SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ अप्रामाणिके वस्तुनि मूकवावदूकयोः कतरः श्रेयान् इति स्वयमेव विवेचयन्तु तार्किकाः । इति चेत्, ननु भवान् स्वोक्तमेव तावद् विवेचयतु, मूकतैव श्रेयसीति च पूत्करोति निष्प्रमाणके वस्तुनि इति विकल्पसिद्धं धर्मिणं विधाय मूकताधर्मं च विदधातीत्यनात्मज्ञशेखरः । तस्मात् प्रामाणिकेनापि स्वीकर्तव्यैव क्वापि - विकल्पसिद्धिः । न च सैव सर्वत्रास्तु कृतं प्रमाणेनेति वाच्यम् । तदन्तरेण नियतव्यवस्थाऽयोगात् । एको विकल्पयति अस्ति सर्वज्ञोऽन्यस्तु नास्तीति किमत्र प्रतिपद्यताम् ? । प्रमाणमुद्राव्यवस्थापिते त्वन्यतरस्मिन् धर्मे दुर्द्धरोऽपि कः किं कुर्यात् । प्रमाणसिद्ध्यनर्हे तु धर्मिणि खपुष्पादौ विकल्पसिद्धिरपि साधीयसी । तार्किकचक्रचक्रवर्त्तिनामपि तया व्यवहारदर्शनात् । ७८ નૈયાયિ← હે જૈન ! થોડોક વિચાર તો કરો કે અપ્રામાણિક વસ્તુમાં મૌનતા અને વાવદૂકતા આ બેમાં શું હિતકારી હોય ? તે તમે સ્વયં જ વિચારોને, સારાંશ કે જ્યાં ધર્મી પ્રમાણસિદ્ધ નથી. એટલે કે અપ્રમાણભૂત વસ્તુ છે. તેવી વસ્તુમાં તો મૌન જ ૨હેવું વધારે શ્રેયસ્કર છે. બોલવાથી તો બંધાઈ જ જવાનો અને પરાભવ પામવાનો જ પ્રસંગ આવે. આટલું પણ હે જૈન શું તમને નથી સમજાતું ? જૈન– હે નૈયાયિક ! તમે પોતે જ પોતાની કહેલી વાતનું આટલું બધું લાંબું લાંબું વિવેચન તો કરો છો. અને મૌનતા જ રાખવી જોઇએ એવા પોકાર કર્યા કરો છો. તેથી મૂર્ખશિરોમણિ હો તેમ લાગે છે. ‘‘નિષ્ઠમાળ વસ્તુનિ મૂળવાવપૂર્વીયો: મૂđવ શ્રેયસી'' આવું જે બોલ બોલ કરો છો, ત્યાં સપ્તમી વિભક્તિવાળા નિષ્પ્રમાણકવસ્તુ એવા વિકલ્પસિદ્ધ ધમ્મ (પક્ષ)ને સ્થાપો છો. આવા વિકલ્પસિદ્ધ ધર્મની સ્થાપના કરીને (વાદીઓની સભામાં બોલી બોલીને) મૌનતા જ રાખવી શ્રેયસ્કર છે. આવું કહો છો. તેથી તમે બોલો છો કે મૌનતા જ સારી અને પોતાના પક્ષને સિદ્ધ કરવા બોલો છો ઘણું. માટે જે શાખા ઉપર બેઠેલો પુરુષ હોય તે પુરુષ તે જ શાખાને કાપે, તેની જેમ તમે પણ અનાત્મજ્ઞ (મૂર્ખ) પુરુષોમાં અગ્રેસર (જેવા) છો. તેથી પ્રામાણિક પુરુષોએ પણ ક્યાંક ક્યાંક વિકલ્પસિદ્ધિ સ્વીકારવી જ જોઇએ. રૈયાયિક— જો આ રીતે પ્રમાણ વિના મનના વિકલ્પ માત્રથી પક્ષની સિદ્ધિ થતી હોય તો પછી સર્વ સ્થાને તે જ હો. વિક્બસિદ્ધ ધર્મી જ હો. પ્રમાણવડે હવે સર્યું. પ્રમાણ શોધવાની ઉપાધિ કરવાની શું જરૂર ! જૈન− હે નૈયાયિક ! આવું ન કહેવું. કારણકે પ્રમાણમુદ્રા વિના પ્રતિનિયત વ્યવસ્થા સંભવતી નથી. તે આ પ્રમાણે- જ્યારે વાદવિવાદમાં કોઇ એક વાદી “સર્વજ્ઞ છે” એમ જ બોલે અને બીજો વાદી “સર્વજ્ઞ નથી” એમ જ બોલે, ત્યારે ત્ર=આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy