________________
રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-પપ
૨૧૭ સમાનતા હોવાથી આરોગ્યનો લાભ થશે. અને તેથી તે શરીરમાં પુનઃ ચૈતન્યની ઉત્પત્તિ થવાથી ફરીથી સજીવન થવાની આપત્તિ આવશે.
કદાચ તમે એમ પૂછો કે, મૃત-શરીરમાં વાતાદિ-દોષોની સમાનતા જ હોય છે તે કેવી રીતે જણાય ? તો મૃત શરીરમાં શ્વર (તાવ)=ગરમી વગેરે દોષોરૂપ કારણો ન દેખાતાં હોવાથી વાતાદિ વિકારોની વિષમતારૂપ કાર્ય હોતું નથી તેથી સમાનતા જણાય છે.
__ अथ वैगुण्यकारिणि निवृत्तेऽपि नावश्यं तत्कृतस्य वैगुण्यस्य निवृत्तिः, यथा वह्निनिवृत्तावपि न काष्ठे श्यामिकाकौटिल्यादिविकारस्य । तदप्यसूपपादम् । यतः किञ्चित् क्वचिदनिवर्त्यविकारारम्भकं दृष्टम् , यथा काष्ठे वह्निः श्यामिकादेः । क्वचिच्च निवर्त्यविकारारम्भकम्, यथा सुवर्णे द्रवतायाः । तत्र यदि दोषविकारोऽनिवर्त्यः स्यात् , चिकित्साशास्त्रं वृथैव स्यात् , ततो दौर्बल्यादिविकारस्येव महतोऽपि मरणविकारस्य निवृत्तिः प्रसज्येत ॥
હવે કદાચ ચાર્વાક એમ કહે કે વૈગુણ્યને કરનારા એટલે કે વાતાદિ વિકારોની વિષમતારૂપ કાર્યને ઉત્પન્ન કરનારા જ્વર આદિ દોષારૂપ કારણ નિવૃત્ત થવા છતાં પણ તે જ્વરાદિ દોષોવડે કરાયેલા વૈગુણ્યની (વાતાદિ વિકારોની વિષમતાની) નિવૃત્તિ અવશ્ય થાય જ એવો નિયમ નથી. કારણકે જેમ વતિ નિવૃત્ત થવા છતાં પણ વહ્નિ દ્વારા કાષ્ઠમાં થયેલી શ્યામિકા (કાળાશ) અને કુટિલતા (વક્રતા) આદિ વિકારોની નિવૃત્તિ કંઈ થઈ જતી નથી. અગ્નિથી કોઈ મોટા કાષ્ઠને બાળવામાં આવે અને પછી પાણી અથવા પવનાદિના કારણે અગ્નિ બુઝાઈ જાય તો પણ તે અગ્નિવડે કરાયેલી શ્યામતા અને કુટિલતા જેમ જતી નથી. તેમ વરાદિ દોષારૂપ કારણ મૃતકશરીરમાંથી ચાલ્યા જવા છતાં પણ તે દોષોથી થયેલા વાતાદિના વિકારોની વિષમતારૂપ કાર્યની નિવૃત્તિ થતી નથી.
આવા પ્રકારની દલીલ જો ચાર્વાક કરે તો તે પણ યુક્તિયુક્ત નથી. કારણકે કોઈ કોઈ કારણો એવાં હોય છે કે તેનાથી થનારા વિકારો, કારણ નિવર્તન પામવા છતાં પણ નિવર્તન પામતા નથી. કારણ નષ્ટ થવા છતાં કાર્ય નષ્ટ થતું નથી. જેમકે વહ્નિ નિવર્તન પામે તો પણ તજ્જન્ય શ્યામિકાદિ નિવર્તન પામતા નથી. એટલે કે આવાં કેટલાંક કારણો અનિવાર્યમાન વિકારારંભક કહેવાય છે. અને બીજાં કેટલાંક કારણો એવાં હોય છે કે તેનાથી થનારા વિકારો, તે કારણો નિવર્તન પામે છતે તુરત જ નિવર્તન પામે છે. જેમકે સુવર્ણમાં રહેલી દ્રવીભૂતતા. આ દ્રવીભૂતતા અગ્નિથી થાય
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org