________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬
૩૦૭
વસ્તુધર્માત્મક આ સ્વભાવને જ અનુમાનથી સિદ્ધ કરવા ઇચ્છતા હો તો “અનુમાન પ્રમાણ” તો તમે સ્વીકારી જ લીધું. તો પછી એવા અનુમાન પ્રમાણથી “અદષ્ટની સિદ્ધિ” પણ થઈ શકે છે તે માટે અદેખને સાધનારું અનુમાન પ્રમાણ પણ માની લો ને ?
(૪) વવશેષક્ષેતુ=હવે જો ચોથો પક્ષ સ્વીકારો એટલે કે- આ સ્વભાવ એ પણ એક સ્વતંત્ર પદાર્થવિશેષ જ છે. એમ જો કહો તો અમે તમને પૂછીએ છીએ કે શું આ સ્વભાવ પૃથ્વી-પાણી આદિ ભૂતોથી અતિરિક્ત=જુદો પદાર્થ છે ? કે પૃથ્વી, પાણી આદિ ભૂતસ્વરૂપ જ છે ? ભૂતોથી અતિરિક્ત-ભિન્ન પદાર્થ છે એમ જો કહો તો તે શું મૂર્તિ છે ? કે અમૂર્તિ છે ? અને જો મૂર્ત હોય તો પણ ઘટ-પટની જેમ શું દશ્ય છે ? કે ચણુકાદિ સ્કંધોની જેમ અદેશ્ય છે ? ઘટ-પટની જેમ દેશ્ય છે, એમ જો કહેશો તો ઘટ-પટની જેમ તે સ્વભાવનામક પદાર્થ પણ પ્રત્યક્ષપણે દેખાવો જોઇએ. પરંતુ દેખાતો નથી. તેથી અનુપલંભ દ્વારા આ પક્ષ બાધિત થાય છે, અને “અદશ્ય” છે એમ જ કહેશો તો “સ્વભાવ” એવું નવું નામ આપીને આવી ભાષા દ્વારા અંતે અમારું માનેલું અદષ્ટ જ તમે સ્વીકાર્યું. કારણકે અમે પણ અદષ્ટને કાર્મણવર્ગણા રૂપ પુગલ હોવાથી ભૂતોથી અતિરિક્ત અને સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય, અને વર્ણાદિવાળું હોવાથી મૂર્તિ માન્યું છે. તમે પણ સ્વભાવ નામનો આ પદાર્થ આવો જ માન્યો. એટલે અત્તે તો તમે અમારો જ પક્ષ બીજી ભાષાથી સ્વીકાર્યો. સારાંશ કે તમે અદૃષ્ટને (કર્મ) સ્વીકાર્યું.
હવે “સ્વભાવ” નામનો તમારો માનેલો આ પદાર્થવિશેષ અમૂર્તિ છે. એમ જો કહેશો તો પરલોકગામી એવા આત્માથી ભિન્ન એવો તે પદાર્થ વિશેષ છે શું ? અર્થાત્ તમે માનેલા પૃથ્વી-પાણી આદિ પાંચે ભૂતો મૂર્ત છે. અને આ સ્વભાવને અમૂર્ત માનશો તો પાંચ ભૂતોથી અતિરિક્ત એવો શુદ્ધ આત્મા છે એવો અર્થ થશે. અને તમે અદૃષ્ટથી રહિત એવું શુદ્ધ પરલોકગામી આત્મતત્ત્વ તો સ્વીકાર્યું જ નથી. એટલે આ સ્વભાવને અમૂર્ત પદાર્થ છે એમ કહી શકશો નહીં. આ કારણથી પણ અદેશ્ય” નામનું તત્ત્વ છે જ, એ વાત સ્પષ્ટ જણાઈ આવે છે.
હવે જો આ “સ્વભાવ” નામનો પદાર્થ ભૂતાત્મક છે. પૃથ્વી આદિ ચાર ભૂત સ્વરૂપ જ સ્વભાવ છે. એમ કહેશો તો નરેન્દ્રતા અને દરિદ્રતા આદિ વિદેશતાને ભજનારા બન્ને પદાર્થોનાં ઉત્પાદક, તથા એકી સાથે એક જ કુક્ષિથી જન્મ પામેલા બે બાળકોનાં ઉત્પાદક એવાં આ ચારે ભૂતો તો તુલ્ય જ દેખાય છે. તો પછી તે પદાર્થોમાં વિશેષતા=ભેદ કોના કારણે થયો ? આ પદાર્થોમાં ભેદ કરનારું અદશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org