________________
પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬
રત્નાકરાવતારિકા ભાગ-૩
૨૯૬
પણ ન માનવું. જો અનેક આત્મા છે. એમ કહીએ તો ભિન્ન-ભિન્ન એવા અનેક વિષયોનો અવભાસ કરાવનારાં શાનો એક જ પ્રમાતાના આધારપણે જે પ્રતિભાસ (અનુભવ) થાય છે. તેનો અભાવ થવાનો પ્રસંગ આવે. જેમ જુદા જુદા શરીરોમાં (ચૈત્ર-નૈત્રમાં) રહેલા અનેક (ભિન્ન-ભિન્ન) જ્ઞાન દ્વારા જાણવા લાયક પદાર્થોના બોધ.
સારાંશ કે ચૈત્રે જે જ્ઞાન કર્યું. તેના દ્વારા જાણેલા પદાર્થના બોધનો અનુભવ મૈત્રને થતો નથી, તેમ એક જ શરીરમાં આંખ દ્વારા જોયેલા પદાર્થના બોધનો અનુભવ શેષ આત્મપ્રદેશોને, અને કાન દ્વારા સાંભળેલા શબ્દોના બોધનો અનુભવ સર્વ આત્મપ્રદેશોને, એકાધારપણે જે થાય છે તેનો અભાવ જ થઇ જાય, જો અનેક આત્મા એકશરીરમાં માનીએ તો. માટે અનેક આત્મા નથી.
કદાચ તમને (નૈયાયિકોને) એવો પ્રશ્ન થાય કે હે જૈનો ! જો આત્મપ્રદેશોનો ખંડ થાય છે. એમ તમે માનશો તો તે ખંડિત થયેલા (શરીરના અવયવમાં રહેલા) આત્મપ્રદેશોનું અને અખંડિત ભાગવાળા (શરીરના અવયવમાં રહેલા) આત્મપ્રદેશોનું પાછળથી સંઘટ્ટન=જોડાણ=મીલન કેવી રીતે થશે ? બન્ને છુટા પડેલા ભાગોનો એક આત્મા કેવી રીતે બનશે ? તો હે નૈયાયિક ! આવો પ્રશ્ન ન કરવો. કારણકે અમે આ આત્માનો એકાન્તે છેદ (સર્વથા બે ટુકડા) નથી સ્વીકાર્યા, બન્ને ટુકડાની વચ્ચે આત્મપ્રદેશોની લીંક ચાલુ જ રહે છે. જેમ પતંગ ચગાવનાર અને આકાશમાં ઉડતા પતંગની વચ્ચે દોરીની લીંક ચાલુ જ હોય છે. તેથી જ ચગેલો પતંગ ચગાવનાર થોડા કાળ પછી ઉતારી શકે છે. અને ઉતારે ત્યારે તે પતંગ તેની પાસે આવી જાય છે. અથવા કમળના નાલના તારની જેમ આ આત્માનો અનુચ્છેદ પણ અમે સ્વીકાર્યો જ છે. સર્વથા ઉચ્છેદ સ્વીકાર્યો નથી.
દ્રવ્યોના જુદા જુદા સ્વભાવો હોય છે. ઘટદ્રવ્યના ટુકડા થાય તો તેનું સંઘટ્ટન થતું નથી. અને રબ્બરને લંબાવવામાં આવ્યું હોય અને પછી છોડી દઇએ તો મૂળસ્વરૂપે બની જાય છે. તેવી રીતે આ આત્મદ્રવ્યમાં પણ તેવા પ્રકારના અદૃષ્ટના વશથી (દ્રવ્યના પોતાના સ્વભાવના જ કારણે) તે સર્વે આત્મપ્રદેશોનું (એટલે કે ખંડિત અને અખંડિત એમ સર્વે આત્મપ્રદેશોનું સંઘટ્ટન થવું તે અવિરુદ્ધ જ છે. આ પ્રમાણે આત્માને શરીર પ્રમાણવાળો જ સ્વીકારવો જોઇએ. પરંતુ વ્યાપક માનવો જોઇએ નહીં.
વળી આ આત્મા શરીરપ્રમાણ જ છે. પરંતુ સર્વવ્યાપી નથી. એ સમજવા માટેનું ન્યાયભાષાનુસારી અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org