________________
૨૯૮
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
પુગલનું બનેલ (એટલે કે કાશ્મણવર્ગણાનું બનેલ) શુભ-અશુભકર્મસ્વરૂપ જે “અષ્ટ” છે. તે અદૃષ્ટવાળો આ આત્મા છે. આવો મૂલસૂત્રમાં જે “પૌત્રિદિષ્ટવાન” શબ્દનો ઉલ્લેખ કર્યો છે. તે નાસ્તિકોએ એટલે કે ચાર્વાકોએ માનેલા મતનો નિરાસ કરવા માટે છે. તથા માઃિ શબ્દથી અન્ય અન્ય દર્શનકારો આત્માનું કર્મવાળું સ્વરૂપ જે માનતા નથી તે સર્વના મતનું પણ ખંડન કરેલ છે. જે જે મતોનું આ પદથી ખંડન થાય છે તે આ સૂત્રની ટીકાના છેલ્લા વાક્યપ્રબંધોમાં ટીકાકારશ્રીએ લખ્યું જ છે.
નાસ્તિકોને (ચાર્વાકદર્શનકારોને) “અદેષ્ટ” (શુભાશુભકર્મ) જેવું કોઈ તત્ત્વ માન્ય જ નથી. પાંચ ભૂતોમાંથી ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. અને ભૂતોના વિલયની સાથે ચૈતન્યનો પણ વિલય થાય છે. પુણ્ય-પાપ જેવું કર્મ પણ નથી. અને આત્મા જેવું ધ્રુવ દ્રવ્ય પણ નથી. અને પૂર્વભવ-પરભવમાં જીવનું ગમનાગમન આદિ પણ નથી. આવું નાસ્તિકોનું માનવું છે.
તે નાસ્તિકોને અમે (જૈનો) પૂછીએ છીએ કે તમે “અદૃષ્ટ”નો અભાવ છે એમ કેમ કહો છો ? કયા કારણથી અદૃષ્ટાભાવ કહો છો ? (૧) શું અદષ્ટના આધારભૂત પરલોકમાં જનારો આત્મા નથી માટે અદૃષ્ટ નથી ? કે (૨) અદૃષ્ટ પ્રત્યક્ષ = ચક્ષુરાદિ ઇન્દ્રિય ગોચર નથી માટે નથી ? કે (૩) વિચારો કરતાં અદૃષ્ટ જેવું કોઈ તત્ત્વ યુક્તિયુક્તપણે સિદ્ધ થતું નથી માટે નથી ? કે (૪) “અદૃષ્ટને” સિદ્ધ કરી આપે એવું કોઈ સાધક પ્રમાણ નથી ? માટે અદૃષ્ટ નથી. ઉપરોક્ત ચાર પક્ષો પૈકી ક્યા પક્ષથી “અદેષ્ટ નથી” એમ તમે કહો છો ?
જો પ્રથમપક્ષ કહો તો તે ઉચિત નથી. પરલોકમાં જનારો આત્મા નામનો એક સ્વતંત્ર પદાર્થ ભૂતોથી અતિરિક્ત છે જ. આ વાત પૂર્વે આ જ પરિચ્છેદના સૂત્ર ૭-પપમાં સિદ્ધ કરી જ છે. આત્મદ્રવ્યની સિદ્ધિ પ્રત્યક્ષાદિ પ્રમાણો જણાવવા પૂર્વક યુક્તિઓ સહિત ૭૫૫માં કરી જ છે. અને ૭-૫૬ માં તેના સ્વરૂપની સિદ્ધિ પણ કરી છે.
હવે “મપ્રત્યક્ષ વીત્ત'' આવા પ્રકારનો બીજો પક્ષ “અદૃષ્ટ”નો અભાવ સમજાવવામાં જો કહેતા હો તો આ અદૃષ્ટ તમને પોતાને પ્રત્યક્ષ દેખાતું નથી માટે નથી એમ કહો છો ? કે સર્વે પણ પ્રમાતાઓને પ્રત્યક્ષ દેખાતું નથી. માટે “નથી” આમ કહો છો ?
હવે હે નાસ્તિકવાદી ચાર્વાક ! તમને પોતાને પ્રત્યક્ષ ચક્ષુચર નથી એટલે “અદૃષ્ટ” નથી એવો પક્ષ જો કહેતા હો તો તમારા દાદા અથવા દાદાના પણ પિતા વડદાદા આદિ પૂર્વ પુરુષોનો પણ અભાવ જ થશે. કારણકે તેઓ ઘણા લાંબા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.