________________
૩૫૮
પરિચ્છેદ-૮ સૂત્ર-૨
રત્નાકરાવતારિકા ભાગ-૩ ત્યાં જિગીષ એવો વાદી જ્યારે વાદ શરૂ કરે છે. ત્યારે આવા પ્રકારના અહંકાર પૂર્વક ગર્જના કરતો કરતો વાદ કરે છે. કહે છે કે- હે હરણોનાં, હાથીઓનાં અને ઘોડાઓનાં ટોળાં ! તમે બધાં જ આ વનમાંથી જલ્દી જલ્દી ભાગી જાઓ. કારણકે આડંબર અને કોપ સહિત ચમકતી કેશરાઓની શોભાવાળો આ (હું) મૃગાધિરાજ (સિંહ) આવી રહ્યો છું. આવા પ્રકારનાં ચિત્ર-વિચિત્ર પદોવાળાં વાક્યોથી અહંકારનું આલંબન કરે છે.
તથા અરે ! કપટ પૂર્વકનું નાટક કરવામાં પ્રવીણ એવા હે શ્વેતાંબર ! મંદબુદ્ધિવાળા એવા આ લાચાર શિષ્યોને ખોટા ખોટા મુખના હાવભાવ કરવા પૂર્વક પોતાની પ્રચંડ પંડિતાઈ બતાવવા દ્વારા શા માટે છેતરે છે ? આવું શ્વેતાંબરની સામે બોલીને વાદ શરૂ કરે.
અથવા જીવ ક્યાં છે ? અદૃષ્ટ (કર્મ) પણ પ્રમાણોથી જણાતું હોય એમ નથી. તો પછી પરલોક હોવાની વાત તો ઘણી જ દૂર છે. આવા પ્રકારના સાક્ષાત્ આક્ષેપો વાળી વાણી બોલવા પૂર્વક આસ્તિકોની સામે જિગીષ વાદી વાદ શરૂ કરે છે.
વળી હે રાજન્ ! તારી સભામાં નિર્દોષ વિદ્યાથી પવિત્ર મુખવાળો કોઈપણ પંડિત જણાતો નથી, ઇત્યાદિ વાક્યો વડે રાજાને ઉત્તેજિત કરતો વાદી વાદનો પ્રારંભ કરે છે. સારાંશ કે જ્યારે જ્યારે જિગીષુવાદી હોય છે. ત્યારે ત્યારે આવા પ્રકારના અહંકાર પૂર્વક અને જાણે સભામાં ગર્જના કરતો હોય તેમ જોરશોરથી બોલતો પ્રથમ વાદ શરૂ કરે છે. આવા વાદીને જિગીષુવાદી કહેવાય છે.
तत्त्वनिर्णिनीषोस्तु सब्रह्मचारिन् ! शब्दः किं कथञ्चिद् नित्यः स्याद् नित्य एव वेति संशयोपक्रमो वा, कथञ्चिद् नित्य एव शब्द इति निर्णयोपक्रमो वा इत्यादिरूपः॥
જ્યારે જ્યારે વાદ શરૂ કરનાર વાદી જિગીષ ન હોય. પરંતુ તત્ત્વનિર્ણિનીષ હોય ત્યારે તેનું હૃદય તત્ત્વના નિર્ણયની ઝંખનાવાળું જ હોય છે. જિત મેળવવાની ઇચ્છા હોતી નથી. તેથી શિષ્યભાવવાળું હૃદય હોય છે. આવો વાદી નરમ અને કોમળ ભાષાથી વાદ શરૂ કરે છે. કોઇપણ વિષયમાં સંદેહ હોય તો તે સંદેહ દૂર કરવા સંદેહ પ્રગટ કરતો વાદ શરૂ કરે છે. જેમકે-હે સબ્રહ્મચારિત્ ! અર્થાત્ હે ભાઈ ! શું શબ્દ કથંચિત્ નિત્ય છે કે સર્વથા નિત્ય જ છે ? અથવા કયારેક પોતાના મનમાં કોઈ વિષય જુદી રીતે સમજાઈ ચૂક્યો હોય તો તે જણાયેલો વિષય યથાર્થ છે કે અયથાર્થ છે તે જાણવા પોતાના મનમાં થયેલ નિર્ણયને પ્રગટ કરવા પૂર્વક પણ વાદનો પ્રારંભ કરે છે. જેમકે- હે ભાઈ ! શબ્દ તો કથંચિ નિત્ય જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org