________________
૨૧૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫
રત્નાકરાવતારિકા ભાગ-૩ છે. પરંતુ સુવર્ણમાં જ્યાં સુધી અગ્નિરૂપ કારણ રહે ત્યાં સુધી જ દ્રવીભૂતતા નામનો વિકાર રહે છે. જ્યારે અગ્નિ નિવૃત્તિ પામે છે, ત્યારે દ્રવીભૂતતા પણ નિવૃત્તિ પામે છે. આ રીતે કેટલાંક કારણો એવાં હોય છે કે જે નિવર્તમાનવિકારારંભક કહેવાય છે.
આ બન્ને પ્રકારનાં કારણો જગતમાં પ્રસિદ્ધ હોવાથી એકલાં અનિવાર્યમાનવિકારારંભક જ કારણ હોય એવો નિયમ નથી. જો અનિવાર્યમાનવિકારરંભક માત્ર જ કારણ માનીએ અને તેના કારણે જ્વરાદિ દોષોની મૃતક-શરીરમાં નિવૃત્તિ થવા છતાં પણ જો તે દોષોથી થયેલા વાતાદિ વિકારોની નિવૃત્તિ નથી થતી. અને વિષમતા જ રહે છે એમ માનીએ તો ચિકિત્સાશાસ્ત્ર નિરર્થક જ થઈ જાય. આયુર્વેદ આદિ ચિત્સિા -શાસ્ત્રોમાં કહેલું ઔષધનુ સર્વ વિધાન વ્યર્થ જ થાય. કારણકે દોષો જવા છતાં દોષજન્ય વિકારો જો શાન્તિ પામતા ન જ હોય તો ઔષધોનું સેવન અને તેનું કથન વ્યર્થ જ જાય. તેથી તતોગચિકિત્સાશાસ્ત્ર વ્યર્થ છે. એમ માનવાથી સાધ્ય રોગો પણ અસાધ્ય બને અને અસાધ્ય રોગો પણ સાધ્ય બને આવી આપત્તિ આવે. એટલે કે ચિકિત્સા-શાસ્ત્રમાં ઔષધથી દૂર થઈ શકે તેવા રોગોને દૂર કરવા ઔષધો બતાવ્યાં છે અને દૂર ન થઈ શકે તેવા રોગોને અસાધ્ય કહ્યા છે. પરંતુ ચિકિત્સાશાસ્ત્ર અપ્રમાણ થવાથી આ વ્યવસ્થા રહેતી નથી. તેથી સાધ્ય રોગ પણ ઔષધોથી અસાધ્ય અને અસાધ્ય રોગ પણ સાધ્ય બનવાની આપત્તિ જ આવે અને જો એમ જ હોય તો ઔષધોથી સાથે એવી શારીરિક દુર્બળતા આદિ વિકારોની નિવૃત્તિ જેમ થઈ શકે છે. તેમ મહાન્ એવા અર્થાત્ અસાધ્ય એવા પણ મૃત્યુ પ્રાપ્તિરૂપ વિકારની નિવૃત્તિ થવાની પણ આપત્તિ આવે. એટલે કે ઔષધોથી જેમ દુર્બળતા અટકાવી શકાય છે. તેમ અસાધ્ય એવું મૃત્યુ પણ અટકાવી શકાય એવી આપત્તિ આવે.
સારાંશ કે જો ચિકિત્સાશાસ્ત્ર સર્વથા વ્યર્થ હોય અને અસાધ્ય રોગ સાધ્ય બની શકતો હોય તો જેમ દુર્બળતાદિ દૂર કરી શકાય છે. તેમ ભાવિમાં આવનારા મૃત્યુને પણ દૂર કરાવી શકાવું જોઇએ. એટલે કે અટકાવી શકાવું જોઈએ પરંતુ એમ થતું નથી. તેથી કોઇક વિકારો દૂર કરી શકાય છે. જેમકે દુર્બળતાદિ. અને કોઈક વિકારો દૂર કરી શકાતા નથી જેમકે- મૃત્યુ વગેરે. અને તેથી જ ચિકિત્સા-શાસ્ત્ર સાર્થક છે. આ રીતે અગ્નિ-જન્ય કૂતતા અગ્નિના વિયોગે દૂર કરી શકાય છે. પરંતુ અગ્નિજન્ય શ્યામતા અગ્નિ દૂર થવા છતાં દૂર કરી શકાતી નથી. આમ, અનૈકાન્તિક છે. તેથી મૃત શરીરમાં પણ જવરાદિ દોષો દૂર થવાથી તજજન્ય વિષમતા અગ્નિની કુતતાની જેમ દૂર થાય જ છે અને સમત્વ જ હોય છે. આ પ્રમાણે સમજવું જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org