SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૪૧ (૫) પોતાના જ વચનોથી જ્યાં સાધ્યનો નિષેધ સિદ્ધ હોય છતાં સાધ્ય-સધાય તે સ્વવચન નિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.” મૂલસૂત્રમાં લખેલા આદિ શબ્દથી (૬) સ્મરણનિરાકૃત, (૭) પ્રત્યભિજ્ઞાન-નિરાકૃત, (૮) તર્કનિરાકૃત ભેદો જાણવા. આ સર્વે ભેદોનાં ઉદાહરણો હવે પછીના મૂળ સૂત્રોમાં આવે જ છે. એટલે અમે અહીં વધારે વિવેચન લખતા નથી. ।।૬-૪૦॥ एषु प्रथमं प्रकारं प्रकाशयन्ति प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति भूतविलक्षण आत्मा ॥ ૬-૪૬ ॥ टीका - स्वसंवेदनप्रत्यक्षेण हि पृथिव्यप्तेजोवायुभ्यः शरीरत्वेन परिणतेभ्यो भूतेभ्यो विलक्षणोऽन्य आत्मा परिच्छिद्यते इति तद्विलक्षणात्मनिराकरणप्रतिज्ञा तेन बाध्यते, यथाऽनुष्णोऽग्निः इति प्रतिज्ञा बाह्येन्द्रियप्रत्यक्षेण ॥ ६-४१॥ ૪૧ પક્ષાભાસના નિરાકૃતસંબંધી બીજાભેદમાં ક્રમશઃ ઉદાહરણો આપે છે. ત્યાં પ્રથમભેદનું ઉદાહરણ આ પ્રમાણે છે સૂત્રાર્થ-આત્મા એ ભૂતોથી વિલક્ષણ (ભિન્ન) નથી'' આવો પક્ષ એ પ્રત્યક્ષ પ્રમાણથી નિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ છે. ॥ ૬-૪૧॥ ટીકાર્થ-શરીરસ્વરૂપે પરિણામ પામેલાં પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુ, ઇત્યાદિ ભૂતોથી આ આત્મા વિલક્ષણ છે અર્થાત્ અન્ય છે. આ વાત સ્વસંવેદન પ્રત્યક્ષ વડે (પોતપોતાના અનુભવ પ્રમાણ વડે) જ સૌને જણાય છે. ભૂતો એ જડ વસ્તુ છે. આત્મા એ ચેતનવસ્તુ છે. મૃત્યુકાળે ભૂતો અહીં જ રહે છે. આત્મા ભવાન્તરમાં જાય છે. એક-એક ભૂત, આત્મા સ્વરૂપ નથી તો બધાં ભૂતો સાથે મળીને પણ આત્મા સ્વરૂપ કેમ બને ? ઇત્યાદિ અનેક યુક્તિઓથી સૌ કોઇને આ સ્વયં અનુભવાય જ છે કે આત્મા ભૂતોથી વિલક્ષણ છે. તેથી ઉપર કહેલ પક્ષ “આત્મા ભૂતોથી વિલક્ષણ નથી” આવા પ્રકા૨ની વિલક્ષણ આત્માના નિષેધસ્વરૂપ જે પ્રતિજ્ઞા કરવામાં આવી છે. તે પ્રતિજ્ઞા તેન-તે સ્વાનુભવ વડે (આત્મા ભૂતોથી વિલક્ષણ છે એવા અનુભવ વડે) બાધિત થાય છે. જેમ “અગ્નિ ઉષ્ણ નથી” આવી પ્રતિજ્ઞા સ્પાર્શનેન્દ્રિય પ્રત્યક્ષ વડે (અગ્નિ ઉષ્ણ અનુભવાતો હોવાથી) બાધિત થાય છે. તેમ આ પ્રતિજ્ઞા પણ સ્વાનુભવ-પ્રત્યક્ષ વડે બાધિત થાય છે. માટે આવાં ઉદાહરણો તે પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ કહેવાય છે. ॥ ૬-૪૧॥ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy