તો કર્મ-ફળોનો ભોક્તા પણ ન હોઈ શકે. કારણકે આ સંસારમાં જે હિંસા-ચોરી-વ્યભિચાર આદિ દુષ્કર્મો કરે છે તે જ દંડ-શિક્ષા અને કારાવાસાદિ ફળના ભોક્તા જોવાય છે. જે હિંસા-ચોરી-વ્યભિચારાદિ દુષ્કર્મો નથી કરતા, તે તેના ફળને (દંડ-શિક્ષા-કારાવાસાદિને) નથી પામતા. જો આત્મા ર્તા ન હોય તો ભોક્તા પણ સંભવી શકે નહીં.
સાંખ્ય– આત્મા તો પ્રકૃતિ જે કરે છે તેને જોયા જ કરે છે. એટલે જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે. અને જે દ્રષ્ટા હોય છે તે ર્તા કહેવાતો નથી. કારણકે દ્રષ્ટ. મુવતિસ્થાપિ વેતૃત્વપ્રવિત =જો દ્રષ્ટાને ક્ત માનીએ તો મુક્તાત્માને પણ કર્તા માનવાની આપત્તિ આવે. માટે સંસારી આત્મા નથી. પણ દ્રષ્ટા-જ્ઞાતા માત્ર જ છે.
જૈન- રતિ રે, મુત્તઃ વિમર્તદ: =મુક્ત આત્માને તમે અર્જા કેમ માનો છો ? અર્થાત્ મુક્તાત્માને તમે શું અર્જા માનો છો ?
સાંખ્ય- હા, વિષયકુરિવર્તવ=મુક્તિગત આત્મા સંસારી અવસ્થા-સંબંધી પાંચ ઇન્દ્રિયોનાં વિષય-સુખાદિનો અર્જા જ છે.
જૈન- રૂરિ રેત, ગુed: તથા= આ પ્રમાણે તે સાંખ્ય ! જો તમે મુક્તાત્માને અર્જા કહો છો તો તે મુક્તાત્મા તથા તેવો, વિષય-સુખાદિનો અર્તા કેમ છે ? વિષયસુખાદિનો અર્જા માનવાનું શું કારણ છે ?
સાંખ્ય- તા૨વર્ષનૃત્વામીવાત્= ત તે વિષય-સુખાદિના કારણભૂત જે કર્મો છે. તેના કર્તૃત્વનો મુક્તાત્મામાં અભાવ હોવાથી તે વિષય-સુખાદિનો પણ અર્જા છે. કારણભૂત કર્મોનો ક્ત નથી, માટે ફળભૂત વિષય-સુખાદિનો પણ ક્ત નથી.
જૈન– તર્દિ સંસારી તમારું આવા પ્રકારનું જે બોલવું છે તે બોલવાનો અર્થ એવો થાય છે. કે મુક્તાત્મા કર્મોનો નથી માટે તેના ફળભૂત વિષય-સુખોનો નથી.
WWW.jainelibrary.org,
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૭૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ પરંતુ સંસારી આત્મા તો વિષય-સુખના કારણભૂત એવા કર્મોનો ક્ત છે. એટલે વિષયસુખાદિનો પણ í છે. એવો અર્થ તમારા વચનોચ્ચારમાંથી જ ફળીભૂત થાય છે. હવે જો આ આત્મા કર્મોનો હોવાના કારણે વિષય-સુખાદિનો હોય તો ર ાવ વાનુમવિતા વિં ન ભવેત્ તે જ સંસારી આત્મા વિષય-સુખોનો અનુભવ કરનાર ભોક્તા પણ કેમ ન કહેવાય ? કારણકે સંસારમાં જે જેનો ક્ત હોય છે તે જ તેનો ભોક્તા દેખાય છે. ચૈત્રનું શરીર ચૈત્રે જ બનાવ્યું છે. તેથી તે શરીરનો ભોક્તા પણ ચૈત્ર જ હોય છે. આ રીતે સંસારી આત્માને જો તમે કર્મોનો ક્ન માનશો તો તેના ફળભૂત વિષય-સુખોનો પણ ક્ત અને ભોક્તા પણ તમારે માનવો પડશે.
સાંખ્ય- હે જૈનો ! અમે સંસારી આત્માને વિષય-સુખોનો અને તેના કારણભૂત કર્મોનો ક્ત માનીએ તો ભોક્તા માનવાનો પ્રસંગ આવે. પરંતુ સંસારી અવસ્થાવાળો આત્મા કર્મોનો કે ફળભૂત વિષય-સુખોનો કર્તા જ નથી તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે
संसार्यवस्थायामात्मा विषयसुखादितत्कारणकर्मणां न कर्ता, चेतनत्वाद् , મુવત્તાવસ્થાવત્, સંસારી અવસ્થામાં વર્તતો આત્મા (પક્ષ), વિષયસુખોનો અને તેના કારણભૂત કર્મોનો કર્તા નથી. (સાધ્ય), ચેતન હોવાથી (હેતુ), મોક્ષમાં રહેલા આત્માની જેમ.
જૈન– ચેતી સુન્દરમ્-સાંખ્યની ઉપરોક્ત આ વાત પણ સારી નથી. કારણકે જો તમે કર્મોનો અને વિષય-સુખોનો કર્તા સંસારી આત્માને નહી માનો. તો તમારી તે માન્યતા =તમારા પોતાના શાસ્ત્રોમાં સંસારી આત્માનું જે ભોસ્તૃત્વ માનેલું છે. તેમાં વિઘાત કરનારી બનશે. તે આ પ્રમાણે–સંસારી અવસ્થામાં રહેલો આ આત્મા (પક્ષ), સુખાદિનો ભોક્તા કહેવાશે નહી (સાધ્ય), ચેતન હોવાથી (હેતુ), મુક્તાવસ્થાના આત્માની જેમ. તમારા શાસ્ત્રોમાં આત્માનું જે ભોસ્તૃત્વ માનેલું છે. તે તમારું ઈષ્ટ છે. તેનો આ અનુમાનથી વિઘાત થાય છે.
સાંખ્ય- પ્રતિવિરુદ્ધમ રૂવથાત સાથK Hહે જૈનો ! તમે જે આ અનુમાન અમારા (આત્માના ભોસ્તૃત્વરૂ૫) ઈષ્ટનો વિઘાત કરવાના સાધનરૂપે કહ્યું છે. તે સર્વથા અનુભવથી વિરુદ્ધ છે. અર્થાત્ બાધિત હેત્વાભાસ છે. તે આ પ્રમાણે–જે અનુમાનમાં કહેલું સાધ્ય અનુભવ-વિરુદ્ધ હોય, એટલે જે સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જણાતો હોય, તો તે અનુમાન બાધિત થાય છે. જેમ “વહ્નિઃ મનુષ્ઠ:
૩૫
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
વ્યસ્ત્રી'' આવું અનુમાન કોઈ કરે તો અનુષ્ણ સાધ્ય અનુભવવિરુદ્ધ છે. કારણકે અગ્નિમાં અનુષ્ણતાનો અભાવ (એટલે કે ઉષ્ણતા) અનુભવસિદ્ધ છે. તેવી રીતે તમે ઉપરોક્ત અનુમાનથી ભોઝુત્વાભાવ કહો છે. પરંતુ ભોસ્તૃત્વનો અભાવ અનુભવથી વિરુદ્ધ છે. કારણકે સર્વે સંસારી જીવો વિષય-સુખાદિના ભોક્તા દેખાય છે આ વાત અનુભવગોચર છે. તેથી તમારું જૈનોનું ઉપરોક્ત અનુમાન અનુભવવિરુદ્ધ સાધ્યને સાધનારું હોવાથી બાધિત હેત્વાભાસ થાય છે.
જૈનરૂતિ વે, ત્વભાવસTધનમ િ િર તથા ? જો ભોઝૂત્વાભાવને જણાવનારું અમારું અનુમાન તમને અનુભવ-વિરુદ્ધ છે. આવું સમજાય છે. તો વિષયસુખાદિનું અને તેના કારણભૂત કર્માદિનું ફ્રૂત્વ પણ અનુભવસિદ્ધ હોવાથી ક્યૂવાભાવને સાધનારું. તમારું અનુમાન પણ શું તેવું (અનુભવ-વિરુદ્ધ) અર્થાત બાધિત હેત્વાભાસવાળું નથી ? ફ્રૂત્વાભાવને સાધનારૂં તમારું અનુમાન પણ અનુભવ-વિરુદ્ધ જ છે. કારણકે સંસારી સર્વે પુરુષોમાં “હું સાંભળનાર છું” “હું સુંઘનાર છું” (હું દેખનાર છું) ઇત્યાદિપણે વિષય-સુખોના ક્ત રૂપે જ અનુભવ થાય છે.
अथ श्रोताऽहमित्यादिप्रतीतिरिहङ्कारास्पदम् , अहङ्कारस्य च प्रधानमेव कर्तृतया प्रतीयत इति चेत्, तत एवानुभवितृ प्रधानमस्तु । न हि तस्याहङ्कारास्पदत्वं न प्रतिभाति । शब्दादेरनुभविताऽहमिति प्रतीतेः, सकलजनसाक्षिकत्वात् । भ्रान्तमनुभवितुरहङ्कारास्पदत्वमिति चेत्, कर्तुः कथं न भ्रान्तम् ? तस्याहङ्कारास्पदत्वादिति चेत् , तत एवानुभवितुस्तदभ्रान्तमस्तु । तस्यौपाधिकत्वादहङ्कारास्पदत्वं भ्रान्तमेवेति चेत्, कुतस्तदौपाधिकत्वसिद्धिः ॥
સાંખ્યદર્શનકારો આત્માને અર્જા અને ભોક્તા માને છે. તેમના શાસ્ત્રનો પાઠ પૂર્વ “વ નિ[ળો મોવતા' લખ્યું છે. તથા તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે
अमूर्तश्चेतनो भोगी, नित्यः सर्वगतोऽक्रियः । अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कपिलदर्शने ॥१॥
એટલે આત્મા ર્તા નથી અને ભોક્તા (અનુભવ કરનાર અર્થાત્ અનુભવિતા) છે. જો કે સાક્ષાત્ ભોક્તા તેઓ માનતા નથી તો પણ પરંપરાએ ભોક્તા છે. એમ સાંખ્યો કહે છે. જૈનદર્શનકારો આત્માને í અને ભોક્તા એમ બન્ને માને છે. સાંખ્યો આત્માને અર્જા માનતા હોવાથી પ્રકૃતિને જ (કે જેનું બીજું નામ પ્રધાન) છે. તેને જ કર્તા માને છે. કારણ કે પુરુષતત્ત્વ તો શુદ્ધ, બુદ્ધ, નિર્ગુણ અને નિર્વિકારી હોવાથી
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૭૫
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-પ૬ અહંકાર રહિત છે માટે અહંકાર પ્રધાનતત્ત્વમાંથી હું સાંભળું છું” “હું સુંધું છું” ઇત્યાદિ રૂપ અહંબુદ્ધિ) ઉત્પન્ન થાય છે. તેથી સાંખ્યોના મતે આ અહંકાર એ વિકારવિશેષ હોવાથી તેનું કર્તૃત્વ પ્રધાનતત્ત્વમાં છે. અને ભાષ્કૃત્વ પુરુષમાં છે. આમ હોવાથી પુરુષ અર્જા અને ભોક્તા છે અને પ્રકૃતિ અને અભોક્તા છે. આ વાતને ધ્યાનમાં રાખીને નીચેની ચર્ચા જાણીએ
સાંખ્ય- અથ શ્રોતાનિત્યાદ્રિ “હું શ્રોતા છું” “હું દ્રષ્ટા છું” ઇત્યાદિ જે પ્રતીતિ (અનુભવ) થાય છે. તે અહંકારાસ્પદ (અહંકારરૂ૫) છે. બદલ્ફારસ્ય ચ વસ્તૃત પ્રથાનમેવ પ્રતીય આવા પ્રકારના અહંકારના ક્ત તરીકે પ્રકૃતિ જ જણાય છે. કારણકે પ્રકૃતિ સત્ત્વ-રજસ્ અને તમસૂની બનેલી હોવાથી વિકારી છે. જે વિકારી તત્ત્વ હોય તેમાંજ આવા પ્રકારનું અહં ઉત્પન્ન થાય. માટે પ્રકૃતિ તે અહંકારની ર્તા છે.
જૈન- તત વીનુભવ પ્રથાનમતું જો અહંકારનું રૃત્વ વિકારરૂપ હોવાથી પ્રકૃતિમાં છે. તો તે કારણથી જ અનુભવતૃ અહંકારનું ભોસ્તૃત્વ પણ પ્રધાનતત્ત્વમાં જ (પ્રકૃતિમાં જ) હો. અર્થાત્ અહંકારના ક્નત્વની જેમ અહંકારનું ભોક્નત્વ પણ પ્રકૃતિમાં જ હો. એટલે કે અહંકારનું કર્તા જેમ પ્રધાનતત્ત્વ (પ્રકૃતિ) છે. તેમ અહંકારનો અનુભવિતા પણ તે જ પ્રધાનતત્ત્વ (પ્રકૃતિ) હો.
દિ તરિંકૂર્વ પ્રતિમતિ તનતે અનુભવિતા એવા પ્રધાનતત્ત્વને અહંકારનો અનુભવ નથી થતો એમ નહીં. પરંતુ થાય છે. કારણકે શાફેરનુ વિતાિિત પ્રતીતે =શબ્દાદિ વિષયોનો હું (પ્રધાનતત્ત્વ) અનુભવિતા (અનુભવ કરનાર=ભોક્તા) છું આવી પ્રતીતિ થાય છે આ બાબતમાં સલજનની સાક્ષી છે. એટલે કે સર્વ માણસોને આ વાત અનુભવસિદ્ધ છે કે ઇન્દ્રિયોના શબ્દાદિ પાંચે વિષયોનો હું (પ્રધાનતત્ત્વ-પ્રકૃતિ) જ અનુભવ કરું છું. માટે અહંકારના ક્નત્વની જેમ અનુભવિતુ પણ પ્રધાનતત્ત્વ (પ્રકૃતિ) જ હો.
સાંખ્ય- પ્રાન્તમનુભવિતુરહર સ્પર્વમિતિ=૩નુભવિતુ: અનુભવ કરનારા એવા પ્રધાનતત્ત્વને અનુભવ થવા વિષયક (ભોıવિષયક) જે અહંકાર છે તે ભ્રાન્ત છે. (ઔપચારિક છે.) તાત્વિક નથી. માટે ભોસ્તૃત્વ વિષયનો અહંકાર ભ્રાન્ત છે.
જૈન- તું કઈ ન પ્રાન્ત તે જ પ્રધાનતત્ત્વમાં ક્નત્વનો અહંકાર પણ કેમ બ્રાન્ત ન કહેવાય ? એટલે કે પ્રધાનતત્ત્વમાં જેમ ભોસ્તૃત્વવિષયક અહંકાર ભ્રાન્ત છે. આમ તમે કહો છો. તેવી જ રીતે તેમાં રહેલો ક્નત્વનો અહંકાર પણ ભ્રાન્ત હોય આવું કેમ ન બને ?
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
સાંખ્ય- તાદાર પૂત્વાિિત વેતચંતે ક્ત્વ તો અહંકારથી ભરપૂર ભરેલું જ છે. માટે અભ્રાન્ત (સાચું) છે. એટલે કે જ્યાં જ્યાં ક્ત્વ હોય છે ત્યાં ત્યાં આ મેં કર્યું, આ મેં કર્યું એમ અહંકારયુક્ત જ હોય છે. તેથી તે ક્નત્વને તો અહંકારનું સ્થાન માનવું તે યથાર્થ જ છે.
જૈન– તત વિનુભવિતુર્તઝાન્તમ તત પુર્વ અહંકારનું સ્થાન હોવાથી જેમ દ્ભૂત અબ્રાન્ત (યથાર્થ) છે. તેવી જ રીતે અનુમવિત =ભોસ્તૃત્વમાં પણ તદ્અ હંકારનું સ્થાન અબ્રાન્ત જ હો. અને તેથી ક્નત્વની જેમ ભોસ્તૃત્વ પણ અભ્રાન્ત જ હો. જેમ કર્તાપણામાં અહંભાવ રહેલો છે તેમ ભોક્તાપણામાં અહંભાવ સમાન જ રહેલો છે. માટે અહંભાવથી ભરપૂર ભરેલો હોવાથી જેમ ર્તાભાવ અભ્રાન્ત છે. તેમ અહંકારભાવથી ભરેલો હોવાથી ભોક્તાભાવ પણ અભ્રાન્ત કેમ ન હોઈ શકે? દારાતત્વ અહંકારનું હોવાપણું ર્તાપણામાં અને ભોક્તાપણામાં સદેશ જ છે.
સાંખ્ય- તોપવિત્વહિંદૂરસ્પર્વ છાપેવેતિ અહીં તમનુભવિત = એટલે ભોક્નત્વનું જે અહંકારાસ્પદત (ભોક્તાપણાનો) જે અહંભાવ છે. તે ઉપાધિકૃત છે. સહજ (સ્વાભાવિક) નથી. માટે ભ્રાન્ત જ છે. જૈન–છતતપfધત્વદ્ધિઃ =
dઅનુભવિતૃનું (ભોક્તાપણાનું) તદ્અહંકારાસ્પદવ (અહંભાવ) ઉપાધિકૃત જ છે. પરંતુ સહજ નથી. આ વાત કેવી રીતે મનાય?
अथ पुरुषस्वभावत्वाभावादहङ्कारस्य तदास्पदत्वं पुरुषस्वभावस्यानुभवितृत्वस्यौपाधिकमिति चेत्, स्यादेवम् , यदि पुरुषस्वभावोऽहङ्कारो न स्यात् । मुक्तस्याहङ्काराभावादपुरुषस्वभाव एवाहङ्कारः, स्वभावो हि न जातुचित् तद्वन्तं त्यजति, तस्या निःस्वभावत्वप्रसङ्गादिति चेत्, न, स्वभावस्य द्विविधत्वात् सामान्यविशेषपर्यायभेदात् , तत्र सामान्यपर्यायः शाश्वतिकस्वभावः, कादाचित्को विशेषपर्याय इति न कादाचित्कत्वात् पुंस्यहङ्कारादेरतत्स्वभावता, ततो न तदास्पदत्वमनुभवितृत्वस्यौपाधिकम् , येनाभ्रान्तं न भवेत् । तत सिद्धमात्माऽनुभवितेव कर्ता अकर्तुर्भोक्तृत्वानुपपत्तेश्च ॥
સાંખ્ય- અહંકાર એ પુરુષનો સ્વભાવ ન હોવાથી (અર્થાત્ અહંકાર એ પ્રધાન તત્ત્વનો (પ્રકૃતિનો) સ્વભાવ હોવાથી) તદ્દામ્પત્યંતે અહંકારનું આશ્રયપણું “પુરુષના સ્વભાવભૂત એવા ભોસ્તૃત્વનું” માનવું એ ઔપાધિક થયું. કારણકે અહંકારનું આશ્રયપણું રહે છે પ્રધાનતત્ત્વમાં, અને ભોસ્તૃત્વ રહે છે પુરુષ નામના ભિન્ન તત્ત્વમાં. એકમાં રહેનારા ધર્મને બીજામાં રહેનારો માનવો તે ઉપચાર જ કહેવાય. પારમાર્થિક રીતે તે ત્યાં નથી. તેથી તે ઔપાધિક કહેવાય છે. ભોકતૃત્વ
Page #294
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૬ પુરુષમાં છે. અને અહંકાર વિકારી એવા પ્રધાનતત્ત્વમાં છે. તેથી તે અહંકારનો આશ્રય ભોક્નત્વમાં કલ્પવો આ ઉપચાર જ થયો. કારણકે એક પદાર્થનો ધર્મ બીજા પદાર્થમાં ઉપચારથી જ મનાય, પરમાર્થથી ન જ મનાય.
જૈન- કેવ=તમારી આ વાત ત્યારે સાચી ઠરે કે જો અહંકાર પુરુષનો સ્વભાવ ન હોય અને તે અહંકાર પ્રધાનતત્ત્વનો (પ્રકૃતિનો) સ્વભાવ હોય. પરંતુ આમ નથી અહંકાર એ પુરુષનો જ સ્વભાવ છે.
સાંખ્ય- “અહંકાર” એ પુરુષનો સ્વભાવ છે જ નહીં. પ્રધાન તત્ત્વનો જ સ્વભાવ છે. જો અહંકાર એ પુરુષનો સ્વભાવ હોત તો મુક્તગત આત્માઓ પણ પુરુષ હોવાથી તેઓને પણ અહંકાર હોવો જોઈએ. પરંતુ મુવતીઠુરમાવી મુક્તિગત આત્માઓને અહંકાર હોતો નથી. આ કારણથી મુક્તિગત આત્માઓને અહંકારનો અભાવ હોવાથી આ અહંકાર અપુરુષનો (પુરુષથી ભિન્ન તત્ત્વભૂત એવા પ્રધાનતત્ત્વનો) જ સ્વભાવ છે. કારણકે જે સ્વભાવ જેનો હોય, તે સ્વભાવ તે સ્વભાવવાળા પદાર્થને કોઇપણ દિવસ ત્યજે નહીં. જેમ ગળપણ એ સાકરનો સ્વભાવ છે. તો ગળપણ કદાપિ સાકરને ત્યજતું નથી અને જો ત્યજે, તો તસ્વ=તે પદાર્થ નિઃસ્વમાવત્વપ્રકૃત્િતે સ્વભાવ વિનાનો જ થઈ જવાનો પ્રસંગ આવે. જેમ ગળપણ વિનાની સાકર કદાપિ ન હોય. કડવાશ વિનાનો લીંબડો કદાપિ ન થાય. વિષ વિનાનો સર્પ ઝેરી ન થાય. તેમ અહંકાર એ પુરુષનો સ્વભાવ હોત તો પુરુષ ક્યારેય પણ અહંકાર વિનાનો ન થઈ શકે, અને પુરુષ કયારે પણ મુકિત પામી જ ન શકે. માટે અહંકાર એ પુરુષનો સ્વભાવ નથી, પરંતુ અપુરુષનો (પ્રધાનતત્ત્વનો) સ્વભાવ છે.
જૈન ન= હે સાંખ્ય ! તમારી આ વાત સાચી નથી. કારણકે સ્વભાવ દિવિઘત્વત્ (૧) સામાન્યપર્યાયરૂપ અને (૨) વિશેષપર્યાયરૂપ, એમ સ્વભાવો બે પ્રકારના છે. ત્યાં જે સામાન્યપર્યાયાત્મક સ્વભાવ છે તે શાશ્વતિકસ્વભાવ છે એટલે કે સૈકાલિક-ત્રણે કાલે પદાર્થની સાથે જ રહેનાર હોય છે. આવા સ્વભાવો પદાર્થને ત્યજનાર હોતા નથી. અને જે વિશેષપર્યાયાત્મક સ્વભાવો હોય છે. તે કાદાચિક હોય છે. ક્યારેક પદાર્થમાં હોય અને ક્યારેક ન પણ હોય. જેમકે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુગલના સ્વભાવ છે. પરંતુ તે સામાન્ય સ્વભાવ છે તેથી પુગલની સાથે સદાકાળ હોય જ છે. પરંતુ કૃષ્ણ, નીલ, લોહિત, પીત, શ્વેત, સુરભિ, દુરભિ, આદિ તેના ૨૦ ઉત્તરભેદો જે છે. એ પણ પુગલના જ સ્વભાવો છે. પરંતુ તે વિશેષ પર્યાયરૂપ હોવાથી કદાચિત્ક છે. ક્યારેક કૃષ્ણાદિ હોય અને ક્યારેક નીલાદિ હોય. તેવી
Page #295
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
૨૭૮
રીતે અહીં પુરુષમાં જે અહંકારાદિ સ્વભાવો છે તે કાદાચિત્ક છે. માટે સંસારીમાં જ હોય છે. મુક્તમાં હોતા નથી. પરંતુ તે છે અવશ્ય પુરુષના જ સ્વભાવો, પ્રકૃતિના નથી માટે અહંકારાદિ એ પુરુષમાં કાદાચિત્ક હોવાથી 7 વ્રતત્વમાવતા-તે પુરુષના સ્વભાવો નથી એમ નહીં. પરંતુ પુરુષના જ સ્વભાવો છે. તો-તેથી ન તદ્દાસ્પદ્મનુ વિતૃત્વોપાધિમ્, તેનાપ્રાન્ત ન ભવેત્ । ભોતૃત્વસંબંધી અહંકારાસ્પદત્વ એ ઔપાધિક સિદ્ધ થતું નથી કે જેથી “અભ્રાન્ત” ન બને. જેમ ત્વસંબંધી અહંકારાસ્પદત્વ ઔપાધિક નથી (પ્રધાનતત્ત્વનું પોતાનું છે) તેથી તે અભ્રાન્ત છે. તેવી જ રીતે ભોક્તત્વસંબંધી અહંકારાસ્પદત્વ પણ ઔપાધિક નથી. સારાંશ કે અહંકાર એ પ્રકૃતિનો ધર્મ નથી. પરંતુ પુરુષનો જ કાદાચિત્ક ધર્મ છે. તેથી ભોક્તૃત્વ પણ પુરુષમાં છે. અને તેનો અહંકાર પણ પુરુષમાં જ છે.
આ રીતે આ આત્મા જેમ અનુભવિતા (ભોક્તા) છે. તેમ ર્તા પણ છે જ. અને બન્નેના અહંકારવાળો પણ છે. એ સિદ્ધ થયું. તથા અમાં ભોત્વ ઘટતું ન હોવાથી પણ આત્મા ર્તા છે. કારણકે જો આત્મા ભોક્તા છે. તો ભોક્તત્વ એ એવો ધર્મ છે કે ર્તૃત્વ વિના સંભવે નહીં, માટે આત્મા અવશ્ય ાં છે.
ननु भोक्तृत्वमप्युपचरितमेवास्य, प्रकृतिविकारभूतायां हि दर्पणाकारायां बुद्धौ संक्रान्तानां सुख-दुःखादीनां पुरुषः स्वात्मनि प्रतिबिम्बोदयमात्रेण भोक्ता व्यपदिश्यते । तदशस्यम्, तस्य तथापरिणाममन्तरेण प्रतिबिम्बोदयस्याघटनात्, स्फटिकादावपि परिणामेनैव प्रतिबिम्बोदयसमर्थनात्, तथापरिणामाभ्युपगमे च कुतः कर्तृत्वमस्य न स्यात् ? इति सिद्धमस्य कर्तृत्वं साक्षाद्भोक्तृत्वं च ॥
સાંખ્ય- હે જૈનો ! અમે આત્મામાં ભોક્તૃત્વ માનીએ છીએ એટલે તે ભોક્તૃત્વની જેમ ર્તૃત્વ પણ આત્મામાં હોય જ છે. એમ તમારું કહેવું છે. પરંતુ અમે પુરુષમાં (આત્મામાં) જે ભોતૃત્વ માનીએ છીએ તે પણ ઔપચારિક જ છે. સાક્ષાત્ ભોક્તૃત્વ અમે કહેતા નથી. કારણકે જે પ્રકૃતિ છે. એટલે કે જે પ્રધાનતત્ત્વ છે. તેના વિકારભૂત એવી અને દર્પણના જેવા આકારવાળી એવી બુદ્ધિમાં સંક્રાન્ત થયેલાં જે સુખ-દુઃખાદિ છે. તેનું પુરુષરૂપ આત્મામાં પ્રતિબિંબ માત્ર પાડવાથી (છાયા માત્ર પાડવાથી) આ પુરુષ ભોક્તા છે. એમ ઉપચાર કરીને કહેવાય છે. વાસ્તવિક તો પ્રકૃતિ જ ર્ડા ભોક્તા છે.
જૈન— તવશમ્યમ્=સાંખ્યની ઉપરોક્ત વાત પણ પ્રશંસનીય નથી. કારણકે તત્ત્વ=તે આ પુરુષમાં તેવા પ્રકારનો (સુખ-દુઃખાદિરૂપે) પરિણામ પામવાનો સ્વભાવ સ્વીકાર્યા
Page #296
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
વિના પ્રતિબિંબોદય પણ ઘટી શકતો નથી. સ્ફટિક અને દર્પણાદિ પદાર્થોમાં તેવા પ્રકારનો પ્રતિબિંબપણે પરિણામ પામવાનો સ્વભાવ છે. તો જ તે પદાર્થોમાં પ્રતિબિંબોદય થાય છે. અન્યથા દિવાલ તથા પત્થરની શિલા આદિ અંધપદાર્થો ઉપર પણ પ્રતિબિંબોદય થવો જોઇએ. પરંતુ દિવાલાદિમાં પ્રતિબિંબોદય થતો નથી અને સ્ફટિકાદિમાં થાય છે. તેથી સ્ફટિકાદિમાં પ્રતિબિંબોદય પામવાનો સ્વભાવ છે એમ માનવું જ જોઇએ. તેની જેમ પુરુષમાં પણ પરિવર્તન પામવાનો પરિણામ છે. તો જ પ્રતિબિંબોદય થાય છે. અને તેવા પ્રકારનો પરિવર્તનીય સ્વભાવ હોવાથી જ આત્મા પરિણામ પામે છે. એમ સ્વીકાર્યો છતે આ આત્માનું કર્તૃત્વ કેમ ન થયું ? અર્થાત્ થયું જ, આ રીતે આ પુરુષનું (આત્માનું) ત્વ અને સાક્ષાદ્ ભોક્તૃત્વ સિદ્ધ થયું. આ બન્ને પર્યાયો પુરુષના જ છે. પ્રધાનતત્ત્વના નથી.
स्वदेहपरिमाण इत्यनेनापि नैयायिकादिपरिकल्पितं सर्वगतत्वमात्मनो निषिध्यते, तथात्वे जीवतत्त्वप्रभेदानां व्यवस्थानाप्रसिद्धिप्रसङ्गात् । सर्वगतात्मन्येकत्रैव नानात्मकार्यपरिसमाप्तेः सकृद् नानामन: समायोगो हि नानात्मकार्यम्, तच्चैकत्रापि युज्यते, नभसि नानाघटादिसंयोगवत्, एतेन युगपन्नानाशरीरेन्द्रियसंयोगः प्रतिपादितः । युगपन्नानाशरीरेष्वात्मसमवायिनां सुख-दुःखादीनामनुपपत्तिः, विरोधादिति चेत्, न, युगपन्नानाभेर्यादिष्वाकाशसमवायिनां विततादिशब्दानामनुपपत्तिप्रसङ्गात्, तद्विरोधस्याविशेषात् । तथाविधशब्दकारणभेदाद् न तदनुपपत्तिरिति चेत्, सुखादिकारणभेदात् तदनुपपत्तिरप्येकत्रात्मनि मा भूद्, विशेषाभावात् ॥
૨૭૯
આ આત્મા સ્વદેહપરિમાણ છે અર્થાત્ પોતાના શરીર માત્રમાં જ રહેવાના (માપવાળો) પ્રમાણવાળો છે. ગ્રંથકારશ્રીની આ વાક્યરચનાથી નૈયાયિકાદિઓ વડે મનાયેલું આત્માનું સર્વવ્યાપિત્વ નિષેધ કરાય છે. અર્થાત્ આત્મા સર્વવ્યાપી નથી, પણ શરીરવ્યાપી માત્ર જ છે. જો શરીરવ્યાપી ન માનીએ અને સર્વવ્યાપી માનીએ તો સર્વે આત્માઓ સર્વવ્યાપી થવાથી સમાન થયા. તેથી જીવતત્ત્વના ભેદ-પ્રભેદોની વ્યવસ્થા આ સંસારમાં જે પ્રવર્તે છે. તેનો અભાવ જ થવાનો પ્રસંગ આવે. આ એકેન્દ્રિય, આ બેઇન્દ્રિય, ઇત્યાદિ ભેદ રહે જ નહી.
વળી આત્માને સર્વવ્યાપી માન્યે છતે ‘જૈવ''-એક જ આત્મામાં ભિન્નભિન્ન અનેક આત્માઓનું અનેક કાર્યોની સંક્લના થવાનું બનશે. કારણકે “ભિન્ન-ભિન્ન મનનો સંયોગ એ જ અનેક આત્માઓનું કાર્ય છે” એક જ કાળે એક જ આત્મામાં સર્વવ્યાપીપણું માનવાથી અનેક શરીરોમાં આ આત્મા વ્યાપ્ત થશે. તેમ થવાથી આ
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૦
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રનાકરાવતારિકા ભાગ-૩ એક આત્માને અનેક-શરીરોની સાથે અનેક મનનો સંયોગ પણ થશે. અને તેમ થવાથી તે તે શરીરગત મન દ્વારા કરાતાં જે અનેક કાર્યો છે. એ સર્વે આ વિવક્ષિત એક આત્મામાં જ સંક્લના પામશે.
જેમ આકાશ સર્વવ્યાપી છે. તેથી અનેક ઘડાના સંયોગવાળું બને છે. અને એક ઘડામાં જળ, બીજા ઘડામાં ઘી અને ત્રીજા ઘડામાં મદિરા ભરાય છે. તેથી પ્રથમ ઘડાવાળા આકાશમાં જળ, બીજા ઘડાવાળા આકાશમાં ઘી અને ત્રીજા ઘડાવાળા આકાશમાં મદિરા છે. એમ કહેવાય છે. આ રીતે અનેક ઘડાનો સંયોગ, અને તેના દ્વારા જલાદિ ભિન્ન-ભિન્ન પદાર્થો ભરવાનાં અનેક કાર્યો થવાની આકાશમાં પ્રાપ્તિ થાય છે. તે જ રીતે (સ )=એક જ કાળે, એક જ આત્માને યોગીના શરીરનો અને ભોગીના શરીરનો સંયોગ થવાથી એક શરીર દ્વારા યોગદશાનું સેવન અને બીજા શરીર દ્વારા ભોગદશાનું સેવન પણ સિદ્ધ થશે. આ પ્રમાણે એક જ આત્મા, એક જ કાળે, અનેક શરીરોની સાથે, અનેક ઇન્દ્રિયોની સાથે સંયોગવાળો થશે. અને તેના દ્વારા અનેક આત્માઓને કરવાનાં અનેક કાર્યો એક જ આત્મા કરે, એવો અર્થ પ્રતિપાદન કરેલો થશે. જે બરાબર નથી.
તૈયાયિક- જો એકીસાથે અનેકશરીરોમાં આ આત્મા છે. એમ માનીએ તો આત્મામાં સમવાયસંબંધથી રહેનારા સુખ-દુ-ખાદિ ગુણોનો પરસ્પર વિરોધ થવાથી તેની અનુપપત્તિ છે. અર્થાત્ પરસ્પર વિરોધી ગુણો સાથે ઘટે નહી. કારણકે એક જ આત્મા અનેક શરીરોમાં રહેનાર માનીએ તો એક શરીર નિરોગી હોય તો તેનાથી સુખોત્પત્તિ, અને બીજાં શરીર અતિશય રોગવાળું હોય તો તેનાથી દુઃખોત્પત્તિ થાય. પરસ્પર વિરોધી બે ગુણો સમવાય-સંબંધથી એક જ આત્મામાં સંભવે નહીં. માટે અનેક શરીરોનો અને અનેક મનનો સંયોગ એક આત્મામાં થતો નથી. ફક્ત આત્મા સર્વવ્યાપી છે પરંતુ અનેક શરીરવ્યાપી અને અનેક મનના સંયોગવાળો નથી.
જૈન- આકાશ સર્વવ્યાપી છે. છતાં ક્યાંક ભેરી વગાડાતી હોય, ક્યાંક વીણા વગાડાતી હોય, અને ક્યાંક શરણાઈ વગાડાતી હોય, તે ત્રણે વાજીંત્રોનો સંયોગ તથા તેના દ્વારા ઉત્પન્ન થયેલા તત, વિતત, આદિ વિરોધી શબ્દોનો સમવાય-સંબંધ આકાશ નામના એક જ દ્રવ્યમાં એક જ કાળે ઘટે છે. તે પણ તમે માની શકશો નહીં. કારણકે જેમ આત્મામાં સર્વવ્યાપી માનવા છતાં અનેક શરીરોને સંયોગ, અને તેના દ્વારા અનેક મનનો સંયોગ, અને તેના દ્વારા પરસ્પર વિરોધી અનેક સુખ-દુઃખાદિ ગુણોનો સમવાય
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૮૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ ન ઘટે, કારણકે તે ગુણો પરસ્પર વિરોધી છે. તેવી જ રીતે આકાશ દ્રવ્ય પણ સર્વવ્યાપી હોવાથી અનેક ઘટપટાદિ, તથા ભેરી આદિ ભિન્ન-ભિન્ન અનેક વાજીંત્રોનો સંયોગ, અને તેના દ્વારા થનારાં અનેક કાર્યો અને વિવિધ શબ્દોત્પત્તિ, સમવાય-સંબંધથી આકાશમાં ઘટશે નહીં. કારણકે “વિરોધ” નામનો દોષ તો બન્ને સ્થાને સરખો જ છે.
નૈયાયિક- ભેરી આદિ અનેક વાજીંત્રો દ્વારા થનારા ભિન્ન-ભિન્ન શબ્દોની ઉત્પત્તિ એક જ આકાશમાં, એક જ કાળે સમવાય-સંબંધથી ઘટી શકશે. કારણકે ભિન્ન-ભિન્ન શબ્દોત્પત્તિનાં કારણો (ભેરી-વીણા અને શરણાઇ આદિ રૂપે) ભિન્ન-ભિન્ન પદાર્થો હોવાથી અનેક શબ્દોત્પત્તિની અનુપપત્તિ થશે નહીં. સારી રીતે સંભવશે.
જૈન– એ જ રીતે સુખ-દુઃખાદિ ગુણોની ઉત્પત્તિનાં કારણો પણ એક નિરોગી શરીર અને બીજાં સરોગી શરીર એમ ભિન્ન-ભિન્ન હોવાથી સર્વવ્યાપી એવા એક આત્મામાં તનુuપત્તિરપિ તે સુખ-દુઃખાદિ ગુણોની અનુપપત્તિ પણ ન થાઓ. અર્થાત્ જેમ તત-વિતત આદિ ભિન્ન-ભિન્ન શબ્દોત્પત્તિ સર્વવ્યાપી આકાશમાં એક સાથે હોઈ શકે છે. તેમ એક જ આત્મામાં સુખ-દુખાદિની ઉપપત્તિ પણ એકી સાથે ઘટી શકશે. બન્ને માન્યતાઓમાં કોઈ ભેદ નથી.
विरुद्धधर्माध्यासादात्मनो नानात्वमिति चेत्, तत एवाकाशनानात्वमस्तु । प्रदेशभेदोपचाराददोष इति चेत्, तत एवात्मन्यप्यदोषः । जननमरणकरणादिप्रतिनियमोऽपि सर्वगतात्मवादिनां नात्मबहुत्वं साधयेत्, एकत्रापि तदुपपत्तेः, घटाकाशादिजननविनाशादिवत् । न हि घटाकाशस्योत्पत्तौ घटाकाशस्योत्पत्तिरेव, तदा विनाशस्यापि दर्शनात् । नापि विनाशे विनाश एव, जननस्यापि तदोपलम्भात् । स्थितौ वा न स्थितिरेव, विनाशोत्पादयोरपि तदा समीक्षणात् ।।
__ सति बन्धे न मोक्षः, सति वा मोक्षे न बन्धः स्यात् , एकत्रात्मनि विरोधादिति चेत्, न, आकाशे सति घटबन्धे घटान्तरमोक्षाभावप्रसङ्गात् सति वा घटविश्लेषे घटान्तरविश्लेषप्रसङ्गात् । प्रदेशभेदोपचाराद् न तत्प्रसङ्ग इति चेत्, तत एवात्मनि न तत्प्रसङ्गः । नभसः प्रदेशभेदोपगमे जीवस्याप्येकस्य प्रदेशभेदोऽस्त्विति कुतो जीवतत्त्वप्रभेदव्यवस्था ? यतो व्यापकत्वं स्यात् ॥
નૈયાયિક- સુખ અને દુઃખાદિ સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો આશ્રય હોવાથી આત્મતત્ત્વમાં નાના– (અનેકત્વ) માની શકાય છે. એટલે કે સુખ ગુણવાળો (નિરોગી શરીરયુકત જીવ) જુદો છે. અને દુઃખ ગુણવાળો (સરોગી શરીરયુક્ત જીવ) જુદો
Page #299
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
છે. આમ, પરસ્પર વિરોધી ગુણોની વિવિધતાના કારણે આત્માઓ અનંત છે. ભિન્નભિન્ન દ્રવ્ય છે. આમ માની શકાય છે.
૨૮૨
જૈન – તે જ રીતે ભેરી, વીણાદિ વિવિધ વાજીંત્ર જન્ય શબ્દગુણ પણ પરસ્પર વિરોધી જ હોવાથી તે તે ગુણોના આશ્રયવાળું આકાશ પણ ભિન્ન-ભિન્ન હો. તેથી આકાશ પણ અનેક માનો.
નૈયાયિક– પ્રવેશમેવોપચારાત્-ભેરી નામના વાજીંત્રથી ઉત્પન્ન થયેલો શબ્દ આકાશના અન્યભાગમાં છે. અને વીણા નામના વાજીંત્રથી ઉત્પન્ન થયેલો શબ્દ આકાશના બીજાભાગમાં છે. એમ એક જ આકાશદ્રવ્યના આકાશપ્રદેશોનો ભેદ માનવાથી એક જ આકાશમાં તેનો ઉપચાર કરાશે. અર્થાત્ આકાશદ્રવ્ય સર્વવ્યાપી અને એક જ છે. પરંતુ ભિન્ન-ભિન્ન શબ્દોની ઉત્પત્તિ ભિન્ન-ભિન્ન પ્રદેશોમાં થાય છે. અને તેનો એક જ આકાશ છે એમ અમે ઉપચાર કરીશું. એટલે વિરોધી ગુણો પણ એકદ્રવ્યમાં ભિન્ન-ભિન્ન પ્રદેશોના કારણે ઘટી શકશે.
જૈન-તત વાનિ ત્તિ ઞોષઃ તે જ કારણથી એક જ આત્મા છે અને તે સર્વવ્યાપી છે. પરંતુ તેના ભિન્ન-ભિન્ન પ્રદેશોમાં સરોગિ દેહ અને નિરોગિ દેહનો સંયોગ હોવાથી દુઃખ અને સુખ એવા વિરોધી ગુણોની ઉપપત્તિ પણ એકી સાથે એક જીવ દ્રવ્યમાં માનવી જોઇએ. આવી માન્યતા પણ નિર્દોષ જ છે. એમ સમજવું જોઇએ.
નૈયાયિક આકાશની જેમ જો આત્મા એક જ છે. એમ માનીએ તો એકનો જન્મ થાય છે. અને બીજાનું મરણ થાય છે ઇત્યાદિ જે જન્મ-મરણની પ્રતિનિયત વ્યવસ્થા સંસારમાં દેખાય છે. તે સંભવે નહીં. તેથી આકાશ સર્વવ્યાપી અને એક માત્ર જ ભલે હો. પરંતુ આત્મામાં જન્મ-મરણ આદિ વ્યવસ્થા હોવાથી આત્મા સર્વવ્યાપી હોવા છતાં પણ અનેક છે. બહુ છે. અર્થાત્ જન્મ-મરણાદિની પ્રતિનિયત વ્યવસ્થા જ સર્વવ્યાપી આત્માને માનનારાના મતમાં આત્માના બહુત્વને સાધશે.
જૈન હૈ નૈયાયિક નનનમાર,વિપ્રતિનિયમોપિ-જન્મ અને મૃત્યુ પામવાની જે પ્રતિનિયત વ્યવસ્થા છે. તે પણ સર્વવ્યાપી આત્માને માનનારા, નૈયાયિકોને આત્માના બહુત્વને (એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય આદિ ભેદ-પ્રભેદોને) સાધી શક્તી નથી. ત્રાપિ તદ્રુપપત્ત્ત:-એક આત્મા માનવામાં પણ તે જન્મ-મરણ આદિની વ્યવસ્થા સંભવી શકે છે. જેમ આકાશદ્રવ્ય સર્વવ્યાપી અને એક છે. છતાં તે આકાશદ્રવ્યમાં ઘટાકાશવાળા આકાશમાંથી ઘટ લઇ લેવામાં આવે અને અન્યત્ર જ્યાં
Page #300
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
૨૮૩
-
--
ઘટ નથી ત્યાં મૂકવામાં આવે તો પૂર્વાનમાં ઘટાકાશપણે આકાશનો નાશ, અને ઉત્તરસ્થાનમાં ઘટાકાશપણે આકાશની ઉત્પત્તિ થઈ શકે છે. તેમ આત્મા સર્વવ્યાપી અને એક માનવાથી દેવદત્તવાળા સ્થાનમાં આત્માનો નાશ, અને જિનદત્તવાળા સ્થાનમાં આત્માનો ઉત્પાદ થઇ શકે છે. માટે જન્મ-મરણની પ્રતિનિયત વ્યવસ્થા એક આત્મતત્ત્વ માન્ય છતે પણ ઘટાકાશાહિદની જેમ થઈ શકે છે.
જ્યારે એકસ્થાનથી ઘટ લઈને અન્ય સ્થાને મૂકવામાં આવે ત્યારે ઉત્તરસ્થાનવાળા આકાશમાં ઘટોત્પત્તિ થવા છતાં આકાશદ્રવ્યમાં ઘટોત્પત્તિ માત્ર જ છે. એમ નથી. ત્યાં પૂર્વ સ્થાનવાળા આકાશમાં વિનાશ પણ છે. એવી રીતે પૂર્વસ્થાનવાળા આકાશમાં વિનાશ છે. એટલે આકાશદ્રવ્યમાં વિનાશ માત્ર જ છે. એમ પણ નથી. ઉત્તરસ્થાનવાળા આકાશમાં ઉત્પાદ પણ ઉપલબ્ધ થાય જ છે. તથા આકાશદ્રવ્ય આકાશરૂપે સ્થિતિવાળું હોવા છતાં પણ માત્ર સ્થિતિ જ તેમાં છે, એમ પણ નથી. કારણકે આકાશરૂપે સ્થિતિ હોવા છતાં પૂર્વ-ઉત્તર સ્થાનમાં ઘટના વિયોગ અને સંયોગરૂપે વિનાશ અને ઉત્પાદ પણ પ્રગટ દેખાય જ છે. તે જ રીતે આકાશની જેમ આત્મા સર્વવ્યાપી અને એક જ માત્ર છે અને સરોગી દેહવાળા સ્થાનમાં દુઃખનું સંવેદના અને નિરોગી દેહવાળા સ્થાનમાં સુખનું સંવેદન જેમ સંભવી શકે છે. તેવી જ રીતે દેવદત્તપણે મૃત્યુ અને જિનદત્તપણે ઉત્પાદ પણ ઘટી શકશે. આમ થવાથી આત્માનું બહુત્વ (અનેક ભેદો) ઘટશે નહીં અને નૈયાયિકોના મતે તો આત્મા સર્વવ્યાપી છે. પરંતુ અનેક આત્માઓ છે એવું જે માનવામાં આવ્યું છે. તે ઉડી જશે.
નૈયાયિક- આકાશની જેમ જો આત્મા એક જ છે એમ માનીએ તો તે આત્માને કર્મોનો બંધ થયે છતે મોક્ષ ઘટે નહીં. અને મોક્ષ છે એમ માનીએ તો કર્મનો બંધ ઘટે નહીં. કારણકે આત્મા એક જ છે. તો પરસ્પર વિરોધી એવા બંધ અને મોક્ષ એક જ આત્માને કેમ થઈ શકે ? માટે બંધ-મોક્ષ હોવાથી આત્માનું બહુત સિદ્ધ થશે.
જૈનન- હે નૈયાયિક ! તમારી આ વાત પણ બરાબર નથી. જો બંધ-મોક્ષ વિરોધી હોવાથી એક આત્મામાં ન ઘટતા હોય તો સર્વવ્યાપી એવા એક આકાશમાં એકસ્થાનમાં ઘટનો બંધ (ઘટનો સંયોગ) થયે છતે અવસ્થાનમાં થતો ઘટાન્તરનો જે મોક્ષ (વિયોગ) દેખાય છે. તેનો પણ અભાવ માનવાનો જ પ્રસંગ આવશે, અને એવી જ રીતે એક સ્થાનમાં ઘટના વિશ્લેષ (વિયોગ) થયે છતે અન્યસ્થાનમાં ઘટાન્ડરનો પણ વિશ્લેષ જ (વિયોગ જ) માત્ર થવો જોઈએ. જે એકી સાથે એક જ આકાશમાં એકસ્થાને સંયોગ અને બીજા સ્થાને વિયોગ, તથા એક ઘટના વિશ્લેષ અને ઘટાન્તરનો અવિશ્લેષ આમ જે દેખાય છે. તે ન દેખાવું જોઈએ.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ નૈયાયિ– પ્રદેશભેદનો ઉપચાર થવાથી અમને આ દોષ નહી આવે. અર્થાત “આકાશ” દ્રવ્ય સળંગ એક જ છે. પરંતુ તેના એકપ્રદેશમાં (એક ભાગમાં) ઘટનો બંધ, અને અન્યપ્રદેશમાં (બીજા ભાગમાં) ઘટના વિશ્લેષ થાય છે. એમ અમે માનીશું. જેથી બંધ-મોક્ષ માનવા છતાં આકાશ દ્રવ્યનું એકત્વ અખંડિત રહેશે.
જૈન– હૈ તૈયાયિક ! તત્ત પવીત્મનિ તwફ તેવી જ રીતે આ આકાશની જેમ જ આત્માને એક માન્ય છતે બધ-મોક્ષનો અભાવ થઈ જવાનો તે પ્રસંગ પણ હવે નહી જ આવે. અર્થાત્ જેમ આકાશ એક છે. છતાં પ્રદેશભેદથી બંધ-
વિશ્લેષ બન્ને વિરોધીભાવો ત્યાં હોઈ શકે છે. વિરોધીભાવી હોવા છતાં પણ આકાશનું અને કત્વ સિદ્ધ થતું નથી. તેવી જ રીતે આ આત્મા પણ એક જ છે. છતાં ક્ષેત્રભેદથી, શરીરના સંયોગ-વિયોગના ભેદથી બંધ-મોક્ષ એવા વિરોધી ભાવો પણ એકી સાથે રહી શકશે. બંધ-મોક્ષનો સાથે માનવાનો જે વિરોધ આવવાનો પ્રસંગ હતો તે વિરોધ રહેશે નહીં. બંધ-મોક્ષ એવા વિરોધીભાવો સાથે હોવા છતાં આત્માનું અનેકત્વ (બહુવ) સિદ્ધ થઈ શક્યું નથી.
જેમ આકાશદ્રવ્ય તમે એક માનો છો. છતાં તેના પ્રદેશભેદો છે. એમ કહીને ઘટનો બંધ-વિશ્લેષ ઘટાવો છો. તેવી જ રીતે આત્મદ્રવ્ય પણ એક માત્ર જ છે. છતાં તેના પ્રદેશભેદો છે. એમ માની લો ને ? કારણકે એમ માનવામાં કોઈ બાધા આવતી નથી. આ રીતે આત્માને સર્વવ્યાપી માનવાથી આકાશની જેમ આત્મા એક જ છે. એમ સિદ્ધ થશે. પરંતુ જીવ તત્ત્વના ભેદ-પ્રભેદોની વ્યવસ્થા કેમ ઘટશે ? કે જેનાથી આત્માનું માનેલું વ્યાપકત્વ નિર્દોષ સિદ્ધ થાય ? માટે હે નૈયાયિક ! આત્મા સર્વવ્યાપી નથી એમ માનો, તો જ આત્માનું અનેકત્વ (ભેદ-પ્રભેદ) સિદ્ધ થાય.
नन्वात्मनो व्यापकत्वाभावे दिग्देशान्तरावर्तिपरमाणुभिर्युगपद् संयोगाभावादाद्यकाभावः, तदभावादन्त्यसंयोगस्य तन्निमित्तशरीरस्य, तेन तत्सम्बन्धस्य चाभावादनुपायसिद्धः सर्वदा सर्वेषां मोक्षः स्यात् ।
નિયાયિક– હે જૈન ! જો આત્માને સર્વવ્યાપી ન માનીએ અને માત્ર શરીરવ્યાપી માનીએ તો જુદી જુદી દિશાઓમાં અને જુદા જુદા ક્ષેત્રોની અંદર રહેલા સર્વે પરમાણુઓની સાથે એક આત્માનો એકીસાથે સંયોગ ન થવાથી ક્યા પરમાણુઓ મારા શરીરની રચનાને અનુકૂલ છે અને ક્યા પરમાણુઓ મારા શરીરની રચનાને પ્રતિકૂલ છે. આ બધું જાણ્યા વિના શરીરરચના માટેનાં પુદ્ગલોને ગ્રહણ કરવાની આદ્યક્રિયા
Page #302
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
૨૮૫
થતી નથી. આક્રિયા કર્યા વિના ગ્રહણ કરવાની સમાપ્તિ થતી નથી. અને આ રીતે પુદ્ગલોના ગ્રહણ અને અન્ય સંયોગનો અભાવ થવાથી તેના નિમિત્ત બનનારા શરીરનો પણ આ આત્માને અભાવ જ થાય છે. અને શરીરરચના ન થવાથી તે શરીરની સાથેના સંબંધનો અભાવ થવાથી વિના પ્રયત્ન જ સર્વકાળે સર્વે જીવોનો મોક્ષ થઈ જશે. આ દોષ ન આવે માટે આત્માને સર્વવ્યાપી માનવો એ જ ઉચિત છે. સર્વવ્યાપી માનીએ તો પ્રથમ સર્વ પરમાણુઓને સ્પર્શી લે. ત્યારબાદ શરીરની રચનાને જે જે સાનુકૂળ પરમાણુઓ લાગે તેને જ ગ્રહણ કરવાની આદ્યક્રિયા કરે.
अस्तु वा यथाकथञ्चिच्छरीरोत्पत्तिः, तथापि सावयवं शरीरं, प्रत्ययवमनुप्रविशन्नात्मा सावयवः स्यात्, तथा चास्य पटादिवत् कार्यत्वप्रसङ्गः । कार्यत्वे चासौ विजातीयैः सजातीयैर्वा कारणैरारभ्येत । न प्राच्यः प्रकारः, विजातीयानामनारम्भकत्वात् , न द्वितीयः, यतः सजातीयत्वं तेषामात्मत्वाभिसम्बन्धादेव स्यात् , तथा चात्मभिरारभ्यते (आत्मा) इत्यायातम् , एतच्चायुक्तम् , एकत्र शरीरेऽनेकात्मनामात्मारम्भकाणामसम्भवात् , सम्भवे वा प्रतिसन्धानानुपपत्तिः, न ह्यन्येन दृष्टमन्यः प्रतिसन्धातुमर्हति, अतिप्रसङ्गात् , तदारभ्यत्वे चास्य घटवदवयवक्रियातो संयोगविनाशाद् વિનાશ: થાત્
નૈયાયિક— ઉપરોક્ત યુક્તિઓ પ્રમાણે આત્મા સર્વવ્યાપી જ છે. શરીરવ્યાપી નથી. જો શરીરવ્યાપી માનીએ તો સર્વ પરમાણુઓ સાથે એક જ કાલે સંયોગ ન થવાથી શરીરરચના જ થઈ શકતી નથી. અને તેથી સર્વે જીવોને કેવળ એકલો મોક્ષ જ થઈ જાય છે. આ વાત ઉચિત નથી. છતાં માનો કે યેન કેન પ્રકારેણ (એટલે કે આત્માને દેહવ્યાપી માનવામાં શરીરરચના યુક્તિથી તો ઘટતી નથી. છતાં પણ) ધારો કે શરીરની રચના આ જીવ કરે છે. તો પણ શરીર અવયવો વાળું છે. અને એક એક અવયવમાં આત્મા (શરીરવ્યાપી હોવાથી) પ્રવેશ કરનાર બનશે. તેથી જેમ શરીર સાવયવ છે. તેમ આત્મા પણ સાવયવ જ છે. એમ સિદ્ધ થશે. અને તેમ થવાથી જેમ તનું સ્વરૂપ અવયવો વડે પટ બને છે. કપાલ સ્વરૂપ અવયવો વડે ઘટ બને છે. તેમ આત્મા પણ (પોતાના અવયવો વડે) બનાવાય છે એવો અર્થ થવાથી આત્મા પણ કાર્યસ્વરૂપ થશે. અનિત્ય થશે. અને તેના કારણો વડે ઉત્પન્ન કરાય છે. એવો અર્થ થશે. સાવયવ એવા ઘટ-પટની જેમ સાવયવ એવો આત્મા પણ પોતાના અવયવો વડે કરાય છે. એવો અર્થ થશે.
હવે જો આત્મા “કાર્ય” સ્વરૂપ છે. ઉત્પત્તિવાળો છે. એમ માનીએ તો આ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ આત્મા શું વિજાતીય કારણો વડે કરાય છે કે સજાતીય કારણો વડે કરાય છે? આવા પ્રશ્નો થશે. જો પ્રથમ પ્રકાર કહીએ તો તે ઉચિત નથી. કારણકે જે કારણો જે કાર્યનાં વિજાતીય હોય છે. તે કારણો વડે તે કાર્ય આરંભાતું નથી. જેમ તમ્બુવડે ઘટ ન આરંભાય અને કપાલ વડે પટ ન આરંભાય. તેમ આત્મત્વધર્મ વિનાના વિજાતીય એવા અણુઓ વડે આત્મા ન બનાવાય.
હવે બીજો પક્ષ જો સ્વીકારીએ તો સજાતીય અંશો વડે આ આત્મા બનાવાય છે. એવો અર્થ થયો. આત્માને બનાવનારા અંશોમાં જો “આત્મત્વધર્મ” હોય તો જ તે કાર્ય કરવાને અનુરૂપ સજાતીય કહેવાય. અર્થાત્ તે અંશોનું સજાતીયપણું “આત્મત્વ ધર્મના” સંબંધથી જ ઘટે. હવે જો આત્માને બનાવનારા અનેક અંશો “આત્મત્વધર્મ” વાળા જ હોય તો તે અનેક આત્માઓ જ છે એવો અર્થ થયો. અને તેથી અનેક આત્માઓ વડે આ આત્મા બનાવાય છે એવો અર્થ આવ્યો. પરંતુ આ અર્થ અયુક્ત છે. કારણકે એક જ શરીરમાં આત્મતત્ત્વના આરંભક (ઉત્પાદક) એવા અનેક (અંશો રૂ૫) આત્માઓનો અસંભવ છે. અથવા માનો કે એક આત્માના ઉત્પાદક એવા અનેક આત્માઓ એક શરીરમાં છે. તો પણ તેઓમાં “પ્રતિસંધાન” ઘટશે નહીં. પૂર્વકાળમાં અનુભવેલી વસ્તુનો વર્તમાન કાળે સ્મરણપૂર્વક અનુભવ કરાય તે પૂર્વાપર સંક્લનાવાળું જે જ્ઞાન તે પ્રતિસંધાન કહેવાય છે.
અહીં અનેક આત્માઓ ઉત્પાદક હોવાથી જે ઉત્પાદક આત્માઓ છે. તે અન્ય છે. અને તેનાથી ઉત્પન્ન થનારો આત્મા પણ અન્ય છે. બન્ને ભિન્ન હોવાથી પ્રતિસંધાન સંભવે નહીં. કારણકે અન્ય વડે જોવાયેલી વસ્તુનું અન્યને સ્મરણ થતું નથી. જો સ્મરણ થાય છે એમ માનીએ, તો અતિવ્યાપ્તિ આવે. ચૈત્રે જોયેલી વસ્તુનું સ્મરણ મૈત્રને પણ થવું જોઇએ.
વળી જો તરખ્યત્વે વાચ=આ આત્માનું તે સજાતીય અવયવો વડે ઉત્પાદ્યત્વ માનીએ તો તે અવયવોમાં ચલન નામની (અવયવોની ખસી જવા રૂ૫) ક્રિયા થવાથી અવયવોના સંયોગનો વિનાશ થવાથી ઘટની જેમ આ આત્માનો પણ વિનાશ માનવો પડશે. એટલે કે અનેક અવયવોના સંયોગથી જેમ પટ બન્યો છે. તેમાંથી એક-બે તંતુનો સંયોગ નાશ થવાથી પટનો નાશ થાય છે. તેમ આત્માના આરંભક એવા અવયવરૂપ આત્માઓના સંયોગના નાશની ક્રિયા થવાથી મૂલ ઉત્પાદ્યભૂત આત્મા પણ નાશ પામશે. તેથી આત્મા અનિત્ય થઇ જશે. માટે તે જૈન ! આત્મા શરીરવ્યાપી નથી. પરંતુ સર્વવ્યાપી છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૬
૨૮૭ शरीरपरिमाणत्वे चात्मनो मूर्तत्वानुषङ्गाच्छशरीरेऽनुप्रवेशो न स्यात् , मूर्ते मूर्तस्यानुप्रवेशविरोधात्, ततो निरात्मकमेवाखिलं शरीरमनुषज्यते ।
कथं वा तत्परिमाणत्वे तस्य बालशरीरपरिमाणस्य सतो युवशरीरपरिमाणस्वीकारः स्यात् ? तत्परिमाणपरित्यागात् , तदपरित्यागाद् वा, परित्यागाच्चेत् तदा शरीरवत् तस्यानित्यत्वप्रसङ्गात् परलोकाद्यभावानुषङ्गः । अथापरित्यागात्, तन्न, पूर्वपरिमाणापरित्यागे शरीरवत् तस्योत्तरपरिमाणोत्पत्त्यनुपपत्तेः । तथा
यदि वपुष्पपरिमाणपवित्रितं वदसि जैनमतानुग पुरुषम् । वद तदा कथमस्य विखण्डने भवति तस्य न खण्डनडम्बरम् ॥१॥
વળી તમે (જૈનો) શરીરના પ્રમાણવાળો જ આત્મા છે. એમ માનો છો પરંતુ એમ માન્ય છતે આત્મામાં મૂર્તિપણું આવવાથી તેનો શરીરમાં પ્રવેશ થશે નહીં. મૂર્તિ એટલે વર્ણાદિવાળાપણું, જેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને મન આ પાંચ મૂર્તિ છે. તેમ આત્મા પણ મૂર્તિ થશે. અને આત્મા મૂર્તિ બનવાથી મૂર્તિ એવા શરીરમાં તેનો અનુપ્રવેશ થશે નહીં. કારણકે એક મૂર્તિમાં બીજાં મૂર્તદ્રવ્ય પ્રવેશ પામે નહીં. તેથી સંપૂર્ણ શરીર નિરાત્મક જ થઈ જશે.
તથા આ આત્મા જો શરીરવ્યાપી જ માત્ર હોય તો તે આત્મા બાલ્યાવસ્થાના શરીરના માપવાળો હોતે છતે યુવાવસ્થાના શરીરના માપનો સ્વીકાર કેવી રીતે કરશે ? શું બાલ્યાવસ્થાવાળું જે શરીરનું પ્રમાણ છે તેનો ત્યાગ કરીને યુવાવસ્થાના શરીરના માપવાળો આત્મા બને કે બાલ્યાવસ્થાના શરીરના માપનો અત્યાગ કરીને યુવાવસ્થાના શરીરના માપવાળો આ આત્મા બને !
પરિત્યાગ્રે=જો બાલ્યાવસ્થાના શરીરપ્રમાણના ત્યાગથી યુવાવસ્થાવાળા શરીરના પરિમાણયુક્ત આ આત્મા બનતો હોય તો જેમ શરીરનું પરિમાણ બદલાયું, એટલે શરીર અનિત્ય છે. તેમ આ આત્મા પણ પરિમાણ બદલવાવાળો થવાથી શરીરની જેમ જ અનિત્ય થશે. અને અનિત્ય થવાથી પરલોકાદિનો અભાવ થવાનો જ પ્રસંગ આવશે. અને જો બાલ્યાવસ્થાવાળા શરીરના પરિમાણનો અત્યાગ કરીને યુવાવસ્થાવાળા શરીરના પરિમાણવાળો થતો હોય તો તે બરાબર નથી. કારણકે જ્યાં સુધી પૂર્વ અવસ્થાના પરિમાણનો ત્યાગ થાય નહીં ત્યાં સુધી શરીરની જેમ જ તે આત્માને ઉત્તર પરિમાણની ઉત્પત્તિ સંભવી શકે નહીં. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે-“હે જૈન મતના અનુરાગી ! આ આત્મા શરીરના પરિમાણ વાળો જ છે. અર્થાત્ શરીરના પરિમાણથી પવિત્ર છે એમ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૮
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ જો તું કહે છે. તો કહે તો ખરો કે આ શરીરનું વિશેષ ખંડન (ટુકડા) થયે છતે તે આત્માના પણ ટુકડા થયા કેમ ન કહેવાય ! અર્થાત્ જેમ શરીર છેદી શકાય છે તેમ આત્મા પણ ટુકડા ટુકડા કરીને છેદી શકાય છે. એવો અર્થ થશે.
આ બધી ચર્ચા કરીને અંતે તૈયાયિક એમ કહે છે કે આ આત્માને દેહપરિમાણવાળો માનવામાં હે જૈન ! ઉપરોક્ત દોષો આવે છે. માટે આવો કદાગ્રહ ત્યજીને આ આત્માને સર્વવ્યાપી માનવો જોઈએ. (અહીં સુધીમાં તૈયાયિકની પૂર્વપક્ષની દલીલો પૂરી થઇ.)
अत्राभिदध्महे-यदभ्यधायि-नन्वात्मनो व्यापकत्वाभाव इत्यादि, तदसत्यम्, यद् येन संयुक्तं, तदेव तं प्रत्युपसर्पतीति नियमासंभवात्, अयस्कान्तं प्रत्ययसस्तेनासंयुक्तस्याप्याकर्षणोपलब्धेः ।
अथासंयुक्तस्याप्याकर्षणे यच्छरीरारभ्भं प्रत्येकमुखीभूतानां त्रिभुवनोदरविवरवर्तिपरमाणूनामुपसर्पणप्रसङ्गाद् न जाने कियत्परिमाणं तच्छशरीरं स्यादिति चेत्, संयुक्तस्याप्याकर्षणे कथं स एव दोषो न भवेत् ? आत्मनो व्यापकत्वेन सकलपरमाणूनां तेन संयोगात् । अथ तद्भावाविशेषेऽप्यदृष्टवशाद् विवक्षितशरीरोत्पादनानुगुणा नियता एव परमाणव उपसर्पन्ति तदतिरत्रापि तुल्यम् ॥
ઉપર કહેલા નૈયાયિકના પૂર્વપક્ષની સામે હવે અમે (જૈનો) તેનો ઉત્તર આપીએ છીએ કે તમે પહેલાં “વાત્મનો વ્યાપકત્વભાવ' ઇત્યાદિ વાક્યપ્રબંધમાં (ભાગ ત્રીજામાં પૃષ્ઠ- ૨૮૪ પંક્તિ ૨૧ થી) જે કંઈ કહ્યું છે કે- જો આત્માને વ્યાપક નહીં માનો અને માત્ર દેહપરિમાણ માનશો તો અનેક દોષો આવશે. આવો જે પૂર્વે તમે પ્રયત્ન કર્યો તે સર્વથા અયુક્ત છે. યુક્તિ વિનાનો છે. કારણકે જે જેનાથી સંયુક્ત હોય, તે જ તેની પાસે ગમન કરે” એવો કોઇ નિયમ નથી. કારણકે અયસ્કાન્ત (લોહચુંબક) સાથે લોઢાનો સંયોગ નથી. છતાં લોઢું તે લોહચુંબક મણિ તરફ ગમન કરે જ છે. માટે સંયુક્તનું જ ગમન થાય એવો નિયમ નથી.
હવે કદાચ તમે એમ કહેશો કે સંયુક્ત ન હોય તેવા પણ પુગલોનું જો શરીરારંભ તરફ ગમન થતું હોય અને તે સન્મુખીભૂત પુદ્ગલોથી શરીરરચના જો થતી હોય તો તેવી શરીરરચના કરવા માટે સન્મુખ થયેલા એવા ત્રણે ભુવનના ઉદરમાં રહેલ પરમાણુઓનું આકર્ષણ થવાથી કેટલા મોટા માપવાળું શરીર બની જશે તે જાણી શકાતું કે કહી શકાતું નથી. આવું જો તમે (નૈયાયિકો) કહેશો તો આત્માને
Page #306
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
૨૮૯ સર્વવ્યાપી માનવામાં અને સર્વપુગલો સાથે સંયુક્ત છે એમ માનવામાં અને સંયુક્તનું જ આકર્ષણ થાય છે એમ માનવામાં પણ તે જ દોષ કેમ નહિ આવે ? કારણકે તમે આત્માને વ્યાપક માન્યો છે. વ્યાપક માનવાથી સકલ પરમાણુઓની સાથે તેનો સંયોગ થયો. અને સંયુક્તનું આકર્ષણ થાય એમ તમે માનો છો. તેથી સંયુક્ત એવા સર્વ પરમાણુઓનું આકર્ષણ થવાથી આ શરીર કેટલું મોટું બની જશે તે જાણી શકાતું નથી. એટલે સર્વવ્યાપી માનવામાં પણ આ જ દોષ આવ્યો.
હવે કદાચ અહીં નૈયાયિકો એવો પોતાનો બચાવ કરે કે આત્મા સર્વવ્યાપી માન્ય છતે જો કે તે આત્માની શરીર રચના કરવામાં સર્વ પરમાણુઓનો સંયોગ છે. અને સંયુક્ત પરમાણુઓનું આકર્ષણ માનીએ એટલે સર્વ પરમાણુઓનું ગ્રહણ સંભવી શકે અને તેનાથી અપરિમિત પ્રમાણવાળું મોટું શરીર બની જાય. પરંતુ સર્વ પરમાણુઓ સાથે આત્માનો સંયોગ (અવિશેષ) સમાન હોવા છતાં પણ
મદષ્ટવર્” તેવા પ્રકારના પુણ્ય-પાપરૂપ અદેખના વશથી વિવક્ષિત (પ્રાપ્ત કરેલા ભવને યોગ્ય) જ શરીરની ઉત્પત્તિને અનુકૂળ નિશ્ચિત પરમાણુઓ જ તે શરીરરચનામાં આવે છે. જેથી પરિમિત માપનું જ શરીર બને છે. આવું જો નૈયાયિક કહે તો તલતરાપ તુમૂતો આત્માને સર્વવ્યાપીને બદલે ઇતર=શરીરવ્યાપી માન્ય છતે પણ અસંયુક્તપણું સર્વ પરમાણુઓમાં સમાન (અવિશેષ) હોવા છતાં પણ અદષ્ટના વશથી જ વિવક્ષિત શરીરને અનુકૂળ નિયત-પરમાણુઓ જ શરીરની રચનાના ઉપયોગમાં આવે છે અને તેથી પરિમિત જ શરીર બને છે. તેથી શરીરવ્યાપી માનવામાં પણ કંઈ દોષ આવતો નથી. ઇત્યાદિ યુક્તિઓ તુલ્ય જ છે.
यच्चान्यदुक्तम्-सावयवं शरीरं, प्रत्यवयवमनुप्रविशन्नात्मेत्यादि, तदप्युक्तिमात्रम् , सावयवत्वकार्यत्वयोः कथञ्चिदात्मन्यभ्युपगमात्, । न चैवं घटादिवत् प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः, न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्वं दृष्टम्, कुम्भकारादिव्यापारान्विताद् मृत्पिण्डात् प्रथममेव पृथबध्नोदराद्याकारस्यास्योत्पत्तिप्रतीतेः । द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तरपरिणामः कार्यत्वम्, तच्च बहिरिवान्तरप्यनुभूयत एव । न च पटादौ स्वावयवसंयोगपूर्वककार्यत्वोपलम्भात् सर्वत्र तथाभावो युक्तः, काष्ठे लोहलेख्यत्वोपलम्भाद् वज्रेऽपि तथाभावप्रसङ्गात्, प्रमाणबाधनमुभयत्रापि तुल्यम् । न चोक्तलक्षणकार्यत्वाभ्युपगमेऽप्यात्मनोऽनित्यत्वानुषङ्गात् प्रतिसन्धानाभावोऽनुषज्यते, कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानत्वात् ॥
જૈનવળી તૈયાયિકોએ (ભાગ-ત્રીજા પૃષ્ઠ ૨૮૫ પંક્તિ ૮ માં) “સાવવું
Page #307
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
શરીર, પ્રત્યવયવમનુપ્રવિજ્ઞનાભા'' ઇત્યાદિ ટીકા-પાઠોમાં “શરીર અવયવોવાળું છે. અને એક એક અવયવોમાં પ્રવેશ પામતો આ આત્મા પણ સાવયવ થશે. અને તેનાથી આત્મામાં કાર્યત્વ (કૃત્રિમત્ત્વ) આવશે, અને આત્માને કાર્યરૂપ માનીએ તો સજાતીયકારણોના સંયોગથી આત્મા બને છે કે વિજાતીયકારણોના સંયોગથી આત્મા બને છે.' ઇત્યાદિ જે કંઇ કહ્યું. તે પણ કહેવા પૂરતું જ છે. અર્થાત્ યુક્તિ વિનાનું વચનમાત્ર જ છે. તે આ પ્રમાણે
૨૯૦
આ આત્મા (અસંખ્યપ્રદેશોનો બનેલો હોવાથી) કથંચિત્ સાવયવત્વ, અને (પૂર્વાપર પર્યાયરૂપે રૂપાન્તર થતો હોવાથી) કથંચિત્ કાર્યત્વ એમ બન્ને ધર્મો અમે માનીએ જ છીએ. અને આ બન્ને ધર્મો સ્વીકારવા છતાં તમે આપેલા કોઇ દોષો આવતા નથી. તમે જે એમ કહ્યું હતું કે સાવયવી માનવાથી ઘટાદિની જેમ કાર્યત્વ આવશે. અને તેમ થવાથી પૂર્વકાળમાં પ્રસિદ્ધ એવા સમાનજાતિવાળા (આત્મત્વ ધર્મવાળા) અવયવો વડે આરભ્યત્વ આત્મામાં આવશે. પરંતુ એવો કોઇ દોષ આવતો નથી.
પહેલી વાત તો એ છે કે ઘટાદિ કાર્યોમાં પણ પૂર્વકાળમાં પ્રસિદ્ધ એવા કપાલસંયોગાત્મક સમાન જાતિવાળા અવયવો વડે આરભ્યપણું દેખાતું નથી. પરંતુ કુંભાર આદિના પુરુષાર્થથી યુક્ત એવા ધૃપિંડમાંથી પહેલેથી જ નીચેથી પહોળોપહોળો અને ઉપરથી સાંકડો સાંકડો એવો આકાર કરાયે છતે તેવા આકારવાળા આ ઘડાની ઉત્પત્તિ દેખાય છે. અર્થાત્ ઘટ સાવયવ અવશ્ય છે. અને કાર્યરૂપ પણ અવશ્ય છે. પરંતુ સાવયવ અને કાર્યત્વ સ્વરૂપ હોય એટલે સમાનજાતિવાળા અવયવો દ્વારા જ જન્યત્વ હોય એવો નિયમ નથી. ઘટ બનાવવામાં પણ પૂર્વે માટીના કપાલ બનાવવામાં આવતા હોય અને બે ચાર કપાલોનો સંયોગ કરીને ઘટ બનાવાતો હોય એવું સંસારમાં દેખાતું નથી. પરંતુ જે નૃષિંડ છે. તેને જ પાણી દ્વારા મસળી મસળીને કોમળ કરીને કુંભારના પ્રયત્ન વિશેષથી દંડ અને ચક્રવડે ભમાવી ભમાવીને
ગોળ ગોળ આકારે અને નીચેથી ઉપર પહોળાઇ પણે અને પેટના ભાગથી ઉપર સાંકડાપણે માત્ર રૂપાન્તર જ કરાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે.
ભોજન માટે બનાવાતા રોટલા-રોટલી રૂપ કાર્યમાં અવયવ સંયોગ કરાતો જ નથી. માત્ર ગોળ વાળેલા લોયાનું જ વેલણ આદિ સામગ્રીથી રૂપાન્તર જ કરાય છે. અને એ જ કાર્યત્વ છે. કારણકે કોઇપણ દ્રવ્યમાં પૂર્વાકારનો ત્યાગ કરીને ઉત્તર આકારરૂપે પરિણામ પામવું એ જ કાર્યત્વ છે. બધે અવયવ સંયોગાત્મક કાર્ય હોય એવો નિયમ નથી. તેથી પર્યાયાન્તર થવા રૂપ કાર્યત્વ જેમ ઘટમાં છે. તેમ આત્મામાં પણ છે. માટે
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૯૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-પ૬ કથંચિત્ સાવયવ અને કથંચિત્ કાર્ય– બાહ્યપણે ઘટની અંદર જેમ અનુભવાય છે. તેમ અભ્યત્તરપણે આત્મામાં પણ રૂપાન્તર થવા સ્વરૂપે અનુભવાય જ છે.
નૈયાયિક- પટાદિ કેટલાંક કાર્યોમાં પોતાના સજાતીય અવયવોના (તંતુના) સંયોગ દ્વારા કાર્યત્વ દેખાય છે. તેવું અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યત્વ આત્મામાં પણ જો હોય તો સજાતીય કે વિજાતીય અવયવો વડે આરભ્યત્વ માનવાના પ્રશ્નો આવે. અને પૂર્વે કહેલા દોષો પણ આવે.
જૈન- પર હે નૈયાયિક ! પટાદિ કાર્યમાં જો કે સજાતીય એવા પોતાના અવયવોના સંયોગપૂર્વકનું કાર્યત્વ અવશ્ય દેખાય છે. પરંતુ તેટલા માત્રથી સર્વ ઠેકાણે તેમજ હોય એવો નિયમ નથી. એકસ્થાને જેવું સ્વરૂપ હોય તેવું જ સ્વરૂપ સર્વત્ર હોય છે એમ જો માની લઇએ તો કાષ્ઠમાં (લાકડામાં) લોહલખ્યત્વ (લોખંડની સળી વડે લખી શકાવાપણું) દેખાય છે. તેથી વજૂરત્નમાં પણ લોહલખ્યત્વ હોવાનું માનવું પડશે. તમે કદાચ એમ કહો કે વજૂરત્નમાં તો લોહલખ્યત્વ નથી જ આ વાત પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી ત્યાં લોહલખ્યત્વની કલ્પના કરવી તે બાધિત છે. તો તેવી જ રીતે પટાદિમાં અવયવસંયોગ જ ત્વરૂપ કાર્યત્વ હોવા છતાં પણ ઘટાદિમાં તેવું કાર્યત્વ નથી આ વાત પણ પ્રત્યક્ષસિદ્ધ જ છે. છતાં ત્યાં તેવું અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યવ માનવું એ પણ બાધિત જ છે બન્ને સ્થાનોમાં પ્રમાણની બાધા તુલ્ય જ છે. માટે બધાસ્થાને અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યવ જ હોય એવો નિયમ નથી. તેથી આત્મામાં રૂપાન્તર થવા રૂપ કાર્યત્વ છે. પરંતુ અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યત્વ નથી જ. તેથી સજાતીય અવયવોના સંયોગ જજ આ કાર્યત્વ છે કે વિજાતીય અવયવોના સંયોગ જ ત્વરૂપ આ કાર્યત્વ છે. આ સવાલ રહેતો જ નથી.
વળી હે તૈયાયિક ! ઉક્તલક્ષણવાળું એટલે કે રૂપાન્તર થવા વાળું કાર્યત્વ અમે જૈનો આત્મામાં માનીએ છીએ. એટલે આત્મામાં અનિત્યત્વ આવી જશે. તેના અનુષંગથી પ્રત્યભિજ્ઞા અને અનુસ્મરણ વગેરેનો અભાવ થઇ જશે. આવી આપત્તિ આપવાનું સાહસ ન કરવું. કારણકે આત્મા એકાન્ત જો નિત્ય જ હોય તો તેની અવસ્થા બદલાય જ નહીં. તેથી અનુભવવાની અવસ્થાયુક્ત એવો જીવ સદા અનુભવ વાળો જ રહે, સ્મરણ કે પ્રત્યભિશાયુક્ત અવસ્થાવાળો બને જ નહીં. ઉલટું કથંચિત્ અનિત્ય આત્મા છે એમ માનો તો જ અવસ્થા બદલાવાથી આ પ્રત્યભિજ્ઞાન અને અનુસ્મરણ
Page #309
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
વગેરે સંભવી શકે છે. તમે જે પૂર્વે કહેલું કે અન્યવડે જોવાયું હોય તે અન્ય વડે સ્મરણ કરાતું નથી. જેમ ચૈત્રવડે જોવાયું હોય તે મૈત્ર વડે સ્મરણ કરાતું નથી. પરંતુ તમારી આ વાત તદ્દન અસત્ય છે. ચૈત્ર-નૈત્રમાં દ્રવ્ય જ ભિન્ન ભિન્ન હોવાથી એકાન્ત ભેદ છે. તેવો એકાન્ત ભેદ આત્માની અનુભવાવસ્થા અને સ્મરણાવસ્થામાં નથી. અવસ્થા વડે ભેદ હોવા છતાં પણ દ્રવ્યરૂપે તો તેનો તે જ છે. તેથી આત્મા કથંચિત્ સાવયવ પણ છે અને કથંચિત્ કાર્યરૂપ પણ છે. તથા પૂર્વાવસ્થાનો ત્યાગ અને ઉત્તરાવસ્થાનો સ્વીકાર એ સ્વરૂપ કાર્યત્વ પણ આત્મામાં છે. તેથી જ સ્મરણ અને પ્રત્યભિજ્ઞાદિ સઘળા વ્યવહારો તથા લેવડ-દેવડના વ્યવહારો પણ સંભવે છે.
૨૯૨
यच्चावाचि - शरीरपरिमाणत्वे चात्मनो मूर्तत्वानुषङ्ग इत्यादि, तत्र किमिदं मूर्तत्वं नाम ? असर्वगतद्रव्यपरिमाणत्वं, रूपादिमत्त्वं वा । तत्र नाद्यः पक्षो दोषपोषाय, सम्मतत्वात्, द्वितीयपक्षस्त्वयुक्तः, व्याप्त्यभावात्, न हि यदसर्वगतं तन्नियमेन रूपादिमदित्यविनाभावोऽस्ति, मनसोऽसर्वगतत्वेऽपि तदसम्भवात् । अतो नात्मनः शरीरेऽनुप्रवेशानुपपत्तिर्यतो निरात्मकं तत् स्यात् । असर्वगतद्रव्यपरिमाणलक्षणमूर्तत्वस्य मनोवत् प्रवेशाप्रतिबन्धकत्वाद् रूपादिमत्त्वलक्षणमूर्तत्वोपेतस्यापि हि जलादे र्भस्मादावनुप्रवेशो न निषिध्यते, आत्मनस्तु तद्रहितस्यापि तत्रासौ प्रतिबध्यत इति महच्चित्रम् ॥
વળી હે નૈયાયિક ! તમે પૂર્વે એમ કહેલું કે “શરીરપરિમાળવે આત્મનો મૂર્તત્યાનુષઙૂ" (ભાગ-ત્રીજા ૨૮૭ પૃષ્ઠમાં પંક્તિ ૧ માં) જો આત્માને શરીરના જેટલા પરિમાણવાળો માનશો તો આત્મામાં મૂર્તત્વની પ્રાપ્તિ થશે. અને મૂર્ત થવાથી શરીરમાં અનુપ્રવેશ થશે નહીં. કારણકે મૂર્તમાં મૂર્તનો પ્રવેશ થઇ શકતો નથી. ઇત્યાદિ જે કંઇ પહેલાં કહ્યું છે. તે પણ અયુક્ત છે. કારણકે અમે તમને પૂછીએ છીએ કે તમે આ “મૂર્તત્વ” કોને કહો છો ? મૂર્તત્વનો અર્થ શું કરો છો? શું મૂર્તત્વ એટલે દ્રવ્યનું અસર્વવ્યાપિ પરિમાણપણું ? કે વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળાપણું ? જુદા જુદા દર્શનકારોમાં મૂર્તત્વ શબ્દના ઉપરોક્ત બે અર્થો પ્રસિદ્ધ છે. જે સર્વવ્યાપી પરિમાણવાળાં આકાશ, કાલ, દિશા અને આત્મા છે. તે ચારને તમે અમૂર્ત માનો છો. એટલે સર્વગત-પરિમાણત્વ એ અમૂર્તત્વ છે. એવો અર્થ તમે માનતા હશો. અને આત્માને દેહવ્યાપી માનીએ તો સર્વગતપરિમાણત્વ ન રહે એટલે અમૂર્તત્વ ન રહે તેથી મૂર્ત થઇ જશે. એવો મૂર્તત્વનો અર્થ કરો છો કે વર્ણાદિ-વાળાપણું પુદ્ગલ દ્રવ્યમાં જ માત્ર છે. અને તે જ એક મૂર્ત છે એટલે “વર્ણાદિવાળાપણું” તેને મૂર્ત કહો છો ? આ બેમાં મૂર્તત્વનો ક્યો અર્થ તમને માન્ય છે.
આત્માને દેહપરિમાણવાળો માનવાથી “અસર્વગતદ્રવ્યપરિમાણત્વ” આ અર્થવાળું
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૯૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૬ મૂર્તિત્વ આત્મામાં આવી જશે એમ પહેલો પક્ષ જો કહો તો તે અમને દોષ(ની પુષ્ટિ) કરનારો નથી. કારણકે અમે આત્માને અસર્વવ્યાપી માનીએ જ છીએ અને એવા અર્થવાળું મૂર્તિત્વ આત્મામાં આવતું હોય તો ભલે આવો. તે અમને ઇષ્ટ છે. તેમ માનવામાં કોઈ દોષ નથી. હવે જો “વર્ણાદિ-વાળાપણું” એ અર્થવાળું મૂર્તિત્વ આત્માને આવી જશે. એમ જ કહેતા તો તે અયુક્ત છે. કારણકે વ્યાપ્તિ લાગુ પડતી નથી. તમારું કરેલું અનુમાન આવું થશે માત્મા (પક્ષ) મૂર્તરૂપતિમાનું, (સાધ્ય) પરિમાળાવાલ્મસર્વાતવાત્ (હેતુ) અનુમાન સાચું તો જ બને કે જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં
ત્યાં સાધ્ય નિયમા હોય તો, અહીં જ્યાં જ્યાં અસર્વગતત્વ હોય ત્યાં ત્યાં વર્ણાદિમત્ત્વ હોય જ, આવો નિયમ હોય તો જ અન્વયવ્યાપ્તિ થઈ કહેવાય. પરંતુ જે જે અસર્વગત છે તે તે બધું વર્ણાદિમાનું નથી. જેમકે મન. આ મન પરમાણુ જેવડું હોવાથી અસર્વગત છે. છતાં વર્ણાદિવાળું (તમારા મતે) નથી. અને આ જ કારણથી વ્યતિરેક વ્યાપ્તિ પણ થતી નથી, જ્યાં જ્યાં વર્ણાદિવાળાપણું નથી. ત્યાં ત્યાં અસર્વગતત્વ પણ નથી એવી વ્યતિરેક વ્યાપ્તિ પણ સંભવતી નથી. કારણકે મન વર્ણાદિમાન્ નથી. પરંતુ અસર્વગત છે. આમ બન્ને રીતે તૈયાયિકની વાત વ્યાપ્તિ વિનાની હોવાથી અયુક્ત છે.
વળી જો તમે મૂર્તત્વનો અર્થ “અસર્વગતદ્રવ્યપરિમાણત્વ” કરતા હો. તો આ મન જ અસર્વગતદ્રવ્યપરિમાણવાળું છે. છતાં શરીરમાં પ્રવેશ પામે છે. તેની જેમ આત્મા પણ અસર્વગતદ્રવ્યપરિમાણ અર્થવાળો મૂર્તિ હોવા છતાં શરીરમાં મનની જેમ પ્રવેશ પામશે. તેના પ્રવેશનો કોઈ પ્રતિબંધ કરી શકશે નહીં. તેથી આત્માની શરીરમાં પ્રવેશની અનુપપત્તિ થતી નથી કે જેથી શરીર નિરાત્મક બની જાય.
તથા “રૂપાદિમત્ત્વ” લક્ષણવાળું મૂર્તિત્વ જો તમે માનતા હો. તો આવા પ્રકારના મૂર્તિત્વગુણથી યુક્ત એવાં જલાદિ દ્રવ્યોનો અનુપ્રવેશ ભસ્માદિમાં, અને અગ્નિનો પ્રવેશ કઠણ લોખંડ અને સુવર્ણાદિમાં પ્રત્યક્ષ દેખાય જ છે. આવા પ્રકારના મૂર્તિતા ગુણવાળા દ્રવ્યોનો મૂર્તિમાં પ્રવેશ નિષેધ કરાતો નથી. અને આવા પ્રકારની મૂર્તતા વિનાના એવા પણ (અતિસૂક્ષ્મ) આત્મદ્રવ્યનો તે શરીરમાં અનુપ્રવેશ નિષેધ કરાય છે આવી તમારી વાત સાંભળીને મહાન્ આશ્ચર્ય થાય છે. કહેવાનો સાર એ છે કે વર્ણાદિવાળી મૂર્ત વસ્તુ પૂલ હોય છે. અને વર્ણાદિથી રહિત અમૂર્ત વસ્તુ સૂક્ષ્મ હોય છે. સ્કૂલ એવા જલાદિનો ભસ્મમાં, અગ્નિ આદિનો લોખંડમાં પ્રવેશ થાય છે. તેમાં તમને કંઈપણ વાંધો દેખાતો નથી અને સૂક્ષ્મ એવા આત્માનો શરીરમાં પ્રવેશ માનવામાં ચૂંક આવે છે. આ જ મોટું આશ્ચર્ય છે.
यदप्यवादि-"तत्परिमाणत्वे तस्य बालशरीरपरिमाणस्य" इत्यादि तदप्ययुक्तम् ,
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ युवशरीरपरिमाणावस्थायामात्मनो बालशरीरपरिमाण-परित्यागे सर्वथा विनाशासम्भवात्, विफणावस्थोत्पादे सर्पवत, इति कथं परलोकाभावोऽनषज्यते ? पर्यायतस्तस्यानित्यत्वेऽपि द्रव्यतो नित्यत्वात् ॥
વળી તમે પૂર્વે જે (ભાગ ત્રીજા ૨૮૭ પૃષ્ઠમાં પંક્તિ ૩ માં) કહ્યું કે આ આત્માને દેહપરિમાણવાળો માનીશું તો બાલ્યાવસ્થાના શરીરના માપવાળો આ આત્મા યુવાવસ્થાના શરીરના માપવાળો કેમ થઈ જાય ? ઇત્યાદિ.
આ પ્રમાણે જે કંઈ તમે કહ્યું, તે પણ અયુક્ત જ છે. યુવાવસ્થાવાળો આત્મા થાય ત્યારે બાલ્યાવસ્થાવાળા શરીરનું પરિમાણ ત્યજીને જ થાય છે. છતાં પણ આ આત્માનો સર્વથા વિનાશ થતો નથી. જેમ ઉત્કણાવાળો સર્પ, વિફણાવાળો બને ત્યારે ઉત્કણાવાળી અવસ્થાનો ત્યાગ અને વિફણાવાળી અવસ્થાનો ઉત્પાદ થવા છતાં પણ સર્પ તેનો તે જ રહે છે. સર્વથા નાશ સર્પનો થતો નથી. તેમ અહીં આત્મા પણ અવસ્થાથી બદલાવા છતાં સર્વથા નાશ પામતો નથી. દ્રવ્યથી ધ્રુવ જ રહે છે. તેથી પર-લોકાદિનો અભાવ કેમ થશે? અર્થાત્ પરલોકાદિનો અભાવ થશે નહીં. કારણકે પર્યાયની અપેક્ષાએ તે આત્મા અનિત્ય હોવા છતાં પણ દ્રવ્યથી આ આત્મા નિત્ય જ છે.
यच्चाजल्पि-यदि वपुष्परिमाणपवित्रितमित्यादि, तदप्यपेशलम्, शरीरखण्डने कथञ्चित्तत्खण्डनस्येष्टत्वात्, शरीरसंबद्धात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरप्रदेशेऽवस्थानमात्मनः खण्डनम्, तच्चात्र विद्यत एव, अन्यथा शरीरात् पृथग्भूतावयवस्य कम्पोपलब्धिर्न स्यात् । न च खण्डितावयवानुप्रविष्टस्यात्मप्रदेशस्य पृथगात्मत्वप्रसङ्गः । तत्रैवानुप्रवेशात् । न चैकत्र सन्तानेऽनेक आत्मा, अनेकार्थप्रतिभासिज्ञानानामेकप्रमात्राधारतया प्रतिभासाभावप्रसङ्गात् । शरीरान्तरव्यवस्थितानेकज्ञानावसेयार्थसंवित्तिवत् । कथं खण्डिताखण्डितावयवयोः संघट्टनं पश्चादिति चेत्, एकान्तेन च्छेदानभ्युपगमात्, पद्मनालतन्तुवदच्छेदस्यापि स्वीकारात् । तथाभूतादृष्टवशाच्च तत्संघट्टनमविरुद्धमेवेति तनुपरिमाण एवात्माऽङ्गीकर्तव्यो न व्यापकः । तथा चात्मा व्यापको न भवति चेतनत्वात् , यत्तु नैवं, न तच्चेतनं, यथा व्योम, चेतनश्चात्मा तस्मादव्यापकः । अव्यापकत्वे चास्य तत्रैवोपलभ्यमानगुणत्वेन सिद्धा शरीरपरिमाणता ॥
વળી હે તૈયાયિક ! તમે પૂર્વે જે “દ્ધિ વપુષ્પરિHTTPવિત્રિતમ્'' ઇત્યાદિ (પૃષ્ઠ-૨૮૭ પંક્તિ-૮માં) કહ્યું છે કે- જો આત્માને દેહપરિમાણમાત્ર માનશો તો દેહનું ખંડન થયે છતે આત્માના પણ ટુકડા કેમ નહી થાય ? અર્થાત્ થશે જ. અને તમે (જૈનો) તો આત્માને અખંડ દ્રવ્ય માનો છો. ઇત્યાદિ તે પણ સર્વથા અમનોહરો
Page #312
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
૨૯૫ છે. કારણકે શરીરના કોઈ ભાગોનો ઉચ્છેદ થયે છતે તે આત્મદ્રવ્યમાં કથંચિદ્-ઉચ્છેદ (ટુકડા) થાય છે. એમ અમે માનીએ જ છીએ. અર્થાત્ કથંચિ-ઉચ્છદ અમને ઈષ્ટ જ છે. આ આત્માના (એક લોકાકાશ પ્રમાણ) અસંખ્ય આત્મપ્રદેશો છે. તે તમામ પ્રદેશો શરીરની સાથે સંબંધવાળા છે. હવે જ્યારે શરીરમાંથી હાથ-પગ કે આંગળી વગેરે કોઈ એક ભાગનો ઉચ્છેદ થાય. એટલે કે કાપવામાં આવે ત્યારે ખંડિત થયેલા તે શરીરના ભાગોમાં પણ આત્માના કેટલાક પ્રદેશો કેટલાક કાળ સુધી રહે છે.
સારાંશ કે શરીરની સાથે સંબંધવાળા આત્મપ્રદેશોમાંથી કેટલાક આત્મપ્રદેશોનું ખંડિત શરીરના ભાગમાં હોવું, તે જ આત્માનું ખંડન કહેવાય છે. તેવું આત્માનું ખંડન (ટુકડા થવા રૂ૫ ખંડન) અહીં-આત્મદ્રવ્યમાં પણ વિદ્યમાન છે જ. અન્યથા=જો ખંડિત એવા શરીરના વિભાગોમાં આત્મપ્રદેશો ન જ હોત તો મૂળ શરીરથી છુટા પડેલા અવયવોમાં (ગીરોળીના પૂંછડી આદિ ભાગોમાં) જે કંપન ક્રિયાની ઉપલબ્ધિ થાય છે. તે સંભવત નહીં. તેથી તે ખંડિતાવયવોમાં કેટલાક આત્મપ્રદેશો અવશ્ય છે તેથી આવું કથંચિત્ ખંડન આત્માનું થાય છે તે અમને (જૈનોને) માન્ય છે.
આ પ્રમાણે ખંડિત શરીરના અવયવોમાં કેટલાક આત્મપ્રદેશો છે આમ માનવાથી એક આત્માના બે આત્મા થઈ જશે એટલે કે ખંડિત અવયવોમાં અનુપ્રવેશ પામેલા આત્મપ્રદેશોનો એક જુદો આત્મા બની જશે, આવું જ માનવું પડશે. આવો પ્રશ્ન ન કરવો. કારણકે બન્ને વિભાગોમાં એક જ આત્માના કેટલાક કેટલાક આત્મપ્રદેશો જ વર્તે છે. અને તે બન્નેની વચ્ચે અનુસંધાનમાં પણ આત્મપ્રદેશો વર્તે છે. તેથી સળંગ એક જ દ્રવ્ય છે. અને અલ્પકાળમાં જ ખંડિતાવયવોમાં રહેલા આત્મપ્રદેશો તે મૂલશરીરમાં જ આકર્ષાઈ જાય છે. જેમ પતંગની દોરી પતંગ ચગાવનારના હાથમાં પણ હોય છે અને ચગેલા પતંગ સાથે પણ હોય છે. અને હાથ તથા પતંગ વચ્ચેના આકાશમાં પણ હોય છે. તેમ આત્મપ્રદેશો મૂળશરીરમાં, ખંડિત શરીરમાં અને વચ્ચેના આકાશમાં લંબાય છે. વિસ્તાર પામે છે. પરંતુ પતંગ કપાઈ જતાં જ ચગાવનારના હાથમાં દોરીનો છેડો છે એટલે તેનું અનુસંધાન હોવાથી તે બધી દોરીને ખેંચી લે છે. તેમ મૂલશરીરના આત્મપ્રદેશોમાં જ વિસ્તૃત થયેલા આત્મપ્રદેશો ખેંચાઈ આવે છે.
- તથા એક જ સંતાનમાં અનેક આત્મા છે એવું પણ નથી. અર્થાત્ આ એક શરીરમાં એક આત્માના અસંખ્ય પ્રદેશો છે. પરંતુ અસંખ્ય આત્મા નથી. તથા કેટલાક આત્મા મૂળ શરીરમાં રહે છે. અને કેટલાક આત્મા ખંડિતાવયવમાં જાય છે. અને પછીથી બધાંનું મીલન થાય છે. આ પ્રમાણે અનેક આત્માઓ આ શરીરમાં છે. એમ
Page #313
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
૨૯૬
પણ ન માનવું. જો અનેક આત્મા છે. એમ કહીએ તો ભિન્ન-ભિન્ન એવા અનેક વિષયોનો અવભાસ કરાવનારાં શાનો એક જ પ્રમાતાના આધારપણે જે પ્રતિભાસ (અનુભવ) થાય છે. તેનો અભાવ થવાનો પ્રસંગ આવે. જેમ જુદા જુદા શરીરોમાં (ચૈત્ર-નૈત્રમાં) રહેલા અનેક (ભિન્ન-ભિન્ન) જ્ઞાન દ્વારા જાણવા લાયક પદાર્થોના બોધ.
સારાંશ કે ચૈત્રે જે જ્ઞાન કર્યું. તેના દ્વારા જાણેલા પદાર્થના બોધનો અનુભવ મૈત્રને થતો નથી, તેમ એક જ શરીરમાં આંખ દ્વારા જોયેલા પદાર્થના બોધનો અનુભવ શેષ આત્મપ્રદેશોને, અને કાન દ્વારા સાંભળેલા શબ્દોના બોધનો અનુભવ સર્વ આત્મપ્રદેશોને, એકાધારપણે જે થાય છે તેનો અભાવ જ થઇ જાય, જો અનેક આત્મા એકશરીરમાં માનીએ તો. માટે અનેક આત્મા નથી.
કદાચ તમને (નૈયાયિકોને) એવો પ્રશ્ન થાય કે હે જૈનો ! જો આત્મપ્રદેશોનો ખંડ થાય છે. એમ તમે માનશો તો તે ખંડિત થયેલા (શરીરના અવયવમાં રહેલા) આત્મપ્રદેશોનું અને અખંડિત ભાગવાળા (શરીરના અવયવમાં રહેલા) આત્મપ્રદેશોનું પાછળથી સંઘટ્ટન=જોડાણ=મીલન કેવી રીતે થશે ? બન્ને છુટા પડેલા ભાગોનો એક આત્મા કેવી રીતે બનશે ? તો હે નૈયાયિક ! આવો પ્રશ્ન ન કરવો. કારણકે અમે આ આત્માનો એકાન્તે છેદ (સર્વથા બે ટુકડા) નથી સ્વીકાર્યા, બન્ને ટુકડાની વચ્ચે આત્મપ્રદેશોની લીંક ચાલુ જ રહે છે. જેમ પતંગ ચગાવનાર અને આકાશમાં ઉડતા પતંગની વચ્ચે દોરીની લીંક ચાલુ જ હોય છે. તેથી જ ચગેલો પતંગ ચગાવનાર થોડા કાળ પછી ઉતારી શકે છે. અને ઉતારે ત્યારે તે પતંગ તેની પાસે આવી જાય છે. અથવા કમળના નાલના તારની જેમ આ આત્માનો અનુચ્છેદ પણ અમે સ્વીકાર્યો જ છે. સર્વથા ઉચ્છેદ સ્વીકાર્યો નથી.
દ્રવ્યોના જુદા જુદા સ્વભાવો હોય છે. ઘટદ્રવ્યના ટુકડા થાય તો તેનું સંઘટ્ટન થતું નથી. અને રબ્બરને લંબાવવામાં આવ્યું હોય અને પછી છોડી દઇએ તો મૂળસ્વરૂપે બની જાય છે. તેવી રીતે આ આત્મદ્રવ્યમાં પણ તેવા પ્રકારના અદૃષ્ટના વશથી (દ્રવ્યના પોતાના સ્વભાવના જ કારણે) તે સર્વે આત્મપ્રદેશોનું (એટલે કે ખંડિત અને અખંડિત એમ સર્વે આત્મપ્રદેશોનું સંઘટ્ટન થવું તે અવિરુદ્ધ જ છે. આ પ્રમાણે આત્માને શરીર પ્રમાણવાળો જ સ્વીકારવો જોઇએ. પરંતુ વ્યાપક માનવો જોઇએ નહીં.
વળી આ આત્મા શરીરપ્રમાણ જ છે. પરંતુ સર્વવ્યાપી નથી. એ સમજવા માટેનું ન્યાયભાષાનુસારી અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે–
Page #314
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
૨૯૭
પ્રતિજ્ઞા- માત્મા વ્યાપો ન મવતિ આત્મા વ્યાપક નથી. (પક્ષ-સાધ્ય) હેતુ- ચેતન–ા-ચૈતન્યગુણવાળો હોવાથી (આ હેતુ છે.) વ્યતિરેકવ્યાતિ–વસ્તુ નૈવે તગૅતનં જે આવું નથી તે ચેતન નથી. અર્થાત્ જે
વ્યાપક નથી એમ નહીં, એટલે કે વ્યાપક છે. તે ચેતન નથી. ઉદાહરણ– યથા વ્યોમ જેમકે આકાશ. ઉપનય- ચેતનશ્રા અને આત્મા ચેતન છે. તેથી અવ્યાપક હોવો જોઇએ. નિગમન- તમાદ્રવ્યાપ =તેથી (અવ્યાપકવ્યાપ્ય ચૈતન્યગુણવાળો હોવાથી)
નિયમા અવ્યાપક જ છે. ઉપરોક્ત અનુમાન પ્રમાણ તથા પૂર્વે કહેલી ચર્ચાને અનુસાર આ આત્મા અવ્યાપક જ છે. સર્વત્ર વ્યાપક નથી. એટલી સિદ્ધિ થાય છે. હવે અવ્યાપક્તા સિદ્ધ થવાથી લોકમાં સર્વત્ર વ્યાપક નથી એમ સિદ્ધ થયું. પરંતુ શરીરમાત્રમાં જ છે. એમ કેવી રીતે જાણવું ? તેનો જવાબ આપે છે કે તવોપત્નશ્ચમનપુત્વેન એકવાર આ આત્માની અવ્યાપકતા સિદ્ધ થઇ. ત્યારબાદ શરીરમાં જ તેના ગુણો અનુભવાતા હોવાથી આ આત્મા શરીર પરિમાણવાળો જ છે. એ અવશ્ય સિદ્ધ થાય છે. આ રીતે આત્માની કાયપ્રમાણતા સિદ્ધ કરી.
प्रतिक्षेत्रं विभिन्न इत्यनेन तु विशेषणेनाऽऽत्माऽद्वैतमपास्तम् एतदपासनप्रकारश्च प्रागेव प्रोक्त इति न पुनरुच्यते ॥
શરીરે શરીરે જીવ ભિન્ન-ભિન્ન છે. આવા પ્રકારના મૂલસૂત્રમાં કહેલા વિશેષણ વડે સર્વ આત્માઓનો એક જ આત્મા છે. એમ જે વેદાન્તાદિ દર્શનકારો આત્માનું અદ્વૈત માને છે તેના મતનો પ્રતિકાર થયો. અને આ ખંડનની રીતભાત પૂર્વે જણાવી છે. એટલે ફરીથી લખતા નથી.
पौद्गलिकादृष्टवानिति नास्तिकादिमतमत्यसितुम् । तथाहि- नास्तिकस्तावनाऽदृष्टमिष्टवान् । स प्रष्टव्यः-किमाश्रयस्य परलोकिनोऽभावात्, अप्रत्यक्षत्वाद् विचाराक्षमत्वात्, साधकाभावाद् वाऽदृष्टाभावो भवेत् ?। न तावत् प्रथमात्, परलोकिनः प्राक् प्रसाधितत्वात् । नाऽप्यप्रत्यक्षत्वात्, यतस्तवाऽप्रत्यक्षं तत्, सर्वप्रमातृणां वा । प्रथमपक्षे त्वपितामहादेरप्यभावो भवेत् चिरातीतत्वेन तस्य तवाऽप्रत्यक्षत्वात् तद्भावे भवतोऽप्यभावो भवेदित्यहो ! नवीना वादवैदग्धी । द्वितीयकल्पोऽप्यल्पीयान् सर्वप्रमातृप्रत्यक्षमदृष्टनिष्टङ्कनिष्णातं न भवतीति वादिना प्रत्येतुमशक्तेः, प्रतिवादिना तु तदाऽऽकलनकुशलः केवली कक्षीकृत एव । विचाराक्षमत्वमप्यक्षमम्, कर्कशतर्केस्तय॑माणस्य तस्य घटनात् ।
૩૮
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
પુગલનું બનેલ (એટલે કે કાશ્મણવર્ગણાનું બનેલ) શુભ-અશુભકર્મસ્વરૂપ જે “અષ્ટ” છે. તે અદૃષ્ટવાળો આ આત્મા છે. આવો મૂલસૂત્રમાં જે “પૌત્રિદિષ્ટવાન” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. તે નાસ્તિકોએ એટલે કે ચાર્વાકોએ માનેલા મતનો નિરાસ કરવા માટે છે. તથા માઃિ શબ્દથી અન્ય અન્ય દર્શનકારો આત્માનું કર્મવાળું સ્વરૂપ જે માનતા નથી તે સર્વના મતનું પણ ખંડન કરેલ છે. જે જે મતોનું આ પદથી ખંડન થાય છે તે આ સૂત્રની ટીકાના છેલ્લા વાક્યપ્રબંધોમાં ટીકાકારશ્રીએ લખ્યું જ છે.
નાસ્તિકોને (ચાર્વાકદર્શનકારોને) “અદેષ્ટ” (શુભાશુભકર્મ) જેવું કોઈ તત્ત્વ માન્ય જ નથી. પાંચ ભૂતોમાંથી ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. અને ભૂતોના વિલયની સાથે ચૈતન્યનો પણ વિલય થાય છે. પુણ્ય-પાપ જેવું કર્મ પણ નથી. અને આત્મા જેવું ધ્રુવ દ્રવ્ય પણ નથી. અને પૂર્વભવ-પરભવમાં જીવનું ગમનાગમન આદિ પણ નથી. આવું નાસ્તિકોનું માનવું છે.
તે નાસ્તિકોને અમે (જૈનો) પૂછીએ છીએ કે તમે “અદૃષ્ટ”નો અભાવ છે એમ કેમ કહો છો ? કયા કારણથી અદૃષ્ટાભાવ કહો છો ? (૧) શું અદષ્ટના આધારભૂત પરલોકમાં જનારો આત્મા નથી માટે અદૃષ્ટ નથી ? કે (૨) અદૃષ્ટ પ્રત્યક્ષ = ચક્ષુરાદિ ઇન્દ્રિય ગોચર નથી માટે નથી ? કે (૩) વિચારો કરતાં અદૃષ્ટ જેવું કોઈ તત્ત્વ યુક્તિયુક્તપણે સિદ્ધ થતું નથી માટે નથી ? કે (૪) “અદૃષ્ટને” સિદ્ધ કરી આપે એવું કોઈ સાધક પ્રમાણ નથી ? માટે અદૃષ્ટ નથી. ઉપરોક્ત ચાર પક્ષો પૈકી ક્યા પક્ષથી “અદેષ્ટ નથી” એમ તમે કહો છો ?
જો પ્રથમપક્ષ કહો તો તે ઉચિત નથી. પરલોકમાં જનારો આત્મા નામનો એક સ્વતંત્ર પદાર્થ ભૂતોથી અતિરિક્ત છે જ. આ વાત પૂર્વે આ જ પરિચ્છેદના સૂત્ર ૭-પપમાં સિદ્ધ કરી જ છે. આત્મદ્રવ્યની સિદ્ધિ પ્રત્યક્ષાદિ પ્રમાણો જણાવવા પૂર્વક યુક્તિઓ સહિત ૭૫૫માં કરી જ છે. અને ૭-૫૬ માં તેના સ્વરૂપની સિદ્ધિ પણ કરી છે.
હવે “મપ્રત્યક્ષ વીત્ત'' આવા પ્રકારનો બીજો પક્ષ “અદૃષ્ટ”નો અભાવ સમજાવવામાં જો કહેતા હો તો આ અદૃષ્ટ તમને પોતાને પ્રત્યક્ષ દેખાતું નથી માટે નથી એમ કહો છો ? કે સર્વે પણ પ્રમાતાઓને પ્રત્યક્ષ દેખાતું નથી. માટે “નથી” આમ કહો છો ?
હવે હે નાસ્તિકવાદી ચાર્વાક ! તમને પોતાને પ્રત્યક્ષ ચક્ષુચર નથી એટલે “અદૃષ્ટ” નથી એવો પક્ષ જો કહેતા હો તો તમારા દાદા અથવા દાદાના પણ પિતા વડદાદા આદિ પૂર્વ પુરુષોનો પણ અભાવ જ થશે. કારણકે તેઓ ઘણા લાંબા
.
Page #316
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
૨૯૯ ભૂતકાળમાં થયેલા હોવાથી તમને તો અપ્રત્યક્ષ જ છે. તેથી તમને નથી દેખાયા માટે તેઓનો પણ અભાવ જ થશે. અને જો આ સંસારમાં તે વડદાદા આદિ પૂર્વપુરુષોનો અભાવ જ હોય તો તમારો પણ અભાવ જ થશે. કારણકે પૂર્વપુરુષો વિના તમારો જન્મ જ કેવી રીતે થાય ? તેથી તે નાસ્તિક ! તમારી વાદ કરવાની આ ચતુરાઈ કોઈ અપૂર્વ (આશ્ચર્યકારી) જ કહેવાશે. કે જે તમને પ્રત્યક્ષ ન હોય એટલે તે સંસારમાં જ ન હોય.
હવે જો “સર્વે પ્રમાતાઓને અષ્ટ પ્રત્યક્ષ નથી” માટે નથી. આવો બીજો પક્ષ કહેશો તો તે પણ તમારી વાત તુચ્છ છે. “સર્વે પણ પ્રમાતાઓનું પ્રત્યક્ષજ્ઞાન “અદૃષ્ટ”ને નિ:શક્તિપણે જાણવામાં નિષ્ણાત નથી” આવું વાદી એવા તમારા વડે કહેવું શક્ય નથી. કારણકે સર્વે પ્રમાતાઓના પ્રત્યક્ષને જે જાણે તે જ આવું વર્ણન કરી શકે. અને વાદિના મતે સર્વે પ્રમાતાના પ્રત્યક્ષને જાણનારા એવા અર્થાત્ સર્વજ્ઞ કોઈ મનાયા જ નથી. તેથી સર્વે પ્રમાતાઓનું પ્રત્યક્ષજ્ઞાન અષ્ટને જાણવામાં અસમર્થ છે. એમ વાદી કહી શકશે નહીં અને પ્રતિવાદી એવા જૈનોએ તો તે અદૃષ્ટને સાક્ષાત્ જાણનારા અને જોનારા એવા કેવલી-સર્વજ્ઞ માનેલા છે. એટલે સર્વજ્ઞના જ્ઞાનથી પણ અદષ્ટ છે. એમ જૈન કહી શકશે. પરંતુ ચાર્વાક તો સર્વજ્ઞને ન માનતો હોવાથી સર્વજ્ઞના જ્ઞાન દ્વારા પણ અદષ્ટનો અભાવ સિદ્ધ કરી શકશે નહીં.
હવે ‘વિવામિત્વ' નામનો ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. કારણકે શ= કઠોર-મજબૂત-સૂક્ષ્મ એવા “તર્કં:” તર્કો-યુક્તિઓ-દલીલો વડે તેવચંપાઈ તક વિચારણા કરાતું એવું તે અદૃષ્ટ ઘટના–ઘટી શકે છે સૂફમયુક્તિઓ દ્વારા વિચારણા કરતાં તે અદષ્ટ યુક્તિ-સિદ્ધ થઈ શકે છે. તેથી અક્ષમત્વ બરાબર નથી, પરંતુ ક્ષમત્વ છે.
ननु कथं घटते ? तथाहि-तदनिमित्तं सनिमित्तं वा भवेत् । न तावदनिमित्तम्, सदा सत्त्वासत्त्वयोः प्रसङ्गात् "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात्' । यदि पुनः सनिमित्तम् , तदाऽपि तन्निमित्तमदृष्टान्तरमेव, रागद्वेषादिकषायकालुष्यम् , हिंसादिक्रिया वा प्रथमे पक्षेऽनवस्थाव्यवस्था । द्वितीये तु न कदापि कस्यापि कर्माभावो भवेत् , तद्धेतो रागद्वेषादिकषायकालुष्यस्य सर्वसंसारिणां भावात् । तृतीयपक्षोऽप्यसूपपादः, पाप-पुण्य-हेतुत्वसंमतयोर्हिसाऽर्हत्पूजादिक्रिययोर्व्यभिचारदर्शनात् कृपणपशुपरम्पराप्राणप्रहाणकारिणां कपटघटनापटीयसां पितृमातृमित्रपुत्रादिद्रोहिणामपि केषांचिच्चपलचारुचामरश्वेतातपत्रपात्रपार्थिवश्रीदर्शनात् , जिनपतिपदपङ्कजपूजापरायणानां निखिलप्राणिपरम्पराऽपारकरुणाकूपाराणामपि केषांचिदनेकोपद्रवदारिद्र्यमुद्राक्रान्तत्वाऽऽलोकनादिति ।
Page #317
--------------------------------------------------------------------------
________________
૩00
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
નાસ્તિક= હે જૈનો ! “અદૃષ્ટ” જેવું તત્ત્વ સૂક્ષ્મ તર્કોથી વિચારતાં સિદ્ધ થાય છે એમ તમે જે કહો છો તો તે કેવી રીતે સિદ્ધ થાય છે ? તે સમજાવો. અમને (નાસ્તિકોને) તો વિચારણા કરતાં અદષ્ટની વિદ્યમાનતા કોઈપણ રીતે જણાતી નથી. કારણકે- જો અદૃષ્ટ હોય તો તે અનિમિત્તક હોય કે સનિમિત્તક હોય ? જો અનિમિત્તક હોય તો જે તત્ત્વ વિના કારણે થતું હોય, તે કાં તો સદા હોવું જ જોઇએ, જવું જ ન જોઇએ, અથવા સદા ન જ હોવું જોઈએ એમ સદા સત્ત્વ કે અસત્ત્વ માનવાનો પ્રસંગ આવે. તે માટે અનિમિત્તાકવાળો પક્ષ યુકિતક્ષમ નથી. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે- “નિત્ય સર્વેમાં વાતો અચાનપેક્ષા" જે કાર્ય અન્યની અપેક્ષા ન રાખે તે કાર્ય નિત્ય હોવું જોઇએ અથવા કદાપિ ન હોવું જોઈએ માટે અનિમિત્તકપક્ષ ઉચિત નથી.
હવે જો હે જૈન ! તમે આ અદૃષ્ટને સનિમિત્તક છે. એમ કહેતા હો તો આ અદેખનું નિમિત્ત શું માનો છો ? જે નિમિત્ત તમે માનો (૧) તે શું બીજું એક અદૃષ્ટ જ છે ? એટલે કે અદૃષ્ટાન્તર જ છે, કે (૨) રાગ-દ્વેષાદિ કષાયથી જન્ય કલુષિતતા છે, ? કે (૩) હિંસા, અસત્ય, ચીર્ય આદિ પાપાદિની ક્રિયા છે ? આ ત્રણ પક્ષોમાંથી ક્યા પક્ષવાળું તમે વિવક્ષિત અષ્ટનું નિમિત્ત કહો છો ? જો પ્રથમપક્ષ કહેશો તો “અનવસ્થા” દોષ સ્પષ્ટ આવશે જ. કારણકે વિવક્ષિત અદેખનું કારણ જો અદૃષ્ટાન્તર હોય, તો તે બીજા અદ્રષ્ટનું કારણ ત્રીજું અદૃષ્ટ, તેનું કારણ ચોથું અદૃષ્ટ, એમ પરંપરા ચાલવાથી કોઈ અંત જ આવશે નહીં. હવે જો બીજો પક્ષ કહો તો ક્યારેય કોઇ પણ જીવને કર્મોનો અભાવ થશે જ નહીં. કારણકે અદષ્ટના કારણભૂત એવા રાગ-દ્વેષાદિ કષાયોની કલુષિતતા સર્વે સંસારી-જીવોને સદા હોય જ છે. તેનો સર્વથા અભાવ શક્ય જ નથી. તેથી કોઈની પણ ક્યારેય મુક્તિ થશે નહીં. હવે જો ત્રીજો પક્ષ કહો તો તે પણ “સૂપપાદ” નથી અર્થાત્ સારી રીતે યુક્તિયુક્તપણે સિદ્ધ થતો નથી. કારણકે પાપના હેતુભૂત માનેલી હિંસાદિ ક્રિયામાં અને પુણ્યના હેતુભૂત માનેલી અરિહંતપૂજા આદિની ધર્મ ક્રિયામાં વ્યભિચાર દેખાય છે. કોઈ જીવો પાપની ક્રિયા કરતા હોય છતાં તે સુખી પણ હોય છે અને કોઈ જીવો પુણ્યની ક્રિયા કરતા હોય, છતાં દુઃખી પણ હોય છે. એવું સંસારમાં સાક્ષાત્ દેખાય છે. જો પુણ્ય અને પાપ જેવું “અદૃષ્ટ” હોય તો પાપના હેતુભૂત હિંસાદિ ક્રિયા કરનારા પાપ જ બાંધે અને તેનાથી દુઃખી જ થવા જોઈએ. પરંતુ (કૃપણ એટલે કે બિચારાં-દીન-દયાપાત્ર એવાં) પશુઓના સમૂહના પ્રાણીનો પ્રહાણ (નાશ) કરનારા, અને માયાજાળ વાળી ઘટના રચવામાં અત્યન્ત ચતુર તથા પિતા, માતા, મિત્ર
Page #318
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
૩૦૧ અને પુત્રાદિનો દ્રોહ કરનારા એવા પણ કેટલાક જીવોમાં સારી રીતે (પત્ન-) વીંઝાતાં (વા=) મનોહર રામર = ચામરો અને શ્વેત છત્રાદિના (પાત્ર) આધારભૂત એવી પાર્થિવશ્રી (રાજ્યલક્ષ્મી) દેખાય છે. એટલે પાપની ક્રિયામાં વ્યભિચાર દેખાય છે આ વાત સિદ્ધ થઇ, તેવી જ રીતે પુણ્યના હેતુભૂત અરિહંતની પૂજાદિ ધર્મ-ક્રિયા કરનારા અને પુણ્ય જ બાંધનારા જીવો તેનાથી સુખી જ થવા જોઇએ. પરંતુ તીર્થંકર પરમાત્માના ચરણ કમલની પૂજા કરવામાં પરાયણ તથા સર્વે પ્રાણીઓના સમૂહ ઉપર અપાર કરુણાના મહાસાગર એવા કેટલાક જીવોમાં અનેક દુઃખો અને દારિત્ર્યની મુદ્રાનું આક્રાન્તપણું દેખાય છે. એટલે પુણ્યની ક્રિયામાં પણ વ્યભિચાર દેખાય જ છે. આ રીતે કોઇપણ રીતે વિચારણા કરતાં અદૃષ્ટ સંભવતું જ નથી. આ રીતે ચાર્વાક “કર્મનો અભાવ” સમજાવવામાં પ્રથમના ત્રણ પક્ષો રજુ કરે છે. હવે આ ત્રણ પક્ષોનું ખંડન જૈનાચાર્યશ્રી જણાવે છે.
अत्र ब्रूमः पक्षत्रयमप्येतत् कक्षीक्रियत एव । प्राच्याऽदृष्टान्तरवशगो हि प्राणी रागद्वेषादिना प्राणव्यपरोपणादि कुर्वाणः कर्मणा बध्यते । न च प्रथमपक्षेऽनवस्था दौःस्थ्याय, मलक्षयकरत्वाभावाद. बीजारादिसन्तानवत तत्सन्तानस्याऽनादित्वेनेष्टत्वात । द्वितीयेऽपि यदि कस्यापि कर्माभावो न भवेद्, मा भूत् , सिद्धं तावददृष्टम् । मुक्तिवादे तदभावोऽपि प्रसाधयिष्यते । तृतीये तु या हिंसावतोऽपि समृद्धिः, अर्हत्पूजावतोऽपि दारिद्र्याऽऽप्तिः, सा क्रमेण प्रागुपात्तस्य पापानुबन्धिनः पुण्यस्य, पुण्यानुबन्धिनः पापस्य च फलम् । तत्क्रियोपात्तं तु कर्म जन्मान्तरे फलिष्यतीति नाऽत्र नियतकार्यकारण-भावव्यभिचारः ॥
જૈન- મંત્ર જૂ: અમે જૈનો નાસ્તિકોને કહીએ છીએ કે અમે પ્રથમના આ ત્રણે પક્ષો સ્વીકારીએ છીએ. (ચોથા પક્ષની ચર્ચા અંતે કરીશું.) પૂર્વકાળમાં (પૂર્વભવોમાં) બાંધેલા (૧) અદૃષ્ટાન્નર (જુનાં કર્મોના ઉદય)ને વશ થયેલો આ જીવ (૨) રાગદ્વેષ આદિ કાષાયિક અધ્યવસાયોના કારણે (૩) હિંસાદિ પાપસ્થાનકોને કરતો કર્મની સાથે બંધાય છે. આ પ્રમાણે (૧) અદૃષ્ટાન્તર, (૨) રાગદ્વેષાદિકષાયજન્ય કલુષિતતા અને (૩) હિંસાદિ પાપસ્થાનકોનું આસેવન એમ ત્રણે કારણો અમે જૈનો માનીએ છીએ. છતાં કોઈપણ જાતનો દોષ આવતો નથી.
(૧) અદૃષ્ટાન્તર (પૂર્વે બાંધેલ કર્મોના ઉદય) ને કારણ માનવામાં તમે કહેલી અનવસ્થા એ કંઈ દૂષણ આપનારી બનતી નથી. કારણકે જે અનવસ્થા મૂલતત્વનો જ ક્ષય કરનારી બને તે જ દૂષણરૂપ કહેવાય છે. આ અનવસ્થા મૂલતત્ત્વનો ક્ષય કરનારી ન હોવાથી દૂષણરૂપ બનતી નથી. બીજા અને અંકુર આદિની પરંપરાની
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
જેમ તે કર્મની પરંપરા પણ અમે અનાદિની માનેલી છે. જેમ બીજમાંથી જ અંકુરા થાય છે. અને અંકુરામાંથી જ બીજ થાય છે. તેમ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી નવુ કર્મ બંધાય છે. અને તે નવા કર્મના ઉદયથી બીજાં નવું કર્મ બંધાય છે. એમ અનાદિની પરંપરા માનવામાં મૂલની કંઇ ક્ષતિ આવતી નથી.
(૨) પુણ્ય-પાપ સ્વરૂપ કર્મ માનવામાં “રાગ-દ્વેષાદિ કષાયોની કલુષિતતા” કારણ છે. આવો બીજો પક્ષ સ્વીકારવામાં તમે કહ્યું હતું કે કોઈને ક્યારેય પણ કર્મનો અભાવ (મુક્તિ) જ નહી થાય. તો કર્મનો અભાવ કોઈને પણ ભલે ક્યારેય ન થાઓ. તો પણ “કર્મ” (એટલે અષ્ટ) છે એમ તો સિદ્ધ થયું જ ને ! તથા વળી “કર્મનો અભાવ પણ નહી જ થાય એમ નહી પરંતુ થાય પણ છે” આ વાત મુક્તિવાદમાં (પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭માં) સમજાવાશે.
(૩) ત્રીજો પક્ષ પણ સ્વીકાર્ય જ છે. હિંસાદિ પાપસ્થાનકો પાપબંધ કરાવવા દ્વારા દુ:ખનું જ કારણ બને છે. અને અરિહંત પરમાત્માની પૂજા આદિ ધર્મકાર્યો પુણ્ય બંધાવવા દ્વારા સુખનું જ કારણ બને છે. છતાં તમે જે વ્યભિચાર દોષ બતાવ્યો તે બરાબર નથી. કારણકે હિંસાદિ પાપનાં સ્થાનકો સેવનારા આત્માઓમાં જે સમૃદ્ધિ દેખાય છે. અને અરિહંત પરમાત્માની પૂજા આદિ ધર્મકાર્ય કરનારા આત્માઓમાં જે દારિદ્રયતાદિની પ્રાપ્તિ જણાય છે. તે અનુક્રમે પૂર્વે બાંધેલા . * “પાપાનુબંધી પુણ્યના અને પુણ્યાનુબંધી પાપના ઉદયનું ફળ છે એમ જાણવું. અત્યારે જે પાપક્રિયા અને પુણ્યક્રિયા કરી છે. તેનાથી બંધાયેલ અનુક્રમે પાપ તથા પુણ્યરૂપ કર્મ ભાવિના જન્માન્તરમાં ફળ આપનાર બને છે. અને અત્યારે વર્તમાનકાળમાં પાપ કરનારા સુખી અને પુણ્ય કરનારા જે દરિદ્ર જણાય છે. તે પૂર્વભવોમાં બાંધેલ અનુક્રમે જે પુણ્ય અને પાપ છે. તેનું ફળ છે. આ પ્રમાણે અહીં કાર્ય-કારણ ભાવની વ્યવસ્થામાં વ્યભિચાર દોષ અલ્પ પણ આવતો નથી.
__साधकाभावादपि नाऽदृष्टाभावः, प्राक् प्रसाधितप्रामाण्ययोरागमाऽनुमानयोતપ્રસાદયમવા તથા ર ‘ામ: પુષ' [તત્ત્વા૬-૩] ‘શુમ: પાપી' [ तत्त्वा० ६-४] इत्यागमः । अनुमानं तु तुल्यसाधनानां कार्ये विशेषः सहेतुकः, कार्यत्वात् कुम्भवत् ॥
“દર્શ સાધ્વીતીર્થમયોનુચનમનઃ | विशेषो वीर्यविज्ञानवराग्यारोग्यसंपदाम् ॥१॥" न चायं विशेषो विशिष्ट्रमदृष्टकारणमन्तरेण ।
Page #320
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
૩૦૩
• यदूचुर्जिनभद्रगणिक्षमाश्रमणमिश्रा:
जो तुल्लसाहणाणं फले विसेसो ण सो विणा हेउं ।
कजत्तणओ गोयम ! घडोव्व हेऊ य से कम्मं ॥१॥ “અષ્ટ”ને સાધી આપે એવાં સાધક પ્રમાણ કોઈ ન હોવાથી “અષ્ટનો અભાવ છે” એમ ચોથો પક્ષ જો તમે અદૃષ્ટના અભાવને સિદ્ધ કરવામાં કહો તો તે પણ ન કહેવું. કારણકે પૂર્વે (બીજા-ત્રીજા-ચોથા પરિચ્છેદોમાં) સિદ્ધ કરી છે પ્રમાણતા જેની એવાં આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ તે કર્મનો સિદ્ધ કરનારાં ઘણાં મળી શકે છે. તે આ પ્રમાણે– અમ: પુથી [તત્ત્વાર્થ સૂત્ર ૬-૩] ગમ: પાપી [તત્ત્વાર્થ સૂત્ર ૬૪] આ આગમ પ્રમાણ વિદ્યમાન છે. આવા પ્રકારનાં બીજાં આગમ પ્રમાણો પણ અહીં સ્વયં સમજવાં. અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે કે જે જે આત્માઓ “તુલ્યસાધન સામગ્રીવાળા છે. છતાં તેમાં જે જે વિશેષતા દેખાય છે. ઊંચી-નીચી અવસ્થા, ચડતીપડતી સ્થિતિ દેખાય છે. તે સર્વે વિશેષતા (પ), સહેતુક છે (સાધ્ય), કાર્ય હોવાથી (હેતુ) કુંભની જેમ (ઉદાહરણ), જે જે કાર્યાત્મક હોય છે તે તે અવશ્ય સહેતુક જ હોય છે. તેની પાછળ કોઈને કોઈ કારણ અવશ્ય હોય છે. જેમ કે કુંભ એ એક કાર્ય છે. તેથી તે સહેતુક છે. (દંડ-ચક્ર-કુંભકાર આદિ કારણોથી જન્ય છે) તેની જેમ સુખીદુઃખી, રોગી-નિરોગીની જે જે ઉત્પન્ન થયેલી કાર્યાત્મક વિશેષતા છે તે પણ સહેતુક છે. આ વિશેષતામાં જે હેતુ છે. તે જ “અષ્ટ” છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
“સાધ્વીને ત્યાં (એટલે કે સદાચારી કુલવાનું સ્ત્રીને ત્યાં) એકી સાથે તુલ્યકાળ જન્મ પામેલા બે પુત્ર યુગલમાં પરાક્રમ, જ્ઞાન, વૈરાગ્ય અને આરોગ્યની સંપત્તિમાં વિશેષતા દેખાયેલી છે.” - આ વિશેષતા વિશિષ્ટ એવા અદૃષ્ટ નામના કારણને માન્યા વિના સંભવી શકે નહીં માટે અવશ્ય અદષ્ટ છે જ.
તથા પૂજ્યપાદ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિશેષાવશ્યકભાષ્યમાં કહે છે કે
“તુલ્ય સાધનો વાળામાં પણ ફળની અંદર જે વિશેષતા દેખાય છે. તે છે ગૌતમ ! કારણ વિના સંભવતી નથી. ઘટની જેમ, કાર્ય હોવાથી, અહીં જ કારણ છે તે જ કર્મ છે. એટલે કે તુલ્ય ધંધો-વ્યવસાય કરનારા બે પુરુષોમાં પણ એક ધન કમાય છે. અને બીજો ધન કમાતો નથી. આવી જે કોઈ વિશેષતા જણાય છે. તેમાં કોઈને કોઈ કારણ છે. જે કોઈ કારણ છે. તે કર્મ (અદેખ) જ છે.
Page #321
--------------------------------------------------------------------------
________________
૩/૪
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ अथ यथैकप्रदेशसंभवानामपि बदरीकण्टकानां कौटिल्यार्जवादिर्विशेषः यथा वैकसरसीसंभूतानामपि पङ्कजानां नीलधवलपाटलपीतशतपत्रसहस्रपत्रादिर्भेदः, तथा शरीरिणामपि स्वभावादेवाऽयं विशेषो भविष्यति, तदशस्यम् । कण्टकपङ्कजादीनामपि प्राणित्वेन परेषां प्रसिद्धेस्तदृष्टान्तावष्टम्भस्य दुष्टत्वात् । आहारक्षतरोहदोहदादिना वनस्पतीनामपि प्राणित्वेन तैः प्रसाधनात् ॥
- નાસ્તિકવાદી– હે જૈન ! એક સ્ત્રીથી જન્મેલા બે બાળકોમાં જે વિશેષતા છે તે સ્વાભાવિક છે. અર્થાત્ કર્મ વિના પણ હોઈ શકે છે. તેથી એક સ્ત્રીના બે બાળકોમાં વિશેષતા બતાવવાના ઉદાહરણથી કંઇ કર્મની સિદ્ધિ થઈ જતી નથી. જેમ એક જ પ્રદેશમાં એટલે કે એક જ વૃક્ષ ઉપર ઉત્પન્ન થયેલાં બોર પણ હોય છે અને કાંટા પણ હોય છે. આ બન્ને એક જ બોરડીના ઝાડ ઉપર થાય છે. છતાં બોરમાં આર્જવતા (કોમળતા) અને કાંટામાં કૌટિલ્યતા (વક્રતા) એમ ભેદ હોય જ છે. અને આ વૃક્ષ તથા તેના ઉપર આવેલાં બોર અને કાંટા નિર્જીવ છે એટલે કર્મ જેવું કોઈ તત્ત્વ તેમાં નથી. છતાં એકસ્થાનમાં ઉત્પન્ન થયેલા બોર અને કાંટામાં કોમળતા અને વક્રતાનો ભેદ છે. તેવી રીતે એક જ સ્ત્રીથી જન્મેલા બે બાળકોમાં પણ અદૃષ્ટ વિના જ ભેદ છે. એમ માની શકાય છે. ત્યાં અદૃષ્ટને માનવાની કંઈ જરૂર નથી.
વળી એક જ સરોવરમાં ઉત્પન્ન થયેલાં કમળોમાં (પુષ્પોમાં) કોઈ નીલું, કોઈ ધોળું, કોઈ રંગબેરંગી, અને કોઈ પીળું એમ વર્ણભેદ, તથા કોઇ શતપત્ર, અને કોઈ સહસ્ત્રપત્ર એમ પત્રભેદ વગેરે અદૃષ્ટ વિના જ સહજ રીતે હોય છે. તેવી જ રીતે પ્રાણીઓમાં પણ કર્મ નામના કારણ વિના સ્વાભાવિક રીતે જ આ ભેદ છે. આમ માનોને ! કર્મ માનવાની શી જરૂર.
જૈન– તદ્દામ–તમારી તે વાત બરાબર નથી. બોરડીના વૃક્ષ ઉપર થયેલા બોર અને કાંટા, તથા સરોવરમાં થયેલાં કમળો આ સર્વે વસ્તુઓ નિર્જીવ નથી પરંતુ સજીવ જ છે. આવી માન્યતા રેષાં તમારી અપેક્ષાએ પર એવા અમારી= જૈનોની છે. તેથી બોર-કંટકના અને સરોવરજન્ય કમળના ઉદાહરણનું આલંબન લઈને તમે જે કહો છો, તે ખરેખર દૂષિત છે. કારણકે તમે તેને નિર્જીવ કહો છો પરંતુ નિર્જીવ નથી. સજીવ છે. વનસ્પતિમાં પણ (૧) આહારાદિનું ગ્રહણ હોવાથી, (૨) ક્ષતરોદ-ભાંગ્યાતુટ્યાનું ફરીથી વધવાપણું-જોડાવાપણું વગેરે હોવાથી, અને (૩) કોદ-દોહા થવાઇચ્છા થવી ઇત્યાદિ જીવના ધર્મો હોવાથી, વનસ્પતિમાં પણ પ્રાણિત્વ છે. એમ અમોએ શાસ્ત્રોથી સિદ્ધ કરેલ છે. એટલે કે વનસ્પતિનું નિર્જીવપણું તમે ભલે માનો પરંતુ તમારાથી પર એવા જૈનોને એટલે કે અમને આ માન્ય નથી. તથા ઉપરોક્ત દલીલોથી પણ સજીવ સિદ્ધ થાય છે. તેથી તમારી વાત સિદ્ધ થતી નથી.
.
Page #322
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
परिच्छे६-७ : सूत्र प
अथ गगनपरिसरे मकरकरितुरङ्गकुरङ्गभृङ्गाराङ्गाराद्याकाराननेकप्रकारान् बिभ्रत्यभ्राणि न च तान्यपि चेतनानि वः संमतानि, तद्वत् तनुभाजोऽपि राजरङ्कादयः सन्त्विति चेत् । तदसत् तेषामपि जगददृष्टवशादेव देवपदवीपरिसरे विचरतां विचित्राकारस्वीकारात् ।
નાસ્તિક—આકાશના વિશાળ પટાંગણમાં વાદળાંઓ મગરમચ્છ, હાથી, ઘોડા, डरा, भृंगार, अने अंगाराहिना अने आडारोने ( भिन्न-भिन्न आकृतिखोने - विशेषताने) ધારણ કરે છે. અને તે વાદળો તમને (જૈનોને) ચેતન તરીકે સમ્મત નથી. અર્થાત્ વાદળો અચેતન છે. છતાં વિશેષતાવાળાં છે. તેની જેમ સંસારી પ્રાણીઓ પણ “અદૃષ્ટ” વિના રાજા અને રંક વગેરે સ્વરૂપે હો. અદૃષ્ટ માનવાની શું જરૂર !
न तदसत् =तभारी उपरोक्त वात मिथ्या छे. (देवपदवी - आझशना परिसरेવિસ્તારમાં) આકાશના વિસ્તારમાં વિચરતાં એવાં તે વાદળોના ચિત્ર વિચિત્ર આકારોનો સ્વીકાર જગતમાં વર્તતા જીવોના અદૃષ્ટના વશથી કરેલો છે. જગવર્તી જીવોના પુણ્ય-પાપરૂપ અદૃષ્ટના વશથી જ વાદળોમાં તેવા ચિત્ર-વિચિત્ર આકારો થાય છે. આકાશના વિશાળ પટાંગણમાં વાદળોની અંદર જે ચિત્ર-વિચિત્ર આકૃતિ દેખાય છે. તે સર્વે આકૃતિઓ જગર્તી જીવોના પુણ્ય-પાપના ઉદયને લીધે થાય છે.
३०५
कश्चायं स्वभावो यद्वशाज्जगद्वैचित्र्यमुच्यते ? । किं निर्हेतुकत्वम्, स्वात्महेतुकत्वम्, वस्तुधर्मः, वस्तुविशेषो वा । आद्ये पक्षे सदा सत्त्वस्य, असत्त्वस्य वा प्रसङ्गः । द्वितीये आत्माश्रयत्वं दोषः, अविद्यमानो हि भावात्मा कथं हेतुः स्यात् ?, विद्यमानोऽपि विद्यमानत्वादेव कथं स्वोत्पाद्यः स्यात् ? । वस्तुधर्मोऽपि दृश्यः कश्चित्, अदृश्यो वा । दृश्यस्तावदनुपलम्भबाधितः । अदृश्यस्तु कथं सत्त्वेन वक्तुं शक्यः ? | अनुमानात् तु तन्निर्णयेऽदृष्टानुमानमेव श्रेयः । वस्तुविशेषश्चेत् स्वभावो भूतातिरिक्तो भूतस्वरूपो वा । प्रथमे मूर्तोऽमूर्तो वा । मूर्तोऽपि दृश्योऽदृश्यो वा । दृश्यस्तावद् दृश्यानुपलम्भबाधितः । अदृश्यस्त्वदृष्टमेव स्वभावभाषया बभाषे । अमूर्तः पुनः परः परलोकिनः को नामाऽस्तु ? । न चादृष्टविघटितस्य तस्य परलोकस्वीकारः इत्यतोऽप्यदृष्टं स्पष्टं निष्टङ्क्यते । भूतस्वरूपस्तु स्वभावो नरेन्द्रदरिद्रतादिवैसदृश्यभाजोर्यमलजातयोरुत्पादकस्तुल्य एव विलोक्यते इति कौतस्कुतस्तयोर्विशेषः स्यात् ? तद्दर्शनात् तत्राऽदृष्टभूतविशेषानुमानेन नामान्तरतिरोहितमदृष्टमेवानुमितिसिद्धं दृष्टम् ॥
હે નાસ્તિકો ! તમે જે બોર-કાંટા આદિની જેમ તથા કમળોની નીલ-શ્વેત-પીતાદિની જેમ પ્રાણીઓની ચિત્ર-વિચિત્રતામાં અદૃષ્ટને કારણ ન માનતાં “સ્વભાવ'થી જ આવું
३८
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
બધું થાય છે. એમ જે કહો છો. ત્યાં અમે તમને પૂછીએ છીએ કે-શર્થ સ્વભાવ: આ સ્વભાવ એ શું વસ્તુ છે ? કે જેના લીધે જગની વિચિત્રતા તમે કહો છો ? તમે જે સ્વભાવને કારણે માનો છો. તે કંઈક વધારે સ્પષ્ટ કરો. (૧) શું આ સ્વભાવ એ નિષ્કારણ છે ? એમને એમ કોઇપણ જાતના કારણ વિના જ પ્રવર્તે છે. કે (૨) સ્વાત્મહેતુત્વ છે ? એટલે કે આ સ્વભાવ પોતે જ પોતાનાથી ઉત્પન્ન થાય છે ? કે (૩) આ સ્વભાવ કોઈપણ વસ્તુનો ધર્મ છે ? કે (૪) સ્વભાવ એ પોતે જ એક વસ્તુવિશેષ છે ? આ ચાર પક્ષોમાંથી કહો, જગદ્વૈચિત્ર્યતામાં કારણભૂત સ્વભાવ એ શું છે ?
(૧) મા પક્ષે નિર્દેતુત્વ નામનો જો પ્રથમપક્ષ કહેતા હો તો સદા સર્વ અથવા સદા અસત્ત્વ થવાનો પ્રસંગ આવે. જે વસ્તુની ઉત્પત્તિમાં કોઈ જ કારણ ન હોય તો તે વસ્તુ કાં'તો હંમેશાં હોવી જોઈએ અથવા કદાપિ ન જ હોવી જોઇએ. નિષ્કારણ વસ્તુ સદા સત્પણાને અથવા સદા અસત્પણાને જ પામે, પરંતુ પ્રતિનિયત કાલે જ થાય એવું કદાચિત્કત્વ ઘટે નહીં.
(૨) દિતી=બીજો પક્ષ સ્વાત્મહેતુત્વ કહો તો “માત્માશ્રયત્વ' નામનો દોષ લાગે. કારણકે જે વસ્તુ અવિદ્યમાન છે. તે પોતાની જ ઉત્પત્તિમાં હેતુ કેવી રીતે બને ? જેમ શશશૃંગ આ સંસારમાં છે જ નહીં તો વિદ્યમાન માવાત્મા સર્વથા અવિદ્યમાન સ્વરૂપવાળો એવો આ સ્વભાવ નામનો પદાર્થ પોતાની જ ઉત્પત્તિ કરવામાં કારણ કેમ બને ! અને જો અવિદ્યમાન પદાર્થ પણ કારણ બનતો હોય તો શશશૃંગ પણ કારણ બનવું જોઈએ. વળી જો આ સ્વભાવ પહેલેથી વિદ્યમાન છે એમ કહો તો વિદ્યમાન એવો તે સ્વભાવાત્મક પદાર્થ પોતાની રીતે જ વિદ્યમાન છે. તે સ્વવડે ઉત્પાદ્ય છે એમ કેમ કહેવાય ? કારણ કે વિદ્યમાન એવો ઘટ પોતાની ઉત્પત્તિ કરતો નથી, ઘટમાંથી ઘટ થતો નથી. માટે જો સ્વભાવ અવિદ્યમાન હોય તો શશશૃંગની જેમ અસત્ થવાથી સ્વભાવને ઉત્પન્ન ન કરે, અને જો સ્વભાવ વિદ્યમાન હોય તો તે પોતે જ વિદ્યમાન છે. માટે તેમાંથી સ્વભાવ ઉત્પન્ન થાય છે. આ વાત ન સંભવે.
(૩) વજૂથપિકહવે જો આ સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ કહો તો તે દૃશ્ય ધર્મ છે કે અદશ્ય ધર્મ છે ? જો દશ્યધર્મ છે એમ કહો તો દેખાવો જોઇએ, પરંતુ પ્રત્યક્ષ દેખાતો નથી. માટે અનુપમનન દેખાવાના કારણે “આ દેશ્યધર્મ છે” આ વાત વાતિ-ખંડિત થાય છે. જુઠ્ઠી પડે છે. અને જો આ વસ્તુધર્મ “અદેશ્ય” હોય તો તે વસ્તુધર્મ દેખાતો તો નથી જ, તો પછી “છે” એમ શી રીતે કહેવાય ? તેનું અસ્તિત્વ (સ) કોના આધારે (ક્યા પ્રમાણથી) સિદ્ધ કરશો ? તમે અદશ્ય એવા
WWW.jainelibrary.org
Page #324
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
૩૦૭
વસ્તુધર્માત્મક આ સ્વભાવને જ અનુમાનથી સિદ્ધ કરવા ઇચ્છતા હો તો “અનુમાન પ્રમાણ” તો તમે સ્વીકારી જ લીધું. તો પછી એવા અનુમાન પ્રમાણથી “અદષ્ટની સિદ્ધિ” પણ થઈ શકે છે તે માટે અદેખને સાધનારું અનુમાન પ્રમાણ પણ માની લો ને ?
(૪) વવશેષક્ષેતુ=હવે જો ચોથો પક્ષ સ્વીકારો એટલે કે- આ સ્વભાવ એ પણ એક સ્વતંત્ર પદાર્થવિશેષ જ છે. એમ જો કહો તો અમે તમને પૂછીએ છીએ કે શું આ સ્વભાવ પૃથ્વી-પાણી આદિ ભૂતોથી અતિરિક્ત=જુદો પદાર્થ છે ? કે પૃથ્વી, પાણી આદિ ભૂતસ્વરૂપ જ છે ? ભૂતોથી અતિરિક્ત-ભિન્ન પદાર્થ છે એમ જો કહો તો તે શું મૂર્તિ છે ? કે અમૂર્તિ છે ? અને જો મૂર્ત હોય તો પણ ઘટ-પટની જેમ શું દશ્ય છે ? કે ચણુકાદિ સ્કંધોની જેમ અદેશ્ય છે ? ઘટ-પટની જેમ દેશ્ય છે, એમ જો કહેશો તો ઘટ-પટની જેમ તે સ્વભાવનામક પદાર્થ પણ પ્રત્યક્ષપણે દેખાવો જોઇએ. પરંતુ દેખાતો નથી. તેથી અનુપલંભ દ્વારા આ પક્ષ બાધિત થાય છે, અને “અદશ્ય” છે એમ જ કહેશો તો “સ્વભાવ” એવું નવું નામ આપીને આવી ભાષા દ્વારા અંતે અમારું માનેલું અદષ્ટ જ તમે સ્વીકાર્યું. કારણકે અમે પણ અદષ્ટને કાર્મણવર્ગણા રૂપ પુગલ હોવાથી ભૂતોથી અતિરિક્ત અને સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય, અને વર્ણાદિવાળું હોવાથી મૂર્તિ માન્યું છે. તમે પણ સ્વભાવ નામનો આ પદાર્થ આવો જ માન્યો. એટલે અત્તે તો તમે અમારો જ પક્ષ બીજી ભાષાથી સ્વીકાર્યો. સારાંશ કે તમે અદૃષ્ટને (કર્મ) સ્વીકાર્યું.
હવે “સ્વભાવ” નામનો તમારો માનેલો આ પદાર્થવિશેષ અમૂર્તિ છે. એમ જો કહેશો તો પરલોકગામી એવા આત્માથી ભિન્ન એવો તે પદાર્થ વિશેષ છે શું ? અર્થાત્ તમે માનેલા પૃથ્વી-પાણી આદિ પાંચે ભૂતો મૂર્ત છે. અને આ સ્વભાવને અમૂર્ત માનશો તો પાંચ ભૂતોથી અતિરિક્ત એવો શુદ્ધ આત્મા છે એવો અર્થ થશે. અને તમે અદૃષ્ટથી રહિત એવું શુદ્ધ પરલોકગામી આત્મતત્ત્વ તો સ્વીકાર્યું જ નથી. એટલે આ સ્વભાવને અમૂર્ત પદાર્થ છે એમ કહી શકશો નહીં. આ કારણથી પણ અદેશ્ય” નામનું તત્ત્વ છે જ, એ વાત સ્પષ્ટ જણાઈ આવે છે.
હવે જો આ “સ્વભાવ” નામનો પદાર્થ ભૂતાત્મક છે. પૃથ્વી આદિ ચાર ભૂત સ્વરૂપ જ સ્વભાવ છે. એમ કહેશો તો નરેન્દ્રતા અને દરિદ્રતા આદિ વિદેશતાને ભજનારા બન્ને પદાર્થોનાં ઉત્પાદક, તથા એકી સાથે એક જ કુક્ષિથી જન્મ પામેલા બે બાળકોનાં ઉત્પાદક એવાં આ ચારે ભૂતો તો તુલ્ય જ દેખાય છે. તો પછી તે પદાર્થોમાં વિશેષતા=ભેદ કોના કારણે થયો ? આ પદાર્થોમાં ભેદ કરનારું અદશ્ય
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ એવું પણ કોઈક તત્ત્વ માનવું જોઇએ. આ અદૃશ્ય જે કોઈ તત્ત્વ માનશો તે ભલે
અદષ્ટ” એવું નામ ન આપો તો પણ ગુપ્ત રીતે તે નામવાળી વસ્તુ જ થશે. સારાંશ કે તદર્શનાર્ તે ભેદવિશેષ દેખાતો હોવાથી “અદેખ” નામનું ભૂતોથી ભિન્ન એવું કોઇક તત્ત્વ છે જ. એવું અનુમાન થવાથી કોઈને કોઈ બીજાં બીજાં નામો દ્વારા તિરોહિતપણે પણ “અષ્ટ” જ તમે સ્વીકાર્યું અને આ રીતે “અદષ્ટ” છે જ. આ વાત અનુમાન પ્રમાણથી સિંદ્ધ પણ થઈ.
इतोऽपि-बालशरीरं शरीरान्तरपूर्वकम् , इन्द्रियादिमत्त्वात् , तरुणशरीरवत् । न च प्राचीनभवातीततनुपूर्वकमेवेदम् , तस्य तद्भवावसान एव पटुपवनप्रेरितातितीव्रचिताज्वलनज्वालाकलापप्लुष्टतया भस्मसाद्भावादपान्तरालगतावभावेन तत्पूर्वकत्वानुपपत्तेः । न चाऽशरीरिणो नियतगर्भदेशस्थानप्राप्तिपूर्वकशरीरग्रहो युज्यते, नियामककारणाभावात् । स्वभावस्य तु नियामक त्वं प्रागेव व्यपास्तम् । ततो यच्छरीरपूर्वकं बालशरीरं तत्कर्ममयमिति ॥
આ રીતે “અદૃષ્ટ=પુણ્ય-પાપ નામનું કર્મ જેવું પૌગલિક કોઈ ભિન્ન મૂર્તતત્ત્વ છે. આ વાત અનુમાન દ્વારા અવશ્ય સિદ્ધ થાય છે. તથા રૂડપિ હવે કહેવાતા આ બીજા અનુમાનથી પણ અદૃષ્ટતત્ત્વની સિદ્ધિ થાય છે.
બાલ્યાવસ્થાનું શરીર (પક્ષ), બીજા (તૈજસ-કાર્પણ) શરીર પૂર્વક જ છે. (સાધ્ય), ઇન્દ્રિયાદિવાળું શરીર હોવાથી (હેતુ), યુવાન શરીરની જેમ. (ઉદાહરણ) જે જે ચક્ષુ, શ્રોત્રાદિ ઇન્દ્રિયવાળું શરીર છે. તે તે શરીર અવશ્ય કોઇ બીજા શરીરપૂર્વક જ હોય છે. જેમકે યુવાવસ્થાનું શરીર બાલ્યાવસ્થાના શરીરપૂર્વક જ છે. તેવી જ રીતે બાલ્ય-અવસ્થાનું બનેલું શરીર પણ આત્માની સાથે આવેલા “તૈજસ-કાર્પણ” આત્મક અદષ્ટશરીરપૂર્વક જ બનેલ છે. તેથી અદશ્ય છે.
નાસ્તિક– બાલ્યાવસ્થાનું આ વર્તમાન શરીર ગયા ભવના પાંચભૂતાત્મક પાર્થિવ શરીરથી બનેલું છે એમ જ માની લો ને? અષ્ટને માનવાની શી જરૂર ? તૈજસ-કાશ્મણ નામના અદષ્ટ શરીરપૂર્વક આ બાલ્યાવસ્થાનું શરીર છે. આવું માનવાની શી જરૂર છે?
જૈનપ્રવીમવાતીતતનુપૂર્વમેવે આ વર્તમાનભવનું બાલ્યાવસ્થાનું શરીર પૂર્વના અતીત ભવના શરીરમાંથી પ્રાપ્ત થયેલું છે એવું છે નાસ્તિક ? તમે કહી શકશો નહીં. કારણકે તeતે પ્રાચીનભવનું શરીર તો તે પ્રાચીન ભવના છેડે જ જોરદાર પવનથી પ્રેરાયેલા અતિશય તીવ્ર એવા ચિતાના અગ્નિની જવાળાઓના
Page #326
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬
३०८
સમૂહથી બળી ગયેલું હોવાથી ભસ્મરૂપ બનેલ છે. આ કારણે અપાન્તરાલગતિમાં તે પ્રાચીનભવના ભૂતાત્મક શરીરનો તો સર્વથા અભાવ હોવાથી તે શરીરપૂર્વક આ શરીરની રચના સંભવતી નથી.
નાસ્તિ—અતીતભવનું ભૂતાત્મક શરીર બળી ગયું છે. અને અદૃષ્ટ નામનું તૈજસ-કાર્પણ શરીર ધારો કે ન માનીએ અને ગયા ભવથી છુટેલો આ આત્મા અશરીરી જ છે. અને અહીં આવીને બાલ્યાવસ્થાનું નવું શરીર બનાવે છે. એમ જ માની લઇએ તો શું દોષ ?
જૈન ન ચારિનો- મૃત્યુ પામ્યા બાદ આ આત્મા સર્વથા શરીરથી મુક્ત છે એમ જો માનીએ તો નિશ્ચિતસ્થાને જ ગર્ભ ધારણ કરવાપણું, નિશ્ચિત દેશમાં જ જવાં પણું, નિશ્ચિંતસ્થાનની જ પ્રાપ્તિ થવી. ઇત્યાદિ વ્યવસ્થિત પ્રાપ્તિ પૂર્વક શરીરનું ગ્રહણ ઘટી શકે નહીં. કારણકે તેનું નિયામક કારણ (આવી વ્યવસ્થિત વ્યવસ્થા કરે તેવું કારણ) કોઇ જ નથી.
નાસ્તિક તેવા પ્રકારનો સ્વભાવ જ નિયામક છે. એમ જ માની લઇએ.
જૈન– સ્વભાવને નિયામક કારણ સ્વીકારવું આ વાત સંભવતી નથી. આ વિષય પહેલાં જ ચારપક્ષો પાડીને ખંડિત કરેલો છે. તેથી જે શરીરપૂર્વક આ બાલ્યાવસ્થાનું શરીર બન્યું છે તે કર્મમય=કાર્યણશરીર છે. અને એ પૌદ્ગલિક જ છે. અદૃષ્ટ જ છે. તથા તે પૌદ્ગલિક અદૃષ્ટવાળો આ જીવ છે. આમ, આ વાત સારી રીતે સિદ્ધ થઇ.
पौद्गलिकं चेदमदृष्टमेष्टव्यम्, आत्मनः पारतन्त्र्यनिमित्तत्वाद्, निगडादिवत् । क्रोधादिना व्यभिचार इति चेत् । न तस्याऽऽत्मपरिणामरूपस्य पारतन्त्र्यस्वभावत्वात्, तन्निमित्तभूतस्य तु कर्मणः पौद्गलिकत्वात् । एवं सीधुस्वादनोद्भवचित्तवैकल्यमपि पारतन्त्र्यमेव तद्धेतुस्तु सीधु पौद्गलिकमेवेति नैतेनाऽपि व्यभिचारः ॥
નાસ્તિક હૈ જૈન ! તમારી ઉપરોક્ત ચર્ચાથી માનો કે “અદૃષ્ટ' એટલે કર્મ છે. પરંતુ તે કર્મ પુદગલનું બનેલું છે અર્થાત્ પૌલિક છે. આ વાત કેમ માની શકાય ? અવિદ્યા સ્વરૂપ છે. મિથ્યા વાસનારૂપ કર્મ છે. ઇત્યાદિ કેમ ન મનાય ?
,
જૈન—હે નાસ્તિક ! પૌતિક ચેમદષ્ટમેષ્ટવ્યક્=આ અદૃષ્ટ પુદ્ગલ માત્રનું જ બનેલું છે એમ જાણવું જોઇએ. આત્માની પરાધીનતાનું કારણ હોવાથી, બેડીની જેમ. જેમ બેડી આત્માને પરાધીન કરવામાં નિમિત્ત હોવાથી પૌદ્ગલિક છે. તેમ અદૃષ્ટ પણ આત્માની પરતંત્રતાનું કારણ હોવાથી પૌદ્ગલિક છે. તેથી અવશ્ય બેડીની જેમ અદૃષ્ટ પૌદ્ગલિક જ છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૦ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
રત્નાકરાવતારિકા ભાગ-૩ નાસ્તિક– હે જૈન ! એવો નિયમ નથી કે જે જે આત્માને પરાધીન કરનાર હોય તે સર્વે પૌગલિક જ હોય. કારણકે આ વાત વ્યભિચાર વાળી છે. જેમ ક્રોધમાન-માયા આદિ કાષાયિક પરિણામો પણ આત્માને પરાધીન કરે છે. અને તે પૌગલિક નથી. તેથી ક્રોધાદિની સાથે આ વ્યાપ્તિ વ્યભિચાર દોષવાળી બનશે. એટલે અદષ્ટ પણ ક્રોધાદિની જેમ આત્માના પાતંત્ર્યનું કારણ હોવા છતાં પણ પદ્ગલિક ન પણ હોય.
જૈન–હે નાસ્તિક ! તારી આ વાત બરાબર નથી. કારણકે ક્રોધાદિ જે કાષાયિક પરિણામો છે. તે આત્માના જ અધ્યવસાયો છે. અને તે પરિણામો એ જ આત્માનું પારતંત્ર્ય છે. સારાંશ કે ક્રોધ-માન-માયા આદિ સ્વરૂપવાળા આત્માના કાષાયિક જે જે મલીન પરિણામો છે. એ જ પારધંચ=પરાધીનતા સ્વરૂપ છે. પરાધીનતાના સ્વભાવાત્મક છે. અને તેમાં નિમિત્ત બનનાર કર્મ એ કાર્મણવર્ગણાના પુગલોનું બનેલું હોવાથી પૌગલિક છે. આ જ રીતે સુરાપાનના આસ્વાદનથી ઉત્પન્ન થયેલી ચિત્તની વિકલતા (ચિત્તભ્રમ), એ પણ પરતંત્રતા સ્વરૂપ છે. અને તેનું નિમિત્ત જે સીધુ–સુરાપાન=મદિરાનું પીણું એ પણ પૌગલિક છે. આ રીતે મદિરાપાન પણ પૌગલિક જ હોવાથી પાતંત્ર્યની નિમિત્તતા તેમાં પણ રહેલી છે જ, તેથી સુરાપાનની સાથે પણ વ્યભિચાર આવતો નથી. તાત્પર્યાર્થ એ છે કે કાષાયિક મલીન પરિણામો કર્મજન્ય છે. એટલે આ કાષાયિક પરિણામો અને ચિત્તભ્રમ આ બન્ને વસ્તુઓ પરતંત્ર્યાત્મક છે. તેમાં નિમિત્ત બનનાર અષ્ટ અને સુરાપાન એ પૌગલિક છે. તેથી જે જે પાતંત્ર્યનું નિમિત્ત છે તે તે પૌદ્ગલિક છે. આ વ્યાપ્તિમાં કંઈ પણ દોષ આવતો નથી.
અહીં સુધી ગ્રંથકારશ્રીએ નાસ્તિક એવા ચાર્વાકની સાથે અષ્ટસંબંધી ચર્ચા કરી. અને અષ્ટ એટલે પુણ્ય-પાપાત્મક કર્મ છે અને તે પૌગલિક છે. એમ સિદ્ધ કર્યું. આ સિદ્ધ થવાથી જે જે બીજા પણ દર્શનકારો કર્મ નથી માનતા, અથવા કર્મનું આવું પૌલિક સ્વરૂપ નથી માનતા, તે સર્વે પણ દર્શનોનું અહીં ખંડન થયું સમજી લેવું. આ જ વાત ગ્રંથકારશ્રી સમજાવે છે કે
ततो यद् यौगैरात्मविशेषगुणलक्षणम् , कापिलैः प्रकृतिविकारस्वरूपम्, सौगतैर्वासनास्वभावम् , ब्रह्मवादिभिरविद्यास्वरूपं चाऽदृष्टमवादि, तदपास्तम् । विशेषतः पुनरमीषां निषेधो विस्तराय स्यादिति न कृतः ॥५६॥
તેથી (ઉપરોક્ત ચર્ચાથી) ન્યાય અને વૈશેષિક દર્શનના અનુયાયી વડે અદૃષ્ટ મનાયું છે ખરું, પરંતુ તે ધર્મ-અધર્મ એ નામના આત્માના ગુણવિશેષ છે. આવું જ મનાયું છે. તે ખોટું છે. તથા સાંખ્યદર્શનકારો વડે પ્રકૃતિના વિકારાત્મક આ અદષ્ટ
Page #328
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
છે એમ જે મનાયું છે. તે પણ ખોટું છે. બૌદ્ધો વડે વાસના સ્વભાવાત્મક અદૃષ્ટ છે એમ જે મનાયું છે. તે પણ મિથ્યા છે. અને બ્રહ્મવાદી એવા મીમાંસકો વડે અવિદ્યાસ્વરૂપ આ અદૃષ્ટ છે એમ જે કહેવાયું છે. તે પણ મિથ્યા છે. આ ચારે પક્ષોના મતોનું ઉપરની ચર્ચાથી ખંડન થયું છે. એમ સમજી લેવું. ઘણા વિસ્તારથી જો આ ચારે પક્ષોનું ખંડન (નિષેધ) અહીં કરાય. તો કેવળ ગ્રંથના વિસ્તાર માટે જ થાય તેમ છે. તેથી કરેલ નથી. ॥ ૭-૫૬॥
अथात्मन एव विशेषणान्तरमाहुः -
-
तस्योपात्तपुंस्त्रीशरीरस्य सम्यग्ज्ञानक्रियाभ्यां कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः ॥ ७-५७ ॥
અવતરણાર્થઃ– હવે આ આત્માનાં જ બીજાં કેટલાંક વિશેષણો સમજાવે છે.
સૂત્રાર્થ- પ્રાપ્ત કર્યું છે પુરુષ અથવા સ્ત્રીનું શરીર જેણે એવા તે આત્માની સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા દ્વારા સર્વકર્મોના નાશ સ્વરૂપ એવી સિદ્ધિ (મુક્તિ) થાય છે. II ૭-૫૭ના
૩૧૧
तस्याऽनन्तरनिरूपितरूपस्याऽऽत्मनः, उपात्तपुंस्त्रीशरीरस्य स्वीकृतपुरुषयोषिद्वपुषः, एतेन स्त्रीनिर्वाणद्वेषिणः काष्ठाम्बरान् शिक्षयन्ति । सम्यग्ज्ञानं च यथावस्थितवस्तुतत्त्वावबोधः, क्रिया च तपश्चरणादिका, ताभ्याम् ॥
તત્ત્વ=તે આત્માની મુક્તિ થાય છે. કે જે આત્માની હમણાં ૫૬મા સૂત્રમાં જ ઘણી ઘણી ચર્ચાના નિરૂપણ દ્વારા સત્તા (અસ્તિત્વ) પ્રગટ કરવામાં આવી (આવ્યું) છે.
આ મનુષ્યભવમાં જે આત્મા સ્ત્રીના આકારનું અથવા પુરુષના આકારનું શરીર પામ્યો છે, એટલે કે જે સ્ત્રી છે, અથવા પુરુષ છે. તેની જ મુક્તિ થાય છે. અહીં સ્ત્રી આકારે શરીરવાળા આત્માની પણ મુક્તિ થવાનું વિધાન કરવા દ્વારા સ્ત્રીજીવોની મુક્તિ માનવામાં અતિશય દ્વેષવાળા એવા કાષ્ઠાંબરોને (દિગંબરોને) ગ્રંથકારશ્રી શિખામણ=સદુપદેશ આપે છે કે ભાઇ ! સ્ત્રીની પણ મુક્તિ થઇ શકે છે.
તથા સમ્યજ્ઞાન એટલે કે યથાવસ્થિત વસ્તુતત્ત્વનો અવબોધ=અર્થાત્ જે વસ્તુ જેમ છે તે વસ્તુને બરાબર તે રૂપે અને તેમજ જાણવી. અને સમ્યક્ ક્રિયા એટલે કે સમભાવ પૂર્વક તપ અને ચારિત્રની આસેવના કરવી તે.
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧ ૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ તાગા=બન્ને ગુણો દ્વારા સર્વકર્મોના ક્ષયાત્મક એવી સિદ્ધિ એટલે કે મુક્તિ થાય છે.
ननु सम्यग्दर्शनमपि कृत्स्नकर्मक्षयकारणमेव । यदाहुः-"सम्यग्दर्शनज्ञानचारित्राणि મોક્ષમા' રૂત્તિ, તત્ તથમિદ નોપવિષ્ટમ્ ? | ઉત્તે-સવ્ય જ્ઞાનોપદ્દિાનેવ તયાक्षिप्तत्वात् , द्वयोरप्यनयोः सहचरत्वात् । सम्यग्ज्ञानस्य क्रियातः पृथगुपादानाद् या क्रिया सम्यग्ज्ञानपूर्विका सैव तत्कारणम्, न पुनर्मिथ्यात्वमलपटलावलुप्तविवेकविकलानां मिथ्याज्ञानपूर्विका कन्दफलमूलशैवालकवलनादिका ॥
પ્રશ્ન-જૈન શાસ્ત્રોમાં જેમ સમ્યજ્ઞાન અને સમ્યકક્રિયા આ બે કારણો મુક્તિનાં કહ્યાં છે. તેમાં ત્રીજાં સમ્યગ્દર્શન પણ સર્વકર્મોના ક્ષય (સ્વરૂપ મુક્તિ)નું કારણ કહેલું જ છે. તે આ પ્રમાણે–તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વાતિજી મ. શ્રી કહે છે કે–“સતિનજ્ઞાનચરિત્રાMિ મોક્ષમા'=સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર આ ત્રણે મુક્તિનો માર્ગ છે. તો તે સમ્યગ્દર્શન પણ મુક્તિનું કારણ છે. તેને અહીં કેમ ન કહ્યું ? ત્રણ કારણો ન કહેતાં બે જ કારણો કેમ કહ્યાં ?
ઉત્તર- સમ્યજ્ઞાનના કથન વડે જ સમ્યગ્દર્શનનો ઉલ્લેખ પણ સમજી લેવો. કારણકે તે બન્ને સહચારી છે. આ જીવ જ્યારે સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે જ સમયે સમ્યજ્ઞાન પણ સાથે જ પામે છે. તેથી એકના કથન વડે બન્ને સમજી લેવાં. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહચારી હોવાથી એકના ઉલ્લેખમાં બીજું સમજી લેવું.
સમ્યજ્ઞાનની ક્રિયાથી ભિન્ન ઉલ્લેખ કરવાનું કારણ એ છે કે જે ક્રિયા સમ્યજ્ઞાન પૂર્વકની હોય છે. તે જ મુક્તિનું કારણ બને છે. પરંતુ મિથ્યાત્વરૂપી મલના સમૂહથી અવલુપ્તતાના કારણે જ વિવેક વિનાના બનેલા પુરુષોની મિથ્યાજ્ઞાન પૂર્વકની કંદ, ફળ, મૂલ અને શેવાલનું (કવલન=) ભક્ષણ કરવું ઇત્યાદિ સ્વરૂપ પાપની ક્રિયા સર્વ કર્મના ક્ષય સ્વરૂપ મુક્તિનું કારણ બનતી નથી. સમ્યજ્ઞાનપૂર્વકની હેયોપાદેયભાવોના હાનોપાદાન રૂપ વિવેકપૂર્વકની ધર્મક્રિયા જ મુક્તિહેતુ બને છે.
कृत्स्नस्याऽष्टप्रकारस्यापि, न तु कतिपयस्य, जीवनमुक्तेरनभिधित्सितत्वात् । कर्मणो ज्ञानावरणादेरदृष्टस्य, न तु बुद्ध्यादिगुणानामपि, नापि ज्ञानमात्रसंतानस्य । क्षयः सामस्त्येन प्रलयः स्वरूपं यस्याः सा तथा । एतेन नैयायिकसौगतोपकल्पितમુpપ્રતિક્ષેપ: I wવંવિધા સિદ્વિપક્ષો મવતિ |
મૂલસૂત્રમાં 7 શબ્દનો જે ઉલ્લેખ કર્યો છે. તેથી સઘળાં એવાં આઠે પ્રકારનાં પણ કર્મોનો ક્ષય એ જ મુક્તિનું કારણ છે. પરંતુ કેટલાક જ કર્મોનો ક્ષય
Page #330
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
૩૧૩ થાય એ મુક્તિનું કારણ નથી. કારણકે સર્વ કર્મ રહિત અત્યન્ત શુદ્ધ અવસ્થાની અશરીરીપણે જે પ્રાપ્તિ થવી. તેને જ મુક્તિ ઇશ્કેલી છે. તેની જ વિવક્ષા કરેલી છે, પરંતુ તેરમા-ચૌદમા ગુણસ્થાનકે બીરાજમાન અને સશરીરીપણે ભૂમિ ઉપર વિચરતા એવા સામાન્ય કેવલી કે તીર્થકર કેવલી ભગવતો જે છે તે જીવો માત્ર ચાર ઘાતી કર્મોના ક્ષયજન્ય અધમુક્તિ પામ્યા છે. અને જેને “જીવનમુક્તિ” કહેવાય છે. તે અહીં લીધી નથી. તેની વિવા અહીં કરેલી નથી. સારાંશ કે જે પરમાત્મા જીવંત હોવા છતાં ચાર ઘાતકર્મોના ક્ષયવાળા હોવાથી કેવલજ્ઞાનાદિ પામેલા છે. અને અવશ્ય મુક્તિ પામવાના જ છે. તે જીવનમુક્ત આત્માઓ અહીં અનભીસિત છે. તેવા આત્માઓની અહીં વિવક્ષા કરી નથી. તે જણાવવા નર્મક્ષયસ્વરૂપા કહી છે.
તથા જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય આદિ આઠ પ્રકારનાં જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ કર્મો સ્વરૂપ “અષ્ટ છે. તેનો જ સર્વથા ક્ષય કરવા સ્વરૂપ મુક્તિ છે, પરંતુ તૈયાયિકાદિ દર્શનકારોએ માનેલ બુદ્ધિ આદિ ગુણોના ક્ષય સ્વરૂપ મુક્તિ અહીં લેવાની નથી. કારણકે ગુણો મેળવવા માટે તો મુક્તિ મેળવીએ છીએ પરંતુ ગુણોનો ક્ષય કરવા માટે મુક્તિ મેળવવાની હોતી નથી તથા બૌદ્ધદર્શનકારોએ માનેલી ધારાવાહી જ્ઞાન માત્રની પરંપરાનો જે નાશ તે જ મુક્તિ. આવી મુક્તિ પણ અહીં સમજવાની નથી.
તથા ક્ષય પણ સામત્યેન=સંપૂર્ણપણે કર્મોનો નાશ એ જ સ્વરૂપ છે જેનું એવી મુક્તિ છે. અર્ધા કર્મોનો ક્ષય થાય અને અર્ધા કર્મો બાકી રહે તેવી મુક્તિ નથી. અથવા બધાં જ કર્મોનો ક્ષય થાય પણ ફરીથી પાછાં બંધાય તેવો પણ ક્ષય લેવાનો નથી. એટલે આત્મત્તિક અને ઐકાન્તિક કર્મોના ક્ષયવાળી આ મુક્તિ છે. આ પ્રમાણે કૃમ્ન, કર્મ, અને ક્ષય પદો લખવાથી નૈયાયિક અને બૌદ્ધાદિ વડે કલ્પાયેલી મુક્તિનો પ્રતિષેધ થયેલો જાણવો.
ત્ન= શબ્દથી ચાર અઘાતી કર્મોવાળા જીવન મુક્તનો નિષેધ કર્યો. ક્ર = શબ્દથી બુદ્ધયાદિના ક્ષયવાળી નૈયાયિકને માન્ય મુકિતનો, અને
જ્ઞાનધારામાત્રના ક્ષયવાળી બૌદ્ધકલ્પિત મુક્તિનો નિષેધ કર્યો. - આત્મત્તિક અને ઐકાન્તિક ક્ષય વિનાની મુક્તિનો નિષેધ કર્યો. આવા
પ્રકારની સિદ્ધિ એટલે કે મુક્તિ થાય છે. इह केचिज्ज्ञानादेव मोक्षमास्थिषत, तथा ते ब्रुवते-सम्यग्ज्ञानमेव फलसंपादनप्रत्यलम्, न क्रिया, अन्यथा मिथ्याज्ञानादपि क्रियायां फलोत्पादप्रसङ्गात् ।
४०
.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
यदुक्तम्-"विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदा मता ।
मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंवाददर्शनात् ॥१॥" તથા–“શ્રિય: પ્રસૂતે વિપક્વો દ્ધ યાસિ ટુ મત્તિનું પ્રમાષ્ટિ !
संस्कारशौचेन परं पुनीते शुद्धा हि बुद्धिः कुलकामधेनुः ॥१॥"
“ જ્ઞાથિમ્યા' આ મૂલસૂત્રગત પદનું વિવેચન સમજાવે છે. અહીં કેટલાક લોકો કેવળ એકલા જ્ઞાનમાત્ર વડે જ મુક્તિ થાય એમ માને છે. અને બીજા કેટલાક લોકો કેવળ એકલી ક્રિયા માત્ર વડે જ મુક્તિ થાય એમ માને છે. તે બન્નેના એકાન્ત મતો ઉચિત નથી. તે સમજાવવા ચર્ચા શરૂ કરે છે. ત્યાં પ્રથમ જ્ઞાનમાત્રથી જ મુક્તિ માનનારા દર્શનકારો આ રીતે પોતાનો પક્ષ રજુ કરે છે કે- જ્ઞાનમેવ પત્નસંપનિuત્નમ્ “સમ્યજ્ઞાન માત્ર જ” ફળ આપવામાં સમર્થ છે. પરંતુ ક્રિયા ફળ આપવામાં સમર્થ નથી. જો ક્રિયાથી મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થતી હોત તો મિથ્યાજ્ઞાન પૂર્વકની કરાયેલી ક્રિયાથી પણ મુક્તિ પ્રાપ્તિ રૂપ ફલોત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. કારણકે શાસ્ત્રોમાં કહ્યું છે કે
“શાસ્ત્રોમાં વિજ્ઞાન જ પુરુષોને ફળ આપનાર માન્યું છે. પરંતુ ક્રિયા ફળ આપનારી માની નથી. કારણકે મિથ્યાજ્ઞાન પૂર્વક પ્રવર્તેલાને ક્રિયા માત્રથી ફળ પ્રાપ્તિની વિસંવાદિતા દેખાય છે. તથા”
શુદ્ધ એવી બુદ્ધિમાત્ર (એટલે જ્ઞાનમાત્ર જ) લક્ષ્મીને આપે છે. વિપત્તિનો નાશ કરે છે. યશની પુષ્ટિ કરે છે. મલીનતા (અપવિત્રતા)ને દૂર કરે છે. અને સંસ્કારો રૂપી પવિત્રતા વડે જીવને અત્યન્ત પવિત્ર કરે છે. અથવા અન્યને પણ પવિત્ર કરે છે. શુદ્ધબુદ્ધિ આવા સ્વરૂપવાળી છે તેથી ખરેખર આ શુદ્ધ-બુદ્ધિ એ પોતાના કુલની કામધેનુ ગાય જ છે. અહીં પ્રસૂતે, દુધે વગેરે શબ્દપ્રયોગો કરીને ગાયમાં સંભવતા ધર્મો બુદ્ધિમાં પણ સંભવે છે, એમ કહીને બુદ્ધિને કામધેનુની ઉપમા આપી છે. આ પ્રમાણે જ્ઞાનવાદીનો આ પૂર્વપક્ષ સમજાવ્યો. હવે ક્રિયાવાદીનો પૂર્વપક્ષ સમજાવે છે.
क्रियावादिनस्तु वदन्ति-क्रियैव फलहेतुर्न ज्ञानम् , भक्ष्यादिविज्ञानेऽपि क्रियामन्तरेण सौहित्यादिफलानुत्पादात् । यदवाचि-"क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् ।
यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथा-"शास्त्राण्यधीत्याऽपि भवन्ति मूर्खा यस्तु क्रियावान् पुरुषः स विद्वान् ।
संचिन्त्यतामौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥१॥"
Page #332
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
૩૧૫ ક્રિયાવાદી લોકો કહે છે કે– ક્રિયા એ જ ફળહેતુ છે. પરંતુ જ્ઞાન એ ફળહેતુ નથી. કારણકે ભક્ષ્યાદિ વસ્તુઓનું (ભોજન કરવા યોગ્ય મોદક આદિ પદાર્થોનું અને પીવા લાયક એવા જલ આદિનું) જ્ઞાન હોવા છતાં પણ જો તે ભોજન અને પાન ક્રિયા કરવામાં ન આવે તો જીવોને સૌહિત્ય-શાન્તિ-સુખ-અર્થાત્ તૃપ્તિ આદિ ફળપ્રાપ્તિ થતી હોય એવું દેખાતું નથી. માટે ક્રિયા જ ફળ આપનાર છે. જે કારણથી શાસ્ત્રોમાં કહ્યું છે કે
ક્રિયા જ પુરુષોને ફળ આપનારી મનાયેલી છે. પરંતુ જ્ઞાન એ ફળ આપનાર મનાયું નથી. કારણકે સ્ત્રીના અને ભક્ષ્ય વસ્તુઓના ભોગને જાણનારો પુરુષ જ્ઞાનમાત્રથી સુખી થતો નથી.”
શાસ્ત્રો ભણીને પણ ઘણા પુરુષો વિવેક વિનાના=મૂર્ખ હોય છે. પરંતુ જે સાચો ક્રિયાવાળો=સદાચારી છે. તે જ યથાર્થ વિદ્વાન્ છે. વિચાર તો કર કે કોઇપણ ઔષધ એકલા જ્ઞાનમાત્ર વડે રોગીને નિરોગી કરતું નથી. એટલે કે ઔષધ લેવાની ક્રિયા કરે તો જ તે જીવને ઔષધ નિરોગી કરે છે. આ ક્રિયાવાદીના મતનો પૂર્વપક્ષ સમજાવ્યો.
अत्र ब्रूमहे-यदुक्तम्-सम्यग्ज्ञानमेव फलसंपादनप्रत्यलमित्यादि, तत् 'स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत्' इत्यनेन क्रियावादिनैव व्यपास्तम् , इत्युपेक्षणीयमेव । ततः सम्यग्ज्ञानं सम्यक्रियासध्रीचीनमेव फलसिद्धिनिबन्धनमित्यभ्युपगन्तव्यम्, न तु ज्ञानैकान्तः कान्तः । क्रियैकान्तोऽपि भ्राान्त एव । 'यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत्' इति तु न युक्तम् । यतः सम्यग्ज्ञानकारणैकान्तवादिनामयमुपालम्भो न पुनरस्माकम् , सम्यग्ज्ञानक्रिययोरुभयोरपि परस्परापेक्षयोः कारणत्वस्वीकारात् । न च नितम्बिनीमोदकादिगोचरायां प्रवृत्तौ तद्विज्ञानं सर्वथा नास्त्येव, यतः क्रियाया एव तत्कारणता कल्प्येत । तद्गोचरविज्ञानसनाथैव तत्र प्रवृत्तिः प्रीतिपरम्परोत्पादनप्रत्यला, अन्यथोन्मत्तमूर्च्छितादेरपि प्रौढप्रेमपरायणप्रणयिनीनिबिडाश्लेषक्रियाऽपि तदुत्पादाय किं न स्यात् ? । अथासौ क्रियैव तत्त्वतो न भवति, सैव हि क्रिया तात्त्विकी या स्वकीयकार्याऽव्यभिचारिणी, हन्त ! तर्हि तदेव तात्त्विकं ज्ञानं यत् स्वकीयकार्याव्यभिचारीति कथं स्त्रीभक्ष्यभोगज्ञ इत्युपालम्भः शोभेत ? । ततः कार्यमर्जयन्ती यथा निश्चयनयेन क्रिया क्रियोच्यते, तथा ज्ञानमपि, इति क्वचिद् व्यभिचाराभावाद् द्वयमेवैतत् फलोत्पत्तिकारणमनुगुणमिति ॥
જૈનમંત્ર ગૂમ: અમે જૈનો હવે ઉત્તર આપીએ છીએ કે તમે જે પૂર્વે કહ્યું કે-“સમ્યજ્ઞાન જ ફળની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે” આ વાત બરાબર નથી. કારણકે
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ “સ્ત્રી અને ભક્ષ્ય વસ્તુઓના ભોગ માત્રને જાણનારો પુરુષ જ્ઞાનમાત્રથી સુખી થતો નથી” આ પ્રમાણેનું ક્રિયાવાદી દ્વારા હમણાં જ કરાયેલ જે કથન છે તેના વડે તે જ્ઞાનવાદીની વાત ખંડિત થઈ જાય છે. જો જ્ઞાનમાત્ર ફળપ્રદ થતું હોય તો સ્ત્રી અને ભક્ષ્ય વસ્તુઓના ભોગના જ્ઞાનવાળો પુરુષ તે વસ્તુઓની ભોગ ક્રિયા કર્યા વિના કેવળ એકલા જ્ઞાનમાત્રથી પણ સુખી થવો જોઇએ. પરંતુ ભોગ ક્રિયા વિના સુખી થતો નથી. માટે કેવળ એકલું જ્ઞાન ફળપ્રાપ્તિ કરાવનાર નથી. આવા પ્રકારનું ક્રિયાવાદી વડે પૂર્વે જે કહેવાયું હતું. તેના વડે જ જ્ઞાનવાદીની વાત દૂર થઈ જાય છે. આ કારણથી એકાન્ત જ્ઞાનવાદીનો મત ઉપેક્ષા કરવા જેવો છે. તેથી જ આપોઆપ સ્વયં સમજાઈ જ જાય છે કે સમ્યજ્ઞાન પણ સમ્યક્રિયા યુક્ત હોય તો જ ફળસિદ્ધિનું કારણ બને છે. પરંતુ જ્ઞાનનો એકાન્ત માર્ગ ફળ આપનાર બનતો નથી. તેથી એકાન્ત જ્ઞાનવાદ રમણીય નથી.
એવી જ રીતે ક્રિયાનો એકાન્તમાર્ગ પણ નિર્દોષ નથી, ભ્રાન્ત જ છે. કારણકે ક્રિયાવાદીએ પૂર્વે જે કહ્યું કે : સ્ત્રી અને ભક્ષ્ય વસ્તુઓના ભોગને જાણનારો પુરુષ (ભોગની ક્રિયા કર્યા વિના) વૃદ્ધિ પામતો નથી. પરંતુ ક્રિયા જ ફળ આપે છે. ઇત્યાદિ જે કહ્યું તે યુક્ત નથી. કારણકે જ્ઞાન વિનાની કેવળ એકલી ક્રિયા પણ વિવેકશૂન્ય, સાધ્યના લક્ષ્ય શૂન્ય, હોવાથી ફળ આપનાર બનતી નથી. તેથી ક્રિયાવાદીએ આપેલો આ ઉપાલંભ જે લોકો કેવળ એકલા જ્ઞાનમાત્રને જ ફળ આપનાર માને છે તેને અર્થાત્ સમ્યજ્ઞાન માત્ર જ મુક્તિનું કારણ છે એવું માનનારા એકાન્તવાદીઓને ઘટે છે. પરંતુ અમને (ઉભયવાદી જૈનોને) આ ઉપાલંભ સંભવતો નથી. કારણકે અમે તો પરસ્પર અપેક્ષાવાળાં એવાં એટલે કે સાપેક્ષ સમ્યજ્ઞાન અને સાપેક્ષ સમ્યકક્રિયાને મુક્તિના કારણ તરીકે સ્વીકાર્યા છે. પરંતુ સ્વતંત્ર એવાં કોઈ એકને ફળ પ્રાપ્તિમાં કારણ માન્યાં નથી. તેથી સાપેક્ષપણે ઉભયવાદ માનનારા અમને કોઈ દોષ નથી.
કદાચ તમે એવો પ્રશ્ન કરશો કે સ્ત્રી અને મોદકાદિ ભક્ષ્ય વસ્તુઓનું કેવળ એકલું (ભોગક્રિયા વિનાનું) જ્ઞાન સુખ આપનાર બનતું નથી. પરંતુ જ્ઞાન વિનાની (વિશિષ્ટ સમજણ વિનાની) કેવળ એકલી ભોગક્રિયા ફળ આપનારી દેખાય છે. તો તે પણ બરાબર નથી. કારણકે નિતંબિકી (સ્ત્રી) અને મોદકાદિ ભક્ષ્ય વસ્તુઓના વિષયવાળી ભોગક્રિયાની પ્રવૃત્તિમાં પણ તેના સંબંધી વિજ્ઞાન સર્વથા નથી જ અને કેવળ એકલી ભોગક્રિયા જ છે અને તે ક્રિયા જ સુખ આપે છે એવું કેવળ બનતું નથી. કે જેથી તમે કેવળ એકલી ક્રિયામાત્રને જ સુખની કારણતા કલ્પી શકો. પરંતુ તે તે વિષયના જ્ઞાન યુક્ત જ ત્યાં ત્યાં કરાતી પ્રવૃત્તિ પ્રીતિની પરંપરાને (અતિશય ભોગસુખના આનંદને) આપવામાં સમર્થ બને છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૧૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ આ સ્ત્રી છે. ભોગ્ય છે. તેનાં યથાસ્થાનનાં યથાયોગ્ય અવયવોથી યથોચિત ભોગક્રિયા થાય છે. જે સાંસારિક સુખ આપે છે. ઇત્યાદિ જ્ઞાનવાળો જીવ જ સ્ત્રી સાથેની ભોગક્રિયામાં તે તે અવયવોની સાથે તેવી તેવી ભોગક્રિયા કરવા અને તેનાથી આનંદ માણવા પ્રવર્તે છે. તથા મોદકાદિ દ્રવ્યો ઉત્તમ દ્રવ્યો છે. સ્વાદિષ્ટ દ્રવ્યો છે. સુખ આપનાર છે. અન્ય દ્રવ્યોના ભોજન કરતાં વધારે રસપ્રદ છે. આવી વસ્તુને જ મોદક કહેવાય છે. ઇત્યાદિ જ્ઞાનવાળો પુરુષ જ મોદકાદિના ભાગમાં જોડાય છે. અન્યથા=જો જ્ઞાનવિનાની એકલી ભોગક્રિયા સુખ આપનારી બનતી હોય તો મદિરા આદિથી ઉન્મત્ત બનેલા અને મૂર્ણિત (બેભાન) બનેલા પુરુષને પણ (એટલે કે જેની જ્ઞાનસંજ્ઞા આવૃત થઈ ગઈ છે તેવા પુરુષને પણ) અત્યત પ્રેમમાં પરાયણ એવી પ્રણયિનીની ગાઢ આલિંગન વાળી ભોગક્રિયા પણ તે ભોગસુખના આનંદને ઉત્પન્ન કરનારી બનવી જોઇએ, પરંતુ તે ક્રિયા આનંદ આપનારી કેમ બનતી નથી ? અર્થાત્ પુરુષ મૂછિત હોવાથી જ્ઞાનસંજ્ઞા રહિત છે છતાં સ્ત્રી ગાઢ આલિંગન કરે અને તેના દ્વારા ભોગક્રિયા કરે તો ત્યાં કેવળ ક્રિયા તો છે જ. તેથી પુરુષને પણ તે ભોગક્રિયાના સુખનો આનંદ થવો જોઈએ. પરંતુ થતો નથી. માટે જ્ઞાનપૂર્વકની જ ક્રિયા સુખપ્રદ છે. આ કારણથી સ્ત્રીની સાથેની ભોગક્રિયામાં અને મોદકાદિની ભોજનક્રિયામાં જેમ ક્રિયા વર્તે છે. તેમ જ્ઞાન પણ વર્તે જ છે. તેથી ઉભય હોય તો જ ફળ આપનાર બને છે.
કિયાવાદી= હવે કદાચ ક્રિયાવાદી અહીં આવો બચાવ કરે કે મૂર્ણિત અને ઉન્મત્ત આદિ પુરુષની સાથે સ્ત્રીવડે કરાયેલી ગાઢ આલિંગનવાળી આ ભોગક્રિયા તે વાસ્તવિક ભોગક્રિયા છે જ નહીં, કારણકે સાચી તાત્ત્વિક ક્રિયા તે જ છે કે જે ક્રિયા પોતાના કાર્યને કરવામાં આવ્યભિચારી હોય. અહીં આ ક્રિયા પુરુષને સુખના આનંદરૂપ કાર્ય કરનારી નથી, તેથી આ ક્રિયા એ તાત્ત્વિક ક્રિયા જ નથી.
જૈન- હે ક્રિયાવાદી ! મૂર્ણિત પુરુષની સાથે કરાતી જ્ઞાન વિનાની કેવળ એકલી (ભોગાદિ સંબંધી) ક્રિયા ફળ આપનાર ન હોવાથી તાત્ત્વિક ક્રિયા જ કહેવાતી નથી, પરંતુ જે જ્ઞાનપૂર્વકની ક્રિયા કરાય છે તે જ યથાર્થ ફળ આપવામાં અવિસંવાદી હોવાથી તાત્ત્વિક ક્રિયા કહેવાય છે. તથા તેવી જ્ઞાનપૂર્વકની તાત્ત્વિક ક્રિયા જ સુખનું કારણ છે. આ બધું જો તમને સમજાય છે. તો જ્ઞાન અને ધર્મક્રિયામાં પણ આ જ ન્યાય કેમ લગાવતા નથી ? ત્યાં એકલી ક્રિયાને જ પ્રધાન કેમ કરો છો ?
જ્ઞાન પણ તે જ તાત્વિક કહેવાય છે. કે જે પોતાના કાર્યને કરવામાં અવ્યભિચારી હોય. જો આટલું તમે સમજો તો સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનારો પુરુષ (ભોગક્રિયા વિના) કેવળ એકલા જ્ઞાન માત્રથી સુખી થતો નથી”
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૮ परिच्छे६-७ : सूत्र-५७
રત્નાકરાવતારિકા ભાગ-૩ આવો જ્ઞાનવાદીને તમારા વડે અપાયેલો જે ઉપાલંભ છે. તે કેવી રીતે શોભાને પામે ? કારણકે ત્યાં પણ ક્રિયા ન હોવાથી અને એકલું જ્ઞાનમાત્ર હોવાથી સુખના આનંદને આપવા રૂપ કાર્ય કરનારૂં તે જ્ઞાન થતું નથી. માટે તે જ્ઞાન પણ તાત્ત્વિક જ્ઞાન નથી અને તાત્ત્વિક જ્ઞાન ન હોવાથી જ કાર્ય કરવામાં વ્યભિચારી છે. તેથી કાર્યને કરતી ક્રિયા જ નિશ્ચયનયથી જેમ (તાત્ત્વિક) ક્રિયા કહેવાય છે. તેવી જ રીતે કાર્યને કરતું જ્ઞાન જ નિશ્ચયનયથી જ્ઞાન કહેવાય છે. આ કેમ તમને નથી સમજાતું ? અને જ્ઞાનવાદીને કેવળ ઉપાલંભ આપવામાં જ કેમ રસિક બનો છો ? જે ઉપાલંભ તમે જ્ઞાનવાદીને આપો છો તે જ ઉપાલંભ કેવળ ક્રિયાવાદી એવા તમને પણ લાગે જ છે. તેથી સાપેક્ષભાવે બન્નેને કારણ માનવામાં ક્યાંય પણ વ્યભિચાર આવતો ન હોવાથી, સાપેક્ષ એવાં આ બન્ને (જ્ઞાન-ક્રિયા) જ ફળની ઉત્પત્તિનાં કારણ छ. म भानपुं थे ४ अनुशुः (Gयित-योग्य) छे.
अथ भवत्वेतत्कारणिका मुक्तिः, तथापि बुद्धयादीनां नवानामात्मविशेषगुणानां योऽत्यन्तमुच्छेद, तद्रूपैव स्वीकर्तव्या, न पुनर्नि:शेषकर्मक्षयलक्षणा । तथा चानुमानम्नवानामात्मविशेगुणानां सन्तानोऽत्यन्तमुच्छिद्यते, सन्तानत्वात् , यो यः सन्तानः स सोऽत्यन्तमुच्छिद्यते यथा प्रदीपसन्तानः, तथा चायम्, तस्मादत्यन्तमुच्छिद्यत इति ।
"न ह वै सशरीरस्य सतः प्रियाप्रिययोरपहतिरस्ति ।" "अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" इत्यादयो वेदान्ता अपि तादृशीमेव मुक्तिमादिशन्ति । अपि च-"यावदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः ।
तावदात्यन्तिकी दुःखव्यावृत्तिर्न विकल्प्यते ॥१॥ धर्माधर्मनिमित्तो हि संभवः सुख-दुःखयोः । मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥२॥ तदुच्छेदे च तत्कार्यशरीराद्यनुपप्लवात् । नात्मनः सुख-दुःखे स्त इत्यसौ मुक्त उच्यते ॥३॥ इच्छाद्वेषप्रयत्नादि भोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ॥४॥ तदेवं धिषणादीनां नवानामपि मूलतः । गुणानामात्मनो ध्वंस: सोऽपवर्गः प्रतिष्ठितः ॥५॥ ननु तस्यामवस्थायां कीदृगात्माऽवशिष्यते ? ।
.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैर्गुणैः ॥६॥ ऊर्मिषट्कातिगं रूपं तदस्याहुर्मनीषिणः ।
સંસાર વન્થનાથીન-૩:વૃવત્નેશ દદૂષિતમ્ ' ऊर्मय: कामक्रोधमदगर्वलोभदम्भाः ।
"પ્રાપણી ક્ષત્પિપાસે દે મન: શોમૂતે |
जरामृत्यू शरीरस्य षडूमिरहित: शिवः ॥१॥" इति तु पुराणे ॥ હવે કોઈ વાદી કદાચ એવો પ્રશ્ન કરે કે સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા એમ બંને ભાવો છે કારણ જેમાં એવી મુક્તિ ભલે હો. સારાંશ કે મુક્તિની પ્રાપ્તિમાં સમ્યગ્રજ્ઞાન અને ક્રિયા આ બન્ને સાપેક્ષપણે કારણ છે. આ વાત તો બરાબર ઉચિત છે. (સય જ્ઞાનયિાખ્યાં આ પદનું વિવેચન પૂર્ણ થયું.) પરંતુ બુદ્ધિ આદિ આત્માના જે નવ વિશેષ ગુણો છે. તેનો જે અત્યન્ત ઉચ્છેદ થાય તે સ્વરૂપ જ મુક્તિ છે. આમ સ્વીકારવું ઉચિત છે. અર્થાત્ બુદ્ધિ આદિ નવ આત્મવિશેષગુણોના ઉચ્છદ રૂપ જ મુક્તિ છે. પરંતુ સર્વ કર્મોના ક્ષય સ્વરૂપ મુક્તિ નથી. (હવે નર્મક્ષયસ્વરૂપ આ પદનું વિવેચન સમજાવવા માટે પ્રશ્ન કરે છે) આ વાત અનુમાનથી સિદ્ધ થાય છે. માટે નવગુણોના ક્ષય રૂપ જ મુક્તિ સ્વીકારવી જોઇએ. તે અનુમાન પ્રયોગ પણ આ પ્રમાણે છે
(બુદ્ધિ આદિ) આત્માના નવ વિશેષગુણોનું જે સત્તાન છે. (ધારાવાહી પરંપરા છે.) તેનો અત્યન્ત ઉચ્છેદ થાય છે. (પ્રતિજ્ઞા), સત્તાન (પરંપરા) હોવાથી, (હેતુ), જે જે સંતાન (પરંપરા) હોય છે. તે તે અત્યન્ત ઉચ્છેદ પામે જ છે. (અન્વયવ્યાતિ), જેમ દીપકનું સંતાન, દીપકની ધારાવાહી જ્યોત, (ઉદાહરણ), આત્માના નવ વિશેષગુણોનું આ સંતાન પણ તેવું જ છે. (ઉપનય), તે કારણથી (સંતાન રૂપ હોવાથી) તેનો પણ અત્યન્ત ઉચ્છેદ થાય જ છે. (નિગમન). ઉપરોક્ત અનુમાનથી નવગુણોના અત્યન્ત ઉચ્છેદ ૩૫ મુક્તિ માનવી જોઇએ, પરંતુ સર્વકર્મોના ક્ષયાત્મક જૈનદર્શનને માન્ય મુક્તિ ન સ્વીકારવી જોઇએ. જેમ ઉપરોક્ત અનુમાનથી નવ ગુણોના ક્ષયાત્મક મુક્તિ અને સિદ્ધ કરી. તે જ રીતે તેવી મુક્તિને સમજાવનારાં આગમ પ્રમાણો પણ શાસ્ત્રોમાં મળે છે. તે આગમપ્રમાણો આ પ્રમાણે છે.
‘ર હૈ સીરા રૂદ્રિ શરીર સહિત વસતા એવા આત્માને (એટલે કે સંસારી આત્માને) પ્રિય-અપ્રિયનો (પુણ્ય-પાપાત્મક ધર્મ-અધર્મનો) વિનાશ હોતો નથી. અને અશરીરપણે (મુક્તિમાં) વસતા આત્માને પ્રિય-અપ્રિય (ધર્મ અને અધર્મ) સ્પર્શતા નથી' ઇત્યાદિ પાઠોવાળાં વેદાતશાસ્ત્રો પણ તેવી જ મુક્તિને (ધર્મ-અધર્મ આદિ આત્માના નવ ગુણોના ક્ષયવાળી મુક્તિને) જ સમજાવે છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨)
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ વળી અન્ય બીજાં શાસ્ત્રોમાં પણ મુક્તિનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે
“જ્યાં સુધી વાસના વગેરે આત્માના સર્વ વિશેષ ગુણો ઉચ્છેદ પામતા નથી. ત્યાં સુધી આત્યન્તિક દુઃખ-નિવૃત્તિ સંભવતી નથી.” |૧||
ધર્મ અને અધર્મ છે નિમિત્ત (કારણ) જેમાં એવો સુખ અને દુઃખનો ઉત્પાદ થાય છે. તે ધર્માધર્મ જ સંસારરૂપી ઘરના મૂલભૂત સ્તંભ છે.” રા.
તે ધર્માધર્મનો ઉચ્છેદ કરાયે છતે તેના ફળભૂત એવા શરીરાદિની અપ્રાપ્તિ થવાથી જ આત્માને સુખ-દુઃખ થતાં નથી. તેથી આ જીવ મુક્ત કહેવાય છે. If૩
ઇચ્છા, દ્વેષ, અને પુરુષાર્થ વગેરે ગુણો શરીર રૂપ બંધનના કારણે થાય છે. પરંતુ ઉચ્છેદ પામ્યું છે ભોગાયતન (શરીર) જેનું એવો આત્મા ત્યારબાદ (શરીર ન હોવાથી) તે ઇચ્છાદિ ગુણોની સાથે જોડાતો નથી. //૪ll
તે આ પ્રમાણે બુદ્ધિ આદિ નવે પણ આત્માના મૂલગુણોનો જે ધ્વંસ થાય છે. તે જ અપવર્ગ (મુક્તિ) કહેવાય છે. પા
પ્રશ્ન- તે મુક્તાવસ્થામાં આ આત્મા કેવો રહે છે ? સર્વગુણોથી પરિત્યક્ત (ત્યજાયેલો) થયો છતો માત્ર પોતાના સ્વરૂપમાં જ મગ્ન રહે છે. // ૬.
છ ઊર્મિઓ (વિકારો) છે તેનાથી રહિત એવું જ રૂપ છે. તે રૂપ આ આત્માનું છે. આમ મનીષી પુરુષો કહે છે. સંસારના બંધનને આધીન એવાં જે દુઃખો અને કલેશો છે. તેનાથી અદૂષિત એવું આત્મ-સ્વરૂપ ત્યાં (મુક્તિમાં) છે.
કામ, ક્રોધ, મદ, ગર્વ, લોભ અને દંભ આ છ ઊર્મિઓ કહેવાય છે. પુરાણમાં છ ઊર્મિઓ બીજી રીતે સમજાવેલી છે. તે આ પ્રમાણે–
સુધા અને પિપાસા આ બે ઊર્મિઓ પ્રાણની છે. શોક અને મૂઢતા આ બે ઊર્મિઓ મનની છે. અને જરા તથા મૃત્યુ આ બે ઊર્મિઓ શરીરની છે. વળી આ છએ ઊર્મિઓ રહિત જે આત્મા છે. તે શિવ અર્થાત્ મહાદેવ કહેવાય છે.
આ પ્રમાણે સર્વકર્મોના ક્ષય સ્વરૂપ મુક્તિ ન માનતાં, બુદ્ધિ આદિ નવ ગુણોના ઉચ્છદાત્મક જ મુક્તિ માનવી ઉચિત છે. આવી મુક્તિની પ્રાપ્તિ ભલે સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા વડે હો, પરંતુ મુક્તિ તો ગુણોના ક્ષયાત્મક જ છે. કર્મોના ક્ષયાત્મક નથી. (આ પ્રશ્નમાં કારણ સંબંધી વિવાદ નથી પરંતુ કાર્ય સંબંધી વિવાદ છે.)
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ - अत्र ब्रूमः-यदवादि-सन्तानत्वादिति, तत्र किमिदं सन्तानत्वं नाम ? किमुपादानोपादेयभावप्रबन्धेन प्रवर्तमानत्वम् , कार्यकारणभावप्रबन्धेन प्रवृत्तिः, अपरापरपदार्थोत्पत्तिमात्रता वा । आद्यः पक्षः सावद्यः, आश्रयासिद्धस्वरूपासिद्धयोरापत्तेः, बुद्धयादिनवक्षणानामुपादानोपादेयभावरूपतया सन्तानस्य सौगतानामेव संमतत्वात् , आत्मनः समवायिनः, आत्ममनःसंयोगादसमवायिनः, अदृष्टादेनिमित्ताच्च तैरात्मगुणोत्पादप्रतिपादनात् । एतेन द्वितीयपक्षोऽपि व्यपास्तः, बुद्ध्यादिक्षणानां कार्यकारणभावमात्रस्याऽपि तैरस्वीकारात्, प्रलयप्रलीनबुद्ध्यादेरप्यात्मनः पुनर्बुद्धयाद्युत्पादाङ्गीकारात् । तृतीयपक्षेऽपि व्यभिचारः, अपरापरेषामुत्पादुकानां पटकटकपाटादीनां सन्तानत्वेऽप्यत्यन्तमनुच्छिद्यमानत्वात् ॥
ઉત્તર- અમે (જૈન) ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપીએ છીએ કે તમોએ “સત્તાન–ીન્'' આવો જે હેતુ કહ્યો છે. તે હેતુનો શો અર્થ છે ? અર્થાત્ આ સંતાનત્વ એટલે શું છે ? (૧) શું ઉપાદાન-ઉપાદેય ભાવનું પરંપરાએ પ્રવર્તવું તે સંતાન છે ? કે (૨) કાર્ય-કારણ ભાવનું પરંપરાએ પ્રવર્તવું તે સંતાન છે ? કે (૩) અપર અપર (એટલે કે નવા નવા) પદાર્થની ઉત્પત્તિ-ધારા તે સંતાન છે ? આ ત્રણ પ્રકારના અર્થોમાંથી કયા અર્થવાળો સંતાનશબ્દ તમે કહો છો ?
જો પ્રથમપક્ષ કહો એટલે કે ઉપાદાન-ઉપાદેયભાવે પ્રવર્તતી પરંપરા એ સંતાન છે. પૂર્વેક્ષણ ઉપાદાન અને ઉત્તરક્ષણ ઉપાદેય આ રીતે પ્રવર્તતી આ પરંપરાની ધારા એ જ સંતાન છે. આમ જો કહો તો આ પક્ષ સાવદ્ય (દોષયુક્ત) છે. આશ્રયાસિદ્ધ અને સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ લાગવાની આપત્તિ આવે છે. બુદ્ધિ આદિ નવ ગુણોમાં ઉપાદાન-ઉપાદેયભાવે સંતાનપણું બૌદ્ધો જ માને છે. તમારા (નૈયાયિક અને વૈશેષિકોના) મતમાં આવું સંતાનપણું માનેલું નથી કારણકે તમારા મતમાં તો સમવાયીકારણ આત્મા, અસમવાયીકારણ આત્મા-મનનો સંયોગ, અને નિમિત્તકારણ અદૃષ્ટાદિ માનેલાં છે. આ ત્રણ પ્રકારનાં કારણો વડે આત્મામાં બુદ્ધિ આદિ ગુણોની ઉત્પત્તિ જણાવેલી છે. પણ ઉપાદાન-ઉપાદેય ભાવે ગુણોની ઉત્પત્તિ જણાવી નથી. આ રીતે ઉપાદાન-ઉપાદેય ભાવ યુક્ત બુદ્ધિ આદિ નવ ગુણોનો સંતાન, આ નામનો પક્ષ જ તમારા મતે નથી. તેથી આશ્રયાસિદ્ધ હેત્વાભાસ થાય છે. તથા આવા અર્થવાળો સંતાન–હેતુ બુદ્ધિ આદિ ગુણોના સંતાન રૂપ પક્ષમાં અવિદ્યમાન હોવાથી સ્વરૂપા સિદ્ધ હેવાભાસ પણ થાય છે.
આ રીતે પ્રથમપક્ષના ખંડન વડે જ બીજો પક્ષ પણ ખંડિત થયેલો જ જાણવો. કારણકે બુદ્ધિ આદિ નવગુણોમાં નૈયાયિક-વૈશેષિકો વડે જેમ ઉપાદાન-ઉપાદેય
૪૧
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨ ૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
ભાવ સ્વીકારાયો નથી, તેમ કાર્ય-કારણભાવ માત્ર પણ તેઓ વડે સ્વીકારાયો નથી. કારણકે પ્રલયકાળમાં બુદ્ધિ આદિ ગુણો આત્મામાં સર્વથા નષ્ટ થઇ જાય છે. છતાં કાળાન્તરે બુદ્ધિ આદિ ગુણો ફરીથી પણ ઉત્પન્ન થાય છે. આમ તેઓ વડે સ્વીકારાયું છે. આ રીતે નવગુણોનો સંતાન સ્વીકારાયો નથી માટે આશ્રયાસિદ્ધ, અને આવા અર્થવાળો સંતાન–હેતુ બુદ્ધિ આદિ ગુણોના સંતાનમાં અવર્તમાન છે માટે સ્વરૂપાસિદ્ધ એમ બન્ને હેત્વાભાસ બીજાપક્ષમાં પણ લાગુ પડે છે.
હવે ત્રીજો પક્ષ કહો તો તે પણ બરાબર નથી. કારણકે ત્રીજા પક્ષમાં હેતુની અંદર વ્યભિચાર દોષ આવે છે. એટલે કે હેતુ સવ્યભિચાર હેત્વાભાસ થાય છે. અપર અપર (નવા નવા) ઉત્પન્ન થતા પટ (વસ્ત્ર), કટ (સાદડી) અને કપાટ (કમાડ-બારણાં) આદિ ભાવોનું સંતાન હોવા છતાં પણ અત્યન્ત ઉચ્છેદ થતો જણાતો નથી. આ રીતે સંતાનત્વ હેતુ અત્યન્તોચ્છેદના અભાવમાં (સાધ્યાભાવમાં) વર્તે છે. માટે સવ્યભિચારી થયો. તેથી તમારું અનુમાન દોષ યુક્ત હોવાથી સાધ્યસિદ્ધિમાં અસમર્થ છે.
अथैकाश्रयाऽपरापरोत्पत्तिः सन्तानः, ततो नैष दोषः, तर्हि तादृशं सन्तानत्वं प्रदीपे नास्तीति साधनवैकल्यं दृष्टान्तस्य, परमाणुपाकजरूपादिभिश्च व्यभिचारी हेतुः, तथाविधसन्तानत्वस्य तत्र सद्भावेऽप्यत्यन्तोच्छेदाभावात् । अपि च, संतानत्वमपि भविष्यत्यत्यन्तानुच्छेदश्च, विपर्यये बाधकप्रमाणाभावात् । इति सन्दिग्धविपक्षव्यावृत्तिकत्वादप्यनैकान्तिकोऽयम् । विरुद्धश्च, शब्दबुद्धिविद्युत्प्रदीपादिष्वत्यन्तानुच्छेदवत्स्वेव सन्तानत्वस्य व्यवस्थानात्, शब्दबुद्धिविद्युत्प्रदीपादयो हि पर्याया द्रव्यरूपतया स्थास्नव एव, तद्व्याविष्वग्भूतं पर्यायान्तरमुत्पादयन्त एव प्रध्वंसन्ते । न पुनरमीषामत्यन्तमुच्छेदः सूपपादः, उत्पादव्ययध्रौव्याणां परस्परनिरपेक्षाणां खरविषाणप्रख्यत्वात् । तथाहि-नास्ति क्वचिदत्यन्तमुच्छेदः, स्थित्युत्पादरहितत्वात्, खरविषाणवत्, इति न प्रस्तुतानुमानाद् बुद्ध्यादिगुणोच्छेदरूपा सिद्धिः सिध्यति ।
તૈયાયિકાદિ– એક જ પદાર્થના આશ્રયે જો અપર-અપર (નવા નવા ભાવની ઉત્પત્તિ થતી હોય તો જ તેને સંતાન કહેવાય છે. એમ અમે માનીએ છીએ. તમે જે પટ, કટ, કપાટ આદિ ભાવોની ઉત્પત્તિને સંતાન કહ્યું. તે બરાબર નથી. કારણકે તે સઘળા ભિન્ન-ભિન્ન પદાર્થો છે. અમે તેને સંતાન કહેતા નથી. તેથી અમને આ દોષ આવતો નથી.
જૈન– જો તમે એક દ્રવ્યના આશ્રયે અપર-અપર ભાવોની ઉત્પત્તિને સંતાન કહેતા હો, તો તમારા અનુમાનમાં ઘણા દોષો આવે છે. તમારું પૂર્વે કહેલું અનુમાન આ પ્રમાણે છે કે
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૨૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૭
નવાનામાત્મવશેષ"UIનાં સન્તાન: (પક્ષ) અત્યન્તપુછિદ્યતે (સાધ્ય) નાનત્વીત્ (હેતુ), પ્રવીપસન્તાનવત્ (ઉદાહરણ).
(૧) આ અનુમાનમાં કહેલું “પ્રદીપસંતાન” આ ઉદાહરણ સાધન વૈકલ્ય દોષવાળું છે. કારણકે પ્રદીપ-સંતાનમાં એકદ્રવ્યના આશ્રયે ઉત્પત્તિ છે. પરંતુ કેવળ એકલી જ્યોતની જ પરંપરા હોવાથી અપર-અપર ભાવોની ઉત્પત્તિ નથી. તેથી એકદ્રવ્યાશ્રિતપણે અપર-અપર ભાવોની ઉત્પત્તિ રૂપ સંતાનત્વ હેતુ પ્રદીપસંતાનમાં નથી. માટે “સાધનકલ્ય” ઉદાહરણ છે.
(૨) પૃથ્વીના પરમાણુઓમાં રહેલા પાકજ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ ગુણોની સાથે આ હેતુ વ્યભિચારી હેત્વાભાસ છે. કારણકે આ પાકજ ગુણોમાં એક જ દ્રવ્યના (પરમાણુઓના) આશ્રયે અપર-અપર (નવા નવા વર્ષાદિની) (નીલપીતાદિની) ઉત્પત્તિ થવી આ અર્થવાળું સત્તાનત્વ ત્યાં છે. પરંતુ અત્યન્તોચ્છેદ રૂપ સાધ્ય નથી. કારણકે અંતે કોઇક વર્ણાદિ તો રહે જ છે. માટે અત્યન્તોશ્કેદાભાવ (સાધ્યાભાવ)માં આ હેતુ વર્તતો હોવાથી વ્યભિચારી પણ છે.
(૩) વળી “સત્તાનત્વ પણ હોય અને અત્યન્તાનુચ્છેદ પણ હોય” આવું પણ કેમ ન બને ? સંતાનત્વ અને અત્યન્તાનુચ્છેદત્યને સાથે માનવામાં કોઈ બાધક પ્રમાણ જણાતું નથી. એટલે કે અત્યન્ત ઉચ્છેદરૂપ સાધ્યના વિપર્યયમાં (સાધ્યાભાવમાં) સંતાનત્વ હોવામાં કોઈ બાધકતા જણાતી નથી. માટે સાધ્યાભાવ રૂપ વિપક્ષમાંથી હેતુ વ્યાવૃત્તિવાળો જ છે આ વાત શંકાસ્પદ હોવાથી સંદિગ્ધ એવી વિપક્ષવ્યાવૃત્તિ થવાથી આ હેતુ (સંદિગ્ધ) અનૈકાન્તિક હેત્વાભાસ પણ જાણવો.
(૪) વિરુદ્ધ હેત્વાભાસ પણ થાય છે. કારણકે શબ્દ, બુદ્ધિ, વિદ્યુત્ અને પ્રદીપ આદિ પદાર્થો અત્યન્તાનુચ્છેદ વાળા જ છે. અર્થાત્ અત્યન્ત ઉચ્છેદ પામનારા નથી. (માત્ર પર્યાયાન્તર થાય છે. પરંતુ દ્રવ્યપણે અવશ્ય વર્વે જ છે. તેથી અત્યન્ત ઉચ્છેદવાના નથીછતાં સંતાનcહેતુ તેમાં વ્યવસ્થિત જ છે. આ રીતે સંતાનત્વ હેતુ કેવળ સાધ્યાભાવમાં જ વિદ્યમાન હોવાથી વિરુદ્ધ હેત્વાભાસ પણ છે. શબ્દ, બુદ્ધિ, વિદ્યુત અને પ્રદીપાદિ પર્યાયો તે તે દ્રવ્યથી અવિષ્યભૂત એવા પર્યાયાન્તરને ઉત્પન્ન કરતા છતા પ્રધ્વંસ પામે છે. પરંતુ સમૂળગા નાશ પામતા નથી. તેથી આ શબ્દાદિ પર્યાયોનો (માત્ર પર્યાય રૂપે જ નાશ થાય છે. પરંતુ) અત્યન્ત ઉચ્છેદ થતો નથી. અત્યન્ત ઉચ્છેદ કહેવો તે સૂપપાદ (યુક્તિયુક્ત કથન) નથી. પરસ્પર નિરપેક્ષ એવા એકલા એકલા ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય ગધેડાના શિંગડા તુલ્ય છે. અર્થાત્ મિથ્યા છે. અસત્ છે. તે આ પ્રમાણે-કયાંય પણ અત્યન્ત ઉચ્છેદ નથી, કારણકે તે સ્થિતિ-ઉત્પાદ
Page #341
--------------------------------------------------------------------------
________________
परिच्छे६-७ : सूत्रप
રત્નાકરાવતારિકા ભાગ-૩
રહિત માન્યો માટે, ખરવિષાણની જેમ. જ્યાં જ્યાં જોશો ત્યાં ત્યાં દ્રવ્યરૂપે સ્થિતિ અને ઉત્તર પર્યાય રૂપે ઉત્પાદ પૂર્વક જ પૂર્વપર્યાયનો ઉચ્છેદ દેખાશે. કેવળ એકલો ઉચ્છેદ જ હોય અને સ્થિતિ-ઉત્પાદ ન હોય એવું જગત આખામાં ક્યાંય નથી. ઘટનો ઉચ્છેદ થાય તો પણ માટીની સ્થિતિ અને કપાલનો ઉત્પાદ સાથે હોય જ છે.
૩૨૪
આ રીતે તમારા કરેલા પ્રસ્તુત અનુમાનથી ઘણા દોષો આવતા હોવાના કારણે બુદ્ધિ આદિ નવગુણોના ઉચ્છેદ રૂપ મુક્તિ સિદ્ધ થતી નથી.
नापि न ह वै सशरीरस्येत्यादिगदितागमात्, शुभाशुभादृष्टपरिपाकप्रभवेन भवसम्भविनी हि प्रियाप्रिये परस्परानुषक्ते अपेक्ष्याऽयं व्यवस्थितः, सकलादृष्टक्षयकारणकं पुनरैकान्तिकात्यन्तिकरूपं केवलमेव प्रियं निःश्रेयसदशायामिष्यते, तत् कुतः प्रतिषिध्यते ? । आगमार्थश्चायमित्थमेव समर्थनीयः, यत एतदर्थानुपातिन्येव स्मृतिरपि विलोक्यते
" सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् ।
तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः ॥ १ ॥ ".
न चायं सुखशब्दो दुःखाभावमात्रे वर्तनीयः, मुख्यसुखवाच्यतायां बाधकाभावात् । न च भवदुदीरितो मोक्षः पुंसामुपादेयतया सम्मतः, को हि नाम शिलाशकलकल्पमपगतसकलसुखसंवेदनस्पर्शमात्मानमुपपादयितुं यतेत ? । सोपाधिकसावधिकपरिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकमनवधिकनिरतिशयनैसर्गिकाऽऽनन्दसुन्दरमपरिम्लानतत्संवेदनसामर्थ्यं चतुर्थं पुरुषार्थमाचक्षते विचक्षणाः । यदि तु जडः पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत्, तत् कृतमपवर्गेण, संसार एव वरमस्तु यत्र तावदन्तरान्तराऽपि दुःखकलुषितमपि सुखमुपभुज्यते । चिन्त्यतां तावदिदम्-किमल्पसुखानुभवो भव्यः, उत सर्वसुखोच्छेद एव ? ।
નૈયાયિકાદિ તમારી (જૈનોની) કહેલી ઉપરોક્ત ચર્ચાથી નવ ગુણોના ઉચ્છેદ રૂપ મુક્તિને જણાવનારૂં અનુમાન પ્રમાણ ઘણા દોષવાળું હોવાથી તે અનુમાન प्रभासाथी तेवी भुक्ति असे सिद्ध न थाओ. परंतु " न ह वै सशरीरस्य" हत्याहि આગમપાઠો છે. તે પાઠોવાળા આગમપ્રમાણથી તો નવ ગુણોના ક્ષય રૂપ અમારી માનેલી મુક્તિ સિદ્ધ થશે. તેમાં તો કંઇ દોષ નથી ને?
छैन - नापि, न ह वै = सशरीरी ( संसारी) भवने प्रियाप्रियनी अपहति (અભાવ) સંભવતો નથી. ઇત્યાદિ આગમપ્રમાણથી પણ નવગુણોના અત્યન્ત ઉચ્છેદ રૂપ મુક્તિ સિદ્ધ થતી નથી. કારણકે તે જે આગમપાઠ છે. તે પાઠ શુભ (પુણ્ય) અને
www.jainelibrary..org
Page #342
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭: સૂત્ર-૫૭
૩૨૫
અશુભ (પાપ) સ્વરૂપ જે અદૃષ્ટ (કર્મ) છે. તેના વિપાકોદયના પ્રભાવથી સંસારસંબંધી પરસ્પર સંયુક્ત એવા જે પ્રિયાપ્રિય (એટલે સુખ અને દુઃખ) નામના વૈભાવિકગુણો છે તેનો જ મોક્ષે જતાં (કર્મ ક્ષય થવાથી) ક્ષય થાય છે. તેથી તેવા વૈભાવિક ગુણોને આશ્રયી આ આગમપાઠ છે. વળી સંસારાવસ્થામાં જે કોઈ ભોગજન્યસુખ છે તે ઉપાધિઓ રૂપ દુઃખથી અનુષક્ત (યુક્ત) જ હોય છે. આવું દુઃખ અને સુખ કે જે કર્મોદયજન્ય છે. અને વૈભાવિક છે તેનો જ મુક્તિએ જતાં ક્ષય થાય છે. પરંતુ સકળ અદષ્ટનો (સર્વકર્મોનો) ક્ષય છે કારણ જેમાં એવું ઐકાનિતક અને આત્મત્તિક સ્વરૂપ કેવળ એકલું (એટલે કે દુઃખ વિનાનું) માત્ર સુખ જ મુક્તિદશામાં જે ઇચ્છાય છે. તેવા સર્વ કર્મ ક્ષયજન્ય, દુઃખથી રહિત, અને સ્વાભાવિક સુખનો નિષેધ કેમ કરાય ?
તમે જણાવેલા આગમપાઠોનો અર્થ પણ આવો જ કરવો જોઇએ કારણકે આ અર્થને જ અનુસરનારી સ્મૃતિ પણ જણાય છે. “જ્યાં બુદ્ધિથી જ માત્ર ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય (એટલે કે અતીન્દ્રિય) આવા પ્રકારનું સુખ જ્યાં વર્તે છે. તેને જ મોક્ષ કહેવાય છે. આ મોક્ષ અકૃતાત્મા વડે (જે આત્માઓએ આત્મસાધન કર્યું નથી તેવા આત્માઓ વડે) દુષ્માપ્ય છે.” આ સ્મૃતિપાઠ મુક્તિમાં સુખનું વિધાન કરે છે. તેથી આગમ પાઠોના અર્થો એવા કરવા જોઇએ કે પૂર્વાપર ક્યાંય વિરોધ ન આવે.
નૈયાયિકાદિ–સ્કૃતિના ઉપરોક્ત પાઠમાં બુદ્ધિગ્રાહ્ય અને અતીન્દ્રિય સુખવાળી મુક્તિ જે જણાવી છે. ત્યાં વપરાયેલ સુખશબ્દ દુઃખાભાવ માત્રમાં જ વર્તતો હોય એવું કાં ન બને ? એટલે કે મુક્તિમાં સુખ છે એમ નહી. પરંતુ દુઃખનો અભાવ છે. અને તે દુઃખના અભાવને જ સુખ કહેવાય છે. આવો અર્થ કરીએ તો શું ?
જૈન– ર સુવો આ સુખ શબ્દ ફક્ત દુઃખાભાવ માત્રમાં જ વર્તમાન નથી. પરંતુ મુખ્ય સુખ વાચી છે. ત્યાં વાસ્તવિક સુખ છે. આમ કહેવામાં કોઈ બાધક (દોષ) નથી. એટલે કે મુક્તિમાં દુઃખાભાવ જ છે અને તેને જ સુખ કહેવાય છે એમ નહીં, પરંતુ સ્વગુણોની રમણતાના આનંદના અનુભવ રૂપ પારમાર્થિક અનંતસુખ વ છે. તેથી મુક્તજીવોને સુખ છે જ. નવ ગુણોના ક્ષયરૂપ મુક્તિ નથી.
વળી હે તૈયાયિક ! તમારો કહેલો મોક્ષ પુરુષોને ઉપાદેય તરીકે માન્ય થશે નહીં, કારણકે જો મોક્ષમાં બુદ્ધિ-સુખ-આનંદ આદિ ગુણોનો ધ્વંસ જ હોય તો. (૧) પોતાના આત્માને પથ્થરના ટુકડા તુલ્ય (સર્વથા જ્ઞાન વિનાનો) જડ કરવાને કોણ ઇચ્છે ? તથા (૨) ચાલ્યો ગયો છે સર્વ સુખના સંવેદનાનો સ્પર્શ જેમાંથી એવો પણ પોતાનો આત્મા કરવાને કોણ ઇચ્છે ? પરંતુ વિચક્ષણ પુરુષો મોક્ષસુખને આવા પ્રકારનું જણાવે છે કે- સોપાધિક, સાવલિક અને પરિમિત એવા સાંસારિક આનંદના
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ (સુખના એક) ઝરણારૂપ એવા સ્વર્ગ કરતાં પણ અધિક મુક્તિસુખ છે. તથા કયારેય પણ પ્લાન ન થાય તેવા અનુભવના સામર્થ્યવાળું મુક્તિસુખ છે.
સંસારનું (સ્વર્ગનું) સુખ (પણ) સાવધિક (કાળમર્યાદાવાળું) છે. આયુષ્ય પૂર્ણ થયે છતે ક્ષય પામવાવાળું છે. તથા સોપાધિક છે. પર એવાં જીવ-અજીવ દ્રવ્યોની સહાયતાથી થનારું છે. તેથી અન્ય નિમિત્ત દ્રવ્યોની પરવશતાવાળું છે. આવું હોવા છતાં પણ પરિમિત છે. સર્વપ્રકારનો અને શ્રેષ્ઠ પુણ્યોદય બધાંને હોતો નથી. તેથી પરિમિત છે. જ્યારે મુક્તિનું સુખ અનંતકાળ રહેનાર હોવાથી નિરવધિક, તેના સમાન બીજું કોઇ ન હોવાથી અતિશયતાવાળું અને પારદ્રવ્યોની નિમિત્તતાવાળું ન હોવાથી નૈસર્ગિક અર્થાત્ સ્વાભાવિક સુખ છે. આમ વિચક્ષણ પુરુષો કહે છે.
જો મુક્ત અવસ્થામાં (બુદ્ધિ આદિ ગુણોનો ક્ષય માનીએ તો) આ આત્મા જડ પથ્થરતુલ્ય જ થવાનો હોય તો તેવા મોક્ષ વડે સર્યું, તેવા મોક્ષની કંઈ જરૂર નથી. તેના કરતાં તો સંસાર જ સારો. કે જ્યાં વચ્ચે વચ્ચે પણ, ભલે દુઃખથી કલુષિત (યુક્ત) હોય, તો પણ, સુખનો અનુભવ તો થાય છે. આ વાતનો વિચાર તો કરો કે (૧) શું અલ્પ પણ સુખનો અનુભવ કરવો (અર્થાત્ આવા પ્રકારનું અલ્પસુખ જયાં અનુભવાય છે તે સંસાર) સારો કે (૨) સર્વથા સુખના ઉચ્છેદ (રૂપ મોક્ષ) સારો ? સારાંશ કે કંઈક બુદ્ધિથી તો વિચારો કે અલ્પ સુખ સારું કે સર્વથા સુખનો અભાવ સારો ? માટે હે નૈયાયિક ! તમારી મુક્તિ તો કોઈપણ પુરુષને ઉપાદેય થશે નહીં.
__ अथास्ति तथाभूते मोक्षे लाभातिरेकः प्रेक्षाणाम् । ते ह्येवं विवेचयन्ति-दुःखसंस्पर्शशून्यशाश्वतिकसुखसंभोगासंभवाद् दुःखस्य चाऽवश्यहातव्यत्वाद् विवेकहानस्य चाशक्यत्वाद् विषमधुनी इवैकत्राऽमत्रे पतिते उभे अपि सुख-दुःखे त्यज्येयातामिति, अतश्च संसाराद् मोक्षः श्रेयान् यत्राऽयमियानतिदुःसहो दुःखप्रबन्धोऽवलुप्यते, वरमियती कादाचित्कसुखकणिका त्यक्ता, न तु तस्याः कृते दुःखभार इयान् व्यूढ इति ।
तत्र दुःखसंस्पर्शशून्यशाश्वतिकसुखसम्भोगासम्भवादित्यत्र शाश्वतिकमनादिनिधनम्, यद्वाऽऽदिमदपि प्रध्वंसवदपर्यवसानं सुखं विवक्षितम् । तत्रादिपर्यवसानशून्यं सुखं तावत् प्रेक्षाणामुपादित्सागोचर एव न भवति सदैव प्राप्तत्वात्, इति कुतस्तदभावः तत्राऽप्रवृत्तौ प्रेक्षाकारिणां कारणमभिधीयते ? द्वितीयं तु सुखं भवत्येव तत्प्रवृत्तिनिमित्तम् । न च तस्याऽसंभवः, बाधकप्रमाणाभावात् । अनन्तं च तत् , तदानीं विनाशकारणाभावात् । तद्विनाशकारणं हि कर्म, न च तदानीं तदस्ति, तस्य समूलमुन्मूलितत्वात् , मिथ्यात्वाविरतिकषाययोगलक्षणस्य तत्कारणस्याभावाच्च न पुनरपि
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૨૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ कर्मनिर्माणम् । कारणाभावात् तादृशसुखोत्पाद एव नास्तीति चेत् । न, सकलकर्मोपरमस्यैव तत्कारणस्य सद्भावात् ।
નૈયાયિક– હે જૈન ! તમારી ઉપરોક્ત વાત સાચી નથી. સર્વથા સુખના ક્ષયવાળી અમે માનેલી તેવા પ્રકારની મુક્તિમાં પંડિત પુરુષોને લાભાતિરેક (પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના) થશે જ. અમે તૈયાયિકો બુદ્ધિ આદિ નવ ગુણોના ક્ષય સ્વરૂપ મુક્તિ માનીએ છીએ. તેમાં સુખનો પણ ક્ષય છે. તેથી સર્વથા સુખના અભાવવાળી મુક્તિ પંડિતોને નહી ગમે, પણ અલ્પ સુખની માત્રા વાળો સંસાર ગમશે. આવી તમારી જૈનોની વાત ઉચિત નથી. કારણકે પંડિત પુરુષો વિચારક હોય છે. તેથી તેઓ આવો વિચાર કરે છે કે
સર્વથા દુઃખના સંસ્પર્શથી શૂન્ય અર્થાત્ અલ્પ પણ દુઃખ નથી જેમાં એવા શાશ્વતિક (વૈકાલિક) સુખમાત્રના જ સંભોગવાળું સ્થાન મારે મેળવવું છે. પરંતુ તેવા પ્રકારના કેવળ એકલા સુખવાળા સ્થાનનો અસંભવ છે. તથા જ્યાં સુખ અને દુઃખ આ બન્ને મિશ્ર છે. ત્યાં તે બેમાં દુઃખ તો અવશ્ય હેય જ છે. અને વિવેકપૂર્વક કેવળ એકલા દુઃખ દુઃખનો જ ત્યાગ કરાય અને સુખ સુખ જ લેવાય એવું અશક્ય હોવાથી એક જ પાત્રમાં મિશ્ર થયેલા વિષ અને મધ હોય તો જેમ વિષની ખાતર મધ પણ ત્યજી દેવાય છે. તેવી રીતે જુદું પાડીને દુઃખ ત્યજાય તેમ ન હોવાથી દુઃખવાળું સુખ પણ ત્યજાય જ છે. આ રીતે સંસાર સુખ-દુઃખની મિશ્રતાવાળો છે. તેમાં કેવળ એલું દુઃખ જ ત્યજવા જેવું છે. સુખ લેવા જેવું છે. પરંતુ વિવેક પૂર્વક ભેદ કરવો અશક્ય હોવાથી દુઃખના ત્યાગની ખાતર સુખ પણ ત્યજાય જ છે. તેથી સંસાર છોડવા જેવો જ છે. અને મુક્તિ નવ ગુણોના ક્ષયવાળી હોવાથી ભલે તેમાં સુખ નથી. તો પણ દુઃખ તો બીલકુલ નથી જ ને ? આમ સમજીને પંડિત પુરુષો અમારી માનેલી મુક્તિ મેળવવા ઇચ્છે છે.
તે પંડિત પુરુષો આવા પ્રકારના નિર્ણય ઉપર આવે છે કે સંસાર કરતાં નૈયાયિકોએ માનેલો મોક્ષ જ સારો છે. કે જ્યાં આ આટલો મોટો દુઃખનો પ્રબંધ (વિસ્તાર) તો લુપ્ત થાય છે. (પછી ભલેને ત્યાં સુખ ન હોય). આટલો મોટો દુઃખનો ભાર જ જતો રહેતો હોય તો ક્યારેક ક્યારેક આવનારા સુખનો લવલેશ પણ જતો કરવો (ત્યજી દેવો) જ સારો. પરંતુ તે સુખનો લવલેશ મેળવવા માટે આટલો મોટો દુઃખભાર વહોરી લેવો તે સારું નથી. આ રીતે વિચારીને નિર્ણય ઉપર આવેલા પંડિત પુરુષો નવ ગુણોના ક્ષયવાળી અને તેથી જ સુખ વિનાની અમારી મુક્તિ મેળવવાની ઇચ્છા રાખશે અને પ્રયત્નશીલ થશે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૮
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ જૈન– હે નૈયાયિક-દુઃખના સંસ્પર્શથી શૂન્ય એવા શાસ્થતિક સુખના સંભોગનો અસંભવ તમે જે કહો છો. ત્યાં શાસ્થતિક સુખ કોને કહો છો ? (૧) જે સુખની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય તેવા અનાદિનિધન (અનાદિ-અનંત) સુખને શાશ્વતિક કહો છો ? કે (૨) આદિવાળા પણ પ્રäસાભાવની જેમ પર્યવસાન વિનાના સુખને એટલે કે સાદિ-અનંત એવા સુખને શાશ્વતિક સુખ કહો છો ? હવે જો પ્રથમ અર્થ કરતા હો તો એટલે કે “અનાદિ-અનંત” આવું સુખ તે શાશ્વતિક સુખ છે. આમ જો કહો તો આદિ અને અંતથી શૂન્ય એવું સુખ પંડિત પુરુષોને ૩પવિત્યા મેળવવાની ઇચ્છાનો વિષય જ બનતું નથી. કારણકે સુખ એ આત્માનો ગુણ હોવાથી અને ગુણ-ગુણી તથા તેનો સંબંધ અનાદિ-અનંત હોવાથી સત્તામાં આ સુખ સદા કાળ પ્રાપ્ત થયેલું જ છે. આત્મામાં સત્તાગત રીતે અનાદિ-અનંતકાળના વિષયવાળો સુખગુણ પ્રાપ્ત થયેલો જ છે. તેનો અભાવ છે જ નહીં. તો પછી પંડિતોની ત્યાં અપ્રવૃત્તિમાં તેવા સુખનો અભાવ કારણ કેમ કહેવાય છે ? પંડિતો સમજે જ છે કે સુખ એ આત્માનો ગુણ હોવાથી ગુણી આત્મામાં તલમાં તેલની જેમ છે જ. હું પ્રયત્ન કરીશ તો ઘાણીમાં તલ પીલવાથી તેલ નીકળે તેમ સુખ પ્રગટ થશે જ. માટે હું પ્રવૃત્તિ કરું. આમ પ્રવૃત્તિનું કારણ બનશે. અપ્રવૃત્તિનું કારણ તમે જે કહ્યું તે બરાબર નથી.
હવે જો બીજા અર્થવાળો એટલે કે “સાદિ-અનંત"ને શાશ્વતિક કહેતા હો તો તો તે સુખ પંડિતોની પ્રવૃત્તિનું નિમિત્ત થશે જ. અને આવા પ્રકારના “સાદિ-અનંત” કાળવાળા તે સુખનો કંઈ અસંભવ નથી. મોક્ષમાં જતા જીવોને સર્વકર્મોનો ક્ષય થવાથી સત્તામાં રહેલું સુખ પ્રગટ થાય છે માટે સાદિ, અને હવે તે સુખ કદાપિ જવાનું નથી માટે અનંતકાળ પ્રગટપણે જ રહે છે. આમ સાદિ-અનંતકાળ સુધી સુખ આ આત્મામાં પ્રગટપણે જ રહે છે. આમ માનવામાં કોઈ બાધક આવતું નથી. વળી મુક્તિકાળે પ્રગટપણે ઉત્પન્ન થયેલું તે સુખ “અનંત” છે. અર્થાત્ હવે કયારેય પણ જવાનું નથી. કારણકે તે સુખના નાશનું કારણ જે (અષ્ટવિધ કર્યો છે. તેનો સદાકાળ અભાવ જ છે. પરમાર્થથી વિચારીએ તો પૂર્વબદ્ધ અસાતાદિ કર્મોનો ઉદય થાય ત્યારે જ સુખનો નાશ થાય. પરંતુ સુખના વિનાશનું કારણ જે આ કર્મોનો ઉદય છે તે (અષ્ટવિધ) કર્મ તે કાળે (મુક્તાવસ્થામાં) છે જ નહીં. કારણકે તે અષ્ટવિધ કર્મ મૂલમાંથી આ આત્માએ નાશ કરેલ છે.
કદાચ તમે એમ કહો કે પૂર્વબદ્ધ કર્મ તો સર્વથા નાશ કર્યું જ છે. પરંતુ મુક્તાવસ્થામાં કાળાન્તરે ફરીથી પણ કર્મ બાંધે અને તેના ઉદયથી સુખનો નાશ થાય.
Page #346
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
૩૨૯ તો આવી તમારી વાત પણ ઉચિત નથી. કારણકે કર્મબંધનાં જે કારણો છે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ લક્ષણરૂપ છે. તે તમામ કારણોનો મુખ્તાવસ્થામાં અભાવ હોવાથી ફરીથી પણ કર્મબંધનું નિર્માણ થતું જ નથી.
નૈયાયિક– સુખને અનુકૂળ (સ્ત્રી-ધન આદિ) કારણોનો મુક્તાવસ્થામાં અભાવ હોવાથી તેવા પ્રકારના સુખનો ઉત્પાદ જ ત્યાં સંભવતો નથી.
જૈન– આવું હે નૈયાયિક ! તારે ન કહેવું. કારણકે “સર્વ કર્મોનો ઉપરમ” આ જ સુખનું મોટું કારણ ત્યાં મુક્તાવસ્થામાં વિદ્યમાન છે. માટે સાદિ-અનંત સ્થિતિવાળું સુખ ત્યાં છે. અને અનંત સુખ હોવાથી પંડિત પુરુષો તે મેળવવા પ્રયત્નશીલ થશે જ.
यच्चोक्तम्-विवेकहानस्य चाशक्यत्वादिति, तदेवमेव, सांसारिकसुखस्यैतादृशत्वात्, तद्धि मधुदिग्धधाराकरालमण्डलाग्रग्रासवद् दुःखाकरोतीति युक्ता मुमुक्षूणां तजिहासा, किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । ये अपि विषमधुनी एकत्राऽमत्रे संपृक्ते परित्यज्येते, ते अपि सुखविशेषलिप्सयैव । किञ्च, यथा प्राणिनां संसारावस्थायां सुखमिष्टम् , दुःखं चानिष्टम् , तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा सुखनिवृत्तिस्त्वनिष्टैव । ततो यदि त्वदभिमतो मोक्षः स्यात् , न तदा प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात्, भवति चेयम् ततः सिद्धं मोक्षः सुखसंवेदनस्वभावः प्रेक्षावत्प्रवृत्तिविषयत्वाऽन्यथानुपपत्तेरिति ॥
વળી હે તૈયાયિક ! તમે જે પહેલાં એમ કહ્યું હતું કે–“વિવેક્ષાની વાવિયત્વત્તિ''= વિવેકપૂર્વક સુખ-દુઃખનો ભેદ કરીને કેવળ એકલા દુઃખને ત્યજવું એ અશક્ય છે. ઇત્યાદિ. તે ખરેખર એમ જ છે. પણ આ વાત સાંસારિક સુખ માટે છે. કારણ કે સાંસારિક સુખ આવું જ છે. અર્થાત્ દુઃખથી મિશ્ર જ છે. દુઃખ દુઃખ ત્યજીને કેવળ એકલું સુખ જ લેવાય તેવું સાંસારિક સુખ નથી જ. તે આ સાંસારિક સુખ મધથી લેપાયેલી છે ધાર જેની એવી તલવારનો જે અગ્રભાગ છે. તેને ચાટવા જેવું છે. જે દુઃખ જ કરે છે. કારણકે ચાટવાના આનંદમાં મસ્ત થયેલા જીવની જીભ છેદાય છે અને દુઃખી, દુઃખી થાય છે. તેમ ઇન્દ્રિયોનાં વિષયજન્ય સુખ પણ અનેક પ્રકારની આધિ-વ્યાધિ અને ઉપાધિઓથી ઘેરાયેલ હોવાથી દુઃખ જ આપે છે. તેથી મુમુક્ષુ આત્માઓને તે સાંસારિક ઇન્દ્રિયજન્ય સુખને ત્યજી દેવાની જે ઇચ્છા થાય છે તે ખરેખર યોગ્ય જ છે. પરંતુ દુઃખમિશ્રિત એવું આ સાંસારિક સુખ ત્યજવાની ઇચ્છા જે થાય છે તે આત્યન્તિક સુખ વિશેષ મેળવવાની ઇચ્છાવાળાઓને જ થાય છે. એક પાત્રમાં પડેલા વિષ અને મધ જે બન્ને જાય છે. તે પણ સુખવિશેષ મેળવવાની
૪૨
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩)
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ ઇચ્છાથી જ જાય છે. વિષ મિશ્રિત મધને ચાટવા કરતાં તેનો ત્યાગ કરવો તે વધુ સુખકારી છે. માટે જાય છે. તેમ અહીં સમજવું.
વળી હે તૈયાયિક ! જેમ પ્રાણીઓને સંસારાવસ્થામાં સુખ ઇષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. તેમ મુકતાવસ્થામાં દુઃખની જ નિવૃત્તિ ઈષ્ટ છે. પણ સુખની નિવૃત્તિ ઇષ્ટ નથી. જ્યાં જ્યાં સુખની નિવૃત્તિ હોય (સુખાભાવ હોય) ત્યાં ત્યાં ઇષ્ટતા બુદ્ધિ પંડિત પુરુષોને થતી નથી. તેથી જો તારો માનેલો (નવ ગુણોના ક્ષયવાળો એટલે કે સુખાભાવવાળો) મોક્ષ હોય તો પંડિત પુરુષો તેમાં પ્રવૃત્તિ કરશે નહીં. અને પંડિત પુરુષો મોક્ષ માટે પ્રવૃત્તિ તો કરે જ છે. પ્રવૃત્તિ કરતા સર્વત્ર જણાય જ છે. તેથી મોક્ષ એ સુખના સંવેદન સ્વભાવવાળો (એટલે કે કેવળ એકલા સુખમાત્રને અનુભવવા સ્વરૂપ) જ છે. આ વાત સિદ્ધ થઇ. અન્યથા જો આવો મોક્ષ ન હોત તો પ્રેક્ષાવાનું પુરુષોની પ્રવૃત્તિનું વિષયપણું સંભવે નહીં.
अथ सुखसंवेदनैकस्वभावो यदि मोक्षः स्यात् , तदा तद्रागेण प्रयतमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत् , न हि रागिणां मोक्षोऽस्तीति मोक्षविदः, तस्य बन्धनात्मकत्वात् । तदयुक्तम् । यो हि सुखसाधनेषु शब्दादिष्वभिष्वङ्गः स . रागो बन्धनात्मकः, तस्य विषयार्जनरक्षणादिप्रवृत्तिद्वारेण संसारहेतुत्वात् । अनन्ते तु सुखे यद्यपि रागस्तथाऽप्यसौ सर्वविषयार्जनादिनिवृत्तिमोक्षोपायप्रवृत्त्योरेव हेतुः, अन्यथा तस्य सुखस्य प्राप्तुमशक्यत्वात् । न हि तद् विषयसाध्यम् , नापि तत् क्षीयते, येन विषयसुखार्थमिव पुनः पुनस्तदर्थं हिंसादिष्वपि प्रवर्तेत । तन्न बन्धहेतुर्मुमुक्षोरस्ति रागः, स्पृहामात्ररूपो-ऽपि चासौ परां कोटिमारूढस्यास्य निवर्तते, “मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात् , अन्यथा दुःखनिवृत्त्यात्मकेऽपि मोक्षे प्रयतमानस्य दुःख-द्वेषकषायकालुष्यं किं न स्यात् ? । अथ नास्त्येव मुमुक्षोढेषः । राग-द्वेषौ हि संसार-कारणमिति तौ मुमुक्षुर्मुञ्चति, द्वेष्टि च दुःखम् , कथमिदं सङ्गच्छेत ? इति चेत् । तदितरत्राऽपि तुल्यम् । इति सिद्धं कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मा मोक्षः, न बुद्धयादिविशेषगुणोच्छेदरूप इति ।
નૈયાયિક- હે જૈન ! સુખના અનુભવના સ્વભાવવાળો મોક્ષ છે એમ જો માનીશું તો તેવા સુખસ્વભાવવાળા મોક્ષ પ્રત્યે રાગ થશે. તેવા રાગ વડે મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરનારો મુમુક્ષુ જીવ મોક્ષને મેળવી શકશે નહીં. કારણકે રાગી જીવોને મોક્ષ થતો નથી એમ મોક્ષવિદ્ પુરુષો કહે છે. કારણકે તે રાગ એ મોટા બંધન રૂ૫ છે. મોક્ષને સુખાત્મક માનવાથી રાગ થાય છે. રાગ થવાથી મુમુક્ષુ જીવ મોક્ષ મેળવી શકતો નથી.
Page #348
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭: સૂત્ર-પ૭
૩૩૧ જૈન- હે તૈયાયિક ! તારી આ વાત અયુક્ત છે. કારણકે સાંસારિક સુખોના સાધનભૂત એવા શબ્દ-રૂપ-રસ-ગંધ આદિ પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોને વિષે તથા તેના ઉત્તરભેદ રૂપ ત્રેવીશ વિષયોને વિષે જે આસક્તિ છે. તે જ રાગ બંધનાત્મક છે. (હેય છે.) કારણકે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો તે રાગ વિષયોને મેળવવાની, વિષયોનું રક્ષણ કરવાની અને વિષયોની વ્યવસ્થા આદિ કરવાની પ્રવૃત્તિ દ્વારા સંસારનો જ હેતુ બને છે. પરંતુ કર્મક્ષય દ્વારા પ્રાપ્ત થનારા અનંત સુખને વિષે જો કે રાગ થાય છે. તો પણ આ રાગ, પાંચ ઇન્દ્રિયોના સર્વે વિષયોની પ્રાપ્તિ-સંરક્ષણ આદિની નિવૃત્તિ અને મોક્ષના ઉપાયોની પ્રવૃત્તિ, આ બેનો જ હેતુ બને છે. મોક્ષના સુખનો રાગ કરવા પૂર્વક જ વિષયોની નિવૃત્તિ અને મોક્ષના ઉપાયોની પ્રવૃત્તિ થાય છે. અને તેના દ્વારા જ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અન્યથા (તે ઉપરોક્ત નિવૃત્તિ-પ્રવૃત્તિ વિના) અનંત એવા તે સુખને મેળવવું અશક્ય છે.
તે મુક્તિ-સુખ એ કંઇ વિષયોથી સાધ્ય નથી. તથા તે અનંત સુખ આવ્યા પછી ક્ષય પણ પામતું નથી કે જેને લીધે વારંવાર તેને મેળવવા માટે વિષય-સુખની જેમ હિંસા આદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી પડે. તેથી અનંત-સુખ ઉપરનો આ રાગ મુમુક્ષુ જીવને કર્મબંધનો હેતુ બનતો નથી. તથા “સુખની ઈચ્છા-સ્પૃહા” માત્ર રૂપ એવો આ આંશિકરાગ છે. આ અલ્પરાગ પણ આ આત્મા જ્યારે ઉચ્ચકોટિ ઉપર (ક્ષપકશ્રેણી ઉપર) આરૂઢ થાય છે. ત્યારે આ આત્મામાંથી નિવૃત્તિ જ પામે છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે- ઉત્તમ એવા મુનિ (ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ હોય ત્યારે) મોક્ષ અને સંસાર એમ સર્વત્ર નિઃસ્પૃહ હોય છે.
વળી હે તૈયાયિક ! અનંત સુખાત્મક મોક્ષ છે એમ અમે માનીએ ત્યાં રાગ થવાથી મોક્ષ નહી થાય એમ તમે કહો છો. આ વાત તમને પણ તુલ્ય જ બંધનક્ન છે. તે આ પ્રમાણે- અન્યથા- એટલે જો મોક્ષને અનંત સુખાત્મક ન માનીએ અને દુઃખની નિવૃત્તિ માત્રરૂપ મોક્ષ માનીએ તો તેમાં પણ પ્રયત્ન કરનારા મુમુક્ષુને દુઃખ ઉપરના દેષ કષાયની કલુષિતતા શું નહી થાય ? મોક્ષમાં સુખ માનીએ તો જેમ રાગ થાય તેમ જો દુઃખાભાવ માનીએ તો દુઃખ ઉપર દ્વેષ થશે જ. તે પણ મુક્તિનો પ્રતિબંધક બનશે જ.
નૈયાયિક- હૈ જૈન ! મુમુક્ષુ જીવને દુઃખ ઉપર દ્વેષ હોતો નથી. કારણકે તે સમજે છે કે રાગ અને દ્વેષ એ સંસારનાં કારણો છે. તેથી મુમુક્ષુ આત્મા તે બન્નેને ત્યજી દે છે. રાગ અને દ્વેષને સંસારનાં કારણો સમજનારો આ મુમુક્ષુ “દુઃખ ઉપર દ્વેષ કરે” આ વાત કેમ સંગત થાય ?
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩૨ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ જૈન–હે નૈયાયિક ! આ વાત ઇતર સ્થાને પણ તુલ્ય છે. રાગ અને દ્વેષ એ બને સંસારનાં કારણો છે. આમ સમજનારો આ મુમુક્ષુ મોક્ષના સુખ ઉપર પણ અંતે રાગ કેમ કરે ? અર્થાત્ ન જ કરે. આ રીતે સર્વ કર્મોના ક્ષયથી પરમ સુખ સંવેદનાત્મક મોક્ષ છે પરંતુ બુદ્ધિ આદિ વિશેષગુણોના ઉચ્છેદરૂપ મુક્તિ નથી. આ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ.
अथ दिक्पटा: प्रकटयन्ति-भवत्वेतादृशस्वरूपो मोक्षः, स तूपात्तस्त्रीशरीरस्यात्मन इति न मृष्यामहे । न खलु स्त्रियो मुक्तिभाजो भवन्ति । तथा च प्रभाचन्द्रः-स्त्रीणां न मोक्षः, पुरुषेभ्यो हीनत्वाद् , नपुंसकादिवदिति ।
अथ ब्रूमः-सामान्येनाऽत्र धर्मित्वेनोपात्ताः स्त्रियः, विवादास्पदीभूता वा । प्राचि पक्षे पक्षकदेशे सिद्धसाध्यता, असंख्यातवर्षायुष्कदुष्षमादिकालोत्पन्नतिरश्चीदेव्यभव्यादिस्त्रीणां भूयसीनामस्माभिरपि मोक्षाभावस्याभिधानात् । द्वितीये तु न्यूनता पक्षस्य, विवादास्पदीभूतेति विशेषणं विना नियतस्त्रीलाभाभावात्, प्रकरणादेव तल्लाभे पक्षोपादानमपि तत एव कार्यं न स्यात् , तथाऽप्युपादाने नियतस्यैव तस्योपादानमवदातम्, यथा धानुष्कस्य नियतस्यैव लक्ष्यस्योपदर्शनमिति ॥
દિગંબર જૈન કહે છે કે- આઠકર્મોના ક્ષયથી થનારી, ઐ કાતિક તથા આત્યનિક અનંત સુખના સંવેદન સ્વરૂપ મુક્તિ છે. આ વાત જે ઉપર સમજાવવામાં આવી. તે બરાબર છે. આવા સ્વરૂપવાળી મુક્તિ છે. આ બાબતમાં અમને વિવાદ નથી. પરંતુ આવી મુક્તિ “તોપાત્તપુત્રીશારીર" પ્રાપ્ત કર્યું છે. પુરુષ અને સ્ત્રીનું શરીર જેણે એવા જીવને થાય છે આમ ગ્રંથકારે મૂળસૂત્રમાં જે કહ્યું છે તેમાં સ્ત્રી શરીર પ્રાપ્ત કરનારા આત્માને તે મુક્તિ થાય છે. આ બાબત અમે સહન કરતા નથી. અર્થાત્ માનતા નથી. આવી મુક્તિ માત્ર પુરુષને જ થાય છે. સ્ત્રીને થતી નથી. સ્ત્રી એ મૃત્યુ પામી ભવાન્તરમાં પુરુષ થઈ મુક્તિ પામે છે. પરંતુ વર્તમાનભવમાં સ્ત્રીઓ મુક્તિને પામનાર બનતી નથી. પ્રભાચંદ્ર નામના આચાર્યે કહ્યું છે કે“સ્ત્રીઓને મુક્તિ થતી નથી” પુરુષોથી હીન છે માટે, નપુંસકાદિની જેમ.”
આ અનુમાનમાં સ્ત્રી આ પક્ષ છે. 7 મોક્ષ આ સાધ્ય છે. પુષ્યઃ હીનત્વત્ આ હેતુ છે. અને નપુસંહિવત્ આ ઉદાહરણ છે.
શ્વેતાંબર જૈન- ઉપરોક્ત દિગંબરના પ્રશ્નનો ઉત્તર અમે (શ્વેતાંબર) હવે આપીએ છીએ કે–“સ્ત્રીઓને મુક્તિ થતી નથી” આ અનુમાનમાં ધર્મી (પક્ષ) તરીકે કહેલી સ્ત્રીઓ શું સામાન્યથી કહી છે કે વિવાદાસ્પદીભૂત સ્ત્રીઓ કહી છે. અર્થાત્ સામાન્યથી કોઇપણ સ્ત્રી મોક્ષે ન જાય એમ કહેવા માગો છો કે મરુદેવા-ચંદનબાળા
Page #350
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૩ સૂત્ર-૫૭
૩૩૩ આદિ કોઈ કોઈ સ્ત્રી જેમ મોક્ષે જાય છે એવું શ્વેતાંબરો જે માને છે તેમાં તમને વિવાદ હોવાથી તેવી વિવાદના વિષયવાળી સ્ત્રીઓ મોક્ષે ન જાય આમ માનો છો ?
જો પ્રથમ પક્ષ કહેતા હો તો પક્ષના એકદેશમાં અમને પણ સિદ્ધસાધ્યતા છે. કેટલીક સ્ત્રીઓ મોક્ષે ન જાય એવું અમે પણ માનીએ છીએ. જેમકે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળી સ્ત્રીઓ, દુષ્યમાદિ કાળમાં (પાંચમા-છઠ્ઠા વગેરે આરામાં) જન્મેલી સ્ત્રીઓ, તિર્યંચની સ્ત્રીઓ, દેવોની સ્ત્રીઓ, અને અભવ્ય રૂપે રહેલી સ્ત્રીઓ, આમ ઘણી સ્ત્રીઓને અમારા વડે પણ મુક્તિનો અભાવ કહેવાયો છે. આ રીતે પક્ષના એકદેશમાં (કેટલીક સ્ત્રીઓમાં) મુક્તિનો અભાવ, અમે જે માન્યો છે. તે જ તમે કહ્યો. નવું કંઇ ન કહ્યું. તેથી આ કથન અમારી માનેલી માન્યતાને કહેનાર હોવાથી તમને દોષ રૂપ થાય. કારણ કે પ્રતિવાદીએ માનેલી જ વાત જો વાદી કહે તો તે વાદીના પરાજય માટે જ થાય.
હવે જો “વિવાદાસ્પદીભૂત” એટલે જેમાં અમારે તમારે વિવાદ છે. એવી મરુદેવા માતા-ચંદનબાળા-મલ્લિનાથ ભગવાન્ ઇત્યાદિ રૂપ સ્ત્રીઓમાં જો મુક્તિનો નિષેધ કહેતા હો તો તમારા કરેલા અનુમાનમાં આ વિશેષણ કહ્યું નથી. અને વિશેષણ કહ્યા વિના આવા પ્રકારની “નિયત સ્ત્રીનો લાભ જાણી શકાતો નથી. અનુમાનમાં તમારે સ્પષ્ટ “વિવાદાસ્પદભૂત” એવો ઉલ્લેખ કરવો જોઈએ. એટલે અનુમાન બરાબર નથી.
દિગંબર જૈન- પ્રવUવ તન્નામેનપ્રકરણના વશથી જ અહીં મરુદેવા માતા આદિ વિવાદાસ્પદીભૂત સ્ત્રીઓ જ લેવાની છે. તેથી નિયત સ્ત્રીની ઉપલબ્ધિ થઈ જશે.
શ્વેતાંબર જૈન- જો આમ કહેશો તો “ત્રી" આવું ધર્માનું કથન પણ પ્રકરણના વશથી જ લઈ લો ને ! અનુમાનમાં તેનું પણ ઉપાદાન કરવાની શી જરૂર ! જે જે પદો અનુમાનમાં લખવાં આવશ્યક હોય છતાં તે ન લખો અને પ્રકરણવશથી જ જો લો તો તે અનુમાન અપૂર્ણ છે. તેવો દોષ આવે. હવે જો સાધ્યને નિયત સ્થાને જણાવવા માટે ધમનું (પક્ષનું) ઉપાદાન કરવું જ પડતું હોય તો તે વિવક્ષિત સાધ્ય અમુક નિયત પક્ષમાં જ છે. સર્વત્ર નથી એમ જણાવવા નિયત કરેલું તે વિશેષણ પણ જણાવવું જ જોઈએ, તો જ તે અનુમાન નિર્દોષ કહેવાય. જેમ ધનુર્ધારી પુરુષને નિયત જ લક્ષ્ય હોય છે. તેમ અહીં વિશેષણ જણાવવું જરૂરી છે.
हेतूकृतः पुरुषापकर्षोऽपि योषितां कुतस्त्यः ? किं सम्यग्दर्शनादिरत्नत्रयाभावेन, विशिष्टसामर्थ्यासत्त्वेन, पुरुषानभिवन्द्यत्वेन, स्मारणाद्यकर्तृत्वेन, अमहर्द्धिकत्वेन, मायादि
Page #351
--------------------------------------------------------------------------
________________
उ७४
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ प्रकर्षवत्त्वेन वा । प्राचि प्रकारे कुतः स्त्रीणां रत्नत्रयाभावः ? । स चीवरपरिग्रहत्वेन चारित्राभावादिति चेत् । तदचतुरस्त्रम् । यतः परिग्रहरूपता चीवरस्य शरीरसंपर्कमात्रेण, परिभुज्यमानत्वेन, मूर्छाहेतुत्वेन वा भवेत् ।प्रथमपक्षेक्षित्यादिना शरीरसंपर्किणा-ऽप्यपरिग्रहेण व्यभिचारः । द्वितीयप्रकारे चीवरपरिभोगस्तासामशक्यत्यागतया, गुरूपदेशाद् वा । नाद्यः पक्षः, यतः संप्रत्यपि प्राणानपि त्यजन्त्यो याः संदृश्यन्ते, तासामैकान्तिकात्यन्तिकानन्दसंपदर्थिनीनां बाह्यचीवरं प्रति का नामाशक्यत्यागता ? नग्नयोगिन्यश्च काश्चिदिदानीमपि प्रेक्ष्यन्त एव । द्वितीयपक्षोऽपि न सूक्ष्मः, यतो विश्वजनीनेन विश्वदर्शिना परमगुरुणा भगवता मुमुक्षुपक्ष्मलाक्षीणां यदेव संयमोपकारि, तदेव चीवरोपकरणं । "नो कप्पदि निग्गंथीए अचेलाए होत्तए" इत्यादिनोपदिष्टम् , प्रतिलेखनकमण्डलुप्रमुखवत्, इति कथं तस्य परिभोगात् परिग्रहरूपता ? । प्रतिलेखनादिधर्मोपकरणस्यापि तत्प्रसङ्गात् । तथा च-“यत् संयमोपकाराय वर्त्तते प्रोक्तमेतदुपकरणम् ।।
धर्मस्य हि तत् साधनमतोऽन्यदधिकरणमाहाऽर्हन् ॥१॥" उपकारकं हि करणमुपकरणम्, अधिक्रियन्ते घाताय प्राणिनोऽस्मिन्निति त्वधिकरणम् ।
પુરુષો કરતાં સ્ત્રીઓ હીન છે” આવા પ્રકારનો હેતુ તમે જે કહ્યો છે. તે કેવી રીતે ? તે સ્પષ્ટ કરો. ૧) શું સ્ત્રીઓમાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનો અભાવ છે ? (૨) શું વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે ? (૩) શું પુરુષો દ્વારા અવંદનીય છે ? (૪). શું સ્મરણાદિ (સારણા-વારણા આદિ) કાર્યોની અર્જા છે ? (૫) શું અમહર્થિક છે ? (૬) શું માયાદિનો પ્રકર્ષ છે માટે ? આ છ પ્રકારનાં કારણો પૈકી કયા કારણે તમે સ્ત્રીઓમાં પુરુષોથી હીનત્વ જણાવો છો ?
(૧) જો પ્રથમ પક્ષ કહો તો સ્ત્રીઓને સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનો અલાભ જ હોય. આનું કારણ શું ? સ્ત્રીઓને રત્નત્રયીના અભાવનું કારણ શું ?
દિગંબર જૈન– સ્ત્રીઓના શરીરની રચના એવા પ્રકારની છે કે જે વસ્ત્રથી આચ્છાદિત જ રાખવી પડે. તેથી વસ્ત્રોનો પરિગ્રહ હોવાથી ચારિત્રનો અભાવ છે. કારણકે નિષ્પરિગ્રહપણું (કંઇપણ ન રાખવું) એ જ ચારિત્ર છે.
શ્વેતાંબર જૈન– તમારું આ કથન મનોહર નથી. શરીર ઉપર ધારણ કરાતા “વસ્ત્રને” તમે જે પરિગ્રહ માનો છો તે શું શરીરના સંપર્કમાત્રથી વસ્ત્રની પરિગ્રહતા થાય છે ? કે વસ્ત્રનો ઉપભોગ કરવાથી પરિગ્રહતા થાય છે ? કે મૂચ્છનું કારણ વસ્ત્ર છે માટે પરિગ્રહતા થાય છે ? આ ત્રણમાંથી કયા કારણે તમે વસ્ત્રને પરિગ્રહ
Page #352
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
૩૩૫ કહો છો ? જો સંપર્કમાત્રથી પરિગ્રહ કહેશો તો જ્યાં મુનિઓ બેસે, ઉભા રહે, વિહાર કરે ઇત્યાદિ સ્થાનોવાળી પૃથ્વી (ભૂમિ)નો પણ સંપર્ક તો થાય છે. છતાં અપરિગ્રહ જ કહેવાય છે. ત્યાં વ્યભિચાર આવશે. સારાંશ કે જેનો જેનો સંપર્ક માત્ર થાય તેનો પરિગ્રહ કહેવાય તો વિહારાદિમાં મુનિઓને પૃથ્વીનો સંપર્ક થાય છતાં મુનિઓ અપરિગ્રહી જ કહેવાય છે. તેથી શરીરના સંપર્કવાળી પણ અપરિગ્રહ સ્વરૂપ એવી પૃથ્વી આદિ પદાર્થોની સાથે વ્યભિચાર થશે.
હવે “વસ્ત્રોના ઉપભોગને પરિગ્રહ કહેવા રૂપ” બીજો પક્ષ કહેતા હો તો તેઓને વસ્ત્રોનો ઉપભોગ કેમ કરવો પડે છે ? (૧) શું તે સ્ત્રીઓને વસ્ત્રોનો ત્યાગ કરવો અશક્ય છે માટે ઉપભોગ કરે છે ? કે ગુરુજીનો ઉપદેશ છે કે તમારે વસ્ત્ર પહેરવું જ, માટે ઉપભોગ કરે છે ? અશક્યત્યાગ વાળો પ્રથમપક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણકે ઈષ્ટકાર્ય કરવા માટે પ્રાણોનો પણ ત્યાગ કરતી સ્ત્રીઓ આજે પણ દેખાય છે. ઐકાન્તિક અને આત્યંતિક આનંદની સંપત્તિ રૂપ એવા સંયમની અભિલાષિણી તેઓને, બાહ્યવસ્ત્ર પ્રત્યે શું અશક્યત્યાગતા ? અર્થાત્ ઇષ્ટકાર્ય કરવા જો પ્રાણો તજે છે તો સંયમ સાધવા વસ્ત્રો તજવાં તે તો અત્યન્ત સામાન્ય બાબત છે. પ્રાણો તો જીવનની સાથે એકમેક છે. જ્યારે વસ્ત્ર તો માત્ર બાહ્ય પદાર્થ છે. તથા વર્તમાનકાળે પણ કેટલીક નગ્નદશા વાળી યોગિનીઓ દેખાય પણ છે. તેથી વસ્ત્રનો ત્યાગ અશક્ય છે. આ કથન બરાબર નથી.
હવે જો ગુરુ ઉપદેશથી વસ્ત્રનો ઉપભોગ છે. આમ કહો તો તે પક્ષ પણ બુદ્ધિગમ્ય નથી. કારણકે સમસ્ત જીવોનું હિત કરનારા, સમસ્ત વસ્તુને જોનારા એવા પરમગુરુ શ્રીવીતરાગભગવંતો વડે મુમુક્ષુ એવી મનોહર નેત્રવાળી સ્ત્રીઓને જે જે સંયમમાં ઉપકારી વસ્ત્રો હોય તેવાં જ વસ્ત્રોનું ઉપકરણપણે જણાવ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે“નિર્ઝેન્થિનીઓએ અચેલક થવું કહ્યું નહીં” ઈત્યાદિ સૂત્રપાઠમાં સર્વથા વસ્ત્રરહિત કે બાધક વસ્ત્રો પહેરવાનો જ નિષેધ કરેલો છે. પરંતુ જે જે વાસના-વિકાર અને મોહના ભાવો રોકવામાં તથા સંયમ પાળવામાં ઉપકારી હોય તે તે વસ્તુઓને ઉપકરણ રૂપ જણાવી છે. જેમકે પ્રતિલેખન (પ્રમાર્જના કરવાના સાધનભૂત મોરપીંછી) અને કમંડલ (શરીરશુદ્ધિ સારું પાણી લઇ જવાનું સાધન) વગેરે. આ રીતે મોરપીંછી અને કમંડળ વગેરે પદાર્થોની જેમ વસ્ત્ર પણ સંયમમાં ઉપકારી છે તેથી તે ઉપકરણરૂપ છે. તો તેનો ઉપયોગ કરવાથી પરિગ્રહતા કેમ આવે ? અને જો વસ્ત્રોનો ઉપયોગ કરવા માત્રથી તેને પરિગ્રહતા આવે એમ કહેશો તો પ્રતિલેખન (મોરપીંછી) અને કમંડલ આદિ ધર્મનાં તમામ ઉપકરણોને પણ પરિગ્રહરૂપતા થવાનો પ્રસંગ આવશે. શાસ્ત્રમાં કહ્યું છે કે
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ જે જે પદાર્થ સંયમમાં ઉપકાર માટે વર્તે છે તે તે ઉપકરણ કહેવાય છે. અને તે ધર્મનું સાધન છે. તેનાથી અન્ય પદાર્થો જે છે. તે અધિકરણ છે. એમ અરિહંત તીર્થકર પરમાત્મા કહે છે.” ઉપકારક એવું જે કરણ (એટલે સાધન) તે ઉપકરણ કહેવાય છે. અને પ્રાણીઓના ઘાત માટે જે વસ્તુ અધિકાર કરાય (વપરાય) તે અધિકરણ કહેવાય છે. આ રીતે વસ્ત્ર સંયમમાં ઉપકારક હોવાથી પરિગ્રહ રૂપ કેમ મનાય ?
अथ प्रतिलेखनं तावत् संयमप्रतिपालनार्थं भगवतोपदिष्टम्, वस्त्रं तु किमर्थमिति ?, तदपि संयमप्रतिपालनार्थमेवेति ब्रूमः, अभिभूयन्ते हि प्रायेणाऽल्पसत्त्वतया विवृताङ्गोपाङ्गसंदर्शनजनितचित्तभेदैः पुरुषैरङ्गना अकृतप्रावरणा घोटिका इव घोटकैः ॥
ननु यासामतितुच्छसत्त्वानां प्राणिमात्रेणाऽप्यभिभवः, ता: कथं सकलत्रैलोक्याभिभावककर्मराशिप्रक्षयलक्षणं मोक्षं महासत्त्वप्रसाध्यं प्रसाधयन्तीति चेत् ?। तदयुक्तम्, यतो नात्र शरीरसामर्थ्यमतिरिक्तं यस्य भवति तस्यैव निर्वाणोपार्जनगोचरेण सत्त्वेन भवितव्यमिति नियमः समस्ति, अन्यथा पङ्गवामनात्यन्तरोगिणः पुमांसोऽपि स्त्रीभिरभिभूयमाना दृश्यन्ते इति तेऽपि तुच्छशरीरसत्त्वाः कथं तथाविधसिद्धिनिबन्धनसत्त्वभाजो भवेयुः ? । यथा तु तेषां शरीरसामर्थ्यासत्त्वेऽपि मोक्षसाधनसामर्थ्यमविरुद्धम्, तथा स्त्रीणामपि सत्यपि वस्त्रे मोक्षाभ्युपगमे ॥
દિગંબર જૈન–પ્રતિલેખન (પડિલેહણનું સાધન-મોરપીંછી) તો ભગવંતોએ સંયમના પાલન માટે ઉપદેશેલું છે. સંયમપાલન માટે રાખવાનું જણાવેલું છે. પરંતુ વસ્ત્ર શા માટે રાખવું ?
- શ્વેતાંબર જૈનતે વસ્ત્ર પણ સંયમ પાલન માટે જ રાખવું જરૂરી છે. એમ અમારું કહેવું છે. કારણકે ખુલ્લાં એવાં સ્ત્રીનાં અંગો અને ઉપાંગોને દેખવાથી ઉત્પન્ન થયો છે ચિત્તમાં વિકાર જેને એવા પુરુષો વડે વસ્ત્ર નહી ધારણ કરેલી સ્ત્રીઓ, ઘણું કરીને અલ્પસત્ત્વવાળી હોવાના કારણે ઘોડા વડે જેમ ઘોડી આક્રમણનો ભોગ બને છે. તેમ આ સ્ત્રીઓ પણ આક્રમણનો ભોગ બને છે. સંયમ પાલનમાં અસમર્થ બને છે. તેથી પ્રતિલેખનની જેમ વસ્ત્ર પણ સંયમમાં ઉપકાર કરનારું જ છે.
દિગંબર જૈન– જે સ્ત્રીઓ આવા પ્રકારની અતિશય તુચ્છ સત્ત્વવાળી છે કે જે પ્રાણી માત્ર વડે (વિકારી પુરુષો વડે) પરાભવ પામે છે. તે સ્ત્રીઓ ત્રણે લોકના સઘળા જીવોનો પરાભવ કરવામાં સમર્થ એવા કર્મરાશિના ક્ષયને અને પ્રબળ પુરુષાર્થથી સાધ્ય એવા મોક્ષતત્ત્વને કેમ સાધી શકશે ? જો વિકારી પુરુષોનો ભોગ
Page #354
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૭.
૩૩૭ બની જાય છે. ત્યાં તેનું કંઈ ચાલતું નથી. તો કર્મરાશિને તોડવા માટે તો તે સ્ત્રીઓ શું કરી શકવાની છે ?
શ્વેતાંબર જૈન– તમારી આ વાત પણ બરાબર નથી. જે જે જીવોમાં શરીરનું સામર્થ્ય અધિક હોય, તે તે જીવોમાં જ મુક્તિ-ઉપાર્જનનું સત્ત્વ હોય આવો નિયમ નથી. અર્થાત્ શારીરિક સામર્થ્ય અધિક ન હોય તો પણ તે સ્ત્રીઓ નિર્વાણ ઉપાર્જનના સત્ત્વવાળી છે. અન્યથા=જો આમ ન માનીએ તો પંગુ (પાંગળા-લૂલા, લંગડા), વામન (ઠીંગણા) અને અત્યન્ત રોગી એવા પુરુષો પણ સ્ત્રીઓ વડે પરાભવ પમાડાતા પણ દેખાય જ છે તેથી તે પણ તેવા વિશિષ્ઠ શારીરિક સત્ત્વવાળા નહી હોવા છતાં પણ મોક્ષે જવાનું સામર્થ્ય તેઓમાં અવિરુદ્ધ જ છે. (હોઈ શકે છે, તેવી જ રીતે સ્ત્રીઓમાં પણ શારીરિક સત્ત્વ હીન હોવા છતાં પણ નિર્વાણ ઉપાર્જનનું સત્ત્વ હોઈ શકે છે. તેથી વસ્ત્ર હોતે છતે પણ મોક્ષ સ્વીકારવામાં કોઈ દોષ નથી.
गृहिणः कुतो न मोक्ष इति चेद्, ममत्वसद्भावात् । न हि गृही वस्त्रे ममत्वरहितः, ममत्वमेव च परिग्रहः, सति हि ममत्वे नग्नोऽपि परिग्रहवान् भवति, शरीरेऽपि तद्भावात् । आर्यिकायाश्च ममत्वाभावादुपसर्गाद्यासक्तमिवाम्बरमपरिग्रहः, न हि यतेरपि ग्रामं गृहं वनं वा प्रतिवसतोऽममत्वादन्यच्छरणमस्ति । न च निगृहीतात्मनां महात्मनां कासाञ्चित् क्वचिदपि मूर्छाऽस्ति ? તથા–“નિર્વાશ્રમવપરHપ્રતિતીવ્રણૂદાઈ
मूर्ध्या तासां कथमिव भवेत् क्वापि संसारभागे ?। भोगे रोगे रहसि सजने सजने दुर्जने वा ।
यासां स्वान्तं किमपि भजते नैव वैषम्यमुद्राम् ॥१॥"
उक्तं च-"अवि अप्पणो दि देहम्मि नारयन्ति ममाइयं ति"। एतेन मूर्छाहेतुत्वेनेत्यपि पक्षः प्रतिक्षिप्तः, शरीरवच्चीवरस्यापि काश्चित् प्रति मूर्छाहेतुत्वाभावेन परिग्रहरूपत्वाभावात् । तन्न सम्यग्दर्शनादिरत्नत्रयाभावेन स्त्रीणां पुरुषेभ्योऽपकर्षः ॥
દિગંબર જૈન– જો સ્ત્રીઓ વસ્ત્ર રાખીને સંયમ પાળે (અર્થાત્ સાધ્વી થાય) તો તે સ્ત્રીઓ સંસારી ગૃહસ્થ જેવી જ થઇ કહેવાય. અને ગૃહસ્થો સપરિગ્રહી * હોવાથી જેમ મોક્ષ ન પામે, તેમ આ સ્ત્રીઓ પણ વસ્ત્રના પરિગ્રહવાળી હોવાથી મોક્ષ ન પામે. અને જો સ્ત્રીઓ વસ્ત્ર રાખીને પણ સંયમ સાધના કરવા દ્વારા મોક્ષ પામી શકતી હોય તો હિvr: તો ન મોક્ષ:=ગૃહસ્થોને પણ વસ્ત્રાદિ પરિગ્રહ હોવા છતાં પણ મોક્ષ કેમ ન થાય ? અર્થાત્ ગૃહસ્થો પણ મોક્ષગામી થશે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૮
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ શ્વેતાંબર જૈન– મમત્વસાવા-ગૃહસ્થો વસ્ત્રવાળા છે એટલે મોક્ષનો અભાવ છે એમ નથી, પરંતુ ગૃહસ્થોને વસ્ત્રોમાં મમત્વરહિતતા હોતી નથી. એટલે જ રંગબેરંગી વસ્ત્રો પહેરે છે. વસ્ત્રોનું મેચીંગ કરે છે. વિવિધ પ્રકારની વેશભૂષા કરે છે. મનગમતા કલર-ડિઝાઈનવાળાં વસ્ત્રો ખરીદી લાવે છે. (છતાં કોઇ ગૃહસ્થને વસ્ત્રો હોવા છતાં જો મમત્વ ન હોય તો તે ભરત મહારાજા-ઈલાચી-પૃથ્વીચંદ્ર-ગુણસાગરની જેમ જરૂર મોક્ષે જઈ શકે છે.) આ પ્રમાણે- મમત્વ એ જ વાસ્તવિક પરિગ્રહ છે. વસ્ત્રરહિત નગ્ન મનુષ્ય ભલે હોય તો પણ મમત્વવાળો જો હોય તો તે મનુષ્ય (ભીખારી-આદિ) પરિગ્રહવાળો જ કહેવાય છે. કારણકે તેને વસ્ત્રો ભલે નથી પરંતુ પોતાના શરીર ઉપર પણ મમત્વ વર્તે છે. તેથી વસ્ત્રાદિ પૌગલિક સામગ્રી વિનાનો પણ દરિદ્ર અને ભિક્ષુક મનુષ્ય મમત્વ રૂપ પરિગ્રહવાળો છે. અને આર્થિકાને (સાધ્વીજી થયેલ સ્ત્રીને) મમત્વનો અભાવ હોવાથી, જેમ કોઈ અપરાધીને બેડી પહેરવાની આવે તો બેડી પહેરે છે. પરંતુ તે બેડી ઉપર મમત્વ હોતું નથી. તેવી જ રીતે ઉપસર્ગ-પરિષહાદિના કારણે જાણે પહેરવાનું આવી પડ્યું જ હોય તેમ અર્થાત્ બ્રહ્મચર્યાદિ ગુણોની સુરક્ષા માટે પહેરવું જ પડ્યું હોય તેમ વસ્ત્રોનો સ્વીકાર કરે છે. અને તેથી જ રંગીન, ડીઝાઈનવાળાં, કે મુલાયમ ઇત્યાદિ મમતજનક વસ્ત્રો પહેરતાં નથી.
મુનિ પુરુષોને પણ ગામમાં, ઘરમાં કે અરણ્યમાં વસવાટ કરવા છતાં “અમમત્વ” સિવાય બીજું કોઇ શરણ નથી. કારણકે જેમ સ્ત્રીઓ વસ્ત્ર રાખે તો પરિગ્રહ કહો છો. તેમ સાધુ પુરુષો પણ ગામ-ઘર આદિમાં વસવાટ તો કરે જ છે. તેથી તેઓને પણ તે ગામ-ઘર પરિગ્રહ જ ગણાશે. અને આવા મુનિઓને ઘર વગેરે પદાર્થો વસવાટ માટે વાપરવા છતાં નિષ્પરિગ્રહી કહેશો તો “અમમત્વ”નો જ છેવટે આશ્રય કરવો પડ્યો. એ વિના બીજો કોઇ ઉપાય નથી. તેવી જ રીતે નિગૃહીત છે આત્મા જેનો એવાં કોઈ કોઈ મહાત્મા સાધ્વીજીઓને પણ મૂચ્છનો અભાવ હોઈ શકે છે. આ પ્રમાણે–“અમમત્વ” એ જ અપરિગ્રહતાનું કારણ છે. તે અમમત્વ પુરુષની જેમ સ્ત્રીમાં પણ સંભવી શકે છે. તેથી વસ્ત્ર હોવા છતાં પણ સ્ત્રીઓ નિષ્પરિગ્રહી થઈ શકે છે. કહ્યું છે કે
ભોગમાં કે રોગમાં, એકાન્તમાં કે વસતિમાં, સજ્જન ઉપર કે દુર્જન ઉપર, જે સ્ત્રીઓનું હૃદય કેમે કરી વિષમમુદ્રાને (રાગ-દ્વેષને) પામતું નથી તેવી. નિર્વાણલક્ષ્મી (મોક્ષલક્ષ્મી) ઉપર ઉત્પન્ન થઈ છે પરમ પ્રીતિ અને તીવ્ર સ્પૃહા જેને એવી તે સ્ત્રીઓને સાંસારિક કોઇપણ ભાવ ઉપર મૂછ કેમ થાય ? અર્થાત્ સાંસારિક કોઇપણ ભાવ ઉપર મમતા હોતી નથી.
Page #356
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
૩૩૯ આ વળી શાસ્ત્રોમાં કહ્યું છે કે કેટલીક મહાત્મા સ્ત્રીઓ પોતાના દેહ ઉપર પણ મમત્વાદિકને આચરતી નથી. (જો દેહ ઉપર મૂચ્છ ન કરતી હોય તો વસ્ત્ર ઉપર મૂર્છાનો ત્યાગ હોય જ, એમાં કંઈ આશ્ચર્ય નથી) આ રીતે “મૂચ્છહેતુત્વ” નામના હેતુવડે વસ્ત્રોની પરિગ્રહતા સ્ત્રીઓને તમે ઘટાવતા હતા, તે પક્ષ પણ ખંડિત થયો. શરીરની જેમ વસ્ત્રાદિ પણ કોઇક કોઇક (મહાત્મા) સ્ત્રીઓને આશ્રયી મૂર્છા હેતુ નહી હોવાથી પરિગ્રહરૂપ બનતાં નથી. તેથી સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનો અભાવ સ્ત્રીઓમાં સિદ્ધ થતો નથી. આ કારણે પુરુષોથી અપકર્ષ પણ સિદ્ધ થતો નથી.
नापि विशिष्टसामर्थ्यासत्त्वेन, यतस्तदपि तासां किं सप्तमपृथ्वीगमनाभावेन, वादादिलब्धिरहितत्वेन, अल्पश्रुतत्वेन, अनुपस्थाप्यतापाराञ्चितकशून्यत्वेन वा भवेत् । न तावदाद्यः पक्षः, यतोऽत्र सप्तमपृथ्वीगमनाभावो यत्रैव जन्मनि तासां मुक्तिगामित्वं तत्रैवोच्यते, सामान्येन वा । प्राचि पक्षे चरमशरीरिभिरनेकान्तः । द्वितीये त्वयमाशयःयथैव हि स्त्रीणां सप्तमपृथ्वीगमनसमर्थतीव्रतराशुभपरिणामे सामर्थ्याभावादपकर्षः, तथा मुक्तिगमनयोग्योत्कृष्टशुभपरिणामेऽपि, चरमशरीरिणां तु प्रसन्नचन्द्रराजर्षिप्रमुखाणामुभयत्रापि सामर्थ्याद् नैकत्राऽप्यपकर्षः । तदयुक्तम्, यतो नायमविनाभावः प्रामाणिकः, यदुत्कृष्टाऽशुभगत्युपार्जनसामर्थ्याभावे सत्युत्कृष्ट-शुभगत्युपार्जन-सामर्थ्येनापि न भवितव्यम्, अन्यथा प्रकृष्टशुभगत्युपार्जनसामर्थ्याभावे प्रकृष्टाशुभगत्युपार्जनसामर्थ्य नास्तीत्यपि किं न स्यात् ? तथा चाऽभव्यानां सप्तमपृथ्वीगमनं न भवेत् ॥
વળી, વિશિષ્ટ સામર્થ્યના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષોથી અપકર્ષ વાળી છે. આ વાત વાળો બીજો પક્ષ પણ ઉચિત નથી. કારણકે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કયા કારણે વિશિષ્ટ સામર્થ્યનો અભાવ તમને દેખાય છે ? (૧) શું તેઓને સાતમી નરકમાં જવાનો અભાવ છે માટે ? (૨) વાદીઓની સામે રાજ્યસભા આદિમાં વાદ કરી શકે અને જિત મેળવી શકે એવા પ્રકારની વાદ આદિ લબ્ધિઓ રહિત છે માટે ? (૩) ચૌદપૂર્વાદિ શ્રુતનું અધ્યયન ન હોવાના કારણે અલ્પકૃતતા છે માટે ? (૪) કે અનુપસ્થાપ્યતા અને પારાંચિતતા જેવાં મહા પ્રાયશ્ચિત્ત તેઓને હોતાં નથી. તે કારણે તેઓમાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ તમે માનો છો ? આ ચાર કારણો પૈકી કયું કારણ સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યભાવ તમારી દૃષ્ટિએ સિદ્ધ કરે છે ?
ત્યાં પ્રથમ પક્ષ કહો તો તે ઉચિત નથી. કારણકે તે સ્ત્રીઓનો જે જન્મમાં સાતમી નરકમૃથ્વીમાં જવાનો અભાવ હોય, તે જ જન્મમાં મુક્તિગામિત્વનો નિષેધ કરાય છે કે સામાન્યપણે મુક્તિગામિત્વ નિષેધાય છે ? આ બે પક્ષોમાંથી પ્રથમ પક્ષ
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૦ - પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ કહો તો ચરમશરીરી જીવોની સાથે વ્યભિચાર આવશે. કારણકે ચરમશરીરી જીવોમાં તે જ ભવમાં સપ્તમનરક પૃથ્વીગમનનો અભાવ છે. છતાં મુનિગમનનો અભાવ નથી. તેવી જ રીતે સ્ત્રીઓમાં પણ તે જ ભવમાં સમપૃથ્વી ગમનનો અભાવ હોવા છતાં પણ મુક્તિગમનનો અભાવ ન પણ હોય. એવું કાં ન બને ?
બીજો પક્ષ કહો તો ત્યાં તમારો આશય આ પ્રમાણે સમજાય છે–સ્ત્રીઓમાં સાતમી નરકપૃથ્વીના ગમનને યોગ્ય તીવ્રતર અશુભ પરિણામ આવવામાં સામર્થ્યનો અભાવ હોવાથી પુરુષોથી હીનત્વ છે. તેમ મુક્તિગમનને યોગ્ય ઉત્કૃષ્ટ શુભ પરિણામ આવવામાં પણ સામર્થ્યનો અભાવ હોવાથી પુરુષોથી હીનત્વ છે. ચરમશરીરી પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે મુનિઓમાં તો ઉભયસ્થાનોમાં (સાતમી નરક અને મુક્તિ એમ બન્નેમાં) પણ જવાનું સામર્થ્ય હોવાથી કોઈપણ એકબાજુ અપકર્ષ નથી. સારાંશ કે જે પુરુષો ચરમશરીરી હોય છે. એટલે કે તભવમોક્ષગામી હોય છે. તેઓ તે જ ભવે મોક્ષે જવાના હોવાથી સાતમી નરકમાં જતા નથી. પરંતુ સામર્થ્ય બન્ને બાજુ જવાનું સામાન્યથી તેઓમાં હોય છે. તેવું સામર્થ્ય સ્ત્રીઓમાં નથી. નીચે જવાનું સામર્થ્ય જેનામાં ઘણું ન હોય, તેનામાં ઉપર જવાનું સામર્થ્ય પણ ઉત્કૃષ્ટ ન હોય.
આમ જ કહો તો તે અયુક્ત છે તમારો મનમાં માની લીધેલો “આ ન હોય તો તે પણ ન હોય” આવો અવિનાભાવસંબંધ (વ્યાપ્તિ) પ્રામાણિક નથી. જ્યાં જ્યાં ઉત્કૃષ્ટ અશુભગતિનું (સાતમી નારકીનું) કર્મ ઉપાર્જન કરવાનું સામર્થ્ય ન હોય, ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ શુભગતિનું (મુક્તિને) ઉપાર્જન કરવાનું સામર્થ્ય પણ ન જ હોય” આવો અવિનાભાવસંબંધ (વ્યાતિ) પ્રામાણિક નથી. અન્યથા= જો આ અવિનાભાવ સાચો જ હોય એટલે નીચ જવામાં ઉત્કૃષ્ટ સ્થાનનું સામર્થ્ય હોય ત્યાં જ ઉપર જવામાં ઉત્કૃષ્ટ સામર્થ્ય હોય તો, તેવી જ રીતે ઉપર જવામાં ઉત્કૃષ્ટ સ્થાનનું સામર્થ્ય જ્યાં (અભવ્ય અથવા મિથ્યાત્વી આદિમાં) નથી. ત્યાં નીચે જવામાં પણ ઉત્કૃષ્ટ સ્થાનનું સામર્થ્ય ન હોવું જોઇએ. પરંતુ તેમ બનતું નથી.
સારાંશ કે જેનામાં નીચે જવામાં ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય તેનામાં ઉપર જવામાં પણ ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય આવો અવિનાભાવ નથી. જો આવો અવિનાભાવ સંબંધ માનીએ તો જે જે જીવોમાં ઉત્કૃષ્ટ શુભગતિ (અનુત્તર અને મુક્તિ) ઉપાર્જન કરવાના સામર્થ્યનો અભાવ છે ત્યાં ત્યાં ઉત્કૃષ્ટ અશુભગતિ ઉપાર્જન કરવાનું સામર્થ્ય નથી એવો નિયમ (અવિનાભાવ) પણ હોવો જોઇએ. આ નિયમ કેમ નથી માનતા ? જો સ્ત્રીઓ સાતમી નરકમાં જવાના સામર્થ્યને ધારણ નથી કરતી માટે
Page #358
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૭
૩૪૧ મુક્તિગમનનું સામર્થ્ય પણ ન હોય, આ નિયમ પ્રામાણિકપણે સ્વીકારાય તો તેવી જ રીતે અભવ્ય અને મિથ્યાત્વી જીવોમાં મુક્તિગમનનું સામર્થ્ય નથી, તેથી નીચે સાતમી નરકભૂમિમાં જવાનું સામર્થ્ય પણ ન જ હોય. તેથી તેવા જીવોનું સપ્તમનરક- ભૂમિમાં ગમન થશે નહીં. માટે આવો અવિનાભાવ માનવો તે પ્રામાણિક વાત નથી.
નીચે જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય તો પણ ઉપર જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય હોઈ શકે અને એવી જ રીતે ઉપર જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય ન હોય તો પણ નીચે જવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય હોઈ શકે. આમ જ માનવું ઉચિત છે. તેથી સ્ત્રીઓમાં સપ્તમ નરકભૂમિગમનનું સામર્થ્ય ભલે ન હો. તો પણ ઉપર મુક્તિગમનનું સામર્થ્ય હોઈ શકે છે.
अथ वादादिलब्धिरहितत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्याऽसत्त्वम् , यत्र खल्वैहिकवादविक्रियाचारणादिलब्धीनामपि हेतुः संयमविशेषरूपं सामर्थ्यं नास्ति, तत्र मोक्षहेतुस्तद्भविष्यतीति कः सुधीः श्रद्दधीत ?। तदचारु, व्यभिचारात्, माषतुषादीनां तदभावेऽपि विशिष्टसामोपलब्धेः । न च लब्धीनां संयमविशेषहेतुकत्वमागमिकम् , कर्मोदयक्षयक्षयोपशमोपशमहेतुकतया तासां तत्रोदितत्वात् । तथा चाऽवाचि-"उदयखयखओवसमोवसमसमुत्था बहुप्पगाराओ ।
__ एवं परिणामवसा लद्धीउ हवन्ति जीवाणं ॥१॥" चक्रवर्ती-बलदेव-वासुदेवत्वादिप्राप्तयोऽपि हि लब्धयः, न च संयमसद्भावनिबन्धना तत्प्राप्तिः । सन्तु वा तन्निबन्धना लब्धयः, तथापि स्त्रीषु तासां सर्वासामभावोऽभिधीयते, नियतानामेव वा । नाद्यः पक्षः, चक्रवादिलब्धीनां कासाञ्चिदेव तासु प्रतिषेधात्, आमर्पोषध्यादीनां तु भूयसीनां भावात् । द्वितीयपक्षे तु व्यभिचारः, पुरुषाणां सर्ववादादिलब्ध्यभावेऽपि विशिष्टसामर्थ्यस्वीकारात् , अकेशवानामेव, अतीर्थकरचक्रवर्त्यादीनामपि च मोक्षसंभवात् ॥
હવે “વાદાદિલબ્ધિરહિતત્વ” એ નામનો બીજો પક્ષ જો કહો તો એટલે કે જે જે જીવોમાં આ ભવમાં વાદલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, અને જંઘાચારણાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય તેવું અર્થાત્ આવી લબ્ધિઓનું કારણ બને તેવું સંયમવિશેષ પાળવા રૂપ સામર્થ્ય નથી તે જીવોમાં મોક્ષનું કારણ બને તેવું તે ઉત્કૃષ્ટ સંયમ હોય, આવું કયો પંડિત પુરુષ સ્વીકારે ? મોક્ષપ્રાપ્તિની અપેક્ષાએ વાદાદિ લબ્ધિઓ અલ્પ છે. તો જે જે જીવોમાં લઘુ ગણાતી લબ્ધિઓના હેતુભૂત પણ સંયમપાલનનું સામર્થ્ય ન હોય તેવા જીવોમાં ઉત્કૃષ્ટ ગણાતી મોક્ષ-પ્રાપ્તિના હેતુભૂત સંયમપાલનનું સામર્થ્ય કયાંથી હોય ?
Page #359
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
૩૪૨
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ અર્થાત્ ન જ હોય. તેથી સ્ત્રીવર્ગમાં વાદાદિ લઘુ ગણાતી લબ્ધિઓનાં હેતુભૂત સામર્થ્ય પણ નથી તો મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય તો હોય જ કયાંથી ?
શ્વેતાંબર જૈન– તમારું આમ કહેવું સારું નથી. કારણકે તેમાં વ્યભિચાર આવે છે. “જ્યાં જ્યાં વાદ આદિ લબ્ધિઓનું સામર્થ્ય ન હોય, ત્યાં ત્યાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય પણ ન હોય” આવી વ્યાપ્તિ સંભવતી નથી. માલતુષ આદિ મુનિઓમાં તમાવેfપવાદ આદિ લબ્ધિઓનું સામર્થ્ય ન હોવા છતાં પણ મુક્તિ-પ્રાપ્તિનું વિશિષ્ટ સામર્થ્ય જણાય છે. વળી લબ્ધિઓ પ્રાપ્ત થવામાં વિશિષ્ટ સંયમપાલનનું સામર્થ્ય હેતુભૂત છે. આ વાત પણ આગમ પ્રમાણવાળી નથી. કારણકે શાસ્ત્રોમાં તો લબ્ધિઓ પ્રાપ્ત થવામાં પોતાના કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમને જ હેતુ તરીકે કહ્યા છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે
“પૂર્વબદ્ધ કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી ઉત્પન્ન થયેલી બહુ પ્રકારની લબ્ધિઓ છે. આ પ્રમાણે જીવોને પરિણામ વિશેષથી લબ્ધિઓ થાય છે.”
ચક્રવર્તી, બળદેવ, અને વાસુદેવપણું વગેરેની પ્રાપ્તિ પણ લબ્ધિઓ કહેવાય છે. અને આ લબ્ધિઓની પ્રાપ્તિ સંયમના સભાવના જ કારણે થતી નથી. અથવા માની લો કે લબ્ધિઓ સંયમપાલનથી પ્રાપ્ત થાય છે તો પણ અમે તમને પૂછીએ છીએ કે સ્ત્રીવર્ગમાં સર્વે લબ્ધિઓનો અભાવ તમે માનો છો કે અમુક નિયત લબ્ધિઓ જ ત્યાં ન હોય એમ કહો છો ? પ્રથમપક્ષ કહેતા હો તો ઉચિત નથી. કારણકે ચક્રવતત્વ આદિ કેટલીક જ લબ્ધિઓનો તે સ્ત્રીઓમાં નિષેધ સંભળાય છે. પરંતુ સર્વ લબ્ધિઓનો નિષેધ સંભવતો નથી. કારણકે “આમëષધિ” આદિ ઘણી લબ્ધિઓ તેઓને હોય છે.
બીજો પક્ષ કહેતા હો તો એટલે કે વાદ આદિ કેટલીક જ લબ્ધિઓનો અભાવ સ્ત્રીઓમાં છે. માટે મુક્તિ-પ્રાપ્તિ પણ નથી, આમ કહેતા હો તો આ વાત વ્યભિચાર વાળી છે. પુરુષોમાં પણ કેટલાક પુરુષોમાં વાદ આદિ સર્વે લબ્ધિઓનો અભાવ હોવા છતાં પણ મુક્તિ-પ્રાપ્તિનું વિશિષ્ટ સામર્થ્ય સ્વીકારાયું છે “વાસુદેવપણાની લબ્ધિ જેઓને નથી તેવા સર્વે મનુષ્યોમાં મોક્ષ સંભવે છે. વાસુદેવ હોય તે નરકે જ જાય છે. તેથી તે વિના શેષમાં મુક્તિસંભવ છે. તથા જેઓને તીર્થંકરપણાની અને ચક્રવર્તીપણાની લબ્ધિઓ નથી તેવા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, જંબૂસ્વામી, માલતુષ મુનિ આદિ અનેક મહાત્માઓમાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય પણ ન હોય એવો નિયમ નથી. એટલે લબ્ધિવિનાના પુરુષોમાં પણ મુક્તિપ્રાપ્તિનું સામર્થ્ય હોય છે.
अल्पश्रुतत्वमपि मुक्त्यवाप्त्याऽनुमितविशिष्टसामथ्र्यैषितुषादिभिरेवाऽनैकान्तिकमित्यनुद्घोष्यमेव ।
Page #360
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
अनुपस्थाप्यतापाराञ्चितकशून्यत्वेनेत्यप्ययुक्तम्, यतो न तन्निषेधाद् विशिष्टसामर्थ्याभावः प्रतीयते । योग्यतापेक्षो हि चित्रः शास्त्रे विशुद्ध्युपदेशः ।
उक्तं च—‘“संवरनिर्जररूपो बहुप्रकारस्तपोविधिः शास्त्रे । रोगचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारी ॥१॥"
૩૪૩
ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન સ્ત્રીઓમાં હોતું નથી. માટે કેવળજ્ઞાન પણ સંભવતું નથી. આવો તર્ક લગાવીને અલ્પશ્રુતપણું છે. માટે સ્ત્રીઓમાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય નથી આમ કહેવું પણ ઉચિત નથી. કારણકે મુક્તિની પ્રાપ્તિ થયેલી હોવાથી અનુમાન કરાયું છે વિશિષ્ટસામર્થ્ય જેમાં એવા માતુષ મુનિ આદિ મહાત્માઓની સાથે જ વ્યભિચાર આવે છે. તેથી મુક્તિના વિશિષ્ટસામર્થ્યના અભાવમાં કારણ તરીકે અલ્પશ્રુતત્વ ઉદ્ઘોષણા કરવા યોગ્ય નથી.
સ્ત્રીઓમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિતતા જેવાં મહાપ્રાયશ્ચિત્તોની શૂન્યતા છે. માટે મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય નથી. આમ આ બે પ્રાયશ્ચિત્તની શૂન્યતાને હેતુ કહેવો તે પણ અયુક્ત છે. કારણકે, તે બે પ્રકારના પ્રાયશ્ચિત્તના નિષેધથી વિશિષ્ટ સામર્થ્યનો અભાવ પ્રતીત થતો નથી. કારણકે દોષ સેવનારા જીવોમાં વિશુદ્ધિ લાવવાનો ઉપદેશ શાસ્ત્રની અંદર યોગ્યતાની અપેક્ષાએ ચિત્ર-વિચિત્ર કહ્યો છે. જેમ આ કાળે પણ સમાન અતિચાર સેવનારા જીવોને પણ યોગ્યતાની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પ્રાયશ્ચિત્ત અપાય છે. તેમ સ્ત્રીઓમાં આ બે પ્રકારનાં પ્રાયશ્ચિત્ત ન હોવા છતાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય હોઇ શકે છે. કહ્યું છે કે—
જેમ રોગ વિશેષને દૂર કરવા માટે ચિકિત્સાવિધિ બહુ પ્રકારની છે. તેમ સંવર, નિર્જરા રૂપ તપવિધિ પણ શાસ્ત્રમાં બહુ પ્રકારની છે. પણ કોઇ કોઇ જીવોને કોઇ કોઇ વિધિ ઉપકારી બને છે. માટે જેને જે ઉપકારી બને તેને તે કહેવાય.
पुरुषानभिवन्द्यत्वमपि योषितां नापकर्षाय, यतस्तदपि सामान्येन, गुणाधिकपुरुषापेक्षं वा । आद्येऽसिद्धतादोषः, तीर्थकरजनन्यादयो हि पुरन्दरादिभिरपि प्रणताः, किमङ्ग ! शेषपुरुषै: ? । द्वितीये तु शिष्या अप्याचार्यैर्नाभिवन्द्यन्त एवेति तेऽपि ततोऽपकृष्यमाणत्वेन निर्वृतिभाजो न भवेयुः, न चैवम्, चण्डरुद्रादिशिष्याणां शास्त्रे तच्छ्रवणादिति मूलहेतोर्व्यभिचारः ॥
“પુરુષો દ્વારા અવંદનીયતા' આ પણ સ્ત્રીઓના અપકર્ષનું કારણ નથી. કારણકે તે અવંદનીયતા સામાન્યથી કહો છો કે ગુણાધિક પુરુષોથી અવંદનીયતા
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૪૪
પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૭
રત્નાકરાવતારિકા ભાગ-૩ અપકર્ષનું કારણ કહો છો ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે સર્વે સ્ત્રીઓ માત્ર સર્વ પુરુષમાત્રથી અવંદનીય છે આમ કહો તો તે વાત અસિદ્ધતા દોષવાળી છે. કારણકે તીર્થંકર પરમાત્માની માતાઓ સ્ત્રીઓ જ છે. છતાં ઇન્દ્ર જેવા મોટા દેવોથી પણ વંદનીય બની છે. ઇન્દ્રાદિ દેવો તીર્થંકર પ્રભુની માતાને અનેકવાર નમ્યા છે. તો શેષ સામાન્ય પુરુષોવડે તો સ્ત્રીઓ વંદનીય હોય તેમાં આશ્ચર્ય શું ?
બીજો પક્ષ કહો તો એટલે કે ગુણાધિક પુરુષો વડે સ્ત્રીઓ અવંદનીય છે માટે અપકર્ષવાળી છે. આ વાત પણ તમારી દોષવાળી છે. કારણકે શિષ્યો પણ આચાર્યો વડે (ગુણાધિક હોવાથી) વંદન કરાતા નથી. અર્થાત્ અવંદનીય છે. તેથી તે શિષ્યો પણ તે ગુણાધિક એવા આચાર્યોથી અપકર્ષવાળા હોવાના કારણે મુક્તિ પ્રાપ્ત કરનારા ન બનવા જોઇએ. પરંતુ એમ થતું નથી. ચંડરુદ્ર આદિ આચાર્યોના શિષ્યોની તે મુક્તિ થઇ છે આમ શાસ્ત્રમાં સંભળાય છે. આ રીતે “પુરુષાનભિવર્ધીત્વ” આ મૂલહેતુ વ્યભિચારવાળો છે.
एतेन स्मारणाद्यकर्तृत्वमपि प्रतिक्षिप्तम् । अथ पुरुषविषयं स्मारणाद्यकर्तृत्वमत्र विवक्षितं, न तु स्मारणाद्यकर्तृत्वमात्रम्, न च स्त्रियः कदाचन पुंसां स्मारणादीन् कुर्वन्तीति न व्यभिचार इति चेत् तर्हि पुरुषेतिविशेषणं करणीयम् । करणेऽप्यसिद्धतादोषः, स्त्रीणामपि कासाञ्चित् पारगतागमरहस्यवासितसप्तधातूनां क्वापि तथाविधावसरे समुच्छृङ्खलप्रवृत्तिपराधीनसाधुस्मारणादेरविरोधात् ॥
આ પ્રમાણે- “સ્મરણાદિનું અદ્ભૂત્વ” પણ ખંડિત થયેલુ જાણવું. અર્થાત્ સ્ત્રીઓ સ્મારણાદિ (સારણા-વારણા-ચોયણા અને પરિચોયણા) કરતી નથી માટે પુરુષોથી અપકર્ષવાળી છે. આ વાત પણ ઉચિત નથી. કારણકે માષતુષ મુનિ જેવા સામાન્ય ઘણા મુનિઓ પણ સ્મારણા આદિ કાર્ય નથી કરતા, છતાં અપકર્ષવાળા નથી. મુક્તિ પ્રાપ્ત કરી જ છે. તેથી તમારી આ દલીલ પણ બરાબર નથી.
દિગંબર જૈન–“સ્ત્રીઓ સ્મારણાદિ કાર્ય કરતી નથી” એવી દલીલ અમે જે કરીએ છીએ ત્યાં પુરુષવિષયક જ સ્મારણાદિનું અદ્ભૂત્વ અમે વિરહ્યું છે પરંતુ સામાન્યથી સ્મારણાદિનું અકર્તૃત્વમાત્ર વિવર્યું નથી. સારાંશ કે સ્ત્રીઓ પુરુષોને આશ્રયી સ્મારણાદિ કાર્ય ક્યારેય પણ કરતી નથી. (પરંતુ સ્ત્રીઓ સ્ત્રીઓને તો સ્મારણાદિ કાર્ય કરે. તેથી સર્વથા અકર્તૃત્વ અમે કહેતા નથી) આવી વિવક્ષા અમારી હોવાથી અમને કોઇ વ્યભિચાર આવતો નથી.
Page #362
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
૩૪પ
શ્વેતાંબર જૈન- જો આવો બચાવ કરો છો, તો પહેલેથી જ આ હેતુમાં તમારે “પુરુષ” આવું વિશેષણ મૂકવું જોઇએ. તેથી હેતુ બરાબર ન હોવાથી દોષિત છે. વળી “પુરુષ” વિશેષણ મૂકશો તો પણ અસિદ્ધતા દોષ લાગશે. કારણકે વારતવીતરાગ પરમાત્માનાં આગમોનાં રહસ્યો જાણવાથી વાસિત થઇ છે શારીરિક સાતે ધાતુઓ જેની એવી અર્થાત્ વીતરાગપ્રભુની વાણીથી રંગાયેલું છે હૃદય જેનું એવી તથા વૈરાગ્ય-સંવેગ અને નિર્વેદાદિ ગુણોથી ભરપૂર એવી કેટલીક સ્ત્રીઓને ક્યારેક તેવા પ્રકારનો અવસર આવે ત્યારે અતિશય ઉશૃંખલા બનેલી મોહની પ્રવૃત્તિને પરાધીન બનેલા સાધુ-સંતોને સ્મારણાદિ કાર્ય કરવામાં વિરોધ નથી. ક્યારેક ક્યારેક સાધ્વીજી પણ સાધુની શાન ઉપદેશથી ઠેકાણે લાવે છે. હંસ અને પરમહંસ નામના બે શિષ્યોના કાલધર્મના કારણે બૌદ્ધો ઉપર અત્યન્ત ગુસ્સામાં આવનારા પૂજ્યશ્રી હરિભદ્રસૂરિજી મ. સા.ની ક્રોધાવેશવાળી શાન યાકિની નામનાં સાધ્વીજી મહારાજશ્રીએ જ ઠેકાણે લાવી હતી. જેના કારણે પૂજ્યશ્રી હરિભદ્રસૂરિજી પોતાના બનાવેલા સર્વે પણ ગ્રંથોમાં “યાકિની-મહત્તરાસૂનુ” લખે છે.
___अथामहर्द्धिक त्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकर्षः । सोऽपि किमाध्यात्मिकी समृद्धिमाश्रित्य, बाह्यां वा । नाऽऽध्यात्मिकीम्, सम्यग्दर्शनादिरत्नत्रयादेस्तासामपि सद्भावात् । नापि बाह्याम्, एवं हि महत्यास्तीर्थकरादिलक्ष्या गणधरादयः, चक्रधरादिलक्ष्म्याश्चेतरक्षत्रियादयो न भाजनम्, इति तेषामप्यमहर्द्धिकत्वेनापकृष्यमाणत्वाद् मुक्त्यभावो भवेत् । अथ याऽसौ पुरुषवर्गस्य महती समृद्धिस्तीर्थकरत्वलक्षणा, सा स्त्रीषु नास्तीत्यमहर्द्धिकत्वमासां विवक्ष्यते । तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासाञ्चित् तीर्थकृत्त्वाविरोधात्, तद्विरोधसाधकप्रमाणस्य कस्याऽप्यभावात् , एतस्याऽद्यापि विवादास्पदत्वात् , अनुमानान्तरस्य चाभावात् ॥
હવે કદાચ દિગંબરો અહીં આમ કહે કે “સ્ત્રીઓ અમહર્થિક છે” તેના કારણે પુરુષોથી અપકર્ષવાળી છે. તો અમે શ્વેતાંબરો તે દિગંબરને પૂછીએ છીએ કે સ્ત્રીઓમાં શું આધ્યાત્મિક સમૃદ્ધિને આશ્રયીને અમહદ્ધિકતા કહો છો કે બાહ્ય ભૌતિક સમૃદ્ધિને આશ્રયીને અમહર્તુિક્તા કહો છો ? હવે જો પહેલો પક્ષ કહો તો એટલે કે સ્ત્રીઓમાં આધ્યાત્મિક સમૃદ્ધિને આશ્રયી “અમહદ્ધિકપણું” છે, આમ જો કહો તો તે ઉચિત નથી. કારણકે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ તે સ્ત્રીઓમાં પણ હોય છે. આ વાત હમણાં પૂર્વે જ સિદ્ધ કરી છે. આ રીતે રત્નત્રયીની યેષ્ઠતા સ્ત્રીઓમાં પણ સંભવે છે. માટે આધ્યાત્મિક ઋદ્ધિથી તો તે મહર્તિક હોઈ શકે છે. હવે જો બાહ્યઋદ્ધિને આશ્રયી અમહદ્ધિક કહો તો તે પણ ઉચિત નથી. કારણકે ગૌતમસ્વામી
૪૪
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ આદિ ગણધર ભગવંતો તથા આવા ઘણા પુરુષો મહાન એવી તીર્થકરપણાની બાહ્યલક્ષ્મીનું ભાજન નથી બન્યા, વળી ઇતર એવા અનેક ક્ષત્રિય પુરુષો ચક્રવર્તીવાસુદેવ-પ્રતિવાસુદેવ આદિ બાહાલક્ષ્મીનું ભાન નથી બન્યા, તો તેઓને પણ અમહદ્ધિક માનીને અપકર્ષવાળા માનવાથી તેમાં પણ મુક્તિનો અભાવ જ સ્વીકારવો પડશે. સારાંશ કે જ્યાં જ્યાં બાહ્યઋદ્ધિનો અભાવ હોય ત્યાં ત્યાં મુક્તિ પ્રાપ્તિનો પણ અભાવ હોય આવો નિયમ રહેતો નથી.
| દિગંબર જૈ–પુરુષવર્ગની અંદર જે આ તીર્થંકરપણાની મહાન્ સમૃદ્ધિ છે. તે સમૃદ્ધિ સ્ત્રીઓમાં નથી, માટે સ્ત્રીઓ અમહદ્ધિક છે. આમ, અમે તે સ્ત્રીઓનું અમહર્ષિકપણું તીર્થંકરપણાની લક્ષ્મીને આશ્રયી કહીએ છીએ.
શ્વેતાંબર જૈન–આમ કહેશો તો પણ અસિદ્ધતાદોષ આવે છે. ઉત્કૃષ્ટ પુણ્યના પાત્રભૂત બનેલી કેટલીક સ્ત્રીઓમાં તીર્થકરપણાની સમૃદ્ધિ માનવામાં પણ કંઈ વિરોધ નથી. “સ્ત્રીપણાની સાથે તીર્થંકરપણાનો વિરોધ જ આવે” તેવા પ્રકારના વિરોધને સિદ્ધ કરનારું કોઈ સાધક પ્રમાણ નથી. અને હાલ જે ચાલુ અનુમાન તમારું (દિગંબરોનું) કરેલું છે કે “સ્ત્રીuri ન મોક્ષ, પુષ્યઃ દીનત્વત, નપુંસાવિત્'' અને તેમાં જે હેતુ કહ્યો છે. તે સિદ્ધ થઈ ચૂકેલો નથી. વિવાદાસ્પદ છે. અર્થાત્ પુરુષો કરતાં સ્ત્રીઓની હીનતા તમે ભલે શબ્દથી કહી, પરંતુ સિદ્ધ થઈ ચૂકી નથી, અમારો તેમાં વિવાદ છે. આ સિવાય અન્ય બીજું કોઇ અનુમાન તો છે જ નહીં. માટે સ્ત્રીઓ પુરુષોથી હીન સિદ્ધ થતી ન હોવાથી તીર્થંકરપણાની લક્ષ્મી પણ તેઓને કેમ ન હોઈ શકે ! અર્થાત્ બાહ્યઋદ્ધિથી પણ તેઓ મહદ્ધિક છે. અમહદ્ધિક નથી.
मायादिप्रकर्षवत्त्वेनेत्यप्यशस्यम्, तस्य स्त्रीपुंसयोस्तुल्यत्वेन दर्शनाद्, आगमे च श्रवणात्, श्रूयते हि चरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षत्वम् । तन्न पुरुषेभ्यो हीनत्वं स्त्रीनिर्वाणनिषेधे साधीयान् हेतुः ॥
સ્ત્રી માયા આદિ (કષાયો)ના પ્રકર્ષવાળી છે. માટે પુરુષોથી હીન છે આ વાત પણ ઉચિત નથી. માયા આદિ કષાયોની તીવ્રતા તો સ્ત્રીઓમાં અને પુરુષોમાં એમ બન્નેમાં તુલ્યપણે દેખાય છે. અને આગમમાં પણ સંભળાય છે કે ચરમશરીરી એવા પણ નારદ-આદિમાં માયાદિ કષાયોનું પ્રકર્ષવાળાપણું છે. પરસ્પર લડાવવાની, સ્ત્રીઓનું અપહરણ કરાવવાની માયા કરે છતાં તે જ ભવે મોક્ષે જાય આવું પુરુષોમાં બને છે. તો સ્ત્રીઓમાં પણ માયા હોય છતાં મોક્ષપ્રાપ્તિ કેમ ન થાય ? તેથી માયાદિવ7 હેતુ
Page #364
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭
૩૪૭ પણ પુરુષોથી હીનત્વ સિદ્ધ કરતો નથી. આ રીતે સ્ત્રીઓને નિર્વાણનો નિષેધ કરવામાં “પુરુષેખ્યો હીનત્વ" આ હેતુ સફળ બનતો નથી.
__ यत् पुनः-निर्वाणकारणं ज्ञानादिपरमप्रकर्षः स्त्रीषु नास्ति, परमप्रकर्षत्वात्, सप्तमपृथ्वीगमनकारणाऽपुण्यपरमप्रकर्षवत्, इति तेनैवोक्तम् । तत्र मोहनीयस्थितिपरमप्रकर्षेण स्त्रीवेदादिपरमप्रकर्षेण च व्यभिचारः । नास्ति स्त्रीणां मोक्षः, परिग्रहवत्त्वात्, गृहस्थवद्, इत्यपि न पेशलम् , धर्मोपकरणचीवरस्यापरिग्रहत्वेन प्रसाधितत्वात् , इति स्त्रीनिर्वाणे संक्षेपेण बाधकोद्धारः ॥
“સ્ત્રીઓમાં મુક્તિ નથી” આવા પ્રકારનાં મુક્તિના નિષેધને સાધનારાં જે જે અનુમાન પ્રમાણો દિગંબરોએ કહ્યાં છે. તે સર્વે અનુમાનો દોષિત છે. તેમાંનું (૧) અનુમાન “
પુગ્યો દીનત્વ7” હેતુથી તેઓએ જે કહ્યું હતું તે તો ખંડિત કર્યું. હવે તેઓ આવા પ્રકારનું (૨) બીજું અનુમાન કહે છે કે–“સ્ત્રીઓમાં નિર્વાણનું કારણ બને એવો જ્ઞાનાદિગુણોનો (રત્નત્રયીનો) પરમપ્રકર્ષ સંભવતો નથી. પરમપ્રકર્ષ હોવાથી, સાતમી નરકપૃથ્વીમાં ગમનના કારણભૂત એવા અપુણ્ય (પાપ)રૂપ પરમપ્રકર્ષની જેમ “આવા પ્રકારનું અનુમાન તેઓ વડે કહેવાય છે. ત્યાં વ્યભિચાર (અનૈ કાતિક હેત્વાભાસ) થવાનો દોષ આવે છે. કારણકે મોહનીયકર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાનો પરમપ્રકર્ષ, તથા સ્ત્રીવેદાદિ કર્મો બાંધવાનો પરમપ્રકર્ષ સ્ત્રીઓમાં હોય છે. એટલે જે જે પરમપ્રકર્ષરૂપ હોય, તે તે સ્ત્રીઓમાં ન હોય આવું બનતું નથી. માટે તેઓનો “પરમપ્રર્વત્વાત્' આ હેતુ પણ વ્યભિચાર યુક્ત છે.
તથા તેઓ આવા પ્રકારનું (૩) ત્રીજું બાધક અનુમાન તેઓના શાસ્ત્રોમાં ટાંકે છે કે–“સ્ત્રીઓને મોક્ષ નથી, પરિગ્રહવાળી હોવાથી, ગૃહસ્થની જેમ” આ અનુમાન પણ પેશલ (નિર્દોષ) નથી. ચીવરાદિનું જે ગ્રહણ છે. તે બ્રહ્મચર્યાદિ પાળવારૂપ ધર્મનું ઉપકરણ હોવાથી અપરિગ્રહ છે. આ વાત અમે પહેલાં જણાવી ગયા છીએ. આ પ્રમાણે (૧) પુરુષેગ્ય: દીનત્વ[, (૨) પરમર્પિત્નીતુ, (૩) પ્રવક્વાન્ ઇત્યાદિ જે જે અનુમાનો સ્ત્રીઓમાં મુક્તિના બાધક તરીકે દિગંબર સંપ્રદાયમાં કહેલાં છે. તે તે બાધક અનુમાનોનો ઉદ્ધાર કર્યો (દૂર કર્યા)
साधकोपन्यासस्तु-मनुष्यस्त्री काचिद् निर्वाति, अविकलतत्कारणत्वात्, पुरुषवत् । निर्वाणस्य हि कारणमविकलं सम्यग्दर्शनादिरत्नत्रयम्, तच्च तासु विद्यते एवेत्यादित एवोक्तम्, इति नासिद्धमेतत् । विपक्षाद् नपुंसकादेरत्यन्तव्यावृत्तत्वाद् न विरुद्धमनैकान्तिकं वा । तथा मनुष्यस्त्रीजातिः कयाचिद् व्यक्त्या मुक्त्यविकलकारणवत्या तद्वती,
Page #365
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
રત્નાકરાવતારિકા ભાગ-૩
प्रव्रज्याधिकारित्वात्, पुरुषवत् । न चैतदसिद्धं साधनं "गुव्विणी बाल-वच्छा य पव्वावेडं न कप्पइ" इति सिद्धान्तेन तासां तदधिकारित्वप्रतिपादनात्, विशेष-प्रतिषेधस्य शेषाभ्यनुज्ञानान्तरीयकत्वात् । दृश्यन्ते च सांप्रतमप्येताः कृतशिरोलुञ्चना उपात्तपिच्छिकाकमण्डलुप्रमुखयतिलिङ्गाश्च, इति कुतो नैतासां प्रव्रज्याधिकारित्वसिद्धिः ?, यतो न मुक्तिः स्यात् । इति सिद्धा यथोक्तरूपस्यात्मनो यथोक्तलक्षणा सिद्धिः ॥ ७-५७ ॥
૩૪૮
દિગંબરોએ કહેલા બાધક અનુમાનો દોષિત કરીને હવે “સ્ત્રીઓમાં મોક્ષ છે' આવા પ્રકારનાં સાધક અનુમાનો કહે છે. તે આ પ્રમાણે
“મનુષ્યની કોઇ સ્ત્રી, નિર્વાણપદની અધિકારી છે. નિર્વાણપદનાં જે જે કારણો છે તે અવિક્લ (સંપૂર્ણ) કારણો તેનામાં પણ છે. પુરુષની જેમ” અમારા અનુમાનમાં કહેલો આ હેતુ મોક્ષગામી કોઇ સ્ત્રીમાં સંભવે જ છે. તેથી પક્ષવૃત્તિ હેતુ હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થતો નથી. કારણકે નિર્વાણપદનું અવિક્લકારણ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયી છે અને તે કારણ સ્ત્રીઓમાં પણ પુરુષની જેમ વર્તે જ છે. આ વાત પ્રારંભમાં જ કહેલી છે. રત્નત્રયીની સાધના જેમ કોઇ પુરુષ કરી શકે છે. તેમ કોઇ સ્ત્રી પણ અવશ્ય કરી જ શકે છે. માટે અવિક્લકારણ નામનો હેતુ પક્ષમાં વર્તે જ છે. તેથી આ હેતુ અસિદ્ધ નથી જ.
અમારો આ હેતુ વિરુદ્ધ કે અનૈકાન્તિક હેત્વાભાસ પણ નથી. કારણકે જે હેતુ વિપક્ષમાં જ વર્તે તે વિરુદ્ધ, અને વિપક્ષમાં પણ વર્તે તે અનૈકાન્તિક કહેવાય છે. અહીં મનુષ્યોની જાત સ્ત્રી-પુરુષ અને નપુંસક ત્રણ હોય છે. અહીં સ્ત્રીઓમાં મોક્ષપ્રાપ્તિ સિદ્ધ કરાય છે. પુરુષોમાં સર્વને માન્ય અને સિદ્ધ છે. એટલે સ્ત્રી એ પક્ષ અને પુરુષ એ સપક્ષ કહેવાય છે. પરંતુ નપુંસકો (જન્મથી નપુંસકો) મોક્ષે જતા નથી. તેથી તે વિપક્ષ બને છે. અહીં વિપક્ષ એવા (સાધ્યાભાવવાળા-મુક્તિ-પ્રાપ્તિના અભાવવાળા) નપુંસકાદિથી (અહીં વિ શબ્દથી યુગલિક સ્ત્રી-પુરુષો, તથા ભરતઐરાવતક્ષેત્રવર્તી ૧-૨-૫-૬ આરામાં જન્મનારા સ્ત્રી પુરુષો પણ વિપક્ષ તરીકે લીધા હોય એમ લાગે છે) ‘“અવિક્લકારણત્વ'' હેતુ અત્યન્તવ્યાવૃત્ત છે. કારણકે અવિક્લકારણતા=રત્નત્રયીની ઉત્કૃષ્ટતા નપુંસકાદિમાં હોતી નથી. માટે હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત છે. તેથી આ હેતુ વિરુદ્ધ કે અનૈકાન્તિક પણ થતો નથી.
પ્રશ્ન-મનુષ્યની સ્ત્રીજાતિ મુક્તિપદના અવિક્લકારણવાળી છે. આમ શાના આધારે કહો છો ? તે વાતમાં શું પ્રમાણ ?
ઉત્તર-મનુષ્યની સર્વે સ્ત્રીઓ પ્રવ્રજ્યાની અધિકારી નથી, પરંતુ કોઇ (વિશિષ્ટ વૈરાગ્યાદિ ગુણવાળી) સ્ત્રીઓ પ્રવ્રજ્યાના અધિકારવાળી છે. અને પ્રવ્રજ્યાના અધિકાર
Page #366
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭
વાળી હોવાથી મુક્તિપદના અવિકલ કારણવાળી પણ છે. કોઇ કોઇ સ્ત્રીઓમાં વિશિષ્ટ ગુણવત્તા આવ્યે છતે પ્રવ્રજ્યા અને મુક્તિની અવિક્લકારણતા આવવાનો સંભવ હોવાથી સ્ત્રીજાતિ પ્રવ્રજ્યા અને મુક્તિની અવિકલકારણતાની અધિકારી ન કહેવાય, પણ અધિકારી કહેવાય. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે—
“મનુષ્યની સ્ત્રીજાતિ, મુક્તિપદના અવિકલકારણવાળી છે. કોઇ એક સ્ત્રી અવિકલ કારણવાળી હોવાથી, પુરુષની જેમ” આ અનુમાનથી સ્ત્રીજાતિ મુક્તિપદના અવિકલકારણવાળી સમજાવી. આ અનુમાનના હેતુને કોઇ અસિદ્ધ ન કરે એટલે બીજા અનુમાનથી હેતુની સિદ્ધિ કરે છે કે “કોઇ એક સ્ત્રી, મુક્તિપદના અવિક્સકારણવાળી છે જ. પ્રવ્રજ્યાના અધિકારવાળી હોવાથી, પુરુષની જેમ. આ રીતે સ્ત્રીજાતિમાં અવિકલકારણવત્ત્વ અને પ્રવ્રજ્યાધિકારિત્વ જણાવ્યું.
૩૪૯
પ્રશ્ન- ઉપરોક્ત બન્ને અનુમાનોમાં “પ્રવ્રજ્યા અધિકારિત્વ” હેતુથી વ્યક્તિમાં, અને વ્યક્તિથી જાતિમાં અવિકલકારણતા તમે સિદ્ધ કરો છો. પરંતુ કોઇ સ્ત્રીવ્યક્તિમાં કે જાતિમાં “પ્રવ્રજ્યાધિકારિત્વ” છે કે નહીં, તેમાં શું પ્રમાણ ?' પ્રવ્રજ્યાધિકારિત્વ' એવો આ હેતુ સ્ત્રી વ્યક્તિમાં કે સ્ત્રી જાતિમાં અવિધમાન હોય અને તેના કારણે અસિદ્ધહેત્વાભાસ થાય, એવું કેમ ન મનાય ?
ઉત્તર-ન ચૈતસિદ્ધ સાધનમ્=અમે કહેલો ‘‘પ્રવ્રખ્યાધિારિત્વ’ હેતુ સ્ત્રીવ્યક્તિમાં કે સ્ત્રીજાતિમાં અસિદ્ધ નથી. અર્થાત્ સિદ્ધ છે. સ્ત્રીઓમાં પ્રવ્રજ્યાધિકારિત્વ સંભવે છે. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે-“સગર્ભા અને નાના બાળકવાળી સ્ત્રીને પ્રવ્રજ્યા આપવી કલ્પતી નથી” આ પદનો અર્થ એવો નિકળે છે કે—જે સ્ત્રીઓ અગર્ભા છે અને નાના બાળકો વિનાની છે. બાળકોના જન્મની કે ઉછે૨વાની જવાબદારીઓમાંથી મુક્ત છે. તે સ્ત્રીઓ પ્રવ્રજ્યા પંથની અધિકારિણી છે. આ પાઠથી તેઓને પ્રવ્રજ્યાનું અધિકારીપણું પ્રતિપાદન કરેલું છે. જ્યારે જ્યારે વિશેષમાં નિષેધ કરાય ત્યારે ત્યારે શેષમાં વિધાનની સાથે અવિનાભાવ હોય છે. જેમકે સમ્યગ્દષ્ટિને નરક-તિર્યંચનું આયુષ્ય ન બંધાય એટલે શેષ મિથ્યાત્વી આદિને બંધાય એમ સમજી લેવું. તેમ અહીં પણ સગર્ભા આદિના નિષેધથી અગર્ભા આદિમાં પ્રવ્રજ્યાનું વિધાન સમજી જ લેવું.
વર્તમાનકાળે પણ કર્યું છે શિરોલુંચન (માથા ઉપર લોચ) જેઓએ એવી અને ધારણ કર્યાં છે મોરપિચ્છિકા તથા કમંડલ આદિ સાધુપણાનાં લિંગ જેઓએ એવી સ્ત્રીઓ દેખાય છે. માટે તે સ્ત્રીઓમાં પ્રવ્રજ્યાધિકારિત્વની સિદ્ધિ કેમ ન થાય ? કે જેથી મુક્તિ ન થાય એમ બોલી શકાય ? અર્થાત્ પ્રવ્રજ્યાધિકારિત્વ પણ છે. અને મુક્તિપદની પ્રાપ્તિની
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫O
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ અધિકારિતા પણ સ્ત્રીઓમાં છે જ. તેથી સ્ત્રી અથવા પુરુષપણે ધારણ કર્યું છે શરીર જેણે એવા યથોક્ત રૂપવાળા આત્માને સર્વકર્મોના ક્ષયવાળી અને સ્વાભાવિક-અનંતાનંદમય એવા પ્રકારનાં યથોક્ત લક્ષણોવાળી મુક્તિ છે. આમ સિદ્ધ થયું. || ૭-૫૭
॥ इति प्रमाणनयतत्त्वालोकालङ्कारे श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां नयात्मस्वरूपनिर्णयो
नाम सप्तमः परिच्छेदः ॥ આ પ્રમાણે પ્રમાણનયતત્ત્વાલકાલંકાર નામના ગ્રંથ ઉપર શ્રીરત્નપ્રભાચાર્યવિરચિત એવી રત્નાકરાવતારિકા નામની નાની ટીકામાં નયો અને આત્માના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવનારો સાતમો પરિચ્છેદ સમાપ્ત થયો.
Page #368
--------------------------------------------------------------------------
________________
अर्हम्
श्री रत्नाकरावतारिका
-अथाष्टमः परिच्छेदः હવે આઠમો પરિચ્છેદ શરૂ કરાય છે
प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य संप्रति तत्प्रयोगभूमिभूतं वस्तुनिर्णयाभिप्रायोपक्रमं वादं वदन्ति -
विरुद्धयोधर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थं साधनदूषणवचनं वादः॥८-१॥
विरुद्धयोरेकत्र प्रमाणेनाऽनुपपद्यमानोपलम्भयोर्धर्मयोर्मध्यादिति निर्धारणे षष्ठी सप्तमी वा । विरुद्धावेव हि धर्मावेकान्तनित्यत्व-कथञ्चिन्नित्यत्वादी वादं प्रयोजयतः, न पुनरितरौ, तद्यथा-पर्यायवद् द्रव्यं गुणवच्च, विरोधश्चैकाधिकरणत्वैककालत्वयोरेव सतोः संभवति । अनित्या बुद्धिर्नित्य आत्मेति भिन्नाधिकरणयोः, पूर्वं निष्क्रियम्, इदानीं क्रियावद् द्रव्यमिति भिन्नकालयोश्च तयोः प्रमाणेन प्रतीतौ विरोधासंभवात् ॥
અવતરણાર્થ– પ્રમાણ અને નયોનું સ્વરૂપ વ્યવસ્થિત કહીને હવે તે બન્નેનો પ્રયોગ જ્યાં કરવામાં આવે છે એવા તેના પ્રયોગના સ્થાનભૂત, તથા વસ્તુતત્ત્વનો નિર્ણય કરવાના આશયથી જેનો પ્રારંભ કરાય છે. એવા “વાદ” ને સમજાવે છે.
સૂત્રાર્થ- પરસ્પર વિરોધી એવા બે ધર્મોમાંથી કોઇપણ એકધર્મનો વ્યવચ્છેદ કરવા વડે સ્વીકારેલા એવા તેનાથી અન્ય (શેષ) ધર્મની વ્યવસ્થા કરવા માટે જે સાધન વચન અને દૂષણવચન બોલાય તે વાદ કહેવાય છે. | ૮-૧ના
ટીકાનુવાદ– એક જ ધર્મમાં પ્રમાણપૂર્વક જેનો ઉપલંભ (બોધ) ઉપપદ્યમાન (પ્રાપ્ત થતો) નથી. એવા પરસ્પર વિરોધી બે ધર્મોમાંથી એકધર્મનો વ્યવચ્છેદ કરવા અને તેનાથી બીજા ધર્મની સ્થાપના કરવા માટે સ્વપક્ષના સાધન રૂપે, અને પર પક્ષના નિષેધરૂપે जोरातुंठे क्यन ते वाह वो. सही धर्मयोः ५४मा ४ षष्ठी अथवा सतभी (द्विवयन) हेपाय छे. ते निर्धार। अर्थमा वी.
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૫ર
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ વિરુદ્ધ એવા બે ધર્મો જ્યારે જ્યારે જણાય છે. ત્યારે ત્યારે જણાતા એવા તે બે વિરુદ્ધ ધર્મો વાદને સર્જે છે. જેમકે–આત્મા-આકાશ આદિ પદાર્થોમાં એક વ્યક્તિને (નૈયાયિકાદિને) “આ સર્વે વસ્તુઓ નિત્ય જ છે” આમ જણાય છે. ત્યારે તે જ કાળે બીજી વ્યક્તિને (જૈન) “આ સર્વે વસ્તુઓ કથંચિ નિત્ય છે” આમ જણાય છે. આ પ્રમાણે એક જ પદાર્થમાં એક જ કાળે પરસ્પર વિરુદ્ધ ધર્મો પોતાની માનેલી માન્યતા પ્રમાણે જણાય છે. ત્યારે તે બે વ્યક્તિઓ વચ્ચે વાદ શરૂ થાય છે. પરસ્પર વિરુદ્ધ જણાતા બે ધર્મો જ વાદને સર્જે છે. પરંતુ ઇતર (અવિરુદ્ધ) જણાતા બે ધર્મો વાદ સર્જતા નથી. જેમકે “દ્રવ્ય પર્યાયવાળું છે અને ગુણવાળું પણ છે” અહીં એક જ અધિકરણ એવા દ્રવ્યમાં એક જ કાળે પર્યાય પણ વર્તે છે અને ગુણો પણ વર્તે છે. તેથી એકાધિકરણ છે. પરંતુ પરસ્પર વિરુદ્ધ નથી. કારણકે પર્યાયો હોતે છતે ગુણો દ્રવ્યમાં રહી શકે છે. અને ગુણો હોતે છતે પર્યાયો પણ દ્રવ્યમાં રહી શકે છે.
પરસ્પર વિરોધી બે ધર્મોનો વિરોધ પણ એક અધિકરણમાં અને એક કાળમાં હોય છે. ભિન્ન અધિકરણમાં અને ભિન્ન કાળમાં વિરોધી ધર્મોનો પણ વિરોધ હોતો નથી. જેમકે–બુદ્ધિ અનિત્ય છે અને આત્મા નિત્ય છે. અહીં અનિત્યત્વ બુદ્ધિમાં અને નિત્યત્વ આત્મામાં હોવાથી ભિન્ન અધિકરણ થવાના કારણે પરસ્પર વિરોધી હોવા છતાં એક કાલે હોઈ શકે છે. એવી જ રીતે કોઈપણ વિવક્ષિત એક દ્રવ્ય (જેમકે ઘટ દ્રવ્ય) પહેલાં નિષ્ક્રિય (જલાધારાદિ રહિત) હતું. તે જ (ઘટ) દ્રવ્ય કાળાન્તરે સક્રિય (જલાધારાદિ ક્રિયાયુક્ત) હોય તેમ પણ બને છે. કારણકે ભિન્ન-ભિન્ન કાળે એક દ્રવ્યમાં પરસ્પર વિરોધી બે ધર્મો પ્રમાણથી પ્રતીત થાય છે. તેમાં કંઇ વિરોધ આવતો નથી. આ રીતે એક જ અધિકરણમાં એક જ કાળે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પરસ્પર વિરોધી દેખાતા એવા બે ધર્મોને એક જ દ્રવ્યમાં એક જ કાળે સાથે માનવા. તે વિરુદ્ધ ધર્મ કહેવાય છે.
अयमेव हि विरोधो यत्प्रमाणेनाऽनुपलम्भनं नाम, अन्यथाऽपि तस्याभ्युपगमे सर्वत्र तदनुषङ्गप्रसङ्गात्, इति विरुद्धत्वान्यथानुपपत्तेरेकाधिकरणत्वैककालत्वयोरवगतौ यद् न्यायभाष्ये-"वस्तुधर्मावेकाधिकरणौ विरुद्धावेक कालावनवसितौ'' इति तयोरुपादानम्, तत् पुनरुक्तम्, अपुष्टार्थं वा ॥
જ્યાં જે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી અનુપલભ્યમાન હોય (જણાતું ન હોય). એ જ વિરોધ કહેવાય છે. જેમ સાકર પ્રત્યક્ષપ્રમાણથી મીઠી જણાય છે. કડવી જણાતી નથી. છતાં તે કડવી છે. આમ માનવું કે વિરોધનું લક્ષણ છે. છતાં મથાપિ વિરોધના આ
Page #370
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧
૩૫૩ લક્ષણથી જુદા સ્વરૂપવાળાને વિરોધ માનતાં સર્વ ઠેકાણે વિરોધ જ માનવાનો પ્રસંગ આવે. તેથી વિરુદ્ધત્વ કહેવા માત્રથી જ એકાધિકરણત્વ અને એક કાલત્વની અવગતિ(બોધ) થઈ જ જાય છે. તે જણાવવાની જરૂર રહેતી નથી. કારણકે અન્યથા–તેના વિના વિરુદ્ધત્વની અનુપપત્તિ જ હોય છે. આમ હોવા છતાં પણ નૈયાયિકોએ ન્યાયભાષ્યમાં આ પ્રમાણે જે પંક્તિ લખી છે. “એક જ અધિકરણમાં રહેલા વસ્તુના બે ધર્મો એક જ કાલે અનિશ્ચિત હોય, તેને વિરુદ્ધ કહેવાય છે.” આ પ્રમાણેની જે પંક્તિ છે. તે પંક્તિમાં એક “એકાધિકરણ” અને બીજું “એક કાલ” આવાં જે બે વિશેષણો કહ્યાં છે. તે પુનરુક્તિ રૂપ છે અથવા અપુષ્ટાર્થક (નિરર્થક) છે.
यदप्यत्रैवानवसिताविति, तदप्यव्यापकम् , यतो वीतरागविषयवादकथायामनवसितत्वसद्भावेऽपि जिगीषुगोचरवादकथायां तदसद्भावात् । वीतरागवादो ह्यन्यतरसंदेहादपि प्रवर्तते । जिगीषुगोचरः पुनर्वादो न नाम निर्णयमन्तरेण प्रवर्तितुमुत्सहते । तथाहि-वादी शब्दादौ नित्यत्वं स्वयं प्रमाणेन प्रतीत्यैव प्रवर्तमानोऽसमानप्रतिपक्षप्रतिक्षेपमनोरथोऽहमहमिकयाऽनुमानमुपन्यस्यति, प्रतिवाद्यपि तत्रैव धर्मिणि प्रतिपन्नानित्यत्वधर्मस्तथैव दूषणमुदीरयतीति क्व नाम वादकथाप्रारम्भात् प्रागनवसायस्यावकाशः?॥
તથા વિરુદ્ધનું લક્ષણ જણાવતી ન્યાયભાષ્યની આ પંક્તિમાં જે “મનસતી" એટલે કે અનિર્મીત આવું વિશેષણ લખ્યું છે તે પણ સર્વ પ્રકારના વાદમાં ઘટતું નથી માટે અવ્યાપ્તિદોષયુક્ત હોવાથી અવ્યાપક છે. તે આ પ્રમાણે–જ્યારે વીતરાગ વ્યક્તિની સાથે તત્ત્વનિર્ણિનીષ ભાવવાળા શિષ્યો વાદ કરે છે. ત્યારે પહેલેથી હૃદયમાં તત્ત્વ નિશ્ચિત હોતું નથી. એટલે કે અનિણત-અનિશ્ચિત હોય છે. માટે તેને તો વાદ કહેવાશે. કારણકે તત્ત્વને ન જાણતા અને જાણવાની ભાવનાવાળા જીવો વિનયભાવે જ વિતરાગ સાથે વાદ પ્રારંભે છે. અને જેમ જેમ વીતરાગ પાસેથી તત્ત્વ જણાતું જાય છે તેમ તેમ શિષ્ય તે વાત સ્વીકારી લે છે. એટલે પૂર્વે તે વસ્તુ અનિશ્ચિત હતી અને વાદ દ્વારા વીતરાગની વાણીથી નિશ્ચિત થઈ. માટે વીતરાગના વિષયવાળી વાદકથામાં તો અનવસિતત્વ વિશેષણ સંભવે છે. પરંતુ જિગીષની સાથેના વિષયમાં
જ્યારે વાદકથા પ્રારંભાય છે. ત્યારે ત્યાં “અનિશ્ચિતત્વ” સંભવતું નથી. કારણકે વીતરાગની સાથે વાદ કરનારા શિષ્યો કોઈપણ વિષયમાં પોતાને સંદેહ છે. તે સંદેહ ટાળવા વીતરાગની સાથે વાદ કરે છે. જેમકે મહાવીર પ્રભુ અને ઇદ્રભૂતિનો વાદ.
પરંતુ સામેના પ્રતિવાદીને જિતવાની ઇચ્છાથી જિગીષભાવે કરાયેલો વાદ વાદીએ પોતાના હૃદયમાં તે તે ધર્મનો નિર્ણય ન કર્યો હોય અને વિના નિર્ણયે વાદ ૪૫
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પરિચ્છેદ-૮ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ કરતો હોય એમ બનતું નથી. જેમકે જે વાદીઓ શબ્દાદિમાં એકાન્ત નિયત્વ માને છે. અને તે માનીને શબ્દાદિમાં એકાન્ત અનિત્યત્વ માનનારા બૌદ્ધની સામે વાદમાં ઉતરે છે. ત્યારે વાદી એવા તૈયાયિકોએ શબ્દાદિમાં નિત્યત્વ સ્વયં પોતે આગમાદિ પ્રમાણોથી માની લીધું છે. શબ્દાદિમાં નિયત્વ હોવાની જરાપણ શંકા નથી. અને તે બાબતમાંથી તે ફરવા કે સમજવા જરા પણ તૈયાર નથી. એકાન્તનિયત્વ છે જ આવો તેનો પાકો નિર્ણય છે. પછી જ તે વાદમાં ઉતરે છે.
આ રીતે પોતાની માનેલી માન્યતાનો પાકો નિર્ણય હદયમાં રાખીને પ્રવર્તતો એવો આ વાદી મનમાન પોતાનાથી વિરોધી એવા પ્રતિપક્ષ-પ્રતિવાદીના પ્રતિક્ષેપ પક્ષનું ખંડન માત્ર કરવાના મનોરથ =મનોરથોવાળો થયો છતો મદમદમિય-હું જ કંઈક વિશિષ્ટ છું. હું જ સાચો છું. ઈત્યાદિ રૂપે અહંપણાના અભિમાનથી મનુમાન-પ્રતિવાદીને હરાવવા માટે જ અનુમાનનો પ્રયોગ ૩પચસ્થતિ=રજુ કરે છે. એવી જ રીતે પ્રતિવાદી પણ તે જ શબ્દાદિ ધર્મીમાં એકાન્ત પ્રથમથી જ સ્વીકારી લીધો છે અનિયત્વ ધર્મ જેણે એવો આગ્રહી થયો છતો તે જ રીતે (વાદીની જેમ જ) વાદીના પક્ષમાં દૂષણ આપે છે. આ રીતે આ બન્ને વાદી અને પ્રતિવાદી પોતપોતાના માની લીધેલા વિષયના અત્યન્ત આગ્રહી હોવાથી વાદ કથાના પ્રારંભની પૂર્વે “અનવસાય”નો એટલે કે અનિષ્ણતનો અવકાશ જ ક્યાંથી હોય? માટે ન્યાયભાષ્યમાં કરેલું વિરોધનું આ લક્ષણ દોષવાળું છે. ઉચિત નથી.
ततोऽयं सूत्रार्थः-यावेकाधिकरणावेककालौ च धर्मी विरुध्येते, तयोर्मध्यादेकस्य सर्वथा नित्यत्वस्य कथंचिन्नित्यत्वस्य वा व्यवच्छेदेन निरासेन, स्वीकृततदन्यधर्मस्य कथंचिन्नित्यत्वस्य सर्वथा नित्यत्वस्य वा, व्यवस्थापनार्थं वादिनः प्रतिवादिनश्च साधनदूषणवचनं वाद इत्यभिधीयते । सामर्थ्याच्च स्वपक्षविषयं साधनम्, परपक्षविषयं तु दूषणम्, साधनदूषणवचने च प्रमाणरूपे एव संभवतः, तदितरयोस्तयोस्तदाऽऽभासत्वात्, न च ताभ्यां वस्तु साधयितुं दूषयितुं वा शक्यमिति ॥
ન્યાયભાષ્યની પંક્તિમાં વિરોધનો કરેલો અર્થ અવ્યાપક અને પુનરુક્તિ આદિ દોષવાલો હોવાથી ગ્રંથકારશ્રી વાદિદેવસૂરિજી મહારાજશ્રીએ કરેલા મૂલસૂત્રનો અર્થ આ પ્રમાણે કરવો કે
એક જ અધિકરણમાં એક જ કાલે જે બે ધર્મો પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પરસ્પર વિરુદ્ધ જણાતા હોય. તે બે પરસ્પર વિરુદ્ધ ધર્મોમાંથી કોઇપણ એકધર્મનો = સર્વથા
Page #372
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧
૩૫૫
નિત્યંત્વનો, અથવા કથંચિત્ નિત્યત્વનો વ્યવચ્છેદ કરવા દ્વારા, અને સ્વીકારેલા એવા તેનાથી ઇતર ધર્મ કથંચિત્ નિત્યત્વ અથવા સર્વથા નિત્યત્વની વ્યવસ્થા કરવા માટે વાદી અને પ્રતિવાદીનું જે સાધન વાક્ય અને દૂષણવાક્ય હોય તેને વાદ કહેવાય છે.
અહિં વાદી જો જૈન હોય તો તેને કચ ્ નિત્યત્વ માન્ય છે. તેથી તે જૈનવાદી સર્વથા નિત્યત્વ ધર્મનો વ્યવચ્છેદ કરવા માટે અને તેનાથી ઇતર પોતે સ્વીકારેલા કથંચિદ્-નિત્યત્વની વ્યવસ્થા કરવા માટે પોતાના પક્ષનાં સાધનવાક્યો અને પરપક્ષનાં દૂષણ વાક્યો જે બોલે છે તે વાદ કહેવાય છે. તેવી જ રીતે વાદ આરંભક જો નૈયાયિકાદિ વાદી હોય તો તેને સર્વથા નિત્યત્વ માન્ય છે. તેથી તે નૈયાયિકાદિ વાદી કથંચિદ્-નિત્યત્વનો ઉચ્છેદ કરવા માટે અને પોતે માની લીધેલા તેનાથી ઇતર એવા સર્વથા નિત્યત્વની વ્યવસ્થા કરવા માટે પોતાના પક્ષનાં સાધન વાક્યો અને પરપક્ષનાં દૂષણવાક્યો જે જે બોલે છે તે વાદ કહેવાય છે. અહીં ટીકામાં ‘‘સાધનનૂષળવવનં’’ આવું જે વાક્ય છે. ત્યાં પોતાના પક્ષની સિદ્ધિ માટે જે જે વચન બોલાય તે સાધનવચન કહેવાય છે. અને સામેની વ્યક્તિના પક્ષનો પરાભવ કરવા માટે જે જે વચન બોલાય તે દૂષણવચન કહેવાય છે. આવું સામર્થ્યથી જાણી લેવું.
તથા સ્વપક્ષની સિદ્ધિ કરે એવું સાધનવચન અને પરપક્ષનું ખંડન કરે એવું દૂષણવચન જે કંઇ બોલાય તે પ્રમાણ સ્વરૂપ એટલે કે પ્રામાણિક હોવું જોઇએ. સાધનભૂત કે દૂષણભૂત બોલાયેલાં વચનો પ્રત્યક્ષાદિથી અબાધિત ટંકશાળી વચનો હોવાં જોઇએ. તો જ વક્તાની જીત થાય. અન્યથા તેનાથી ઇતર રૂપે બોલાયેલાં એટલે કે વિરોધ, બાધ અને વ્યભિચારાદિ દોષવાળાં બોલાયેલાં જે સાધનરૂપ કે દૂષણરૂપ વચનો હોય તે સાધનાભાસ અને દૂષણાભાસ રૂપ જ બને છે. તેવા પ્રકારના સાધનાભાસ રૂપ વચનો વડે સ્વપક્ષની સિદ્ધિ થઇ શકતી નથી. અને દૂષણાભાસ રૂપ વચનો વડે પરપક્ષનો પરાભવ થઇ શકતો નથી. માટે સાધનવચન કે દૂષણવચન યથાર્થ અને અબાધિત જ હોવાં જોઇએ.
ननु यस्मिन्नेव धर्मिण्येकतरधर्मनिरासेन तदितरधर्मव्यवस्थापनार्थं वादिनः साधनवचनम्, कथं तस्मिन्नेव प्रतिवादिनस्तद्विपरीतं दूषणवचनमुचितं स्यात् ?, व्याघातात् इति चेत् । तदसत्, स्वाभिप्रायानुसारेण वादिप्रतिवादिभ्यां तथासाधनदूषणवचने विरोधाभावात् । पूर्वं हि तावद् वादी स्वाभिप्रायेण साधनमभिधत्ते, पश्चात् प्रतिवाद्यपि स्वाभिप्रायेण दूषणमुद्भावयति । न खल्वत्र साधनं दूषणं चैकत्रैव धर्मिणि तत्त्व
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ कमस्तीति विवक्षितम्, किन्तु स्वस्वाभिप्रायानुसरणेन वादिप्रतिवादिनौ ते तथा प्रयुञ्जाते, इति तथैवोक्ते ॥ ८-१ ॥
પ્રશ્ન- જે ધર્મીમાં કોઈપણ એક ધર્મનો નિરાસ કરીને તેનાથી ઇતરધર્મની વ્યવસ્થા કરવા માટે વાદીએ જે સાધનવચન કહ્યું : (તેનાથી વાદીને માન્ય એવા ઇતરધર્મની સિદ્ધિ તો થઈ જ ચૂકી). તો પછી હવે તે જ ધમમાં પ્રતિવાદીનું તેનાથી વિપરીત એવું દૂષણ વચન બોલવું કેમ ઉચિત ગણાય ? કારણકે વાદીએ જ એકધર્મનો નિરાસ કરીને પોતાને માન્ય એવા ઇતરધર્મની તે ધર્મીમાં સાધન વાક્ય વડે સિદ્ધિ તો કરી જ દીધી. તેથી તેને તોડવા પ્રતિવાદીને દૂષણવાક્ય મળે જ કયાંથી ?
ઉત્તર–ઉપરોક્ત તમારો પ્રશ્ન ઉચિત નથી. કારણકે વાદી અને પ્રતિવાદી વડે પોતપોતાના અભિપ્રાય તેવા પ્રકારનાં સાધનવચન અને દૂષણવચનો કહેવાયાં છે. પરંતુ તે સઘળાં વચનો સાચાં જ હોય એવો નિયમ નથી. પોતપોતાની બુદ્ધિથી બન્ને એમ માને છે કે મારા વડે બોલાયેલું સાધનવાક્ય કે દૂષણવાક્ય સાચું છે. પરંતુ તેમ બનતું નથી. પહેલાં વાદી પોતાના અભિપ્રાય પ્રમાણે પોતાની વાતને સાધી આપે એવું સાધનવાક્ય બોલે છે. ધારો કે વાદી આવું વાક્ય બોલે કે ડ, નિત્ય , શ્રોત્રમ્રાહત્વત્, શત્વનાતિવત્ આ સાધન વાક્ય બોલતી વખતે વાદી મનમાં એમ માને છે કે મારી વાત સાચી છે. જે જે શ્રોત્રગ્રાહ્ય હોય છે તે તે અવશ્ય નિત્ય હોય જ છે. જેમકે-શબ્દત્યજાતિ. આવા અનુમાનથી મારી સાધ્ધ-સિદ્ધિ થશે જ. માટે મારું બોલાયેલું આ વાક્ય સાધનવાક્ય છે. પરંતુ પ્રતિવાદી આવીને તે જ અનુમાનને (વાદીએ મનમાં ન કલ્પેલી હોય તેવી કલ્પના દ્વારા) પોતાના અભિપ્રાયને અનુસાર દૂષિત કરે છે. જેમકે– શબ્દ, ન નિત્ય, તત્વોત્ (અથવા છતાત્વોષ્ઠસંયોગચવા) પરવત્ (માદારVદિયાવ) મે પ્રતિવાદી પોતાના અભિપ્રાય પ્રમાણે જ્યારે આવું વાક્ય બોલે છે ત્યારે વાદીની ગમે તેટલી સારી વાત હોય તો પણ તેને એકવાર તો દૂષિત કરનારી હોવાથી પ્રતિવાદીનું આ વાક્ય દૂષણવાક્ય કહેવાય છે.
એવી જ રીતે વાદીએ કહ્યું કે – “પર્વતો વદ્વિમાન, ધૂમ[િ, માનવત્” ઉપર ઉપરથી જોતાં અને વાદીના અભિપ્રાયને અનુસાર આ વાક્ય સાધ્ય સિદ્ધિ કરનારું હોવાથી સાધનવાક્ય લાગે છે. પરંતુ આ બધું પ્રતિવાદી ન બોલે ત્યાં સુધી જ સારું અને સારું લાગે છે. જ્યારે પ્રતિવાદી બોલવા ઊભો થાય છે. અને કહે છે કે- પર્વતો न वह्निमान्, धूमहेतोः व्यभिचारित्वात् , धूम आकाशे वर्तते, न च तत्र वह्निः, तस्मात् વચમાવે Uવ ધૂમ0 વિદ્યમાનવત્ સામાવત્તિ: છે આવા પ્રકારનું તર્કબદ્ધ જે
WWW.jainelibrary.org
Page #374
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨
. ૩૫૭ વાક્ય પ્રતિવાદી બોલે છે તે વાદીની વાતને દૂષિત કરનાર બને છે. માટે તે દૂષિત વચન કહેવાય છે. એટલે વાદી કે પ્રતિવાદી કોઇપણ વક્તા પોતપોતાના અભિપ્રાયે જ સાધનવાજ્ય કે દૂષણવાક્ય બોલે છે. પરંતુ આ સાધન કે આ દૂષણ કોઇપણ એકધર્મીમાં તાત્ત્વિકપણે રહેલું છે. એવી વિવક્ષા કરાઈ નથી. માત્ર પોતપોતાની બુદ્ધિના ઘોડા દોડાવવા પૂર્વક વાદી-પ્રતિવાદી તે બન્ને વાક્યોનો તેવી તેવી રીતે પ્રયોગ કરે છે. તેથી તે વાક્યોને સાધનવાજ્ય અને દૂષણવાક્ય કહેવાય છે. આ ૮-૧
अवतरण-अङ्गनियमभेदप्रदर्शनार्थं वादे प्रारम्भकभेदौ वदन्तिप्रारम्भकश्चात्र जिगीषुः, तत्त्वनिर्णिनीषुश्च ॥८-२॥
અવતરણાર્થ–વાદ જ્યારે કરવામાં આવે ત્યારે કેટલાં કેટલાં અંગો હોય ? આમ અંગ, નિયમ તથા તેના ભેદો જણાવવા માટે પ્રથમ પ્રારંભકના બે ભેદ જણાવે છે.
સૂત્રાર્થ- અહીં વાદના પ્રારંભક જીવો બે પ્રકારના હોય છે. (૧) જિગીષ (વિજય મેળવવાની ઇચ્છાવાળા) અને (૨) તત્ત્વનિર્ણિનીષ (પારમાર્થિક તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળા.) || ૮-૨ ||
तत्र जिगीषुः प्रसह्य प्रथमं च वादमारभते, प्रथममेव च तत्त्वनिर्णिनीषुः, इति द्वावप्येतौ प्रारम्भको भवतः ॥
ત્યાં જિગીષુવાદી (પ્રતિવાદી ઉપર વિજય મેળવવાની તમન્નાવાળો વાદી) એકદમ જલ્દી ગર્જના કરતો પ્રથમ વાદને શરૂ કરે છે. અને તત્ત્વનિર્ણિનીષ (એટલે તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો) જીવ પણ શિષ્યભાવે પ્રથમ વાર શરૂ કરે છે. તેથી આ બે વાદના પ્રારંભક છે. માટે વાદી કહેવાય છે. વાદ જે ચાલુ કરે તે વાદી. સામે ઊભા રહીને જે પોતાનો બચાવ કરે અથવા વાદીને દૂષિત કરે તે પ્રતિવાદી કહેવાય છે. તત્ર નિષો:-“સરમતફતરપૂર વનવિપુષ્પ છે :
साटोपकोपस्फुटकेशरश्रीमृगाधिराजोऽयमुपेयिवान् यत् ॥१॥" ___ इत्यादिविचित्रपत्रोत्तम्भनम् । अयि ! कपटनायकपटो ! सितपट ! किमेतान् मन्दमेधसस्तपस्विनः शिष्यानलीकतुण्डताण्डवाडम्बरप्रचण्डपाण्डित्याविष्कारेण विप्रतारयसि ?, क जीवः?, न प्रमाणदृष्टमदृष्टम् , दवीयसी परलोकवार्तेति साक्षादाक्षेपो वा, न विद्यते निरवद्यविद्यावदातस्तव सदसि कश्चिदपि विपश्चिदित्यादिना भूपतेः समुत्तेजनं , રૂત્યવિવારH: .
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પરિચ્છેદ-૮ સૂત્ર-૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ ત્યાં જિગીષ એવો વાદી જ્યારે વાદ શરૂ કરે છે. ત્યારે આવા પ્રકારના અહંકાર પૂર્વક ગર્જના કરતો કરતો વાદ કરે છે. કહે છે કે- હે હરણોનાં, હાથીઓનાં અને ઘોડાઓનાં ટોળાં ! તમે બધાં જ આ વનમાંથી જલ્દી જલ્દી ભાગી જાઓ. કારણકે આડંબર અને કોપ સહિત ચમકતી કેશરાઓની શોભાવાળો આ (હું) મૃગાધિરાજ (સિંહ) આવી રહ્યો છું. આવા પ્રકારનાં ચિત્ર-વિચિત્ર પદોવાળાં વાક્યોથી અહંકારનું આલંબન કરે છે.
તથા અરે ! કપટ પૂર્વકનું નાટક કરવામાં પ્રવીણ એવા હે શ્વેતાંબર ! મંદબુદ્ધિવાળા એવા આ લાચાર શિષ્યોને ખોટા ખોટા મુખના હાવભાવ કરવા પૂર્વક પોતાની પ્રચંડ પંડિતાઈ બતાવવા દ્વારા શા માટે છેતરે છે ? આવું શ્વેતાંબરની સામે બોલીને વાદ શરૂ કરે.
અથવા જીવ ક્યાં છે ? અદૃષ્ટ (કર્મ) પણ પ્રમાણોથી જણાતું હોય એમ નથી. તો પછી પરલોક હોવાની વાત તો ઘણી જ દૂર છે. આવા પ્રકારના સાક્ષાત્ આક્ષેપો વાળી વાણી બોલવા પૂર્વક આસ્તિકોની સામે જિગીષ વાદી વાદ શરૂ કરે છે.
વળી હે રાજન્ ! તારી સભામાં નિર્દોષ વિદ્યાથી પવિત્ર મુખવાળો કોઈપણ પંડિત જણાતો નથી, ઇત્યાદિ વાક્યો વડે રાજાને ઉત્તેજિત કરતો વાદી વાદનો પ્રારંભ કરે છે. સારાંશ કે જ્યારે જ્યારે જિગીષુવાદી હોય છે. ત્યારે ત્યારે આવા પ્રકારના અહંકાર પૂર્વક અને જાણે સભામાં ગર્જના કરતો હોય તેમ જોરશોરથી બોલતો પ્રથમ વાદ શરૂ કરે છે. આવા વાદીને જિગીષુવાદી કહેવાય છે.
तत्त्वनिर्णिनीषोस्तु सब्रह्मचारिन् ! शब्दः किं कथञ्चिद् नित्यः स्याद् नित्य एव वेति संशयोपक्रमो वा, कथञ्चिद् नित्य एव शब्द इति निर्णयोपक्रमो वा इत्यादिरूपः॥
જ્યારે જ્યારે વાદ શરૂ કરનાર વાદી જિગીષ ન હોય. પરંતુ તત્ત્વનિર્ણિનીષ હોય ત્યારે તેનું હૃદય તત્ત્વના નિર્ણયની ઝંખનાવાળું જ હોય છે. જિત મેળવવાની ઇચ્છા હોતી નથી. તેથી શિષ્યભાવવાળું હૃદય હોય છે. આવો વાદી નરમ અને કોમળ ભાષાથી વાદ શરૂ કરે છે. કોઇપણ વિષયમાં સંદેહ હોય તો તે સંદેહ દૂર કરવા સંદેહ પ્રગટ કરતો વાદ શરૂ કરે છે. જેમકે-હે સબ્રહ્મચારિત્ ! અર્થાત્ હે ભાઈ ! શું શબ્દ કથંચિત્ નિત્ય છે કે સર્વથા નિત્ય જ છે ? અથવા કયારેક પોતાના મનમાં કોઈ વિષય જુદી રીતે સમજાઈ ચૂક્યો હોય તો તે જણાયેલો વિષય યથાર્થ છે કે અયથાર્થ છે તે જાણવા પોતાના મનમાં થયેલ નિર્ણયને પ્રગટ કરવા પૂર્વક પણ વાદનો પ્રારંભ કરે છે. જેમકે- હે ભાઈ ! શબ્દ તો કથંચિ નિત્ય જ
Page #376
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨
૩પ૯
છે. આવું જ અમે કેટલાક વક્તાઓ પાસેથી અથવા અમુક ગ્રંથોમાંથી જાણ્યું છે. આવા પ્રકારનો નિર્ણય પ્રગટ કરવા પૂર્વક પણ વાદ પ્રારંભ કરે છે. પરંતુ આ તત્ત્વનિર્ણિનીષ વાદીની બોલવાની છટા કોમળ હોય છે. વિનયવાળી હોય છે. અહંકારવાળી હોતી નથી. (અહીં બ્રહ્મચારિત્ શબ્દનો અર્થ સમાન થાય એટલે કે મારી તુલ્ય અર્થાત્ મારા ભાઈ આવો અર્થ જાણવો.).
वचनव्यक्ती सूत्रेष्वतन्त्रे, क्वचिदेकस्मिन्नपि प्रौढे प्रतिवादिनि बहवोऽपि संभूय विवदेरन् जिगीषवः, पर्यनुयुञ्जीरंश्च तत्त्वनिर्णिनीषवः, स च प्रौढतयैव तांस्तावतोऽप्यभ्युपैति, प्रत्याख्याति च, तत्त्वं चाचष्टे । क्वचिदेकमपि तत्त्वनिर्णिनीषु बहवोऽपि तथाविधाः प्रतिबोधयेयुः । इत्यनेकवादिकृतः, स्त्रीकृतश्च वादारम्भः संगृह्यते ॥८-२॥
વચન અને વ્યક્તિનો સૂત્રોમાં અનિયમ છે. એટલે કે વાદી કે પ્રતિવાદી પોતપોતાના પક્ષના બચાવ માટે અનેકવાર વચનોચ્ચાર કરી શકે છે. તથા વચનોચ્ચાર કરનાર વાદી કે પ્રતિવાદી એક જ જોઇએ અથવા ઘણા જ જોઇએ એવો કોઈ નિયમ નથી. તથા વાદી એક હોય અને પ્રતિવાદી અનેક હોય, અથવા વાદી અનેક હોય અને પ્રૌઢશક્તિશાળી પ્રતિવાદી એક હોય તો પણ વાદ થાય છે.
ક્યારેક પ્રૌઢ શક્તિશાલી એવો એક પ્રતિવાદી હોતે છતે ઘણા પણ વાદીઓ સાથે મળીને વાદ કરે છે. અને તે સર્વે વાદીઓ જિગીષ પણ હોય છે. અને તત્ત્વનિર્ણિનીષ પણ હોય છે. સાથે મળીને પ્રૌઢ શક્તિવાળા પ્રતિવાદીને બન્ને પ્રકારના વાદીઓ પ્રશ્નો કરે છે. અને તે પ્રતિવાદી પણ પ્રૌઢ શક્તિમત્તા હોવાના કારણે એકલો હોવા છતાં જરા પણ ગભરાયા વિના વાદ સ્વીકારે છે. અને પ્રશ્નોના પ્રત્યુત્તર બરાબર આપે છે. અને સાચું તત્ત્વ સમજાવે છે. (હું પ્રતિવાદી એક જ છું અને આ વાદીઓ ઘણા છે. વાદ કેમ થઇ શકશે ? આવા વિચારો કરી વાદ ન સ્વીકારે કે ગભરાઈ જાય તેવું બનતું નથી.)
તથા ક્યારેક તત્ત્વનિર્ણિનીષ એવો (સમજનાર) વાદી એક હોય અને સામે સમજાવનારા પ્રતિવાદીપણે તત્ત્વનિર્ણિનીષ જીવો ઘણા હોય એવું પણ બને છે. ત્યારે તે ઘણા પ્રતિવાદી તત્ત્વનિર્ણિનીષ જીવો સાથે મળીને જુદી જુદી દલીલો અને ઉદાહરણોથી એક તત્ત્વનિર્ણિનીષ વાદીને યથાર્થ તત્ત્વ સમજાવે છે. આવો પણ વાદ થાય છે. તથા સમજનાર ઘણા હોય અને સમજાવનાર એક હોય આવો પણ વાદ થાય છે. એટલે કે વાદીમાં કે પ્રતિવાદીમાં એકવાર જ વચનોચ્ચાર કરવો જોઈએ કે બહુવાર વચનોચ્ચાર કરવો જોઇએ એવો કોઈ નિયમ નથી તથા એક જ પુરુષ વચનોચ્ચાર કરનાર જોઇએ કે ઘણા પુરુષો વચનોચ્ચાર કરનાર જોઇએ આવો કોઈ નિયમ નથી.
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૦
પરિચ્છેદ-૮ : સૂત્ર-૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ વળી વ્યક્તિ પણ પુરુષો જ હોવા જોઇએ કે સ્ત્રીઓ જ હોવી જોઇએ એવો પણ કોઈ નિયમ નથી. તેથી વચનસંબંધી ને વ્યક્તિસંબંધી અતત્રતા (અનિયમ) છે. આ રીતે અનેક વાદી વડે કરાયેલો અથવા સ્ત્રીઓ વડે કરાયેલો વાદ પણ હોય છે. એમ જાણવું. | ૮-૨
अवतरण-तत्र जिगीषोः स्वरूपमाहुः
स्वीकृतधर्मव्यवस्थापनार्थं साधनदूषणाभ्यां परं पराजेतुमिच्छुનિપુ: ૮-૩
અવતરણાર્થ- ત્યાં જિગીષ વાદી કોને કહેવાય ? તેનું સ્વરૂપ કહે છે
સુત્રાર્થ- પોતાના માનેલા ધર્મની વ્યવસ્થા કરવા માટે સાધન અને દૂષણ વડે પરનો (પ્રતિવાદીનો) પરાભવ કરવાની ઇચ્છાવાળો એવો જે વાદી તે જિગીષ વાદી કહેવાય છે. II ૮-૩
स्वीकृतो धर्मः शब्दादेः कथञ्चिद् नित्यत्वादिर्यः, तस्य व्यवस्थापनार्थम् , यत्सामर्थ्यात् तस्यैव साधनं परपक्षस्य च दूषणम् , ताभ्यां कृत्वा परं पराजेतुमिच्छर्जिगीषुरित्यर्थः ॥
વિવેચન- વાદ પ્રારંભ કરનાર જે હોય તેને વાદી કહેવાય છે. તેના ૨ ભેદ છે. (૧) જિગીષ અને (૨) તત્ત્વનિર્ણિનીષ. ત્યાં જિગીષ વાદી કોને કહેવાય ? તે આ સૂત્રદ્વારા સમજાવે છે. કે વાદીએ પોતે માનેલો (સ્વીકારી લીધેલો) જે ધર્મ છે. ધારો કે વાદી જૈન હોય તો તેણે માનેલો ધર્મ, શબ્દાદિ પદાર્થોનું કથંચિ નિયત્વ છે. તે ધર્મને સ્થાપવા માટે અર્થાત્ તે ધર્મની સિદ્ધિ કરવા માટે પોતાનું જે સામર્થ્ય હોય, તેનાથી સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ આપવા દ્વારા, આમ બન્ને વડે કરીને પરને (પ્રતિવાદીને) જીતવાની ઇચ્છાવાળો એવો જે વાદી તે જિગીષુવાદી કહેવાય છે. આ વાદી પોતે માનેલા ધર્મની કેમ સિદ્ધિ થાય તેવી જે દલીલો આપે તેને સ્વપક્ષસાધન કહેવાય છે. અને સામેના પ્રતિવાદીએ માનેલા ધર્મનું જે રીતે ખંડન થાય તેવી જે દલીલો આપે તેને પરપક્ષનું દૂષણ કહેવાય છે. આમ બન્ને પ્રકારની દલીલો કરતો વાદી યેન-કેન પ્રકારેણ પ્રતિવાદીને હરાવીને પોતાની જીત કેમ થાય ? તેવી રીતે જ વાદ કરે છે.
एतेन यौगिकोऽप्ययं जिगीषुशब्दो वादाधिकारिकनिरूपणप्रकरणे योगरूढ इति પ્રર્શિતમ્ ૮-૩
Page #378
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૮ : સૂત્ર-૩
શબ્દો ત્રણ પ્રકારના હોય છે. યૌગિક, યોગરૂઢ, અને રૂઢ.
(૧) જે શબ્દનો વાચ્ય અર્થ જેવો અને જેટલો થતો હોય, તેવા જ વાચ્ય અર્થમાં અને તેટલા જ વાચ્ય અર્થમાં લાગુ પડે તે યૌગિક. જેમકે- જ્ઞાનમાવૃનોતિ કૃતિ જ્ઞાનાવરળીયમ્ શબ્દ પ્રમાણે અર્થ જેમાં હોય, તથા જે જે પદાર્થમાં આ અર્થ લાગુ પઢતો હોય ત્યાં ત્યાં તે તે શબ્દ વપરાય તે.
રત્નાકરાવતારિકા ભાગ-૩
(૨) જે શબ્દનો વાચ્ય અર્થ જેવો થતો હોય તેવો અર્થ પદાર્થમાં લાગુ પડે. પરંતુ વાચ્ય અર્થ ઘણા પદાર્થોમાં લાગુ પડતો હોવા છતાં અમુક પદાર્થમાં જ શબ્દપ્રયોગ કરાય, બીજા પદાર્થમાં વાચ્ય અર્થ લાગુ પડવા છતાં શબ્દપ્રયોગ ન થાય, પ્રતિનિયત પદાર્થમાં જ જે શબ્દપ્રયોગ રૂઢ થઇ જાય. તે યોગરૂઢ, જેમકે વેનીયર્મ=જે વેદાય તે વેદનીય આવો શબ્દાર્થ છે. અને આઠે કર્મો . વિપાકોદયથી વેદાય જ છે. છતાં ત્રીજા વેદનીયકર્મને જ વેદનીય કહેવાય. શેષ ૭-કર્મોને “વેદાવું” એવો વાચ્ય અર્થ લાગુ પડવા છતાં વેદનીય કહેવાતાં નથી. તેથી આ વેદનીય શબ્દ યોગરૂઢ જાણવો. તેવી રીતે પંકજ વગેરે શબ્દ પણ યોગરૂઢ જાણવા.
(૩) જે શબ્દનો જે વાચ્ય અર્થ થતો હોય, તે અર્થ જેમાં લાગુ પડતો ન હોય છતાં શબ્દપ્રયોગ થતો હોય તેને રૂઢ શબ્દ કહેવાય છે. જેમકે—કોઇ ડાહ્યા માણસનું નામ પણ લોકો કારણવશાત્ “ગાંડાલાલ” પાડે છે. અથવા જન્મથી જેનું નામ “સમતાબેન” પાડ્યું હોય પરંતુ મોટા થતાં જેનો સ્વભાવ અત્યન્ત ક્રોધી જ થાય ત્યારે તે નામ રૂઢ કહેવાય છે.
૪૬
૩૬૧
આ ત્રણ પ્રકારના શબ્દોમાંથી આ “જિગીષુ'' આવો જે શબ્દ છે. તે યૌગિક છે. તો પણ અહીં વાદના અધિકારીઓનું નિરૂપણ કરવાના પ્રકરણમાં તે જિગીષુ શબ્દ યોગરુઢ જાણવો. “જે જીતવાની ઇચ્છાવાળો હોય તે જિગીષુ કહેવાય” આવા પ્રકારની જિગીષુ શબ્દની જે વ્યાખ્યા છે. (વાચ્ય અર્થ છે) તે અર્થ જિગીષુવાદીમાં લાગુ પડે છે તેથી છે યૌગિક. તો પણ રમત-ગમતમાં એક છોકરો બીજા છોકરાને જિતવા ઇચ્છતો હોય, વેપારમાં પણ એક વેપારી બીજા વેપારીથી આગળ નીકળી જવા ઇચ્છતો હોય છે આમ જિતવાની ઇચ્છા જુદા જુદા અનેક વિષયોની હોય છે. ત્યાં બધે આ શબ્દ ન વપરાતાં માત્ર વાદમાં જ જિતવાની ઇચ્છાવાળામાં” આ શબ્દ રૂઢ થયો, જાણવો તેથી તે શબ્દને યોગરુઢ કહેવાય છે. ॥ ૮-૩૫
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૬ ૨
પરિચ્છેદ-૮ સૂત્ર-૪-૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ अवतरण-अथ तत्त्वनिर्णिनीषोः स्वरूपं निरूपयन्तितथैव तत्त्वं प्रतितिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ॥८-४॥
અવતરણાર્થ– હવે તત્ત્વનિર્ણિનીષ નામના બીજા વાદીનું સ્વરૂપ સમજાવે છે
સૂત્રાર્થ- તે જ રીતે વાસ્તવિક તત્ત્વનું સ્થાપન કરવાની ઇચ્છાવાળો જે વાદી તે તત્ત્વનિર્ણિનીષ કહેવાય છે. I ૮-૪
तथैव स्वीकृतधर्मव्यवस्थापनार्थं साधन-दूषणाभ्याम्, शब्दादेः कथञ्चिद् नित्यत्वादिरूपं तत्त्वम्, प्रतिष्ठापयितुमिच्छुस्तत्त्वनिर्णिनीषुरित्यर्थः ॥८-४॥
વિવેચન– તથૈવ તેવી રીતે એટલે કે જે જિગીષ નામનો પ્રથમ વાદી સ્વીકૃત ધર્મની વ્યવસ્થા માટે સ્વપક્ષના સાધનનો અને પરપક્ષના દૂષણનો પ્રયોગ કરવા વડે વાદ પ્રારંભ છે. તેવી જ રીતે આ તત્ત્વનિર્ણિનીષ એવો શિષ્ય રૂપે રહેલો વાદી પણ સ્વપક્ષના સાધન દ્વારા અને પર પક્ષના દૂષણ દ્વારા જ સાચા તત્ત્વને સ્થાપવાની ઇચ્છાથી વાદ કરે છે. બન્નેની બોલવાની પ્રક્રિયા (રીતભાત) સરખી છે. પરંતુ હૈયામાં ફરક છે. એકનું હૃદય જિત મેળવવાની ઇચ્છાવાળું છે. અને બીજાનું હૃદય સાચા તત્ત્વને સ્થાપિત કરવાનું છે. તેથી બન્ને વાદીનાં નામ જુદાં જુદાં છે. (૧) જિગીષ વાદી અને (૨) તત્ત્વનિર્ણિનીષ વાદી. X ૮-૪ો __ अवतरण= अस्यैवाङ्गेयत्तावैचित्र्यहेतवे भेदावुपदर्शयन्तिअयं च द्वधा स्वात्मनि परत्र च ॥८-५॥
અવતરણાર્થ– આ તત્ત્વનિર્ણિનીષ વાદીમાં અંગ કેટલાં કેટલાં હોય ? તે અંગના માપની ચિત્ર-વિચિત્રતા છે. તે જણાવવા તત્ત્વનિર્ણિનીષ વાદીના (૨) ભેદો જણાવે છે
સૂત્રાર્થ- આ તત્વનિર્ણિનીષ વાદી બે પ્રકારનો છે. એક પોતાના આત્મામાં તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો, અને બીજો પરમ તત્ત્વનિર્ણય કરાવવાની ઇચ્છાવાળો. ૫ ૮-પા
अयमिति तत्त्वनिर्णिनीषुः, कश्चिद् खलु सन्देहाद्युपहतचेतोवृत्तिः स्वात्मनि तत्त्वं निर्णेतुमिच्छ ति, अपरस्तु परानुग्रहैकरसिकतया परत्र तथा, इति द्वेधाऽसौ तत्त्वनिर्णिनीषुः । सर्वोऽपि च धात्वर्थः करोत्यर्थेन व्याप्त इति स्वात्मनि परत्र च तत्त्वनिर्णयं चिकीर्षुरित्यर्थः॥
વિવેચનઆ મૂલસૂત્રમાં જે મયં શબ્દ છે. તેથી આ વાદી, અર્થાત્ હાલ જેનું વર્ણન ચાલે છે તે તત્ત્વનિર્ણિનીષ વાદી બે પ્રકારના હોય છે. (૧) ત્યાં કોઈક
Page #380
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૪-૫
૩૬૩ વિષયમાં પોતાને જ બરાબર બોધ મળેલ ન હોવાથી સંદેહાદિ (કાં'તો તે વિષયમાં સંદેહ હોય, અથવા વિપર્યય હોય, અથવા અજ્ઞાન હોય તો તે તે સંદેહ-વિપર્યય અને અજ્ઞાન)ના કારણે તે તે વિષય પૂરતી નષ્ટ થઈ છે ચિત્તવૃત્તિ જેની એવો જે વાદી પોતાના જ આત્મામાં જે તે વિષયક તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો હોય છે. આ વાદીને “સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ” કહેવાય છે. (૨) મારતું બીજા વળી કોઇક જે તે વિષય પોતાને બરાબર સમજાઈ ચૂક્યો હોય. પરંતુ અન્ય જીવોને સમજાવવાનો અનુગ્રહ (ઉપકાર) કરવાની જ એક રસિક્તાવાળો હોય છે. તે “પરત્ર તત્ત્વનિર્ણિનીષ” કહેવાય છે. આ પ્રમાણે આ તત્ત્વનિર્ણિનીષ વાદી બે પ્રકારના છે. આ મૂળ સૂત્રમાં કોઈ ક્રિયાપદ નથી. ત્યાં સર્વત્ર ધાતુનો અર્થ ઋતિ અર્થની સાથે વ્યાપ્ત જાણવો. એટલે “સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ'નો અર્થ પોતાનામાં તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળા, અને “પત્ર તત્ત્વનિર્નિ''નો અર્થ પરમાં તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા, આવો અર્થ સ્વયં સમજી લેવો.
. अथ परं प्रति तत्त्वनिर्णिनीषोरप्यस्य तन्निर्णयोपजनने जयघोषणामुद्घोषयन्त्येव सभ्या इति चेत्, ततः किम् ? । जिगीषुता स्यादिति चेत्, कथं यो यदनिच्छुः स तदिच्छुः परोक्तिमात्राद् भवेत् ? । तत् किं नासौ जयमश्नुते ?, बाढमश्नुते । न च तमिच्छति च, अश्नुते चेति किमपि कैतवं तवेति चेत्, स्यादेवम् , यद्यनिष्टमपि न प्राप्येत । अवलोक्यन्ते चानिष्टान्यप्यनुकूलप्रतिकूलदैवोपकल्पितानि जनैरुपभुज्यमानानि शतशः फलानि । तदिदमिह रहस्यम्-परोपकारैकपरायणस्य कस्यचिद् वादिवृन्दारकस्य परत्र तत्त्वनिर्णिनीषोरानुषङ्गिकं फलं जयः, मुख्यं तु परतत्त्वावबोधनम् । जिगीषोस्तु विपर्यय इति ॥ ८-५ ॥
વિવેચન– પરત્ર તત્ત્વનિર્ણિનીષ નામના બીજા વાદીની બાબતમાં કોઈક પ્રશ્ન કરે છે કે
પ્રશ્ન–પરને તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા આ વાદી વિવિધ પ્રકારે સુંદર યુક્તિઓ અને ઉદાહરણો દ્વારા તે પર જીવોમાં જ્યારે તત્ત્વનો નિર્ણય ઉત્પન્ન કરે છે. તેનાથી પરજીવો (શિષ્યો) પ્રતિબોધિત થાય છે ત્યારે અતિશય ખુશ ખુશ થયેલા તે શ્રોતાઓ (સભ્યો) કી ગયોષા= આ મહાત્માની જયની ઉદ્ઘોષણા તો કરે જ છે ને ?
ઉત્તર- શ્રોતાઓ આ મહાત્માની જયઘોષણા અવશ્ય કરે છે. પરંતુ તતઃ (અ) લિમ્ ? તેથી આ મહાત્માને શું ?
શંકા– નિપુત ચાદર્થ તો આ મહાત્માને જય મેળવવાની ઇચ્છા (જિગીષતા) છે એમ શું ન કહેવાય ?
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૪
પરિચ્છેદ-૮ : સૂત્ર-૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
ઉત્તર- જે આત્મા જેનો ઇચ્છુક નથી તે આત્મા પરના કથનમાત્રથી તેનો ઇચ્છુક કેમ કહેવાય ? શ્રોતાઓ મહાત્માના વિજયની ઉદ્ઘોષણા કરે તેટલા માત્રથી તે મહાત્મા વિજયના ઇચ્છુક છે એમ કેમ કહેવાય ?
શંકા- તત્ત્વ સમજાવનારા આ મહાત્મા શિષ્યોને સારી રીતે સમજાવવા દ્વારા વિજય શું નથી મેળવતા ? અર્થાત્ મેળવે જ છે. તો જય મળવાથી જિગીષ વાદી જ થયાને ?
ઉત્તર-વાદમણૂર્તિ સમજાવનારા આ મહાત્મા અતિશય વિજયને મેળવે છે. પરંતુ જિગીષ કહેવાતા નથી. કારણકે હૃદયથી વિજય મેળવવાનું ઇચ્છતા નથી.
શંકા–તે મહાત્મા “વિજયને ઇચ્છતા નથી અને મેળવે છે” આવું પરસ્પર વિરુદ્ધ તમારું માયાવીપણું કોઈ અદ્ભુત છે. અર્થાત્ આવું તે કંઈ બનતું હશે કે જે મળે ખરું પણ ઇચ્છા ન હોય, અથવા ઇચ્છા ન હોય પણ મળી જાય. આવું બને જ નહીં માટે તેઓ વિજય મેળવે પણ છે અને ઇચ્છે પણ છે તેથી જિગીષ જ છે.
ઉત્તર- તમારી આ વાત તો સાચી કહેવાતા કે “જે જે વસ્તુની ઇચ્છા ન હોય (અર્થાત્ અનિષ્ટ હોય) તે ન જ મેળવાતું હોય” અર્થાત્ “ઇચ્છવું અને મેળવવું” આ બન્ને સાથે જ રહેતું હોય તો તો જય મળતો હોવાથી જયની ઇચ્છાવાળા છે એમ સિદ્ધ થાય. પરંતુ આ સંસારમાં ઇચ્છા ન હોવા છતાં પણ પૂર્વબદ્ધ અનુકૂળ-પ્રતિકૂળ એવા પુણ્ય-પાપના ઉદયથી આવી પડેલાં અનિષ્ટ એવાં પણ અનેક ફળો મનુષ્યો વડે ભોગવાતાં નજરોનજર દેખાય છે. મનુષ્યોને ઘડપણ, રોગ, મરણ, પુત્રાદિનો વિરહ અને ધનાદિની હાનિ ઈષ્ટ નથી છતાં પ્રાપ્ત તો થાય જ છે. તથા મુક્તિ મળશે એવી ઇચ્છાથી કરાયેલા ધર્મથી કાળવિલંબ હોય તો સ્વર્ગાદિ પણ મળે છે. તેથી જે મળે છે તે બધું ઇચ્છાયેલું જ હોય છે. આવો નિયમ નથી.
જે મનથી ઇચ્છાય છે તે મુખ્ય ફળ છે. અને પુણ્યાદિથી મળી જાય છે તે આનુષંગિક (પ્રાસંગિક) ફળ છે. તેમ અહીં પરોપકાર કરવામાં જ એક પરાયણ એવા કોઈ વાદી મહાત્મા કે જે પરમ તત્ત્વબોધ કરાવવાની તીવ્ર ઝંખના વાળા છે. તેઓને સભ્યો તરફથી મળેલો જે વિજય છે, તે પોતાની ઇચ્છા તેમાં ન હોવાથી આનુષંગિક (ગૌણ) ફળ છે. અને પરને બોધ કરાવવો એ મુખ્ય ફળ છે. જ્યારે જિગીષ જે વાદી હોય છે. તેને પરને બોધ થાય એ ગૌણ ફળ છે. અને પોતાનો વિજય થાય એ મુખ્ય ફળ છે. આમ વિપરીતતા છે. માટે આ વાદી પરત્ર તત્ત્વનિર્ણિનીષ જ કહેવાય છે. જિગીષ કહેવાતા નથી. ! ૮-પો
अवतरणः स्वात्मनि तत्त्वनिर्णिनीषुमुदाहरन्तिआद्यः शिष्यादिः ॥८-६॥
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૬૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮: સૂત્ર-૭-૮
અવતરણાર્થ– પોતાનામાં તત્ત્વનિર્ણય કરવાની ઇચ્છાવાળો કોણ ? તે કહે છે. સૂત્રાર્થ- પ્રથમ તત્ત્વનિર્ણિનીષ શિષ્યાદિ જાણવા. ૮-દા
आद्य इति स्वात्मनि तत्त्वनिर्णिनीषुरित्यर्थः । आदिग्रहणादिहोत्तरत्र च सब्रह्मचारिसुहृदादिरादीयते ॥६॥
વિવેચન– માદ: શબ્દથી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ સમજવા. તથા શિષ્યાદ્રિ શબ્દમાં મતિ શબ્દથી સબ્રહ્મચારી (પોતાની સમાન-સહચારી-સહયોગી) અને મિત્રવર્ગ લેવો. એટલે કે જે શિષ્યો પોતે તત્ત્વ જાણવાની ઇચ્છાવાળા હોય છે, તથા શિષ્ય તત્ત્વ જાણવા માટે ગુરુજીને પ્રશ્નો કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે તેને લગતા બીજા પ્રશ્નો પૂછવા દ્વારા પ્રથમ પ્રશ્નકારને ગુરુજી પાસેથી વધારે અર્થ મેળવી આપવામાં જે સહભાગી-સહકારી થાય તેવા જીવો પણ લેવા. અને પ્રશ્ન પૂછનારા શિષ્યની સાથે રહેનારા છાત્રો પણ તે તે વિષયના તત્ત્વપિપાસુ હોવાથી અહીં લઇ લેવા.
તેવી જ રીતે ઉત્તરત્ર-નીચેના સાતમા સૂત્રમાં પણ ગુર્વાદિમાં જે શબ્દને મારિ શબ્દ લાગેલો છે. ત્યાં ઉત્તર આપનારા ગુરુજીને સહકારી થનારા તથા સહયોગી થનારા તેમના મિત્રો પણ લઈ લેવા. ૮-૬/
अवतरण-परत्र तत्त्वनिर्णिनीषुमुदाहरन्तिद्वितीयो गुर्वादिः ॥८-७॥ અવતરણાર્થ– પરત્ર તત્ત્વનિર્ણિનીષ કોને કહેવાય ? તે સમજાવે છે– સૂત્રાર્થ- બીજા તત્ત્વનિર્ણિનીષ ગુરુ આદિ જાણવા. I૮-oll टीका-द्वितीय इति परत्र तत्त्वनिर्णिनीषुः ॥८-७॥
વિવેચન– આ સૂત્રમાં લખેલા દ્વિતીય શબ્દથી અહીં પરત્ર તત્ત્વનિર્ણિનીષ એવા વાદી સમજવા. અને તે ગુરુ આદિ હોય છે. અહીં આદિ શબ્દથી ગુરુના સરખા, ગુરુને સહાય કરનારા, અને ગુરુનો મિત્રવર્ગ સમજી લેવો. આ ગુરુવર્ગ શિષ્યવર્ગને જ્યારે જ્યારે તત્ત્વનો બોધ કરાવે છે ત્યારે ત્યારે શિષ્યવર્ગ તેઓને વિજયની વરમાળા પહેરાવે છે. પરંતુ ગુરુવર્ગ તે વિજયની વરમાળાને ઇચ્છતા નથી. પરંતુ પરને બોધ કેમ થાય ? તેની જ તેઓને ઈચ્છા છે. તેથી જિગીષ વાદી નથી. પરંતુ પરત્ર તત્ત્વ નિણિનીષ એવા આ વાદી છે. [૮-૭ll
अवतरण-द्वितीयस्य भेदावभिदधतिअयं द्विविधः क्षायोपशमिकज्ञानशाली केवली च ॥८-८॥
Page #383
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૮ : સૂત્ર-૭-૮
રત્નાકરાવતારિકા ભાગ-૩
સૂત્રાર્થ- આ પરત્ર તત્ત્વનિર્ણિનીષુ વાદી બે પ્રકારના છે. (૧) ક્ષાયોપશમિક જ્ઞાનશાલી અને (ર) કેવલી. II ૮-૮ll
૩૬૬
अयमिति परत्र तत्त्वनिर्णिनीषुर्गुर्वादिः, ज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमेन निर्वृत्तं ज्ञानं मति - श्रुतावधि - मनःपर्यायरूपं व्यस्तं समस्तं वा यस्यास्ति स तावदेकः, द्वितीयस्तु तस्यैव क्षयेण यज्जनितं केवलज्ञानं तद्वान् ॥
વિવેચન— આ પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા ગુર્વાદિ વાદી બે પ્રકારના હોય છે. (૧) ક્ષાયોપશમિક જ્ઞાનશાલી. અને (૨) કેવલી. ત્યાં ક્ષાયોપમિક જ્ઞાનશાલી એટલે કે–જ્ઞાનગુણનું આવરણ કરનારું જે જ્ઞાનાવરણીય કર્મ છે. તે કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલાં જે જ્ઞાનો (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન અને (૪) મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાનો સાથે છે જેને, અથવા વ્યસ્ત એટલે ૨-૩ જ્ઞાનો છે જેને એવા જે ગુરુઓ તે પ્રથમ ૫૨ત્ર તત્ત્વનિર્ણિનીષુ જાણવા. સારાંશ કે મતિ-શ્રુતજ્ઞાનવાળા, મતિ-શ્રુત-અવધિ જ્ઞાનવાળા, મતિ-શ્રુત મન:પર્યવજ્ઞાનવાળા, અને મત્યાદિ ચારે જ્ઞાનવાળા ગુરુ આદિ મહાત્માઓ જે હોય તે પ્રથમ પત્ર તત્ત્વનિર્ણિનીષ એટલે કે ક્ષાયોપશમિક જ્ઞાનશાલી જાણવા.
તથા આ જ જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થવાથી પ્રગટ થયેલું સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવના વિષયવાળું જે કેવળજ્ઞાન છે. તે જ્ઞાનવાળા જે હોય તે બીજા પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એટલે કે કેવલી પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા વાદી કહેવાય છે.
तदेवं चत्वारः प्रारम्भका ::-નિમીષ:, સ્વાત્મનિ તત્ત્વનિર્જિંનીપુ:, પત્ર તત્ત્વनिर्णिनीषू च क्षायोपशमिकज्ञानशालिकेवलिनाविति । तत्त्वनिर्णिनीषोर्हि ये भेद-प्रभेदाः प्रदर्शिताः, न ते जिगीषो: सर्वेऽपि संभवन्ति । तथाहि न कश्चिद् विपश्चिदात्मानं जेतुमिच्छति । न च केवली परं पराजेतुमिच्छति, वीतरागत्वात् । गौडद्रविडादिभेदस्तु नाङ्गनियमभेदोपयोगी, प्रसञ्जयति चानन्त्यम् इति पारिशेष्यात् क्षायोपशमिकज्ञानशाली परत्र जिगीषुर्भवतीत्येकरूप एवासौ न भेददर्श च परत्र तत्त्वनिर्णि-नीषोर्भेदावुक्तौ न तौ द्वावपि स्वात्मनि तत्त्वनिर्णयेच्छानुपपत्तेः, इति पारिशेष्यात् क्षायोपशमिकज्ञानवानेव स्वात्मनि तत्त्वनिर्णिनीषुर्भवतीत्यसावप्येकरूप एवेति ॥८-८ ॥
।
વિવેચન– તે આ પ્રમાણે વાદનો આરંભ કરનારા વાદીઓ કુલ ચાર પ્રકારના હોય છે. (૧) જિગીષ=વિજય મેળવવાની ઇચ્છાવાળા,
(૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિની=પોતાનામાં તત્ત્વના નિર્ણયની ભૂખવાળા, (૩) પરત્ર તત્ત્વનિર્ણિનીયુ ક્ષાયોપશમિકશાનશાલી= બીજાને તત્ત્વ સમજાવવાની ઇચ્છાવાળા પરંતુ ક્ષાયોપશમિક જ્ઞાનવાળા એટલે કે છદ્મસ્થ.
Page #384
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૭-૮
૩૬૭ (૪) પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી=બીજાને તત્ત્વ સમજાવનારા પરંતુ ક્ષાયિકજ્ઞાનવાળા અર્થાત્ કેવલજ્ઞાની.
વાદી
જિગીષ (૧)
તત્ત્વનિર્ણિનીષ
સ્વાત્મનિ (૨)
પ૨ત્ર
ક્ષાયોપથમિકલ્લાની (૩)
કેવલી (૪) પ્રશ્ન- તત્ત્વનિર્ણિનીષના ૨-૩-૪ એમ પાછલા ત્રણ ભેદો જેમ થાય છે. તેમ જિગીષુવાદીના ભેદ પણ આ રીતે કેમ કરતા નથી ?
ઉત્તર- તત્ત્વનિર્ણિનીષના જે ભેદ-પ્રભેદો જણાવ્યા. તે સર્વે ભેદ-પ્રભેદો જિગીષ વાદના થતા નથી. તે આ પ્રમાણે–ધારો કે જિગીષના પણ તત્ત્વનિર્ણિનીષની જેમ ૩ ભેદ કલ્પીએ તો તેમાં જે સ્વાત્મનિ નામનો પ્રથમ ભેદ અને કેવલી નામનો ત્રીજો ભેદ છે તે સંભવી શકતો નથી. કારણકે કોઈપણ પંડિત પુરુષ પોતાના આત્માને જીતવા ઇચ્છતો નથી, તેથી સ્વાત્મનિ ભેદ સંભવતો નથી. તથા કેવલજ્ઞાની વીતરાગ હોવાથી પરનો પરાભવ કરવાને કદાપિ ઇચ્છતા નથી તેથી જિગીષમાં કેવલીનો ભેદ સંભવતો નથી. આ રીતે સ્વાત્મનિ અને કેવલી ભેદો દૂર થતાં પરત્ર તત્ત્વનિર્ણિનીષ લાયોપશમિકશાન-શાલી આ નામવાળો ફક્ત એક જ ભેદ રહે છે.
પ્રશ્ન- કોઇ ગૌડ દેશના જિગીષ વાદીઓ, કોઈ દ્રવિડદેશના જિગીષ વાદીઓ આમ દેશભેદથી જિગીષ વાદીઓના પણ ઘણા ભેદો થઈ શકે છે. તે અહીં કેમ કહેતા નથી.
ઉત્તર- દેશ-કાલાદિના ભેદથી ઘણા ભેદો થાય છે. પરંતુ રાજ્યસભામાં વાદ કરવામાં આવા ભેદો અંગેના નિયમનો ભેદ સમજવામાં ઉપયોગી નથી. વાદમાં ચાર અંગોનો નિયમ છે. (૧) સભાપતિ, (૨) સભ્યો, (૩) વાદી, અને (૪) પ્રતિવાદી, આ ચાર અંગનિયમમાં આવા દેશ-કાલાદિના ભેદોનું કંઈપણ પ્રયોજન નથી. અને જો આવા ભેદો પાડીએ તો અનંતભેદો થઈ જાય. કોઇ નિયમ જ ન રહે. આમ સમજીને સ્વાત્મનિ અને કેવલી આવા બે ભેદો જિગીષમાં ન સંભવતા હોવાથી શેષથી ક્ષાયોપથમિકશાનશાલી
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પરિચ્છેદ-૮ સૂત્ર-૭-૮ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરત્ર જિગીષ નામનો એક ભેદરૂપ જ આ જિગીષુવાદી થાય છે. તેથી ભેદો બતાવવાને યોગ્ય નથી. આ રીતે જિગીષુવાદીનો ૧ જ ભેદ છે. અધિક નથી.
શંકા– જિગીષ વાદીના ભલે ૩ ભેદ ન પાડો અને ૧ ભેદ જ રાખો. પરંતુ તત્ત્વનિર્ણિનીષના સ્વાત્મનિ અને પરત્ર એવા જે બે ભેદ છે, તેમાં પરત્રના જેમ બે ભેદ છે તેમ “સ્વાત્મનિ'ના પણ બે ભેદ કરવા હતા ને ? તેનો એક જ ભેદ કેમ કર્યો? પરત્ર તત્ત્વનિર્ણિનીષમાં જેમ કોઈક ક્ષાયોપથમિક જ્ઞાનવાળા હોય અને કોઇક કેવલજ્ઞાની હોય તેમ સ્વાત્મનિમાં પણ આ જ બે ભેદ રાખોને ?
ઉત્તર- આ શંકા પણ અસ્થાને છે. પરત્ર તત્ત્વનિર્ણિનીષના જે બે ભેદ કહ્યા છે. તે બે ભેદ સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષમાં સંભવતા નથી. કારણકે નિર્ણય થઈ ચૂક્યો છે સમસ્ત તત્ત્વનો જેને એવા જ્ઞાનશાલી કેવલી ભગવંતોને હવે સ્વાત્મનિ તત્ત્વનિર્ણય કરવાની ઇચ્છાની અનુત્પત્તિ જ છે. તેથી તેમાં પણ પરિશેષથી ક્ષાયોપથમિક જ્ઞાનવાળો ૧ ભેદ જ બાકી રહે છે. માટે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એવો આ વાદી ક્ષાયોપથમિકશાનશાલી આમ એકરૂપે જ વર્તે છે. ક્યા ક્યા ભેદો ન સંભવે તેનું વધારે સ્પષ્ટ ચિત્ર આ પ્રમાણે છે.
વાદી
જિગીષ
તત્ત્વનિર્ણિનીષ
સ્વાત્મનિ
પત્ર
સ્વાત્મનિ
પત્ર
લાયોપ૦ કેવલી
ક્ષાયોપ૦
કેવલી ક્ષાયોપ૦
કેવલી
આ રીતે વાદીના ચાર જ ભેદ થાય છે. અધિક ભેદ થતા નથી. ૮-૮
अवतरण- वादिप्रतिवादिनोर्हस्तिप्रतिहस्तिन्यायेन प्रसिद्धेर्यावद् वादिनः, तावदेव प्रतिवादिभिरपि भवितव्यम् , इत्याहुः
Page #386
--------------------------------------------------------------------------
________________
२.
ताPि
माग-3
५२२७८-८ : सूत्र-७-८
૩૬૯
एतेन प्रत्यारम्भकोऽपि व्याख्यातः ॥८-९॥
અવતરણાર્થ–વાદી અને પ્રતિવાદીની પ્રસિદ્ધિ હસ્તિ અને પ્રતિહસ્તિના ન્યાયે છે. અર્થાત્ હાથીની સામે પ્રતિસ્પર્ધી એવો હાથી જેમ યુદ્ધ કરે, અથવા મલ્લની સામે પ્રતિમલ્લ જેમ યુદ્ધ કરે, અથવા વાસુદેવની સામે પ્રતિવાસુદેવ જેમ યુદ્ધ કરે, તેવી જ રીતે આ બન્ને પરસ્પર લડવૈયા તરીકે પ્રસિદ્ધ હોવાથી વાદીના જેટલા ભેદ હોય તેટલા જ ભેદ પ્રતિવાદીના પણ હોવા જોઇએ. તે સ્પષ્ટ કરીને કહે છે–
सूत्रार्थ- सा (वा प्रारंभ-पाहीना) इथनने अनुसार प्रत्यारं (प्रतिपाel) ver sहेलो सभा सेवो. ॥८-ell
आरम्भकं प्रति प्रतीपं चाऽऽरभमाणः प्रत्यारम्भकः, सोऽयमेनेन प्रारम्भकभेदप्रभेदप्ररूपणेन व्याख्यातः । प्रदर्शितभेदप्रभेदः सहृदयैः स्वयमवगन्तव्यः ॥
एवं च प्रत्यारम्भकस्यापि जिगीषुप्रभृतयश्चत्वारः प्रकारा भवन्ति । तत्र यद्यप्येकैकश: प्रारम्भकस्य प्रत्यारम्भकेण सार्धं वादे षोडश भेदाः प्रादुर्भवन्ति, तथापि जिगीषोः स्वात्मनि निर्णिनीषुणा तत्त्वनिर्णिनीषोर्जिगीषुणा, स्वात्मनि तत्त्वनिर्णिनीषोः स्वात्मनि तत्त्वनिर्णिनीषुणा च केवलिनश्च केवलिना सह वादो न संभवत्येव, इति चतुरो भेदान् पातयित्वा द्वादशैव तेऽत्र गण्यन्ते । तद्यथा-वादी जिगीषुः, प्रतिवादी तु जिगीषुः स्वात्मनि तत्त्वनिर्णिनीषुर्न, परत्र तत्त्वनिर्णिनीषः क्षायोपशमिकज्ञानशाली, केवली च । तथा वादी स्वात्मनि तत्त्वनिर्णिनीषुः, प्रतिवादी तु जिगीषुर्न स्वात्मनि तत्त्वनिर्णिनीपुर्न, परत्र तत्त्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानशाली केवली च तथा वादी वस्त्र तत्त्वनिर्णिनीषुः क्षायोपशमिकज्ञानशाली प्रतिवादी तु जिगीषुः, स्वात्मनि तत्त्वनिर्णिनीषुः, परत्र तत्त्वनिर्णिनीषुः क्षायोपशमज्ञानशाली केवली च तथा वादी परत्र तत्त्वनिर्णिनीषुः केवली च प्रतिवादी तु जिगीषुः स्वात्मनि तत्त्वनिर्णिनीषुः परत्र तत्त्वनिर्णिनीषुः शायोपशमिकज्ञानशाली, केवली च न । एवमेते चत्वारश्चतुष्काः षोडश । नत्रुपलक्षितेषु चतुर्षु पातितेषु द्वादश भवन्ति
"अङ्गनैयत्यनिश्चित्यै वादे वादफलार्थिभिः ।
द्वादशैवाऽवसातव्या एते भेदा मनस्विभिः ॥१॥"
વિવેચન–વાદ શરૂ કરનારને જેમ વાદી કહેવાય. તેમ તેને વાદનો આરંભક પણ કહેવાય છે. અર્થાત્ આરંભક એટલે વાદી. વાદના આરંભકની સામે અને પ્રતિસ્પર્ધી એવો વાદ જે શરૂ કરે તેને પ્રત્યારંભક કહેવાય છે. જેને વ્યવહારમાં પ્રતિવાદી કહેવાય છે. આરંભક એટલે વાદી, અને પ્રત્યારંભક એટલે પ્રતિવાદી. તે આ પ્રત્યારંભકનું વર્ણન આ આરંભકના ભેદ-પ્રભેદની પ્રરૂપણા દ્વારા જ સમજી લેવું.
४७
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭).
પરિચ્છેદ-૮ : સૂત્ર-૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ આરંભકના (વાદીના) જેવા મૂલ ભેદો-૨, અને પ્રભેદો-૪ કહ્યા. તેમ આ પ્રત્યારંભકના (પ્રતિવાદીના) પણ મૂલ ભેદો-૨, અને પ્રભેદો-૪ જાણી લેવા. ઉપર જણાવેલાના જેવા જ ભેદ-પ્રભેદો સહૃદય જીવોએ સ્વયં સમજી લેવા. (૧) વાદીની સામે જય મેળવવાની ઇચ્છાથી જે વાદ કરે તે જિગીષ પ્રતિવાદી. (૨) પોતે તત્ત્વ સમજવા માટે વાદીની સામે જે વાદ કરે તે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ
પ્રતિવાદી કહેવાય. (૩) પરને સમજાવવા માટે વાદીની સામે જે છઘસ્થ વાદ કરે તે ક્ષાયોપથમિક જ્ઞાનશાલી
પરત્ર તત્ત્વનિર્ણિની પ્રતિવાદી કહેવાય. અને (૪) પરને સમજાવવા માટે વાદીની સામે જે કેવલી વાદ કરે તે કેવલી પરત્ર તત્ત્વનિર્ણિનીષ પ્રતિવાદી કહેવાય.
આ રીતે પ્રત્યારંભકના (પ્રતિવાદીના) પણ જિગીષ વગેરે ચાર પ્રકારો (ભેદો) થાય છે. વાદી-૪ પ્રકારે છે. અને પ્રતિવાદી પણ ચાર પ્રકારે છે. તેથી એક એક પ્રકારવાળા વાદીનો જાદા જાદા એક એક પ્રકારવાળા પ્રતિવાદીની સામે વાદ ગોઠવાય, તો જો કે વાદના ૧૬ ભેદ થાય છે. પણ તે ૧૬ ભેદોમાંથી ૪ ભેદોમાં વાદ સંભવતો નથી. તેથી શેષ ૧૨ ભેદોમાં જ વાદ થાય છે. એમ જાણવું.
પ્રશ્ન- ૧૬ ભેદો કેવી રીતે થાય ? અને તેમાંથી કયા ચાર ભેદોમાં વાદ ન સંભવે ? અને કેમ ન સંભવે ?
ઉત્તર- તે ૧૬ ભેદોનું ચિત્ર આ પ્રમાણે છે. તેમાંથી ૨-૫-૬ અને ૧૬મા ભેદોમાં વાદ સંભવતો નથી. નં. | વાદી
પ્રતિવાદી ૧ | જિગીષ
અને સામે પણ અને સામે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ અને સામે લાયોપ. પરત્ર તત્ત્વનિર્ણિનીષ અને સામે
કેવલી પરત્ર તત્ત્વનિર્ણિનીષ ૪ ૫ | સ્વાત્મનિ તત્વ. | અને સામે
| સ્વાત્મનિ તત્ત્વ. અને સામે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ
સ્વાત્મનિ તત્ત્વ. અને સામે ક્ષાયોપ. પરત્ર તત્ત્વ. | ૮ | સ્વાત્મનિ તત્ત્વ. અને સામે કેવલી પરત્ર તત્ત્વ.
જિગીષ
x
૨
|
| જિગીષ જિગીષ જિગીષ
જિગીષ
X |
X
Page #388
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ સૂત્ર-૯
૩૭૧
વાદી
પ્રતિવાદી
જિગીષ
૯ | લાયોપ. પરત્ર અને સામે | ૧૦ | ક્ષાયોપ. પરત્ર અને સામે
૧૧ | ક્ષાયોપ. પરત્ર અને સામે ૧૨ | સાયોપ. પરત્ર | અને સામે ૧૩ | કેવલી પરત્ર તત્ત્વ.. અને સામે ૧૪ | કેવલી પરત્ર તત્ત્વ.| અને સામે ૧૫ | કેવલી પરત્ર તત્ત્વો અને સામે x ૧૬ | કેવલી પરત્ર તત્ત્વ. અને સામે
સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ ક્ષાયોપ. પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી પરત્ર તત્ત્વનિર્ણિનીષ જિગીષ સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ ક્ષાયોપ. પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી પરત્ર તત્ત્વનિર્ણિનીષ
ઉપરોક્ત ચિત્રાનુસારે વાદના કુલ ૧૬ ભેદો થઇ શકે છે. પરંતુ તેમાં...(૧) જિગીષુવાદીનો સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એવા પ્રતિવાદીની સામે, (૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એવા વાદીનો જિગીષ એવા પ્રતિવાદીની સામે, (૩) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એવા વાદીનો સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એવા પ્રતિવાદીની સામે, અને (૪) કેવલીનો કેવલીની સાથે વાદ સંભવતો નથી. તેથી ઉપરોક્ત ૧૬ ભેદોમાંથી ચોકડી મારેલા ૪ ભેદોને પાતયિત્વ દૂર કરીને બાકીના ૧૨ ભેદોમાં જ વાદ સંભવે છે.
પ્રશ્ન- બાદ કરેલા આ ચાર ભેદોમાં વાદ કેમ સંભવતો નથી ?
ઉત્તર- તથાદિ તે વાદ ન થવાનું કારણ આ પ્રમાણે છે. જ્યારે વાદી જિગીષ હોય ત્યારે તેનો વાદ જય કેમ મળે તેવો હોય છે. તેથી તેની સામે પોતાના આત્માને તત્ત્વ જેણે સમજાવવું છે એવો શિષ્ય ભાવવાળો પ્રતિવાદી ઊભો રહેતો નથી. કારણકે તેમાંથી તેને કંઈ તત્ત્વ જાણવા મળવાનું નથી. તેવી જ રીતે વાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય તો તે પણ જિગીષ એવા પ્રતિવાદીની સામે વાદ કરવા ઉભો રહેતો નથી. કારણકે જેને તત્ત્વ જાણવાની ભૂખ છે તે અહીં સંતોષાવાની નથી. તથા વાદી અને પ્રતિવાદી બન્ને પોતાના આત્માને તત્ત્વ સમજાવવાની મનોવૃત્તિવાળા જ્યાં હોય ત્યાં તે તત્ત્વસમજવાની ભૂખ સામેની વ્યક્તિથી પૂરાય તેમ ન હોવાથી ત્યાં પણ વાદ સંભવતો નથી. તથા કેવલી પરમાત્મા સર્વજ્ઞ અને વિતરાગ હોવાથી અને તેમની સામે પણ કેવલી હોવાથી ત્યાં કોઈને કંઇ સમજાવવાનું ન હોવાથી વાદ સંભવતો નથી. તેથી આ ચાર પ્રકારોને બાદ કરતાં બાકીના ૧૨ ભેદોમાં જ વાદ સંભવે છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૭૨ પરિચ્છેદ-૮ સૂત્ર-૧૦
રત્નાકરાવતારિકા ભાગ-૩ સંસ્કૃત ટીકામાં તથા પદથી જે ૧૬ ભેદો ક્રમશઃ લખ્યા છે. તેમાં (नञ्) ५४थी उपलक्षित (युत) सेवासे ४ प्रारो छे. ते ४ या२ मेहो माह કરવાના છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
વાદની અંદર અંગેના નિયમનો નિશ્ચય જાણવા માટે વાદના ફળના અર્થી પંડિત પુરુષોએ આ બાર જ ભેદો ઉપયોગી હોવાથી જાણવા જેવા છે.” I ૮-૯ો.
अवतरण-अङ्गनियममेव निवेदयन्तितत्र प्रथमे प्रथमतृतीयतुरीयाणां चतुरङ्ग एव । अन्यतमस्याऽप्यङ्गस्यापाये जयपराजयव्यवस्थादिदौःस्थ्यापत्तेः ॥८-१०॥
અવતરણાર્થ– કયા કયા વાદીના વાદ પ્રસંગે કેટલાં અંગ હોવાં જોઇએ. તે અંગનિયમ જણાવે છે.
સૂત્રાર્થ- તે ચાર પ્રકારના વાદમાં પ્રથમ=જિગીષ વાદી હોય ત્યારે અને સામે प्रथम (roil), श्री (क्षायोपशभि ज्ञानशाली पर तत्यनिरािनी), मने योथो (કેવલી પરત્ર તત્ત્વનિર્મિનીષ) પ્રતિવાદી હોય ત્યારે સર્વત્ર ૪ અંગ હોય તો જ વાદ થાય છે. ચાર અંગોમાંથી કોઇપણ એક અંગનો અભાવ હોતે છતે જય અને પરાજયની વ્યવસ્થા થવી, વગેરે મુશ્કેલ બની જાય છે. I ૮-૧૦|
उक्तेभ्यश्चतुर्थ्यः प्रारम्भकेभ्यः प्रथमे जिगीषौ प्रारम्भके सति प्रथमस्य जिगीषोरेव, तृतीयस्य परत्र तत्त्वनिर्णिनीषुभेदस्य क्षायोपशमिकज्ञानशालिनः तद्भेदस्यैव, तुरीयस्य केवलिनश्च प्रत्यारम्भकस्य प्रतिवादिनश्चतुरङ्ग एव प्रकरणाद् वादो भवति । वादिप्रतिवादिरूपयोरङ्गयोरभावे वादस्यानुत्थानोपहततैव, इति तयोरयत्नसिद्धत्वेऽप्यपराङ्गद्वयस्यावश्यम्भावप्रदर्शनार्थं चतुरङ्गत्वं विधीयते । प्रसिद्धं च सिद्धांशमिश्रितस्याऽप्यसिद्धस्यांशस्य विधानम् । यथा शब्दे हि समुच्चारिते यावानर्थः प्रतीयते तावति शब्दस्याभिधैव व्यापार इति “नि:शेषच्युतचन्दनम्" इत्यादौ वाच्य एवैकोऽर्थ इति प्रत्यवस्थितं प्रति द्वावेतावौँ वाच्यः प्रतीयमानश्चेत्येवंरूपतया वाच्यस्य सिद्धत्वेऽपि प्रतीयमानपार्थक्यसिद्ध्यर्थं द्वित्वविधानम् । तत्र वादिप्रतिवादिनोरभावे वाद एव न संभवति, दूरे जय-पराजयव्यवस्था, इति स्वतः सिद्धावेव तौ । तत्र च वादिवत् प्रतिवाद्यपि चेजिगीषः, तदानीमभाभ्यामपि परस्परस्य शाठ्यकलहादेर्जयपराजयव्यवस्थाविलोपकारिणो निवारणार्थं लाभाद्यर्थं वाऽपराङ्गद्वयमप्यवश्यमपेक्षणीयम् । अथ तृतीयस्तुरीयो वाऽसौ स्यात्, तथाऽप्यनेन जिगीषोर्वादिनः शाठ्यकलहाद्यपोहाय, जिगीषुणा च
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૭૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮: સૂત્ર-૧૦ प्रारम्भकेण लाभपूजाख्यात्यादिहेतवे तदपेक्ष्यत एवेति सिद्धैव चतुरङ्गता । स्वात्मनि तत्त्व-निर्णिनीषुस्तु जिगीषु प्रति वादितां प्रतिवादितां च न प्रतिपद्यते, स्वयं तत्त्वनिर्णयानभिमाने परावबोधार्थं प्रवृत्तेरभावात् , तस्मात् तत्त्वनिर्णयासम्भवाच्च, इति नायमिहोत्तरत्र च निर्दिश्यते ॥८-१०॥
વિવેચન- વાદી અને પ્રતિવાદી આ બન્ને વચ્ચે જ્યારે જ્યારે વાદ પ્રારંભાય છે ત્યારે ત્યારે “ચાર અંગો” હોય છે. જેનાં નામો હવે પછી આવનારા. ૧૫માં સૂત્રમાં છે. ૧. વાદી, ૨. પ્રતિવાદી, ૩. સભ્ય, ૪. સભાપતિ. પૂર્વે કરેલા વાદ કરનારાના ૧૨ ભેદોમાં કયા પ્રકાર વખતે આ ચાર અંગોમાંથી કેટલાં અંગો હોય ? તે હવે સમજાવે છે. જિગીષ, સ્વાત્મનિ, ક્ષાયોપથમિક, અને કેવલી આમ ચાર પ્રકારના વાદી પૂર્વે કહી ગયા છીએ. તે પૂર્વે કહેલા ચાર પ્રકારના વાદીમાંથી “જિગીષ” નામનો જો પ્રથમ વાદી હોય, અને તેની સામે પ્રથમ0 નિષોવ=પ્રથમ જિગીષ એવો પ્રતિવાદી હોય ત્યારે, તથા તૃતીયસ્થ પરત્ર તત્ત્વનિર્જાિનીપુખેથ ક્ષાયોપાણિજ્ઞાનનિન તત્ર્યવ=પરત્ર તત્ત્વનિર્ણિનીષ નામના ભેદનો ક્ષાયોપથમિક જ્ઞાનશાલી નામનો તેનો જ જે પ્રતિભેદ ત્રીજા નંબરે છે. તે પ્રતિવાદી હોય ત્યારે, તથા સુયશ ત્નિ: પ્રત્યારબ્ધ પ્રતિવાહિત=સામે વાદ કરનાર તરીકે ચોથા નંબરના કેવલી પરમાત્મા પ્રતિવાદી હોય ત્યારે ચારે અંગો (વાદી-પ્રતિવાદી-સભ્ય અને સભાપતિ) હોય તો જ વાદ પ્રારંભાય છે. સારાંશ કે જિગીષ નામના પ્રથમ વાદીની સાથે પ્રથમ-તૃતીય અને ચતુર્થ પ્રકારના પ્રતિવાદી હોય ત્યારે વાદ થઈ શકે છે. અને તે વખતે ચારે અંગો હોવાં જરૂરી છે.
પ્રશ્ન- મૂલસૂત્રમાં “વી" શબ્દ તો નથી. તો “વાદ થાય છે” એવો અર્થ કેવી રીતે થાય ?
ઉત્તર- “yRUTI વાવો ભવતિ" મૂલસૂત્રમાં જો કે –“વાદ થાય છે” આ શબ્દ નથી. તો પણ આ પ્રકરણ વાદનું જ ચાલે છે. માટે ચતુર પર્વ આ વિશેષણના વિશેષ્ય રૂપે, આ જ પરિચ્છેદના પ્રથમસૂત્રમાંથી “વા " શબ્દ લાવીને મતિ શબ્દ અધ્યાહારથી જોડી દેવો. આ વાદમાં ચારે અંગોની આવશ્યકતા રહે છે. કારણકે વાદી અને પ્રતિવાદી તો વાદ કરનારા જ છે. તેથી તે બે અંગોનો અભાવ લઇએ, અથવા આ બે અંગોમાંથી કોઇપણ એક અંગનો જો અભાવ લઇએ, તો વાદની જ અનુત્થાનતા થાય. એટલે કે વાદની જ અનુત્પત્તિ થવા વડે વાત સમાપ્ત જ થઇ જાય છે. તેથી આ બે અંગો તો હોવો જ જોઈએ. આ વાત સહજસિદ્ધ છે. લખવાની જરૂર નથી. તથા બાકીનાં બીજાં બે અંગોની પણ અવશ્ય જરૂરિયાત છે. આ ભાવ જણાવવા માટે “ચતુરંગવ” કહેલ છે. પ્રથમનાં બે અંગો સહજ સિદ્ધ
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૦
રત્નાકરાવતારિકા ભાગ-૩
હોવા છતાં પણ શેષ બે અંગોનું અસ્તિત્વ આવશ્યક છે. આમ જણાવવા માટે “ચારે અંગોનું હોવા પણું” જણાવ્યું છે.
પ્રશ્ન- “વાદી અને પ્રતિવાદી” તો વાદના કાર્યમાં હોય જ, તેના વિના તો વાદ જ ન સંભવે. તો તે બે અંગના પ્રતિપાદનનો શો અર્થ ? જે વસ્તુ પ્રસિદ્ધ જ છે. તેનું કથન કરવાની શી જરૂર ? અપ્રસિદ્ધનું જ વિધાન કરવું જોઇએ.
ઉત્તર- પ્રસિદ્ધ ૨ સિદ્ધાંજમિશ્રિતાપ સિદ્ધ અંશથી મિશ્રિત થયેલા એવા પણ અસિદ્ધ અંશનું વિધાન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. કહેવાનો આશય એવો છે કે એકલા અસિદ્ધ ભાગનું વિધાન તો હોય જ છે. પરંતુ ક્યારેક ક્યારેક સિદ્ધ અંશથી મિશ્ર થયેલા એવા પણ અસિદ્ધ અંશનું વિધાન હોય છે. તેથી અહીં વાદી અને પ્રતિવાદી આ અંશો સિદ્ધ છે. તેના વિધાનની જરૂર નથી. સભ્ય અને સભાપતિ આ બે અસિદ્ધાંશના જ વિધાનની જરૂર છે. તો પણ સિદ્ધાંશથી મિશ્ર થયેલા અસિદ્ધાંશનું (એટલે કે ચારે અંગોનું) સાથે વિધાન અહીં કરેલું છે.
આ વાત સમજાવવા એક ઉદાહરણ આપે છે. કે
જેમ કોઈપણ શબ્દનું ઉચ્ચારણ કરો તો જેટલો અર્થ જણાય છે. તેટલા અર્થ (ને કહેવા)માં શબ્દની “અભિધા” નામની શક્તિનો જ વ્યાપાર છે જેમકે—“fiાયાં મસ્યા: સન્ત'' અહીં ગંગા શબ્દનો જલપ્રવાહ રૂપ નદી અર્થ એ થાય છે. તે ગંગાશબ્દમાં રહેલી અભિધા શક્તિ કામ કરે છે. આ પ્રમાણે હોવાથી નીચે જણાવાતા “નિ:શેષડ્યુતરમ્' શ્લોકમાં શબ્દ શબ્દથી થતો એક વાચ્ય અર્થ જ છે. (બીજો કોઈ અર્થ નથી) આવા પ્રકારનું માની બેઠેલા વ્યક્તિ પ્રત્યે કોઇ વક્તા એમ કહે છે કે આ શ્લોકમાં બે અર્થો છે. (૧) અભિધાશક્તિ દ્વારા વાચ્ય અર્થ, અને (૨) વ્યંજના શક્તિ વડે બીજો વ્યંગ્ય અર્થ. આવું જ્યારે કોઈ અનુભવી કહે છે. ત્યારે “વાચ્ય” અર્થ તો પ્રતીત હતો જ, તેને કહેવાની શી જરૂર ? કેવળ એકલો પ્રતીય માન=(વ્યંજનાથી જણાતો) વ્યંગ્ય અર્થ જ કહેવો જોઈએ. પરંતુ એમ કહેવાતું નથી. અને પ્રતીયમાન (વ્યંગ્ય) અર્થને જુદો જણાવવા માટે આ શ્લોકના બે અર્થો છે. એમ કહેવાય છે. તેમ અહિં સમજવું. હવે આ શ્લોક, શ્લોકનો અર્થ તથા વ્યંગ્ય અર્થ આ પ્રમાણે છે.
निःशेषच्युतचन्दनं स्तनतटं निर्मष्टरागोऽधरो, नेत्रे दूरमनञ्जने पुलकिता तन्वी तवेयं तनुः । मिथ्यावादिनि दूति बान्धवजनस्याज्ञातपीडागमे, वापी स्नातुमितो गताऽसि न पुनस्तस्याधमस्यान्तिकम् ॥१॥
Page #392
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૧૦
૩૭૫ તારો સ્તનભાગ ખરી ગયું છે સર્વ ચંદન જેના ઉપરથી એવો છે. તારા અધર (હોઠ) ચીમળાઈ ગયો છે લાલ રંગ જેના ઉપરથી એવા છે. તારાં નેત્રો દૂરથી જ અંજન વિનાનાં દેખાય છે. તારી આ કોમળ કાયા (અતિશય) પુલકિત (રોમાંચિત) થયેલી દેખાય છે. તેથી જુઠું બોલનારી હે દૂતિ ! અહીંથી તું વાવડીમાં સ્નાન કરવા જ ગઇ છે. પરંતુ અધમ એવા તે બાધવજનની પાસે નથી ગઈ. આ વાત ભાવિની પીડા (દંડ-શિક્ષા)ની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ છે. શ્લોકનો વાચ્ય અર્થ છે કે તું વાવડીમાં સ્નાન કરવા ગઈ છે, પરંતુ તે પર પુરુષ પાસે ગઈ નથી. પરંતુ વ્યંગ્ય અર્થ એવો છે કે જ્યાં સુધી તને કડકાઇથી કહેવામાં નહી આવે, શિક્ષા કરવામાં નહી આવે, અર્થાત્ ગર્ભધારણ આદિ ભાવિની પીડાનું આગમન ન થાય ત્યાં સુધી જ આ સાચું છે. પરંતુ ખરેખર તું વાવડીમાં સ્નાન કરવા ગઈ નથી, પરંતુ અધમ એવા તે પર પુરુષ પાસે જ ગઇ હતી. શ્લોકના ચોથા ચરણમાં કહેલો ન શબ્દ બન્ને બાજુ લગાડી શકાય છે. અને તેથી બે અર્થો થાય છે. આ રીતે પ્રસિદ્ધ અર્થવાળો અંશ જ્યારે અપ્રસિદ્ધ અંશની સાથે મિશ્ર થયો હોય છે. ત્યારે બન્નેને સાથે વિધાન કરવું તે અનુચિત નથી.
(૧) તત્ર વાહિતિવાહિનોરમાવે = ત્યાં વાદી અને પ્રતિવાદી, આ બે પાત્રોના અભાવમાં કે બેમાંના કોઇપણ એક પાત્રના અભાવમાં વાદ જ સંભવતો નથી તો પછી જય અને પરાજયની વ્યવસ્થા તો અતિશય દૂર જ રહે છે. આ કારણથી વાદી-પ્રતિવાદીનું વાદમાં હોવાપણું સ્વતઃ સિદ્ધ જ છે.
(૨) તત્ર = = હવે વાદીની જેમ પ્રતિવાદી પણ જો જિગીષ જ હોય તો બન્ને વચ્ચે પરસ્પર લુચ્ચાઈનો અને સંક્લેશ (કજીયા) આદિનો સંભવ છે. કે જે શાશ્યતા અને સંક્લેશને કરનાર છે. તથા જય અને પરાજયની વ્યવસ્થાના વિલોપને કરનાર છે. તેથી તેના નિવારણ માટે, અથવા કોઈપણ એકને (યુક્તિયુક્ત બોલે તેનો) જય અને બીજાને પરાજયનો લાભ થાય. તેટલા માટે બાકીનાં બે અંગો (સભ્ય અને સભાપતિ)ની પણ અવશ્ય અપેક્ષા રાખવી જોઇએ.
(૩) થ = હવે વાદી જિગીષ હોય, પરંતુ સામે જે પ્રતિવાદી છે. તે જો ત્રીજા અને ચોથા નંબરના હોય એટલે કે ક્ષાયોપથમિકશાનશાલી કે કેવલી એવા પરત્ર તત્ત્વનિર્ણિનીષ હોય તો પણ જિગીષ એવો જે આ વાદી છે. તે જય-પરાજયની (પોતાના જયની અને અન્યના પરાજયની) જ તીવ્ર ઇચ્છાવાળો હોવાથી અને આ ત્રીજા-ચોથા પ્રતિવાદીની સાથે શાક્ય (લુચ્ચાઈ) અને કલહાદિ (સંક્લેશ વગેરે) કરવાનો જ છે તેથી તે સંક્લેશને દૂર કરવા માટે વાદમાં તપેશ્યતિ પર્વ=તે અપર
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પરિચ્છેદ-૮ સૂત્ર-૧૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ અંગયની અવશ્ય અપેક્ષા રખાય જ છે. અને વાદના પ્રારંભક એવા જિગીષ વાદી વડે પોતાને લાભ, પૂજા અને ખ્યાતિ આદિની (ચાય દ્વારા) પ્રાપ્તિ થાય તે પ્રયોજનથી તપેશ્યતિ પર્વ=તે અપર અંગદ્રય (સભ્ય અને સભાપતિ)ની અપેક્ષા રખાય જ છે. આ રીતે જિગીષ વાદીની સાથે પહેલો, ત્રીજો અને ચોથો પ્રતિવાદી જો વાદ કરે તો શાડ્યાદિ અને કલહાદિની નિવૃત્તિ માટે તથા લાભ-પૂજાદિની પ્રાપ્તિ માટે “ચતુરતા'' ચારે અંગોની આવશ્યક્તા છે. આમ સિદ્ધ થયું.
(૪) સ્વાત્મિનિ તનિષિસ્તુ વિષે પ્રતિજે આત્મા પોતાનામાં તત્ત્વ નિર્ણય કરવાની ઇચ્છાવાળો છે. તે જિગીષ વ્યક્તિ પ્રત્યે વાદ કે પ્રતિવાદ એકે પણ સ્વીકારતો નથી. કારણકે તેને પોતાને જ તત્ત્વનો નિર્ણય થયેલો ન હોવાથી તે સંબંધી માન મનમાં ન હોવાથી પર પ્રતિબોધ કરવા માટેની પ્રવૃત્તિનો જ અભાવ છે. તે કારણથી, તથા સામેની વ્યક્તિ જિગીષ હોવાથી તેના તરફથી તત્ત્વબોધના નિર્ણયનો પણ અસંભવ છે. તેથી જિગીષની સાથે ચર્ચા આ સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ વાદી રૂદ આ સૂત્રમાં અને ઉત્તરત્ર=પછી ૮-૧૧ સૂત્રમાં વાદ કરવાના વિષયમાં જણાવ્યો નથી. આ ભાંગો શૂન્ય છે. આ પ્રમાણે વાદી જિગીષ હોય ત્યારે સામે પ્રતિવાદી ૧૩-૪ નંબરના હોય તો જ વાદ સંભવે છે પરંતુ ૨ નંબરના પ્રતિવાદી સાથે વાદ સંભવતો નથી. મેં ૮-૧૦ ||
अनयैव नीत्या जिगीषुमिव स्वात्मनि तत्त्वनिर्णिनीषुमपि प्रत्यस्य वादिता प्रतिवादिता वा न सङ्गच्छत इति पारिशेष्यात् तृतीयतुरीययोरेवास्मिन् वादः सम्भवतीति द्वितीयस्य तावदङ्गनियममभिदधतेद्वितीये तृतीयस्य कदाचिद् व्यङ्गः, कदाचित् त्र्यङ्गः ॥८-११॥
અવતરણાર્થ– આ જ નીતિથી આ સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષનો વાદ જેમ જિગીષની સાથે સંભવતો નથી. તેમ સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે પણ આ (સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ)ની વાદિતા કે પ્રતિવાદિતા સંભવતી નથી. આ કારણે શેષ બાકી રહેલા ત્રીજી-ચોથી વ્યક્તિની સાથે જ આ સ્વાત્મનિ તત્વનિર્ણિનીષમાં વાદ સંભવે છે. તેથી તે સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ નામના બે નંબરના અંગનો નિયમ જણાવે છે
સૂત્રાર્થ- બીજા સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષનો વાદ જ્યારે ત્રીજાની સાથે હોય છે. ત્યારે ક્યારેક બે અંગો હોય છે. અને ક્યારેક ત્રણ અંગો પણ હોય છે. I ૮-૧૧
Page #394
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૧
स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादिनि समुपस्थिते सति तृतीयस्य परत्र तत्त्वनिर्णिनीषोः क्षायोपशमिकज्ञानशालिनः प्रतिवादिनः कदाचिद् द्व्यङ्गो वादो भवति, यदा जयपराजयादिनिरपेक्षतयाऽपेक्षितस्तत्त्वावबोधो वादिनि प्रतिवादिना कर्त्तुं पार्यते, तदानीमितरस्य सभ्यसभापतिरूपस्याऽङ्गद्वयस्यानुपयोगात् । न ह्यनयोः स्वपरोपकारायैव प्रवृत्तयोः शाठ्यक लहादिलाभादिकामभावाः सम्भवन्ति । यदा पुनरुत्ताम्यताऽपि क्षायोपशमिकज्ञानशालिना प्रतिवादिना न कथंचित्तत्त्वनिर्णयः कर्तुं शक्यते, तदा तन्निर्णयार्थमुभाभ्यामपि सभ्यानामपेक्ष्यमाणत्वात् कलहलाभाद्यभिप्रायाभावेन सभापतेरनपेक्षणीयत्वात् त्र्यङ्गः ॥८-११॥
રત્નાકરાવતારિકા ભાગ-૩
વિવેચન– વાદી જ્યારે જિગીષુ હોય, અને પ્રતિવાદી જ્યારે ૧-૩-૪ નંબર હોય ત્યારે વાદ થાય છે, પરંતુ ૨ નંબર હોય ત્યારે વાદ ન થાય. આ જ નીતિરીતિ પ્રમાણે જ્યારે વાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ નામે ૨ નંબર હોય અને સામે પ્રતિવાદી ૧-૨-૩-૪ નંબર ક્રમશઃ હોય ત્યારે તેમાં ૧ નંબર જિગીષુ હોવાથી અને ૨ નંબર સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ જ હોવાથી ત્યાં વાદ સંભવતો નથી. પરંતુ ૩-૪ નંબરની સાથે જ માત્ર વાદ સંભવે છે. ત્યાં જ્યારે ૩ નંબરની સાથે વાદ થાય ત્યારે એટલે કે મને પોતાને ગુરુજી આદિ પાસેથી તત્ત્વનો બોધ કેમ થાય ? એવો શિષ્યભાવ હૃદયમાં રાખીને સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ વાદી ઉપસ્થિત હોતે છતે ત્રણ નંબરના પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા ક્ષાયોપશમિક જ્ઞાનશાલી પ્રતિવાદીની સાથે જ્યારે વાદ કરે છે. ત્યારે કયારેક વાદી અને પ્રતિવાદી'' આમ બે અંગ જ હોય છે.
પ્રશ્ન- બે જ અંગ હોય અને સભ્ય તથા સભાપતિ ન હોય આવું કેમ બને છે?
ઉત્તર- યદ્દા= જ્યારે જય અને પરાજય વગેરેની અપેક્ષા રાખ્યા વિના જ કેવલ એકલો તત્ત્વોનો અવબોધ જ કરવા-કરાવવાની અપેક્ષા હોય અને તે તત્ત્વાવબોધ પ્રતિવાદી (એવા ગુરુજી) વાદી (એવા શિષ્ય)માં કરાવવાને પોતે સમર્થ હોય ત્યારે બાકીનાં જે બે અંગો સભ્ય અને સભાપતિ રૂપ છે. તેનો ઉપયોગ ન હોવાથી પ્રથમનાં વાદીપ્રતિવાદી એમ બે અંગ જ હોય છે. શિષ્યને હૈયામાં સમજવાનો ભાવ છે. અને ગુરુજીને હૈયામાં સમજાવવાનો (વાત્સલ્ય) ભાવ છે. અને ગુરુજી પણ યુક્તિ-પ્રયુક્તિથી એવું સમજાવે છે કે શિષ્યને બરાબર સમજાઇ જ જાય છે. આ રીતે સ્વ અને પરના ઉપકાર માટે જ પ્રવૃત્તિ કરતા એવા તે શિષ્ય અને ગુરુજીમાં શાશ્ર્ચતા (લુચ્ચાઇ), કલહાદિ (સંક્લેશ વગેરે), અને લાભાદિની કામનાના ભાવો સંભવતા નથી. માટે આ બે વ્યક્તિને તત્ત્વનિર્ણય માટે ત્રીજી કોઇપણ વ્યક્તિની જરૂર રહેતી નથી.
૪૮
૩૭૭
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પરિચ્છેદ-૮ સૂત્ર-૧૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરંતુ જ્યારે ઘણો ઘણો પ્રયત્ન કરતા (એટલે કે પાંચ-દશવાર જુદી જુદી રીતે તત્ત્વબોધ સમજાવતા) એવા પણ ક્ષાયોપથમિકજ્ઞાનશાલી પ્રતિવાદી વડે શિષ્યના હૃદયમાં અલ્પબુદ્ધિપણાના કારણે કેમ કરીને તત્ત્વબોધ કરાવવાને સમર્થ ન જ થવાય, ત્યારે વાદી અને પ્રતિવાદી એમ બન્ને વડે પણ તત્ત્વાર્થના નિર્ણય માટે તે વાદ સાંભળનારા સભ્યોની અપેક્ષા રખાય છે. એટલે કે પ્રતિવાદી એવા ક્ષાયોપથમિક જ્ઞાનશાલી ગુરુજી જ્યારે શિષ્યને (વાદીને) તત્ત્વ સમજાવતા હોય અને બીજા કેટલાક સભ્યો પણ સાંભળતા હોય, અને વાદીને (શિષ્યને) તત્ત્વાવબોધ ન થતો હોય ત્યારે સાંભળનારા સભ્યો કહે છે કે આ ગુરુજી જે તત્ત્વ સમજાવે છે તે આ રીતે બરાબર જ છે. આમ ત્રીજું અંગ ત્યાં સહાયક બને છે. તેથી ક્યારેક ત્રણ અંગ પણ હોય છે. પરંતુ વાદી-પ્રતિવાદી વચ્ચે શિષ્ય-ગુરુ ભાવ હોવાથી કલહ કે લાભાદિના અભિપ્રાયનો અભાવ હોવાથી તેના નિર્ણય માટે સભાપતિની અપેક્ષા રહેતી નથી. તેથી ચોથા અંગની જરાય જરૂર નથી. આ રીતે ક્યારેક વાદી-પ્રતિવાદી અને સભ્યો આમ ત્રણ અંગો પણ હોય છે. જે ૮-૧૧/
अवतरण-द्वितीय एव वादिनि चतुर्थस्याङ्गनियममाहुःतत्रैव व्यङ्गस्तुरीयस्य ॥८-१२॥
અવતરણાર્થ- સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ નામનો બીજો વાદી હોય અને સામે પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી નામના ચોથા પ્રતિવાદી હોય ત્યારે કેટલાં અંગો હોય ? તેનો નિયમ જણાવે છે
સૂત્રાર્થ- ત્યાં જ (એટલે કે વાદી સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય ત્યારે અને) પ્રતિવાદી કેવલી હોય ત્યારે બે જ અંગની જરૂર છે. (શેષ અંગો સંભવતાં નથી.) | ૮-૧ના
तत्रैव द्वितीये स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादिनि, तुरीयस्य परत्र तत्त्वनिर्णिनीषोः केवलिनः प्रतिवादिनः, द्वयङ्ग एव वादः, तत्त्वनिर्णायकत्वाभावासंभवेन सभ्यानामभिहितदिशा सभापतेश्चाऽनपेक्षणात् ॥१२॥
વિવેચન- હવે જ્યારે વાદી તરીકે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય અને સામે પ્રતિવાદી તરીકે તુરીર એટલે ચોથા નંબરવાળા કેવલી હોય અર્થાત પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી ભગવાન હોય, ત્યારે વાદી અને પ્રતિવાદી એમ બે જ અંગ જરૂરી છે. સમજવાની વૃત્તિવાળો આ વાદી શિષ્યભાવયુક્ત છે. અને સમજાવનાર પરત્ર તત્ત્વનિર્ણિનીષ એવા પ્રતિવાદી જે છે તે કેવલી છે. તેથી તત્ત્વનિર્ણયના અભાવનો અસંભવ છે. તથા શાક્યતા, કલહાદિ, અને પૂજા-લાભાદિનો પણ અસંભવ
Page #396
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૩
છે. તેથી ઉપરોક્ત દિશાના અનુસારે સભ્યોની અને સભાપતિની અપેક્ષા રહેતી નથી. તેથી બે અંગ જ હોય છે. II ૮-૧૨૫
अवतरण - तृतीयेऽङ्गनियममाहुः
तृतीये प्रथमादीनां यथायोगं पूर्ववत् ॥ ८-१३॥
અવતરણાર્થ– ત્રીજા વાદી હોય ત્યારે અંગનિયમ જણાવે છે–
સૂત્રાર્થ- ત્રીજા વાદી (પરત્ર તત્ત્વનિર્ણિનીપુ ક્ષાયોપશમિકજ્ઞાનશાલી) હોય ત્યારે સામે પ્રતિવાદી પ્રથમાદિ યથાયોગ્ય હોય છે. તે પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. II૮-૧૩]
૩૭૯
परत्र तत्त्वनिर्णिनीषौ क्षायोपशमिकज्ञानशालिनि वादिनि, निवेदितरूपाणां प्रथमद्वितीयतृतीयतुरीयाणां प्रतिवादिनाम् उक्तयुक्त्यैव प्रथमस्य चतुरङ्गः, द्वितीयतृतीययोः कदाचिद् द्व्यङ्गः, कदाचित् त्र्यङ्गः, तुरीयस्य तु द्व्यङ्ग एव वादो भवति । निःसीमा हि मोहहतकस्य महिमा, इति कश्चिदात्मानं निर्णीततत्त्वमिव मन्यमानः समग्रपदार्थपरमार्थदर्शिनि केवलिन्यपि तन्निर्णयोपजननार्थं प्रवर्तत इति न कदाचिदसम्भावना, भगवांस्तु केवली प्रबलकृपापीयूषपूरपूरितान्तःकरणतया तमप्यवबोधयतीति को नाम નાનુમતે ? ।।૮-૨૨૫
વિવેચન– ચાર પ્રકારના વાદીમાંથી ત્રીજા નંબરના પરમાં તત્ત્વનો બોધ કરાવવાની ઇચ્છાવાળા ક્ષાયોપશમિક જ્ઞાનવાળા વાદી જ્યારે હોય ત્યારે સામે ઉપર કહેલા સ્વરૂપવાળા પહેલા-બીજા-ત્રીજા અને ચોથા પ્રતિવાદી સાથે યથાયોગ્ય રીતે વાદ થાય છે. ત્યાં ઉપર કહેલી નીતિથી જો (૧) જિગીષુ નામનો પ્રથમ પ્રતિવાદી હોય તો તે જિતવાની ઇચ્છાવાળો છે. તેથી ચારે અંગોની આવશ્યકતા રહે છે. (૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષુ નામના બીજા અને (૩) પરત્ર તત્ત્વનિર્ણિનીષુ ક્ષાયોપશમિક જ્ઞાની નામના ત્રીજા પ્રતિવાદી હોય ત્યારે કયારેક બે અંગો અને ક્યારેક સભાપતિ વિનાનાં ત્રણ અંગો પણ હોય છે. અને (૪) જ્યારે પ્રતિવાદી તરીકે કેવલી ભગવાન નામના ચોથા પ્રતિવાદી હોય ત્યારે વાદી-પ્રતિવાદી રૂપ બે જ અંગવાળો વાદ થાય છે. વધારે અંગની જરૂરીયાત રહેતી નથી.
પ્રશ્ન- વાદી ત્રીજા નંબરના હોય અને પ્રતિવાદી ચોથા નંબરના હોય તો
વાદ જ કેમ સંભવે ? કારણકે પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા ક્ષાયોપશમિક જ્ઞાનવાળા વાદી હોય, તે કેવલીની સામે વાદમાં કેમ ઉતરે ? કારણકે છદ્મસ્થને તત્ત્વ સમજાવવાનું હોય, કેવલીને તો કંઇ સમજાવવાનું સંભવે જ નહી. તો ત્રણ નંબરના વાદી ચાર નંબરના પ્રતિવાદીને “કેવલી છે” આમ જાણવા છતાં વાદ કેવી રીતે કરે ? અર્થાત્ આ ભાંગો ન સંભવે.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૦ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૪
રત્નાકરાવતારિકા ભાગ-૩ - ઉત્તર- નિ:સીમા દિસંસારી જીવોને હણનારા (બુદ્ધિભ્રષ્ટ કરનારા) એવા મોહરાજાનો મહિમા (પ્રભાવ) નિઃસીમ (અપાર) છે. કે કોઈક છઘસ્થ વાદી પોતાના આત્માને નિણતતત્ત્વવાળો (મને જે સમજાયું છે તે જ બરાબર તત્ત્વ છે. હું જ બરાબર જાણું છું. આવા પ્રકારનું) માનતો છતો સમગ્ર પદાર્થના પરમાર્થને જાણનારા એવા કેવલી પરમાત્મામાં પણ તે તત્ત્વનો નિર્ણય સમજાવવા માટે પ્રવૃત્તિ કરે છે. તેથી અહીં કંઈ જ અસંભવિત નથી. દુષ્ટ એવો મોહરાજા આવું કામ પણ કરાવે છે. પરંતુ સામે પ્રતિવાદી તરીકે રહેલા કેવલી ભગવાન તો પરમ કૃપારૂપી અમૃતના પૂરથી પુરાયેલા અંત:કરણવાળા હોવાના કારણે તેને (અર્થાત્ તેવા અભિમાની અને મોહબ્ધ આત્માને) પણ અવશ્ય બોધ કરે જ છે. આવું કોણ ન માને ! વાદી તરીકે અભિમાન પૂર્વક વાદ કરવા માટે જ આવેલા ગૌતમસ્વામિજી આદિને કૃપા કરવા પૂર્વક ભગવાન વર્ધમાનસ્વામીએ જેમ પ્રતિબોધ કર્યા, તેમ અહીં સમજવું. માટે છઘી વાદી અને કેવલી પ્રતિવાદી આ માંગો પણ સંભવે જ છે. | ૮-૧૩
__ अवतरण- परोपकारैकपरायणस्य भगवतः केवलिनः सम्भवत्यपि परत्र तत्त्वनिर्णिनीषा, न केवलकलावलोकितसकलवस्तुतया कृतकृत्ये केवलिनि विलसितुमुत्सहत इति प्रथमादीनां त्रयाणामेवाङ्गनियममाहुः
तुरीये प्रथमादीनामेवम् ॥८-१४॥
અવતરણાર્થ- પરોપકાર માત્ર કરવામાં પરાયણ એવા ભગવાન કેવલીને પરમાં તત્ત્વનો નિર્ણય કરાવવાની ભાવના જરૂર સંભવે છે. પરંતુ સામે જો કેવલજ્ઞાનની કલા વડે જાણેલી છે, સર્વે વસ્તુઓ જેમણે એવા કેવલી હોવાના કારણે કૃતકૃત્ય બની ચૂકેલા એવા કેવલજ્ઞાની પ્રતિવાદી હોતે છતે સમજાવવાની પ્રવૃત્તિ સંભવતી નથી. તેથી વાદી એવા કેવલીનો પ્રતિવાદી એવા કેવલીની સાથે વાદ સંભવતો નથી. માટે ચોથો ભાંગો શૂન્ય છે. આ કારણે ચાર નંબરમાં કેવલી વાદી જ્યારે હોય ત્યારે પ્રથમના ત્રણ પ્રતિવાદીની સાથે થનારા વાદમાં અંગનિયમ જણાવે છે
સૂત્રાર્ચ- ચોથા વાદી (એટલે કે કેવલી એવા વાદી) હોતે છતે પ્રથમાદિ ત્રણ પ્રતિવાદીઓની સાથેના વાદમાં અંગનિયમ આ પ્રમાણે જાણવો. | ૮-૧૪
___परत्र तत्त्वनिर्णिनीषौ केवलिनि वादिनि, प्रथम-द्वितीयतृतीयानामेवमिति पूर्ववत् प्रथमस्य चतुरङ्गः, द्वितीय-तृतीययोस्तु द्वयङ्ग एव वादो भवतीत्यर्थः ॥
"प्रारम्भकापेक्षतया यदेवमङ्गव्यवस्था लभते प्रतिष्ठाम् ।
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૮૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૫
संचिन्त्य तस्मादमुमादरेण प्रत्यारभेत प्रतिभाप्रगल्भः ॥१॥१४॥"
વિવેચન- હવે જ્યારે ચાર નંબરના વાદી હોય એટલે કે પરમ તત્ત્વ સમજાવવાની મનોવૃત્તિવાળા કેવલી ભગવાન જ્યારે વાદી હોય ત્યારે સામે પ્રતિવાદી તરીકે ૧-૨-૩ જાતના પ્રતિવાદી સંભવી શકે છે. તેમાં “વ” આ જ પ્રમાણે એટલે કે પૂર્વે જે અંગો કહ્યાં તેને અનુસારે જ અંગનિયમ સમજી લેવો. તેમાં પ્રથમ “જિગીષ” પ્રતિવાદી જો હોય તો ચારે અંગોની જરૂર રહે છે. કારણકે જિગીષ હોય ત્યારે શાક્યતા, કલહ અને પૂજા-લાભાદિની સંભાવના હોઈ શકે છે. તેના નિવારણ માટે સભ્ય અને સભાપતિની જરૂરિયાત રહે છે. પરંતુ પ્રતિવાદી તરીકે જો બે નંબર અને ત્રણ નંબર હોય તો “વાદી-પ્રતિવાદી” એમ બે જ અંગવાળો વાદ સંભવે છે. અધિક અંગની જરૂર રહેતી નથી. આ પ્રમાણે અંગવ્યવસ્થા છે તે જાણીને જ વાદનો પ્રારંભ કરાય છે. કહ્યું છે કે
પ્રારંભકની (વાદીની) અપેક્ષાએ આ પ્રમાણે અંગ વ્યવસ્થા જો કરવામાં આવી હોય તો જ તે વ્યવસ્થા પ્રતિષ્ઠાને (સફળતાને યશસ્વિતાને) પામે છે. તેથી આ વ્યવસ્થાને બરાબર સમજીને જ પ્રતિભાશાળી એવા પ્રતિવાદીએ પ્રતિવાદ કરવો જોઇએ. જો ઉપરોક્ત અંગવ્યવસ્થા વિના જ વાદ કરવામાં આવે તો શાક્ય અને કલહાદિ સંભવે. માટે વ્યવસ્થાને અનુસારે જ વાદ કરવો. ૮-૧૪ll
अवतरण-चतुरङ्गो वाद इत्युक्तम्, कानि पुनश्चत्वार्यङ्गानि ? इत्याहुः वादिप्रतिवादिसभ्यसभापतयश्चत्वार्यङ्गानि ॥८-१५॥
અવતરણાર્થ– “વાદ ચાર અંગવાળો છે” એમ પૂર્વસૂત્રમાં કહ્યું છે. તેથી તે ચાર અંગો ક્યાં ક્યાં ? તે સમજાવે છે
સૂત્રાર્થ- (૧) વાદી, (ર) પ્રતિવાદી, (૩) સભ્ય અને (૪) સભાપતિ. આમ વાદનાં કુલ-૪ અંગો છે. II ૮-૧પ
“ ખ” | ૮-૨૫.
વિવેચન– આ સૂત્રનો અર્થ સહેલો અને સરળ હોવાથી તથા શબ્દો ઉપરથી જ સમજાઈ જાય તેવો હોવાથી “અષ્ટમ્' કહીને જ સમજાવી દે છે. વધારે ટીકા કરતા નથી. તથા વાદી, પ્રતિવાદી, સભ્ય અને સભાપતિ કોને કહેવાય ? તથા તે ચારેનું કામકાજ શું શું હોય ? તે આગળના સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ કહેવાના છે. તેથી અમે તેનું વિવેચન અહીં લખતા નથી. ૮-૧ |
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૮૨
परिछे४-८ : सूत्र-१६-१७
२
२
भाग-3
अवतरण-अर्थतेषां लक्षणं कर्म च कीर्तयन्तिप्रारम्भकप्रत्यारम्भकावेव मल्लप्रतिमल्लन्यायेन वादिप्रतिवादिनौ ॥८-१६॥
અવતરણાર્થ– હવે આ ચાર અંગોનાં લક્ષણો તથા કાર્યો જણાવે છે
સૂત્રાર્થ- મલ્લ-પ્રતિમલ્લના ન્યાયે વાદના પ્રારંભકને અને પ્રત્યારંભકને અનુક્રમે पाही-प्रतिपाही हेवाय छे. ॥८-१६॥
यौ तौ प्रारम्भक-प्रत्यारम्भको पूर्वमुक्तौ, तावेव परस्परं वादि-प्रतिवादिनौ व्यपदिश्येते, यथा द्वौ नियुध्यमानौ मल्लप्रतिमल्लाविति ॥८-१६॥
વિવેચન– પૂર્વ સૂત્રોમાં વાદનો પ્રારંભ કરનારા તથા તેની સામે પ્રત્યુત્તર આપનારા જે પ્રારંભક અને પ્રત્યારંભક કહ્યા છે. તે જ બન્ને પરસ્પર વાદી-પ્રતિવાદી કહેવાય છે. જેમ યુદ્ધભૂમિમાં લડાઈ કરતાં મલ્લ અને પ્રતિમલ્લ હોય છે. તેમ વાદભૂમિમાં આ બન્નેને વાદી-પ્રતિવાદી કહેવાય છે. જેમ મલ્લ-પ્રતિમલ્લ યુદ્ધમાં વૈરાયમાણભાવે (હાર-જિતના ભાવે) યુદ્ધ કરે છે. તેમ વાદમાં આ બન્ને આત્માઓ डार-तिनी अपेक्षा पूर्व वा ४२ छे. ।। ८-१६॥
प्रमाणतः स्वपक्षस्थापनप्रतिपक्षप्रतिक्षेपावनयोः कर्म ॥८-१७॥
સૂત્રાર્થ- પ્રમાણપૂર્વક પોતાના પક્ષનું સ્થાપન કરવું, અને પ્રતિપક્ષનું (સામેના પક્ષનું) ખંડન કરવું આ જ આ બન્નેનું કામ છે. I ૮-૧૦ના
वादिना प्रतिवादिना च स्वपक्षस्थापनं परपक्षप्रतिक्षेपश्च द्वितयमपि कर्तव्यम् , एकतरस्यापि विरहे तत्त्वनिर्णयानुत्पत्तेः । अत एव स्वपक्षेत्यादिद्विवचनेनोपक्रम्यापि करेंत्येकवचनम् , यथेन्धनध्मानाधिश्रयणादीनामन्यतमस्याप्यपाये विक्लित्तेरनिष्पत्तेः सर्वेषामपि पाक इत्येकतया व्यपदेश इति । स्वपक्षस्थापनपरपक्षप्रतिक्षेपयोः समासेन निर्देश: क्वचिदेकप्रयत्ननिष्पन्नताप्रत्यायनार्थम् । यदा हि निवृत्तायां प्रथमकक्षायां प्राप्तावसरायां च द्वितीयकक्षायां प्रतिवादी न किञ्चिद् वदति, तदानीं प्रथमकक्षायां स्वदर्शनानुसारेण सत्प्रमाणोपक्रमत्वे स्वपक्षस्थापनमेव परपक्षप्रतिक्षेपः, यदा वा विरुद्धत्वादिकमुद्भावयेत्, तदा परपक्षप्रतिक्षेप: एव स्वपक्षसिद्धिः, इति समासेऽपि तुल्यकक्षताप्रदर्शनार्थमितरेतरयोगद्वन्द्वः । यथा स्वपक्षः स्थाप्यते तथा परपक्षः प्रतिक्षेप्यः, यथा चायं प्रतिक्षिप्यते तथा स्वपक्षः स्थाप्यः, न तु सर्वत्र पारिशेष्यात् परितोषिणा भवितव्यम् ॥
Page #400
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ સૂત્ર-૧૬-૧૭
૩૮૩
મને પક્ષપ્રતિપક્ષ: માત્ર પ્રસાદનક્ષેપUત્નિ | वादेऽत्र मल्लप्रतिमल्लनीतितो वदन्ति वादिप्रतिवादिनौ बुधाः ॥१॥" ॥१७॥
વિવેચન- જ્યારે જ્યારે વાદી અને પ્રતિવાદી દ્વારા વાદકથા પ્રારંભાય છે. ત્યારે ત્યારે બન્ને વ્યક્તિઓએ પોતપોતાના પક્ષનું પ્રમાણ પૂર્વક (સુયુક્તિઓ પૂર્વક) સ્થાપન કરવું અને પરપક્ષનું ખંડન કરવું આ બન્ને કામો બન્નેનાં છે. જો સ્વપક્ષ-સ્થાપન અને પરપક્ષ પ્રતિક્ષેપ આ બે કાર્યોમાંથી ગમે તે એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે તો એટલે કે બે કાર્યોમાંના કોઈપણ એક કાર્યના વિરહમાં તત્ત્વનિર્ણયની અનુત્પત્તિ છે. આ કારણથી જ મૂલસૂત્રમાં “વપક્ષસ્થાપનપ્રતિપક્ષપ્રતિક્ષેપ'' આમ દ્વિવચનનો પ્રયોગ કરીને પણ “ ” શબ્દમાં એકવચનનો પ્રયોગ કર્યો છે અર્થાત્ જેમ બંધન (કાષ્ઠ), ધ્યાન (ફૂંકણી.), અધિશ્રયણ (ચૂલા ઉપર વસ્તુ મૂકવી) આ બધી ક્રિયાઓ મળીને જ “પાક” ક્રિયા થાય છે. ઉપરોક્ત સર્વે ક્રિયાઓમાંથી કોઈપણ એક ક્રિયા જ ન હોય તો “વિક્લિત્તિ” (એટલે પાક) ક્રિયાની અનિષ્પત્તિ જ થાય છે. તેથી આ સર્વે ક્રિયાઓ મળીને “પાકક્રિયા”નો એક ક્રિયા રૂપે વ્યવહાર થાય છે. તેવી જ રીતે સ્વપક્ષસાધન અને પ્રતિપક્ષનું પ્રતિક્ષેપણ આમ આ બન્ને ક્રિયાઓ મળીને જ વાદ કરવા રૂપ એક “” ક્રિયા છે. આમ જણાવવા વચનભેદથી નિર્દેશ કરેલ છે.
વળી “સ્વપક્ષસાધન અને પ્રતિપક્ષપ્રતિપ” આ બન્ને પદોનો સમાસ કરીને એકવાક્ય સ્વરૂપે મૂલસૂત્રમાં ગ્રન્થકારે જે વિધાન કર્યું છે. તે એમ જણાવે છે કે ક્યારેક એક જ પ્રયત્ન માત્રથી આ બન્ને કામો નિષ્પન્ન થઈ જાય છે. આમ સમજાવવા માટે સમાસ કરેલ છે. વાદકથામાં વાદી દ્વારા પોતાના પક્ષનું સ્થાપન કરવા રૂપ પ્રથમકક્ષા સમાપ્ત થયે છતે (એટલે કે વાદી બોલી રહે ત્યારબાદ) પ્રતિવાદીને બોલવાનો અવસર પ્રાપ્ત થવા રૂપ બીજી કક્ષા આવે છતે પણ જો પ્રતિવાદી કંઇપણ ન બોલે (એટલે કે પ્રતિવાદી જો વાદીના કહેલા તત્ત્વમાં કંઇપણ દોષો ન બતાવે) તો તે જ વખતે પ્રથમ કક્ષામાં જ વાદી દ્વારા પોતાના માનેલા દર્શનના અનુસારે યુક્તિયુક્ત એવાં સત્રમાણો રજુ કરવા પૂર્વક વસ્તુ સિદ્ધ કરાયે છતે પોતાના પક્ષની જે સ્થાપના કરી છે. તે જ પ્રતિપક્ષનો પ્રતિક્ષેપ (એટલે કે પરપક્ષનું ખંડન) છે. પરપક્ષના ખંડન માટે બીજી યુક્તિઓ હવે આપવી પડતી નથી. કારણકે જ્યારે પ્રતિવાદી કંઇ બોલે જ નહીં. તેનો અર્થ એ છે કે વાદી વડે કહેવાયેલી વાત સત્ય છે. તેનાથી અન્ય વાત મિથ્યા છે. માટે સ્વપક્ષના સ્થાપન રૂપ એક જ પ્રયત્નથી પરપક્ષનું ખંડન પણ સમજી લેવું.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૮૪
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા ભાગ-૩ અથવા પ્રતિવાદી વડે બોલાયેલા વાક્યમાં વાદી દ્વારા વિરુદ્ધતા આદિ કોઈ દોષો જો ઉભાવિત કરાય (પ્રગટ કરાય). અને ત્યાં પ્રતિવાદી કંઈ પણ બોલે નહીં. તો વાદી દ્વારા કરાયેલું આ પરપક્ષનું ખંડન જ સ્વપક્ષનું સ્થાપન સમજી લેવું. આ રીતે કોઇક વાર એક જ પ્રયત્ન બન્ને કાર્ય કરનાર બને છે. તેથી “સ્વપક્ષસાધન અને પ્રતિપક્ષ પ્રતિક્ષેપ” આ બન્ને પદોનો સમાસ કરવા છતાં પણ તે બન્ને પદો તુલ્ય કક્ષાવાળાં છે. આમ જણાવવા માટે ઇતરેતરન્દ સમાસ કર્યો છે. તેથી યુક્તિપ્રયુક્તિઓ દ્વારા અને સત્રમાણ જણાવવા દ્વારા જેમ સ્વપક્ષની સ્થાપના કરાય છે. તેમ તેવી જ સુંદર યુક્તિઓ વડે પરપક્ષનો પ્રતિક્ષેપ પણ કરવો જ જોઈએ. અને જે રીતે પરપક્ષનો પ્રતિક્ષેપ કરાય છે. તે રીતે સ્વપક્ષનું સ્થાપન પણ અવશ્ય કરવું જ જોઇએ. પરંતુ આ બેમાંથી એક કાર્ય કર્યું હોય તો તેવા પ્રકારના એક કાર્યમાત્રથી સર્વત્ર સંતોષવાળા થવું નહીં. સ્વપક્ષસ્થાપના થઈ રહે તો પણ પરપક્ષના ખંડન માટે પ્રયત્નશીલ રહેવું. અને પરપક્ષનું ખંડન કર્યું હોય તો સ્વપક્ષના સ્થાપન માટે પણ પ્રયત્નશીલ રહેવું. આવો ભાવ સમજાવવા ઇતરેતરદ્વન્દ સમાસ કર્યો છે.
“અહીં વાદકથામાં પ્રમાણપૂર્વક પોતાના પક્ષનું સ્થાપન અને પ્રતિપક્ષનું ક્ષેપણ (ખંડન) કરવાની ક્રિયામાં કર્મઠ (કુશળ) એવા તે બન્નેને પંડિતપુરુષો મલ્લ-પ્રતિમલ્લના ન્યાયથી વાદી પ્રતિવાદી કહે છે.” I૮-૧૭
वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वधारणाबाहुश्रुत्यप्रतिभाक्षान्तिमाध्यस्थ्यैरुभयाभिमता: सभ्याः ॥८-१८॥
સૂત્રાર્થ- વાદી અને પ્રતિવાદીની વચ્ચે જે વિષયનો વાદ ચાલવાનો હોય તે સિદ્ધાન્તને જાણવામાં (૧) કુશળતા, (ર) ધારણાશક્તિ, (૩) બહુશ્રુતતા, (૪) પ્રતિભા, (૫) ક્ષમાશીલતા અને (૬) માધ્યસ્થતા ગુણો વડે જે પુરુષો વાદી-પ્રતિવાદી એમ ઉભયને માન્ય છે. તે પુરુષો સભ્ય કહેવાય છે. li૮-૧૮II
नदीष्ण इति कुशलः, प्राधान्यख्यापनार्थं वादि-प्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वस्य प्रथमं निर्देशः । न चैतद् बहुश्रुतत्वे सत्यवश्यं भावि, तस्यान्यथापि भावात्, अवश्यापेक्षणीयं चैतत् , इतरथा वादिप्रतिवादिप्रतिपादितसाधनदूषणेषु सिद्धान्तसिद्धत्वादिगुणानां तद्बाधितत्वादिदोषाणां चावधारयितुमशक्यत्वात् । सत्यप्येतस्मिन् धारणामन्तरेण न स्वावसरे गुणदोषावबोधकत्वमिति धारणाया अभिधानम् । कदाचिद् वादिप्रतिवादिभ्यां स्वात्मनः प्रौढताप्रसिद्धये स्वस्वसिद्धान्ताप्रतिपादितयोरपि व्याकरणादि
Page #402
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૮
प्रसिद्धयोः प्रसङ्गतः प्रयुक्तोद्भावितयोर्विशेषलक्षणच्युतसंस्कारादिगुणदोषयोः परिज्ञानार्थं बाहुश्रुत्योपादानम् । ताभ्यामेव स्वस्वप्रतिभयोत्प्रेक्षितयोस्तत्तद्गुणदोषयोर्निर्णयार्थं प्रतिभायाः प्रतिपादनम् । वादि-प्रतिवादिनोर्मध्ये यस्य दोषोऽनुमन्यते स यदि कश्चिद् कदाचित् परुषमप्यभिदधीत, तथापि नैते सभासदः कोपपिशाचस्य प्रवेशं सहन्ते, तत्त्वावगमव्याघातप्रसङ्गादिति क्षान्तेरुक्तिः । तत्त्वं विदन्तोऽपि पक्षपातेन गुणदोषौ विपरीतावपि प्रतिपादयेयुरिति माध्यस्थ्यवचनम् । एभिः षड्भिर्गुणैरुभयोः प्रकरणात् वादि-प्रतिवादिनोरभिप्रेताः सभ्या भवन्ति । सभ्या इति बहुवचनं त्रि- चतुरादयोऽमी प्रायेण कर्तव्या इति ज्ञापनार्थम्, तदभावेऽपि द्वावेको वाऽसौ विधेयः ॥८- १८ ॥
વિવેચન– અહીં મૂલસૂત્રમાં લખેલા “નદીષ્ણ” શબ્દનો અર્થ કુશળ કરવો. વાદી અને પ્રતિવાદી આ બે અંગોનાં લક્ષણો શું ? અને તેઓની કાર્યવાહી શું ? તે જણાવીને આ સૂત્રમાં હવે “સભ્ય” નામના ત્રીજા અંગનું લક્ષણ કહે છે. વાદી અને પ્રતિવાદી વચ્ચે થનારી વાદકથામાં હવે જણાવાતા ૬ ગુણોવાળા જે શ્રોતા પુરુષો હોય છે તેને “સભ્ય” કહેવાય છે. (૧) સિદ્ધાન્ત કુશળતા, (૨) ધારણા, (૩) બહુશ્રુતતા, (૪) પ્રતિભા, (૫) ક્ષમાશીલતા અને (૬) મધ્યસ્થતા. આ છએ ગુણોમાં “સિદ્ધાન્તની કુશળતા” અતિશય પ્રધાન છે. તે જણાવવા માટે છએ ગુણોમાં આ ગુણનો પ્રથમપણે નિર્દેશ કર્યો છે. ન ચૈત=સભ્યોમાં બહુશ્રુતપણું હોતે છતે જ વાદ-વિષયક સિદ્ધાન્તની કુશળતા હોય, એવો નિયમ નથી. તસ્ય- તે વાદી-પ્રતિવાદી દ્વારા કરાતી વાદકથાવિષયક સિદ્ધાન્તનું કૌશલ્ય અન્યથાઽત્તિ-બહુશ્રુતતા વિના પણ ભાવાત્-હોઇ શકે છે. બહુશ્રુતતા પ્રાપ્ત ન કરી હોય તો પણ પ્રતિનિયત વાદવિષયક સિદ્ધાન્તની બાબતમાં તે વિષયના અનુભવ દ્વારા સભ્યોની અંદર કુશળતા હોઇ શકે છે. અને સભ્યપણે બેસનારા અંગમાં આ ગુણ અવશ્ય અપેક્ષણીય છે. ફતરથા=જો આ સિદ્ધાન્તની કુશળતા નામના ગુણની અપેક્ષા ન રાખીએ તો વાદમાં ચર્ચાતા સિદ્ધાન્તની કુશળતા વિનાના અને સભ્ય તરીકે બેઠેલા પુરુષો વાદી અને પ્રતિવાદી વડે કહેવાયેલા પોતાના પક્ષના સાધક એવા સાધનમાં અને પરપક્ષના પ્રતિક્ષેપ માટે અપાયેલા દૂષણોમાં ક્યા ક્યા હેતુઓ સિદ્ધાન્તને સિદ્ધ કરે તેવા સિદ્ધાન્ત સિદ્ધત્વાદિ ગુણોવાળા છે અને કયા કયા હેતુઓ તે સિદ્ધાન્તને બાધા પહોંચાડે તેવા બાધિતત્વાદિ દોષવાળા છે. આવા પ્રકારના સાધકતા રૂપ ગુણોને અને બાધકતા રૂપ દોષોને જાણવાને તે સભ્યો અસમર્થ હોય છે. માટે “સિદ્ધાન્તકુશળતા” અવશ્ય જરૂરી છે.
(૨) સિદ્ધાન્તકુશળતા નામનો આ ગુણ હોતે છતે પણ જો ધારણા નામનો ગુણ ન હોય તો તે ધારણા ગુણ વિના વાદી અને પ્રતિવાદી દ્વારા કરાતા તે વાદમાં
૪૯
૩૮૫
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૬ પરિચ્છેદ-૮ સૂત્ર-૧૮
રત્નાકરાવતારિકા ભાગ-૩ કહેવાયેલી તે ચર્ચા જ જો યાદ ન રહે તો તેમાં ગુણો અને દોષો જ્યારે જ્યારે આવતા હોય ત્યારે ત્યારે તે પ્રાપ્ત અવસરમાં ગુણો અને દોષોનો બોધ પણ થતો નથી. તેથી વાદીએ શું વાત કરી ? અને પ્રતિવાદીએ શું વાત કરી ? તે વાતને ધારી રાખવાની ધારણા શક્તિ પણ હોવી જરૂરી છે. તેથી તેનું કથન કરેલું છે.
(૩) ક્યારેક ક્યારેક વાદી અને પ્રતિવાદી વડે પોતપોતાની પ્રૌઢતા (હોંશિયારીબડાઈ) જણાવવા માટે પોતપોતાના સિદ્ધારતમાં પ્રતિપાદન ન કરેલા એવા પણ વ્યાકરણ-ન્યાય-સાહિત્ય અને કાવ્ય આદિમાં પ્રસિદ્ધ એવા ગુણ-દોષનો પ્રસંગવશાત્ પ્રયોગ કરે અને ત્યારબાદ તેનું સમર્થન કરે આમ કરીને વિષયાન્તર થઇ જાય અને નિરર્થક બીજી વાતોમાં સમય ગુમાવી વાદનો ટાઇમ પૂરો કરે કે જેથી પોતાની હાર થતી દેખાતી હોય તે વાદનો સમય પૂરો થઈ જવાથી બીજા દિવસ ઉપર વાદ જાય અને વચ્ચે વસ્તુતત્ત્વ વિચારવાનો સમય મળી રહે જેથી હાર ન થાય. આમ વિષયાન્તર અર્થવાળા ગુણ-દોષની ચર્ચામાં ઉતરી જાય. જેમકે વિશેષ લક્ષણ રૂપ હોય તે ગુણ કહેવાય. અગ્નિનો ગુણ દાહજ્જા, સ્ફટિકનો ગુણ ઉજ્જવલતા, પ્રાપ્તકરેલા સંસ્કારો ચૂત થઇ જવા-ચાલ્યા જવા તે દોષ, જેમકે–વ્રતધારી થઈને વ્રતથી ભ્રષ્ટ થવું આને ગુણ-દોષ કહેવાય છે. આવા પ્રકારની વિષયાતર અને સ્થાનાન્તરમાં પ્રસિદ્ધ ગુણ-દોષની વ્યાખ્યામાં તથા ચર્ચામાં વાદી-પ્રતિવાદી સમય ન ગુમાવે તે માટે ગુણદોષના સૂક્ષ્મ અર્થોના જાણકાર સભ્યો હોવા જોઇએ તે જણાવવા માટે “બાહુશ્રુત્ય” આવું વિશેષણ સભ્યોનું કહ્યું છે.
(૪) તે વાદી અને પ્રતિવાદી વડે જ પોતપોતાની પ્રતિભા દ્વારા કલ્પના કરીને પોતાના પક્ષમાં ગુણો અને પરપક્ષમાં જે દોષો અપાયા હોય, તેમાં કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તેના નિર્ણય માટે સભ્યોમાં “પ્રતિભા” હોવી જોઈએ. આ કારણથી સભ્યોનું “પ્રતિભા” એવું ચોથું વિશેષણ છે.
(૫) વાદી અથવા પ્રતિવાદીની અંદર આ સભ્યો વડે જેનો દોષ જણાવાય, તે (વાદી અથવા પ્રતિવાદી) કોઇક ક્રોધાવેશમાં આવ્યો છતો કદાચ જો કઠોર ભાષા પણ (સભ્યો માટે) બોલે, તો પણ આ સભાસદો ક્રોધ રૂપી પિશાચના પ્રવેશને સહન કરતા નથી (અર્થાત્ ક્રોધાવેશમાં આવતા નથી, કારણકે વાદી અથવા પ્રતિવાદી તો ગુસ્સામાં છે જ. અને સભાસદો પણ જો ગુસ્સામાં આવી જાય તો વાદ દ્વારા તત્ત્વ જાણવામાં વ્યાઘાત થવાનો પ્રસંગ આવે. આમ સમજીને સભ્યોમાં ક્ષમા ગુણ હોવો જરૂરી છે. માટે “ક્ષમાશીલ” નામનું પાંચમું વિશેષણ લખ્યું છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૯
(૬) સભ્યો તત્ત્વને જાણતા હોય, છતાં પણ વાદી ઉપર અથવા પ્રતિવાદી ઉપર પક્ષપાત હોય તો તેના કારણે વિપરીત ગુણ-દોષ પણ જણાવે. આવું ન બને એમ સમજીને સભ્યોનું “માધ્યસ્થ્ય” આવું છઠ્ઠું વિશેષણ કહ્યું છે.
આવા પ્રકારના છ ગુણોથી સંયુક્ત ઉભયને માન્ય, અહીં (૩Æ શબ્દથી) પ્રકરણ જેનું ચાલે છે. તે વાદી અને પ્રતિવાદી એમ બન્નેને માન્ય એવા ‘‘સભ્યા: '' સભ્યો આવા પ્રકારનું મૂલ સૂત્રમાં જે બહુવચન કર્યું છે. તેનાથી વાદમાં આ સભ્યો ઘણું કરીને ત્રણ-ચાર વગેરે (૩-૪-૫-૬-૭-૮ ઇત્યાદિ) હોવા જોઇએ. આમ જણાવવા માટે બહુવચન કરેલ છે. જ્યારે કોઇ કાલે કોઇ ક્ષેત્રે ત્રણ-ચાર આદિ સભ્યો ન જ મળી શકતા હોય તો બે અથવા છેવટે એક સભ્ય પણ અવશ્ય $291. 116-9611
वादिप्रतिवादिनोर्यथायोगं वादस्थानककथाविशेषाङ्गीकारणाऽग्रवादोत्तरवादनिर्देशः, साधकबाधकोक्तिगुणदोषावधारणम्, यथावसरं तत्त्वप्रकाशनेन कथाविरमणम्, यथासम्भवं सभायां થાન થનું વૈષાં માંગિ ૫૮-૬૧॥
સૂત્રાર્થ- વાદી અને પ્રતિવાદીને- (૧) વાદનું સ્થાન નક્કી કરવું, (ક્યા વિષય ઉપર વાદ કરવો ? તે વિષયનો નિર્ણય કરવો. (ર) કથાવિશેષનું અંગીકાર કરાવવું. (એટલે કે વાદનો પ્રારંભ કરાવવો). (૩) અગ્રવાદ અને ઉત્તરવાદનો નિર્દેશ કરવો, (એટલે કે પ્રથમ કોણે વાદ શરૂ કરવો અને કોણે સામે પ્રત્યુત્તર આપવો, તેનો નિર્દેશ કરવો. (૪) વાદી અથવા પ્રતિવાદી વડે સાધક પ્રમાણો અને બાધક પ્રમાણો કહેવાયે છતે તેમાં અનુક્રમે ગુણ અને દોષોને બરાબર જાણવા. (૫) વચ્ચે વચ્ચે જ્યારે અવસર આવે ત્યારે (એટલે વાદી કે પ્રતિવાદી અથવા બન્ને મૂલભૂત ચર્ચાનો ત્યાગ કરી વિષયાન્તરમાં જતા હોય અથવા ખોટો સમય માત્ર વીતાવતા હોય, અને આવા કારણે બોલવું જ પડે તેમ હોય ત્યારે) તત્ત્વને પ્રકાશિત કરવા દ્વારા વાદ સમાપ્ત કરવો. તથા (૬) સભામાં યથાયોગ્ય (નિષ્પક્ષપાત ભાવે જે ઉચિત લાગે તે પ્રમાણે) જય-પરાજયની ઘોષણા કરવા રૂપ વાદના ફળનું કથન કરવું. આ છ કાર્યો આ સભ્યોનાં છે. II૮-૧૯લા
૩૮૭
,
यत्र स्वयमस्वीकृतप्रतिनियतवादस्थानको वादिप्रतिवादिनौ समुपतिष्ठेते, तत्र सभ्यास्तौ प्रतिनियतं वादस्थानकं सर्वानुवादेन दूष्यानुवादेन वा, वर्गपरिहारेण वा
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૮
પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
वक्तव्यमित्यादिर्योऽसौ कथाविशेषस्तं चाङ्गीकारयन्ति, अस्याग्रवादोऽस्य चोत्तरवाद इति च निर्दिशन्ति, वादि-प्रतिवादिभ्यामभिहितयोः साधक-बाधकयोर्गुणं दोषं . चावधारयन्ति । यदैकतरेण प्रतिपादितमपि तत्त्वं मोहादभिनिवेशाद् वाऽन्यतरोऽनङ्गीकुर्वाण: कथायां न विरमति, यदा वा द्वावपि तत्त्वपराङ्मुखमुदीरयन्तौ न विरमतः, तदा तत्त्वप्रकाशनेन तौ विरमयन्ति । यथायोगं च कथायाः फलं जय-पराजयादिकमुद्घोषयन्ति, तैः खलूद्घोषितं तन्निर्विवादतामवगाहते ॥
"सिद्धान्तद्वयवेदिनः प्रतिभया प्रेम्णा समालिङ्गितास्तत्तच्छास्त्रसमृद्धिबन्धुरधियो निष्पक्षपातोदयाः । क्षान्त्या धारणया च रञ्जितहृदो बाढं द्वयोः संमताः । સંખ્યા: મુશિરોનવીશુવિશુમૈત્સંખ્યાપ્ત તે વધે ' ૮-૨૧
વિવેચન- જે વાદમાં વાદીએ અને પ્રતિવાદીએ વાદનો વિષય સ્વયં પોતે જ નિર્ણત કર્યો હોય ત્યાં સભ્યોએ કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ જ્યાં સ્વયં પોતે નથી
સ્વીકાર્યું પ્રતિનિયત (નિશ્ચિત) વાદસ્થાનક જેઓએ એવા વાદી અને પ્રતિવાદી વાદ કરવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે ત્યાં સભ્યો તે બન્નેને વાદસ્થાનક અંગીકાર કરાવે છે. એટલે કે તમારે (૧) સર્વાનુવાદ વડે (એટલે............
......) (૨) દૂષ્યાનુવાદ વડે (એટલે.........................
.........) (૩) અથવા વર્ગપરિહાર કરવા પૂર્વક (એટલે.....
| આવી આવી રીતે બાંધેલા નિયમો પ્રમાણે જ જે આ કથાવિશેષ (ચર્ચા) કરવાની છે. આમ નિયત કરેલા વિષયવાળું અને નિયમોથી યુક્ત એવું વાદસ્થાનક અંગીકાર કરાવે છે. તથા આ વ્યક્તિએ પ્રથમ વાર શરૂ કરવાનો છે. (અગ્રવાદ કરવાનો છે) અને બીજી વ્યક્તિએ તેનો સામનો કરવાનો છે. (ઉત્તરવાદ કરવાનો છે.) આવો નિર્દેશ આ સભ્યો કરે છે. તથા વાદી અને પ્રતિવાદી વડે કહેવાયેલાં સાધક પ્રમાણમાં અને બાધક પ્રમાણમાં અનુક્રમે જે જે ગુણો અને દોષો હોય છે. તેનો નિશ્ચય સભ્યો પોતે કરે છે. અને જાહેર કરે છે.
તથા જ્યારે વાદી અથવા પ્રતિવાદી આ બન્નેમાંથી કોઇપણ એક વડે કહેવાયેલું તત્ત્વ સાચું-યથાર્થ હોવા છતાં પણ મોહથી (અજ્ઞાનતાથી) અથવા અભિનિવેશથી (કદાગ્રહથી) બીજો તે તત્ત્વને સ્વીકાર કરતો નથી અને આડું અવળું બોલવા દ્વારા કથાનો વિરામ કરતો નથી (વાદ ચાલુ જ રાખે છે) ત્યારે, અથવા બન્ને વક્તાઓ મૂલભૂત તત્ત્વચર્ચાથી પરામુખ થઈને (વિષયાન્તર એવી ગમે તે વસ્તુ ઉપર) ગમે તેમ બોલતા
Page #406
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૦
૩૮૯
છતા સભ્યોનો સમય જ પસાર કરે. પણ કથાથી વિરામ પામે નહીં, ત્યારે સભ્યો સાચું તત્ત્વ પ્રકાશિત કરવા દ્વારા તે બન્નેને વાદથી અટકાવે છે.
તથા યથોચિત એવું જય-પરાજય સંબંધી અને આદિ શબ્દથી લાભ-પૂજાદિ સંબંધી કથાનું ફળ ઉદ્ઘોષિત કરે છે. તે સભ્યો વડે ઉદ્ઘોષિત કરાયેલું તે કથા ફળ કોઇપણ જાતના વિવાદ વિના જ સર્વે વ્યક્તિઓએ સ્વીકારવાનું જ રહે છે. આ સઘળું સભ્યોનું કામ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
“બન્નેના સિદ્ધાંતને જાણનારા (કુશળ), પ્રેમ ભરેલી એવી પ્રતિભા વડે સમાલિંગિત (યુક્ત), (અર્થાત્ પ્રતિભાવાળા), તે તે શાસ્ત્રોના અભ્યાસની સમૃદ્ધિથી મનોહર બુદ્ધિવાળા (બહુશ્રુત), પક્ષપાતના ભાવથી રહિત (મધ્યસ્થ) ક્ષમા અને ધારણા ગુણ વડે રંજિત હૃદયવાળા (ક્ષમાવાન્ અને ધારણાવાનું), તથા વાદીને અને પ્રતિવાદીને એમ બન્નેને માન્ય (ઉભયસમ્મત), આવા તે આ સભ્યો, (શંભુશિરોનદી) = ગંગા નદીના જેવા પવિત્ર શુભભાવવાળા જ્ઞાની પુરુષોએ (વાદ કાળે) પ્રાપ્ત કરવા જોઇએ. + ૮-૧૦ प्रज्ञाज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्नः सभापतिः ॥८-२०॥
સૂત્રાર્થ- (વાદમાં) પ્રજ્ઞા, આજ્ઞાનું એશ્વર્ય, ક્ષમા, અને માધ્યષ્ય આ ચાર ગુણોથી યુક્ત સભાપતિ હોય છે. I ૮-૨૦II
यद्यप्युक्तलक्षणानां सभ्यानां शाठ्यं न संभवति, तथापि वादिनः प्रतिवादिनो वा जिगीषोस्तत् संभवत्येवेति सभ्यानपि प्रति विप्रतिपत्तौ विधीयमानायां नाऽप्राज्ञः सभा-पतिस्तत्र तत्समयोचितं तथा तथा विवेक्तुमलम्, न चासौ सभ्यैरपि बोधयितुं शक्यते । स्वाधिष्ठितवसुन्धरायामस्फुरिताऽऽज्ञैश्वर्यो न स कलहं व्यपोहितुमुत्सहते, उत्पन्नकोपा हि पार्थिवा यदि न तत्फलमुपदर्शयेयुः, तदा निदर्शनमकिञ्चित्कराणां स्युः, इति सफले तेषां कोपे वादोपमर्द एव भवेदिति । कृतपक्षपाते च सभापतौ सभ्या अपि भीतभीता इवैकतः किल कलङ्कः, अन्यतश्चालम्बितपक्षपातः प्रतापप्रज्ञाधिपतिः सभापतिरिति 'इतस्तटमितो व्याघ्रः' इति नयेन कामपि कष्टां दशामाविशेयुः, न पुनः परमार्थं प्रथयितुं प्रभवेयुः, इत्युक्तं प्रज्ञाऽऽज्ञैश्वर्यक्षमामाध्यस्थ्यसंपन्न इति ॥८-२०॥
વિવેચન– આ જ પરિચ્છેદના સૂત્ર-૧૮માં કહેલા છ ઉત્તમગુણોથી યુક્ત એવા સભ્યો છે. તેથી આવા પ્રકારના કહેવા લક્ષણોવાળા સભ્યોની અંદર તો શઠતા સંભવતી નથી. તો પણ જિગીષ એવા વાદી અથવા પ્રતિવાદીમાં તે શઠતા સંભવી શકે જ છે. આ કારણથી સભ્યો સાથે પણ વાદ-પ્રતિવાદીનો પરસ્પર વિવાદ થયે
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૯૦ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૧
રત્નાકરાવતારિકા ભાગ-૩ છતે અપ્રાશ (બુદ્ધિશાળી ન હોય તેવા) સભાપતિ તત્ર ત્યાં વાદી-પ્રતિવાદીને કે સભ્યોને તે તે કાળને ઉચિત તેવા તેવા પ્રકારનું સમાધાનના વલણવાળું વિવેચન કરવા માટે સમર્થ થતા નથી. તેમજ આ વાદીને કે પ્રતિવાદીને સભ્યો પણ સમજાવવાને શક્તિમાન થતા નથી. તેથી સભાપતિ પ્રાશ (બુદ્ધિશાળી) હોવો જરૂરી છે. માટે “પ્રાજ્ઞ” વિશેષણ કહ્યું છે.
તથા પોતાની માલિકી વાળી પૃથ્વી ઉપર જેની આજ્ઞાનું ઐશ્વર્ય (પ્રભાવ) સ્કુરાયમાન નથી એટલે કે પોતાના જ પ્રદેશમાં જે રાજાની આજ્ઞા લોકો માનતા નથી. તે સભાપતિ વાદી-પ્રતિવાદીના કલહને દૂર કરવાને સમર્થ બનતા નથી. કારણકે ઉત્પન્ન થયેલ કોપવાળા રાજાઓ જો તે કોપનું ફળ ન બતાવે તો અકિંચિત્કરના દૃષ્ટાન્ત રૂપ બને છે. એટલે કે તેવા રાજાને કોઈ ગણકારતું નથી. પરંતુ તેઓનો ઉત્પન્ન થયેલો કોપ સફળ હોય તો (એટલે કોપ થાય ત્યારે આજ્ઞાના ઐશ્વર્યથી વાદીપ્રતિવાદીને દબાવી શકે તો) જ વાદની સમાપ્તિ થાય. એટલે કે વાદી-પ્રતિવાદી નિરર્થક વાદકથાથી અટકે તે માટે આશાના ઐશ્વર્યવાળા સભાપતિ હોવા જોઇએ.
તથા સભાપતિ વાદીનો કે પ્રતિવાદીનો જો પક્ષપાત કરનાર હોય તો સભ્યો પણ જાણે (રાજાથી) ભયભીત થયા હોય શું ? એમ એકબાજુ સાચો ન્યાય ન આપી શકવાથી અમારું “સભ્યપદ” કલંકિત થશે તથા બીજી બાજુ સ્વીકાર્યો છે પક્ષપાત જેણે એવા અને પ્રતાપરૂપી પ્રજ્ઞાના સ્વામી સભાપતિ છે. તેથી “એક બાજુ નદી અને બીજી બાજુ વાઘ છે” ક્યાં જવું ? બન્ને બાજુ ભય છે. એવી દૃષ્ટિ વડે કોઈ અવાચ્ય કષ્ટવાળી દશાને પામેલા બની જાય છે. પરંતુ પોતે પણ સાચું તત્વ કહેવાને સમર્થ બનતા નથી. આવી દશાનું કારણ રાજાએ સ્વીકારેલો પક્ષપાત છે. તેથી રાજા પક્ષપાત વિનાના જ હોવા જોઈએ. એ વાત સમજાવવા મૂલસૂત્રમાં “માધ્યશ્મ” પદ લખ્યું છે.
આવા પ્રકારનાં કારણોથી પ્રજ્ઞા, આજ્ઞાનું ઐશ્વર્ય, ક્ષમા અને માધ્યથ્ય ગુણોથી સંપન્ન રાજા હોવા જોઈએ એમ મૂળસૂત્રમાં કહ્યું છે. / ૮-૨૦ll
वादिसभ्याभिहितावधारणकलहव्यपोहादिकं चास्य कर्म ।८-२१।
૧. ક્ષમા નામના ત્રીજા ગુણનું પ્રયોજન અહીં ટીકામાં જણાવ્યું નથી. પરંતુ એમ લાગે છે કે વાદી કે પ્રતિવાદી પોતાના પક્ષની સિદ્ધિ માટે અને પરપક્ષના પ્રતિક્ષેપ માટે પ્રબળ એવી ઘણી યુક્તિઓ આપે અને તેના કારણે વાદ લાંબો ચાલે તો પણ સભાપતિ કંટાળે નહિ કે ગુસ્સે થાય નહીં. જેથી વાદ કરવાનો રસ ટકી રહે તે માટે સભાપતિ ક્ષમાશીલ હોવા જોઈએ.
Page #408
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૩૯૧
સૂત્રાર્થ- વાદી-પ્રતિવાદી અને સભ્યો વડે કહેવાયેલા વિષયનું અવધારણ કરવું, કલહ દૂર કરવો, અને આદિ શબ્દથી જય-પરાજયની જાહેરાત કરવી. ઇત્યાદિ આ સભાપતિનું કામ છે. || ૮-૨૧II
वादिभ्यां सभ्यैश्चाभिहितस्याऽर्थस्याऽवधारणम्, वादिनोः कलहव्यपोहो यो येन जीयते स तस्य शिष्य इत्यादेर्वादि-प्रतिवादिभ्यां प्रतिज्ञातस्यार्थस्य कारणा, पारितोषिकवितरणादिकं च सभापतेः कर्म ॥
"विवेकवाचस्पतिरुच्छ्रिताज्ञः क्षमान्वितः संहृतपक्षपातः । सभापतिः प्रस्तुतवादिसभ्यैरभ्यर्थ्यते वादसमर्थनार्थम् ॥१॥८-२१॥"
વિવેચન- આ સૂત્રમાં સભાપતિનું કર્તવ્ય શું છે ? તે સમજાવે છે. વાદી અને પ્રતિવાદી દ્વારા તથા સભ્યો દ્વારા જે જે અર્થો કહેવાયા, જે કોઇ દલીલો કરાઇ, તે સર્વને યાદ રાખવું, તે રાજાનું પ્રથમ ર્તવ્ય છે. વાદી-પ્રતિવાદી વચ્ચે થયેલો કલહ દૂર કરવો, “જે વ્યક્તિ જેના વડે જિતાય તે તેનો શિષ્ય બની જાય” આવી આવી જે કોઈ શરતો વાદી-પ્રતિવાદી વડે કરાઇ હોય, તે પ્રતિજ્ઞા કરેલા અર્થનું પાલન કરાવવું, તથા જિતનારાને પારિતોષિક આપવું. ઈત્યાદિ સભાપતિનું કાર્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે–વિવેકવાળી બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન, ઉત્કૃષ્ટ આજ્ઞાવાળા, ક્ષમાગુણથી યુક્ત, અને ત્યજી દીધો છે પક્ષપાત જેણે એવા સભાપતિ વાદના સમર્થન માટે પ્રસ્તુત એવા વાદી-પ્રતિવાદી અને સભ્યો વડે ઇચ્છાય છે. | ૮-૨૧
अवतरण- अथ जिगीषवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुः
सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्ती वक्तव्यम् ॥८-२२॥
અવતરણાર્થ– જ્યારે જિગીષની સાથે વાદ આરંભાયો હોય ત્યારે વાદી અને પ્રતિવાદીએ કેટલી કક્ષા સુધી (અર્થાત્ ક્યાં સુધી) બોલવું જોઈએ. તે વાતનો નિર્દેશ કરે છે
સૂત્રાર્થ- જિગીષ એવા વાદી કે પ્રતિવાદીની સાથે આ વાદ થયે છતે જ્યાં સુધી સભ્યો (ને સાંભળવા)ની ફૂર્તિ હોય ત્યાં સુધી વાદી-પ્રતિવાદીએ બોલવું જોઇએ. I૮-૨શા
सह जिगीषुणा जिगीषुभ्यां जिगीषुभिर्वा वर्तते योऽसौ तथा तस्मिन् वादे, वादिप्रतिवादिगतायाः स्वपक्षसिद्धिपरपक्षप्रतिक्षेपविषयायाः शक्तेरशक्तेश्च परीक्षणार्थं यावत् तत्रभवन्तः सभ्याः किलाऽपेक्षन्ते, तावत् कक्षाद्वयत्रयादि स्फूर्ती सत्यां वादिप्रतिवादिभ्यां वक्तव्यम् । ते च वाच्यौचित्यपरतन्त्रतया कदाचित् क्वचित् कियदप्यपेक्षन्ते इति नास्ति कश्चित् कक्षानियमः ॥
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પરિચ્છેદ-૮: સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ _વિવેચન- જ્યાં જિગીષ એક વાદીની સાથે, બે વાદીની સાથે, અથવા બહુ વાદીની સાથે વાદ કથા ગોઠવાયેલી હોય તેવી આ વાદકથામાં વાદી અને પ્રતિવાદી સંબંધી પોતાના પક્ષની સિદ્ધિના વિષયવાળી અને પરપક્ષના પ્રતિક્ષેપના વિષયવાળી શક્તિ છે ? કે અશક્તિ છે ? તેની પરીક્ષા કરવા માટે જ્યાં સુધી ત્યાં બેઠેલા સભ્યો (વાદ સાંભળવાની) અપેક્ષા રાખે, ત્યાં સુધી બે કક્ષા સુધી (બેવાર), ત્રણ કક્ષા સુધી (ત્રણવાર), એમ સાંભળનારાની સ્કૂર્તિ હોય ત્યાં સુધી વાદી-પ્રતિવાદીએ બોલવું જોઇએ.
તથા વાદી અને પ્રતિવાદીને બોલવાનો અધિકાર આપ્યો છે માટે તે સભ્યો પણ વાદી-પ્રતિવાદીની વક્તવ્યતાની ઔચિત્યતાને આધીન હોવાથી ક્યારેક કોઇક ક્ષેત્રે કેટલીએ વાર પણ સાંભળવાની અપેક્ષા રાખે છે તેથી વાદી-પ્રતિવાદીએ કેટલી વાર બોલવું. તેની કક્ષાનો કોઈ નિયમ નથી. સભ્યોની સાંભળવાની સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું.
इह हि जिगीषुतरतया यः कश्चिद् विपश्चित् प्रागेव पराक्षेपपुरःसरं वादसंग्रामसीम्नि प्रवर्तते, तस्य स्वयमेव वादविशेषपरिग्रहे, तदपरिग्रहे सभ्यैस्तत्समर्पणे वाऽग्रवादेऽधिकारः । तेन सभ्यसभापतिसमक्षमक्षोभेण प्रतिवादिनमुद्दिश्याऽवश्यं स्वसिद्धान्तबुद्धिवैभवानुसारितया साधु साधनं स्वपक्षसिद्धयेऽभिधानीयम् ॥
વિવેચન– અહીં વાદભૂમિમાં જે કોઈ વિદ્વાન જિગીષપણાની અતિશય તાલાવેલીમાં પહેલો જ સામેની અજવ્યક્તિના પક્ષ ઉપર આક્ષેપો કરવા પૂર્વક વાદ સંગ્રામની સીમામાં પ્રવેશે છે. એટલે કે અહંકારાદિથી પહેલી જ વાર શરૂ કરે છે. તો તેણે પોતે જ સ્વયં વાદવિશેષનો અધિકાર પ્રથમ સ્વીકાર કર્યો છે. માટે તેને અગ્રવાદનો અધિકાર પ્રાપ્ત થાય છે. અથવા જો તેણે પ્રથમ વાર શરૂ કર્યો ન હોય તો સભ્યો દ્વારા તેને પ્રથમ વાદ સમર્પણ કરાયે છતે તે વાદી અગ્રવાદ કરવાનો અધિકારી બને છે. તે વાદીને પૂર્વપક્ષ કરવાનો અધિકાર મળે છે. તે કારણથી તે વાદીએ સભ્યો અને સભાપતિ સમક્ષ કોઈપણ જાતનો ક્ષોભ પામ્યા વિના પ્રતિવાદીને ઉદેશીને પોતાના માન્ય સિદ્ધાન્તને અને પોતાના બુદ્ધિવૈભવને અનુસરીને “સારું સાધન” એટલે કે યુક્તિયુક્ત નિર્દોષ પ્રમાણ પોતાના પક્ષની સિદ્ધિ માટે અવશ્ય બોલવું જ જોઈએ. સારાંશ કે સભ્યોએ જેને અગ્રવાદનો અધિકાર આપ્યો હોય અથવા જેણે સ્વયં અગ્રવાદનો અધિકાર સ્વીકારી લીધો હોય તેણે ક્ષોભ પામ્યા વિના તુરત જ વાદકથાનો પ્રારંભ કરવો જોઇએ. સમય વીતાવવો જોઈએ નહીં.
अथ क्षोभादेः कुतोऽपि प्रागेवाऽसौ वक्तुमशक्तो भवेत् , तदानीं दूरीकृतसमस्तमत्सरविकारैः सभासारै( सभासदै )रुभयोरपि वस्तुव्यवस्थापनदूषणशक्तिपरीक्षणार्थं
Page #410
--------------------------------------------------------------------------
________________
- ૩૯૩
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ तदितरस्याग्रवादेऽभिषेकः कार्यः । अथ वादिनस्तूष्णीम्भावादेव पराजितत्वेन कथापरिसमाप्तेः किमितरस्याग्रवादाभिषेकेण ?, इति चेत् । स्यादेतत् , यदि प्रतिवादिनोऽपि पक्षो न भवेत् , सति तु तस्मिन् वादीव तमसमर्थयमानोऽसौ न जयति, नापि जीयते, प्रौढिप्रदर्शनार्थं तु तद्गृहीतमुक्तमग्रवादमङ्गीकुर्वाणः श्लाध्यो भवेत् । उभावप्यनङ्गीकुर्वाणौ तु भङ्गयन्तरेण वादमेव निराकुरुत इति तयोः सभ्यैः सभाबहिर्भाव एवाऽऽदेष्टव्यः ॥
વિવેચન– વાદ શરૂ કરતાં પહેલાં વાદી ઘણા આડંબરવાળો હોય અને ઘણી બડાઈ પણ મારતો હોય, પરંતુ વાદ કરવા માટે વાદ સભામાં જ્યારે પ્રવેશ કરે ત્યારે સભા ક્ષોભ આદિ કોઇપણ કારણથી આ વાદી પહેલાં બોલવાને જો અશક્ત બને તો તેના પ્રત્યે જરા પણ મત્સરભાવ સભ્યોએ લાવવો નહીં. કારણકે “દૂર કર્યા છે સમસ્ત મત્સરના વિકારો જેઓએ” તેવા આ સભાસદો છે. તેથી તેવા નિર્વિકારી સભાસદો વડે વાદી અને પ્રતિવાદી એમ બન્નેમાં પોતાને માન્ય એવી વસ્તુનું વ્યવસ્થાપન કરવાની અને પરપક્ષમાં દૂષણ આપવાની શક્તિ કેટલી છે ? તે જાણવા માટે (જ્યારે વાદી કંઈ બોલતા નથી ત્યારે) તુરત જ તેનાથી ઇતર એવી વ્યક્તિનો (પ્રતિવાદીનો) અગ્રવાદમાં=એટલે કે પૂર્વપક્ષ કરવામાં અભિષેક કરવો જોઇએ. બીજી વ્યકિતને વાદી તરીકે નીમવો જોઇએ.
પ્રશ્ન- વાદ સભામાં પ્રવેશ કરીને જ જો વાદી સભાક્ષોભાદિના કારણે મૌનભાવ રાખે, કંઈ બોલે જ નહીં તો તેના મનભાવથી જ તે હારી ગયો કહેવાય, અને બેમાંથી એક હારે એટલે વાદ સમાપ્ત જ થઈ જાય, તો ઇતર વ્યકિતને અગ્રવાદનો અભિષેક કરવાની શી જરૂર ?
- ઉત્તર- તમારો આ પ્રશ્ન તો સાચો કહેવાય કે જો પ્રતિવાદીને પણ કોઈ પક્ષ ન હોય તો. પરંતુ સામે પ્રતિવાદીને પોતાનો તેવો પક્ષ હોતે છતે પોતાના તે પક્ષનું સમર્થન ન કરે તો આ પ્રતિવાદી જય પામેલો ગણાતો નથી. તેમજ વાદી વડે જિતાયેલો પણ ગણાતો નથી. પરંતુ પોતાની પ્રૌઢતા જણાવવા માટે તે વાદી વડે પ્રથમ ગ્રહણ કરીને ત્યજાયેલા અગ્રવાદને જો આ પ્રતિવાદી અંગીકાર કરે તો તે પ્રતિવાદી વધારે પ્રશંસનીય બને છે. માટે વાદી ન બોલે તો પ્રતિવાદીએ પોતાના પક્ષની સિદ્ધિ માટે પ્રથમવાદ શરૂ કરવો જોઇએ.
હવે સભા ક્ષોભાદિના કારણે વાદી કે પ્રતિવાદી એમ બન્ને પણ વ્યક્તિઓ જો અગ્રવાદને અંગીકાર ન કરે તો બીજી રીતે વિચારીએ તો વાદ જ બંધ થઈ ગયો
૫૦
Page #411
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
૩૯૪
ગણાય. અને વાદસભામાં પ્રવેશ પામીને વાદી-પ્રતિવાદી તરીકે નામ ધરાવીને પણ જો સભામાં વાદ શરૂ ન કરે તો સભ્યોએ તે બન્નેને સભામાંથી બહાર નીકળી જવાનો જ આદેશ ફરમાવવો જોઇએ. એટલે કે સભા બહાર કાઢી મૂકવા જોઇએ.
तत्र वादी स्वपक्षविधिमुखेन वा, परपक्षप्रतिषेधमुखेन वा साधनमभिदधीत, यथा-जीवच्छरीरं सात्मकं प्राणादिमत्त्वान्यथानुपत्तेरिति, नेदं निरात्मकं तत एवेति ।
વિવેચન– હવે જ્યારે વાદી પ્રથમ વાદનો આરંભ કરે છે. ત્યારે કાં'તો પોતાના પક્ષની સ્થાપના કરવા રૂપે વિધિ મુખે, અથવા પર પક્ષનો પ્રતિષેધ કરવા રૂપે નિષેધમુખે સાધ્યને સાધવા માટે “સાધન” (હેતુ) જણાવે છે. તેનાં ઉદાહરણ આ પ્રમાણે છે—
વિધિમુખેનું ઉદાહરણ— નીવીર માત્મ, પ્રાળમિત્ત્વાચથાનુષપત્તે: । સર્વે પણ જીવન્ત શરીર સાત્મક હોય છે. સાત્મક્તા વિના પ્રાણાદિમત્ત્વ સંભવતું નથી. અહીં અન્વયવ્યાપ્તિ થતી નથી. કારણકે જે જે સાત્મક શરીર છે તે સર્વે જીવચ્છરીર નામના પક્ષમાં અંતર્ગત છે. પક્ષ વિનાનું સપક્ષતાવાળું કોઇ ઉદાહરણ નથી. પરંતુ વ્યતિરેક વ્યાપ્તિ થાય છે. તે આ પ્રમાણે— યવ્ યક્ સાત્મ - મતિ, તવ્ તવ્ પ્રાણામિપિ 7 મતિ, યથા ઘટ-પટાવિ: આ પ્રમાણે વ્યતિરેકવ્યાપ્તિ વાળો હેતુ હોવાથી સહેતુ છે અને સાધ્યને સાધવા માટે વિધિમુખે આ હેતુ કહેલો છે. એટલે કે સાધ્ય અસ્તિરૂપ છે.
નિષેધનું ઉદાહરણ- નીવચ્છશરીરમિવું, “નિરાત્મ જ્ઞ'' તત વ હેતો: ( પ્રામિવાન્યથાનુવપત્તે: ) અહીં પણ પૂર્વની જેમ વ્યતિરેક વ્યાપ્તિ જ થાય છે. અન્વયવ્યાપ્તિ થતી નથી. પરંતુ સાધ્ય નાસ્તિરૂપ છે. માટે આ અનુમાન નિષેધમુખે કહેવાય છે. આ રીતે વાદ શરૂ કરનાર વાદીને વિધિમુખ કે નિષેધમુખે અનુમાન દ્વારા પોતાના પક્ષની સ્થાપના અને પ્રતિપક્ષનો પ્રતિક્ષેપ માત્ર જ કરવાનો હોય છે. અહિંથી વાદ શરૂ થયો કહેવાય છે.
अत्र च यद्यप्यर्थान्तराद्यभिधानेऽपि वस्तुनः साधन- दूषणयोरसंभवाद् न कथोपरम:, तथापि परार्थानुमाने वक्तुर्गुणदोषा अपि परीक्ष्यन्त इति न्यायात् स्वात्मनोऽश्लाध्यत्वविघाताय यावदेवावदातं तावदेवाभिधातव्यम् । अन्यथा शब्दानित्यत्वं साधयितुकामस्य 'प्रागेव नाभिप्रदेशात् प्रयत्नप्रेरितो वायुः प्राणो नामोर्ध्वमाक्रामन्नुरःप्रभृतीनां स्थानानामन्यतमस्मिन् स्थाने प्रयत्नेन विधार्यते स विधार्यमाणः स्थानमभिहन्ति, तस्मात् स्थानाद् ध्वनिरुत्पद्यते ' इत्यादिशिक्षासूत्रोपदिष्टशब्दोत्पत्तिस्थानादिनिरूपणां कर्णकोटरप्रवेशप्रक्रियां च प्रकाश्य य एवंविधः शब्दः सोऽनित्यः कृतकत्वादिति हेतु
Page #412
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
मुपन्यस्य पुनः पटकुटादिदृष्टान्तमुत्पत्त्यादिमुखेन वर्णयतः प्रथमकक्षैव न समाप्येत, ત: પ્રતિવાનિોવાશ: ? ॥
વિવેચન– વાદી દ્વારા જે આ પ્રથમ વાદ શરૂ કરાયો છે. અને તેમાં જે અનુમાન રજુ કરાયું છે. તેમાંને તેમાં જો અર્થાન્તર (બીજા બીજા વિષયો) વાદી કહેવા લાગે (અને બોલતાં અટકે જ નહી) તો પોતે કહેલા પ્રથમ અનુમાનમાં જે હેતુ કહેવાયો છે. તે સાધન (સાચો હેતુ) છે કે દૂષણ (ખોટો હેતુ) છે. તે વાતનો પણ અસંભવ થવાથી કથાનો ઉપરમ જ થતો નથી. જેમ વાદીએ કહ્યું હોય કે ‘“પર્વતો વહ્વિમાન્ માત્'' આ અનુમાન કહીને પર્વત એટલે શિલાઓનો સમૂહ, ઘણી શિલાઓનો. સમૂહ, તે શિલા નાની-મોટી અનેક છે. ચારેબાજુ પથરાયેલી છે. તેના ઉપર અનેક પ્રકારની વનરાજી છે. શીતલ પવન વાય છે. નાની-મોટી અનેક વાવડીઓ છે. આમ પર્વતના, વહ્નિના અને ધૂમના વર્ણનમાં જ જો વાદી ઉતરી જાય તો મૂલ પ્રથમ બોલાયેલું અનુમાન સાચું છે કે દોષિત છે ? આ કહેવાનો સંભવ જ રહેતો નથી. અને આ સાધન-દૂષણ બતાવ્યા વિના વિવક્ષિત કથાનો વિરામ થતો નથી.
૩૯૫
આમ હોવા છતાં પણ પરાર્થાનુમાનમાં વક્તાના ગુણ-દોષની અવશ્ય પરીક્ષા કરવી જોઇએ'' આવો ન્યાય હોવાથી વાદીએ પોતાના અપયશના વિદ્યાત માટે જ્યાં સુધી અત્યન્ત શુદ્ધપણે ઉચિત લાગે ત્યાં સુધી જ બોલવું જોઇએ. અને વિક્ષિત વાતને અનુસરીને જ બોલવું જોઇએ.
અન્યથા= જો આવી મર્યાદા ન રખાય અને બોલાય ત્યાં સુધી બોલવું, આમ અમર્યાદિતપણે બોલવાની આ વાદી અને પ્રતિવાદીને છૂટ આપીએ, તો ક્યારેય પણ કથાનો ઉપરમ થાય નહીં. બોલનાર વિષયાન્તરરૂપે પણ ચલાવ્યા જ કરે. જેમકે“શવ્વઃ, અનિત્ય:, ત્રિમા'' આવું અનુમાન કરીને શબ્દપક્ષમાં અનિત્યત્વસાધ્ય સાધવાની ઇચ્છાવાળો કોઇ પુરુષ ‘પ્રત્યેવ='' પહેલાં જ આવી વાતમાં ઉતરી જાય કે સૌથી પ્રથમ નાભિ ભાગમાંથી પ્રયત્ન દ્વારા પ્રેરણા પામેલો પ્રાણ નામનો વાયુ ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગતિ કરતા એવા તે વાયુને ઉ૨ઃ (છાતી) વગેરે સ્થાનોમાંથી કોઇપણ એક સ્થાનમાં પ્રયત્નપૂર્વક ધારણ કરાય છે. એટલે કે અટકાવાય છે. અટકાવાતો એવો તે વાયુ તે સ્થાનને હણે છે. એટલે કે સ્થાનની સાથે અથડાય છે. એટલે તે સ્થાનમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે.' ઇત્યાદિ શિક્ષા સૂત્રમાં જણાવાયેલ શબ્દોની ઉત્પત્તિના સ્થાન વગેરેની પ્રરૂપણા કરવા લાગે. અને વક્તાના મુખથી બોલાયેલો આ શબ્દ શ્રોતાના કર્ણકોટરમાં (કાન રૂપી ખાડામાં) કેવી કેવી રીતે પ્રવેશ કરે છે આવી પ્રવેશ ક્રિયાને જણાવીને પછી કહે કે આવા પ્રકારનો જે આ શબ્દ છે. તે અનિત્ય છે.
કૃતક હોવાથી
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૬
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ આમ તત્વ હેતુનો ઉપન્યાસ કરીને, પટ અને કૂટ આદિનાં દૃષ્ટાન્ત આપીને વળી તે દૃષ્ટાન્તભૂત પટ કેમ બન્યો ? કૂટ કેમ બન્યું ? આમ પટ-કૂટાદિની ઉત્પત્તિ તથા તેના પ્રકારો વગેરેનું વર્ણન કરવા લાગી જાય તો વાદીને બોલવાની પ્રથમકક્ષા (પહેલીવાર) જ સમાપ્ત ન થાય. તેને લગતા જુદા જુદા વિષયોની વાતોમાં અને વાતોમાં ઉતરી જાય વાદીનું આ બોલવું જ અસ્થાને હોવાથી પૂર્ણ ન થાય તો પછી પ્રતિવાદીને બોલવાનો અવકાશ જ ક્યાં રહે ? તે માટે અનુમાનનાં સાધન-દૂષણને કહેવાને બદલે આવી વિષયાારની વાતોમાં ન ઉતરવું. આવી વાતોમાં ઉતરવાથી સભ્યોને ઉગ ઉત્પન્ન થવાનો અને પોતાને અપયશ મળવાનો ભય છે. માટે પરને બોધ કરવા જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું. અધિક ન બોલવું અને સભાસદોને નિરસતા થાય તેવું વર્તન ન કરવું. આ જ વાત ટીકાકારશ્રી જણાવે છે
किञ्च, परप्रतिपत्तये वचनमुच्चार्यत इति यावदेव परेणाऽऽकाङ्क्षितम् , तावदेव युक्तं वक्तुम् । लोकेऽपि वादिनो: करणावतीर्णयोरेकः स्वकीयकुलादिवर्णनां कुर्वाण: पराक्रियते, प्रकृतानुगतमेवोच्यतामिति चानुशिष्यते ॥
| વિવેચન– વળી જે કોઈ વચન બોલવામાં આવે છે તે પરને સમજાવવા માટે જ બોલવાનું હોય છે માટે જ્યાં સુધી સાંભળનારા એવા પર જીવો સાંભળવાની અપેક્ષા રાખે ત્યાં સુધી જ બોલવું ઉચિત છે. વાદસ્થાનમાં વાદ કરવા માટે ઉતરેલા વાદી અને પ્રતિવાદી, આ બન્નેમાંથી જો કોઈ એક પોતાનાં કુલ-જાતિ-વિદ્યા આદિનું વર્ણન કરવા ઉતરી જાય તો તેવું કરતા એવા તેને અટકાવાય છે. અને “પ્રસ્તુત પ્રસંગને અનુસરનારું જ કહો” એમ શિખામણ અપાય છે. માટે બીનજરૂરી અને અધિક વચનો વાદસ્થાનમાં બોલવાં નહીં.
किं पुनस्तदवदातमिति चेत्, यस्मिन्नभिहिते न भवति मनागपि सचेतसां चेतसि क्लेशलेशः । एते हि महात्मानो निष्प्रतिमप्रतिभाप्रेयसी परिशीलनसुकुमारहृदया: स्वल्पेनाप्यर्थान्तरादि संकीर्तनेन प्रकृतार्थप्रतिपत्तौ विध्नायमानेन न नाम न क्लिश्यन्ति ।
“મવાર" એટલે નિર્દોષ વચન બોલવું. ત્યાં પ્રશ્ન થાય છે કે “અવદાત” કોને કહેવાય ? “અવદાત” એ શું છે ? તો જણાવે છે કે જે વચન બોલાયે છતે સચેતસ (સમજા-ડાહ્યા-બુદ્ધિશાળી અને સરળ) એવા શ્રોતાવર્ગના ચિત્તમાં અલ્પમાત્રાએ પણ ક્લેશ ન થાય, ઉગ ન થાય, કંટાળો અને અણગમો ન થવા પામે, તેટલું જ અને તેવું જ બોલવું, તેને અવદાતવચન કહેવાય છે. કારણકે આ સાંભળનારા સભ્યો (મહાત્માઓ) અનુપમ એવી જે પ્રતિભા છે. તે પ્રતિભારૂપી પ્રેયસીના પરિશીલનથી સુકોમળ હૃદયવાળા છે. તેથી પ્રસ્તુત અર્થ જણાવવામાં અત્યન્ત અલ્પમાત્રાએ પણ જો
Page #414
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
વિષયાન્તરનું કથન કરવામાં આવે અને તેના દ્વારા પ્રસ્તુત કથનમાં વિઘ્ન કરવામાં આવે તો તેઓ ક્લેશ નથી પામતા એમ નહીં. પરંતુ અવશ્ય ક્લેશ પામે જ છે વળી આવા પ્રકારના આ સભ્યો વિષયાન્તર બોલતા અને તેના કારણે સમય વીતાવતા વાદી કે પ્રતિવાદીને અપયશ પણ આપે છે.
तेन स्वस्वदर्शनानुसारेण साधनं दूषणं चाऽर्थान्तरन्यूनक्लिष्टातिदोषाऽकलुषितं वक्तव्यम् । तत्रार्थान्तरं प्रागेवाऽभ्यधायि । न्यूनं तु नैयायिकस्य चतुरवयवाद्यनुमानમુખ્યસ્વત: । વિનષ્ટ યથા-યત્ નૃત, તવશ્ચાયમ્, ચથા ઘટ:, તસ્માનિત્યસ્તतदनित्यम्, कृतकत्वाच्छब्दोऽनित्य इत्यादि व्यवहितसंबन्धम् । नेयार्थं यथा - शब्दोऽनित्यो द्विकत्वादिति, द्वौ ककारौ यत्रेति द्विकशब्देन कृतकशब्दो लक्ष्यते, तेन कृतकत्वादित्यर्थः । व्याकरणसंस्कारहीनं यथा - शब्दोऽनित्यः कृतकत्वस्मादिति । असमर्थं यथाअयं हेतुर्न स्वसाध्यगमक इत्यर्थेनाऽसौ स्वसाध्यघातक इति । अश्लीलं यथा - नोदनार्थे चकारादिपदम् । निरर्थकं यथा - शब्दो वै अनित्यः कृतकत्वात् खल्विति । अपरामृष्टविधेयांशं यथा - अनित्यशब्दः कृतकत्वादिति । अत्र हि शब्दस्याऽनित्यत्वं साध्यं प्राधान्यात् पृथग् निर्देश्यम्, न तु समासे गुणीभावकालुष्यकलङ्कि तमिति । पृथग्निर्देशेऽपि पूर्वमनुवाद्यस्य शब्दस्य निर्देशः शस्यतरः, समानाधिकरणतायां तदनुविधेयस्यानित्यत्वस्याऽलब्धास्पदस्य तस्य विधातुमशक्यत्वादित्यादि । तदेवमादि वदन् वादी समाश्लिष्यते नियतमश्लाघ्यतया ॥
૩૯૭
આ કારણથી વાદી અથવા પ્રતિવાદીએ વાદસભામાં (૧) અર્થાન્તર, (૨) ન્યૂનતા, (૩) ક્લિષ્ટતા આદિ દોષોથી અક્લુષિત એવું સાધનવચન અને પરપક્ષમાં દૂષણવચન પોતપોતાના દર્શનને અનુસારે બોલવું જોઇએ. અર્થાન્તરતા આદિ દોષો વિનાનું નિર્દોષ વચન જ બોલવું. તો જ જય થાય. અન્યથા સભાસદો ઉદ્વેગ પામે અને વક્તાની હાર થાય.
પ્રશ્ન– અર્થાન્તરતા, ન્યૂનતા, ક્લિષ્ટતા આદિ દોષો કોને કહેવાય ? તે તો સમજાવો. ઉત્તર-‘અર્થાન્તરતા” તો પહેલાં જ સમજાવાઇ ગઇ છે કે વિષયાન્તરમાં જવું. ચાલુ પ્રાસંગિક બાબતથી અન્ય બાબત ઉપર ઉતરી જવું. તેને અર્થાન્તરદોષ કહેવાય છે.
(૨) ન્યૂનદોષઃ– જ્યાં જેટલું બોલવું જરૂરી હોય, તેનાથી ઓછું બોલવું. અથવા પોતાના સિદ્ધાન્તમાં કહેલા કરતાં ઓછું બોલવું તે ન્યૂન દોષ કહેવાય છે. જેમકે—નૈયાયિકો (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) ઉદાહરણ, (૪) ઉપનય અને (૫) નિગમન આમ પાંચ અવયવોવાળું અનુમાન માને છે, તેને બદલે ચાર જ અવયવવાળું અથવા ત્રણ વગેરે
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૮
પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ અવયવવાળું જ અનુમાન કહે તો તેને ન્યૂનતાનો દોષ લાગે, આમ પોતપોતાના દર્શનોમાં પોતપોતાના સિદ્ધાન્તની સિદ્ધિ માટે જેટલું બોલવાનું આવશ્યક કહ્યું હોય. તેમાંથી અર્ધ-પોણું બોલવું, પરંતુ પૂર્ણ ન બોલવું તે ન્યૂનતા દોષ જાણવો.
(૩) ક્લિષ્ટતા દોષ – દુઃખે દુઃખે બોધ થાય તેવું સંબંધ વિનાનું બોલવું તે, જેમકે-“જે કૃતક હોય, આ શબ્દ કૃતક છે, જેમકે- ઘટ, તેથી અનિત્ય છે. તે તે અનિત્ય છે, કૃતક હોવાથી. શબ્દ અનિત્ય છે.” આવા પ્રકારનાં પરસ્પર વ્યવધાન યુક્ત સંબંધવાળાં વાક્યો બોલવાં કે જેથી શ્રોતાવર્ગને અર્થ સમજવામાં ક્લિષ્ટતા ઉત્પન્ન થાય. તે ક્લિષ્ટતાદોષ.
(૪) નેયાર્થદોષ:- અતિશય ગૂઢ અર્થવાળું બોલવું તે, જેમકે–“દ્ધિઃ નિત્ય: જિત્વાન્ત" આ અનુમાનમાં જે “ધિત્વી'' હેતુ જણાવ્યો છે. તેમાં તો જો યતિ છે કકાર જેમાં તે દિન આવો અર્થ છે. તળ શબ્દમાં બે કકાર છે. આમ દિલ શબ્દથી વૃત શબ્દ લક્ષિત થાય છે. તેથી દિ–ાત્ પદનો અર્થ
સ્વાત્ કરીને શબ્દને અનિત્ય જાણવો. આવો ગૂઢાર્થ કોઈક જ સમજી શકે, સર્વે સભાસદો ન સમજી શકે માટે આવું બોલવું તે નેયાર્થદોષ કહેવાય છે.
(૫) વ્યાકરણ સંસ્કારહીન દોષ - સંસ્કૃત ભાષાના વ્યાકરણના જે જે નિયમો છે તેના સંસ્કાર રહિત અશુદ્ધ જે પ્રયોગો કરવામાં આવે તે વ્યાકરણ સંસ્કાર હન દોષ કહેવાય છે. જેમકે- “શબ્દો નિત્ય: તત્વમૈત્' રૂતિ આ વાક્યમાં
તન્નત્વસ્પર્ આ પ્રયોગ અશુદ્ધ છે. કારણકે “મમ્" પ્રત્યય સર્વનામથી જ થાય છે. અને વૃક્તત્વ શબ્દ સર્વનામ નથી.
(૬) અસમર્થ દોષઃ- જે શબ્દ, જે વિવક્ષિત અર્થ માટે બોલવો હોય, તે વિવક્ષિત અર્થ સમજાવવામાં જો તે શબ્દ સમર્થ ન હોય તો અસમર્થ દોષ લાગે છે જેમકે- “ નિત્ય: દ્રવ્યત્વત્' આ અનુમાનમાં કહેવાયેલો દ્રવ્યત્વર્િ હેતુ સાધ્યના અભાવમાં (આકાશાદિમાં) વર્તતો હોવાથી વ્યભિચારી છે. માટે સાધ્યને સાધી આપતો નથી. તેથી આવું બોલવું હોય કે “મર્થ હેતુઃ ન વસાધ્યમિક:” આ હેતુ પોતાના સાધ્યને સાધી શકતો નથી. પરંતુ બાદમાં ઉપરોક્ત વાક્ય બોલવાને બદલે ત્વરાદિના કારણે આ જ અર્થમાં મન સ્વસાધ્યયાતવા આ હેતુ પોતાના સાધ્યનો ઘાતક છે. આવું જો બોલાઈ જાય તો અસમર્થદોષ કહેવાય છે. કારણકે દન્ ધાતુ હિંસા અર્થવાળો હોવાથી ઘાતક એટલે હણનાર-નાશ કરનાર અર્થ થઈ શકે છે. પરંતુ મામ%-અબોધક અર્થ થઈ શક્તો નથી. સ્વસાધ્યનો અગમક (ન જણાવનાર) આવો અર્થ આપણે જે
Page #416
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : ગાથા-૨૨
૩૯૯
સમજવો અને સમજાવવો છે તે સમજાવવામાં આ ઘાતક શબ્દનો પ્રયોગ અસમર્થ છે. માટે ભૂલથી જો આવા શબ્દો વાદમાં વપરાઇ જાય તો અસમર્થદોષ લાગે છે.
(૭) અશ્લીલ દોષઃ હલકા શબ્દોનો પ્રયોગ, થ્રીડા (શરમ) ઉત્પન્ન થાય, તિરસ્કાર ઉત્પન્ન થાય, અમંગલ ઉત્પન્ન થાય એવા તુચ્છ-અસાર શબ્દોનો પ્રયોગ કરવો તે અશ્લીલ દોષ કહેવાય છે. જેમકે- સંસ્કૃતભાષામાં ‘“નોના'' શબ્દ આવે છે કે જેનો “પ્રેરણા” અર્થ થાય છે. આવા પ્રકારના પ્રેરણા અર્થવાળા નોવના શબ્દમાં ભૂલથી પ્રથમ અક્ષર ના ને બદલે ચાર જો વાપરવામાં આવે તો વ્રીડા (શરમ) ઉત્પન્ન થાય, એવો હલકો શબ્દ થઇ જાય છે. તેથી ચોના આદિ શબ્દોનો પ્રયોગ કરવાથી અશ્વીલ દોષ લાગે છે.
(૮) નિરર્થક દોષઃ— જરૂરીયાત વિનાના શબ્દોનો પ્રયોગ કરવો તે નિરર્થક દોષ. જેમકે- ‘‘શબ્દો, વૈ અનિત્ય:, તત્ત્વાર્ વ્રુત્ત્વિતિ'' આ અનુમાનમાં જે વૈ અને છતુ શબ્દો છે. તેનું કંઇ પ્રયોજન નથી. તેથી આવા પ્રકારના બીનજરૂરી શબ્દોનો પ્રયોગ કરવો તે નિરર્થકદોષ જાણવો.
(૯) અપરાક્રૃષ્ટવિધેયાંશ દોષ:- જે અનુમાનમાં જે વિધેય હોય, તેનો પ્રધાનપણે નિર્દેશ કરવો જોઇએ. તેને બદલે ગૌણ પણે નિર્દેશ કરાય તો આ દોષ લાગે છે. જેમકે ‘‘અનિત્યશન્દ્ર: તાત્'' આ પ્રમાણે અનુમાન કરવામાં શબ્દનું અનિત્યત્વ જે સાધ્ય છે. તેનો પ્રધાનપણે નિર્દેશ કરવો જોઇએ પરંતુ સામાસિક પ્રયોગ કરવાથી અને શબ્દનું વિશેષણ થવાથી તે ગૌણ બની જાય છે. તેવા પ્રકારના ગૌણ ભાવના કલંકથી કલંક્તિ પ્રયોગ ન કરવો જોઇએ. તેથી વિધેય એવા અનિત્યપદનું ગૌણપણે વિધાન કરવાથી આ દોષ લાગે છે. હવે કદાચ સમાસ ન કરીએ અને “અનિત્ય: રાષ્ટ્ર: તાત્'' આવા પ્રકારનો પ્રયોગ કરીએ તો વિધેય એવું અનિત્ય ગૌણ ભલે નથી. તો પણ આવો પ્રયોગ પ્રશસંનીય ગણાતો નથી. કારણકે સમાસ વિના પૃથગ્નિર્દેશ કરવા છતાં પણ અનુવાદ્યનો પ્રયોગ પ્રથમ અને વિધેયનો પ્રયોગ પછી કરવો જોઇએ. પહેલાં અનુવાદ્ય (ઉદેશવાક્ય) લખીને પછી જ વિધેયવાક્ય (નિર્દેશવાક્ય) લખાય તો જ તે પ્રયોગ પ્રશંસનીય બને છે. તેને બદલે સમાનાધિકરણ પણે (સમાન વિભન્યન્તપણે) નિર્દેશ કરાયે છતે ‘અનિત્ય શર્: '' આવો નિર્દેશ જો કરીએ તો તે ઉચિત નથી કારણ કે અહીં શબ્દ પ્રથમ વિધેય છે અને અનિત્ય પછી વિધેય છે. અર્થાત્ અનુવિધેય છે. કારણકે “શબ્દ” નામનો ધર્મી પ્રથમ સિદ્ધ થાય, ત્યારબાદ જ તે શબ્દ નિત્ય છે. કે અનિત્ય છે ? આવી ચર્ચા સંભવી શકે. તેથી અનુવિધેય (અર્થાત્ પાછળ જ કહેવા યોગ્ય) એવું અનિત્યત્વ, શબ્દની પૂર્વે નથી
Page #417
--------------------------------------------------------------------------
________________
૪00 પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ પ્રાપ્ત કર્યું સ્થાન જેણે એવા તેનું વિધાન કરવું તે અનુચિત છે. શબ્દ ધર્મ જાણ્યા વિના પૂર્વકાળમાં અનિત્ય આદિ ધર્મો જાણવા તે અયોગ્ય છે. તેથી સમાસ ન કરો છતાં પણ વિધેયનો જો પૂર્વપ્રયોગ કરાય તો પણ આ દોષ લાગે છે.
તે આ પ્રમાણે આવા પ્રકારના દોષોવાળા વાક્યોનો પ્રયોગ કરતો વાદી અવશ્ય અસ્લાધ્યતા (અપયશ)ની સાથે જોડાય છે. અર્થાત્ અપયશ પામે છે. માટે દોષો વિનાનું “અવદાત” વાક્ય વાપરવું જોઇએ.
प्रतिवादिना तु स्वस्यानुषङ्गिकश्लाध्यत्वसिद्धये तत् प्रकाश्य साधनदूषणे यत्नवता भाव्यम् ,न तु तावतैव स्वात्मनि विजयश्रीपरिरम्भः संभावनीयः । प्रकटिततीर्थान्तरीयकलङ्कोऽकलङ्कोऽपि प्राह-वादन्याये दोषमात्रेण यदि पराजयप्राप्तिः पुनरुक्तवच्छ्रुतिदुष्टार्थदुष्टकल्पनादुष्टादयोऽलङ्कारदोषाः पराजयाय कल्पेरनिति ॥
જો કે વાદીએ પોતે જ દોષો વિનાનાં જ વાક્યો બોલવાં જોઈએ. પરંતુ પ્રતિવાદીએ તો પોતાની આ પ્રસંગને અનુસરીને પ્રશંસાની પ્રાપ્તિ માટે (વાદીનાં બોલાયેલાં વાક્યોમાં) તzતે અર્થાન્તરાદિ યથોચિત દોષો પ્રકાશિત કરીને પોતાના પક્ષની સિદ્ધિમાં સાધન વાક્ય અને પરપક્ષ (વાદીના) વાક્યમાં દૂષણ વાક્ય જણાવવા અવશ્ય પ્રયત્નશીલ થવું જોઇએ. પરંતુ તવર્તવ=તેટલા માત્રથી (એટલે કે વાદીના બોલાયેલાં વાક્યોમાં અર્થાન્તરાદિ દોષો જણાવવા માત્રથી) જ પોતાના (પ્રતિવાદીના) પક્ષમાં વિજયલક્ષ્મીનો પ્રાદુર્ભાવ માની લેવો નહીં. પરંતુ પોતાના પક્ષમાં (પ્રતિવાદીના વાક્યોમાં) પણ સામેનો વાદી જે જે દોષો જણાવે તેનું પણ પ્રયત્ન પૂર્વક નિવારણ કરવું જોઇએ. તો જ પ્રતિવાદી વિજયવાન્ બને. સારાંશ કે પ્રતિવાદી વાદીના વાક્યમાં દોષો બતાવે તેટલા માત્રથી વિજયવંત બનતો નથી. પરંતુ પોતાના વાક્યમાં વાદી જે જે દોષો જણાવે તેનો ઉદ્ધાર પણ પ્રતિવાદીએ કરવો જોઇએ. તો જ વિજયવંત બને. કેવળ એકલા બીજાને દોષો આપવા માત્રથી પ્રશંસનીય વિજય મળતો નથી. પરંતુ બીજાને દોષ આપવાથી અને પોતાને બીજાએ આપેલા દોષો દૂર કરવાથી પ્રશંસનીય વિજય પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત વિષયમાં પ્રગટ કર્યા છે અન્યતીર્થિકોના વાક્યોમાં કલંકો (દોષો) જેઓએ એવા અકલંક નામના દિગંબરાચાર્યે પોતાના બનાવેલા “વાદન્યાય” નામના ગ્રંથમાં કહ્યું છે કે
“જો બીજાને દોષો આપવા માત્રથી જ પરને પરાજય આપી શકાતો હોય તો પુનરુક્તને જેમ દોષ કહેવાય છે. તેમ શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, અને કલ્પનાદુષ્ટ વગેરે કાવ્યના અલંકાર દોષો પણ પરાજય માટે જ કલ્પવા પડશે.”
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૦૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ (કાવ્યમાં રસનો જે અપકર્ષ કરે તેને દોષ કહેવાય છે. તેવા શબ્દસંબંધી અને અર્થસંબંધી દોષો હોય છે શબ્દસંબંધી દોષો-૧૬ અને અર્થસંબંધી દોષો-૨૩ છે. મમ્મટાચાર્યકૃત કાવ્યપ્રકાશમાં સાતમા ઉલ્લાસમાં શ્લોક-૫૦-૫૧-૫૬-૫૭-૫૮માં અને વિશ્વનાથ કવિરાજકૃત સાહિત્યદર્પણમાં સાતમા પરિચ્છેદમાં શ્લોક નં ૨-૩, ૪ તથા ૯-૧૦-૧૧ માંથી આ વિષય વિશેષાર્થીએ ત્યાંથી જાણી લેવો.).
ननु वादी साधनमभिधाय कण्टकोद्धारं कुर्वीत वा, न वा?, कामचार इत्याचक्ष्महे । तत्राऽकरणे तावद् न गुणो न दोषः । तथाहि-स्वप्रौढेरप्रदर्शनाद् न गुणः, परानुद्भावितस्यैव दूषणस्यानुद्धाराच्च न दोषः, उद्भावितं हि दूषणमनुद्धरन् दुष्येत ॥
પ્રશ્ન- વાદીએ પોતાના પક્ષની સ્થાપના કરીને. તેની સિદ્ધિ માટે “સાધનવચન” કહીને તે સાધનવચનમાં જે જે દોષો (કાંટાઓ) આવતા હોય. (સંભવતા હોય) તે તે દોષોનો (કાંટાઓનો) ઉદ્ધાર વાદીએ પોતે કરવો જોઇએ કે ન કરવો જોઇએ ?
ઉત્તર- “કામ ” આ કંટકોદ્ધાર કરવો કે ન કરવો, આ વાત વાદીની ઇચ્છા ઉપર આધારિત છે. આમ અમારું કહેવું છે. જો વાદી પોતે જ પોતાના હેતુમાં જે જે દોષો (કાંટાઓ) સંભવતા હોય તેનો ઉદ્ધાર ન કરે તો તે વાદીને કંઈ ગુણ (ફાયદો) પણ નથી. અને દોષ પણ નથી. તે આ પ્રમાણે
વાદી પોતે જ પોતાના હેતુમાં “કદાચ કોઈ અહીં મારા હેતુમાં આવા આવા દોષો કલ્પે, તો તે દોષો ખોટા છે. તેનો ઉત્તર આ પ્રમાણે છે.” આમ સ્વયં પોતે જ સંભાવના માત્રથી કલ્પાતા દોષો અને તેના ઉત્તરો ન આપે તો પોતાની સેવા પ્રકારની અતિશય વિશિષ્ટ પ્રતિભા ન દેખાડવાથી “સમર્થ વાદી” તરીકેની પ્રસિદ્ધિ પ્રાપ્ત થવા રૂપ ગુણ થતો નથી. તેમ જ પોતાના કહેવા અનુમાનમાં સામે ઉભેલા પર એવા પ્રતિવાદી વડે કોઈ દોષો ઉભાવિત જ કરાયા નથી, એટલે કે કોઈ દોષો જણાવાયા જ નથી, તેથી તેવા દોષોનો ઉદ્ધાર ન કરવાથી કંઈ નુકશાન થતું નથી. પરંતુ પ્રતિવાદી વડે જો દોષો ઉદ્ભાવિત કરાય અને વાદી જો તે દોષોનો ઉદ્ધાર ન કરે તો પ્રત્યુત્તર ન આપતો છતો દોષિત બને છે.
સારાંશ કે વાદીએ સાધ્ય સાધવા માટે જે કોઈ અનુમાન કર્યું, તેમાં દોષો સંભવતા હોય કે ન સંભવતા હોય તો પણ પ્રતિવાદી જો કોઈ દોષો ન જણાવે ત્યાં સુધી પોતે સ્વયં મનમાં કલ્પનાઓ કરીને મારા હેતુમાં જો કોઈ આવા આવા દોષો આપે તો તેના આવા આવા ઉત્તરો છે. આમ કંટકોદ્ધાર કરે તો સમર્થ વાદી તરીકેનો નિર્મળ યશ મળવા રૂપ
૫૧
Page #419
--------------------------------------------------------------------------
________________
૪૦૨
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
ગુણ થાય છે. અને આવો કંટકોદ્ધાર ન કરે તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ થતો નથી પરંતુ પ્રતિવાદીએ તો વાદીની વાતમાં કોઈ દોષી જણાવ્યા નથી. તેથી વાદી જો આવો કંટકોદ્ધાર ન કરે તો પણ હાર થતી નથી. તેથી દોષ-નુકશાન થતું નથી. તેથી આવી દોષોની કલ્પના કરવા પૂર્વકનો કંટકોદ્ધાર કરે તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ થાય છે. અને આવો કંટકોદ્ધાર ન કરે તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ પ્રાપ્ત થતો નથી. કે હાર થવા રૂપ દોષ થતો નથી.
પરંતુ જો પ્રતિવાદી કોઇપણ જાતના દોષો વાદીના અનુમાનમાં જણાવે તો તે દોષોનો ઉદ્ધાર અવશ્ય કરવાનો જ રહે છે. જો પ્રતિવાદીએ આપેલા દોષોનો ઉદ્ધાર ન કરે તો વાદીની હાર થવા રૂપ દોષ લાગે જ છે.
अथ कथं न दोषः ?, यतः सत्यपि हेतोः सामर्थ्य तदप्रतिपादनात् संदेहे प्रारब्धासिद्धिः, इत्यवश्यकरणीयं दूषणोद्धरणमिति चेत्, कस्यायं सन्देहः-वादिनः, प्रतिवादिनः, सभ्यानां वा ? । न तावद् वादिनः, तस्यासत्यपि सामर्थ्य तन्निर्णयाभिमानेनैव प्रवृत्तेः, किं पुनः सति प्रतिवादिसभ्यसंदेहापोहाय तु सामर्थ्य प्रमाणेनैव प्रदर्शनीयम् ? । तत्रापि प्रमाणान्तरेण सामर्थ्यांप्रदर्शने संदेहः, प्रदर्शने तु तत्रापि प्रमाणान्तरेण तत्प्रदर्शनेनाऽनवस्था । अथ यथा स्वार्थानुमाने हेतोः साध्यमध्यवसीयते, हेतोश्च प्रत्यक्षादिभिः प्रतिपत्तिः, न चाऽनवस्था, तथा परार्थानुमानेऽपीति चेत्, तर्हि यथा प्रत्यक्षादेः कस्यचिदभ्यासदशायां स्वत: सिद्धप्रमाणतयाऽनपेक्षितसामर्थ्य प्रदर्शनस्यापि गमकत्वम् , एवमन्ततो गत्वा कस्यचित् परार्थानुमानस्यापि तथैव तदवश्यमभ्युपेयम्, इति गतं सामर्थ्यप्रदर्शननियमेन ॥
પ્રશ્ન- સભાપતિ-સભ્યો અને પ્રતિવાદી સમક્ષ વાદી જે અનુમાન રજુ કરે છે. તેમાં કહેવાયેલા હેતુમાં પ્રતિવાદી ભલે કોઈ દોષો ન જણાવી શક્યો હોય, તો પણ વાદી પોતે સ્વયં કલ્પના કરીને દોષો જો દૂર કરવાનું સભામાં ન જણાવે તો તેને દોષ કેમ ન લાગે ? અર્થાત્ નુકશાન કેમ ન થાય ? નુકશાન થાય જ. તે આ પ્રમાણે- જો કે હેતુ અતિશય નિર્દોષ હોવાથી સાધ્ય-સાધવાનું સામર્થ્ય તેમાં છે જ. તે સામર્થ્ય હેતુમાં હોવા છતાં પણ કંટકોદ્ધાર કરીને તે સામર્થ્યના પ્રાગટ્યનું પ્રતિપાદન ન કરીએ તો આ હેતુ સાધ્ય-સાધવામાં સમર્થ હશે કે સમર્થ નહી હોય ? આવો સંદેહ રહેતે છતે પ્રારંભેલા સાધ્યની સિદ્ધિ થશે નહીં. જેથી વાદીની વાત શંકાશીલ રહેવાથી વિજય થવામાં વિદન આવવા રૂપ દોષ આવે જ. આ કારણથી પ્રતિવાદી દોષો જણાવવામાં કાયર હોવાથી ભલે દોષો ન જણાવે તો પણ વાદીએ પોતે
Page #420
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨
૪૦૩ ભાવિમાં સંભવનારા કંટકોનો ઉદ્ધાર સ્વયં કરવો જ જોઈએ અને પોતાની નિર્મળ પ્રતિભા સભ્યોને અને સભાપતિને દેખાડવી જ જોઇએ.
ઉત્તર- વાદી પોતાના હેતુમાં કંટકોદ્ધાર ધારો કે ન કરે તો તેના હેતુમાં સાધ્યસાધવાનું સામર્થ્ય છે કે નહીં? આવો સંદેહ થાય. આમ તમે જે કહ્યું, તે સંદેહ કોને થાય? શું વાદીને સંદેહ થાય ? પ્રતિવાદીને સંદેહ થાય ? કે સભ્યોને સંદેહ થાય ?
જો વાદીને પોતાને પોતાના હેતુમાં સંદેહ હોય અને તે દૂર કરવા માટે કંટકોદ્ધાર કરવો જોઇએ આવો પહેલો પક્ષ જો કહો તો તે ઉચિત નથી. કારણકે હેતુમાં કદાચ સામર્થ્ય ન હોય તો પણ “મારો હેતુ સાચો જ છે” તે હેતુ સાથ-સાધવાના સામર્થ્યવાળો જ છે. તેવા નિર્ણય પૂર્વકના અભિમાનથી (પાવરથી) જ વાદસભામાં વાદ રજા કરે છે. પ્રતિવાદીએ જ દોષો જણાવવાના હોય છે. અને પ્રતિવાદી દોષો જણાવે તો જ તે દોષોનો ઉદ્ધાર કરવાનો હોય છે. પ્રતિવાદી જો કોઈ દોષો ન જણાવી શકે તો સામર્થ્ય વિનાના હેતુથી પણ સાધ્ય-સિદ્ધિ થઈ જાય છે. સામર્થ્ય જણાવવું પડતું નથી. તો પછી જે હેતુમાં સાધ્ય સાધવાનું સામર્થ્ય છે. તે હેતુમાં પ્રતિવાદીને કે સભ્યોને હેતુના સામર્થ્યનો સંદેહ હશે આમ મનમાં માનીને તે સામર્થ્યને પ્રમાણથી પ્રદર્શન કરવાનું વાદીને કેમ કરવું પડે ? અર્થાત્ આવું સામર્થ્ય પ્રગટ કરવાનું રહેતું જ નથી. સભ્યો કે પ્રતિવાદી હેતુમાં સંદેહ જણાવે તો જ વાદીએ સામર્થ્ય પ્રગટ કરવું પડે. અન્યથા હેતુ સામર્થ્યવાળો જ છે આમ માનીને જ વાદી પ્રવર્યો છે. તેથી હેતુનું સામર્થ્ય કંટકોદ્ધાર કરવા પૂર્વક જણાવવાની જરૂર નથી.
પ્રશ્નતત્રજ્યાં વાદીએ કહેલો હેતુ સામર્થ્યવાળો જ છે. અને પ્રતિવાદીએ કોઈ દોષો તેમાં જણાવ્યા નથી, ત્યાં પણ હેતુનું સામર્થ્ય બીજા-બીજા પ્રમાણોથી કંટકોદ્ધાર કરવા પૂર્વક જો જણાવવામાં ન આવે તો હેતુમાં શંકાશીલતા રહે.
ઉત્તર- જો આ રીતે હેતુમાં સામર્થ્ય હોવા છતાં કંટકોદ્ધાર કરવા પૂર્વક સામર્થ્યનું પ્રદર્શન પ્રમાણાન્તરથી વાદી ન કરે તો શંકાશીલતા રહે છે. આમ તમે કહો છો તો, પ્રમાણાન્તરથી તેનું સામર્થ્ય જણાવ્યું છતે તે પ્રમાણાન્તરમાં જે હેતુ મૂકશો, ત્યાં પણ સામર્થ્ય જણાવવા બીજું પ્રમાણાન્તર લાવવું પડશે અને તે બીજા પ્રમાણાન્તરમાં હેતુનું સામર્થ્ય જણાવવા ત્રીજાં પ્રમાણાન્તર લાવવું પડશે. આમ થવાથી “અનવસ્થા” દોષ આવશે. માટે વાદીએ જણાવેલા પ્રથમ પરાર્થાનુમાનના હેતુનું સામર્થ્ય જણાવવા કંટકોદ્ધાર કરવાની જરૂર નથી. “સામર્થ્ય છે જ” આમ સ્વયં જણાય છે. ફક્ત પ્રતિવાદી આદિ વડે જો કોઈ દોષો મૂકાય તો જ તેનો ઉદ્ધાર કરવાનો રહે છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૪૦૪
પરિચ્છેદ-૮ : સત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
પ્રશ્ન– અથ થા= જેમ સ્વાર્થનુમાન કરવામાં હેતુથી સાધ્ય જણાય છે. અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી હેતુનો બોધ થાય છે. છતાં તેમાં કંઈ અનવસ્થા દોષ આવતો નથી. તેમ પરાર્થાનુમાનમાં પણ હો. એટલે કે પર્વત પાસે જઈને ધૂમ દેખવાથી વહ્નિનું સ્વયં પોતે જ્યારે અનુમાન કરે છે. ત્યારે તેવા પ્રકારના સ્વાર્થાનુમાનમાં “વતિનું જ્ઞાન ધૂમથી થાય છે. અને ધૂમનું જ્ઞાન પ્રત્યક્ષાદિ પ્રમાણથી થાય છે” આમ બે જ્ઞાન થવા છતાં અનવસ્થા આવતી નથી. તેમ વાદી વાદ સભામાં જે અનુમાન રજુ કરે છે તે પ્રતિવાદી અને સભ્યોને સમજાવવા મૂકે છે. માટે તે પરાર્થનુમાન છે. તેમાં પણ સાધ્યની સિદ્ધિ ભલે વિવક્ષિત હેતુથી હો, પરંતુ તે હેતુ સાચો છે કે ખોટો છે ? તે વાત તો વાદીએ પ્રમાણાન્તરથી જણાવવી જ જોઇએ. આમ સાધ્યજ્ઞાન અને હેતુજ્ઞાન બે જ જણાવવાનાં રહે છે. ત્યાં અનવસ્થા કેમ આવે ?
ઉત્તર- તર્દિ યથા= જેમ પર્વત પાસે જઈને વતિનો સ્વયં બોધ કરનારાને સ્વાર્થનુમાનમાં વહિને જણાવવા ધૂમ જાણવો પડે. પરંતુ ધૂમનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તે પ્રત્યક્ષાદિ કોઈ કોઈ જ્ઞાનો અભ્યાસદશા વાળાં હોતે છતે સ્વતઃ સિદ્ધ પ્રમાણતાવાળાં હોવાના કારણે તેના સામર્થ્યના પ્રદર્શનની અપેક્ષા રહેતી નથી. છતાં પણ પ્રત્યક્ષાદિથી જણાયેલ ધૂમહેતુ સાધ્યનો ગમક બને જ છે. તેમ પ્રથમ અનુમાનના હેતુનું સામર્થ્ય જણાવવા બીજો હેતુ કદાચ બતાવીએ, બીજા હેતુનું સામર્થ્ય જણાવવા કદાચ ત્રીજો હેતુ જણાવીએ તો પણ અંતે જઈને છેવટે કોઈ એક પરાર્થનુમાનને પણ તેવું જ અવશ્ય સ્વીકારવું પડે કે તેના હેતુનું સામર્થ્ય પ્રમાણાન્તરથી જણાવ્યા વિના જ સાધ્યનું ગમક બને. તો અનુમાનના હેતુનું સામર્થ્ય જણાવવું જ પડે આવો નિયમ તો ન જ રહ્યો. માટે વાદીએ હેતુનું સામર્થ્યપ્રદર્શન કરવું જ જોઈએ અને કંટકોદ્ધાર કરવો જ જોઈએ. આ નિયમ રહેતો નથી.
___अथ यत्रानभ्यासदशायां परतः प्रामाण्यसिद्धिः, तत्र तत्प्रर्दशनीयमेवेति चेत् , यदि न प्रदर्श्यते ? किं स्यात् ?। ननूक्तमेव-संदेहात् प्रारब्धासिद्धिः, इति चेत् तर्हि यथा सदपि सामर्थ्यमप्रदर्शितं न प्रतिवादिना प्रतीयते, तद्वत् संदेहोऽपि प्रतिवादिगतोऽप्रदर्शितः कथं वादिना प्रतीयेत ?। स्वबुद्ध्योत्प्रेक्ष्यत इति चेत्, इतरेणापि यदि तत्सामर्थ्यं स्वबुद्ध्यैवोत्प्रेक्ष्येत तदा किं खूणं स्यात् ? । अथ वादिनः साधनसमर्थनशक्तिं परीक्षितुं न तदुत्प्रेक्ष्यते, तर्हि प्रतिवादिनो दूषणशक्तिं परीक्षितुमितरेणापि न संदेहः स्वयमुत्प्रेक्ष्यते । अथ द्वितीयकक्षायां दूषणान्तरवत् संदेहमपि प्रदर्शयन् स्फोरयत्येव दूषणशक्तिं प्रतिवादी, इति चेत् तर्हि वाद्यपि तृतीयकक्षायां दूषणान्तरवत् संदेहमपि व्यपोहमानः किं न समर्थनशक्तिं व्यक्तीकरोति ?। किञ्च, केनचित् प्रकारेण
Page #422
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૦૫ सामर्थ्यप्रदर्शनात् कस्यचित् संदेहस्यापोहेऽपि तस्य प्रकारान्तरेण संभवतोऽनपोहे कथं प्रारब्धसिद्धिः ?, विप्रति-पत्तेरिव संदेहस्यापि ह्यपरिमिता: प्रकाराः, इति कियन्तस्ते स्वयमेवाशङ्क्याऽऽशक्य शक्याः पराकर्तुम् ?। न च प्रदर्शितेऽपि सामर्थ्य स्वपक्षकपक्षपातिनोऽस्य विश्रम्भः संभवति, येन प्रारब्धमवबुद्ध्येत । दृश्यन्ते हि साधनमिव तत्समर्थनमपि कदर्थयन्तः प्रतिवादिनः, इति साधनमभिधाय सामर्थ्यांप्रदर्शनेऽपि दोषाभावात् स्थितमेतदकरणे न गुणो न दोष इति ॥
પ્રશ્ન- પરંતુ જ્યાં અનભ્યાસદશા હોય છે. અને પ્રમાણતાની સિદ્ધિ અન્યથી= પરથી જ થાય છે. ત્યાં તો વાદીએ પોતે હેતુનું સામર્થ્ય જણાવવું જ જોઇએને ? સારાંશ કે સ્વાર્થાનુમાનમાં ધૂમનું પ્રત્યક્ષજ્ઞાન અભ્યાસદશાપશ છે. તેથી તેને પ્રમાણાત્તરથી જણાવવું પડતું નથી. પરંતુ જ્યાં જ્યાં આવા પ્રકારની અભ્યાસદશા હોતી નથી. ત્યાં ત્યાં તો સામર્થ્ય જણાવવા બીજું પ્રમાણ કરવાનું રહ્યું જ. તો તેવા સ્થાને તો સામર્થ્ય જણાવવું જ જોઇએ ને ?
ઉત્તર- ધારો કે વાદી પોતાના કહેલા હેતુનું સામર્થ્ય (તે હેતુમાં હોવા છતાં તેનું) પ્રદર્શન ન કરે તો શું વાંધો આવે ? શું થાય ?
પ્રશ્ન- પહેલાં અમે કહેલું જ છે કે હેતુમાં સંદેહ રહે. આ હેતુ સાધ્ય સાધી આપશે કે સાધ્ય નહી સાધી આપે? આવો સંદેહ ઉભો રહે, અને આવા સંદેહથી પ્રારંભેલા અનુમાનની સિદ્ધિ થતી નથી.
ઉત્તર– વાદી વડે કહેવાયેલા હેતુમાં સાધ્ય-સાધવાનું સામર્થ્ય વિદ્યમાન હોવા છતાં પણ જો પ્રમાણાન્તરથી તે સામર્થ્ય પ્રદર્શિત કરવામાં ન આવે તો “આ હેતુ સાધ્ય-સાધવાના સામર્થ્યવાળો છે આવું” પ્રતિવાદી વડે જણાતું નથી. તેનો અર્થ એ થયો કે વિદ્યમાન સામર્થ્ય પણ અપ્રદર્શિત હોય તો ન જણાય. જો ખરેખર આમ જ હોય તો તેની જેમ પ્રતિવાદીના હૃદયમાં રહેલો આ હેતુ સંબંધી સંદેહ પ્રતિવાદી દ્વારા
જ્યાં સુધી પ્રદર્શિત કરવામાં ન આવે ત્યાં સુધી વાદી વડે પણ કેમ જણાય ? કે જે સંદેહ દૂર કરવા તેને કંટકોદ્ધાર કરવો પડે. સારાંશ કે વાદીના હેતુમાં રહેલું સામર્થ્ય જો પ્રદર્શિત કરવામાં ન આવે તો તે સામર્થ્ય જણાતું નથી. તેમ પ્રતિવાદી વડે સંદેહ જો પ્રદર્શિત કરવામાં ન આવે તો વાદી વડે પ્રતિવાદીના હૃદયગત સંદેહ પણ ક્યાંથી જણાય ? અર્થાત્ ન જ જણાય. અને વાદીને પ્રતિવાદીનો સંદેહ જણાતો નથી તેથી તે દૂર કરવા માટે કંટકોદ્ધાર પણ કરવાનો રહેતો જ નથી.
પ્રશ્ન- સ્વવુહ્ય વાદીએ પોતે જ પોતાના હેતુને સબળ સાબિત કરવા માટે પ્રતિવાદીના હૃદયમાં રહેલા હેતુના સામર્થ્ય સંબંધી સંદેહને પોતાની બુદ્ધિથી કલ્પી લેવો
Page #423
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
જોઇએ. અને સ્વબુદ્ધિથી “અહીં મારા હેતુમાં તમને કદાચ આવો સંદેહ થાય તો’ આમ કહીને તેણે પોતે જ કંટકોદ્ધાર કરીને પોતાના હેતુને સબળ સિદ્ધ કરવો જોઇએ. ઉત્તર- ફતરેપિ= વાદી દ્વારા કહેવાયેલ હેતુમાં સાધ્ય-સાધનનું સામર્થ્ય છે જ” આવું ઇતર એવા પ્રતિવાદી વડે પોતાની બુદ્ધિથી જ કલ્પી લેવામાં આવે તો શું ખોટું થાય ?
૪૦૬
પ્રશ્ન- ૩થ વાહિન:- પ્રતિવાદી વાદીની શક્તિની પરીક્ષા કરવા રાહ જુએ છે કે–વાદી પોતે પોતાના હેતુનું સામર્થ્ય જણાવી શકે છે કે નથી જણાવી શક્તો ? આમ પરીક્ષા કરવા માટે પ્રતિવાદી પોતાની બુદ્ધિથી હેતુના સામર્થ્યની કલ્પના કરતો નથી.
ઉત્તર- ત િપ્રતિવાહિનો- તો પછી પ્રતિવાદીની અંદર મારા હેતુમાં દૂષણ આપવાની શક્તિ કેટલી છે ? તેની પરીક્ષા કરવા માટે વાદી વડે પણ પ્રતિવાદીના હૃદયમાં રહેલ સામર્થ્યનો સંદેહ સ્વબુદ્ધિથી કલ્પાતો નથી. પ્રતિવાદી જો કોઈ દૂષણ આપીને મારા હેતુના સામર્થ્યમાં શંકા કરશે તો હું કંટકોદ્ધાર કરીશ. ત્યાં સુધી મારે કંઇ કરવાનું રહેતું જ નથી. મારો હેતુ સાચો જ છે. આમ માનીને પોતાની બુદ્ધિથી પ્રતિવાદીના હૃદયગત સંદેહ જાણવા વાદી પણ પ્રયત્ન કરતો નથી.
પ્રશ્ન- ૩૬થ દ્વિતીયક્ષાાં- પરંતુ વાદી પોતાના સાધ્યને સાધવા માટે જેટલું બોલવું ઉચિત લાગે તેટલું જ્યારે બોલી રહે અને પ્રતિવાદીને બોલવાનો વારો જ્યારે આવે છે. ત્યારે બીજી કક્ષામાં પ્રતિવાદી વાદીના હેતુમાં ભિન્ન-ભિન્ન દૂષણો જેમ જણાવે છે. તેમ તમારો હેતુ સાધ્ય-સાધવામાં સામર્થ્યની શંકાવાળો છે. આમ સંદેહને પણ જણાવતો છતો વાદીમાં દૂષણ આપવાની પોતાની શક્તિને પ્રગટ કરે જ છે. સારાંશ
પ્રતિવાદીને બોલવાનો વારો જ્યારે આવે ત્યારે તે પ્રતિવાદી વાદીના હેતુમાં દૂષણો પણ બતાવે છે. સામર્થ્યની શંકા પણ જણાવે છે. અને દૂષણ આપવાની પોતાની શક્તિ પણ પ્રગટ કરે જ છે. ફક્ત પોતાનો વારો આવે ત્યારે એટલે કે બીજી કક્ષામાં.
ઉત્તર- તરૢિ વાદ્યપિ= તો પછી ત્રીજી કક્ષામાં (એટલે કે પ્રતિવાદી બોલી રહે ત્યારબાદ) વાદી પણ પ્રતિવાદીએ આપેલાં અનેક દૂષણોને જેમ દૂર કરે છે. તેમ હેતુના સામર્થ્યસંબંધી સંદેહને પણ દૂર કરતો છતો શું પોતાની સમર્થનશક્તિને પ્રગટ ન કરી શકે ? અર્થાત્ કરી શકે જ છે. એટલે કે જો બીજી કક્ષામાં પ્રતિવાદી દૂષણો આપે અને હેતુના સામર્થ્યની શંકા ઉપજાવે તો ત્રીજી કક્ષામાં વાદી પણ તે દૂષણો દૂર કરવાનું (એટલે કે કંટકોદ્ધાર કરવાનું) કામકાજ અને સામર્થ્યની શંકાને દૂર કરવાનું કામકાજ પણ અવશ્ય કરે જ છે. અમારું કહેવું ફક્ત આટલું જ છે કે
Page #424
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
વાદીએ પ્રથમકક્ષામાં જ દૂષણો કલ્પી-કલ્પીને કંટકોદ્ધાર કરવાની જરૂર નથી. બીજી કક્ષામાં પ્રતિવાદી જેવાં દૂષણો આપે, તેના પ્રતિસ્પર્ધી રૂપે ત્રીજી કક્ષામાં વાદીએ “પડશે એવા દેવાશે''ના ન્યાયથી કંટકોદ્ધાર અવશ્ય કરવાનો રહે છે.
-િ વળી ધારો કે વાદી પોતાના હેતુમાં કોઇ કોઇ પ્રકારો વડે કલ્પના કરી કરીને કંટકોદ્ધાર કરવા દ્વારા સાધ્ય-સાધવાનું સામર્થ્ય હેતુમાં છે જ. આમ સિદ્ધ કરવાથી સામર્થ્યનું પ્રદર્શન કરવા વડે પ્રતિવાદીની કોઇ કોઇ શંકાને દૂર કરે, તો પણ તે સંદેહ અન્ય અન્ય પ્રકારે સંભવી શકે છે. અને તે સઘળા પ્રકારના સંદેહોને દૂર ન કરો ત્યાં સુધી પ્રારંભેલા સાધ્યની સિદ્ધિ કેમ થાય ? કારણકે વિવાદની જેમ સંદેહના પણ અનેક પ્રકારો સંભવે છે. સ્વયં પોતે આ શંકાઓ કરી કરીને તો કેટલી શંકાઓ દૂર કરી શકે ? દૂષણો બતાવવાના અનંત પ્રકારો હોવાથી બધા જ સ્વયં કલ્પના કરીને દૂર કરી શકાતા નથી. પ્રતિવાદીની જેટલી શક્તિ હોય અને તે જેટલાં દૂષણો જણાવે અને જેટલી શંકાઓ હેતુમાં દર્શાવે, તેટલાં જ દૂષણો અને શંકાઓ વાદી ત્રીજી કક્ષામાં દૂર કરી શકે છે.
૪૦૭
ન ચ પ્રવૃńિતેઽપિ-વળી ધારો કે વાદી પોતે જ પોતાની બુદ્ધિથી હેતુમાં દોષોની ઉત્પ્રેક્ષા કરી કરીને દૂષણો દૂર કરે અને આ હેતુમાં સાધ્ય-સાધવાનું સામર્થ્ય છે જ. આમ સામર્થ્ય પ્રદર્શિત કરે, તો પણ પ્રતિવાદી પોતાના પક્ષમાં એકાન્ત આગ્રહી હોય છે. તેથી આ પ્રતિવાદીનો આટલા માત્રથી વાદ કથાથી વિરામ કંઇ સંભવતો નથી. કે જેથી વાદીનું સાધ્ય પ્રથમ કક્ષામાં જ કલ્પના દ્વારા કંટકોદ્ધાર કરવા માત્રથી સિદ્ધ થઇ જાય. અર્થાત્ ગમે તેટલો સ્વબુદ્ધિથી કલ્પીને કંટકોદ્ધાર પ્રથમ કક્ષામાં વાદી કરે તો પણ દ્વિતીય કક્ષામાં પ્રતિવાદી જેમ હેતુને કદર્શિત કરે છે. તેમ હેતુમાં સાધ્ય-સાધવાના સામર્થ્યને પણ કદર્શિત કરે જ છે. આવા જ પ્રતિવાદીઓ હોય છે એમ જગતમાં દેખાય છે. એટલે વાદીને તો ત્રીજી કક્ષામાં જ કંટકોદ્ધાર કરવાનો અને સંદેહ દૂર કરવાનો રહે છે. પણ પ્રથમ કક્ષામાં નહીં. માટે પ્રથમ કક્ષામાં તો સાધન માત્રને કહીને તેનું સામર્થ્ય કદાચ વાદી ન જણાવે તો પણ તેને કંઇ દોષ લાગતો નથી. (હા. એક વાત છે કે જો પ્રથમ કક્ષામાં જ સ્વબુદ્ધિથી જ દોષો કલ્પીને તેનો ઉદ્ધાર કર્યો હોય તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ પ્રાપ્ત થાય. તે ગુણ
આ વાદીને પ્રાપ્ત થતો નથી. આ વિશેષ છે.) આ રીતે પ્રથમ કક્ષામાં ઉત્તરને=આ કંટકોદ્ધાર ન કરવામાં નિર્મળયશની પ્રાપ્તિ રૂપ ગુણ પણ નથી અને હાર થઇ જવા રૂપ દોષ પણ નથી આ વાત નક્કી થઇ.
करणे तु यदेव संदेहस्य विवादस्य वा भवेदास्पदम् तस्यैवोद्धारं कुर्वाणः समलंक्रियते प्रौढतागुणेन, यदुद्धरेत् तत्संदिग्धमेव विवादापन्नमेव चोद्धरेदित्येवमव
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૮
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
धार्यते, न तु यावत् संदिग्धं विवादापन्नं वा तावत् सर्वमुद्धरेदेव, असंख्याता हि सन्देहविवादयोर्भेदाः, कस्तान् कात्स्येन ज्ञातुं निराकर्तुं वा शक्नुयात् ?। इति यावत्तेभ्यः प्रसिद्धिः प्रतिभा वा भगवती प्रदर्शयति, तावदुद्धरणीयम्, तदधिकोद्धारकरणे तु कदर्थ्यते सिद्धसाधनाभिधानादिदोषेण-सिद्धमपि साधयंश्च कदा नामायं वावदूको विरमेदिति सत्यं व्याकुलाः स्मः, एकेन प्रमाणेन समर्थितस्यापि हेतोः पुनः समर्थनाय प्रमाणान्तरोपन्यासप्रसङ्गात्, साध्यादेरप्येवम्, इति न काञ्चिदमुष्य सीमानमालोकयामः । तेन सिद्धस्य समर्थनमनर्थकत्वाद् न कर्तव्यम् । 'सिद्धसाध्यसमुच्चारणे सिद्धं साध्यायोपदिश्यते' इति न्यायात् साध्यसिद्धये त्वभिधानमस्यावश्यमुपेयम् , अपर था ह्यसिद्धमसिद्धेन साधयतः किं नाम न सिद्धयेत् ? । यत्र तु सिद्धत्वेनोपन्यस्तस्यापि सिद्धत्वं संदिग्धं विवादाधिरूढं वा भवेत् , तत्र तत्समर्थनं सार्थकमेव । ततः स्थितमेतद् यो यत् सिद्धमभ्युपैति, तं प्रति न तत्साधनीयमिति ॥
વળી ધારો કે વાદી પોતે જ સ્વબુદ્ધિથી સ્વયં કલ્પના કરી કરીને કંટકોદ્ધાર કરે, આ પક્ષ સ્વીકારીએ તો પણ સંદેહનાં અથવા વિવાદનાં જેટલાં સ્થાનો સંભવી શકે તેનો જ ઉદ્ધાર કરતો આ વાદી પ્રૌઢતાગુણ વડે વાદસભામાં ઘણી શોભા પામે છે. નિર્મળ યશ મેળવે છે. એટલે આ કંટકોદ્ધાર કરે તો કંઈ ખોટું નથી. તેને ફાયદો જ છે તેથી
જે જે કંટકોનો ઉદ્ધાર કરે છે તે કાં તો સંદિગ્ધ જ હોય અથવા કાં’તો વિવાદાસ્પદ જ હોય” આવું અવધારણ કરવું. પરંતુ “જે જે સંદિગ્ધ અથવા વિવાદાસ્પદ હોય તે સઘળું ઉદ્ધરે જ” આવું અવધારણ ન કરવું. કારણકે સંદેહ અને વિવાદના પ્રકારો અસંખ્યાતા હોય છે. તે સઘળાને જાણવા માટે કે તેને દૂર કરવા માટે કોણ સમર્થ બને ? તેથી તે પ્રતિવાદી દ્વારા (અથવા કોઈ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે સભ્યો દ્વારા) જેટલા સંદેહોની અથવા દૂષણોની પ્રસિદ્ધિ દર્શાવાય, અથવા પોતાની (માવતિ ) નિર્મળ પ્રતિભા જેટલી હોય, તેટલો જ સંદેહ અને દૂષણોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી અધિક ઉદ્ધાર કરવામાં “સિદ્ધસાધનાભિધાન” વગેરે દોષોથી વાદીની કદર્થના થાય છે. અને સભ્યો તત્ત્વ સાંભળવામાં ઉદ્વેગ પામે છે. તે આ પ્રમાણે
સાંભળનારા શ્રોતાઓ (સભ્યો) મનમાં આવું વિચારે છે કે- જે હેતુ સાધ્ય સાધવામાં સમર્થ છે. તેવા સિદ્ધહેતુને પણ આ વાદી પોતાની પ્રતિભા બતાવવા (સારી છાપ પાડવા) સાધ્યા જ કરે છે. સાધ્યા જ કરે છે. સતત બોલ્યા જ કરે છે. આ (વાવદૂક) વાયડો (બોલ બોલ કરનારો) વાદી ક્યારે આ વાદકથાથી વિરામ પામશે ? ખરેખર સાચે જ અમે તેનું સાંભળી સાંભળીને કંટાળી ગયા છીએ કારણકે કોઈપણ એક પ્રમાણથી હેતુનું સમર્થન (સાધ્ય સાધવાનું સામર્થ્ય) સિદ્ધ થયું છે. છતાં ફરી ફરી
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૦૯
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ઃ સૂત્ર-૨૨ તેના સમર્થન માટે બીજાં બીજાં પ્રમાણો અપાય, તો આમ પ્રમાણાન્તરો જ નિરન્તર રજુ કરવાનો પ્રસંગ આવે, તેમાંથી આ વાદી ક્યારેય અટકશે જ નહીં, તેવી જ રીતે સાથ્યાદિ પણ સમજાવવામાં અનેક પ્રમાણો જણાવતાં જણાવતાં આ વાદી ક્યારેય વિરામ પામશે નહીં આ રીતે આ વાદીની બોલવાની ક્રિયાની કોઈ સીમા અમને દેખાતી નથી.
વાદસભામાં આવેલા સભ્યો આ રીતે વાદીની બોલવાની સીમાને ન દેખતાં, અને સિદ્ધ વસ્તુને જ વધારે પ્રમાણો આપી આપીને સમજાવવા દ્વારા વાદનો સમય નિરર્થક પસાર કરે છે. ઈત્યાદિ વિચારો દ્વારા ઉદ્વેગ પામે છે. તે કારણથી સિદ્ધ વસ્તુનું વારંવાર સમર્થન કરવું તે નિરર્થક હોવાથી વાદીએ આવું ન કરવું જોઇએ.
“પર્વતો વીદ્વાન્ ધૂમ" પર્વત ઉપર વહ્નિ છે કે નથી. તેની ખબર નથી, તેથી વહ્નિના અસ્તિત્વમાં સંદેહ હોવાથી “સાધ્ય” કહેવાય છે. અને ધૂમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતો હોવાથી સિદ્ધ કહેવાય છે. અનુમાનમાં એક સાધ્ય અને એક સિદ્ધ હોય છે. આ રીતે સિદ્ધપદાર્થ અને સાધ્ય પદાર્થ એમ બન્નેનું સાથે ઉચ્ચારણ જ્યારે જ્યારે કરવામાં આવે છે. ત્યારે ત્યારે સિદ્ધ પદાર્થનું (ધૂમનું) જે કથન કરાય છે. તે (સંદેહાત્મક અર્થાત્ અસિદ્ધ એવા) સાધ્ય (વહ્નિ) માટે જ કરાય છે. આવો ન્યાય હોવાથી સંદિગ્ધ એવા સાધ્યની સિદ્ધિ માટે સામાનઆ સિદ્ધ પદાર્થનું ઉપાદાન અવશ્ય કરવું જ જોઈએ. એટલું જ નહિ, પરંતુ સિદ્ધ પદાર્થનું જ હેતુરૂપે કથન કરવું જોઈએ. મારથ જો એમ ન સ્વીકારીએ અને સાધ્ય પણ અસિદ્ધ તથા હેતુ પણ અસિદ્ધ આમ સ્વીકારીએ તો અસિદ્ધ એવા હેતુથી અસિદ્ધ એવા સાધ્યની સિદ્ધિથી વાદીને શું સિદ્ધ થવાનું ? કંઈ જ સિદ્ધ નહી થવાનું. કારણકે સાધ્યને સમજાવનારો હેતુ પોતે પણ હજુ અસિદ્ધ છે. તેને સાધવા પ્રમાણાન્તરોની પરંપરા લાવતાં અનવસ્થા જ આવશે.
આ રીતે વિચારતાં સમજાશે કે વાદીએ સાધ્ય-સાધવા માટે જે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો હેતુ મૂક્યો છે. તે હેતુને સાધવા અધિક બોલવાની જરૂર નથી.
યત્ર તુપરંતુ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો હેતુ રજુ કરવા છતાં પણ હેતુમાં રહેલું “સિદ્ધત્વ” પ્રતિવાદી આદિને સંદેહાત્મક લાગે, અથવા વિવાદયુક્ત લાગે અને તેના કારણે સત્ય હેતુમાં પણ તે પ્રતિવાદી યેન કેન પ્રકારે દોષો પ્રગટ કરે તો ત્યાં વાદીએ તે દોષોનો ઉદ્ધાર કરીને પોતાનો હેતુ સાધ્ય-સાધવામાં સમર્થ જ છે. એમ ત્રીજી કક્ષામાં તેનું સામર્થ્ય જણાવવું સાર્થક છે. તેથી આ વાત સો ટચના સોના જેવી સિદ્ધ થઈ કે જે જે વ્યક્તિઓ આ હેતુને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ
૫૨
Page #427
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨
૪૧૦ માનતા હોય, જે હેતુમાં સંદેહ કે વિવાદ ન હોય, તેવી વ્યક્તિઓ પ્રત્યે વાદીએ તે હતુનું સામર્થ્ય સાધવાની જરૂર નથી.
___ बौद्धो हि मीमांसकं प्रत्यनित्यः शब्दः सत्त्वात् , इत्यभिधायोभयसिद्धस्यार्थक्रियाकारित्वरूपस्य सत्त्वस्यासिद्धत्वमुद्धरन् न कमप्यर्थं पुष्णाति, केवलं सिद्धमेवार्थं समर्थयमानो न सचेतसामादरास्पदम् । अनैकान्तिकत्वं पुनराशयोद्धरन्नधिरोपयति सरसे सभ्यचेतसि स्वप्रौढवल्लरीम् । तदिह यथा-कश्चित् चिकित्सकः कुतश्चित् पूर्वरूपादेः संभाव्यमानोत्पत्तिं दोषं चिकित्सति, अन्यः कश्चिदुत्पन्नमेव, कश्चित्त्वसंभाव्यमानोत्पत्तितयाऽनुत्पन्नतया च निश्चिताभावम्, इत्येते त्रयोऽपि यथोत्तरमुत्तममध्यमाधमाः, तद्वद्वाद्यप्येकः कथञ्चिदाशक्यमानोद्भावनं दोषं समुद्धरति, अपरः परोद्भावितम् , अन्यस्त्वनाशक्यमानोद्भावनमनुद्भावितं चेति, एतेऽपि त्रयो यथोत्तरमुत्तममध्यमाधमा इति परमार्थः ॥
"स्वपक्षसिद्धये वादी साधनं प्रागुदीरयेत् ।
यदि प्रौढिः प्रिया तत्र, दोषानपि तदुद्धरेत् ॥१॥" इति संग्रहश्लोकः ॥
ઉપર કરેલી લંબાણ પૂર્વકની ચર્ચાને બરાબર સમજાવવા ટીકાકારશ્રી એક ઉદાહરણ આપે છે કે- ધારો કે બૌદ્ધદર્શનાનુયાયી વક્તા “વાદી” છે. અને મીમાંસક દર્શનાનુયાયી શ્રોતા પ્રતિવાદી છે. ત્યાં બૌદ્ધ મીમાંસક પ્રત્યે આ પ્રમાણે કહે છે કેશબ્દ (પક્ષ), નિત્ય (સાધ્ય), સર્વત્ (હેતુ). આ અનુમાનમાં જે “સત્ત્વ” હેતુ મૂકવામાં આવ્યો છે. તે બૌદ્ધ અને મીમાંસક એમ બન્નેને શબ્દનામના પક્ષમાં છે જ આવું માન્ય છે. કારણકે શબ્દને શ્રોત્રેન્દ્રિય દ્વારા સાંભળવાથી અનુકૂળ-પ્રતિકૂળ શબ્દશ્રવણ પ્રમાણે હર્ષ-શોકાદિરૂપ અર્થક્રિયાકારિત્વ તે શબ્દમાં સંભવે છે. અને જે જે અર્થ ક્રિયાકારી હોય તે સત્ હોય જ છે. જેમકે ઘટ. આ રીતે વાદી-પ્રતિવાદી એમ બન્નેને માન્ય એવું “અર્થક્રિયાકારિત્વ સ્વરૂપવાળું સત્ત્વ શબ્દપક્ષમાં છે જ. તેથી પક્ષમાં તેવા હેતુના અસિદ્ધત્વનો ઉદ્ધાર કરતો વાદી કંઈ પણ વિશિષ્ટ અર્થને પુષ્ટ કરતો નથી. કંઈ પણ ચમત્કારિક અર્થ સમજાવતો નથી. કેવળ પ્રસિદ્ધ અર્થને જ વારંવાર પ્રમાણોથી સમર્થન કરતો છતો સહદય એવા સભ્યોને આદર પાત્ર બનતો નથી. આ હેતુનું સિદ્ધત્વ પ્રસિદ્ધ હોવાથી અસિદ્ધત્વ છે જ નહીં. તેથી તેનો ઉદ્ધાર કરવાની જરૂર નથી. છતાં તે વાદી તે અસિદ્ધત્વને જ દૂર કરવામાં પડી જાય તો આદરપાત્ર રહેતો નથી.
પરંતુ વાદી પોતે જ મારો આ હેતુ કદાચ કોઈ “અનૈકાન્તિક” (સવ્યભિચારી) કરે એવી શંકા ઉઠાવીને અનૈકાતિક્તા સમજાવીને તેનો ઉદ્ધાર કરે તો તે સભ્યોના
Page #428
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૧
રસિક એવા ચિત્તમાં પોતાની પ્રૌઢતા રૂપી વેલડી રોપે છે અર્થાત્ સહૃદય પુરુષોના ચિત્તમાં પોતાની વિશિષ્ટ આવડતની પ્રતિભાની છાપ ઉભી કરે છે. સહૃદય પુરુષો પણ વાદી પ્રત્યે ચમત્કાર પામે છે. અને અહોભાવથી જુએ છે. તે આ પ્રમાણે– વાદી પોતે જ વાદસભામાં આ પ્રમાણે કહે છે કે મારો આ “સત્ત્વ” હેતુ અનિત્ય એવા સાધ્યના અભાવમાં એટલે કે નિત્યમાં પણ (આકાશાદિમાં) જાય છે. તેથી સાધ્યાભાવવવૃત્તિ હોવાથી સવ્યભિચારી એટલે કે અનૈકાન્તિક હેત્વાભાસ છે. આવું જો કોઇ પ્રતિવાદી કહે તો હું તેનો પહેલેથી જ ઉદ્ધાર કરું છું કે- કેવળ એકલું સત્ત્વ ન લેતાં અન્યવિશિષ્ટ એવું સત્ત્વ અહીં સમજવું. આવા પ્રકારનું કોઇપણ ઉચિત પદ ઉમેરીને અનૈકાન્તિક્તા વાદી જો પહેલેથી જ દૂર કરે તો વાદીની પ્રતિભા સભામાં વધે. આ વાત બરાબર સમજાવવા ત્રણ ચિકિત્સક (વૈદ્ય)નાં ઉદાહરણો આપે છે.
(૧) કોઇક ચિકિત્સક (વૈદ્ય) રોગનાં પૂર્વ-રૂપાદિથી (રોગ આવતાં પહેલાં તેનાં ચિહ્નો દેખાવાથી) આ શરીરમાં આવાં આવાં ચિહ્નો દેખાતાં હોવાથી સંભાવના કરાય છે કે આ રોગની ઉત્પત્તિ અલ્પકાળમાં જરૂર થશે. તેથી ભાવિમાં સંભાવના કરાતી ઉત્પત્તિવાળા રોગ-દોષને પહેલેથી જ અટકાવવા માટે ચિકિત્સા કરે છે.
(૨) બીજા ચિકિત્સક ભાવિમાં આવનારા રોગની ચિહ્નોથી કલ્પના ન કરી શકે અને તેથી તેનું ઔષધ ન આપી શકે. પરંતુ ઉત્પન્ન થઇ ચૂકેલા રોગની જ ચિકિત્સા કરે છે.
(૩) ત્રીજો ચિકિત્સક શરીરમાં જે રોગ-દોષની ઉત્પત્તિની સંભાવના પણ નથી. અર્થાત્ જે રોગ ઉત્પન્ન થયો જ નથી તેવા અનુત્પન્ન રોગની દવા કરે છે. સારાંશ કે શરીરમાં જે રોગની ઉત્પત્તિની સંભાવના પણ નથી અને જે રોગની ઉત્પત્તિ થઈ પણ નથી એટલે અવશ્ય રોગનો નિશ્ચિતાભાવ જ છે. તેનું ઔષધ કરે છે. તો આ ત્રણે ચિકિત્સકો અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ કહેવાય છે. જે ભાવિમાં આવનારા રોગનું ઔષધ કરે તે ઉત્તમ, જે વર્તમાનકાળમાં ઉત્પન્ન થયેલા રોગનું ઔષધ કરે તે મધ્યમ, અને જે રોગનો નિશ્ચિત અભાવ હોવા છતાં નિરર્થક ઔષધ કરે તે અધમ કહેવાય છે.
પણ,
તેવી જ રીતે કોઇ એક વાદી ભાવિમાં કેમે કરીને આશંકા કરાતી છે ઉત્પત્તિ જેની એવા ભાવિદોષનો ઉદ્ધાર કરે છે. કોઇ બીજો વાદી ભાવિમાં સંભાવના કરાતા દોષનો ઉદ્ધાર કરતો નથી પરંતુ સામે ઉભેલા એવા પર વડે (પ્રતિવાદી વડે) જે જે દોષો વાદીને અપાય, તેનો જ ઉદ્ધાર કરે છે અને ત્રીજો કોઇ વાદી જે દોષની ઉદ્ભાવનાની ઉત્પત્તિની આશંકા પણ નથી એટલે કે જે દોષ ઉત્પન્ન થવાનો જ નથી
૫૨
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૧૨,
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ અને જે દોષ કોઇના વડે અપાયા પણ નથી એટલે કે નક્કી દોષાભાવ જ છે. તો પણ નિરર્થક ઉદ્ધાર કરે છે. તે આ ત્રણે પણ વાદીઓ અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને અધમ કહેવાય છે. આવો ફલિતાર્થ છે.
સારાંશ કે ભાવિમાં આવનારા દોષોની સ્વયં સંભાવના કરીને જો વાદી તેનો ઉદ્ધાર કરે તો તે ઉત્તમ વાદી કહેવાય, પ્રતિવાદી વડે દોષો અપાયા પછી તે દોષોનો ઉદ્ધાર કરે તો તે મધ્યમ વાદી કહેવાય, અને જે દોષો કોઇએ આપ્યા પણ નથી અથવા જે દોષો ક્યારેય આવવાના પણ નથી છતાં વાયડાપણાના સ્વભાવથી તેવા દોષોનો ઉદ્ધાર કરવાનું ચાલુ રાખે તે અધમ વાદી કહેવાય છે. “કોઇપણ વાદી પોતાના પક્ષની સિદ્ધિ માટે પહેલાં સાધન (હેતુ) કહે છે. ત્યારબાદ જો પ્રૌઢતા (પ્રતિભા એટલે કે શ્રેષ્ઠ પ્રભાવ) રૂપી પ્રિયા સાથે હોય તો ત્યાં ભાવિમાં સંભાવના વાળા દોષોનો ઉદ્ધાર પણ કરે છે.” આ પ્રમાણે વાદીએ બોલવાની પ્રથમકક્ષાની ચર્ચા સમાપ્ત થઈ.
द्वितीयकक्षायां तु प्रतिवादिना स्वात्मनो निर्दोषत्वसिद्धये वादिवदवदातमेव वक्तव्यम् । द्वयं च विधेयम्-परपक्षप्रतिक्षेपः, स्वपक्षसिद्धिश्च । तत्र कदाचिद् द्वयमप्येतदेकेनैव प्रयत्नेन निर्वय॑ते, यथा-नित्यः शब्दः कृतकत्वात् , इत्यादौ विरुद्धोद्भावने, परप्रहरणेनैव परप्राणव्यपरोपणात्मरक्षणप्रायं चैतत् प्रौढतारूपप्रियसखीसमन्वितामेव विजयश्रियमनुषञ्जयति । असिद्धतायुद्भावने तु स्वपक्षसिद्धये साधनान्तरमनित्यः शब्दः सत्त्वादित्युपाददानः केवलामेव तामवलम्बते । तदप्यनुपाददानस्त्वसिद्धतायुद्भावनभूतं श्लाघ्यतामात्रमेव प्राप्नोति, न तु प्रियतमां विजयश्रियम् ॥
પ્રથમ કક્ષામાં વાદ આરંભનાર વાદીએ શું શું કરવું જોઇએ ? તે કહીને હવે વાદી બોલી રહે ત્યારબાદ દ્વિતીય કક્ષામાં પ્રતિવાદીએ પણ પોતાનો પક્ષ (પોતાની માન્યતા) નિર્દોષ જ છે. આમ તેની નિર્દોષતા સિદ્ધ કરવા માટે વાદીની જેમ જ શુદ્ધ-નિર્દોષ વચન જ બોલવું જોઇએ અને તે પણ જેટલું જરૂરી હોય તેટલું જ બોલવું જોઇએ. નિરર્થક, અધિક કે દોષયુક્ત ન બોલવું જોઇએ. તથા તે પ્રતિવાદીએ બે કાર્યો કરવાનાં હોય છે. એક પરપક્ષનો પ્રતિક્ષેપ અને બીજું પોતાના પક્ષની સિદ્ધિ, આ બન્ને કાર્યો પ્રતિવાદીએ અવશ્ય કરવાં જોઇએ. બેમાંથી એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે તો પણ વાદસભામાં ચાલે નહીં.
ક્યારેક આ બન્ને પણ કાર્યો એક જ પ્રયત્નથી થઈ જાય એવું બની શકે છે. જેમકે- “શબ્દઃ નિત્ય તત્વત્િ' આવું અનુમાન પ્રથમ કક્ષામાં વાદીએ કહ્યું
Page #430
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૩ હોય, ત્યારબાદ બીજી કક્ષામાં પ્રતિવાદીને બોલવાનો જ્યારે વારો આવે ત્યારે “આ તત્વ'' હેતુ વિરુદ્ધ હેત્વાભાસ છે. કારણકે તeત્વ હેત નિત્ય સાધ્યની સાથે પ્રવર્તતો નથી પરંતુ નિત્ય (એવા સાધ્યાભાવ)માં જ વ્યાપક છે. માટે વિરુદ્ધ છે. આ પ્રમાણે પ્રતિવાદી જ્યારે વાદીના હેતુમાં વિરુદ્ધતા જણાવે ત્યારે શત્રુને મારી નાખવાથી “શત્રુનું મૃત્યુ અને પોતાની રક્ષા” આમ બન્ને કાર્યો એકી સાથે એક જ પ્રયત્નથી જેમ થાય છે. તેમ વાદીના હેતુમાં વિરુદ્ધતા જણાવવા રૂપ એક જ પ્રયત્નથી “પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ” આમ બન્ને કાર્યો થાય છે. કૃતકત્વહેતુ વિરુદ્ધ છે. અનિત્યની સાથે વ્યાપક છે. આમ કહેવાથી વાદીની હાર અને પ્રતિવાદીનો વિજય બન્ને સાથે થાય છે અને તે પણ એક જ પ્રયત્નથી થાય છે. સ્વપક્ષની સિદ્ધિ માટે અન્ય હેતુ કહેવાની જરૂર રહેતી નથી. આ કારણે એક જ પ્રયત્નથી બે કાર્યો કર્યા છે. તેથી “પ્રૌઢતા સ્વરૂપ પ્રિયસખીથી યુકત એવી જ વિજયલક્ષ્મીને આ પ્રતિવાદી પ્રાપ્ત કરે છે. પ્રૌઢતા અને લક્ષ્મી આ બંને સ્ત્રીલિંગ શબ્દો હોવાથી સ્ત્રી છે અને બન્ને બહેનપણી છે. તેથી આ પ્રતિવાદી વિજયલક્ષ્મી નામની પત્ની તો પ્રાપ્ત કરે જ છે પરંતુ તે એકલી સાથે પાણિગ્રહણ કરતો નથી. પણ વિજયલમીની બહેનપણી એવી પ્રૌઢતા નામની બીજી સ્ત્રી સાથે પણ પાણિગ્રહણ કરે છે. એકી સાથે વિજય અને ગૌરવ બન્ને પામે છે. કારણકે વિરુદ્ધતા જણાવવા રૂપ એક જ પ્રયત્નથી પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ એમ બે કાર્યો કર્યા છે.
પરંતુ વાદીના આ અનુમાનમાં બીજી કક્ષામાં પ્રતિવાદી જો વિરુદ્ધતા જણાવવાને બદલે (વિરુદ્ધતા ન જણાવે અને) અસિદ્ધતા જણાવે જેમકે- આ કૃતત્વ હેતુ શબ્દમાં નથી. શબ્દ એ શ્રોત્રેન્દ્રિય ગમ્ય હોવાથી શબ્દજાતિની જેમ અકૃતક છે. અથવા આકાશનો ગુણ હોવાથી, આકાશ જેમ અકૃતક છે તેમ તેનો ગુણ શબ્દ પણ અકૃતક છે. ઇત્યાદિ રીતે પ્રતિવાદી જો વાદીના હેતુને અસિદ્ધ માત્ર કરે તો તેનાથી વાદીની વાત હેવાભાસવાળી થવાથી પ્રતિવાદી દ્વારા પરપક્ષનું ખંડન થવા રૂપ એક જ કાર્ય થાય છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ રૂપ બીજું કાર્ય થતું નથી. એટલે સ્વપક્ષની સિદ્ધિરૂપ બીજું કાર્ય બીજા હેતુથી પ્રતિવાદીએ કરવાનું થાય છે. આ રીતે થવાથી સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનાન્તર “શબ્દઃ નિત્ય: સત્ત્વ' આવું પ્રતિવાદીને કહેવું જ પડે છે. આવું બીજું અનુમાન રજુ કરવા દ્વારા સ્વપક્ષની સિદ્ધિ કરતો પ્રતિવાદી કેવલ એકલી વિજયલક્ષ્મીને પામે છે. પરંતુ પ્રૌઢતાને પામતો નથી. કારણકે વિરુદ્ધતા જણાવનારાએ એક જ પ્રયત્નથી બે કાર્યો કર્યા હતાં. જ્યારે અસિદ્ધતા જણાવનારાએ પ્રથમ અસિદ્ધતા જણાવવા દ્વારા પરપક્ષનું ખંડન અને પછી સાધનાન્સર જણાવવા દ્વારા સ્વપક્ષની સિદ્ધિ
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૧૪ પરિચ્છેદ-૮ સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ આમ બે પ્રયત્નથી બે કાર્યો કર્યા છે તેથી એક પ્રયત્નથી બે કાર્યો કરનારા જેટલો યશ આ પ્રતિવાદી પામતો નથી. પરંતુ પરપક્ષનું ખંડન કરીને સ્વપક્ષની સિદ્ધિ કરી છે. માટે વિજયલક્ષ્મી ચોક્કસ પામે જ છે.
હવે જો પ્રતિવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે “તપિ મનપાન " તે સાધનાન્સરને ન જણાવે અને વાદીએ જણાવેલા તત્વ હેતુની પક્ષમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધતા છે આમ કેવળ એકલી “અસિદ્ધતા” જણાવીને વિરામ પામી જાય તો પરપક્ષનું (વાદીના પક્ષનું) ખંડન કરવા રૂપ અસિદ્ધતાનું જે ઉદ્ધાવન કર્યું. તેટલા પુરતી સ્લાધ્યતા (પ્રશંસા) માત્ર પામે છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ કરી નથી તેથી વિજયલક્ષ્મી રૂપ પત્નીને પામતો નથી.
- આખી વાતનો સારાંશ એ છે કે પ્રતિવાદી જો વાદીના અનુમાનમાં વિરુદ્ધતા જણાવે તો એક જ પ્રયત્નથી બે કાર્યો કરે છે માટે પ્રૌઢતા અને વિજયલક્ષ્મી બન્ને પામે છે. પરંતુ જો તે જ પ્રતિવાદી વ્યક્તિ વાદીના અનુમાનમાં અસિદ્ધતા જણાવે તો તેનાથી પરપક્ષનું ખંડન થાય છે પણ સ્વપક્ષની સિદ્ધિ થતી નથી. સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનાતર કહેવું જ પડે છે. આમ બે પ્રયત્નથી બે કાર્યો થાય છે. તેથી વિજય મળે છે. પરંતુ એક પ્રયત્નથી બે કાર્યો કરવા જેટલી સ્લાધ્યતા મળતી નથી. અને જો અસિદ્ધતા જણાવીને વિરામ જ પામી જાય અને સાધનાન્તર ન જણાવે તો પરપક્ષનું ખંડન કરવા બદલ ગ્લાધ્યતા મળે છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ ન કરી હોવાથી વિજયલક્ષ્મી પ્રાપ્ત થતી નથી.
यदुदयनोऽप्युपादिशत्-“वादिवचनार्थमवगम्याऽनूद्य दूषयित्वा प्रतिवादी स्वपक्षे स्थापनां प्रयुञ्जीत, अप्रयुञ्जानस्तु दूषितपरपक्षोऽपि न विजयी, श्लाघ्यस्तु स्यात् आत्मानमरक्षन् परघातीव वीरः" इति । तद्यदीच्छेत् प्रौढतान्वितां विजयश्रियम्, तन्नाऽप्रयलोपनतां तयोः प्राणभूतां हेतोर्विरुद्धतामवधीरयेत् , निपुणतरमन्विष्य सति संभवे तामेव प्रसाधयेत् । न च विरुद्धत्वमुद्भाव्य स्वपक्षसिद्धये साधनान्तरमभिदधीत, व्यर्थत्वस्य प्रसक्तेः, एवं तृतीयकक्षास्थितेन वादिना विरुद्धत्वे परिहते चतुर्थकक्षायामपि प्रतिवादी तत्परिहारोद्धारमेव विदधीत, न तु दूषणान्तरमुद्भाव्य स्वपक्षं साधयेत्, कथाविरामाभावप्रसङ्गात् । नित्यः शब्दः कृतकत्वात्, इत्यादौ हि कृतकत्वस्य विरुद्धत्वमुद्भावयता प्रतिवादिना नियतं तस्यैवाऽनित्यत्वसिद्धौ साधनत्वमध्यवसितम्, अत एव न तदाऽसौ साधनान्तरमारचयति । स चेदयं चतुर्थकक्षायां तत्परिहारोद्धारमनवधारयन् प्रकारान्तरेण परपक्षं प्रतिक्षिपेत्, स्वपक्षं च साधयेत्, तदानीं वादिना तदूषणे कृते स पुनरन्यथा समर्थयेत्, इत्येवमनवस्था ॥
Page #432
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૫
આ વિષયમાં ઉદયન આચાર્યે પણ કહ્યું છે કે– જે પ્રતિવાદી વ્યક્તિ હોય છે. તેને પ્રથમ કક્ષામાં વાદી દ્વારા કહેવાયેલા વચનના અર્થોને બરાબર જાણીને બીજી કક્ષામાં “તમે જે આ પ્રમાણે બોલ્યા'' ઇત્યાદિરૂપે અનુવાદ કરીને, ત્યાર બાદ તેમાં દૂષણો આપીને (દૂષણો દ્વારા પરપક્ષનું ખંડન કરીને) પછી પોતાના પક્ષની સ્થાપના કરવી જોઇએ. જો દૂષિત કર્યો છે વાદીનો પક્ષ જેણે એવો પ્રતિવાદી વાદીના પક્ષને દૂષિત કર્યા બાદ સ્વપક્ષની સિદ્ધિનો પ્રયોગ ન કરે તો તે વિજયી બનતો નથી. તે પ્રતિવાદીએ વાદીના પક્ષને દૂષિત કર્યો એટલા માત્રથી તે શ્લાઘ્ય બને છે. પરંતુ સ્વપક્ષની સિદ્ધિ વિના વિજયી બનતો નથી. જેમકે- યુદ્ધમાં જે સૈનિક પરનો (શત્રુનો) ઘાત કરે પરંતુ પોતાની રક્ષા ન કરી શકે તે વીર (બહાદૂર) કહેવાય. પરંતુ વિજયી ન કહેવાય તેમ અહીં સમજવું.
આ કારણથી પ્રતિવાદી જો “પ્રૌઢતા યુક્ત એવી વિજયલક્ષ્મીને ઇચ્છતો હોય’ તો તેણે વિના પ્રયત્ને (કોઇની પણ પ્રેરણાની અપેક્ષા રાખ્યા વિના-સહજ ભાવે જ) પ્રાપ્ત થયેલી, અને પ્રૌઢતા તથા વિજયલક્ષ્મી આ બન્નેના આધારભૂત એવી વાદીના અનુમાનમાં દેખાતી ‘“વિરુદ્ધતા'ની ઉપેક્ષા કરવી જોઇએ નહીં. એટલે કે તે વિરુદ્ધહેત્વાભાસ જણાવવામાં બેધ્યાન-(બેદરકાર) રહેવું જોઇએ નહીં. પરંતુ અતિશય ચતુરાઈ પૂર્વક તે વિરુદ્ધતાને શોધીને જો વિરુદ્ધતાનો સંભવ જણાય તો સૌથી પ્રથમ તો તે વિરુદ્ધતાને જ પ્રદર્શિત કરવી જોઇએ. અને આ રીતે વાદીને વિરુદ્ધતા આપ્યા પછી પોતાના પક્ષની સિદ્ધિ માટે સાધનાન્તર (બીજો હેતુ) કહેવો જોઇએ નહીં. કારણકે તેમ કરવાથી વ્યર્થત્વદોષની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે બીજી કક્ષામાં પ્રતિવાદીએ કેટલું અને કેવું બોલવું જોઇએ તે વાત સમાપ્ત કરી.
આ પ્રમાણે પ્રતિવાદી બોલી રહ્યા પછી ત્રીજી કક્ષામાં (બોલવાના ત્રીજા વારામાં) ઉપસ્થિત એવા વાદીએ પ્રતિવાદી દ્વારા અપાયેલી વિરુદ્ધતાનો પરિહાર જ કરવો જોઇએ. ત્યારબાદ ચોથી કક્ષામાં પણ પ્રતિવાદીએ વાદી દ્વારા કરાયેલા પરિહારનો ઉદ્ધાર માત્ર જ કરવો જોઇએ. પરંતુ વાદીની વાતમાં દૂષણાન્તર આપીને (બીજા બીજા હેતુઓથી) વાદીની વાતને દૂષિત કરી, પરપક્ષનું ખંડન કરી, પોતાના પક્ષની સિદ્ધિ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ નહિં. કારણકે જો આમ દૂષણાન્તર આપવાની પરંપરા જ ચાલુ રખાય તો વાદકથાના વિરામનો અભાવ થવાનો જ પ્રસંગ આવે.
વળી ‘શબ્વ: નિત્ય: ધૃતાત્'' આવા પ્રકારના વાદીના અનુમાનમાં પ્રતિવાદીએ બીજીકક્ષાની અંદર જ ઘૃતત્ત્વ હેતુની વિરુદ્ધતા જ્યારે જણાવી, ત્યારે જ
**
Page #433
--------------------------------------------------------------------------
________________
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
આ હેતુ નિત્ય એવા સાધ્યની સાથે રહેનાર નથી. પરંતુ સાધ્યાભાવ એવા અનિત્યની સાથે જ રહે છે. આ વાત નક્કી થઇ જ જાય છે. આ કારણથી વિરુદ્ધતા જણાવતા પ્રતિવાદી વડે નક્કી તથૈવ-તે હેતુનું જ અનિત્યત્વ (સ્વરૂપ પોતાના) પક્ષની સિદ્ધિમાં સાધનપણું જણાવી જ દીધું છે. આ કારણથી ત્યારે (ચોથી કક્ષામાં) આ પ્રતિવાદીએ સાધનાન્તર કહેવું જોઇએ નહીં, ફક્ત વાદીએ વિરુદ્ધતાનો પરિહાર કર્યો તેનો જ ઉદ્ધાર
ચોથી કક્ષામાં પ્રતિવાદીએ કરવો જોઇએ.
૪૧૬
વાદીએ કરેલા પરિહારનો ઉદ્ધાર કરવાનું ચોથી કક્ષામાં જો આ પ્રતિવાદી ન વિચારે, અર્થાત્ તે તરફ દુર્લક્ષ્ય સેવે અને બીજા બીજા પ્રકારે વાદીની વાતનો પ્રતિક્ષેપ કરે તથા પોતાના પક્ષની સિદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો તદ્દાની તે વખતે પાંચમી કક્ષામાં વાદી દ્વારા આ પ્રતિવાદીની વાત દૂષિત કરાયે છતે, સ પુન:-છઠ્ઠી કક્ષામાં તે પ્રતિવાદી વળી જુદી રીતે વાત સમર્થિત કરે આમ વાદકથાનો અંત જ ન આવે અને અનવસ્થા આવે. તેથી ચોથી કક્ષામાં પ્રતિવાદીએ વિરુદ્ધતાના પરિહારનો ઉદ્ધારમાત્ર જ કરવો. પરંતુ સાધનાન્તરથી પરપક્ષનું ખંડન કે સ્વપક્ષની સિદ્ધિ ન કરવી.
किञ्च, एवं चेत् प्रतिवादी विरुद्धत्वोद्भावनमुखेनानित्यत्वसिद्धौ स्वीकृतमपि कृतकत्वं हेतुं परिहृत्य सत्त्वादिरूपं हेत्वन्तरमुररीकुर्यात्, तदा वाद्यपि नित्यत्वसिद्धौ तमुपात्तं परित्यज्य प्रत्यभिज्ञायमानत्वादि साधनान्तरमभिदधानः कथं वार्येत ? । अनिवारणे तु सैवानवस्था सुस्थाप्यते । तदिदमिह रहस्यम् - उपक्रान्तं साधनं दूषणं वा परित्यज्य नापरं तदुदीरयेदिति ॥
વળી આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા વાદીના કથનમાં વિરુદ્ધતા દોષનું ઉદ્દ્ભાવન કરવા વડે જ જો અનિત્યત્વ સાધ્યની (પોતાના પક્ષની) સિદ્ધિમાં ધૃતત્વ ને હેતુ તરીકે સ્વીકારી લીધેલો જ છે. છતાં તેને ત્યજીને સત્ત્પતિ સ્વરૂપ કોઇપણ બીજા હેતુને પ્રતિવાદી સ્વપક્ષની સિદ્ધિ માટે જો સ્વીકારે એટલે કે કૃતકત્વ હેતુથી જ સ્વસાધ્ય અનિત્યત્વ સિદ્ધ થઇ જતું હોવા છતાં અન્ય અન્ય કોઇ હેતુ મૂકે, તો વાદી પણ પોતાનું સાધ્ય જે નિત્યત્વ છે. તેને સિદ્ધ કરવામાં પ્રથમ પોતે મૂકેલો જે કૃતકત્વ હેતુ હતો, તેને (પ્રતિવાદી દ્વારા દોષિત કરાયો હોવાથી) ત્યજીને પ્રભિજ્ઞાયમાનત્વ વગેરે કોઇ નવા નવા હેતુ લાવીને પણ સ્વસાધ્યને સાધવા પ્રયત્ન કરે તો તેને કેમ વારી શકાય ? અને નવા નવા હેતુઓ દ્વારા સ્વસાધ્યની સિદ્ધિનો પ્રારંભ કરતા આ વાદી કે પ્રતિવાદીનું નિવારણ કરવામાં જો ન આવે તો છેવટે તે જ અનવસ્થા જ (ક્યારેય પણ વાદ સમાપ્ત થાય જ નહીં તે દોષ) આવીને ઉભી રહે.
Page #434
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
વાદી કે પ્રતિવાદી બન્ને વક્તાઓ પોતપોતાના પક્ષના અતિશય આગ્રહી છે. વળી જિગીષુભાવ છે. એટલે વિરામ ન પામવાની વૃત્તિવાળા છે. તેથી પોતાના કથન કરેલા હેતુમાં દોષો દેખીને નવા નવા હેતુઓ કલ્પે તો કથાનો પાર જ ન આવે અને શ્રોતા વર્ગ ઉદ્વેગ પામી જાય. તેથી હેતુમાં દોષ જ્યારે ઉદ્ભાવિત કરાયો. ત્યારે તે દોષનું નિવારણ કરવું એ જ પોતાના પક્ષની સિદ્ધિનો ઉપાય છે. જો ઉદ્ભાવન કરેલા દોષનું નિવારણ તમે ન કરો અને નવા નવા હેતુઓ રજુ કરો તો તેનો અર્થ એ થાય છે કે સામેની વ્યક્તિ દ્વારા પોતાને અપાયેલો દોષ તો પોતે સ્વીકારી જ લીધો છે. એટલે પરાભવ તો સિદ્ધ થઇ જ ચૂક્યો છે પછી અધિક બોલવાનો કંઇ અર્થ નથી.
તે કારણથી આખી વાતનું રહસ્ય અહીં આ પ્રમાણે છે કે- વાદકથામાં વાદી દ્વારા પ્રથમ કહેવાયેલા સાધનવચનને અને તેની સામે પ્રતિવાદી દ્વારા કહેવાયેલા
દૂષણવચનને ત્યજીને બીજા હેતુને કે બીજા દોષને કહેવો જોઇએ નહીં. અર્થાત્ બીજા હેતુને કે બીજા દૂષણને કહીને નિરર્થક વાદકથા લંબાવવી જોઇએ નહીં.
विरुद्धत्वोद्भावनवत् प्रत्यक्षेण पक्षबाधोद्भावनेऽप्येकप्रयत्ननिर्वर्त्ये एव परपक्षप्रतिक्षेपस्वपक्षसिद्धी । कदाचिद् भिन्नप्रयत्ननिर्वर्त्ये एते संभवतः, तत्र चायमेव क्रमः -प्रथमं परपक्षप्रतिक्षेपः, तदनु स्वपक्षसिद्धिरिति । यथा - नित्यः शब्दश्चाक्षुषत्वात्, प्रमेयत्वाद् वा, इत्युक्तेऽसिद्धत्वानैकान्तिकत्वाभ्यां परपक्षं प्रतिक्षिपेत् अनित्यः शब्दः कृतकत्वात्, इत्यादिना च प्रमाणेन स्वपक्षं साधयेत् ॥
૪૧૭
"
વાદી દ્વારા કહેવાયેલા અનુમાનમાં પ્રતિવાદી દ્વારા વિરુદ્ધતા દોષનું ઉદ્ભાવન કરવા સ્વરૂપ એક જ પ્રયત્નથી પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ આમ બન્ને કાર્યો જેમ થઇ જાય છે. તેમ વાદીના અનુમાનમાં પ્રતિવાદી દ્વારા જો પ્રત્યક્ષ પ્રમાણ વડે પક્ષની બાધા દોષનું ઉદ્દ્ભાવન કરવામાં આવે (એટલે કે પ્રત્યક્ષ પ્રમાણથી હેતુ બાધિત હેત્વાભાસ છે આમ સાબિત કરવામાં આવે) તો પણ એક જ પ્રયત્નમાત્રથી પરપક્ષખંડન અને સ્વપક્ષસિદ્ધિ થવા રૂપ બે કાર્યો થઇ જાય છે.
૫૩
સારાંશ કે પ્રતિવાદી વડે વાદીના અનુમાનમાં વિરુદ્ધતા અથવા બાધિતતા જો જણાવાય તો પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ આ બન્ને કાર્યો એક પ્રયત્ન માત્રથી જ સિદ્ધ થઇ જાય છે. પરંતુ અસિદ્ધતા જો જણાવાય તો પરપક્ષનું (વાદીનું) ખંડન માત્ર થાય છે. પણ સ્વપક્ષની (પ્રતિવાદીના પક્ષની) સિદ્ધિ થતી નથી. તે સિદ્ધ કરવા માટે પ્રતિવાદીએ સાધનવચન જણાવવું જ પડે છે.
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૮ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરપક્ષનું ખંડન અને સ્વપક્ષની સિદ્ધિ આ બન્ને કાર્યો પ્રતિવાદી વડે ક્યારેક ભિન્નભિન્ન પ્રયત્નથી નિવાર્ય હોય એવું પણ બને છે. જ્યારે આ બન્ને કાર્યો ભિન્ન પ્રયત્નજન્ય હોય ત્યારે ત્યાં તેનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ પરપક્ષનું ખંડન કરાય અને ત્યારબાદ સ્વપક્ષની સિદ્ધિ કરાય. આમ પ્રતિવાદીએ કરવું જોઇએ. જેમકે- “ નિત્ય ચાક્ષુષત્વી , પ્રયત્નદ્ વા'' શબ્દ એ નિત્ય છે. ચક્ષુગોચર હોવાથી અથવા પ્રમેય હોવાથી, આવું અનુમાનવાક્ય ધારો કે વાદી દ્વારા કહેવાયું હોય તો પ્રતિવાદીએ પ્રથમ ચાક્ષુષહેતુ શબ્દપક્ષમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધ છે. અને પ્રમેયત્વહેતુ સાધ્યાભાવમાં પણ વૃત્તિવાળો છે માટે અનૈકાન્તિક છે. આમ, અસિદ્ધતા અને અનૈકાતિક્તા જણાવવા દ્વારા પરપક્ષનું ખંડન કરવું જોઈએ. અને ત્યારબાદ “શઃ નિત્ય તત્વત્'' ઇત્યાદિ નિર્દોષ હેતુ રજુ કરવા દ્વારા સ્વપક્ષની સિદ્ધિ કરવી જોઇએ.
ननु न परं निगृह्य स्वपक्षसिद्धये साधनमभिधानाहम्, पराजितेन सार्धं विवादाभावात्, न खलु लोकेऽपि कृतान्तवक्त्रान्तरसंचारिणा सह रणो दृष्टः श्रुतो वेति । तत् किमिदानी द्वयोर्जिगीषतोः क्वचिद्देशे राज्याभिषेकाय स्वीकृतविभिन्नराजबीजयोरेकश्चदन्यतरं निहन्यात् , तदा स्वीकृतं राजबीजं न तत्राभिषिञ्चेत् ?, तदर्थमेव ह्यसौ परं निहतवान् । अकलङ्कोऽप्यभ्यधात्-‘विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । .
ભાસત્તરમુદ્ધવ્યિ પક્ષદ્ધિમપેક્ષત્તે '' રૂતિ . . परपक्षं च दूषयन् यावता दोषविषय: प्रतीयते, तावदनुवदेत् , निराश्रयस्य दोषस्य प्रत्येतुमशक्यत्वात् । न च सर्वं दोषविषयमेकदैवाऽनुवदेत् , एवं हि युगपद् दोषाभिधानस्य कर्तुमशक्यत्वात् , क्रमेण दोषवचने कार्य ततो निर्धार्य पुनः प्रकृतदोषविषयः प्रदर्शनीयः, अप्रदर्शिते तस्मिन् दोषस्य वक्तुमशक्यत्वात्, तथा च द्विरनुवादः स्यात्, तत्र च प्राक्तनं सर्वानुभाषणं व्यर्थमेव भवेदिति । अनुवादश्चाऽनित्यः शब्दः कृतकत्वादित्युक्ते कृतक त्वादित्यसिद्धो हेतुः, कृतकत्वमसिद्धम् , असिद्धोऽयं हेतुरित्येवमादिभिः प्रकारैरनेकधा संभवति ॥
પ્રશ્ન–બીજીકક્ષામાં પ્રતિવાદી દ્વારા દૂષણ કહેવા માત્રથી પરનો (વાદીનો) પરાભવ થઈ જ ગયો છે. અને વાદી હારે એટલે આપોઆપ જ પ્રતિવાદીનો જય કહેવાય. તો પછી સ્વપક્ષની સિદ્ધિ માટે પ્રતિવાદીએ સાધનવચન બોલવું જોઈએ, આમ કહેવું ઉચિત નથી. કારણકે પરાભવ પામી ચૂકેલા એવા વાદીની સાથે હવે વિવાદ જ નથી. લોકમાં પણ બે યોદ્ધાઓ લડતા હોય ત્યારે એક યોધાવડે બીજા યોધાની સાથે યુદ્ધ થાય છે. પરંતુ તે હણાયે છતે યમરાજાના મુખની અંદર સંચારિ
Page #436
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
૪૧૯
થયેલા (એટલે કે મૃત્યુ પામેલા) યોધાની સાથે જીવન્ત યોધાનું યુદ્ધ જોવાયું પણ નથી અને સંભળાયું પણ નથી. જેમ મૃત્યુ પામેલા યોધાની સાથે યુદ્ધ ન હોય તેમ હારેલા વાદીની સાથે વાદ ન હોય. તો હવે પ્રતિવાદીએ સ્વપક્ષની સિદ્ધિ માટે સાધનવચન શા માટે બોલવું જોઇએ ?
ઉત્તર- કોઈ એક સ્થાનમાં રાજ્યાભિષેક માટે લોકો વડે સ્વીકાર કરાયેલા (માન્ય રખાયેલા) જુદા જુદા બે રાજકુમારો પરસ્પર જિગીષ હોતે છતે જો કોઈ એક રાજકુમાર બીજા રાજકુમારને હણી નાખે. તો પણ માન્ય રખાયેલા બીજા રાજકુમારનો શું ત્યાં રાજ્યાભિષેક નથી કરાતો ? અર્થાત્ કરાય જ છે. કારણકે પોતાનો રાજ્યાભિષેક થાય એટલા માટે જ આ રાજકુમારે અન્ય રાજકુમારની હત્યા કરી છે. તો અહીં જેમ બીજા રાજકુમારની હત્યા કરવા માત્રથી વિવક્ષિત રાજકુમાર રાજા ગણાતો નથી. પરંતુ પછીથી તેનો રાજ્યાભિષેક કરવો જ પડે છે. તેમાં પ્રતિવાદી દ્વારા વાદીનો પરાભવ (ખંડન) કરાવા છતાં પછીથી પ્રતિવાદીએ પોતાના પક્ષનું ખંડન કરવાનું તો બાકી રહે જ છે. અને મંડન કરે તો જ વિજયલક્ષ્મી વરે છે. આ બાબતમાં દિગંબરાચાર્ય શ્રી અલંકે પણ કહ્યું છે કે
વાદીની વાતમાં વિરુદ્ધતાનું ઉભાવન કરીને પ્રતિવાદી વાદીને અવશ્ય જિતે છે. તો પણ અસિદ્ધતા આદિ અન્ય હેત્વાભાસોનું વાદીના અનુમાનમાં ઉભાવન કરીને પોતાના પક્ષની સિદ્ધિની અપેક્ષા પ્રતિવાદી અવશ્ય રાખે છે.”
પરપક્ષને (વાદીના પક્ષને) દૂષિત કરતા એવા પ્રતિવાદીએ વાદીના અનુમાનમાં જ્યાં સુધી દોષનો વિષય (સ્થાન) જણાય ત્યાં સુધી તે કહેવો જોઈએ. કારણકે દોષના વિષયભૂત સ્થાન જણાવ્યા વિના દોષ જણાવવો અશક્ય છે. જેમકે “શબ્દઃ નિત્ય: વૃદ્ધત્વીત્' આવું અનુમાન ધારો કે વાદીએ કર્યું. ત્યાં પ્રતિવાદી આમ કહે કે અહીં વિરુદ્ધ દોષ છે” તો ન ચાલે. પરંતુ આ હેતુ સાધ્યના અભાવ એવા અનિત્યની સાથે વ્યાપક છે. અર્થાત્ સાધ્યાભાવ માત્રમાં વ્યાપક છે માટે વિરુદ્ધ છે. આમ દોષનું સ્થાન-આધાર બતાવીને દોષ કહેવો જોઈએ. આ જ વાત બરાબર છે. અન્યથા નહીં. વળી સર્વે દોષના વિષયો (દોષનાં સર્વે સ્થાનો-પ્રકારો) એક જ કાળે એકી સાથે કહી શકાતાં નથી. જિહા ક્રમવર્તી હોવાથી ક્રમે ક્રમે જ દોષવચનો કહેવાનાં હોય છે. તેથી દોષોનો મનમાં નિર્ણય કરીને ફરી ફરી દોષનો પ્રસ્તુત વિષય બતાવવો પડે છે. કારણકે દોષનું સ્થાન ન જણાવ્યું છતે નિરાધાર દોષ કહેવો શક્ય નથી. તેથી કરીને દોષના આધારભૂત વિષયનું (સ્થાનનું) બે- (ત્રણ-ચાર)વાર પણ અનુવાદન કરવું પડે છે. આ કારણથી પ્રથમ જે સંપૂર્ણનો અનુવાદ કર્યો હોય છે. તે નિરર્થક બની જાય છે. તે બે વાર અનુવાદ આ પ્રમાણે છે
૫૩
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૨૦
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
રત્નાકરાવતારિકા ભાગ-૩
નિત્ય: શબ્દક તત્વત્' આવા પ્રકારનું અનુમાન વાદી દ્વારા કરાયે છતે (૧) તત્વાન્ આ હેતુ અસિદ્ધ છે. આમ પણ અનુવાદ કરાય, (૨) કૃતત્ત્વ અસિદ્ધ છે. આમ પણ અનુવાદ થાય. (૩) આ હેતુ અસિદ્ધ છે આવો પણ અનુવાદ થાય. આમ અનેક પ્રકારે અનુવાદ કરી શકાય છે.
___ अथ दूषणमेकमनेकं वा कीर्तयेत् , किमत्र तत्त्वम् ? । पर्षदजिज्ञासायामेकमेव, तस्मादेव परपक्षप्रतिक्षेपस्य सिद्धेर्द्वितीयादिदोषाभिधानस्य वैयर्थ्यात् , तज्जिज्ञासायां च संभवे यावत् स्फूर्त्यनेकमपि प्रौढिप्रसिद्धेः, इति ब्रूमः ॥
"दूषणं परपक्षस्य स्वपक्षस्य च साधनम् ।
प्रतिवादी द्वयं कुर्याद् भिन्नाभिन्नप्रयत्नतः ॥१॥' इति संग्रहश्लोकः ॥ .
પ્રશ્ન- પ્રતિવાદીએ વાદીના સાધનવચનમાં એક દૂષણ આપવું જોઇએ કે અનેક દૂષણ આપવાં જોઇએ ? આ બાબતમાં સાચું તત્ત્વ શું ?
ઉત્તર- પર્ષદા (સભા) જો એક દૂષણ સાંભળવા માત્રથી સંતુષ્ટ થઈ ચૂકી હોય. અને અન્ય દૂષણો સાંભળવાની જિજ્ઞાસા ન હોય તો એક જ દૂષણ કહેવું જોઇએ. પણ અધિક નહીં. કારણકે તે એક દૂષણ આપવા માત્રથી જ પરપક્ષનું ખંડન સિદ્ધ થઈ જાય છે તેથી દ્વિતીયાદિ દૂષણોનું કથન વ્યર્થ થઈ જાય છે. પરંતુ વધારે દૂષણો જાણવાની અને સાંભળવાની જો પર્ષદાની જિજ્ઞાસા હોય તો જ્યાં સુધી પર્ષદાની તે જિજ્ઞાસા સ્કૂરાયમાન રહે ત્યાં સુધી પ્રતિવાદીએ પોતાની પ્રૌઢતા (પ્રતિભા-તેજસ્વિતા)ની પ્રસિદ્ધિ માટે અનેક દૂષણો પણ વાદીના અનુમાનમાં બતાવવાં (કહેવાં). આમ અમે કહીએ છીએ. સારાંશ કે–
પ્રતિવાદીએ ભિન્ન ભિન્ન પ્રયત્નથી પરપક્ષનું દૂષણ અને સ્વપક્ષનું સાધન આમ બન્ને કાર્યો કરવા જોઇએ.
तृतीयकक्षायां तु वादी द्वितीयकक्षास्थितप्रतिवादिप्रदर्शितदूषणमदूषणं कुर्यात् , अप्रमाणयेच्च प्रमाणम् , अनयोरन्यतरस्यैव करणे वादाभासप्रसङ्गात् ॥
उदयनोऽप्याह-''नापि प्रतिपक्षसाधनमनिर्वर्त्य प्रथमस्य साधनत्वावस्थितिः, शङ्कित-प्रतिपक्षत्वादिति, अदूषयंस्तु रक्षितस्वपक्षोऽपि न विजयी, श्लाघ्यस्तु स्याद्, वञ्चित-परप्रहार इव तमप्रहरमाण इति च" इति ॥
પ્રથમ કક્ષામાં વાદી, અને દ્વિતીયકક્ષામાં પ્રતિવાદીએ શું બોલવું ? કેટલું બોલવું? કેવું બોલવું ? તે સર્વ કીક્ત કહીને હવે તૃતીયકક્ષામાં વાદીએ શું બોલવું જોઇએ, તે સમજાવે છે કે
Page #438
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨
બીજીકક્ષામાં રહેલા પ્રતિવાદીએ વાદીના અનુમાનમાં આપેલા દૂષણને તૃતીયકક્ષામાં વાદીએ અદૂષણ રૂપે સદ્ યુક્તિઓથી સિદ્ધ કરવું જોઇએ. અને પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણ તરીકે સિદ્ધ કરવું જોઇએ, પોતાને આપેલા દોષને દૂર કરવો અને પ્રતિવાદીએ આપેલી વાતને તોડવી આ જ વાદીનું તૃતીયકક્ષામાં વ્ય છે. આ બન્ને કાર્યો વાદીએ અવશ્ય કરવાં જોઇએ. જો વાદી આ બે કાર્યોમાંથી કોઇપણ એક કાર્ય કરે અને બીજું કાર્ય ન કરે તો તે વાદ વાદાભાસ બની જવાનો પ્રસંગ આવે. કારણકે વાદી પોતાને આપેલા દોષને દૂર કરે તો પોતાની હાર ન થાય, પરંતુ પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણ સિદ્ધ ન કરે તો વિજયલક્ષ્મી પ્રાપ્ત ન થાય. તેવી જ રીતે પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણ કરે પરંતુ પોતાના દોષને દૂર ન કરે તો પણ પોતાના પક્ષમાં શંકા ઉભી રહેતી હોવાથી વિજયલક્ષ્મી પ્રાપ્ત ન થાય. માટે તૃતીયકક્ષામાં વાદીએ બન્ને કાર્યો અવશ્ય કરવાં જ જોઇએ.
ઉદયને પણ કહ્યું છે કે– પ્રતિપક્ષના (એટલે કે પ્રતિવાદીના) સાધનને ખંડિત કર્યા વિના વાદીના સાધનની નિર્દોષ સાધનપણે સિદ્ધિ થતી નથી. કારણકે વિરોધની શંકા તો ઉભી જ રહે છે. એટલે કે પ્રતિવાદીની વાત પણ સાચી હોય એવું કાં ન બને ? આવી શંકા ઉભી રહે છે. તેથી પોતાને પ્રતિવાદીએ આપેલા દૂષણને દૂર કરવા દ્વારા પોતાની રક્ષા કરતો એવો પણ તે વાદી પ્રતિવાદીના પ્રમાણને જો અપ્રમાણ તરીકે દૂષિત ન કરે તો તે વિજયી બનતો નથી. માત્ર પ્રશંસનીય બને છે. જેમ કોઇ એક યોદ્ધા ઉપર બીજો યોદ્ધો પ્રહાર કરે અને પ્રથમ યોદ્ધો તે પ્રહારને નિષ્ફળ બનાવે, પરંતુ પોતે બીજા યોદ્ધા ઉપર પ્રહાર ન કરે તેવા યોદ્ધાની જેમ આ વાદી પ્રશંસનીય બને છે. પરંતુ વિજયવાળો બનતો નથી.
૪૨૧
न च प्रथमं प्रमाणं दूषितत्वात् परित्यज्य परोदीरितं च प्रमाणं दूषयित्वा स्वपक्षसिद्धये प्रमाणान्तरमाद्रियेत, कथाविरामाभावप्रसङ्गादित्युक्तमेव । अत एव स्वसाधनस्य दूषणानुद्धारे परसाधने विरुद्धत्वोद्भावनेऽपि न जयव्यवस्था, तदुद्धारे तु तदुद्भावनं सुतरां विजयायेति को नाम नानुमन्यते ? । सोऽयं सर्वविजयेभ्यः श्लाघ्यते विजयो यत्परोऽङ्गीकृतपक्षं परित्याज्य स्वपक्षाराधनं कार्यत इति वादी तृतीयकक्षायां प्रतिवादिप्रदर्शितं दूषणं दूषयेत् पूर्वं प्रमाणं चाप्रमाणयेदिति ॥ एवं चतुर्थपञ्चमकक्षादावपि स्वयमेव विचारणीयम् ॥ ८-२२॥
વાદી દ્વારા પ્રથમકક્ષામાં જે પ્રમાણ રજુ કરાયું, તે પ્રતિવાદી દ્વારા બીજીકક્ષામાં દૂષિત કરાયેલું હોવાથી તે પ્રમાણને વાદી જો ત્યજી દે, અને પ્રતિવાદી દ્વારા જે. પ્રમાણ રા કરાયું, તેને જ દૂષિત કરીને પછી પોતાના પક્ષની સિદ્ધિ માટે અન્ય નવા પ્રમાણનો
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૨ ૨
પરિચ્છેદ-૮ સૂત્ર-૨૩ રત્નાકરાવતારિકા ભાગ-૩ વાદી જો આશ્રય કરે તો તે યોગ્ય નથી. અર્થાત્ વાદીએ નવા પ્રમાણનો આશ્રય કરવો જોઇએ નહીં, કારણકે પોતાનામાં આવેલા દૂષણને જે દૂર નથી કરતો તે જ તેની નબળાઈ છે. નવા નવા પ્રમાણ રજુ કરવાથી વાદ કથાના વિરામના અભાવનો જ પ્રસંગ આવે. આ વાત અમે પહેલાં કહી ચૂક્યા છીએ, આ કારણથી જ વાદીના પોતાના સાધનમાં પ્રતિવાદી દ્વારા જે જે દૂષણો અપાયાં છે. તેનો જો ઉદ્ધાર કરવામાં ન આવે અને ફક્ત પર-સાધનમાં જ (પ્રતિવાદીએ પોતાના પક્ષની સિદ્ધિ માટે રજુ કરેલા સાધનમાં જ) વિરુદ્ધતા (આદિ) દોષોનું ઉભાવન જ જો વાદી કર્યા કરે તો તે કરવા છતાં પણ તેને વિજયલક્ષ્મી પ્રાપ્ત થવાની વ્યવસ્થા થતી નથી. પરંતુ તદ્વારે પ્રતિવાદીએ આપેલા તે દોષોનો વાદી જો ઉદ્ધાર કરે ત૬માવ અને પ્રતિવાદીના પ્રમાણમાં તેવા દોષોનું ઉભાવન જો વાદી કરે તો તેનો સારી રીતે વિજય થાય જ, આવું કોણ ન માને ? પોતાનામાં આવેલા દોષોનો ઉદ્ધાર કરતો અને પ્રતિવાદીને દૂષણ આપતો આ વાદી અવશ્ય વિજયલક્ષ્મી પાસે જ છે.
આ વાદી વિજયલક્ષ્મી પામે છે. એટલું જ નહીં પરંતુ વાદીના સર્વ વિજયોમાં આ વિજય પ્રશંસનીય ગણાય છે. કારણકે વાદી આ બે કાર્ય કરતો છતો બોલવાની સુંદર છટા વડે પર: પ્રતિવાદી પાસે તેના પોતાના અંગીકાર કરેલા પક્ષને ત્યજાવીને વપક્ષાર નં-પોતાના (વાદીના) પક્ષનો આશ્રય કરાવવા રૂપ આરાધન કરાવે છે. અર્થાત્ આ વાદી પ્રતિવાદીને પોતાના સિદ્ધાન્તનો રાગી બનાવી દે છે. આની તુલ્ય બીજો કયો વિજય હોઇ શકે ? આ રીતે આ ત્રીજી કક્ષામાં વાદી પોતે પ્રતિવાદીએ આપેલા દૂષણને પહેલાં દૂષિત કરે છે. અને પછી પ્રતિવાદીના પ્રમાણને અપ્રમાણરૂપ કરે છે. અને તેનાથી સર્વોત્તમ વિજય પામે છે.
આ પ્રમાણે ચોથીકક્ષામાં પ્રતિવાદીએ અને પાંચમી કક્ષામાં વાદીએ આદિ શબ્દથી છટ્ટીકક્ષામાં પ્રતિવાદીએ અને સાતમી કક્ષામાં વાદીએ કેટલું બોલવું જોઈએ ? કેવું બોલવું જોઇએ ? ઇત્યાદિ ચર્ચા ઉપરોક્ત ચર્ચાને અનુસાર સ્વયં વિચારી લેવી. || ૮-૨૨
अथ-तत्त्वनिर्णिनीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुः
उभयोस्तत्त्वनिर्णिनीषुत्वे यावत् तत्त्वनिर्णयं, यावत्स्फूर्ति च વીવમ્ ૮-રરૂા.
અવતરણાર્થતત્ત્વનિર્ણિનીષ એવા વાદી-પ્રતિવાદી દ્વારા વાદ આરંભાયો હોય ત્યારે કેટલી કક્ષા સુધી આ બન્નેએ બોલવું જોઇએ. તેનો નિર્ણય કરતાં જણાવે છે કે
સૂત્રાર્થ – વાદી અને પ્રતિવાદી આમ બન્ને તત્ત્વનિર્ણિનીષ હોતે છતે જ્યાં સુધી તત્ત્વનો નિર્ણય થાય અને જ્યાં સુધી સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું જોઇએ. II૮-૨૩ાા
Page #440
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૩
૪૨૩
एकः स्वात्मनि तत्त्वनिर्णिनीषुः, परश्च परत्र, द्वौ वा परस्परम् , इत्येवं द्वावपि यदा तत्त्वनिर्णिनीष भवतस्तदा यावता तत्त्वस्य निर्णयो भवति. तावत ताभ्यां स्फर्ती सत्यां वक्तव्यम् , अनिर्णये वा यावत् स्फूर्ति तावद् वक्तव्यम्
વિવેચન-જ્યારે વાદી અને પ્રતિવાદી જિગીષ ભાવવાળા હોય ત્યારે કેટલી કક્ષા સુધી બોલવું ? કેટલું બોલવું ? ઇત્યાદિ સમજાવીને હવે વાદી અને પ્રતિવાદી
જ્યારે તત્ત્વનિર્ણિનીષ હોય ત્યારે કેટલી કક્ષા સુધી બોલવું અને કેવું બોલવું ? તે સમજાવે છે. કે જ્યારે બન્ને તત્ત્વનિર્ણિનીષ હોય એટલે કે એક સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ હોય અને બીજા પરત્ર તત્ત્વનિર્ણિનીષ હોય, આમ બે તત્ત્વનિર્ણિનીષ વચ્ચે
જ્યારે વાદ-કથા આરંભાય છે. ત્યારે જ્યાં સુધી તત્ત્વનો નિર્ણય થાય ત્યાં સુધી વાદકથા ચાલુ રાખવી. અથવા વાદી-પ્રતિવાદી (અને સભ્યો)ની જ્યાં સુધી સ્કૂર્તિ (સાંભળવાની ઇચ્છા-તમન્ના) હોય ત્યાં સુધી વાદ-કથા ચાલુ રાખવી.
જ્યારે તત્ત્વનિર્ણય થાય તેવો સંભવ ન હોય ત્યારે જયાં સુધી વાદીપ્રતિવાદીની સ્કૂર્તિ હોય ત્યાં સુધી વાદ-કથા ચાલુ રાખવી. અહીં જિગીષભાવ નથી તેથી બીજી કક્ષાઓની કે સાધન-દૂષણ વચનની કે કંટકોદ્ધાર કરવાની જરૂર નથી. જિજ્ઞાસુ ભાવ છે. બન્ને આત્માઓ સરળ છે. સ્વ-પર ઉપકાર કરવાની મનોવૃત્તિવાળા છે. માટે અધિકની જરૂર નથી. एवं च स्थितमेतत्
स्वं स्वं दर्शनमाश्रित्य सम्यक् साधनदूषणैः । जिगीषोर्निर्णिनीषोर्वा वाद एकः कथा भवेत् ॥१॥ भङ्गः कथात्रयस्याऽत्र निग्रहस्थाननिर्णयः ।
श्रीमद्रत्नाकरग्रन्थाद् धीधनैरवधार्यताम् ॥२॥ । यतः- प्रमेयरत्नकोटीभिः पूर्णो रत्नाकरो महान् ।
तत्रावतारमात्रेण वृत्तेरस्याः कृतार्थता ॥३॥ ઉપર જણાવેલી લંબાણવાળી ચર્ચાનો સારાંશ આ પ્રમાણે નીકળે છે કે
પોતપોતાના દર્શનને આશ્રયી સમ્યક એવાં સાધનવચન અને સમ્યક એવાં દૂષણવચનો દ્વારા જિગીષ જીવોનો અને તત્ત્વનિર્ણિનીષ જીવોનો જે વાદ પ્રારંભાય છે. તેને જ કથા (વાદ-કથા) કહેવાય છે. ૧
વાદકથામાં તાર્કિકપુરુષો વડે વારંવાર વપરાતી (વાદ-જલ્પ અને વિતંડા આમ) ત્રણ પ્રકારની કથાનું ખંડન, તથા નિગ્રહસ્થાનોનો નિર્ણય પૂજ્ય ગુરુદેવશ્રી વાદિદેવસૂરિજીના બનાવેલા શ્રીસ્યાદ્વાદરનાકર નામના (સાગર સમાન) ગ્રંથમાંથી બુદ્ધિશાળી આત્માઓએ જાણી લેવો. | રા.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૨૪
પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૩
રત્નાકરાવતારિકા ભાગ-૩
કારણકે પ્રમેય પદાર્થો રૂપી રત્નોની કરોડોની સંખ્યા વડે ભરપૂર ભરેલો સ્યાદવાદ રત્નાકર નામનો આ ગ્રંથ મહાન રત્નાકર (સમુદ્ર સમાન) છે. આ વૃત્તિ તો તેમાં ઉતરવા માટે હોડી (નાવ) સમાન બનાવી છે. એટલે તે મહાસાગરમાં પ્રવેશ કરાવવા માત્રથી જ આ ટીકાની સાર્થક્તા-સફળતા છે.
प्रमाणे च प्रमेये च बालानां बुद्धिसिद्धये । किञ्चिद् वचनचातुर्यचापलायेयमादधे ॥१॥ न्यायमार्गादतिक्रान्तं किञ्चिदत्र मतिभ्रमात् । यदुक्तं तार्किकैः शोध्यं तत् कुर्वाणैः कृपां मयि ॥२॥ आशावासःसमयसमिधां संचयैश्चीयमाने, स्त्रीनिर्वाणोचितशुचिवचश्चातुरीचित्रभानौ प्राजापत्यं प्रथयति तथा सिद्धराजे जयश्री-; र्यस्योद्वाहं व्यधित स सदा नन्दताद् देवसूरिः ॥३॥ प्रज्ञातः पदवेदिभिः स्फुटदृशा संभावितस्तार्किकैः, कुर्वाणः प्रमदाद् महाकविकथां सिद्धान्तमार्गाध्वगः । दुर्वाद्यङ्कशदेवसूरिचरणाम्भोजद्वयीषट्पदः; श्रीरत्नप्रभसूरिरल्पतरधीरेतां व्यधाद् वृत्तिकाम् ॥४॥ वृत्तिः पञ्चसहस्राणि येनेयं परिपठ्यते ॥
भारती भारती चाऽस्य प्रसर्पन्ति प्रजल्पतः ॥५॥ ॥ ८-२३ ॥ પ્રમાણ અને પ્રમેયના વિષયમાં જે જે જીવો બાલક છે. તે બાલકોની બુદ્ધિના વિકાસ માટે તથા તે બાલજીવોમાં કંઈક વચનની ચતુરાઈ અને ચપળતા આવે તે માટે અમે આ “રત્નાકરાવતારિકા” નામની ટીકાની રચના કરી છે. / ૧TI
ન્યાયમાર્ગનું ઉલ્લંઘન કરીને મતિ ભ્રમના કારણે જે કંઈ અહીં કહેવાયું હોય તે મારા ઉપર કૃપા કરનારા તાર્કિકપુરુષોએ અવશ્ય સંશોધન કરવું. રો.
દિગંબરોના સિદ્ધાન્ત રૂપી લાકડાંના સમૂહ વડે વૃદ્ધિ પામતો એવો, અને સ્ત્રીઓ અવશ્ય નિર્વાણ પદ પામે જ છે. આ વાત સિદ્ધ કરવામાં ઉચિત એવાં પવિત્ર વચનોની ચતુરાઈ છે જેમાં એવો અગ્નિ પ્રગટ હોતે છતે, (કારણકે લગ્ન અગ્નિની સાક્ષીએ થાય છે. માટે આવા અગ્નિ જ્યારે હતો ત્યારે), અને સિદ્ધરાજ રાજા પ્રજાપતિ (પુરોહિતગોર મહારાજા-પરણાવનારા બ્રાહ્મણ) બન્યા હતા ત્યારે વિજ્યલક્ષ્મીએ જે વાદિદેવસૂરિજીની સાથે લગ્ન કર્યા તે વાદિદેવસૂરિજી મહારાજા સદાકાળ આનંદ પામો. ૩
પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રંથના ક્ત શ્રીવાદિદેવસૂરિજી મ. સા. કેવા હતા? તે જણાવે છે કે- (૧) પદોને જાણવાવાળા (વૈયાકરણીઓ) વડે આશ્ચર્યથી ચક્તિ દૃષ્ટિ દ્વારા જે જોવાયા છે. (જે વાદિદેવસૂરિજીનો વ્યાકરણનો વિષય જોઈને વૈયાકરણીઓની
Page #442
--------------------------------------------------------------------------
________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૮: સૂત્ર-૨૩
૪૨૫
આંખો ફાટી ગઈ છે.), તાર્કિક (નૈયાયિક) પુરુષો વડે જે (વાદિદેવસૂરિજી)નું બહુમાન કરાયું છે. (તર્કશાસ્ત્રના વિષયમાં સર્વે નૈયાયિકોને જિતને બધા તાર્કિકો તરફથી જેઓએ ઘણું માન મેળવ્યું છે), મહાકવિઓ રચે તેવી કવિતાઓ જે આસાનીથી રચી શકે છે. જૈનસિદ્ધાન્તના શાસ્ત્રોના સારને જાણવામાં જે પારગામી છે. અને દુષ્ટ વાદીઓને નિયંત્રણમાં રાખવા માટે જે અંકુશ સમાન છે. એવા શ્રીવાદિદેવસૂરિજી મહારાજશ્રીના બે ચરણરૂપી કમળમાં ભ્રમરસમાન એવા અને અતિશય અલ્પબુદ્ધિવાળા એવા શ્રી રત્નપ્રભસૂરિજીએ આ લઘુટીકા (રત્નાકરાવતારિકા) બનાવી. ||૪||
પાંચ હજાર શ્લોક પ્રમાણ આ ટીકાનું જે પઠન-પાઠન કરે છે તેની, કોઇની પણ સાથે બોલતી વેળાએ મા એટલે તેજસ્વિતા, પતી ઉત્સાહ (આનંદ) અને મરતી વાણી અવશ્ય વિસ્તાર પામે છે. શોભા પામે છે. (પ્રથમ ભારતી દ્વિવચનમાં છે. માં ૨ તિતિ મારતી, અને બીજો ભારતી શબ્દ સ્ત્રીલિંગ પ્રથમા એકવચન છે. અને ત્યારે ભારતી એટલે વાણી અર્થ છે. પી! | ૮-૨૩ ॥ इति प्रमाणनयतत्त्वालोके श्रीरत्नप्रभाचार्यविरचितायां रत्नाकरावतारिकाख्यलघुटीकायां वादस्वरूपनिर्णयो नामाष्टमः परिच्छेदः, तत्समाप्तौ च समाप्तेयं
रत्नाकरावतारिकाऽऽख्यलघुटीका ॥
આ પ્રમાણે પ્રમાણનયતત્તાલોક નામના મૂળગ્રંથ ઉપર (ગ્રંથકાર પૂજ્ય શ્રી વાદિદેવસૂરિજીના જ શિષ્ય) શ્રીરત્નપ્રભાચાર્ય વડે રચાયેલી રત્નાકરાવતારિકા નામની લઘુટીકામાં વાદના સ્વરૂપનો નિર્ણય સમજાવનારો
આ આઠમો પરિચ્છેદ સમાપ્ત થયો. અને તેની સમાપ્તિ થયે છતે રત્નાકરાવતારિકા નામની આ લઘુટીકા પણ સમાપ્ત થઈ.
આ પ્રમાણે પ્રમાણન તાલોક નામના મૂળગ્રંથ ઉપરની પૂજ્ય આચાર્ય દેવશ્રી રત્નપ્રભાચાર્ય વિરચિત શ્રીરત્નાકરાવતારિકા નામની લઘુટીકાના સરળ ગુજરાતી વિવેચનનો આ ત્રીજો ભાગ અહીં સમાપ્ત થાય છે. આ ત્રીજો ભાગ સમાપ્ત થયે છતે ત્રણ ભાગમાં થઈને આઠ પરિચ્છેદાત્મક આ ગ્રંથનું
ગુજરાતી વિવેચન પણ અહીં સમાપ્ત થાય છે. તે
Page #443
--------------------------------------------------------------------------
________________
Page #444
--------------------------------------------------------------------------
________________ ત્યાઘાદ PMIT \\ \ || સ્યાદ્વાદ એટલે અનેક Angle થી વસ્તુને જોવાની દ્રષ્ટિકોણ ||\\\\\ " સ્યાદ્વાદ એટલે એકાંતિક પકકડ કદાગ્રહનો અભાવ \\\|||||||||//// ચાáાદ એટલે ‘જ' કારનો નહીં, પણ સર્વત્ર ‘પણ ' નો ઉપયોગ કરવો. |||||IIT//// ચાહ્વાદ એટલે ગમે તેવા કિલષ્ટ સંઘર્ષોનું સમાધાન કરી આપનાર Master Key \\\\ l/IIIIII\\\\\ FFERENT જયા સંઘર્ષ છે भतले छे મનભેદ છે ત્યાં એકાંતવાદ છે. અનેકાંતપ્ટિમાં સંઘર્ષને સ્થાન નથી. પદાર્થની કસોટી સમયે ‘સ્યાáાદ’ કસોટીના પત્થરનું કામ કરી सोना वा सत्यनोसने पित्तण सेवा સત્યાભાસનો પર્દાફાશ કરે છે. S SS જ્યાં એકાંતવાહ ત્યાં સંઘર્ષ ક્યાં અનેકાંતવાહ ત્યાં સમાધા. Allllllllllll_INSછે. ભરત ગ્રાફીક્સ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧, ફોન : 2 2 134176, 2 2 1 2 4723