________________
રત્નાકરાવતારિકા ભાગ-૩
પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬
૨૯૫ છે. કારણકે શરીરના કોઈ ભાગોનો ઉચ્છેદ થયે છતે તે આત્મદ્રવ્યમાં કથંચિદ્-ઉચ્છેદ (ટુકડા) થાય છે. એમ અમે માનીએ જ છીએ. અર્થાત્ કથંચિ-ઉચ્છદ અમને ઈષ્ટ જ છે. આ આત્માના (એક લોકાકાશ પ્રમાણ) અસંખ્ય આત્મપ્રદેશો છે. તે તમામ પ્રદેશો શરીરની સાથે સંબંધવાળા છે. હવે જ્યારે શરીરમાંથી હાથ-પગ કે આંગળી વગેરે કોઈ એક ભાગનો ઉચ્છેદ થાય. એટલે કે કાપવામાં આવે ત્યારે ખંડિત થયેલા તે શરીરના ભાગોમાં પણ આત્માના કેટલાક પ્રદેશો કેટલાક કાળ સુધી રહે છે.
સારાંશ કે શરીરની સાથે સંબંધવાળા આત્મપ્રદેશોમાંથી કેટલાક આત્મપ્રદેશોનું ખંડિત શરીરના ભાગમાં હોવું, તે જ આત્માનું ખંડન કહેવાય છે. તેવું આત્માનું ખંડન (ટુકડા થવા રૂ૫ ખંડન) અહીં-આત્મદ્રવ્યમાં પણ વિદ્યમાન છે જ. અન્યથા=જો ખંડિત એવા શરીરના વિભાગોમાં આત્મપ્રદેશો ન જ હોત તો મૂળ શરીરથી છુટા પડેલા અવયવોમાં (ગીરોળીના પૂંછડી આદિ ભાગોમાં) જે કંપન ક્રિયાની ઉપલબ્ધિ થાય છે. તે સંભવત નહીં. તેથી તે ખંડિતાવયવોમાં કેટલાક આત્મપ્રદેશો અવશ્ય છે તેથી આવું કથંચિત્ ખંડન આત્માનું થાય છે તે અમને (જૈનોને) માન્ય છે.
આ પ્રમાણે ખંડિત શરીરના અવયવોમાં કેટલાક આત્મપ્રદેશો છે આમ માનવાથી એક આત્માના બે આત્મા થઈ જશે એટલે કે ખંડિત અવયવોમાં અનુપ્રવેશ પામેલા આત્મપ્રદેશોનો એક જુદો આત્મા બની જશે, આવું જ માનવું પડશે. આવો પ્રશ્ન ન કરવો. કારણકે બન્ને વિભાગોમાં એક જ આત્માના કેટલાક કેટલાક આત્મપ્રદેશો જ વર્તે છે. અને તે બન્નેની વચ્ચે અનુસંધાનમાં પણ આત્મપ્રદેશો વર્તે છે. તેથી સળંગ એક જ દ્રવ્ય છે. અને અલ્પકાળમાં જ ખંડિતાવયવોમાં રહેલા આત્મપ્રદેશો તે મૂલશરીરમાં જ આકર્ષાઈ જાય છે. જેમ પતંગની દોરી પતંગ ચગાવનારના હાથમાં પણ હોય છે અને ચગેલા પતંગ સાથે પણ હોય છે. અને હાથ તથા પતંગ વચ્ચેના આકાશમાં પણ હોય છે. તેમ આત્મપ્રદેશો મૂળશરીરમાં, ખંડિત શરીરમાં અને વચ્ચેના આકાશમાં લંબાય છે. વિસ્તાર પામે છે. પરંતુ પતંગ કપાઈ જતાં જ ચગાવનારના હાથમાં દોરીનો છેડો છે એટલે તેનું અનુસંધાન હોવાથી તે બધી દોરીને ખેંચી લે છે. તેમ મૂલશરીરના આત્મપ્રદેશોમાં જ વિસ્તૃત થયેલા આત્મપ્રદેશો ખેંચાઈ આવે છે.
- તથા એક જ સંતાનમાં અનેક આત્મા છે એવું પણ નથી. અર્થાત્ આ એક શરીરમાં એક આત્માના અસંખ્ય પ્રદેશો છે. પરંતુ અસંખ્ય આત્મા નથી. તથા કેટલાક આત્મા મૂળ શરીરમાં રહે છે. અને કેટલાક આત્મા ખંડિતાવયવમાં જાય છે. અને પછીથી બધાંનું મીલન થાય છે. આ પ્રમાણે અનેક આત્માઓ આ શરીરમાં છે. એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org