________________
૧૬૦
પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૧
રત્નાકરાવતારિકા ભાગ-૩
અસમુદ્રપણાને પામશે. અને એમ થવાથી સર્વે અંશો અસમુદ્ર જ બનવાથી “આ સમુદ્ર છે” એવો વ્યવહાર ક્યાંય પણ સંભવશે નહીં. તેથી સમુદ્રનો એક અંશ એ પૂર્ણ સમુદ્ર પણ નથી તથા અસમુદ્ર પણ નથી, પરંતુ સમુદ્રનો એક અંશ છે તે અંશ માત્ર છે. એમ જેમ કહેવાય છે. તેવી જ રીતે નયથી થનારો સ્વનો અને અર્થના એકાંશનો વ્યવસાય “વસ્તુરૂપ પણ નથી” કારણ કે જો એક અંશમાત્રને પૂર્ણ વસ્તુરૂપ માની લઇએ તો જે અન્ય અન્ય સ્વાર્થે દેશો હોય તે સર્વે “અવસ્તુપણાને” જ પામે અથવા આ એક અંશ જેમ પૂર્ણ વસ્તુરૂપ બને તેમ બીજા બીજા અંશો પણ પૂર્ણ વસ્તુરૂપ બનવાથી અનેકવસ્તુરૂપ આ વિવક્ષિત વસ્તુ છે એવી આપત્તિ આવે. તેથી અંશ એ વસ્તુરૂપ મનાતો નથી.
તથા તે એક અંશ સર્વથા અવતુરૂપ પણ નથી. કારણ કે જો આ એક અંશ અવસ્તુરૂપ કહીએ તો તેની જેમ શેષ અંશો પણ અંશમાત્ર હોવાથી અવસ્તુ સ્વરૂપ જ બને. અને તેમ થવાથી કોઈપણ ભાગમાં “આ વસ્તુ છે” એવી વ્યવસ્થાનો અયોગ થાય. અર્થાત્ “આ વસ્તુ છે” એવી વ્યવસ્થા ન ઘટે. હવે પ્રશ્ન થાય છે કે જો વસ્તુનો એક અંશ એ વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી તો હું શું ? તેનો ઉત્તર આપતાં કહે છે કે “વવંશ વાસી'' આ અર્થે દેશ જે છે તે વસ્તુનો અંશમાત્ર જ છે. એમ જાણવું જેમ મુખ એ સંપૂર્ણ શરીર પણ નથી. જો મુખને જ શરીર માની લઇએ તો શેષ અંગો કાં તો અશરીરરૂપ બને અથવા મુખની જેમ શેષ એક એક અંગ પણ શરીર રૂપ બનવાથી અનેક શરીર બનવાની આપત્તિ આવે. તથા જો મુખને અશરીર જ છે એમ કહીએ તો શેષ અંગો પણ અંશમાત્ર હોવાથી અશરીરરૂપ જ બને. તેથી “ આ શરીર છે” એવો વ્યવહાર ક્યાંય થાય જ નહીં. તેથી મુખ એ શરીર પણ નથી અને અશરીર પણ નથી. પરંતુ શરીરના એક અંશરૂપ છે. તેવી જ રીતે નયનો વિષય અર્થનો એકદેશ જે છે. તે વસ્તુરૂપ પણ નથી અને અવસ્તુરૂપ પણ નથી. પરંતુ વસ્તુના એક અંશ માત્ર રૂપ છે. અને પ્રતીતિ પણ તેવી જ થાય છે. તેવી પ્રતીતિ થવામાં કોઈ બાધકભાવ જણાતો જ નથી.
આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાના અનુસાર વસ્તુના એક અંશમાત્રમાં પ્રવર્તમાન એવો જે નય છે. તે સ્વનો અને અર્થના એક અંશનો વ્યવસાયાત્મક હોવા છતાં પણ સંપૂર્ણ અર્થનો વ્યવસાય કરનાર ન હોવાથી “સ્વપરવ્યવસાયિત્વ” લક્ષણ ન લાગવાથી પ્રમાણ પણ નથી. તેમજ આંશિકપણે વ્યવસાયાત્મક હોવાથી મિથ્યાજ્ઞાનરૂપ પણ નથી. આ કારણે નયનું પણ લક્ષણ ભિન્ન કરવું આવશ્યક છે. ૭-૧/
नयसामान्यलक्षणमुक्त्वा नयाभासस्य तदर्शयितुमाहुः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org