________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧
૫૫ ગ્રંથકારશ્રી વાદી દેવસૂરિજી મહારાજને અસિદ્ધ હેત્વાભાસના ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ એમ બે જ ભેદ માન્ય છે. પરંતુ બૌદ્ધ-નૈયાયિક-સાંખ્ય આદિ અન્યદર્શનકારોને સ્વરૂપાસિદ્ધ, વ્યાપ્યત્વાસિદ્ધ, આશ્રયાસિદ્ધ ઇત્યાદિ અનેક ભેદો અસિદ્ધના માન્ય છે. તેથી તે વાદીઓ તરફથી કોઈ પ્રશ્ન કરે છે કે સ્વરૂપાસિદ્ધાદિ બીજા પણ અસિદ્ધ હેત્વાભાસના ઘણા ભેદો છે. તે તમે કેમ કહેતા નથી ? તેના ઉત્તરમાં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે કે ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધમાં જ સર્વે ભેદો સમાઈ જાય છે. તેથી જુદા કહેવાના રહેતા જ નથી. આ ચર્ચા જાણવા જેવી છે. તેથી સૌ પ્રથમ અન્યદર્શનકારો કયા કયા અસિદ્ધ હેત્વાભાસ માને છે. તે સમજાવે છે. અંતે તેના ઉત્તર અપાશે.
१. नन्वित्थमसिद्धप्रकारप्रकाशनं परैश्चक्रे-स्वरूपेणासिद्धः, स्वरूपं वाऽसिद्धं यस्य सोऽयं स्वरूपासिद्धः, यथा अनित्यः शब्दः, चाक्षुषत्वादिति । ननु चाक्षुषत्वं रूपादावस्ति तेनास्य व्यधिकरणासिद्धत्वं युक्तम्, न, रूपाद्यधिकरणत्वेनाप्रतिपादितत्वात् । शब्दधर्मिणि चोपदिष्टं चाक्षुषत्वं न स्वरूपतोऽस्तीति स्वरूपासिद्धम् ॥१॥
હે જૈનાચાર્ય ! અસિદ્ધ હેત્વાભાસના બે જ ભેદ તમારા વડે કેમ કહેવાય છે? પરદર્શનકારો વડે તો અસિદ્ધ હેત્વાભાસના ભેદોનું પ્રકાશન આ પ્રમાણે બતાવાયું છે. (અર્થાત્ ઘણા ભેદ કહેવાયા છે.) તે ભેદો આ પ્રમાણે છે.
૧. સ્વરૂપાસિદ્ધ- સ્વરૂપ માત્ર વડે જે અસિદ્ધ છે, અથવા અસિદ્ધ છે સ્વરૂપ જેનું તે આ સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે-“શબ્દ એ અનિત્ય છે. ચક્ષુર્ગોચર હોવાથી” આ અનુમાનમાં કહેલ “ચાક્ષુષત્વ” હેતુ શબ્દપક્ષમાં વર્તમાન નથી. તેથી ચાક્ષુષત્વ હેતુ પોતાના સ્વરૂપ દ્વારા પક્ષમાં ન હોવાથી સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. અહીં કોઇક શિષ્ય પ્રશ્ન કરે છે કે આ ચાક્ષુષત્વ હેતુ રૂપગુણમાં અને ઘટ-પટાદિમાં વર્તે છે. પરંતુ શબ્દમાં વર્તતો નથી. તેથી રૂપગુણ અને ઘટ-પટ એ હેતુનાં અધિકરણ કહેવાય છે. અને શબ્દ એ હેતુનું વ્યધિકરણ કહેવાય છે. માટે આ હેતુને સ્વરૂપાસિદ્ધ કહેવાને બદલે વ્યધિકરણાસિદ્ધ જ કહેવો જોઈએ. સ્વરૂપાસિદ્ધ શા માટે કહેવાય છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે શિષ્યની ઉપરોક્ત વાત બરાબર નથી. અહીં ચાક્ષુષત્વ હેતુના અધિકરણ તરીકે રૂપાદિ જણાવાયાં નથી. એટલે કે રૂપાદિ છે અધિકરણ જેનાં એ સ્વરૂપે ચાક્ષુષત્વ હેતુનું પ્રતિપાદન કર્યું નથી. પરંતુ શબ્દ નામના ધમીમાં (પક્ષમાં) ચાક્ષુષત્વ જણાવેલું છે. અને તે ચાક્ષુષત્વ (ચક્ષુ દ્વારા ગ્રાહ્યપણું) શબ્દ-ધર્મીમાં સ્વરૂપથી જ વિદ્યમાન નથી. માટે સ્વરૂપાસિદ્ધ જે કહ્યું છે તે યુક્તિસંગત છે. ૧.
२. विरुद्धमधिकरणं यस्य स चासावसिद्धश्चेति व्यधिकरणासिद्धो यथा, अनित्यः शब्दः पटस्य कृतकत्वादिति । ननु शब्देऽपि कृतकत्वमस्ति, सत्यं, न तु तथा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org