SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨ . ૩૫૭ વાક્ય પ્રતિવાદી બોલે છે તે વાદીની વાતને દૂષિત કરનાર બને છે. માટે તે દૂષિત વચન કહેવાય છે. એટલે વાદી કે પ્રતિવાદી કોઇપણ વક્તા પોતપોતાના અભિપ્રાયે જ સાધનવાજ્ય કે દૂષણવાક્ય બોલે છે. પરંતુ આ સાધન કે આ દૂષણ કોઇપણ એકધર્મીમાં તાત્ત્વિકપણે રહેલું છે. એવી વિવક્ષા કરાઈ નથી. માત્ર પોતપોતાની બુદ્ધિના ઘોડા દોડાવવા પૂર્વક વાદી-પ્રતિવાદી તે બન્ને વાક્યોનો તેવી તેવી રીતે પ્રયોગ કરે છે. તેથી તે વાક્યોને સાધનવાજ્ય અને દૂષણવાક્ય કહેવાય છે. આ ૮-૧ अवतरण-अङ्गनियमभेदप्रदर्शनार्थं वादे प्रारम्भकभेदौ वदन्तिप्रारम्भकश्चात्र जिगीषुः, तत्त्वनिर्णिनीषुश्च ॥८-२॥ અવતરણાર્થ–વાદ જ્યારે કરવામાં આવે ત્યારે કેટલાં કેટલાં અંગો હોય ? આમ અંગ, નિયમ તથા તેના ભેદો જણાવવા માટે પ્રથમ પ્રારંભકના બે ભેદ જણાવે છે. સૂત્રાર્થ- અહીં વાદના પ્રારંભક જીવો બે પ્રકારના હોય છે. (૧) જિગીષ (વિજય મેળવવાની ઇચ્છાવાળા) અને (૨) તત્ત્વનિર્ણિનીષ (પારમાર્થિક તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળા.) || ૮-૨ || तत्र जिगीषुः प्रसह्य प्रथमं च वादमारभते, प्रथममेव च तत्त्वनिर्णिनीषुः, इति द्वावप्येतौ प्रारम्भको भवतः ॥ ત્યાં જિગીષુવાદી (પ્રતિવાદી ઉપર વિજય મેળવવાની તમન્નાવાળો વાદી) એકદમ જલ્દી ગર્જના કરતો પ્રથમ વાદને શરૂ કરે છે. અને તત્ત્વનિર્ણિનીષ (એટલે તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો) જીવ પણ શિષ્યભાવે પ્રથમ વાર શરૂ કરે છે. તેથી આ બે વાદના પ્રારંભક છે. માટે વાદી કહેવાય છે. વાદ જે ચાલુ કરે તે વાદી. સામે ઊભા રહીને જે પોતાનો બચાવ કરે અથવા વાદીને દૂષિત કરે તે પ્રતિવાદી કહેવાય છે. તત્ર નિષો:-“સરમતફતરપૂર વનવિપુષ્પ છે : साटोपकोपस्फुटकेशरश्रीमृगाधिराजोऽयमुपेयिवान् यत् ॥१॥" ___ इत्यादिविचित्रपत्रोत्तम्भनम् । अयि ! कपटनायकपटो ! सितपट ! किमेतान् मन्दमेधसस्तपस्विनः शिष्यानलीकतुण्डताण्डवाडम्बरप्रचण्डपाण्डित्याविष्कारेण विप्रतारयसि ?, क जीवः?, न प्रमाणदृष्टमदृष्टम् , दवीयसी परलोकवार्तेति साक्षादाक्षेपो वा, न विद्यते निरवद्यविद्यावदातस्तव सदसि कश्चिदपि विपश्चिदित्यादिना भूपतेः समुत्तेजनं , રૂત્યવિવારH: . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy